Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધમસન્યાસયોગ
(૩૯) – તાવિક ધર્મસંન્યાસ યોગ - તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પરમાર્થિક કોટિને ધર્મસંન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં બીજા અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે
સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે જે ગ્રંથિભેદનું કારણ છે, બીજા અપૂર્વ– તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિં એટલા માટે બીજામાં કરણમાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આ અપૂર્વકરણ બે છેઃ-(૧)
ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. આ અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ” એટલે અનાદિ કાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વે પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે.
ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુર્ભેદ-ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ કર્મની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. “અને આ દુદ
- કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીણ ભાવ–વાથી ગ્રંથિભેદ ભૂદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે–જેવો
રેગીને ઉત્તમ ઔષધથી રેગ કાબૂમાં આવતાં ઉપજે છે તેવો. અને આ ગ્રંથિને ભેદ પણ એવો હોય છે કે તેનું પુનઃ તેવા પ્રકારે હોવાપણું હોતું નથી. તે એક વાર તૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે, કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હોતું નથી. “આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણનો હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદ્દર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદર્શન–સમ્યગદર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.”
* " तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेग बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीव्रसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुसश्चक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रन्थिभेदेऽपरे जगुः "
– મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત ગબિંદુ