________________
સારસમુચ્ચય
2112HY2214-( Summary) આમ અત્રે ઇચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થયેગ એ ત્રણ યોગનું સ્વરૂપ કહ્યું, એને સારસમુચ્ચય સમજવા માટે સ્કૂલ રૂપક-ઘટના કરીએ:
કેઈ ભયંકર અટવીમાં કોઈ મુસાફર ભૂલે પડી ગયે હોય, ને ચારે કેરથી મુંઝાઈ ગ હોય, તેને તેમાંથી છૂટવાને કઈ રસ્તો બતાવે એવી તેની કેવી તીવ્ર ઈચ્છા હોય? કોઈ રોગી મહારોગના પંજામાં સપડાયો હોય, તે કઈ કુશળ વૈદ્ય મળી જાય ને આરોગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું છે? ઉજજડ મભૂમિમાં ભર ઉન્હાળામાં કોઈ તર થયે હોય, તે પાણી માટે કેટલું છે ?
તેમ આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલો પડેલો જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઈચ્છે છે, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે
પછી સૂંઢ ઢંઢતો તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે. તેની પાસેથી ઈચ્છાગી તે માગેની માહિતી મેળવી-સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ
તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉદ્દિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માર્ગની કઠિનતાથી તથા પિતાને અનુભવ હજુ કાર્યો હોવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવચિત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત્ વેગવંતી બને છે. આમ આ ઈછાયોગી આગળ વધતો જાય છે.
આ મુસાફરી દરમ્યાન શાસ્ત્રરૂપ ભેમીઓ (Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી
માર્ગ દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. પોતાની શક્તિ પ્રમાણે, શાસ્ત્રની પિતાના પગમાં જોર હોય તેટલા વેગથી, તે અપ્રમાદી પણ આગળ પ્રગતિ
કરતે જાય છે.
આમ આગળ ને આગળ પ્રયાણ કરે તે ભયાનક અટવી વટાવી જઈને, સુંદર રાજમાર્ગ પર–ધોરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળને મોક્ષસ્થાન ભણીને રસ્તે ચોકખેચેખો દેખાય છે. ત્યાં શાસ્ત્રરૂપ ભેમીઓ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાસ્ત્રગી! જુઓ, આ માર્ગ સીધે સડસડાટ મોક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપું છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજો. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે હારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે “સમર્થ છે. માટે વિતે કથા |