Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધર્મસંન્યાસયોગ
(૪૧) અને આમ ગ્રંથિભેદ થઈ, આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદવલાસ ઉપ છે, એવા સમ્યગદષ્ટિ યોગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્ગાર નીકળી પડે છે –
આત્મા જ્ઞાન પામે એ તે નિ:સંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.”
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.”
-શ્રીમદ્ રાજચંદ્રજી આવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ થયા પછી પ્રાપ્ત થાય છે. અને આ સમ્યગદર્શનને પાંચ લિંગ એટલે પ્રગટ ચિહ્ન છે :-(૧) પ્રશમ, (૨) સંવેગ,
(૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય. પ્રધાનપણું પ્રમાણે આ સમ્યકત્વના લક્ષણોને આમ પૂર્વનુપૂર્વ અનુક્રમ છે, પણ પશ્ચાનુપૂર્વથી એટલે ઊલટા ચિન્હ અનુક્રમે એ સુંદર-રૂડા છે, એમ શાસ્ત્રનું રહસ્ય જાણનારા કહે છે. કારણ કે
આસ્તિક્ય ન હોય તે પ્રશમ આદિ સુંદર-સારા ન લાગે, શોભે નહિ, ઈત્યાદિ ઊલટા ક્રમે સમજવું. અને સુલટા ક્રમે પ્રથમનું લક્ષણ હોય તે પછીનું લક્ષણ આવે એમ સમજવું. તે આ પ્રકારે –
પ્રથમ તે પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારને અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મેક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે, અને સ્વદયા-પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે ત્યારે પાંચ આસ્તિકય ગુણ પામવાની યોગ્યતા-પાત્રતા તેનામાં પ્રગટે. ( આમ સુલટા ક્રમે છે. )
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જોગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.”
– શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ અથવા ઊલટા ક્રમે આસ્તિક એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વની-હેવાપણાની આસ્થા–અંતર્ પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકંપા ઉપજે આ જીવાદિ જાણી તેને અનુસરતો કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા–પિતાના આત્માની અનુકંપ ઉપજે કે–અરે !