Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (28) ગદષ્ટિસમુચ્ચય ચઢતે છેવટે યોગ-ગિરિના શૃંગ પર પહોંચી જાય છે, અને તેના અંતરાત્મામાં અનુભવેગારરૂપ ધ્વનિ ઊઠે છે કે - મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.”–શ્રીમદ્ રાજચંદ્રજી આવા આ સામર્થ્યથેગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉક-પ્રબલપણું છે. તેનામાં એટલી બધી આત્મશક્તિ આવી ગઈ સંયમથી હોય છે કે તે ઉભરાઈ જાય છે, અને આ ઉભરાઈ જતી શક્તિનું મૂલ શકિતસંચય કારણ પણ તેની અત્યાર સુધીની આદર્શ શાક્ત રીતિ પ્રમાણેની યેગ- સાધના છે, આત્મસંયમના યોગે અત્યંત શક્તિસંચય કર્યો છે-શક્તિ જમા કરી છે તે છે. કારણ કે આ સામર્થ્યાગની ભૂમિકાએ પહોંચતાં પહેલાં પ્રથમ તે તે સાચે ઈચ્છાયેગી થયો હતો. ઈચ્છા-શ્રવણાદિ પ્રાપ્ત થયા, સમ્યગદર્શન થયું, આત્મજ્ઞાન ઉપર્યું, પણ તથારૂપ ચારિત્રમાં સંયમમાં હજુ તેને પ્રમાદ હતો, તે પ્રમત્ત યોગી હતા. પછી તે શાસ્ત્રયેગી બને. શાસ્ત્રના સંપૂર્ણ રહસ્યને જ્ઞાતા થયે, અત્યંત શ્રદ્ધાળુ ને અપ્રમાદી થયે, અપ્રમત્ત સંયત ગી થઈ ગયે. આમ તે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો ગયો. મન-વચન-કાયાના પ્રમત્ત યેગથી આત્માની વેડફાઈ જતી–ચારેકોર વેરણ છેરણ થતી શક્તિને તેણે અટકાવી; અને જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી–રોકી રાખી, તેણે આત્મવીર્યની અત્યંત જમાવટ ( Mobilisation) કરી. અને હમણાં પણ આ સામર્થ્યોગમાં લેગમાર્ગે પ્રયાણ કરતા તે તીર્ણ આત્મપયેગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતે જઈ આત્મવીર્યની ઉગ્ર જમાવટ કરી રહ્યો છે. આમ તેને શક્તિઉદ્રેક ઉપજે છે, અને અંગમાં નહિં સમાતી તે શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. સંયમના યોગે વિર્ય તે, તમે કીધા પંડિત દક્ષ રે; સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમે નિજ લક્ષ છે. મન મોહ્યું અમારું પ્રભુગુણે. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે; સ્થિર એક તત્ત્વતા વરતત, તે ક્ષાયિક શક્તિ સમાય રે....મન”—શ્રી દેવચંદ્રજી “અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમશ્રેણી ફૂલજી, પૂજું પદ નિષ્પાવ.” –શ્રી યશોવિજ્યજી અને આવા આ સમર્થગીનો આ સામગ સર્વ યુગોમાં ઉત્તમ છે, પ્રધાન છે,