Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
(૬૩) આવા “ચારિસંજીવની ન્યાય'ના ઉપનય–પરમાર્થ પ્રમાણે આ સમ્યદૃષ્ટિ સન્દુરુષે તત્વનું પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે આવા તે “નિર્પક્ષ વિરલાઓ”,
સર્વ દર્શનના નય-સદંશ ગ્રહે છે તે સંત અવધૂતે “આપ સ્વભાવમાં નિપક્ષ વિરલા સદા મગ્ન રહે છે, અને લોકેને હિતકારી-કલ્યાણકારી એ “સંજીવની
ન્યાયને ચારે ચરાવી, સન્માગે ઉતારવાના નિર્મળ પુરુષાર્થ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સમ્યગદષ્ટિ મહાત્મા ગીઓ કરે છે. “દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે...વીર.”
શ્રી યે, દ, સક્ઝાય, ૧-૪ પ્રકૃત–પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃતિ તે મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચોગદષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે છે :
तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा ।
रत्नतारार्कचन्द्राभाः सददृष्टिदृष्टिरष्टया ॥१५॥ વૃત્તિ –અહીં અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિને બંધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ કહી દેવાય, એ રીતે તૃણના અગ્નિકણ આદિ ઉદાહરણના સાધમ્યથી નિરૂપવામાં આવે છે:- સામાન્યથી સદ્દષ્ટિવાળા ગીની
ધલક્ષણ દૃષ્ટિ આઠ પ્રકારની હોય છે: તૃણ અગ્નિકણની ઉપમાવાળી મિત્રામાં, ગામય અનિકણની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણની ઉપમાવાળી મલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપામાં, રત્નની પ્રભા જેવી સ્થિરમાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. કૂળ મારિનગરીમાપમાં રત્નતારાન્નામ:-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધમ્ય—સમાન ધર્મપણું છે.–જે કહે છે
૧. મિત્રામાં બધ તૃણ અગ્નિકણ સદશ-સરખે હોય છે, તત્વથી ઈષ્ટ કાર્યક્ષમ નથી હોતો-ઈષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હોતું. કારણ કે-(૧) સમ્યફ પ્રયોગકાલ સુધી તેની સ્થિતિ નહિં હોવાને લીધે, અને તેના અલ્પવીયપણાને લીધે, ૫ટુ-દઢ સ્મૃતિ બીજના સંસ્કારાધાનની ઉપપત્તિ-ઘટના થતી નથી, નિપુણકશલ સ્મૃતિસંસ્કાર પાસે નથી, તેથી; (૨) અને વિકલ પ્રયોગના હોવાપણાને લીધે, ભાવથી વંદનાદિ ક્રિયાને અલગ હોય છે, તેથી.
૨. તારામાં તે બંધ ગેમ એટલે છાણના અગ્નિકણ સરખા હોય છે. આ પણ લગભગ એવો જ હોય છે.-તવથી વિશિષ્ટ સ્થિતિ-વીયના વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે સ્મૃતિપટવની અસિદ્ધિને લીધે. તેના અભાવે પ્રયોગની વિકલતાને લીધે, અને તેથી કરીને તથા પ્રકારે તેના કાર્યના અભાવને લીધે.
૩. બલામાં પણ આ બધ કાષ્ઠ અગ્નિકણ જેવો, ને ઉક્ત બે બેધ કરતાં કંઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક રિથતિ–વીય હોય છે; એટલે અહીં પ્રયોગ સમયે પ-નિપુણ જેવી સ્મૃતિ હોય છે: અને તે હતાં, અર્થપ્રાગ માત્રની પ્રીતિથી યુનલેશને ભાવ હોય છે.
૪. દીપામાં તે આ બોધ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ બેધ કરતાં ઘણું વધારે વિશિષ્ટ હોય છે, એથી કરીને અને ઉદય (ઉગ્ર, આકર) સ્થિતિ–વીર્ય હોય છે, તેથી પ્રયોગસમયે સ્મૃતિ પણ પ-કુશલ હોય છે. એમ ભાવથી હોવા છતાં અન્ને વંદનાદિમાં દ્રવ્ય પ્રવેગ હોય છે, તથા પ્રકારની ભક્તિને લીધે અને ભેદપ્રવૃત્તિ હોય છે તેથી કરીને,