Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/006105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન અમૂચિ તરવચિતન Page #2 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન (અમૂલ્ય તત્વચિંતન) णमो अरहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्व साहूणं થરાશિ સાંથલ (શારકાંટાળ) થરારિ સંગલં, અરહંતા મંત્રાલ, સિદ્ધા કાંeગલા, સાહુ મંગલં, કેવલિ પણતો ઘmો માલં. થરારિ લોરાના, અરહંતા લોશૂાના, સિદ્ધા લોશુdળા, સાહૂ લોતના, કેવલિ પણતો ઘmો લોથુરાના. થરારિ શરણે પધ્વજ્જામિ, અરહંતે શરણં વ્રજજામિ, સિદ્ધશરણં પAજામિ, સાર્દુ શરણે પcધ્યામિ, કેવલિ પરણતો ઘi શરણં પAજજામિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ફક્ત અંગત સ્વાધ્યાય માટે વિનંતી મુદ્રણ દોષના શબ્દાર્થ તથા વ્યાકરણની કોઈ ભૂલને ગ્રહણન કરતાં તેના ભાવ પકડી આત્મહિતમાં કેમ ઉપયોગી થાય તેવું લક્ષ મુમુક્ષુઓ આપે. સંકલન ૨માજ સાવલા For Private Circulation Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દરેક જીવ સુખ ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. સુખ જીવનો સ્વભાવ છે. આત્મા અનંત સુખનો ધામ છે. એ સુખ પ્રગટ કરવા અરિહંત ભગવંતોએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્ય પ્રથમ જ સૂત્રમાં કહ્યું છે: “સવનજ્ઞાનવાત્રામાં મોક્ષમા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. નિયમસાર ગાથા ૨ ની ટીકામાં લખ્યું છે કે :નિજ પરમાત્મા તત્ત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. અજ્ઞાનદશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે તેઓને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ જ ગાથામાં લખ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત....' આ સ્વરૂપ સંબંધી ભ્રમણાને ‘મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા છે. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય; ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન” કહેવામાં આવે છે. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને ‘મિથ્યાચારિત્ર' કહેવામાં આવે છે. અનાદિથી જીવોને 'મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર' ચાલ્યા આવે છે તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે. પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી પોતે તેને ટાળી શકે. એ ટાળવાનો ઉપાય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર' ૯૮ છે, બીજો કોઈ નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બીજા ઉપાયો જીવ સતત કર્યા કરે છે તે બધા ખોટા છે. જીવ ધર્મ કરવા માંગે છે પણ સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ, માટે જીવ એ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન' પ્રગટ કરવું જોઈએ. તે વિના ધર્મની શરૂઆત કદી કોઈ જીવને થાય જ નહિ. ધર્મનું મૂળ “સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે ઘણા બધા જુદા જુદા પ્રયોજનભત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. મોક્ષશાસ્ત્રમાં સમ્યગ્દર્શનનું લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સ નમ્ તત્ત્વના સ્વરૂપ સહિત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. જે જીવ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક નિજ આત્માને જાણીને પોતાના અખંડ-અભેદ-શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે તેનો મિથ્યાત્વ મોહ નાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજરૂપ સમ્યગ્દર્શન ને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ પ્રતમાં જુદા જુદા Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષયોનું સંકલન કરવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે. બધા જ ભવ્ય પાત્ર જીવો આ વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન અને પરંપરાએ મોક્ષ પામે એ જ વિનમ્ર ભાવના ! પુજ્ય ગુરુદેવશ્રીના મંગલ આશીર્વાદઃ સમ્યગ્દર્શન પામશે.....પામશે....પામશે જ! શાસ્ત્રવાંચન, વિચાર, શ્રવણ, મનન કરીને સંસ્કાર દઢ કરતા મુમુક્ષુ સમ્યગ્દર્શન પામશે જ ! મીઠાં મધુરાં આવા શાસ્ત્રો છે, એને વાંચવાને વખત લ્ય, એને વાંચે, વિચારે અને સંસ્કાર તો નાખે! ભલે આ ભવે સમ્યગ્દર્શન ન થાય, પણ એના સંસ્કાર નાંખીને પુણ્યબંધ કરે તો પણ એ સ્વર્ગમાં કે સારા મનુષ્યપણામાં જાય. બે-ચાર-પાંચ કલાક વાંચન-વિચાર-મંથન કરે કે રાગથી ભિન્ન અત્મતત્ત્વ શું ચીજ છે? એમ રાગથી ભિન્ન પડવાના સમ્યક સંસ્કાર નાખે અને ભિન્ન પડવાના ભાવમાં પુણ્ય પણ સાથે છે. તેથી તે જીવ ભલે આ ભવમાં સમ્યગ્દર્શન ન પામે તો પણ એ સ્વર્ગમાં કે સારા મનુષ્યભવમાં જઈને ત્યાં સમ્યગ્દર્શન પામશે, પામશે જ - એમ અહીં વાત છે, ન પામે એ વાત છે જ નહિ. અહીં તો પામશે જ - એ એક વાત છે. અપ્રતિહતની વાત છે, કેમ કે દરરોજ બે ચાર કલાક આવી વાત સાંભળીને – વાંચીને એણે અંદર એવા સંસ્કાર નાખ્યા છે કે આ રાગ તે હું નહિ, પણ અંદર ચિદાનંદ ભગવાન તે હું - એમ સંસ્કાર નાખ્યા છે; જેમ માટીનું નવું માટલું હોય તેમાં પાણીનું ટીપું પડે તો ચૂસાઈ જાય પણ ચૂસાઈ જવા છતાં વધતાં વધતાં ઉપર આવે છે, તેમ ત્રણે કાળે અને ત્રણે લોકમાં હું રાગથી ભિન્ન છું, પુણ્ય પરિણામને ને મારે કાંઈ સંબંધ નથી એવા જ્ઞાનના આત્મામાં સંસ્કાર પાડે તો પણ એ આગળ વધીને કાં તો સ્વર્ગમાં જઈને કાં તો મહાવિદેહમાં પરમાત્મા બીરાજે છે ત્યાં મનુષ્યપણે જન્મીને પોતાના આત્મકલ્યાણને - સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લેશે જ! આવા માર્ગના જેને અંદરમાં સંસ્કાર બેસશે તેને પુણ્ય પણ ઘણું થઈ જાય, એવા જીવોને કાં તો સારું મનુષ્યપણું મળે કે જ્યાં - મહાવિદેહમાં - ભગવાનનો યોગ હોય ને કાં તો સ્વર્ગમાં જાય ને પછી ભગવાન પાસે જાય. માટે શાસ્ત્રવાંચન-વિચાર-શ્રવણ-મનન કરવું ને આ સંસ્કાર નાંખવા. તું સની ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સરળ ને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સહુના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સના ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહિ જાય. જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જ જાય છે, તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ ! આ શરીરના રજકણ અહીં જ પડ્યા રહેશે અને આ મકાન-મહેલ પણ બધાં પડ્યા જ રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે. તું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છો ને! પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વ વિભક્તપણાને (પોતાથી એકત્વ અને પરથી વિભક્ત) પામી એકલો નિજાનંદને ભોગવ. Page #6 -------------------------------------------------------------------------- ________________ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ”: સ્વભાવની અનુભૂતિ કરવી તે પોતાના હાથની-પુરુષાર્થની વાત છે. મૂળ તત્ત્વ શુદ્ધાત્મા છે તેને જો તે શુદ્ધાત્મા જ્ઞાનસ્વરૂપી જ્ઞાનથી વણાયેલો છે, તેમાં અધૂરૂ જ્ઞાન નથી. અધૂરૂ દર્શન નથી, પણ તે પરિપૂર્ણ જ્ઞાન, દર્શન ને સંયમની - ચારિત્રની મૂર્તિ છે. ચૈતન્ય દ્રવ્ય મિથ્યાત્વને લઈને વિપરીત પરિણમ્યું છે, પણ સ્વભાવે દર્શન-જ્ઞાન-સંયમની મૂર્તિ છે; તે પોતાનું આચરણ છોડીને વસ્તુતઃ પરમાં ગયું નથી, સંયમમય તેનો સ્વભાવ છે. પર્યાયમાં ઊંધું થઈ ગયું છે તો પા તે છે તો જ્ઞાનમૂર્તિ, દર્શનમૂર્તિ, સંયમમૂર્તિ, જ્યાં વિકલ્પોની આકુળતા નથી, એવી નિરાકુળ આનંદમૂર્તિ ચૈતન્ય-જ્ઞાનની મુદ્રા, સંયમની મુદ્રા, આનંદની મુદ્રા એવી આશ્ચર્યકારી અનુપમ મુદ્રાવાળું ચૈતન્ય-નાદિકાળથી બહારમાં અટવાઈ ગયેલ છે. જ્ઞાનીઓ કહે છે “હે ભાઈ! તું પાછો વળ, પાછો વળ; તારા ઘરમાં જા, તારા ઘરમાં જા, તારા ઘરમાં જ બધી રિદ્ધિ સિદ્ધિ ભરેલી છે. બહારમાં ક્યાં ગોતે છે? જ્યાં અનંત ગુણોથી ભરપુર ચૈતન્ય પ્રભુનો દરબાર છે ત્યાં - તારા ઘરમાં જા ને!” તે ગુણમૂર્તિ ચૈતન્યપ્રભુને જે ઓળખે છે તે ધન્ય છે ! ચૈતન્ય દ્રવ્ય પર દષ્ટિ કરે તો બધી પર્યાયો(યથા સંભવ) શુદ્ધ પરિણમે, આખી દિશા બદલાઈ જાય, વિભાવની દશા પર તરફ છે, દ્રવ્યસ્વભાવ તરફ દષ્ટિ જતાં પર્યાયમાં આખી દિશા બદલાય છે. શુદ્ધતારૂપ પરિણમન થાય છે. જે પશ્ચિમમાંથી પૂર્વ તરફ મુખ ફેરવે તેમ દ્રવ્ય તરફ મુખ ફેરવતાં પર્યાયને પીઠ દેવાણી, દષ્ટિ ગઈ ભગવાન તરફ, નયન ભગવાનને નિરખવા લાગ્યા, હાથ તે તરફ જોડાવા માંડ્યા, સાધકના પગલાં તે તરફ ભરાવા માંડ્યાં. એવા મંગલમય ભગવાનના દર્શનથી પર્યાયમાં મંગલ પ્રભા પ્રસરી, અંતરમાં એવા જ્ઞાયકદેવના સ્વીકાર કરતાં પર્યાયમાં એ જ્ઞાયકના દર્શન થાય છે. એ જ સમ્યગ્દર્શન છે, એ જ સ્વાનુભૂતિઆત્માનુભૂતિ છે. એ જ સત્ય પુરુષાર્થનું પરિણામ છે ! સમ્યકત્વને નમસ્કાર! હે સર્વોત્કૃસુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તાર પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ, પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યા છે. હે કુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ધર્મ શું છે? : આત્માનો સ્વભાવ ત્રિકાળી છે, તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ - પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન ધર્મ છે. ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મની વ્યાખ્યા મુખ્ય રીતે ચાર પ્રકારે વિસ્તારથી કહેલ છે. (૧) વસ્તુ સ્વભાવરૂપ ધર્મ (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્ની ધર્મ (૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ. (૪) અહિંસા પરમો ધર્મ. આ બધામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રધાનતા છે. એ નિશ્ચય રત્નત્રયી જ મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી સાધવામાં આવે તો ધર્મનો એક જ પ્રકાર છે અને તે ધર્મની શરૂઆત શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. સમ્યગ્દર્શન વિના બધી જ ક્રિયાઓ શૂન્ય છે, એકડાં વિનાના મીંડા છે. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. ધર્મનો આધાર કોના ઉપર છે? : એક તરફ સંયોગ છે અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં વર્તમાન જ્ઞાનની પર્યાની દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દષ્ટિ છે તો અધર્મ થાય છે અને જો સ્વભાવ પર દષ્ટિ એક સમયમાત્ર સ્થિર રહે તો સમ્યગ્દર્શન પર્યાયમાં પ્રગટ થાય છે. સ્વદ્રવ્ય(આત્મા) સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો સંયોગ છે. જૈન ધર્મ આત્મધર્મ છે. વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે વસ્તુનો સ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે અનંત ગુણોનો પિંડ જે આત્મા છે. તેઓ જ આત્માને ધારણ કરે છે તેથી તે જ આત્મધર્મ છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ તો હંમેશા વિદ્યમાન છે. એને શું છોડવો ? શું પ્રાપ્ત કરવો? એને તો જાણવી છે, સમજવો છે, માનવો છે, શ્રદ્ધવો છે, અનુભવવો છે. એમાં જ લીનતા, રમણતા કરવી તે આત્મધર્મ છે. આત્માનો સ્વભાવ મૂળથી અત્મિધર્મ છે. એની સન્મુખ થઈ, એનો આશ્રય કરી, એને જાણી, એની શ્રદ્ધા કરી, એમાં જ રમી જવું, જામી જવું, સમાઈ જવું એ સ્વભાવ પર્યાયરૂપ ધર્મ છે. જેને Page #8 -------------------------------------------------------------------------- ________________ (૫) મુક્તિનો માર્ગ ત્રિરત્ની ધર્મ કહે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્ર એ ત્રણેની એકતારૂપ ધર્મ જ મુક્તિનો માર્ગ છે. આ જ એક કર્તવ્ય છે. તે જ પ્રાપ્ત કરવો યોગ્ય ધર્મ છે. રમાત્માને સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાવાળા ધર્મની જ જિનેશ્વરોએ પ્રરૂપણા કરી છે, તે ધર્મ આત્મધર્મ છે, કે જે મોક્ષમાર્ગ છે, દુઃખ મુક્તિનો ઉપાય છે. શુદ્ધાત્માનો અનુભવ તે જ સાચો મોક્ષમાર્ગ છે. अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ वस्तु विचारत ध्यावते, मन पावै विश्राम । - રસ વાત સુરણ સપને, મનુમો યા નામ || ધર્મ શું છે? ૧. દરેક જીવ સુખ ઈચ્છે છે, દુઃખથી ડરે છે. સુખ જીવનો સ્વભાવ છે. અનાદિકાળથી જીવને સુખનું અને પોતાના સાચા સ્વરૂપનું ભાન ન હોવાથી, તે સુખ પ્રાપ્તિના ખોટા ઉપાય કરે છે અને પરિણામે દુઃખ ભોગવે છે. “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત......! ૨. સુખએ કોઈ વસ્તુ નથી કે જે બહારથી પ્રાપ્ત થાય અને તેને ભોગવી શકાય. સુખ એ માત્ર અનુભૂતિનો વિષય છે. પોતાના સ્વસંવેદન જ્ઞાન દ્વારા એનો અનુભવ થઈ શકે છે. ૩. અનુભવ એ એક ધ્યાનની અવસ્થા છે, સ્થિતિ છે. ધ્યાનની સાદી વ્યાખ્યા આ મુજબ છે. “જ્ઞાન” એટલે જાણવું અને આંતરો પાડ્યા વગર સતત પોતાને જાણતાં રહેવું એને ધ્યાન” કહેવામાં આવે છે. ૪. ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર છે. ૧) આર્ત ધ્યાન ૨) રૌદ્ર ધ્યાન ૩) ધર્મ ધ્યાન ૪) શુક્લ ધ્યાન. ૫. હવે ધ્યાનમાં ત્રણ વસ્તુ હોય છે. ૧) જેનું ધ્યાન કરવામાં આવે તે ધ્યેય...! ૨) જે ધ્યાન કરે તે ધ્યાતા. ૩) ધ્યાનની પ્રક્રિયા. ધ્યેય અને ધ્યાતા એ બન્ને આત્માનાં જ બે પડખાં છે. (૧) નિત્ય - ધ્રુવ પડખું (૨) અનિત્ય - સમયે સમયે બદલાતું પડખું. (૧) નિત્ય - ધ્રુવ - અખંડ - અભેદ જ્ઞાયકસ્વભાવ તે ધ્યેય છે. (૨) અનિત્ય - સમયે સમયે પલટાતી વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્યાતા છે. ૬. આવું બે પડખાંવાળું આત્માનું સ્વરૂપ સમજવાની જરૂર છે. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે અથવા તો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. દરેકની વ્યાખ્યા જોઈએ. દ્રવ્ય : ગુણોના સમુહને દ્રવ્ય કહેવામાં આવે છે. ગુણ: દ્રવ્યના પુરા ભાગમાં હોય અને તેની દરેક અવસ્થામાં હોય તેને ગુણ કહેવામાં આવે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પર્યાય : ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે તે હંમેશા પોતાના ગુણોને ટકાવી(ધ્રુવ રાખી), સમયે સમયે ગુણોની અવસ્થા બદલાય(ઉત્પાદ-વ્યયરૂપ) જેને પર્યાય કહેવામાં આવે છે. હવે આત્મા પણ એક દ્રવ્ય છે. અનંતગુણોનો સમુહ છે. તેના મુખ્ય ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ છે. તે ગુણોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે. આવું આત્માનું સ્વરૂપ સમજવાથી ધ્યાનની પ્રક્રિયા સમજાય છે. જે નિત્ય પડખું - ધુવ પડખું તે ધ્યાનનો વિષય ધ્યેય છે અને વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય તે ધ્યાતા છે. હવે પ્રશ્ન એ છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય કોને પોતાની દષ્ટિનો વિષય બનાવે છે. ૭. આ લોકમાં છ દ્રવ્ય છે. ૧) જીવ ૨) પુદ્ગલ ૩) ધર્માસ્તિકાય ૪) અધર્માસ્તિકાય ૫) આકાશ ૬) કાળ નિજ ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને બીજા બધા પરદ્રવ્ય છે. ૮. જ્યારે જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરે છે ત્યારે અજ્ઞાન અવસ્થામાં નિયમથી રાગ-દ્વેષના પરિણામ થાય છે. જેને આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેનાથી જીવ અનાદિકાળથી પરિચિત છે અને જેના પરિણામમાં દુઃખની અનુભૂતિ થાય છે. ૯. હવે એ જ જ્ઞાનની પર્યાય જો પોતાના સ્વભાવ સન્મુખ થાય, તેને ધ્યેય બનાવી તેનો આશ્રય કરે, તેની તરફ લીન થાય, અને તેમાં જો અભેદરૂપે એક સમય માટે પરિણમી જાય તો એ સ્થિતિને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એ આત્માના અનુભવની દશામાં પ્રથમ સુખનો અનુભવ થાય છે. તે જ આત્માનુભૂતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ત્યાંથી જીવની ધર્મની શરૂઆત થાય છે. ગુણસ્થાનકથી વિચારીએ તો જીવ પ્રથમ ગુણસ્થાનકથી આગળ વધીને ચોથા ગુણસ્થાને આવ્યો એમ કહેવામાં આવે છે. તેને જ સમકિત કહે છે. ૧૦. હવે એ પર્યાયની જેમ જેમ આત્મામાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ જીવ આગળના ગુણસ્થાને ચડે છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન અને મુનિનું છઠ્ઠ ગુણસ્થાનક છે. ધર્મ ધ્યાન વખતના જ્ઞાનના ઉપયોગને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. શુદ્ધોપયોગની તીવ્રતા પ્રમાણે ગુણસ્થાનક આગળ વધે છે. એ જ જ્ઞાનની પર્યાય જે નિજ સ્વભાવમાં અખંડ બે ઘડી સ્થિર થઈ જાય તો જીવને કેવળજ્ઞાન - પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. અને એ ધર્મની પૂર્ણતામાં અનંત-અક્ષય સુખ હોય છે. આ રીતે ધર્મની સ્થિતિએ શુદ્ધોપયોગમાં ચોથાથી બારમાં ગુણસ્થાનની અવસ્થામાં જ છે. તે સિવાય બાકીના ભાવો શુભ-અશુભ ઉપયોગ છે જે ધર્મનું સ્વરૂપ નથી. ૧૧. સાત તત્ત્વોનું સ્વરૂપ પણ આમાં સમજાય છે. જીવ તત્ત્વ જ્યારે અજીવનું લક્ષ કરે તે અધર્મ છે. તેમાં આસવ-બંધ થાય છે. જ્યારે નિજ સ્વભાવનું લક્ષ કરતાં અનુભવ થાય છે તે સંવર છે. શુદ્ધિની Page #10 -------------------------------------------------------------------------- ________________ (૭) વૃદ્ધિને નિર્જરા કહેવામાં આવે છે. સર્વ કર્મોના ક્ષયને મોક્ષ કહેવામાં આવે છે. (પૂર્ણ શુદ્ધતા એ - મોક્ષ અવસ્થા છે) ૧૨. આવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. આ મોક્ષમાર્ગ ત્રણ કાળ ત્રણ લોકમાં એક જ છે. અને તેનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવ્યું છે. આ રીતે આપણા જ્ઞાન અને શ્રદ્ધામાં ધર્મનું સાચું સ્વરૂપ સમજાવું જોઈએ. ધર્મ સંબંધી પરમાગમ સારઃ ૧. નિશ્ચપદષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. જિનવર અને જીવમાં ફેર નથી. ભલે ને એકેન્દ્રિયનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો બધા પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમ ત્મા સ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહાહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્માસ્વરૂપ જ છે. ૨. જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી ભરેલી છે. તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્ય વસ્તુમાં રહેતાં શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. ૩. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પસ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્ર લક્ષણ - સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણ થી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદન જ્ઞાનથી એને જણાય એવા છે. ૪. જેને આત્મા જણાયો છે એવા ધ્યાતા પુરુષ, ધર્મી જીવ કે જેને સ્વસંવેદન આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટ્યું છે તે પ્રગટેલી દશાનું ધ્યાન, ધ્યાની-જ્ઞાની કરતો નથી. અનુભવની જે પર્યાય છે તે એકદેશ પ્રગટ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતા પુરુષ, ધ્યેયનું ધ્યાન કરનારો પુરુષ, તે પ્રગટ પર્યાયનું ધ્યાન કરતો નથી. તો પછી ધર્મી કોનું ધ્યાન કરે છે ? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે? - કે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ-અખંડ એક- પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યનું ધ્યાન કરે છે. સમદષ્ટિનું ધ્યેય શું છે? સમ્યક્દષ્ટિ ધર્મીનો Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય છે? - કે ત્રિકાળી આત્મા તે એનો વિષય છે કે જે સકળ-નિરાવરણ-એક અખંડ વસ્તુ છે. ૫. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો રુચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છે એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમ હોય કે આત્માના અનુભવમાં હોય તો પણ સમ્યત્વનું પરિણમન તો જે છે તે જ છે. આ છે શુદ્ધ પરિણતિ! ૬. હે ભગવાન! આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે ? અહા ! અંતર અવલોકનમાં અમૃતરસ ઝરે છે અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય છે. ભાઈ ! તારા માહાત્મની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શીવાત! અહો! મારી તાકાત તો કેટલી? જેમાં નજરુંનાંખતા નિધાન ખુલી જાય એ તે વસ્તુ કેવી? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકે નહિ. એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે. ૮. જેમ રાગની મંદતા તે મોક્ષમાર્ગ નથી. જેમ વ્યવહાર સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગ નથી કે મોક્ષનું કારણ નથી, તેમ તેની સાથે રહેલું પરસત્તાવલંબી જ્ઞાન પણ મોક્ષમાર્ગનથી કે મોક્ષનું કારણ નથી. સ્વસત્તાને પકડવાની લાયકાતવાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિ-આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. ૯. અરે ભાઈ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો! કષાય આવે તેને જાણવો તે તારી પ્રભુના છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો-વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગી ભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી તે કજાત છે, પરજાત છે, પરશેય છે, સ્વજાત - સ્વય નથી. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. ૧૦. જાણનાર...જાણનાર...જાણનારતે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનારતત્ત્વ તે પોતાનું ત્રિકાળી સપણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પુરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. ધર્મનો સારઃ ૧. સિદ્ધાંત લોકમાં અનંત જીવો, અનંતાનંત પુલ પરમાણુઓ, એકધારા પ્રવાહરૂપે, સર્વપોતપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને પોતપોતાના ગુણોને અર્થાત્ અસ્તિત્વને ટકાવીને નિરંતર (સતત) બીજા કોઈની પણ અપેક્ષા, મદદ, પ્રેરણા કે અસર વગર (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ (૩) ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમી રહ્યા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨. અનાદિકાળથી આ વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થતા અખંડ અખ્ખલિત પ્રવાહરૂપે વ્યવસ્થિત જ ચાલી રહી છે અને ચાલતી જ રહેશે. એ સંપૂર્ણ સ્વયં સંચાલિત વ્યવસ્થા છે એનો કોઈ હર્તા - કર્તા - ધર્તા નથી અને સંપૂર્ણ સ્વતંત્ર છે. ૩. આ વ્યવસ્થાના ભાગરૂપે હું પણ એક જીવ દ્રવ્ય, ચૈતન્ય સ્વભાવી અનંત ગુણોનો (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત) ધારક અનાદિકાળથી સતત મારા અસ્તિત્ત્વને ટકાવીને નિરંતર પરિણમી રહ્યો છું અને મને પણ એ જ વ્યવસ્થાનો સિદ્ધાંત લાગુ પડે છે કે મારું પરિણમન પણ (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ (૩) ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે. તે સમયે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી.' ૪. આ મારા સ્વતંત્ર પરિણમનમાં બીજા કોઈ પરદ્રવ્યની દખલગીરી કરવાની યોગ્યતા નથી અને કરી શકે એવી કોઈ વ્યવસ્થા પણ નથી, કારણ કે એ બધા જ પરદ્રવ્યો પોતપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાંથી બહાર નીકળી પોતાનું કાર્ય છોડી મારું કાર્ય કરવા તત્પર થાય એમ તો છે નહિ. અને આ બાજુ હું પણ મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાંથી બહાર નીકળી એમનું કાંઈ કાર્ય કરી શકું એવી મારી પણ યોગ્યતા નથી અને એવી કોઈ વ્યવસ્થા નથી. ૫. આ છે મારું સાચું સ્વરૂપ અને એને જેમ છે તેમ, અને આ છે વિશ્વના બીજા પદાર્થોનું સ્વરૂપ, એને પણ જેમ છે તેમ જાણવું, એનું શ્રદ્ધાન કરવું અને એમાં જ રમણતા કરવી, સ્થિરતા કરવી એ જ મારો સ્વભાવ છે, એ જ મારો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ જ એનો ધર્મ છે. ૬. આવી દર વિશ્વ વ્યવસ્થા હોવા છતાં અનંતકાળથી આ જીવ શું કામ ચાર ગતિમાં પરિભ્રમણ કરી દુઃખી થઈ રહ્યો છે ? એની શું મૂળમાં ભૂલ છે? એ ભૂલ માટે કોણ જવાબદાર છે? એ ભૂલ ટાળવાનો સાચો ઉપાય શું છે? અત્યાર સુધી જે ઉપાય કર્યા એનું પરિણામ કેમ આવતું નથી? એવા કોના આશ્રયથી આ ભૂલ ટળી શકે? આ બધા પ્રશ્ન છે. ૭. આ વાત આત્મસિદ્ધિની પ્રથમ ગાથામાં બતાવવામાં આવી છે. “જે રવરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદનામું, શ્રી સદ્ગુરુ ભગવંત.” અમૂલ્ય તત્ત્વ વિચારમાં શ્રીમદ્દે કહ્યું છે :હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે ક્ય; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” છ ઢાળામાં આ વાત આવી રીતે કરી છે : “લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉર લાઓ, તોરિ સકલ જગ-દંદકંદ, નિત આતમ ધ્યાઓ.” “મુનવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” ૮. ત્રણ લોકનો નાથ જે સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય અને એમાં જ્યારે કરે એ જ્ઞાયકવરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ એ ચારિત્ર છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखको; अनुभव मोख सरुप ॥ ૯. જૈન ધર્મ એ કાંઈ કોઈએ બાંધેલો વાડો નથી. એ કોઈ એકાંતિક ક્રિયાકાંડમાં જ સમાઈ જતો એવો ધર્મ નથી. જૈન ધર્મ તો શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલો વસ્તુસ્વભાવ છે. વસ્તુરવભાવને યથાર્થ જાણે તે જૈન છે. ૧૦. અનાદિકાળથી અંનત દ્રવ્યોનું ભ્રમથી કર્તુત્વ પોતાના માથે લઈને કલ્પિત બોજાથી ત્રાસેલા આ આત્માને જ્યારે પોતાના અકર્તાઅર્થાત્ જ્ઞાતા સ્વભાવનું ભાન થાય છે તે સમયે કબુદ્ધિની આકુળતા દૂર થઈ અનાકુળ આનંદનો તેને અનુભવ થાય છે. એ અનુભવને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ૧૧. પરિવર્તનશીલ સંસારમાં અપરિવર્તનશીલ જ્ઞાયક સ્વભાવનું અપૂર્વ માહાસ્ય આવતાં ભવ્ય જીવો એનો આશ્રય કરી, દ્રવ્યદૃષ્ટિ કરી વીતરાગી માર્ગના નિર્મલપંથે વિચરતા સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. ૧૨. અનંતગુણ સંપન્ન આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ તેને એકને જ ધ્યેય બનાવી તેમાં એકાગ્રતા કરવી એ જ પહેલામાં પહેલો શાંતિ-સુખનો સાચો ઉપાય છે. એ જ ધર્મનો મર્મ છે. નવ બોલઃ આ જ વાત આગમમાં નવ બોલથી કહેવામાં આવી છે. ૧. આત્મા છે. (ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર) ૨. આત્માનું પરિણમન છે. (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) ૩. પરિણમનમાં ભૂલ છે. (જ્ઞાન-અજ્ઞાનરૂપે, શ્રદ્ધા-મિઠામાન્યત રૂપે, ચારિત્ર રાગ સહિત છે.) ૪. ભૂલમાં કર્મ નિમિત્ત છે. (આઠ પ્રકારના દ્રવ્યકર્મ, રાગાદિના પરિણામરૂપ ભાવ કર્મ, ભૂલ જીવ પોતે કરે છે, કર્મ કરાવતા નથી.) ૫. પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (પર્યાયનું આયુષ્ય એક સમયનું છે.) ૬. આત્માનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ - (અનંત શક્તિઓનો પિંડ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મામાં - પરિપૂર્ણ છે. કોઈ ભૂલ નથી.) ૭. તે સ્વભાવના આશ્રયથી ભૂલ ટળી (સ્વભાવનો આશ્રય વર્તમાન પર્યાય કરે છે.) શકે એમ છે. ૮. તે ભૂલ ટળવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર (યથાર્થ સ્વરૂપનો ઉપદેશ આપ્તપુરુષો જ આપે છે.) નિમિત્ત છે. ૯. તે ભૂલ નિજ પુરુષાર્થથી ટળે છે. પૂર્ણ (ત્યારે સર્વ કર્મનો સંયોગ સ્વયં ટળી જાય છે. પરિભ્રમણ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. અનંત અક્ષય સમાપ્ત થાય છે.) સુખ પ્રાપ્ત થાય છે. આ છે મોક્ષ દશા. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સ્વતંત્રતાનો ઢંઢેરો ૧. સિદ્ધાંત ‘બાહ્ય પદાર્થો - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં) જોડાતા નથી કે, તું મને સાંભળ, તું મને જો, તું મને સુંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ’ અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને(બાહ્ય પદાર્થોને) જાણવા જતો નથી. ૨. બન્ને તર્ત સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન( સંબધ વિનાનો, તટસ્થ) છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારા-નરસા માનીને રાગ-દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. ૩. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે તેમ છે જ નહિ, અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ગુણ ઉપજાવી શકતું નથી અર્થાત્ અન્ય દ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવી શકતું નથી. અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણ ઉત્પાદ કરવાની અયોગ્યતા છે કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ૪. તારી રાગ-દ્વેષની પર્યાય સ્વભાવની યોગ્યતાથી જ તે કાળે ઉત્પન્ન થાય છે, તેમાં પરદ્રવ્ય બીલકુલ કારણ નથી. આવી વાત, ભાઈ! તારી ઊંધી માન્યતાનું આખું ચક્ર ફેરવી નાંખ- જો તને ખરેખર ધર્મ કરવો હોય તો! જો તને સુખી થવું હોય તો! ૫. કર્મને લઈને વિકાર થાય છે અને શુભભાવથી ધર્મ થાય - એમ બે મહાશલ્ય એને અંદર રહ્યા છે. પરંતુ પરથી વિકાર નહિ ને શુભ રાગથી ધર્મ નહિ – એમ નિર્ણય કરીને પરથી અને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દૃષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે ! લોકોને ધમ શું ચીજ છે ને કેમ થાય તેની ખબર નથી. આવું સત્ય તત્ત્વ સમજવાના ટાણાં આવ્યા છે ને એને વખત નથી. શું થાય પ્રભુ? પરથી - કર્મથી વિકાર થાય એ તો ભગવાન! તને ભ્રમ થઈ ગયો છે; એ તો મૂળમાં ભૂલ છે ભાઈ! પરદ્રવ્ય માટે પ્રત્યેક અન્ય દ્રવ્ય પાંગળું છે. પરનું કાંઈ કરે એવી એનામાં યોગ્યતા નથી. આ નિશ્ચયની વાત છે એટલે સત્ય છે. ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થોની સત્યાર્થ સ્થિતિની આ વાત છે. અહીં ભગવાન ફરમાવે છે કે પરદ્રવ્ય - કર્મ જીવને વિકાર કરાવે છે અને પરદ્રવ્યની પર્યાયને જીવ ઉપજાવે છે એમ શંકા ન કર, કેમ કે સર્વદ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદથાય છે. વિકાર થાય એ પણ પર્યાયનો સ્વભાવ છે. તે તે સમયની યોગ્યતા છે. ૭. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ તે તે કાળે તે તે પર્યાયરૂપે પરિણમી જાય છે. એવી જ દ્રવ્યની યોગ્યતા છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી; તે તે પર્યાય પરદ્રવ્યથી ઉપજે એમ ત્રાણ કાળમાં બનતું નથી. જો પરથી તે તે પર્યાય થાય તો તે દ્રવ્ય તે સમયે પોતે શું કર્યું? દ્રવ્ય છે તેની તે તે કાળે પર્યાય તો હોવી જોઈએ ને? પર્યાય વિનાનું શું દ્રવ્ય હોય છે? નથી હોતું. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૮. અરે ! દુનિયા તો અજ્ઞાનમાં પડી છે. તેને આગમની ખબર નથી. આગમનું પ્રયોજન તો આ છે કે - ‘પરથી કોઈનું કાર્ય થાય એમ કદીય બનવું સંભવિત નથી.' અહાહા ! પોતે એક જ્ઞાયકભાવ માત્ર. ચૈતન્ય જ્ઞાનાનંદ પ્રભુ છે, તે એકના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, આ આગમ છે. આમ પુરુષોએ આ પ્રમાણે દિવ્યધ્વનિમાં કહ્યું છે અને જ્ઞાની ગુરુઓએ તેનો મર્મ સમજાવ્યો છે. આ આગમ છે. ૯. દરેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય પ્રગટ થાય છે તે તો જન્મકાળ છે, જન્મક્ષણ છે; અર્થાત્ તે તે સમયે તે સહજ જ પોતાથી થાય છે કોઈ અન્ય નિમિત્તથી નહિ. (જો નિમિત્તથી થાય તો જન્મક્ષણ સિદ્ધ ન થાય.) ૧૦. શરીર ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા ભિન્ન છે ને કર્મ ભિન્ન છે. નિશ્ચયથી શાયકપ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે. કોઈ કોઈને અડ્યા જ નથી. આવી વાત છે. ૧૧. ભાઈ ! આવું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન કર્યા વિના મિથ્યા શ્રદ્ધાનવશ જીવ ચાર ગતિમાં ખડે છે. ખરેખર તો મિથ્યા શ્રદ્ધાનને કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માનેઅન્યથા માને - તે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપ્યું. શુભ રાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્ય સ્વભાવ એક આત્માને આ આપ્યું. આ આળ અથવા મિથ્યા શ્રદ્ધાનના કારણે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે અને અનંત સંરાર દુઃખ ભોગવે છે. ૧૨. લસણની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એક શરીરમાં અનંતગુણા નિગોદિયા જીવ છે. તે એક જીવનો શ્વાસ તે અનંત જીવોનો શ્વાસ છે. અહા ! તેના તેજસ, કાર્મણ શરીરમાં અનંત રજકણો છે. અહીં કહે છે - તે એક રજકણ બીજા રજકણને અડતું નથી, અને તે રજકણો આત્માને અડતાં નથી. વીતરાગનું તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ ! નિગોદના જીવમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે. જ્ઞાનની હિનાધિકદશા તે, તે સમયની તેની યોગ્યતા છે, ભાઈ ! એ દશા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે નથી. ત્યાં નિમિત્ત તરીકે કર્મની હાજરી છે તેનું જ્ઞાન કરાવવા આવા વ્યવહાર કથનો આવે ખરા, પણ તેને સત્ય - નિશ્ચયના કથન માનવા નહિ. ૧૩. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ સર્વજ્ઞ દેખતા નથી. ભગવાન કેવળીએ કેવળજ્ઞાનમાં જગતના સર્વ અનંતા તત્ત્વોને સ્વતંત્ર સ્વસહાય જોયા છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા ! દ્રવ્યના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ. આ મહા સિદ્ધાંત છે. પૂર્વના ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા માટે મહા પુરુષાર્થ જોઈએ ! અહા ! પરનો - રાગનો - હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયકમાત્ર છું એમ દૃષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે. - Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ૧૪. દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે. દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ - અનંત ગુણવાળો સ્વભાવનો પિંડ. ક્ષેત્ર કાળ ભાવ I આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાં નથી. આવું વસ્તુસ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જો નિમિત્ત ભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છં અને પરના કાર્ય માટે તદ્ન પાંગળો છે, અકિંચિત્કર છે. આવી દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો અનંત તીર્થંકરોએ પીટ્યો છે. . એટલે એના પ્રદેશો - અસંખ્ય પ્રદેશો એટલે વર્તમાન કાળ એટલે ત્રિકાળી શક્તિ ૧૫. અહા ! આત્મા જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે પોતાથી થાય છે. તેમાં સંઘયણ અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળજ્ઞાન થતું નથી. કેવળજ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટ્યા કરે છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અનંત ગુણ રસથી ભરેલું છે. અહા ! આવા નિજરસથી - ચૈતન્યરસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે - એનું નામ ધર્મ છે. અને તે એક જ આ ભવમાં કરવા જેવું છે. બાકી બધું ધૂળધાણી ને વા-પાણી છે. ભાઈ ! જેને આ વાત અંતરમાં બેસી જાય તેનું પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્તાધીન દૃષ્ટિ ઉડી જાય છે અને સ્વાધીનતાના - સ્વસન્મુખતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે; અને આ મનુષ્યભવમાં આ જ ર્તવ્ય છે. ૧૬. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું તથા કહેવું તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૧૭. આત્મચિંતનપૂર્વક લખેલા પાંચ બોલ : ૧) પર, પારિણામિકભાવ છું. ૨) કારાણ પરમાત્મા છું. ૩) કારણ જીવ છું. આવા આત્માને જે દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે. ૪) શુદ્ધ ઉપયોગોઢું ૫) નિર્વિકલ્પોહું. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ૧૮. સિદ્ધ છે તે જાણનાર દેખનાર છે. તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા-પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર - દેખનારથી જરાક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડ્યો તે મિથ્યાષ્ટિ છે તે યથાર્થ વાત છે. જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જેનહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનારદેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા દેખવાવાળો છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૯. આબાળ ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી તેથી જાણનારો જણાય છે એ બેસતું નથી. અરે ભાઈ! તું વિચાર તો કર તું કોણ છો? તું જ્ઞાયક સ્વરૂપ છો. તું કરનાર નહિ- જાણનાર છો - આ શ્રદ્ધાનું નામ જ સમ્યગ્દર્શન છે. ૨૦. સર્વ જીવો સાધર્મી છે, કોઈ વિરોધી નથી. સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જવો અપૂર્ણન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાય ! અને સુખી થાય ! કોઈ જીવમાં વિષમતા ન રહો. બધી જીવો જેવા સ્વભાવમાં પૂર્ણાનંદરૂપ પ્રભુ છે તેવી શ્રદ્ધા કરીને પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ! Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂચી ............. ................ ૧. સમ્યગ્દર્શન - ભૂમિકા ૨. સમ્યગ્દર્શન - અભ્યાસ.. ૩. સમ્યગ્દર્શન - વિષયોની રૂપરેખા..... ૪. સમ્યગ્દર્શનનો મહિમા .. ૫. સમ્યગ્દર્શનનો અર્થ ૬. મિથ્યાત્વ શું છે?...................... ૭. સમ્યગ્દર્શન સંબંધી ગુરૂદેવના પ્રમાણ વચનો!.. ૮. સમ્યકત્વના ભેદ... ૯. સમ્યકત્વ પ્રાપ્તિ માટેની પાત્રતા... ૧૦. સમ્યફ સન્મુખ જીવની અંતરદશા... ૧૧. સમ્યગ્દર્શનનો વિષય - જ્ઞાયક ભગવાન આત્મા. ૧૨. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો કમ..... ૧૩. સમત્વ પ્રાપ્તિનો ઉપાય અને વિધી. ........... ૧૪. આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૫. સમત્વ અને સમકિતીના લક્ષણો.. ૧૬. સમ્યજ્ઞાન ૧૭. રવાનુભૂતિની ભાવના.... ૧૮. સ્વાનુભૂતિ ૧૯. સમ્યગ્દર્શન સંબંધી માર્મિક પ્રશ્નો .... ૨૦. સ્વરૂપનું અનુસંધાન. •. ૧૯૩ : ૨૨૫ : ૨૩૭ ........ ૩૮૮ ૪૧૨. ૪૩૪ ........ ...... •••• ૪૬૫ ૪૮૩ ૫૧૭ પ૭૯ * Page #19 -------------------------------------------------------------------------- ________________ જો...! જો...! જો...! જો તને અતીન્દ્રિય આનંદ અને અંતરની સાચી શાંતિ જોઈતી હોય તો મારી સામે શું જુએ છે ? તારી સામે જો. તું સ્વયં અનંત જ્ઞાન અને અનંત આનંદનો પિંડ પરમાત્મા છે. આજ દિવસ સુધી તેંજ્ઞાનઅને આનંદની ખોજ પરમાં જ કરી છે, પરની શોધમાં એટલો વ્યસ્ત રહ્યો છે કે હું કોણ છું ? હું છું ? જાણવાનો અવસર જ પ્રાપ્ત થયો નથી. મારી સામે આંખો ફાડી ફાડીને શું જોઈ રહ્યો છે ? તારી સામે જા ! એક વાર જિજ્ઞાસાથી પોતાની તરફ જો !! જાણવા લાયક એકમાત્ર આત્મા જ છે, તારો પોતાનો જ આત્મા છે. આ આત્મા શબ્દોથી સમજાવી શકાય એવો નથી, એને વાણીથી બતાવી શકાય એમ નથી. આ શબ્દજાળ અને વાણી વિલાસથી પર છે, આ માત્ર જાણવાની વસ્તુ છે, અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો પિંડ અને આનંદનો કંઠ છે. એટલે સમસ્ત પરપદાર્થો, એના ભાવો અને પોતાના આત્મામાં ઉત્પન્ન થતાં વિકારીઅવિકારી ભાવોથી પણ દષ્ટિ હટાવી એક વાર અંતરમાં ડૉકિયું કર. અંતરમાં જૉ ! જો ! જો! Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન - ભૂમિકા ૧. ભૂમિકા : અનાદિકાળથી આ આત્માએ પોતાનું ખરું સ્વરૂપ જાણ્યું નહિ, તેથી સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન થયું નહિ, સ્વને પરરૂપે માન્યો અને પરને સ્વરૂપે માન્યું. તેથી બાહ્ય પદાર્થો તરફ તીવ્ર મમત્વબુદ્ધિ થઈ. શરીરાદિ પર દ્રવ્યોને પોતાના માન્યા તથા તેમાં અહંબુદ્ધિ અને મમત્વ કરીને અત્યંત આસક્તિપૂર્વક આ જીવ પ્રવર્તો. જીવનું અનાદિકાળનું આ અગૃહિત મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને મૂળ નિગોદસ્થાનથી જ ચાલ્યું આવે છે ૧ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી તો જીવને પોતાનું હિત શું છે અને અહિત શું છે તેનો વિચાર કરવાની શક્તિ જ પ્રાપ્ત થઈ નથી. પંચન્દ્રિય સંજ્ઞી થયો, મનુષ્ય બન્યો, મંદ કષાય અને જ્ઞાનના ઉઘાડ વડે પોતાનું હિત-અહિત શું છે તેનો વિચાર કરવા યોગ્ય શક્તિ પ્રાપ્ત થઈ. અહીં પણ ‘વસ્તુ સ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમ ન જાણતાં, એને વિપરીત રીતે માન્યું’ આ ગૃહીત મિથ્યાત્વ છે. તે અગૃહીત મિથ્યાત્વમાં ભળીને તેને દૃઢ કર્યું. આ કારણે જીવ અનાદિકાળથી સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતો રહ્યો. પ્રાણી માત્રને વિકાસના અને આત્મશ્રેયના અંગોનો યોગ મળવો અત્યંત દુર્લભ છે. મનુષ્યપણું પ્રાપ્ત થવું તેનાથી પણ દુર્લભ છે. તેમાં પણ સદ્ગુરુનો યોગ થવો તથા સદ્ધર્મનું શ્રવણ કરી, ચિંતન, મનન કરી, શુદ્ધાત્મ તત્ત્વનું સ્વરૂપ સમજી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું એટલે સમ્યગ્દર્શન પ્રગટાવવું અતિ અતિ દુર્લભ છે. ભરતક્ષેત્ર અને આર્યદેશમાં મનુષ્ય તરીકે જન્મ પામીને તીર્થંકર પ્રભુની વાણીનો યોગ થવો અને તે પછી પણ જો પ્રચંડ પુરુષાર્થ ન કરે તો સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ અત્યંત અત્યંત દુર્લભ છે. તેથી જો જીવ આ મનુષ્ય ભવમાં સમ્યક્ત્વ પ્રગટાવવાનો પુરુષાર્થ ન કરે તો સંસારચક્રમાં પરિભ્રમણ કર્યા કરે અને મનુષ્યપણાની કાંઈ સાર્થકતા થાય નહિ. આ રત્નચિંતામણી જેવો મનુષ્ય ભવ ફોગટ ચાલ્યો જાય. માટે ભવ્ય આત્માઓ આવા અત્યંત કિંમતી મનુષ્ય ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની પ્રેરણા પામે એ માટે ‘સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ’ સમજવાની અત્યંત આવશ્યકતા છે, અનિવાર્યતા છે. ગુરુગમ્ય આત્મતત્ત્વને, જેવી રીતે અરિહંત પ્રભુએ એમના જ્ઞાનમાં અને અનુભવમાં તેનું મૂળ સ્વરૂપ જાણ્યું છે અને ભાખ્યું છે, તેને શુદ્ધ સ્વરૂપે ઓળખવામાં આવે; તેવી જ પ્રતીતિ વર્તે અને તેની પ્રાપ્તિની એક માત્ર ભાવના કરવામાં આવે તો જ સમ્યગ્દર્શન પ્રગટે. જ આત્મસ્વરૂપની સાધના સ્વ સ્વરૂપલક્ષે જો કરવામાં આવે તો સ્વરૂપની પ્રાપ્તિ થવી સહજ અને સરળ છે. ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.......!' આ કથન બહુ સાદું લાગે છે પણ એમાં અગાધ સમુદ્ર તત્ત્વનો ભરેલો છે. અનાદિના દુઃખનું મૂળ આ Page #21 -------------------------------------------------------------------------- ________________ મંત્રમાં છે. બધા જ ભવ્ય જીવો આ સ્વરૂપના સમજણની સાધનામાં ઉગ્ર પુરુષાર્થ ઉપાડી સમ્યગ્દર્શન પામે અને એ અપૂર્વ સુખનો અનુભવ કરી પરંપરાએ અનંત અક્ષય સુખવાળી મોક્ષ દશા પ્રાપ્ત કરે એ જ સમજણનું પ્રયોજન છે. ૨. માનવ જીવનનું મહાન કર્તવ્ય “સમ્યગ્દર્શન’ સંસારમાં મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્ય ભવ અનંતકાળે મળે છે. બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચકનો, આંટો નહિ એકે ટળ્યો.” મનુષ્યપણું મળ્યા પછી સમ્યગ્દર્શન પ્રગટ થવું તે તો તેનાથી અત્યંત દુર્લભ છે. આ અપૂર્વ એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરવાથી જીવ સંસારમાં રખડે છે અને અત્યંત દુઃખ ભોગવે છે. હવે સમ્યગ્દર્શન એ એવી ચીજ છે કે એક વાર પણ જીવ તેને પામે તો જીવનો અવશ્ય મોક્ષ થાય એ નિશ્ચિત છે. માટે મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી અનંતગણા દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો એ જ માનવ જીવનનું આ મહાન કર્તવ્ય છે. સમ્યગ્દર્શન વગર સાચું જૈનત્વ હોતું નથી. ધર્મની શરૂઆત જ સમ્યગ્દર્શનથી થાય છે. અને આ ભવમાં આ કાળમાં આ ક્ષેત્રે ભલે મોક્ષ ન થાય તો પણ સમ્યગ્દર્શન કોઈ પણ ભવ્ય સંજ્ઞી પંચેન્દ્રિયને થઈ શકે છે. એ કાર્ય અશક્ય નથી. સત્સમાગમે આત્મસ્વભાવ સમજવાનો પુરુષાર્થ કરે તો તે સહજ વસ્તુ છે, સરળ છે, આત્માના પોતાના ઘરની તો ચીજ છે. માત્ર એક સમયનું સમ્યગ્દર્શન જીવના અનંત ભવોનો નાશ કરીને ભવસમુદ્રથી પાર લઈ જાય છે. જિજ્ઞાસુ જીવોએ સમ્યકત્વના દિવ્ય મહિમાને સમજો અને સત્સમાગમે એ કલ્યાણકારી સમકત્વને પામીને આ ભવસમુદ્રને પાર પામો! એ જ આ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. અહો! સમ્યગ્દર્શન! એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. માટે સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. ૩. આત્મસ્વરૂપ : ૧. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર શરૂઆત આ રીતે કરી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાપો દુઃખ અનંત; સમજવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.” તો આ આત્મસ્વરૂપ કેવું છે જે આજ દિવસ સુધી સમજાયું નથી. ૨. જો કે વ્યવહાર નથી, પર્યાયાર્થિક નયથી આત્મા અનેક અવસ્થાવાળો અને અશુદ્ધ તથા રાગ-દ્વેષ સહિત છે. પરંતુ પરમાર્થ દષ્ટિથી, નિશ્ચય નયથી, વ્યાર્થિક નયથી આત્મા નિર્વિકાર, અનંત જ્ઞાનરૂપી લક્ષણથી લક્ષિત, અનંત શુદ્ધ ગુણોનો પિંડ, આનંદકંદ, વિજ્ઞાન ઘન, ત્રિકાળ એક શુદ્ધરૂપે રહેનારો તેથી ધ્રુવ, નિર્મળ, પરમ પવિત્ર, એક જ્ઞાયકભાવ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધૌવ્યમયી સત્તા સ્વરૂપ, દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ, અનંત ધર્મોના વૈભવયુક્ત ગુણ પર્યાયવાળો, સ્વ પર પ્રકાશક, આકાશાદિ છ દ્રવ્યથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ, અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩ છતાં પોતાના સ્વરૂપને નહિ છોડનાર અને અશુદ્ધ નયે પરિણમે તો પણ પોતાના અસંખ્યાત્ પ્રદેશમાં રહેનારો તથા પરમાં નહિ જનારો, પરરૂપે નહિ થનારો આવો જીવ નામનો પદાર્થ છે અને આવું તેનું સ્વરૂપ છે. ૩. આ રીતે આત્માના બેઉ પડખાં બહુ જ સમજવા જેવા છે. ‘આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય’ આત્મા વસ્તુપણે નિત્ય છે એટલે પોતાના અનંત ગુણોને ટકાવી એ ગુણોની અવસ્થા જેને પર્યાય કહેવાય છે તે સમયે સમયે પલટાય છે. પર્યાય ઉત્પાદ-વ્યય સ્વરૂપ હોવા છતાં દ્રવ્ય તો ધ્રુવ જ છે. (કાંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, દળ તો ધ્રુવ જ છે.) અનંત ગુણ-પર્યાયવાળું તે દ્રવ્ય - મૂળ પદાર્થ તે ત્રણે કાળ રહેનાર વસ્તુ છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે, પરંતુ ગુણોની પર્યાય પલટાય છે. ૪. પરમા થૂક નયથી ભગવાન આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં અનાદિકાળથી જીવ અનંત જન્મ મરણ કરીને, આ સંસાર વિષે ચતુર્વિધ ગતિઓ કરીને ભ્રમણ કરતાં અનંત દુઃખ ભોગવતો રહ્યો છે. જીવે જ્યારે મનુષ્યપણું પ્રાપ્ત કર્યું, વિકસીત મન મળ્યું ત્યારે પણ જીવે વિચાર કર્યો નહિ કે આ દુઃખનું કારણ શું ? અને તે મટાડવાનો ઉપાય શું ? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે ઃ ૬. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’ જીવે અનાદિકાળથી પોતાના સ્વરૂપ વિષે ભ્રમણા’જ સેવી છે. હવે જો સદ્ગુરુના બોધનો આશ્રય લે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે, અને વિચાર અને નિદિધ્યાસન વડે ભ્રમણા દૂર કરવાનો ઉપાય કરે, એ ભ્રમણા દૂર થઈ શકે એમ છે અને ભવભ્રમણનો અંત કરનાર પ્રથમ પગથીયું સમ્યગ્દર્શન પ્રગટાવી શકે અને પરંપરાએ ઉન્નતિ કરતાં મોક્ષ પ્રાપ્ત કરી શકે એમ છે. ૫. અનાદિકાળથી જીવ સ્વ ઘરને ભૂલીને પર ઘરમાં જઈને વસ્યો છે. તે જ અનંત દુઃખ અને સંસારનું કારણ છે. અર્થાત્ નિજ સ્વરૂપને ભૂલી ગયો છે. ‘હું એક જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’ એ વાત ભૂલી ગયો છે. તે સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી, એની સાચી શ્રદ્ધા કરી નથી અને તેમાં અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટાવ્યું નથી. સ્વરૂપને ભૂલ્યો તેથી પર દ્રવ્યોમાં મોહ કરી તેમને પોતાના માન્યા છે જેમ કે ‘ આ દેહ તે મારી વસ્તુ છે.’ પર વસ્તુને પોતાની માનવી એ મિથ્યા માન્યતા છે, એ દર્શનમોહ છે. જો જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજીને પોતાથી એકત્વ અને પરથી વિભક્ત સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી, આત્મભાવના સહિત પરિણમે તો સમ્યગ્દર્શન પ્રગટાવી શકે. સ્વરૂપ સમજવા માટે યુગના યુગ નથી જોઈતા. ૭. સમ્યગ્દર્શન પ્રગટાવવા માટે જીવના પર્યાયમાં જે રાગ-દ્વેષની પરિણિત હોય છે તેને જીવ સત્પુરુષાર્થ વડે ઉપશમાવે છે, અને સ્વભાવ સન્મુખ થતાં એક સમય માટે પર્યાયમાં વીતરાગતા આવે છે, આત્માની અનુભૂતિ પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ આનંદરસનું, શાંતરસનું વેદન અંશે થાય અને તેની સાથે જ સમયાંતર વગર સમ્યગ્દર્શન પ્રકાશી ઉઠે છે. આ આનંદરસ કેવળી ભગવાન જે આનંદ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ ભોગવી રહ્યા છે તેની જ જાતનો છે, પણ તેની માત્રામાં ફેર છે. કેવળી ભગવાન સમયે સમયે અનંત આનંદનું વેદન કરે છે, ત્યાર છદ્મસ્થનો આ આનંદ તેના અનંતમાં ભાગે છે. પરંતુ બન્ને આનંદ અતીન્દ્રિય હોવાથી બન્નેની જાત એક છે. ૮. આ પ્રમાણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં તે આત્મા ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરીને જ લે છે. સર્વ જ્ઞાની પુરુષોએ એ વાત કરી છે કે હે ભાઈ ! જો તું સુખનો અભિલાષી હો અને તારે સહજ અતીન્દ્રિય અને અવિનાશી એવું શાશ્વત સુખ જોઈતું હોય તો સર્વ પ્રથમ તારે એ સાચો નિર્ણય કરવાનો છે કે (૧) તે સુખ ક્યાં રહેલું છે ? અને (૨) તે સુખની પ્રાપ્તિ કેમ થાય ? ૯. અત્યાર સુધી જીવે એવો ખોટો નિર્ણય કર્યો હતો કે તે સુખ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં રહેલું છે; તે સુખ બાહ્ય પદાર્થોમાંથી જ સંપ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે જીવ તે મેળવવા પ્રવર્તો હતો. પરંતુ નિર્ણય અયથાર્થ, જુઠો અને મિથ્યાત્વયુક્ત હતો. તેથી જીવ અત્યાર સુધી સુખને બદલે દુઃખ જ ભોગવતો રહ્યો; કારણ કે જીવની એ માન્યતામાં ભ્રાંતિ જ હતી. ૪ ૧૦. ઇન્દ્રિયોના વિષયો પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે, તેનું જ પરિણમન છે. પુદ્ગલ દ્રવ્યમાં રસ, રંગ, ગંધ અને સ્પર્શાદિ ગુણો છે. પરંતુ તેમાં સુખ(આનંદ) ગુણ નથી. જે દ્રવ્યમાં જે વસ્તુ ન હોય તે બીજાને ક્યાંથી આપે ? વળી સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે કે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું જ કાર્ય કરી શકે નહિ, એક દ્રવ્ય અન્ય કોઈ પણ દ્રવ્યને પરિણમાવી શકે નહિ, પોતાનું પરિણમન અન્યને આપી શકે નહિ અને અન્યનું પરિણમન ગ્રહણ કરી શકે જ નહિ.' આવી છ યે દ્રવ્યની વસ્તુસ્થિતિની સ્વતંત્ર વ્યવસ્થા છે. તો પછી પુદ્ગલના પરિણમનથી આત્માને આનંદ શી રીતે પ્રાપ્ત થાય ? પુદ્ગલ જડ દ્રવ્ય છે જ્યારે નિજ આત્મા એ ચૈતન્ય દ્રવ્ય છે. જડ - - ચેતનનું પરિણમન કેવી રીતે કરી શકે ? એવી એની યોગ્યતા નથી. પરમાં પોતાનું સુખ માનવું એ જ મહાન અજ્ઞાનતા અને મિથ્યા માન્યતા છે જે દુઃખનું કારણ છે. ૧૧. જ્ઞાનીઓ તો એમ કહે છે કે સાચું સુખ સ્વયં તારા આત્મામાં - આત્મસ્વરૂપમાં જ છે. આત્મામાં અનંત ગુણો વિદ્યમાન છે. અને તેમાં એક સુખ અને એક આનંદ ગુણ પણ છે. જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરી, તેની યથાર્થ શ્રદ્ધા કરી, તેનો આશ્રય કરે, તે સ્વરૂપને જ અવલંબે, તેમાં જ એકાકાર થઈને તેનું જ જ્ઞાન કર્યા કરે તો આનંદ ગુણનો સ્વભાવ પર્યાય પ્રગટે, તે જ સાચું અને અતીન્દ્રિય સુખ છે. તે સુખની પાછળ દુઃખ નથી અને તે સુખનો અંત પણ નથી. તે સુખ પ્રગટ કરવાનો માર્ગ ઉપર કહ્યા અનુસાર નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમે તે જ છે. આ જ સુખ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. ૧૨. જ્ઞાની મહાત્માઓ કહે છે કે હે દેવાનુપ્રિય ! તું દેવોનો વલ્લભ બની શકે છે; પરંતુ ક્યારે ? જ્યારે તું મિથ્યાત્વનો ત્યાગ કરી, સમ્યક્ત્વ પ્રગટાવી, રત્નત્રયમાં પ્રવર્તીશ ત્યારે. આ રીતે તું ત રો મોક્ષમાર્ગ પ્રગટ કર. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫ - ૧૩. જ્યારે બાત્માએ પોતાનું સ્વરૂપ જાણી લીધું અને તેની તેવી જ પ્રતીતિ કરી, તેમાં જ રમણતા અને લીનતા કરી, ત્યારે પોતાનું સ્વરૂપ સર્વે પદાર્થોથી અત્યંત ભિન્ન અનુભવથી લાગ્યું પછી પરદ્રવ્યોથી મને લાભ કે નુકસાન થાય એ માન્યતા છૂટી જાય છે. પરદ્રવ્યો પ્રત્યેની કર્તબુદ્ધિ તૂટી જાય છે. અને જો હું રાગ-દ્વેષરૂપ પરિણમીશ તો એના ફળ હું એકલો જ ભોગવીશ. અને જો નિર્વિકલ્પ દશા પ્રગટાવી, વીતરાગતા પ્રગટ કરીને કેવળજ્ઞાન પ્રગટાવીશ તો ફળ સ્વરૂપ મોક્ષના અનંત સુખ પણ હું એકલો જ ભોગવીશ એવો તેને દઢ નિશ્ચય હોય છે. ૧૪. શરીરરૂપ જડ પુદ્ગલ અને પરમ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય એ બન્ને દ્રવ્યના સ્વભાવ જુદા છે એવું જેને સુપ્રતિતપણે, સમ્યક પ્રતીતિપૂર્વક સમજાઈ જાય છે. તથા સ્વ-પરપ્રકાશક અથતું પોતાને અને અન્યને જાણનાર પરમ જ્યોતિ સ્વરૂપ એટલે કે સંપૂર્ણ જ્ઞાનમય આત્મા તે જ પોતાનું સ્વરૂપ છે અને શરીરાદિ જડ પદાર્થ શેય છે અર્થાત્ મારા જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. વળી તે શેય પણ સ્વજોય નથી પરંતુ પરણેય માત્ર છે. સ્વજ્ઞય તો મારો નિજ ભગવાન આત્મા જ છે. આવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લસિત થયો છે તેવા આત્માને શરીરાદિ જડ પદાર્થથી ઉદાસીનતા થાય છે, તે પુદ્ગલના પરિણમનથી તેને રાગ-દ્વેષ થતાં નથી, કારણ કે તે જાણે છે કે તે પુદ્ગલનું પરિણમન તેની સ્વતંત્રતાથી, ક્રમબદ્ધ અને તે સમયની તેની પર્યાયની યોગ્યતાથી થાય છે. તેમાં ફેરફાર કરવા કોઈ પણ અન્ય દ્રવ્ય સામર્થ્ય ધરાવતું નથી. આવી દઢ માન્યતાથી ત્યાંથી દષ્ટિ ખસી જાય છે અને તે આત્માને સ્વરૂપમાં પ્રવર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે. ૧૫. જો આમા નિશ્ચયથી શરીરાદિરૂપ પર દ્રવ્યના કર્મને કરે તો નિયમથી તેમાં તન્મય અર્થાત્ પદ્રવ્યમય થઈ જાય. અને જો એમ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, તેનું અસ્તિત્વ જ ન રહે, એ મોટો દોષ આવી પડે. પરંતુ આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કર્તા ક્યારે થતો નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કર્તા માનવું એ મિથ્યા માન્યતા છે. આવી રીતે વસ્તુ સ્વતંત્રતાનો સિદ્ધાંત બરાબર સમજી આત્મ સ્વરૂપની સમજણથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૬. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે ભેદજ્ઞાન કરવું જરૂરી છે. આ ભેદજ્ઞાન કરવા માટે સાતે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરી એ જીવ તત્વ બીજા બધાથી સર્વથા ભિન્ન છું એમ નિર્ણય કરી એ તત્ત્વોના વિકલ્પ છોડી, આત્મતત્ત્વ પર જ લક્ષ કેન્દ્રિત કરી, તે આત્મસ્વરૂપની ભાવના કરવાથી તેમાં અંતર્મુખ થવાય છે, સ્વરૂપમાં લીનતા આવે છે. સ્વભાવને જોરે તે નિર્વિકલ્પતા, વીતરાગતા, સ્વસંવેદનતા પ્રગટે છે અને તે સાથે જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૭. આ વીતરાગ ભાવ એક સમય માટે પર્યાયમાં હોય છે તે વખતે ચારિત્રની શુદ્ધિ હોય છે તેને સ્વરૂપ આચરણ કહે છે. ચારિત્રની અંશે શુદ્ધિ થયે સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ થાય છે. સ્વસંવેદનમાં આત્માના આનંદાણનો સ્વભાવ પર્યાય પ્રગટ થયો તેને ભોગવતો આત્માને પ્રત્યક્ષ થાય છે. તેથી સ્વસંવેદન, સ્વાનુભૂતિ કે ઉપયોગાત્મક અનુભૂતિમાં જે આનંદ પ્રગટ્યો એ અતીન્દ્રિય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૬ તે ૧૮. સમ્યગ્દર્શન પ્રગટ થયું તે પર્યાયની પૂર્વેની પર્યાય શુભ ભાવની જ હોય છે. તે સવિકલ્પ દશામાં પણ ‘હું શુદ્ધ, બુદ્ધ, શાયક’ એવું ચિંતવન ચાલી રહ્યું હોય છે તે પણ રાગ ભાવ જ છે. એ મારું સ્વરૂપ નથી. પરંતુ અંદર બીરાજમાન ભગવાન આત્મા એના સ્વભાવના જોરે જે ભાવ દર કામ કરે છે, ત્યાં તીવ્ર પુરુષાર્થ દ્વારા અંદર જતાં શુદ્ધ ભાવની સંપ્રાપ્તિ થાય છે. ૧૯. જીવને અજ્ઞાનવશ દેહમાં આત્મબુદ્ધિ રહેલી છે તેથી પર વસ્તુમાં પણ મમત્વ રહેલું છે. દેહ વિષે જે વિપર્યાસ બુદ્ધિ છે તેનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા ‘જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે.’’ ગૃહ-કુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા - મમતા છે અને તેની પ્રાપ્તિ, અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ-દ્વેષ કષાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા, મમતા તથા કષાય જેવા વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે તેવા મંદ પડે છે. અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય’ છે. અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો જે કષાય કલેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. આ બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી રાજ્બુદ્ધિ કરે છે. આવી સત્બુદ્ધિ જીવને સમ્યક્ત્વ સંપ્રાપ્ત કરવામાં મહાન ઉપકારી થાય છે. ૨૦. મુમુક્ષુ જીવ આત્મજ્ઞાની સદ્ગુરુ પાસેથી પોતાનું આત્મસ્વરૂપ સાંભળી - સમજીને તેનું જ્ઞાન કરી લે છે અને મારું સ્વથી એકત્વ અને પરથી વિભક્ત સ્વરૂપ જેવું છે તેની યથાર્થ શ્રદ્ધા કરે છે. પછી તે સ્વરૂપનું ધ્યાન અને ભાવના કરીને તે શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટાવવા ઉદ્યમી બને છે. જેને સત્ની રુચિ છે તેને તત્ત્વ પામવાની સાચી જિજ્ઞાસા હોય જ. એ રીતે એ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. આ સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. માટે સમ્યગ્દર્શનના વિષયનો વિસ્તારથી અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. ૪. ભેજ્ઞાન : ૧. સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન, અસંગ, અભેદ એકક્ષેત્રાવગાહપણે અને વિશેષ સંબંધથી રહેલા શરીર અને અષ્ટ કર્મોથી પણ ભિન્ન અબદ્ધ, અસ્પષ્ટ, જ્ઞાન-દર્શન ઉપયોગલક્ષણથી લક્ષિત, ચૈતન્ય ચમત્કાર માત્ર એવા આ પરમ શુદ્ધ આત્માને ચિંતવવો, તેની જ ભાવના કરવી અને જ્ઞાનઉદ્યોગ જે અન્ય પદાર્થોમાં જતો હતો તે ઉપયોગને ત્યાંથી સમેટી લઈ કેવળ એક આત્મદ્રવ્યનું જ્ઞાન કરવામાં તેને લગાવવો, તેનું સતત ચિંતન કરવું, તે રીતે પરિણતિ શુદ્ધ થતાં સમ્યગ્દર્શન પ્રકાશે છે. ૨. મારો આ આત્મા અજર, અમર, અવિનાશી, શુદ્ધ, નિર્મળ સ્વભાવી છે. ત્રણે કાળ એકરૂપ શુદ્ધ, । પરમ શુદ્ધ જ રહેવાવાળો છે. અને સર્વે પર દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. એવું આ ભગવાન આત્માનું સ્વરૂપ જાણીને, રાગરહિત સ્વભાવની શ્રદ્ધા અને પ્રતીતિ કરવાથી પર્યાયમાં જેરાગ-દ્વેષની પરિણતિ થતી હતી તેનો છેદ થાય છે. ૩. ભેદજ્ઞાનની પ્રક્રિયા વડે નિશ્ચલ શ્રદ્ધા કરીને પોતાના આત્માની અનુભૂતિ પામે છે તે પુરુષો દર્પણની Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમ પાતામાં પ્રતિબિંબીત થયેલા અનંત ભાવોના સ્વભાવથી નિરંતર વિકારરહિત હોય છે. જ્ઞાનમાં જે શેય(પોતાના જ્ઞાનમાં જણાવા યોગ્ય પદાર્થો)ના આકાર પ્રતિભાસે છે તેમનાથી તેવા પુરુષોને વિકાર પ્રાપ્ત થતાં નથી. ૪. કોઈ આત્મા પોતાથી જ આત્માની અનુભૂતિને પામે છે તેવા આત્માઓએ પૂર્વે સદગુરુ પાસેથી દેશનાલબ્ધિ સંપ્રાપ્ત કરી હોય છે. તેઓ રાગ અને આત્માના ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડીને પ્રજ્ઞાછીણી વડે અર્થાત્ જ્ઞાનની પરિણતિરૂપ છીણી વડે - રાગ અને આત્મા વચ્ચે જે સાંધ છે તેમાં પ્રજ્ઞાછીણી પટકાવીને આત્માને રાગથી જુદો જુએ છે. જેને આવું ભેદજ્ઞાન પ્રકાશે છે તે આમા આવી અવિચળ સ્વ આત્મતત્ત્વની અનુભૂતિને પામે છે. ભેદજ્ઞાન જ આત્માનુભૂતિનું સાધન છે. ૫. ભગવાન આત્માની અનુભૂતિ અને સમ્યગ્દર્શનનું મૂળ કારણ ભેદજ્ઞાન છે. જ્ઞાનીઓએ અનંત કરુણા કરીને કહ્યું છે હેભવ્યો! તમે પહેલાં વિકલ્પ દ્વારા લક્ષામાં અને પ્રતીતમાં લોકે અંતરનો અનુભવભેદજ્ઞાનના કારણે થાય છે. પરદ્રવ્યોથી ભિન્ન પોતાના સ્વરૂપને જાણી એનો અનુભવ કરવો એમાં ભેદજ્ઞાન જ કારણભૂત થાય છે. ૬. હે ભવ્ય ! બીજા નકામા કોલાહલ અર્થાત પરમાં વસવાનું એટલે પરમાં આસક્તિ અને મારાપણાની બુદ્ધિ અને વિકારો વગેરે કોલાહલ કરવાથી તારા આત્માને શું લાભ થવાનો છે? માત્ર અશુભ કર્મબંધનનો જ લાભ થશે અને તેથી તું દુર્ગતિ અને અનંત સંસાર તથા દુઃખને પામીશ. માટે એ કોલાહલથી તું વિરક્ત થા; અને એક ચૈતન્યમાત્ર વસ્તુને તેમાં લીન થઈ દેખ. તને તારા નિજ વૈભવની પ્રાપ્તિ થયા વગર રહેશે નહિ. ૭. જો આત્મા પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે, તેને ચિંતવે, પર્યાય તે સ્વરૂપમાં એકાકાર થાય તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય જ. પર વસ્તુ હોય તો તેની પ્રાપ્તિ ન થાય. પરંતુ પોતાનું સ્વરૂપ તો પોતાની સન્મુખ જ છે, કાંઈ દૂર નથી, તેથી તેની પ્રાપ્તિ થાય, અવશ્ય થાય જ. પરંતુ જીવ અનાદિકાળથી મોહને વશ થઈ તે સ્વરૂપને ભૂલી રહ્યો છે. જો તે ભૂલ સુધારે, સ્વરૂપ સન્મુખ થાય, જે ઉપયોગ અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પ્રવર્તતો હતો ત્યાંથી વાળી લઈને, માત્ર સ્વરૂપનું જ જ્ઞાન કરવા લાગે, તેમાં લીનતા કરે, અન્ય કોલાહલથી નિવૃત્તિ કરે તો અવશ્ય સ્વરૂપનું બીજા સર્વ પદાર્થોથી ભિન્ન ભાન થઈ, સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. ૮. પ્રયોજનભૂત કાર્ય કે પ્રવૃત્તિ એને કહેવાય કે જે કાર્યથી મોક્ષ પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ થાય. જે સંસારમાં પરિભ્રમણ કરાવે તે નિપ્રયોજનભૂત કાર્ય છે. ભેદજ્ઞાન એ પ્રયોજનભૂત કાર્ય છે. ૯. જે જ્ઞાન ઉપયોગ પરદ્રવ્યમાં પરિણમતો હતો, તેને હવે પોતાના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવે. અને પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન થઈ - તેમાં ઢળી જઈ તેનું જ જ્ઞાન કરવા લાગે તો અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત અનાકુળ કેવળ એક Page #27 -------------------------------------------------------------------------- ________________ આખાય વિશ્વની ઉપર જાણે કે તરતો હોય તેમ એક અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ કારણપરમાત્માને અનુભવે છે. એ અનુભવ ક્રમશઃ અંતે કાર્યપરમાત્મારૂપે પરિણમે છે. ૧૦. કારણપરમાત્મા એને કહેવાય કે જેમાં પરમાત્મા બનવાનું કારણ પડેલું છે. તે શુદ્ધ દ્રવ્ય છે અને પરિણામિક ભાવે છે. ત્રણે કાળ તે એવું ને એવું જ શુદ્ધ રહે છે. એવા શુદ્ધ દ્રવ્યનું આશ્રય જે પર્યાય કરે, તેને જ અવલંબે, ત્યારે પર્યાયમાં કાર્યશુદ્ધપરમાત્મા પ્રગટે. કાર્યપરમાત્મા એને કહેવાય કે જે પર્યાય કારણ પરમાત્મારૂપ શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને પોતાનામાં કાર્યપરમાત્મા પ્રગટાવે. જો વસ્તુમાં કારણ પડેલું હોય તો તે વસ્તુમાં કાર્ય પ્રગટે, કારણપરમાત્મા તે આપણો બધાયનો શુદ્ધાત્મા, શુદ્ધ દ્રવ્ય છે. તે પરમપરિણામિક ભાવરૂપે રહેલ છે. અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. આવી રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ કરી - એ સમ્યગ્દર્શનનું પ્રયોજનભૂત સાધન સમજીભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ અને પ્રયોગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સૌથી પ્રથમ તત્ત્વનો નિર્ણય થવો જોઈએ. “હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું, અને સર્વથા સર્વથી ભિન્ન છું”. આ નિર્ણયની સમ્યક શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. ૫. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન તે બાબત સાચી સમજ: ૧. મૂળમાં ભૂલ: વર્તમાનકાળમાં ધર્મ બાબત એક મોટી ગેરસમજણ ચાલી રહી છે. એ વાત જરા સમજીએ. સામાન્યપણે એવો ઉપદેશ કરવામાં આવે છે, “પહેલાં ચિત્તશુદ્ધિ હોય, શુભ રાગ હોય અને કષાયોનો મંદ ભાવ હોય તો જ અકષાય સ્વરૂપ આત્માનો અનુભવ થાય.” અથવા તો જદી જુદી જાતની પુણ્યની ક્રિયાઓ બતાવવામાં આવે - જીવને પુણ્ય ભાવનો મહિમા બતાવી તેમાં દોરવવામાં આવે અને પુણ્યરૂપી વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થશે. આ ઉપદેશ યથાર્થ નથી. ૨. હવે સમજવાની એ જરૂર છે કે આવા શુભભાવ જીવે અનંતવાર કર્યા છતાં તેની મુક્તિ કેમ ન થઈ ? શુભભાવના પરિણામથી એવું પુણ્ય બંધાય- જીવ નવમી રૈવેયક દેવગતિ અનંતવાર ભગવી આવ્યો છતાં સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. ૩. શ્રીમદ્ રાજચંદ્ર “યમ,નિયમ સંજમ આપ કીયો, નામના પદમાં જણાવે છે કે એવું બધું તો જીવે - અનંતવાર કર્યું તો મુક્તિ કેમ ન થઈ ? “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો” અબ ક્યોંન બિચારતા હૈમનસું, કછુ ઔર રહા ઉન સાધન સેં?' તો એનો વિચાર કરીએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વગર બધા ક્રિયાકાંડ એકડાં વગરના મીંડા જેવા છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૪. “સ મૂો ધો'' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન. શુભભાવ તે ધર્મનું કારણ છે એમ અજ્ઞાનીઓની મિથ્યા માન્યતા છે. શુભભાવ તો વિકાર છે. એ બંધનું કારણ છે. એ મુક્તિનું કારણ કેમ થઈ શકે ? એ ધર્મનું કારણ કેમ થઈ શકે ? સમ્યગ્દર્શન પોતે ધર્મ છે અને તે જ ધર્મનું મૂળ કારણ છે. સમ્યગ્દર્શનથી જ ધર્મની - જીવનમાં સુખની શરૂઆત થાય છે. શુભભાવ તે ધર્મનું કારણ નથી, પણ સમ્યક Page #28 -------------------------------------------------------------------------- ________________ સમજણ તે જ ધર્મનું પ્રથમ પગથિયું છે. કેવળજ્ઞાન દશા તે સંપૂર્ણ ધર્મ છે. શ્રદ્ધા ધર્મ પ્રગટ થયા પછી જ ચારેત્ર ધર્મ પ્રગટ થાય છે તેથી જ શ્રદ્ધારૂપી ધર્મ - સમ્યગ્દર્શન એ જ ધર્મનું પ્રથમ પગથિયું છે. ૫. હે જીવો ! જો તમે આત્મકલ્યાણ ચાહતા હો તે સ્વતઃ શુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મ સ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજાં જે કાંઈ છે તે સર્વની રુચિ, લક્ષ અને આશ્રય છોડો કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવામાં સમર્થ નથી. તમે તમારા સ્વાધીન સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રય વડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે હવે સર્વ પરદ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વદ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન તથા સ્થિરતા કરો. સ્વદ્રવ્યમાં બે પડખાં છે – એક તો ત્રિકાળી શુદ્ધ સ્વતઃ પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય પોતે અનિત્ય છે તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે. પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ, પરિપૂર્ણ છે અને વર્તમાને પણ તે પ્રકાશમાન છે. તેથી તેના આશ્રય – લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણ સ્વરૂપ છે. અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ ' કહે છે. માટે હે જીવો! તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે પણ કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૬. યથાર્થ વસ્તુ સ્વરૂપ ૧. ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે બધા સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે; પણ પોતાના સાચા સ્વરૂપની સમજણ ન હોવાને લીધે દુઃખ ભોગવે છે. ચાર ગતિના સંયોગ એ દુઃખનું કારણ નથી પણ બે સંયોગોમાં જે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ બુદ્ધિ કરી જીવ સ્વયં એમાં ઈષ્ટઅનિષ્ટપણું માનીને રાગ-દ્વેષાદિ પરિણામો પોતાની પર્યાયમાં કરે છે અને એ દુઃખનું કારણ છે. ભગવંતોએ દુઃખના મુખ્ય ત્રણ કારણો બતાવ્યા છે. (૧) અજ્ઞાનતા (૨) મિથ્યાત્વ (૩) અસંયમ. નિશ્ચય સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ સુખનું કારણ છે. ૨. મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રને વશ થઈને આ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરી અનંત દુઃખ ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને પછી રાગાદિનો અભાવ ન કરે ત્યાં સુધી સુખ, શાંતિ, શાતા ન અનુભવાય. ૩. આત્મહિત માટે પ્રથમ આ ચારનું શ્રદ્ધાન જરૂરી છે. (અ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની યથાર્થ સમજણ અને પ્રતીતિ. (બ) જીવાદિ સાત તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન. (ક) સ્વ-પરના ભેદનું શ્રદ્ધાન. (ડ) નિજ શુદ્ધ આત્માનું યથાર્થ શ્રદ્ધાન. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ ચાર લક્ષણોના અવિનાભાવ સહિતની સમ્યક શ્રદ્ધા એટલે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટાવ્યા વગર ધર્મની કે સુખની શરૂઆત થતી નથી. ૪. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર-કુધર્મની પુજા-સેવા-વિનય-શ્રદ્ધા કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના મિથ્યાત્વાદિના મહાન દોષની પોષણ કરનારી હોવાથી દુઃખદાયક છે, અનંત સંસારપરિભ્રમણનું કારણ છે. જે જીવ તેનું સેવન કરે છે, તેને કર્તવ્ય સમજે છે તે દુર્લભ મનુષ્યભવનો નાશ કરે છે. ૫. સાત તત્વોની વિપરીત શ્રદ્ધા કરવી તે મિથ્યાદર્શન છે. શરીરાદિ પર પદાર્થ અજીવ છે, પોતે જીવ ચૈતન્ય સ્વરૂપ છે. પર પદાર્થોની ક્રિયા હું કરી શકું, પર મને લાભ-નુકસાન કરી શકે, હું પરનું શુભ કરી શકું એવો જે સત-અસત્નો યથાર્થ વિવેક નથી એ મિથ્યાશ્રદ્ધાન છે જે જીવના દુઃખનું કારણ છે. ૬. આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન અને આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન તે નિશ્ચય સમ્યજ્ઞાન અને પરદ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સચ્ચારિત્ર છે. ૭. જેવું અરિહંત ભગવંતોએ અને જ્ઞાનીઓએ આત્માનું સ્વરૂપ જાણી, અનુભવી, બતાવ્યું છે એવું જ નિજ ભગવાન આત્માનું સ્વરૂપ જાણી, માની, તેમાં રમણતા કરવી તેને નિજ આત્માનું યથાર્થ શ્રદ્ધાન કહેવામાં આવે છે. હવે અગૃહીત મિથ્યાદર્શન જીવને અનાદિકાળથી છે અને આ ભવમાં જે સંયોગો પ્રાપ્ત થયા તેમાં પાંચ પ્રકારની એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, યત્વ બુદ્ધિ કરી તેણે નવું ગૃહીત મિથ્યાત્વ પુષ્ટ કર્યું. માટે જીવો સારી રીતે સાવધાન થઈને ગૃહીત અને અંગૃહીત બન્ને પ્રકારના મિથ્યાભાવો છોડવા યોગ્ય છે. ૯. આત્માનું કલ્યાણ સુખ પ્રાપ્ત કરવામાં છે. આકુળતા(ચિંતા-કલેશ)નું મટી જવું તે સાચા સુખની સ્થિતિ છે. મોક્ષ જ સુખરૂપ છે. એટલા માટે દરેક આત્મહિતેચ્છુએ નિશ્ચય સમદર્શન-જ્ઞાન ચારિત્ર એ ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ૧૦. તે માટે નિયમિત સત્સંગ, સ્વાધ્યાય, તત્ત્વચર્ચા, યથાર્થ જિનવાણીનું શ્રવણ, સત્સમાગમ, આત્મવિચાર કરવા જરૂરી છે. ૭. જીવની અનાદિની સાત ભૂલોઃ ૧. “શરીર તે હું છું” એમ જીવ અનાદિથી માની રહ્યો છે, તેથી હું તેને હલાવી-ચલાવી શકું, શરીરના કાર્યો હું કરી શકું, શરીર સારું હોય તો મને લાભ થાય એ વગેરે પ્રકારે તે શરીરને પોતાનું માને છે; આ મહા ભ્રમ છે. આ જીવ તત્ત્વની ભૂલ છે એટલે કે જીવને તે અજીવ માને છે. ૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે માને છે. તેમાં અજીવને જીવ માને છે. આ અજીવ તત્ત્વની ભૂલ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩. મિથ્યાત્વ-રાગાદિ પ્રગટ દુઃખ દેનારા છે, છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસવ તત્ત્વની ભૂલ છે. ૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે, પણ તત્ત્વ દષ્ટિએ તે બન્ને નુકસાનકારક છે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. એમ ૫. સમ્યાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવા છે - એમ માને છે તે સંવર તત્ત્વની ભૂલ છે. ૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતા, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઇચ્છાઓ કર્યા કરે છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. ૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે, અને તે જ ખરું સુખ છે - એમ ન માનતા, બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે તે મોક્ષ તત્ત્વની ભૂલ છે. આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે; એટલે કે ચાર ગતિમાં પરિભ્રમણ કરી દુઃખ ભોગવે છે. આ ગતિઓમાં સૌથી હલકામાં હલકી ગતિ નિગોદ-એકેન્દ્રિયની છે, સંસારદશામાં વધારેમાં વધારે કાળ જીવ તેમાં કાઢે છે અને તે અનેક દુઃખનું કારણ છે. ૮. મિથ્યાત્વનું મહા પાપ ઃ જીવની અનાદિની ભૂલોનું - એ બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ થાય, પરથી મને નુકસાન થાય એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે; તે મહાપાપને શાસ્ત્રીય ભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે, પણ તેનું મૂળિયું મિથ્યાદર્શનરૂપ મહાપાપ છે તેને તેઓ ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી ? હવે વસ્તુસ્વરૂપ કહો કે જૈન દર્શન કહો, તે બન્ને એક જ છે. તેનો વિધિ એવો છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવે છે. માટે મહા પાપ શું અને નાનું પાપ શું તે પ્રથમ સમજવાની ખાસ જરૂર છે. (૧) જુગાર (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) પરનારીનો સંગ અને (૭) ચોરી - એ સાત જગતમાં મોટા વ્યસનો ગણાય છે, પણ એ સાતે વ્યસનો કરતાં મિથ્યાત્વ તે મહા પાપ છે, તેથી તે પ્રથમ છોડાવવાનો જૈન ધર્મનો ઉપદેશ છે. મિથ્યાત્વના યથાર્થ સ્વરૂપથી અજાણ ‘પુણ્ય’ ને ધર્મમાં સહાયક માની એના ઉપદેશની મુખ્યતા કરવાથી જીવો ધર્મને નામે મહા મિથ્યાત્વરૂપી પાપને અવ્યક્ત રીતે પોષે છે. આ ભૂલ જીવ ટાળી શકે એ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગનો ક્રમ બરાબર સમજી તે પ્રમાણે ધર્મ પ્રગટ કરવો Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જોઈએ. શુભભાવથી - પુણ્યથી ધર્મ થાય અને આત્માનું હિત થાય એમ માનવું તે મિથ્યાત્વરૂપી મહા પાપ છે. પ્રથમ મિથ્યાત્વ ટળવો જોઈએ. ૯. ધર્મ પામવાનો સમય : જીવને ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું છે; તેથી જો જીવ ધર્મ સમજવાની શરૂઆત કરે તો તે કાયમને માટે દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્યભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અગર તો ધર્મના નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરી કુદેવ-કુગુરુકુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે; અથવા તો બધા ધર્મો એક છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને વિશાળ બુદ્ધિ માનીને અભિમાન સેવે છે, કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી, તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો મોટામાં મોટો કાળ નિગોદ - એકેન્દ્રિયપણામાં કાઢે છે અને અનંત દુઃખ ભોગવે છે. હવે જ્યારે બધી બાજુથી આ અવસર આવ્યો છે, કોઈ એવા મહા પુણ્યના ઉદયથી મનુષ્યપણુંભરતક્ષેત્ર-આર્યભૂમિ-ગુંદકુંદ જેવા પ્રખર આચાર્યોના પરમાગમ - અક્ષરોઅક્ષર અને તેમનો બધી બાજુએથી સ્પષ્ટ સમજણ આપનાર જ્ઞાની ગુરુઓનો ભેટો થવો એ કાંઈ આશ્ચર્યકારક નથી શું ? અને હવે વધારામાં જીવને એ ધર્મ પામવાની સાચી રુચિ ઉપડી છે અને એ આ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવા તૈય ૨ થયો છે એ ખરેખર જીવનની મહા ઘટના ગણાવી જોઈએ. આચાર્યોએ તો ત્યાં સુધી કહ્યું છે કે આવી સ્વરૂપની વાત જે જીવો પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે નિકટભવી જીવ છે - તે નજીકના ભાવિમાં મોક્ષ પામનાર છે. ફરીથી, બધી બાજુએથી, ધર્મ પામવાનો કાળ પાક્યો છે, અવસર આવ્યો છે તો આ સ્વરૂપ સમજવાની તક ગુમાવવા જેવી નથી. ૧૦ મુમુક્ષુ જીવોને ભલામણ : મુમુક્ષુએ સત્શાસ્ત્રોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરવો; કેમ કે સશાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ તે મ્યગ્દર્શનનું કારણ છે; આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ લક્ષમાં રાખવી. ૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૨. સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચા વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે હોય નહિ કેમ કે તે ક્રિયા પ્રથમ પાંચમે ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. ૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની એ બન્નેને થાય છે. પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે અને જ્ઞાનીને બુદ્ધિમાં તે હેય હોવાથી તેનાથી કદી ધર્મ ન થાય એમ તે માને છે. ૪. આ ઉપરથી ધર્મીને શુભભાવ હોતો જ નથી એમ સમજવું નહિ, પણ શુભભાવને ધર્મ કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ તે માનતો નથી - કેમ કે અનંત વીતરાગોએ તેને વિકાર હોવાથી બંધનું કારણ કહ્યું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૫. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, લાભનુકસાન કરી શકે નહિ, પ્રભાવ પાડી શકે નહિ, અસર, મદદ કે ઉપકાર કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. ૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થવું. ૭. પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ, વાંચન-મનન, જ્ઞાની પુરુષોનો ધર્મોપદેશ સાંભળવા, નિરંતર તેમના સમાગમમાં રહેવું, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે; પરંતુ પહેલે ગુણસ્થાને સાચા વ્રત, તપ વગેરે હોતા નથી. ૮. ઉપલક દૃષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ છે ઃ (૧) આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું નુકસાન થવા સંભવ છે. (૨) હાલ લોકો જે કાંઈ વ્રત, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ ક્રિયા કરે છે તે છોડી દેશે. તેનો ખુલાસો આ પ્રકારે છે : ‘સત્યથી કોઈપણ જીવને નુકસાન થાય એમ કહેવું તે ભૂલ ભરેલું છે અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ થાય એમ માનવા બરાબર થાય છે. સત્ સાંભળવાથી કે વાંચવાથી જીવોને કદી નુકસાન થાય જ નહિ અને વ્રત-પચ્ચક્ખાણ કરનારોઓ જ્ઞાની છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય તો તેને સાચા વ્રતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન જ નથી. જો વ્રત કરનારા જ્ઞાની હશે. તો છદ્મસ્થદશામાં તે વ્રત છોડી અશુભમાં જશે તેમ માનવું ન્યાય વિરુદ્ધ છે. પરંતુ એમ બને કે તે ક્રમે ક્રમે શુભભાવને ટાળી શુદ્ધતાને વધારે. પણ તે તો લાભનું કારણ છે, નુકસાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને નુકસાન થાય નહિ.’ આ કથનનું ખાસ મનન કરવાની જરૂર છે. આ રીતે સમ્યગ્દર્શન-ભૂમિકાનું અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કર્યા બાદ વિસ્તારથી વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. જે જીવ મોક્ષની પ્રાપ્તિ માટે આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ રત્નત્રયને ધારણ કરે છે અને કરશે તે મોક્ષ પામે છે અને પામશે. હવે જો શાંતિની(આત્મહિતની) ઇચ્છા હોય તો સર્વ પ્રકારના આગ્રહ છોડી આત્માનું કર્તવ્ય સમજી દરેક જીવે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ સમ્યગ્દર્શન - અભ્યાસ ૧. નવેસરથી શરૂઆત - ચાલો એકડો ફરીથી ઘૂંટીએ? ૧. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વાનુભૂતિ જ - આત્માનુભૂતિનું - પ્રથમ પગથિયું છે. ધર્મનો એકડો છે, શાશ્વત સુખ મેળવવાનો એક માત્ર ઉપાય છે. એ સિવાય ગમે તેટલાં વ્રત-તપ, પૂજા-ભક્તિ, દયા-દાન કે શાસ્ત્રાભ્યાસ કરે તે સમ્યક નામને પ્રાપ્ત થતાં નથી. એ બધું એકડો શીખતા બાળકના લીટોડા બરાબર છે. ૨. “ખબર પોતા વિના, ખોટ ભાંગે નહિ; નીર આવે નહિ કુંભ કાશે.” “પોતે પોતાને જાણયા વિના બાકી બધું મુસાભાઈના વાને પાણી જેવું.” આત્મતત્વચિંતવ્યા વિના, સાધના સર્વ જુઠ્ઠી.” ૩. પણ પોતે કોણ છે? કેવો અને કેવડો છે? પોતે પોતાથી જ કેમ રિસાઈ ગયો છે? અને એને મનાવીને કેમ મેળવી શકાય? તે વાત સર્વજ્ઞ વીતરાગી દેવો સિવાય બીજું કોઈ સંપૂર્ણ જાણતું નથી. વીતરાગ માર્ગ વિના જીવ બીજી કોઈ રીતે પોતાને મેળવવા મથે તો પણ તે મળી શકે તેમ નથી. ૪. “હું કોણ છું? ક્યાંથી થયો? શું છે સ્વરૂપ મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો ક્ય; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” ૫. સર્વજ્ઞદેવોએ દર્શાવેલ જીવનું સ્વરૂપ શું છે? તે સ્વરૂપથી વિરૂપ કેમ થયો છે? અને કેમ કરતાં ફરી સ્વરૂપદશા સાધે, તે જાણી, તેમાં એકાગ્ર થાય, તેની પ્રતીતિ આવે ત્યારે સાચી સમજણ થાય. જ્ઞાનથી પોતે જેવો અને જેવડો જાણ્યો તેવો અને તેટલો શ્રદ્ધામાં - પ્રતીતમાં - દશનમાં ભાસે ત્યારે પોતે પોતાને પામ્યો કહેવાય. જ્ઞાન-દર્શન પર્યાયની એકતા સાધી ધુવ દ્રવ્યને ભજે - ચમે - સ્પર્શે, તેની સાથે તાદાત્મ અનુભવે તે સમકિત છે - સમ્યગ્દર્શન છે - સ્વાનુભૂતિ છે. ‘રસ સ્વાદત સુખ ઉપજે- એનું નામ અનુભવ. ६. "वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नम ॥" “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” ૭. વીતરાગ પ્રણિત શાસ્ત્રો અને સ્વાનુભવ દ્વારા સમ્યગ્દર્શનનું માહાત્મ, તેનું સ્વરૂપ અને તેને પ્રાપ્ત કરવાની વિધિ, પિતા-પુત્રને, ગુરુ - શિષ્યને, ભગવાન - ભક્તને સમજાવે તે કરુણા રાાથે જ્ઞાનીઓએ કોઈ દિવસ નહિ સાંભળેલ વિષયો જેવા કે ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, કમબદ્ધ પર્યાય, દ્રવ્યની સ્વતંત્રતા વગેરે વિષયોનો અભ્યાસ સમ્યગ્દર્શનને સમજવાના વિસ્તાર અર્થ જ છે. ૮. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ અનેક શાસ્ત્રોના સારને સમાવતું નિશ્ચય અને વ્યવહાર ધર્મનું સ્વરૂપ એક વાક્યમાં સ્પષ્ટ કરી મુમુક્ષુઓના સંશયોનું નિરાકરણ કર્યું છે. “જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તેઓ નિશ્ચયાભાસી છે, અને આ વ્યવહારને ધર્મ માને તે વ્યવહારાભાસી છે.'