SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) બુદ્ધિવાળા હેાય, (૫) · મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણુ છે, સંપદીક્ષાના દાએ ચપલ છે, વિષયેા દુઃખના હેતુ છે, સંચાગમાં વિયેાગ છે, પ્રતિક્ષણે અધિકારી મરણુ છે, કર્મના વિપાક દારુણ છે’-એમ જેણે સંસારનુ નિશુંપણું–નગુણાપણું, નિઃસારપણું, તુચ્છપણું જાણ્યું હાય, (૬) તેથી કરીને જ તે સ’સારથી જે વિરક્ત થયેા હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હાય-જે મદકષાયી હાય, (૮) જેનામાં હાસ્ય રતિ-અરતિ વગેરે અલ્પ હાય, (૯) જે કૃતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળા કદરદાન હેાય, (૧૦) વિનીત–વિનયગુણુસ’પન્ન હેાય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજને ને બહુમત-માનીતા હાય, જેનું સમાજમાં પણ વજન પડતુ હોય એવા પ્રતિષ્ઠિત-માનનીય હાય, (૧૨) અદ્રોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેના જે દ્રોહ કરનાર ન હેાય, (૧૩) જે કલ્યાણ અંગવાળા-ભદ્રમૂત્તિ હાય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભદ્ર-ભલા-રૂડા જીવ છે, એવા હાય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવત, શ્રદ્ધાળુ હાય, (૧૫) સ્થિર હાય, ચળવિચળ પરિણામી ન હેાય, (૧૬) સમુપપન્ન હાય, એટલે સમ્યક્ પ્રકારે સદ્ગુરુને શરણે આવેલે આત્મસમર્પણ કરનારા હાય. જેમકે— ધમ સન્યાસયેાગ “શું પ્રભુ ચરણુ કને ધરૂ', આત્માથી સહુ હીન; તે તા. પ્રભુએ આપિએ, વતુ” ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતા પ્રભુ આધીન; દાસ દાસ હુ' દાસ છું', આપ પ્રભુના દીન. ’’ —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ આવા લક્ષણવાળા ન હોય તે જ્ઞાનયેગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળા હાય તે આરાધ્યા વિના રહે નહિ, એમ શ્રી સર્વજ્ઞદેવનુ વચન છે. તેથી આ ઉપર જે કહ્યુ. તે બધુય યથાર્થ છે. આમ પ્રવ્રજ્યા સમયે અતાત્ત્વિક ધર્મસ'ન્યાસ, અને ક્ષેપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ હાય છે, એમ સ્પષ્ટ કર્યું. અને આમ ક્ષપકશ્રેણીગત ચેાગીને બીજા અપૂર્વ કરણમાં' આ તાત્ત્વિક ધમ સન્યાસ નામના સામર્થ્ય યોગ હોય છે. આને અપૂર્વકરણ એટલા માટે ખીજુ કહેવામાં આવે છે કે–તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુએનું કરણ-નિન અપૂર્ણાંકરણ કરવાપણું) હાય છેઃ-(૧) સ્થિતિઘાત (ર) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસક્રમ, (૫) સ્થિતિબધ. તે આ પ્રકારે (૧-૨) મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણીય વગેરે કમની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનઘાત કરવામાં આવે છે,-છેદ ઉડાવવામાં આવે છે; તથા કર્માંના પ્રચુર રસનું અપૂર્વ ખંડન
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy