Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (32) ગદષ્ટિસમુચ્ચય न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसंगतः / सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् // 8 // ને આ એમ નતે થકી, સહિત પ્રતિભા જ્ઞાન; સામર્થ્ય રોગ અવાગ્ય છે, સર્વતાદિ નિદાન, 8 અર્થ—અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રતિભ જ્ઞાનથી સંગત એવે સામગ અવાચ્ય ન કહી શકાય એવું છે, કે જે સર્વજ્ઞપણા વગેરેના સાધનરૂપ છે. વિવેચન કોઈ કહેશે કે “ભલા ! શાસ્ત્રથી જ સિદ્ધિ પદની પ્રાપ્તિ ભલેને થઈ જતી હોય ! એમાં આપણને શી હરકત છે ?" તેનો અહીં જવાબ આપે છે કે–ભાઈ ! એમ નથી. જે શાસ્ત્રથી જ સિદ્ધિ મળી જતી હોત, તે અમને શી હરકત હોય ? પ્રત્યક્ષ વિરોધ તે એના જેવું સહેલું બીજું શું? એને જેવું રૂડું શું ? પણ એમ તે થતું દેખાતું નથી, પ્રત્યક્ષ પ્રમાણને તેમાં વિરોધ આવે છે. કારણ કે અગીપણાનું પરોક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કેઈ તેથી કરીને સાક્ષાત્ અગીપણું વૃત્તિ - જૈતવં—અને આ-હમણાં જ જે ઉપર કહ્યું તે એમ નથી. કારણ કે શાસ્ત્રથકી અગિ કેવલપણાને બંધ થયે પણ, સિદ્ધિની અસિદ્ધિ છે, (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટેકારિમજ્ઞાનતંતઃ–પ્રતિભજ્ઞાનથી સંગત, માર્ગાનુસારી પ્રકૃષ્ટ “હ” નામના જ્ઞાનથી યુકત, શું ? તે કેસામર્થકોનઃ-સામર્થ્યપ્રધાન યોગ તે સામર્થ્યવેગ. એટલે પ્રક્રમથી–ચાલુ વિષયમાં ક્ષપકશ્રેણીગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ-વાળોત્તિ-અવાચ્ય છે, કહી શકાય એવો નથી, તેના યોગીને સંવેદનસિદ્ધ અર્થાત આત્માનુભવગમ્ય છે, સર્વેશવાસાધન-સવજ્ઞપણ આદિનું સાધન છે,-અક્ષેપ કરીને (વગર વિલંબે) આના થકી સર્વોત્તપર્ણની સિદ્ધિ હોય છે તેટલા માટે. કોઈ શંકા કરે_ આ પ્રતિભાન પણ શ્રતજ્ઞાન જ છે. નહિ તે ઝા જ્ઞાનનો પ્રસંગ આવી પડશે. અને આ કેવલ પણ નથી, કારણ કે એ સામયોગના કાર્યરૂપ છે. અને આમ સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદો તત્વથી શાસ્ત્રથકી જ જાણવામાં આવે છે. અત્રે સમાધાન કરવામાં આવે છેઃ આ નથી શ્રત, નથી કેવલ, કે નથી જ્ઞાનાંતર (બીજું કઈ જ્ઞાન),-રાત્રી, દિવસ ને અરૂણોદયની જેમ. કારણ કે અરુણોદય નથી રાત્રિ-દિવસથી જૂદો, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતે. એમ આ પ્રાતિજ્ઞાન પણ નથી તે બેથી જ, તેમ જ નથી; તે બેમાંથી એક પણ કહી શકાતું. કારણ કે તત્કાળે જ તેવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયપશમવાળા ભાવને લીધે, મૃતપણે તત્વથી તેનું અસંવ્યવહાર્યપણું છે (શ્રતરૂપે તેને થી એ શ્રત નથી: અને ક્ષાયોપથમિકપણાને લીધે, અશેષ દ્રવ્ય-પર્યાયના અવિષયપણાએ કરીને (સર્વ દ્રવ્ય-પર્યાય નથી જણાતા) તે કેવલ પણ નથી, એટલા માટે. અને આ તારકજ્ઞાન-નિરીક્ષણ જ્ઞાન આદિ શબદથી વાચ્ય (ઓળખાતું) એવું પ્રાતિજ જ્ઞાન બીજાઓને (અન્યદર્શનીએાને) પણ ઈષ્ટ છે. એટલા માટે અદોષ છે.