________________
શરદા સાગર
૨૫ લાગે પણ પરિણામે અતિ દારૂણ દુઃખ આપશે. તેમ કામગ તમને અત્યંત પ્રિય લાગે છે પણ પરિણામે તો વિષથી પણ અધિક ભયંકર છે.
વિષયે અને કષાયની સહાયતાથી માનવ શું કુકર્મો નથી કરતો ! આ જગતમાં વિષયો અને કપાએ જે નખેદ વાળ્યું છે તેનાથી તમે કયાં અજાણ છે? ત્યાગ કરવાનું જીવને શીખવાડવું પડે છે પણ વિષયાસક્ત બનવાનું કેઈને શીખવાડવું પડતું નથી. તેનું કારણ અનંતકાળથી જીવ તેમાં રૂચી કરતું આવ્યું છે. પણ મારા બંધુઓ! જરા સમજે. વિષ તે તેના ખાનારને એક જ વાર મારે છે ત્યારે વિષયે તે તેને ભેગવટે કરનારને તે શું પણ તેનું સ્મરણ કરનારાને પણ અતી વખત મારે છે. તે ભગવટે કરનારની તે વાત જ શું કરવી? માટે સમજીને કષાયેનું શમન કરે તે વિષયનું વમન કરે.
કામગ દષ્ટિ વિષ સર્પની સમાન અત્યંત ભયંકર છે. જેમ દષ્ટિવિષ સર્પ ઉઠીને નાચતે હોય તે પ્રિય લાગે છે પણ તેની દષ્ટિ કે સ્પર્શ પ્રાણને હરી લે છે. તેના સ્પર્શની ય જરૂર નથી. તેની દૃષ્ટિ માત્રથી માણસ તન્ફડીને મરી જાય છે. તેમ કામાભેગે દેખાવમાં અતિ રમણીય છે પણ તેની દષ્ટિ કે સહેજ સ્પર્શ પણ મહાન અનર્થકારી છે. સુકોમળ સ્પર્શથી આત્માને ભાન ભૂલાવતી સ્પર્શેન્દ્રિય, મધુર રસના આ સ્વાદમાં લહેજત પમાડી પાગલ બનાવતી રસેન્દ્રિય સુગંધની પાછળ ભમરની જેમ ભમાડતી નાસિકા, રૂપ–લાવણ્ય અને સૌન્દર્ય પાછળ ભટકેલ બનાવતી ચક્ષુઈન્દ્રિય અને મધુર ગીતમાં મુગ્ધ બનાવતી શ્રોતેન્દ્રિય. આ પાંચ ઈન્દ્રિયને વશ થયા તે દુર્ગતિના દરવાજા ખુલ્લા છે તેમ સમજી લેજે.
ઈન્દ્રિયની પરવશતાનું પરિણામ કેટલું ભયંકર આવે છે. ક્ષણિક સુખ આપતી ઈન્દ્રિયને વશ થયા તો પાપ કર્મનું બંધન થાય છે ને તેના પરિણામે તીવ્ર વેદનાને અનુભવ કરે પડે છે. અને તે વેદના પણ કેવી કે જેને ભેગવતાં એક ક્ષણ કરેડ વર્ષ જેવી લાંબી અને અસહ્ય લાગે છે. વિષયથી વિરકત અને શીલ ગુણમાં અનુરક્ત આત્માને જે અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે તે કામગમાં કદાપિ પ્રાપ્ત થતી નથી. જે અજ્ઞાની અને અવિવેકી જીવે છે તેમને કામને પ્રિય લાગે છે. બાકી વિવેકી આત્માઓ તો સમજે છે કે કામગે સમસ્ત દુઃખનું મૂળ છે, સુખાભાસ છે. જેમાં સુખને અંશ પણ નથી. સંયમી અને તપસ્વી આત્માઓને આત્મ રમણતામાં જે અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે તેનો અંશ ભાગ પણ કામગેમાં પ્રાપ્ત થતું નથી. વિષયી આત્માએ સદા અશાંત અને અતૃપ્ત રહે છે. એટલા માટે સંયમીઓના આધ્યાત્મિક આનંદની સાથે વિષયજન્ય તુચ્છ સુખની તુલના થઈ શકતી નથી. વિષ્ટાના કીડાને વિષ્ટામાં આનંદ આવે છે તેમ વિષયાસક્ત માનવને પણ તેમાં આનંદ આવે છે. આટલા વર્ષો વીતી ગયા પણ હજુ કંટાળો આવતું નથી. બોલે કંટાળે આવ્યું છે ખરે?