Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ સામર્થ્યથાગ (ર૯) શ્રેષ્ઠ છે. કારણ કે મોક્ષની સાથે જે-જેડે તે ગ”, એમ યોગ શબ્દની વ્યાખ્યા છે. એ પ્રમાણે આ સામગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, મેક્ષરૂપ પ્રધાન ઉત્તમ ગ ફલ સાથે જે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામગ પરમ યોગ છે, જેગશિરોમણિ છે, એગપર્વતનું શિખર છે. આના સમર્થન અથે જ કહે છે - सिद्धयाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः / शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः // 6 // સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી આંહિ; માત્ર શાસથી જ સર્વથા,ગમ્ય ગિને નહિ, 6. અર્થ - સિદ્ધિ' નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો અહીં તત્વથી, યોગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન ઉપર જે કહ્યું તેના સમર્થન માટે-પુષ્ટિ માટે અત્રે કહે છે કે-એક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે હેતુઓ છે, કારણવિશેષ છે, તેનું જ્ઞાન યોગીઓને સાચા સંત સાધુપુરુષને માત્ર શાસ્ત્રદ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. શાસ્ત્રની મર્યાદા હા, કેટલાક પ્રકારો શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિ. કારણ કે તે સમ્યગદર્શનાદિ હેતભેદોના ભેદ અનંત છે,–કે જે વાણીને અચર છે, “જો વારે નિવસે જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિપ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમજ વ્યર્થ પણ નથી. મેક્ષના હેતુરૂપ સમ્યગદર્શનાદિના કેટલાક પ્રકારે જ શાસ્ત્રથી જાણી શકાય છે, બધાય નહિ. આમ શાસ્ત્રનું વ્યર્થપણું પણ નથી, તેમજ સર્વથા સમર્થપણું પણ નથી, અમક મર્યાદા સુધી તેનું દિગદર્શન છે. તેથી આગળ તો અનુભવ મિત્ર આત્મસામર્થ્યરૂપ સામગથી વધવાનું છે. એ તાત્પર્ય છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામર્થ્યોગ શરૂ થાય છે. કારણ કૃત્તિ સિદ્ધયારા કારિતુમેરા –સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો, મેક્ષ નામના પદની સંપ્રાપ્તિના કારણવિશેષ-સમ્યગુદર્શનાદિ. શું ? તે કે- તત્ત્વતઃ–નથી તવભાવથી, પરમાર્થ થી. રાત્રી દેસાવાક્યન્ત-શાસ્ત્રથકી જ જાણવામાં આવતા. અને એમ છતાં શાસ્ત્રનું વૈયચ્યું–વ્યર્થપણુંકાગટપણું નથી, એટલા માટે કહ્યું–સર્વવે ચોmમિ –સર્વથા જ અહીં યોગીઓને, એટલે સર્વેય પ્રકારથી અહીં-લેકમાં સાધુઓને જાણવામાં આવતા નથી; કારણ કે તે સમ્યગ્ગદર્શનાદિ ઉતભેદોના અનંત ભેદ છે.