Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
ઇષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતા નથી, તેમ આ દૃષ્ટિને બેધ તત્ત્વથી-પરમાથ થી ઇષ્ટ પદાર્થોનું દર્શન કરાવી શકતા નથી. કારણ કે-(૧) જેમ તૃણુઅગ્નિને પ્રકાશ પદાર્થની કંઇક બરાબર સૂઝ પડે તેટલેા લાંબે વખત ટકતા નથી, તેમ આ દૃષ્ટિને એધ પણ તેને સમ્યકૃપણે પ્રયાગ કરી શકાય એટલેા વખત સ્થિતિ કરતા નથી–ટકતા નથી. ( ૨ ) જેમ તૃણુઅગ્નિના પ્રકાશ અલ્પ-મદ વીવાળા અત્યત ઝાંખા હેાય છે, તેમ આ દૃષ્ટિના મેધ મદ વીય વાળે-અલ્પ સામર્થ્યવાળા ઢાય છે. (૩) જેમ તૃણુઅગ્નિના પ્રકાશ ક્ષણવારમાં હતા-ન હતા થઇ જાય છે, અને તેથી તેની દઢ–પટુ સ્મૃતિના સંસ્કાર રહેતા નથી, તરત જ ભૂલાઇ જાય છે; તેમ અત્રે પણ એધ એવે અલ્પજીવી ને અલ્પવીય હાય છે કે–તેના દૃઢ સ્મૃતિષીજરૂપ સંસ્કારનું રાપણ થવું ઘટતુ` નથી, તેની યાદરૂપ દૃઢ સસ્કાર નીપજતા નથી. (૪) અને આમ સ્થિતિ ને વીની મંદતાથી તથાપ્રકારે સ્મૃતિસ'સ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃણુઅગ્નિ પ્રકાશને પ્રયાગ વિકલ–પાંગળા હાઇ તેનાથી કરીને કંઇ ખરૂં કાર્ય અનવું સભવતું નથી; તેમ આ દૃષ્ટિમાં એધનુ એવુ. વિકલપણું-અપૂર્ણ પણું, પાંગળાપણું હાય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાના યાગ બનતા નથી, દ્રવ્યવદનાદિ હાય છે.
તૃણુ અગ્નિ સમ મિત્રા
૨. તારા દૃષ્ટિ
....
- દન તારા દૃષ્ટિમાં....મનમાહન મેરે, ગામય અગ્નિ સમાન....મન.”—શ્રી ચા. દ. સજ્ઝાય. તારા નામની બીજી દૃષ્ટિમાં જે બેધ હાય છે, તેને છાણાના અગ્નિકણુ સાથે સરખાવી શકાય છે, કારણ કે તૃણુના અગ્નિ કરતાં છાણાના અગ્નિને પ્રકાશ કઇક વધારે હાય છે, તેમ મિત્રા કરતાં તારા દૃષ્ટિને એધ કઇક વધારે હાય છે, પણ તેના ગામય અગ્નિ સ્વરૂપમાં ભેદ ન હેાવાથી તે લગભગ તેના જેવા જ હાય છે. કારણ સસ તારા કે–( ૧ ) જેમ છાણાનેા અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતા નથી અને મદ ખળવાળા હોય છે, તેમ મિત્રા દૃષ્ટિની પેઠે અત્રે પણ બેધ તત્ત્વથી ઝાઝી સ્થિતિવાળા હાતા નથી–લાંબે વખત ટકતા નથી, અને તેનુ મળ−વી પણ મંદ હાય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે મેધના આચરણરૂપ પ્રયાગ વેળાએ સ્મૃતિનું પટ્ટુપણુંનિપુણપણું હેતુ નથી, દૃઢ સ્મરણ રહેતુ નથી. (૩) અને તેવી સ્મૃતિ ન હેાય તે પ્રયાગ પણ વિકલ–પાંગળા—ખાડખાંપણવાળા હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્ત્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હાય છે. આમ અત્રે અ'શભેદ સિવાય બધુય મિત્રા દૃષ્ટિને મળતુ આવે છે.
૩. ખલા દૃષ્ટિ
“ ત્રીજી દૃષ્ટિ ખલા કહી જી, કાષ્ઠ અગ્નિ સમ છે.”—શ્રી ચેગ॰ સજ્ઝાય