જ્યાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુધી નિશ્ચય-વ્યવહારનું સાચું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થવું મુશ્કેલ છે. ૯. પણ આ જીવ અકોણો અને અળવીતરો છે. જ્ઞાનીઓ એ જાણે છે. નહિતર અનાદિની રખડપટ્ટીમાં એ જ્ઞાન ના પરિચયમાં નથી આવ્યો એમ તો નથી. ખુદતીર્થકર ભગવંતોના સમવસરણમાં જઈ ભક્તિ-પૂજા પણ કરી આવ્યો છે, છતાં હજી સુધી કોરો ધાકોર રહી ખોટા રૂપિયાની જેમ પાછો ફર્યો છે. પરત્ર અને પરભાવને છોડી શકતો નથી અને સ્વદ્રવ્ય અને સ્વભાવને ગ્રહણ કરી શકતો નથી. ૧૦. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે “પ્રભુ તારી શુદ્ધતાની તો શી વાત ! તારી શુદ્ધતા તો બડી, તારી અશુદ્ધતા ય બડી. કેવળી સમીપે જઈને પણ તે તારી ઊંધાઈ છોડી નહિ.” પૂજ્ય ગુરુદેવ કહેતા “આ જીવ સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થઈ જાય એ ઉધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે પહોંચી જાય.” શ્રીમદ્રાજચંદ્ર પણ આ મતલબનું કહી ગયા છે, “પ્રભુ! તું સર્વગુણ સંપન્ન દ) પણ તારા અપલખણનો પાર નથી.' તેઓશ્રી સુત્રાત્મક રીતે આ અપલખાણ ટાળવાનો ઈલાજ બતાવે છે: “રોકે જીવ સ્વચ્છંદતો પામે અવશ્ય મોક્ષ.” ૧૧. સમ્યગ્દનનું સ્વરૂપ, તેનું માહાત્મ અને તે પ્રાપ્ત કરવાની રીતને નજર સમક્ષ રાખી જ્ઞાનીઓની અમૃતવાણીનું સંકલન કરી ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન છે. ૧૨. હવે જ્યારે બધી જ રીતે અવસર આવ્યો છે, જે કાંઈ જોઈએ તે બધું દુર્લભ સહજ રીતે મળી ગયું છે, આ ભરતક્ષેત્રમાં દુર્લભ મનુષ્ય દેહ, પૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને વિકસીત મન, તોલ-મોલ કરી શકે તેવી બુદ્ધિ-શક્તિ એટલે કે મતિ-શ્રુતજ્ઞાનનો ઉઘાડ, જિનેન્દ્ર ભગવાનનો વીતરાગ માર્ગ જેવો ચોથા આરામાં પ્રવર્તતો હતો એવો અને અત્યારે મહાવિદેહમાં સીમંધર અને બીજા તીર્થકરો દ્વારા જેની પ્રરૂપણા કરવામાં આવે છે, વધારામાં પૂજ્ય ગુરુદેવની સરળ, સોસરી ઉતરી જાય તેવી વાણી - આ બધું મળ્યું છે ત્યારે ચાલો, આપણે મિથ્યા આગ્રહ અને સ્વચ્છંદ છોડી, ગુરુ આજ્ઞા પ્રમાણે રહી, ફરી ધર્મનો એકડો ઘૂંટવા કટીબદ્ધ થઈએ. 2. જિનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભવ્યો સાંભળો! ૧. સૂત્રો, ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતના સદાચરણો, તપશ્ચર્યા આદિ જે જે સાધન , જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યા છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, પ્રાપ્ત કરવા માટે કહ્યા છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, પ્રાપ્ત કરવા માટે, આત્માને અર્થે થાય તો સફળ છે, નહિ તો નિષ્ફળ છે; જો કે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહિ. ૨. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” પરમ વંદરૂપી સદ્ગુરુ મળે અને જ્ઞાનીની સાચી ઓળખાણ થતાં, એમના ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે, તેમની આજ્ઞા પ્રમાણે સાધના થાય, ત્યારે એ ભ્રાંતિ-ભ્રમણા મિથ્યાત્વ નામનો રોગ જાય. પણ તે દવા અંતરમાં ન ઉતારે, તો તેનો કોઈ કાળે રોગ જાય નહિ. જીવ ખરેખરું સાધન Page #35 -------------------------------------------------------------------------- ________________ કરતો નથી. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખો તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યકત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણોરૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યકત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતર પરિણામ કરે, તો સમ્યત્વનો માર્ગ આવે, ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્ય ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” ૩. જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાને જીવને જ્યારે જગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી. આજે પણ એ જ અભિગમ ઊભો છે. ૪. વિચાર વિના જ્ઞાન નહિ. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહિ, સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. ૫. જીવ પહેલાં ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત્ પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. ૬. મિથ્યાત્વ પ્રકૃત્તિ ખપાવ્યા વિના સમ્યકત્વ આવે નહિ. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભૂત વર્તે. એ ચોથું ગુણસ્થાનક છે. ત્યાંથી પાંચમે, છઠે, સાતમે, આઠમે જઈ શ્રેણી માંડી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. આપણી પાસે ભરત ચક્રવર્તીનો દાખલો છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૭. સમકિતી એટલે મિથ્યાત્વ મુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુત્ત, અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત.. ૮. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃત્તિ છે. માન આવે એટલે સાતેય આવે, તેમાં અનંતાનુબંધીની ચાર પ્રકૃત્તિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રથિમાંથી નીકળવા દે નહિ. મિથ્યાત્વ રખેવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે. મિથ્યાત્વનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું છે. સાત પ્રકૃત્તિનો ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમકિત મોહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે. સપુરુષ મળે જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે “મિથ્યાત્વ મોહનીય'. ઉન્માર્ગથી મોક્ષ થાય નહિ માટે માર્ગ બીજો કોઈ હોવો જોઈએ એવો જે ભાવ તે “મિશ્ર મોહનીય'. આત્મ આ હશે?' તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય'. આત્મા આ છે' એવો નિશ્ચય ભાવ તે સમ્યકત્વ. ૯. “જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ‘ચારિત્ર' એટલે આત્મસ્થિર થાય તે. ૧૦. ચૌદગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે અને ચૌદે પહલ પાડતા છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. ૧૧. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, બાવવું. નિર્મળ, અત્યંત નર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે આત્મા છે'. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મ' છે. ઉપયોગમય “આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ “આત્મા છે. ૧૨. “આત્મ છે” આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અવિનાશી હોવાથી આત્મા નિત્ય છે. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ‘ભોક્તા છે'. ભાન થયે ‘સ્વભાવ પરિણામી છે.” આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે : ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” સર્વથા સ્વભાવ પરિણામ તે “મોક્ષ છે', વળી આગળ કહ્યું છે : “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” સદ્ગુરુ, સત્સંગ, સલ્લાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેના ‘સાધન છે. આત્માના અસ્તિત્ત્વથી માંડી નિર્વાણ સુધીના આ છ પદ સાચા છે, અત્યંત સાચા છે. કેમ કે એવું જ પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. ૧૩. નિજ સ્વભાવમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન’ છે. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ તે કેવળજ્ઞાન.” તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિક સમ્યકત્વ' કહીએ છીએ. કવચિત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મંદ, કવચિત તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી, તેને ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ’ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને ‘વેદક સમ્યક્ત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી અહં-મમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે ‘સ્વભાવ સ્થિતિ’ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે ‘કેવળજ્ઞાન’ છે. ૧૪. જ્ઞાન જીવનું રૂપી માટે તે અરૂપી છે, તે જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે ત્યાં સુધી તેને ‘અજ્ઞાન’ કહેવાય. આંટી પડવાથી ગૂંચવાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચવાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે, છતાં આંટીની અપેક્ષાએ ગૂંચવાયેલું સૂત્ર અને વગર ગૂંચવાયેલું સૂત્ર એમ કહેવાય છે. તેમ મિથ્યાજ્ઞાન તે ‘અજ્ઞાન’ અને સમ્યજ્ઞાન તે ‘જ્ઞાન’ એમ પરિભાષા કરી છે. પણ મિથ્યાજ્ઞાન તે જડ અને સમ્યજ્ઞાન તે ચેતન એમ નથી. મિથ્યાજ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ થાય. ''. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દસ ગાઉ ઉપર એક ગામ છે. ત્યાં જવાને અર્થે નોકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ બાજુ જાય તો તે ગામ ન આવે પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળ્યે સમજવાથી પૂર્વ પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી ર્વ તરફ ચાલવા લાગે છે. તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળ્યે બન્ને જુદા છે એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમ નિવૃત્ત થવાથી દેહ અને આત્મા ભિન્ન ભાસે છે. અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યક્ષણાને ભજે છે. ૧૫. અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહિ, કારણકે પુરુષાર્થનું બળ કર્મો કરતા વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! કુમ્યગ્દષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. ઘાસની ગંજી બાળવા એક ચિનગારી પૂરતી છે. ૧૬. ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલા પુસ્તકથી જ્ઞાન થાય નહિ. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત ન થાય, ચૈતન્યપણું અનુભવગોચર ન થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થ ય. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૭. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાએ વચન સાંભળવા; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવા, તો સમકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી વર્તે એવા જીવો હાલે ઓછા હોય, કાળ વિકરાળ છે. લોકો અવળે માર્ગે ચડી ગયા છે અને તેનું મનુષ્યપણું લૂંટાઈ રહ્યું છે. એટલે જીવ માર્ગમાં કેમ આવે ? એવા નામધારી ગુરુઓને પણ માર્ગને ખબર નથી. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે? જેની ગ્રંથી દૂદાઈ તેને સહજ સમાધિ થાય કેમ કે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને ત્યાંથી બીજા ગુણો પ્રગટે જ. બહુ સમજણપૂર્વક અને સાવધાનીપૂર્વક ચાલવાનો માર્ગ છે. ૧૮. આજ સુધી અસ્તિત્ત્વ ભાસ્યું નથી. અસ્તિત્ત્વ ભાસવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્ત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃત્તિ જોર આપતી નથી. એક વખત સમત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્ત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્ત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ બોલવામાત્ર છે. કારણ કે ખરેખર અસ્તિત્ત્વ ભાસ્યું જ નથી. ૧૯. શાસ્ત્રમાં આવે છે કે “જ્ઞાન એ જ આત્મા’ તો પછી આ બધા અભ્યાસની શું જરૂર છે? ‘જ્ઞાન એ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન આવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ અને શાસ્ત્રવચન આદિસમદષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થયાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય કરવો.” એમ શાસ્ત્રમાં સમ્યક વનો ઉપાય બતાવ્યો છે. યથાર્થ તત્ત્વનિર્ણય એ પ્રથમ વાત છે. હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાસ્ત્રાદિ સેવવા જોઈએ. ૨૦. આત્માના યથાર્થ લક્ષથી જ સમ્યકત્વ થાય. સમ્યકત્વના બે પ્રકાર છે. ૧) વ્યવહાર ૨) નિશ્ચય (પરમાર્થ) સદગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે ‘વ્યવહાર સમ્યક વ’ કહેવાય. હવે એ બધા વિકલ્પોને છોડી, આત્માની ઓળખાણ કરી તેનો અનુભવ કરવો તે ‘પમાર્થ સમ્યકત્વ' છે. અને એનું જ મહત્ત્વ છે. ‘આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ, આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન” એ બધા એકાર્ણવાચી શબ્દો છે. એ જ અભ્યાસ જીવનું પ્રયોજન છે. જિનાગમના અભ્યાસની પ્રેરણા (પં. ટોડરમલ કૃત ગોમટસાર - ટીકાની પ્રસ્તાવનામાંથી) જુઓ ! શાસ્ત્ર અભ્યાસનો મહિમા, કે જેના હોવાથી પરંપરા આત્મ-અનુભવદશાની પ્રાપ્તિ થાય છે, મોક્ષમાર્ગરૂપ ફળ પ્રાપ્ત થાય છે. એ તો દૂર રહો, પરંતુ તત્કાળ આટલા ગુણો પ્રગટ થાય છે. ૧) કે ધાદિ કષાયોની તો મંદતા થાય છે. ૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ અટકે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૩) અતિ ચંચળ મન પણ એકાગ્ર થાય છે. ૪) હિંસા આદિ પાંચ પાપ થતાં નથી. ૫) અલ્પજ્ઞાન હોવા છતાં પણ ત્રણ લોકના ત્રણ કાળ સંબંધી ચરાચર પદાર્થોનું જાણવું થાય છે. ૬) હેય-ઉપાદેયની ઓળખાણ થાય છે ૭) આત્મજ્ઞાનની સન્મુખતા થાય છે. ૮) અધિક-અધિક જ્ઞાન થતાં આનંદ ઉત્પન્ન થાય છે. આકુળતા-વ્યાકુળતા ઓછી થાય છે. ૯) લોકમાં મહિમા - યશ વિશેષ થાય છે. ૧૦) સાતિશય પુણ્યનો બંધ થાય છે. ઇત્યાદિ ગુણો શાસ્ત્ર અભ્યાસ કરવાથી તત્કાળ જ ઉત્પન્ન થાય છે. માટે શાસ્ત્ર અભ્યાસ અવશ્ય કરવો. શાસ્ત્ર અભ્યાસ કરવાનો અવસર મળવો મહા દુર્લભ છે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી પર્યત જીવોને તો મન નથી. નારકી વેદનાથી પિડિત છે. તિર્યંચ વિવેક રહિત છે. દેવ વિષયાસક્ત છે. મનુષ્ય પર્યાય મળવા છતાં ઉત્તમ યોગની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. હે ભવ્યો! તમને તમારા હિતને માટે પ્રેરણા કરીએ છીએ કે જે રીતે બને એ રીતે જિનાગમનો અભ્યાસ કરો, અન્ય જીવોને આ શાસ્ત્રનો અભ્યાસ કરાવો તથા જે જીવ શાસ્ત્ર અભ્યાસ કરે તેની અનુમોદના કરો. દર્શન પ્રાભૃતઃ પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને; સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કાર્ગે સૂણી દર્શનરહિત ન વંદ્ય છે. દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રબ્રણ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. સમ્યકત્વરત્નવિહીત જાણે શાસ્ત્ર બહુવિધને ભલે; પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. સમ્યકત્વ વિણ જીવો ભલે ત૫ ઉગ્ર સુષુ આચરે; પણ લક્ષ કોટિ વર્ષમાં યે બોધિલાભ નહીં લહે. સમ્યકત્વદર્શન-જ્ઞાન બળ-વર્ષે અહો! વધતા રહે; તે અલ્પકાળે કલેશ-મળ-અધ ટાળી વરજ્ઞાની બને. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સમ્યકત્વનીર પ્રવાહ જેના હૃદયમાં નિત્ય વહે; તસ બદ્ધ કર્મો વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭ દભ્રષ્ટ, શાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે; તે બ્રણથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ને ધર્મશીલ સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે; . તેના ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. જ્યમાં મુળ નાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં; જિનદર્શનાત્મક મૂળ હોય વિનિટ તો સિદ્ધિ નહીં. જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે; ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસનને. દભ્રષ્ટ જે નિજ પાય પાડે દૃટિના ધરનારને; તે થાય મૂંગા, ખંડભાષી, બોધિદુર્લભ તેમને. વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે; તેનેય બોધિ અભાવ છે, પાપાનુમોદન હોઈને. જ્યાં જ્ઞાનને સંયમ ત્રિયોગે, ઉભયપરિગ્રહ ત્યાગ છે; જે શુદ્ધ સ્થિતિ ભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪ સમ્યકત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે; ને સી પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. અશ્રેય-શ્રેય સુજાણ, છોડી કુશીલ ધારે શીલને તે શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી; છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખ વિનાશિની. છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે; ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. પંચાસ્તિકાય, છ દ્રવ્યને નવ અર્થ, તવો સાત છે; શ્રધ્ધ સ્વરૂપો તેમના, જાણો સુદષ્ટિ તેહને. જીવાદિના શ્રદ્ધાનને સમત્વ ભાખ્યું છે જિને; વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦ એ જિનકથિત દર્શન રતનને ભાવથી ધારો તમે; ગુણ રત્નત્રયમાં સારને જે પ્રથમ શિવસોપાન છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું; સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. દગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિક જે; તે જીવ વંદન યોગ્ય છે, ગુણધર તણા ગુણવાદી જે. જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે; સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદષ્ટિ છે. જે અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને; મિથ્યાભિમાન કરે અરે ! તે જીવ દષ્ટિવિહીન છે.. વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે; બન્ને સમાનપણું ધરે, એકે ન સંયમવંત છે. નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી; ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. સમ્યકત્વસંયુત શુદ્ધભાવે વંદુ છું મુનિરાજને; તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે; બહુજીવહિતક સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. સંયમ થકી વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે; એ ચાર કેરા યોગથી મુક્તિ કહી જિનશાસને. રે! જ્ઞાન નરને સાર છે, સમ્યકત્વનરને સાર છે; સમ્યક્ત્વથી ચારિત્રને ચારિત્રથી મુક્તિ લહે. દગ-જ્ઞાનથી સમ્યકત્વયુક્ત ચારિત્રથી ને તપ થકી; એ ચારના યોગે જીવી સિદ્ધિ વરે, શંકા નથી. કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સમ્યકત્વરત્ન પુજાય છે. રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વેન જીવ પામીને; સંપ્રાપ્ત કરી સમ્યકત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪ ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે; જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫ દ્વાદશા તપે સંયુક્ત નિજ કર્મો ખપાવી વિધિબળે; વ્યત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જૈન શાસનમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે “હંસા મૂતો પો' કહીને ધર્મનો મહાન મંત્ર આપ્યો છે. એવા સમ્યકત્વના મહિમાથી ભરપૂર દર્શનપ્રાભૂતની આ ગાથાઓ છે. સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે મોક્ષનું દ્વાર છે, તેના વડે જ મોક્ષનો માર્ગ ઉઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું પહેલું કામ છે. એક ફણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાયો કરતાં પણ એટલા કર્મો તૂટતા નથી. આમ સત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા! Page #43 -------------------------------------------------------------------------- ________________ સન સચચ્ચારિત્ર સભાની સમ્યગ્દર્શન (૪). સાત તત્ત્વ અથવા નવપદાર્થની સાચી શ્રદ્ધા સવ, ર જાની (પાંચ પોષવી સારીમતી સપનું છેદ જ્ઞાન આપણી ગણાશ્રદ્ધા સ્વનું યથાર્થ શ્રદ્ધાન આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ સાતતત્વ અથવા નગપાળ, જીવ અજીવ આસ્રવ પુણ્ય પાપા બા સંવર નિર્જરા મોક્ષ. સંસારી રા સંસારી જીવના ભાવ પશમિક લાયોપથમિક સાયિક माथि પારિણામિક Page #44 -------------------------------------------------------------------------- ________________ સંસારી આવક મારણા સ્થાન ૧) ગતિ ૮) સંયમ ૨) ઇન્દ્રિય ૯) દર્શન ૩) કાય ૧૦)હૈયા જોયોગ પોવેદ 9) કષાય ૧૧) ધ્યવ્યત્વ ૧૨)સમ્યકત્વ ૧૩) સંજ્ઞિત્વ જીવના ગુણસ્થાનક ૭) જ્ઞાના ૧૪) આહાર ૧) મિથ્યાત્વ ૨) સાસાદન ૩) મિશ્ર ૪) અવિરત સમ્યગ્દષ્ટિ પોશ હિત ૬) પ્રમત્તવિરત ૭) અપ્રમત્ત વિરતા (મુનિપણું). ૮) અપૂર્વકરણ ૯) અતિવૃષ્ટિકરણ ૧૦) સામ સામ્પાય ૧૧) ઉપશાન્ત મોહ ૧૫)પીણમોલ ૧૩) સયોગી કેવળી ૧૪) અયોગી કેવળી વ. પુદ્ગલ (કર્મ) મત્રવ્ય 3) આકાશ કાળ જ્ઞાનાવરણીય અંતરાય વેદનીય દર્શનાવરણીય (૧ થી ૪ઘાતિ) ગોત્ર આયુષ્ય (૫થી ૮અઘાતિ) મોહનીય નિમનીય દર્શન મોહનીયા ચારિત્રમોહનીય Page #45 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ એકાંતિક પ્રકૃત્તિ સવિપાક નિર્જરા અવરતિ વિપરીત બહિરાત્મા પ્રદેશ અવિપાક નિર્જરા આય THIS મિથ્યાત્વ સાંશયિક બંધ નિર્જરા + આત્મા અંતરાત્મા સ્થિતિ અકામ નિર્જરા કાય અજ્ઞાનિક પરમાત્મા + યાત્ર જૈનચિક અનુભાગ સકામ નિર્જરા Page #46 -------------------------------------------------------------------------- ________________ 3 સમ્યગ્દર્શન - વિષયોની રૂપરેખા સૂત્ર ૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્વારિત્રની એકતાથી મોક્ષમાર્ગ બને છે. અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ આવશ્યક છે. ૧. જૈન દર્શનનું સમ્યક સ્વરૂપ. ૨. વિશ્વ વવસ્થા (છ દ્રવ્ય). ૩. વસ્તુ વ્યવસ્થા (દ્રવ્ય-ગુણ-પર્યાય). ૪. ક્રમબદ્ધ પર્યાય. ૫. ઉપાદાન અને નિમિત્ત. ૬. દ્રવ્યની સ્વતંત્રતા. ૭. નિશ્ચય અને વ્યવહાર. ૮. નય ચક. ૯. ભગવાન આત્મા (જ્ઞાયક ભાવ). ૧૦. પાત્રત . ૧૧. સત્પરુપના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ. ૧૨. સ્વરૂપનો યથાર્થ નિર્ણય. ૧૩. ભેદજ્ઞાન. ૧૪. બાર ભાવના. ૧૫. ધર્મના દસ લક્ષણ. ૧. સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ૧. તત્ત્વ અભ્યાસનો મહિમા ૧) દુઃખનું મૂળ કારણ આત્મભ્રાંતિ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે. આત્મભ્રાંતિ દૂર થવી એનું જ નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનનું પ્રધાન કારણ તત્ત્વ અભ્યાસ છે, તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ધોરી માર્ગ તત્ત્વાભાસ છે. ૨) તત્વજ્ઞાનનું મહત્ત્વ સમજાવતાં શ્રી કાર્તિક સ્વામી કહે છે : “જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપ વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે. વળી જે પુરુષ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વોનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે, અન્ય ભાવના છોડી નિરંતર તેને જ ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.’ ૩) તત્ત્વ અભ્યાસ માટે પૂ. ગુરુદેવશ્રી કહે છે : “કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે ! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ થઈ ગયો હોય એને માટે આ તત્ત્વની વાત છે.’’ "" નવ ૪) આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વ અભ્યાસની અગત્યતા ઉપર ભાર મૂકતાં લખ્યું છે ઃ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન, અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષો મહા પુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા.’ "" ૫) પં. આશાધરજી ‘સાગર ધર્મામૃત’માં લખે છે ઃ ‘આ ભરતક્ષેત્રમાં કળિકાળ પંચમકાળરૂપી વર્ષાકાળમાં મિથ્યાદષ્ટિઓના ઉપદેશરૂપી વાદળાઓથી સદ્ઉપદેશરૂપી સર્વ દિશાઓ ઢંકાઈ ગઈ છે. તેમાં યથાર્થ તત્ત્વોના ઉપદેશક આગિયાની જેમ ક્યાંક ક્યાંક દેખાય છે.’’ ૬) બધા જ પરમાગમોનું અવલોકન કરતાં એ જણાય છે કે આચાર્યોએ ધર્મોપદેશ માટે બધા તત્ત્વોના જ અધિકાર લખ્યા છે. એ જ તત્ત્વ અભ્યાસનું મહત્ત્વ બતાવે છે. ૭) સાત તત્ત્વો જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ કહેવા પાછળનું પ્રયોજન શું હોઈ શકે ? (૧) જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ પ્રથમ દેખાડવું જોઈએ તેથી ‘જીવ’ તત્ત્વ પ્રથમ કહ્યું. (૨) પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અથવા વિકાર થાય છે તેનું નામ આપવું જરૂરી છે તેથી બીજું ‘અજીવ’ તત્ત્વ કહ્યું. (૩) અશુદ્ધદશાના કારણ - કાર્યનું જ્ઞાન કરાવવા માટે ‘આસવ’ અને ‘બંધ’ તત્ત્વ કહ્યાં. (૪) એ કહ્યા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ; અને મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે ‘બંધ’ અને તેના કારણથી ઉલટા પ્રકારે હોય; તેથી ‘આસવ’નો નિરોધ થવો તે ‘સંવર’ તત્ત્વ કહ્યું. અશુદ્ધતા વિકારના નીકળી જવાના કાર્યને ‘નિર્જરા’ તત્ત્વ કહ્યું. (૫) જીવ અત્યંત શુદ્ધ થઈ જાય એ દશા ‘મોક્ષ’ તત્ત્વ છે. આ તત્ત્વો સમજવાની અત્યંત જરૂર છે. તેને સમજવાથી જીવ મોક્ષ ઉપાયમાં લાગી શકે છે. ૨. બોધિ દુર્લભત્વ ઃ ૧) આ જીવ સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે. ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાય ધારણ કરે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨) ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કરે પણ દુર્લભ છે. ૩) ત્યાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું મહાકષ્ટથી પણ દુર્લભ છે. ૪) પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞિ - મનરહિત થાય છે ત્યાં સ્વ-પરનો ભેદ જાણતો નથી. કદાચિત મનસહિત સંજ્ઞિ પણ થાય તો તિર્યંચ થાય છે. ૫) તિચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી દુર્લભ છે. ૬) મનુષ્ય પણ થાય અને આર્યખંડમાં પણ ઉપજે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. ૭) વળી ત્યાં પણ જો ધનવાનપણું પામે તો પણ ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. ૮) કદાચિત ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગ સહિત દેહ પામે પણ નિરોગ હોવું દુર્લભ છે. ૯) કદાચિત નિરોગ પણ થાય તો ત્યાં દીર્ધાયુ ન પામે, એ પામવું દુર્લભ છે. ૧૦) કદાચિત દીર્ધાયુ પણ પામે ત્યાં શીલ અર્થાત્ ઉત્તમ પ્રકૃત્તિ - ભદ્ર સ્વભાવ ન પામે. કદાચ તે પામે તે સાધુ પુરુષોની સંગતિ અતિ દુર્લભ છે. ૧૧) કદાચિત સંગતિ પામે તો ધર્મનો સત્ બોધ(ઉપદેશ) સાંભળવો અતિ દુર્લભ છે. તત્ત્વની સમજણ અતિ દુર્લભ છે. ૧૨) અને સાચી સમજણ પ્રાપ્ત કરી સત્ શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. સમ્યગ્દર્શન પામવું અતિ અતિ દુર્લભ છે. આવું મનુષ્યપણું પામી જે આ નથી પામતો તેનું જીવન સાર્થક નથી. ૧૩) જીવ સંસારી અને મુક્ત એવા બે ભેદવાળા છે. કર્મસહિત જીવોને સંસારી અને કર્મરહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે. ૧૪) આ ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે માટે તે ભેદો અવસ્થા(પર્યાય) દષ્ટિએ છે. નિશ્ચય (સ્વરૂપ અર્થાત્ દ્રવ્ય) દષ્ટિએ બધા જીવો સરખા છે. ૧૫) રાંસારી જીવો અનંતાનંત છે. મુક્ત જીવો અનંત છે, મુક્ત શબ્દ એમ પણ સૂચવે છે કે પૂર્વે તે જીવોની સંસારી અવસ્થા હતી પણ તેઓએ સાચી સમજણ કરીને મુક્ત અવસ્થા પ્રગટ કરી છે. ૧૬) જીવને સંસારીદશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તે ભ્રમણાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શનથી જીવને પાંચ પ્રકારના પરિવર્તનો થાય છે, સંસારચક્ર ચાલે છે. ૧૩) જીવ અનાદિથી મિથ્યાદષ્ટિ હોય છે; પોતાની પાત્રતા કેળવી સત્સમાગમ સમ્યગ્દષ્ટિ થાય છે. જીવન પર પ્રત્યેની એકત્વ બુદ્ધિના કારણે મિથ્યાદષ્ટિપણું હોય છે. જ્યાં સુધી જીવનું લક્ષ પર ઉપર હોય છે એટલે કે પરથી મને લાભ-નુકસાન થાય છે એમ તે માને છે ત્યાં સુધી તેને પરવતુરૂપ કર્મ અને નોકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે અને પાંચ પરિવર્તન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ - સંસારમાં ભ્રમણ કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૧૮) સંસારના ભેદ પાડતાં ભાવ પરિભ્રમણ તે નિશ્ચય સંસાર છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ પરિભ્રમણ તે નિમિત્તમાત્ર છે અર્થાત્ વ્યવહાર સંસાર છે, કેમ કે તે પરવસ્તુ છે. નશ્ચય એટલે ખરેખર અને વ્યવહાર એટલે કથનમાત્ર - ઉપચાર, નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટતાં ભાવ સંસાર ટળી જાય છે અને ત્યારથી બીજા ચાર નિમિત્તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવરૂપ પરિભ્રમણનો સ્વયં અભાવ થાય છે. ૧૯) જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર બે હજાર સાગર છે. જીવને ઘણું તો એકેન્દ્રિય અને તેમાં પણ ઘણો વખત નિગોદમાં જ રહેવાનું બને છે; ત્યાંથી નીકળી ત્રસ શરીર પામવું તે કાકતાલિયન્યાયવ છે. ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ બને છે. સંસારમાં જીવને મનુષ્ય ભવોમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે. નારકીના ભાવોમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાત ગુણો છે. દેવના ભવમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાતગુણો છે. તિર્થી ભવોમાં (મુખ્યપણે નિગોદમાં) રહેવાનો કાળ તેનાથી અનંતગુણો છે. ૨૦) આમ આ મનુષ્ય ભવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોને સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવું જોઈએ નહિ તો ત્રસ કાળ થોડા વખતમાં પૂરો થઈને એકેન્દ્રિય - નિગોદ પર્યાય પ્રાપ્ત થશે અને અનંત કાળ તેમાં રહેવાનું થશે. સારે : આ મનુષ્યપણુ પામવું દુર્લભ છે એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો ! આ મિથ્યાત્વ અને કષાયને છોડો. વસ્તુનું જેવું સ્વરૂપ છે એનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું સત્ શ્રદ્ધાન કરવા જેવું છે. આ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય - વિષયોમાં રમે છે તે દિવ્ય અમુલ્ય રત્નને પામી ભસ્મને માટે બાળ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન સ નમ્” -તત્ત્વ(વસ્તુ)ના સ્વરૂપસહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપી જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટિયો(નાવિક) છે. જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે, જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ અનંત દુઃખ ભોગવે છે. માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને સમ્યગ્દર્શન થાય નહિ. જે જીવો તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ. ૩. સ્વરૂપની સાચી સમજણ (સાત તત્ત્વોની યથાર્થ સમજણ) ૧) હું કોણ છું? અને મારું સાચું સ્વરૂપ શું છે ? એની સાચી સમજણ જીવે કરી કરી નથી. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને જીવે પોતાને પુણ્ય-પાપરૂપ અને શરીરરૂપ જ માન્યો છે, આ અગૃહીત મિથ્યાત્વ છે. અગૃહીત એટલે કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલી આવતી ભૂલ - તેને નૈસર્ગિક મિથ્યાદર્શન પણ કહેવાય છે. જીવસ્વભાવની આવી અનાદિની ભૂલ ઉપરાંત કુગુરુઓના ઉપદેશ વડે વીતરાગ દેવાદિથી વિપરીત એવી ખોટી માન્યતા ગ્રહણ કરે છે તે ગૃહીત Page #50 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ છે. ગૃહીત મિથ્યાત્વ તો જીવે કોઈક વાર ટાળ્યું છે પણ અગૃહીત મિથ્યાત્વ તેણે પૂર્વે કદી ટાળ્યું નથી. ત્યાગી થયો ને શુભભાવ કરીને સ્વર્ગે ગયો ત્યારે પણ તે શુભરાગમાં ધર્મ માનીને તેના જ અનુભવમાં અટકી ગયો, તેનાથી જુદા ચેતનરૂપ આત્માનો અનુભવ ન કર્યો તેથી અગૃહીત મિથ્યાત્વ ટળ્યું નહિ. જીવ પોતે કેવો છે તે જાણ્યા વગર પોતામાં ઠરશે કેવી રીતે? અજીવને જાણ્યા વગર તેનાથી જુદો કેવી રીતે પડશે? દુઃખનું કારણ શું છે તેને જાણ્યા વગર તેને છોડશે કેવી રીતે? અને પૂર્ણ સુખરૂપ મોક્ષ છે તેને જાણ્યા વગર તે તરફનો પ્રયત્ન કેવી રીતે કરશે? આ રીતે સુખ અને તેનો ઉપાય, દુઃખ અને તેના કારણોનું જ્ઞાન કરવા માટે જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલ સાત તત્ત્વો જાણવા જરૂરી છે. જો અજીવને જીવ માની લે તો ત્યાંથી ઉપયોગને પાછો કેમ વાળે? શુભ અને અશુભ બન્ને આસો હોવા છતાં તેને સંવર માની ત્યે તો તેને છોડે ક્યાંથી ? દેહની ક્રિયા પોતાની માને તો તેનાથી (અજીવથી) ભિન્નતા કઈ રીતે અનુભવે? સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતા તે ખર સંવર છે, તેને બદલે દેહની ક્રિયાને સંવર માને કે રાગને સંવર માને તો તેનાથી જુદો પોતાને કેમ અનુભવે? આ રીતે તત્ત્વના જ્ઞાન વગર મિથ્યાત્વ ટળે નહિ. ભગવાન! તારું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તેના ભાન વગર તારી ભૂલ ભાંગશે નહિ, ને તારું ભ્રમણ મટશે નહિ. આત્માના જ્ઞાન વગર શુભભાવ કરીને સ્વર્ગે ગયો ત્યારે પણ અગૃહીત મિથ્યાત્વ ભેગું લઈને ગયો, એટલે ત્યાં પણ દુઃખી જ થયો. આત્માના ભાન વગર ક્યાંય સુખનો સ્વાદ આવે નહિ. સર્વજ્ઞ ભગવાનના મુખેથી જે સાત તત્ત્વોનું સ્વરૂપ આવ્યું છે તેના જ્ઞાનમાં આખા વિશ્વના તત્ત્વોનું જ્ઞાન આવી જાય છે. જુઓ ભાઈ ! પોતાના આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય કરવા માટે સર્વજ્ઞ ભગવાને કહેલા આ તત્વોનું શ્રવણ કરવું જોઈએ. અંતરમાં તેનો વિચાર-વિવેક અને ઓળખાણ કરીને દઢ નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ વીતરાગ દેવ અરિહંત પરમાત્માએ જે ધર્મ કહ્યો અને જીવનું જેવું સ્વરૂપ કહ્યું તેની ઓળખાણ વગર બીજી રીતે ધર્મ માની ત્યે તો ધર્મ થાય નહિ. મોક્ષદશા રૂપે પરિણમેલા આત્મા તે દેવ, સંવર-નિર્જરારૂપ પરિણમેલા આત્મા તે ગુરુ - એમ સાચા દેવ-ગુરુની ઓળખાણ પણ આ તત્ત્વોના જ્ઞાનમાં આવી જાય છે. જિનમતમાં સર્વજ્ઞ ભગવાને અતીન્દ્રિય જ્ઞાન વડે સાત તત્ત્વો જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી તે વ્યવહારથી સમ્યગ્દર્શન છે. તેમાં ભેદ અને વિકલ્પ છે તેથી તેને વ્યવહાર કહ્યો; અને તે જ વખતે નવ તત્ત્વોના વિકલ્પથી પાર થઈને જ્ઞાન-અનુભૂતિ વડે શુદ્ધ આત્માને નિર્વિકલ્પ પ્રતીતમાં લેવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ્યવહાર સમ્યગ્દર્શન તે પોતે સમ્યગ્દર્શન નથી કારણ કે તે શ્રદ્ધા ગુણની પર્યાય નથી, તે તો વિકલ્પ સહિત જ્ઞાનની દશા છે, નિશ્ચય સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની સમ્યફ પર્યાય છે, તે વિકલ્પ વગરની છે. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહિ, શ્રદ્ધા નિર્વિકલ્પ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ સાત તત્ત્વો પ્રયોજનભૂત છે. એટલે કે તેનું જ્ઞાન કરવું પ્રયોજનભૂત છે. આ તત્ત્વો જેમ છે તેમ જાણે તો જ તેની સાચી શ્રદ્ધા થાય અને ભૂલ મટે એટલે દુઃખ મટે, દુઃખથી છૂટીને સુખી થવું હોય તેણે જીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ ઓળખવું. શુદ્ધ દષ્ટિથી તેમાં શુદ્ધ જીવ જ ઉપાદેય છે, અજીવ તો ભિન્ન છે; આસ્રવ ને બંધ દુઃખના કારણો છે; સંવર-નિર્જરા તે સુખના કારણો છે; ને મોક્ષ પૂર્ણ સુખરૂપ છે. ૧) સાત તત્ત્વોમાં ચેતનરૂપ જીવ'. ૨) ચેતન વગરના પુગલ વગેરે પાંચ દ્રવ્યો અજીવ'. ૩) મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવો જેના નિમિત્તથી કર્મો આવે અને બંધાય તે આસ્રવ અને બંધ. ૪) સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધ આત્માનું ભાન થતાં અને તેમાં લીનતા વડે શુદ્ધતા થતાં નવા કર્મો ટકે અને જૂના ખરે તે સંવર-નિર્જરા. (૫) અને સંપૂર્ણ સુખરૂપ તથા કર્મના સર્વથા અભાવરૂપ મોક્ષ છે. આવા તત્ત્વોને ઓળખે ત્યારે મિથ્યાત્વ ટળે છે. તેથી પોતાના હિત માટે સાત તત્ત્વોનું જ્ઞાન ઉપયોગી છે; જરૂરનું છે. તત્ત્વને જાણે નહિ અને ધર્મ કરવા માંગે તો થાય નહિ, માટે તે તત્ત્વોને જાણીને વિપરીતતા ટાળવી જોઈએ. ૪. વ્યવહારથી અને નિશ્ચયથી સાત તત્ત્વોનું સ્વરૂપ તીર્થની - વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. ૧) જીવઃ એક સમયની જીવની પર્યાય તેને અહીં જીવ કહે છે. ૨) અજીવ : અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે. ૩) પુણ્ય દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્ય ભાવ છે. ૪) પાપ : હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા-કમાવવાનો માવ, દુકાન ચલાવવાનો ભાવ તે પાપ ભાવ છે. ૫) આસવ : પુણ્ય અને પાપ બન્ને ભાવ એ આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સૂવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ આસ્રવ છે અને એના સંબંધમાં નવા દ્રવ્ય કર્મ આવે તે દ્રવ્ય આસવ છે. ૬) સંવર: આત્મા શુદ્ધ સ્વરૂપે પૂર્ણ છે. પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે ભાવ સંવર છે અને તે સમયે કર્મનું આવવું અટકે એ દ્રવ્ય સંવર છે. ૭) નિર્જરા સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, શુદ્ધતાનું વધવું એ ભાવ નિર્જરા છે અને સમયે દ્રવ્ય કર્મનું ખરવું તે દ્રવ્ય નિર્જરા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૮) બંધઃ દયા, દાન આદિ જે વિકલ્પ ઉઠે તેમાં અટકવું તે ભાવ બંધ છે અને તે સમયે કર્મોનું બંધાવું થાય તે દ્રવ્ય બંધ છે. ૯) મોક્ષ : વસ્તુ-જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળદશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. અને તે સમયે સર્વ કર્મોનું ખરી જવું, ક્ષય થવો તે દ્રવ્ય મોક્ષ છે. આ રીતે તારી એકરૂપ ચીજ શું છે અને એ ચીજની આ દશાઓ શું છે એ આ તત્ત્વો દ્વારા બતાવામાં આવ્યું છે. નવના ભેદને જતાં નવ ભેદ છે ખરા. તીર્થની પ્રવૃત્તિ અર્થે તે ભેદો વ્યવહારથી કહેલા છે, પણ એ આશ્રય કરવા લાયક નથી. કારણ કે નવ તત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થ નય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાગવાથી એકપાગું પ્રાપ્ત થાય છે; આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. એથી ભૂતાર્થ નયથી નવ તત્ત્વ જાણવાથી સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો છે. આત્મા વસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદઘન છે. તે એક ને નવ ન હોઈ શકે. પણ જેને એ દષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી અને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ - સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ (ગુણ) નથી જે વિકાર કરે. તે ગુણ એવો હોય તો વિકાર ટળે નહિ. ત્યારે કોઈ કહે છે કે પર્યાયમાં વિકાર થાય છે ને? તેનું સમાધાન એમ છે કે પર્યાય બુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્ય બુદ્ધિવાળાને નહિ. દ્રવ્ય બુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એ તો જ્ઞાતા થઈ ગયો છે. બાપુ! જરા ધીરજથી સમજવું જોઈએ; આ તો વીતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે, એનો વ્યવહાર પણ અલૌકિક જ હોય. એમ વ્યવહાર નથી આ નવ તત્ત્વો ભૂતાર્થ છે પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમ કે તેના આશ્રયે સમતિ થતું નથી. હવે કહે છે - એક ને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્ત-નૈમિત્તિકની અપેક્ષા વિના એક ને નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે. એનાથી આ નવ ભેદો ઉભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજુ અજીવ છે. હવે બાહ્ય(ધૂળ) દષ્ટિથી જોઈએ તો જીવ-પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાયદષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બે ને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો સાચા છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે, વ્યવહાર નયે આ નવ તત્ત્વો છે; વ્યવહાર નયેપર્યાયબુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવતા નવ તત્ત્વના ભેદ યથાર્થ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય કરીને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં એ નવ તત્ત્વો નથી. એકરૂપ, અભેદ જ્ઞાયકભાવ એકાકાર સચ્ચિદાનંદ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો ! આ તો શબ્દ શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. વ્યવહાર નવે નવ છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય - જીવન પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય સમજવું. વળી પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવની પર્યાયો છે. અને પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમના કારણો છે - પોતે ઉપાદાનકારણ અને પર નિમિત્તકારણ છે. એવા એક દ્રવ્યના પર્યાયપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાય અપેક્ષાએ છે, વ્યવહાર નય છે. વ્યવહાર નયનો વિય પર્યાયો છે એ જાણવા લાયક છે પણ આશ્રય કરવા યોગ્ય નથી. જીવ દ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્મલિત છે. પર્યાય છે એ તો બદલાતો - પલટાતો પ્રવાહ છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે. એ તો ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ અખ્ખલિત જેમાં વધઘટ નથી, ઓછું - અધિક નથી એવો એકરૂપ છે. પર્યાય છે એ તો ભિન્ન ભિન્ન યોગ્યતાથી થાય છે, સ્વભાવ એક સદશ, નિત્ય, ધ્રુવ રહે છે. આવા ચિટ્સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે, જૂઠા છે. વ્યવહારનયે નવસાચા છે, પણ સ્વભાવને અનુભવની દષ્ટિમાં નવે અસત્યાર્થ છે. આવો સમ્યક અનેકાંત માર્ગ છે. આમ આ નવ તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવ તત્ત્વોમાં સદૃષ્ટિથીદ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયક-જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે તે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ “શુદ્ધ' આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ છે, અને આ મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. નિશ્ચય નયથી જાગેલાં આ નવ પદાર્થ સમત્વ છે, અર્થાત્ આ નવ પદાર્થ જી -અજીવના સયોગથી થાય છે. આમાં એક જીવ કર્મરહિત ગ્રહણ કરવા યોગ્ય છે, આવું શ્રદ્ધાને તે નિશ્ચય સમ્યકત્વ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૫. ઉપાદેય અને હેય તત્ત્વો: પ્ર.: ઉપાદેય તત્ત્વો કયા છે? ઉ. : ૧) અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. ૨) મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. ૩) વર નિર્જરાનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન તથા બાચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે ૪) તે નિશ્ચય રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ વાળવું જોઈએ, એ પ્રમાણે કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે ૫) અને તેના જોરે સંવર-નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે. પ્ર. : હેય તત્ત્વો કયા છે? ઉ. : ૧) આકુળતાને ઉત્પન્ન કરનારા એવા નિગોદ - નરકાદિ ગતિના દુઃખ તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પર થયેલ કલ્પિત સુખ તે હેય(છોડવા યોગ્ય) છે, તેનું કારણ સંસાર છે ૨) તે સંસારનું કારણ આસ્રવ અને બંધ એ બે તત્ત્વો છે. ૩) પુણ્ય-પાપ બન્ને બંધ તત્ત્વ છે. ૪) તે આસ્રવ અને બંધનું કારણ - પૂર્વે કરેલાં નિશ્ચય તેમજ વ્યવહાર રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવાં - મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. ૫) તેવી આસ્રવ અને બંધ એ બે તત્ત્વો હેય છે. આ પ્રમાણે હેય અને ઉપાદેય તત્ત્વોના નિરૂપણથી સાત તત્વ અને નવ પદાર્થોનું પ્રયોજન સિદ્ધ થાય છે. ૬. સાત તત્ત્વોનું વિશેષ સ્વરૂપ ૧) જીવ તત્વઃ તે જીવ પ્રાણોથી જીવે છે. ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના નાના કે મોટા શરીર પ્રમાણ રહેવાવાળો છે. ભોક્તા છે, સંસારમાં રહેવાવાળો છે, સિદ્ધ છે અને (અગ્નિની જ્વાળાની પેઠે) સ્વભાવથી ઉર્ધ્વગમન કરવાવાળો છે. (૧) જીવને વ્યવહાર નયથી અર્થાત્ સંયોગરૂપે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ ચાર જડ પ્રાણી સંસાર દશામાં હોય છે. એ ચાર પ્રાણો પુદ્ગલ દ્રવ્યની સ્કંધરૂપ પર્યાયો છે. પુદગલ દ્રવ્ય જીવથી સર્વ પ્રકારે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્રે, કાળ અને ભાવે અત્યંત ભિન્ન છે. જડ પ્રાણી સંયોગરૂપ હોવાથી અનિત્ય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આ ચાર જડ પ્રાણોને વિસ્તારથી દસ દ્રવ્ય પ્રાણ પણ કહે છે. પાંચ ઇન્દ્રિય, મન-વચન - કાય એ ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય જીવને નિશ્ચય નયથી અર્થાત્ ખરેખર સદા ચેતના પ્રાણ છે. આ ચેતના પ્રાણને કારણે જીવ ખરેખર અનાદિથી અનંતકાળ સુધી જીવે છે. આ ચેતના પ્રાણ શાશ્વત હોવાથી નિત્ય છે. (૨) જીવ ચૈતન્ય દ્રવ્ય છે. જ્ઞાન-દર્શન તેના ગુણો છે, તેનું એક નામ “શૈતન્ય' છે. ચૈતન્યને અનુસરીને થતાં આત્માના પરિણામને ‘ઉપયોગ” કહેવામાં આવે છે. ચૈતન્ય વિશેષ તે જ્ઞાનગુણ અને ચૈતન્ય સામાન્ય તે દર્શનગુણ છે. ‘ઉપયોગ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એમ બે પ્રકાર છે. દર્શન ઉપયોગના ચાર ભેદ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. જ્ઞાન ઉપયોગના આઠ ભેદ છે. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવધિઅજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ રીતે આઠ પ્રકારનો જ્ઞાનોપયોગ છે. પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી જ્ઞાનોપયોગ બે પ્રકારે છે. કુમતિ (મતિ અજ્ઞાન), કુશ્રુત (શ્રુત અજ્ઞાન) બધા મિથ્યાષ્ટિઓને હોય છે. સર્વ મિથ્યાદષ્ટિ દેવો, દેવીઓ તથા નારકી ઓને કુઅવધિ (અવધિ અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) પણ હોય છે. કોઈ કોઈ મિથ્યાદષ્ટિ મનુષ્ય - તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યફ મતિ-શ્રુત એ બે જ્ઞાન સર્વે છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ ભાવલિંગી મુનને હોય છે. તીર્થંકરદેવને મુનિદશામાં તથા ગણધરદેવને તે જ્ઞાન નિયમથી હોય છે. કેવળજ્ઞાન કેવળી અને સિદ્ધ ભગવંતો સર્વેને હોય છે. મિથ્યાદષ્ટિઓનું મતિ-શ્રુતજ્ઞાન અન્ય જોયોમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો દોષ છે; તેથી તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે. તે જ્ઞાનને તત્ત્વજ્ઞાનના અભાવથી ‘અજ્ઞાન” કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને કજ્ઞાન” કહ્યું છે. (૩) જીવ અમૂર્તિક છે : નિશ્ચય નયથી જીવ દ્રવ્યમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોતાં નથી તેથી તે અમૂર્તિક છે. દરેક જીવ ખરેખર અમૂર્તિક (અરૂપી) છે. પણ સંસારદશામાં અનાદિથી મૂર્તિક પુગલ કર્મો સાથે તેને બંધ હોવાથી, વ્યવહાર નથી જીવને કર્મબંધન હોવાથી, તે સંયોગનું જ્ઞાન કરાવવા માટે મૂર્તિક કહેવામાં આવે છે, પણ તેથી તે ખરેખર મૂર્તિક થઈ જતો નથી. જીવને જો ખરેખર મૂર્તિક માનવામાં આવે તો જીવ-અજીવનો ભેદ રહેતો નથી. પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ એ તો પુગલ(અજીવ)ના લક્ષણ છે. જીવના લક્ષણ અજીવમાં નથી, અજીવના લક્ષણ જીવમાં નથી. (૪) કર્તા: કર્તુત્વ-અકર્તુત્વ એ સામાન્ય ગુણો છયે દ્રવ્યોમાં છે, તેથી કર્તૃત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો કર્તા છે અને અકર્તુત્વ ગુણના કારણે પરની અવસ્થાનો કર્તા થઈ શકતો નથી. એ કારણે જીવ પોતાના પર્યાયો કરે, પરંતુ પરનું કાંઈ પણ કરે એવું કદી બનતું નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય સ્વભાવપણાને લીધે ૧)કસ્થિત (કર્તામાં રહેલી ક્રિયાનો) - જ્ઞમિ અને દશિનો જીવ જ કર્તા છે. તેના સંબંધમાં રહેલું પુદગલ દ્રવ્ય તેનું કર્તા નથી. ૨) ચૈતન્યના પલ્ટારૂપ સંકલ્પની ઉત્પત્તિ જીવમાં થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખની ઉદ્દેગરૂપ ક્રિયાનો તથા પોતાથી ચેતવામાં આવતાં શુભ-અશુભ ભાવોનો રચવારૂપ ક્રિયાનો જીવ જ કર્તા છે, અન્ય નહિ. ૩) શુભાશુભ કર્મના ફળભૂત ઇષ્ટ-અનિષ્ટ વિષય - ઉપભોગ ક્રિયાનો સુખ-દુખસ્વરૂપ સ્વપરિણામ ક્રિયાની માફક જીવ જ કર્તા છે. - આમ શુદ્ધ નયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રયે શુદ્ધભાવોનો કર્તા છે. નિશ્ચય નયર્થ જીવ પોતાના દોષથી રાગાદિચેતન ભાવ કર્મોનો કર્તા છે. શુભાશુભ ભાવોનો (ચેતન કર્મોનો) જીવ કર્તા છે. (પુગલ કર્મનો ઉદય તે ચેતન ભાવોનો કર્તા નથી) અને વ્યવહાર નયે જીવને પુદ્ગલ કર્મ - નોકર્મ આદિનો કર્તા કહ્યો છે. (૫) ભોકતાઃ ભોકતૃત્વ અને અભોકતૃત્વ એ સામાન્ય ગુણો છે. ભોકતૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો ભોક્તા છે અને અભોકતૃત્વ ગુણના કારણે તે પરને કદી ભોગવી શકતો નથી. આ કારણે જીવ પોતાની પર્યાયને જ ભોગવે છે પણ પરને ભોગવે એમ ત્રણ કાળમાં ત્રણ લોકમાં બનતું નથી. જીવ હર્ષ-વિષાદરૂપ અર્થાત્ સુખ-દુઃખરૂપ પોતાના વિકારી ભાવોનો (અશુદ્ધદશામાં) ભોક્તા છે. સાધકદશામાં જીવ અતીન્દ્રિય સુખનો અંશે ભોક્તા છે અને કેવળજ્ઞાન થતાં પોતાના પરિપૂર્ણ સુખના ભોક્તા છે. જીવ પુદ્ગલકર્મના અનુભાગનો કે પરપદાર્થોનો ભોક્તા નથી. પદ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્તમાત્ર છે એટલું જ્ઞાન કરાવવા માટે જીવ શાતા-અશાતા કર્મના અનુભાગરૂપફળને ભોગવે છે એમ વ્યવહારનયે ભોક્તા કહેવાય છે. વળી કર્મોના ફળપણે અનુકૂળ-પ્રતિકૂળ(સુખ-દુઃખરૂપ) પદાર્થોનો સંયોગ થાય છે તેને ભોગવવાનો ભાવ જીવ કરે છે, એટલું જીવનું નિમિત્તમાત્રપણું બતાવવા માટે જીવ સુખ-દુઃખરૂપ બાહ્ય પદાર્થો ભોગવે છે એમ વ્યવહાર નયે કહેવામાં આવે છે. તેથી ખરેખર જીવ કર્મના અનુભાગને કે અનુકૂળ-પ્રતિકૂળ પદાર્થોને ભોગવે છે એમ સમજવું નહિ. (૬) નવદેહ પરિમાણત્વઃ દરેક દ્રવ્યને પ્રદેશત્વ ગુણ હોય છે કેમ કે તે એક સામાન્ય ગુણ છે. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. આ ગુણને કારણે જીવને હર સમય પોતાનો આકાર હોય છે. જીવના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત તેટલા જ રહે છે પણ સંસારદશામાં તે પ્રદેશો પોતાના કારણે સંકોચ-વિસ્તાર પામે છે. જીવનો આકાર સંસારદશામાં એક સરખો રહેતો નથી. પોતાને સંયોગરૂપ જે શરીર હોય છે તેના આકાર મુજબ જીવનો પોતાનો આકાર પોતાના કારણે હોય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૩૫ (૭) સંસારત્વ જીવોની બે અવસ્થા છે - સિદ્ધ અને સંસારી. સિદ્ધજીવો(મુક્ત અવસ્થા) પરિપૂર્ણ સુખી છે. સંસારી જીવોમાં જે અજ્ઞાની છે તે પોતાની મિથ્યા માન્યતાને કારણે ચાર ગતિઓમાં પરિપૂર્ણ દુઃખી છે. તેઓ પરપદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે. ખરેખર કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી. તે બધાય શેયમાત્ર છે. ખરેખર પોતાની અજ્ઞાનદશા અનિષ્ટ અને જ્ઞાનદશા ઈષ્ટ છે, પણ અજ્ઞાની તેથી વિપરીત માને છે. તેઓ અનુકૂળ બાહ્ય પદાર્થોથી સુખ અને પ્રતિકૂળ પદાર્થોથી દુઃખ માને છે અને તેથી ઇન્દ્રિયસુખ ખરેખર દુઃખ હોવા છતાં તેને પ્રાપ્ત કરવા મથે છે અને દુઃખી થાય છે. સાધક જીવો શુદ્ધતાના પ્રમાણમાં સુખી છે. કેવળી ભગવાન પરિપૂર્ણ સુખી છે. સંસારી જીવોના બે ભેદ છે. એક સ્થાવર અને બીજુ ત્રસ. સર્વે એકેન્દ્રિય જીવો સ્થાવર જીવો છે, જે પાંચ પ્રકારે છે; પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, જલકાય અને વનસ્પિતિકાય. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસકાય છે. શાસ્ત્રમાં કહેલાં એ કાયો, ઇન્દ્રિયો કે મન તે પુદ્ગલની પર્યાય છે, જીવ નથી પણ તેમનામાં રહેલ જે જ્ઞાન છે તે જીવ છે એમ સમજવું. પંચેન્દ્રિય જીવ મનસહિત અને મનરહિત હોય છે અને બાકીના બધા મનરહિત જાણવા. તેમાં એકેન્દ્રિય જીવ બાદર અને સૂક્ષ્મ બે પ્રકારે છે અને તે બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. જે દ્વારા અનેક પ્રકારના જીવના ભેદ જાણી શકાય તેને જીવ સમાસ કહે છે. બધા સંસારી જીવોનો ચૌદ જીવ સમાસમાં સમાવેશ થાય છે. જેજે ધર્મ વિશેષથી જીવોનું અન્વેષણ (શોધ) કરવામાં આવે તે ધર્મવિશેષને મારા કહેવામાં આવે છે. તેના પણ ચૌદ સ્થાનો - ભેદ છે. તે આ પ્રમાણે છે : (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (2) સંયમ (૯) દર્શન (૧૦) લેશ્યા (૧૧) ભવ્યત્વ (૧૨) સમ્યકત્વ (૧૩) સંજ્ઞિત્વ (૧૪) આહારત્વ. મોહ અને યોગના સદ્ભાવથી કે અભાવથી જીવના શ્રદ્ધા-ચારિત્ર-યોગ અાદિ ગુણોની તારસ્મતારૂપ અવસ્થા - વિશેષોને ગુણસ્થાન કહે છે. તેના પણ ચૌદ ભેદો છે. આ ચૌદ ભેદો ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચય નયના બળે નથી પરંતુ અશુદ્ધ નયે છે એમ સમજવું. તે ચૌદ ભેદ આ પ્રમાણે છે. (૧)મિથ્યાત્વ (૬) પ્રમત્ત વિરત (૧૧) ઉપશાંત મોહ (૨) સાસાદન (૭) અપ્રમત્ત વિરત (૧૨) ક્ષીણ મોહ (૩) મિશ્ર (૮) અપૂર્વકરણ (૧૩) સયોગી કેવળી (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૯) અનિવૃત્તિકરણ (૧૪) અયોગી કેવળી (૫) દેશ વિરત (૧૦) સૂક્ષ્મ સામ્પરાય ગુણસ્થાનોના આ નામ હોવાનું કારણ મોહનીય કર્મ અને યોગ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ (૮-૯) સિદ્ધત્વ અને વિસસા ઊર્ધ્વગમનત્વ: જ્ઞાનાવરણાદિ આઠ કર્મ રહિત, સમ્યકત્વાદિ આઠ ગુણો સહિત અંતિમ શરીરથી કંઈક ન્યૂન ત્રણ લોકના અગ્રભાગે સ્થિત, ધ્રુવ અવિનાશી ઉત્પાદવ્યયથી યુક્ત જીવ સિદ્ધ છે. ૨) અજીવ તત્વ: (૧) જે દ્રવ્યમાં જાણવા દેખવાની શક્તિ ન હોય તેને અજીવ દ્રવ્યો કહે છે. અજીવ દ્રવ્યો પાંચ છે. 1) પુદ્ગલ ૨) ધર્મ ૩) અધર્મ ૪) આકાશ અને ૫) કાળ તેમાં પુદગલ મૂર્તિક છે. બાકીના ચાર અમૂર્તિક છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણો હોય તે મૂર્તિ અર્થાત્ રૂપી છે. પુદ્ગલ દ્રવ્યના શબ્દ વગેરે દસ પર્યાયો છે. ૧) શબ્દ (૬) ખંડ ૨) બંધ (૭) દષ્ટિને રોકે તે અંધકાર ૩) ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય તે સૂક્ષ્મ (૮) છાયા - પ્રતિબિંબ ૪) ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તે સ્થળ (૯) ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ તે ઉદ્યોત ( ૫) આકાર (૧૦) સૂર્ય અને સૂર્યકાન્ત મણિનો પ્રકાશ તે આપ 'પુ’ એટલે ભેગા થવું - મળી જવું અને ‘ગલ” એટલે છૂટા પડી જવું. સ્પર્શ ગુણની પર્યાયની વિચિત્રતાને કારણે મળી જવું અને છૂટા પડવું એ પુદ્ગલમાં જ બને છે. એ કારણે જ્યારે એમાં સ્થૂળતા આવે છે ત્યારે પુગલ દ્રવ્ય ઇન્દ્રિયોનો વિષય બને છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને દ્રવ્યમન તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે તેથી તે પાંચે પુદ્ગલ દ્રવ્ય છે. પગલ પરમાણુઓનું એક દશામાંથી બીજી દશામાં પલટવું થયા કરે છે. જેમાં માટીના પરમાણુઓમાંથી જળ થાય છે, જળમાંથી પૃથ્વી થાય છે, પૃથ્વી-કાષ્ટાદિથી અગ્નિ થાય છે. આમ પૃથ્વી આદિ સમસ્ત પુદ્ગલના જ વિકાર છે. બીજી રીતે પુદ્ગલના છ પ્રકાર છે. (૧) સૂક્ષ્મ - સૂક્ષ્મ (૩) સૂક્ષ્મ - સ્થૂળ (૫) સ્થૂળ (૨) સૂક્ષ્મ (૪) સ્થૂળ - સૂક્ષ્મ (૬) સ્થૂળ - સ્થૂળ પરમાણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. પુદ્ગલ દ્રવ્ય અણુ અને સ્કંધ એમ બે પ્રકારે છે. અણઃ જેનો બીજો વિભાગ ન થઈ શકે તેને અણુ કહે છે. પુદ્ગલ મૂળ દ્રવ્ય છે. પરમાણુ પોતે જ મધ્ય અને પોતે જ અંત છે કેમ કે તે એક પ્રદેશી અને અવિભાગી છે. બે, ત્રણથી માંડીને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના પિંડને સ્કંધ કહે છે. સ્કંધ તે પુદ્ગલ દ્રવ્યની વિશેષતા છે. આવી વિશેષતા બીજા કોઈ દ્રવ્યમાં નથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (૨) ધર્મ દ્રવ્ય એક, અજીવ, બહુપ્રદેશી છે. તે નિત્ય, અવસ્થિત, અરૂપી અને હલનચલન રહિત છે. તેના લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશ છે અને તે આખા લોકાકાશમાં વ્યાપક છે. તે પોતે હલનચલન કરતાં જીવ અને પુદ્ગલોને ગતિમાં નિમિત્ત છે. તેને અવગાહનમાં આકાશ અને પરિણમનમાં કાળ નિમિત્ત છે. (૩) અધર્મ દ્રવ્યને ઉપર કહેલી બધી બાબતો લાગુ પડી શકે છે. વિશેષતા એટલી જ કે ધર્મ દ્રવ્ય જીવ - પુદ્ગલને ગતિમાં નિમિત્ત છે ત્યારે અધર્મ જીવ - પુદ્ગલોને સ્થિતિમાં નિમિત છે. (૪) આકાશ દ્રવ્ય એક, અજીવ, અનંતપ્રદેશ છે. નિત્ય અવસ્થિત અરૂપી અને હલનચલન રહિત છે. બીજા પાંચે દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત છે. આકાશના જે ભાગમાં બીજા પાંચ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહે છે અને બીજાને અલોકાકાશ કહેવામાં આવે છે. (૫) કાળદ્રવ્ય દરેક અણુરૂપ અરૂપી, અસ્તિપણે પણ કાય રહિત નિત્ય અને અવસ્થિત અજીવ પદાર્થ છે. તે બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. કાળદ્રવ્યને અવગાહનમાં આકાશદ્રવ્ય નિમિત્ત છે. એક આકાશ પ્રદેશ રહેલાં અનંત દ્રવ્યોને પરિણમનમાં એક કાલાણ નિમિત્ત થાય છે; તે કારણે ઉપચારથી તેને અનંત સમય કહેવામાં આવે છે. ભૂત – ભવિષ્યની અપેક્ષાએ અનંત છે. કાળના એક પર્યાયને સમય કહે છે. દ્રવ્યોમાં ભાવવર્તી અને ક્રિયાવર્તી એમ બે પ્રકારની શક્તિઓ છે; તેમાં ભાવવ શક્તિ બધા દ્રવ્યોમાં છે અને તેથી તે શક્તિનું પરિણમન - ઉત્પાદ-વ્યય દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ટકીને થાય છે. ક્રિયાવર્તી શક્તિ જીવ અને પુદ્ગલમાં એ બે જ દ્રવ્યોમાં છે. તે બન્ને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર જાય છે; પણ તેમાં વિશેષતા એટલી છે કે જીવ વિકારી હોય ત્યારે અને સિદ્ધ ગતિમાં જતી વખતે ક્રિયાવાન બને છે અને સિદ્ધ ગતિમાં તે સ્થિરપણે રહે છે. પુગલમાં મુખ્યપણે હલનચલનરૂપ ક્રિયા છે, જ્યારે જીવ દ્રવ્યમાં સંસારી અવસ્થામાં કોઈ વખતે હલનચલનરૂપ ક્રિયા થાય છે ૩-૪) આસ્રવ - બંધ તત્ત્વઃ મોહકર્મના ઉદયથી આ જીવને જે પરિણામ થાય છે તે જ આસ્રવ છે. તે પરિણામ મિથ્યાત્વાદિથી માંડીને અનેક પ્રકારના છે. કર્મબંધનું કારણ આસ્રવ છે, તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. જે પુલવર્ગણા કર્મરૂપે પરિણમે તેને દ્રવ્યાસ્રવ કહેવાય છે તથા જીવ પ્રદેશો ચંચળ થાય છે તેને ભાવાસવ કહેવાય છે. મોહના ઉદય સહિત જે આસ્રવ છે તે જ ખરેખર આસવ છે. મનવચન-કાયારૂપ યોગ છે. તે જ આસવ છે. કામણ શરીરમાં જે કર્મ બંધાય છે તેને બતાવવાવાળા આસ્રવ અને બંધ તત્ત્વ છે; કર્મ વર્ગણાઓનું બંધની સન્મુખ થવું તેને આસ્રવ અને બંધાઈ જવું તેને બંધ કહે છે. એ બન્ને કામ સાથે થાય છે. બંધના ચાર ભેદ છે. પ્રકૃત્તિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. યોગોથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે, કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. આખા લોકમાં કાર્મળ વર્ગણારૂપ પુગલો ભર્યા છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્પણ વર્ગહા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે તેને બંધ કહેવામાં આવે છે. જીવ અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી. તેમજ તે બન્ને ભેગા થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ બન્ને ભેગા થઈને આત્મામાં વિકાર કરતાં નથી. જ્યારે જીવ વિકાર કરે ત્યારે જૂના કર્મોના વિપાકને ‘ઉદય” કહેવામાં આવે છે અને જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા” થઈ એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવા કર્મો બંધાય છે. આટલો જીવ - પુલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આ બંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી માત્ર એક સમયની અવસ્થા પૂરતો છે. ૫-૬) સંવર - નિર્જરા તત્ત્વ: આગ્નવોને અનુક્રમપૂર્વક રોકવા તે સંવર છે. સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવત, કષાયજય અને યોગનો અભાવ એ સર્વ સંવરના નામ છે. કાય-મન-વચન એ ત્રણ ગુપ્તિ, ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપના એ પ ચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ, અનિત્ય આદિબાર અનુપ્રેક્ષા, બાવીસ પરિસહજય તથા સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચારિત્ર એટલા વિશેષપણે સંવરના કારણો છે. આસવનો વિરોધી સંવર છે. શુદ્ધોપયોગ એ સંવર છે. કર્મ ઉદય આવીને ખરી જાય તે નિર્જરા છે. આ બે પ્રકારે છે. (૧) સ્વકાળ પ્રાપ્ત (૨) તપ વડે થાય છે. સ્વકાળ નિર્જરા ચાર ગતિના જીવોને નિરંતર થયા કરે છે. કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદય પામી રસ(ડળ) આપી ખરી જાય તેને તો સવિપાક નિર્જરા કહીએ છીએ. જે તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પરિક્વ થઈ ખરી જાય તેને અવિપાક નિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે. સંવર તે ધર્મ છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી સંવરની શરૂઆત થાય છે. ૭) મોક્ષ તત્વ મોક્ષ સંવર-નિર્જરાપૂર્વક થાય છે. નિર્જરાની પૂર્ણતા થતાં જીવ પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બીરાજે છે; તે દશાને મોક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન તે ભાવમોક્ષ છે અને તે ભાવમોક્ષના બળે દ્રવ્યમોક્ષ (સિદ્ધ દશા) થાય છે. જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞતા પ્રગટે છે. ક્ત જ્યારે સંપૂર્ણ વીતરાગ થાય ત્યારે કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મોહકર્મ જીવના પ્રદેશ સંયોગરૂપે રહે જ નહિ. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. જીવની સંપૂર્ણ વિકારથી મુક્તદશા તે મોક્ષ છે. સમસ્ત કર્મોનો અત્યંત નાશ થાય તે મોક્ષ છે. આ રીતે સાત તત્ત્વોનું સ્વરૂપ સમજવા જેવું છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૭. જીવના ભાવો અને સમ્યગ્દર્શનઃ જીવના ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો નિજ ભાવ ૨૭ છે તે જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી, માટે જીવ તત્વના વિચાર સાથે એમનો પણ વિચાર કરવો જોઈએ. ૧) ઔપથમિક ભાવ: આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટન થવું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમ ભાવ અથવા ઔપથમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટરૂપ ફળ જડ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. ૨)ક્ષાયિક ભાવ આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિક ભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. ૩) ક્ષાયોપથમિક ભાવ: આત્માના પુરુષાર્થથી આંશિક અશુદ્ધતાનું પ્રગટ ન થવું અને કોઈ ગુણોની શુદ્ધ અવસ્થા પ્રગટે તે આત્માનો ક્ષાયોપથમિક ભાવ આત્માનો પર્યાય છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે. ૪) ઔદયિક ભાવઃ કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકાર ભાવ થાય તે ઔદયિક ભાવ છે. ૫) પારિણામિક ભાવઃ “પારિણામિક એટલે સહજ સ્વભાવ'. ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોનો સામાન્ય હોય છે. બધા ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. જેનો નિરંતર સદ્ભાવ રહે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવ છે. કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિક ભાવ છે. જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાત્વ(દર્શનમોહ)નો ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રગટે છે તે શ્રદ્ધા ગુણનો ઔપથમિક ભાવ છે. - જીવને “સત અને અસતુ'ની સમજણ રહિતની દશા છે તે ‘ઉન્મત’ જેવું છે, પોતાની આવી દશા અનાદિની છે. વળી જીવને પુદ્ગલ કર્મ તથા શરીર સાથે પ્રવાહરૂપે અનાદિથી સંબંધ છે, અર્થાત્ જીવ પોતે તે ને તે જ છે પણ કર્મ અને શરીર જૂના જાય છે અને નવા આવે છે, એમ આ સંયોગ સંબંધ અનાદિથી ચાલ્યો આવે છે. અજ્ઞાનદશામાં આ સંયોગ સંબંધને જીવ એકરૂપે(તાદાત્મ સંબંધપણે) માને છે. અને એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીર સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ તેની સાથે કર્તા-કર્મ સંબંધ માને છે. આ કારણે હું શરીરના કાર્ય કરી શકું એમ તે માનતો આવે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વનો વિચાર કરતાં જીવને માલૂમ પડે છે કે હું જીવ તત્ત્વ છું અને શરીર તથા જડ કર્મો મારાથી તદ્દન જુદાં ‘અજીવ તત્ત્વ” છે. હું તે અજીવમાં નથી અને તે અજીવ મારામાં નથી. તેથી હું તે અજીવનું કાંઈ કરી શકું નહિ, મારા જ ભાવ હું કરી શકું. વિધ વિધ પ્રકારે જિજ્ઞાસુ જીવો પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા જીવ-અજીવ તત્ત્વોનું સ્વરૂપ જાણીને, પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષને કારણે છે એમ નક્કી કરે છે. આટલું જાણતા અવિકારી ભાવ શું છે તેનો પણ તેને ખ્યાલ આવે છે. પ્રથમ રાગ મિશ્રિત વિચાર દ્વારા આ તત્ત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પારિમિક ભાવનો - જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધા ગુણનો ઔપથમિક ભાવ પ્રગટે છે. શ્રદ્ધા ગુણના પથમિક ભાવને ‘ઔપથમિક સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પ્રગટતા જીવને ધર્મની શરૂઆત થાય છે. આ ઔપથમિક ભાવ અર્થાતુ સમ્યગ્દર્શનનું એવું માહાસ્ય છે કે જીવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા(ક્ષાયિક ભાવ) પ્રગટ થયા વિના રહે જ નહિ. પ્રથમ બૌપથમિક ભાવ પ્રગટતાં ‘ઉન્મત' દશા ટળે છે. અર્થાત્ જીવની મિથ્યાત્વ દશા ટળીને તે સમ્યફ મતિ-શ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે. આ ઔપશમિક ભાવતે સંવર છે. પ્રથમ સમ્યગ્દર્શન ઔપથમિક ભાવે ૪ થતું હોવાથી ઔપથમિક ભાવનું માહાત્મ છે. જીવે તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔપશમિકાદિ સમ્યકત્વ સ્વયં થાય છે. દ્રવ કર્મનો ઉપદમાદિક તે તો પુલની શક્તિ(પર્યાય) છે. જીવ તેનો હર્તા-કર્તા નથી. પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે ત્યારે તેની વિશુદ્ધતા વધે છે, કર્મોનો રસ સ્વયં હીન થાય છે અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔપથમિક ભાવે પ્રતીતિ પ્રગટે છે ત્યારે દર્શનમોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તત્ત્વના નિર્ણયનો અભ્યાસ છે. જીવ જ્યારે તત્વનિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. કથંચિત પરિણામી એટલે શું?: આ જાતમાં જીવ અને અજીવ એ દ્રવ્યો છે, અને તેમના પરિણમનથી આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વો થાય છે. હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ! જો જીવ અને અજીવ એ બન્ને દ્રવ્ય એકાંતે (સર્વથા) પરિણામી જ હોય તો તેમના સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે અને જો તે અપરિણામી હોય તો જીવ અને અજીવ એવા બે જ પદાર્થો સિદ્ધ થાય છે. જો આમ છે તો આસવ દિ તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે? થી ગુરુ તેને ઉત્તરમાં કહે છે કે જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી' હોવાથી બાકીના પાંચ તત્વોનું કથન ન્યાયયુક્ત સિદ્ધ થાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કથંચિત પરિણામીપણું એટલે શું?' જેમ સ્ફટિકમણિ છે તે જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાન્તર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ-પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણે(પરદ્રવ્યના લક્ષે થતાં અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્ગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આ કારણે જીવ-અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું તે જ કથંચિત પરિણામીપણું શબ્દનો અર્થ છે. આ રીતે જીવ તથા પુગલના સંયોગની પરિણતિ(પરિણામ)થી રચાયેલા બાકીના આગ્નવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે મુદ્રગલ કર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે, અને પુલમાં આસવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુગલના સંયોગની પરિણતિથી રચાયેલાં કહેવાય છે; પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને પાંચ તત્ત્વ થાય છે એમ ન સમજવું. વળી ક્યા તત્ત્વો હેય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આગ્નવાદિ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર તથા નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મતત્ત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે, તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ વાળવું જોઈએ, અને એ પ્રમાણે કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે તેના જોરે સંવર, નિર્જરા અને મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વ ઉપાદેય છે. આકુળતાને ઉત્પન્ન કરનારા એવા નિગોદ -નરકાદિ ગતિના દુઃખ તેમ જ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય(છોડવા) લાયક છે; તેનું કારણ સંસાર છે, તે સંસારનું કારાગ આસ્રવ અને બંધ એ બે તત્ત્વો છે: પગ્ય અને પાપ બન્ને બંધ તત્ત્વ છે; તે આસ્રવ અને બંધના કારણ, પૂર્વે કરેલ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. તેથી આસ્રવ અને બંધ તત્વો હોય છે. એ પ્રમાણે હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થવા માટે સાત તત્ત્વનું જ્ઞાનીઓ નિરૂપણ કરે છે. ૯. તત્ત્વ સંબંધી ભૂલોઃ જેને એક તત્વની શ્રદ્ધામાં ભૂલ હોય તેને બધા તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ હોય તેમ સમજવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૧) જીવ તત્ત્વ સંબંધી ભૂલ ઃ જીવ ત્રિકાળ જ્ઞાતા સ્વરૂપ છે તે અજ્ઞાનવશ જાણતો નથી અને શરીર છે તે જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું એમ માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકુળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકુળ સંયોગોથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું સુંદર, હું કુરૂપ વગેરે માને છે. અજ્ઞાની જીવ આ રીતે પરને સ્વરૂપ માની પોતાના સ્વતત્ત્વનો (જીવ તત્ત્વનો) ઇન્કાર કરે છે. તેથી તે જીવ તત્ત્વ સંબંધી ભૂલ છે. ૨) અજીવ તત્ત્વ સંબંધી ભૂલ ઃ મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ. શરીર-ધનાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઇષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો - ઇત્યાદિરૂપ; અજીવની અવસ્થાને અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ(જીવ તત્ત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. આ અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે કારણ કે અજીવને જીવ માને છે. છે જૈન શાસ્ત્રોથી જીવના ત્રસ-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાસ્થાનરૂપ ભેદો જાણે છે પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદવજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશાના કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયામાં પર્યાયબુદ્ધિથી પોતાપણું માને છે. પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે - એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાતો નથી. જીવ-અજીવ તત્ત્વ સંબંધી આ ભૂલના કારણે તેની મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્રરૂપ ' પ્રવૃત્તિ હોય છે. હર કોઈ પ્રકારે પોતાને ને શરીરને તે એકરૂપ માને છે. શરીરના અંગરૂપ સ્પર્શનાદિ દ્રવ્ય ઇન્દ્રિયો છે, અજ્ઞાની જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે ‘હાથ વગેરે સ્પર્શ વડે મે સ્પર્ધું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂંધ્યું, નેત્ર વડે મેં દેખ્યું, કાન વડે મેં સાંભળ્યું, દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની તે એમ માને છે કે મેં મન વડે જાણ્યું’ એમ અનેક પ્રકારે માત્ર અચેતન જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે. પોતાનો સ્વભાવ તો જ્ઞાતા-દૃષ્ટા છે. હવે પોતે કેવળ જાણવાવાળો - દેખવાવાળો તો રહેતો નથી પણ જે જે પદાર્થોને તે દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે અને રાગી-દ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેમ આ જીવનું કર્યું થતું નથી. કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તા છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે, માત્ર જીવ કષાય કરી વ્યર્થ વ્યાકુળ થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દર્શન કહેતા નથી. ૩) આસવ તત્ત્વ સંબંધી ભૂલ : મિથ્યાત્વ, રાગ-દ્વેષ, શુભાશુભ ભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુઃખ દેવાવાળા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. આસવમાં જે હિંસાદિરૂપ પાપાસવ તેને હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે. ખરેખર બન્ને કર્મબંધના જ કારણ છે. સર્વ જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં અન્ય જીવ અન્ય જીવના એ કાર્યનો કર્તા થાય, એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે, ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ છે. એ પ્રમાણે સત્યાદિક પુણ્યબંધનું કારણ છે તથા અસત્યાદિક પાપબંધના કારણ છે. આ સર્વ મિથ્યા અધ્યવસાય તે ત્યાજ્ય છે. માટે હિંસાદિની માફક અહિંસાદિને પણ બંધના કારણ જાણી હેયરૂપ જ માનવા. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ, માત્ર દ્વેષ પરિણતિથી પોતે જ પાપ બાંધે, અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ આયુ અવિશેષ વિના તે જીવે નહિ, માત્ર પ્રશસ્ત રાગ પરિણતિથી પોતે પુણ્ય બાંધે છે એ પ્રમાણે તાત્ત્વિક રીતે બન્ને હેય છે અને વીતરાગ થઈ દષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિબંધ છે. એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે આ પણ બંધનું કારણ - છે - હેય છે. અન્ય દેવાદિ સેવનરૂપ ગૃહીત મિથ્યાત્વને તો જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરત જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તે અવલોકે નહિ. બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તેને ઓળખે નહિ. બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત યોગને ન જાણે. ૪) બંધ તત્ત્વ સંબંધી ભૂલ ઃ જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી - બન્ને બંધકા૨ક છે તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે. તત્ત્વ દૃષ્ટિએ પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે પણ મિથ્યાદષ્ટિ જીવ એવું નહિ માનતા, પુણ્યને સારું હિતકારી માને છે. ने * અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે છે અને શુભભાવોથી દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે. તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વળી શુભાશુભા ભાવો વડે પુણ્ય-પાપના વિશેષો તો અઘાતિ કર્મોમાં થાય છે, પણ અઘાતિ કર્મો આત્મગુણના ઘાતક નથી. બીજું શુભાશુભ ભાવોમાં ઘાતિ કર્મોનો તો નિરંતર બંધ થાય છે, તે જ આત્મગુણોનો ઘાતક છે. માટે અશુદ્ધ(શુભાશુભ)ભાવો વડે કર્મબંધન થાય છે. તેમાં ભલો-બૂરો જાણ વો તે મિથ્યા શ્રદ્ધાન છે. ૫) સંવર તત્ત્વ સંબંધી ભૂલ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે કેમ કે તે સંવરનિરારૂપ છે. સંવર તત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસ્રવ ભાવને સંવર માને છે પરંતુ એક જ ભાવથી પુણ્ય બંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ તેમ બને નહિ. ૬) નિર્જરા તત્ત્વસંબંધી ભૂલ આત્મામાં એકાગ્ર થઈ શુભ-અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, અને એ સમ્યફ તપથી નિર્જરા થાય છે. પરંતુ અજ્ઞાની તેને લેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. જ્ઞાનીને તપ કાળે પરિણામોની શુદ્ધતાને નિર્જરા કહી છે, માત્ર બાહ્ય તપથી નિર્જરા માનવી તે ભૂલ છે. સિદ્ધાંતમાં ગુમિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ તથા ચારિત્ર-તે વડે સંવર થાય તેમ કહ્યું છે પણ તેનું યથાર્થ શ્રદ્ધાન હોતું નથી. મન, વચન, કાયાની બાહ્ય ચેષ્ટા મટાડે, પાપ ચિંતવન ન કર, મૌન ધારે, ગમનાદિ ન કરે તેને ગુપ્તિ માને છે. મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્ત રાગાદિ વિકલ્પો થાય છે, હવે પ્રવૃત્તિમાં તો ગુણિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન, વચન, કાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે. પર જીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે પણ હિંસાના પરિણામથી પાપ થાય છે તથા રક્ષાના પરિણામથી સંવર કહેશો તો પુણ્યબંધનું કારણ શું? મુનિઓને કિંચિત રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી તથા બીજા જીવોને દુઃખી કરી પોતાનું પ્રયોજન સાધતા નથી તેથી સ્વમેય દયા પળાય છે તે સાચી સમિતિ છે. વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી પણ મહંતપણાના લોથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી. ખરેખર પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ ભાસતા ક્રોધાદિ થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિ ઉપજતા નથી ત્યારે સાચો ધર્મ થાય છે. વળી અનિત્યાદિ ભાવનાના ચિંતવનથી શરીરાદિને બૂરા જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાબ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો, તેવી ઉદાસીનતા તો બ્રેષરૂપ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવો તથા બૂરા જાણી દ્વેષ ન કરવો એવી સાચી ઉદાસીનતા અર્થે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે. એ જ પ્રમાણે દુઃખના કારણો મળતાં દુઃ ખી ન થાય અને સુખનો કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે તે જ સાચો પરિષહજય છે. તે જ પ્રમાણે મહાવ્રતાદિ ચારિત્ર તે વ્યવહાર ચારિત્ર છે. ખરેખર મહાવ્રતાપિ આસવભાવોને ચારિત્રપણું સંભવતું નથી પણ એ મહાવ્રતાદિ થતાં જ વીતરાગ ચારિત્ર થાય છે એવો સંબંધ જાણી, એ મહાવ્રતાદિમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે. સર્વ કષાય રહિત જે ઉદાસીન ભાવ તેનું નામ ચારિત્ર છે. વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે. પણ કેવળ બાહ્ય તપથી તો નિર્જરા થાય નહિ. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને નિર્જરાનું કારણ કહ્યું છે-તપા નિર્નરાજ । શાસ્ત્રમાં તપની વ્યાખ્યા ફ્છા નિìયસ્તપઃ । ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ-અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે. ફળ અંતરંગ પરિણમનનું પામે છે, પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જાણવું પણ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરં પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ છે. એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યું છે. એવા સાધનથી જે વીતરાગ ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ છે. નિશ્ચય ધર્મ તો વીતરાગ ભાવ છે. અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી. આ રહસ્યને જે જાણતો નથી તેને સંવરનિર્જરા તત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી. ૭) મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ ઃ આત્માની પરિપૂર્ણ શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે; પરંતુ અજ્ઞાની એવું ન માનતાં, શરીર-મોજશોખમાં જ સુખ માને છે, તે અતીન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. વળી તે સિદ્ધ સુખ અને ઇન્દ્રાદિ સુખની એક જાતિ જાણે છે. જે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધનનું ફળ તે માક્ષ માને છે. ઇન્દ્રાદિને જે સુખ છે તે તો કષાય ભાવોથી આકુળતારૂપ છે તેથી પરમાર્થથી(તત્ત્વ દષ્ટિએ) તે દુઃખી જ છે, તેથી બન્ને સુખની જાતિ એક નથી. સ્વર્ગ સુખનું કારણ પ્રશસ્ત ૨ ગ છે જ્યારે મોક્ષસુખનું કારણ વીતરાગ ભાવ છે. આમ કારણમાં ભેદ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુઃખ દૂર થાય છે, અનંતજ્ઞાન વડે લોકાલોકનું જાણવું થાય છે, ત્રિલૌક્ય પૂજ્યપણું પ્રાપ્ત થાય છે - ઇત્યાદિરૂપ તેનો મહિમા જાણે છે પણ એ પ્રમાણે દુઃખ દૂર કરવાની, શેયોને જાણવાની તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે. જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શું થઈ? આમ મોક્ષ શ્રદ્ધાનમાં પણ ભૂલ રહી જાય છે. આ સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની જીવ અનંતકાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આ સાત તત્ત્વોનું સ્વરૂપ છે તેવું જીવ શુભભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર સમકિત છે. વ્રતાદિના શુભભાવ સંવર-નિર્જરામાં ગણે તો આસ્રવ તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહાર શ્રદ્ધાનમાં કોઈ પડખે ભૂલ ન આવે તેમ સાત તત્ત્વમાંથી શુદ્ધ નય વડે એકરૂપ અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી લેવો(તેનું લક્ષ કરવું, તેનો અનુભવ કરવો) તે પરમાર્થ શ્રદ્ધા એટલે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૨. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ શું છે? : શ્રી અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી દેવ છે અને ભાવલિંગી દિગંબર મુનિ - આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. ૧. શ્રી અરહંતનું સ્વરૂપ ઘનઘાતિ કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત આવા અરહંતો હોય છે. શ્રી અરહંતના ચાર આત્યંતર - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ એમ ગુણો હોય છે. એમને ૩૪ અતિશય અને ૮ પ્રતિહાર્ય એમ ૪૨ બાહ્ય ગુણો હોય છે. ૩૪ અતિશયમાં ૧૦ જન્મથી, ૧૦ કેવળજ્ઞાન ઉપજતાં, ૧૪ દેવકૃત હોય છે. દશ જન્મથી અતિશય : ૧) મળ-મૂત્રનો અભાવ ૬) અદ્ભત રૂપ ૨) પરસેવાનો અભાવ ૭) અતિ સુગંધી શરીર ૩) સફેદ લોહી ૮) ૧0૮ ઉત્તમ લક્ષણ ૪) સમચતુરસ્ત્ર સંસ્થાન ૯) અતુલ બળ ૫) જ8ષભ નારા સંતનન ૧૦) પ્રિય વચન. દશ અતિશય કેવળજ્ઞાન ઉપજતા : ૧) (પસર્ગનો અભાવ ૩) શરીરની છાયા પડે નહિ ૨) અદયાનો અભાવ ૪) ચાર મુખ દેખાય Page #69 -------------------------------------------------------------------------- ________________ ४७ ૫) સર્વ વિદ્યાનું સ્વામીપણું ૮) આકાશગમન ૬) આંખનો પલકારો થાય નહિ. ૯) કવલાહારનો અભાવ ૭) સો યોજન સુધી સુભિક્ષતા રહે ૧૦) નખ-કેશ વધે નહિ. દેવકૃત ચૌદ અતિશયઃ ૧) સકલ અર્ધમાગધી ભાષા ૮) ગંધોદકવૃષ્ટિ ૨) સર્વ જીવોમાં મૈત્રી ભાવ ૯) પગ તળે કમળ રચના ૩) સર્વ ઋતુઓના ફળ-ફૂલ મળે ૧૦) સર્વ ધાન્ય ઉપજે ૪) દર્પણ સમાન ભૂમિ ૧૧) દશે દિશા નિર્મળ ૫) કંટક રહિત ભૂમિ ૧૨) જય જય ધ્વનિ ૬) મંદ સુગંધ પવન ૧૩) ધર્મ ચક્ર આગળ ચાલે ૭) સર્વ આનંદ ૧૪) આઠ મંગલ દ્રવ્ય. આઠ પ્રતિહાર્ય: ૧) અશોક વૃક્ષ ૩) દિવ્ય ધ્વનિ ૫) સિંહાસન ૭) દુંદુભિ ૨) પુષ્પવૃષ્ટિ ૪) ચામર ૬) ભામંડલ ૮) ઉપરાઉપરી ત્રણ છત્ર. ૨. શ્રી સિદ્ધનું સ્વરૂપ આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંતગુણ સહિત પરમ લોકના અગ્રે સ્થિત અને નિત્ય એવા તે સિદ્ધો હોય છે. આઠ ગુણ આ પ્રમાણે છે. ૧) સમ્યકત્વ ૩) અનંત જ્ઞાન ૫) સૂક્ષ્મત્વ ૭) અવગાહન ૨) અનંત દર્શન ૪) અનંત વીર્ય ૬) અગુરુલઘુ ૮) અવ્યાબાધ. ૩. શ્રી આચાર્યનું સ્વરૂપ પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર - આવા આચાર્યો હોય છે. તેમના ૩૬ ગુણો નીચે પ્રમાણે હોય છે. ૧) ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો. ૨) બાર પ્રકારના તા. ૩) પાંચ આચાર - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. ૪) છ આવશ્યક - વંદના, સ્તુતિ, સામાયિક, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન (સ્વાધ્યાય) અને કાયોત્સર્ગ. ૫) ત્રણ ગુમિ - મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪. ઉપાધ્યાયનું સ્વરૂપ રત્નત્રય થી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિઃકાક્ષભાવ સહિત - આવા ઉપાધ્ય ય હોય છે. તેઓ ૧૧ અંગ અને ૧૪ પૂર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. તેથી તેઓને પચીસ ગુણો હોવાનું સમજવું. ૫. શ્રી સાધુનું સ્વરૂપ સર્વ પ્રકારના વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ(ચાર પ્રકારની) આરાધનામાં સદા રક્ત નિર્ગથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે. સાધુને ૨૮મૂળ ગુણ હોય છે. ૧) પાંચ મહાવ્રત - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર ૨) પાંચ સમિતિ - ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપાન. ૩) પાંચ ઇન્દ્રિય નિરોધ - પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન માનવું. ૪) છ આવશ્યક - વંદના, સ્તુતિ, સામાયિક, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન (સ્વાધ્યાય) અને કાયોત્સર્ગ. બીજા રાત ગુણ આ પ્રમાણે હોય છે. ૧) કે લોચ ૫) દાતણ ન કરવું ૨) અચલપણું(વસ્ત્ર રહિત-દિગંબરપણું) ૬) ઊભા ઊભા ભોજન કરવું ૩) અસ્નાનતા ૭) એક વખત જ આહાર. ૪) ભૂમિશયન આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓનું સ્વરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે, જેમણે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા આત્માનો અનુભવ કરે છે, પર દ્રવ્યોમાં અહં બુદ્ધિ કરતાં નથી; પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઇને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન હોય છે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને ૨૮મૂળગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે - આવા જ જૈન મુનિ (ગુરુ) હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્ર કથિત ૪૬ દોષ( ૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષ)થી બચાવીને આહાર લે છે. તે જ મોક્ષમાર્ગના સાધક - સાધુ છે અને તે ગુરુ કહેવાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ધર્મનું સ્વરૂપ: નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. સાચા શાસ્ત્ર(આગમ)નું સ્વરૂપ શું છે? ૧) જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરેલું છે તથા જે સાચો રત્નાય - મોક્ષમાર્ગ દેખાડે છે, તે સાચા જૈન શાસ્ત્રો છે. ૨) તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષ રહિત અને શુદ્ધ છે તેને આગમ(શાસ્ત્ર)કહેલ છે. ૩) ખરેખર આગમ વિના પદાર્થનો નિશ્ચય કરી શકાતો નથી; કારણ કે આગમ જ જેને ત્રણે કાળ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાથેના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. અરિહંત ભગવંત અઢાર દોષથી રહિત છેઃ ૧) સુધા ૪) રોગ ૭) જન્મ ૧૦) ક્રોધ ૧૩) ખેદ ૧૬ રતિ-અરતિ ૨) તૃષા ૫) પરસેવો ૮) મરણ ૧૧) ચિંતા ૧૪) મદ ૧૭ મોહ ૩) જરા ૬) નિદ્રા ૯) ભય ૧૨) વિસ્મય ૧૫) ઉદ્દેગ ૧૮) રાગ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ૧) મોક્ષ તત્ત્વ સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ છે. તેના ધારક શ્રી અરહંત સિદ્ધ છે. તે જ નિર્દોષ દેવ છે; તેથી જેને મોક્ષ તત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨) સંવર-નિર્જરા નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે. તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિર્ગથ દિગંબર ગુરુ છે, તેથી જેને સંવર-નિર્જરાની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩) જીવ તત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્ય-પ્રાણમય છે. તેના સ્વભાવ સહિત અહિંસા -ધર્મ છે; તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને પોતાના આત્માની) અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે. જૈન ધર્મ શું છે? જૈન ધર્મ તો રાગ-દ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાન અને અંશે રાગ-દ્વેષનો અભાવ થતાં જૈનપણાની શરૂઆત નિશ્ચય સમ્યગ્દર્શન થતાં (ચોથા ગુણસ્થાનકથી) થાય છે. પછી જેટલે જેટલે અંશે રાગ-દ્વેષનો અભાવ થાય એટલે તેટલે અંશે જૈનપણું વધતું જાય છે અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ જૈનપણું પ્રગટે છે. ૩. સ્વ-પરનું ભેદજ્ઞાન : સ્વચતુય એટલે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અને પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન એવા પરપદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વ - આત્માના સ્વચતુષ્ટય આ પ્રમાણે છે. ૧) સ્વદ્રવ્ય ૨) સ્વક્ષેત્ર : ૩) સ્વકાળ : ૫૦ ૨) ક્ષેત્ર ૩) કાળ પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી અભિન્ન તે સ્વદ્રવ્ય. લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે આત્માનું સ્વક્ષેત્ર. જે નિત્ય સ્વભાવને છોડ્યા વિના નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે જ નિજ પરિણામનું નામ સ્વકાળ. દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાળી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ. ૪) સ્વભાવ પુદ્ગલ પરમાણુના સ્વચતુષ્ટય : ૧) દ્રવ્ય પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંત ગુણોથી તેમ જ તેના સર્વ પર્યાયોરૂપ અખંડ વસ્તુ તે પુદ્ગલનું સ્વદ્રવ્ય. પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ સ્વકાળ. ૪) ભાવ : પુદ્ગલ દ્રવ્યના આશ્રયે રહેલ જે સ્પર્ધાદિ અનંતગુણો છે તે તેનો સ્વભાવ. ૪. સ્વનું શ્રદ્ધાન : જીવ નાનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. સાત બોલથી એ સમય સિદ્ધ કર્યો છે. ૧. ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. ૨. દર્શન-જ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. ૩. અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. ૪. અમવર્તી અને ક્રમવર્તી એવા ગુણ-પર્યાયો સહિત છે. ૫. સ્વ -પરસ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. ૬. અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પરદ્રવ્યોથી ભિન્ન છે. ૭. અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે “સ્વસમય' એમ જાણવામાં આવે છે. જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ-રાગ-દ્વેષાદિ ભાવોમાં એકાતરૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુદગલ કર્મના કામણ સ્કંધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પરદ્રવ્યને પોતાની સાથે એકપણે એક કાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે પરસમય' એમ જાણવામાં આવે છે. શાકભાવ : ૧. જેને આત્માનું પ્રયોજન હોય તે વધારે પડતો ક્યાંય લપાતો નથી. જેને આત્માનું પ્રયોજન હોય તેને વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા, જિતેન્દ્રિયપણું બધું હોય છે. તે પોતાના આંતરિક પરિણામ સમજી શકે છે. તેથી વધારે પડતો ક્યાંય લપાતો નથી. આત્માને છોડીને ક્યાંય વિશેષ રસ આવતો નથી અને તેને પોતાનો આત્મા જ સર્વોત્કૃષ્ટ રહે છે. તે જીવ બધો વિચાર કરી આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું તેમ નિર્ણય કરે છે. મારું સુખ મારામાં જ છે. જેને આત્માની રુચિ થઈ તેને પણ પુરુષાર્થ તો સાથે જ હોય. જેણે અંતરમાંથી નક્કી કર્યું કે આત્માનું જ કરવા જેવું છે, તેનો નિર્ણય ફરતો નથી. ૨. ગ્લાયકનો મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય? દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકનો મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. જિનેન્દ્રદેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, ગુરુ આત્માની સાધના કરી રહ્યા છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. આવું જાણીને તેનો જેમ મહિમા આવે છે તેમ આત્માનો મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે. જ્ઞાયક કેવો છે! તે અનંત ગુણોથી ભરપુર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્ત્વ છે. તે અનાદિ અનંત છે. ગમે તેટલા ભવો કર્યા તો પણ જ્ઞાયક આત્માની અંદર એક અંશ પણ વિભાવ પેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદ્ભૂત આશ્ચર્યકારી છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાનથી -તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આ રીતે આત્મા જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે એમ તેનો મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. ૩. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી: ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી. તે એક વાર કરવાથી ન થાય, હાલતાં-ચાલતાં, ખાતા-પીતા. બેસતાં-ઉઠતાં અને સૂતા-સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું - એવી ભેદજ્ઞાનની ઉગ્રતા કરે તો થાય. જેને થાય તેને અંતર્મુહર્તમાં થાય અને ન થાય તો વખત લાગે. તેણે Page #74 -------------------------------------------------------------------------- ________________ નિરંતર એવો અભ્યાસ કરવો જોઈએ કે હું જ્ઞાતા...જ્ઞાતા...જ્ઞાતા જ છું. જ્ઞાતા જ અંદર પોતાની પરિણતિમાં ગૂંથાઈ જવો જોઈએ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપરું થઈ ગયું છે તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ ત્યારે પ્રાપ્ત થાય. ૪. નિર્વિકલ્પ દશાનું સાધન - જ્ઞાયકઃ મૂળ સ ધન તો દ્રવ્યસ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઉપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. પોતાની પરિણતિ જેમાંથી ઉછળે છે તે દ્રવ્યસ્વભાવ મૂળ સાધન છે. જે સ્વાનુભૂતિ કરે તેની દ્રવ્ય ઉપર દષ્ટિ હોય છે અને તેને ભેદ વિકલ્પ વચ્ચે આવે છે પણ તેમાં તે રોકાતો નથી. રુચિવાળા જીવોને ઘણા પ્રકારના વિકલ્પો આવે પણ તેમાં રોકાય નહિ; વાસ્તવિક સાધન તો દ્રવ્યદૃષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે, પણ રુચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું એવી જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી. નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે, કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પરૂપ થાય છે. ૫. પહેલાં નિરપેક્ષ દ્રવ્યને ઓળખ! નિરપેક દ્રવ્યને ઓળખવાની સાથે સાપેક્ષ શું છે તે તેમાં આવી જ જાય છે. સમાજમાં બન્ને સાથે છે. ૬. સાધના માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. કુદરતી દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે. બીજા સાધન હોય તો દ્રવ્ય ઊભું રહે એમ ન હોય, તે અનાદિથી પોતે પોતાથીજ શાશ્વત ટકેલું છે. તેની પરિણતિના દરેક કાર્યમાં પોતે સ્વતંત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય, જ્ઞાનની પરિણતિ થાય અને લીનતા વધે એ બધું પરિણમન પોતે સ્વયં કરનારો છે. પોતાના પરિણામની ગતિ - પુરુષાર્થની ગતિ પોતે જ કરે છે. તેની પરિણતિ થાય તેમાં સાધનો આવ્યા નહિ અને સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહિ. આવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહિ. સાધન સ્વયં આવી ઊભા રહે, પોતાને રાહ જોવી પડતી નથી. પોતે સ્વયં પોતાની પરિણતિને કરનારો છે. - જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. તે કર્મને લઈને થતું નથી, અથવા સાધનો મળ્યા નથી એટલે થતું નથી એમ નથી પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે. પોતે પુરુષાર્થ કરે તે પોતે આગળ જાય છે. માટે તેના કાર્ય માટે સાધનોની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે, ગુણની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. બધું જ નિરપેક્ષ છે. ૭. હું જ્ઞાક, હું ચૈતન્ય એમ શાયકનું અસ્તિત્વ(પોતાનું અસ્તિત્વ) તું ગ્રહણ કર તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટરૂપે પરિણમી જશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જીવનનું ખરું કર્તવ્ય: જીવનમાં આ મુખ્ય કરવા જેવું છે, આ સમજણથી જ જીવનની સફળતા છે. અરે ! જીવનમાં આવી અપૂર્વ સમજણ કરવી રહી જાય છે..., એમ જેને ચિંતા પણ ન થાય - સમજવાની દરકાર પણ ન જાગે, તો જીવ સમજણનો પ્રયત્ન ક્યાંથી કરે ? સાચી સમજણની કિંમત ભાસવી જોઈએ કે જીવનમાં સત્સમાગમે સાચી સમજણ કરવી એ જ એક કરવા જેવું ખરું કામ છે. આ સમજણ વગર ‘જગતમાં બહારના કામો મેં કર્યા” એમ માનીને મફતનો પરના અભિમાન કરે છે, તે તો સાંઢની જેમ ઉકરડા ઉથાપે છે, તેમાં આત્માનું જરાય હિત નથી. જુઓ આ જ્ઞાયકભાવ” તે જીવનું માથું છે, તે મુખ્ય છે તેથી તેને માથું કહ્યું. આ વાત મુખ્ય પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટવા જેવી છે, અંતરમાં નિર્ણય કરીને પરિણામાવવા જેવી છે. જ્ઞાયકનું અવલંબન લીધું છે, ત્યાં પર્યાયે પર્યાયે જ્ઞાનની વિશુદ્ધતા વધતી જ જાય છે અને રાગ ઘટતો જાય છે. જ્ઞાનમાં સ્વસમ્મુખ થતાં નિર્મળ સ્વ-પરપ્રકાશક શક્તિ ઉઘડીને તે વખતે શ્રદ્ધા, આનંદ વગેરે બીજા ગુણોમાં નિર્મળ પરિણમન ન થાય એમ કદી બનતું નથી. અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવને પકડ્યો ત્યાં નિર્મળ પર્યાય ઉપજી; વર્તમાન સ્વભાવનું અવલંબન તે જ તેનું કારણ છે, એ સિવાય પૂર્વ-પછીનું કોઈ કારણ નથી તેમજ નિમિત્ત કે વ્યવહારનું અવલંબન નથી. જ્ઞાનના નિર્ણય વિના બધું ય ખોટું. જ્ઞાયકસ્વરૂપી તલવારથી સમકિતીએ સંસારને છેદી નાંખ્યો છે. પ્ર. તો અત્યાર સુધીનું અમારું બધું ય ખોટું? ઉ. હા ભાઈ! બધું ય ખોટું. અંતરમાં હું જ્ઞાન છું” એવું લક્ષ અને પ્રતીત ન કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કે ત્યાગ વગેરે કાંઈ પણ સાચું નથી, તેનાથી સંસારનો છેદ થતો નથી. આત્માનો જ્ઞાયક સ્વભાવ, સર્વજ્ઞતા અને પદાર્થોની કમબદ્ધ પર્યાય એ બધાનો નિર્ણય કરીને જ્યાં જ્ઞયક તરફ વળ્યો, ત્યાં જ્ઞાયકભાવરૂપી એવી તલવાર હાથમાં લીધી કે એક ક્ષણમાં સંસારને મૂળમાંથી છેદી નાંખે ! સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવ તત્વ કેવું છે? જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાતાભાવપણે જ ઉપજે છે, પણ રાગના કર્તાપણે નથી ઉપજતો; “રાગનો કર્તા જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષ નથી પણ જ્ઞાયકભાવપણે ઉપજતો જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષય છે. આવા જીવ તત્ત્વની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. પ્રતીત-લક્ષ-અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. આવા જ્ઞાયકભાવપણે ઉપજતા જીવ દ્રવ્યને ઓળખે તો જીવ તત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવ તત્ત્વની પ્રતીત વગર તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન કે મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી. હે જ્ઞાયક ચિદાનંદ પ્રભુ! સ્વસમ્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઉપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયક તત્ત્વને લક્ષમાં લે! જ્ઞાન સામર્થ્યના પ્રતીતના જોરે જ્ઞાની તે વખતના રાગને પણ શેય બનાવી દે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લાયક તો શાક જ છે ઃ ભગવાન ! તું કોણ ? ને તારા પરિણામ કોણ ? જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધ પર્યાયે ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય રાગ તે પણ ખરેખર જીવ નથી. જ્ઞાની તે રાગ પણે ઉપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી જ્ઞાયકપણે ઉપજતો જીવ તે કર્મ, શરીર વગેરેનો નિમિત્તકર્તા પણ નથી, જ્ઞાયક તો શાયક જ છે. તું જીવ ! જ્ઞાયક ! અને જ્ઞાયકના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્મળ પર્યાય ઉપજી તે તારા પરિણામ ! આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઉપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો કર્તા થઈને પરને ઉપજાવે તે પરિમિત્તે પોતે ઉપજે એવો તારો સ્વભાવ નથી. એક વાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો જ્ઞાયકના આશ્રયે તારી ક્રમબદ્ધ પર્યાયમાં નિર્મળ પરિણમન થાય. અહીં સ્વભાવ સાથે અભેદ થઈને જે પરિણામ ઉપજ્યા તેને જ જીવ કહ્યો છે. જ્ઞાયકભાવના અવલંબને જે નિર્મળ પરિણામ ઉપજ્યા તે જીવ સાથે અભેદ છે તેથી તે જીવ છે, તેમાં રાગનું કે અજીવનું અવલંબન નથી તેથી તે અજીવ નથી. જુઓ, આ જીવની પ્રભુતા ! પ્રભો ! તારી પ્રભુતામાં તું છો, રાગમાં કે અજીવમાં તું નથી. તારી પ્રભુતા તારા જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે, તારા જ્ઞાયકભાવના પરિણમનમાં તારી પ્રભુતા છે, રાગના પરિણમનમાં તારી પ્રભુતા નથી. અકર્તાપણારૂપ પોતાનો જે જ્ઞાયકભાવ છે તેનો તે કર્તા છે પણ રાગનો કે કર્મનો તે કર્તા નથી. જ્ઞાયક સન્મુખ થા ! એ જ જૈનમાર્ગ છે. હે ભાઈ ! એક વાર તું સ્વસન્મુખ થા, ને શાયક સ્વભ વને પ્રતીતમાં લઈને શ્રદ્ધા-જ્ઞાનને સાચા બનાવ તો તને બધું સવળું ભાસશે, ને તારી ઊંધી માન્યતા ટળી જશે. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક છું એવું જ્યાં સુધી વેદન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા ટળે નહિ. બસ ! જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું તેમાં આખો માર્ગ સમાઇ ગયો, આખું જૈન શાસન તેમાં આવી ગયું. અરે ભાઈ ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધ પર્યાયનું સાચું જ્ઞાન થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધ પર્યાયની અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનાર વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેશે નહિ. ‘હું જ્ઞાયક છું’ એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધ પર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગન પણ જાણશે. કઇ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. આ તો જાગતો મારગ છે, આ કાંઇ આંધળો મારગ નથી. સાચું સમજે તે સ્વચ્છંદી થાય જ નહિ, સાચી સમજણનું ફળ તો વીતરાગતા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જ્ઞાનભાવ તે જીવ તત્ત્વ છે. રાગ તે આસ્રવ તત્ત્વ છે, ને બહારની શરીરાદિની ક્રિયા તે અજીવ તત્ત્વ છે. તેમાં કોઈને કારણે કોઈ નથી. આમ દરેક તત્ત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ, તો જ સાચી તત્ત્વાર્થ શ્રદ્ધા થાય. ક્રમબદ્ધ પર્યાયની ઊંડી વાત: અહીં તો જ્ઞાયક દષ્ટિની સૂક્ષ્મ વાત છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં જ્ઞાની નિર્મળ પર્યાયના જ કર્તાપણે પરિણમે છે. બીજા કારકોથી નિરપેક્ષ થઈને, પોતપોતાના સ્વભાવના જ છ એ કારકોથી શ્રદ્ધાજ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણો જ્ઞાયકના અવલંબને નિર્મળ ક્રમબદ્ધ પર્યાયપણે જ્ઞાનીને પરિણમી રહ્યા છે; આનું નામ અપૂર્વ ધર્મ છે, ને આ જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયકસ્વભાવના અવલંબન સિવાય રાગના કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયક સ્વભાવને, કેવળી ભગવાનને કે સાત તત્ત્વોને જાણતો નથી; કઈ રીતે ક્રમબદ્ધ પર્યાય નિર્મળ થાય છે તેને પણ જાણતો નથી તેથી ખરેખર ક્રમબદ્ધ પર્યાયને ઓળખતો નથી. અંતરના જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધ પર્યાયની આ વાત અંતરમાં ઊંડે ઊતર્યા વિના સમજાય તેવી નથી.આ તો અલૌકિક વાત બહાર આવી ગઈ છે, જે સમજશે તે ન્યાલ થઈ જશે ! સહેજે સમુદ્ર ઉલ્લસિયો, ત્યાં મોતી તણાયા જાય; ભાગ્યવાન કર વાપરે, તેની મૂઠી મોતીએ ભરાય. ‘ભાગ્યવાનએટલે અંતરના પુરુષાર્થવાન! અંતરસ્વભાવીદષ્ટિનો પ્રયત્ન કરે તેને મૂઠી મોતીએ ભરાય. એટલે નિર્મળ નિર્મળ ક્રમબદ્ધ પર્યાયો થતી જાય. પણ જે એવો પ્રયત્ન નથી કરતો તેને માટે કહે છે કે - ‘ભાગ્યહીન કર વાપરે તેની શંખલે મૂઠી ભરાય” સમજવાનો પ્રયત્ન કરીને અંતરમાં તો ઉતરે નહિ ને એમ એકલા શુભભાવમાં રોકાઈ રહે તો તેને “શંખલે મૂઠી ભરાય” એટલે કે પુણ્ય બંધાય પારસ્વભાવની પ્રાપ્તિ ન થાય - ધર્મનો લાભ ન થાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૬ સમ્યગ્દર્શનનો મહિમા ૧. પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજજંઘના આત્માને(ઋષભદેવના આત્માને) સમ્યગ્દર્શન અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર ! તારે માટે આ સમ્યકત્વના લાભનો કાળ છે.” દેશનાલબ્ધિ વગેરે બહિરંગ કારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગ કારણ વડે ભવ્ય જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. સર્વશે કહેલાં જીવાદિ સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્ય! આ શ્રેષ્ઠ જૈન માર્ગને જાણીને માર્ગ સંબંધી શંકાને છોડા ભોગોની આકાંક્ષા દૂર કર, ધર્મના ફળમાં ભોગોની ચાહના ન કર ! વસ્તુ ધર્મ પ્રત્યેની ગ્લાનિ છોડ. દેહની મલિનતા દેખીને ધર્મ પ્રત્યે અણગમો ન કર! વિવેકદષ્ટિ પ્રગટ કર; સત્ય તત્ત્વને પરીક્ષાથી ઓળખ! ધર્માત્મા સંબંધી દોષના સ્થાન છૂપાવીને સત્યધર્મની વૃદ્ધિ કર! માર્ગથી વિચલિત થતાં આત્માને ઉપદેશાદિક વડે ધર્મમાં સ્થિર કર ! રત્નત્રય ધર્મમાં અને ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્ય કર! જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવના વડે જૈન શાસનની પ્રભાવના કર ! આ પ્રમાણે આઠ અંગોથી સુશોભિત એવા વિશુદ્ધ સમ્યકત્વને તું ધારણ કર. હે આર્ય ! આ સમ્યગ્દર્શનને જ તું ધર્મનું સર્વસ્વ સમજ. સર્વ સુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ છે, તે જ કૃતાર્થ છે અને તે જ મુમુક્ષુ છે. જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. હે ભવ્ય ! તું આ સમ્યગ્દર્શનને સિદ્ધિ પ્રસાદનું પ્રથમ સોપાન જાણ. મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે; તે દુર્ગતિને રોકનાર છે. તે જ ધર્મના વૃક્ષનું મૂળિયું છે. તે જ સ્વર્ગ અને મોક્ષનો દરવાજો છે, અને તે જ સારભૂત તત્ત્વ છે. હે ભવ્ય ! આવા સમ્યગ્દર્શનને તું તારા આત્મામાં ધારણ કર. આજે જ ધારણ કર. અમે તને સમ્યકત્વ પમાડવા માટે જ અહીં આવ્યા છીએ. તેનો અત્યારે અવસર છે. અહો! આ સમ્યગ્દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા બસ છે કે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અનંતકાળના સંસારનો અંત આવી જાય છે, અને તે જીવ મોક્ષ સુખને પામે છે. સમ્યગ્દર્શન વગર અનંતકાળ સુધી જે રખડવાનું છે અને દુઃખ ભોગવવાનું છે, તે એની પ્રાપ્તિ થતાં જીવનો વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૭ માટે હે આર્ય ! લોકમૂઢતા, ગુરુમૂઢતા અને દેવમૂઢતાનો પરિત્યાગ કરીને તું સમ્યગ્દર્શનની ઉજ્જવળતાને ધારણ કર. સમ્યગ્દર્શનરૂપી તલવાર દ્વારા સંસારની વેલને તું છેદી નાંખ. તું નિકટ ભવ્ય છો અને ભવિષ્યકાળમાં ભરતક્ષેત્રનો પ્રથમ તીર્થંકર થનાર છો. મિથ્યાત્વ છેદવાનો આ અવસર આવ્યો છે. હે ભવ્ય ! અદ્વૈતદેવના વચન અનુસાર મેં આ સમ્યગ્દર્શનની દેશના કરી છે, તે શ્રેયની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સંસાર સમુદ્ધથી પાર થવા માટે નૌકા સમાન એવા એ સમ્યગ્દર્શનને અતિ શીઘ્રપણે ગ્રહણ કર. આ બોધ સાંભળતા આર્ય વ ંધે અંતર્મુખ થઈને પોતાના પરમાત્મા તત્ત્વને દેખ્યું. રાગથી પાર શાંત રસમય જ્ઞાન ધારાનું વેદન થયું; ક્ષણભર તેનો ઉપયોગ સર્વ વિકલ્પોથી રહિત થઈને આત્મામાં જ થંભી ગયો. પરમાનંદમય આત્માનુભૂતિ થઈ. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો ! ૨. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય ઃ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ જો મિથ્યાદર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ઉત્પન્ન કરે છે. જેમ ઝેર સહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત અહિંસાદિથી જીવનો સંસાર રોગ મટતો નથી. મિથ્યાત્વ હોય ત્યાં નિશ્ચયથી(ખરેખર) તો અહિંસાદિ હોતાં જ નથી. ‘“આત્મભ્રાંતિ સમ રોગ નહિ’’ એ પદ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વદશા ચાલી આવતી હોવાથી જીવને સમ્યગ્દર્શન નથી; માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આચાર્ય ભગવાન વારંવાર ઉપદેશ કરે છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં સમ્યક્પણું આવતું નથી; સમ્યગ્દર્શન જ જ્ઞાન, ચારિત્ર, તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને શોભા - સુંદરતા પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જ્ઞાનાદિકમાં સમ્યક્પણું - શોભા-સુંદરતા પ્રાપ્ત થાય છે. આ સંબંધી રત્નકરેંડ શ્રાવકાચારમાં કહ્યું છે કે ઃ ‘સમ્યગ્દર્શન સમાન આ જીવને ત્રગ કાળ ત્રણ લોકમાં બીજું કોઈ કલ્યાણ નથી અને મિથ્યાત્વ સમાન ત્રણ કાળ ત્રણ લોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી.’ (શ્લોક ૩૪નો અર્થ) ભાવાર્થ : અનંતકાળ વીતી ગયો; એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં અનંતકાળ આવશે - એ ત્રણે કાળમાં અને અધોલોક, મધ્યલોક તથા ઊર્ધ્વલોક - એ ત્રણ લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે નહિ, થયું નથી અને થશે નહિ. ત્રણ લોકમાં રહેલાં ઇન્દ્ર. અહમીન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર વગેરે ચેતન અને મણિ, મંત્ર, ઔષધ વગેરે જડ દ્રવ્ય - એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી; અને આ જીવનું સૌથી મહાન અહિત - બુરું જેવું મિથ્યાત્વ કરે છે એવું અહિત - બુરું કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહિ, થયું નથી અને થશે નહિ; તેથી મિથ્યાત્વને છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. સમસ્ત સંસારના દુઃખનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે; માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરો. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે : “તંત્ર, મંત્ર, ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવરના કોઈ ઉપાય.” વળી સમ્યકત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે એ સંબંધમાં શ્રી અષ્ટપાહુડમાં નીચે પ્રમાણે કહ્યું છે - શ્રાવકે પ્રથમ શું કરવું તે કહે છે - અર્થ: પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવ નિષ્કપ, અચળ અને ચળ, મલિન તથા અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચલ એવા સમ્યકત્વને ગ્રહણ કરીને તેને (સમ્યકત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું; શા માટે ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું. ભાવાર્થ: શ્રાવકે પહેલાં તો નિરતિચાર, નિશ્ચલ સમ્યકત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય, કાર્યના બગડવા-સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય. સમ્યગ્દષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વ જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માંની સુખી-દુઃખી થવું તે નિષ્ફળ છે. આવા વિચારથી દુઃખ મટે તે પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે. મોક્ષપાહુડ ગાથા ૮૭માં સમ્યકત્વના ધ્યાનનો મહિમા કહે છે - અર્થ : જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જીવ સમ્યગ્દષ્ટિ છે; વળી તે સમ્યકત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો નાશ થાય છે. ભાવાર્થ સમ્યકત્વનું ધ્યાન એવું છે કે જો પહેલાં સમ્યકત્વ ન થયું હોય તો પણ તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવના પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે, સમ્યકત્વ થતાં જ કર્મની ગુણ શ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે. હવે આ વાતને સંક્ષેપમાં શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે : “ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં થશે તે સમ્યકત્વનું માહાત્મ જાણો !” (મોક્ષપાહુડગા. ૮૮) | મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓનો શું ધર્મ હોય ! આ સમ્યકત્વ ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે. જે નિરંતર સમ્યકત્વને પાળે છે તે ધન્ય છે. “લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ તથા વિવાહ, યજ્ઞાદિ કરે છે તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણા શાસ્ત્રો ભણે તેને પંડીત કહીએ” – એ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમત્વ તેને જે મલિન ન કરે, નિરતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે; એ સમ્યકત્વ વિના મનુષ્ય પશુ સમાન છે. એવું સમ્યકત્વનું માહાત્મ શાસ્ત્રોમાં કહ્યું છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૯ ૩. સમ્યગ્દર્શનનો મહિમા બતાવતાં વિશેષ કથનો: ૧. સર્વ ગુણની શોભા સમ્યગ્દર્શનથી છે. જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે, મુખની શોભા ચક્ષુથી છે અને વૃક્ષની સ્થિરતા મૂળથી છે તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે. (ભગવતી આરાધના - ગાથા ૭૪૨) ૨. ત્રણ લોકમાં સમદર્શનની શ્રેષ્ઠતા એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ લોકના રાજ્યનો લાભ થતો હોય તો ત્યાં ત્રણ લોકના લાભ કરતા પણ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ટ છે; કેમ કે ત્રણ લોકનું રાજ્ય પામીને પણ અલ્પ પરિમિત કાળમાં તે છૂટી જાય છે અને સમગ્દર્શનનો લાભ થતાં જો જીવ અક્ષય મોક્ષસુખને પામે છે. (ભગવતી આરાધના - ગાથા ૭૪૯) ૩. જે પ્રાણી કષાયના આ તાપથી તપ્ત છે, ઇન્દ્રિય વિષયરૂપી રોગથી મૂછિત છે અને ઈષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગથી ખેદખિન્ન છે - તે બધા માટે સમ્યકત્વ પરમ હિતકારી ઔષધી છે. (સાર સમુચ્ચય – ગાથા ૩૮) ૪. સમકિતી સર્વત્ર સુખી સમ્યગ્દર્શન સહિત જીવનો નરકવાસ પણ શ્રેષ્ઠ છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત જીવનો સ્વર્ગમાં વાસ પણ શોભતો નથી. કેમ કે તે આત્મજ્ઞાન વગર સ્વર્ગમાં પણ તે દુઃખી છે. જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં જ સાચું સુખ છે. (સાર સમુચ્ચય - ગાથા ૩૯) ૫. સમ્યકત્વની દુર્લભતા: કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને ભવસમુદ્ર પણ અનાદિ છે, પરંતુ અનાદિકાળથી ભવ સમુદ્રમાં રખડતાં આ જીવે બે વસ્તુ કદી પ્રાપ્ત કરી નથી - ૧) જિનવર સ્વામી ૨) સમ્યકત્વ. (પરમાત્મા પ્રકાશ - અધ્યાય, ગાથા ૧૪૩) ૬. સર્વધર્મનું મૂળિયું જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે, યમ અને પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન જ છે, અને તપ તથા સ્વાધ્યાયનો આધાર પણ સમ્યગ્દર્શન જ છે એમ આચાર્યોએ કહ્યું છે. (જ્ઞાનાર્ણવ, અધ્યાય - ગાથા ૫૪) ૭. જ્ઞાન-ચારિત્રની શોભા સમ્યકત્વથી જ છે - વિશેષ જ્ઞાન કે ચારિત્ર ન હોય છતાં જો એકલું માત્ર સમ્યગ્દર્શન જ હોય તો પણ તે પ્રશંસનીય છે; પરંતુ મિથ્યાદર્શનરૂપી ઝેરથી દૂષિત થયેલા જ્ઞાન કે ચારિત્ર પ્રશંસનીય નથી. (જ્ઞાનાર્ણવ, અધ્યાય ૧ - ગાથા ૫૫) સમ્યકત્વ અને મિથ્યાત્વનો પ્રભાવ (પશુ અને માનવી જેનું ચિત્ત મિથ્યાત્વથી વ્યાપ્ત છે એવો મિથ્યાદષ્ટિ જીવ, મનુષ્યપણું હોવા છતાં પણ પશુ સમાન અવિવેક આચરણ કરતો હોવાથી પશુ છે અને સમ્યકત્વ દ્વારા જેની ચૈતન્યસંપત્તિ વ્યક્ત થઈ ગઈ છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, પશુપણું હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી આચરણ કરતો હોવાથી મનુષ્ય છે. (સાગારધર્મામૃત અ. - ૧ ગાથા-૪) ૯. સમ્યગ્દષ્ટિની સંસાર મુક્તિઃ જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય એવા અવિરત સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિક દેવ અથવા ઉત્તમ મનુષ્યમાં જ જન્મે છે, એ સિવાય બીજે કયાંય જન્મતા નથી, તેથી ઉત્તમ દેવપણું Page #82 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્તમ મનુષ્યપણું એ બે ને છોડીને બાકીના સમસ્ત સંસારના કલેશથી તે મુક્ત છે. માટે સંસારના દુઃખોથી ભયભીત એવા ભવ્ય જીવોએ સમ્યગ્દર્શનની આરાધનામાં સદાય તત્પર રહેવું જોઈએ. (સાગાર ધર્મામૃત અ.૧ - ગાથા ૧૩) ૧૦. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ શ્રેષ્ઠ છે જે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં રહેલો છે, પરંતુ મિદષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી, માટે મિથ્યાદષ્ટિ મુનિ કરતાં સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. . (રત્નાકરંડ શ્રાવકાચાર - ગાથા ૩૩) ૧૧. બંધ અને મોક્ષનું કારણ: બંધના કારણ સંક્ષેતથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. તેનાથી અધિક જે કાંઈ કહેવામાં આવે તે આ ત્રણનો જ વિસ્તાર છે. શ્રી જિનેન્દ્રદેવે કહેલો મુક્તિમાર્ગ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણ સ્વરૂપ છે, તેનાથી જ સંવર-નિર્જરારૂપ ક્રિયા થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. (તસ્વાનુશાસન ગાથા ૮,૨૪) ૧૨. સમ્યકત્વના પ્રતાપથી પવિત્રતા : શ્રી ગણધરદેવોએ સમ્યગ્દર્શન સંપન્ન ચંડાળને પણ દેવ સમાન કહ્યો છે. ભસ્મમાં છુપાયેલ અગ્નિની ચિનગારીની જેમ તે આત્મા ચાંડાળ દેહમાં રહેલો હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપથી તે પવિત્ર થઈ ગયો છે તેથી તે દેવ છે. (રત્નાકરંડ શ્રાવકાચાર ગાથા ૨૮) ૧૩. સવિકલ્પ દશા વખતે જ હું દ્રવ્ય સ્વભાવે નિર્વિકલ્પ સમજ પરમ તત્વ છું એમ જેને પર્યાયમાં સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી ગયું ને તેનો માત્ર જ્ઞાતા રહી ગયો. એ રીતે ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્યકર્મનો પણ નિરોધ થઈ જાય છે ને દ્રચકર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે. એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૪. કમબદ્ધ પર્યાયની સિદ્ધિમાં સમ્યકત્વ છેઃ જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે - એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું ! અરે ! નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાય ઉપરથી દષ્ટિ હટી ગઈ અને પરની કર્તબુદ્ધિ છૂટી જાય છે એટલે જ્ઞાતા-દષ્ટ થાય છે - “હું જાણનાર છું, કરનાર નથી' એ જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. જે સ્વનો જ્ઞાતા થયો એ સમ્યગ્દષ્ટિ થઈ ગયો. (પૂ. ગુરુદેવશ્રી) ૧૫. સંસારી જીવમાં સાંસારિક ગુણો એટલે કે વિકારી પર્યાય હોય છે ને સિદ્ધને સદા નિર્વિકારી પર્યાય હોય છે. વિકાર કે અવિકાર અવસ્થા-પર્યાયમાં અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન વર્તતી પરિણતીમાં તે તે પર્યાયની અસ્તિ છે ખરી તો પણ તે વસ્તુસ્વભાવમાં નથી. ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકરૂપ દ્રવ્યમાં તેની અસ્તિ છે જ નહિ. (પૂ. ગુરુદેવશ્રી) ૧૬. જેણે દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? - કે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ તોડી, મતિને અંદર જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વ તરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન Page #83 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં ફરી ફરીને મતિ-શ્રુતને જોડવાં. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાનદશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુઃખનું મૂળ છે. સમ્યકત્વ થતાં સુખની પ્રાપ્તિ થશે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૭. સંસારમાં જ્યારે જીવ પર્યાપ્તિ બાંધે છે ત્યારે એક સાથે બાંધે છે અને પછી તે પૂર્ણતાને ક્રમે ક્રમે પામે છે. તેમ આત્મામાં મોક્ષ દશા પ્રગટ કરનાર પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે એક સાથે બધા ગુણો અંશે શુદ્ધ થાય છે અને પછી પૂર્ણતા ક્રમે ક્રમે થાય છે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૮. મિથ્યાદષ્ટિ કદાચિત શુભ પરિણામથી શાતાવેદનીયના ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરની સ્થિતિ બાંધે છે; પરંતુ ત્રસની બે હજાર સાગરથી વધુ સ્થિતિ હોતી નથી. તેથી તે પરિણામ ફરી જઈને, તે સ્થિતિ તોડીને, શુભમાંથી અશુભમાં આવી, તે મિથ્યાદષ્ટિ મિથ્યાત્વના જોરથી નિગોદમાં ચાલ્યો જાય છે; કેમ કે સ્વભાવનું ભાન નથી. તેથી શુભ પલટીને અશુભભાવ થાય છે અને નિગોદમાં જાય છે. સમ્યગ્દષ્ટિ શુભ પરિણામથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તો અંતઃક્રોડાકોડીની બાંધે છે. પણ વાસમાં રહેવાનો કાળ એટલો નથી, તેથી તે તોડીને શુદ્ધ પરિણામને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. (પૂ. ગુરુદેવશ્રી) ૧૯. સમ્યગ્દર્શનનું ફળ : ચારિત્રની શુદ્ધતા એક સાથે સંપૂર્ણ પ્રગટી જતી નથી, પણ ક્રમે ક્રમે પ્રગટે છે. જ્યાં સુધી અપૂર્ણ શુદ્ધદશા રહે છે ત્યાં સુધી સાધનદશા કહેવાય છે. શુદ્ધતા કેટલી પ્રગટે ? કે પહેલાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કરીને જે આત્મસ્વભાવ પ્રતીતમાં આવ્યો છે તે સ્વભાવના મહિમા વડે જેટલા જોરથી તે સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરે તેટલી શુદ્ધતા પ્રગટે છે. આથી શુદ્ધતાનું પહેલું પગથીયું શુદ્ધાત્માની પ્રતીતિ અર્થાત્ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પછી પુરુષાર્થ વડે ક્રમે ક્રમે સ્થિરતા વધારીને અંતે પૂર્ણ સ્થિરતા વડે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને મુક્ત થઈ જાય છે અને સિદ્ધદશામાં અક્ષય અનંત આત્મસુખનો અનુભવ કર્યા કરે છે. મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન કર્યું તેનું જ આ ફળ છે. ૨૦. તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલ છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. જેણે આત્મા જાગ્યો હોય - એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહિ. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જ છે. સમ્યક સમજણ તે જ ધર્મનું પગથિયું છે. કેવળજ્ઞાનદશા તે સંપૂર્ણ ધર્મ છે. શ્રદ્ધારૂપી ધર્મ એ જ ધર્મનું પહેલું પગથિયું છે. એ રીતે સમ્યગ્દર્શનનું માહાત્મ જાણો! ૪. સમ્યગ્દર્શનનો મહિમા વર્ણવતા શ્લોકો ૧. જે આત્મા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો છે તે આત્મા ભ્રષ્ટ જ છે. સમ્યગ્દર્શનથી રહિત આત્મા કદી મોક્ષ પામી શકતો નથી. ૨. આ જન્મતો દુઃખનું કારણ છે; છતાં તેનો જન્મ વખાણવા લાયક છે જેણે જન્મ લઈને આત્મજ્ઞાન Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અને વેરતી પ્રાપ્ત કર્યા છે. હા, ગમે તેવા જ્ઞાન અને વિરતિ નહિ, પરંતુ સમ્યગ્દર્શનથી યુક્ત એવા જ્ઞાન અને વિરતી. ૩. દાન, શીલ, તપ, ભાવના બધી જ શુદ્ધ ધર્મક્રિયાઓ પણ તો જ મોક્ષના ફળ આપનારી બની શકે છે જો તેમને સમ્યગ્દર્શનનો સહકાર હોય; અન્યથા નહિ જ. ૪. ધર્મ કાર્યથી કોઈ ચડિયાતું કોઈ કાર્ય નથી; પ્રાણી હિંસા જેવું કોઈ અકાર્ય નથી; સ્નેહ-રાગ જેવું કોઈ બંધન નથી. અને સમ્યગ્દર્શનના લાભ જેવો બીજો કોઈ લાભ નથી. ૫. જન્મ, જરા, માંદગી અને મૃત્યુના દુઃખો કેટલા બધાં કાતીલ છે તે વાતની જાણ છે; તે વાતની ચિંતા પણ છે; પરંતુ કાશ ! તો ય વિષયસુખોથી આ જીવને વિરાગ પ્રગટતો નથી ! કેટલી તીવ્ર મિથ્યાત્વની ગાંઠ છે. સમ્યગ્દર્શનથી જ આ મિથ્યાત્વની ગાંઠ તૂટે અને ગ્રંથિ ભેદ થઈ શકે અને આ બધા દુઃખ ટળી શકે. ૬. સમ્ય દર્શન પ્રાપ્ત થાય તો જ સાચી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય; અન્યથા તે ચિત્તશુદ્ધિ અજ્ઞાનમૂલક હોઈ શકે અને તે આપત્તિઓનો ખડકલો કરનારી બની શકે. ૭. એક આત્મા બધા કામસુખોને ત્યજી દે; રે ! નિવૃત્તિના માર્ગે પ્રયાણ કરે; એટલું જ નહિ પણ દુઃખોનો સામી છાતીએ સખત લડત પણ આપે તો ય - જો તે સમ્યગ્દર્શન પામ્યો ન હોય - તેને મોક્ષ થઈ શકતો નથી. ૮. આંખોમાં જે સ્થાન કીકીનું છે; પુષ્પમાં જે સ્થાન સુગંધનું છે તે જ સ્થાન સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં સમ્યદર્શનનું છે. ૯. ‘કોઇ પણ જીવની ન હિંસા કરવી જોઈએ' એ જ તત્ત્વ છે, એ જ જિનઆજ્ઞા છે. એ તત્ત્વ પર શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. ૧૦. અહાહા ! અદ્ભૂત ! જેની પ્રાપ્તિ થવાથી અનંતકાળના અનંત દુઃખ ટળી અને અનંતકાળ સુધી અનંત, અક્ષય સુખની પ્રાપ્તિ થાય એ સમ્યગ્દર્શન કો ઈ અલૌકિક ચીજ છે, ચૈતન્ય ચમત્કાર છે. આવો તેનો મહિમા સમજાવવો જોઈએ. ૧૧. મોક્ષસુખ પણ તે જ ધર્મ આપી શકે જે ધર્મની સાથે સમ્યગ્દર્શન, કષાયની મંદતા, ગુણીજન પ્રત્યે અનુરાગ અને ધર્મક્રિયામાં તન્મયતા ભળેલાં હોય. ૧૨. મિથ્યાત્વ(સમ્યગ્દર્શનનો વિરોધી) એના જેવો કોઈ મહારોગ નથી(આત્મભ્રાંતિ સમ રોગ નહિ), એના જેવો સંસારમાં રખડાવનાર કોઈ શત્રુ નથી, એ અજ્ઞાનતા જેવો કોઈ અંધકાર નથી, બીજો કોઈ એના જેવો મહાપાપ નથી. ૧૩. અરે મારા હૈયે તો જિનની આજ્ઞા જ છે. આ વાત સમ્યગ્દષ્ટિને જ હોય; પણ પુણ્યહીન હું કેવો છું કે આચારમાં તો ઊંધુ ચારિત્ર છે ! આ બોલવાથી ય સર્યું ! કેવો ભયંકર આ વિસંવાદ ! Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૧૪. સમ્યગ્દર્શન વિના વિરતીની શક્યતા નથી અને વિરતી વિના મુક્તિની શક્યતા નથી. ૧૫. જિનવાણીના વિરાટ સાગરમાં સૌથી મહત્ત્વની ત્રણ વસ્તુઓ છે. (૧) અહિંસા (૨) સ્યાદ્વાદ (૩) સમ્યગ્દર્શન. આ બધાનો સાર વીતરાગતા જ છે. ૧૬. પ્રવચન અનુસારી જીવન જીવવારૂપ પ્રવચનભક્તિ તો મારામાં નથી, પણ વ્યક્તિઓને વિધિમાર્ગનું કથન કરવું; વિધિ પ્રત્યે અનુરાગ દાખવવો, વિધિના રાગીઓ સામે વિધિનું સ્થાપન કરવું અને અવિધિનો નિષેધ કરવો એવી જે પ્રવચનભક્તિ અર્થાત્ સમ્યગ્દર્શન છે તે તો મારામાં છે જ! ૧૭. હે શ્રાવક! સંસારના દુઃખોનો ક્ષય કરવા માટે પરમ શુદ્ધ સમ્યકત્વને ધારણ કરીને અને તેને મેરુ પર્વત સમાન નિપ રાખીને તેને જ ધ્યાનમાં ધ્યાવ્યા કરો. ૧૮. જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને સમ્યકત્વરૂપ પરિણમનથી તે જીવ અષ્ટ કર્મોનો ક્ષય કરે છે. ૧૯. ત્રણ કાળમાં ત્રણ લોકમાં પણ પ્રાણીઓને સમ્યકત્વ સમાન બીજું કાંઈ શ્રેયરૂપ નથી તેમજ - મિથ્યાદર્શન સમાન બીજું કાંઈ અહિતરૂપ નથી. ૨૦. જેઓ સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે તે બધાય નિશ્ચયથી આત્મદર્શન(સમ્યગ્દર્શન) વડે જ સિદ્ધ થાય છે એમ નિઃશંકપણે જાણો! ૨૧. જે પ્રાણી કષાયના આતાપથી તમ છે, ઇન્દ્રિય વિષયરૂપી રોગથી મૂછિત છે અને ઇટ વિયોગ તથા અનિષ્ટ સંયોગથી ખેદ ખિન્ન છે - તે બધાને માટે સમ્યકત્વ હિતકારી ઔષધી છે. ૨૨. જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે. યમ અને પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન જ છે અને તપ તથા સ્વાધ્યાયનો આધાર પણ સમ્યગ્દર્શન જ છે. ૨૩. આ સમ્યગ્દર્શન મહારત્ન છે, સર્વ લોકમાં એક ભૂષણરૂપ છે, સર્વલોકમાં અત્યંત શોભાયમાન છે અને તે જ મોક્ષ પર્વત સુખ દેવામાં સમર્થ છે. ૨૪. સમ્યગ્દર્શન એ મોક્ષનો દરવાજો છે. સુખનો પ્રારંભ ત્યાંથી થાય છે. ૨૫. સમ્યકત્વ વગરના જીવો પુણ્ય સહિત હોય તો પણ જ્ઞાનીઓ તેને પાપી કહે છે; કારણ કે પુણ્ય-પાપ રહિત સ્વરૂપનું ભાન ન હોવાથી પુણ્યના ફળની મીઠાસમાં પુણ્યનો વ્યય કરીને, સ્વરૂપના ભાન રહિત હોવાથી પાપમાં જવાના છે. ૨૬. સમ્યકત્વ સહિત નરકવાસ પણ ભલો છે અને સમત્વ રહિતનો દેવલોકમાં નિવાસ પણ શોભા પામતો નથી. ૨૭. અપાર એવા સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપ જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન થતુર ખેવટિયો (નાવિક) છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૨૮. એક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હોય તો તેને મોક્ષમાર્ગી કહ્યો અને મિથ્યાદષ્ટિ મુનિને સંસારમાર્ગી કહ્યો. ૨૯. સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોય તો પણ તેની દુર્ગતિ થતી નથી. તે નારકી, પશુ, નપુંસક, સ્ત્રી, નીચકુળ, વિકલાગ, અલ્પ આયુષ્ય કે દરિદ્રી તરીકે જન્મ લેતો નથી. ૩૦. “વ્રત નહીં, પચ્ચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપાતીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો.” સમ્યગ્દર્શનનું માહાત્મ બતાવતાં ઠાણાંગસૂત્રની શાખ આપી કહે છે કે શ્રેણિક મહારાજાને કોઈ વ્રત, પચ્ચખાણ નહોતું છતાં તેઓ એકાવતારી અને તીર્થંકર નામકર્મયુક્ત થયા, કારણ કે તે તો ક્ષાયિક સમ્યકત્વી હતાં. શ્રીમદ રાજચંદ્ર પોતે મહાવ્રતધારી નહોતા છતાં એકાવતારી પુરુષ હતાં તે પણ સમ્યગ્દર્શનની જ કૃપા છે. સમ્યગ્દર્શન સહિત વ્રત અને મહાવ્રત હોય તો ગુણસ્થાનક આગળ વધે છે, તે સોનામાં સુગંધ કહેવાય. પૂર્ણ જીવનની શોભા ને સાર્થકતા સમ્યગ્દર્શન જ છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા લક્ષમાં લેવા જેવો છે. ૫. સમ્યગ્દર્શન - જીવનનું સુપ્રભાત ! અનાદિકાના પરિભ્રમણના કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સમ્યગ્દર્શન એ સુપ્રભાત છે. પ્રભાત થતાં સૂર્યના પ્રકાશ વડે જેમ ધરા પ્રકાશી ઊઠે છે એમ સમ્યગ્દર્શન પ્રગટ થતાં ચૈતન્ય સમ્યજ્ઞાનપ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનું યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાય છે. અનંતકાળની મિથ્યા ભ્રમણાઓ ભાંગી જાય છે. અજવાળું થતાં જેમ અંધકાર દૂર થઈ જાય છે, અદશ્ય થઈ જાય છે તેમ સમ્યજ્ઞાને કરીને અંધકાર દૂર થઈ જાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માનો ગુણરાશિ પ્રગટતો જાય છે. તે દ્વારા સકામ નિર્જરા કરીને આત્મા અનુક્રમે શુદ્ધ જીવનનો સ્વામી બને છે. સમ્યકત્વ એટલે યથાર્થતા -વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું અને માનવું. મિથ્યાત્વ એટલે વિપરીતતા -વસ્તુનું સ્વરૂપ હોય તેનાથી વિપરીત માનવું - અધિક કે ઓછું માનવું તે વિપરીતતા છે. હવે સમ્યક્ત એ જીવનનું સત્ય અને સત્ત્વ છે, તે અંતર્મુખતા છે. મિથ્યાત્વ એ બહિર્મુખતા અને વિપર્યાસપણું છે. ગુરુગમે નિર્મળબુદ્ધિ, શ્રદ્ધા અને અનુભવની પ્રતીતિ એ સમ્યત્વ છે. નિજ મતિ કલ્પનાએ. સ્વચ્છંદતાએ માનેલું વસ્તુનું સ્વરૂપ ભ્રમણારૂપ મિથ્યાત્વ છે. સમ્યગ્દષ્ટિવંત આત્મા સ્વ-પરના ભેદનો અનુભવ કરે છે. અને સચિત્ત-આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. બાહ્ય સંયોગો વગેરે તેના આત્માને અંતરાય કરતાં નથી કારણ કે તેમાંથી ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિનો અભાવ થઈ ગયો છે. કવચિત વિષમ પરિસ્થિતિ આવે તો પણ તેમાં આકુળતા-વ્યાકુળતા થતી નથી. આ છે સમ્યકત્વનો મહિમા! સમ્યગ્દર્શન થાય ત્યારના અનુભવની દશા કોઈક અલૌકિક જ હોય છે. જ્યારે સમ્યગ્દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, સુખના પહેલાં કણકાનો અપૂર્વ સ્વાદ આવે છે ત્યારે જાણે સૂર્યના કિરણોનો Aી પડે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પ્રકાશ થાય છે. સમત્વ પ્રગટવાના સમયે સ્વાનુભવદશા હોય છે તેમાં અપૂર્વ અતીન્દ્રિય આનંદનો પ્રકાશ થાય છે, લાભ થાય છે. તે સહજ સુખનો બોધ થતાં - અનુભવ થતાં સ્વસંવેદન થતાં જ ઇન્દ્રિયસુખ અને આખા સંસારના બધા સુખદેવગતિ સહિતના) તુચ્છ લાગે છે. સમ્યકત્વી સદા સુખી, નિર્ભય, નિર્ભર અને પૂર્ણ શાંતિમાં જ રહે છે. તેને સહજ સુખ સ્વાધીન હોવાથી જ્યારે ઇચ્છે ત્યારે અંતર્મુખ અવલોકતાં તેની પ્રાપ્તિ થાય છે. તેને હવે જગતના વિષયોમાંથી રુચિ હટી જતાં, બીજે ક્યાંય ગોઠતું નથી. બીજા કોઈ સાધનનો આશ્રય જરૂરી નથી. બીજી બધી સાંસારિક આકર્ષક - મનને લોભાવનારી પ્રવૃત્તિઓમાં સુખ કે દુઃખ લાગતું નથી - સમ્યકત્વનું બળ હવે તેને પતિત થવા દેતું નથી. તે સદાય પોતાનામાં જ મગ્ન અને આનંદિત રહે છે. સમ્યગ્દર્શન પ્રગટાવવાના કાળે તો નિર્વિકલ્પ સમાધીરૂપ સ્વાનુભૂતિ હોય જ. અપૂર્વ આનંદની સાથે તે હોય છે. તે વખતના ઉપયોગને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. ત્યાર પછીના કાળે પણ સમકિતીને અનુભૂતિ કોઈક કોઈક વાર લાંબા અંતરના ગાળે થાય છે તો પણ શુદ્ધાત્મ પ્રતીત તો સદૈવ જ હોય તેને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની મહાન શક્તિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી. આ છે સમ્યગ્દર્શનનો અભૂત મહિમા ! સમ્યગ્દર્શન - ભ્રમોથી મુક્તિ અજ્ઞાનતા, માયા, ભ્રાંતિ, મિથ્યાદષ્ટિ, પર્યાયદષ્ટિ - બધા શબ્દોનો અર્થ એક જ છે. માનવ પોતાની અંદર જે ખૂટે છે તેનું આરોપણ કરી તે પોતાને તેમ માનવા લાગે છે. રસીમાં સાપનો ભ્રમ જેમ ભયનું કારણ બને છે, તેવી જ રીતે માનવ ભ્રમોને લીધે પોતાનાથી દૂર થઈ જઈ આ દુઃખરૂપ સંસારયાત્રા કરી રહ્યો છે. આ ભ્રમ મનુષ્ય જીવનમાં કુટુંબ, સંપ્રદાય, રાષ્ટ્ર બધાથી પોષાતો રહે છે. આ એક ભયંકર રોગ છે. આ અજ્ઞાનની અધંકારમય ખીણમાંથી સમ્યગ્દષ્ટિ વિવેકી વ્યક્તિ જ માનવને બહાર કાઢી શકે. એના ઉપદેશમાં આવે છે કે તમે તમારા યથાર્થ સ્વરૂપને જુઓ! જાણો ! ઓળખો! અનુભવો! તું કોણ છો ? તારું સાચું સ્વરૂપ શું છે? તું કોનાથી પ્રભાવિત થઈ રહ્યો છે? તને કોણ સંચાલિત કરી રહ્યું છે? તું કોનાથી પ્રશિક્ષિત થઈ રહ્યો છે? તને આજ સુધી જે બતાવવામાં આવ્યું છે તે ખરેખર તું છે? આ નામ, રૂપ આદિ તારો ધર્મ કે સ્વભાવ છે? જુદા જુદા વિશેષણોથી જેને બોલાવવામાં આવે છે તે તું છે ખરો? તું દષ્ટા છે કે દશ્ય છે? શું તું તે ઇન્દ્રિયો છે? શું તું મન, બુદ્ધિ, અહંકાર છે કે એનાથી પર છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જુદું તારું કાંઈ અસ્તિત્વ છે ખરું? શું શરીર અને તું એક છો? કે તને એવો આભાસ થઈ ગયો છે? મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાય ભાવ એ તારા છે? એ બધા તારી અંદર શું કામ ઉદ્ભવે છે? આના ઉત્પાદક કોણ છે? શું આ ચેતનાનો ધર્મ છે? સ્વરૂપ સંબંધી અનાદિથી ચાલી આવેલી ભ્રમણા એ કાંઈ તારી ચીજ છે ખરી? આ બધાં સંયોગોની પ્રાપ્તિ શા કારણે છે? Page #88 -------------------------------------------------------------------------- ________________ આવા અનેક પ્રશ્નોનો વિવેકપૂર્વક શાંત ભાવે વિચાર કરતાં, એ બાબત વસ્તુસ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસથી શરૂઆત કરતાં, તેનું ચિંતન, મનન કરતાં, ઊંડાણમાંથી સમાધાન પ્રાપ્ત થતાં જીવ યથાર્થ ભૂમિકા પર આવે છે. જિજ્ઞાસુ જીવને પાત્રતા થતાં સ્વરૂપ સંબંધી રુચિ ઉત્પન્ન થાય છે અને એને સ્વરૂપનો પ્રકાશ દેખાવા માંડે છે. જેમ જેમ સમજણ વધતી જાય છે, તેમ તેમ ભ્રાંતિ દૂર થતી જાય છે. મિથ્યાત્વના ગઢ તૂટતા જાય છે. એ પ્રકાશની સાથે જ અંધકાર વિલીન થતો જાય છે. “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” બોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” શ્રીમદ્ રાજચંદ્રનો આ બોધ કેટલો માર્મિક છે ! આમજ્ઞાન, સમ્યક્ દષ્ટિ થતાં જ બધું બદલાઈ જાય છે. બધા જ ભ્રમો, માન્યતાઓ, પૂર્વગ્રહો, અજ્ઞાનના વાદળા જેવો જ્ઞાનપ્રકાશ થાય છે તેવા વિલીન થતાં વાર લાગતી નથી. સમ્યગ્દર્શનથી હિતઅહિતના વિવેકનો અભ્યદય થાય છે. જીવને, આત્માને પોતાનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માંડે છે. દુઃખનો ભ્રમ ટળી જાય છે. સુખની અનુભૂતિ થવા લાગે છે. સમ્યગ્દર્શનથી જ આ ભ્રમોની મુક્તિ મળે છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન.” ભ્રમોથી મુક્તિનો એક જ ઉપાય છે - સમ્યગ્દર્શન! પુનિત - સમ્યગ્દર્શન : ૧. “આ ત્મા છે, પરથી જુદો છે, પુણ્ય-પાપ રહિત જ્ઞાતા છે.' આટલું માત્ર જાણવાથી સમ્યગ્દષ્ટિપણું થઈ શકતું નથી. જાણપણું તે તો જ્ઞાનના ઉઘાડનું કાર્ય છે. હું આત્મા છું અને પરથી જુદો છું એટલું માત્ર માનવું યથાર્થ નથી. કેમ કે આત્મામાં માત્ર અસ્તિત્ત્વપણું જ નથી અને માત્ર જ્ઞાનપણું જ નથી. પરંતુ આત્મામાં જ્ઞાન, દર્શન, વીર્ય, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણો છે. તે અનંતાગણો સ્વરૂપ આ માના સ્વાનુભવ વડે જ્યાં સુધી આત્મસંતોષ ન થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિપણું નથી. ૨. “નવ તત્ત્વોનું જ્ઞાન” એનું પણ પ્રયોજન તો ભગવાન આત્માને જુદો તારવી સ્વાનુભવ જ છે. વિકલ્પ વડે જ્ઞાનમાં જે જાણ્યું તેટલાં જાણપણામાં જ સંતોષ માની પોતાને સમ્યગ્દષ્ટિ માનવું એ માન્યતામાં આખા પરમ આત્મસ્વભાવનો અનાદર છે. સમ્યગ્દર્શન અભૂતપૂર્વ ચીજ છે. તે માત્ર વિકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય એવું મફતીયું નથી. પવિત્ર સ્વભાવની સાથે પૂરેપૂરો સંબંધ ધરાવનારું સમયગ્દર્શન વિકલ્પોથી પેલે પાર સહજ સ્વભાવના પ્રત્યક્ષપણા વડે પ્રાપ્ત થાય છે. જ્ઞાન-ચારિત્રતપ ત્રણેને ઉજ્જવળ કરનાર એવી એ સમ્યક શ્રદ્ધા એ પ્રધાન આરાધના છે. સમ્યકત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વમહિમા છે. નિશ્ચય સમ્યગ્દર્શન થયાં પહેલાં સંતોષ માની લેવો અને તે આરાધનાને પડતી મૂકી દેવી એમાં પોતાના આત્મસ્વભાવનો અને કલ્યાણમૂર્તિ શ્રી સમ્યગ્દર્શનનો મહા અપરાધ, અવિનય અને અભક્તિ છે કે જેનું મહા દુઃખદાયી ફળ વર્ણવી શકાય એમ નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૭ માટે હે ભવ્ય જીવો! આ પવિત્ર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયે સમયે તેને આરાધો. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પરમ ઉપાયમાં નિરંતર જાગૃત રહેવું એ નિકટ ભવ્ય આત્માનું મહા કર્તવ્ય ૩. આત્મવસ્તુ એકલી દ્રવ્યરૂપ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. આત્મા અખંડ, અભેદ, શુદ્ધ છે” એમ તો સાંભળીને માને પરંતુ પર્યાયને સમજે જ નહિ, અશુદ્ધ અને શુદ્ધ પર્યાયનો વિવેક કરે નહિ એને સમ્યકત્વ હોઈ ન શકે. જ્યારે બધાય ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યગ્દર્શનરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. ૪. જ્ઞાનગુણે વિકલ્પ વડે આત્માને જાણવાનું કાર્ય કર્યું પરંતુ ત્યારે શ્રદ્ધા ગુણ તો મિથ્યાત્વરૂપી કાર્ય કરી રહ્યો છે, આનંદગુણ તો આકુળતાનું વેદન આપી રહ્યો છે – આ બધું ભૂલી જાય અને માત્ર જ્ઞાનથી જ સંતોષ માની લે તો તેમ માનનાર જીવને સમ્યગ્દર્શન ન થાય. આ તો નિર્વિકલ્પ અનુભૂતિનો વિષય છે. ૫. પોતાની પર્યાયની પામરતાં જીવને જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી તેની દશા સમત્વ સન્મુખ નથી. પરિણતિનું સહજપણે આનંદમયપણું હોવાને બદલે એકલી કૃત્રિમતા અને ભય-શંકાઓમાં ઝોક થતાં હોય, એકએક ક્ષણેક્ષણની પરિણતિ વિકારના ભાવનીચે જટાયેલી હોય છતાં પણ પોતાને સમ્યગ્દષ્ટિ માની લેવું એ તો નર્યો દંભ છે, અજ્ઞાનતા અને સ્વ આત્માની છેતરપીંડી છે. ૬. અહા! કેવળી પ્રભુનું આત્મપરિણમન સહજપણે કેવળજ્ઞાનમય પરમ સુખદશાપણે જ પરિણમી રહ્યું છે, એ સહજપણે પરિણમતા કેવળજ્ઞાનનું મૂળ કારણ સમ્યકત્વ છે. ૭. સમ્યગ્દર્શન એટલે સમ્યફદશાની પ્રતીતિમાં આખો આત્મા આવી જાય છે. એ સમ્યગ્દર્શનનો મહિમા અપાર છે.માટે બધા ભ્રમ ટાળી રત્નત્રયી આરાધના - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ આરાધનામાં નિરંતર પ્રવર્તવું એ પરમ પાવનકારી પ્રવૃત્તિ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬૮ સમ્યગ્દર્શનનો અર્થ ૧. વ્યાખ્યા : શબ્દાર્થ : સમ્યક્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવ. સમકિત એટલે સાચી માન્યતા, યથાર્થ શ્રદ્ધા. ‘દર્શન’ શબ્દની ઉત્પત્તિ વા ધાતુથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે ‘દેખવું’ - ‘જોવું’. પ્રત્યક્ષ જાણવું. સમ્યગ્દર્શનમાં ‘દર્શન’નો પ્રયોગ શ્રદ્ધાનના અર્થમાં છે. સામાન્ય અવલોકન કે ‘દેખવું’ એવાં અર્થમાં નથી. આલોચનાત્મક વ્યાખ્યા અથવા તર્કપૂર્ણ નિરીક્ષણ ‘દર્શન’નો અર્થ થાય છે. આધ્યાત્મિક દર્શન પણ અર્થ થાય છે. સમ્યક્ત્વનો અર્થ થાય છે સચ્ચાઈ. પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ એનું જ નામ સમ્યગ્દર્શન. આત્માના દ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં રુચિ ઉત્પન્ન થવી અર્થાત્ તે જજ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પ્રમાણે આત્મા સાક્ષાત ભાસે તે જ પ્રમાણે તેનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થઈ જવાને સમ્યગ્યારિત્ર કહેવામાં આવે છે. સમ્યક્ત્વ એટલે જે છે તે - યથાર્થ, ઉચિત સત્ય. આત્મા સત્ છે. તેની શ્રદ્ધા એ સમકિત છે. એ એક જ સત્ય છે. યથાયોગ્ય આત્માને જાણવું તે સમ્યજ્ઞાન છે. યથાયોગ્ય આત્માનું શ્રદ્ધાન થવું એ સમ્યગ્દર્શન છે. જેનો ભાવ એ છે કે સંપૂર્ણ સત્યને આત્માની સન્મુખ ઉપસ્થિત કરવું તે. સત્યના સ્વભાવનો યથાર્થ નિર્ણય કરી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ, યથાર્થ પ્રતીત થાય તે ‘સમ્યગ્દર્શન’ છે. ‘સમ્યક્’ પદ વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય)નો નિષેધ કરવા માટે છે. સમ્યક્ત્વનો વિરોધી શબ્દ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરોધી. ‘જે નથી તે છે’ એમ માનવું અથવા ‘જે જેમ છે તે તેમ નથી’ એ માનવું એ મિથ્યાત્વ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૯ યથાયોગ્ય આત્માને જાણવું એ જ્ઞાન છે. યથાયોગ્ય દેખવું એ દર્શન છે. જ્ઞાન એ ચહ્યું છે. ઉપયોગ એ દર્શન છે. દર્શન એ સમકિત છે. ઉપયોગ એ આત્મા છે. દર્શન : જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસ-ગંધ રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન'. સમ્યગ્દર્શન એટલે સાચા જ્ઞાનની વેદનપૂર્વક જાણકારી - અનુભૂતિ. સત્ય શું છે તે માત્ર મન અને ઇન્દ્રિયથી જાણવું એટલું જ પુરતું નથી. સત્યને અનુભવવું જોઈએ. આ તીવ્ર અનુભૂતિ એટલે સમ્યગ્દર્શન. આત્મસ્વભાવની અનુભૂતિ સમ્યકત્વ છે. આત્મજ્ઞાન સમ્યકત્વ છે. જો ને સાયો મH કંસ નો सेसा मे बहिरा भावा सव्वे संजोग लकखणा॥- “નિયમસાર” ભાવાર્થ એક જ મારો આત્મા શાશ્વત છે. તે જ્ઞાન, દર્શન લક્ષણવાળો છે. બાકીના જે બાહ્ય ભાવ છે તે મારા નથી, તે સર્વે સંયોગી ભાવ છે. આવી નિર્મળ શ્રદ્ધા થાય એ જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ, જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે એમાં સર્વ જ્ઞાન સમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યગ્દર્શન સમાય છે. આત્માની અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્પશ્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા રહે છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે. પવિત્ર પુરુષોની કૃપાદષ્ટિ રહે એ જ સમ્યગ્દર્શન છે. જે જ્ઞાન કરીને અજર, અમર, ટંકોત્કીર્ણ આત્માને દ્રવ્યાર્થિક નયથી જાણ્યો, તેને શંકાદિ રહિત શુદ્ધ, નિર્મળ પ્રતીતિ કરી, શ્રદ્ધા કરી તેને ભગવંતે દર્શન કહ્યું છે, જેનું બીજું નામ સમકિત છે. જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિડિગિચ્છા, મૂઢ દષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તેનું કથન થઈ શકતું નથી, મન જેનું મનન કરી શકતું નથી એવો માત્ર અનુભવ છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશા છે, આત્માનુભવ, સ્વાનુભવ છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન છે. તેને પુનઃ પુનઃ નમસ્કાર! છે. સમ્યગ્દર્શન શું છે? : વ્યાખ્યાઃ સમ્યગ્દર્શન તે જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણનો એક નિર્મળ પર્યાય છે. આ જગતમાં છ દ્રયો છે, તેમાં એક ચેતન દ્રવ્ય(જીવ) છે અને પાંચ અચેતન -જડ દ્રવ્યો(પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) છે. જીવ દ્રવ્ય અર્થાત્ આત્મવસ્તુમાં અનંતગુણો છે, તેમાં એક ગુણ શ્રદ્ધા(માન્યતા, વિશ્વાસ, પ્રતીતિ) છે, તે ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે, તે અવસ્થાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; તે શ્રદ્ધા ગુણની સવળી(શુદ્ધ) અવસ્થા તે સમ્યગ્દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આ નિશ્ચય સમ્યગ્દર્શનની શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ અને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદ દષ્ટિએ જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં જણાવેલ છે તે જાણવાની જરૂર છે. શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યગ્દર્શન છે. ૨. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (નિશ્ચય સમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદને ગુણ ભેદને સ્વીકારતું નર્થ - લક્ષમાં લેતું નથી.) ૩. સ્વરૂપનું શ્રદ્ધાન. ૪. આ-મશ્રદ્ધાન. ૫. સ્વ:૫ની યથાર્થ પ્રતીતિ. ૬. પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા-રુચિ. ૭. વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવ સ્વરૂપ નિજ પરમાત્માની રુચિ તે સમ્યગ્દર્શન. ૮. શુઇ, જીવાસ્તિકાયની રુચિરૂપ નિશ્ચય સમત્વ. જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૨. ‘જુવાદિ શ્રદ્ધાન સમ્યકત્વ છે એટલે કે જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપે આત્માનું પરિણમન તે સમ્યકત્વ છે. ૩. ભૂતાર્થ જાણેલાં પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક અવલોકન. ૪. નવ તત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે. ૫. શુઇ ચેતના એક પ્રકારની છે કેમ કે શુધનો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલ્બિધિ થાય છે તેથી તે શુદ્ધરૂપ છે અને તે જ્ઞાનરૂપ છે તેથી તે જ્ઞાનચેતના છે. બધ સમ્યદષ્ટિઓને આ જ્ઞાનચેતના પ્રવાહરૂપથી અથવા અખંડ એકધારારૂપ રહે છે. ૬. શેય-જ્ઞાતૃત્વની યથાવત્ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય. ૭. આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે. ૮. “ત્તા શ્રદ્ધનમ્ નમ્” તત્વ(વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘તત્વ એટલે તેનો ભાવ-સ્વરૂપ; “અર્થ એટલે દ્રબ-ગુણ-પર્યાય; ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન” એટલે સ્વરૂપ(ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૧ તે સમ્યગ્દર્શન છે. “તત્ત્વ અને તેના અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૯. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદષ્ટિમાં આત્મા તેજસમ્યગ્દર્શન છે. ચારિત્ર ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. જ્ઞાનચેતનામાં જ્ઞાન શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા જે દ્વારા અનુભૂત થાય તેને જ્ઞાનચેતના કહે છે. ૨. તેનો ખુલાસો એ છે કે - આત્માનો જ્ઞાનગુણ સમ્યકત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે તેને જ્ઞાનચેતના કહે છે. ૩. નિશ્ચયથી આ જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને જ હોય છે. અહીં આત્માનો જે શુદ્ધોપયોગ છે અનુભવ છે તે ચારિત્રગુણનો પવાર્ય છે. ૪. આત્માની શુદ્ધ ઉપલબ્ધિ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૫. દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે ભગવાન પરમાત્મા સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું ધામ એવા શુદ્ધ જીવાસ્તિકાયનું(પોતાના જીવ સ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. (આ વ્યાખ્યા સુખ ગુણની મુખ્યતાથી છે.) દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદ દષ્ટિએ વ્યાખ્યાઃ ૧. અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે(અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન છે. નયોના પક્ષપાતને છોડીને એક અખંડનો પ્રતિભાસ અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. ૨. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીતિ, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત.” પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની દત્તિ વહે તે પરમાર્થ સમ્યકત્વ છે. ૩. સમ્યગ્દર્શનનું અનેકાન્ત સ્વરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા લાયક છે. ૧. સમ્યગ્દર્શન - તમામ સમ્યગ્દષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એક સરખું છે. એટલે કે શુદ્ધાત્માની માન્યતા તે બધાને એક સરખી છે - માન્યતામાં કાંઈ ફેરફાર નથી, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭ર. ૨. સમજ્ઞાન - તમામ સમ્યગ્દષ્ટિઓને સમ્યપણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન કોઈને અધિક હોય છે. તેરમે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપતું જાણે છે. નીચેના ગુણસ્થાનોમાં(ચારથી બાર સુધીમાં) જ્ઞાન ક્રમે ક્રમે થાય છે અને ત્યાં જો કે જ્ઞાન સમ્યક છે તો પણ ઓછું-વધતું છે, તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં તફાવત છે. ૩. સમગ્યારિત્ર - તમામ સમ્યગ્દષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક છે. અને દસમાં ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે. તેરમા ગુણસ્થાને અનુજીવી યોગગુણ કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. ચૌદમા ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે તેથી ત્યાં ઔદયિક ભાવ છે. ૪. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે અને ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાન્ત સ્વરૂપ થયું. ૫. આ ભેદ પર્યાયાર્થિક નયથી છે, દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અભેદ-અખંડ છે એમ સમજવું. ૪. સમ્યગ્દર્શનનું સત સ્વરૂપ ૧. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધાગુણની નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને રામ્યગ્દર્શન પ્રગટે છે. હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું' એવા વિકલ્પોથી અથવા એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ રામયસાર અથવા શુદ્ધ આત્મા છે. ૨. ભેદના વિકલ્પ આવે, ગુણ-ગુણીના ભેદના વિકલ્પ હોય, છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. ભેદના વિકલ્પમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ૩. વિકલ્પ રાખીને નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડ-આનંદ, અભેદ આત્માનું લક્ષ ન્ય દ્વારા થતું નથી. સ્વરૂપના અનુભવ કરવા ટાણે બધા જ વિકલ્પ છૂટી જાય છે. ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી. ૪. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય ગુણ છે, તેને એકલા નિશ્ચય અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે. અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૫. સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય અખંડ એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. નિશ્ચય સમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદનો કે ગુણભેદને સ્વીકારતું નથીલક્ષમાં લેતું નથી. ૬. સમ્યગ્દર્શનનો વિષય એક પરિપૂર્ણ દ્રવ્ય જ છે, તે જ મોક્ષનું પરમાર્થ કારણ છે. ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. એકરૂપ અખંડ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ૭. સમ્યગ્દર્શન તો એક નિશ્ચય(અભેદ સ્વરૂપ)ને જ સ્વીકારે છે અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી (સાથે જ રહેતું) સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચયવ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ(સમ્યક્) થતું નથી. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે તેથી તે સમ્યક્ છે. અને દષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે છે તો તે રામ્યક્ છે. ૮. સમ્યગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે. જ ૯. સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે. ૧૦. સ્વરૂપ જાગૃતિ તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૧૧. સમ્યગ્દર્શન તે આત્માના ત્રિકાળી શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય છે. એક સમય પૂરતી પર્યાય છે. ૧૨. શ્રદ્ધા નામનો આત્માનો ગુણ છે અને સમ્યગ્દર્શન તે શુદ્ધ પર્યાય છે અને મિથ્યાદર્શન એ અશુદ્ધ પર્યાય છે. ૧૩. સમ્યગ્દર્શનને પર્યાય તરીકે જાણવું અને શ્રદ્ધાગુણ તો આત્મા સાથે ત્રિકાળ છે એમ વ્ય-ગુણને ત્રિકાળરૂપ જાણીને તેની પ્રતીત કરવી એનું નામ દ્રવ્યદૃષ્ટિ છે અને એ જ સમ્યગ્દર્શન છે. ૧૪. સમ્યગ્દર્શનની પર્યાય શ્રદ્ધાગુણમાંથી પ્રગટે છે અને શ્રદ્ધાગુણ આત્મા સાથે ત્રિકાળ છે -એમ ત્રિકાળ દ્રવ્યના લો સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પ્રગટે છે. ૧૫. શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય તે સમ્યગ્દર્શન છે. એ વ્યાખ્યા ગુણ અને પર્યાયનો ભેદ સમજવા માટે છે. ગુણ ત્રિકાળી શક્તિ સ્વરૂપ હોય છે અને પર્યાય દરેક સમયે સમયે વ્યક્તરૂપે હોય છે. ગુણથી કાર્ય થતું નથી, પર્યાયથી કાર્ય થાય છે. ૧૬. સમ્યગ્દર્શન તો નવી પ્રગટતી પર્યાય છે. એનો જેણે નકાર કર્યો તેણે ખરેખર પોતાની નિર્મળ પર્યાય પ્રગટાવવાના પુરુષાર્થનો જ નકાર કર્યો છે. ૧૭. શાસ્ત્રોમાં પાંચ ભાવોનું વર્ણન કરતાં ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપમિક ભાવના ભેદમાં સમ્યગ્દર્શનને ગણાવ્યું છે. એ ઔપશમિકાદિ ભાવો તો પર્યાયરૂપ છે, તો પછી સમ્યગ્દર્શન પણ પર્યાયરૂપ જ છે. ૧૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. એમાં સમ્યગ્દર્શન પણ મોક્ષમાર્ગપ જ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મોક્ષમાર્ગ તે પર્યાય છે. તેવી જ સમ્યગ્દર્શન પણ પર્યાય છે. ૧૯. ગુણ હોય તે ત્રિકાળ હોય અને પર્યાય હોય તે નવી પ્રગટે. ગુણ નવો પ્રગટે નહિ, પણ પર્યાય પ્રગટે. સમ્યગદર્શન તો નવું પ્રગટે છે, તેથી તે ગુણ નથી પણ પર્યાય છે. પર્યાયનું લક્ષણ ઉત્પાદ-વ્યય છે. ગુણનું લક્ષણ ધ્રુવ છે. શ્રદ્ધાળુણ ધ્રુવ છે. શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય એ સમ્યગ્દર્શન છે. ૨૦. જો કે નિશ્ચય નય અને સમ્યગ્દર્શન એ બન્ને જુદા જુદા ગુણોના પર્યાય છે તો પણ બન્નેનો વિષય એક છે - અર્થાત્ તે બન્નેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ” કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમ કે તેનો વિષય ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ આત્મા જ છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે. ૫. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે? હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું” એ નિર્ણય કર્યા પછી તેનો પ્રગટ અનુભવ કેવી રીતે કરવો ? નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવ કરવા માટે પર તરફ વળતા ભાવ જે મતિ અને શ્રુતજ્ઞાન તેમને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલા જે ભાવો પર તરફ વળતાં, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયાં છે. પુરુષાર્થ વડે એકલા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી જે વિકલ્પોની વૃત્તિઓ ઉઠે છે તે આકુળતા - આત્મશાંતિની વિરોધની છે. મન સંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા એ જ સમ્યગ્દર્શન છે. શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને, અંતસ્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને લક્ષમાં લઈને), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં જ શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે? શુદ્ધાત્મા આદિમધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતા સ્વરૂપ છે, હું શુદ્ધ છું કે અશુદ્ધ છું -એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખા વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્ય સ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળા છે, જ્ઞાનસ્વરૂપ અનંત અને વિજ્ઞાનઘન છે - એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવ ભાવે રાગનો કર્તા નથી. અખંડ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૫ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ, એવા જ્ઞાનના નિબિડ પિંડરૂપ પરમાત્મા સ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. નિશ્ચય અને વ્યવહારઃ આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્માને નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય છે તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાવ્યાં અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે - શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત છે. સમ્યગ્દર્શન થતાં શુ થાય? સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદપ્રગટ થાય છે. આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદના થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવમાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છું -એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અથવા સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બન્ને અભેદ લીધાં છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ૬. સમકિત વિષે શાસ્ત્રમાં વિવિધરૂપે નિરુપણ કરેલ છેઃ સમ્યત્વની વ્યાખ્યા મુખ્યત્વે બે પ્રકારે છે (૧) નિશ્ચયથી (૨) વ્યવહારથી. નિશ્ચય (પરમાર્થ)ઃ આત્માની સાચી ઓળખાણ થઈ તેનો અનુભવ થાય એ જ પરમાર્થ સમ્યકત્વ. આત્માના શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિને જ સમ્યગ્દર્શન કહે છે. વ્યવહાર : ૧. પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ વ્યવહાર સમ્યકત્વ છે. ૨. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. ૩. સદ્ગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, સત્ દેવ, સત્ ગુરુ, સત્ શાસ્ત્રની સાચી શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. ૪. “હું જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એવું સ્વ-પરનું ભેદજ્ઞાન કરી તેની શ્રદ્ધા કરવી તે પણ વ્યવહાર સમ્યકત્વ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્માની શ્રદ્ધા કરવી. ૬. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃત્તિ ૧) સમ્યકત્વ મોહનીય ૨) મિશ્ર મોહનીય ૩) મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ – એ દર્શન સપ્તક એટલે કે મોહનીય કર્મની સાત પ્રકૃત્તિઓના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધાગુણની નિર્મળ પરિણતિ. પ્ર. શું વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક છે? ઉ.: પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પપૂર્વક વ્યવહાર સમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે વ્યવહાર સમ્યગ્દર્શન ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તો પણ તેને ભૂતનૈગમનથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યગ્દર્શન હતું તે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ રીતે વ્યવહાર સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. વ્યવહારાભાસ સમ્યગ્દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાન શુન્ય આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કાર્યકારી નથી. ‘જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વીતરાગે કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્ય મતમાં કહેલાં દેવાદિતથી તત્ત્વદિને માને નહિ - તો એવા કેવળ વ્યવહાર સમ્યકત્વ વડે તે નિશ્ચય સમ્યકત્વી નામ પામે નહિ.’ તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યત્વ થયું છે એમ કહેવાય છે, પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમગ્દર્શન છે. | મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિનું) શ્રદ્ધાનો આભાસ માત્ર હોય છે, તેના શ્રદ્ધાનમાંથી વિપરીત અભિનિવેશનો અભાવ થયો નથી, વળી તેને વ્યવહાર સમ્યકત્વ આભાસમાત્ર છે તેથી તેને જવ-ગુરુ-ધર્મ, નવ તત્ત્વાદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશ અભાવ માટે કારણ ન થયું; અને કારાગ થયાં વિના તેમાં સમ્યગ્દર્શનનો ઉપચાર સંભવતો નથી; તેથી તેને વ્યવહાર સમ્યગ્દર્શન પણ સંભવતું નથી, તેને વ્યવહાર સમ્યકત્વ માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે : સમત્વની પ્રાપ્તિ માટે દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન અને તેના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન હોવા જોઈએ. ૧. દેવ: જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિદ્ધ ભગવાન સાચા દેવ છે. જેમના રાગ-દ્વેષાદિ-મોહાદિ ક્ષય થઈ ગયા છે તે વીતરાગ છે, અલોકાકાશ સહિત છ દ્રવ્યોના Page #99 -------------------------------------------------------------------------- ________________ સમુદાયરૂપ સમસ્ત લોકને જે ભૂત-વર્તમાન-ભવિષ્યના સમસ્ત અનંતાનંત પર્યાયો સહિત યુગપત્ જેઓ જાણે છે તે સર્વજ્ઞ છે. જે ખરેખર અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે આત્માને પણ જાણે છે અને તેનો મોહ અવશ્ય નાશ પામે છે.” અરિહંત દેવના પ્રગટ શુદ્ધ સ્વરૂપમાં અને સ્વભાવ પરિણતિથી, નિશ્ચય નથી, આપણા આત્મામાં ભિન્નતા નથી. તેથી અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, તેની શુદ્ધતા મનથી વિચારે, પછી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણે, વિચારે, ત્યાર બાદ ભેદનો વિકલ્પ પણ છોડી દે, અંતરંગ સ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પદશા ઉત્પન્ન થાય એટલે સમ્યગ્દર્શન પ્રગટે. ૨. ગુરુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જેઓ મહાન થયા છે તેઓ ગુરુ છે. બાહ્યાંતર અને અત્યંતર નિર્ગથ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ભાવલિંગી નગ્ન દિગુબર મુનિ - જેઓ સંવર-નિર્જરાયુક્ત બનીને મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થી બનેલા છે. તેઓ પરદ્રવ્યમાં અહં બુદ્ધિ કરતા નથી અને પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે. તેઓ પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. પંચ પરમેષ્ઠીમાં જેનું સ્થાન છે તેઓ સાચા ગુરુ છે. છ-સાતમે ગુણસ્થાને બિરાજતા મુનિ ભગવંતો જ આત્મજ્ઞાન પમાડવામાં નિમિત્તભૂત બને છે. તેઓ સ્વરૂપના જ્ઞાતા છે, શુદ્ધોપયોગ વડે પોતાના આત્માને અનુભવી રહ્યા છે, સ્વસ્વરૂપને વેદે છે એવા નિર્ગથ મુનિ ભગવંતો સાચા ગુરુ છે. ચોથે-પાંચમે ગુણસ્થાને રહેલાં આત્મજ્ઞાની પુરુષો પણ આત્માનું સ્વરૂપ પમાડવામાં નિમિત્તરૂપ હોવાથી તેમને પણ ઉપકારી ગુરુ ગણી શકાય, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સદ્ગુરુના લક્ષણ આ પ્રમાણે બતાડવામાં આવ્યા છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ.” ૧) આત્મજ્ઞાન સહિત છે એટલે સમ્યગ્દષ્ટિ છે. ૨) સમદર્શી એટલે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરહિત, મમત્વ રહિત. ૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધ રહિતપણે ઉદયાનુસાર વિચરે છે. ૪) તેમની વાણી હંમેશા જ્ઞાનમય - અપૂર્વ જ હોય છે. ૫) શ્રુતજ્ઞાનના પરમ અભ્યાસી છે. ૩. શાસ્ત્ર : જે મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે તે જ સન્શાસ્ત્ર છે. મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ જ છે. માટે જે શાસ્ત્રોમાં વીતરાગભાવોનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ સન્શાસ્ત્ર છે. સાક્ષાત કેવળી ભગવંતોની દિવ્યધ્વનિ સાંભળીને તથા તેમાંથી અગમ્ય અર્થ પણ જાણીને તદ્દાનુસાર ચાર જ્ઞાનના ધારક શ્રી ગણધર દેવ શાસ્ત્રોની ગૂંથણી - રચના કરે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પછી આચાર્ય ભગવંતો એ જ્ઞાનને પોતાના નિવૈભવ વડે અનુભવ પ્રમાણથી પરમાગમોની રચના કરી ગયા છે. એવા સત્ શાસ્ત્રોનું અવગાહન કરી, તેમાં બતાવેલ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી, તેની શ્રદ્ધા કરવાથી પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાય છે. અને તેની ભાવના વડે સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ થાય છે. આવી રીતે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની શ્રદ્ધા છોડીને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવેલ છે. ૮. તત્વાર્ધ શ્રદ્ધાનનું સચનમ્ (સમ્યગ્દર્શનનું લક્ષણ) અર્થ : તત્વ(વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ટીકાઃ ૧. તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય; ‘તત્ત્વ' એટલે તેનો ભાવ - સ્વરૂપનું સ્વરૂપ(ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. ૨. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. ૩. કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે' ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન(જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ભાવ'નું શ્રદ્ધાન જરા પણ કાર્યકારી નથી. ‘હું આત્મા છું' એવું શ્રદ્ધાન કર્યું, પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો “ભાવ”ના શ્રદ્ધાન વિના આત્માનું શ્રદ્ધાન ખરું નથી, માટે તત્ત્વ અને તેના અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૪. જીવાદિને જેમ તત્વ' કહેવામાં આવે છે તેમ અર્થ” પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે. અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે ‘તત્ત્વ છે. અને ‘અર્થ' કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રવા તે સમ્યગ્દર્શન છે. ' ૫. વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી, એમ બતાવવા માટે ‘દર્શન પહેલાં ‘સમ્યક પદ વાપર્યું છે. જીવ, અજીવ, આસ્ટવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. ૬. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે, અભેદ દષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. ૭. ‘તત્વ' શબ્દનો મર્મ ‘તત્ત્વ' શબ્દનો અર્થ ‘તપણું-તેપણું થાય છે. દરેક વસ્તુને તત્ત્વને સ્વરૂપથી તતપણું છે અને પરરૂપથી અતાણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૯ વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. જીવ પોતાથી તત હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ ‘ઘડાનું જ્ઞાન ઘડાને આધારે થાય છે' એમ કેટલાક જીવો માને છે પણ તે ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અત છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પર વસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે “જીવને તત્ત્વ માન્યું નથી. જો ઘડાથી ઘડ સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી; માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું. જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય. પણ તેમ બને નહિ. જીવાદિ સાત તત્ત્વો જે રૂપે અવસ્થિત છે, તે તત્ત્વોની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી, અન્યથા શ્રદ્ધાન કરવી તે સમ્યગ્દર્શન છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનની સાથે શુદ્ધાત્માનું શ્રદ્ધાન પણ સાથે હોય જ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન સાથે શુદ્ધાત્માનું સ્વરૂપે જાણીને ભૂતાર્થ સ્વભાવની સન્મુખ થઈ શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું તો જ સાત તત્ત્વોને યથાર્થ સ્વરૂપ જાણ્યા એમ કહી શકાય. એકલા વ્યવહારથી સાત તત્ત્વોને જાણે પરંતુ આત્મામાં પરિણમન કરી શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન પ્રગટાવે તો એવા આત્માને કેવળ વ્યવહાર શ્રદ્ધાથી સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ. ૯. સ્વ-પર ભેદ વિજ્ઞાન જ સમ્યગ્દર્શન છે : આત્મા અને દેહ(રાગ)નો જે ભેદ છે તેને તે પ્રમાણે યથાર્થ જાણવું તે ભેદજ્ઞાન છે. “સર્વથા સર્વથી ભિન્ન એટલે પર દ્રવ્યો અને પર ભાવોથી અત્યંત ભિન્ન એવા ત્રિકાળી ધ્રુવને-સ્વને જાણી તેની નથારૂપ શ્રદ્ધા કરવી, પ્રતીત લાવવી તે ભેદવિજ્ઞાન છે. સ્વરૂપના જ્ઞાન વડે આત્માને સર્વે પદાર્થોના દ્રવ્ય-ગુણ-પર્યાયોથી અને અન્ય સર્વ ભાવોથી પૃથ્થક ચિંતવવો, ભાવવો તે ભેદ વિજ્ઞાન છે. ભેદવિજ્ઞાનથી જ્ઞાયક આત્મા જ્ઞાયકપણે પ્રકાશે છે. એ ત્મા, આત્મા વડે, આત્મા માટે, આત્મામાં, આત્માનું જ જ્ઞાન કરે છે, ત્યારે ઉપયોગાત્મક આત્માનુભૂતિ પ્રગટે છે. આ બધું ભેદવિજ્ઞાનથી બને છે. સ્વને સ્વરૂપે જાણતાં એ પણ જાણવું જોઈએ કે આત્મામાં ઉત્પન્ન થતાં રાગાદિ વિભાવ ભાવો જે આમ્રવ-બંધરૂપ છે તે પણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે. અશુદ્ધ નિશ્ચય નયથી એ ભાવો વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થતાં હોવા છતાં પણ તે ભાવો આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાતા નથી, નિમિત્તના લક્ષે ઉત્પન્ન થાય છે અને પછી લય પામે છે તેથી આત્મા સાથે તેમનો અવિનાભાવી સંબંધ નથી. પ્ર.જ્ઞાછીણીથી જ્ઞાન અને રોગનો ભેદ કરવો એ ભેદવિજ્ઞાન છે. તત્ત્વચિંતનમાં ભેદજ્ઞાન અને આત્માનુભૂતિ ગર્ભિત છે. જે જે આત્માઓ મુક્ત થયા છે, સિદ્ધ, બુદ્ધ થયા છે તે સર્વે ભેદવિજ્ઞાનની કળાની પ્રવીણતાથી જ થયા છે અને જેમણે ભેદજ્ઞાન કર્યું નથી એ સઘળા સંસારમાં જ રઝળ્યા કરે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮O “જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણ કાળ દ્રયભાવ.” જેનો જા ગવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જ્ઞાન કરવાના સ્વભાવવાળો આત્મા, તે બન્નેનો કેવળ ભિન્ન સ્વભાવ છે. માટે હે ભવ્ય ! તું તારા સ્વરૂપને ઓળખીને ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની ભાવના નિરંતર કર. ૧૦ આત્મશ્રદ્ધાને જ સમ્યગ્દર્શન છે : વ્યવહાર અને નિશ્ચય નયના બન્ને પડખાંથી આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી, તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી, નિકાય નયને અવલંબી એક મારી શુદ્ધ ચેતના (જ્ઞાયક સત્તા) જ ઉપાદેય છે એમ બળવાન મૌલિક નિર્ણય કરી ભેદજ્ઞાન દ્વારા નયાતિક્રાન્ત બની નિર્વિકલ્પ ઉપયોગમાં પોતાની સ્વરૂપ સત્તાનું સ્વ સંવેદન, અનુભવ થતાં જે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. લો માં બધા જ દ્રવ્યો એક અખંડિત ધારાપ્રવાહ પ્રમાણે, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહીને સતત પરિણમી રહ્યા છે. એ પરિણમન (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ અને (૩) પોતાની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે અને તેમાં કોઈ પણ પરદ્રવ્ય દખલગીરી કરી શકતું નથી એવા વસ્તુસ્વભાવનું યથાર્થ જ્ઞાન થતાં અને તે એમ જ છે એવી પ્રતીતિ યથાર્થ શ્રદ્ધા થતાં નિજ આત્માનું પણ એ જ પ્રમાણે શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દૃષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં, તેમાં લીન થતાં, એની સન્મુખ થતાં વર્તમાન જ્ઞાનની પર્યાય એમાં અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે આત્માનુભૂતિ થાય છે – તેને સમ્યગ્દર્શન કહે છે. સ્વભાવ સન્મુખ થવાથી અને તેમાં એકાગ્ર થવાથી એકી સાથે અનંત ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. આવા સ્વ સંવેદન વડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલી જાય છે. આત્માનું શુદ્ધ શ્રદ્ધાન જ સમ્યકત્વ છે. ૧૧ આત્માનુભૂતિ : સમ્યકત્વની સંપ્રાપ્તિ માટે અંતર-તત્ત્વોન્મુખી સ્થિતિ થવી આવશ્યક છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આત્માનુભૂતિ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે. પોતાના આત્માની અનુભૂતિ જ સ્વાનુભૂતિ છે. વેદનપૂર્વક જાણકારી અનુભૂતિ છે. એક માત્ર નિજ આત્માનો અનુભવ કરવો એ જ સારભૂત છે. એક સમય પૂરતા અનુભવથી ધર્મની શરૂઆત થાય છે અને જો એ ઉપયોગ બેઘડી સુધી આત્મામાં સ્થિર રહી જાય તો કેવળજ્ઞાનની દશા પ્રગટ થતાં, એની પૂર્ણતામાં ધર્મની પૂર્ણતા થાય છે. અર્થાત્ અનંત આત્મલીનતાની દશા જ ધર્મની પૂર્ણતા છે. આ માનુભૂતિ એ જ આત્મધર્મ છે. અંતર-સન્મુખ વૃત્તિ વડે આત્મ સાક્ષાત્કાર અવસ્થાનું નામ જ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આત્માનુભૂતિ છે. વર્તમાન જ્ઞાનની પર્યાયને પરલક્ષ્યથી હટાવી - સ્વતત્ત્વમાં લગાવી દેવું અને એક સમયની સ્થિરતા એ જ આત્માનુભૂતિ છે. અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન સ્વાશ્રયથી ઉદ્ભવેલા નિર્મળ પરિણામો છે. અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત ગુણો યુક્ત છે. એકેક ગુણમાં અનંત સામર્થ્ય ભરેલું છે. એવા અદ્ભૂત વૈભવવાળા આત્માનો મહિમા આવે, પ્રમોદ આવે, પરિચય થાય, પ્રિતી થાય, તેની પ્રવૃત્તિ થાય તો તેની પ્રાપ્તિ થયા વગર ન રહે. જ્યારે પરિણતિ સ્વાશ્રય તરફ ઝૂકે, તેની તરફ લીનતા થાય, ત્રિકાળી ધ્રુવની સન્મુખતાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા સાથે સંધિ કરતાં, આત્મ સન્મુખ થતાં એ જ્ઞાનની પર્યાય ત્રિકાળી સાથે અભેદ રીતે પરિણમી જાય, તેના જેવું સામર્થ્ય એમાં ઉત્પન્ન થાય, આત્માનો અનુભવ થઈ જાય છે. સ્વભાવ સન્મુખ થવાથી, તેમાં જ એકાગ્ર થવાથી એક સાથે અનંત ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. આવા સ્વ સંવેદન વડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલી જાય છે. આત્મવસ્તુ વિકલ્પના વિષય રહિત સૂક્ષ્મ અવ્યકતવ્ય છે. જ્ઞાયક આત્મા નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાનનીઅનુભવની દશા છે. આવી આત્માનુભૂતિ સાથે જ સમ્યગ્દર્શન પ્રકાશે છે. वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम। रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ આત્મ પદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે. __ अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप। __अनुभव मारग मोखकौ, अनुभव मोख सरुप ॥ અનુભવ ચિંતામણિ (મનોવાંછિત પદાર્થ આપનાર) રત્ન છે, શાંતિ રસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે અને મોક્ષ સ્વરૂપ છે. “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” મોહના વિકલ્પથી, આ સઘળો સંસાર ભ્રમમાં ઊભો થયો છે; અને જેવી દષ્ટિ અંદર ગઈ, નિર્વિકલ્પતા આવી, સંસારનો વિલય થતાં વાર લાગતી નથી. અકર્તાપણું અને જ્ઞાતાપણું એ જૈનદર્શનનું હૃદય છે. ‘હું કર્તા નથી માત્ર જ્ઞાતા દષ્ટા છું'. ‘જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.' જાણનારો જણાય છે, યથાયોગ્ય થાય છે.” આવું ભાન અને શ્રદ્ધાન થતાં આત્માનુભૂતિ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૧૨ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમકિતનું સ્વરૂપ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૮ થી ૧૧૧માં જણાવે છે : “કયાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ.” -૧૦૮. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય જેના પાતળા પડ્યા છે, આ સંસાર દુઃખથી જેને એક જ ઇચ્છા, છુટવાની, છે, સંસારના ભોગો પ્રત્યે જેને ઉદાસીનતા વર્તે છે, ભવનો જેને ખેદ છે, તેમજ સર્વ પ્રાણીઓ પ્રત્યે અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ અર્થાત્ માર્ગ પામવા માટે યોગ્ય કહીએ છીએ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ.” -૧૦૯ જે જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના બોધના નિમિત્તથી, જો રુચિ થતાં અને અંતર અવલોકન કરતાં આત્માનું શ્રદ્ધાન થાય છે. મત દર્શન આગ્રહતજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદન પક્ષ.” - ૧૧૦ બધા જમત અને માન્યતાઓ, આગ્રહતજી જે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તે શુદ્ધ સમકિતને પામે છે. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” - ૧૧૧ આત્મસ્વભાવમાં એકાગ્ર થતાં જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે છે તથા પોતાના ભાવમાં જ, સ્વભાવમાં જ વૃત્તિ વહે છે, આત્માનુભૂતિ થતાં પરમાર્થથી તેને જ સમકિત કહેવામાં આવે છે. આ રીતે વ્યવહારથી અને નિશ્ચયથી સમકિતની જુદી જુદી રીતે ત્રણ પ્રકારે વ્યાખ્યા કરી છે એ સમજવા જેવી છે. ૧) આમ પુરુષના વચનની પ્રતીતિરૂપ, આત્માની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદ - નિરોધપણે, આમ પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ પ્રકારનું સમકિત કહ્યું છે. ૨) પરમ થથી સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ એ સમકિતનો બીજો પ્રકાર છે. આ બન્ને વ્યવહાર સમકિત છે. ૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર છે, આ નિશ્ચય સમકિત છે. . પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે અને બીજુ સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય રાખ્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. આ ત્રણે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર હોય. ૧) “આમા' જે પદાર્થને તીર્થકરે જેવો કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ . પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. ૨) એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષનો વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તેને બીજરૂપ સમ્યકત્વ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૩) તેવા પુરુષની નિષ્કામ ભક્તિ આબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જિન કહે છે. ઉપરની બાબતોનો વિચાર કરતાં આત્મા સાક્ષાત્ ભાસે એટલે વેદનમાં, અનુભવમાં આવે તે પરમાર્થનિશ્ચય સમકિત છે. ૧૩ જૈન આગમોમાં સમકિતનું સ્વરૂપ કેવળી ભગવંતો દ્વારા જીવને આત્મસ્વરૂપ અને સુખની પ્રાપ્તિનો ઉપાય જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યો છે. જૈન આગમોના મુખ્ય ચાર પ્રકાર છે. ૧) પ્રથમાનુયોગ ૨) કરણાનુયોગ ૩) ચરણાનુયોગ ૪) દ્રવ્યાનુયોગ. આ અનુયોગોમાં વિભિન્ન દષ્ટિકોણથી સમ્યગ્દર્શનના સ્વરૂપની ચર્ચા કરેલ છે. ૧) પ્રથમાનુયોગમાં ઉત્તમ પુરુષોના જીવનચરિત્રનું આલેખન છે. એમના જીવનમાં ધર્મની શરૂઆત કેમ અને ક્યારે થઈ એ મુખ્યતાથી એમના આગળના ભવોનો વિસ્તારપૂર્વક વર્ણન છે. એમાં દેવ-ગુરુશાસ્ત્રના નિમિત્તની મુખ્યતા બતાવી છે અને તેમાં પણ સાચા ઉપદેશનું મહત્ત્વ બતાવેલ છે. જીવને સમ્યકત્વ થવામાં અરિહંતની દિવ્યધ્વનિ જ મુખ્ય નિમિત્ત છે. પાંચ લબ્ધિઓમાં જીવને દેશના લબ્ધિ પ્રાપ્ત થાય, સદ્ગુરુનો બોધ સુહાય એની મુખ્યતાથી વાત કરેલ છે. જીવને બોધ દ્રારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ” બતાડી એની આમ પુરુષો પ્રત્યે સાચી શ્રદ્ધા પ્રથમ કરાવવામાં આવે છે ચરણાનુયોગમાં સમકિતના લક્ષણો બતાવી સમ્યકત્વનું સ્વરૂપ બતાવવામાં આવે છે. આઠ મદ રહિત હોય છે. ૧) જાતિમદ ૩) કુળ મદ ૫) શાસ્ત્રજ્ઞાન મદ ૭) બળ મદ ૨) ઐશ્વર્ય મદ ૪) રૂપ મદ ૬) તપ મદ ૮) વિજ્ઞાન મદ સાત ભય રહિત હોય છે. ૧) આ લોકમાં આજીવીકાદિનો નાશ ૪) રોગ થતાં વેદનાનો ભય ૭) અપયશનો ભય ૨) પરલોકમાં કઈ ગતિ થશે ૫) આરક્ષાનો ભય ૩) મૃત્યુનો ભય ૬) અગુપ્તતાનો ભય તે ઉપરાંત પાત્રતા અને સમ્યક સન્મુખ જીવની દશાનું વર્ણન કરી સમ્યગ્દર્શનમાં કેમ નિમિત્ત છે એ બતાવવામાં આવ્યું છે. સમ્યગ્દષ્ટિ આઠ ગુણો સહિત હોય છે. ' ૧) નિઃશંકિત અંગ ૩) નિર્વિચિકત્સા અંગ ૫) ઉપગૂહન અંગ ૭) વાત્સલ્ય અંગ ૨) નિઃકાંક્ષીત અંગ ૪) અમૂઢદષ્ટિ અંગ ૬) સ્થિતિકરણ અંગ ૮) પ્રભાવના અંગ. આવી રીતે પાત્રતાની અગત્યતા બતાવવામાં આવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩) કરણાનુયોગમાં કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે. મોહનીય કર્મ- અને એમાં પણ દર્શન મોહનીયનું સ્વરૂપ બતાવી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરેલી છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ તેમજ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ચારિત્ર મોહનીયની પ્રકૃત્તિ એમ સાત પ્રકૃત્તિઓના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયર્થ થવાવાળી શ્રદ્ધાગુણની સ્વાભાવિક નિર્મળ પરિણતિને સમ્યગ્દર્શન કહ્યું છે. ૪) દ્રવ્યાનુયોગમાં મુખ્યત્વે દ્રવ્ય-ગુણ-પર્યાય, સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ, જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ બધાનું સ્વરૂપ બતાડી એ સૂત્ર આપવામાં આવ્યું છે, ‘તસ્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્” એમ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવ્યું છે. પરમાર્થ સમકિતમાં - આત્માનુભૂતિમાં - દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. દ્રવ્યાનુયોગમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું બતાવી આત્માનું શ્રદ્ધાન કરાવવામાં આવે છે. ભેદજ્ઞાન કરાવવાની મુખ્યતાથી દ્રવ્યાનુયોગમાં ઉપદેશ છે. ૧. સાચ દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન એ ચરણાનુયોગ - પ્રથમાનુયોગનો વિષય છે. ૨. સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે કરણાનુયોગનો વિષય છે. ૩-૪ સ્વ-પરનું ભેદજ્ઞાન તથા આત્માનું શ્રદ્ધાન એ દ્રવ્યાનુયોગનો વિષય છે. ૧૪ મોક્ષમાર્ગ - મોક્ષ પ્રાપ્તિનો ઉપાય : મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન અને ચારિત્રપણે સમ્યક બની જાય છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણ ની છે. તસ્વાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્રમાં આ વાત કહેલ છે. સવનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્કઃ '' અર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ બને છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. ૧. સમ્યફ : આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષોનો અભાવ તે ‘સભ્ય છે. દર્શન-શ્રદ્ધા : ‘આમ જ છે - અન્યથા નથી' એવો પ્રતીતિ ભાવ. સમજ્ઞાન: સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યગજ્ઞાન. સંશય : “આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે. એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેને સંશય કહે છે. સવિપર્યયઃ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આમ જ છે” એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. અનધ્યવસાય: “કંઇક છે એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સફચારિત્રઃ અહીં ‘સમ્યક પદઅજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે વાપર્યો છે. સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો છે. આ ત્રણેનું એકત્વ તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ એટલે પોતાના આત્માની શુદ્ધતાનો પંથ-રસ્તો-માર્ગ ઉપાય; તેને સ્વરૂપમાર્ગ અથવા કલ્યાણમાર્ગ પણ કહેવાય છે. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમશ્યારિત્રની વ્યાખ્યાઃ ' સમજ્ઞાનઃ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન, એકક્ષેત્રાવગાહપણે રહેલા શરીરથી પણ ભિન્ન, એવા જ્ઞાનદર્શન ઉપયોગ લક્ષણ સંપન્ન, ચૈતન્ય ચમત્કાર માત્ર એવા આત્માનું સદ્ગુરુના ઉપદેશથી જ્ઞાન કરવું, એવા સ્વથી એકત્વ અને પરથી વિભક્ત આત્માને યથા સ્વરૂપે જાણવો તેનું નામ જ્ઞાન છે. સમ્યગ્દર્શન જે જ્ઞાન કરીને અજર, અમર, ટંકોત્કીર્ણ આત્માને દ્રવ્યાર્થિક નયથી જાણ્યો, તેની શંકાદિ રહિત શુદ્ધ-નિર્મળ પ્રતીતિ કરી, શ્રદ્ધા કરી તેને ભગવંતે દર્શન કહ્યું છે. જેનું બીજું નામ સમકિત છે. સમ્યક્ ચારિત્ર: એ આત્માની પ્રતીતિ-શ્રદ્ધા આવી અને તેને વિશ્વના સમસ્ત પદાર્થોથી ભિન્ન અને કાંઈ પણ સંગ-સ્પર્શ-સંપર્ક વિનાનો અસંગ જાણ્યો, તે પ્રમાણે એવો ભિન્ન અસંગ સ્થિર સ્વભાવ ઊપજે અર્થાત્ આત્મા આત્મભાવમાં સ્થિર થાય તેનું નામ બાહ્યલિંગાદિની અપેક્ષા વિનાનું ભાવ ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર છે. - આ ત્રણે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદતાને જ નિશ્ચય મોક્ષમાર્ગ કહે છે. મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. નિજ પરમાત્મ તત્ત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નાત્રયાત્મક પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. ૧૫ સતધર્મ અને સમ્યગ્દર્શન : કેવળી ભગવંતો દ્વારા પ્રરૂપાયેલો ધર્મ તે મૂળમાં તો એક જ પ્રકારે છે. પણ વિશેષ પ્રકારે તેને સમજાવવા માટે આચાર્ય ભગવંતોએ ચાર પ્રકારે સમજાવ્યો છે. ૧. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. ૨. ઉત્તમ ક્ષમા, માદવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્યરૂપી દશ લક્ષણી ધર્મ. ૩. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્રયુક્ત અભેદ પરિણામ - રત્નત્રયુક્ત ધર્મ, ૪. અહિંસા પરમો ધર્મ. ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષના અભિલાષી જીવોને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મનો આશ્રય લેવો જોઈએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૬ હે વ ! પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહિ તે નક્કી કર. જો ધર્મ કરવો હોય તો ‘પરના આશ્રયે મારો ધર્મ નથી’ એવી શ્રદ્ધા દ્વારા પરાશ્રય ઉપર અભિપ્રાયમાં પ્રથમ કાપ મૂક. પરથી જે જે પોતામાં થતું માન્યું છે તે તે માન્યતાને સાચા ભાન વડે બાળી નાખ. જેમ સાત(પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વોને જાણીને તેમાંથી જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, તેમ અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેને જાણી, તેમાંથી એક જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે અને તે જ સમ્યગ્દર્શન છે એમ સમજવું. સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય એ બન્ને છે. સમ્યક્ચારિત્ર તે ચારિત્ર ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે તે વરતુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે - એમ જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્ત સ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત દૃષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે દિનેશ્વરના માર્ગને - ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યક્ અનેકાન્ત દૃષ્ટિ છે. મિથ્યા એકાંત દષ્ટિને વીતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક્ અનેકાન્ત દષ્ટિ વડે દૂર થઈ શકે છે. જિજ્ઞાસુ જીવોએ જીવાદિ દ્રવ્યો તથા તત્ત્વોને પિછાણવાં; ત્યાગવા યોગ્ય એવાં મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ ઓળખવું, પ્રમાણ-નયો વડે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું તથા નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન વડે અને સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંત, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગ દ્વારા તેમના વિશેષો જાણવા. સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વ જાણવાના આ ઉપાય છે. ૫૬ સમ્યગ્દર્શનનું સ્વરૂપ : અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંતકાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે; પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ કરીને, પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાના ટાણાં આવ્યા છે અને તેનો પ્રથમ ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વાનુભૂતિ એ જ ધર્મનું પહેલું પગથીયું છે, ધર્મનો એકડો છે. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. એ સિવાય ગમે તેટલા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વ્રત-તપ-પૂજા-ભક્તિ, દયા-દાન કે શાસ્ત્રાભ્યાસ કરે તે સમ્યક નામને પ્રાપ્ત થતાં નથી. પોતે કોણ છે? કેવો છે ને કેવડો છે? પોતે પોતાથી જ કેમ રીસાઈ ગયો છે? એને મનાવીને કેમ મેળવી શકાય? તે વાત સર્વજ્ઞ વીતરાગી દેવો સિવાય બીજું કોઈ સંપૂર્ણ જાણતું નથી. વીતરાગ માર્ગ સિવાય જીવ બીજી કોઈ રીતે પોતાને મેળવવા મથે તો પણ તે મળી શકે તેમ નથી. સર્વજ્ઞદેવોએ દર્શાવેલ જીવનું સ્વરૂપ શું છે? તે સ્વરૂપથી વિરૂપ કેમ થયો છે? અને કેમ કરતાં સ્વરૂપ દશા સાધે તે જાણી, તેમાં એકાગ્ર થાય, તેની પ્રતીતિ આવે ત્યારે સાચી સમજણ થાય. જ્ઞાનથી પોતે જેવો અને જેવડો જાણ્યો તેવો અને તેટલો શ્રદ્ધામાં પ્રતીતમાં-દર્શનમાં ભાસે ત્યારે પોતે પોતાને પામ્યો કહેવાય. જ્ઞાન-દર્શનની પર્યાય એકતા સાધી, ધ્રુવ દ્રવ્યને ભજે ચૂમે-સ્પર્શે, તેની સાથે તાદાત્ય અનુભવે તે સમકિત છે - સમ્યગ્દર્શન છે - સ્વાનુભૂતિ છે. “રસ સ્વાદત સુખ ઉપજે” એનું નામ અનુભવ. તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. જો તારાથી ચારિત્રદશા પ્રગટન થઈ શકે તો છેવટમાં છેવટ આટલું - આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે. કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે ? પહેલાં રાગ ટળી જાય પછી જ રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાય દષ્ટિ છોડીને સ્વભાવ દૃષ્ટિથી જો તો તને રાગ રહિત સ્વરૂપનો અનુભવ થશે જ. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે જ વખતે રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાય દષ્ટિ છોડીને તું તારા રાગ રહિત સ્વભાવની પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ અલ્પકાળે ટળી જશે. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ છૂટી ન શકે તો પણ મારું સ્વરૂપ રાગ રહિત જ છે એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. તારાથી ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ. પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર. જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. આત્મ સ્વભાવની સાચી સમજણનો પ્રયત્ન કર્યા જ કરવો. એ જ સરળ અને સાચો ઉપાય છે. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે. આ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્માની વાત પણ જે જીવ પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વગર ગમે તેટલો રાગ ઘટાડે કે ત્યાગ કરે પરંતુ સાચી સમજણ વગર સમ્યગ્દર્શન થાય નહિ. પરંતુ વિકામાં અને જડની ક્રિયામાં કર્તુત્વનો અહંકાર કરીને સંસારમાર્ગમાં જીવ દુર્ગતિમાં ધસી પડશે. અજ્ઞ નીને અનાદિથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, ભ્રમ છે, ગાંડપણ છે. આ વ્યામોહ જ સંસારનું મૂળ છે. આત્મા અને રાંગના જુદાપણાનું સમ્યજ્ઞાન તે જ એકમાત્ર મોહ છેદવાનો ઉપાય છે. જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે. તારામાં પુરુષાર્થ કરીને પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કર. “પ્રજ્ઞા છીણી પટકવી” એટલે શું? સમજ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું. આ ચૈતન્યસ્વરૂપ હું આત્મા અને આ પર તરફ જતી લાગણી તે રાગ - એમ આત્મા અને બંધની જુદાપણાની સાંધ જાણીને અર્થાત્ બન્નેના જુદા જુદા લક્ષણ દ્વારા તેમને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાનને ચૈતન્યસ્વભાવી આત્મામાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે - તે જ પ્રજ્ઞાછીણી પટકવી” છે. આ સમજ્યા વગર અન્ય કોઈ પણ ઉપાય મુક્તિ માટેનો નથી. ચૈતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ન સમજાય' એ વાત જડના ઘરની છે. સમજવું એ તો આત્માનો સ્વભાવ છે. “આત્માની વાત ન સમજાય' એમ કહેનારને આત્માની રુચિ જ નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમજ્ઞાન જ છે અને સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે. મોક્ષનું મૂળ ભેદજ્ઞાન જ છે. રાગ અને જ્ઞાન વચ્ચે અભેદબુદ્ધિ(એકત્વ બુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનીએ પ્રજ્ઞાછીણી વડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે તે સમ્યજ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. વિકારી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યજ્ઞાન વડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. શરીરની ક્રિયા અને શુભ રાગનો અહંકાર - વ્યવહારે કહો તો પુણ્ય ભાવ કર્યા છે અને પરમાર્થથી તો તેણે મિથ્યાત્વ પુષ્ટ કરીને પાપ જ કર્યું છે. રાગમાત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને અનુભવ કરવો તે જ સમ્યગ્દષ્ટિનો ધર્મ છે. એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, વીતરાગ છો! પણ તને તારા સ્વરૂપની ખબર નથી. એનો મહિમા તને આવ્યો નથી. ભાઈ ! એક વાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વ ઘરમાં તો જો ! શાંતિ તો તારા સ્વ ઘરમાં જ ભરી છે. તું ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છો ! પોતાનું આત્મસ્વરૂપ સમજવું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સુગમ છે. અનાદિથી સ્વરૂપના અન-અભ્યાસને કારણે તે અઘરું લાગે છે. પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે. હે પ્રભુ! તારા પ્રભુત્વની એકવાર હા તો પાડ! ૧૭ પરમાર્થ મોક્ષનું કારણ “જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે; રાગાદિ-વર્જન ચરણ છે, આ જ મુક્તિ પંથ છે.” -રામયસાર ૧૫૫ ગાથાર્થ: જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે, આ જ મોક્ષનો માર્ગ છે. ટીકાઃ મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થયું - પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલીત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) જ છે, માટે જ્ઞાન જ પરમાર્થનું મોક્ષ કારણ છે. ભાવાર્થ આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. તેથી, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર' એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે. વિશેષ પ્રવચનઃ વીતરાગ સ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું થયું - પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય તે સમકિત છે. હું સદાય વીતરાગ સ્વરૂપ જ છું' આ જે પર્યાયમાં રાગ છે એ કાંઈ મારી ચીજ નથી, આવો જે પ્રતીતિ ભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ તે વીતરાગી ચારિત્ર છે. શુભાશુભ રાગથી રહિત ભગવાન આત્મા એકલો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. એનું પોતાના શ્રદ્ધાન સ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગ રહિત પરિણમનરૂપ છે. સર્વથા સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયક તત્ત્વ છે, એ પુણ્યપાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન જ્ઞાયકના શ્રદ્ધાનપણે થવું - પરિણમવું તે સમ્યગ્દર્શન છે. જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામે થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને આત્માના આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. જીવાદિનું શ્રદ્ધાન સમકિત એમ જે કહ્યું ત્યાં આ એકેન્દ્રિયાદિ જીવ છે અને આ ઘટપટ અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી. પરંતુ જીવ જ્ઞાયકભાવે વીતરાગ સ્વભાવે છે અને રાગ સ્વભાવે - કર્મ સ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જેવીતરાગી પરિણતિ થવીતે સમકિન છે. વીતરાગ Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વીતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યગ્દર્શન કર્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ! ‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે.’ આ શાસ્ત્રનું જ્ઞાન છે તે જ્ઞાન એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદનરૂપે, સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું - પરિણમવું અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યજ્ઞાન કહે છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જણાય છે. જ્ઞાનીનું લક્ષ -દષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવું - પરિણમવું એને જ્ઞાન કહ્યું છે. પુષ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગ સ્વરૂપે જીવ છે અને એવું વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ, ૨૮ મૂળ ગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. અવ્રત તે પાપ છે, વ્રત છે તે પુણ્ય છે, બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું - પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતરએકાગ્ર થઈ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ રાગના અભાવરૂપ પરિણમન તે સમ્યચ્ચારેત્ર છે. સ્વરૂપના આચરણરૂપચારિત્રછે તે જ વીતરાગી ચારિત્ર છે. ચારિત્રતોરાગના અભાવરૂપ આત્માનું આત્મરૂપ-વીતરાગરૂપ પરિણમન છે. જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગની ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. મોક્ષનું કારણ આવું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ૧૮ મોક્ષ કેમ નહિ?: ૧. આત્મજ્ઞાનની શ્રદ્ધા નથી. (મિથ્યાત્વ છે.) ૨. આત્માનુભૂતિ વિના મોક્ષમાર્ગ શરૂ થતો નથી. ૩. સ્વભાવની (નિજ આત્મદ્રવ્યની) રુચી થઈ નથી. ૪. મોક્ષમાર્ગથી અજાણ હોવાથી આત્મપ્રાપ્તિનો ક્રમ ખ્યાલમાં નથી. આત્મવિચાર - આત્માભાવના - આત્મશ્રદ્ધા કરી નથી. ૫. શુભાવનો મહિમા ન હોવાથી તેનો પરિચય અને પ્રીતિ ન થઈ હોવાથી તેની ઉપાસના થતી નથી. ૬. ઉપયોગને અંતર્મુખ કરીને ત્રિકાળી ચૈતન્યદ્રવ્યમાં એકાગ્ર કરવો તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો એક જ ઉપાય છે એ સમજણ નથી. ૭. નિજ દ્રવ્ય પર દષ્ટિ ન હોવાથી શાસ્ત્રજ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ૮. બાહ્ય ક્રિયાકાંડમાં રાચતાં - તથા પ્રકારનું અંતરપરિણમન હોતું નથી - રાગ અને જ્ઞાનનો અંતરભેદ જણાતો નથી. ૯. સમ્યગ્દર્શન થયાં પહેલાં બાહ્ય ચારિત્રનો અંગીકાર મોક્ષમાર્ગ બનતો નથી. ૧૦. પ્રયોજનભૂત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન નથી. ૧૧. બાહ્ય સંયોગોમાં સુખ નથી કે દુઃખ નથી તેમજ તે સુખ-દુઃખના કારણ નથી એવી પ્રતીતિ થઈ નથી. ૧૨. ઇન્દ્રિયજ્ઞાન આત્માનો અનુભવ કરી શકે નહિ - કારણ કે આત્મજ્ઞાન એ અતીન્દ્રિય જ્ઞાનનો વિષય છે એ લક્ષમાં આવ્યું નથી. ૧૩. ચૈતન્ય સ્વભાવનું વેદન તે જ સાચો, મધુર અને પરમ શાંત રસ છે એ ખ્યાલ જ નથી. ૧૪. સ્વસંવેદન - પ્રત્યક્ષ એવા જ્ઞાનથી મોક્ષમાર્ગ બને છે એ ખ્યાલ જ નથી. ૧૫. શુભ પરિણામ-વ્યવહાર ધર્મ-પુણ્ય પ્રકૃત્તિથી પણ આગળ-આત્મભાવનાના વિકલ્પથી પણ આગળપેલે પાર નિર્વિકલ્પદશા -કોઈ અતીન્દ્રિય આત્મધર્મ છે એ જાણકારી હજુ થઈ નથી. ૧૬. આત્માને બંધનમાંથી છૂટવાનું કારણ સ્વયં પોતાના આત્મામાં જ પડેલું છે, તેવી શ્રદ્ધા અને ભાન પણ થયું નથી તેથી દૃષ્ટિ બાહ્ય ક્રિયાઓમાં જ છે. ૧૭. જેને તે ઓળખે તેના મૂળ કારણને ન જાણે અને કારણ કાંઈ બીજુ જ માને તે કારણ વિપરીતતા છે. ૧૮. મૂળભૂત વસ્તુસ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને એ સ્વરૂપ વિપરીતતા છે. ૧૯. મારું આત્મસ્વરૂપ શેનાથી ભિન્ન છે અને શેનાથી અભિન્ન છે એમ યથાર્થ ન જાણતાં અન્યથા ભિન્નઅભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. ૨૦. અજ્ઞાન-ચેતનાના જોરે-પરનું કર્તૃત્વ, ભોકતૃત્વ, પરનું સ્વામીત્વ અને ઐક્ય અભિપ્રાયમાંથી છુટતું નથી. આવા અનેક કારણોમાંથી મુખ્ય કારણોનો વિચાર કરવાથી મોક્ષ કેમ નહિ ? એ પ્રશ્નનો યથાર્થ નિરાકરણ થાય છે. ૧૯ સમ્યક્ત્વ શું છે ? ૧. મૂળમાં ‘સમ્યક્’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. આ શબ્દ આત્માભિમુખ એવી દિશ. સુચકપણાનો પ્રકાશક છે. ૨. સમ્યક્ત્વનો જૈન સંપ્રદાયમાં રૂઢિ અર્થ ‘સત્ય’ અને ‘ઉત્તમ’ છે. ૩. આત્મા દ્રવ્ય છે. અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત વીર્ય-અનંત સુખ આત્માના ગુણ છે. ‘સમ્યક્ત્વ’ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૪. વનું જેવું સ્વરૂપ હોય તેવું જાણવું તે જ્ઞાન છે. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું માનવું તે શ્રદ્ધા છે. સમ્યગ્દર્શન એટલે યથાર્થ વસ્તુસ્વરૂપની સમજણ. ૫. સમ્યક્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, આત્માની પ્રતીતિ - લક્ષ - · અનુભવ. ૬. સમકિત એટલે સાચી માન્યતા - યથાર્થ ઉચિત સત્ય. ૭. સમ્યક્ત્વ શબ્દનો અર્થ છે સચ્ચાઈ -પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે. ૮. જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી-છે છતાં કલમ લખી નથી શકતી, કથન કરી શકાતું નથી એવો માત્ર અનુભવ છે. આ સંપૂર્ણ નિર્વિકલ્પદશાની વાત છે. ૯. સમ્યક્ત્વ વસ્તુતઃ બહુ સૂક્ષ્મ છે - બહુ ભાગ વચનને અગોચર છે. ૧૦. વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને જ સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. ૨૦ સ્વરૂપની સમજણ : ૧. સ્વરૂપની સમજણને જ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ૨. સ્વરૂપનું સ્વયંના જ્ઞાનમાં સ્પષ્ટપણે ગ્રહણ થવું તે જ્ઞાનની સમ્યક્ સ્પષ્ટતા છે. ૩. સ્વરૂપદષ્ટિ સ્વરૂપને જોઈને સ્વયંના મહિમાને કારણે સ્વરૂપમાં અભેદ થઈ જાય તે દૃષ્ટિનું સમ્યક્ત્વ છે. ૪. વ્યવહારનો વ્યવહારના સ્થાનમાં નિષેધ ન કરવો તે સમ્યક્ છે અને સાથે જ વ્યવહારનો નિશ્ચયના સ્થાનમાં નિષેધ કરવો તે સમ્યક્ત્વ છે. જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તેઓ નિશ્ચયાભાસી છે અને આ વ્યવહારને ધર્મ માને એ વ્યવહારાભાસી છે. બન્ને મિથ્યાદષ્ટિ છે. ૫. પરદ્રવ્ય અને પરભાવમાં પોતાપણું તે મિથ્યાત્વ છે. પરદ્રવ્ય અને પરભાવમાં પરપણાનો ભાવ તે સમ્યક્ત્વ છે. ૬. પરદ્રવ્ય અને રાગનું એકત્વ અને કર્તૃત્વ જો મિથ્યા છે તો પરદ્રવ્ય અને રાગનું જ્ઞાતાપણું સમ્યક્ત્વ છે. ૭. પરદ્રવ્યની આધારબુદ્ધિ મિથ્યાત્વ છે જ્યારે સ્વદ્રવ્યની આધારબુદ્ધિ સમ્યક્ત્વ છે. ૮. પરદ્રવ્યમાં સુખબુદ્ધિ મિથ્યાત્વ છે તો સ્વદ્રવ્યમાં સુખબુદ્ધિ તે સમ્યક્ત્વ છે. ૩૯. જાણીને પ્રયોજન સાધવું તે જ્ઞાનનું સમ્યક્ત્વ છે. જાણવા છતાં પ્રયોજન ન સાધવું તે જ્ઞાનનું મિથ્યાત્વ છે. ૧૦. આત્માના સર્વ ગુણોનો સ્વરૂપાકાર પરિણમતો અંશ તે પરિણમનનું સમ્યક્ત્વ છે. ૨૧ સમ્યગ્દર્શનની ટૂંકી વ્યાખ્યાઓ ઃ ૧. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું’ એવો દૃઢ ભાવ સમ્યક્ત્વ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૨. અનુભવરૂપ જ્ઞાનમાં દૃઢ ભાવનાથી અહંપણું થવાથી સ્વરૂપમાં અભેદતા સધાય છે જેને સમ્યક્ત્વ કહેવાય છે. ૩. જે જ્ઞાન પ્રમાણ થયું છે તે સમ્યક્ છે. સમ્યગ્દર્શનપૂર્વક ઊઘડેલું જ્ઞાન પોતાના પ્રયોજનને સાધતું હોવાથી સમ્યક્ છે. ૪. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનો આશ્રય જ સમ્યગ્દર્શન છે. ૫. ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે. ૬. સુખની પ્રથમ કણિકાનો અનુભવ આ સમ્યગ્દર્શન વખતે થાય છે. ૭. સ્વરૂપના મહિમાની તારત્મ્યતા વધતાં -મહિમા વધતાં ભાવભાસન થાય છે અને સ્વરૂપાકાર નિર્વિકલ્પ અવસ્થા પ્રગટ થાય છે તે જ સમ્યગ્દર્શન છે. ૮. સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેમાં નથી તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિનો વેચાર સ્વરૂપની નિઃસંદેહ અંતરદષ્ટિ વડે મોક્ષમાર્ગને સાધે છે. ૯. વસ્તુ વિષાત ધ્યાવત, મન પા વિશ્રામ । રસ સ્વાત મુલ પણૈ, અનુમો યાૌ નામ ।। ૧૦. અનુમવ ચિંતામનિ રતન, અનુમવ હૈ રસપ । અનુમવ મારા મોલો, અનુમવ મોલ સરુપ ।। ૧૧. સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ, સુખાનુભૂતિ, આત્મજ્ઞાન એ બધા એકાર્થવાચક છે. ૧૨. શુદ્ધ વસ્તુની અનુભૂતિ નિર્વિકલ્પ છે, વિકલ્પ એનાથી બહાર છે. ૨૨ સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય) : ૧. નિશ્ચય સમ્યક્ સ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. ૨. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વ-વિભક્ત આત્માની દૃષ્ટિ હોય છે. ૩. જ્ઞાયક ભાવને જાણવો, અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે. ૪. સમ્યગ્દર્શનની રીત એક જ છે; શુદ્ધ નય વડે બોધ કરીને અશુદ્ધતાથી ભિન્ન ‘સહજ એક જ્ઞાયકભાવ’ રૂપે પોતાને અનુભવવો. બસ આ જ એક રીત છે. ૫. સમ્યગ્દર્શન શુદ્ધ આત્માને દેખે છે. ૬. શુદ્ધ નય વડે જ આત્મા કર્મકલંકથી જુદો શુદ્ધ અનુભવાય છે. ૭. ભેદજ્ઞાન શુદ્ધ નય વડે જ થાય છે. ૮. પર્યાય પોતે રાગથી જુદી પડીને શુદ્ધ થઈ ત્યારે જ તેણે જાણ્યું કે ‘હું’ (આત્મા) શુદ્ધ છું. ૯. દ્રવ્ય તો શુદ્ધ જ છે, પણ તેની ઉપાસના કરીને શુદ્ધને સેવે ત્યારે જ તે આત્માને ‘શુદ્ધ’ કહ્યો. ત્યાંથી જ સમયસારની શરૂઆત થઈ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ‘શુદ્ધ દ્રવ્ય એમ લક્ષમાં લેનાર કોણ? તેના તરફ ઢળેલી શુદ્ધ પર્યાય, તેણે જ શુદ્ધપણે પોતાનો અનુભવ કર્યો. આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૧૧. વિકલ્પથી જુદો પડીને નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપે પોતે પોતાને અનુભવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૧૨. રાગની ઉપાસના કરે તે શુદ્ધ નથી; શુદ્ધ દ્રવ્યની ઉપાસના કરે તે જ શુદ્ધ છે. ૨૩ સમ્યગ્દર્શન સંબંધી વચનામૃત ૧. એક સેકંડનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરે છે. ૨. સમ્યગ્દર્શન સહજ છે, પોતાના સ્વભાવ સાથે તેનો સંબંધ છે. જેવો ભાવ સ્વભાવમાં છે તેવો પર્યાયમાં સહજ પ્રગટે તે ભાવે આત્માનો અનુભવ થાય છે. ૩. જે છેવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને નિમિત્ત તરીકે જિનવચન જ હોય છે. (દશના લબ્ધિ). ૪. સમ્યજ્ઞાન વડે આત્મસ્વભાવ ઓળખાય છે. આત્મસ્વભાવ ઓળખાતાં, સ્વવિષયમાં રુચિ થાય છે, અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય છે, તેમાં સુખબુદ્ધિ કદાપી થતી નથી. ૫. વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવ રોગના, કાયરને પ્રતિકૂળ. ૬. જિનવાણી માતા સ્વતંત્ર આત્મસ્વભાવને બતાવીને સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવે છે અને એ રીતે, વિષયોમાં સુખબુદ્ધિનું વિરેચન કરાવે છે. ૭. જીવ દિ પદાર્થોનું શ્રદ્ધાને તે વ્યવહારથી સમ્યકત્વ છે અને નિશ્ચયથી તો પોતાના આત્માનું શ્રદ્ધાને તે સમ્યક્ત્વ છે. ૮. પોતાના આત્મસ્વભાવનો અનુભવ તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ તે નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. ૯. આ આત્માથી જુદી કોઈ વસ્તુ નથી પણ આત્માના જ શુદ્ધ પરિણામ છે તેથી તે આત્મા જ છે. ૧૦. ‘આમા આ છે' એવો નિશ્ચયભાવ તે સમ્યકત્વ'. ૨૪ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ (સાર) ૧. દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખથી બધા ડરે છે. અને બધા જ જીવ ઉપાય પણ સુખ પ્રાપ્તિના કરે છે. સુખ એ આત્માનો સ્વભાવ છે અને અક્ષય, અનંત સુખ ઉપાદેય છે. આ સ્વાભાવિક સમજાય એમ છે. ૨. સુખનું કારણ મોક્ષ છે. મોક્ષ એટલે દુઃખમાંથી મુક્તિ. આત્મા સહજરીતે સ્થિત થઈ જાય તેને મોક્ષ ' કહે છે. કર્મની ભાષામાં સર્વ કર્મના ક્ષયને મોક્ષ કહે છે. ૩. મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ૪. સંવર નિર્જરાનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મસ્વરૂપના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ જ મોક્ષમાર્ગ છે. ૫. એ મોક્ષમાર્ગમાં પ્રથમ સમ્યગ્દર્શન’ આવે છે. મિથ્યાત્વના અભાવરૂપ જે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય (પરિણતિ) તે જ પ્રથમ થવી જોઈએ. સ્વરૂપની સાચી સમજણ થવી જોઈએ. ૬. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત' અનંતકાળથી જીવ દુઃખ પામી રહ્યો છે તેનું મૂળ કારણ તેને પોતાના સાચા સ્વરૂપની સમજણ નથી. પોતે કોણ છે તે ભૂલી ગયા છે. સ્વરૂપની સમજણ એટલે જ્ઞાન અને શ્રદ્ધાની આ વાત છે. ૭. કર્મની અપેક્ષાથી જોઈએ તો પ્રથમ દર્શન મોહનીય'નો નાશ થાય છે, પછીજ ચારિત્રમોહનીય’નો ક્રમે ક્રમે નાશ થાય છે. અનંતાનુબંધી કષાયની ચોકડી, મિથ્યાત્વના નારા સાથે પ્રથમ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. ૮. આત્મા તો અનાદિ-અનંત સચ્ચિદાનંદસ્વરૂપ છે. તેનો નિર્ણય કર્યા વિના જીવ અનંતકાળથી ચોર્યાસી લાખ યોનિમાં જન્મ-મરણરૂપ ચાર ગતિમાં પરિભ્રમણ વડે મહા દુઃખ અનુભવે છે. ૯. મિથ્યાત્વ છે તે આડોડાઈ છે, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા છે. સમ્યગ્દર્શન એટલે સાચી પ્રતીતિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. ૧૦. આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને જે ભ્રમથી રાગરૂપે પરિણમ્યો છે તેને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો - જાણવો - શ્રદ્ધવો એ જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આમાં ત્રણ ન્યાય આવ્યા. ૧૧. ૧) સ્વદ્રવ્ય ૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે અને ૩) વર્તમાન પર્યાયમાં રાગાદિ કષાયભાવ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને રાગાદિભાવ છે તેનાથી પૃથ્થક થઇને ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૨. જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો - તેની સમ્યક પ્રતીતિ કરવી - અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૩. શુદ્ધ નય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘન સ્વરૂપ દેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૪. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ(જ્ઞાયક) આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો એ સમ્યગ્દર્શન છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું” આવો વિકલ્પ તે શુભ રાગ છે. તે શુભ રાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી, શુભ વિકલ્પને અતિક્રમતા સમ્યગ્દર્શન થાય છે. ૧૬. “આ મા કર્મથી બંધાયેલો છે કે કર્મથી બંધાયેલો નથી' એવા બે પ્રકારના ભેદમાં રોકાવું તે તો નયનો પક્ષ છે. નયના પક્ષને ઓળંગી એક જ્ઞાયકના લક્ષે જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૭. હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી' એવા ભંગની વિચાર શ્રેણીના કાર્યમાં અટકવું તે અજ્ઞાન છે, અને ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું(અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ - તે જ સમ્યગ્દર્શન છે. ૧૮. હું પરાશ્રય રહિત, અબંધ શુદ્ધ છું' એવા નિશ્ચયનયના પડખાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં રોકાય રાગને સમ્યગ્દર્શન માની લે) પણ રાગરહિત સ્વરૂપને ન અનુભવે ત્યાં સુધી અનુભવ થતો નથી. સમ્યગ્દર્શન રાગરહિત સ્વભાવના અવલંબને પ્રગટે છે. ૧૯ જ્યાં સુધી અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ નથી થતાં ત્યાં સુધી વિકલ્પમાં સાચો આત્મા વિષયરૂપ થતો નથી. ઉપયોગ અંતરમાં વળે ત્યારે જ આત્મા યથાર્થ સ્વરૂપે વિષયરૂપ થાય છે. વિકલ્પમાં આકુળતા છે - દુઃખ છે, તેમાં નિર્વિકલ્પ સુખ અનુભવાતું નથી. વસ્તુમાત્રને જ્ઞાનમાં અનુભવતા વિકલ્પ મટે છે અને પરમ સુખ થાય છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તન્મય થતાં અતીન્દ્રિય સુખનો સ્વાદ આવે છે. શાંત નિર્વિકલ્પ થઈને અનુભવ થાય છે. ૨૦ અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી; તેથી આત્માના અનુભવ કરવા જતાં પહેલા તે સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. સ્વરૂપ તો વિકલ્પોથી પેલે પાર છે. સ્વરૂપ તો પક્ષાતિક્રાંત છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે એટલે કે તેના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૧ જે વરતુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો એકરૂપ છે. નિરપેક્ષ છે. અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી. નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૨ આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે. અનાદિથી પર વસ્તુઓનો જ મહિમા આ જીવને આવ્યો છે. અનાદિથી પરનું લક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. એવા મહા મહિમાવંત ચૈતન્ય ભગવાન આત્માનો મહિમા આવતાં તેનો લક્ષ થાય છે. અભેદ જ્ઞાતા સ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યગ્દર્શન છે. ૨૩ સમ્યગદર્શન એ શ્રદ્ધા ગુણની એક નિર્મળ પર્યાય છે. પણ હું એક નિર્મળ પર્યાય છું એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય એક પૂર્ણ અખંડ દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. અખંડ એવા ચૈતન્ય ભગવાન આત્માને ધ્યાવતા સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૪ સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને માન્ય છે. અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ પરિણમી જાય છે. પર્યાયમાં તેવા પ્રકારનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. તે જ રામ્યગ્દર્શનની પર્યાય છે. જો વ્યવહારનું લક્ષ કરે તો દષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે નહિ તો જ્ઞાન ખોટું ઠરે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક છે. અને દષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચય અંગીકાર કરે તો તે સમ્યફ થાય છે. ત્રિકાળી અખંડ વસ્તુ તે જ મોક્ષનું નિશ્ચય કારણ છે. એકરૂપ અભેદ વસ્તુ જ રામ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન એ મોક્ષની પ્રથમ સીડી છે. સાચા સુખની શરૂઆત એ અનુભૂતિથી જ થાય છે. ૨૬ અનુભવમાં ચૈતન્ય વસ્તુનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના રહેતી નથી, વિકલ્પ રહેતા નથી. ઝીણું કહો કે સરળ કહો - વસ્તુસ્વરૂપ આવું જ છે. ૨૭ આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી. પોતે પોતામાં જ નિર્વિકલ્પ લીનતા વડે પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે. નિજ સ્વરૂપને ધ્યાવી બાવીને જ અનંત જીવો સિદ્ધપદ પામ્યા છે. ધર્મધ્યાનથી ધર્મની શરૂઆત થાય છે. ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી, ધીરજ અને ધગશથી ધખાવતો એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે !” ૨૮ આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષરૂપ જ છે, ને પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે; એટલે દ્રવ્ય મોક્ષ' ત્રિકાળ છે એના આશ્રયે ભાવ મોક્ષ પ્રગટી જાય છે. શક્તિના ધ્યાન વડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થઈ જાય છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય એક થઈ જાય છે. આત્મા પોતે જ ધ્યેય અને શેય, પોતામાં જ એકાગ્રરૂપ જ્ઞાન અને ધ્યાન, પોતે જ જ્ઞાતા અને પોતે જ ધ્યાતા. આવી અભિન્ન આરાધનાનું ફળ મોક્ષ છે. તેની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. ર૯ ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા અંતરમાં જોવા આ જીવ જાય ત્યારે નિર્વિકલ્પ અવસ્થામાં સમરસ સ્વરૂપ અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મા દેખાય છે. શાંત ચિત્તરૂપ સમભાવમાં આત્મા સાક્ષાત દેખાય છે, અનુભવાય છે. એ જ સમ્યગ્દર્શન છે. ૩૦ અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતા સ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો, સમ્યગ્દર્શન કહો, સ્વાનુભૂતિ કહો, આત્માનુભૂતિ કહો તે બધું એક જ છે, આ જ છે. આવું નિશ્ચય સમ્યગ્દર્શનનું સ્વરૂપ જાણવું જરૂરી છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૬ મિથ્યાત્વ શું છે? ૧. ભૂમિકા : જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે, પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન અનંત તીર્થકરોએ કરુણા કરી જીવોને બતાવ્યું છે. ‘મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે.” વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ; તેથી વસ્તુનું સાચું સ્વરૂપ પ્રથમ સમજવાની અનિવાર્યતા છે. વસ્તુના યથાર્થ સ્વરૂપ સંબંધી જે ખોટી માન્યતા તે જ મૂળભૂત ભૂલ છે અને તે ભૂલને મિથ્યાત્વ કહેવામાં આવે છે. વસ્તુના સાચા સ્વરૂપ સંબંધી જીવને જો ખોટી માન્યતા ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય જ નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતાં સાચા વર્તન દ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે એવો સિદ્ધાંત છે. જૈન શાસ્ત્રોમાં વીતરાગી વિજ્ઞાનનું જ પ્રતિપાદન છે. એમાં અનેકાન્ત દ્વારા સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે, તથા સાચા રત્નત્રયરૂપ સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યગ્યારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ . બતાવ્યો છે. ૨. સ્વરૂપ સંબંધની ભૂલ એ જ મિથ્યાદર્શન છેઃ “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” ‘પોતે કોણ છે?', પોતાનું સાચું સ્વરૂપ શું છે?” તે સંબંધી જગતના જીવોની મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું સ્વરૂપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ સતત પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થ તરફથી અગવડ મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતાથી જીવને સદાય આકુળતા રહ્યા જ કરે છે. જીવની આ ભૂલને શાસ્ત્રમાં મિથ્યાદર્શન' કહેવામાં આવે છે, જ્યાં મિથ્યા માન્યતા હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ, તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભૂલને મહા પાપ પણ કહેવામાં આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ દુઃખનું મહા બળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષમાં નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ જીવના અનાદિકાળથી ચાલી આવેલા દુઃખોના ત્રણ કારણ છે. (૧) મિથ્યા દર્શન (૨) મિથ્યા જ્ઞાન (૩) મિથ્યા ચારિત્ર. હવે જે જીવનો અનાદિ પુરુષાર્થ છે તે સુખ પ્રાપ્ત કરવાનો. સુખ પ્રાપ્તિના ત્રણ કારણો ભગવંતોએ બતાવ્યા છે. (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક ચારિત્ર. જીવને જો સાચું સુખ જોઈતું હોય તો સૌથી પ્રથમ ‘મિથ્યા દર્શન’ ટાળી ‘સમ્યગ્દર્શન' પ્રગટ કરવું જોઈએ. વસ્તુના સ્વરૂપ સંબંધી ખોટી માન્યતા ટળી - યથાર્થ સમજણ થાય તો મિથ્યાત્વ ટળી સમ્યગ્દર્શન પ્રગટ થાય. ૩. મિથ્યાત્વ શું છે? સામાન્ય સ્વરૂપ ૧. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યસ બુદ્ધિ. ૨. અસને સત સમજવું; સત્ ને અસત્ સમજવું, માનવું ૩. દેહમાં આત્મબુદ્ધિ - દેહ તે હું છું એવી માન્યતા. ૪. આત્મામાં દેહ બુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું. ૫. અસત્ પદાર્થોમાં કે દેહાદિમાં સુખ બુદ્ધિ. ૬. સત્ આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. ૭. અસત્ દેવ-ગુરુ-શાસ્ત્રમાં આસ્થા કે આદર. ૮. સત્ દેવ-ગુરુ-ધર્મમાં અનાસ્થા કે અનાદર, ૯ તત્ત્વ સંબંધી એકાંત માન્યતા. ૧૦. છ દ્રવ્ય અને સાત તત્ત્વોને જેમ છે તેના કરતાં ઓછું, અધિક કે વિપરીત માનવું તે મિથ્યાત્વ. ૧૧. ઇશ્વરને જગતના હર્તા-કર્તા માનવું તે મિથ્યાત્વ. ૧૨. આત્મા દેહ વ્યાપક છે છતાં સર્વ વ્યાપક માને અને ઈશ્વર અમુક સ્થાને બિરાજે છે છતાં સર્વ વ્યાપક માને એમ અધિક માનવું તે મિથ્યાત્વ. ૧૩. પાપ અને પુણ્યને ધર્મ માનવો તે મિથ્યાત્વ. ૧૪. આત્માનું સ્વરૂપ - ‘દ્રવ્ય-ગુણ-પર્યાયત્મક’ જેવી રીતે તીર્થકર ભગવંતો એ જાણ્યું છે, અનુભવ્યું છે અને બતાવ્યું છે તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. ૧૫. આત્મા ચૈતન્ય સ્વભાવવાળો છે છતાં અન્ય જડ આલંબનથી આત્માનો ધર્મ માનવારૂપ વિપરીત ભાવ તે મિથ્યાત્વ. ૧૬. સમ્યગ્દર્શનનું ઉલટું તે મિથ્યાત્વ. યથાર્થ વસ્તુના સ્વરૂપના શ્રદ્ધાનનો અભાવ અને અયથાર્થ વસ્તુના સ્વરૂપનું શ્રદ્ધાન તે મિથ્યાત્વ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૪. મિથ્યાત્વ એ જીવની ઊધાઈ છેઃ મિથ્યાત્વ એટલે ખોટાપણું, ફોગટપણું, જુઠાપણું, ઊંધાપણું, વિપરીતપણું આદિ. મિથ્યાત્વ શબ્દના ઘણા અર્થો છે. મિથ્યાત્વ એટલે “જીવ’ - ‘પોતા” સંબંધની ઊંધી સમજણરૂપ ભૂલ. આ ભૂલ મોટામાં મોટી અને અનંતી છે, કેમ કે જો આ ભયંકર ભૂલ ન હોય તો ભયંકર દુઃખ પણ ન હોય. મૂળ દુઃખ અજ્ઞાનપૂર્વકની ઈચ્છાઓનું જ છે. ઈચ્છા કહો, દુઃખ કહો, અધર્મ કહો, અકળામણ કહો કે મૂંઝવણ કહો બધાનો અર્થ એક જ છે. તે સર્વ મિથ્યાત્વનું જ ફળ છે. અજ્ઞાન દશામાં ઈચ્છા વગરનો જીવનો એક સમય પણ જતો નથી. નિરંતર પોતાને ભૂલીને ઈચ્છા થયા જ કરે છે, તે જ દુઃખ છે. મિથ્યાત્વ એ ઊંધાઈ છે. મિથ્યાત્વતે જીવના શ્રદ્ધા ગુણની વર્તમાન ઊંધી અવસ્થા છે - પર્યાય છે અને તે ટાળી શકાય તેમ છે. સમ્યગ્દર્શન એ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? આ ક્ષણિક શુભાશુભ ભાવ થાય છે તે શું છે? પુણ્ય-પાપનો વિકાર શું છે? પરવસ્તુ - દેહાદિમારા છે કે નહિ? એમ સ્વ-પરની યથાર્થ માન્યતા કરનાર શ્રદ્ધા ગુણની ઊંધી અવસ્યા તે મિથ્યાત્વ છે. જીવે પોતાની તે અવસ્થા અજ્ઞાનતાથી કરી છે અને પોતાની હોવાથી તે ટાળી શકાય તેમ છે. આ પોતાના સ્વરૂપ સંબંધી ઊંધાઈ અનાદિકાળથી ચાલી આવે છે. સ્વરૂપની યથાર્થ સમજણથી એ ઊંધાઈ બદલાવી શકાય છે. આ આત્મા અનંત ગુણોનો ભંડાર છે એમાં એક શ્રદ્ધા નામનો મુખ્ય ગુણ છે - તે પણ અનાદિ અનંત છે. તે ગુણની ઊંધાઈ - વિપરીત અવસ્થા એ મિથ્યાત્વ છે. આ ભૂલ એક સમયની પર્યાય હોવાથી, સમજણપૂર્વક ટાળી શકાય એમ છે. મિથ્યા દર્શનનું વિશેષ સ્વરૂપ ૧. જીવને અનાદિથી મિથ્યાદર્શનરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ(સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થ સ્વરૂપ ન હોય અને જેવું પદાર્થ સ્વરૂપ છે એવું એ માને નહિ તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવ પોતાને અને શરીરને એકરૂપ માને છે; શરીર કોઈ વેળા દુબળું થાય, કોઈ વેળા જાડું થાય, કોઈ વાર નષ્ટ થઈ જાય, કોઈવાર નવીન ઉપજે ત્યારે આ બધી ક્રિયાઓ શરીરાધીન થવા છતાં આ જીવે તેને પોતાને આધીન માની ખેદ-ખિન્ન થાય છે. દાંત : જેમ કોઈ એક જગ્યાએ એક ગાંડો બેઠો હતો ત્યાં અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઉતર્યા; તે સર્વેને આ ગાંડો પોતાના માનવા લાગ્યો, પણ એ બધા પોતપોતાનો આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય; કોઇ અનેક અવસ્થારૂપે પરિણમે, એમ સર્વેની કિયા પોતપ તાને આધીન હોવા છતાં આ ગાંડો તેને પોતાને આધીન માની ખેદ-ખિન્ન થાય છે. . સિદ્ધાંત તેમ આ જીવ જ્યાં શરીર ધારણ કરે ત્યાં કોઇ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા, ધનાદિક Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ – આવીને સ્વયં પ્રાપ્ત થાય છે; તે સર્વેને આ જીવ પોતાના જાણે છે, પણ એ બધા તો પોતપોતાને આધીન હોવાથી કોઇ આવે, કોઇ જાય તો કોઇ અનેક અવસ્થારૂપે પરિણમે, તે ક્રિયા તેમને આધીન છે, આ જીવને આધીન નથી, તો પણ તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદ-ખિન્ન થાય છે. ૨. આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુસ્વરૂપ છે; તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ શરીરાદિ પુદ્ગલ કે જે પોતાથી પર છે - એ બન્નેના સંયોગરૂપ મનુષ્ય,તિર્યંચાદિ અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાં આ મૂઢ જીવ પોતાપણું ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી. શકતો નથી; જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં (૧) જે જ્ઞાનાદિ ગુણો છે તે પોતાના ગુણો છે, (૨) જે રાગાદિક ભાવો થાય છે તે વિકારી ભાવો છે તથા (૩) જે વર્ણાદિ છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે અને (૪) શરીરાદિમાં પણ વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટવું ઘણા જુદા જુદા પ્રકારે થાય છે; તે સર્વે પુદ્ગલની અવસ્થા છે; આ બધાને આ જીવ પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક કરતો નથી; વળી પોતાથી પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન ધનાદિ -કુટુંબાદિનો સંયોગ થાય છે તેઓ પોતપોતાને આધીન પરિણમે છે; તથા આ જીવને આધીન થઈ પરિણમતા નથી; છતાં પણ તેમાં આ જીવ મમકાર કરે છે કે ‘આ બધા મારા છે’ પણ એ કોઈ પણ પ્રકારથી તેના થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જીવ તેને પોતાના માને છે • ૩. મનુષ્યાદિ અવસ્થામાં કોઈ વેળા દેવ-ગુરુ-શાસ્ત્ર અથવા ધર્મનું જે અન્યથા કલ્પિત સ્વરૂપ હોય તેની તો પ્રતીત કરે છે પણ તેઓનું જે યથાર્થ સ્વરૂપ છે તેની પ્રતીત કરતો નથી. ૪. જગતની દરેક વસ્તુ અર્થાત્ દરેક દ્રવ્યો પોતપોતાને આધીન પરિણમે છે, પણ આ જીવ તેમ માનતો નથી અને પોતે તેને પરિણમાવી શકે અથવા કોઈ વખતે અંશે પરિણમાવી શકે એમ માને છે. ઉપર પ્રમાણે બધી માન્યતા મિથ્યાદષ્ટિની છે. પોતાનું અને પરદ્રવ્યોનું જેવું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે. ૬. પાંચ બુદ્ધિઓનું મિથ્યા સ્વરૂપ ઃ જીવ અનાદિકાળથી અનેક શરીર ધારણ કરે છે, પૂર્વનું છોડી નવીન ધારણ કરે છે; ત્યાં એક તો પોતે આત્મા (જીવ) તથા અનંત પુદ્ગલ પરમાણુમય શરીર-એ બન્નેના એક પિંડ બંધનરૂપ એ અવસ્થા હોય છે; તેમાં તે સર્વમાં ‘આ હું છું’ એવી અહં બુદ્ધિ કરે છે તેને ‘એકત્વ બુદ્ધિ’ કહેવામાં આવે છે. જીવ તો જ્ઞાન સ્વરૂપ છે અને પુદ્ગલ પરમાણુનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માની ‘આ મારા છે’ એવી મમ બુદ્ધિ કરે છે તેને ‘મમત્વ બુદ્ધિ’ કહેવાય છે. હાલવું-ચાલવું ઇત્યાદિ ક્રિયા શરીર કરે છે તેને ‘હું કરું છું’ એમ જીવ માને છે. તેવી જ રીતે બીજા બધા દ્રવ્યો સ્વતંત્રપણે સ્વાધીન પરિણમે છે છતાં આ જીવ તેમનો કર્તા અજ્ઞાનપણે પોતે થાય છે. ‘હું કરું, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હુ કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એવા ભ્રમથી આ જગતની બધી ક્રિયાઓનો કર્તા થાય છે, માન છે કે ‘હું કરું છું’ આ ‘કર્તૃત્વ બુદ્ધિ’ કહેવાય છે. પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક ઘનિષ્ઠ સંબંધ હોવાથી શરીરથી પોતાની ભિન્નતા યથાર્થપણે ભાસતી નથી. (આત્માના સ્થાનનું ચલન થતું હોય ત્યારે શરીરનું સ્થાન પણ ચલનરૂપ હોય જ - તેથી ઘનિષ્ઠ સંબંધ કહ્યો છે.) જીવ કોઈ પદાર્થના સદ્ભાવ તથ કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો નથી કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કે તેની પર્યાયનું કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાને સ્વરૂપે પોતાથી જ પરિણમે છે. છતાં જીવ તે બધાનો પોતાને કર્તા માને છે, આ ‘કર્તૃત્વ બુદ્ધિ’ છે. અનાદિકાળથી જીવ જે જે દ્રવ્યોના - પદાર્થોના સંપર્કમાં આવે છે - તે એમ માને છે કે હું તેમને ભોગવું છું. હવે જોઈએ તો આ આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ છે, પોતાનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે - છતાં પોતે કેવળ જાણવાવાળો હોવા છતાં એમ માને છે કે હું તેમનો ‘ભોક્તા’ છું. ખરેખર તો એ પદાર્થને ભોગવતો નથી પણ એ પ્રત્યેના રાગ-દ્વેષને ભોગવે છે. આ તેની ભોક્તા બુદ્ધિ છે તેને ‘ભોકતૃત્વ બુદ્ધિ’ કહેવાય છે. જીવ । જે પદાર્થોને દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે; એ ઇષ્ટ-અનિષ્ટપણું માનવું તે મિથ્યા છે કારણ કે કોઈ પણ પરપદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી. પદાર્થોમાં જો ઇષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય છે તે સર્વેને ઇષ્ટરૂપ જ હોય તથા જે પદાર્થ અનિષ્ટરૂપ હોય તે પદાર્થ સર્વેને અનિષ્ટરૂપ જ થાય, પણ એમ તો થતું નથી; માત્ર જીવ પોતે જ કલ્પના કરીને તેને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. એ માન્યતા ખૂટી છે, કલ્પિત છે. ખરેખર વિચારીએ તો જીવ જે એમ પ્રથમ માને છે કે હું પર પદાર્થોને જાણું છું એ જ એની મિથ્યા માન્યતા છે. પર પદાર્થોને હંમેશા ઇન્દ્રિયો કે મનના માધ્યમથી જ જાણવાનું થાય છે. અને જે પદાર્થોને ઇન્દ્રિયના માધ્યમથી જાણે તે જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. ખરેખર આ જ્ઞાનની પર્યાય પોતાને જ જાણે છે - પર પદાર્થોને જાણતી નથી. પણ જે આ જીવ માને છે કે હું પરને જાણું છું એ એની ‘જ્ઞેયત્વ બુદ્ધિ’ છે. એ મિથ્યા બુદ્ધિ છે. જ આ પ્રમાણે પાંચ પ્રકારની બુદ્ધિઓ (૧) એકત્વ બુદ્ધિ (૨) મમત્વ બુદ્ધિ (૩) કર્તૃત્વ બુદ્ધિ (૪) ભોક્તત્વ બુદ્ધિ અને (૫) જ્ઞેયત્વ બુદ્ધિ - એ પાંચે બુદ્ધિઓ એ જીવની ભ્રમણારૂપ છે અને આ ભ્રમણા એ જ મિથ્યાદર્શન છે. આ પાંચ બુદ્ધિઓનો નાશ થતાં મિથ્યાદર્શન ટળે છે અને સમ્યગ્દર્શન પ્રગટે છે. આ પાંચે બુદ્ધિઓમાં એક સામાન્ય વાત જણાય છે બધામાં સૂક્ષ્મ રાગ છૂપાયેલો છે. એ રાગ મારો એ મહા મિથ્યાત્વ છે ૭. મિથ્યાદર્શનની ટૂંકી વ્યાખ્યાઓ : ૧. સ્વ -૧૨ એકત્વ દર્શન (એકત્વ બુદ્ધિ). ૨. મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે મમત્વ બુદ્ધિથી કરુણા થવી તે (મમત્વ બુદ્ધિ). ૩. પરની કર્તૃત્વ બુદ્ધિ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૪. પરની ભોસ્તૃત્વ બુદ્ધિ. ૫. પરને જાણવાની જોયત્વ બુદ્ધિ. ૬. પોતાના સ્વરૂપની ભ્રમણા. ૭. અતત્ત્વ શ્રદ્ધાન. ૮. અવિદ્યા. ૯. પર્યાય બુદ્ધિ. ૧૦. બહિર્ દષ્ટિ. ૧૧. વસ્તુ સ્વરૂપ ન હોય તેમ માનવું હોય તેમ ન માનવું. ૧૨. વ્યવહાર મૂઢતા. ૧૩. વિપરીત રુચિ. ૧૪. પરથી લાભ નુકસાન થાય તેવી માન્યતા. ૧૫. શેય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ણ બુદ્ધિ. ૧૬. રાગથી-શુભભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ. ૧૭. વિપરીત અભિપ્રાય. ૧૮. જીવને જ ન માનવા. ૧૯. પર સમય. ૨૦. પર્યાયમૂઢ. ૨૧. પર દ્રવ્યોની વ્યવસ્થા કરનાર તથા તેનો કર્તા-ભોક્તા-દાતા જીવને માનવો. ૨૨. શરીરની ક્રિયા જીવ કરી શકે એવી માન્યતા. ૨૩. ત્રિકાળી આત્માને ચૈતન્યસ્વરૂપ અનાદિ અનંત ન માનવો પણ એક સભ્યની વિકાર જેટલો જ માનવો. ૨૪. નિમિત્તાધીન દષ્ટિ. ૨૫. પરાશ્રયે લાભ-હિત થાય તેવી માન્યતા. ૨૬. શરીરાશ્રિત ક્રિયાથી લાભ થાય તેવી માન્યતા. ૨૭. સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની અશ્રદ્ધા. ૨૮. શુભાશુભ ભાવોનું સ્વામીત્વ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૨૯. વ્યવહ ૨ નય ખરેખર આદરણીય હોવાની માન્યતા. ૩૦. શુભ વિકલ્પથી આત્માનું હિત થાય એવી માન્યતા. ૩૧. શુભ ઇષ્ટ અને અશુભ અનિષ્ટ એવી માન્યતા. ૩૨. વ્યવહ ર રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય રત્નત્રય પ્રગટે તેવી માન્યતા. દર્શન મોહનીય શું છે ? : કર્મો અનંત પ્રકારના છે. તેમાં મુખ્ય આઠ પ્રકાર છે. એ આઠમાં મુખ્ય મોહનીય છે. એના બે ભેદ છે. (૧) દર્શનમોહ (૨) ચારિત્રમોહ. જીવ અનાદિથી સંસારમાં કર્મ બંધના કારણે ચાર ગતિમાં, ચોર્યાસી લાખ યોનીઓમાં પરિભ્રમણ કરી અનંત દુઃખ ભોગવી રહ્યો છે. તે પરિભ્રમણનું મૂળ મિથ્યાત્વ ભાવ અને અજ્ઞાન છે. તેના નાશથી સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન પ્રગટ થાય છે, પરંપરાએ જેનાથી મોક્ષ થાય છે. તે સમ્યગ્દર્શનનો પ્રતિબંધક ભાવ તે દર્શનમોહ - મિથ્યાત્વ છે. જેના ઉદયથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ, તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવામાં નિરઉત્સુક, હિતઅહિતનો વિચાર કરવામાં અસમર્થ એવો મિથ્યાદષ્ટિ થાય છે, તે મિથ્યાત્વ દર્શન મોહનીય છે. જીવને સમ્યક્ત્વ નામનો ગુણ હોવા છતાં, જે કર્મ તે સમ્યક્ત્વ ગુણને સર્વથા મૂર્છિત કરી નાખે છે, તેને દર્શન માહનીય કર્મ કહેવામાં આવે છે. આ દર્શનમોહના ભાવમાં રહેલી શક્તિને તોડવારૂપ પરિણામો કેવા હોય છે ? તેમજ તે ભાવોને વધુ પુષ્ટ કરનારા પરિણામો કેવા હોય છે ? તે આત્માર્થે સમજવા યોગ્ય છે. અના દેથી અકારપણે-છતાં દર્શનમોહવશ, જીવ પરમાં સુખ માની રહ્યો છે, તેથી પરસંયોગ પાછળ જીવની દોડ રહી છે - તે ત્યાં સુધી કે પોતાનો માનેલો ધર્મ એટલે કે પુણ્ય કર્મ કરીને તે તેના ફળસ્વરૂપ અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરીને સુખબુદ્ધિથી પુણ્ય કાર્યોમાં પ્રવર્તે છે. પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાસ વેદે છે. પણ તે પુણ્યની મીઠાસ તેના સુખ સ્વભાવનું ખૂન કરે છે. મિથ્યાત્વ ભાવને કષાયખાનું કહ્યું છે. મિથ્યાત્વ ૫ ૫ તે સાત વ્યસનથી પણ અનંતગણું છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડ્યા છે જેનું ફળ અનંત સંસાર છે. મિથ્ય ત્વ અનંત સંસારનું કારણ હોવાથી, તેની સાથે અવિનાભાવીપણે વર્તનારો અનુબંધી કષાય પણ અનંતાનુબંધી છે. દર્શનમોહને લીધે જીવ મોક્ષમાર્ગથી વિમુખ વર્તવામાં વેગવાન થાય છે, તેનો પુરુષાર્થ વિપરીતતામાં બળવાન થાય છે અને આત્મસ્વભાવ પ્રત્યે અરુચિ રહે છે. જીવનો સ્વભાવ તો સમ્યક્ષણે પરિણમવાનો હોવા છતાં દર્શનમોહથી મુર્છાઈને જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પરિભ્રમણના કારણરૂપ દર્શનમોહનો અભાવ કરવાના વિષયમાં અજ્ઞાત હોવાને લીધે જીવ બાહ્ય ક્રિયાકાંડમાં જ રોકાઈ જાય છે. ઓઘ સંજ્ઞાએ કરેલા જ્ઞાનક્રિયા, શાસ્ત્ર અધ્યયન, ભકિત, પૂજા, પાઠ, તપશ્ચર્યા આદિથી દર્શનમોહ ક્યાં કેવી રીતે વૃદ્ધિગત થાય છે એનો જીવને ખ્યાલ રહેતો નથી. તેનો રસ મંદ થઈ સમ્યક સન્મુખ કેમ થાય તેનો વિચાર કરવો યોગ્ય છે. દર્શનમોહને સ્વભાવનો ઘાતક ભાવ જાણીને તે સંબંધી અનેક પડખાંઓને લક્ષમાં રાખી આત્માર્થી જીવે ધર્મ-પ્રવૃત્તિમાં પ્રવર્તવું યોગ્ય છે. અન્યથા સંસાર વૃદ્ધિનું કારણ થવાની સંભાવના છે. દર્શનમોહની પ્રબળતાથી જ ચારિત્રમોહનું બળ રહે છે. દર્શનમોહ વ્યતીત થતાં ચારિત્રમોહ ટકી શકતો નથી. તેથી દર્શનમોહનો નાશ કરનાર એવા સમ્યગ્દર્શનનો મહિમા જિનાગમને વિષે ઠામ ઠામ જોવામાં આવે છે. આ અનાદિના સંસારમાં અનંત જીવો સમ્યગ્દર્શનના આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. જ્યાં સુધી દર્શનમોહનો અભાવ કે ઉપશમ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થઈ મોક્ષનો પ્રારંભ થતો નથી. તેને જાણી તેનો અભાવ કરનારા પુરુષાર્થમાં અવશ્ય જાગૃત રહેવું યોગ્ય છે. દર્શન મોહનીયના ત્રણ ભેદઃ (૧) મિથ્યાત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય (૩) સમ્યકત્વ મોહનીય ૧) મિથ્યાત્વ મોહનીયઃ જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ગુણનું વિપરીત પરિણમન થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્મા (જીવ-અજીવનું) ભેદજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. ૨) મિશ્ર મોહનીયઃ જેના ઉદયથી સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય તે કર્મને મિશ્ર મોહનીય કહે છે. ૩) સમ્યક્ત્વ મોહનીય ઃ જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે પણ કોઈ દોષ, મળ કે અતિચાર લાગે તેને સમ્યકત્વ મોહનીય કહે છે. ચારિત્ર મોહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભ) છે. તેના ઉદયથી દીર્ઘકાળ સ્થાયી, કઠિનતાથી મટે તેવા કષાય પરિણામ થાય છે અનાદિ મિથ્યા દષ્ટિ જીવ જેને અત્યાર સુધી સમ્યકત્વ થયું નથી તેના સમ્યગ્દર્શન ગુણને દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીયરૂપ ચાર અનંતાનુબંધી કષાયોએ ઢાંકી રાખ્યો છે. જ્યાં સુધી તે ઉદયમાંથી ખસે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થઈ શકતો નથી. ઉપર જણાવેલ ત્રણ ભેદમાંથી બંધ એક મિથ્યાત્વ પ્રકૃત્તિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યકત્વ મોહનીય પ્રવૃત્તિ કે મિશ્ર મોહનીય પ્રકૃત્તિ બંધાય; જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (ઉપશમ કાળમાં) મિથ્યાત્વ પ્રકૃત્તિના ત્રણ ટુકડા થઈ જાય છે, તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે, એક સમ્યકત્વ અને એક મિશ્રરૂપે રહે છે. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૯. મિથ્યાત્વના ભેદ: પચીસ પ્રકારના મિથ્યાત્વ : ૧. અભિગ્રહીત: મત, પંથના કદાગ્રહરૂપ ખોટો આગ્રહ છે. ૨. અનઅભિગ્રહીત : કોઈ મતને ગ્રહ્યું નથી તે. ૩. અભિનિવેશક : પોતે પકડેલો મત ખોટો જાણે છતાં મૂકે નહિ. ૪. અનઅભિનિવેશક: સમકિત અને મિથ્યાત્વ સંબંધી બિલકુલ જાણપણું નહિ તે. ૫. સાંશયિકઃ વીતરાગ ધર્મ સંબંધી શંકા આણે તે. ૬. ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૭. અધર્મને ધર્મ શ્રદ્ધ - હિંસાદિક પ્રવૃત્તિને ધર્મ માને છે. ૮. જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૯. અન્યમાર્ગને જિનમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૦. જીવને અજીવ 8છે તે મિથ્યાત્વ. ૧૧. અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ ૧૨. સાધુને કુસાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૩. કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૪. મુક્તિને બંધન શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૫. બંધનને મુક્તિ શ્રદ્ધે તે મિથ્યાત્વ. ૧૬. લૌકિક મિથ્યાત્વા: વિપરીત સ્થાપન કરેલ ધર્મ પ્રમાણે વર્તે. ૧૭. લોકોત્તર મિથ્યાત્વ તીર્થકર દેવોની બીજા પાખંડી મત પ્રમાણે માન્યતા કરે. ૧૮. કુપ્રવચન મિથ્યાત્વ: પાખંડીના મત સાચા માને છે. ૧૯. જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૦. જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૧. જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. ૨૨. અવિનય મિથ્યાત્વ: દેવ, ગુરુ, ધર્મનો અવિનય. ૨૩. અક્રિયા મિથ્યાત્વઃ સંયમાદિ માટે જે ક્રિયા કરવાની છે તેને માને નહિ તે. ૨૪. અજ્ઞાન મિથ્યાત્વઃ અજાણપણે શ્રેય કરી માને છે. ૨૫. અશાતના મિથ્યાત્વ: ગુર્નાદિકની અશાતના કરે તે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૧૦ મિથ્યાત્વના બે પ્રકાર : ૧. અગૃહિત ૨. ગૃહિત. ૧. અગૃહિત મિથ્યાત્વ અગૃહિત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહિત મિથ્યાત્વ છે. તે કોઈના શીખવવાથી થયું નથી માટે તે અગૃહિત છે. ૨. ગૃહિત મિથ્યાત્વઃ આ ભવમાં જન્મ થયા પછી પરઉપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રદ્ધા જીવ ગ્રહણ કરે છે તે ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. જેને ગૃહિત મિથ્યાત્વ હોય તેને અગૃહિત મિથ્યાત્વ હોય જ. ગૃહિત મિથ્યાત્વના પાંચ ભેદ છે. : ૧) એકાંત ૨) સંશય ૩) વિનય ૪) અજ્ઞાન ૫) વિપરીત મિથ્યાત્વ. ૧) એકાંતઃ પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માને. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે. ૨) સંશય : આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે. ૩) વિપરીત મિથ્યાત્વ: મિથ્યાદષ્ટિને સાચા સાધુ માનવા, કેવળી સ્વરૂપને વિપરીત પણે માનવું તે ઊંધી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે. ૪) અજ્ઞાન મિથ્યાત્વ: જ્યાં હિત-અહિતનો કાંઈ પણ વિવેકન હોય, કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. ૫) વિનય મિથ્યાત્વઃ સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મ મતને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. ૧૧ દર્શનમોહના લક્ષણો: ૧. અનાત્મીય પદાર્થમાં આત્મબુદ્ધિ (અજીવને જીવ માનવો). ૨. રાગાદિમાં કર્તા બુદ્ધિ - સુખ બુદ્ધિ ૩. શેય તત્ત્વોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ. ૪. પર સત્તામાં - રાગમાં એકત્વ-મમત્વ બુદ્ધિ. ૫. પરની મુખ્યતા - સ્વની ગૌણતા. ૬. વિભાવની રુચિ - સ્વભાવની અરુચિ. ૭. દુઃખમાં સુખની પ્રતીતિ - પર્યાયમાં સંતુષ્ટ બુદ્ધિ. ૮. લોક સંજ્ઞા. ૯. ઓઘ સંજ્ઞા. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૦. કુસંગની રુચિ - સત્સંગની અરુચિ. ૧૧. સિદ્ધાંતની વિરુદ્ધ પ્રરૂપણા. ૧૨. જ્ઞાનનો ઉધાડ(ક્ષયોપશમ)ની રુચિ. ૧૩. મિથ્યા આગ્રહ. ૧૪. અહિતમાં હિત બુદ્ધિ. ૧૫. હિતરૂપ પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ. ૧૬. અસરળતા. ૧૭. દોષનો પક્ષપાત. ૧૮. પર્યાયમાં એકત્વ - પર્યાય બુદ્ધિ. ૧૯. ઉદયમ ચિકાસ - રસયુક્ત પરિણામ. ૨૦. ભેદ પ્રધાનતા વા ભેદની રુચિ. ૨૧. મતાગ્રહ. ૨૨. વિપરીત અભિનિવેશપૂર્વક તત્ત્વનો સ્વીકાર. ૨૩. કલ્પિત અધિષ્ઠાન, કલ્પિત ધ્યેય, કલ્પિત સાધનનો સ્વીકાર. ૨૪. સ્વચ્છંદ. ૨૫. વ્યવહારનો પક્ષ. ૨૬. કુતુહલ વૃત્તિ ૨૭. કુદેવાદિની શ્રદ્ધા. ૨૮. વીતરાગ દેવાદિનો નિષેધ. ૨૯. વિઘમ ન સપુરુષની વિમુખતા - ઉપેક્ષા - અવર્ણવાદ. ૩૦. ગુણવાન પ્રત્યે માત્સર્ય. ૩૧. અધ્યાત્મનો વ્યામોહ. ૩૨. સુધર્મની અરુચિ. ૧૨ પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ: મિથ્યાત્વ એટલે સત્યથી તદ્ન અવળી બાજુ. અજ્ઞાન કે અવિદ્યા સાથે રહેવાનું જેસ્થાન તે મિથ્યાત્વ. પ્રથમ ગુણસ્થાનને ‘મિથ્યાત્વ” ગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનમાં મોક્ષથી વિમુખ વિપરીત દષ્ટિ હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મિથ્યા તે આત્માનો વિભાવ ભાવ છે, સહજ સ્વભાવ ભાવ નથી. બાહ્ય સંજોગોના નિમિત્તે જે અનાદિ ધ્રુવગુણનું સ્વભાવસ્વરૂપમાં પરિણમન ન થતાં અન્યથા પરિણમન થાય તે વિભાવ પરિણમન છે. આત્માનો જ્ઞાનગુણ જ્યારે બાહ્ય પદાર્થની અસરને આકર્ષી સ્વભાવ સ્વરૂપ ગુણમાં ન પરિણમે ત્યારે જ્ઞાનગુણની વિકૃત્તિ થયેલી હોય છે. એ વિકૃત્તિ - ભ્રમણા એ જ મિથ્યાત્વ નામથી ઓળખાય છે. આ પ્રથમ ગુણસ્થાન આત્માનો વિકાસ શરૂ થાય એ પહેલાંની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું છે. આ ગુણસ્થાનમાં રહેલાને વસ્તુના સ્વરૂપ સંબંધી જરાય શ્રદ્ધા નથી. આ ગુણસ્થાનનો જીવ લગભગ દુર્ગતિનો જ બંધ બાંધે છે આ ગુણસ્થાનમાં રહેલો જીવ અનંતાનુબંધી ચોકડીમાં ફસાયેલો છે. આ સ્થાનમાં રહેલા મિથ્યાદષ્ટિ જીવના મિથ્યાત્વની આદિ તથા અંત બન્ને છે. તેની જઘન્ય સ્થિતિ અંતમુહર્તની અને ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ હોય છે. જ્ઞાન અને અજ્ઞાન - શ્રદ્ધા અને મિથ્યાત્વને પરસ્પર વિરોધ છે. પરંતુ માર્ગાનુસારી પ્રાપ્ત કરી આગળ વધવાના ગુણોની અપેક્ષાએ તેને ગુણસ્થાનક કહ્યું છે. કેમ કે સદાય મિથ્યાત્વ ભાવમાં ત્યાં રહેતો નથી. આ ભાવ પલટાય છે માટે તે ગુણસ્થાનક છે. ભવ્ય જીવોને માટે આ પ્રથમ પગથિયારૂપ છે. સમકિત સન્મુખ જીવો માટે તેને પહેલું ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન - પહેલું)ને પાંચે બંધ હોય છે. સર્વ પ્રકારના બંધનું કારાગ મિથ્યાત્વ છે અને તે જ સૌથી પહેલાં ટળે છે. પાંચ બંધના કારણો આ પ્રમાણે છે. ૧) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) પ્રમાદ ૪) કષાય અને ૫) યોગ. - મિથ્યાત્વટવ્યા વગર અન્ય બંધના કારણો (અવિરતી આદિ) પણ ટળતા નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ. બંધનું સર્વોત્કૃષ્ટ કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતી આદિ બંધના કારણ ટળે જ નહિ - એ અબાધિત સિદ્ધાંત છે. મિથ્યાત્વ એ મહાન પાપ એટલા માટે છે કે મિથ્યાત્વ હોય ત્યાં અન્ય સર્વ પાપોનો સભાવ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. જ્યાં સુધી મિથ્યાત્વ - પહેલું ગુણસ્થાનક - છે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી જ નથી. આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વ ટાળતા તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમજ એકતાલીસ પ્રવૃત્તિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીની કર્મોના સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરની રહી જાય છે, અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે, સંસારનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અભાવ કર્યા સિવાય અન્ય અનેક ઉપાય કરવા છતાં મોક્ષ કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારથી ઉદ્યમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો યોગ્ય છે. આત્મા, તીર્થકરોએ જેવો વર્ણવ્યો છે તેવા જણાય અને તેની યથાર્થે પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય એવો Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્માનો અનુભવ થાય તેને સમ્યક્ત્વ કહેવાય છે અને જીવ ચોથે ગુણસ્થાને આવ્યો એમ કહેવાય છે. ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન છે. ૧૩ અભિપ્રાયની ભૂલ : ૧. અધ્યાત્મના સિદ્ધાંતમાં દેવ-ગુરુ અને શાસ્ત્ર અને નિજ ભગવાન આત્મા બન્ને ભિન્ન છે. જેને વ્યવહારથી ધર્મ સાધનરૂપે કહેવામાં આવે છે તે નિશ્ચયથી બાધકરૂપ છે. જીવને અભિપ્રાયમાં આ બાહ્ય સાધનો (નિમિત્તો) સત્ય સાધનરૂપે માનવામાં આવવાથી તેની અધિકતા વર્તતી હોવાને લીધે તે ત્યાં અટકી જાય છે અને અંતર્મુખ થઈ શકતો નથી. આ અભિપ્રાયની ભૂલ છે. ૨. ધર્મોપદેશનું શ્રવણ, વાંચન, વિચાર, મનન, જ્ઞાનનો ક્ષયોપશમ એ પણ બધા વ્યવહારથી ધર્મ સાધનરૂપ કહેવામાં અને માનવામાં આવે છે - પણ જો તે આત્માના આશ્રયે કરવામાં ન આવે તો ત્રિક ળી સ્વભાવ પ્રત્યે આવી શકાય નહિ. તેવા પ્રકારની પણ અભિપ્રાયની ભૂલ મિથ્યા માન્યતારૂપ છે. ૩. મુમુક્ષુ જીવને નિજ સ્વભાવથી અધિક અન્ય મુમુક્ષુ પ્રત્યે તથા ગુણાતિશયવાન સત્પુરુષ પ્રત્યે સહજ બહુમાનનો ભાવ વર્તે છે, સ્ફુરે છે. ત્યાં ગુણ પ્રાપ્તિનો અભિપ્રાય યોગ્ય હોવા છતાં અન્ય જીવ પ્રત્યે રાગ કરવાનો અભિપ્રાય ઉચિત નથી, કરવા યોગ્ય નથી. સહજ રાગ થવો અને અભિપ્રાયપૂર્વક રાગ થવો અથવા કરવો એ શ્રદ્ધાગુણની વિપરીતતા છે. ૪. પરપદાર્થ તો શેયમાત્ર છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માનવું એ અનાદિથી વિપરીત અભિપ્રાય છે. એ અભિપ્રાયની ભૂલ છે. ૫. પરપદાર્થમાં સુખબુદ્ધિનો અભિપ્રાય મુમુક્ષુની ભૂમિકાની યોગ્યતાને રોકે છે, આવિરત કરે છે, મલિન કરે છે. સુખ એ તો અનુભવની વસ્તુ છે અને તે સિવાય બીજે ક્યાંય સુખની કલ્પના કરવી એ અભિપ્રાયની ભૂલ છે. ૬.‘હું કર્મજનિત પર્યાયવાળો છું’ એ અભિપ્રાયમાં પણ મૂળ સ્વરૂપ ભાસતું નથી. ભગવાન ચૈતન્ય આત્મા અનંત શક્તિઓનો ભંડાર એક સમયની પર્યાય જેટલો નાનો થોડો છે. આવું માનનાર તો વ્યવહારાભાસી છે. આ અભિપ્રાયની મોટી ભૂલ છે. ૭. વળી જો પોતાને ‘અબંધક - જ્ઞાયક સ્વરૂપે’ કલ્પનામાં લ્યે અને વર્તમાન પર્યાયનો દોષ ખ્યાલમાં ન આવે અને સ્વચ્છંદી બની જાય તો તેને નિશ્ચયાભાસની ઉત્પત્તિ થાય છે. એ અભિપ્રાયની ભૂલ છે. ૮. જ્ઞાયક તત્ત્વની પરલક્ષી ધારણાપૂર્વક વિકલ્પ કે વાણીમાં ‘હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું’ એમ ગમે તેટલું જોર દેવાય તો પણ તે કૃત્રિમ પુરુષાર્થ હોવાથી સ્વરૂપ શ્રદ્ધાની કાર્યસિદ્ધિ થતી નથી. ૯. જ્યાં અભિપ્રાયપૂર્વક શાતાના કારણો પ્રિય લાગે ત્યાં મુમુક્ષુતાની યોગ્યતા હણાય છે. અને સ્વયં પોતે જ નિરાવલંબ - નિરપેક્ષપણે અનંત અવ્યાબાધ, અચિંત્ય સુખસ્વરૂપ છે - તેમ તેને ભાસતું નથી. આ અભિપ્રાયની વિપરીતતા આત્મશ્રેયમાં અવરોધક છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૦. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને અભિપ્રાયની ભૂલ” રહે તો તેને વ્યવહારાભાસીપણું અથવા નિશ્ચયાભાસીપણું અથવા પ્રમાણનો પક્ષ થઈ જાય છે. માત્ર આત્મહિતના અભિપ્રાયથી તત્ત્વનો અભ્યાસ થાય તો આવી ભૂલ રહેતી નથી. ૧૧. મુમુક્ષુ જીવને નિર્વિકલ્પદશા - મુનિદશા - મોક્ષદશા’ની ભાવના થાય છે. પરંતુ આ દશા તો ધ્રુવ સ્વરૂપના આશ્રયે સહજ થાય છે. તેવો યથાર્થ અભિપ્રાય હોય તો સહજ તેવી પર્યાયની યોગ્યતા થઈ જાય છે. નહિતર પર્યાયની કર્તા બુદ્ધિ સહિત ભાવના થાય છે. તેમાં અભિપ્રાયની ભૂલ હોવાથી તે ભાવના સફળ થતી નથી. ૧૨. કોઈ પણ અન્ય જીવને વિરાધક પરિણામોની જ્યારે જાણતાં કે અજાણતાં અનુમોદના થઈ જાય છે ત્યારે તત્ત્વ સંબંધી આસ્રવ શરૂ થઈ જાય છે. અનુમોદના અંગેના અભિપ્રાયમાં કર્તુત્વ બુદ્ધિ રહેલી છે. ૧૩. મિથ્યાદષ્ટિને પર્યાય અને સંયોગમાં ફેરફાર કરવાનો અભિપ્રાય હોવાથી કૃત્રિમ પુરુષાર્થ કરતો રહે છે છતાં જે થવાનું હશે તે થશે એમ ધારણામાત્રથી કહે તો તે યથાર્થ પ્રકાર નથી. ૧૪. મુમુક્ષુને “અભિપ્રાયના દોષ' વિશેની અજ્ઞાનતાને લીધે પણ કાર્યપદ્ધતિની, વિધિની ભૂલ થાય છે - આ બધી અભિપ્રાયની ભૂલો વિચારવા જેવી છે ૧૪ જીવ - મિથ્યાદર્શન અને કર્મબંધન : ૧. જીવને અનાદિથી મિથ્યાદર્શન સ્વરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ(સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ ન હોય અને જેવું પદાર્થસ્વરૂપ હોય તેવું એ ન માને તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. ૨. આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુસ્વરૂપ છે તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ - જેવા કે દ્રવ્યકર્મ, નોકર્મ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ પુલ કે જે પોતાથી પર છે – તેને પોતાના માને છે - પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક નથી - પોતાનું અને પરદ્રવ્યનું સ્વરૂપ જેવું નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે. ૩. આખા લોકમાં કાર્મણવર્ગણારૂપ પુગલો ભર્યા છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે, તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહ સંબંધને બંધ કહ્યો છે. ૪. બંધના બે પ્રકાર છે. ભાવબંધ અને દ્રવ્યબંધ, જીવમાં જે વિકારી ભાવ થાય છે તે ભાવબંધ છે અને જીવના ભાવબંધનું અને તે ભાવબંધનું નિમિત્ત પામીને થતાં દ્રવ્યકર્મના બંધને દ્રબંધ કહેવામાં આવે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૫. મિથાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધના કારણો છે. આ સૂત્ર છે. ૬. ધર્મમાં પ્રવેશ કરવા ઇચ્છતા જીવો તથા ઉપદેશકો જ્યાં સુધી આ સૂત્રનો મર્મન સમજે ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. ૭. બંધના પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે અને પછી અવિરતિ વગેરે ટળે છે, છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે; વળી આ બાળવ્રત વગેરે ગ્રહગ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે એમ માને છે. તે જીવોની આ માન્યતા સંપૂર્ણપણે જૂહી છે. ૮. બંધના કારણોના નામ જે કમથી આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે, પરંતુ પહેલું કારણ વિદ્યમાન હોય અને ત્યાર પછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેમના ટળવાનો ક્રમ આ પ્રમાણે છે. ૯. ૧) મેથ્યાદર્શન ચોથા ગુણસ્થાને ટળે છે. ૨) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. ૩) માદ સાતમાં ગુણસ્થાને ટળે છે. ૪) કષાય બારમા ગુણસ્થાને ટળે છે અને ૫) યોગ ચૌદમાં ગુણસ્થાને ટળે છે. ૧૦. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાના કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષાણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે. વિસ્તારથી હવે કર્મનો સિદ્ધાંત સમજીએ. ૧૫ કર્મનો સિદ્ધાંત : ૧. છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. આ છ દ્રવ્યોના નામ આ પ્રમાણે છે. ૧) જીવ ૨) પુગલ ૩) ધર્માસ્તિકાય ૪) અધર્માસ્તિકાય ૫) આકાશ અને ૬) કાળ. ૨. જીવ દ્રવ્ય : જેમાં ચેતના અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ શક્તિ હોય તેને જીવ દ્રવ્ય કહે છે. જીવ અર્થાત્ આત્મા તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ ટકનારો છે. પુદ્ગલ દ્રવ્ય : જેમાં ચેતના જાણપણું નથી. જેમાં રસ, રંગ, ગંધ અને સ્પર્શ એ ગુણ હોય તેને પુદ્ગલ કહે છે. પુદ્ગલનો અર્થ જે પૂરે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૩. જીવ દ્રવ્ય અનંત છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ અનંત ગુણોમાં જીવ દ્રવ્યના મુખ્ય ગુણ છે. રસ, રંગ,ગંધ, સ્પર્શ અજીવ દ્રવ્યના મુખ્ય ગુણ છે. આ દ્રવ્યોના વિશેષ ગુણ છે. ૪. જે ગુણો બધા જ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. સામાન્ય ગુણ પણ અનંત છે પણ મુખ્ય છ છે. (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તૃત્ત્વ (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ ૬) પ્રદેશ7. ૫. દ્રવ્યનું લક્ષણ સત્ છે. સત્ એટલે અસ્તિત્ત્વ, ‘છે'પણું(અસ્તિત્ત્વ) જેને હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. એમ અનેકાન્ત’ સિદ્ધાંતથી એ જણાય છે કે એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. દક દ્રવ્ય સ” લક્ષણવાળું છે, તેથી તે સ્વતઃસિદ્ધ છે. તે સ્વતંત્ર છે, પોતાના કાર્ય માટે તે કોઈની અપેક્ષા રાખતું નથી. જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને આ રીતે સ્વતંત્ર દ્રવ્ય છે. બન્ને ભિન્ન દ્રવ્ય છે અને બન્ને એકબીજાનું કાર્ય કરવા અસમર્થ છે પણ પોતાનું કાર્ય સ્વતંત્રપણે કરી શકે છે. ૬. સનું લક્ષણ શું? જે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સહિત હોય તે સત્ છે. ઉત્પાદઃ દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. વ્યય : પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે. ધૌવ્ય : બન્ને પર્યાયોમાં(ઉત્પાદ અને વ્યયમાં) દ્રવ્યનું સદશતારૂપ કાયમ રહેવું તેને ધ્રૌવ્ય કહે છે. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત એ ત્રણેથી યુગપત(એક જ સમયે) યુક્ત માનવાથી સત્ સિદ્ધ થાય છે. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે. તે જ પ્રમાણે એ સ્વતઃ પરિણમનશીલ પણ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય આ રીતે સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે અને સમયે સમયે તેમના ગુણોનું પરિણમન થઈ રહ્યું છે જે પર્યાય કહેવાય છે. ૭. સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રયાત્મક છે. એ કથનમાં આધ્યાત્મિક રહસ્ય શું રહેલું છે? દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે; તે જ વખતે નિમિત્તો હોવા છતાં દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. સમ્યગ્દર્શન થયું ત્યાં, તે સમ્યગ્દર્શનના ઉત્પાદને, મિથ્યાત્વના વ્યયને અને શ્રદ્ધાપણે પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. પણ સમ્યત્વના નિમિત્તભૂત એવાં દેવ, ગુરુ કે શાસ્ત્રને આત્મા સ્પર્શતો નથી. તે તો જુદા જુદા સ્વભાવવાળા પદાર્થો છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય તથા શ્રદ્ધાપણાની સળંગતારૂપ ધ્રુવતા - એ ત્રણેય આત્મામાં જ સમાય છે; પણ તે સિવાયના બાહ્ય નિમિત્તો છે તેઓ આત્મામાં સમાતા નથી. સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે; તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે, એટલે પોતાના સ્વભાવપણે જ વર્તે છે. પણ પરદ્રવ્યના કારણે કોઈના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતા નથી. પરદ્રવ્ય એટલે પુદ્ગલ પણ પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવમાં અનાદિ-અનંત વર્તે છે. આ સર્વજ્ઞોએ કહેલું ભેદજ્ઞાન છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૮. આખા લોકમાં અનંત જીવો છે તે આ રીતે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં - સ્વચતુષ્ટયમાં - રહી સતત પરિણમન કરી રહ્યા છે. એ જ રીતે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ પણ પોતાના સ્વચતુષ્ટયમાં રહી સતત પરિણમન કરી રહ્યા છે. સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. ૯. આત્માના સ્વચતુષ્ટય સમજાવો. સ્વદ્રવ્ય : પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી અભિન્ન તે સ્વદ્રવ્ય. સ્વક્ષેત્ર ઃ લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે આત્માનું સ્વક્ષેત્ર. સ્વકાળ : જે નિત્ય સ્વભાવને છોડ્યા વિના નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે નિજ પરિણામનું નામ સ્વકાળ. સ્વભાવ ઃ દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાળી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ. ૧૦. પુદ્ગલ પરમાણુના સ્વચતુષ્ટય સમજાવો. સ્વદ્રવ્ય : પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંતગુણોથી તેમજ તેના સર્વ પર્યાયોરૂપ અખંડ વસ્તુ તે પુદ્ગલનું સ્વદ્રવ્ય. સ્વક્ષેત્ર : પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. સ્વકાળ : નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરંતર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોના ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ સ્વકાળ. સ્વભાવ ઃ પુદ્ગલ દ્રવ્યના આશ્રયે રહેલા જે સ્પર્શાદિક અનંત ગુણો છે તે તેનો સ્વભાવ. ૧૧. આ રીતે આત્મા અને પુદ્ગલનું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ સમજવાથી સિદ્ધ થાય છે. આત્માના પરિણમનમાં પુદ્ગલ કાંઈ કરતું નથી અને પુદ્ગલ(કર્મો)ના પરિણમનમાં આત્મા કાંઈ કરી શકતો નથી. આવો સ્વભાવ અને પરભાવોનો વિવેક જાણી, સમજી તેનું તે રીતે શ્રઘ્નાન કરવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે. આત્મા અને કર્મને કોઈ પ્રકારનો કર્તા-કર્મ સંબંધ નથી એ પ્રથમ નક્કી કરવું. આ નિશ્ચય છે. ૧૨. આત્મા તો અમૂર્તિક છે, હાથ-પગ વગરનો છે અને કર્મો તો મૂર્તિક છે, તો તે કર્મોને કઈ રીતે ગ્રહણ કરે ? અનાદિથી બંધ કેમ છે ? ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી. આત્મા અને પરદ્રવ્યો(કર્મો પણ) તદ્ન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, ગુણોમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતાં નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી ૨ કે નહિ, દ્રવ્યકર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ. આ પ્રથમ નક્કી થતાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જગતના પરપદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી, જ્ઞાનમાંથી ટળી જાય છે. તેથી અહીં જે ‘ગ્રહણ કરવાનું કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે, એમ સમજવું. જીવને અનાદિથી કર્મ પુદ્ગલો સાથે સંબંધ છે અને જીવના વિકારનું નિમિત્ત પામીને સમયે સમયે જૂના કર્મો સાથે નવા કર્મો સ્કંધરૂપે થાય છે - એટલો સંબંધ બતાવવા માટે આ ઉપચાર કર્યો છે; ખરેખર જીવ સાથે કર્મયુગલો બંધાતા નથી પણ જૂના કર્મપુદ્ગલો સાથે નવા કર્મ પુલોનો બંધ થાય છે; પરંતુ જીવમાં વિકારની યોગ્યતા છે અને તે વિકારનું નિમિત્ત પામીને નવા કર્મપુદ્ગલો બંધાય છે માટે ઉપચારથી જીવને કર્મપુદ્ગલોનું ગ્રહણ કહ્યું છે. ખરેખર એમ વસ્તુસ્વભાવ નથી. એ વ્યવહાર નયનું કથન છે. ૧૩. આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વટાળતાં તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમજએકતાલીશ પ્રકૃત્તિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીના કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની રહી જાય છે અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારનો ઉધમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો જોઈએ. ૧૪. જીવને અનાદિથી દોષીત અવસ્થા છે, અનાદિથી તેના ગુણોની પર્યાયમાં અજ્ઞાન, મિથ્યાત્વ અને અસંયમ રૂપે પરિણમન દેખાય છે અને એ જ જીવનું સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે. આ જીવ જેવું પોતાનું સ્વરૂપ છે તેવું જાણતો નથી, માનતો નથી અને તેમાં સ્થિર રહેતો નથી તેને જ મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ આત્મા - એના ગુણો અને પર્યાય એ બધું અરૂપી, સૂક્ષ્મ છે તો એ ગુણ-પર્યાયની સ્થિતિનો મ પ કેમ કાઢવો? એની વર્તમાન સ્થિતિનું માપ દર્શાવવા વ્યવહારથી એ માપ કેમ શક્ય બને એ માટે કોઈ સ્થૂળ રૂપી પદાર્થનું અવલંબન લેવામાં આવ્યું અને ઘનિષ્ટ નિકટતાથી ભગવંતોએ જોયું કે આત્માની નજીકમાં નજીક એકક્ષેત્રાવગાહે પુદ્ગલ પરમાણુઓ જ્ઞાનમાં જણાયા. તો એમનો માપ તરીકે ઉપયોગ કરી વ્યવહારથી કર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. એ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વસ્તુસ્થિતિ સમજાવવા માટે કહેવામાં આવી છે નહિ કે કર્તા-કર્મ સંબંધ સ્થાપવા માટે ! વસ્તુસ્થિતિ એમ છે કે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો ક્ષેત્રાંતર કરવાની શક્તિવાળા હોવાથી તેઓ ક્રિયાવર્તી શક્તિવાળા છે; અને છયે દ્રવ્યો નિરંતર પરિણમનશીલ હોવાથી ભાવવર્તી શક્તિવાળા છે. તો યોગાનુયોગ આકાશના એક પ્રદેશમાં જ્યાં આત્મા છે ત્યાં પુદ્ગલ પરમાણુએ, પણ ક્ષેત્રમંતર કરતા જોવામાં આવ્યા છે અને આ સંબંધ - સાથે રહેવાનો – સંસાર અવસ્થામાં અનાદિથી છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યો જ ક્રિયાવર્તી શક્તિવાળા ગતિ કરનારા અને ગતિપૂર્વક સ્થિર થનારા દ્રવ્યો છે, તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અનુક્રમે નિમિત્ત છે. જીવ અને પુલમાં ક્રિયાવર્તી શક્તિ નામનો ગુણ નિત્ય છે. તે શક્તિના કારણે તે બન્ને દ્રવ્યો તે સમયની યોગ્યતાનુસાર સ્વત: ગમન કરે છે અથવા સ્થિર રહે છે. કોઈ દ્રવ્ય(જીવ યા પુગલ) એકબીજાને ગમન અથવા સ્થિરતા કરાવી શકતું નથી. આ વસ્તુસ્થિતિની મર્યાદા છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૫. આખા લોકમાં કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલો ભર્યા છે. તે કાર્યણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમવાની યોગ્યતા ધરાવે છે. તેમાં આગળ જણાવ્યા મુજબ એક ભાવવર્તી શક્તિ છે તેથી તેના ગુણોનું પણ સતત પર્યાયરૂપ પરિણમન થઈ રહ્યું છે જે સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વતંત્ર રીતે પરિણમી રહી છે. બીજી બાજુ ક્રિયાવર્તી શક્તિથી તેમનું ક્ષેત્રાંતર પણ થઈ રહ્યું છે અને તે પણ દરેક પુદ્ગલની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે. હવે આ બાજુ જીવ પોતાની સ્વયં દોષિત અવસ્થાથી, અવળા પુરુષાર્થથી પોતાના સ્વભાવમાં રહેવાન બદલે ભ્રમમાં -વિપરીત માન્યતામાં- પોતાના સ્વચતુષ્ટયમાંથી બહાર નીકળી પોતાની પર્યાયમાં તે સમયે વિકારી ભાવો કરતો(શુભ કે અશુભ) જોવામાં આવે છે. તે ભાવો પણ તે સમયની પર્યાયની સ્વતંત્ર યોગ્યતાનુસારું જ થાય છે. જીવ પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિનિધન વસ્તુસ્વરૂપ છે. છતાં પણ અનાદિથી મૂર્તિક પુદ્ગલોનો પિંડ જેવા કે દ્રવ્યકર્મ, નોકર્મ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો એક પ્રદેશે સંયોગ થયો છે એવા આ પુદ્ગલ કે જે પોતાથી પર છે તેને પોતાના માને છે -પોતાનું સ્વરૂપ માને છે, સ્વભાવ અને પરભાવનો વિવેક નથી. પોતાનું અને પરદ્રવ્યનું સ્વરૂપ જેવું નથી તેવું જાણવું અને માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાત્વરૂપે પરિણમે છે. ુવે એ જે જીવના વિકારનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણા પોતે કર્મરૂપે પરિણમી જીવની સાથે બંધ પામે છે તેને વ્યવહારની ભાષામાં બંધ કહેવામાં આવે છે. અહીં જીવના અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહ સંબંધને બંધ કહ્યો છે. તે બંધના કારણો આ પ્રમાણે છે. ૨) અવિરતિ ૩) પ્રમાદ ૪) કષાય અને ૫) યોગ. ૧) મિથ્યાત્વ ૧૬. મિથ્યાત્વાદિકે જેઓ બંધના કારણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે, તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુદ્ગલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. ૧૭. બંધના કારણો કહ્યા તેમાં અંતરંગ ભાવોની ઓળખાણ કરવી જોઈએ. (૧) અન્ય કુદેવાદિના સેવનરૂપ ગૃહીત મિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. (૨) બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને તથા ઇન્દ્રિય -મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ, તો ખોટી માન્યતા ટળે નહિ. (૩) બાહ્ય ક્રોધ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જો તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ. (૪) બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત(આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ) યોગને ન જાણે તો મિથ્યા માન્યતા ટળે નહિ, માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઈએ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૮. હવે બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી, તેમજ તે બન્ને ભેગા થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતા નથી, તેમજ જીવ અને કર્મ ભેગાં થઈને પુદ્ગલકર્મમાં વિકાર કરતા નથી. ૧૯. કર્મોનો ઉદય જીવમાં વિકાર કરતો નથી, જીવ કર્મોમાં વિકાર કરતો નથી પણ બન્ને સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયના કર્તા છે. જ્યારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જુના કર્મોના વિપાકને ‘ઉદય” કહેવામાં આવે છે. અને જો વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની ‘નિર્જરા થઈ એમ કહેવામાં આવે છે. ૨૦. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે તે ભાવ અનુસાર નવા કર્મો બંધાય છે – આટલો જીવ-પુગલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ૨૧. શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેવો અર્થકરે છેપણ તે અર્થ ખરો નથી. કેમ કે તે કથન વ્યવહારનયનું છે માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. તેનો ખરો અર્થ એમ થાય છે. ૨૨. જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે - અર્થાતુ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ‘ઉદય” કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મ ઉપર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી - પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો વ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા પૂરતો તે વ્યવહાર કથનનો અર્થ થાય છે. ૨૩. આ સંબંધને બદલે જો કર્તા-કર્મનો સંબંધ માનવામાં આવે તો ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે, અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુ અનંત પુગલ દ્રવ્યો(કર્મો) તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે કે જે બની શકે નહિ. ૨૪. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી - નુકસાન કર્યું - પરિણમાવ્યો વગેરે પ્રકારથી ઉપચારથી કહેવાય છે. આ બરાબર સમજવું જોઈએ. ૨૫. જીવ અને પુદ્ગલનો જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી માત્ર એક સમયની અવસ્થા પૂરતો છે. જીવમાં કદી બે સમયનો વિકાર ભેગો થતો નથી તેથી તેનો કર્મ સાથેનો સંબંધ પણ બે સમયનો નથી. હવે નીચેના નિયમો વિચારીએ. ૨૬. અનાદિથી જીવ કદી પણ શુદ્ધ થયો નથી પણ કષાયસહિત જ અને તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે. ૨૭. કષાય ભાવવાળો જીવ કષાય કર્મના નિમિત્તે નવો બંધ કરે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૨૮. કષાય કર્મને મોહકર્મ કહેવાય છે, આઠ કર્મોમાંથી એક મોહનીય કર્મ જ બંધનું નિમિત્ત થાય છે. ૨૯. જેવો તીવ્ર, મધ્યમ કે મંદ કષાય ભાવ જીવ કરે તે મુજબ જ કર્મોમાં સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. ૩૦. કર્મના નિમિત્તે જીવ સકષાય થાય છે એટલે કે જીવની અવસ્થામાં વિકારી થવા યોગ્ય લાયકાત હોય તેને કર્મનું નિમિત્ત હાજર હોય છે અને જે જીવને કર્મનો સંબંધ ન હોય તે જીવની પોતાની લાયકાત પણ રાકષાયરૂપ થવાની હોતી નથી. ૩૧. એ ધ્યાનમાં રાખવું કે સામે કર્મ ઉદય હોય માટે જીવને કષાય કરવો જ પડે એમ નથી; કર્મ હાજર હોવા છતાં જીવ પોતે જો સ્વલક્ષમાં ટકીને કષાયરૂપે ન પરિણમે તો તે કર્મોને બંધનું નિમિત્ત કહેવાતું નથી. પોતાના સ્વભાવમાં રહેવું જીવની સ્વતંત્રતા છે. ૩૨. જીવને કર્મ સાથે જે સંબંધ છે તે પ્રવાહે અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે એક જ સમય પૂરતો છે. દરેક સમયે પોતાની યોગ્યતાથી જીવ નવો નવો વિકાર કરે છે તેથી તે સંબંધ ચાલુ રહે છે. પણ જડ કર્મો જીવને વિકાર કરાવતા નથી. જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. વિકારની યોગ્યતા એક જ સમય પૂરતી હોવાથી સ્વભાવના લક્ષે તે ટળી શકે છે. વિકાર ટળતાં કર્મ સાથેના સંબંધ પણ ટળે છે. ૩૩. જીવ ત્યારે પોતાનું નિજ સ્વરૂપ પ્રગટ ન કરે - સાંસારિક દશાને વધારે ત્યારે મોહનીય કર્મ નિમિત્ત છે. પણ કર્મ જીવને કાંઈ પણ કરી શકે એમ માનવું તે તદ્ન મિથ્યા છે. સાંસારિક દશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય - અશાંતિ થાય - ક્ષોભ થાય. એ અશાંતિમાં ત્રણ વિભાગો પડે છે. ૧) અશાંતિરૂપ વેદનનું જ્ઞાન ૨) તે વેદન તરફ જીવ ઝૂકે ત્યારે નિમિત્તકારણ ૩) અશાંતિરૂપ વેદન. હવે તે વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થઈ જાય છે. તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનીય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે; અને વેદનમાં મોહનીય નિમિ છે. અશાંતિ, મોહ, આત્મજ્ઞાન-પરાન્મુખતા તથા વિષયાસક્તિ એ સર્વ કાર્ય મોહના જ છે. કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. તેથી વિષયાસક્તિ ઘટાડવા પહેલાં જ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવાનો ભગવાન ઉપદેશ આપે છે. ૩૪. મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છે. (૧) દષ્ટિની વિમુખતા અને (૨) ચારિત્રની વિમુખતા. બન્નેમાં વિમુખતા સામાન્ય છે. તે બન્ને સામાન્યપણે ‘મોહ’નામથી ઓળખાય છે. તેના બે વિભાગ ‘દર્શનમોહ’ અને ‘ચારિત્રમોહ’ કહ્યા છે. દર્શનમોહ તે અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ તે પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. મિથ્યાદર્શનમાં દર્શનમોહ નિમિત્ત છે. દર્શનમોહનો અભાવ થતાં તે જ વખતે ચારિત્રમોહનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એક સાથે અભાવ થાય છે અને ત્યાર પછી ક્રમે ક્રમે વીતરાગતા વધતાં ચારિત્રમોહનો ક્રમે ક્રમે અભાવ થતો જાય છે. તે કારણે દર્શન કારણ અને ચારિત્ર કાર્ય એમ પણ કહેવામાં આવે છે. આ રીતે મિથ્યાદર્શન અને મોહનીય કર્મનું સ્વરૂપ સમજવું. ૩૫. જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી’ છે એનો અર્થ એ છે કે : જેમ સ્ફટિકમણિ જો કે તે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે(પોતાની લાયકાતના કારણે) પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે, પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે, તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી; તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણા પરદ્રવ્યના લક્ષે થતાં અશુદ્ધ પર્યાયપણે) પરિણમે છે તો પણ નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્ગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આમ જીવ-અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત પરિણામીપણું' શબ્દનો અર્થ છે. “કથંચિત પરિણામપણું’ સિદ્ધ થતાં જીવ અને પુગલના સંયોગની પરિણતિ(પરિણામ)થી રચાયેલા બાકીના આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુદ્ગલ કર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે, અને પુલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને ‘જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલા' કહેવાય છે. પરંતુ જીવ અને પુદ્ગલની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું. અનંત અક્ષય સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ જ્ઞાન-દર્શનસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં સભ્યશ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ લાગવું જોઈએ. ૩૬. મિથ્યાદષ્ટિ જીવ સાત તો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે?: ૧) જીવ તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી અને પરને સ્વસ્વરૂપ માનતા પોતાના સ્વતત્ત્વ(જીવ તત્વ)નો ઇન્કાર કરે છે. તેથી તે જીવ સંબંધી ભૂલ છે. ૨) મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે એ અજીવની અવસ્થા પોતાની છે. આ તેની અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે, કારણ કે તે અજીવને જીવ માને છે અને અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. ૩) મિથ્યાત્વ, રાગ અને દ્વેષ શુભાશુભ ભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુઃખ દેવાવાળા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ તેની આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૪)જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી - બન્ને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ એવું ન માનતા પુણ્યને સારું, હિતકારી માને છે. તત્ત્વ દૃષ્ટિએ તો પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે. અજ્ઞાની એ માનતો નથી. આ બંધ તત્ત્વ સંબંધી ભૂલ છે. ૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે, પણ મિથ્યાદષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે. એ તેની સંવર તત્ત્વ સંબંધી ભૂલ છે. ૬)આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે. અને તે તપથી નિર્જરા થાય છે, આવું તપ સુખદાયક છે. પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની અનાદિ અનંત શક્તિઓને ભૂલી જાય છે. આ નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ છે. બાળ તપથી નિર્જરા માનવી તે પણ ભૂલ છે. ૭) આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુળતા તે સુખ છે. પરંતુ અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. આ તેની મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ છે. આ પ્રમાણે સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની અનંતકાળથી સંસારમાં ભટકે . ૩૭. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કે કર્તા-કર્મ સંબંધ ? : ૧) જીવ અને પુદ્ગલમાં પોતપોતાનો વિકાર થવામાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી એટલે કે આવું જ્યાં નિમિત્ત હોય ત્યાં આવું કાર્ય થતું દેખવામાં આવે છે, પણ નિમિત્ત તે કાર્યનો ઉત્પાદક નથી. કાર્ય તો સ્વયં પોતાની વસ્તુમાં પોતાની શક્તિના બળથી જ થાય છે, ત્યાં કાર્ય થવામાં નિમિત્ત તદ્ન અકિંચિત્કર છે. ૨) આ મહાન સિદ્ધાંતનો નિર્ણય કરીને આસ્તિકય કર્યા સિવાય કોઈપણ જીવ સત્ય ધર્મને રસ્તે વળી શકે જ નહિ, કારણ કે મિથ્યા ભ્રાંતિ સેવતાં વિકારનું ટળવું અશક્ય છે. કે ૩) અનાદિકાળથી જીવની પરિણતિ અશુદ્ધ થઈ રહી છે ત્યાં પુદ્ગલકર્મ નિમિત્ત છે. પુદ્ગલ વ્યાપ્યવ્યાપક થઈને જીવને વિકારી બનાવતું નથી. કારણ કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં વ્યાપ્ય-વ્યાપક થતું નથી. ૪) વળી જીવ પુદ્ગલકર્મના નિમિત્ત વિના જ વિકારરૂપે પરિણમતો હોય તો વિકાર જીવનો નિજ સ્વભા થઈ જાય. માટે વિકારરૂપે તો જીવ પોતે જ પરિણમે છે, ત્યાં કર્મનું નિમિત્ત કહ્યું. ત્યાં કર્મને નિમિત્ત કહેવાનું પ્રયોજન એ છે કે જીવનો વિકારી ભાવ અનિત્ય છે એમ ઠર્યું. વિકાર સ્વભાવ ન ઠર્યો. જવનો જે વિકાર થાય છે તે પરભાવ છે, અનિત્ય છે અને તે જીવનો સ્વભાવ નથી. પણ જીવની અવસ્થામાં વિકાર થતી વખતે કર્મના નિમિત્તનો સદ્ભાવ છે. ૫) વસ્તુ જ્યાં સ્વતંત્રપણે પોતાના અહેતુક સ્વભાવથી જ પરિણમે છે ત્યારે નિમિત્ત પરના કાર્યને કરે છે એમ કહેવું તે વસ્તુના મૂળ સ્વભાવનો જ ઘાત કરવા જેવું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૬) આ કર્તા-કર્મનું રહસ્ય સમજીને જીવે પરનું પરિવર્તન કરવાની માન્યતા-અહંતાનો શુદ્ધ આત્માના ભાનપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તે જીવ સંસારથી ભલી રીતે વિરક્ત થાય છે, તે સંસારથી ઉદાસીન " થઈ જાય છે. ૭) સંવરપૂર્વક નિર્જરા થતાં થતાં જીવનો વિકાર ભાવ સર્વથા નાશ થઈ જાય છે. ત્યારે મોક્ષભાવ કહેવામાં આવે છે. ૩૮. ભાવક-ભાવ્ય સંબંધ શું છે? એનો સંકરદોષ કેમ ટળે?: જડ કર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડ્યા છે એની વાત નથી, પણ ઉદયમાં આવ્યા છે તેની વાત છે. ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવ કોને થાય છે? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર - ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહવાય છે અને તે ભાવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક સાથે થાય છે. એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. જ્યારે કર્મ સત્તામાંથી ફળ દેવાની શક્તિથી ભાવકપણે પ્રગટ ઉદયમાં આવે છે ત્યારે આત્માની પોતાની અસ્થિરતાથી તેને અનુસરવાની પ્રવૃત્તિ હોવાથી ભાવકના નિમિત્તે ભાવ્ય એવા વિકાર ભાવે પરિણમે છે. કર્મનો ઉદય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય થાય છે. વિકારી પર્યાય જે નિમિત્તને અનુસરીને થાય છે એમાં ભાવ્ય-ભાવક સંકરદોષ છે. જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા થતાં, દૂરથી ઉદયને પાછો વાળીને જ્ઞાયકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્ય-ભાવક કરદોષ ટળે છે. દૂરથી પાછો વાળીને એટલે - ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદય તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને દૂરથી પાછો વાળીને એમ કહ્યું છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને દૂરથી જ પાછો વાળીને એમ કહ્યું છે. ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી ‘પરથી ભિન્ન હું એક જ્ઞાયકભાવ છું’ એમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદય તરફની દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય જ; તથા કર્મ નિમિત્તપણે આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે; પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો ભાવ્ય વિકારી થાય. પરંતુ ભેદજ્ઞાનના બળ વડે કર્મથી દૂર જ પાછો વળીને ઉદયને અનુસરે નહિ તો ભાવ્ય વિકારી થાય નહિ. ઉદય જડ કર્મની પર્યાય અને Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. તેથી ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી. કર્મ છે, એનું અસ્તિત્વ છે. એનું ભાવશક્તિના હિસાબે પરિણમન છે તથા ક્રિયાવર્તી શક્તિના લીધે ત્રાંતર છે એ બધું સિદ્ધ કર્યું. હવે ‘ઉદય” એટલે એ ફળ દેવાના સામર્થ્યરૂપે પ્રગટ થયું - એટલે સત્તામાંથી તે પાકમાં” ઉદયમાં આવ્યું. ખરેખર તો તેની હાજરી જ ત્યાં છે, જેને નિમિત્ત કહેવામાં આવે છે. આ બાજા જીવ છે. તે કઈ દશામાં છે તેના પર આધાર છે. અજ્ઞાનદશામાં જો જીવ તેને અનુસરીને ભાવ્ય- વિકાર કરે તો ઉદયને ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય અને મોહ કરનાર જીવને ભાવ્ય કહેવાય. ભવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી પાછો વાળવાથી ઉદય તરફનું લક્ષ છૂટી જાય છે અને પોતાના સ્વભાવ તરફ લક્ષ જાય છે. જીવને જ્ઞાનદશામાં એ જણાય છે કે હું જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' આને મોહનું જીતવું કહે છે. જે સમયે ઉદય આવ્યો તે સમયે જ, સાથે જ રાગ-દ્વેષ કષાયનો અભાવ હોય છે, પછી નહિ; કારણ : ઉદય આવ્યો ત્યારે તેને અનુસરીને પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન થયો જ નહિ. પોતાના પુરુષાર્થ વડે આત્માને ઉદયથી ભિન્ન કરતાં પાછો વાળતાં મોહ ઉત્પન્ન થયો જ નહિ અને તેથી ભાવક-ભાવ્ય સંકરદોષ દૂર થઈ ગયો. નિમિત્તનું અનુસરણ છૂટતાં તેને અનુસરે જે પોતાનો ઊંધો(અવળો) પુરુષાર્થ થતો હતો તે હવે ઉપાદાનને(નિજ સ્વભાવને) અનુસરીને સવળો પુરુષાર્થ થાય છે - એ જ સત્ય પુરુષાર્થ છે. - જે સત્તામાં કર્મ છે તે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે તે સમયે આત્માની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. વિકાર થવાની પર્યાયમાં યોગ્યતા છે. કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. જેટલે અંશે પરથી હટી સ્વ તરફ આવે છે, પોતાના સ્વભાવમાં રહે છે તેટલા અંશે ભાવક-ભાવ્ય સંકરદોષ દૂર થાય છે. જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતાં સર્વ ભાવોથી પરમાર્થે ભિન્ન એવા પોતાના આત્માને જે અનુભવે છે તેણે મોહને જીત્યો છે. ૩૯. મોહનીય કર્મ (વિશેષ સ્પષ્ટતા) : પ્રથમ તો એ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે જીવમાં થતાં વિકાર ભાવ પોતે પોતાની પુરુષાર્થની નબળાઈને લીધે કરે છે ત્યારે કર્મના ઉદય હાજરી રૂપે નિમિત્ત છે. પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે. તેમ જ જીવ વિકાર કરે ત્યારે પુદ્ગલ કામણ વર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ઘણી વાર શાસ્ત્રોમાં એવા કથન આવે છે કે જીવને વિકારપણે અથવા કર્મને જીવ પરિણામે (બાંધે), એવા પ્રકારની નિમિત્તની મુખ્યતાથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારનું કથન કહેવામાં આવે પણ તે વાત વ્યવહાર હોવાથી એ વાત સત્ય ન માનવી. નિશ્ચયથી તો જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહિ – એ વાત સમજવી. જ્યારે જીવ પોતાનું નિજ સ્વરૂપ સ્વયં પ્રગટ કરે - સાંસારિક દશાને વધારે - ત્યારે મોહનીય કર્મ નિમિત્ત છે, પણ જીવનું કાંઈ બુરું કરી શકે તે માનવું તે મિથ્યાત્વ છે. સાંસારિક દશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય, અશાંતિ થાય, ક્ષોભ થાય, એમાં ત્રણ વિભાગ પડે છે. ૧) અશાંતિરૂપ વેદનનું જ્ઞાન - તે દુઃખરૂપ વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થાય છે તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. ૨) તે વેદન તરફ ઝૂકે ત્યારે નિમિત્તકારણ -તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે. ૩) અશાંતિરૂપ વેદન(દુઃખનું વેદન) - જીવને જે દુઃખનું વેદના થાય છે તેમાં મોહનીય કર્મ નિમિત્ત છે. અશાંત, મોહ - આત્માથી વિમુખતા તથા વિષયાસક્તિ એ સર્વ કર્મ મોહના છે. તેથી સૌથી પહેલા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો ભગવાન ઉપદેશ આપે છે. ૪૦. મોહનીય કર્મના ભેદ પ્રભેદ સમજવા જેવા છે. મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છે. ૧) દૃષ્ટિની વિમુખતા - ‘દર્શન મોહ' ૨) ચારિત્રની વિમુખતા - ‘ચારિત્રમોહ' દર્શનમોહ અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે. તે જ વખતે ચારિત્રમોહનો એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એક સાથે જ અભાવ થાય છે. અને ત્યાર પછી ક્રમે ક્રમે વીતરાગતા વધતાં પાંચમે ગુણસ્થાને શ્રાવકના બાર વ્રત લેતાં બીજ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભની ચોકડીનો અભાવ થાય છે. તથા છઠ્ઠા ગુણસ્થાને મુનિની સર્વસંગ પરિત્યાગ વ્રત લેતાં ચારિત્રમોહનો ત્રીજી કષાયની ચોકડીનો અભાવ થાય છે અને સ્થિરતા વધતાં ક્રમે ક્રમે રાગનો અભાવ થતો જાય છે. મિથ્યાત્વના નાશની સાથે જ કષાયનો પૂર્ણ નાશ નથી થતો; કારણ કે મિથ્યાત્વ અને કષાય એ બન્ને જુદા જુદા ગુણની પર્યાય છે. એક શ્રદ્ધા ગુણની અને બીજી ચારિત્ર ગુણની. - જ્યારે સમ્યકત્વ થાય ત્યારે બધા જ ગુણ અંશે પરિણમે છે પણ શ્રદ્ધા ગુણ પૂર્ણ પરિણમી જાય છે અને ચારિત્રમાં પણ અનંતાનુબંધી કષાયની પ્રથમ ચોકડીનો તદ્ધ અભાવ થાય છે. જ્ઞાન સમ્યક થાય છે અને ચારિત્ર સ્વરૂપાચરણ હોય છે. જેવો મિથ્યાત્વનો નાશ થયો કે મૂળ કારણ ન રહેતાં ચારિત્ર મોહનીયનો ટકાવ પણ અધિક Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ રહેતો નથી. અલ્પ સમયમાં ચારિત્ર મોહનીય પણ નષ્ટ પામી જાય છે. મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે અને તે જ દીર્ઘ સંસારની સ્થાપના કરે છે. તેથી તેનો નાશ કર્યો કે સંસારનો કિનારો આવી ગયો. દર્શનમોહ અમર્યાદિત છે, ચારિત્ર મોહ મર્યાદિત છે, પરંતુ બન્ને સંસારના જ કારણો છે. ૪૧. આસવનું સ્વરૂપ : ૧) આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ એ આસવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. એટલે પોતાના પરિણામના આશ્રયે થાય છે તેથી તેઓ જડ નથી. આસવો વાસ્તવિક ચૈતન્યનું સ્વરૂપ તો નથી, પણ તેઓ જીવની પર્યાયમાં ચિવિકારપણે થાય છે, માટે તેઓ ચિભાસ છે. (ચૈતન્યનો તેમાં ભાસ થાય છે.) પોતાના આશ્રયે થાય છે. પોતાના પરિણામના કારણે) એટલે તેઓ કર્મના ઉદયને કારણે થાય છે એમ નથી. રાગ અને ચૈતન્યની પરિણતિ છે માટે ચિાભાસ છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. ૨) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલ પરિણામો જ્ઞાનાવરણાદિપુદ્ગલના આસ્રવણના (આવવાના) નિમિત્ત હોવાથી ખરેખર આઝૂવો છે. ૩) જૂના કર્મનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે માટે તેને આસ્રવ કહે છે. અસંજ્ઞા આસવો તે જડના પરિણામ – જડના ભાવ છે. તે અજીવ પુદ્ગલ છે. દર્શનમોહ કર્મ, ચારિત્રમોહ કર્મ, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. ૪) જૂના(પૂર્વના) જડ કર્મોનો ઉદય નવા કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે પણ એ ક્યારે ? જીવ રાગદ્રષ-મોહના પરિણામ કરે ત્યારે. ૫) જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે, કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ. ૬) તે કાળે મિથ્યાત્વાદિજડપુદ્ગલના પરિણામ જે ઉદયરૂપ થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. ૭) તે મિથ્યાત્વાદિ અજીવ પુદ્ગલના પરિણામને આસ્રવ કેમ કહીએ ? તો કહે છે નવા કર્મના આવાગમાં નિમિત્ત છે માટે તે નવા કર્મના આસવાણમાં નિમિત્ત ક્યારે થાય તો કે જૂના કર્મના ઉદય કાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂના કર્મ નવા કર્મના આસ્રવણમાં નિમિત્ત થાય છે. ૪૨. સ્વતંત્રતાનો ઢંઢેરો પ્ર.: જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય તેમાં પોતે શું કરી શકે? ઉ. : ૧) બહારના સંયોગ મળવા અને ન મળવા એમાં પુણ્ય-પાપ કારણ છે. ૨) શુભ ઉપયોગયુક્ત આત્મા પુણ્યના ઉદય કાળે ઇન્દ્રિય સુખ પામે છે, પણ અંદરમાં જે રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતાં, કર્મ તેમાં નિમિત્ત છે. ૩) જો કર્મ રાગ-દ્વેષ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. જો એમ જ હોય તો પછી ઉપદેશ કેવી રીતે અપાય કે તું રાગ-દ્વેષના પરિણામ ન કરી? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૪) પોતે જ સ્વતંત્ર રીતે દોષ કરે છે અને પોતે જ પાછો વળે છે. માટે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથની વાત છે, સ્વરૂપની સમજણ પર તેનો આધાર છે. જેમ રાગ-દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. ૫) ગમે તેવા સંયોગો આવે તો પણ આકુળતા ન કરવી, બહુ ખેદ ન કરવો. પોતે પોતાનો જ્ઞાતા સ્વભાવ ઓળખવો, વિભાવથી છૂટાં પડવું, આત્મામાં જવું, તે બધું પોતે સ્વતંત્ર કરી શકે છે. આ સત્ય પુરુષાર્થની વાત છે. ૬) જો જીવ વિકારી પરિણામ પુરુષાર્થ દ્વારા ટાળી ન શકે તો પરાધીન થઈ જાય. રાગ-દ્વેષ જો કર્મ કરાવે તો હવે હું શું કરું એવી લાચારી આવી જાય, તો સર્વ ઉપદેશ નિષ્ફળ જાય. ૭) કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી -પોતે પુરુષાર્થની નબળાઈને લીધે- અજ્ઞાનતા, મિથ્યાત્વ તથા અસંયમથી રાગ-દ્વેષમાં જોડાય છે. ૮) જોડાવું કે ન જોડાવું તે પોતાના હાથની વાત છે. મૂળ સ્વભાવને ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. ૯) ભગવાનનો દિવ્ય ધ્વનિ કહે છે તે જીવો! તમે સ્વતંત્ર છો... સ્વતંત્ર છો ! દ્રયથી, ગુણથી, પર્યાયથી પણ સ્વતંત્ર છો, પરાધીનતાને યાદ કરશો નહિ. ૧૦) આવા પરિપૂર્ણ અખંડ-અભેદ જ્ઞાયક સ્વભાવના આશ્રયે પાત્ર જીવો પોતાના સ્વભાવ તરફ વળીને સમ્યગ્દર્શન પામી જાય છે – આત્માની અનુભૂતિ કરી લે છે. ૪૩. વસ્તુસ્વરૂપનો મહા સિદ્ધાંતઃ (સુખી થવાનો ઉપાય) ભગવાન સર્વજ્ઞ દેવે જોયેલો વરતુસ્વભાવ કેવો છે, તેમાં કર્તા-કર્મપણું કઈ રીતે છે, તે સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે એવું ભેદજ્ઞાન કરાવવાના આશયથી વીતરાગ માર્ગના રહસ્યભૂત સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહેવામાં આવ્યું છે કે સર્વજ્ઞદેવે કહેલાં આ પરમ સત્ય વીતરાગ વિજ્ઞાનને જે જીવ સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે. વસ્તુ પોતે પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી એ સિદ્ધાંત નીચેના ચાર બોલથી સમજીએ. ૧) પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે - કાર્ય છે. ૨) તે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના હોય છે, અન્યના નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્યના) આશ્રયે હોય છે; અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૩) કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતાં નથી. ૪) વસ્તુની સદા એકરૂપ સ્થિતિ(કૂટસ્થતા) હોતી નથી, કેમ કે દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે. આ રીતે આ વિશ્વમાં (લોકમાં) છ યે દ્રવ્યો, અનંત આત્માઓ(જીવ), અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ(અજીવ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ બધા સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મના કર્તા છે. એ વસ્તુસ્વરૂપનો વાસ્તવિક મહા સિદ્ધાંત છે. જેમના જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને આચરણમાં આ સિદ્ધાંત યથાર્થ રીતે આવે છે તે જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરી, પરંપરાએ મોક્ષદા પ્રગટ કરી અનંત સુખને પ્રાપ્ત કરે છે. ૪૪. જ્ઞાનીના જ્ઞાનમાં પરનું નિમિત્ત-કર્તાપણું નથી : ૧) હે ભાઈ ! તારું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કર. તો તને ખ્યાલ આવશે કે આમાં પરનું કર્તૃત્વ કોઈ રીતે સમાઈ શકે તેમ નથી. અરે ! જ્યાં પોતાના વિકારનું પણ કર્તૃત્વ જેમાં ન સમાય તેમાં પરના કર્તૃત્વની તો વાત જ કેવી ? વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પની ભિન્નતા સમજ્યા વગર એકેય વાત સાચી સમજાય નહિ. ૨) જ્ઞાનીની વાત : (૧) ચૈતન્ય સ્વરૂપ આ આત્મા પર દ્રવ્યોનો કર્તા કોઈ રીતે નથી. (૨) જ્ઞાનીને જ્ઞાનભાવમાં પર સાથે નિમિત્ત કર્તાપણું નથી. (૩) જ્ઞાનભાવમાં વિકાર સહિત પોતાના શુદ્ધભાવનું કર્તાપણું છે. અજ્ઞાનીની વાત : (૧) અજ્ઞાની પણ પરદ્રવ્યનો કર્તા ક્યારેય પણ નથી. (૨) અશુદ્ધ એવા યોગ અને ઉપયોગ કર્મમાં નિમિત્ત છે, તેથી અશુદ્ધ રાગાદિ ભાવોનો કર્તા અજ્ઞાની થાય છે. (૩) પરંતુ નિમિત્ત-કર્તાપણું અજ્ઞાનીના ક્રોધાદિ ભાવોમાં છે. ૩) કર્તા-કર્મનું સ્વરૂપ સમજવા માટે વ્યાપ્ય-વ્યાપકપણાનો મહાન સિદ્ધાંત છે. તન્મયપણું હોય ત્યાંજ વ્યાપ્ય-વ્યાપકપણું હોય, જે વ્યાપ્ય-વ્યાપકપણું હોય ત્યાં જ કર્તા-કર્મપણું હોય, કર્તા પોતે પોતાના કાર્યમાં પ્રસરીને તે રૂપે થાય છે, તેથી તે તેનો કર્તા છે. ૪) અ માં કર્મનું કોઈ કાર્ય આવ્યું જ નહિ. એટલે કર્મ આત્માને(જીવને) કોઈ રીતે દુઃખી સુખી કરતાં નથી એ સિદ્ધાંત સમજવો. કર્મનો સિદ્ધાંત વસ્તુસ્વરૂપ સમજવા માટે જ મહત્વનો છે. જ ૪૫. કર્મના સિદ્ધાંતનો સાર ઃ ૧) આ આત્માને કર્મબંધન અનાદિકાળથી છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે; પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૨) કર્મબંધન હોવાથી અનેક પ્રકારના ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણપણું હોય છે, પણ એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસાર અવસ્થા છે. અનંતા જીવ દ્રવ્યો અનાદિથી જ સંસાર અવસ્થામાં કર્મબંધન સહિત છે. સર્વ કર્મનો ક્ષય થવ થી મોક્ષ અવસ્થા ઉત્પન્ન થાય છે. ૩) સંસારમાં એક જીવ દ્રવ્ય અને અનંતા કર્મરૂપ પુદ્ગલ પરમાણુ એ બન્ને અનાદિકાળથી એક બંધાનરૂપ છે. તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા મળે છે. એ પ્રમાણે મળવું-વિખરાવું થયા કરે છે. ૪)જેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને માટીનો, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિસંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ જીવ અને કર્મ સંબંધ અનાદિથી જાણવો. ૫) હવે જીવદ્રવ્ય તો દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે, ઇન્દ્રિયગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે, તથા સંકોચ-વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મચેતના ગુણ રહિત, જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલ પરમાણુઓનો પૂંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તો પણ જીવનો કોઈ પ્રદેશ કમરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણો ધરી બન્ને જુદા જુદા રહે છે ૬) તો પછી અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ કેવી રીતે થાય છે? જેમ વ્યક્ત ઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્ત ઇન્દ્રિયગમ્ય એવા સ્થૂલ પુદ્ગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિયગમ ન હોવા યોગ્ય મૂર્તિક કર્મો એ બન્નેનું પણ બંધાન છે એમ માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈનો કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એ બન્નેનો સાથ રહે, પણ છૂટા પડે નહિ; તથા પરસ્પર કાર્ય-કારણપણે તેઓનું બન્યું રહે એટલું જ અહીં બંધ ન જાણવું. હવે મૂર્તિક-અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં(એક ક્ષેત્રાવગાહ) રહેવામાં કોઈ વિરોધ નથી. ૭) કર્મ અનંત પ્રકારના છે, એમાં મુખ્ય આઠ સમજવા માટે છે. (૧) જ્ઞાનાવરણીય (૩) મોહનીય (૫) નામ (૭) આયુષ્ય (૨) દર્શનાવરણીય (૪) અંતરાય (૬) ગોત્ર (૮) વેદની. ૮) કર્મ તો જડ છે, જરાય બળવાન નથી એ વડે જીવના સ્વભાવનો ઘાત થવો વા બાહ્ય સામ્રગી મળવું કેમ સંભવે ? જો કર્મ પોતે કર્તા થઈ ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રી મેળવી આપે ત્યારે તો કર્મમાં ચૈતન્યપણું જોઈએ તથા બળવાનપણું જોઈએ, પણ એમ તો છે નહિ. સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે આત્મા સ્વયં પોતેજસ્વભાવરૂપ પરિણમન કરતો નથી - વિભાવરૂપ પરિણમન કરે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સંબંધરૂપ થઈ પરિણમે છે. કર્મનો ઉદયકાળ એ એનું સ્વતંત્ર પરિણમન છે. અને આ બાજુ આત્માનું સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમન એ પણ સ્વતંત્ર જ છે. એક જ સમયે થાય છે - ઘણી નિકટતામાં થાય છે છતાં કર્તા-કર્મ સંબંધ નથી, માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એમ જાણવું. દ્રવ્યની સ્વતંત્રતા અને ક્રમબદ્ધ પરિણમનના સિદ્ધાંત ભૂલી ન જવા. ૯) તો પછી નિરંતર કર્મનો નવીન બંધ કેવી રીતે થાય છે ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઉપજેલા ભાવો નવીન કર્મબંધના કારણરૂપ નથી. જીવનો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ છે અને કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો જ અંશ છે, કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય ? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં એ અભાવ અન્યનું કારણ કેમ થાય? મોહનીય કર્મના ઉદયથી જીવને અયથાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય છે તથા કષાયભાવ થાય છે. એ ભાવો જીવના છે, જીવ જ તેનો કર્તા છે પણ તેમનું હોવું મોહનીય કર્મના નિમિત્તથી જ છે. એ જીવનો નિજ સ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે. મોહના ઉદયથી ઉત્પન્ન થતાં ભાવો બંધના કારણરૂ; છે. તેવી જ રીતે ધન-કુટુંબાદિ આત્માથી ભિન્ન છે તે બંધના કારણ નથી, પણ આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે જ બંધનના કારણરૂપ જાણવાં. ૧૦) હવે કર્મબંધનમાં પણ પ્રદેશ, પ્રકૃત્તિ, સ્થિતિ અને અનુભાગ એવો બંધ ભાવોની તરતમ્યતા પ્રમાણે થાય છે. યોગ વડે પ્રદેશ વા પ્રકૃત્તિબંધ અને કષાય વડે સ્થિતિ અને અનુભાગ બંધાય છે. કષાય વડે કરેલો સ્થિતિબંધ-અનુભાગ બંધ જ બળવાન છે. એટલા માટે કષાય જ બંધનું કારણ જાણવું. જેઓને બંધ ન કરવું હોય તેઓ કષાય ન કરે એવો આ કર્મનો સિદ્ધાંત બોધ આપે છે. આ સિદ્ધાંત જીવને સમજાવવા વ્યવહારથી કહેવામાં આવ્યો છે. ૧૧) કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા કેમ થાય છે ? ઃ હવે સંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ આબાધાકાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદયમાં આવે છે. વળી ઘણાં સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈ ઉદય આવે છે, તે સર્વ પરમાણુઓનો અનુભાગ મળતાં જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નીપજે છે. વળી અનેક સમયમાં બાંધેલા પરમાણુ બંધ સમયથી માંડી ઉદય સમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ રહે છે. એ રીતે કર્મોનો બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. Page #151 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૯ ૧૨) દ્રવ્યકર્મ અને ભાવકર્મ સંબંધઃ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલ દ્રવ્યોથી નપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ જોધાદિરૂપી જીવના પરિણામ છે તે અશુદ્ધભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તે નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવક અને ભાવકર્મથી દ્રવ્યકર્મ – એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્ય ભાવ વડે સંસારચક્રમાં પરિભ્રમા થાય છે. વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત સુખ-દુઃખનું કારણ છે માટે શરીરને નોકર્મ કહીએ છીએ. હવે આ કર્મબંધન રોગના નિમિત્તથી જીવની જ્ઞાન-દર્શનાવરણ, મિથ્યાત્વરૂપ, અંતરાયરૂપ તેમજ વેદનીય કર્મોજન્ય, આયુકર્મોજન્ય, નામકર્મોદયજન્ય તથા ગોત્રકર્મોદયજન્ય એમ જુદી જુદી અવસ્થાઓ થાય છે અને મોહના ઉદયથી આત્મા સુખી-દુઃખી થાય છે. આ રીતે વ્યવહારથી કર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. હવે વસ્તુસ્વભાવથી આ વાત સમજીએ. (નિશ્ચયથી) ૧૩) આત્મા એક જીવ દ્રવ્ય છે. ચૈતન્ય ગુણ સહિત છે અને સુખ-દુઃખનો અનુભવ કરે છે. એ સ્વતંત્રદ્રવ્ય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વભાવથી હંમેશા પોતાના ગુણોને ટકાવી તેનું પરિણમન થઈ રહ્યું છે. અને એ પરિણમન પણ ક્રમબદ્ધ છે, તે સમયે જે પર્યાયની ઉપાદાનની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. ૧૪) આ બાજુ કર્મના પુગલ પરમાણુ એ અજીવ દ્રવ્ય છે, ચૈતન્ય ગુણ રહિત છે, જડ છે. એ પણ સ્વતંત્ર દ્રવ્ય છે અને એનો પણ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વભાવ હોવાથી એના મુખ્ય ગુણો રસ, રંગ, ગંધ, વર્ણ અને સ્પર્શની પર્યાયો ક્રમબદ્ધ તે સમયની તેમની યોગ્યતા પ્રમાણે થઈ રહી છે. ૧૫) હવે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. તો પછી અજીવ દ્રવ્યરૂપ કર્મો, જીવને કઈ રીતે સુખ-દુઃખ આપી શકે અથવા તો જીવ દ્રવ્ય પોતાનો જ્ઞાતા સ્વભાવ છોડીને કેવી રીતે કર્મોને ગ્રહણ કરે કે છોડે? વસ્તુવ્યવસ્થાની એવી મર્યાદા છે કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ રહીને પોતાનું કાર્ય કરે છે. માટે એક દ્રવ્ય બીજાં દ્રવ્યનું કાંઈ કરી ન શકે એ શ્રદ્ધાન કરવું. ૧૬) હવે કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય ભેગાં હોય ત્યારે જ થાય. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ (૫) પુરુષાર્થ. તો જ્યારે કાંઈ પણ કાર્ય થતું હોય ત્યાં જેમની હાજરી હોય પણ જે ક્રિયામાં કાંઈ કરતું ન હોય તેના પર નિમિત્તનો આરોપ આવે છે એ નિયમથી આત્માનું જે ક્ષેત્રમાં કાર્ય થઈ રહ્યું છે ત્યાં કર્મના પુગલ પરમાણુઓની હાજરી છે એટલે તેમના પર નિમિત્તનો આરોપ આવે છે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૭) આત્મા અને કર્મપુદ્ગલ પરમાણુ વચ્ચે એક એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. જો કર્તા-કર્મ સંબંધ સ્થાપવામાં આવે તો બેઉ દ્રવ્યના લોપ(નાશ)નો પ્રસંગ ઉત્પન્ન થાય. જેમ શરીર અને આત્મા ભિન્ન છે તેમ કર્મ અને આત્મા પણ ભિન્ન છે અને એ બન્ને વચ્ચે કોઈ કર્તા-કર્મ સંબંધ માનવો એ મિથ્યાત્વ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનવામાં કોઈ બાધા નથી. ૧૮) હવે આસવ, બંધ, સંવર અને મોક્ષના બે સ્વરૂપ છે. જેવી રીતે દ્રવ્યબંધ, ભાવબંધ.....બધે એ પ્રમાણે લગાડવું. જે કર્મના પુદ્ગલ પરમાણુઓ આત્માના પ્રદેશો આગળ આવે અને બીજા કર્મ પુદ્ગલ પરમાણુ સાથે બંધાય તે દ્રવ્યકર્મ છે. અને અહીંયા જે આત્માની (જીવની) પર્યાયમાં રાગાદિક ભાવો થાય છે તેને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્ને સ્વતંત્ર છે. ૧૯) હવે વસ્તુસ્થિતિ એમ છે કે દ્રવ્યકર્મ અને આત્મા બન્ને સ્વતંત્ર દ્રવ્ય પોતાની ક્રિયાવર્તી શક્તિથી ગમન કરે છે અને સ્થિર થાય છે તેમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય નિમિત્ત છે એટલે આત્મા જડકને ખેંચીને લાવતું નથી તેમજ જડ કર્મો કાંઈ આત્માને સુખ-દુઃખ પહોંચાડતા નથી. બન્ને સ્વતંત્ર રીતે ક્ષેત્રાંતર કરી રહ્યા છે અને અમુક કાળ સુધી એમને એકક્ષેત્રાવગાહ રહેવાનો કાળ હોય છે તેટલો કાળ સાથે રહે છે એટલે એક ક્ષેત્રે રહે છે, પણ કોઈ કોઈને કાંઈ કરતું નથી. સંસાર અવસ્થામાં કાર્પણ શરીર આત્માની સાથે રહે છે એમાં કોઈ બાધા નથી અને જ્યારે મોક્ષ થાય છે ત્યારે સ્વયં કાર્પણ વર્ગણાઓ ખરી જાય છે. ૨૦) આત્મા અને દ્રવ્યકર્મ બન્ને પોતાની ભાવશક્તિને લીધે પરિણમન કરી રહ્યા છે અને તે પણ સ્વતંત્ર, ક્રમબદ્ધ અને પોતપોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે હોય છે. એટલે એકબીજાના પરિણમનમાં પણ કોઈ એકબીજાને કાંઈ કરી શકે એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. આ સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થામાં ફેરફાર કરવાની કોઈની શક્તિ નથી. માટે જેમ છે તેમ બન્નેનું સ્વરૂપ સમજી સમ્યગ્દષ્ટિ થવું. ૨૧) હવે જીવ જે અજ્ઞાનતા, મિથ્યાત્વ અને અસંયમને લીધે પોતાના ભાવ બગાડે છે તે જ દુઃખનું કારણ છે. પણ કર્મ કાંઈ દુઃખનું કારણ નથી. ૨૨) વ્યવહારથી એમ કહેવાય કે કર્મબંધન એ સંસાર દુઃખનું કારણ છે પણ નિશ્ચયથી જીવની પોતાની અજ્ઞાનતા, મિથ્યા માન્યતા અને અવિરતી એ જ દુઃખના કારણ છે. ૨૩) આ સંપૂર્ણ જીવના સ્વરૂપની સમજણની ભૂલ છે. જો જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય અને કર્મના સ્વરૂપની પણ યથાર્થ સમજણ થાય તો મિથ્યાદર્શન ટળી અને સમ્યગ્દર્શન પ્રગટે. ૨૪) હકીકતે જીવ કોઈ દિવસ પોતાનો જ્ઞાતા સ્વભાવ - પોતાનો જાણવાનો સ્વભાવ છોડી બીજું કાર્ય કરવા ગયો નથી, જઈ શકે એમ નથી - છતાં પોતે એવો જ્ઞાતા છે, પોતે જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ માનતો નથી એ જ એના દુઃખનું, અનંત સંસારનું કારણ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સુખી થવાનો એક જ ઉપાય છે, ‘પોતે જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે અને સર્વથા સર્વથી ભિન્ન છે” એનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ એ જ નિશ્ચય રત્નત્રય મોકામાર્ગ છે. ૪૬. સ્વછંદઃ “સ્વચ્છેદ' એટલે શું ? “સ્વ” એટલે પોતે, આપ અને છંદ' એટલે લત અગર વ્યસન. ‘સ્વચ્છેદ' એટલે પોતાની લત, પોતાનું વ્યસન, પોતાની ટેવ. આમ આ શબ્દમાં અભાવ, માનભાવ રહ્યા છે, તે બન્ને જીવના કટ્ટર વેરી છે. જીવનું સ્વચ્છંદીપણુંઃ નિર્દોષ સન્દુરુષો અને જ્ઞાનીઓએ સ્વાનુભવથી વસ્તુનું સ્વરૂપ જે પ્રકારે દર્શાવ્યું છે, તે તે પ્રકારે તેમ જ છે અને એમ ન માનતાં પોતાની મતિ કલ્પનાએ જેમ જણાય તેમ માનવું તે સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે દર્શનમોહ, મિથ્યા અભિપ્રાય, ખોટી શ્રદ્ધા, વિપરીત માન્યતા. જડ અને ચેતન ભિન્ન ભિન્ન છે; જડ જડભાવે અને ચેતન ચેતનભાવે પરિણમે છે; એક દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા કરી શકતું નથી; છતાં જીવ માને છે કે હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, પરને લાભ-નુકસાન કરી શકું છું.’ આ માન્યતા જ્ઞાનીની આજ્ઞાની વિરુદ્ધ છે અને તેનું નામ જ સ્વચ્છંદ. આમ જ્ઞાનીની ટંકોત્કીર્ણ વચનો પર અભિમાનથી પગ દઈને કચરીને ચાલવાની, વર્તવાની જીવની અનાદિકાળની લત, અનંતકાળનું વ્યસન છે તે સ્વચ્છંદ. હું જાણું છું, મને આવડે છે, હું આ કરી શકું છું, મને યથાર્થ ભાન છે અને જ્ઞાન છે એમ માનવું તે સ્વછંદ. ‘પરની પ્રીતિ તોડી સ્વમાં જોડવી તે સુખનો માર્ગ છે એમ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા ન લાવતાં એનાથી વિરુદ્ધ પરથી સુખ મળે છે (પર એટલે પરપદાર્થો, બીજી વ્યક્તિઓ અને જડ દેહ) એવી અનાદિકાળની માન્યતા, લત અથવા મિથ્યા અભિપ્રાય તે સ્વચ્છંદ. દેહ તે હું, દેહન ધર્મ તે મારા, દેહની પ્રવૃત્તિ તે મારી એ આદિ માન્યતા અર્થાત્ તેવા પરિણામ તે જીવનો સ્વછંદ. અનાદિકાળથી જીવે સ્વચ્છંદ, મત, આગ્રહ, મિથ્યાભાવનું સેવન કરી કષાય ભાવનું પોષણ કર્યું છે. ટૂંકમાં જીવને સ્વચ્છેદે ચારે બાજુથી ઘેરી લીધો છે. પછી તે પદાર્થ સંબંધી, સંબંધથી જોડાયેલ વ્યક્તિઓ સંબંધી, શરીર સંબંધી, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી, પોતાના સ્વરૂપ સંબંધી મિથ્યા અભિપ્રાયની ભૂલ અનાદિથી ચાલી આવે છે. જ્યાં મૂળમાં જ ભૂલ હોય ત્યારે અનેક ભૂલોની પરંપરા ચાલી આવવાની જ. મતાગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, વિગ્રહ, સંગ્રહ, પરિગ્રહ બધા જ સ્વછંદના પરિણામ છે. આ જીવે તો પૂર્વ કાળે આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. તે પોતાની મતિ કલ્પનાથી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. આવું તો અનંતકાળથી કરતો જ આવ્યો છે. ઊલટું આત્માર્થ સાધુ છું, ધર્મ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય અને એના ફળની અપેક્ષા રહી જાય કે જીવન માટે સંસારનો મુખ્ય હેતુ છે, દુઃખનું મુખ્ય કારણ છે. દુઃખના કારણોમાં જ્ઞાનીઓએ આ ત્રણ મુખ્ય જોયા છે. (૧) અજ્ઞાનતા (૨) મિથ્યાત્વ (૩) અસંયમ. વળી જીવ પોતાની કલ્પનાથી માની લે કે વ્રત, તપ, જપ, પૂજા, ભક્તિ, યોગ, ધ્યાન, Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમાધિથી કલ્યાણ થાય-પણ જ્યાં સુધી દષ્ટિ દ્રવ્ય પર પડી ન હોય તો બધું નિષ્ફળ છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજાય છે. પરંતુ જ્ઞાની પુરુષની ઓળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ દોષ જોવામાં આવે છે. ૧) હું જાણું છું, હું સમજું છું” એવા પ્રકારનું માન જે જીવને રહ્યા કરે છે તે “માન”. ૨) પરિગ્રહાદિક વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ”. ૩) લોક ભયને લીધે, અપકિર્તીના ભયને લીધે, અપમાનના ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું તેવો ભય”. આ ત્રણે કારણો જીવને જ્ઞાનીથી અજાણ રાખે છે. જ્ઞાનીને વિષે પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે, પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રોનું તોલન કરવામાં આવે છે એ મહાન દોષ છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે એ પણ દોષ છે. આ બધા દોષોનું ઉપાદાનકારણ એવો તે એક “સ્વચ્છેદ' નામનો મહા દોષ છે અને તેનું નિમિત્તકારણ અસત્સંગ જ છે. ૪૭. સ્વચ્છંદનો સદ્ભાવ દર્શાવતા ભાવો સંબંધી વિવરણ: ૧) શાસ્ત્ર સંગત કે નિસંગત જ્ઞાનના ક્ષયોપશમ સંબંધમાં હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો અને જિજ્ઞાસાનો અભાવ રહેવો. ૨) પુરુષના વચનમાં શંકા તેમજ ભૂલ દેખવાની વૃત્તિ થવી, અર્થાત્ શબ્દાર્થ અને ગાથાર્થની મુખ્યતા કરી ભૂલ સમજવી - ભાવાર્થ સમજ્યા વગર. ૩) સત પુરુષમાં શ્રદ્ધાનો અભાવ, તેમજ અભક્તિના પરિણામ થવાં. ૪) પુરુષનો વિરોધ - અવર્ણવાદ કરવો. ૫) ચૈતન્યને સ્પર્શીને આવતી પુરુષની વાણી પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં અહોભાવનો અભાવ અર્થાત્ ઉપેક્ષાભાવ થવો, નિરુત્સાહના ભાવ થવા. ૬) સપુરુષ પ્રત્યે વિનય ભક્તિમાં ન્યૂનતા, ‘મને આવડે છે તેવી હૂંફ ચડવી. ૭) પુરુષના ચારિત્રદોષનું લક્ષ રહેવું, મુખ્યતા થવી. ૮) સપુરુષની લોકભય, સમાજભય, અપકિર્તીભય, અપમાનભયથી ઉપેક્ષા થવી -વિમુખતા થવી. ૯) સપુરુષ કરતાં કુટુંબ - પરિગ્રહાદિ પ્રત્યે અધિક રાગ - વિશેષ રાગ રહેવો. ૧૦) પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતાના સમાન કલ્પના કરીને સન્દુરુષના વચનોનું તોલન કરવું અથવા તેને લૌકિક અર્થમાં ઘટાડવા અથવા અતિશયોક્તિ, ભાવાવેશ અથવા અજાગૃત ઉપયોગ વચનાલાપ ગણવો. ૧૧) પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોવા છતાં શાસ્ત્ર-સ્વાધ્યાયને વધુ મહત્વ આપી સત્સંગને ગૌણ કરવો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૧૨) સન્દુરુષના ઉપકારને છુપાવવો અથવા પુરુષના ઉપકારને ઓળવવો અથવા પોતાના અપ્રસિદ્ધ ગુરુને ગોપવીને નિજ માનાર્થે પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું. ૧૩) સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્ત્વપ્રચાર, પ્રભાવના અંગેની પ્રવૃત્તિ કરવી અને તે પોતાની રીતે કરતાં પુરુષની આજ્ઞાની અવગણના કરવી. ૧૪) ગ્રંથ સંબંધી વ્યાખ્યા-લેખનની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઇચ્છા રહેવી, આચાર્યો પ્રણિત ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ન્યાય દર્શાવતાંથી વિરુદ્ધ પોતાની મહત્તા દર્શાવવાનો મુખ્ય હેતુ રહેવો. ૧૫) સશાસ્ત્રનો અવિનય થવો, શ્રવણની ઉપેક્ષા થવી તેથી શ્રવણમાં અનિયમિતતા થવી. સશ્રવણ વખતે એકાગ્રતા અને ઉપયોગનો અભાવ. ફક્ત વ્યવહાર માટે જ હાજરી આપવાનો દંભ રાખવો. ૧૬) શાસ્ત્રના વિષય - પ્રતિપાદનને છોડીને વિષયાંતરમાં પ્રવર્તવારૂપ પદ્ધતિ તે વકતાનો શાસ્ત્ર પ્રત્યેનો અવિનય છે. ૧૭) સર્વજ્ઞ વીતરાગની પ્રતિમામાં વિકૃતિ કરવી અથવા તેની સ્થાપનાનો વિરોધ કે નિષેધ કરવો. ૧૮) બાર અંગનો સાર - “વીતરાગતા”- સપુરુષના એક વચનમાં અનંત આગમ રહેલા છે તેમ છતાં તેમના વચનો સમંત કરવા આગમ - આધારનો આગ્રહ રાખવો. ૧૯) પરોક્ષ જ્ઞાનીઓની પ્રત્યક્ષ જ્ઞાની સાથે તુલના કરવી. ૨૦) પ્રત્યક્ષ જ્ઞાનીની અતિશય ભક્તિને નિમિત્ત પ્રધાનતા સમજવી. ૪૮. સ્વચ્છેદ સંબંધી સૂત્રો: “પ્રત્યક્ષ સદગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગેના આત્મવિચાર.” “પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વચ્છંદતે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.” “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” રોકે જીવ સ્વછંદતો પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિદોર્ષ.” “માનાદિ શત્રુ મહાન, નિજ છેદન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” જે જીવને ભવ ભ્રમણનો ભય રહેતો નથી તે સ્વચ્છંદતામાં વર્તે છે. આવા સ્વચ્છેદથી બચીને જે જીવ આત્માર્થે - સ્વચ્છંદના પ્રતિપક્ષ ભાવે વર્તે છે તેને દર્શનમોહનો અભાવ થઈ, મોક્ષ પર્વતની સિદ્ધિ મળે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્યગ્દર્શન સંબંધી ગુરુદેવના પ્રમાણ વચનો ૧. અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંતકાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે; પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ કરીને, પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાના ટાણાં આવ્યા છે અને તેનો ઉપાય એકમાત્ર સમ્યગ્દર્શન જ છે. ૨. આચાર્યદવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે હે ભાઈ ! તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે, જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ! તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે, પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો છેવટમાં છેવટ આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે. ૩. કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ ટળી જાય પછી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો તો તારા રાગ રહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે; માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગ રહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. ૪. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ ન છૂટી શકે તો પણ મારું સ્વરૂપ રાગ રહિત જ છે એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. આચાર્યદેવ કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ. ૫. ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કહે છે કે આ દગ્ધ પંચમકાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં સાક્ષાત મુક્તિ તો નથી પણ ભવભયનો નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવ રહિત થઈ જઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર ! Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૬. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી; માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો, આત્મભાવની સાચી સમજણનો પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે. સ્વભાવની હોશથી જે સમજવા માંગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. શ્રી પદ્મનંદી આચાર્યદેવે તો કહ્યું છે કે આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે જીવ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. ૭. આત્માનો સ્વભાવ સમજવાનો પંથ સીધો - સરળ છે. સાચો માર્ગ જાણીને ધીમે ધીમે ચલવા માંડે તો પણ માર્ગ કપાય, પરંતુ માર્ગ જાણ્યા વગર આંખે પાટા બાંધીને ઘાંચીના બળદની જેમ ગમે તેટલું ચાલે તો પણ ફરી ફરીને હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહે. તેમ સ્વભાવનો સરળ માર્ગ છે તે જાણ્યા વિના જ્ઞાનચક્ષુઓ બંધ કરીને ગમે તે આડું અવળું કર્યા કરે અને મેં ઘણું કર્યું એમ માને, પણ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ ! તેં કાંઈ નથી કર્યું, તું સંસારમાં ને સંસારમાં જ ઊભો છે, જરાય આગળ વધ્યો નથી. વિકાર રહિત તારા જ્ઞાન સ્વરૂપને તેં જાણ્યું નથી એટલે તારું ગાડું દોડાવીને બહુ તો અશુભમાંથી શુભ કરીને તેમાં તું ધર્મ માની લે છે, પરંતુ એ તો ફરી ફરીને પાછો ત્યાં ને ત્યાં વિકારમાં જ ઊભો રહ્યો; વિકારચક્રમાં આંટ માર્યા પરંતુ વિકારથી છૂટીને જ્ઞાનમાં આવ્યો નહિ તો તે શું કર્યું ? ૮. જ્ઞાન વગર ગમે તેટલો રાગ ઘટાડે કે ત્યાગ કરે પરંતુ સાચી સમજણ વગર તેને સમ્યગ્દર્શન તો થશે નહિ અને મુક્તિમાર્ગ તરફ તો નહિ જાય પરંતુ વિકારમાં અને જડની ક્રિયામાં કર્તૃત્વનો અહંકાર કરીને સંસારમાર્ગમાં દુગર્તિમાં ધસી પડશે. સાચા જ્ઞાન વગર કોઈ પણ રીતે આત્માની મુક્ત દશાનો માર્ગ હાથ આવે નહિ. જેમણે આત્મભાન કર્યું તેઓ ત્યાગ કે વ્રત કર્યા વગર પણ એકાવતારી થઈ ગયા. ૯. આત્માના સ્વભાવનો માર્ગ સરળ હોવા છતાં કેમ નથી સમજાતો ? તેનું કારણ એ છે કે અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, ભ્રમ છે, ગાંડપણ છે. જેને અંતરમાં રાગ રહિત સ્વભાવની દૃષ્ટિનું જોર છે તે આત્માના અનુભવની સાચી પ્રતીતને લીધે એકાદ ભવે મોક્ષ જ. અને જેને આત્માની સાચી પ્રતીત નથી એવો અજ્ઞાની છ છ માસ તપ કરીને મરી જાય તો ય આત્માના ભાન વગર એક પણ ભવ નહિ ઘટે કેમ કે તેને આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ જ સંસારનું મૂળ છે. ૧૦ અજ્ઞાનીનો તે વ્યામોહ કોઈ રીતે છેદી શકાય કે નહિ ? હા, પ્રજ્ઞારૂપી છીણી વડે તે જરૂર છેદી શકાય છે. જેમ અંધકાર ટાળવાનો ઉપાય પ્રકાશ જ છે તેમ અજ્ઞાન ટાળવાનો ઉપાય સભ્યજ્ઞાન જ છે. વ્યામોહ એટલે અજ્ઞાન અને પ્રજ્ઞાછીણીનો અર્થ સમ્યાન છે. હજારો ઉપવાસ કરવા, લાખો રૂપિયાનું દાન Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કરવું, અનેકવાર તીર્થોની જાત્રા કરવી, દરરોજ પૂજા-ભક્તિ કરવા એ કોઈ ઉપાય આત્મા સંબંધી અજ્ઞાન ટાળવાના મ ટેના નથી પણ આત્મા અને રાગના જુદાપણાનું સમ્યજ્ઞાન તે જ એકમાત્રવ્યામોહછેદવાનો ઉપાય છે. આ જ ઉપાયથી વ્યામોહ છેદીને આત્મા મુક્તિના પંથે પ્રયાણ કરે છે એમ જ્ઞાનીઓ જાણે છે. ૧૧ પ્રજ્ઞાછીણી કેવી રીતે પ્રગટ થાય અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટે ? જ્ઞાન માટે કંઈક બીજા સાધનની જરૂર પડતી હશે ને? તો કહે છે કે ના ! જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ છે. જ્ઞાનનો અભ્યાસ તે જ પ્રજ્ઞાછીણી પ્રગટવાનું કારણ છે. ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસ, ત્યાગ વગેરેનો શુભ રાગ તે પ્રજ્ઞાનો ઉપાય નથી. સ્વભાવની ચિપૂર્વક સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે. ૧૨ કોઈ પણ રીતે - હે ભાઈ ! તું કોઈ પણ રીતે - મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતુહલી થા! તેમ અહીંપણ કહે છે કે કોઈ પણ રીતે, આખા જગતની દરકાર છોડી દઈને પણ સમ્યજ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણીને આત્મા અને બંધ વચ્ચે પટકવી. કોઈ પણ રીતે કહેતાં કર્મ વગેરે નડે એ વાત ઉડાડી દીધી. કોઈ પણ રીતે એટલે તું તારામાં પુરુષાર્થ કરીને પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કર. શરીરનું ગમે તેમ થાય પણ આત્મા જ પ્રાપ્ત કરવો છે એ જ એક કર્તવ્ય છે એમ તીવ્ર ઝંખના અને રુચિ કરીને સમ્યજ્ઞાન કર. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો તેમાં કેટલી એકાગ્રતા જોઈએ ? વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, ત્યાં એક સેકંડ માત્રનો પ્રમાદ ન કરે, તેમ ચૈતન્યમાં સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવવા માટે ચૈતન્યની એકાગ્રતા અને ઝંખના જોઈએ. અહો! અનંતકાળે આ ચૈતન્ય ભગવાનને ઓળખવાના ટાણાં મળ્યા છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો કયાંય આરો નથી. માટે અત્યારે જ કોઈ પણ પ્રકારે આત્મભાન કરવું છે એમ સ્વભાવની રુચિ પ્રગટ કરતાં વિકારનો મહિમા ટળે છે. આ વિકાર તે મારા ચૈતન્યની શોભા નથી પણ કલંક છે. મારું ચૈતન્યતત્ત્વ તેનાથી ભિન્ન અસંગી છે. આ પ્રમાણે નિરંતર સ્વભાવની રુચિ અને પુરુષાર્થના અભ્યાસ વડે પ્રજ્ઞાછીણી પટકવી. ૧૩ 'પ્રજ્ઞાછીણી પકવી” એટલે શું? એટલે કે સમ્યજ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું. આ ચૈતન્યસ્વરૂપ હું આત્મા અને આ પર તરફ જતી લાગણી તે રાગ - એમ આત્મા અને બંધની જુદાપણાની સંધિ જાણીને અર્થાત્ બન્નેના જુદા જુદા લક્ષણ દ્વારા તેમને ભિન્ન ભિન્ન જાણીને જ્ઞાનને ચૈતન્યસ્વભાવી આત્મામાં એકાગ્ર કરતા રાગનું લક્ષ છૂટી જાય છે - તે જ પ્રજ્ઞાછીણીનું પટકવું છે. ૧૪ પ્રજ્ઞાછીણી પડે છે એ સંબંધી અહીંક્રમથી વાત કરી છે, સમજાવવા માટે ક્રમથી કથન કર્યું છે પરંતુ ખરેખર અંતરમાં ક્રમ પડતા નથી, પણ એક સાથે જ વિકલ્પ તૂટીને જ્ઞાન સ્વમાં એકાગ્ર થાય છે. જે સમયે જ્ઞાન સ્વમાં એકાગ્ર થયું તે જ સમયે રાગથી જુદું પડ્યું. પરંતુ પહેલા જ્ઞાન સ્વમાં ઢળ્યું અને પછી રાગ જુદો પડ્યો - એમ ક્રમ પડતા નથી. ૧૫ પ્ર, આ રામજવું અઘરું લાગે છે, આ સિવાય બીજો કોઈ માર્ગ છે? ઉ.: અરે ભાઈ! બહારમાં તો મોટા પગાર અને ઘણી બુદ્ધિ ચલાવે છે, ત્યાં બધું ય સમજાય છે અને બુદ્ધિ ચાલે છે અને આ પોતાના આત્માની વાત સમજવામાં બુદ્ધિ ન ચાલે એ કેમ બને? પોતાને આત્માની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ દરકાર નથી અને સમજવાની રુચિ નથી તેથી જ અઘરું લાગે છે અને નથી સમજાતું. પરંતુ ભાઈ ! આ સમજ્યા વગર અન્ય કોઈ પણ ઉપાય મુક્તિ માટેનો નથી. અરે ભાઈ! સંસારના કામમાં ડહાપણ કરીને રાગને પોષે અને આત્માની સમજણનો પ્રયત્ન કરવાની વાત આવે ત્યાં કહે છે કે મને ન સમજાય; પણ ન સમજાય તે કોના ઘરની વાત છે ? તું આત્મા છો કે જડ? જો આત્માને નહિ સમજાય તો શું જડ સમજશે? ચૈતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ચૈતન્યમાં બધુ સમજવાની તાકાત છે. ન સમજાય” એ વાત જડના ઘરની છે. ‘આત્માન સમજાય એમ કહેનારને આત્માની રુચિ જ નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમ્યજ્ઞાન જ છે અને સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે. ૧૬ જ્ઞાન ચેતનાર છે એટલે કે સદાય ચેતતું-જાગતું રહે છે. જે વૃત્તિ આવે તેને જ્ઞાન વડે પકડીને ફડાક તોડી નાંખે છે, અને પર્યાયે પર્યાયે જ્ઞાનનું સામર્થ્ય વધતું જ જાય છે. એક પણ વૃત્તિને કદી પણ મોક્ષમાર્ગ તરીકે જે સ્વીકાર કરતું નથી એવું નિર્મળ ભેદજ્ઞાન વૃત્તિઓને તોડતું તોડતું, સ્વરૂપની એકાગ્રતા વધારતું વધારતું, મોક્ષમાર્ગ પૂર્ણ કરીને મોક્ષરૂપે પરિણમી જાય છે. આવા પૂરા જ્ઞાનસ્વભાવ સામર્થ્યનું જોર જેને પ્રતીતમાં બેઠું તેને અલ્પકાળમાં મોક્ષ જ છે. મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન જ છે. રાગને જાણીને રાગથી જુદું રહેનાર જ્ઞાન મોક્ષ પામે છે, અને રાગને જાણતાં રાગમાં અટકી જનારું જ્ઞાન બંધાય છે. જ્ઞાનીને પ્રજ્ઞાછીણીનું જોર છે કે આ લાગણીઓ તો ક્ષણે ક્ષણે ચાલી જ જાય છે અને લાગણી રહિત મારું જ્ઞાન વધતું જાય છે. અજ્ઞાનીને એમ થાય છે કે અરે ! મારા જ્ઞાનમાં આ લાગણી થઈ, અને લાગણી સાથે મારું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. અજ્ઞાનીને રાગ અને જ્ઞાન વચ્ચે અભેદ બુદ્ધિ(એકત્વબુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનીએ પ્રજ્ઞાછીણી વડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે તે સમજ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. જે સમ્યજ્ઞાન સાધક દશાપણે હતું તે જ સમ્યજ્ઞાન વધીને સાધ્ય દશા રૂપ થાય છે. આ રીતે જ્ઞાન જ સાધ્ય-સાધક છે. આત્માને પોતાના મોક્ષ માટે પોતાના ગુણ સાથે સંબંધ હોય કે પરદ્રવ્યો સાથે હોય ? આત્માને જ્ઞાન સાથે જ સંબંધ છે, પરદ્રવ્ય સાથે આત્માના મોક્ષનો સંબંધ નથી. આત્મા પરથી તો છૂટો જ છે, પણ અહીં તો વિકલ્પથી પણ છૂટો છે એમ અંતરમાં ભેદજ્ઞાન કરાવે છે. વિકારથી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યજ્ઞાન વડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. જેમ પર્વતમાં વીજળી પડતાં તિરાડ પડી જાય તેમ પ્રજ્ઞારૂપી છીણી પડતાં સ્વભાવ અને વિકાર વચ્ચે તિરાડ પાડીને જ્ઞાન સ્વમાં વળ્યું. અનાદિનું ઊંધું પરિણમન હતું તે અટકીને હવે સ્વભાવ તરફનું પરિણમન શરૂ થયું. અહો ! આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે. ૧૭ રાગ-દ્વેષ વખતે અજ્ઞાનીને જ્ઞાન જુદું નહિ દેખાતું હોવાથી તેણે આત્મા અને બંધ વચ્ચે ભેદ જાણ્યા વગર દ્રવ્યલિંગી સાધુ થઈને નવમી રૈવેયકે જાય તેવા ચારિત્ર પાળ્યાં અને એવા મંદ કષાય કર્યા કે બાળી મૂકે તો ય ક્રોધ ન કરે, છ છ માસ આહાર ન કરે છતાં ભેદજ્ઞાનના અભાવને લીધે તે અનંત સંસારમાં જ રખડ્યો. તેણે આત્માનું કાંઈ જ કર્યું નથી, માત્ર બંધભાવનો પ્રકાર ફેરવ્યો છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૮ પ્ર. : આટલું બધું કર્યું તો ય કાંઈ નહિ ? ઉ. : આટલું બધુ કર્યું એમ જેને લાગે છે તેને મિથ્યાત્વનું જોર છે. શરીરની ક્રિયા વગેરે બહારની દૃષ્ટિથી જોનારને ‘આટલું બધું કર્યું’ એમ લાગે છે, પણ જ્ઞાનીઓ કહે છે કે તેણે કાંઈ જ અપૂર્વ કર્યું નથી, માત્ર બંધભાવ જ કર્યા છે, શરીરની ક્રિયાનો અને શુભરાગનો અહંકાર કર્યો છે. વ્યવહારે કહો તો પુણ્યભાવ કર્યા છે અને પરમાર્થથી તો તેણે પાપ જ કર્યું છે. રાગ કે વિકલ્પથી આત્માને લાભ માનવો તે મહા મિથ્યાત્વ છે, તેને ભગવાન પાપ જ કહે છે. એક પ્રકારનો બંધભાવ છોડીને બીજા પ્રકારનો બંધભાવ કર્યો. પરંતુ બંધ રહિત જ્ઞાનમૂર્તિ આત્માને ઓળખ્યો નહિ, બંધભાવની દૃષ્ટિ છોડીને અબંધ આત્મસ્વભાવને જ્યાં સુધી ન ઓળખે ત્યાં સુધી આત્મદૃષ્ટિએ તેણે કાંઈ કર્યું નથી. ખરેખર તો બંધભાવનો પ્રકાર પણ ફર્યો નથી. કેમ કે સર્વ બંધભાવોનું મૂળ એવું મિથ્યાત્વ ટળ્યું નથી. ૧૯ અજ્ઞાની પોતે ખાવા-પીવાનો, વસ્ત્રનો, પૈસાનો ઇત્યાદિરાગ છોડી શકતો નથી તેથી બીજા કોઈ અજ્ઞાનીને બહારમાં વસ્ત્ર, પૈસા વગેરેનો ત્યાગ દેખીને ‘તેણે ઘણું કર્યું અને તે મારા કરતાં ઉંચો છે' એમ માની બેસે છે; પરંતુ તે જીવ પણ બહારમાં ત્યાગી હોવા છતાં અંતરમાં અજ્ઞાનનું મહાપાપ સેવી રહ્યો છે, તેથી તે પણ તેની જ જાતનો છે. અંતરની ઓળખાણ વગર બહારથી માપ કાઢે તે સાચા ન આવે. ૨૦ ઉપર જેમ ત્યાગી અજ્ઞાનીનું દૃષ્ટાંત કહ્યું, તેમ તેનાથી ઉલટું અત્યાગી જ્ઞાની વિષે સમજવું. જ્ઞાની ગૃહસ્થ દશામાં હોય અને રાગ પણ હોય છતાં તેને અંતરમાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસ ભાવ વર્તે છે. રાગનું પણ સ્વામીત્વ માનતા નથી તે ધર્માત્મા છે. જે જીવ આવા ધર્માત્માને અંતર ઓળખાણ વડે ઓળખે નહિ અને બહારથી માપ કાઢે તે જીવ આત્માને સમજ્યો નથી. જેઓ અંતરમાં આત્માની પવિત્ર દશા સમજતાં નથી તેઓ એકલા જડના સંયોગ ઉપરથી માપ કાઢે છે. સંયોગ ઉપરથી તો ધર્મી-અધર્મીનું માપ નથી. પરંતુ રાગની મંદતા ઉપરથી પણ ધર્મી-અધર્મીનું માપ નથી. ધર્મી-અધર્મીનું માપ તો અંતર અભિપ્રાય ઉપર છે. જ ૨૧ કોઈ જીવ વ્હેન દર્શનના ઘણાં શાસ્ત્રો ભણીને-વાંચીને મોટો પંડિત થયો, કે કોઈ જીવ ઘણા વખતથી ત્યાગી થયો અને એમાં ધર્મ માની લીધો, પણ જ્ઞાનીઓ કહે છે કે તેથી શું ? એમાં ક્યાં ધર્મ છે ? સમ્યગ્દર્શન વગર કોઈ રીતે ધર્મ થતો નથી. પરના અવલંબનમાં અટકીને ધર્મ માનવો એ તો મિથ્યાદષ્ટિના કામ છે. રાગ માત્રનું અવલંબન છોડીને સ્વભાવના આશ્રયે નિર્ણય અને અનુભવ કરવો તે જ સમ્યગ્દષ્ટિનો ધર્મ છે અને ત્યાર પછી જ ચારિત્ર દશા હોય છે. રાગનું અવલંબન તોડીને, આત્મસ્વભાવનો નિર્ણય અને અનુભવ ન કરે અને દાન, દયા, શીલ, તપ વગેરે બધુંય કરે તો તેથી શું ? એ તો બધો ય રાગ છે ધર્મ નથી. ૨૨ એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ-મરણનો નાશ કરનાર છે. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય જીવ અનંતકાળમાં બધું ય કરી ચૂક્યો છે, પણ સમ્યગ્દર્શન એક કદી પણ એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. જો એક સેકંડ માત્ર પણ સમ્યગ્દર્શન પ્રગટ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ. સમ્યગ્દર્શન એ જ માનવ જીવનનું મહા કર્તવ્ય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૨૩ હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ! વિચાર તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે? તને કેમ શાંતિ નથી? ૨૪ પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છે, વીતરાગ છો. પણ તને તારા સ્વરૂપની ખબર નથી, તેથી જ તને શાંતિ નથી. ભાઈ! ખરેખર તું ઘર ભૂલ્યો છે - ભૂલો પડ્યો છે, પારકા ઘરને તું તારું રહેઠાણ માની બેઠો, પણ બાપુ! એમ અશાંતિનો અંત નહિ આવે ! ૨૫ ભગવાન! શાંતિ તો તારા સ્વ ઘરમાં જ ભરી છે. ભાઈ! એકવાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વ ઘરમાં તો જા! તું પ્રભુ છે, સિદ્ધ છે. પ્રભુ! તું તારા સ્વ ઘરને જો, પરમાં ન જો. પરમાં લક્ષ કરીને તો તું અનાદિથી ભ્રમણ કરી રહ્યો છે, હવે તારા અંતર સ્વરૂપ તરફ નજર કર ! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા છે, કોઈ અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે. ૨૬ પોતાનું સ્વરૂપ સમજવું સુગમ છે. અનાદિથી સ્વરૂપના અણઅભ્યાસને કારણે તે અઘરું લાગે છે. પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે. બંગલો કરવો હોય તો ગમે તેવો હોશિયાર કારીગર હોય તો પણ બે ઘડીમાં ન થઈ શકે, પણ જો આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માંગે તો તે બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનું બાળક મણિકા ન ઉપાડી શકે પરંતુ સાચી સમજણ દ્વારા આત્માનું ભાન કરી કેવળજ્ઞાન પામી શકે. આત્મા પરદ્રવ્યમાં કાંઈ જ ફેરફાર ન કરી શકે પણ સ્વ દ્રવ્યમાં તો પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી સમ્યજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્વમાં ફેરફાર કરવા આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે. આત્મામાં એવો બેહદ સ્વાધીન પુરુષાર્થ છે કે જો તે ઉધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે જાય અને સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય. ૨૭ અનંતા જ્ઞાનીઓ કહે છે કે તું પ્રભુ છે. તારા પ્રભુત્વની એક વાર તો હા પાડ! પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ, હું લાયક નથી, મને ન સમજાય એવી દષ્ટિ જ તેને સમજવામાં નાલાયક રાખે છે. જેને સન્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. એકને સત્ સાંભળતાં જ અંતરથી ઉછળીને હકાર આવે છે અને બીજો હું લાયક નથી - આ મારે માટે નથી' એવી માન્યતાની આડ નાંખીને સાંભળે છે, તેને તે આડ જ સમજવા દેતી નથી. આવી વાત તો દુનિયા અનાદિથી કરી જ રહી છે, આજે નવી નથી. અંતર વસ્તુના ભાન વગર બહારમાં ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સના હકાર વગર ધર્મ સમજ્યો નહિ. એક વાર તો પ્રભુ હા પાડ! હું ભગવાન આત્મા છું - જ્ઞાનાનંદ સ્વરૂપી છું અને સર્વથા સર્વથી ભિન્ન છું. ૨૮ જ્ઞાનીઓ કહે છે કે “સર્વ જીવો સિદ્ધ સમ છે, તું પણ સિદ્ધ સમાન છો, ભૂલ વર્તમાન એક નમય પૂરતી છે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અને તું સમજીશ માટે કહીએ છીએ એમ જ્ઞાની કહે છે, ત્યારે આ જીવ બહુ લાયક નથી, મને આ ન સમજાય એવી રીતે જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરીને સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી. ભૂલ રવભાવમાં નથી, માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે. તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે બીજે રામયે નવી કરે તો થાય છે. પહેલાં સમયની ભૂલ તો બીજા સમયે નાશ પામી જાય છે. ૨૯ એક વાર સત ચરણે ઝૂકાઈ જા ! સાચા દેવ-ગુરુની અર્પણતા વગર આત્માનો ઉદ્ધાર થાય નહિ. પરંતુ તેનો જ આશ્રય માની બેસે તો પણ તે પરાશ્રયે આત્માનો ઉદ્ધાર થાય નહિ. આ રીતે પરમાર્થ સ્વરૂપમાં તો ભગવાન આત્મા એકલો જ છે. પરંતુ તે પરમાર્થ સ્વરૂપને પહોંચી ન શકે ત્યાં, પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રને સ્વરૂપના આંગણામાં પધરાવવા તે વ્યવહાર છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, પૂજા વગર એકલા નિશ્ચયની માત્ર વાતો કરનાર શુષ્કજ્ઞાની છે. ૩૦ ખરેખર, આ તત્ત્વબોધિ દુર્લભ છે. સાચી સમજણ માટે પહેલે જ ધડાકે સત્નો હકાર આવવો જોઈએ. મુખ્ય ગતિ બે છે. એક નિગોદ, બીજી સિદ્ધ. સની જો ના પાડી તો કદાચિત એકાદભવ બીજો કરીને પણ નિગોદમાં જ જાય. સતુના વિરોધનું ફળ નિગોદ જ છે. એક વાર પણ સત્નો અંતરથી યથાર્થ હકાર આવ્યો તો તેની મુક્તિ જ છે. હકારનું ફળ સિદ્ધ, નકારનું ફળ નિગોદ. આ જે કહેવાય છે તે ત્રિકાળ પરમ સત્ય છે, ત્રણ કાળ ત્રણ લોકમાં સત્ જોઈતું હોય તો જગતને આ માન્ચે જ છૂટકો છે. સત્ ફરે તેમ નથી, સમજવા માટે તારે ફરવું પડશે. સિદ્ધ થવા માટે સિદ્ધ સ્વરૂપનો હકાર લાવો. ૩૧ જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જકતૃત્વ બુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૩૨ પ્રઃ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ અને દરેક દ્રવ્યની પર્યાય કમબદ્ધ જ થાય એ ઉપર આપ બહુ ભાર આપો છો તો એ સમ્યગ્દર્શનનું કારણ છે? ઉ. હા, એ તો મૂળ ચીજ છે. આ બે વાતનો નિર્ણય થતાં દષ્ટિ દ્રવ્ય ઉપર વળે છે. ૩૩ એક સમયની પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, જે કાળે જે પર્યાય થવાની તે પર્યાય પોતાની ષકારકની ક્રિયાથી સ્વતંત્ર થવાની, પણ એનો નિર્ણય કઈ રીતે થાય? એ નિર્ણયનું તાત્પર્ય શું છે? વીતરાગતા તાત્પર્ય છે. એ વીતરાગતા ક્યારે થાય? કે એનું લક્ષ અને દષ્ટિ પર્યાયના કર્તાપણાની બુદ્ધિથી, પર્યાયના ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ઉપર જાય ત્યારે નિઃસંદેહ નિર્ણય થતાં પરિણામમાં અંશે નિર્મળતા અને વીતરાગતા થાય. એ સાચા નિર્ણયનું ફળ અને તાત્પર્ય છે. આહાહા! વીતરાગની વાણી ! ચારે કોરથી એક સત્ જ ઊભું થાય છે. ૩૪ આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો? પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના અદ્ધરથી જ ચાલે કે હું આવો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ છું...! ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું...! વગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એ જ લાગે કે આ હું.આ હું..એમ ઘોલન ચાલતાં ચાલતાં લાગે. પછી એ વિકલ્પ પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આવું જ લક્ષ ચાલ્યા કરતું હોય. આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય...! આ વિચારો ચાલતાં ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચાર ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે...વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? અભ્યાસ વારંવાર જોઈએ. ૩૫ ભાઈ! એકવાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે. જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. “અરેરે ! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો..હવે મારું શું થશે! એમ ડરનહિ, મુંઝાનહિ, હતાશ થાનહિ...! એકવાર સ્વભાવનો ઉત્સાહલાવ..સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. સ્વભાવના મહિમાથી મિથ્યાત્વ મળે છે. સ્વભાવના અનુભવથી મિથ્યાત્વ ટળે છે. ૩૬ ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર એને ખ્યાલમાં આવ્યું હોય તે, એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલા છે તે પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર જે થાકી ગયો છે એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજું કાંઈ મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય આત્માના કર્યા વિના ક્રમબદ્ધ સ્વયં થાય છે એમ એને બેસી ગયું છે. તે જ્ઞાતા થઈ જાય છે. ૩૭ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં કમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે, ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદઆવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વશે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૩૮ જેમ કૂતરાંને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ જ્યા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેનું લક્ષ વારંવાર આત્માની સન્મુખ થયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે. બીજા ધૂન તો અનંતકાળથી ચડી ગયેલ છે તો એકવાર આત્માની ધૂન તો જગાડ! અને છ માસ તો પ્રયત્ન કર! વારંવાર અંતર્મુખનો પ્રયત્ન કર તો જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. ૩૯ વારંવાર...આ નિર્વિકલ્પ આત્મા...નિર્વિકલ્પ આત્મા...એમ વારંવાર સાંભળે છે એનો અર્થ જ એ કે ઈ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ એને રુચે છે. અંદરમાં વિપરીત માન્યતા ઉપર ઘણ પડે છે સંસ્કારના, ઈ નિર્વિકલ્પ થશે જ, શાસ્ત્રમાં કહ્યું છે ને ! -કે સમ્યગ્દર્શનના ધ્યાનથી સમ્યગ્દર્શન થાય છે. ૪૦ જૈનદર્શનના મૂળ સિદ્ધાંત ૧. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ૨. દરેક વ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. ૩. પરદ્રવ્યની સામે જોતા રાગ જ થાય. ૪. પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં રાગ ૮૪ થાય. આ ચાર બોલનો સાર : પંચમ પારિણામિક ભાવનો આશ્રય કરવાથી જ ધર્મ-વીતરાગતા-સમ્યગ્દર્શન થાય. ૪૧ આત્મા અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા એમ અનંત અનંત ભાવ સ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૪૨ વસ્તુસ્વભાવની દષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર : એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીયે પ્રમત્ત - અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનમાં ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી પણ દ્રવ્યદષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. ૪૩ દષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં “શુદ્ધ' જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ! આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે, પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ છે કે દષ્ટિ જ્યારે “શુદ્ધ'ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. ૪૪ ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. ૪૫ નિશ્ચય સમ્યક સ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. સમગ્દર્શન તો પ્રતીતિરૂપ છે. એની સાથે દેવ ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ, ચારિત્રગુણની પર્યાય છે, કાંઈ સમકિતની પર્યાય નથી. ૪૬ સમ્યગ્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે. સમ્યગ્દર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ-શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ (વેદનની અપેક્ષાએ વાત છે) પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય તેવી ચીજ છે. ૪૭ સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વ-વિભક્ત આત્માની જ દષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે, શ્રાવકને તે વિશેષ આવે છે. એના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. ૪૮ અહાહા...! ભગવાન, તું અનાદિ અનંત નિત્યાનંદ સ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છે ! જેમાં પર્યાયનો - ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણામમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી, આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. ૪૯ સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયના ભેદ પણ નથી. ૫૦ સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય એની મહોર - છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર - છાપ છે. પરથી લક્ષ હટાવી દય, દાનમાં જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાન તરંગો ઉછળે છે ત્યારે આત્મા” એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે. ૫૧ અહાહા...! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ - પરમાત્માસ્વરૂપ બીરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મા પદ પ્રગટ થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, નવ તત્ત્વોના ભેદ જાણે એ કાંઈ પણ સમ્યગ્દર્શન નથી. તે આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યગ્વારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાના વ્રત, તપ, ચારિત્ર બધા એકડા વિનાના મીંડા છે. એ ક્રિયાઓમાં રાગ મંદ હોય તો પુણ્ય બંધાય, પણ ધર્મન થાય. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારના અનંત ભવપરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. પર આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ, અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે -અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુત કેવળી કહે છે. ૫૩ જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ - રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત, અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૫૪ “શુદ્ધ, બુધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ” બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે. આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. જે પર્યાયે તેનો શુદ્ધ તરીકે સ્વીકાર કર્યો તેના માટે શુદ્ધ છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે, માત્ર જાણનાર છે, કરનાર નથી. ચૈતન્યઘન કહેતાં અસંખ્ય પ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય આવી વાત નથી. સ્વયં જ્યોતિ એટલે સ્વયંસિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ થાય(પામે) એવી ચીજ નથી. તે સુખધામ છે એટલે આનંદનું - અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાઈ વસ્તુ છે. તેને કર વિચાર તો પામ” એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લ્ય, તેની પ્રતીતિ કરે તો નિર્વિકલ્પ અનુભવ થાય, તેની પ્રાપ્તિ થાય. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ જે ધુવ તત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૫૫ એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે, તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ૫૬ રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદ સ્વરૂપે પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂત ર્થદર્દીઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભત થાય છે, પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. ૫૭ પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. અરે ! લોકોએ નવા નવા વાડા બાંધી જૈન ધર્મનું મૂળ તત્ત્વ આખું પીંખી નાખ્યું છે. ૫૮ જેઓ શુદ્ધ નયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતાં હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા સમ્યગ્દષ્ટિ નથી. શુદ્ધ નયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. જેઓ અશુદ્ધ નયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ મિથ્યાદષ્ટિ જ છે. ૫૯ અહો! હું તો ચૈતન્યજ્યોતિ સ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું. વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડતો ય નથી. આ પ્રમાણે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અંતરમાં લક્ષ કરીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમ્યગ્દર્શન પામે છે. નય પક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા!! એકલું જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન! જાણન સ્વભાવનું દળ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પોનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉપજતા હ૮ નથી. આને સમયસાર અથવા આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન નામ મળે છે. ૬૦ શુદ્ધ ચૈતન્યમય સ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં પરમાં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમાં આસક્તિ ભાવે ટકવું તે અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારે અજ્ઞાનમય ભાવો છે. અહાહા....! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતને સ્વભાવદષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં ચારે ય ટળી જાય છે. વસ્તુમાં-દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતી, કષાય, યોગ કાંઈ પણ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતને દષ્ટિમાં પણ આ ચારેય નથી. ૬૧ આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક...જ્ઞાયક જ્ઞાયક, ધ્રુવ ધ્રુવ..ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે ને ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે. મોક્ષના ભણકારા વાગે છે. ૬૨ આચાર્યદવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાંખ. એક સમયની પર્યાય ઉપર અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. ૬૩ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આવા ભૂતાર્થ, અભેદ, એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય – દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, સુખની શરૂઆત થાય છે. ૬૪ આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. પોતાથી ભિન્ન જે અનેરાં દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથ્થક થઈને, ભિન્ન પડીને, એક જ નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સમ્યક પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. ૬૫ વ્યવહારથી નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધ નયની હદે પહોચતાં રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે તેથી નિયમથી તે નિશ્ચય Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયક દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું ય વ્યવહાર સમકિત છે. એમ વ્યવહાર નય સમકિતના અનેક ભેદ પાડે છે. શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. ૬૬ નવે તવંમાં નિમિત્તની અપેક્ષા આવે છે તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયકભાવ જે પૂર્ણ જ્ઞાનઘન છે એની દષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. ૬૭ આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંત ગુણો, તેની અનંત પર્યાયો અને લોકાલોકને જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞ શક્તિ જેને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમના કાર દિવ્ય ધ્વનિમાં આવ્યું, તે આત્મા કેવો છે? તે પૂર્ણ જ્ઞાનઘન છે. એવા પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્યગ્દર્શન જીવે અનાદિથી અનંતકાળમાં પ્રગટ કર્યું નથી. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે એવું જે શરીરાદિથી ભિન્ન, કર્મથી ભિન્ન, રાગાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનઘન એના શ્રદ્ધાનની વાત છે. ૬૮ અહાહા..! જેને જાણે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અક્ષય અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય? બાપુ! એ સાધારણ ન હોય. એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દૃષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. તે નિશ્ચય છે. ૬૯ આ નવ તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવ તત્ત્વોમાં સત્ દૃષ્ટિથી - દ્રવ્ય દષ્ટિથી જોતાં જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જ જીવ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. એ અંકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ શુદ્ધ' આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ છે સમ્યગ્દન છે. ૭૦ જ્ઞાયક ધુવ ચૈતન્યપ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જેરાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વોમાંથી એકલો જાણક...જાણક...જાણક એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવ-ગુરુ-શાસ્ત્રને બહારથી માને કે નવ તત્ત્વને ભેદરૂપ માને એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી. ૭૧ એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને શરીરનું સાચું પડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૭૨. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ તે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે બેન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે. ૭૩ નિશ્ચયથી ભગવાન પૂર્ણ ચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનું રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યપણે ટકતા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ! એની દૃષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિક્કાર ભગવાન છે એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ૭૪ ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષ ઉપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્ય લક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા..! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્ભુત અનંત ગુણનો ચૈતન્ય ગોળો જણાય છે. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. ૭૫ ગજબ વાત છે ! તારી બલીહારી છે. નાથ ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની - રાગની અપેક્ષા કેમ હોય ? તારી ખાણમાં જ પરિપૂર્ણવીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તેને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. ૭૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે એમ કહેવાય છે દ્રવ્યદષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધા પડખાંને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાષ્ટિ છે, દ્રવ્યદષ્ટિ એ સમ્યગ્દષ્ટિ છે. ૭૭ વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યકત્વ ઉપજે છે. શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝૂકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં “આ આત્મા તે જ હું” એમ ભગવાન આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન, ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભૂતિનો ટ્રેડમાર્ક છે. સમ્યગ્દષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો ! સમ્યગ્દર્શન અલૌકિક છે. ૭૮ સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાન; તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની વર્તમાન પર્યાય જ્યાં પર તરફના ઝુકાવથી ખસીને સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો, તે આત્મા કેવો છે? તો કહે છે આદિ-મધ્ય-અંત રહિત, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અનાકુલ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે. ૭૯ સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે - ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘન સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી ? જડ કર્મ તો તન્ન ભિન્ન છે. જડ કર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિત થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્ત સ્વરૂપ જ છે. ૮૦ જન્મ મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનો માર્ગ એકલો વીતરાગરૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની શ્રદ્ધાગુણની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગ સ્વભાવી જ છે. તેના શ્રદાનરૂપ જે ભવન - પરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. ૮૧ નિમિત્ત, રાડા અને અલ્પજ્ઞપણું એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્ય રસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છું. ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તે ક્યાંથી આવ્યું ? અંદર આત્મામાં સર્વજ્ઞપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે. ૮૨ અહા ! જેની એક એક ગુણશક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્ર રીતે થતી પર્યાયોનું સમ્યગ્દષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. જે રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દષ્ટિ - પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે પ્રગટ થાય છે. એવો નિર્ણય કરનારની દષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે. ૮૩ અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દષ્ટિ છે. અહા ! સમ્યગ્દર્શન થતાં તેને જેની(શુદ્ધ ચૈતન્ય તત્વની) કિંમત કરવી હતી તેની કિંમત (દષ્ટિ) થઈ ગઈ અને જેની(-રાગની) કિંમત નહોતી તેની કિંમત(-રૂચિ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત(વિસાત) નથી, આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષનો અભાવ છે. અને આમ હોવાથી પૂર્વે બંધાયેલા જડ કર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ થતો નથી. ૮૪. ‘પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું' એમ નિજ આત્મદ્રવ્ય પર દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદષ્ટિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પ્રગટ થાય છે. દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકી જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે. દ્રવ્યદષ્ટિવંતને જગત આખું તુચ્છ ભાસે છે. અહા ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યદૃષ્ટિવંતને ચક્રવર્તીની સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે. ૮૫ સ્વ એટલે કોણ ? તો કહે છે કે એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદ સ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્ય સ્વભાવ તે સ્વ છે અને તે નિશ્ચય નયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે. તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય લેવો જોઈએ. ૮૬ શુદ્ધ ચૈતન્યપ્રભુ આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં પાંચે ય સમવાય આવી જાય છે. સ્વભાવ, નિયતિ, કાળલબ્ધિ, નિમિત્ત અને પુરુષાર્થ. ૧) સ્વભાવનો આશ્રય થયો. ૨) નિયતિ - થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય . (૩) કાળલબ્ધિ - કાળલબ્ધિ એ સમયે જ હોય છે. ૪) નિમિત્ત - કર્મના ઉપશમ આદિ પણ થઈ ગયા ૫) પુરુષાર્થ - વર્તમાન પર્યાયનો એકાગ્રતાનો પુરુષાર્થ થઈ ગયો. ૮૭ સહજ શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? ભગવાન આત્મા અંદર સદા પરમાત્મા સ્વરૂપે બીરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને શેય બનાવી “હું આ છું' એવી પ્રતીતિ કરવી એનું નામ અંતઃ શ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રૂચિ કહો કે સમ્યગ્દર્શન કહો બધી એક જ વાત છે. ૮૮ આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે; આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે; જ્ઞાયક જ્ઞાયક જ છે” એ નિશ્ચય છે. અહાહા..! દૃષ્ટિનો વિષય ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે. આ પરમાર્થ છે. પોતે પોતાને જાણે એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, અર્થાત્ એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૮૯ આ જગતમાં અનંત આત્માઓ છે; એનાથી અનંતગુણા પુદ્ગલ પરમાણુઓ છે, તેનાથી અનંતગુણા ત્રણ કાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવ દ્રવ્યના ગુણ છે. આવો અનંત શક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે. જેમાં રાગ નહિ, ભંગ ભેદ નહિ, અલ્પજ્ઞતા નહિ, એવો ચૈતન્ય ચમત્કાર! આનંદ ચમત્કાર, શાંતિ ચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા છે. આવો અનંતગણ મંડિત અભેદએક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દષ્ટિનો વિષય છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૯૦ આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે, શાંત...શાંત...શાંત...શાંત સ્વરૂપ જ આત્મા છે. દષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ, અભેદ, એકાંત શાંત છે, જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે. આવા આત્માને દૃષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપજ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી. આવા આત્માની દૃષ્ટિ કરી સૌ પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરે એ જ ભાવના! Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સમ્યકત્વના ભેદ જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ, તિર્યંચાદિના (ઢોર વગેરેના) અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યગ્દર્શનને સમાન કહ્યું છે. તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે. પણ જુદી જુદી અપેક્ષાથી એના ભેદ સમજાય છે. બધા જ સમ્યગ્દષ્ટિઓનું સમ્યગ્દર્શન સમાન છે. જેમ છદ્મસ્થ (અપૂર્ણ) જીવને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. બધાને તત્ત્વશ્રદ્ધાન સમાન જ હોય છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની હોય અને કેવળી થતાં જુદા પ્રકારની થાય એમ બને નહિ, જો બને તો ચોથા ગુણસ્થાને જે શ્રદ્ધા છે તે ખરી ઠરે નહિ પણ મિથ્યા ઠરે. પણ વસ્તુ સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રોમાં જુદા જુદા ભેદ સમજાવવામાં આવ્યા છે. સમ્યત્વના બે મુખ્ય ભેદ છે. (૧) નિશ્ચય (૨) વ્યવહાર. નિશ્ચય સમ્યકત્વઃ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે નિશ્ચય રમ્યત્વ છે; કારણ કે એ જ સત્યાર્થ સમ્યકત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થીનું નામ જ નિશ્ચય છે. વ્યવહાર સમ્યકત્વ: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર રમ્યત્વ છે, કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. હવે જેને આત્માનુભવરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થયું છે તે સમ્યગ્દષ્ટિને નિયમથી (૧) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની તેમજ (૨) જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા હોય જ છે. તે શ્રદ્ધાનને કાર્યમાં કારણનો ઉપચાર કરીને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવોને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિક)નું સાચું શ્રદ્ધાન છે, તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ છે. અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય સમ્યકત્વ છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન તથા જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યકત્વ છે. મિથ્યાદષ્ટિ જીવને દેવ-ગુરુ-શાસ્ત્ર(ધર્માદિક)નું શ્રદ્ધાની આભાસમાત્ર હોય છે અને તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ હોતો નથી, માટે તેને નિશ્ચય સમ્યકત્વતો છે નહિ તથા વ્યવહાર સમ્યક્ત પણ આભાસમાત્ર છે; કારણ કે તેને દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશના અભાવને સાક્ષાત કારણ થયું નહિ અને કારણ થયા વિના તેમાં ઉપચાર પણ સંભવતો નથી. માટે સાક્ષાના કારણની અપેક્ષાએ તેને વ્યવહાર સમ્યત્વ પણ સંભવતું નથી. કેટલાક શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને અથવા તત્ત્વ શ્રદ્ધાનને તો વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તથા સ્વ-પરના શ્રદ્ધાનને અથવા કેવળ આત્મશ્રદ્ધાનને નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે તે કેવી રીતે? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનમાં તો પ્રવૃત્તિની મુખ્યતા છે તથા તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં તેને વિચારની મુખ્યતા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર છે એ બન્ને કોઈ જીવને તો સમ્યકત્વના કારણે થાય છે પણ તેનો સદ્ભાવ તો મિશ્રાદષ્ટિને પણ સંભવે છે તેથી તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યા છે. હવે સ્વ-પરના શ્રદ્ધાનમાં તથા આત્મશ્રદ્ધાનમાં તો વિપરીત અભિનિવેશરહિતપણાની મુખ્યતા છે અને આ શ્રદ્ધાન સમ્યગ્દષ્ટિને જ હોય છે તેથી તેને નિશ્ચય સમ્યકત્વજ કહ્યું છે. સમ્યકત્વ શબ્દપ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષોનો અભાવ તે સમ્યકત્વ છે. ભગવાન તીર્થંકરના નિગ્રંથ શ્રાવક તથા શ્રાવિકાઓને કાંઈ સર્વેને જીવાજીવનું યથાર્થ જ્ઞાન સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કઈ જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેશક છે, જેમ જ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી તેને સમકિત કહ્યું છે. તથારૂપ સત્પુરુષના યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઇક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. આવા દષ્ટાંત પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં આવે છે. ભગવાન મહાવીરના આત્માને પ્રથમ વખત નયસારના ભવમાં જંગલમાં મુનિનો ઉપદેશ ગ્રહણ કરીને સમ્યગ્દર્શન થયું હતું. તે જ ભગવાન મહાવીરના આત્માને એ શ્રદ્ધાન વધી જતાં ફરીથી સિંહની(સંજ્ઞી પંચેન્દ્રિયની પર્યાય)-તિર્યંચની પર્યાયમાં જંગલમાં બે મુનિ ભગવંતો આકાશમાર્ગે ગમન કરી-પ્રત્યક્ષપણે તેમના વચનના હેતુથી સમકિત પ્રાપ્ત કરાવે છે. પાર્શ્વનાથ ભગવાનના આત્માને હાથીના ભવમાં આવા જ ઉપદેશનું નિમિત્ત મળતાં સમ્યગ્દર્શન થાય છે એવી વાત શાસ્ત્રમાં છે. આવી રીતે નિમિત્તાદીની અપેક્ષાઓથી શાસ્ત્રોમાં સમ્યકત્વના જુદા જુદા ભેદ કહ્યાં છે. મિથ્યાત્વ અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચય સમ્યકત્વ છે. વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ રહે તે પરમાર્થ સમ્યકત્વ છે, તે નિશ્ચય સમ્યકત્વ છે. ૧. પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ તે વ્યવહાર સમ્યકત્વ છે. ૨ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. ૩. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યકત્વ છે. પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વિકલ્પરૂપ વ્યવહાર સમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે (વ્યવહાર સમ્યગ્દર્શન) ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તો પણ તેને ભૂત નૈગમનયથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યગ્દર્શન હતું તે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ રીતે વ્યવહાર સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. ઘણે ઠેકાણે જેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વ થયું છે એમ કહેવાય છે. પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યગ્દર્શન છે. ૧. ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનની બે ભેદ છેઃ નિશ્ચય સમ્યગ્દર્શન બે પ્રકારે ઉપજે છે. ૧) સ્વભાવથી - નિસર્ગજ ૨) પરના ઉપદેશ વગેરેથી - અધિગમજ સમ્યગ્દર્શન ૧. નિસર્ગજ : જે પરના ઉપદેશ વિના આપોઆપ (પૂર્વના સંસ્કારથી) ઉત્પન્ન થાય તેને નિસર્ગજ સમ્યગ્દર્શન કહે છે. ૨. અધિગમજ : પરના ઉપદેશાદિથી જે સમ્યગ્દર્શન થાય તેને અધિગમજ સમ્યગ્દર્શન કહે છે. ૧. નિસર્ગજ : વર્તમાનમાં ઉપદેશાદિ પ્રત્યક્ષ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય છે તે નિસર્ગજ અથવા સ્વાભાવિક સમ્યગ્દર્શન કહેવાય છે. નિસર્ગજનો અર્થ એવો થાય છે કે સહજ-સ્વાભાવિક-કુદરતીજે આત્માને સમ્યગ્દર્શન પ્રગટે છે તેને તે સમયે બાહ્ય નિમિત્ત પ્રત્યક્ષપણે ન હોવા છતાં પણ પૂર્વના સંસ્કારબળે પ્રગટે છે. પૂર્વ ભવે સમ્યજ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલ હોય છે;તેના ઉપદેશેલા તત્ત્વાર્થને ધારણ કરી દેશના લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય તેમને વર્તમાનમાં સમ્યગ્દર્શન પ્રગટી શકે છે. તે વિના કોઈને સમ્યગ્દર્શન થાય નહિ; આ ઉપરથી એમ ન સમજવું કે તે ઉપદેશ સમ્યગ્દર્શનને પ્રગટ કરે છે, જ્ઞાનીનો ઉપદેશ તો નિમિત્તમાત્ર છે. સમ્યગ્દર્શન તો જીવ પોતાથી જ પોતાનામાં પ્રગટ કરે છે. સમ્યગ્દર્શન પ્રગટે છે તે જીવના પોતાના જ વિશુદ્ધ પરિણામો વડે પ્રગટે છે. પરિણામોને નિર્મળ કરવાનો પુરુષાર્થ આત્માનો પોતાનો જ હોય છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ. વળી જો સદ્ગુરુનો ઉપદેશ સમ્યગ્દર્શન ઉત્પન્ન કરતો હોય તો, જે જે જીવો તે ઉપદેશ સાંભળે તેને તે તે થવું જોઈએ, પણ તેમ થતું નથી, સદ્ગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શન થયું એમ કહેવું તે વ્યવહાર છે - નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નું કથન છે. સદ્દગુરુએ તો મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. તે માર્ગ ગ્રહણ કરવો તથા તેની યથાર્થ શ્રદ્ધા કરી તેના પર ચાલવું તે તો જીવ પોતાને જ કરવાનું હોય છે અને તે કાર્ય પોતાના જ ઉપાદાનથી અને પોતાના જ દ્રવ્યમાં, પોતાના જ પુરુષાર્થથી થાય છે. ગુવદિકનો ઉપદેશ તો તેમાં નિમિત્તમાત્ર જ અથવા નિમિત્તકારણ હોય છે. સમ્યગ્દર્શન સ્વદ્રવ્યના આશ્રયથી જ પ્રગટે છે. તેથી જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે આત્માને પરનો Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કોઈ આશ્રય હોતો નથી. એટલું જ નહિ પરના આશ્રયનો વિકલ્પ પણ હોતો નથી. ‘હું શુદ્ધ છું, બુદ્ધ છું' એવો પોતાના શુદ્ધ સ્વરૂપનો વિકલ્પ અસ્ત થઈ જાય છે અને નિર્વિકલ્પ દશામાં જ આત્માનું તે સમયે પ્રવર્તન હોય છે. તે સમયે આત્મા પરિણામોને નિજ સ્વરૂપમાં તલ્લીન કરીને, એકાગ્ર કરીને સ્વાનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષપણે વેદે છે. આત્મા પોતે પોતામાં જ વ્યાપ્યવ્યાપકપણે પ્રવર્તે છે. ૨. અધિગમજ ઃ કોઈ જીવ આત્માજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે ત્યારે તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે - બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અથવા નૈમિત્તિક સમ્યગ્દર્શન કહેવાય છે. જેમ વૈદક સંબંધીનું જ્ઞાન મેળવવું હોય તો વૈદકના જ્ઞાની ગુરુની શિક્ષા દ્વારા તે પ્રાપ્ત કરી શકાય છે, પણ વૈદકના અજ્ઞાની દ્વારા પ્રાપ્ત કરી શકાય નહિ; તેમ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાય છે, પણ આત્માના અજ્ઞાની એવા ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાતું નથી. માટે સાચા સુખના ઉમેદવાર જીવોએ ઉપદેશકની પસંદગી કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સદ્ગુરુના લક્ષણ બતાવતાં કહ્યું છે કે - “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.'' સદ્ગુરુની ઓળખાણ કરી, ઉપદેશ પ્રાપ્ત કરવો તો સમ્યગ્દર્શન પ્રગટે. ૨. સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક્ત્વના ભેદ : નિશ્ચય સમ્યક્ત્વના સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ ભેદ છે. ૨) ક્ષાયોપશમિક ૩) ક્ષાયિક. ૧) ઔપશમિક ૧. ઔપમિક અથવા ઉપશમ સમકિત - સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાઅનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે. મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ કર્મોનો અનુદય એટલે ‘ઉપશમ’ અને ઉપશમ દ્વારા થતું સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ભારેલા અગ્નિની જેમ તેને ઉદય હોતો નથી. આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાદષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણલબ્ધિના દ્વારા થાય છે. તેનો કાળ અંતર્મુહતનો હોય છે અને ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે. અથવા ઉપશમ શ્રેણીમાં પણ જીવને તે હોય છે. જીવને કર્મસ્થિતિ ધટાડવાના કોઈ આશય વિના પણ સંસારમાં કષ્ટ સહન કરતાં કેટલાક કર્મો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ખપે છે તથા નવા બંધાયા કરે છે. આને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મ સ્થિતિની હાની વૃદ્ધિ થતાં આયુષ્યકર્મ છોડીને બાકીના સાતે ય કર્મની સ્થિતિ ઘટીને એક ક્રોડાકોડી સાગરોપમથી પણ ન્યૂન બાકી રહે ત્યારે સર્વ સંસારી જીવોને આકરો દુર્ભેદ્ય રાગ-દ્વેષના પરિણામ જેને ગ્રંથિ કહે છે તેનો ઉદય થાય છે અને જીવ તે ગ્રંથિ પાસે આવ્યો કહેવાય છે. ગ્રંથિદેશે આવેલા લઘુ સંસારી જીવમાં ભાવી કલ્યાણની યોગ્યતા પ્રગટી હોય તેવો ભવ્ય જીવ અપૂર્વકરણ કરીને આત્મવીર્યના બળે અપૂર્વ પરાક્રમ ફોરવીને રાગ-દ્વેષની ગ્રંથિને એકાએક ભેદી નાખે છે અથવા ઉલ્લંઘી જાય છે. રાગ-દ્વેષના પરિણામને કરતો નથી. ઉક્ત ઘનનિબિડ ગ્રંથિને ભેદીને ફરીથી તેમાં નહિ ફસાયા માટેની સતત જાગૃતિવાળા અધ્યવસાયયુક્ત જીવને સમ્યકત્વ વરે છે તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિકરણ એ ઉતરોત્તર આત્મવીર્યની સ્કૂણાવાળો આત્માનો વિશુદ્ધ અધ્યવસાય છે. જીવ તેમાં વર્તતો તેના બળે અંતઃકરણ કરે છે. અનિવૃત્તિકરણમાં કરેલ અંતઃકરણ વિધાનથી સમત્વના કાળમાં જે ઉદય આવેલા યોગ્ય નિષેક હતા તેનો અહીં અભાવ કર્યો અર્થાત્ તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતાં તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી શકે એવા કર્યા. એ પ્રમાણે જ્યાં સત્તા હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ 'ઉપશમ” છે. અનાદિમિથ્યાદષ્ટિને સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. એટલું નિશ્ચિત છે કે સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાત્મક ભવ્ય જીવ જેનો સંસાર પરિભ્રમણ કાળ અર્ધ પુદ્ગલપરાવર્તન કાળથી અધિક બાકી નથી તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. કર્મસ્થિતિના વિષયમાં જેના બાંધેલા કર્મોની સ્થિતિ અંતઃ ક્રોડાક્રોડી સાગર પ્રમાણ હોય તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જેમ તળીએ કીચડ જામ્યો છે અને ઉપર નિર્મળ જળ છે, તેવું ‘ઉપશમ સમકિત’ છે. ૨. શ્રાયોપથમિક સમ્યકત્વ: મિથ્યાત્વના ઉદય પામેલા દળિકોને ભોગવીને ક્ષય કરવો એટલે સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વપુંજ તથા મિશ્રપુંજનો ઉપશમ કરવો એમ ક્ષયની સાથે સાથે ઉપશમ તે ક્ષયોપશમ. ક્ષયોપશમ દ્વારા ઉત્પન્ન થયેલું સમકિત તે ક્ષાયોપથમિક સભ્યત્વ. અહીં ઉપશમ કરવો એટલે ‘ઉદયથી અટકાવવું' તેમજ 'મિથ્યા સ્વભાવ દૂર કરવો’ એમ બન્ને અર્થો સમજવા. એથી મિથ્યાત્વપુંજ તથા મિશ્રપુંજ એ બન્નેના ઉદયને અટકાવવો અને ઉતિનો મિથ્થા સ્વભાવ દૂર કરી સમકિતપૂંજ બનાવવો. અનંતાનુબંધી કષાય ચતુષ્ક તથા મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વના વર્તમાનકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ તેની નિર્જરા થાય તે ક્ષય તથા તે જ નિષકોની માવિકાળમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉદય બાવવા યોગ્ય સત્તા હોય તે ઉપશમ છે અને સમ્યકત્વ મોહનીય પ્રકૃત્તિનો ઉદય વર્તે છે એવી જે દશા છે તેને વેદક કે ક્ષયોપશમ સમ્યકત્વ કહે છે. સમત્વ મોહનીય પ્રકૃત્તિ દેશઘાતી છે. તેનો ઉદય હોવા છતાં પણ સમ્યકત્વનો ઘાત થતો નથી. કિંચિત મલિનતા કરે પણ મૂળથી ઘાત ન કરે એનું નામ દેશઘાતી છે. તેથી ચળ, મલિન, અગાઢ દોષો જેમાં હોય છે એવું જે સમળ તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તે વેદક કે ક્ષયોપશમ સમકિત છે. ક્ષયોપશમ સમકિતનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટકાળ સાદિક ૬૬ સાગરોપમ છે. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી આ સમ્યકત્વ હોય છે. ક્ષયોપશમ સમકિત ઉગતા સૂર્યની પેઠે કાંઈક મળસહિત હોય છે. ક્ષાયિક સમ્યકત્વ સંસારના નિદાનભૂત મિથ્યાત્વ મોહનીયના ત્રણે ય પુંજ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ સર્વેનો સત્તામાંથી પણ ક્ષય થવાથી પ્રગટતું સમકિત ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. આ દશામાં ત્રણ પ્રકારના મિથ્યાત્વ પ્રકૃત્તિના રજકણો આત્મપ્રદેશોથી તદ્દન ખસી જાય છે તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે ય પ્રકૃત્તિનો ક્ષય થયો કહેવાય છે. અને તેથી અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ સાદિ અનંત જાણવું. તે પ્રગટ્યા પછી છૂટે નહિ. ક્ષાયિક સમ્યકત્વ એટલું દઢ હોય છે કે તર્ક તથા આગમની વિરુદ્ધ શ્રદ્ધાને ભ્રષ્ટ કરનાર વચનો કે હેતુ આ સમકિતને ભ્રષ્ટ કરે નહિ. વળી ભય ઉત્પાદક આકાર કે ગ્લાનિકારક પદાર્થો જોઈને ભ્રષ્ટ થાય નહિ, કારણ કે આત્માના શ્રદ્ધાગુણનો પરમ શુદ્ધ પર્યાય પ્રગટી ગયો છે. ક્ષાયિક સમ્યકત્વ શુદ્ધ સ્ફટિકમણિ સમાન કેવળ નિર્મળરૂપ હોય છે. મિથ્યાત્વમાંથી સીધું ક્ષાયિક સમ્યકત્વ થતું નથી. સર્વ પ્રથમ ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યત્વ પ્રગટે છે અને ત્યાર બાદ ઉપશમમાંથી ક્ષયોપશમ થઈ ક્ષાયિક સમ્યક્ત થાય છે. | દર્શન મોહનીય કર્મના ક્ષય થવાનો પ્રારંભ કેવળી કે શ્રુતકેવળીના નિકટમાં જ થાય છે. તેનો આરંભ કરનાર કર્મભૂમિમાં જન્મેલો મનુષ્ય જ હોય છે. કદાચિત પૂર્ણ ક્ષય થયા પહેલાં મરણ થઈ જાય તો ક્ષપણની સમાપ્તિ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં થઈ શકે છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યા પહેલાં જો આગળના ભવનો આયુષ્યનો બંધ ન થયો હોય તો તે આત્મા તે જ ભવમાં સકળ કર્મોનો અંત કરીને અવશ્ય સિદ્ધપદ સંપ્રાપ્ત કરે છે. જો પૂર્વે આયુષ્યબંધ થયો હોય અને ત્યાર બાદ ક્ષાયિક સમકિત થયું હોય તો ત્રણ કે ચાર ભવમાં અવશ્ય સિદ્ધપદ સંપ્રાપ્ત કરે છે. જે ભવમાં ક્ષાયિક સમ્યત્વ પ્રગટે તે ભવ સહિત વધુમાં વધુ ચાર ભવ થાય. આ શાયિક સમ્યકત્વ ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ સાર: ૧) ઔપશમિક સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે. ૨) ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનઃ તે દશામાં મિથ્યાત્વ અને મિશ્ર મિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી. અને સમ્યક્ મોહનીય કર્મના રજકણો ઉદયરૂપ હોય છે. તથા અનંતાનુબંધી કષાય કર્મના રજકણો વિસંયોજનરૂપે હોય છે. ૩) ક્ષાયિક સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ પ્રકૃત્તિના(ત્રણ પેટા વિભાગોના) રજકણો આત્મપ્રદેશોથી તદ્ન ખસી જાય છે. તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે પ્રકૃત્તિનો ક્ષય થયો કહેવાય છે. આવી રીતે સ્વપર્યાયની લાયકાતના અપેક્ષાએ સમ્યગ્દર્શનના આ ત્રણ ભેદ સમજાવવામાં આવ્યા છે. ૩. ચારિત્ર દશાની અપેક્ષાએ સમ્યગ્દર્શનના ભેદ : સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને આત્માની-તત્ત્વની પ્રતીત એક સરખી હોય છે તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ તેઓના બે ભેદ પડે છે. ૧) વીતરાગ સમ્યગ્દર્શન ૨) સરાગ સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે; ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી; જીવની આ દશાને ‘વીતરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાના કારણે તે દશાને ‘સરાગ સમ્યગ્દર્શન' કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે ચાર પ્રકારના શુભ ભાવ હોય છે. ૧) પ્રશમ ૨) સંવેગ ૩) અનુકંપા અને ૪) આસ્તિકય. પ્રથમ : ક્રોધ, માન, માયા અને લોભ સંબંધી રાગ-દ્વેષાદિનું મંદપણુ. સંવેગ : સંસાર એટલે વિકારી ભાવોનો ભય. અનુકંપા ઃ પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ ઉપર દયાનો પ્રાદુર્ભાવ. આસ્તિકય : જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માનવું તે આસ્તિકય. સરાગ સમ્યગ્દષ્ટિને આ ચાર પ્રકારના રાગમાં જોડાણ હોય છે, તેથી આ ચાર ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનના લક્ષણ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દષ્ટિનું ખરું લક્ષણ પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ છે. શુભ રાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યગ્દષ્ટિ જીવ કદી માનતા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૪. નિર્મળતાની અપેક્ષાએ સમ્યક્ત્વના ચાર ભેદ : સમ્યક્ત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે(પાંચ ભેદ પાડવામાં આવે છે. ૨) નિર્મળ ૩) ગાઢ ૪) અવગાઢ ૧) સમલ અગાઢ ૫) પરમ અવગાઢ. ૧. સમલ અગાઢ : વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે. ૨. નિર્મળ ઃ ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે. 3. ગાઢ : ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે. ૪. અવગાઢ : અંગ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાહન વડે નીપજેલી દૃષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે. ૫. પરમ અવગાઢ : પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યક્ત્વ કહે છે. જે છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર ૪ પ્રતીતિ હોય છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટતાં જે આત્મસ્વરૂપ નિર્ણીત કર્યું હતું તે જ કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય તેવું જ કેવળી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે. એટલે કે મૂળભૂત જીવાદિના શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય તેવું જ કેવળીને પણ હોય છે. ૫. નિમિત્તાદિની અપેક્ષાએ સમ્યક્ત્વના ભેદ : સમ્યગ્દર્શનના ભેદો નિમિત્તાદિની અપેક્ષાએ દશ પ્રકારના કહેવામાં આવ્યા છે. તેમાં આઠ ભેદ સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં જે નિમિત્તો હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કહ્યા છે, અને બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહ્યા છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને કેવળી ભગવાનને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે; આ રીતે આઠ મેદ નિમિત્તોની અપેક્ષાએ અને બે ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે. ‘દર્શન’ની પોતાની અપેક્ષાએ તે ભેદો નથી. તે દશે પ્રકારમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે - એમ જાણવું. ૧. નિસર્ગ રુચિ : જીવ-અજીવાદિ નવ તત્ત્વોનો કોઈના ઉપદેશ વિના જ આત્માને દર્શન મોહનીયનો ક્ષયો પશમ થવાથી અથવા જાતિસ્મરણ જ્ઞાન થવાથી આત્માને યથાર્થ રીતે જાણ્યા પછી તેના પર શ્રદ્ધા થાય તે નિસર્ગ રુચિ કહેવાય છે. નિગ્રંથમાર્ગના અવલોકનથી જે તત્ત્વશ્રદ્ધાન થયું હોય તે માર્ગ સમ્યક્ત્વ છે. જે પુરુષ જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણ જ્ઞાનાદિ નિમિત્તથી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે તે નિસર્ગ રુચિવાળો સમકિત જાણવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ૨. ઉપદેશ રુચિઃ તીર્થકર, કેવળી, ભાવલિંગી સંતો કે સમ્યગ્દષ્ટિ ગુરુઓ વડે કહેવાયેલા અને તેમના ઉપદેશ દ્વારા સાંભળેલા જીવાદિ તત્ત્વોમાં યથાર્થપણાની શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો સમકિત જાણવો. ૩. આજ્ઞા રુચિઃ જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયા છે એવા જિનેશ્વરોની આજ્ઞાથી તત્ત્વ ઉપર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞા રુચિવાળો સમકિત કહેવાય છે. ૪. સૂત્ર રુચિ સૂત્રોનો અભ્યાસ, મનન, નિદિધ્યાસથી ઉપજેલા જીવાદિ તત્ત્વોના જ્ઞાનથી તે તત્ત્વો પર શ્રદ્ધા પ્રગટે તે સૂત્ર રુચિ સમ્યત્વ છે. ૫. બીજ રુચિ: જેમ પાણીમાં પડેલું તેલનું ટીપું એની મેળે ફેલાઈ જાય છે અને જેમ એક બીજ વાવવાથી અનેક બીજ ઉત્પન્ન થાય છે તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણા હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમકિત પામે તેવા પુરુષને બીજરુચિ સમકિત જાણવો. જીવાદિ કોઈ એક તત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તત્ત્વોમાં અને તેના અર્થોમાં ઉતરોત્તર શ્રદ્ધાનો વિસ્તાર થાય તે બીજરુચિ સમકિત છે. બીજ જે ગણિતજ્ઞાનનું કારણ છે એવી શ્રદ્ધારૂપ પરિણતિ જેને - એવા કરણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજ દષ્ટિ થાય છે - તેને બીજ સમત્વ જાણવું. ૬. અભિગમ રુચિ: સર્વ આગમસૂત્રોના અર્થો વિષે રુચિ તે અભિગમ રુચિ કહેવાય છે એટલે કે સકળ આગમસૂત્રોના અર્થોના જ્ઞાનની અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને અભિગમ રુચિ સમ્યકત્વ કહે છે. અર્થજ્ઞાનથી બોધમાં વિશેષ શુદ્ધિ થાય છે માટે સૂત્રજ્ઞાન કરતાં અર્થજ્ઞાન માટે વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ૭. વિસ્તાર રુચિ: પ્રત્યક્ષ આદિ સર્વ પ્રમાણો, નયો અને નિક્ષેપાદિપૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવો એટલે ગુણ-પર્યાયોનું જે જ્ઞાન તેના દ્વારા પ્રગટ થયેલી અતિ વિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તાર રુચિ સમ્યત્વ કહેવાય છે. ૮. સંક્ષેપ રુચિ: જે જીવ બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનમાં સપડાયો નથી કે તેમાં તેનો આગ્રહ નથી તેમજ જૈન દર્શન પણ યથાર્થ સમજ્યો નથી, વિશેષ ભણેલો નથી પણ તેને વીતરાગ માર્ગની શુદ્ધ શ્રદ્ધા છે તે આત્માની મોક્ષમાં રુચિ તે સંક્ષેપ રુચિ સમ્યકત્વ છે. પદાર્થોના સંક્ષેપ પણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભણી સંક્ષેપદષ્ટિ છે અને તેને સંક્ષેપ સમ્યકત્વ જાણવું. ૯. ક્રિયા રુચિઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારને આચરવાની તેમજ વિનય-વૈયાવચ્છ આદિ અનુષ્ઠાન કરવાની રુચિ તે ક્રિયા રુચિ સમ્યકત્વ છે. ૧૦. ધર્મ રુચિઃ માત્ર વીતરાગના ધર્મ શબ્દને સાંભળીને જે તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દથી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઓળખાતું જે યથાર્થ ધર્મત્વ તેના રુચિ, શ્રદ્ધા પ્રગટે તે ધર્મ રુચિ સમક્વ કહેવાય છે. રુચિ એ પ્રીતિ રાગરૂપ છે, તેથી દસેય પ્રકારો સરાગ સમકિતના સમજવા અને તે વીતરાગ સમ્યકત્વથી ભિન્ન છે એમ જાણવું. વીતરાગ સમ્યકત્વમાં રાગ અનુગત સહકારી ન હોય. દરેક પ્રકારના સમ્યગ્દર્શનમાં આત્માની માન્યતા એક જ પ્રકારની હોય છે. આ પ્રમાણે બહિરંગ સ ત્વના દસ પ્રકાર કહ્યા. ૬. સમ્યકત્વના અંતરંગ ભેદ (લક્ષણ): મિથ્યાત્વમોહ કર્મનો ક્ષયોપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. અર્થાત્ મિથ્યાત્વનો પરિહારએના જુદા જાદા ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા ૬ સ્થાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના સ્થાન. -- ૩ લિંગ ચિહ્ન ૫ ભૂષણ ૧૦ વિનય (નમ્રતા - ધર્મનું મૂળ વિનય). ૫ લક્ષણ ૩ શુદ્ધિ (નિરારંભિ-નિરવ ક્રિયાથી પવિત્ર થવું) ૬ જયણા (યત્ના) પ દોષ ૬ આગાર - અપવાદ ૮ પ્રભાવના ૬ સ્થાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના સ્થાન. -- -૬૭ ટોટલ ભેદ ૪ સદરણા (શ્રદ્ધા) : ૧) પરમાર્થ સંસ્તવ : જીવાદિ તત્ત્વના બહુમાનપૂર્વકનો તે તે યથાર્થ બોધ. ૨) પરમાર્થ જ્ઞાતૃ સેવન તત્વજ્ઞાતા આચાર્ય ભગવંતાદિની સેવા. ૩) વ્યાખન્ન વર્જનઃ જૈન દર્શનથી ભ્રષ્ટ સંસર્ગનો ત્યાગ. ૪) કુદષ્ટિ વર્જન: અન્ય મત - આદિનું સંસર્ગનું વર્જન. ૩ લિંગ: ૫) સુશ્રુષા ધર્મ શાસ્ત્રો વિનયાદિપૂર્વક સાંભળવાની ઇચ્છા. ૬) ધર્મ રાગ ચારિત્ર ધર્મનો રાગ. ૭) વૈયાવચ્છનો રાગ : દેવ-ગુરુની વૈયાવચ્છનો રાગ. ૧૦ વિનય : ૮) અરિહંત ૧૦) જિન પ્રતિમા (ચૈત્ય) ૧૨) ધર્મ (ક્ષમાદિ દસ યતિ ધર્મ) ૯) સિદ્ધ ૧૧) શ્રત (દ્વાદશાંગી) ૧૩)આચાર્ય Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૪) ઉપાધ્યાય ૧૬) પ્રવચન ૧૫) સાધુ ૧૭) દર્શન સમ્યકત્વ તથા સમ્યકત્વી આત્મા. ૩ શુદ્ધિ : ૧૮) જિન ૧૯) જિનમત ૨૦) જિનમતરૂપ તત્તાધારક ચતુર્વિધ સંઘ ૫ દૂષણ ૨૧) શંકા - સંદેહ. ૨૨) કાંક્ષા - ઇચ્છા (અન્ય ધર્મની). ૨૩) વિડિગિચ્છા - વિચિકિત્સા - ચિત્તનો વિપ્લવ. ૨૪) અન્ય દર્શનની પ્રશંસા - મિથ્યાધર્મને માનનારની પ્રશંસા. ૨૫) તેમનો પરિચય - મિથ્યાધર્મનો પરિચય. ૮ પ્રભાવના: ૨૬) પ્રાવચની-નિગ્રંથ પ્રવચનનો પ્રચાર. ૨૭) ધર્મકથક -જૈન ધર્મની કથા કરી જૈન ધર્મનો પ્રચાર. ૨૮) વાદી - શાસ્ત્ર વચનના વિપરીત અર્થ થઈ ધર્મની અવહેલના થાય તો તેનું નિરાકરણ કરવું. ર૯) નૈમિત્તિક - ભૂત-ભવિષ્યાદિ ભાવને જાણનારા. ૩૦) તપસ્વી - દુષ્કર-કઠિન તપસ્યાથી પ્રભાવના કરવી. ૩૧) વિદ્યાવાન - અનેક વિદ્યાના ધારક ધર્મની પ્રભાવના કરે છે. ૩૨) સિદ્ધ - દુષ્કર વ્રત આચરણથી ધર્મની પ્રભાવના. ૩૩) કવિ - ધાર્મિક કાવ્યો બનાવી - ભક્તિરૂપે પ્રભાવના. ૫ ભૂષણ: ૩૪) જૈન શાસન કૌશલ્ય (નિપુણતા). ૩૫) પ્રભાવના - શાસનનો ઉદ્યોત થાય તેમ વર્તનાર. ૩૬) તીર્થ સેવા - ચતુર્વિધ સંઘની સેવા. ૩૭) સ્થિરતા - ધર્મમાં અસ્થિર થયેલાને સ્થિર કરવો. ૩૮) ભક્તિ - પ્રભુ ભક્તિ ૫ લક્ષણ: ૩૯) શમ - કષાયોનો ઉપશમ. ૪૦) સંવેગ - મોક્ષની અભિલાષા ૪૧) નિર્વેદ - સંસાર પ્રત્યે વૈરાગ્ય. ૪૩) આસ્થા - જિનવચન-શ્રદ્ધા-પ્રતીતિ-આસ્થા. ૪૨) અનુકંપા - પ્રાણીઓ પ્રત્યે દયાભાવ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૬ જયાણા : ૪૪) વંદન - વંદના. ૪૭) સંલાપ - તેમની સાથે વારંવાર બોલવું. ૪૫) નમન – સ્તુતિ - ગુણગાન. ૪૮) દાન - અનુકંપા બુદ્ધિથી દાન આપવું. ૪૬) આલાપ - તેમને બોલાવ્યા વગર બોલવું. ૪૯) પ્રદાન - પુનઃદાનને પ્રદાન કરવું. ૬ આગાર: ૫૦) રાજ અભિયોગ - રાજા વગેરેનો દુરાગ્રહ. ૫૧) ગણ અભિયોગ - અન્ય જનસમુહનો આગ્રહ. પર) બલ અભિયોગ - કોઈ બળવાનનો આગ્રહ. ૫૩) દેવ અભિયોગ - કોઈ દેવ-દેવીનો બળાત્કાર. ૫૪) કાન્નાર અભિયોગ - આજીવિકાની ભારે મુશ્કેલી. ૫૫) ગુરુ નિગ્રહ - માતા-પિતા-ગુરુ વગેરેનો આગ્રહ, ૬ ભાવના : ૫૬) મૂળ - ધર્મ વૃક્ષનું સમત્વ મૂળ છે. ૫૭) દ્વાર - ધર્મ તત્ત્વને જાણવા બારણું છે - સમકિતરૂપી દરવાજો. ૫૮) પીઠિકા - ધર્મરૂપી મહેલનો પાયો - સમકિતરૂપી પાયો ૫૯) આધાર - ધર્મરત્નને સાચવવા સમકિતરૂપી પેટી. ૬૦) ભાજન - ધર્મ રસ ઝીલવા માટે સમકિતરૂપી પાત્ર. ૬૧) નિધિ - ધર્મરૂપી માલ સાચવવા કોઠી. ૬ સ્થાન : ૬૨) આત્મા છે. ૬૪) આત્મા કર્તા છે. ૬૬) મોક્ષ છે. ૬૩) આત્મા નિત્ય છે. ૬૫) આત્મા ભોક્તા છે. ૬૭) મોક્ષનો ઉપાય છે. આ ૭ બોલમાં કેટલાક જ્ઞાનરૂપ, કેટલાક શ્રદ્ધારૂપ અને કેટલાક ક્રિયારૂપ છે. માટે ત્રણેય રૂપે આ બધા બોલ સમ્યકત્વને ઉપકારક છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સમ્યકત્વ પ્રાપ્તિ માટેની પાત્રતા ૧. ભૂમિકા : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ જ મોક્ષમાર્ગ છે. આ સ્વરૂપની સમજણ અને સ્વરૂપની પ્રાપ્તિ માટે જે જ્ઞાનદશા અને સમ્યફદશા બને એ પૂર્વે જીવે એને યોગ્ય મુમુક્ષુ દશા બનાવવી પડે છે. આ કાર્ય થતાં પહેલાં જીવની યોગ્યતા-પાત્રતા અત્યંત જરૂરી છે. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” વ્યવહારના દરેક ક્ષેત્રે પણ અમુક પદ પ્રાપ્ત કરવા પાત્રતા જોઈએ તો આવા ભવનો અંત લાવે એવા સમ્યગ્દર્શન માટે શું એવા પ્રકારની પાત્રતા ન જોઈએ ? “મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિ ગુણ-પ્રથમ ભૂમિકા ધાર.” “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ" વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું એ ચાર પાત્રતાના ઉત્તમ લક્ષણ છે. “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજા.” ત્યાગ, વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” ૨. હવે વિસ્તારથી પંદર ગુણની વ્યાખ્યા જોઈએ. ૧. કષાયની ઉપશાંતતા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. એ પ્રથમ શાંત થવા જોઈએ. ઉછાળો ઓછો થવો જોઈએ. એ ઓછો કરવા એના પ્રતિપક્ષીનો વિચાર થવો યોગ્ય છે. ક્રોધ - પ્રતિપક્ષી ક્ષમા, માન - પ્રતિપક્ષી નમ્રતા, વિનય. માયા - પ્રતિપક્ષી સરળતા, લોભ - પ્રતિપક્ષી પવિત્રતા, સંતોષ ૨. માત્ર મોક્ષ અભિલાષઃ હવે સંસાર સંબંધી બધી જ ઇચ્છાઓનો નિરોધ થઈ ગયો છે અને માત્ર એક મુક્તિની જ ઇચ્છા છે. ૩. ભવે ખેદ : હવે વધુ ભવ નથી કરવા. બીજા વધુ જન્મ-મરણ નથી કરવા. આ ભવમાં પણ સાંસારિક પ્રવૃત્તિઓ કરવી પડે તો તેનો ખેદ વર્તે અને મર્યાદિત કરવા ઉદ્યમી થાય. છે. પ્રાણી દયા : જગતના સર્વ જીવો પ્રત્યે દયા, અનુકંપા, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. બધા જ મારા જેવા આત્માઓ છે એવી ભાવના. બધા પ્રત્યે સમદષ્ટિ. ૫. વિશાળ બુદ્ધિ : ૧) સત્યની સ્વકૃતિ માટે તૈયારી. ૨) હંમેશા નવું સત્ય ઝીલવાની શક્તિ. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૩) મારું એ સાચું નહિ, સાચું એ મારું. ૪) કે ઈ પણ જાતના પૂર્વગ્રહો, કદાગ્રહો વગર ખુલ્લુ રાખેલું મન. ૫) ગચ્છ, મત, સંપ્રદાયની કલ્પના, ભાવનાનો ત્યાગ. ૬. મધ્યસ્થતા તટસ્થ નીતિ, સમભાવ, સમતા, સમદષ્ટિ, જ્યાં સુધી પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિ -અનુભૂતિ ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો આગ્રહ રાખ્યા વગર મધ્યસ્થભાવ, તટસ્થતા. એક જ વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જુદી જુદી રીતે જોઈ શકાય એવું વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે તે મધ્યસ્થ ભાવ છે. સરળતા : ૧) માન, માયા વગેરેનો ત્યાગ. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું માનવું. ૨) કોઇ પણ જાતની વક્રતા વગર વાસ્તવિકતાનો સ્વીકાર. ૩) પોતે માની લીધેલી મોટાઇનો ત્યાગ. ૪) વિનય એ સરળતા ગુણમાં પ્રથમ છે.. ૫) સરળતા એ ચિત્તની વિશુદ્ધિ છે - છળકપટ મલિનતા છે. ૮. જિતેન્દ્રિયપણુંઃ ૧) પાંચે ય ઇન્દ્રિયના વિષયો પર વિજય, કાબુ. ૨) જીવનમાં પ્રભુત્વ આત્માનું - નહિ કે ઇન્દ્રિયોનું ૩) એ માટે યોગ્ય યમ, નિયમ, વ્રત, પચ્ચખાણ. ૪) એ માટે સત્ય પુરુષાર્થ - નિયમિતતા દરેક ક્ષેત્રે. ૫) રવજાગૃતિપૂર્વક જીવનનો ઉપક્રમ. ૯. દયા દયા ધર્મનું મૂળ છે. પરદયા અને સ્વદયા - અહિંસા પરમો ધર્મ. સર્વ જીવોને સુખ જોઈએ છે માટે જો પોતાને સુખ જોઈતું હોય તો સર્વ જીવો પ્રત્યે દયા. ૧૦. શાંતિઃ આત્માની દયા આવી, સંસારથી પાછો વળ્યો તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય તેટલી શાંતિ વેદાય. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. શારીરિક, માનસિક, આત્મિક શાંતિ. વિભાવથી મુકાઇ - સ્વભાવમાં રહેવું તે શાંતિ. ૧૧. સમતાઃ દયા, શાંતિ પછી ધર્મના માર્ગે સમતા આવે. રાગ-દ્વેષના પરિણામ ઓછા થાય. નિજ સ્વરૂપમાં ઠરી રહેવું એ જ સમતા છે. સમતા એ આત્માનો સહજ સ્વભાવ છે. ઉદયના વિચિત્ર પ્રસંગોએ જ્ઞાનપૂર્વક પોતાના સ્વભાવના લક્ષે પોતાના પરિણામ ન બગાડવા એ સમતા છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧૨. ક્ષમા નિમિત્તોના ઉદયથી આત્મામાં રાગ-દ્વેષના પરિણામ થાય, ક્રોધાદિ ઉદય આવે તને ક્ષમાગુણ દ્વારા સમાવે. ક્ષમા એ ધર્મનું લક્ષણ છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. ૧૩. સત્ય: આ જગતમાં એક આત્મા જ સત્ વસ્તુ છે. હું આત્મા છું એ સત્નો સ્વીકાર દ્રવ્યદૃષ્ટિનો સ્વીકાર અને પર્યાયદષ્ટિનો અસ્વીકાર. આત્મા સિવાય મને બીજું કાંઇ ન ખપે એ જ સત્ છે એવી દઢ શ્રદ્ધા. મારું સુખ મારા આત્મા સિવાય બીજા ક્યાંય નથી એવી દઢ શ્રદ્ધા અને જ્ઞાન. ૧૪. ત્યાગ : આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. નિશ્ચયથી આત્મા પરવસ્તુને ગ્રહતો નથી અને ત્યાગતો પણ નથી છતાં જે ગ્રહણની મિથ્યા માન્યતા, ભ્રમણા ઉત્પન્ન થઈ છે તે મિથ્યા ભ્રમણાનો ત્યાગ. ૧૫. વૈરાગ્યઃ ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ગૃહ-કુટુંબ-સ્ત્રી-પુત્રને પોતાના માનવા તે સંસાર છે અને નિશ્ચયથી એકપણ પુદ્ગલ પરમાણુ મારું નથી એ દહતા અને એ મારાપણા વિષે રાગનો ત્યાગ એ વૈરાગ્ય છે. રાગ-દ્વેષરહિતપણાનું નામ વીતરાગતા છે. જે સર્વ શાસ્ત્રોનો સાર છે. આ વીતરાગ માર્ગમાં પ્રવેશ કરવા માટે આવી પાત્રતા પ્રથમ ભૂમિકામાં બતાવવામાં આવી છે. જ્યાં સુધી એવી દશા જીવ પામે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય. ૩. આવી પાત્રતામાં સગુરુના પ્રત્યક્ષ યોગનું મહત્વ: “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જગ્ય; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદનિર્વાણ.” જ્યાં સુધી એવી યોગ્યતા જીવ પામે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. એવી દશા જ્યાં આવે તો સદ્ગુરુનો બોધ પરિણામ પામે અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે છે. સુવિચારણામાં આત્માનો તત્ત્વ વિચાર મુખ્ય છે. જ્યાં સુવિચાર દશા પ્રગટે છે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાનથી મોહનો ક્ષય થતાં જીવ નિર્વાણ પદ પામે છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” પ્રત્યક્ષ સદ્ગુરુના સમાગમમાં પરોક્ષ જિનના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જેન જાણે તેને આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપદેશ વગર જિનનું સ્વરૂપ સમજાય નહિ અને તે સ્વરૂપ સમજ્યા વિના તેનો ઉપકાર શો થાય? જો સદ્ગુરુના ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનાર જિનદશાને પામે. આવો સગુરુનો ઉપકાર છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૪. આત્મસ્વરૂપને ધ્યાનહેતુ કેવી ભૂમિકા હોવી જોઈએ? ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે કે આગમ-અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય એવી સમજ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય. ૨. સહજ વૈરાગ્ય અર્થાત્ રાગથી વિરક્ત એટલે રાગમાં દુઃખનો અનુભવ હોય જેથી નિરસતા વર્તતી હોય. ૩. ભેદજ્ઞાનના પ્રયોગના કારણે જેને મન-ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય એટલે કે જેના મન-ઇન્દ્રિયો વશમાં હોય. ૪. જેનું સ્વભાવ તરફ ઢળવાનું વલણ અને તેને લીધે સહજ પ્રયત્ન થતો હોય તથા ભય, કૌતુહલ, વિસ્મયાદિ ન હોવાથી જેના ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય અર્થાત્ એ ચંચળ ચિત્તવાળો ન હોય. ૫. જેને શીઘ્રતાથી પોતાનું કાર્ય(શ્રેય) કરવાની વૃત્તિ અને ઉત્કંઠતા હોય જેના કારણે તેને પ્રમાદન હોય. ૬. પૈર્યવાન હોય અને ઉતાવળથી અથવા અધીરજથી કાર્ય કરવાને જે ઉત્સુક ન હોય. ૭. એક માત્ર મુક્તિનો ઇચ્છુક અને ઉદ્યમી હોય અર્થાત્ જેનું લક્ષ પૂર્ણતાનું જ હોય. ૮. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવથી અસ્તિત્વપણાનું જોર(સંવેગ) હોય. ૯. જેને નજ પરમપદની અત્યંત અત્યંત મહિમા હોય. ૧૦. આ બધામાં નિજ પરમપદ મુખ્ય છે. “પરમપદનું ધ્યાન જ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.” “પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.” “સમ્યગ્દર્શનનું ધ્યાન જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે.” ૫. મુમુક્ષુતાની શ્રેણીઓ: ૧. “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ૨. કોઈ પણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ ઇચ્છા ન હોય ત્યારે એ સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈન રહે ત્યારે જીવનમાં મુમુક્ષુતા પ્રગટે છે. ૩. અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિની તરતમ્યતા, મુમુક્ષતાજનક સદ્ગારોની સંખ્યા અને પ્રમાણ, આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષતાના જો કે અનેક ભેદો છે, પરંતુ સામાન્યપણે નીચેના ત્રણ ભેદો પાડી શકાય. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ. ૪. જઘન્યઃ ૧) સત્સંગના યોગથી, સદ્ગુરુના અત્યંત - અતિશય પ્રભાવથી કે સત્શાસ્ત્રોના અવલોકનથી કાંઇક ધર્મ પ્રત્યે રુચિ ઉપજે. ૨) ધર્મ ખરેખર કરવા યોગ્ય છે એવી સામાન્ય માન્યતા થાય. જીવનમાં ધર્મનું મહત્વ સમજાય. ૩) મોક્ષના પુરુષાર્થમાં થોડો થોડો પણ જોડાય ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ થાય છે. ૫. મધ્યમ : ૧) ઉપરોક્ત દશામાં જ્યારે વિશેષ દૃઢતા આવે અને વિશેષ પ્રવૃત્તિ થાય. ૨) સમજણપૂર્વક જ્યારે સદ્ગુણોને વિષે રુચિ ઉપજે અને તેમનું ગ્રહણ થવા લાગે. ૩) સામાન્ય મુશ્કેલીઓ આવવા છતાં પણ ધર્મની આરાધનામાં જ લાગ્યો રહે. ૪) પરીક્ષા પ્રધાની થઈ સદ્ગુણ-દુર્ગુણ, સદાચાર-દુરાચાર, સદ્ગુરુ-નામગુરુ વગેરેના ભેદપૂર્વક મોક્ષની આરાધનામાં આગળ વધે ત્યારે મધ્યમ કક્ષાની મુમુક્ષુતા હોય છે. ૬. ઉત્કૃષ્ટ : ૧) અત્યંત દઢપણે જ્યારે આસ્તિક્યાદિ (આત્મા, ધર્મ, પુણ્ય-પાપ, પુનર્ભવ આદિ વિષયોમાં જેને શ્રદ્ધા હોય તેને આસ્તિક કહેવામાં આવે છે.) ભાવોમાં નિષ્ઠા થવાથી મુમુક્ષુતાના અનેક ગુણો પ્રકર્ષતાથી પ્રગટી વૃદ્ધિગત થતા જાય. ૨) આખો દિવસ-રાત જ્યારે પરમાર્થ...પરમાર્થનો જ અંતરમાં જાપ રહે. ૩) સૂક્ષ્મ બોધની અંતરમાં વિચાર કરવાની શક્તિ જાગૃત થવાથી સત્યાર્થ તત્ત્વોની પ્રતીતિ સ્પષ્ટપણે થઈ જાય. ૪) તેવી અનેક ગુણોથી ભરપૂર તીવ્ર જિજ્ઞાસુદશાને ઉત્કૃષ્ટ મુમુક્ષુદશા કહેવામાં આવે છે. મુમુક્ષુતાના ગુણો સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે. ૧. સ્વચ્છંદ નિરોધ ૫. સહનશીલતા ૨. શ્રદ્ધા ૬. વિશાળ બુદ્ધિ ૩. સરળતા ૭. વિનય ૪. વૈરાગ્ય ૮. જિતેન્દ્રિયપણું ૧૨. માધ્યસ્થભાવ. ૬. સમ્યક્ બોધ શ્રવણ થયા પછી મુમુક્ષુએ પોતાનામાં શું શું અવલોકન કરવું જોઈએ ? ૯. મૈત્રી ૧૦. પ્રમોદ. ૧૧. કરુણા ૧. સુખ-શાતામાં કેટલી ઉપેક્ષાવૃત્તિ, પ્રીતિ અથવા રસ પ્રવર્તે છે ? અથવા પહેલાંની અપેક્ષાએ કાંઈક ફરક દેખાય છે ? અર્થાત્ આવા પ્રસંગોમાં ઉદાસીનતા ઉત્પન્ન થાય છે ? આવી અપેક્ષાવૃત્તિ અને રસના કારણોને અને એ કારણના કારણોને સૂક્ષ્મતાથી તપાસવા જોઈએ. ૨. જ્યારે બીજા જીવના દોષ જાણવામાં આવે ત્યારે તેના પ્રત્યે તિરસ્કારવૃત્તિ સ્ફુરિત થાય છે કે નહિ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૩. સત્પુરુષના ચરણ-શરણ હેતુ શોધકવૃત્તિ રહે છે કે નહિ ? અને તેની તીવ્રતા કેટલી ? ૪. માર્ગની અપ્રાપ્તિના કારણે બેચેની રહે છે કે નહિ ? ૫. સંસારને કઈ રીતે જુઠ્ઠો(બુરો) માન્યો છે ? સંસાર પ્રસંગોમાં સારભૂતપણું કેટલું લાગે છે ? ૬. પોતાના દોષ બતાવવાવાળા પ્રત્યે નાપસંદગીનો ભાવ આવી જાય છે કે એ હિતબુદ્ધિપૂર્વક ઉપકારી લાગે છે ? ૭. બોધ શ્રવણ પછી કેટલો ગુણ(લાભ) થયો ? આત્મજાગૃતિ કેટલી પ્રવર્તી રહી છે ? ૮. જે પદાર્થો સાથે ‘પોતાપણું’(એકત્વ બુદ્ધિ) થાય છે ત્યાં ‘મૂઢતા થઈ છે’ એવું લાગે છે ? આવી રીતે અનેક પ્રકારે સતત પોતાના વર્તતા પરિણામ સાક્ષીભાવે જોવાનું અવલોકન કરવાથી બોધ પરિણમી રહ્યો છે એમ લાગશે. ક્ષણે ક્ષણે સ્વજાગૃતિપૂર્વક પોતાના પરિણામ તપાસ્યા વગર એ બદલાવી શકાય નહિ. ૭. પાત્રતા - વિશેષ વાત : વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કમુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જોડાય છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. સત્પુરુષના ચરણનો ઇચ્છુક, સદૈવ સુક્ષ્મબોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ઉપયોગથી એક પળ પણ ભરનાર, એકાંતવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, આહારવિહાર-નિહારનો નિયમી, પોતાની ગુરુતાને દબાવનાર એવો કોઈ પણ પુરુષ મહાવીરના બોધને પાત્ર છે. સમ્યક્દશાને પાત્ર છે. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રી ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ રમતો હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે. સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાની પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ ભૂમિકા થાય છે. સ્વચ્છંદ ત્યાં પ્રાયે દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે. ૧) આ લોકની અલ્પ પણ શુભેચ્છા. ૨) પરમ વિનયની ઓછાઈ. ૩) પદાર્થનો અનિર્ણય. પાત્રતા માટે ઉપદેશ પ્રધાન વચનો : ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને સમાવો. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ૨. સર્વ પ્રકારોની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. આ પાંચેયનો અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. સપુરુષના એક એક વાક્યમાં, એકએક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે ? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને અસંખ્ય સપુરુષની સંમતિથી મંગલરૂપ માન્યા છે, મોકાના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. ૧) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨) કોઈ પણ પ્રકારે પુરુષની શોધ કરવી; શોધ કરીને તેના પ્રત્યેની તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩) અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે માત્ર સત્ મળ્યું નથી, સત્ સાંભળ્યું નથી, સત્ શ્રદ્ધયું નથી અને એ સત્ મળે, સાંભળ્યું અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે. ૪) મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, માર્ગનો પામેલો માર્ગ પમાડશે. ૫) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. ૬) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્ના ચરણમાં રહેવું, અને એક જ લક્ષ પર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાનું શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. ૭) એ સનું લક્ષ આગળ થયા વિના જપ, તપ, દાન કે ધ્યાન કોઈ પણ યથાયોગ્ય સિદ્ધિ નથી. ૮) ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ચિંતા” વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. લજ્જા અને આજીવિકા મિથ્યા છે, કુટુંબાદિનું મમત્વ રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિઃશંકપણે નિરાભિમાની થવું યોગ્ય છે. ૯) સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તિપણું છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦)આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો મુખ્યત્વે છે. ૧૧) એ કારણોમાં ઉદાસીન થયા વિના, નિ:સત્વ એવી લોકસંબંધી જપ-તપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિઃસત્વ એવા અસશાસ્ત્ર અને અસગુરુ જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેમને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. ૧૨) અનંત વાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે, જે દેહ આત્માને અર્થે ગાળશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વદેવાર્થની કલ્પના છોડી દઇ એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો; એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે, જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે લખ્યા છે. આત્મઉન્નતિનો ક્રમ પણ આ પ્રમાણે છે. ૧. સરસંગ ૩. ગુણજિજ્ઞાસા ૫. આત્મવિચાર ૨. સ્વાધ્યાય ૪. પ્રભુ ભક્તિ ૬. આત્મસાક્ષાત્કાર. ૯. સની પ્રાપ્તિ માટે અર્પણતા (પાત્રતા) ૧. ધર્મ પ્રત્યે જેને રુચિ હોય તેને ધર્માત્મા પ્રત્યે રુચિ હોય છેજેને ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની રુચિ નથી. ૨. એકવાર તું ગુરુના ચરણે અર્જાઈ જા ! પછી ગુરુ જ તને તારામાં સમાઈ જવાની આજ્ઞા આપશે. એકવાર તો તું સને ચરણે મૂકાઈ જા! તેની હા એ હા અને તેની ના એના! તારી સની અર્પણતા આવ્યા પછી સંત કહશે કે તું પરિપૂર્ણ છો; તને અમારી જરૂર નથી; તું તારા સામે જો ! એ જ આજ્ઞા છે અને એ જ ધર્મ છે. ૩. દેવ-ગુરુ-ધર્મને તારી ભક્તિની જરૂર નથી, પરંતુ જિજ્ઞાસુ જીવોએ સાધકદશામાં અશુભ રાગથી બચવા સનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે “જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી તો પણ તેમ કર્યા વિના મુમુક્ષુ જીવને કલ્યાણ થતું નથીસન્ની જિજ્ઞાસુને સત્ નિમિત્તરૂપ પુરુષની ભક્તિનો ઉલ્લાસ આવ્યા વગર રહેતો નથી. ૪. દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ આત્મસ્વભાવ પ્રગટ કરવાનો નથી. પ્રથમ તે રાગ આવે છે. પણ “આ રાગ પણ મારું સ્વરૂપ નથી' એમ સ્વભાવ દષ્ટિના જોરે અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટે છે. ૫. જો એકવાર પણ આત્માની યથાર્થ શ્રદ્ધા કરે(સમ્યગ્દર્શન પ્રગટ કરે) તો જન્મ-મરણ ટળીને મોક્ષ થયા વગર રહે નહિ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૦ પાત્રતા સારભૂત : ૧. પૂર્વના તથા પ્રકારના મહત્ત પુણ્યયોગથી સન્દુરુષનો યોગ જીવને અનંતકાળમાં દુર્લભ હોવા છતાં પણ અનેકવાર થયો છે. તો પણ તે યોગનું મહત્વ નહિ સમજાતું હોવાને લીધે તેમજ પોતાની બોધબીજ યોગ્ય ભૂમિકા અને પાત્રતા' નહિ હોવાને લીધે તે સત્સંગનું નિષ્ફળપણું ગયું છે. તેથી ધર્મક્ષેત્રમાં(આત્મક્ષેત્રમાં) પ્રવેશ કરવા માટે નિજઅવલોકનાર્થ પાત્રતા અને મુમુક્ષુની યથાર્થ ભૂમિકા બહુ જ જરૂરી છે. ૨. કોઈ બાહ્ય ક્રિયાકાંડ કે શાસ્ત્ર ભણતરથી જીવ માર્ગને પામી શકતો નથી. એકમાત્ર પાત્રતાથી જ પામે છે. તેથી પાત્રતાનું મહત્ત્વ સમજવું યોગ્ય છે. ૩. તેથી મુમુક્ષુ જીવે - વિચારવાન જીવે સર્વ પ્રથમ આ અતિ મહત્ત્વના વિષય અંગે ગંભીરપણે વિચાર મનન-મંથન કરીને એનું યથાતથ્ય મુલ્યાંકન કરી સર્વ ઉધમથી પોતામાં આવવું યોગ્ય છે; તો જ માર્ગ પ્રાપ્તિ સુલભ થશે. માર્ગ પામવા માટે અન્ય કોઈ ઉપાય નથી. ૪. કોઈ પણ જીવ જ્યારે નિજહિત માટે તત્પર થાય ત્યાં પાત્રતા શીધ્ર પ્રગટે છે. તે માટે અમુક પૂર્વક્રમ નિયત નથી. આ માર્ગની સુવિધા છે. નિજહિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ. આ પાત્રતાના માપનું ધોરણ છે. ૫. અનંતકાળથી સ્વરૂપનો પરિચય ન હોવાથી વિભાવ સહજ થઈ ગયો છે. તેથી સુદીર્ઘ કાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થતાં વિભાવની સાધારણતા ટળે અને સ્વરૂપની(સ્વભાવની) સાવધાની આવે. મુમુક્ષુ જીવે પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી. “યોગ્યતા” : ૧) શબ્દાર્થ સામર્થ્ય, શક્તિ, લાયકાત, તાકાત, પાત્રતા. ૨) યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. ૩) ખરેખર કોઈ કાર્ય થવામાં કે ન થવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે. ૪) યોગ્યતા એટલે સ્વાભાવિક શક્તિ. ૫) દ્રવ્યના પરિણમનમાં તેની સ્વભાવગત યોગ્યતા જ કારણ છે. ૬. અમુક વખતે અમુક પર્યાય કેમ થઈ? “એવી જ તે ઉપાદાનની યોગ્યતા'. ૭. આ ‘ઉપાદાનની યોગ્યતા” તે ત્રિકાળી શક્તિરૂપ નથી. પણ એક સમયની પર્યાયરૂ૫ છે. એકેક સમયની પર્યાયમાં પોતાની સ્વતંત્ર તાકાત છે. તેને ‘ઉપાદાનની યોગ્યતા કહેવામાં આવે છે. ૮. સમય સમયની પર્યાયના સ્વતંત્ર ઉપાદાનની લોકોને ખબર નથી. એટલે નિમિત્ત આવે તો પર્યાય Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ થાય એમ ભ્રમથી માને છે. તેમાં એકલી સંયોગી પર્યાયદષ્ટિ છે. અહો ! એકેક સમયની પર્યાયનું સ્વતંત્ર ઉપાદાન! તેનો નિર્ણય કરવામાં આવે તો વીતરાગદષ્ટિ થઈ જાય છે. વસ્તુસ્વરૂપ જ આ છે. ૯. ઉપાદાનની યોગ્યતા કહો, સ્વકાળ કહો, પર્યાયની તાકાત કહો, અવસ્થાની લાયકાત કહો, પર્યાય ધર્મ કહો, કાળલબ્ધિ કહો, ક્રમબદ્ધ પર્યાય કહો, નિયત કહો કે તે પ્રકારનો પુરુષાર્થ કહો – એ બધું એક ૦૪ છે. ૧૦. જ્યાં જ્યાં જે જે કાર્ય થાય છે ત્યાં ત્યાં તે પ્રમાણેની ઉપાદાનની લાયકાતથી જ થાય છે. સમય સમયનું ઉપાદાન સ્વાધીન-સ્વંયસિદ્ધ છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેનો નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન પામવાની યોગ્યતા નથી. ૧૧. સમ્યગ્દર્શનમાં “આત્માનો અભેદસ્વભાવનો આશ્રય એવો એક જ પ્રકાર છે. ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. જો ભેદના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ છે. ૧૨. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” આનો સામાન્ય અર્થ એ છે કે વસ્તુસ્થિતિ જેમ છે એ યોગ્ય જ છે અને જો એનો સહજ સ્વીકાર જ્ઞાનમાં થઈ જાય અને જો યથાર્થ શ્રદ્ધા થઈ જાય તો સમ્યગ્દર્શન થાય. ૧૩. કાર્યની ઉત્પત્તિ પાંચ સમવાય મળવાથી થાય છે. ૧) સ્વભાવ ૨) નિયતી (હોનહાર) ૩) નિમિત્ત ૪) કાળલબ્ધિ ૫) પુરુષાર્થ. ૧) સ્વભાવનો અર્થ એવો છે કે જે વસ્તુમાં જેવા કાર્યરૂપ થવાની યોગ્યતા હોય છે તેવું કાર્ય થાય છે. ૨) નિયતિનો અર્થ એવો છે કે કાર્યરૂપ થવાની તે યોગ્યતા ક્રમબદ્ધ છે. જે ક્રમમાં જે થવાનું છે તે જ થાય છે. ૩) નિમિત્તનો અર્થ એ છે કે યોગ્યતા નિમિત્ત સાપેક્ષ કાર્યરૂપ પ્રગટ થાય છે. ૪) કાળલબ્દિનો અર્થ એ છે કે એક કાળે જ્યારે એક કાર્ય થાય છે ત્યારે વસ્તુમાં એ કાળે એ પ્રકારની યોગ્યતા પણ એક જ પ્રકારની જોવા મળે છે. ૫) પુરુષાર્થનો અર્થ એ છે કે જ્યારે એ કાર્ય એ પ્રમાણે થવાનું છે તો તે પ્રમાણે તેવો પુરુષાર્થ ઉપડે જ છે. પુરુષાર્થમાં બીજા ચાર આવી જાય છે. ૧૪. સાધારણ નિયમ એ છે કે પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતા અનુસાર જ થાય છે. ઉપાદાન કારણ ત્રણ પ્રકારના છે. ૧) ત્રિકાળી ઉપાદાન ૨) અનંતર પૂર્વેક્ષણવર્તી પર્યાય સંયુક્ત દ્રવ્ય ક્ષણિક ઉપાદાન. ૩) તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૫. જે કાર્ય થયું તે જ સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ અને તે પર્યાય એ કાર્ય. તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ જ વાસ્તવિકમાં કાર્યનું પરમાર્થ કારણ છે. ૧૬. દ્રવ્યનું સ્વરૂપ પ્રતિ સમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. તેથી પરિણમનમાં ઉપાદાનની યોગ્યતા જ મુખ્ય છે. પરંતુ ઉપાદાનની યોગ્યતાના સદ્ભાવમાં પણ નિમિત્ત વિના કાર્યથતું નથી. યોગ્ય નિમિત્તના સદ્ભાવમાં જ દ્રવ્યનું પરિણમન થાય છે. છતાં નિમિત્તના સદ્ભાવમાં પણ દ્રવ્યનું પરિણમન તો પોતાથી જ થાય છે. કારણ કે ઉપાદાન પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે, નિમિત્ત કાંઈ કરતું નથી. ૧૭. તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ વાસ્તવમાં સમર્થ ઉપાદાન છે અને તે જ કાર્ય અંગેનું સાચું નિયામક કારણ છે. ૧૮. પદાર્થનું જેવું પરિણમન થવા યોગ્ય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે, તેવો જ અધ્યવ્યસાય થવા લાગે છે, તેવું જ નિમિત્ત તે કાળે મળી જાય છે. આ સહજ પ્રક્રિયા છે અને એ સમજવાથી આકુળતા વ્યાકુળતાનો અભાવ થઈ સમતા-શાંતિ-સુખ પ્રાપ્ત થાય છે. ૧૯. જીવ અને પુદ્ગલ એ બન્ને દ્રવ્યો ક્રિયાવર્તી શક્તિ તેમજ ભાવવર્તી શક્તિ ધરાવે છે. બાકી ચાર દ્રવ્યો માત્ર ભાવવર્તી શક્તિ ધરાવે છે. પ્રદેશોના હલનચલનરૂપ પરિસ્પંદનને ક્રિયા કહેવાય છે. અને પ્રત્યેક વસ્તુમાં થતાં તેના પ્રવાહરૂપ પરિણમનને ભાવ કહેવાય છે. પ્રદેશ ચલાત્મક યોગ્યતાનું નામ કિયા છે અને પરિણમનશીલ યોગ્યતાનું નામ ભાવ છે. ૨૦. