Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૮)
ગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન શંકા–સદ્દષ્ટિપણું-સમ્યગુષ્ટિપણું તે ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તે હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તે મિથ્યાદષ્ટિ છે, તે પછી “સદ્દષ્ટિની–સમ્યગદષ્ટિની આઠ દૃષ્ટિ એમ કહેવાનું શું કારણ? - સમાધાન–જે મિત્રા વગેરે ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રો વગેરેનું પણ સમ્યગદષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમ્યગદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે –
શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાએ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી.
શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે-(૧) પ્રથમ તે સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને
કાવે બનાવાય, (૪) તેમાંથી ગેળ બને, (૫) ત્યારપછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગટ્ટા-પિંડા થાય, (૮) અને છેવટે શુદ્ધ સાકરના ચોસલા-ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે.
તેમાં શેરડીથી માંડીને ગેળ બનવા સુધીની ચાર અવરથાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિએ છે; અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાએ બરાબર સ્થિર વગેરે છેલ્લી ચાર દૃષ્ટિ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દૃષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દૃષ્ટિને અત્રે ગદષ્ટિમાં પિતા પોતાનું યથાયોગ્ય સ્થાન છે જ.
આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર ! ઈસુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ ક્યાંથી નીકળે? રસ ન હોય તો ગોળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે ? પણ આ મિત્રા વગેરે તે શેરડી વગેરે જેવી હોઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાને અનુભવ થાય છે.