Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (24) ગદષ્ટિસમુચ્ચય શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહ્યો રે, તેહી જ કાર્ય કરાય રે....દયાલરાય ! કાર્ય રુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે...દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે...દયાલ શ્રી યુગમંધર વિનવું રે” -શ્રી દેવચંદ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ " પ્રમાદ” છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારોથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેંપ, ઉદાસીન, શુદ્ધ આત્મપદમાં તે બિરાજમાન હોય છે; અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હોય છે, એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મારામ પુરુષને પ્રસાદ કયાંથી હોય? સંયેલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહીયે નિષ્કામી રે.... શ્રી શ્રેયાંસઠ” શ્રી આનંદઘનજી આ આત્મારામ પુરુષ અત્યંત આત્માપયેગવંત હોઈ, સતત આત્મજાગૃતિમય હોઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતો નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતું નથી, પંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વર્તે છે, પંચ સમિતિત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવત રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિખો...ધાર તલવારની” –શ્રી આનંદઘનજી અને આ આદર્શ દ્રવ્ય-ભાવ નિર્ગથ અપ્રમત્ત યોગી, ચારિત્રમેહનો નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતું પૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રોકી શકાતી નથી : “સવ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જય જ.... અપૂર્વ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? દર્શનમેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે., અપૂર્વ