Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૬૦)
યોગદષ્ટિસમુચ્ચય સારી પેઠે સમજે છે, અને એટલે જ તેઓ “સ્યા ” પદને ન્યાસ નિરાગ્રહ કરીને આગળ મૂકીને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરે છે. અને એમ મધ્યસ્થતા મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદવાદી મહાજનને ચક્કસ ભાસે છે કે-આ
બધા દશને એક દર્શનરૂપ જ છે, જિનદર્શન અથવા શુદ્ધ આત્મદર્શનારૂપ પુરુષને અંગરૂપ જ છે. તે આ પ્રકારે કલ્પવૃક્ષ સમા તે જિનદર્શનના બે પગને સ્થાને સાંખ્યદર્શન ને ચગદર્શન છે; બૌદ્ધ
અને મીમાંસક એ બે તેને બળવાન હાથ છે; કાયતિક મત તેની વડ દરિસણુ કુક્ષિને સ્થાને છે, જેના દર્શન બાહ્યાભ્યતર પ્રકારે તેના મસ્તકને સ્થાનેજિનઅંગ ઉત્તમાંગરૂપે શોભે છે. આમ “ધુરિ’–પ્રથમ સ્થા” પદરૂપ ન્યાસ અક્ષર ભણુજે' મૂકીને, ષદર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે.
તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પિતાના અંગનું ખંડન કેમ કરી શકે?
“જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે;
આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુખ અંગ અખેદ રે...ષડ. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દોય ભારી રે,
કલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે..ષડ લેકાયતિક કુખ જિનવરની અંશ વિચાર જે કીજે રે;
તત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?...ષડ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ પુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...ષડo
-શ્રી આનંદઘનજી ઇત્યાદિ પ્રકારે જેની “તત્વવિચાર સુધારસધારા' અખંડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સમ્યગૃષ્ટિ “જોગીજને ”ને જૂદા જૂદા મત-દર્શનને આગ્રહ કેમ હોઈ શકે?
તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પરાર્થે–પરમાથે હોય છે. “પાર પર વિમૂર: આ સંતપુરુષોની વિભૂતિઓ પરે૫કારને અર્થે હોય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી
પર તેઓ પિતાને સર્વ અંગ હેમી દે છે, મન-વચન-કાયાની સમસ્ત પરાર્થપ્રવૃત્તિ શક્તિ ખચી નાખે છે. પિતાને જે આત્મા-પરમાર્થને લાભ થયે, તે
અન્ય જીવેને પણ થાય એવા નિર્મલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગૃષ્ટિ સપુરુષ પરમાર્થ પ્રવૃત્તિ કરે છે.