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભિન્ન ભિન્નદ્રવ્યની એક જ સમયની પર્યાયમાં હોય છે. બન્ને દ્રવ્યો પોતપોતાની તત્સમયની યોગ્યતાને કારણે જ સ્વતંત્રરૂપે સ્વયં પરિણમિત થાય છે. ૨૧. પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતા અનુસાર થાય છે એ નિયમ મુજબ એ નિશ્ચિત થાય છે કે જીવમાં પોતાનામાં જ એવી યોગ્યતા છે કે જેના કારણે તે બંધાય છે. તેની આ યોગ્યતા અનાદિકાળથી છે. આને જ વૈભાવિક શક્તિનું વિભાવરૂપ પરિણમન કહેવામાં આવે છે. અહીંયા આ વિભાવ પરિણમનમાં કારણભૂત (નિમિત્ત) સામગ્રીને જ કર્મ કહેવામાં આવે છે, જે પ્રતિસમય બંધાતા રહે છે અને અબાધાકાળ સુધી સત્તામાં રહે છે. પછી ઉદયમાં આવી પોતાનું કાર્ય કરી નિવૃત્ત થઈ જાય છે. ૨૨. જીવમાં નિમિત્તબદ્ધ અશુદ્ધ થવાની યોગ્યતા અનાદિકાળથી જ છે. પુદ્ગલમાં પણ સ્વભાવથી જ એવી યોગ્યતા છે કે જેથી તે જીવની અશુદ્ધતાનું નિમિત્ત પામીને તેના પ્રદેશો સાથે બંધાય છે. મૂળમાં આવી યોગ્યતાઓ જ ઉભયબંધનું કારણ છે અને એનો કાળ પાકતાં ક્રમબદ્ધ ઉદયમાં આવે છે. ૨૩. પુદ્ગલમાં કર્મરૂપ અવસ્થાને જીવ ઉત્પન્ન નથી કરતો. તે તો પુદ્ગલનું પરિણમન પુગલની પોતાની તત્સમયની યોગ્યતાથી જ થાય છે. પરંતુ યોગાનુયોગ જીવની પણ તત્સમયની યોગ્યતાથી ત્યાં હાજરી હોવાથી જીવના પરિણમ તે વખતે નિમિત્તભૂત ન હોય તેમ થતું નથી. જીવના પરિણામ ખરેખર બંધનું કારણ નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે થાય છે. કર્મોના ઉદયથી જીવના પરિણામ બગડે એવું પણ નથી. બન્નેની નિમિત્તરૂપ હાજરી ત્યાં હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ " ૧૭૪ ખરેખર આ બન્ને વચ્ચે કોઈ કર્તા-કર્મ સંબંધ નથી એમ સમજવું. ૨૪. કાય કારણને અનુરૂપ હોય છે અને નિમિત્તકરણ કાર્યને અનુકૂળ હોય છે. તત્સમયની યોગ્યતા એ જ ઉપાદાનકારણ છે. ૨૫. જ્યારે અનાદિકાલીન મોહના નાશ માટે ઉદ્યમવંત જીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનકારણના આશ્રયથી વર્તમાન પર્યાયમાં અનંતર પૂર્વેક્ષણવર્તી પર્યાયમાં મિથ્યાત્વાદિ અનુત્પન્ન દશાને પ્રાપ્ત થઈ તત્સમયની યોગ્યતારૂપ પુરુષાર્થથી સમ્યકત્વાદિનો ઉત્પાદકરે છે ત્યારે મોહાદિસ્વયં પોતાની યોગ્યતાથી વ્યયને પ્રાપ્ત થઈ જાય છે. ૨૬. કાર્ય-કારણની વ્યવસ્થામાં આપણે સમ્યગ્દર્શનરૂપ ધર્મની ઉત્પત્તિનો વિચાર કરીએ તો પરાશ્રય બુદ્ધિક છોડીને સ્વસમ્મુખતાના પુરુષાર્થથી (દ્રવ્યદૃષ્ટિથી) સ્વયંસ્વસમયની યોગ્યતાથી આત્માનુભૂતિસ્વાનુભૂતિ અથવા સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમન એક કાર્ય છે તથા તે કાર્યનું ઉપાદાનકારણ તો જીવ પદાર્થ પોતે જ છે. તે વખતે અંતરંગ નિમિત્તકારણ દર્શનમોહાદિ કર્મનો ઉપશમાદિ તથા બાહ્ય નિમિત્ત જ્ઞાની ગુરુનો ઉપદેશ(દેશના લબ્ધિ) છે. ૨૭. સમજવાનું તો એ છે કે પોતાની યોગ્યતાનુસાર ઉપલબ્ધિ - અનુપલબ્ધિ થાય છે; કારણ કે જે શક્તિ કોઈ પદાર્થમાં ન હોય તો તે અન્ય દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ રેતીમાં તેલ નથી હોતું તો તેમાંથી કોઈ પણ વિધીથી તેલ કાઢી શકાતું નથી. નિયમ એવો છે કે ઉપાદાન સ્વયં પરિણમિત થઈને તે કાર્યનું ઉત્પાદક બને છે કારણ કે તે પરિણમનશીલ છે. ૨૮. પર્યાય હંમેશા દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં સમાય છે. નથી તે બહાર આવતી કે નથી તે બહાર જતી. પરંતુ પર્યાય જ્યારે પરને લક્ષ બનાવીને પ્રગટ થાય છે તો વિકારી થઈ જાય છે અને સ્વ(ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક)ને લક્ષ બનાવી નીકળે છે તો શુદ્ધ કહેવાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયથી શુદ્ધનો સ્વીકાર કરતાં તે શુદ્ધ થાય છે. અને જે પર્યાય દ્રવ્યને શુદ્ધ તરીકે સ્વીકારે છે તેને માટે દ્રવ્ય પણ શુદ્ધ છે. ૨૯. પ્રત્યેક સમયની પર્યાય તત્સમયની યોગ્યતાનુસાર ક્રમબદ્ધ પ્રવાહરૂપે થયા જ કરે છે. એમાં કરવાનું ક્યાં છે? જે થાય છે તેમાં કરવાનું શું હોય? માત્ર જાણવાનું કે આ થયા કરે છે. ૩૦. તસ્વનિર્ણય દ્વારા નિમિત્ત-ઉપાદાનના યથાર્થ સ્વરૂપને સમજવાથી પરના કર્તુત્વની મનઃસ્થિતિ બદલી શકાય છે. કાર્યની ઉત્પત્તિ ઉપાદાનથી થાય છે; નિમિત્તથી નહિ. પરંતુ નિમિત્ત વિના પણ નહિ. જે નિમિત્તને ન માને તે અજ્ઞાની છે અને જે નિમિત્તને કર્તા માને તે પણ મિથ્યાદષ્ટિ છે. પરનો કર્તા નથી એથી મિથ્યાત્વ ગળે છે અને ખરેખર પરને જાણતો નથી એથી મિથ્યાત્વ ટળે છે. આ સમ્યગ્દર્શનની વિધી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૭૫ સમ્યફ સન્મુખ જીવની અંતરદશા ૧. સમ્યફ પ્રાપ્ત કરનાર આત્માર્થી કેવો હોય ? જીવને યોગાનુયોગ અથવા પ્રયત્નપૂર્વક યથાર્થ સત્સંગનો યોગ હોય છે. તેમાંથી આત્મઉન્નતિની પરિણામ શ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતા એ છે કે તે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક અધિક મંદ થઈ જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. આનો ક્રમ આ પ્રમાણે છે. ૧. ચિંતના કોઈ પણ સાધક જીવ જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઇચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પણ ન રહે ત્યારે મુમુક્ષુતા પ્રગટે છે. હવે ભવભ્રમણનો નાશ કરવાની ચિંતના શરૂ થાય છે. અને તે ચિંતના ઉગ્ર થઈને વેદના અને ગુરણા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિ થવા પાછળ વિવેકપૂર્વકની વિચારણા રહેલી છે. સહજ જ પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. ઉદાસીનતા સમસ્ત ઉદયના કાર્યોમાં સહજ જ નિરસપણું થઈ જાય છે. અને સહજ ઉદાસીનતાનો કમ આ સ્તરે શરૂ થાય છે. પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ અને તેમાં રસના પરિણામ તે એકદમ ફિક્કા પડી જાય છે. પરિણામે કષાયો મંદ પડતા જાય છે - શાંત થતા જાય છે. ઉદાસીનતાનો અર્થ છે તટસ્થતા - સંબંધ વગરની સ્થિતિ. જગતના બીજા દ્રવ્યો સાથે મારે ખરેખર કોઈ જાતનો કર્તા-કર્મ સંબંધ નથી. માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી જ્ઞાત-શેય સંબંધ પણ રહેતો નથી. હું જ જ્ઞાતા અને શેય પણ હું. હું મારા સિવાય કોઈને જાણતો નથી. પરને જાણી શકે એ ભ્રમણા છે. એવા નિર્ણયના આધારે જગત પ્રત્યે સહજ ઉદાસીનતા - તટસ્થતા આવે છે. ૩. માત્ર મોક્ષ અભિલાષઃ ઉદાસીનતાના કારણથી દેહાદિ સંયોગો જાળવવા અને વધારવાના કાર્યોમાં સાવધાનીથી છૂટીને જીવ મુક્ત થવાના નિર્ણયમાં આવે છે. અને પરિપૂર્ણ શુદ્ધદશા પ્રાપ્ત કરવાનું બેય બાંધે છે. “હવે મારે આ જગતમાંથી કાંઈ પણ જોઈતું નથી, એક મારો આત્મા જ જોઈએ છે'' એવી દઢ વૃત્તિથી જ અંતઃકરણ વિશુદ્ધ થાય છે. એક માત્ર મોક્ષ અભિલાષ” હોવાથી માત્ર મોક્ષને વિશે જ અભિપ્રાયપૂર્વક પ્રયાસ ચાલે છે. આ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયોનો પલટો સારી રીતે થાય છે. ૪. સંવેગપૂર્વક લગનીઃ હવે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વભાવના અંતરના ઊંડાણમાંથી જાગે છે. માત્ર નિજ ચૈતન્યમાંથી જ ચૈતન્યની ભાવના ઉત્પન્ન થયેલી હોવાથી જીવ સંવેગપૂર્વક પોતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનીથી લાગે છે. “કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.” ૫. નિજ હિતની દષ્ટિઃ પૂર્ણતાનું લક્ષ નિરંતર રહેતું હોવાને લીધે નિજ હિતના પ્રયોજનની દૃષ્ટિ અહીંથી પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ તીક્ષ્ણપણે અને સૂક્ષ્મપણે પ્રવર્તતી થકી પોતાને અહિતથી બચાવે છે. ઉદય કાર્યોની પ્રવૃત્તિ કરવી પડે તેમાં થાક લાગે છે અને તેવો ઉદય જો લંબાય તો ત્રાસરૂપ અનુભવાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉદય પ્રસંગોમાં જોડાવવાનો રાગ દુઃખરૂપ લાગતો હોવાથી સંસાર બળ ઘટતું જ જાય છે. અભિપ્રાયમાં સ્વરૂપની પ્રાપ્તિ સિવાય જગતના બધા પદાર્થો હીન લાગે છે. “આત્માથી સૌ હીન”. નિજ સ્વરૂપનો એટલે બધો મહિમા, પ્રમોદ આવે છે કે તેનો જેમ જેમ પરિચય થતો જાય છે તેમ તેમ તેની પ્રીતિ વધતી જાય છે અને તેની પ્રવૃત્તિ સિવાય બીજી મુખ્યતા રહેતી નથી. જેની પ્રવૃત્તિ થાય તેની પ્રાપ્તિ થાય જ છે. મારું સુખ મારા આત્મામાં જ છે એ વાત નિશ્ચિત થઈ હોવાથી પરમાંથી સુખ બુદ્ધિ અભિપ્રાયમાં નીકળી જાય છે. ૬. સપુરુષની શોધઃ નિજ હિતના દષ્ટિકોણને લીધે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અંતરસૂઝ ઉત્પન્ન થાય છે. જેને લીધે આત્મજ્ઞાની પુરુષના ચરણકમળના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય થઈ આવે છે. સત્સંગની મુખ્યતાને લીધે તે જીવ વિવેકપૂર્વક માત્ર પુરુષને જ ઇચ્છે છે, તેનો સતત સમાગમ જ ઝંખે છે અને તેની શોધ કરે છે. જો ખરી મુમુક્ષતા પ્રગટી હોય તો મુમુક્ષના નેત્રો પુરુષને ઓળખી લે છે એવી એક અદ્ભુત સહજ વ્યવસ્થતા છે. જ્યારે એવી યોગ્યતા હોય તો તથારૂપ નિમિત્ત હાજર પણ થઈ જાય છે. અને એની જો ઓળખાણ પડી જાય તો પરમ પ્રેમે તેને ચાહે છે. પૂર્ણઆજ્ઞાકારિતામાં રહીને સ્વચ્છંદ નિરોધપણે ભક્તિભાવે સત્સંગને ઉપાસે છે. તેમના ગમે તેવા વચનોમાં સમ્યક પ્રતીતિ રહે છે. આ ભૂમિકામાં દર્શનમોહ અત્યંત મંદપણાને પામે છે. પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ અનુભવથી સમજાય છે. તેને અન્ય વિકલ્પ કરીને માર્ગ પ્રાપ્ત કરવાનો અવિચારી અભિપ્રાય થતો નથી. પુરુષનું શરણ હોવાથી સ્વચ્છંદતા અને કર્તુત્વબુદ્ધિનો અભાવ થઈ જાય છે. ૭. યથાર્થતાઃ હવે સમજણની યથાર્થતા ઉત્પન્ન થાય છે. તેથી પુરુષના વચનોના મર્મ અને શાસ્ત્રના વીતરાગતા ભરેલા વચનો પ્રયોજન સિદ્ધ થાય તે પ્રકારે સમજાય છે. અધ્યાત્મ તત્ત્વનો રસ અને રુચિ વૃદ્ધિગત થતાં જાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટતાં મુમુક્ષુને યોગ્ય જ્ઞાનની નિર્મળતા પ્રાપ્ત થાય છે. “હું જ્ઞાન-આનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એ તત્ત્વનિર્ણય યથાર્થ રીતે સમજાતા દૃઢ થતો જાય છે. ભેદજ્ઞાનનો અભ્યાસ યથાર્થપણે શરૂ થાય છે. અવલોકનઃ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના ઉત્પન્ન થઈ હોવાથી હવેની ભૂમિકામાં એક નવી જાગૃતિ આવી જાય છે. જેથી પોતાના સર્વ પરિણામોમાં - ખાસ કરીને પોતાના દોષ જોવામાં મધ્યસ્થતા, અપક્ષપાતપણું હોવાથી સૂક્ષ્મ અવલોકન એટલે ચાલતા પરિણામોમાં અનુભવ દેખાય છે. અવલોકનના અભ્યાસપૂર્વક ભાવો જ્યારે અનુભવ પદ્ધતિએ સમજાય છે ત્યારે તે ભાવોનું ઊંડાણ હાથમાં આવે છે. ઉદય ભાવોમાં આવતો વિભાવ રસ અવલોકન કાળે પકડવાથી તે યથાર્થપણે એકદમ મોળો પડે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ અંતર અવલોકનપૂર્વક ચાલે છે. આ રીતે પ્રયોગપૂર્વક નિર્ણય થાય છે તે યથાર્થ જ હોય છે. ૯. વૈરાગ્ય સત્ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસાને લીધે પોતાના પ્રયોજનભૂત વિષયને તો સૂક્ષ્મ ઉપયોગથી, ઊંડી રુચિથી અને ઊંડા મંથનપૂર્વક પકડતો હોય છે. વૈરાગ્ય સાથે મુમુક્ષતાનો વિકાસ સહજ થાય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ તેવા પરિણામો સહજ આપોઆપ ઉત્પન્ન થાય છે. અહીંથી ભેદજ્ઞાનની પૂર્વભૂમિકા ચાલુ થાય છે. વિકલ્પમાત્રમાં દુઃખ લાગે છે. સ્વકાર્ય કરવાની શીઘ વૃત્તિ હોય છે. અંતર-બાહ્ય નિવૃત્તિની ચાહનાપૂર્વક સ્વકાર્ય કરવાની ધગશ રહ્યા કરે છે. પાત્રતાના આનુષાંગિક પરિણામોમાં બ્રહ્મચર્યની ચાહના રહે છે. જ્ઞાનમાં મધ્યસ્થતા અને નિર્માનતા કેળવાતા જાય છે. એકાંતપ્રિયતા અને અલ્પ પરિચયવૃત્તિ રહે છે. રાગ-રસ મંદ થયો હોવાથી આહાર-વિહાર-નિહારમાં નિયમિતતા રહે છે. સામાન્ય જગતના જીવથી અને સામાન્ય મુમુક્ષુથી વિશેષ યોગ્યતાવાળો હોવા છતાં પોતાના ગુણોને અને ગુરુતાને ગોપવે છે. તથા પ્રકારના માન અને પ્રતિષ્ઠાથી(પ્રસિદ્ધિથી) દૂર રહેવા ચાહે છે. તેમ થવામાં ક્યાંય આડંબર અને કૃત્રિમતા ન થાય તેથી વિચક્ષણતા પણ રખાય છે. તત્ત્વમાં ક્યાંય પૂર્વાપર વિરોધતા ભાસતી નથી, અસમાધાન થતું નથી. નિઃશંકતા આવી જવાથી, આગામી ભવોમાં નીચ ગતિ સંબંધી પોતાને શંકા પડતી નથી. આવી નિઃશંકતાને જ્ઞાનીઓએ મુક્તિના ભણકારા ગણાવ્યા છે. ૨. સમ્યફ સન્મુખ જીવની દશાઃ સમ્યફ સન્મુખ જીવની તત્ત્વ અભ્યાસ, સ્વરૂપ ચિંતવન - મંથનની પરિણતિ કેવી હોય છે? ૧. “હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું” એમ જ્ઞાયકના લક્ષે અભ્યાસ થાય છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું એમ જોર રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્યભાવ પરિપૂર્ણ અનંત ગુણોનો ભંડાર વસ્તુ છે એમ જોરમાં રહે છે. એ જીવને અંદર એવી લગની લાગે છે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. ૨. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે “હું આવો મહાન પદાર્થ” એમ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ પણ એમ જ લાગે કે આ હું...આ હું...એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પોથી છૂટી અંદરમાં ઉતરી જાય છે. ૩. અહીં પ્રયોગની વાત ચાલે છે, માત્ર વિચાર કરવાની વાત કરી નથી. જો કે વિચારદશા વિના જ્ઞાનદશા થતી નથી. તત્ત્વની વિચારણામાં પણ સ્થૂલ વિચારણા છોડીને સૂક્ષ્મ વિચારણા ચાલે. તે પછી જ્ઞાનદશા થવી સંભવે છે. જ્ઞાન અને શ્રદ્ધાની સાથે વીર્ય ગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતાં વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતાં પ્રયોગમાં આવે છે, પલટાય છે. માત્ર વિચાર એટલે કે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવું, તેમાં કાંઈ પુરુષાર્થનો ઉપાડ નથી. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું તેની મહાનતાની મહિમા અંતરંગમાં એટલી હદે વધતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય કે હું આવો મહાન છું'. આમ સ્વરૂપના અપૂર્વ મહિમાપૂર્વક નિજને અનુભવવાનો પ્રયાસ થવો તે પ્રયોગ છે. ૪. આ પ્રકારના નિજ સ્વરૂપના મહિમાના અભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઊડી જાય છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અને અનાદિનું દીનપણું છે તેમાં મૂળમાંથી ફેર પડે છે. વિચારની સાથે અઘ્ધરથી ધૂન ચાલે છે કે જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી જ, પરંતુ રાગની મંદતા કે પૂર્વ પર્યાયનું અવલંબન પણ નથી. આ ધૂનમાં એક ‘જ્ઞાયક સ્વભાવ’ માત્ર વિષય છે. ૫. હવે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી, તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો અને અન્ય સર્વથી ઉદાસીનતાવાળો ભાવ છે. કહેવા(બોલવા)માત્ર નથી, પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ તેવી ખાત્રી જ્ઞાનીઓએ આપી છે. ૬. વળી આવા વિશિષ્ટ પરિણમનમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ જોતા જણાય છે કે તેને બહાર આવવું ગોઠે નહિ. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે. અને જ્યાં પોતાના પરમાત્મા દ્રવ્યની અનન્ય રુચિ થઈ ત્યાં બહાર આવવું કેમ ગમે ? ૭. આવા આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલાં પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. આવી પડેલી આફત જેવા લાગે છે. જો કે આત્માની રુચિ થવા છતાં હજુ અહીં વિકલ્પ છે. પરંતુ વિકલ્પ પર વજન નથી, તેથી તેનું જોર નથી. પરંતુ સર્વ સમયે સ્વરૂપના લક્ષે જ સાધના થાય છે. ‘આ હું...આ હું...’ એમ અંદરથી - ઊંડાણથી લાગે છે તે પ્રકારે સ્વભાવ ઉપર ઘોલનનું જોર છે. ઘોલનમાં સ્કૂલ વિકલ્પો રહેતા નથી. વિકલ્પો સૂક્ષ્મ થઈ જાય છે. નિર્વિકલ્પ સ્થિતિ થતાં પહેલાં આવી જાતના વિકલ્પની સ્થિતિથી શરૂઆત થાય છે એ પણ સહજ છે. વિકલ્પના રસનો મહિમા ન આવે એ સાવધાનીપૂર્વકની આ સ્થિતિ છે. ૮. અહીં નિજમાં નિજબુદ્ધિ થતાં દ્રવ્યસ્વભાવ પોતારૂપે પ્રથમ લાગે છે. લાગવું એટલે ભાવભાસન થવું. લાગવું એટલે તેની અસર થવી. અહીં માત્ર સામાન્ય લાગવું નથી. પરંતુ તેનું જોર વધતાં તપ સ્વીકાર પરિણમન થઈ જાય છે. તેમાં વિકલ્પ છૂટીને અંદર ઉતરી જાય છે. ૯. આ રીતે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની દશા ઉત્પન્ન થયા પહેલાં તેના કારણરૂપ (વ્યવહારથી) સ્વસન્મુખ મતિ, શ્રુતજ્ઞાનની દશા, અનન્ય રુચિ અને પુરુષાર્થનું જોરવાળું પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવ્યકાર ભાવે પરિણમાવી સર્વગુણાંશ તે સમ્યક્ત્વને ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંત ભવનું છેદક છે. આત્માના બધા જ ગુણોનું પરિણમન એકી સાથે ભૂમિકા અનુસાર થઈ જાય છે. જેવું દ્રવ્ય સ્વભાવમાં છે, તેવો વીતરાગ ભાવ અનંત શક્તિરૂપ અંદર પડેલો છે એવો વીતરાગભાવ એક સમય માટે પર્યાયમાં પ્રગટ થવા તૈયાર થાય છે. ૧૦. પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિ-શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે. અને ભોયરામાં ભગવાન દર્શન પ્રાપ્ત થાય, તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા આવી જાય છે. કેવળજ્ઞાન સાથે કેલી શરૂ થાય છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. અંતરંગ પરિણામોની સ્થિતિ થયા વિના કોઈને કદી નિશ્ચય સમ્યગ્દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી. તેમ સમજવા યોગ્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૩. વિશેષ પાત્રતા : આત્માર્થી જીવને આત્માર્થિતાને બાધક એવા પરિણામોના પ્રકાર ન હોય એવી કેટલીક વાતો લક્ષ લેવા યોગ્ય છે. ૧. અસરળતા, હઠાગ્રહ, જીદ, પૂર્વાગ્રહ અને મતાગ્રહ વગેરે પ્રકારના ભાવોનો અભાવ, મધ્યસ્થ વિચાર - ધારાને લીધે વ્યક્તિગત પૂર્વાગ્રહનો અભાવ. ૨. જ્ઞાનના ક્ષયોપશમની વિશેષતાને લીધે પોતાને માન મળે તેવું ઇચ્છે નહિ. ૩. પરંપરા અને બાહ્ય ક્રિયાના આગ્રહનો અભાવ. ૪. શાસ્ત્રના કથનને અને જ્ઞાનીના વચનોનું કલ્પિત અર્થધટન ન કરે કે જેથી વસ્તુસ્વરૂપનું અન્યથાપણું થાય અથવા પરમાર્થથી દૂર જવાનું થાય. ૫. પુરુષથી વિમુખ થવાનું કોઈ પણ ભોગે સ્વીકારે નહિ અને તે માટે અપકિત, અપમાન અને સમાજને ગૌણ કરે. ૬. પ્રમાદનો અભાવ હોવાથી સ્વકાર્યમાં ઉલ્લાસીત વીર્યથી આગળ વધે. ૭. શાસ્ત્ર અધ્યયન, તત્ત્વ શ્રવણ, તત્ત્વ ચર્ચા વગેરેમાં એવો પ્રકાર ન હોય કે જેથી અધૂરો નિશ્ચય થાય, વિચારોની અપરિપકવતા રહે, શંકાશીલતા રહે, તેથી વિકલ્પ વૃદ્ધિ થાય અથવા વિભ્રમ ઉત્પન્ન થઈ વિચારોમાં કુતર્ક અને ડામાડોળપણું રહે. ૮. લૌકિક અભિનિવેશ એટલે કે લોકમાં જે જે વસ્તુ અને વાતનું કે પ્રસંગનું મહત્ત્વ ગણાય છે તેવી માહાભ્ય બુદ્ધિનો અભાવ. ૯. પ્રત્યક્ષ સન્દુરુષના સત્સંગને ગૌણ કરી તેની સરખામણીમાં પોતાના શાસ્ત્ર અધ્યયનની ગણત્રી કરવી અથવા શાસ્ત્રને ઊંચા ગુણસ્થાન સ્થિત પુરુષના વચનો ગણી તેના ઉપર વધારે ભાવ દેવો. આવો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ તેવા જીવને ઉપજે કે જે લૌકિક પ્રયોજનવશ શાસ્ત્રવાંચન કરતો હોય. ૧૦. નિશ્ચય-અભેદ આત્મસ્વરૂપની રુચિનો અભાવ. જેને લીધે જ્ઞાનમાં ભેદ-પ્રભેદની રુચિ રહ્યા કરે કે જેથી ગુણભેદ, પર્યાયભેદ, અનેક પ્રકારના ન્યાયો, નય જ્ઞાન, કર્મના બંધ, ઉદય અને સત્તાના ભેદ પ્રભદોના જાણપણામાં રુચિ અને રસ રહે - એવા પ્રકારનો અભાવ. ૧૧. અતિ પરિણામીપણાનો અભાવ. અતિ પરિણામીપણાને લીધે શાસ્ત્રના બાહ્ય જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ મનાઈ જવી અને વિકલ્પવાળા સમાધાનથી મંદ કષાય થવાથી જ્ઞાનથી પ્રાપ્ત લાભ મનાઈ જવો. તેમજ પરિણમનના અભાવમાં પણ પોતાને કોઈ માનાદિ આપે તેનું ગમવાપણું; તેજ જાણવારૂપ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાના ભાવ. આવા પ્રકારના ભાવનો અભાવ. ૧૨. બાહ્ય પ્રવૃત્તિ સંબંધી મિથ્યા આગ્રહન હોય કે જેથી અસત્ અભિમાન થાય અથવા દેહાત્મ બુદ્ધિદઢ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ થાય. તેમ જ લૌકિક માનાર્થે પણ વ્રતાદિ પાલન ન કરે. પુણ્યના ફળસ્વરૂપે બાહ્ય અનુકૂળતાની અભિલાષાથી પણ વ્રત, તપ ન કરે. ઉપરોક્ત યોગ્યતાપૂર્વક પોતાના ભાવોનું અવલોકન થવાથી આત્મભાવ અને અન્ય ભાવોનો પરિચય થવાથી તેની જાતિ ઓળખાય છે અને અન્ય ભાવોનો નિષેધ આત્મભાવના આદરપૂર્વક શરૂ થાય છે. પછી ભેદજ્ઞાન, પોતાના અસ્તિત્ત્વનું ભાવભાસન થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ સ્વાનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. ૪. પાંચ લબ્ધિઓનું સ્વરૂપ : તત્ત્વવિચાર કરનાર મુમુક્ષુ આત્મા, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અધિકારી બને છે. તેમાં પણ શુદ્ધાત્મ સ્વરૂપ વિશેષ કરીને અભિપ્રેત અને શેય છે. તત્ત્વને ભાવસહિત યથા સ્વરૂપે જાણનારને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોય છે. હવે આ સમ્યગ્દર્શન પ્રકાશે છે, તેની પૂર્વે આત્માને પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે. ૧. ક્ષયોપશમ લબ્ધિ - જ્ઞાનનો ઉઘાડ. ૨. વિશુદ્ધિક લબ્ધિ - કષાયની મંદતા, મોહનું મંદ થવું. ૩. દેશના લબ્ધિ - સાચાદેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત, સાચો વસ્તુના સ્વરૂપ સંબંધી ઉપદેશ, સાત તત્ત્વોની યથાર્થ સમજણ. ૪. પ્રાયોગ્ય લબ્ધિ - સુવિચારણા-યુક્તિનું અવલંબન, નય - પ્રમાણનું જ્ઞાન, તત્ત્વનો નિર્ણય, નિજ જ્ઞાનનું અંશે પ્રગટ થવું. કરણ લબ્ધિ - રુચિમાં પલટો, ઉપયોગમાં પલટો, વીર્ય રુચિ અનુસાર સ્કુરાયમાન થાય, યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. પાંચ લબ્ધિઓની પ્રાપ્તિ સમ્યક સન્મુખ જીવને ક્રમે થાય છે. હવે એ લબ્ધિઓનું સ્વરૂપ વિસ્તારથી જોઈએ. ૧. ક્ષયોપશમ લબ્ધિ: જે શક્તિ વડે આત્મા પોતાના હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણ તથા સુખ દુઃખનું યથાર્થ જ્ઞાન કરી શકે તથા આત્મજ્ઞાની સદ્ગુરુના ઉપદેશને યથાર્થપણે ગ્રહણ કરી શકે તથા તે ઉપદેશને જેમ છે તેમ બરાબર સમજી શકે એવો જે જ્ઞાન ગુણનો નિર્મળ ક્ષયોપશમ પર્યાયમાં પ્રગટ થયો તે જ આ ક્ષયોપશમ લબ્ધિ છે. જેથી તત્વોનો વિચાર થઈ શકે એવો આત્માનો ક્ષયોપશમ ભાવ પેદા થવો તે ઉપાદાનકારણ હોય અને તેમાં કર્મની યોગ્ય સ્થિતિ પેદા થવી અર્થાત્ તથા પ્રકારનો કર્મોનો ક્ષયોપશમ થવો તે નિમિત્ત હોય, તે એ રીતે કે કર્મોના મેલરૂપ અશુભ જ્ઞાનાવરણાદિ સમૂહનો અનુભાગ(રસ) જે કાળમાં સમયે સમયે અનંતગુણા ક્રમથી ઘટતો જઈને ઉદયને પ્રાપ્ત થાય છે, એટલે કે ઉદયકાળને પ્રાપ્ત સર્વ ઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય તથા ભાવિકાળમાં ઉદય આવવા યોગ્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદય સહિત કર્મોની અવસ્થા થવી તેનું નામ ક્ષયોપશમ છે. તેની પ્રાપ્તિ જે કાળમાં થાય તે ‘ક્ષયોપશમ લબ્ધિ' છે. સમ્યક્ત્વ પ્રગટાવવાની આકાંક્ષાયુક્ત તીવ્ર મુમુક્ષુ આત્મા પોતાના ક્ષયોપશમ જ્ઞાનને પાંચ ઇન્દ્રિયોના વિષયો જેવા કે સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ તેમાં ભમાવતાં નથી, પરંતુ આત્માના કલ્યાણમાર્ગમાં પ્રેરે છે અને તેમાં જ પોતાના આત્માનું હિત અને કલ્યાણ છે એવી દૃઢ પ્રતીતિ તેમને પ્રવર્તતી હોય છે. એવા મુમુક્ષુ આત્મા ઉદય આવેલા અશુભ કર્મોનો દોષ કાઢતા નથી, ઉદય સાથે તેમાં જોડાઈને તેમાં ઐક્ય કરતાં નથી. તેઓ તો દૃઢપણે એમ જ માને છે કે આ ઉદયમાં આવેલું દ્રવ્યકર્મ તો મારા પોતાના કરેલા અશુભ ભાવકર્મનું નિમિત્ત પામીને, પુદ્ગલ દ્રવ્યની તે સમયની તથા પ્રકારની યોગ્યતાથી અને સ્વતંત્ર રીતે બંધાયું છે. તેને ‘અબાધાકાળ’ પૂર્ણ થતાં અત્યારે ઉદયમાં આવ્યું છે. તેથી દોષ તો મારા પોતાના અજ્ઞાન અવસ્થામાં પૂર્વના ભાવકર્મનો, મારી પોતાની જ અશુભ પ્રવૃત્તિનો, ખોટા અધ્યવસાયનો જ છે, તેથી તેને અબંધ પરિણામે ધૈર્યથી વેદી લઈ તેનાથી નિવૃત્ત થઈ જાઉં. વળી એવા આત્મલક્ષી મુમુક્ષુને પુણ્ય કર્મનો ઉદય હોય તો પણ તે સંસારના સુખને જ સુખ માનતા નથી, કારણ કે મોહજન્ય સુખ તે સાચું સુખ જ નથી, સુખની ખોટી કલ્પના છે, સુખાભાસ છે, જીવનો મમત્વભાવ છે. જ્ઞાનના વિપરીત ક્ષયોપશમથી મિથ્યાત્વ દશામાં સંસારની ઇચ્છાવાળા જીવને તેમાં સુખાભાસ લાગે છે. જો સંસારમાં સુખ હોય તો પછી મોક્ષનો ઉપાય અને તેમાં તીવ્ર પુરુષાર્થ શા માટે કરવો ? તે તો નિરર્થક બની જાય. પરંતુ એમ તો છે નહિ. મુમુક્ષુ આત્મા તો પોતાના જ્ઞાનના નિર્મળ ક્ષયોપશમથી આકુળતા રહિત અને વાસ્તવિક અર્થાત્ આત્માના આનંદગુણથી ઉત્પન્ન થયેલાં નિર્મળ પર્યાયને સાચું સુખ માને છે અને તેને માટે ઉદ્યમ કરે છે. આવી જેની નિર્મળ ક્ષયોપશમ લબ્ધિ છે તેના પરિણામ વિશુદ્ધ થાય છે. ૨. વિશુદ્ધિ લબ્ધિ ઃ ક્ષયોપશમ લબ્ધિથી ઉત્પન્ન થયેલા જીવના શુભ પરિણામની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. તે સમયે પોતાના પરિણામોમાં એવા પ્રકારની વિશુદ્ધિ થાય છે. રોજિંદા જીવનમાં બનતા ઉદયના પ્રસંગોએ સામાન્ય કહી શકાય એવો સમતાભાવ જોવામાં આવે છે. કષાયો શાંત પડવા લાગે છે. ઇચ્છાઓનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. હવે માત્ર મોક્ષ અભિલાષ જ છે, મુક્તિ સિવાય કાંઈ ખપતું નથી એવી તીવ્ર ઝંખના રહે છે. ભવ કરવા પડે તેનો ખેદ વર્તે છે અને જગતના સર્વ જીવો પ્રત્યે ધ્યાનો ભાવ થાય છે. વર્તમાન પર્યાયમાં જે દોષો છે તેનો પરિહાર કરવાની શરૂઆત થાય છે. પર્યાયમાં જે શુભાશુભ ભાવો થાય છે તે પરિણામોની વિશુદ્ધ ધારા થવી આવશ્યક હોવાથી તે થવાનો પુરુષાર્થ થાય છે. સામાન્ય જીવન શાંત અને નિર્મળ થવા લાગે છે. રાગ-દ્વેષના પરિણામોના નિમિત્તથી સહેજે દૂર રહેવાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષય-વ્યાપાર મંદ -શિથિલ થતાં જાય છે. દિવસે દિવસે અભ્યાસથી જીવનમાં પરિણામો વિશુદ્ધ થતાં જાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આ વિશુદ્ધ લબ્ધિમાં ઉપાદાનકારણ સંકલેશ પરિણામોની હાનિ અને વિશુદ્ધતાની વૃદ્ધિ અર્થાતુ મંદ કષાયરૂપ ભાવ હોય છે. અને તથા પ્રકારે કર્મની સ્થિતિ થવી અર્થાત્ મોહકર્મનો મંદ ઉદય થવો તે નિમિત્ત છે. તેથી તત્ત્વવિચારનો ઉદ્યમી થાય છે. શુભ પરિણામ તે શાતા વેદનીય વગેરે શુભ પ્રવૃત્તિઓના બંધનું કારણ છે તે શુભ પરિણામની પ્રાપ્તિ થવી તે વિશુદ્ધિ લબ્ધિ છે. ૩. દેશના લબ્ધિઃ જીવની દશા જ્યારે ઉપરોક્ત પ્રમાણે થાય છે ત્યારે તેને સદ્ગુરુનો બોધ સુહાય છે. ભવ્ય મુમુક્ષુ આત્મા સંસારથી ભયભીત બની આત્મકલ્યાણની ભાવનાથી પ્રેરીત થઈ પોતાના કલ્યાણનો માર્ગ સ્વયં ન જાણતો હોવાથી સદ્ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈ તેનું શરણું સ્વીકારે છે. ત્યારે સદ્ગુરુ આત્મકલ્યાણનો માર્ગ દેશના દ્વારા બતાવે છે. “હે ભવ્ય ! આગમમાં દર્શાવેલ છ દ્રવ્ય, સાત તત્ત્વાદિ, કર્મોનું યથાર્થ સ્વરૂપ અને તારા ભગવાન આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવું એ પ્રથમ કર્તવ્ય છે. વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચયવ્યવહાર એ બધાના યથાર્થ જ્ઞાનની સંપ્રાપ્તિ વિના કેવળ બાહ્ય ક્રિયા, વ્રતાદિ વગેરેથી અનાદિકાળનું ગ્રહણ કરેલ મિથ્યાત્વ ટળતું નથી. જ્ઞાન સહિત ક્રિયાથી જ મોક્ષ થાય છે. એ બાહ્ય ક્રિયાઓ, વ્રત, તપશ્ચરાગ વગેરે આત્મજ્ઞાન વગર એકડાં વગરના મીંડા જેવા છે. સર્વ પ્રથમ ત્યાગ શેનો કરવાનો છે? જે વસ્તુએ જીવને અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરાવ્યું છે તે દર્શનમોહ’ અને ‘અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કષાયોનો સર્વ પ્રથમ ત્યાગ આવશ્યક છે. મિથ્યાત્વનું સ્વરૂપ સમજી એ કેમ ગળે અને ટળે, શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું કેમ પ્રગટપણું થાય - આ બધું તને સદ્ગુરુના બોધથી સમજાશે અને તેથી પ્રથમ તારી અભિપ્રાયની ભૂલ ટળવી ઘટે. ક્રિયાની ભૂલ પછી ક્રમે ક્રમે જશે. ગચ્છમતની જે કલ્પના છે તે રાગ-દ્વેષના પરિણામ ઊભા કરે છે માટે આ સવ્યવહાર પણ નથી.” ‘પુણ્યથી ધર્મ થાય એ માન્યતા જુદી છે. એ બંધનું કારણ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટ થાય એ ભ્રમ છે.” આવી દેશના જ્યારે સાંભળે અને લક્ષમાં લે, તેના લીધે સુવિચારણાની ફુરણા થાય અને નિજ જ્ઞાન પ્રગટે, જે જ્ઞાનથી મોહનો ક્ષય થઈ નિર્વાણપદની પ્રાપ્તિ થાય તેને “દેશના લબ્ધિ' કહે છે. પ્રત્યક્ષ સત્પરુષ એવી દિશના લબ્ધિ’નું નિમિત્ત છે. ઉપદેશીત છ દ્રવ્યો, નવ પદાર્થો, વસ્તુનું સ્વરૂપ આદિની ધારણાની પ્રાપ્તિ થવી તે ઉપાદાનકારણ છે અને તથા પ્રકારે કર્મની સ્થિતિ થવી તેમ જ તેવા ઉપદેશના નિમિત્ત આચાર્યાદિનો લાભ થવો તે નિમિત્તકારણ છે. દેશનાનું પરિણમન તે દેશના લબ્ધિ છે. ૪. પ્રાયોગ્ય લબ્ધિઃ દેશના લબ્ધિ પ્રાપ્ત થયા પછી ગુરુની આજ્ઞા પ્રમાણે અનુસરણ થાય છે. વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવાથી જીવ અંતર્મુખ બની જગત પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. એના પરિણામો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ એટલા બધા વિશુદ્ધ થઈ જાય છે કે પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ સ્વયં ઘટીને અંતઃક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ જ રહી જાય છે. નવા બંધાતા કર્મોની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરોપમથી અંદર સંખ્યાત ભાગમાં માત્ર બંધાય છે. આ નિમિત્ત-નૈમિત્તિક યોગથી બને છે. જીવના વિશુદ્ધ પરિણામ નિમિત્ત છે અને પુગલ વર્ગણાનો નવો અલ્પ કર્મબંધ થવો નૈમિત્તિક છે. આવા આત્માના પરિણામો થવા એ પ્રાયોગ્ય લબ્ધિ છે. આ ચાર લબ્ધિ બધા જ જીવોને થાય છે. આ સાધારણ લબ્ધિ છે. ૫. કરણ લબ્ધિ: પાંચમી કરણ લબ્ધિ, મંદ કષાયરૂપ વિશુદ્ધપણાના ધારક અને સમ્યફ સન્મુખ થયેલ એવા સંજ્ઞી પંચેન્દ્રિય ભવ્ય જીવને જ હોય છે. હવે ભેદજ્ઞાનના પ્રયોગ શરૂ થાય છે. કરણ લબ્ધિમાં ‘કરણ”નો અર્થ આત્માના પરિણામ એવો થાય છે. એ પરિણામ એ ઘણા સૂક્ષ્મ ભાવો છે. આ કરણ લબ્ધિના ત્રણ તબક્કા છે. (૧) અધઃકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. ૧) અધઃકરણ અથવા યથાપ્રવૃત્તિકરણ તેમાં ચાર આવશ્યક થાય છે. (૧) સમયે સમયે અનંતગુણની વિશુદ્ધતા થાય. (૨) નવીન કર્મબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃત્તિઓનો અનુભાગ અનંતગણો વધે. (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃત્તિઓનો અનુભાગ બંધ ઘટીને અનંતમાં ભાગે થાય. ૨) અપૂર્વકરણ તેમાં નિમ્ન પ્રકાર આવશ્યક છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એકેક અંતર્મુહૂર્તથી ઘટાડે એવી સ્થિતિકાંડકઘાત થાય. (૨) તેનાથી અલ્પ એકેક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગને ઘટાડે એવો અનુભાગકાંડક ઘાત થાય. (૩) ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણ સહિત કર્મ નિર્જરા યોગ્ય કરે તેવી ગુણશ્રેણી નિર્જરા થાય. અપૂર્વકરણનો અર્થ આવા પરિણામ પૂર્વે જીવે ક્યારેય કરેલ નથી. ૩) અનિવૃત્તિકરણઃ નિવૃત્તિ એટલે ફેરફાર, અનિવૃત્તિ એટલે ફેરફારનો અભાવ. અનિવૃત્તિનો બીજો અર્થ એમ છે કે અપ્રતિહતા પુરુષાર્થ - હવે ક્યાંય પાછા હઠવાનું નથી. અનિવૃત્તિકરણ એ આત્મા માટે વિશ્રાંતિ સ્થળ છે. અનિવૃત્તિકરણ કાળ પછી ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વ મોહનીય કર્મના નિપકોનો ઉદય થયો નહિ હોવાથી તે સમયમાં ઉપશમ સમ્યકત્વની સંપ્રાપ્તિ યોગ્ય જીવોને થઈ જાય છે. આત્માના ભાવોનું અનુમાન અવશ્ય થઈ જાય છે. આત્મા નિયમથી સમ્યગ્દર્શન પ્રગટાવી લે છે. ૫. આત્મસન્મુખ જીવની સમ્યકત્વ સાધના: ૧. આવા દુષમ કાળમાં કોઈ વિરલ જીવ જેને જ્ઞાની ગુરુઓના પ્રતાપે આધ્યાત્મિક સુખની ભાવના Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જાગી છે, જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સત્ય મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે એવા આત્મસન્મુખ જીવની વિચારધારા અને રહેણી કરણી અનોખી હોય છે. ૨. સમ્યક્ત્વની પૂર્વભૂમિકામાં પ્રથમ તો પોતાના અપરિમિત, બેહદ જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં લ્યે છે; તેને તે સ્વભાવ તરફ ઢળતાં વિચારો અને ચિંતવન હોય છે. મોટે ભાગે વિકલ્પનો રસ તૂટીને ચૈતનો રસ ઘૂંટાય એટલે તેની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય એવા જ પરિણામ હોય. અંતરની કોઈ અદ્ભૂત ઉગ્ર ધારા સ્વભાવ તરફ ઊપડે છે, ચૈતન્યનો રસ ઘૂંટાતા વિશુદ્ધતાના અતિ સૂક્ષ્મ પરિણામોની ધારા વહે છે. સ્વભાવનો મહિમા પુષ્ટ થતાં સ્વરૂપના ચિંતવનમાં વધુને વધુ મગ્ન થતો જાય છે. જ્ઞાનની મહત્તા આવવાથી તે જ્ઞાન વિકલ્પથી આધું ખસીને, રાગથી અત્યંત છૂટું પડીને સ્વભાવ તરફ અંદર ઢળે છે. એ જ્ઞાનમાં જીવને પોતાના સાચા સ્વરૂપની મહત્તા સમજાવાથી પોતે કોણ છે તેનું સાચું ભાન થાય છે. તે એમ જાણે છે કે - ‘‘શુદ્ધાત્મ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ; મુક્તિપુરી હૈ મેરા ધામ, મિલતા જહાં પૂર્ણ વિશ્રામ.’’ ‘‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન-દર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે !’’ ૩. હું એક શુદ્ધ જ્ઞાયકભાવ છું. રાગાદિભાવોથી અત્યંત જુદી મારી ચેતના છે. રાગાદિભાવો જ્ઞાનાનંદથી જુદા છે. એમ તે જીવ વિકલ્પ અને જ્ઞાનની જાતને તદ્ન જુદી સમજે છે. રાગ એ પોતે દુઃખરૂપ છે તેથી તેમાં એકતા બુદ્ધિ કરવી તે દુઃખનું મૂળ છે, આકુળતા છે. જ્યારે જ્ઞાનમય સ્વભાવ નિરાકુળ જ છે, અનંત સુખનો ધામ છે એવી ચિંતવન ધારા ચાલે છે. “શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.’’ ‘ હું કોણ છું ? ક્યાંથી થયો ? શું છે સ્વરૂપ મારું ખરું ? કોના સંબંધે આ વળગણાં છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.’ 99 અનાદિકાળથી અજ્ઞાન અને મિથ્યા માન્યતાને વશ હું આ જગતના પરદ્રવ્યોને મારા માન્યાં હતાં પણ તેથી કાંઈ મારા થઈ નથી ગયા. તેમનું સ્વતંત્ર પરિણમન મને આધીન કેમ હોય ? હવે એવો જીવને દૃઢ નિશ્ચય થાય છે કે ‘હું તો જ્ઞાન-દર્શનમય એક શુદ્ધ દ્રવ્ય છું, અને મારું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છું.’ તેથી સૌથી પહેલાં આત્મસ્વરૂપને સમજીને મોહને શિથિલ કરવાના પુરુષાર્થરૂપે એકાંતનો આશ્રય લઈ શાંત ચિત્તે આત્મસ્વરૂપનું ચિંતવન કરે છે. અંદર એના જ વિચારોની ઘટમાળા ચાલે છે. જ્ઞાનથી આત્માનું વેદન કરવાની વિધિ-ભેદજ્ઞાન કરવાની પદ્ધતિ - સ્વાનુભૂતિ કરવાની આ જ રીત છે. ૪. પુણ્યમય શુભ ભાવો અને પાપમય અશુભ ભાવોથી જીવને સ્વર્ગાદિક કે નરકાદિકની પ્રાપ્તિ થાય છે.તેનાથી મુક્તિ થતી નથી. તેથી જીવ હવે શુભાશુભ રહિત જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે. જ્ઞાની પર્યાય રાગથી ભિન્ન થઈ પોતાના સ્વભાવને અખંડ સ્વરૂપે લક્ષમાં લ્યે છે ત્યારે જ આત્મસ્વરૂપનો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સાચો નિર્ણય થાય છે. હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું” આવા નિર્ણયપૂર્વક જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે છે. સિદ્ધપદની આરાધના આત્માની અંદર જ શરૂ થાય છે. અનુભવની પ્રક્રિયા એ બહુ જ નિરાળી વસ્તુસ્થિતિ છે. ૫. આત્મા પોતે જ્ઞાન-દર્શન-સુખ સ્વભાવી મહાન પદાર્થ છે. તેમાં કોઈ કલેશ નથી. અહા! નિરાલંબી વસ્તુ સ્વભાવ! એને સાધનાર સંતોની દશા અંતરમાં આવી નિરાવલંબી જ હોય છે. હે જીવ! તારે પરમેશ્વર થવું હોય તો પરમેશ્વરની શોધ અંતરમાં જ કર ! પરમેશ્વરપણું જે આત્મામાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય છે. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ’ આ રીતે સ્વભાવ સમ્મુખ જીવ અંતર શોધમાં વર્તે છે. ૬. જીવાદિ પદાર્થોના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરનારું સમ્યગ્દર્શન તે ધર્મનું મૂળ છે. તેમાં જગતના બધા સુખ સમાઈ જાય છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ, કૃતાર્થ, પંડિત છે કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. મોક્ષ મહેલનું પ્રથમ પગથિયું સમ્યગ્દર્શન છે. તે જ દુર્ગતિના ક્ષારને રોકનાર મજબૂત કમાડ છે, તે જ ધર્મના ઝાડનું સ્થિર મૂળિયું છે. મિથ્યાત્વની - સંસારની મોટી વેલને તે મૂળમાંથી ઊખેડી નાંખે છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા આત્મસન્મુખ જીવ જાણે છે તેથી તેને માટે તે અત્યંત પુરુષાર્થ કરે છે. સમ્યગ્દર્શન થતાં અનંત સંસારનો અંત આવી જાય છે. ૭. ધમ જીવ ચૈતન્ય સ્વાદના બળે સમસ્ત પરભાવોને જુદા જાણે છે; રાગનો અને જ્ઞાનનો સ્વાદ અત્યંત સ્પષ્ટ જુદો જણાય છે. આનંદ પર્યાય સહિતના દ્રવ્યમાં વ્યાપેલો આત્મા તે હું જ છું એમ ધર્મી જીવ અનુભવે છે. બધા વિકલ્પો તે અનુભૂતિથી દૂર રહી જાય છે. આત્મસન્મુખ જીવ ચૈતન્ય સ્વાદના અનુભવમાં રાગને ભેળવતો નથી, તે આત્માને સ્વરસમાં જ રાખવા માંગે છે અને પર્યાય પણ તેવી થઈને પરિણમી રહે છે. દ્રવ્ય અને પર્યાય બન્ને સ્વતંત્ર! સર્વ પ્રદેશે ચૈતન્ય પ્રકાશનો નિધાન છું એમ તે અનુભવે છે! ૮. આત્મભાવના ભાવતાં જીવ આવા ચૈતન્ય સ્વભાવને સ્વીકારતાં શ્રદ્ધા-જ્ઞાન તે હંમેશા રાગાદિ પરભાવોથી જુદા ને જુદા જ રહે છે. અને તે અંદરના આનંદ અને અનંત ગુણની નિર્મળ પરિણતિ સાથે એકરસે પરિણમે છે. અનંત ગુણના સ્વાદથી એકરસ ભરેલો ચૈતન્ય રસ ધર્મીને સ્વાદમાંશ્રદ્ધામાં-પ્રતીતિમાં-અનુભવમાં આવે છે. આવી આત્મભાવના રાગ-દ્વેષથી છૂટવા માટે અપૂર્વ ઔષધ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે!” ૯. દુઃખથી છૂટવા અને સુખ પામવા આત્મસ્વભાવની આરાધના એ મુમુક્ષુ જીવનું ધ્યેય છે. તે ધ્યેયની સફળતા માટે આરાધક -ધર્માત્માનો સત્સમાગમ કરીને તે પોતાની આત્માર્થીતાને પુષ્ટ કરે છે. આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. છતાં મુમુક્ષુને એની યોગ્યતા પ્રમાણે એવા જ્ઞાનીનો સમાગમ થાય જ છે. જ્ઞાનીના જ્ઞાન ભાવોની ઓળખાણ થતાં તે આત્માર્થી જીવના પરિણામ આત્મસ્વભાવ તરફ ઝૂકે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ‘‘આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’ ૧૦. આત્માર્થી જીવને દુર્લભ સત્સમાગમની પ્રાપ્તિનો અને આત્માની પુષ્ટિ કરવાનો, શાંતિના વેદનનો આ સોનેરી અવસર છે. તેને હવે એક જ પ્રયોજનભૂત કાર્ય લાગે છે - બસ આ એક જ ! “કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’’ બધા જ ઉદયોમાંથી રસ છોડીને સમયે સમયે સ્વને યાદ કરીને - સ્વરૂપને સાંભરીને રાગથી જુદા ચૈતન્યભાવનું અંતર વેદન કરવું. જેમ જેમ ઊંડે ઉતરતા, મારો આત્મા જે આનંદનો મહાસાગર છે તેમાં ડૂબકી મારીને તેના એક ટીપાંનો સ્વાદ લેતાં ચૈતન્ય આનંદનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે, તો આખા આનંદના દરિયાની શી વાત ! કોઈ ધગધગતા તાપમાંથી શીતળ પાણીના સરોવરમાં ડૂબકી મારે અને તેને ઠંડક અનુભવાય તેમ આ સંસારમાં અનાદિથી અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયના તાપમાં બળતો અજ્ઞાની જીવ ચૈતન્યનું ભાન કરીને શાંત સ્વભાવમાં ડૂબકી મારે છે ત્યાં તેને અપૂર્વ આનંદ - સુખ - શાંતિ અનુભવાય છે. अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखकौ, अनुभव मोख सरुप ॥ वस्तु विचारत ध्यावतैं, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ ૧૧. ધર્મી જીવ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ પોતાના ચૈતન્ય તત્ત્વની શાંતિને ચૂકતા નથી. સંયોગ અને રાગ-દ્વેષ વચ્ચે ધર્માત્માનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. ધર્મી જીવને ચૈતન્યના આનંદની એવી ખુમારી હોય છે કે દુનિયા કેમ રાજી થશે અને દુનિયા મારા વિષે શું ધારશે અને શું બોલશે તે જોવા રોકાતા નથી. લોકલાજને છોડીને એ તો પોતાની ચૈતન્યની સાધનામાં મશગુલ છે. તેઓ અંદરથી નિર્ભય છે, હવે બહારના સંયોગોની શંકા નથી. ૧૨. જેમ આકાશની વચ્ચે અદ્ધર અમૃતનો કૂવો હોય તેમ મારું ચૈતન્ય ગગન નીરાવલંબી આનંદના અમૃતથી ભરેલું છે, તે આનંદના સ્વાદ લેવામાં વચ્ચે રાગાદિના આલંબનની જરૂર રહેતી નથી. પોતાના કાર્ય માટે બીજાની મદદ માંગવી કે બીજાના મદદની અપેક્ષા રાખવી, બીજાનું અવલંબન માંગવું તે તો કાયરનું કામ છે. મોક્ષના સાધકો શૂરવીર હોય છે. સ્વાવલંબને જ તેઓ મોક્ષમાર્ગ પર ચાલવાનો પુરુષાર્થ કરે છે. અનુભવ વસ્તુ જ એવી છે કે બીજાની હાજરી પણ ત્યાં બાધક છે. પોતાના સ્વયં એકાગ્રતાના પુરુષાર્થથી અનુભવ પમાય છે. ૧૩. જેને આત્માની લગની લાગી છે એવા જીવને આત્માની અનુભૂતિ સિવાય બીજા કોઈ પરભાવોમાં કે સંયોગોમાં ક્યાંય ચેન પડતું નથી. તેને પોતાના ચૈતન્યની જ ધૂન લાગેલી હોય છે. ઉદયના વિચિત્ર પ્રસંગો વખતે પણ એ પોતાના સ્વભાવને છોડતો નથી. એને એક આત્મહિતની વાત જ મુખ્ય છે. તેને જ્ઞાન અને વિકલ્પની ભિન્નતા ભાસતી હોવાથી તેમાં વિકલ્પનો એક અંશ પણ મારા જ્ઞાનનું કાર્ય નથી એ શ્રદ્ધા કાયમ છે. આવા નિર્ણયના જોરે રાગથી છૂટો પડીને જ્ઞાન સ્વભાવનો અનુભવ કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ૧૪. આવા આત્મસન્મુખ જીવની રહેણી-કરણી જુદી જાતની હોય છે. તેને માત્ર આત્માની ધૂન લાગે છે. ‘ધ્રુવ ધામના ધ્યેયની ધખતી ધૂણી ધીરજથી અને ધગશથી ધખાવનાર એ ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.’’ ૧૫. હાલ વર્તમાનકાળમાં આવા આત્મસન્મુખ જીવો જે સત્ય પુરુષાર્થ કરી રહ્યા છે તે જરૂર આત્મ અનુભવ કરશે જ. આવા આત્મસન્મુખ જીવો બીજા જિજ્ઞાસુ જીવોને અત્યારે પણ આત્માનો અપાર મહિમા સમજાવીને સાચો મુક્તિનો માર્ગ બતાવે છે અને જે જીવો એ પ્રમાણે પુરુષાર્થ કરશે તેઓ પણ નજીકના ભાવિમાં આત્મઅનુભવ કરશે જ. આવા પરમ ઉત્કૃષ્ટ વીતરાગ માર્ગને પરમ બહુમાનથી સ્વીકારજો, આદરજો અને તેનું શરણું લેશો. આ જ એક પરમ હિતકર છે. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ'. પંચપરમેષ્ઠીનું જ આલંબન ત્રણ લોકમાં ત્રણ કાળમાં શ્રેષ્ઠ છે. જિનવાણી જ સાચી માતા છે. સમ્યક્ત્વ પામવાનો આ સોનેરી અવસર રખે ચૂકી જતાં ! ૬. સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદષ્ટિનું નિરૂપણ ઃ (સાર) સંસારનું મૂળ મિથ્યાત્વ છે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. માટે સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ કર્મ પ્રકૃત્તિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. માટે હર કોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. Y કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામો બગડતા-સુધરતા નથી પણ પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે; તેથી એવો ઉપદેશ છે કે પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સ્વભાવ સન્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં જીવ અવશ્ય મોક્ષ પદ પામે છે. સમ્યગ્દર્શનની સન્મુખ થયેલા જીવની પાત્રતા કેવી હોય ? ૧. કષાયની ઉપશાંતતા ઃ પ્રથમ તો કષાય મંદ થયા છે. બધા જ ક્રોધ, માન, માયા અને લોભના પરિણામ શાંત થયા છે. આત્માનું હિત કરવાની જિજ્ઞાસા થઈ છે ત્યાં મંદ કષાય થઈ ગયો. તીવ્ર કષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી. ૨. જ્ઞાનનો ક્ષયોપશમ : મંદ કષાયથી જ્ઞાનાવરણીયાદિનો એવો ક્ષયોપશમ થાય છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે; જુઓ તત્ત્વ નિર્ણય કરવા જેટલી બુદ્ધિ તો છે. પણ જેને આત્માની દરકાર નથી તે જીવ તત્ત્વનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી અને બહારના વિષય-કષાયમાં જ બુદ્ધિ લગાવે છે. જ્ઞાનનો ક્ષયોપશમ એટલે જ્ઞાનનો ઉઘાડ. મતિ-શ્રુતજ્ઞાનનો ઊઘાડ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૩. મોહની મંદતાઃ જે જીવ સમ્યકત્વ સન્મુખ છે તે જીવને મોહની મંદતા થઈ છે તેથી તે તત્ત્વ વિચારમાં ઉદ્યમી થયો છે. દર્શનમોહની મંદતા થઈ છે તેમજ ચારિત્રમોહમાં પણ કષાયોની મંદતા થઈ છે. પોતાના ભાવમાં મિથ્યાત્વાદિનો રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝુકાવ થયો છે. સંસારના કાર્યોની લોલુપતા ઘટાડીને આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થયો છે. જેના હૃદયમાંથી સંસારનો રસ ઉડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉદ્યમ કરે છે કે “અરે મારે તો મારા આત્માનું સુધારવાનું છે. દુનિયા તો એમને એમ ચાલ્યા કરશે, દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે. આવા જીવની વાત છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ મળ્યા છે, તેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે. તે સર્વજ્ઞ વીતરાગ દેવને જ માને છે. પંચપરમેષ્ઠી - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - જિનધર્મ, જિનવાણી, જિન ચૈત્યાલય અને જિન બિંબ(જિન પ્રતિમા) એ નવ દેવ તરીકે પૂજ્ય છે. નગ્ન દિગંબર સંત ભાવલિંગી મુનિ એ જ સાચા ગુરુ છે. તેમજ તેમની ગેરહાજરીમાં કોઈ પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ ઉપકારી જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને હંમેશા સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે નિમિત્ત તરીકે જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. સહજ આત્મસ્વરૂપ, સર્વશદેવ પરમ ગુરુ.” ૫. દેશના લબ્ધિઃ વળી તે જીવને વસ્તુના સ્વરૂપ સંબંધી સત્ ઉપદેશનો લાભ મળ્યો છે. આવા નિમિત્તનો સંયોગ મળવો તે તો પૂર્વના પુણ્યનું ફળ છે અને હવે સત્ તત્ત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ જ છે. નિમિત્ત પણ યથાયોગ્ય હોય તો કાર્ય તે પ્રમાણે થાય. નિમિત્ત તરીકે સત્ ઉપદેશ મળવો જોઈએ. યથાર્થ સુખ શું છે? તેના પ્રાપ્તિ કરાવનાર યથાર્થ મોક્ષમાર્ગ શું છે? છ દ્રવ્યો, નવ તત્ત્વોનું સ્વરૂપ શું છે? આ લોકમાં ત્રણ કાળ પૂજ્ય એવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કેવા હોય? દ્રવ્યની સ્વતંત્રતા, કમબદ્ધ પર્યાય, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ હિતકારી ભાવો તથા મિથ્યાત્વાદિ અહિતકારી ભાવો એ બધાનો યથાર્થ ઉપદેશ એ જીવને મળ્યો છે. આ થઈ દેશના લબ્ધિ . . ૬. તત્વનિર્ણયના ઉદ્યમનો વિચાર : જ્ઞાની પાસેથી યથાર્થ તત્ત્વનો ઉપદેશ મળ્યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે; અને ઉપદેશ ગ્રહણ થતાં બહુમાન થાય છે કે : “અહો ! આ વાતની તો મને ખબર જ ન હતી. આવી વાત મેં કદી સાંભળી જ નથી, આ તો મારા હિતની જ વાત છે.' | જુઓ આ જિજ્ઞાસુ જીવની લાયકાત ! જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહિ. તે એમ નથી કહેતો કે મને બધું આવડે છે. તેને સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થઈ છે. તે આત્મનિર્ણયનો ઉદ્યમ કરવો તૈયાર થયો છે. “આ શરીર અને પર પદાર્થો તો જડઅચેતન છે, તે મારાથી સર્વથા ભિન્ન છે. હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. અહીં મને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ હિતના સર્વ નિમિત્તો મળ્યા છે. માટે હવે હું તત્ત્વ સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું” - આમ વિચારીને તત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે. ૭. તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યાં ઉદ્દેશ, નિર્દેશ એટલે કે તત્ત્વોના નામ જાણે તથા લક્ષ્યને લક્ષણ વડે ઓળખવાનું છે અને જેનું જે લક્ષણ હોય તે જાણે તથા પરીક્ષા પ્રધાની થઈને પોતાની વિચારણાથી પોતે જાતે નિર્ણય કરે. આ અભ્યાસ છે. જે ઉપદેશ સાંભળ્યો છે તેને ગ્રહણ કરે, તેનો નિર્ધાર કરે અને પછી અંતરમાં તેનો પોતે નિર્ણય કરે છે. નિરંતર આ અભ્યાસ ચાલુ જ રાખે. સત્સંગ અને સ્વાધ્યાય એ એના જીવનનો અભ્યાસક્રમ બની જાય. ૮. તત્વની યથાર્થ પ્રતીતિ ઉપદેશ સાંભળીને, તત્ત્વોનો અભ્યાસ કરીને પોતે જાતે ઉદ્યમ કરીને તત્ત્વનો નિર્ણય કરે છે. “આ કઈ રીતે છે?' એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. એકાંતમાં વિવેકપૂર્વક વિચાર કરી તેનો નિર્ણય કરે ને અંતરમાં તેને પરિણાવવાનો પ્રયત્ન કરે. અહીં ચાર વાત આવે છે. ૧) યથાર્થ ઉપદેશ સાંભળવો. ૨) તેને યાદ રાખવો. ૩) તેના ઉપર વિચાર કરવો. ૪) તેનો નિર્ણય કરવો. તત્ત્વોનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. જાતે કાંઈ પણ વિચાર કરીને તત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તો તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્તા શ્રદ્ધાનમ્ સીદ્ધનમ્ તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે કઈ રીતે ઘટે છે? એમ પોતે નિર્ણય કરે. સાતે તત્ત્વોની પરીક્ષા કરીને ઓળખે. જ્ઞાનીએ કહ્યું તે જ્ઞાની પાસે રહ્યું. પોતે નિર્ણય કરી યથાર્થ શ્રદ્ધાન ન કરે તો પોતાને તત્ત્વોનો યથાર્થ લાભ થાય નહિ. માટે નામ અને લક્ષણ ઓળખીને નિર્ણય કરવો જોઈએ. નવ તત્વોને, મોક્ષમાર્ગને વગેરેને ઓળખીને પોતે એકલો વિચાર કરે એકાંતમાં વિચાર કરવાનું કહ્યું તેમાં વિચારની એકાગ્રતા બતાવે છે. અંદર વિચાર ચાલતાં ચાલતાં એ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ સ્થિતિ સહેજે આવી જતાં જીવ સમ્યગ્દર્શન પામી જાય છે. યુક્તિ, નય, પ્રમાણ, અનુમાન, પ્રત્યક્ષ આદિથી ઉપદેશમાં આવેલ તત્ત્વો એમ જ છે, અન્યથા નથી, તેનો નિર્ણય કરે. ૧૦. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવયના આધારે રહેતું નથી. એકમાં બીજાથી કિંચિત લાભ-નુકસાન નથી એમ દ્રવ્યની સ્વતંત્રતાનો ઉપદેશ આવે ત્યાં પાણ પોતે બરાબર વિચારીને નિર્ણય કરે. વળી એક તત્ત્વ વિષે પરસ્પર વિરોધી બે દલીલ આવે ત્યાં કઈ યુક્તિ પ્રબળ છે અને કઈ યુક્તિ નિર્બળ છે તેનો વિચાર કરે. ત્યાં પ્રબળ યુક્તિ ભાસે તેને સત્ય માને અને નિર્બળ યુક્તિ ભાસે તેને છોડી દે. ઓમ વિચારીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય થાય છે. છેવટે તો આખરે આતત્ત્વનિર્ણય પર જ પહોંચવાનું છે - “હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.' Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૧૧. સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ બધા જ તત્ત્વોના નામ અને લક્ષણ જાણવાથી લક્ષ્ય નક્કી થાય છે. જીવ તત્ત્વનું લક્ષણ જ્ઞાનસ્વભાવ, અજીવ તત્ત્વનું લક્ષણ જડત્વ, સમ્યગ્દર્શનનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ, સમ્યજ્ઞાનનું લક્ષણ સ્વ-પર પ્રકાશકપણું, સમ્યગ્યારિત્રનું લક્ષણ વીતરાગતા એ પ્રમાણે બધા તત્ત્વોના નામ અને લક્ષણ જાણે. આસ્રવ આત્માની વિકારી પર્યાય છે. વિકાર જીવનો તે સમયનો સ્વકાળ છે. કર્મને કારણ વિકાર થયો નથી. પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા છે તેને બદલે વિકાર થયો તે કર્મને લીધે થયો એમ માને તે મિથ્યાત્વ છે. એ પ્રમાણે જે મિથ્યાત્વ ભાવ થયો એ જીવની પર્યાય છે, તે જડ મોહ કર્મને લીધે નથી થયો. આ પ્રમાણે તત્ત્વોના ભાવ ભાસીને એવી શ્રદ્ધા કરે કે ઇન્દ્રડગાવવા આવે તો ય ન ફરે. બધા તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવાનો ઉદ્યમ કર્યા જ કરે. આ ચૈતન્ય વસ્તુ અપૂર્વ મહિમાવાળી વસ્તુ છે, તે અંતર્મુખ જ્ઞાનથી જ પકડાય છે. તે ચૈતન્યને પકડવાનો ઉદ્યમ કરે ! ૧૨. સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે પ્રેરણા પોતે વિચારી તત્ત્વનો બરાબર નિર્ણય કરે. તત્ત્વના નિર્ણયમાં ભૂલ હોય તો અનુભવ થાય નહિ. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ. તેથી શ્રી સદ્ગુરુ એવી પ્રેરણા આપે છે જો જીવ અંતરમાં તસ્વનિર્ણય અને અનુભવનો ઉદ્યમ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે. સમ્યકત્વ ‘સહજ’ છે. સ્વભાવની પ્રાપ્તિ સુલભ છે. ૧૩. શુભ રાગથી સંસાર પરિમિત થતો નથી. પરજીવની દયા પાળવાથી કે વ્રત-તપ આદિ દયા-દાનના શુભરાગથી સંસાર પરિમિત થવાનું માને કે મનાવે તે બન્ને મિથ્યાત્વનું સ્વરૂપ છે. કલ્પિત તત્ત્વ છે, તે જૈન માર્ગ નથી. સમ્યક સન્મુખ જીવ આ વાત બરાબર સમજે છે. આ ક્ષેત્રમાં ચોથા આરામાં જ્યારે તીર્થકર ભગવંત વિચરતા હતા ત્યારે જે મૂળ આમ્નાય ચાલતી હતી અને અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સીમંધર આદિ તીર્થંકર બીરાજમાન છે ત્યાં જે સનાતન સત્ય વીતરાગ માર્ગ ચાલી રહ્યો છે એ જ સાચો મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ ત્રણ લોકમાં ને ત્રાણ કાળમાં એક જ હોય. જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ પોતાને ભાસવો જોઈએ. પોતે જ નિર્ણય કરી ભાવભાસન થવું જોઈએ. ૧૪. ભાવભાસનપૂર્વક જ પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે !: ભાવભાસન એ મુખ્ય વસ્તુ છે. જ્ઞાનમાં વાત બેસે, તેની શ્રદ્ધા પણ થાય પરંતુ ભાવભાસન સાથે પ્રતીત થાય એ જયથાર્થ પ્રતીતિ છે. ભાવભાસન પર ખાસ વજન છે. ભાવનું - દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભાસન થવું જોઈએ. એમ જ અંદરથી લાગવું જોઈએ. ભાવ ભાસ્યા વિના શ્રદ્ધા નિર્મળ થાય નહિ. શ્રદ્ધાગુણની એ નિર્મળ પર્યાયનું જ નામ સમ્યગ્દર્શન છે. ૧૫. પરીક્ષા કરીને હેય, શેય, ઉપાદેય તત્ત્વોને ઓળખવા મિથ્યાત્વાદિ આસ્રવ અને બંધ ભાવો તે હેય તત્ત્વો છે, છોડવા જેવા છે. આત્માની સંવર, નિર્જરા, મોક્ષરૂપ નિર્મળ પર્યાય થાય તે ઉપાદેય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ જીવ-અજીવ તત્ત્વો જ્ઞેય છે. આ તો થઈ વ્યવહારની વાત. નવ તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય તત્ત્વો નક્કી કરવા જોઈએ. હવે નિશ્ચયથી તો એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે, તે જ જ્ઞાતા છે અને તે જ શેય છે. તે જ ધ્યાતા છે અને તે જ ધ્યાનનું ધ્યેય છે. આવું સમ્યક્ સન્મુખ જીવને શ્રદ્ધાન હોય છે. ૧૬. પ્રયોજનભૂત હેય-શેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરી બરાબર નિશ્ચયથી નિર્ણય કરવો. નિશ્ચય વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવે છે. પ્રયોજનભૂત તત્ત્વનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ શ્રદ્ધાન છે થાય નહિ. ‘જિનેન્દ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધું ય ભલા પ્રકારથી હું ઇષ્ટ કરું છું’ એ પ્રમાણે એ સમ્યક્ સન્મુખ જીવ શ્રદ્ધાવાન થાય છે. જિનવર અને પોતાની પરીક્ષા એ બન્નેની સમાનતા થાય ત્યારે જાણવું કે સત્ય પરીક્ષા થઈ છે. જેવો વીતરાગભાવ દ્રવ્યસ્વભાવમાં છે તેવો જ ભાવ પર્યાયમાં પ્રગટ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૭. અવશ્ય જાણવા યોગ્ય તત્ત્વો : જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને બરાબર જાણવાં. મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનાદિનું યથાર્થ સ્વરૂપ જાણવું. ઉપાદાન-નિમિત્ત, નિમિત્ત-નૈમિત્તિક, સામાન્ય-વિશેષ, નિશ્ચય-વ્યવહાર બધાં જ પડખાંથી જેમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે તેમ જાણવું જોઈએ. અને જ્યાં સુધી તત્ત્વાર્થ શ્રદ્ધાન અંતરંગ પ્રતીતિ ન થાય ત્યાં સુધી એ સમ્યક્ સન્મુખ જીવ અભ્યાસમાં સતત પ્રવૃત્ત જ રહે છે. અંતરંગ પ્રીતિથી ઉલ્લાસપૂર્વક આ કાર્ય કરતાં કરતાં સહજ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. C ૧૮. અહં બુદ્ધિની સ્થાપના ઃ ઉત્સાહપૂર્વક ઉદ્યમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિશે જ ‘આ હું છું - આ જાણનાર જે જણાય છે તે હું જ છું’ એવી અહંબુદ્ધિ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ થાય છે. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અહંબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું છે કે ‘હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ છું અને સર્વથા સર્વથી ભિન્ન છું’ આનું નામ સમ્યગ્દર્શન છે. ૧૯. સમ્યક્ત્વનો અધિકારી : તત્ત્વ વિચાર થતાં એવો સમ્યક્ સન્મુખ જીવ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શનમાં તત્ત્વ વિચારની જ મુખ્યતા છે. ‘“જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ઉત્તમ જહાં વિચાર, તે ઉતરે ભવપાર’’. સુવિચારણા - તેનાથી નિજ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન એટલે જાણવું - ‘હું આ જ છું’ સતત જાણતાં જ રહેવું તે ધ્યાન... ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું’ એ વૈરાગ્ય... આવી પ્રક્રિયા જ્યાં શરૂ થાય એ સમ્યક્ સન્મુખ જીવ વિકલ્પમાંથી નિર્વિકલ્પ અનુભવમાં સરી જાય છે. ૨૦. ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન છે ઃ સ્વરૂપ સન્મુખ થઈને - સ્વ સ્વરૂપમાં એક સમય માટે એકાગ્ર થતાં નિર્વિકલ્પ અનુભૂતિ થાય - આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. આ રીતે સમ્યક્ સન્મુખ જીવની પાત્રતાનું ક્રમબદ્ધ નિરૂપણ અભ્યાસ અર્થે કરવામાં આવેલ છે. દરેક આત્માર્થી જીવે પોતાના પરિણામોની આ ક્રમ સાથે તુલના કરવાથી વિશેષ ઉપયોગી થશે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૭. આત્મસ્વરૂપના ધ્યાન અર્થેની ભૂમિકા (સાર) ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે કે આગમ-અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય તેવી સમજણ. ૨. સહજ વૈરાગ્ય અર્થાત્ રાગથી વિરક્તપણું એટલે રાગમાં દુઃખનો અનુભવ હોય તેથી નિરસપણું વર્તતું હોય. ૩. ભેદજ્ઞાનના પ્રયોગને લીધે મન - ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય. ૪. જેને સ્વરૂપ પ્રત્યે ઢળવાનું વલણ - સહજ પુરુષાર્થ. ૫. ભય અને કુતૂહલ-વિસ્મયાદિ ન હોવાથી જેના ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય. ૬. જેને શીઘ(ત્વરાથી) નિજ કાર્ય કરવાની વૃત્તિ અને ધગશ હોય તેથી જેને પ્રમાદન હોય. ૭. ધૈર્યવાન અને ગંભીર હોય. ૮. એકમાત્ર મુક્તિનો ઇચ્છુક અને ઉદ્યમી હોય અને પૂર્ણતાને લક્ષે જેની શરૂઆત હોય. ૯. નિજ પરમપદનો જેને મહિમા હોય(આત્માથી સૌ હીન). આત્માનો પ્રમોદ, પરીચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ વિધીથી ક્રમબદ્ધ જાણકાર હોય. ૧૦. એવી જેની ભૂમિકા છે તે મહાભાગ્ય સ્વરૂપમાં સ્થિર થવા ધ્યાન કરવાને સમર્થ છે. “પરમ પદનું ધ્યાન પરમ પદની પ્રાપ્તિનું કારણ છે.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ૧૧ સમ્યગ્દર્શનનો વિષય - જ્ઞાયક-ભગવાન આત્મા ૧. આત્માનું જ્ઞાન સ્વરૂપ : आत्मा ज्ञानं स्वयं ज्ञानं, ज्ञानादन्यत् करोति किम । परभावस्य कर्तात्मा मोहोङयं व्यवहारिणाम् ॥६३ ॥ અર્થ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ - અજ્ઞાન છે. एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव । प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम ॥७४ ॥ અર્થ એ રીતે આ આત્માકર્મકૃત(રાગાદિ અને શરીરાદિ) ભાવોથી અસંયુક્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે; તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. एको मे सासदोअप्पा णाणदंसणलक्खणो। सेसा मे बहिरा भावा सब्वे संजोगलक्खणा॥ હું સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છું; બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. આવું શુદ્ધાત્માનું સ્વરૂપ આગમમાં બતાવ્યું છે તે વિચારણીય છે. ૨. “સમય” એટલે શું? “પ્રમાણજ્ઞાનનો વિષય': જીવ ચરિત-દર્શન-જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મ પુલના પ્રદેશે પરસમય જીવ જાણવો.” -‘સમયસાર’ ગાથાર્થઃ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ અને જે જીવ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. વિશેષાર્થ: ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “સમ” તો ઉપસર્ગ છે, તેનો અર્થ ‘એકપણુંએવો છે અને “મા તો ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એક સાથે જ જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જેએકત્વપૂર્વક કરે છે તે સમય છે. આ જીવનામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. દરેક પદાર્થનું સ્વરૂપ જ સમય છે, અર્થાત્ દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે તેથી તેને ‘સમય’ કહેવામાં આવે છે. ‘સમય’ શબ્દનો બીજો અર્થ એ છે કે એકી સાથે જાણવું અને પરિણમન કરવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. હવે ‘સ્વસમય’ અને ‘પરામય શું છે? - જીવ એટલે ભગવાન આત્મા જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે એને સ્વસમય કહેવામાં આવે છે. જે જીવ જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણિત થાય છે, સ્થિરતામાં આવે છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. જે આત્મા પોતાના સ્વરૂપે પરિણમે છે એને સ્વસમય કહ્યો છે. જે જીવ રાગમાં સ્થિત છે, એ પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે તે ભગવાન આત્મા શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી તે પરસમય જાણ. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ આખો જીવ પદાર્થ તે કેવો છે તે સાત બોલથી સિદ્ધ કરે છે. ૧. જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા થાય છે. અનાદિથી જીવ સત્તાસ્વરૂપ પદાર્થ છે. ૨. દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. દર્શન-જ્ઞાન સ્વરૂપ પરિણમન સહિત છે. ૩. અનંત ધર્મોમાં રહેલાં એકધમપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે. ૪. ગુણ-પર્યાયવાળો છે. અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો સહિત છે. ૫. સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. સ્વ-પર પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. જ્ઞાનમાં અનંતને જાણે, લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. ૬. અસાધારણ ચૈતન્યગુણના સદ્ભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પર દ્રવ્યથી ભિન્ન છે. ૭. અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તો પણ પોતામાં જ રહે છે, પરમાં જતો નથી - પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. ૩. “સ્વસમય અને ‘પરસમય': સ્વસમય: જે શુદ્ધ ચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમ ભાવરૂપ અશુદ્ધ ભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયાદિ પ્રાણોને દષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દષ્ટિ - રુચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદ્ભુત વ્યવહાર પ્રાણ છે. એ સ્વસમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સત વ્યવહાર છે. દર્શન-જ્ઞાન સ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને ? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યફ રત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે. આ અંતર આત્મા છે. પરસમય : પરસ્વભાવરૂપ-મોહ-રાગ-દ્વેષરૂપ થઈને રહે તે પરસમય છે. અર્થાત્ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી અત થઈને પુણ્ય-પાપ વા રાગ-દ્વેષને એકપણે એક કાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે. આ બહિરાત્મા છે. એકપણે સ્વરૂપપણે પરિણમે તે સ્વસમય અને અન્યપણે - રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે તે અશોભારૂપ છે. ૪. સમ્યગ્દર્શનનો વિષય “ત્રિકાળી ધ્રુવ આત્મા - જ્ઞાયક” (દ્રવ્યસ્વભાવ): આત્માના બે પડખાં છે. એક ધોવ્ય - ધ્રુવ સ્વભાવ અને બીજો ઉત્પાદ-વ્યયરૂપ પલટતો પર્યાય સ્વભાવ. - હવે સમ્યગ્દર્શનનો વિષય એ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય છે. એકલો આત્મા આનંદનો નાથ પ્રભુ, જે ત્રિકાળી દ્રવ્ય છે તે ત્રણે કાળ સુંદર છે, ભલે એકેન્દ્રિયમાં - નિગોદમાં હોય તો પણ સુંદર છે. આ ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત અતિન્દ્રિય મહાપદાર્થ છે. પ્રભુ! તારા ઘરની શી વાત કહેવી ! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અનંત શક્તિઓ એક સાથે રહે છે. આત્મદ્રવ્ય અનંત ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. તેને જ્ઞાનામાત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે શરીર, મન, વાણી અને પુણ્ય-પાપરૂપ નથી. એક સમયની પર્યાયમાત્ર પણ નથી. તે જ્ઞાન-દર્શન-અકાર્યકારણ, ભાવ-અભાવ આદિ અનંત શક્તિમય છે. ભગવાન આત્મા! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો! કષાય તારા સ્વભાવમાં નથી. કષાયને તારા માનવા તે તારી પ્રભુતા નથી. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો ! આત્મા તો બધાય પરભાવોથી તરતો ને તરતો જ છે. અનાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ- પરમ પરિણામકિ ભાવ જેનો સ્વભાવ છે - એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. ૫. “જ્ઞાયક ભાવ”: ૧. હું નિરપેક્ષ છું, કૃતકૃત્ય છું, મારી પોતાની શક્તિઓથી પૂર્ણ છું, હું નિરાવલંબી માત્ર જ્ઞાયક, સ્વયંમાં પરિપૂર્ણ છું. ૨. મારે પર સાથે કોઈ સંબંધ નથી, હું સ્વયં પ્રભુ આત્મા સિદ્ધ જેવો છું. મને કોઈ બાધા આપી શકે એમ નથી. હું નિઃશંક અને નિર્ભય છું, હું સદા પરમ આનંદમય છું. ૩. હું પોતે નિજ લક્ષથી જ સુખી છું, હવે બીજી કોઈ અભિલાષા નથી. મને મારામાં શ્રદ્ધા છે અને હું મારામાં જ લીન રહું છું. ૪. હું અમૂર્તિક, ચૈતન્યમૂર્તિ માત્ર છું, મંગલમયી અનંત ગુણોનો ધામ છું. મારા માટે મારો જ સાથ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ હું સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ અભિરામ છું. ૫. અવ્યક્ત વાણીથી કે કોઈ ચિંતન - વિચારોથી હું લક્ષમાં આવું એમ નથી. હું સ્વાનુભવથી જ પ્રત્યક્ષ સહજ ભાસ્યમાન છું - એક શુદ્ધ ભાવરૂપ જ છું. ૬. હું સ્વાધીન છું, શાશ્વત છું, મુક્ત જ છું, હું અકર્તા છું, અનંત વૈભવવાન છું. પ્રત્યક્ષ અંતરમાં જણાવું એવો હું સ્વયં ભગવાન છું. ૭. શ્રદ્ધા સ્વયં સમ્યક થાય છે, જ્ઞાયકનું શ્રદ્ધાન થાય છે, જ્ઞાનમાં માત્ર જ્ઞાન જ ભાસે, એ રીતે જ્ઞાન સમ્યક થાય છે. ૮. જ્ઞાયક પર દષ્ટિ જતાં બધા જ વિભાવ - રાગાદિ ટળી જતાં આચરણ પણ સમ થાય છે, તે સુખકારી છે. આખું જીવન જ્ઞાનમય હોવાથી હવે મુક્તિધાર પણ ખુલી ગયા છે. ૯. જે કાંઈ જ્ઞાનમાં ઝળકે છે તે જોય નથી પણ જ્ઞાન જ છે. અને જોયકૃત જરા પણ મલિનતા એ મારા જ્ઞાનમાં નથી - એ સ્વચ્છ સુજ્ઞાન છે. ૧૦. મારો સ્વભાવ બધા જ પરભાવોથી શુન્ય છે. ધ્યેય પણ જ્ઞાનમય જ છે. જ્ઞાનમાં માત્ર જ્ઞાયક છે અને જ્ઞાનમય જ્ઞાયક જ મારું શેય છે. ૧૧. મારું જ્ઞાન જ સહજ સાધન છે અને જ્ઞાન જ સાધ્ય છે. મારી આરાધના જ્ઞાનમય જ છે અને આરાધ્ય પણ જ્ઞાન જ છે. ૧૨. મારું સ્વરૂપ ધ્રુવ જ્ઞાનમય જ છે અને પરિણમન પણ જ્ઞાનમય જ છે. હું અનાદિ નિધન જ્ઞાનમય જ મુક્ત સ્વભાવ છું. ૧૩. આ જગમાં જ્ઞાન જ સારરૂપ છે, બાકી બધું નિઃસાર છે. જ્ઞાનથી વ્યુત પરિણમનનું નામ જ સંસાર છે. ૧૪. જ્ઞાનમય પોતાના ભાવને - જ્ઞાયકભાવને ભૂલવો એ જ અપરાધ છે. જ્ઞાનનું જ સર્વત્ર સન્માન છે. સિદ્ધ થવાનો ઉપાય પણ આ જ્ઞાન જ છે. ૧૫. અજ્ઞાનથી જ કર્મનો બંધ છે. સમ્યકજ્ઞાનથી જ મુક્તિ છે. જ્ઞાન સાધના એ દુઃખ નાશની યુક્તિ ૧૬. આ જ્ઞાનનો જે વિરાધક છે તે સંસાર પરિભ્રમણમાં ડૂબે છે અને જ્ઞાનનો આશ્રય કરનાર ભવસમુદ્ર પાર કરી જાય છે. ૧૭. આવી રીતે જ્ઞાનનો જ મહિમા જાણીને, નિજ જ્ઞાનનો સ્વીકાર કર, જ્ઞાનથી અતિરિકત બધા પરભાવોનો પરિહાર કર. ૧૮. નિજ જ્ઞાનથી - જ્ઞાનમય ભાવથી જ પરમ આનંદિત રહો અને એ જ્ઞાનમાં તન્મય થઈ, જલ્દીથી સિદ્ધપદ પ્રાપ્ત કરો. સાર: હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૬. ‘‘જ્ઞાયક’’ એવો શુદ્ધાત્મા કોણ છે ? : “નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે; એ રીતે ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે.'' ગાથાર્થ : જે ‘જ્ઞાયકભાવ’ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. ટીકા : જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી(કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીર-નીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની(-કષાય સમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના અભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે. વળી દાહ્યના(બળવા યોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે - પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં ય દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.) ભાવાર્થ : અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાયદષ્ટિથી (અવસ્થાથી) જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો તે મિલન જ દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે . તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી. તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' એવો પોતાનો પોતાને અભેદરૂપે અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધ નયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક નય જ છે. તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફુલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ આલંબન રહેતું નથી. જે વસ્તુસ્વરૂપ છે તે છે - એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવા યોગ્ય છે. ગાથાર્થ વિશેષ: આ જે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. પહેલાં ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્ત કહે છે. સાતમાં ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીને અપ્રમત્ત કહે છે. જ્ઞાયકભાવ કે જે અંદર વસ્તુ પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ આત્મા છે તે વિકલ્પના વિકારથી તદ્ન જુદો છે અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અથવા અભેદ છે. જ્ઞાયકભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભ ભાવરૂપે થઈનથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદો જ્ઞાયકભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ - જાણક સ્વભાવની એકરૂપરસ - બીજારૂપે, એ શુભાશુભ ભાવપણે થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપરસે રહ્યો છે. અનાદિ અનંત અને એકરૂપ એવો જે જ્ઞાનમયરસ, ચૈતન્યધામમયને ચૈતન્યરસકંદમય પ્રભુ આત્મા છે તે કોઈ દિ' શુભાશુભપાણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદ તેમાં નથી. તે દષ્ટિનો વિષય છે. તેમ જ તે જ્ઞાયકને અહીંયા ભૂતાર્થ છત્તો પદાર્થ કહ્યો છે. અહા ! જ્ઞાયકભાવમય વસ્તુ એકરૂપ ને નિત્યાનંદ છે. તથા તે જ્ઞાયકભાવ.... જ્ઞાયકભાવ....જ્ઞાયકભાવ.... એમ ધ્રુવ પ્રવાહરૂપ છે, ચૈતન્યપુરના ધ્રુવ પ્રવાહરૂપ છે. આ પૂર ધ્રુવ ધ્રુવ ઊર્ધ્વ ઊર્ધ્વ ચાલે છે. હવે કહે છે એ રીતે એને શુદ્ધ કહે છે. જ્ઞાયકભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ, પણ કોને ? જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વદ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યોના ભાવોથી લક્ષ છૂટ્યું એટલે સ્વદ્રવ્યના તરફ ઉપાસના થઈ. એટલે વિકારનું લક્ષ પણ તેમાં સાથે છૂટી ગયું. મૂળ રકમ છે એ પવિત્ર અને શુદ્ધરૂપ જ્ઞાયક છે. અર્થાત્ છે એ તો છે. પણ એ છે તે કોને ખ્યાલમાં આવે ? “છે તે કોને પ્રતીતમાં આવે? છે એનું જ્ઞાન કોને થાય? કે જે અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડે. અર્થાત્ અન્ય દ્રવ્યના ભાવમાં જે અસ્તિત્વપણાનું જોર છે તેને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ છોડે. અને અન્ય દ્રવ્યના ભાવમાં લક્ષ છૂટ્યું એટલી તેની પર્યાય અંતરમાં ચૈતન્યમય જ્ઞાયકભાવ તરફ ગઈ અને તે પર્યાયે તેનું સેવન કર્યું. જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે તે પર્યાયે પરનું લક્ષ છોડીને સ્વચૈતન્યના જ્ઞાયકભાવનું જ્યાં લક્ષ કર્યું ત્યાં તે પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ. અને એકાગ્રતા થઈ ત્યારે તેમાં જણાયું કે આ શુદ્ધ છે. વસ્તુ તો શુદ્ધ છે જ. પણ તેને ભિન્નપણે ઉપાસવામાં આવતાં શુદ્ધ કહેવાય છે. જેને પર્યાયમાં શુદ્ધપણું જણાણું છે, શુદ્ધ દશામાં આ શુદ્ધ છે એમ જેને જણાણું છે તેને શુદ્ધ કહેવાય છે. વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે ! તેને શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો કે સામાન્ય કહો એક જ વાત છે. તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું હોવા છતાં અજ્ઞાનીનું પર ઉપર લક્ષ છે, તેથી તેની તેને ખબર પડતી નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડ્યો જ છે. પણ અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દૃષ્ટિ ધ્યા, ર દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ ! ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે, સત્ય દૃષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિવાળો છે. હવે કહે છે કે ‘વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે.’ એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ તે પર્યાય στ પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા ! ‘જાણનારો’ એવો ધ્વનિ છે ને ? એટલે તે જાણનારો છે તેથી જાણે કે તે પરને જાણે છે. (એમ તેને થાય છે.) કેમ કે જાણનારો કહ્યો છે ને ! પ્ર. : પણ જાણનાર છે માટે પરને જાણે છે ને ? ઉ. : ના ! પરંતુ એ તો પર સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા ! તે જ્ઞાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકની જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું)કાર્ય નથી. અહા ! અહીંયા ‘જ્ઞાત - જ્ઞાયકપણે જણાયો’ એમ કીધું છે ને ! તથા ‘જણાયો તે તો તે જ છે’ એમ પણ કહ્યું છે ને ! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી. પ્ર. : પરંતુ તે જાણનાર છે ને ? માટે તે જાણનાર છે તેથી તેમાં બીજો પણ જણાયો છે ને ? ઉ. ઃ ના, કેમ કે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા ! રાગાદિનું જ્ઞાન હો તો હો પરંતુ અહીં રાગ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. અહા ! અહીંયા જણાયો તે પોતે જ છે એમ કહે છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો છે તે જાણનારો જ છે, પરંતુ ‘જાણનારો’ એવો અવાજ આવે છે એટલે જાણે કે તે બીજાને જાણે છે અને તે (જાણવું એ) એનું (બીજાનું) કાર્ય છે એમ તેને થાય છે. પણ એમ નથી. કેમ કે બીજાને જાણવાને કાળે પણ પોતાની Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨ પર્યાય પોતાથી જાણી છે. અને તે પર્યાય પોતાથી થઈ છે. એટલે કે જાણવાની પોતાની પર્યાય પોતાથી થઈ છે અને તે જાણે છે. પ્ર.: બીજો કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે કોણ? ઉ. બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. એ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે! પ્ર.: જ્ઞાયક પણ આત્મા અને શેય પણ આત્મા? ઉ. જ્ઞાયક ને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને તે જાણે છે એમ નથી. તથા વળી જે જ્ઞાયકપણે જણાયો’ એમ આવ્યું છે ને ? તો તે પર્યાય છે. અહા !અહીંયા તે જ છે, બીજું કોઈ નથી' એમ છે ને? “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું રાગનું જ્ઞાન નથી. અર્થાત જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પરને જાણનારું જ્ઞાન છે એમ નથી. ટીકા વિશેષ: જ્ઞાયક કેવો છે? ૧. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિસત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે પોતાથી જ હોવાપણે છે. વળી કોઈ દિવસ વિનાશ પામતો નથી માટે અનંત છે. વસ્તુ અનાદિસ્વરૂપ છે - જે છે તે છે. છે...એટલે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, બસ છે એ છે જ. ૨. “નિત્ય ઉધોતરૂપ હોવાથી ક્ષણિક નથી.” એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. આમ રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવી શુદ્ધ વસ્તુ - ચીજ વર્તમાન પ્રગટરૂપ હોવાથી ‘ક્ષણિક નથી પરંતુ એ તો ધ્રુવ છે. ૩. “અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે.” સ્પષ્ટ છે. સ્પષ્ટ પ્રગટ, પ્રત્યક્ષ એ તો પ્રત્યક્ષ પ્રકાશમાન છે. વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય એવી જ્યોતિ છે. પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્ય જ્યોતિ પોતે છે. ૪. તે ચૈતન્ય જ્યોતિ ચેતન ચેતન..એમ પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. તો “એવો જે જ્ઞાયક, એક ભાવ છે.” જ્ઞાયક એક ભાવ છે કહેતાં એક સ્વરૂપ છે. ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ આદિ પર્યાય ભાવો તો અનેક છે. આ તો ત્રિકાળ એકરૂપ, સદશ-દશ સામાન્ય જ્ઞાયક તે પોતે એક ભાવ છે. ૫. હવે જ્ઞાયકભાવ તો અનાદિ અનંત નિત્ય છે. તેમજ તે વર્તમાનમાં એટલે કે પર્યાયમાં સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિરૂપ ચીજ છે, પણ તેની અવસ્થામાં અનાદિની ભૂલ છે તેની હવે વાત કરે છે. ૬. સંસારની અવસ્થામાં અનાદિબંધ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો કર્મયુગલો સાથે દૂધ અને પાણીની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જેમ એકક્ષેત્રાવગાહ સંબંધ છે. ખરેખર દૂધ દૂધપણે છે અને પાણી પાણીપણે છે. એટલે કે પાણી ને દૂધ ભિન્ન ભિન્ન છે. તેવી રીતે દૂધ સમાન આત્મા ભિન્ન છે અને પાણી સમાન કર્મપુદગલો ભિન્ન છે. જ્ઞાયક જ્ઞાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્ગલપણે છે. પણ બન્ને વચ્ચે એક સમયની પર્યાય પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ૭. છતાં પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો ભિન્ન છે એટલે કે અનાદિ બંધ પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આત્મા ને કર્મ એક દેખાય છે. પરંતુ વસ્તુના સ્વભાવથી જોવામાં આવે તો ભિન્ન છે. કષાયચક્રના ઉદયની વિચિત્રતાને વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, કેમ કે શુભાશુભ ભાવમાં જ્ઞાયકપણું નથી. શુભાશુભ ભાવરૂપે દ્રવ્યસ્વભાવ કદી થયો જ નથી. કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. શુભાશુભ ભાવ તો રાગાદિરૂપ અચેતન છે, અજીવ છે. જીવ જ્ઞાયક તે શુભાશુભરૂપે કે જે અજીવ જડ છે તે રૂપે કેમ થાય? ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાયક છે તે તો ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. ૮. ભાઈ! તારી ધ્રુવ વસ્તુ અનાદિ અનંત એવી ને એવી પડી છે, એકરૂપ છે. શુભ-અશુભ ભાવો તો અનેકરૂપ છે. પંચ મહાવ્રતના પરિણામ, દયા-દાનના પરિણામ, વિષય-કષાયનો પરિણામ ઇત્યાદિ અનેક શુભાશુભ ભાવોના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધ દ્રવ્ય કદી થતું નથી. ૯. અહા! ચૈતન્યસ્વરૂપ - જ્ઞાયકસ્વરૂપ વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસ સ્વરૂપે જ બિરાજમાન થાય છે તે રાગરૂપે કેમ થાય? એટલે કે જે જિનસ્વરૂપે - વીતરાગ સ્વરૂપે બિરાજમાન જ્ઞાયક ભાવમય આત્મા રાગરૂપે કેમ થાય? ૧૦. ત્યારે રાગરૂપે કોણ થાય છે? પર્યાયમાં રાગ થાય છે પણ વસ્તુમાં રાગ નથી. શીતળ શીતળ... શીતળ એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ ચંદ્ર છે. તો પછી તે અશીતળ એવા જે વિકાર અને આકુળતા છે તે રૂપે.કેમ થાય? એ વસ્તુ શું છે? એ તો જિનચંદ્ર સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે. ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ છે. માટે તે વસ્તુસ્વભાવ- જ્ઞાયકભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી. ૧૧. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. આત્મા, શરીર, મન, વાણી અને જડ કર્મપણે તો થતો નથી, પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભાશુભ ભાવપણે પણ થતો નથી એવી જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. ૧૨. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર્સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો - અનુભવ્યો તેને મુક્તિના કહેણ મળી ગયાં એવા આ છઠ્ઠીનો લેખ છે. ૧૩. ઔદયિક આદિ ચાર ભાવો ત્રિકાળી સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવ જે ઔદયિક ભાવ છે તે રૂપે જ્ઞાયક પરિણમતો નથી કેમ કે તે અચેતન છે એ વાત તો ઠીક, પણ ક્ષયોપશમ, ક્ષાયિકભાવ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાયો છે, છતાં તે ભાવ વસ્તુમાં નથી. આવી સૂક્ષ્મ વાત છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય તે જ્ઞાયકમાં નથી. આ ચાર ભાવો પર્યાય સ્વરૂપ છે અને Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તેથી તેમના આશ્રયે આત્મા જણાય તેવો નથી. આવો શુદ્ધ આત્મા જદષ્ટિનો-નજરનો-સમ્યગ્દર્શનનો વિષય છે. ૧૪. તે જ્ઞાયક સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે. જ્ઞાયકભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ પણ જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વદ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. ચૈતન્યદેવ જ્ઞાયક તેને સર્વ પરભાવથી ભિન્નપણે સેવતાં-ઉપાસતાં તે ‘શુદ્ધ' છે એમ કહ્યું છે. એટલે નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો. એને તે ‘શુદ્ધ' છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકનો પર્યાયમાં સ્વીકાર કરતાં એ “શુદ્ધ’ છે એમ જાણવામાં આવે છે અને તેને સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મનું પહેલું પગથીયું કહેવામાં આવે છે. ૧૫. ‘જ્ઞાત તે તો તે જ છે' - શેયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્ય પાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જે જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન શેયાકારે પરિણમે છે, છતાં શેયના કારણે જ્ઞાન શેયાકાર થાય છે એવી પરાધીનતા નથી. જાણનાર શેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ શેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન-આકાર પોતાથી થયો છે. રાગાદિ શેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાને કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલ પોતાના જ્ઞાનને જાણ્યું છે. જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે શેયાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે. અન્ય શેયરૂપ થતો નથી. શેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, શેયની નથી. જ્ઞાનની પર્યાય શેયના જાણપણે થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. પરના જાણવાના કાળે પણ સ્વનું પરિણમન - જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહિ. જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પાર્થયની પોતાની લાયકાતથી પરિણમે છે, જોય છે માટે પરિણમે છે એમ નથી. ભાવાર્થ વિશેષ: ૧. આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તે અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. મૂળ દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ પર્યાય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપે જ રહે છે. ૨. