SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ એગદષ્ટિનું સામાન્ય કથન (૬૫) અર્થ :–તૃણને અગ્નિકણ, ગોમય-છાણાને અગ્નિકણ, કાષ્ઠને અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે,-એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે, જેમકે-મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણાના અગ્નિકણ જેવી, ઈત્યાદિ. વિવેચન હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આને મૂળ વિષચ ગદષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણુરૂપે ઉપમા આપેલ છે; અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથી કુશળતાથી જ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય. આ આઠ દૃષ્ટિઓને અનુક્રમે (૧) તૃણઅગ્નિકણની, (૨) છાણના અગ્નિકણની, (૩) કાષ્ઠ-લાકડાના અગ્નિકણુની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) લાશ પ્રભાની, (૭) સૂર્યપ્રભાની, (૮) અને ચંદ્રપ્રભાની,-એમ ઉપમા આપી છે. યોગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દૃષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની તરતમતા છે. એટલે આ ઉપમા સાંગોપાંગ સંપૂર્ણ છે. મહા સમર્થ તવદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગઢષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ થઈ શકે છે, તેમ આ ચગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્મદશાનું આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. હું પોતે કયી દષ્ટિમાં માપક વર્તુ ? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન થર્મોમીટર હોય તે તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ “ગદષ્ટિ” આત્માથી મુમુક્ષુને પરમ ઉપગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્કૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ૧. મિત્રા દૃષ્ટિ “જિહાં મિત્રા તિહાં બંધ , તૃણ અગનિસે લહીયે રે.”—શ્રી . દ. સક્ઝાય. મિત્રા દષ્ટિમાં બોધ તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy