________________
શારદા સાગર
છે. દેવાને અવિધિજ્ઞાન ભવપ્રત્યયી છે. અવધિજ્ઞાની કાળથી જઘન્ય એક આવલીકાના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળને જાણે છે ને દેખે છે. ઉત્કૃષ્ટ ભૂતકાળ અને ભવિષ્યકાળ અસંખ્યાત ઉત્સપિષ્ણુિએ અને અવસર્પિણએ પરમાણુ કાળને જાણે છે દેખે છે. આ દેવના ઉપયાગ પ્રાના કરતા ડોસીમા તરફે આવ્યા. દેવના લિમાં થયું કે આ ડાસીમાને સીમધર સ્વામીના દર્શન કરવાની કેટલી લગની છે! કેટલેા તલસાટ છે! તે! હુ તેને દર્શન કરાવુ. દેવ મનુષ્યનું રૂપ લઈ ડેાસીમા બેઠા છે ત્યાં ઉપાશ્રયમાં આવીને કહે છે મા! તમારી ભક્તિથી હું પ્રસન્ન થયા છેં. ચાલા, તમને મહાવિદેહ ક્ષેત્રમાં લઇ જાઉ ને સીમધર સ્વામીના દર્શન કરાવું.
૨૭
અધુઓ! તમને કોઈ કહે ચાલે, તમને દેવલાકમાં લઇ જાઉં તેા તમે શુ કહેશેા? હા, જવું છે. એમજ કહેાને? દેવલેાકમાં જવાનું તમને બહુ મન થઈ જાય છે. દેવલાકમાં જવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડશે. પેલા માજી કહે છે, “હા ભાઈ, મારે જીવનમાં એકવાર તેા સીમંધર સ્વામીને ભેટવુ` છે. તેમના પવિત્ર મુખકમળના દર્શન કરવા છે.” અહી બેઠા બેઠા માનવીને મવિદેહ ક્ષેત્રમાં જવાની ઇચ્છા થાય છે તે ત્યાં જવાની ઇચ્છા થવાનુ કારણ શું? તેનુ કારણ એ છે કે ત્યાં સઢા ચાથા આરા જેવા ભાવ વર્તે છે. ત્યાં સદ્દા તીર્થંકર ભગવંતા ખરાજમાન હાય છે. ત્યાં ી તી કર ભગવાના વિરહ પડતા નથી. ચૌદ પૂર્વધર સાધુઓ પણ આહારક શરીર મનાવી મહાવિદેહ ક્ષેત્રમાં સીમ ધર પ્રભુ પાસે પ્રશ્ન પૂછવા જાય છે. આવા સીમંધર સ્વામીના દર્શીન કરવા માજીને જવું છે. ડેાસીમા પૂછે છે “ભાઇ! તમે કેવી રીતે મહાવિદેહ ક્ષેત્રમાં મને લઇ જશે? તે કહે મારા વિમાનમાં એટલે ડેાશીમા કહે છે મારે આવવું છે પણ મારા દીકરા-વહુને કહીને આવુ છું.
દેવ જે મનુષ્યના રૂપમાં છે તે કહે છે “મહાવિદેહ ક્ષેત્રમાં તમને લઈ જાઉં. સીમંધર સ્વામીના દર્શન કરાવું પણ મારી એક શરત કબૂલ કરવી પડશે.” માજી કહે, શુ શરત છે? તેા કહે કે “ત્યાં ગયા પછી પાછું તમારે અહી નહિ અવાય. આ દુનિયાદારીમાંથી સંપૂર્ણ વિદ્યાય લેવી પડશે. આ ઘર, ગાડી, બાગ-બગીચામાં ફરાશે નહિ અને તમારા દીકરાને ઘેર દીકરાના હાલરડા પણ ગવાશે નહિ. ત્યાં તા પ્રભુના દર્શન થશે ને પ્રભુની વાણી સાંભળવા મળશે. ડોસીમા કહે ભાઈ ! તેા મારે ત્યાં આવવું જ નથી.” (હસાહસ) મારા દીકરા-વહું-ઘરમાર અને દીકરાના દીકરા ન મળે ત્યાં મને ના ગમે. તમે એવા તે નથી ને? સીમધર સ્વામીના દર્શન માટે કેવી ઝૂતી હતી પણ મમતા છૂટી ન હતી. કાઈ કહે અમે દિવસમાં ચાર સામાયિક કરી. પાંચ કરી, પણ અંતરથી માયા નથી છૂટી ત્યાંસુધી આત્માના લાભ નથી મળતા.
દેવ કહે છે માજી! છોકરા, ગાડી, ખગલા સુખ સાહ્યખી બધુ ક્ષણિક છે. એક