Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ એગદષ્ટિનું સામાન્ય કથન
(૬૫) અર્થ :–તૃણને અગ્નિકણ, ગોમય-છાણાને અગ્નિકણ, કાષ્ઠને અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે,-એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે, જેમકે-મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણાના અગ્નિકણ જેવી, ઈત્યાદિ.
વિવેચન
હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આને મૂળ વિષચ ગદષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણુરૂપે ઉપમા આપેલ છે; અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથી કુશળતાથી
જ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય.
આ આઠ દૃષ્ટિઓને અનુક્રમે (૧) તૃણઅગ્નિકણની, (૨) છાણના અગ્નિકણની, (૩) કાષ્ઠ-લાકડાના અગ્નિકણુની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) લાશ
પ્રભાની, (૭) સૂર્યપ્રભાની, (૮) અને ચંદ્રપ્રભાની,-એમ ઉપમા આપી છે. યોગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દૃષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની
તરતમતા છે. એટલે આ ઉપમા સાંગોપાંગ સંપૂર્ણ છે. મહા સમર્થ તવદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગઢષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ થઈ શકે છે, તેમ આ
ચગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્મદશાનું આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. હું પોતે કયી દષ્ટિમાં
માપક વર્તુ ? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન થર્મોમીટર હોય તે તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ
નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ “ગદષ્ટિ” આત્માથી મુમુક્ષુને પરમ ઉપગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્કૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
૧. મિત્રા દૃષ્ટિ “જિહાં મિત્રા તિહાં બંધ , તૃણ અગનિસે લહીયે રે.”—શ્રી . દ. સક્ઝાય. મિત્રા દષ્ટિમાં બોધ તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