Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૮)
યુગદષ્ટિસમુચ્ચય
તે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ પરાકાષ્ઠા-છેલ્લામાં છેલ્લી હદ આ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થાય
છે. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય મિથ્યાત્વ છે, ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ચોથી દષ્ટિમાં ગુણસ્થાનક મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની માત્રા વધારેમાં વધારે
હોય છે. એટલે દીપ્રા દષ્ટિમાં ઓછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. ત્યાર પછી પાંચમી સ્થિર દૃષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે.
૫. સ્થિરા દષ્ટિ
“દષ્ટિ સ્થિરામાંહિ દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે.”—શ્રી, ગo સઝાય
પાંચમી સ્થિર દૃષ્ટિ તે જેને ગ્રંથિભેદ થયે છે, એટલે કે જેની રાગ-દ્વેષ પરિણામની ગાઢ કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે, એવા સમ્યગ્ગદષ્ટિવંત પુરુષને જ-ભેદજ્ઞાનીને જ હોય છે,
આત્મજ્ઞાનીને જ હોય છે. દેહાદિ સર્વ પરવસ્તુથી સર્વથા ભિન્ન એવા શુદ્ધ રત્નમભા આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન-આત્મજ્ઞાન આ પુરુષને હોય છે. “હું એક સમ સ્થિરા શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એ આત્મા છું. અન્ય કંઈ
પણ પરમાણુ માત્ર પણ હારૂં નથી’ એ અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટા પુરુષને હોય છે.
"अहमिक्को खलु सुद्धो दसणणामइओ सदारूवी। णवि अस्थि मज्ज्ञ किंचिवि अण्ण परमाणमित्तपि॥"
શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને એટલા માટે જ આ દષ્ટિને સ્થિર કહી છે. તેમાં ઉત્પન્ન થતા બોધને રત્નની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયેગ્ય છે, કારણ કે રત્નને પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતું નથી, તેમ સમ્યગૂદષ્ટિ પુરુષને બેધ પણ સ્થિર રહે છે, ડગમગતું નથી, ચળતું નથી. જ્યારે વજપાત* થતું હોય ને આખું શૈલેષે ભયથી ધ્રુજતું હોય ત્યારે પણ નિસર્ગ નિર્ભયપણે સર્વ શંકા છોડીને, પોતાને ન હણાય એવા અવધ્યા
* " सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमते परं,
___ यदळेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्तावनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयम्, जानंतः स्यमवध्यबोधवषं बोधाच्च्यवंते न हि॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીમણુત સમયસારકલશ