Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ શાસ્ત્રગ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વ દેહ પર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જે...અપૂર્વ સંયમના હેતુથી યેગ પ્રવર્તાન, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે...અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે...અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વત્તે કોઇ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન છે....અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઇ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ નગ્નભાવ મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે ગાર નહી, દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે....અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન-અમાને વર્તે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે...અપૂર્વ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડોલ આસન ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે....અપૂર્વ ઘેર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક રવભાવ જે....અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણું ક્ષેપકતણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે....અપૂર્વ –શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ અપ્રમત્ત ભેગી ચારિત્રમેહને પરાજય કરવાને માટે યથાશક્તિ–પિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુનો સંહાર કરવાને કટિબદ્ધ થાય છે, “ભેઠ બાંધીને’, ‘રઢ લગાડીને મંડી પડે છે. અત્રે યથાશક્તિ” શબ્દ કહ્યો છે તે સહેતુક કહ્યો છે. યથાશક્તિ એટલે જેવી શક્તિ હોય તે પ્રમાણે, યૂનાધિક નહિં એમ શક્તિને અનુસરીને. આના બે અર્થ યથાશક્તિ છે: (1) એક તે પોતાની શક્તિનું ઉલ્લંઘન કરીને, શક્તિ ઉપરવટ થઈને, એટલે? પોતાના ગજા ઉપરાંત ન કરવું તે યથાશક્તિ છે. અશક્ય અનુષ્ઠાન ન કરવું, અને પિતાના મન-વચન-કાયાની શક્તિ લક્ષમાં રાખી શક્ય અનુષ્ઠાન કરવું, એ આ ઉપરથી સૂચવ્યું છે. (2) બીજો અર્થ એ છે કે-જેટલી પોતાની શક્તિ છે