Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ;
એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ.” છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” -શ્રીમદ્ રાજચંદ્રજી “ષર્ દરશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દરશન આરાધે રે.” -શ્રી આનંદઘનજી
આમ તે મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વતે છે, તેનું કારણ એ છે કે તેઓને નની બરાબર મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે. તે આ પ્રકારે – નય એટલે અપેક્ષાભેદ, તે અનંત છે. અમુક વસ્તુને અમુક અપેક્ષાએ-દષ્ટિબિન્દુથી
યથાથ (Angle of vision) જેવી તેનું નામ “નય” છે. આમ સર્વ નયનું નયવિભાગ પોતપોતાના વિષય પ્રમાણેનું-મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ બરાબર
સમજ્યા હોય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે
આ જે જુદા જુદા દર્શનકારેએ જુદા જુદા દર્શન કર્યા છે, તે તે જુદા જુદા નયની અપેક્ષાએ, જુદા જુદા દષ્ટિબિન્દુથી કર્યા છે. તે તે નયની અપેક્ષાએ તે બરાબર છે, માટે એમાં ઝઘડે છે? વિવાદ શ? નાના સાગોથી (Permutations & combinations ) ઉપજતે વિસ્તાર તે અનંત છે, “શબ્દાલંકારરૂપ છે, માત્ર વાજાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધેય નયપક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મેહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં “રઢ લગાડીને મંડી પડવું,” એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાણૂજાલ શી? એમ તે મહાનુભાવે ભાવે છે.
વળતું જગગુરુ ઈણ પરે ભાખે, પક્ષપાત સબ ડી;
રાગદ્વેષ દેહ પણ વર્જિત, આતમ શું રઢ મંડી...મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈમે નાવે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે....મુનિસુવત”
–શ્રી આનંદઘનજી વળી કઈ એક નયને જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તે તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્રદષ્ટિ પુરુષે