________________ (3) ગદષ્ટિસમુચ્ચય - આ પ્રતિભજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-Light) પ્રકાશથી આગળ માગ સ્વયં પ્રકાશમાન દેખાય છે-ઝળહળી રહે છે, એટલે સામર્થ્યયેગી પ્રગટ માગ દેખતો દેખતે આગળ ધપે છે, કૃપશ્રેણી પર ચઢતા જાય છે, અને કર્મ પ્રકૃતિએને ક્ષય કરતો જાય છે. “એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે... અપૂર્વ અવસર. મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન છે, અતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે... અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી વળી આ સામવેગ, સર્વજ્ઞપણું-સિદ્ધપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણ કે એના વડે કરીને વગર વિલએ, સર્વજ્ઞાણા-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિભ જ્ઞાનથી યુક્ત એવા સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર ચઢતે ચઢતે આ યેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાધન તે સર્વજ્ઞ–સર્વદશી બને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે, તે અયોગી કેવલી-સિદ્ધ થાય છે, દૈહિક પાત્ર મટી જાય છે.” ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચછેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે, સર્વભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે....અપૂર્વ વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર .અપૂર્વ” –શ્રીમદ્ રાજચંદ્રજી અને કદાચ એમ શંકા થાય કે-આ છઠું જ્ઞાન પ્રાતિજ જ્ઞાન ક્યાંથી કઈ? તે તે ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ પ્રાતિભ જ્ઞાન કેવળજ્ઞાન પણ નથી, કારણ કે કેવલજ્ઞાન તે સામગના કાર્ય સંધ્યા જેવું રૂપ-ફળ પરિણામરૂપ છે, કારણ કે કાર્ય બંને એક હાય નહિં. માટે આ પ્રાતિજ જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે.