Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૩)
બુદ્ધિવાળા હેાય, (૫) · મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણુ છે, સંપદીક્ષાના દાએ ચપલ છે, વિષયેા દુઃખના હેતુ છે, સંચાગમાં વિયેાગ છે, પ્રતિક્ષણે અધિકારી મરણુ છે, કર્મના વિપાક દારુણ છે’-એમ જેણે સંસારનુ નિશુંપણું–નગુણાપણું, નિઃસારપણું, તુચ્છપણું જાણ્યું હાય, (૬) તેથી કરીને જ તે સ’સારથી જે વિરક્ત થયેા હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હાય-જે મદકષાયી હાય, (૮) જેનામાં હાસ્ય રતિ-અરતિ વગેરે અલ્પ હાય, (૯) જે કૃતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળા કદરદાન હેાય, (૧૦) વિનીત–વિનયગુણુસ’પન્ન હેાય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજને ને બહુમત-માનીતા હાય, જેનું સમાજમાં પણ વજન પડતુ હોય એવા પ્રતિષ્ઠિત-માનનીય હાય, (૧૨) અદ્રોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેના જે દ્રોહ કરનાર ન હેાય, (૧૩) જે કલ્યાણ અંગવાળા-ભદ્રમૂત્તિ હાય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભદ્ર-ભલા-રૂડા જીવ છે, એવા હાય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવત, શ્રદ્ધાળુ હાય, (૧૫) સ્થિર હાય, ચળવિચળ પરિણામી ન હેાય, (૧૬) સમુપપન્ન હાય, એટલે સમ્યક્ પ્રકારે સદ્ગુરુને શરણે આવેલે આત્મસમર્પણ કરનારા હાય. જેમકે—
ધમ સન્યાસયેાગ
“શું પ્રભુ ચરણુ કને ધરૂ', આત્માથી સહુ હીન; તે તા. પ્રભુએ આપિએ, વતુ” ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતા પ્રભુ આધીન; દાસ દાસ હુ' દાસ છું', આપ પ્રભુના દીન. ’’
—શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ
આવા લક્ષણવાળા ન હોય તે જ્ઞાનયેગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળા હાય તે આરાધ્યા વિના રહે નહિ, એમ શ્રી સર્વજ્ઞદેવનુ વચન છે. તેથી આ ઉપર જે કહ્યુ. તે બધુય યથાર્થ છે. આમ પ્રવ્રજ્યા સમયે અતાત્ત્વિક ધર્મસ'ન્યાસ, અને ક્ષેપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ હાય છે, એમ સ્પષ્ટ કર્યું.
અને આમ ક્ષપકશ્રેણીગત ચેાગીને બીજા અપૂર્વ કરણમાં' આ તાત્ત્વિક ધમ સન્યાસ નામના સામર્થ્ય યોગ હોય છે. આને અપૂર્વકરણ એટલા માટે ખીજુ કહેવામાં આવે છે કે–તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુએનું કરણ-નિન અપૂર્ણાંકરણ કરવાપણું) હાય છેઃ-(૧) સ્થિતિઘાત (ર) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસક્રમ, (૫) સ્થિતિબધ. તે આ પ્રકારે
(૧-૨) મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણીય વગેરે કમની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનઘાત કરવામાં આવે છે,-છેદ ઉડાવવામાં આવે છે; તથા કર્માંના પ્રચુર રસનું અપૂર્વ ખંડન