Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ ગદષ્ટિનું સામાન્ય કથન
(૭૩)
૫. ગંભીર ઉદાર આશયવાળું—આ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્માચરણ પરમ ગંભીર-ઉદાર આશયવાળું હોય છે. આ દ્રષ્ટિવાળા યેગી “સાગરવરગંભીરા હોય છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ...મૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી
૭. પ્રભા દૃષ્ટિ અક પ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”—શ્રી ગઢ સક્ઝાય સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બેધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ અધિક હોય છે, તેમ છઠ્ઠી દૃષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિનો બાધ અનેક ગણે
બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા’ નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્ર+ભા =પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દૃષ્ટિની
બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થપણું છે. અને આ દષ્ટિને આ પ્રકૃષ્ટ બધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે
૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર ધ્યાનને હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે.
૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીર્ણ આત્મોપગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કઈ પણ વિકલ્પ ઊઠવાને અવસર હોતો નથી.
૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિકલ્પ ધ્યાન હોવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વીતરાગતાથી અત્રે યેગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી; અને કેવલ આત્માવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે.
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દુષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ?
ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ.”–શ્રી ગઢ સઝાય