Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૪)
યોગદષ્ટિસમુચ્ચય “એકાંતિક અત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન... હો જિનજી; નિરુપચતિ નિદ્રઢ સુખ, અન્ય અહેતુક પીન... હો જિન.—શ્રી દેવચંદ્રજી
૪. અન્ય શાસ્ત્રો અકિંચિકર—નકામા, અણખપના થઈ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું–પ્રતિભ જ્ઞાનનું અત્યંત પ્રબળપણું-સમર્થ પણું હોય છે. શાસ્ત્ર ને માત્ર માગને લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તો સાક્ષાત્ માર્ગની પ્રાપ્તિ છે, એટલે શાસ્ત્રનું પ્રયેાજન રહેતું નથી.
૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન–અહીં સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે, સર્વ શુદ્ધ ભાવકિયા આત્મસમાધિમાં પરિણમે છે.
દ. તેની સંનિધિમાં વેરના–આ દષ્ટિમાં વતતા ગિરાજની એવી યોગ સિદ્ધતા થાય છે, એ ગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં-હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર-વિરોધ વગેરે નાશ પામી જાય છે, જાતિવૈર પણ ભૂલાઈ જાય છે !
૭, પરાનુગ્રહકર્તાપણું–આ દષ્ટિવાળે યેગી પરાનુગ્રહ–પોપકારપરાયણ હોય છે, બીજા છ પ્રત્યે તે કલ્યાણ માર્ગને ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહ કરે છે.
૮. વિને (શિળે) પ્રત્યે ઔચિત્યાગ–ઉચિતતાવાળે પરમાર્થ સંબંધ હેાય છે, કે તેથી તે વિનયવાન શિષ્યનું અચૂક આત્મકલ્યાણ થાય.
૯, અવંધ્ય સક્રિયા–અત્રે ભાવરૂપ, પરમાર્થરૂપ જે શુદ્ધ આત્માનુચરણરૂપ સક્રિયા હોય છે, તે અવંધ્ય-અમેઘ હોય છે, કદી ખાલી જતી નથી, અચૂક મુક્તિફલ આપે છે.
૮. પરા દૃષ્ટિ ષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણું છે.
આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણું છે.” શ્રી એગ સઝાય આઠમી પર દૃષ્ટિમાં બોધ ચંદ્રની પ્રભા સરખો હોય છે. સૂર્ય પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તો કેવલ
સૌમ્ય ને શાંત હોઈ શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે. ચંદ્રપ્રભા સમ બંનેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન પર સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ આ દૃષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે,
ઊંચામાં ઊંચી છે, એનાથી પર કોઈ નથી, એટલે જ એને પરા” કહી છે. ચંદ્રની સ્ના (ચાંદની) જેમ વિશ્વમાં ફેલાઈ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં ન્હવરાવે છે, તેમ અત્રે પણ બધ-ચંદ્રની સોળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન–વંતિકા