Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૪૦)
ગદષ્ટિસમુચ્ચય સમ્યગદર્શન-આમ ગ્રંથિભેદના ફળ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તાર્થનું શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા, બંધ
અને મેક્ષ એ નવ તત્ત્વ છે, તેના ભૂતાઈનું-પરમાર્થનું શ્રદ્ધાન થવું, શ્રદ્ધા સમ્યગદર્શન ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે. “આ નવ તત્ત્વરૂપ અનેક
વણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્રસોનાને દોરે પરોવાયેલું છે, ચિરકાળથી છુપાઈને રહેલો છે. તેને ખોળી કાઢી સમ્યગૃષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાયેલ છે, તેનું કારણ પુણ્યપાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આશ્રવ છે; આશ્રવ થયે બંધ થાય છે; આશ્રવનેનવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે જૂના કર્મોને નિર્જરાથી ખેરવી શકાય છે; અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મવિભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મોક્ષરૂપ બને છે;–આવી તાત્વિક પ્રતીતિ તે સમ્યગદષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ” થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજુ નામ સમકિત છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ...
મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત..મૂળ
–શ્રીમદ્ રાજચંદ્રજી "न सम्यकत्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । થોડા મિથ્યાવરમ નાચત્ત–મૃતામ્
શ્રી સમંતભદ્રાચાર્યજી અર્થાત્ –ત્રણે કાળમાં, ત્રણેય લેકમાં, સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી, અને મિથ્યાત્વ સમું કઈ અશ્રેય નથી.”
x “રિમિતિ નવતરવ8ન્નમુન્નીયમાનમ્,
कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपम् , બરિપબિમામલેરિતમાનનુ છે ?
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