Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૪)
યોગદષ્ટિસમુચ્ચય ઘાત કરી અત્યંત અ૯૫૫ણું કરી દેવામાં આવે છે. આમ વિશુદ્ધિના પ્રકૃષ્ટપણથી આ સ્થિતિઘાત-રસઘાત એ બન્ને આગલા ગુણસ્થાનકની અપેક્ષાએ અપર્વ હોય છે. (૩) તેમજ અત્રે અત્યંત વિશુદ્ધિના સામર્થ્યથી ગુણશ્રેણીની વિરચના એવી અપૂર્વ કરે છે, કે કમના દળીઆ ઝપાટાબંધ ટપોટપ ઉડાવી દેવા માટે ગોઠવાઈ ગયા હોય છે. (૪) તથા બંધાતી શુભ પ્રકૃતિએમાં અશુભ દળીઆનું પ્રતિક્ષણે અસંખ્ય ગુણવૃદ્ધિથી લઈ જવું–સંક્રમણ કરવું, તે ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ હોય છે. (૫) અને કર્મોની સ્થિતિ પૂર્વે અશુદ્ધપણાને લીધે ઘણી લાંબી બાંધતો હતો, તે અહીં અપૂર્વકરણમાં અત્યંત વિશુદ્ધ પણાને લીધે ઘણી ટૂંકી બાંધે છે. આમ આ પાંચ વાનાં અત્રે અપૂર્વ હોય છે, એટલા માટે “અપૂર્વકરણ” નામ સાર્થક છે.
આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને જે યોગી પુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્તિવક ધર્મસંન્યાસયોગ હોય છે, કારણ કે તે ક્ષપશમરૂપ ધર્મોનું
ક્ષપણ કરતે કરતે આગળ વધે છે, કર્મ પ્રકૃતિએને સર્વથા ખપાવતે ખપાવત, ક્ષપકશ્રણ ખતમ કરતે કરતે, ઊડાવતે ઊડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય
છે. અને આમ કર્મશત્રુને ક્ષય કરતા કરતા, આ પરમ સમર્થ વીર પુરુષ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે.
– બસંન્યાસ યોગ – અને બીજે જે બગસંન્યાસ” નામનો સામર્થ્યોગ છે, તે આજ્યકરણની પછી હોય છે. તે આ પ્રકારે –
અચિંત્ય વીર્યપણુએ કરીને, અસાધારણ આત્મસામર્થ્યથી કેવલી ભગવાન સમુદઘાત કરે છે, તે પહેલાં આયેાજ્યકરણ કરે છે. આયકરણ એટલે શું? આજીને કરવામાં
આવતે ગવ્યાપાર તે આયેાજ્યકરણ આ મર્યાદા -કેવલીએ દીઠેલ મર્યાદા આયોજ્યકરણ પ્રમાણે જન=જવું તે, શુભ યોગનું વ્યાપારણ-પ્રવર્તન; કરણ=પરિણામ
વિશેષ, સામર્થ્યવિશેષ. કેવલી ભગવાને દીઠેલી મર્યાદા પ્રમાણે, ઉદીરણાઆવલિમાં ભવોપગ્રાહી કમેને પ્રક્ષેપ કરવો તે આયોજ્યકરણ છે. એટલે કે આ છેલા ભવમાં ભોગવવાના જે બાકી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જે વેદનીય વગેરેની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય, તે તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણ કરે છે, જ્યકરણ કરે છે, કે જેથી કરીને સમુદ્રઘાત વડે તે તે કર્મોને જલ્દી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય.