Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૬)
ગદષ્ટિસમુચ્ચય ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વતભાવ અસ્ત પામી જાય છે.
“ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું.”—શ્રી યશોવિજયજી નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હે ત્રિગુણ અભેદ. લલના જિન સેવન પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ યેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે –
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છ૩, એક કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉ'. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમ શાંત ચતી હું માત્ર નિર્વિકલ્પ છે. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ.”
– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૮૩૩) ૭૬૦ અને આમ વિકલ્પને સર્વથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે
૧. પરમસુખ–હોય છે. આ સમાધિનિષ્ઠ-પરબ્રહ્મનિષ્ઠ યોગીશ્વર પરમ આત્મસુખને અનુભવ કરે છે, “આનંદઘન અવતાર' બને છે.
૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ-આરૂઢના આરોહણની જેમ અહીં પ્રતિકમણાદિ અનુષ્ઠાન હોતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ગિરાજરાજેશ્વર ભેગ-ગિરિરાજના સર્વોચ્ચ શ્રેગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનું આલંબન સાધન છે. હવે આ દશામાં તે તે આલંબન સાધન “વિષકુંભ' સમાન છે,* અપ્રતિકમણાદિ જ “અમૃતકુંભ” સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે “આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન–જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે.” x “पडिकमण पडिसरण परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहे। हाइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अप्परिहाग अधारणा चेव । અગિયરી ૨ બળા નરહ્યા છે રામચમો છે – શ્રી સમયસાર ગાવે ૩૦૬-૩૦૭.
“આક્ષોર્ટુને જે વર્ષ વાળમુતે.. ચોગાઢસ્ય વચૈવ રામ: #ારણમુને ”—ગીતા, –૩,