Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બસંન્યાસયેગ
(૪૫) આવું આયેાજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન
સમુદ્દઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદ્દઘાત સમુદ્રઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ નિકાલ
કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું-આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદ્યાત છે. સમુદ્રઘાત એટલે સમ્ - ઉઘાત, સમ સમ્યફપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉત્ = પ્રાબલ્યથી, પ્રબલપણથી ઘાત કર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્રઘાત છે. આ કેવલિસમુદ્દઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી–વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટપ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મ પ્રદેશને સ્પર્શ, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશને ઊલટા ક્રમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે ! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમથયેગી અત્ર વ્યક્ત કરે છે !!
અને આ આયોજ્યકરણ ને સમુદ્રઘાતનું ફળ-પરિણામ શિલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના વેગને સર્વથા નિરોધ કરી,
આ પરમ સમર્થ યેગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સત, શિલેશ-મેરુપર્વત શેલેશીકરણ જેવી નિષ્પકંપ અડોલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સર્વ સંવરરૂપ
સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ યેગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપ મેગનિરોધરૂપ અવસ્થા તે શેલેશીકરણ; અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ યેગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ આ શલેષી અવસ્થા, પાંચ હૃસ્વ અક્ષર (અ, ઈ, ઉ, , લ) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી થેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે.
ઉત્કૃષ્ટ વિરજ નિવેશ, ગક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતા શિલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.”
–શ્રી આનંદઘનજી
* " मूलसरीरमच्छंडिय उत्तर देहस्स जीवपिंडस्स। નિગામ રેહા હૃાર સમુદ્વાર ગામ ”
–શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્જી કૃત ગમઢસાર