________________ (3) ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ સામગ-ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવી સંજ્ઞાઓ (નામે) કરીને બે પ્રકાર છે. ક્ષાપશમિક (ક્ષયોપશમ ભાવથી ઉપજતા) તે ધર્મો છે, અને કાય વગેરેનું કમ તે “ગ” છે. વિવેચન આ સામગના બે ભેદ છે-(૧) ધર્મસંન્યાસ એવી સંજ્ઞાવાળ, (2) ગસભ્યાસ” એવી સંજ્ઞાવાળો. અત્રે ધર્મો એટલે ક્ષાયોપથમિક ભાવો, અને ગો એટલે મનવચન-કાયાનું કર્મ-વ્યાપાર, કાયોત્સર્ગ કરણ આદિ. અત્રે “સંજ્ઞા” શબ્દ હેતુપૂર્વક કહ્યો છે, કારણ કે જેના વડે કરીને અમુક વસ્તુ તેના સ્વરૂપે સંજ્ઞાત થાય-સમ્યક્ પ્રકારે જાણવામાં આવે, બરાબર ઓળખાય તે સંજ્ઞા. ધર્મસંન્યાસયોગ'—જેમાં ધર્મોને સંન્યાસ એટલે ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ. અહીં “ધર્મો એટલે સર્વ પ્રકારના શાપથમિક ભાવ-ક્ષપશમથી ઉપજતા ભાવો સમજવા. ક્ષયે પશમ ભાવથી ક્ષમા વગેરે જે જે ભાવ ઉપજે છે, તે તે ધર્મો છે. આ ક્ષયોપશમરૂપ ધર્મોને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, કારણ કે આ મહાત્મા સામર્થ્યયોગી ક્ષપણી પર આરૂઢ થઈ, કર્મોને ખપાવતે ખપાવતે-ખતમ કરતે કરતે આગળ વધે છે, એટલે તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાવિકભાવ ઉપજે છે, ક્ષાયિક સમ્યકત્વ-દર્શન-જ્ઞાનચારિત્ર આદિ ગુણે પ્રગટે છે. આમ ક્ષાયિક ભાવ ઉપજતાં ક્ષયે પશમ ભાવો ત્યજાતા જાય છે. “ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે; આદિક બહુ ગુણ સસ્ય, આતમઘર નીપજ્યા રે....શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમ્યો છે.” –શ્રી દેવચંદ્રજી ગસંન્યાસ યોગ–ગસંન્યાસ એટલે જેમાં યોગોનો એટલે કે મન-વચન-કાયાના કર્મોને સંન્યાસ–ત્યાગ હોય છે તે. મન-વચન-કાયાના યુગને જ્યાં અભાવ છે, એવી અગી અવસ્થા જ્યાં હોય છે, તે યંગસંન્યાસ છે. “મન વચન કાયા ને કમની વગણ, છુટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું “અગી” ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે...અપૂર્વ.” -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બન્ને નામ આપ્યા છે તે યથાર્થ છે. છે. તેમાં જે જ્યારે હોય છે, તે ત્યારે કહી એમ આ સામર્થ્યોગ બે પ્રકાર બતાવવા માટે કહે છે :