Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(પ)
ગદષ્ટિસમુચ્ચય એટલે તે યોગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સશાસ્ત્ર! આપને હું ક્યા શબ્દોમાં આભાર માનું? આપે હારા પર અચિંત્ય ઉપકાર કર્યો છે. આટલી ભૂમિકાએ હું પહોંચ્યા છું, તે બધું આપને પ્રતાપ છે, ને આગળ માટેની જે આપે કિંમતી સૂચના બતાવી તે માટે પણ હું આપને ત્રાણી છું, હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું હારા ઈષ્ટ સ્થાને-મેક્ષનગરે હવે થોડા વખતમાં જલ્દી પહોંચીશ. આપે હારા માટે ઘણે શ્રમ લીધો છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાનો યથાશક્તિ પરિશ્રમ કર્યો છે, છતાં આજ્ઞાભંગ થયો હોય તે ક્ષમા! વારુ, નમસ્કાર!
પછી તે સમર્થ યોગી આત્મસામર્થ્યથી વેગમાર્ગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડડ્યો જાય છે. પ્રાતિલ જ્ઞાન–અનુભવજ્ઞાન દષ્ટિથી તેને આગળ માર્ગ ચોકખે દીવા
જેવો દેખાતે જાય છે, અને જેમ જેમ તે ઈષ્ટ ધ્યેય પ્રતિ આગળ ધપતિ સામર્થ્યથેગી જાય છે, તેમ તેમ તેને ઉત્સાહ અત્યંત વધતો જાય છે. ક્ષાપશમિક
મેને-ક્ષપશમ ભાવોને ફગાવી દઈ તે પોતાને ભાર ઓછો કરતો જાય છે, એટલે તે એર ને એર વેગથી આગળ પ્રગતિ કરે છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપકશ્રેણી પર ચઢી, ધર્મસંન્યાસ કરતે કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી દે છે, ને ૧૩ મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચે છે.
ત્યાં પછી તે શેડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે, તે પિતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે.
પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના પેગેને નિરોધ કરે છે–ત્યાગ કરે છે, ને આમ યોગસંન્યાસ કરી, મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી તે મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંત કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે.
“પૂર્વ પ્રાગાદિ કારણના વેગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે....અપૂર્વ ”
–શ્રીમદ્ રાજચંદ્રજી