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. પર્યાયિદષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે. ૩. પર્યાય જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યોના સંયોગજનિત પર્યાય છે. પરનિમિત્તના ભાવ અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત્ત-અપ્રમત્ત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ જ્ઞાયકભાવ સ્વભાવ ભાવમાં નથી એમ કહ્યું છે.' ૪. ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધ નયનો વિષય છે. અહીં દ્રવ્યદૃષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. દ્રવ્યદૃષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી. ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ, અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહિ. પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે. વસ્તુસ્વભાવની દષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર છે : એક ત્રિકાળી સ્વભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત ભેદરૂપે થયો જ નથી. નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ જ રહ્યો છે. ૬. દષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં શુદ્ધ' જણાયો. દષ્ટિ જ્યારે શુદ્ધની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. ૭. “જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે. કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ જેવા શેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. ૮. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી'. શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું જ છું, શેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ ભેગું જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ શુદ્ધ' જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. ૯. હવે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવા શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. , Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૧૦. પરદ્રવ્ય અને અશુદ્ધતાનું લક્ષ છોડી, ભગવાન આત્મા જે આનંદનો નાથ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુ છે તેનો આશ્રય લેતાં સંસાર કહેતાં વિકાર મટે અને ત્યારે કલેશ મટી સુખ થાય. પર્યાયદષ્ટિ છોડી જ્યાં દ્રવ્યની દષ્ટિ કરી ત્યાં પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. ૧૧. સમ્યગ્દર્શન પામ્યા પછી શુદ્ધ નયનો આશ્રય પામી વિશેષ વિશેષ અંતરમાં લીન થતાં ચારિત્ર પ્રગટે છે ત્યાં વિશેષ વિશેષ સુખ થાય છે. શુદ્ધ નયનો આશ્રય સંપૂર્ણ થતાં વીતરાગતા, કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ માર્ગ છે. ૧૨. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. તેથી રત્નત્રય ધર્મ પ્રગટ થાય છે. ૭. પરમ પારિણામિક ભાવ: આ સંસારમાં સર્વ જીવો અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોના સમુહો, જે પરદ્રવ્ય અને પરણેય છે, તેના મોહમાં પડેલાં છે, તેમાં મોહ કર્મના ઉદયનું નિમિત્ત અવશ્ય હોય છે. પરદ્રવ્યના નિમિત્ત વિના આત્મામાં પરભાવ થતો નથી, કારણ કે આત્મા પોતે જ પોતાનું નિમિત્ત બનીને સ્વયં વિકારરૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ નથી. પરદ્રવ્યના નિમિત્તે આત્માની વર્તમાન પર્યાયમાં પોતાના કારણે જ એટલે સ્વતંત્રતાથી પોતાના જ ષટ્ટારકોથી પરંતુ નિમિત્તના સાનિધ્યમાં વિભાવ પરિણતિ થાય છે, રાગ-દ્વેષ-મોહાદિ ઉપજે છે. આ સમસ્ત વિભાવભાવો સ્વસ્વરૂપનો અપરાધ છે. ૨. આ સ્વસ્વરૂપથી અત્યંત ભિન્ન એવા પરશેય છે, તેમાં આ જીવે અહબુદ્ધિ, મમત્વ, કબુદ્ધિ, ભોક્તાબુદ્ધિ, યત્વબુદ્ધિ કેમ કરી? પ્રીતિ-અપ્રીતિ કેમ કરી? તેમને સુખનું સ્થાન કેમ માન્યું? ૩. તેનો ઉત્તર એ છે કે આત્માનો ભેદજ્ઞાનરૂપ પ્રકાશ તિરોભૂત(અપ્રગટ) થઈ રહેલો છે. પોતાનું સ્વરૂપ શું છે તેની જાણકારી જીવને થઈ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત'. ૪. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ નિજ આત્મતત્વમાં પ્રતીતિ કરી નથી, તેનું લક્ષ અને અનુભવ કર્યો નથી. તે સ્વરૂપ પોતાથી અપ્રગટ રહ્યું. ૫. નિશ્ચયથી આત્મા પરદ્રવ્યો સાથે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકર્તુત્વ કે શેયત્વ કરી શકે એવી વસ્તુની મર્યાદા નથી. માત્ર ભ્રમમાં જ આ બધું કર્યું છે. અજ્ઞાનદશામાં રાગાદિરૂપ વિકલ્પો જ માત્ર કરે છે. એવી જાણકારીમાં માત્ર દુઃખનો જ અનુભવ થાય છે. ૬. જિનેશ્વર દેહની વાણી આ ભ્રમ મટાડવાનો એક જ ઉપાય છે. આત્મા પોતે પોતાને ઓળખે નહિ, અનુભવ કરે નહિ તો પોતાનું દુઃખ કેમ ટળે ? આત્મજ્ઞાન અથવા સમ્યગ્દર્શન એ જ સુખી થવાનો સાચો ઉપાય છે. ૭. જગતના સર્વ પદાર્થોમાં અને તત્ત્વોમાં સારભૂત તત્ત્વ અને પદાર્થ તે સર્વોત્કૃષ્ટ ચૈતન્ય ચમત્કારરૂપ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ આત્મતત્ત્વ છે. આત્મા જ્ઞાન-આનંદ સ્વરૂપી શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન છે એવો નિર્ણય આત્માના વિષે થતાં તેની જાણકારી, શ્રદ્ધા અને અનુભવ થઈ જાય છે. બધા જ શાસ્ત્રો અને આગમનો સાર પણ એ જ છે કે ધુવ ચૈતન્ય સ્વરૂપ તરફ દષ્ટિ કરો, લક્ષ કરો, અનુભવ કરો. ૮. આત્મવસ્તુને યથાર્થ સમજવા માટે આત્માના પાંચ પ્રકારના ભાવો સમજવા આવશ્યક છે. ૧) ઔદયિક ભાવ ૩) ક્ષાયોપથમિક ભાવ ૫) પરમ પરિણામિક ભાવ. ૨) ઔપથમિક ભાવ ૪) ક્ષાયિક ભાવ ૯. ૧) ઔદયિક ભાવ: કર્મના ઉદયના નિમિત્તથી આત્મામાં જે વિકારી ભાવ થાય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. ૨-૩-૪) ઔપથમિક, #ાયોપથમિક અને ક્ષાયિક ભાવઃ જ્યારે જીવ રાગમિશ્રિત વિચાર દ્વારા તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરીને પછી ભેદો તરફનું લક્ષ ટાળી દઈ પોતાના ત્રિકાળ પારિણામિક ભાવનો – જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરી નિજ અંતરતત્વમાં એકાગ્ર થાય છે ત્યારે સર્વ પ્રથમ શ્રદ્ધાગુણનો નિર્મળ ઔપથમિક ભાવ પ્રગટે છે. પછી ક્રમે ક્રમે ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવ પ્રગટે છે. આ બધામાં કર્મોનું નિમિત્તપણું અવશ્ય હોય છે. ૫) પરમ પરિણામિક ભાવ આત્માનો ત્રિકાળી ધ્રુવ, એકરૂપ સહજ ભાવ તે પારિણામિક ભાવ છે. કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી સર્વથા નિરપેક્ષ, પરમ શુદ્ધ, ત્રિકાળી ધ્રુવ, સહજ સ્વભાવવાળો આત્મદ્રવ્યમાત્રરૂપ જે ભાવ છે તે પારિણામિક પરમ ભાવ છે. શુદ્ધ ચૈતન્ય ભાવ તે પારિણામિક ભાવ છે. આ ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ પારિણામિક પરમ ભાવના આશ્રયથી જ સંસારી જીવોને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. પ્રત્યેક જીવમાં આ પરમ પરિણામિક ભાવ સદાય વિદ્યમાન હોય જ છે. ૬) ત્રિકાળી ધ્રુવ એકરૂપ સ્વભાવ તે પારિણામિક પરમ ભાવ છે. આ પરિણામિક પરમ ભાવની અપેક્ષાએ જ સર્વ જીવોને સિદ્ધ સમાન કહ્યા છે. એટલે કે શુદ્ધદષ્ટિથી દ્રવ્યદૃષ્ટિથી બધા જ આત્મા સિદ્ધ સમાન છે. પર્યાય અપેક્ષાએ બધા જ આત્મા ભિન્ન ભિન્ન છે. ૭) આ પરિણામિક પરમ ભાવમાં ચાર ગતિમાંથી કોઈ ગતિનો ભાંગો આવતો નથી. તેમાં પાંચ ઇન્દ્રિયના ભેદરૂપ કોઈ ઇન્દ્રિય હોતી નથી. છ કાયમાંથી કોઈ પણ કાર્ય પારિણામિક પરમ ભાવમાં સમાવેશ પામતી નથી. મન-વચન-કાયાના ત્રણ યોગમાંથી કોઈ યોગ તેમાં નથી. સ્ત્રીવેદ આદિ ત્રણ વેદમાંથી કોઈ વેદ આ ભાવમાં નથી. કષાય-નોકષાયનો કોઈ ભાંગો આ પરમ ભાવમાં નથી. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ બધાથી રહિત છે. મતિ-શ્રુતજ્ઞાનાદિના ભેદો કે સામાયિકાદિના ચારિત્રના ભેદો આમાં નથી. એ પ્રમાણે આહાર, પરિગ્રહ, ભય, મૈથુન આદિ કોઈ સંજ્ઞા આ પરમ પારિણામિક ભાવમાં સમાવિષ્ટ નથી. તઉપરાંત ચૌદ ગુણસ્થાનનો કોઈ પણ ભાંગો પારિણામિક પરમભાવમાં સમાવિષ્ટ થતો નથી. આવું પારિણામિક ભાવનું સ્વરૂપ જાણવું. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૮) પારિણામિક ભાવ ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) જીવત્વ. (૨) ભવ્યત્વ. (૩) અભવ્યત્વ. (૧) જીવત્વ: જીવત્તે અનાદિસિદ્ધ આત્મદ્રવ્યમાં અસ્તિત્વથી જ છે. જેમ આત્મદ્રવ્યનું અસ્તિત્વ અનાદિ સિદ્ધ છે અને તેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થતી નથી, તે પ્રમાણે જીવત્વ પણ અનાદિ સિદ્ધ છે અને જીવ દ્રવ્યમાં ત્રણે કાળને વિષે ધ્રુવપાસે રહેલો છે. જેમ જીવનો કદી નાશ થતો નથી, જીવ દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં આ જીવત્વભાવ સદૈવ વ્યાપી રહ્યો છે માટે તેને પરમ ભાવ કહ્યો છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે જ જીવત્વ છે. જીવ શુદ્ધ નયથી તો શુદ્ધ ચૈતન્યપ્રાણથી જ જીવે છે, કારણ કે તે શુદ્ધ ચૈતન્ય અનાદિ-અનંત, અહેતુક અને સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે. આ જીવત્વ અવિનાશી અને શુદ્ધ દ્રવ્યાશ્રિત છે. માટે આ ચૈતન્યરૂપ જીવત્વ જ શુદ્ધ પારિણામિક પરમભાવ કહેવાય છે. શુદ્ધ ચૈતન્યભાવરૂપ જીવન ત્રિકાળ છે અને શુદ્ધ જીવત્વશક્તિ લક્ષણ જે પરિણામિક પરમભાવ છે તે જ પરમાર્થે પારિણામિક પરમભાવ કહેવાય છે. આ ભાવ સંસારી જીવો તથા સિદ્ધ બધામાં એકરૂપ રહેલો છે. માટે આ પારિણામિક ભાવથી સર્વ જીવો સમાન છે. દસ પ્રાણરૂપ જીવત્વ છે તે વ્યવહારથી છે અને પર્યાયમાં છે, પરંતુ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં નથી. હવે ક્ષાયોપથમિક ભાવેન્દ્રિય - પ્રાણ વગેરે જે ભાવપ્રાણી છે તે પણ અતીન્દ્રિય શુદ્ધ ચૈિતન્યપ્રાણથી પ્રતિપક્ષભૂત છે, વિપરીત છે. તે ખંડખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિયાદિ પ્રાણ પારિણામિક પરમભાવમાં આવતા નથી. (૨-૩) ભવ્યત્વ અને અભવ્યતઃ આ ધ્રુવ ભાવો નથી, તેથી તે બન્ને શુદ્ધ પારિણામિક પરમભાવ નથી પરંતુ અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. સિદ્ધ ભગવંતોને તો સાક્ષાત્ મોક્ષદશા સંપ્રાપ્ત છે અને હવે “મોક્ષની યોગ્યતારૂપ” ભવ્યત્વનો વ્યવહાર તેમને માટે નિપ્રયોજન બની ગયો છે. સિદ્ધ ભગવંતોમાં ભવ્યત્વ કે અભવ્યત્વ એવો કોઈ ભાવ હોતો નથી. તેથી ભવ્યત્વ અને અભવ્યત્વને વ્યવહારમાં લીધા અને તેમને અશુદ્ધ કહ્યા છે. ભવ્યત્વ અને અભવ્યત્વમાં કર્મની કોઈપણ અવસ્થાની અર્થાત્ ઉદય-ઉપશમ-ક્ષયોપશમક્ષાયિકાદિની અપેક્ષા નથી માટે તે પારિણામિક પરમભાવ કહ્યો છે. સિદ્ધમાં તેનો અભાવ થઈ ગયો હોવાથી તે ભવ્યત્વ, અભવ્યત્વ સિદ્ધ ભગવંતોમાં હોતો નથી. સંસારી તેમજ સિદ્ધ સર્વ જીવોમાં જે એકરૂપ, ત્રિકાળી ધ્રુવ અવિનાશી એવો પરમભાવ હોય તે શુંલ્ક પારિણામિક પરમભાવ કહેવાય છે. ૮. હું ભગવાન આત્મા છું: ૧. શુદ્ધ ૨.પરિપૂર્ણ ૩. એક ૪. જ્ઞાન સ્વભાવી ૫. શેય ૬. ચૈતન્યમૂર્તિ ૭. પ્રમાતા ૮. જ્ઞાનવાન ૯. સાધ્ય Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ૧૧. ધ્યેય ૧૪. ક્રિયાવાન ૧૭. ત્રિકાળી ૨૦. અપરિણામી તત્વ ૨૩. અખંડ ૨૬. ચારિત્રવાન ૨૯. સાધન ૩૨. સુખધામ ૩૫. નિર્ભર ૩૮. સહજાનંદી ૪૧. અવેદી ૪૪. વિજ્ઞાનઘન ૧૦. અનંત ગુણાત્મક ૧૩, શ્રદ્ધેય ૧૬. સચ્ચિદાનંદ ૧૯. સાધક ૨૨. અસ્તિત્ત્વમયી ૨૫. અરૂપી ૨૮. અનંત ધર્માત્મક ૩૧. નિર્માન ૩૪. ક્ષમાવાન ૩૭. નિલોભ ૪૦. નિરાકબલ સ્વભાવી ૪૩. અશરીરી ૪૬. સ્વાનુભવી ૪૯. ધ્યાતા પર. સર્વજ્ઞ ૫૫. નિરાગી ૫૮. જ્યોતિમય ૬૧. નિર્લેપી ૬૪. સિદ્ધ સ્વભાવી ૬૭ પ્રશાંત ૭૦. વિજ્ઞાનમય ૭૩. સ્વ-પર પ્રકાશક ૭૬. અકર્તા ૭૯. અબંધ સ્વભાવી ૮૨. પવિત્ર ૮૫. સ્વ સન્મુખી તત્ત્વ ૮૮. સર્વદર્શી સ્વભાવી ૪૭. અમર ૫૦. અનંત શક્તિશાળી ૫૩. બ્રહ્મા ૫૬. અસંયોગી ૫૯. અકર્મી ૬૨. અવિરુદ્ધ સ્વભાવી ૬૫. અચ્છેદી ૬૮. સર્વવ્યાપી ૭૧. લક્ષ્ય ૭૪. અહેતુક ૭૭. શુદ્ધોપયોગી ૮૦. અભોક્તા ૮૩. સત્ સ્વભાવી ૮૬. આનંદનાથ ૮૯. ક્ષમાસાગર ૧૨. પરમ પરિણામિક ભાવ ૧૫. પ્રમાણ ૧૮. શ્રદ્ધાવાન ૨૧. ધ્યાન ૨૪. અનંતજ્ઞાની ૨૭. નિર્મલ ૩૦. વિનયવાન ૩૩. નિષ્ણોધી ૩૬. અતીન્દ્રિય સ્વભાવી ૩૯. અકષાયી ૪૨. આનંદકંદ ૪૫. અજર ૪૮. ચિદ્યને સ્વામી ૫૧. અકારક ૫૪. સર્વદર્શી ૫૭. ચૈતન્ય ૬૦. પરિણમનશીલ ૬૩. અમિટ ૬૬. અવિનાભાવી ૬૯. અભેદ ૭૨. વીતરાગ વરૂપ ૭૫. જ્ઞાનામૃત ૭૮. રૈલોક્ય પ્રકાશક ૮૧. જ્ઞાનધારી ૮૪. શુચિય ૮૭. સર્વજ્ઞ સ્વભાવી ૯૦. જ્ઞાનનિધિપન્ન Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૯૧. આત્મારામ ૯૨. ગુણસ્થાનાતીત ૯૩. નિરપેક્ષ ૯૪. રૈલોક્ય શિખામણી ૯૫. જ્ઞાનક ૯૬. અદ્વિતીય ચક્ષુ ૯૭. કલ્યાણકારી ૯૮. નયાતીત ૯૯. સ્વચતુષ્ટયી ૧૦. અનંતનિધિ સંપન્ન ૧૦૧. રુચિવંત ૧૦૨. કૃતકૃત્ય ૧૦૩. જ્ઞાતા-દષ્ટ ૧૦૪. વૈરાગ્યવંત ૧૦૫. સ્વયં જ્યોતિ ૧૦૬. સ્વાનુભવ સ્વભાવી ૧૦૭. બુદ્ધ ૧૦૮. અવિનાશી. ૯. અરસ આદિ સંક્ષિપ્ત બોલો અર્થ સહિત જીવ ચેતનગુણ શબ્દ રસરૂપ ગંધ વ્યક્તિ વિહીન છે; નિર્કિટ નહિ સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં.'- સમયસાર ગાથા ૪૯. હે ભવ્ય ! તું જીવને રસ રહિત, ગંધ રહિત અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે એવો શબ્દરહિત કોઈ ચિન્હથી જેનું ગ્રહણ નથી એવો જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. અરસ આદિના છ બોલ, અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બોલથી અને અવ્યક્તના છ બોલથી આત્માનું સ્વરૂપ જાણવું. આત્મા અરસ છે તેના છ બોલઃ ૧. વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવ દ્રવ્ય પાંચ દ્રવ્યથી ભિન્ન છે. પાંચ દ્રવ્યોમાં એક પુદગલમાં જ એકત્વ કરીને (ઉધો) પડ્યો છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠો છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી અરસ છે. એમ કહી ભેદજ્ઞાન કરાવ્યું છે. ૨. પુદ્ગલ દ્રવ્યોના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૩. પરમાર્થે પગલદ્રવ્યનું સ્વામીપણું તેને નહિ હોવાથી તે દ્રવ્યન્દ્રિયના અવલંબન વડે પણરસ ચાખતો નથી. આ જડ ઇન્દ્રિયોનો સ્વામી આત્મા નથી તેથી દ્રવ્યન્દ્રિયોના અવલંબન વડે તે રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. પોતાના રવભાવની દષ્ટિથી જોવામાં આવે તો લાયોપક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ રસ ચાખતો નથી. ભાવેન્દ્રિયોનો જ પરમાર્થે આત્મામાં અભાવ છે માટે અરસ છે. ૫. સકળ વિજ્યોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી કેવળ રસદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ જ્ઞાયક ભાવરૂપ વસ્તુ છે તે પાંચેય ઇન્દ્રિયોના વિષયને અખંડપણે જાણનારો છે. એક જ ઇન્દ્રિય વિષયનું વેદન અર્થાત્ જાગવું એવો આત્મસ્વભાવ નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૬. સકળ જ્ઞેય જ્ઞાયક તાદાત્મ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. શેયને જાણવા છતાં જ્ઞાયક શેયરૂપે થતો નથી. આ રસ છે તે જ્ઞેય છે અને આત્મા તેને જાણનારો જ્ઞાયક છે. રસરૂપ જ્ઞેયને જાણવા છતાં આત્માનું જ્ઞાન જ્ઞેયપણે એટલે કે રસરૂપ થતું નથી. અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર બોલ ઃ ૧. પુદ્ગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ શરીરનો જે આકાર છે, એ આત્માનો આકાર નથી. આત્મામાં પુદ્ગલથી રચાયેલા જડ દેહના આકારનો અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ૨. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાત પ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. આ ભિન્ન ભિન્ન શરીરના આકારો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારવાળા અનંત શરીરમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાનવાળો કહી શકાતો નથી. ૩. સંસ્થાન નામકર્મનો વિપાક પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી. સંસ્થાન નામકર્મનું ફળ પુદ્ગલ શરીરમાં આવે છે આત્મામાં નહિ તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. આત્માને પોતાનો અસંખ્યાત પ્રદેશરૂપ આકાર તો છે, પણ જડનો આકાર આત્માને નથી. ૪. જુદા જુદા સંસ્થાનરૂપે પરિણમેલો સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે. માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. જગતની ચીજો શરીર, મકાન, બંગલા વગેરે અનેક આકારે રહેલી છે તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકારપણે જ્ઞાન થતું નથી. સ્વનું જ્ઞાન અને અનેક આકારરૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. અવ્યક્તના છ બોલ : ૧. છ દ્રવ્યના સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞેય છે. અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ એમ છ દ્રવ્યો અનાદિ અનંત ભગવાને જોયા છે. આ છ દ્રવ્યોમાં દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા ભિન્ન છે, પણ એ છ દ્રવ્યોને જાણનારી પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞેય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અને અવ્યક્ત છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવકભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. અજ્ઞાન દષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર તેનો ભાવ છે. આવો ભાવકભાવ તે વ્યક્ત છે, બાહ્ય છે, શેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યક્ત છે. ૩. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્ય વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ તે બધી પર્યાયો ચૈતન્ય સામાન્યમાં અંતર્લીન છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. વર્તમાન પર્યાય પણ તેમાં નિમગ્ન હોય તો જાણવાનું કાર્ય કોણ કરે? વર્તમાન પર્યાય સિવાયની ભૂત-ભવિષ્યની સઘળી પર્યાયો ચૈતન્યમાં અંતર્લીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. જાણનારી વર્તમાન પર્યાય તો ચિત્ત સામાન્યની બહાર રહી. એ વ્યક્ત પર્યાયમાં આ જ્ઞાયક વસ્તુ અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તમાત્ર નથી માટે આત્મા અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે. જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય સામાન્ય ત્રિકાળ છે તેથી ક્ષણિક વ્યક્તમાત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે. ૫. વ્યક્તપણે તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બન્ને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો નથી, સ્પર્શતો નથી, એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી. અવ્યક્ત વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે. પોતે પોતાથીજ બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય, અત્યંતર એટલે દ્રવ્ય - એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે. (વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ). આમ દ્રવ્ય-પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે અર્થાત્ પર્યાયના વેદન પ્રત્યે ઉદાસીન છે. વેદનની પર્યાય દ્રવ્ય ભણી નજર કરે છે. દ્રવ્ય તરફ જ વળે છે પણ પર્યાયમાં અટકતી નથી. ૧૦ અલિંગ ગ્રહણના વીસ બોલ : છે ચેતના ગુણ ગંધ રૂ૫ રસ શબ્દ વ્યકિતન જીવને, વળી લિંગ ગ્રહણ અને સંસ્થાન ભાંખ્યુંન તેહને” -પ્રવચનસાર ગાથા ૧૭૨ જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શ ગુણની વ્યક્તતા નથી, તે ચેતન ગુણવાળો છે. આત્મા શબ્દ બોલતો નથી તેમજ શબ્દનું કારણ નથી. લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવો નથી અને પરના આકાર વિનાનો છે એમ તું જાણ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ આચાર્ય ભગવાન આદેશ કરે છે તું તારા આત્માને એવો જાણ. આ વાત વીસ બોલથી સંક્ષિપ્ત અર્થ સહિત સમજાવવામાં આવી છે. ૧. આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી એમ તું જાણ! આ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. તે ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. આમામાં ઇન્દ્રિયોનો અભાવ છે. જે પદાર્થમાં જેનો અભાવ હોય તેનાથી તે કામ કરે એમ બની શકે નહિ. માટે આત્મા અતીન્દ્રિય સ્વભાવવાળો છે એમ તું જાણ. ૨. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એમ તું જાણ! આત્મા એવો છે કે ઇન્દ્રિયો વડે જણાતો નથી. ઇન્દ્રિયો તેમાં છે જ નહિ. જે વસ, જેનામાં ન હોય તેનાથી તે જણાય એવું કદી બને નહિ. આત્મામાં ઇન્દ્રિયો જ નથી માટે તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. તે તો પોતે પોતાથી જ જણાય તેવો છે એમ તું જાણ. ૩. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એમ તું જાણ! શરીર હાલ-ચાલે છે. વાણી બોલાય છે માટે છે એમ ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાન કરી શકાય એવો આત્મા નથી. જેમ ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય છે તેમ ઇન્દ્રિયગમ્ય કોઈ પણ ચિહ્નથી આત્મા જણાતો નથી પણ સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો છે તેમ તું જાણ. ૪. કેવળ અનુમાનથી જ જણાય તેવો આત્મા નથી તેમ તું જાણ! બીજા જીવો કેવળ અનુમાન કરે ને આત્મા જણાય એવો આત્મા નથી. બીજાઓ કેવળ અનુમાન જ્ઞાનથી નક્કી કરે છે કે આ આત્મા આવી છે તો તે આત્માનું જ્ઞાન સાચું નથી. રાગ રહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું તેના ભાન દ્વારા સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાય છે. આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી એમ તું જાણ! આત્મા માત્ર અનુમાન કરનારો હોય તો અનુમાન રહિત પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેતો નથી. જેવી રીતે પુણ્ય-પાપના ભાવને જ માત્ર કરનારો ને તેને જ સર્વસ્વ માનવાવાળો જે તે આત્મા કહેવાતો નથી એમ એકલું અનુમાન જ્ઞાન કરનારને આત્મા જ કહેતા નથી. ૬. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણ! આત્મા કોઈ બાહ્ય ચિહ્ન તથા અનુમાન વગેરે લિંગ દ્વારા જણાય તેવો નથી. પણ સ્વભાવ વડે જ જણાય એવો છે એમ કહેતાં જ તે પરોક્ષ અનુમાન માત્રથી જણાય એવો નથી. ૭. ઉપયોગને શેય પદાર્થનું અવલંબન નથી એમ તું જાણ! ઉપયોગ ચૈતન્યનું એધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મા દ્રવ્ય શેય છે. ગુણ જોય છે ને પર્યાય પણ જોય છે. ઉપયોગ પણ શેય છે.ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે પરણેયોને અવલંબતો નથી કારણ કે પરણેયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે ભે ? Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૮. આત્મા ઉપયોગને બહારથી લાવતો નથી એમ તું જાણ! અનાદિથી મિથ્યાદષ્ટિનો ઉપયોગ પર તરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે વગેરે શુભ ભાવ કરે તો ઉપયોગ સુધરે ખરો કે નહિ? ના! ઉપયોગ ક્યાંય બહારથી લવાતો નથી. તે ક્રમસર અંતરમાંથી પ્રગટે છે. બહારના કોઈ કારણમાંથી પ્રગટતો નથી માટે અકારણીય છે. ૯. તારો જ્ઞાનઉપયોગ કોઈ હરી શકતો નથી એમ તું જાણ! સ્વસમ્મુખ રહીને જે કામ કરે તે ઉપયોગ છે. જ્ઞાન આત્માનું છે માટે તેને બીજી ચીજ હરણ કરી શકે તેમ બની શકે નહિ. બીજી ચીજનો આત્મામાં અભાવ છે. માટે જ્ઞાન હરી શકાતું નથી. એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તું જાણ! ૧૦. તારા જ્ઞાનઉપયોગમાં કોઈ મલિનતા નથી એમ તું જાણ! જે ઉપયોગ સ્વસમ્મુખ વળે ને આત્મામાં એકાકાર થાય તેને ઉપયોગ કહે છે. જેનો ઉપયોગ છે તે તો જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંતગુણોનો પિંડ છે. જ્ઞાન આત્માનું છે છતાં તે જ્ઞાન જો પુણ્યપાપનું કામ કરે તો તેને જ્ઞાન કહેતાં જ નથી એમ તું જાણ. જ્ઞાનઉપયોગ તારી તરફ વળે ને તારી ચીજ કહેવાય પણ પુણ્ય-પાપ તરફ વળે તે તારી ચીજ કહેવાય નહિ. સ્વ તરફ વળવું એ ધર્મનું કામ છે ને પર તરફ વળવું એ અધર્મનું કામ છે. સૂર્યને મલિનતા નથી તેમ શુદ્ધોપયોગમાં મલિનતા નથી. ૧૧. જ્ઞાનઉપયોગ કર્મને ગ્રહતો નથી! ઉપયોગ પોતાનો છે તે પરને કેમ ગ્રહણ કરે ? અથવા પરને ગ્રહણ કરવામાં નિમિત્ત પણ કેમ થાય? ન જ થાય. પર તરફ વલણ કરી કર્મ થવામાં જે નિમિત્ત થાય તે સ્વનો ઉપયોગ જ નથી, પણ જે શ્રદ્ધા, તાન સ્થિરતાનું કામ કરે તે ઉપયોગ છે. ઉપયોગલક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે. સ્વસમ્મુખ દશા છેડી મલિન પરિણામરૂપ અધર્મ ઉત્પન્ન કરી કર્મને ગ્રહવામાં નિમિત્ત થાય તેને આત્માનો ઉપયોગ કહેતાં નથી. જે ઉપયોગ આત્મામાં એકાકાર થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધર્મ ઉત્પન્ન કરે છે તેને આત્માનો ઉપયોગ કહ્યો છે. ૧૨. આત્મા વિષયોનો ભોક્તા નથી પણ સ્વનો ભોક્તા છે એમ સ્વજોયને તું જાણ! આત્મા ચૈતન્ય જ્ઞાતા-દષ્ટ સ્વભાવી છે. તેમાં શાંતિ ને આનંદનો સદ્ભાવ છે. ઇન્દ્રિયો, શરીર, પુગલ વગેરે પદાર્થો જડ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહેલાં છે. તે આત્માથી પર છે. પર પદાર્થોનો આત્મામાં અભાવ છે ને પરપદાર્થોમાં આત્માનો અભાવ છે. તેથી તે આત્મા પરપદાર્થોને ભોગવતો નથી. જે વસ્તુનો જેમાં અભાવ હોય તેને તે કેવી રીતે ભોગવે ? આત્માને ઇન્દ્રિયો જ નથી, કારણ કે ઇન્દ્રિયો જડ છે તેથી તેના વડે આત્મા વિષયોને ભોગવે છે તે ખોટી વાત છે. ૧૩. આત્મા જડ પ્રાણોથી જીવતો નથી એમ સ્વક્ષેયને તું જાણ! પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એ દસ પ્રાણ છે. પણ તેનાથી જીવ જીવતો નથી. કારણ કે તે દસે પ્રાણો જડ છે અને આત્મા ચૈતન્ય પ્રાણવાળો છે. જડ પ્રાણનો આત્મામાં અભાવ છે તેથી આત્મા તે જડ પ્રાણથી જીવતો નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૧૪. આત્મા જડ ઇન્દ્રિયોના આકારને ગ્રહણ કરતો નથી એમ સ્વજ્ઞેયને જાણ! આ શરીરની ઇન્દ્રિયોના જે આકાર દેખાય છે તેને જીવે ગ્રહ્યા નથી. પુરુષાદિ આકાર એ બધી પુદ્ગલની અવસ્થા છે. તે આકારનો આત્મામાં અભાવ છે. જે વસ્તુનો જેમ અભાવ હોય તે અભાવવાળી વસ્તુને ગ્રહે એમ બની શકે નહિ. માટે આત્મા ઇન્દ્રિયોને ગ્રહતો નથી. ૧૫. આત્મા લોકવ્યાપ્તિવાળો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! દરેક આત્મા જેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. તે લોકમાં વ્યાપતો નથી, પોતાના અસંખ્ય પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તે તેનો સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પોતાના શરીર પ્રમાણથી કિંચિત ન્યૂન પોતાના આકારે નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહે છે ને ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે વ્યવહારથી લોકના અગ્રભાગે બિરાજે છે. ૧૬. આત્મા દ્રવ્ય કે ભાવે સ્રી, પુરુષ કે નપુસંક નથી એમ તું જાણ ! જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુસંક વેદોનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યે તેમ જ ભાવે સ્રી, પુરુષ અને નપુસંક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ૧૭. આત્મા બાહ્ય ધર્મ ચિહ્નોને ગ્રહતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન થયા પછી સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતરમુનિ દશા છે અને અંતર નિગ્રંથ દશા પ્રગટે છે ત્યારે બાહ્યમાં વસ્ત્ર આદિ હોતાં નથી અર્થાત્ શરીર નિગ્ન દિગંબર દશા હોય છે. તથા મોરપીંછ અને કમંડળ હોય છે. પણ તે બાહ્ય નિમિત્ત મોરપીંછ આદિ તથા શરીરની નગ્ન દશા વગેરેનો આત્મામાં અભાવ છે. તેને આત્મા ગ્રહણ કરતો નથી, કારણ કે તે જડ પદાર્થો છે. તે તેના કારણે હોય છે, તેને લેવા મુકવાની ક્રિયા આત્મા કરતો નથી, કરી શકતો નથી. ૧૮. તારો અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા વસ્તુ છે. તે તારા અનંત ગુણનો પિડ છે. તે એકલા જ્ઞાનગુણવાળો નથી. અભેદ આત્મા ગુણના ભેદને સ્પર્શે એવો નથી. ૧૯. તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ સ્પર્શતો નથી એમ સ્વજ્ઞેયને તું જાણ ! આત્મા જ્ઞાતા-દૃષ્ટા શુદ્ધ સ્વભાવી છે. તેના શ્રદ્ધા-જ્ઞાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે. આવો તારો શેય સ્વભાવ છે. શુદ્ધસ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે, ને નિર્મળ પર્યાય તે એક સમયની અનિત્ય છે. નિત્ય એવું શુદ્ધ દ્રવ્ય અનિત્ય એવા સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તો દ્રવ્ય નિત્ય રહેતું નથી અર્થાત્ દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે, દ્રવ્યના નાશનો પ્રસંગ આવે છે પણ એમ બનતું નથી. દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવથી ભિન્ન છે એમ તું જાણ ! Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨૦. શુદ્ધ પયાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ સ્વયને તું જાણ! લીંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અથવબોધ સામાન્ય છે જેને નથી તે અલિંગહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્યથી નહિ સ્પર્શયલો શુદ્ધ પર્યાય છે. અવિકારી જ્ઞાનની પર્યાય ત્રિકાળી ગુણના આધારે પ્રગટતી નથી. નિશ્ચયથી તેને સામાન્યનો પણ આધાર નથી એમ અહીં સાબિત કરવું છે. સાર: પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહિ જાણતા એકલા શેયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારે અપરાધ છે. પુણ્ય-પાપના ભાવ કરવા અને જાણવા-દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપ એ જ - એટલું જ મારું શેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે નારા પૂરણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાદુઃખ અનંત' - તો તારું જેવું સ્વરૂપ છે એ જાણ! સુખી થવાનો આ એક જ માર્ગ છે - ઉપાય છે. ૧૧ હું એક જ્ઞાયકમાવ છું: ૧. અહો ! પૈતન્યના વૈભવની શી વાત ! તે સર્વવ્યાપી વિભુ છે. તેનું ક્ષેત્ર ભલે મધ્યમ-મર્યાદિત, પણ તેના ભાવની તાકાત અચિંત્ય અમર્યાદ છે. પોતાના અનંત ગુણ પર્યાયનો જે અપાર વૈભવ પ્રગટ્યો તે સર્વમાં વ્યાપક થઈને પરિણમે એવી આત્માની વિભુતા છે. આવો ‘વિભુ સૌમાં વસેલો છે. તેનું લક્ષ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે, પોતાના વિભુનો પોતામાં સાક્ષાત્કાર થાય છે. અતીન્દ્રિય આનંદઘન આત્મા પોતાની પ્રકાશ શક્તિને લીધે અનંત ગુણની શુદ્ધિના સદ્ભાવરૂપે ને રાગાદિના અભાવરૂપે સ્વસંવેદનમાં સ્પષ્ટ પ્રકાશે છે. સ્વસંવદેનમાં ચોથા ગુણસ્થાને પણ આવું પ્રત્યક્ષપણું છે. એના વગર સાચી પ્રતીત થાય નહિ. દ્રવ્ય પર દષ્ટિ કરતાં - લક્ષ કરતાં આવું સ્વસંવેદન પ્રગટે છે તે અનુભવ સમ્યગ્દર્શન કહેવાય છે. ૩. આ આત્મા અનંત ગુણના વૈભવથી ભરેલો ચૈતન્ય ભગવાન છે. અરે જીવ! એક વાર તારાચૈતન્યબળને સ્વ તરફ ઉદ્ધસાવીને તારા આવા સ્વભાવની હા તો પાડ, તેનું લક્ષ તો કર ! પુરુષાર્થની તીખી ધારાએ રવભાવનો અપૂર્વ ઉલ્લાસ લાવીને યથાર્થ નિર્ણય કરતાં તેનું સ્વસંવેદન થયા વગર રહે નહિ; આત્મઅનુભવ થાય જ. ૪. હે ભાઈ ! આ શરીર તો ધૂળનું ઢીંગલું છે; આત્માનું સુખ તેમાં ક્યાંય નથી; તેના ઉપરથી દષ્ટિ, મમતા હટાવીને દેહથી જુદા પોતાના ચૈતન્ય સ્વભાવમાં પરમ પ્રેમથી એકાગ્ર થતાં તેમાંથી અતીન્દ્રિય Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શાંતિનું ઝરણું આવે છે. મુમુક્ષુ જીવ જે શાંતિ લેવા માંગે છે તે કોઈ સંજોગમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે છે. સ્વભાવના સામર્થ્યનો મહિમા આવતાં - ચૈતન્યસ્વરૂપ કે જે અનંત સુખથી ભરેલું છે તેની પ્રતીત થતાં અને બીજી બાજુ સંયોગોની ક્ષણભંગુરતા જાણીનેદુઃખનું કારણ જાણીને - ત્યાંથી દષ્ટિ હટાવી જે પોતાના સ્વભાવમાં અંતર્મુખ થાય છે, એકાગ્ર થાય છે તે આત્મા શાંતિના ઝરણાનું પાન કરીને તૃપ્ત તૃપ્ત થઈ જાય છે. ૫. આત્માર્થી જીવ આત્મહિત માટે હંમેશા સ્વાધ્યાય - ચિંતન જરૂર કરે. જ્ઞાયક એવો હું જગતથી છૂટો છું. જગતની સાથે મારે કોઈ સંબંધ નથી. જગતના કોઈ કામનો બોજો મારા ઉપર નથી. હું તો અસંગ ચૈતન્ય તત્ત્વ છું - માત્ર જાણનાર છું, કરનાર નથી. આ પ્રમાણે નિવૃત્ત થઈને રોજ ઘડી બેઘડી પણ પોતાના આવા સામર્થ્યથી ભરપુર જ્ઞાયક ભગવાન આત્માનું ચિંતન-મનન કરવું જોઈએ. સત્પુરુષોએ દર્શાવેલા આત્માના સ્વરૂપનું જેમ છે તેમ વારંવાર અંતરમાં ચિંતન-મનન કરવું તે આત્માનુભૂતિનો ઉપાય છે. ૬. ચૈતન્યસ્વભાવનો મહિમા ઘૂંટતા ઘૂંટતા મુમુક્ષુના નિર્ણયમાં એમ આવે છે કે અહો ! મારી આ વસ્તુ જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છે; અને આવા જ્ઞાયકના નિર્ણયના બળે અંતર્મુખ થઈને સ્વસંવેદન વડે તે પોતે પોતાનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ જાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે. આ જ શુદ્ધાત્માની અનુભૂતિ છે. પોતામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે જીવ પૂર્ણતાને પંથે ચડ્યો તે વીર થઈને વીર માર્ગે ચાલ્યો તે મહાવીર થાય છે. ૭. જીવનો સ્વભાવ પોતાની મેળે સર્વજ્ઞ થવાનો છે. જ્ઞાન અને સુખ સ્વભાવી આત્મતત્ત્વ દેહથી ભિન્ન છે. તેનામાં દેહ, ઇન્દ્રિયો કે રાગ વગર પોતાના સ્વભાવથી જ સર્વને જાણવા-દેખવાની તાકાત છે. જ્યાં જ્ઞાન-દર્શનની પૂર્ણતા હોય ત્યાં આનંદની પણ પૂર્ણતા હોય જ. જેણે આત્માનું હિત કરવું હોય તેણે પોતાના આવા ઇષ્ટ સ્વભાવને ઓળખવો. ૮. અહો ! આત્મા સ્વયં પોતાના સ્વભાવથી સર્વજ્ઞ થાય છે. પોતાના સ્વાધીન ર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે. જેને ભવના દુઃખનો ભય લાગ્યો હોય એટલે ભવના દુઃખથી છૂટવું હોય ને આત્માની પૂર્ણાનંદમય પરમાત્મા દશા પ્રગટ કરવી હોય તે સર્વજ્ઞ સમાન પોતાના સ્વભાવની પ્રતીતિ કરો, તેમાં એકાગ્રતા કરો, તેનો અનુભવ કરો ! આ જ આત્માનું કાર્ય અને સાધ્ય છે. ૯. અંતરમાં પોતાના જ્ઞાન-આનંદ સ્વભાવના અનુભવ માટે ધૂન જાગી ત્યાં આત્માના અચિંત્ય મહિમાનું ચિંતન સંસારના સર્વ કલેશને ભૂલાવી દે છે. ૧૦. ચૈતન્ય સ્વભાવના અચિંત્ય મહિમાનું ચિંતન કરીને ચિત્તની નિશ્ચલતા વડે જ જ્ઞાન સ્વભાવ સધાય છે; ચિત્તની નિશ્ચલતા વગર સ્વાનુભવ થાય નહિ. ૧૧. અહો ! શાંત-પ્રશાંત ચૈતન્ય તત્ત્વ ! કેટલું સુંદર ! કેટલું ગંભીર ! કેટલું મહાન ! જેની નિકટતામાં પણ શાંતિના વારા છે તેની અંદરની શાંતિની તો શી વાત ! એ શાંતિની પરમ શીતળતામાં સંસારનો કોઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અતાપ આવી શકતો નથી. અરે જીવ ! એક વાર અંદર આવ તો ખરો ! એ આત્મસ્વાદ ચાખતાં તું તૃપ્ત તૃપ્ત થઈ જઈશ. ૧૨. પોતે જ પોતાના સમ્યક્ત્વાદિનું કારણ થાય એવો આત્માનો કારણ સ્વભાવ(કરણ શક્તિ) છે. પર્યાયમાં કારણ ન આવે તેણે કાર્યનો સ્વીકાર કર્યો જ નથી. કારણની સન્મુખ થઈને સ્વીકાર કરતાં જ કારણ જેવું કાર્ય પ્રગટે છે. તે કારણ દ્વારા જ કાર્યનો સ્વીકાર થયો છે. આમ કારણ-કાર્યની સંધિ છું. હું કારણ પરમાત્મા છું. ૧૩. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, તે ક્રોધાદિ પરભાવોથી તદ્ન જુદો છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. ક્રોધાદિ ભાવો દુઃખરૂપ છે. આવા ભગવાન આત્માની અરુચિ એ જ ક્રોધાદિ ભાવ છે. આમ ઉપયોગ અને ક્રોધ બન્નેની અત્યંત ભિન્નતા જાણીને, એ ભાવોથી લક્ષ હટાવીને જે ચૈતન્ય ભગવાન આત્મા- ઉપોયગ સ્વરૂપ આત્મા -તેની સન્મુખ થઈ, શુદ્ધાત્મામાં એકાગ્ર થઈ તેને જેણે અનુભવ કર્યો, તેની સુખાનુભૂતિ થઈ તેણે સમસ્ત જિન શાસનને જાણી લીધું. મોક્ષના ઉપાયરૂપ આવું ભેદજ્ઞાન અભિનંદનીય છે. ૧૪. અરે ! જેનામાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે, જેનામાં અખંડ પ્રતાપથી શોભતી પ્રભુત્વ શક્તિ છે, તે આત્મા એમ કહે છે કે રાગથી આત્માની ભિન્નતાનું ભેદજ્ઞાન કરવાનું કઠણ છે-એ વાત તેને કેમ શોભે ? પ્રભો ! ચૈતન્યની શૂરવીરતાના એક ટંકારે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કરી લે એવી તારી તાકાત છે, તારી તાકાતને સંભાળ ! આ વાત અત્યારે નહિ સમજે તો ક્યારે સમજીશ ? ધર્માત્માના જ્ઞાનમાં પરમાત્મા બીરાજે છે અને જ્યાં પરમાત્મા બીરાજતા હોય ત્યાં રાગનો કોઈ અંશ રહી શકે નહિ. ૧૫. જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવી તે જૈન શાસનનું ફરમાન છે. આ અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે. આત્મા પોતે જ્ઞાનની અનુભૂતિ સ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ નથી. આવું ભેદજ્ઞાન થતાં જ અપૂર્વ સ્વાનુભૂતિ પ્રગટે છે. ૧૬. જૈન શાસનની આ મહાન ખૂબી છે કે કોઈ પણ જીવ તત્ત્વનો સાચો નિર્ણય કરતાં આત્મસન્મુખતા થાય છે અને તે થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. આત્મસન્મુખતા અને વીતરાગતા એ જ સર્વ જૈન શાસ્ત્રોનું તાત્પર્ય છે. એ જ જૈન ધર્મ છે, એ જ સર્વજ્ઞદેવનો ઇષ્ટ ઉપદેશ છે. ભગવાનનો માર્ગ અનુભવનો માર્ગ છે. જૈન શાસન આત્માની અનુભૂતિમાં સમાય છે. તેની શરૂઆત વીતરાગતાના વેદન વડે થાય છે, રાગ વડે તેની શરૂઆત થતી નથી. ચૈતન્યના આનંદની અનુભૂતિ વિકલ્પમાં નથી આવતી ને, તે અનુભૂતિમાં વિકલ્પનો પ્રવેશ થતો નથી. ધર્માત્માના અનુભવમાં આનંદનો બગીચો અનંત ગુણની સુગંધ સહિત ખીલ્યો છે. પોતે સુખ સ્વરૂપ, આનંદથી ભરેલો છે એવું ભાન કરતાં આનંદના સ્વાદનું વેદન થાય છે. આવી રીતે ‘હું એક જ્ઞાયક ભાવ છું’ એવા શાયકનું સ્વરૂપ જાણવું - જે સમ્યગ્દર્શનનો વિષય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ૧૨ ધ્યેયપૂર્વ શેય ઃ ૧. દૃષ્ટિના વિષયભૂત ભગવાન જ્ઞાયકદેવ બંધ તેમજ મોક્ષના પરિણામો તેમજ કારણથી સર્વદા અને સર્વથા રહિત નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામીક સ્વભાવી છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય ઉપાદેયભૂત કારણસમયસાર સ્પષ્ટ છે. ૨. જેને વિષય બનાવીને દૃષ્ટિ શુદ્ધતાને પ્રાપ્ત થઈ શકે તેનું યથાતથ્ય તેમજ કોઈ પડખે શંકા ન રહે તેવી નિઃશંક પ્રતીતિ થઈ શકે તેવું સ્વરૂપ ઉપાદેયપણે જ્ઞાનની જાણકારીમાં આવવા છતાં પ્રયોગે ચડેલા જીવોને અનુભવ કેમ થતો નથી ? અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવીને સ્વસંચેતનરૂપ પરિણમન શરૂ થવું જોઈએ તે કેમ થતું નથી ? દૃષ્ટિના વિષય સંબંધીનું જાણપણું બધા પડખેથી યથાર્થ થવા છતાં ઉપાદેયભૂત ધ્યેયનું ધ્યાન કેમ પ્રગટ થતું નથી ? ૩. યથાર્થ જ્ઞેયની સ્વીકૃતિ વિના જ્ઞાનની પર્યાય ત્રિકાળીને અભેદરૂપે જ્યાં સુધી જ્ઞેય બનાવીને પરિણમી ન જાય ત્યાં સુધી ધ્યેયનો યથાર્થ ખ્યાલ આવવા છતાં સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. ૪. અનાદિથી જીવો જ્ઞેયમાં ભૂલ્યા છે તેથી દષ્ટિનો વિષય હાથમાં આવવા છતાં અતીન્દ્રિય આનંદનો રસ વેદનમાં આવતો નથી. ૫. મારા જ્ઞાનનું જ્ઞેય મારી ચેતના સર્વસ્વ એવો હું જ છું અને મારા સિવાયના અન્ય કોઈ ભાવને કે પદાર્થને જ્ઞેય માનવું એ અનાદિની ભ્રમણા છે. ૬. મારે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ ચક્ષુઓ છે ને.. ! ત્રીજુ પરાર્થિક - પરને જોનારું કોઈ ચક્ષુ જ નથી. તો પછી કોઈ પણ પરપદાર્થ મારું જ્ઞેય બને તેવું મારા જ્ઞાનનું સ્વરૂપ જ નથી ને ! ૭. વળી મારા જ્ઞાનની પર્યાયનું શેય માત્ર એક સમયની પર્યાય બને તેટલો પણ હું નથી. ૮. હું તો મારી જ્ઞાનપર્યાયમાં મારા અનંત સામયુક્ત આખો જ્ઞાયકભાવરૂપ શેય બનું એવું જ મારું જ્ઞાનતત્ત્વ છે અને એવું જ મારું જ્ઞેય તત્ત્વ છે. ૯. મારી જ્ઞાનપર્યાય સ્વ-પરપ્રકાશક સ્વભાવી એક અખંડ ધર્મી હોવાથી સ્વ-પરનો પ્રતિભાસ થયા જ કરે છે અને રહ્યા જ કરે છે. પરંતુ મારા જ્ઞાનના પરલક્ષ અભાવાત્ ધર્મને કારણે લક્ષપૂર્વક સદા સર્વદા હું મને જ જાણું એવો જ મારો જ્ઞાનધર્મ છે. ૧૦. તેથી જાણનારો જણાય છે અને પર ખરેખર જણાતું નથી એવો જે મહામંત્ર છે તે સ્પષ્ટ છે. ૧૧. ઉપાદેયભૂત ધ્યેયસ્વરૂપ ભગવાન કારણપરમાત્માને એકને જ જ્યારે અભેદભાવે જાગતી જ્ઞાનપર્યાય તન્મયતાપૂર્વક ક્ષણિક તાદાત્મ્ય સાધતી પરિણમી જાય છે ત્યારે શાતા-જ્ઞાન-શેયની એકતા સધાઈ જાય છે અને અનુભવ પ્રગટ થતાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આનંદના વેદનપૂર્વક પરિણમી જાય છે અને ધ્યેયપૂર્વક શેય થયું એમ કહેવાય છે. ૧૨. આ પ્રકારની વસ્તુસ્થિતિની અપૂર્વ સિદ્ધિ થાય અને અનુભવ ન થવાનું સૂક્ષ્મ બાધક કારણ એટલે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યથાર્થ સેયની યથાર્થતાની પ્રતીતિ ન હોવી એવી આડ નીકળી જાય એટલા માટે નિજ જ્ઞાયકના લક્ષે આ વિષયનો સ્વાધ્યાય કરવો અત્યંત અનિવાર્ય છે. ૧૩ સ્વણેય ભગવાન આત્માને જાણ!: ૧. સ્વ-પગને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે શેય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વજોયને ભગવાન આત્માને જાણે ત્યાં અનંત પરશેયો તેમાં જણાય એવીતે પર્યાયની શક્તિ છે. ૨. આત્માનું જ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનને પ્રકાશે છે અને અખંડને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક કહેવાય છે. ૩. એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે, કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઈ આવે છે. ૪. આત્માની નિર્મળ શક્તિના ભાવમાં સ્વ અને અનંત પદાર્થો, જેમ જળની સ્વચ્છતામાં અનેક તારાઓ જળની સ્વચ્છતાને જોતાં દેખાય છે તેમ દેખાય છે. ૫. સ્વ સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે, એકલા પરસનુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે સ્વ સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ૬. દર્શન = દેખવું - અવલોકન - પ્રતિભાસ - અનુભવ. જ્ઞાન = જાણવું - સ્વસંવેદન - નિર્વિકલ્પવેદન - અનુભવ. ચારિત્ર = લીનતા - ઝુકાવ - સ્થિરતા - અનુભવ. અનુભવ તે અનંત ગુણોની પર્યાય છે. તારું સ્વ-પરપ્રકાશપણું તને પ્રકાશે છે આ ઝીણી પડે એવી વાત છે. પણ મારગ તો આ છે. પ્રભુ એકવાર સાંભળ! તું એક ચૈતન્ય છો ને! તારો સ્વભાવ જાણવા દેખવાનો છે ને ! તો એ સ્વને જ જાણે કે પરને પણ જાણે? સ્વ-પર બન્નેને જાણે એવો તારો સ્વભાવ છે તો એ પર્યાયમાં પોતાના સ્વ-પરપ્રકાશક સ્વભાવને પ્રકાશે છે. તારું સ્વ-પરપ્રકાશકપણું તને પોતાને પ્રકાશે છે. રાગાદિ શેયને આત્મા જાણે છે એમ કહ્યું હતું કે રાગાદિ જાણવામાં આવે છે. પણ ખરેખર તો એ પોતાના જ્ઞાનને જ પ્રકાશે છે. પોતાની સ્વ-પરપ્રકાશક શક્તિ છે તેને જ પોતે વિસ્તારે છે, પ્રકાશે છે. રાગાદિ શેયને વિસ્તારતો નથી – પ્રકાશતો નથી. પર સંબંધી પોતાના જ્ઞાનને પ્રકાશે છે. જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન શેયમાં તન્મય થતું નથી. ક્ષેય સંબંધી પોતાના જ્ઞાનમાં તન્મય છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શેયમાં તન્મય નથી. તેથી જ્ઞાનમાં પોતાનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ જ વિસ્તરે છે, તેમાં પરનો વિસ્તાર નથી. ૮. વિશ્વાસ લાવ: સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. જ્યાં સુધી તું સંયોગમાં, નિમિત્તમાં, વ્યવહારમાં, પુણ્ય-પાપમાં, કર્મોમાં, રાગમાં ક્યાંય પણ પ્રભુતા સ્થાપીશ – મોટપ માનીશ ત્યાં સુધી આત્મા હાથમાં નહિ આવે. માટે અંતરમાં તારી પ્રભુતાનો સ્વીકાર કર! પરમેશ્વર છું એમ નકકી કર! વિશ્વાસ લાવ! અંતરથી સ્વભાવનું સામર્થ્ય આવવું જોઈએ. ૯. વસ્તુસ્વભાવ આત્મા વસ્તુ પોતે વીતરાગ સમાધિ સ્વરૂપ જ છે. અકષાય સ્વરૂપ જ છે. તેને અકષાય દષ્ટિ દ્વારા અવલોકવો. જ્ઞાનાનંદરૂપી વજની કાતળી એવા આત્મતત્ત્વને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની નિર્વિકલ્પ સમાધિમાં અનુભવવો તે જ એક કર્તવ્ય છે. તેમાં જે નિર્વિકલ્પ શાંતિ વેદાય છે તેનું જ નામ ધર્મ છે. વસ્તુ તો સમાધિનો પિંડલો છે. એકલો નિર્દોષ વીતરાગ સમાધિનો પિંડ તે જ આત્મા છે. તેને અંતર્દષ્ટિ, જ્ઞાન અને શાંતિ સમાધિ દ્વારા અવલોકવો તે જ ધર્મ છે. એક સમયનો વિકૃતભાવ છે, એનાથી રહિત આખી ચીજ પડી છે. વિકૃતભાવમાં વસ્તુ નથી એવો યથાર્થ નિર્ણય કર્યો એટલે બસ એ છૂટી ગયો. વિકૃતભાવથી ભેદ પાડવો; બસ એ જ કરવાનું છે. બીજુ બધું તો જુદું જ છે. ૧૦. દ્રવ્ય શક્તિ અનાદિ અનંત છે, તેને ફેરવવી નથી. તે દ્રવ્યમાં જે જે પર્યાયો થવાનો ધર્મ છે તે પર્યાયોને ફેરવવી નથી. શુભાશુભ વિકલ્પને ફેરવવા નથી, નિમિત્તને ફેરવવા નથી, સંયોગોને ફેરવવા નથી. જુઓ, આમાં ક્યાંય ફેરવવાનું નથી. બધું જેમ છે તેમ છે, તેને નક્કી કરીને પોતે અંતરસ્વભાવ સન્મુખ થઈને વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે પરિણમી જાય છે. આવી ધર્મની રીત છે. બધું જેમ છે તેમ નક્કી કરતાં પોતાની સંયોગી દૃષ્ટિ છૂટીને સ્વભાવ દષ્ટિ થઈ જાય છે, એટલે આત્મામાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. ૧૪ ધર્મ શું છે? જ્ઞાયક શું છે? : ૧. અનેક પ્રકારના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની શેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય શેયાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્ય આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞ ન તે સ્વાદમાં આવતું નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨. સ્ત્રી, દીકરા, દીકરી, ભગવાન, ભગવાનની વાણી, પુષ્ય, પાપ, રાગ ઇત્યાદિ અનેક પ્રકારના જોયો છે. આ શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉત્પન્ન સામાન્યનો તિરોભાવ એટલે એકલા જ્ઞાનના અનુભવનું ઢંકાઈ જવું તથા વિશેષોના આવિર્ભાવ એટલે શેયના સંબંધથી જ્ઞાનનું પ્રગટ થવું - આ વડે રાગ આદિ દ્વારા જે શેયમિશ્રિત જ્ઞાનનો અનુભવ થાય તે અજ્ઞાન છે, તેમાં આત્માનો સ્વાદ આવતો નથી. ૩. રાગ દ્વારા જ્ઞાનનો શેયાકાર વિશેષ એ ખરેખર તો સામાન્ય જ્ઞાનની અવસ્થા છે, પણ ભ્રમથી માને છે કે રાગની અવસ્થાને લઈને જ્ઞાન થયું. આ માન્યતા તો મિથ્યાત્વ છે અને દુઃખનું વેદન છે ૪. પુણ્ય અને પાપના વિકલ્પ જે શેય છે એ ઉપર જેની દૃષ્ટિ છે, એમાં જેને આસક્તિ છે અને જે શેય દ્વારા જ્ઞાનનો સ્વાદ આવે છે એ દુઃખનો, આકુળતાનો સ્વાદ છે. આ શેયલુબ્ધ જીવોને દયા, દાન આદિ પુણ્ય અને ક્રોધ, માન આદિ પાપના વિકલ્પો જે પરણેય છે, આત્માથી ભિન્ન છે એ દ્વારા રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયનો મિશ્રિત અનુભવ થતાં જે સ્વાદ આવે છે એ દુઃખના સ્વાદ છે, વિપરીત છે, ઝેરનો સ્વાદ છે કેમ કે એમાં આત્માના સામાન્ય જ્ઞાનનો અનુભવ ઢંકાઈ ગયો છે. ૫. રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. શેયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થવો એ અધર્મ છે. ૬. આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગ સ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. ૭. “વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે” જ્ઞાયક ઉપર જેની દષ્ટિ છે એ તો જાણે છે કે આ જ્ઞાનનું વિશેષ જ્ઞાન સામાન્યમાંથી આવે છે. જ્ઞાયક ઉપર દષ્ટિ પડતાં જ્ઞાનની પર્યાયનું વદન આવે છે. (રાગનું નહિ, રાગથી નહિ) રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દષ્ટિનો ફેર છે. ૮. સમયસાર ગાથા ૧૭, ૧૮માં આવે છે કે આબાળ ગોપાળ સર્વને રાગ, શરીર, વાણી જે કાળે દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં (શેયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ શેયનું વિશેષ છે, શેયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન વિશેષ છે પરણેયનું જ્ઞાન નથી, પરણેયથી પણ નથી. જ્ઞાન દ્વારા જ્ઞાનનું વદન એ જ સમ્યક પુરુષાર્થ છે, યથાર્થ છે. ૯. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર(દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે નહિ જાણેલાનું Page #243 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૧ શ્રદ્ધાન ગધેડાના શિંગડાના સમાન શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદવડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. ૧૦. જ્યારે આવી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં જ્ઞાયકભાવને અહીંઅનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે. આબાળ ગોપાળ સૌને જાણ નક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જાણતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પરણેયોને આવિર્ભાવ કરે છે. ૧૧. સૌને જાણન, જાણન, જાણનભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતા પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું, આ જાણનારતે હું છું એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. ૧૨. જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ૧૩. અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઇન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરણેયો છે એમની આસક્તિ - રૂચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર ચિધ્ધન સ્વરૂપનો અનુભવ કરતાં, સર્વતઃ એક વિજ્ઞાનધનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન, સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે. એ આનંદનું વેદન છે, એ જૈન શાસન છે, એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. ૧૪. એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વત્ર જ્ઞાનઘન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્ભેળ) જ્ઞાનનો સ્વાદ આવે છે. આ જૈન દર્શન છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વારા જે જ્ઞાનનો અનુભવ (mયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ - અનુભવ નથી, એ જૈન શાસન નથી. ૧૫. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્વારા જ્ઞાનનું વેદન જ સમ્યક છે, યથાર્થ છે. ૧૬. રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન દ્વારા જ્ઞાન અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિન શાસન છે, આત્માનુભૂતિ છે. જ્ઞાનીને પરણેયો અને શુભાશુભ ભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રના જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એને નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવકૃત જ્ઞાનરૂપ અનુભવ એ જૈન શાસન છે કેમ કે ભાવકૃતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે. આ જૈન ધર્મ છે. જ્ઞાયક: આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે જે પરિણમે છે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપે કાયમ રહીને પરિણમે છે. પરપણે, અજીવપણે, રાગપણે, દ્વેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર શેયાકારે જ્ઞાન થયું એમ કહેવાય પણ તે જ્ઞાનપણું છોડીને શેયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન શેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરણેયપણે થતું નથી. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવો એ સમ્યગ્દર્શન છે. જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્ય સામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની - સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે. તેને સમ્યગ્દર્શન કહે છે. ૧૫ બંધ - મોક્ષથી રહિત પરમાર્થ જીવનું સ્વરૂપ ૧. ધ્રુવ ભગવાન, ઉત્પાદ-વ્યયની પર્યાયને કરતો નથી; જિનવરદેવે જીવની વ્યાખ્યા ગજબ કરી છે. ઉત્પાદ-વ્યય વિનાનો, બંધ-મોક્ષની પર્યાય અને બંધ-મોક્ષના કારણ વિનાનો તે જીવ છે. ૨. શુદ્ધ નિશ્ચય નયથી નિત્યાનંદ ધ્રુવ ભગવાન આત્મા છે તે જન્મતો નથી અર્થાત્ ઉત્પાદની પર્યાયમાં આવતો નથી, મરતો નથી અર્થાત વ્યયમાં આવતો નથી. એકેન્દ્રિયની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો ધ્રુવ ભગવાન તો સદાય ત્રિકાળી જ્ઞાનનંદની મૂર્તિ સ્વરૂપ જ રહ્યો છે. ૩. એક સમયમાં ચૈતન્યસ્વભાવ ધ્રુવ ધાતુને ધારી રાખ્યો છે એવી ત્રિકાળી વસ્તુ તે જીવ છે. એવો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પોતે મોક્ષમાર્ગને કરતો નથી, મોક્ષને કરતો નથી, બંધને કરતો નથી, બંધમાર્ગને કરતો નથી, પર્યાયના ઉત્પાદન કરતો નથી, પર્યાયના વ્યયને કરતો નથી તેને ત્રણ લોકના નાથ જીવ કહે છે. ૪. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયને જીવ કરતો નથી, પર્યાયને પર્યાય કરે છે. પર્યાય પર્યાયની ષટકારકની તાકાતથી પરિણમે છે, દ્રવ્ય પર્યાયને કરતું નથી. અજ્ઞાની રાગની એકતામાં ભીડાઈ ગયો છે. તેની પર્યાય ભીંસમાં આવી ગઈ છે, દ્રવ્ય તો દ્રવ્યપણે સદાય રહ્યું છે; તે રાગની ભીડમાં પણ ભીંસાતું નથી ને રાગની ભીડની ભીંસમાંથી છૂટીને મોક્ષની પર્યાયમાં પણ દ્રવ્ય આવતું નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ૫. પરની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય નથી, પરંતુ સ્વની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય છે. પર્યાય અને દ્રવ્ય બે ભિન્ન સત્તા છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, વ્યક્ત અને અવ્યક્તને સ્પર્શતું નથી. આવી ભગવાનને લક્ષમાં લેનારી પર્યાય પણ વસ્તુમાં આવતી નથી. ૬. જિનવરદેવ એને જીવ કહે છે કે જે ઉત્પાદ-વ્યયની દશામાં આવતો નથી, બંધ-મોક્ષમાં આવતો નથી, બંધ-મોક્ષને કરતો નથી. મોક્ષની પર્યાય જે વસ્તુમાં નથી એવી વસ્તુ દષ્ટિમાં લેવા છતાં દષ્ટિમાં વસ્તુ આવતી નથી. વસ્તુ જેવડી અને જેવી છે તેની શ્રદ્ધા પર્યાયમાં આવે છે પણ વસ્તુ પર્યાયમાં આવતી નથી. ૭. એવો જીવ - ત્રિકાળી ધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે, પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી. સમ્યગ્દર્શન પર્યાય છે પણ તેનો વિષય ધ્રુવ છે. સમગ્દર્શનની પર્યાયમાં ત્રિકાળી ધ્રુવની શ્રદ્ધા આવે પણ ત્રિકાળી ધ્રુવ ન આવે. પ્રતીતિમાં પૂર્ણાનંદના નાથની શ્રદ્ધા આવે પણ તે પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પોતે ન આવે. ૮. ધ્રુવ પોતાની પર્યાયમાં આવતું નથી અને પર્યાયને કરતું નથી. અજ્ઞાની પોતાના દ્રવ્યને ભૂલીને રાગને કરે છે પણ તે પરદ્રવ્યનો કર્તા નથી. નિર્મળ પર્યાય દ્વારા જેને આત્માનું ભાન થયું છે તે રાગનો પણ કર્તા નથી. શુદ્ધ નિશ્ચય નયથી ભગવાન આત્મા ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. ૯. વાસ્તવિક તત્વની દૃષ્ટિથી વિચારવામાં આવે - જોવામાં આવે અર્થાત્ અનાદિ અનંત વસ્તુસ્વભાવથી પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવની દષ્ટિથી જોવામાં આવે તો પરિપૂર્ણ ધ્રુવ વસ્તુ પર્યાયને કરતી જ નથી. ૧૦. સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે દ્રવ્ય સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા નથી, સમ્યગ્દર્શનની પર્યાય રાગનો કર્તા નથી અને રાગ પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી. ૧૧. સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું દ્રવ્ય આવતું નથી પણ આખા દ્રવ્યની પ્રતીતિ આવે છે. ભગવાન આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનો કર્તા નથી, પણ નિર્મળ પરિણતિનો પણ કર્યા નથી. અકર્તા છે. શુદ્ધ નિશ્ચય નયથી ભગવાન આત્મા બંધ-મોક્ષથી રહિત છે. ૧૨. અનાદિથી ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે કે જે શુદ્ધ પર્યાયને પણ કરતો નથી. એવા શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવથી - નિજ ચૈતન્ય પૂર્ણાનંદ સ્વરૂપની અનુભૂતિના અભાવથી જીવ પર્યાયમાં શુભ-અશુભ ઉપયોગે પરિણમીને ગતિઓમાં ઉપજે છે, નાશ પામે છે, કર્મબંધ કરે છે. ૧૩. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે, ત્રિકાળી જાણવા-દેખવાની શક્તિવાળો છે. એવા ભગવાન આત્માની સન્મુખતાના અભાવથી જીવ શુભાશુભ ભાવો કરીને, શુભાશુભ કર્મ બાંધીને પરિભ્રમણ કરે છે તેથી તે શુભોપયોગ મોક્ષનું કારણ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. ૧૪. શુદ્ધાત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગથી મોક્ષને કરે છે અને શુદ્ધાત્માની અનુભૂતિના Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અભાવમાં શુભાશુભ ઉપયોગથી બંધને કરે છે, તો પણ શુદ્ધ પરમ પારિણામિક ભાવ બંધ-મોક્ષને કરતો નથી, શુભાશુભ ભાવને કરતો નથી ને અનુભૂતિને પણ કરતો નથી. પરમ ભાવની દૃષ્ટિથી અનુભૂતિનો તથા શુભાશુભ ભાવનો અકર્તા છે. ૧૫. ઉત્પાદ-વ્યય વિનાનું ધ્રુવ, મોક્ષની પર્યાયને કરતું નથી. નિશ્ચયથી ધ્રુવ છે તે ઉત્પાદ-વ્યયનો હેતુ નથી, ઉત્પાદ છે તે વ્યય કે ધ્રુવનો હેતુ નથી તથા વ્યય છે તે ઉત્પાદ કે ધ્રુવનો હેતુ નથી, બંધનો ને મોક્ષનો બન્ને ભાવોનો કર્તા ધ્રુવ નથી, કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા પણ ધ્રુવ વસ્તુ નથી. ૧૬. વસ્તુ અબંધ સ્વરૂપ છે, તેને દૃષ્ટિમાં લેવો તે મહાન પુરુષાર્થ છે. નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દ્વારા વસ્તુ દૃષ્ટિમાં આવે છે. પર્યાયમાં બંધ-મોક્ષ છે પણ દ્રવ્યમાં બંધ-મોક્ષ છે જ નહિ. વસ્તુસ્વભાવમાં બંધ કેમ હોય ? તો વસ્તુનો અભાવ થઈ જાય. જ્ઞાયકભાવમાં બંધ-મોક્ષ ક્યાંથી આવે ? નિર્મળ પરિણતિ પણ દ્રવ્યની નથી. ૧૭. દ્રવ્યનું સ્વરૂપ બતાવવા, તેની દૃષ્ટિ કરાવવા અને પર્યાય દષ્ટિ છોડાવવા આચાર્ય કહે છે કે પર્યાયને દ્રવ્ય કરતું નથી. ૧૮. જીવ અને મોક્ષ વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ ? હા, અભાવ સંબંધ છે ! દ્રવ્ય અને પર્યાયને પ્રગટ ભાવાદિ ચાર પ્રકારના અભાવની જાતનો અભાવ નથી પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે આધ્યાત્મિક અભાવ છે. જીવમાં પર્યાય નથી અને પર્યાયમાં જીવ નથી એવો સંબંધ છે. ભગવાન ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ સદેશ વસ્તુ છે, સામાન્ય સ્વરૂપ છે તેમાં વિશેષનો અભાવ છે. સામાન્યમાં વિશેષનો અભાવ હોવાથી સામાન્ય તે વિશેષને કરતું નથી. વ્યક્તમાં વ્યક્ત અને અવ્યક્તનું એકી સાથે જ્ઞાન થવા છતાં અવ્યક્ત વ્યક્તને સ્પર્શતું નથી. પર્યાયના આલિંગન વિના દ્રવ્ય શુદ્ધ છે. નિર્મળ પર્યાય વિનાના દ્રવ્યને શુદ્ધ કહે છે. ૧૯. મોક્ષ અને મોક્ષમાર્ગ આશ્રય કરવા લાયક નથી, પર્યાય રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. વસ્તુ ધ્રુવ છે કે જેમાં બંધ-મોક્ષની પર્યાય નથી તેને જિનવર પરમાર્થ આત્મા કહે છે. જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન અને દ્રવ્યની પ્રતીતિ આવે છે પણ દ્રવ્ય આવતું નથી. ૨૦. દ્રવ્યની સન્મુખ પર્યાય થાય ત્યારે દ્રવ્યનો આશ્રય પર્યાય લીધો તેમ કહેવાય. તાત્પર્ય એ છે કે પર્યાય વિનાનો ભગવાન આત્મા તે ઉપાદેય છે. સિદ્ધ સમાન એટલે કે ત્રિકાળી શુદ્ધ એવો નિજ આત્મા ઉપાદેય છે ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. શુદ્ધાત્માની સન્મુખની અનુભૂતિરૂપ પરિણમન થાય તેને આત્મા ઉપાદેય થયો છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨૨૫ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ ૧. આત્મોન્તિનો ક્રમ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની બેંકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. તો સૌથી પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કેમ થાય તેનો જ ઉપદેશ આપવામાં આવે છે. સમ્યગ્દર્શન થવા માટે કોઈ નિયત ક્રમ નથી. પરંતુ અભ્યાસની દૃષ્ટિથી ‘આત્મોન્તિનો ક્રમ’ આ પ્રમાણે છે. ૧. સત્સંગ : જ્યાં જ્ઞાની પુરુષો અને આત્માના કલ્યાણ અર્થે જિનવચનોનું પ્રવચન થતું હોય એવા સુપાત્ર જીવો સાથે સંગ કરવો. ૨. સ્વાધ્યાય ઃ પછી પોતે પોતાના આત્માના હિતાર્થે સ્વાધ્યાય કરવો. આગમનો અને સત્ શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ૩. ગુણ જિજ્ઞાસા : આત્મા અનંત ગુણોનો પિંડ - ભંડાર છે એ ગુણો શક્તિરૂપે છે તે ગુણોનું પર્યાયમાં પ્રગટતા કેમ થાય તેની જિજ્ઞાસા થવી જોઈએ. ૪. પ્રભુ ભક્તિ : વ્યવહારથી પાંચ પરમેષ્ઠી જે પૂજ્ય છે તેના પ્રત્યે ભક્તિભાવ થવો જોઈએ. નિશ્ચયથી પોતાના આત્માની રુચિ થવી જોઈએ. ૫. આત્મવિચાર : આત્માનું જેવું સ્વરૂપ છે - જેવું સ્વરૂપ ભગવંતો અને જ્ઞાનીઓએ બતાવ્યું છે - તેનો વિચાર એટલે ચિંતન-મનન કરવું. ૬. આત્મસાક્ષાત્કાર : આત્માની સન્મુખ થઈ, એની પ્રતીતિ કરી, એનું લક્ષ કરી આત્માનો અનુભવ કરવો - પ્રત્યક્ષ આત્મા સાક્ષાત્કાર થાય એ જ ખરું કાર્ય છે. ૨. સમ્યગ્દર્શન માટે અભ્યાસનો ક્રમ : શાસ્ત્રોમાં આ પ્રમાણેનો ક્રમ અભ્યાસ માટે બતાવ્યો છે. ૧. પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું. તેમાં સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર બધું આવી જાય છે. એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વનો તો અભાવ થાય છે. કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અરિહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૨. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો. તેના નામ - લક્ષણાદિ શીખવા કારણ કે એના અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. જ્યાં તત્ત્વ શ્રદ્ધાન કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોનો ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ૩. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે. સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો. ૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો કારણ કે એ અભ્યાસથી સ્વાનુભૂતિની - આત્માનુભૂતિની - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવાં. સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે આ ચારે લક્ષણો સાથે હોય છે. ૩. પાંચ લબ્ધિઓ દ્વારા ક્રમની સમજણ : તત્ત્વ વિચાર કરનાર મુમુક્ષુ આત્મા સમ્યગ્દર્શન પ્રાપ્તિનો અધિકારી બને છે. સમ્યગ્દર્શન પ્રકાશે તેની પૂર્વે જીવને પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તે લબ્ધિઓનો ક્રમ આ પ્રમાણે છે. ૧. ક્ષયોપશમ લબ્ધિ ૩. દેશના લબ્ધિ ૫. કરણ લબ્ધિ. ૨. વિશુદ્ધિ લબ્ધિ ૪. પ્રાયોગ્ય લબ્ધિ ૧. ક્ષયોપશમ લબ્ધિ ઃ જેથી તત્ત્વનો વિચાર થઈ શકે એવો આત્માનો ક્ષયોપશમ ભાવ પેદા થવો એ ઉપાદાનકારણ હોય અને તેમાં કર્મની યોગ્ય સ્થિતિ પેદા થવી અર્થાત્ તથા પ્રકારના કર્મોનો ક્ષયોપશમ થવો તે નિમિત્ત હોય - એવી પ્રાપ્તિ જે કાળમાં થાય એવી સ્થિતિને ‘ક્ષયોપશમ લબ્ધિ' કહેવામાં આવે છે. ૨. વિશુદ્ધિ લબ્ધિઃ ક્ષયોપશમ લબ્ધિથી ઉત્પન્ન થયેલાં જીવના શુભ પરિણામની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. તેમાં ઉપાદાનકારણ સંકલેશ પરિણામોની હાની અને વિશુદ્ધતાની વૃદ્ધિ અર્થાત્ મંદ કષાયરૂપ ભાવ હોય છે. મોહ કર્મનો મંદ ઉદય થવો તે નિમિત્તકારણ હોય છે. ૩. દેશના લબ્ધિ : ઉપદેશીત નવ પદાર્થો, છ દ્રવ્યો, આત્મસ્વરૂપાદિની ધારણાની પ્રાપ્તિ થવી તે ઉપાદાનકારણ હોય છે અને તેમના ઉપદેશક આચાર્યાદિનો - તેમની દેશનાનો લાભ થવો તે નિમિત્તકારણ છે. ૪. પ્રાયોગ્ય લબ્ધિ : વિશુદ્ધિની વૃદ્ધિ - સત્પુરુષમાં શ્રદ્ધા-પ્રતીતિ અને કર્મની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમ થઈ જાય. આવા જે આત્માના પરિણામો થવાની યોગ્યતા પ્રાપ્ત થાય તે પ્રાયોગ્ય લબ્ધિ છે. ૫. કરણ લબ્ધિ ઃ જેને પૂર્વે ચાર લબ્ધિ થઈ હોય અને જેને અંર્તમુહૂર્તમાં સમકિત થવાનું હોય તેવા સંજ્ઞી પંચેન્દ્રિય કોઈ પણ જીવને આ પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ત્રણ ભાગ હોય છે. (૧) અધઃકરણ અથવા યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ આ લબ્ધિ પ્રાપ્ત થતાં ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. (૩) અનિવૃત્તિકરણ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪. આત્મસ્વરૂપ ને ધ્યાનહેતુ ભૂમિકાનો ક્રમ : આમાં આ પ્રમાણે ક્રમ પડે છે. ૧) પાત્રતા ૨) મુમુક્ષુતા ૩) જિજ્ઞાસા ૪) આત્માર્થી ૨૨૭ ૫) સ્વભાવ સન્મુખ મિથ્યાદષ્ટિ ૬) અનુભવાર્થી. ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે આગમ - અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય એવી પ્રથમ સમજ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય. ૨. સહજ વૈરાગ્ય એટલે રાગથી વિરક્ત. રાગમાં દુઃખનો અનુભવ થાય એટલે જેથી નિરસતા વર્તતી હોય. ૩. મન-ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય. ૪. સ્વભાવ તરફ ઢળવાનું વલણ-ઉપયોગની ચંચળતા ઘટી અર્થાત્ અચંચળ ચિત્તવાળો થઈ ગયો હોય. ૫. શીઘ્રતાથી પોતાનું કાર્ય(શ્રેય) કરવાની વૃત્તિ ઉત્પન્ન થતાં હવે એ કાર્યમાં પ્રમાદ ન હોય. ૬. ધૈર્યવાન હોય અને અધીરજ અથવા ઉતાવળથી કાર્ય કરવાને જે ઉત્સુક ન હોય, સહજ સ્વભાવનો ખ્યાલ હોય. ૭. એક માત્ર મુક્તિનો ઇચ્છુક - જેનું લક્ષ પૂર્ણતાનું હોય. ૮. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવથી અસ્તિત્વપણાનું જોર(સંવેગ) હોય. ૯. જેને નિજ પરમ પદની અત્યંત અત્યંત મહિમા હોય. ૧૦. આ વાત પાંચ ‘૫’માં આવે છે - સ્વભાવનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ. ‘પરમપદનું ધ્યાન જ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.’ પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. ૫. સ્વભાવની પ્રાપ્તિ માટે ક્રમબદ્ધ ઉપદેશ પ્રધાન વચનો ઃ (શમ) ( સંવેગ) (નિર્વેદ) ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો; અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. (અનુકંપા) (સર્વ આત્મામાં સમદષ્ટિ દો. દ્રવ્ય સ્વભાવથી બધા આત્મા એકરૂપ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ...) ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. (કષાયની ઉપશાંતતા.....) ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો. (માત્ર મોક્ષ અભિલાષ.) ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ. એ કરતાં હવે અટકો. (જેને ભવનો ભય લાગ્યો હોય.....) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ૫. કોઈ પણ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. (આસ્થા) આ પાંચે અભ્યાસ ક્રમસર યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. ૬. તત્ત્વના યથાર્થ નિર્ણયનો ક્રમ ઃ ૧. અનંત અનંત કાળમાં મુખ્યપણું મળવું મોંઘુ છે. મનુષ્યપણામાં પણ વીતરાગ પ્રભુએ કહેલી સત્ય ધર્મની વાત સાંભળવા કોઈક વાર જ મળે છે. આ થયું ‘સત્ય ધર્મનું શ્રવણ’. ૨. આવી વાત સાંભળ્યા પછી બુદ્ધિમાં તેનું ગ્રહણ થવું દુર્લભ છે. ‘આ શું કહેવા માંગે છે’ એમ જ્ઞાનમાં પકડાવું તે દુર્લભ છે. માટે શ્રવણ પછી ‘સત્ય ધર્મનું ગ્રહણ.’ ૩. ગ્રહણ થયા પછી તેની ધારણા થવી દુર્લભ છે. શ્રવણ કરી, તેને ગ્રહણ કરી પછી વિચારે કે મેં આજે શ્રવણ કર્યું ? કેટલું યાદ રહ્યું ? કેટલું ગ્રહણ થયું ? નવું શું સમજ્યો ? એમ અંતરમાં પ્રયત્ન કરીને સમજે તો આત્માની રુચિ જાગે ને તત્ત્વ સમજાય. તેને વારંવાર વિચારી સ્વભાવમાં ધારી રાખે તે થઈ ધારણા. ૪. શ્રવણ - ગ્રહણ - ધારણા કરીને પછી એકાંતમાં પોતે પોતાના અંતરમાં વિચારે, અંતરમાં મંથન કરીને સત્યનો નિર્ણય કરે એ દુર્લભ છે. અંતરમાં યથાર્થ નિર્ણય કરીને રુચિને પરિણમાવવાની આ વાત છે. આ અતિ દુર્લભ છે. ૫. યથાર્થ નિર્ણય કરીને - તેને રુચિમાં પરિણમાવીને - તેનું ભેદજ્ઞાન કરીને - તેનું સત્ય શ્રદ્ધાન કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું તે મહાન દુર્લભ અપૂર્વ છે. આ રીતે નવ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. ‘‘હું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.'' એ નિર્ણયની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૭. સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર આત્માર્થીનો ક્રમ ઃ જીવને યોગાનુયોગ અથવા પ્રયત્નપૂર્વક યથાર્થ સત્સંગનો યોગ હોય છે. તેમાંથી આત્મઉન્નતિની પરિણામ શ્રેણી શરૂ થાય છે. આ પરિણામ શ્રેણીની વિશેષતાએ છે કે પરિણામોની પ્રત્યેક ભૂમિકામાં દર્શનમોહ અધિક અધિક મંદ થઈ જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે. આનો ક્રમ આ પ્રમાણે છે. ૧. ચિંતના ભવભ્રમણના નાશ કરવાની ચિંતના શરૂ થાય છે અને તે ચિંતના ઉગ્ર થઈને વેદના અને ઝરણા ઉત્પન્ન કરે છે. સહજ જ પરિભ્રમણથી મુક્ત થવાની જિજ્ઞાસા વેદનાપૂર્વક ઉત્પન્ન થાય છે. ૨. ઉદાસીનતા ઃ સમસ્ત ઉદયના કાર્યોમાં સહજ જ નિરસપણું થઈ જાય છે. સહજ ઉદાસીનતાનો ક્રમ આ સ્તરે શરૂ થાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ માત્ર મોક્ષ અભિલાષ “હવે મારે આ જગતમાંથી કાંઈ પણ જોઈતું નથી - એક મારો આત્મા જ જોઈએ છેએવી દઢ વૃત્તિથી જ અંતઃકરણની શુદ્ધિ થાય છે. ૪. સંવેગપૂર્વકલગની હવે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વભાવના અંતરના ઊંડાણમાંથી જાગે છે. જીવ સંવેગપૂર્વક પોતાના ધ્યેય પ્રત્યે પૂરી લગનથી લાગે છે. ૫. નિજ હિતની દૃષ્ટિઃ પૂર્ણતાનું લક્ષ નિરંતર રહેતું હોવાથી નિજ હિતના પ્રયોજનની દષ્ટિ અહીંથી પ્રાપ્ત થાય છે. ૬. પુરુષની શોધઃ નિજ હિતના દષ્ટિકોણથી એક અત્યંત મહત્વપૂર્ણ અંતરસૂઝ ઉત્પન્ન થાય છે. જેને લીધે આત્મજ્ઞાની પુરુષના ચરણકમળના સાનિધ્યમાં રહેવાનો અભિપ્રાય થઈ આવે છે. ૭. યથાર્થતાઃ હવે સમજણની યથાર્થતા ઉત્પન્ન થાય છે. ૮. અવલોકનઃ હવે એક નવી જાગૃતિ ઉત્પન્ન થાય છે. જેથી પોતાના સર્વ પરિણામોમાં અપક્ષપાતપણે - અવલોકન શરૂ થાય છે. ૯. વૈરાગ્ય હવે વૈરાગ્યનો સહજ પુરુષાર્થ શરૂ થાય છે. જ્ઞાનમાં નિર્મળતા અને મધ્યસ્થતા કેળવાતી જાય છે. ૮. સ્વાનુભૂતિની વિધિનો ક્રમ (સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પ્રથમ શું કરવું?) ૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ, નિજ આત્માનો નિર્ણય કરવો. ૨. દરેક જીવ સુખ ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. ૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગને બરાબર જાણવું ૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. ૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવ આત્માનો નિર્ણય કરવો. ૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. ૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય છે. આ છે ઉપશમ દશા. ૮. હવે આત્મઅનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને સીમીત કરવાનો મહાવરો કરવો જોઈએ. ૯. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. આ રીતે નવ પગથિયાના ક્રમમાં સ્વાનુભૂતિની વિધિનો ક્રમ બતાવવામાં આવ્યો છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૯. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કમસર ભલામણઃ સન્શાસ્ત્રોનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ કરવો. આ ઉપરાંત નીચેના ક્રમ પર લક્ષ રાખવું. ૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. ૨. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈ પણ જીવને સાચા વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ. કેમ કે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. ૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે. પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી ધર્મ થશે. પણ જ્ઞાનીઓને હેયબુદ્ધિએ હોવાથી તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી. ૪. આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ; પણ તે શુભભાવને ધર્મ માનવો નહિ; કારણ કે તે વિકાર હોવાથી અનંત વીતરાગદેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. ૫. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વ પરનું શ્રદ્ધાન થતાં થાય છે, માટે યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થવું. ૬. પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સત્ શાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન,પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે. પરંતુ પહેલાં ગુણસ્થાને સાચા વ્રત, તપ વગેરે હોતાં નથી. ૭. ગુણસ્થાનનો ક્રમ જેમ છે તેમ જાળવી રાખવો. ૧૦ સાધનાનો કમઃ ૧. સ્વરૂપની રુચિ (અંતર્મુખ વલણની રુચિ) ૨. સ્વરૂપની યથાર્થ સમજણ (સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન અને તેમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત) ૩. સ્વરૂપનો યથાર્થ નિર્ણય. “હું જ્ઞાન આનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું'. ભેદજ્ઞાન અને વીતરાગ વિજ્ઞાનનો અભ્યાસ. ૪. સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા-પ્રતીતિ-લક્ષ-અનુભવ. વારંવાર એકાગ્રતાનો અભ્યાસ. ૫. સ્વરૂપ સન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય. આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. ૬. જેને જેની રુચિ હોય તેની વારંવાર ભાવના ભાવે. આ ભાવના અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. અનિત્ય આદિ બાર ભાવનાઓનું નિયમિત ચિંતવન - અનુપ્રેક્ષા. ૭. જ્યાં સુધી આત્મઅનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ-મનન ચિંતવન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી ભવનો નાશ થાય છે. “આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે!' Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ૮. હું શાયક...શાયક..શાયક એમ અંદરમાં રટણ રાખ્યા કરવું. ૯. જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયકમાં એકાગ્રતા કરવી. ૧૦. પૂર્ણાનંદના નાથ પ્રભુની પ્રતીતિમાં - શ્રદ્ધામાં એનો અનુભવ થાય છે. ૧૧ નિગોદથી મોક્ષ સુધીનો આત્માનો વિકાસ કમઃ ૧. વિશ્વનો પ્રત્યેક જીવ પોતાના વિકાસને ઝંખે છે. પરંતુ જ્યાં સુધી તેની દષ્ટિમાં (૧) વિકાસનું સાચું સ્વરૂપ આવે નહિ તેમજ (૨) ભૂતકાળમાં પોતાનો આત્મા કેવા કેવા પરિવર્તનો અનુભવી ચૂક્યો છે તેનો ઇતિહાસ અને (૩) ભાવિમાં વિકાસની આગેકુચ માટેના કર્તવ્યનું ભાન થાય નહિ ત્યાં સુધી વિકાસને રટતો પણ અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. તેની આ અથડામણ ટાળવા તેને વસ્તુનું સ્વરૂપ સમજવું પડશે. ૨. અનાદિકાળથી જીવ આ વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતે કદાપી નવો ઉત્પન્ન થતો નથી. તેનો નાશ પણ થતો નથી. પરંતુ જ્યારથી તે વિશ્વમાં છે ત્યારથી માંડીને તેના અનાદિ કાલીન નિવાસ સ્થાનને નિગોદ કહેવામાં આવે છે. ૩. નિગોદ એ એક સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયનો એક એવો વિભાગ છે કે જેમાં અનંત જીવોનું એકમાત્ર સાધારણ અતિ લઘુ શરીર હોય છે. એ એવું લઘુ હોય છે કે તે અનંત ભેગાં થાય ત્યારે એક સૂક્ષ્મ રજ જેવું બને. જ્યાં સુધી જીવ આ સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ બહાર નીકળીને બાદર નિગોદ વગેરે જીવ સ્થાનોમાં આવતો નથી, બાદર નિગોદ - પૃથ્વીકાયિક વગેરે વ્યવહાર પામતો નથી, ત્યાં સુધી તે અવ્યવહાર રાશિના જીવરૂપે ઓળખાય છે. ૪. પ્રત્યેક જીવ અનંત પુદ્ગલ પરાવર્તનકાળ સુધી આ વ્યવહાર રાશીમાં નિવાસ કરી ચૂક્યો છે અને હજુ પણ એવા અનંતાનંત જીવો છે કે જેઓ તેમાંથી બહાર આવ્યા જ નથી. અને ભવિષ્યમાં પણ તેમાંથી અનંત ભાગના જીવો જ બહાર આવશે. બાકીના ત્યાં ને ત્યાં જ રહેવાના છે. ૫. સૂક્ષ્મ નિગોદ સિવાયના બાકીના બધા જીવ સ્થાનો તેમજ તે જીવ સ્થાનોમાં જઈને ફરી પાછા સૂક્ષ્મ નિગોદમાં આવેલા જીવોને પણ વ્યવહાર રાશીના જીવ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહાર રાશીથી પણ પ્રવાહથી અનાદિ કાળથી અસ્તિત્વમાં છે. ૬. પરંતુ પ્રત્યેક જીવને આશ્રયીને તેની શરૂઆત અનાદિ કાલીન સૂક્ષ્મનિગોદ અવસ્થાનો એકવાર ત્યાગ કરે ત્યારથી થાય છે. મનુષ્ય ભવમાં એક જીવ પોતાના પુરુષાર્થ વડે આત્માની પૂર્ણ અવસ્થાનો સાક્ષાત્કાર કરે એટલે કે પોતાના સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બને ત્યારે કોઈ એક જીવ અવ્યવહાર રાશીનો ત્યાગ કરીને વ્યવહાર રાશીમાં આવે છે. સિદ્ધ ગતિ પણ પ્રવાહથી અનાદિ હોવા છતાં પ્રત્યેક સિદ્ધ જીવોને આશ્રયીને આદિયુક્ત છે. ૭. હવે નિયમ એવો છે કે પંદર કર્મભૂમિના બધા જ ક્ષેત્રો જ્યાં વસાહિત મનુષ્યો છે એ બધામાંથી દર Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ છ મહિને અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે અને તે પ્રમાણે અવ્યવહારરાશીમાંથી ૬૦૮ જીવો વ્યવહાર રાશીમાં આવે છે. ૮. અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાના જીવનો આપણા જેવો કોઈ પુરુષાર્થ હોતો નથી. પરંતુ તે જીવની ભવિતવ્યતા જ તેમાં બળવાન કારણ છે, છતાં એક જીવના મોક્ષગમનને તેમાં નિમિત્ત માની શકાય છે અને તે સમયને કાળલબ્ધિ કહેવામાં આવે છે. ૯. આ અવ્યવહાર રાશીમાંથી પહેલી વાર નીકળતો જીવ યથાસંભવ બાર એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. દેવ, નરક કે મનુષ્યમાં ઉત્પન્ન થતાં નથી. અને આ ભવમાં આવ્યા પછી યથાસંભવ સંસારની ચારે ગતિઓમાં તેના પરિભ્રમણનો આરંભ થાય છે. ૧૦. હવે અહીંથી શરૂઆત કરી મોક્ષ થાય ત્યાં સુધી પ્રત્યેક જીવને બે હજાર સાગરોપમનો વધારેમાં વધારે કાળ મળે છે અને તેમાં જો એ તેનું કાર્ય પૂર્ણ ન થાય તો પાછો નિગોદમાં આવી જાય છે. ૧૧. વ્યવહાર રાશીમાં જીવ બાદરનિગોદ, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં, બે ઇન્દ્રિયમાં શંખ, કોડા, અળસિયા વગેગમાં, ત્રિઈન્દ્રિયમાં કીડી-મંકોડા વગેરે, ચહેરેન્દ્રિયમાં માખી-મચ્છર વગેરે, તિર્યંચ પંચેન્દ્રિય ગાય, ઘોડો, સર્પ, સિંહ, પશુ-પંખી વગેરે, મનુષ્યમાં આર્ય-અનાર્ય વગેરે, દેવલોકમાં તેમજ નરકના ઉત્પત્તિ સ્થાનોમાં આ રીતે યથા સંભવ ૮૪ લાખ યોનિસ્થાનોમાં તેનું પરિભ્રમણ ચાલુ રહે છે ૧૨. અવ્યવહાર રાશીમાંથી બહાર આવ્યા પછી જીવ જ્યારે વિકાસ અભિમુખ થાય એ નિશ્ચત હોતું નથી, કારણ કે કોઈક જીવ અતિ અલ્પકાળમાં પણ આધ્યાત્મિક વિકાસ અભિમુખ બની વિકાસની ચરમ સીમાને પ્રાપ્ત કરી છેલ્લા મનુષ્યભવમાંથી સિદ્ધગતિમાં જાય છે. આ બાબતમાં પ્રધાનપણે તેને જીવનો ‘તથા ભવ્યત્વ' નામનો સ્વભાવ વિશેષ તેમજ તેની ભવિતવ્યતા’ જ મુખ્ય ભાગ ભજવે છે. ૧૩. મોક્ષે જવાને યોગ્ય કોઈ પણ જીવ ભવ્ય કહેવાય છે. પણ ઘણાં જીવ એવા છે કે જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં ક્યારેય પણ અવ્યવહાર રાશીમાંથી બહાર જ નીકળતા નથી. તેમને જતિભવ્યના નામે ઓળખવામાં આવે છે. અને ઘણાં એવા પણ જીવો છે કે જેઓ વ્યવહાર રાશીમાં આવ્યા છતાં પણ તેમનામાં મોક્ષે જવાની લાયકાત - યોગ્યતા જ ન હોવાથી ક્યારેય પણ મુક્તિમાં જશે નહિ, અર્થાત અનાદિ અનંત સંસારમાં રખડ્યા જ કરશે. તેવા જીવોને અભવ્ય કહેવાય છે. હવે અભવ્યો અને ચરમાવર્તમાં પ્રવેશ થાય નહિ ત્યાં સુધી ભવ્ય જીવ પણ અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ ક્ય જ કરે છે. ૧૪. આ પરિભ્રમણ કાળમાં જીવને સંસારના સુખ પ્રત્યે અતિ ગાઢ રાગ અને દુઃખ પ્રત્યે અતિશય દ્વેષ ભાવ હોવાથી ઘણું કરીને અશુભ પ્રવૃત્તિઓમાં જ રચ્યો પચ્યો રહે છે. તેથી અશુભ યોનિઓમાં વારંવાર ગમનાગમન કરે છે. ક્યારે શુભ પ્રવૃત્તિ થઈ જાય છે ત્યારે દેવલોક વગેરેના સુખનો પણ તે સ્વાદ લઈ આવે છે. એ સુખમાં ય રાગબુદ્ધિ પાપની એટલે ત્યાંથી આગળ ભવોમાં ભટકવાનું ચાલું. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૫. જ્યારે કોઈ ભવ્યાત્માઓ ચરમાવર્તમાં પ્રવેશ થાય છે ત્યારે અવિધિસર તે વિકાસને અભિમુખ બને છે. પાપ પ્રવૃત્તિઓની તીવ્રતા અતિ અલ્પ માત્રામાં ધીમે ધીમે ઘટવા માંડે છે. પહેલાની જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટથી ૭૦ કોડા કોડી સાગરોપમની સ્થિતિનો બંધ કે જે તીવ્ર સંકલેશથી થાય છે, તે હવે વારંવાર થતો નથી. ક્રમે કરીને એવી અવસ્થામાં પહોંચે છે જ્યારે બે થી વધુ વાર મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ભાવિ કાળમાં નહિ કરે. એ જ રીતે કોઈ સકૃત એક વાર બંધક અવસ્થામાં અને કોઈ જીવ તક્ત અપુનબંધક અવસ્થામાં આવી જાય છે. આ અવસ્થામાં પણ સંસારના જીવનું પરિભ્રમણ પૂર્વની જેમ ચાલુ હોય છે. ૧૬. જ્યારે ખરેખર વિકાસ અભિમુખ બને છે ત્યારે પ્રથમ ન્યાય નીતિ વગેરે ૩૫ માર્ગાનુસારી ગુણોનું સ્વયંભૂ પ્રેરણાથી કે કોઈના ઉપદેશથી અનુકરણ કરે છે. હવે માનસિક વલણ ધીમે ધીમે અધ્યાત્મ તરફ ઢળતું જાય છે. ભૂતપૂર્વ ગાઢ મિથ્યાત્વની દશા ટળી જાય છે. હવે અર્ધપુલ પરાવર્તનકાળથી વધુ સંસારનું પરિભ્રમણ બાકી ન રહ્યું હોવાને કારણે શુભ પ્રવૃત્તિઓ અને અનુષ્કાનોના આચરણમાં પોતે હોંશથી જોડાય છે. - હવે સમ્યકત્વની પ્રાપ્તિની પ્રક્રિયામાં જોડાય છે અને ઔપશમિક સમ્યગ્દર્શન નામના મહાન સદ્ગણને પ્રાપ્ત કરે છે અને પછી એ જીવ જ્યારે ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનક સુધી પુરુષાર્થથી આગળ વધતો વધતો સિદ્ધ દશાને-મોક્ષને પ્રાપ્ત થાય છે. આ છે આત્માનો કમિક વિકાસ કમ. તેમાં અગત્યતા છે સમ્યકત્વની પ્રાપ્તિ. ૧૨ ચૌદ ગુણસ્થાનક : સંસારમાં અનાદિ કાળથી ભટકતો આત્મા અલ્પજ્ઞ મટીને સર્વજ્ઞ બને એવા પ્રકારનો સર્વાગી વિકાસ થાય તે માટે જ્ઞાની ભગવંતોએ ૧૪ ગુણસ્થાનકની પ્રક્રિયા દર્શાવી છે. ૧. મિથ્યાત્વ ૬. પ્રમત્ત વિરતિ ૧૧. ઉપશાંત મોહ ૨. સાસાદન ૭. અપ્રમત્ત વિરતિ ૧૨. ક્ષીણ મોહ ૩. મિશ્ર ૮. અપૂર્વકરણ વા નિવૃત્તિકરણ ૧૩. સયોગી કેવળી ૪. અવિરત સમ્યગ્દષ્ટિ ૯. અનિવૃત્તિકરણ ૧૪. અયોગી કેવળી. ૫. દેશ વિરતિ ૧૦. સૂક્ષ્મ સામ્પરાય " વિકાસક્રમને ઓળખવા માટે આ ગુણસ્થાનો બતાવ્યા છે. ૧૩ સમ્યકત્વની પ્રાપ્તિ યાને ગ્રંથિભેદની પ્રક્રિયા: ૧. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલાં જીવને જ્યારે ફક્ત એક પુદ્ગલ પરાવર્તનકાળથી વધુ સંસાર ભ્રમણ બાકી રહેતું નથી ત્યારે તે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં યાને ચરમાવર્તમાં પ્રવેશ પામેલો ગણાય છે, અને ત્યાં કમસર વિકાસ અભિમુખ થતો જાય છે, જેમાં સમ્યગ્દર્શનને પમાડનાર ગ્રંથિભેદની પ્રક્રિયાનું પ્રકરણ મુખ્ય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૨. દયા-ઉદારતા-ક્ષમા વગેરે ગુણોનો ધીમે ધીમે અભ્યાસ કરતો જીવ પોતાના કર્મોની સ્થિતિ ઘણી ટૂંકાવી નાંખે છે. આત્માના અધ્યવસાયો વિશુદ્ધ થતાં જાય છે. અને જ્યારે ગ્રંથિભેદની નજીક આવી પહોંચે છે ત્યારે કોઈ પણ કર્મની સ્થિતિ પહેલાંની જેટલી અતિશય દીર્ઘ રહેતી નથી. પરંતુ ટુંકાઈને એક ક્રોડાકોડી સાગરોપમની અંદર થઈ જાય છે, જ્યારે તેના અધ્યવસાયોની વિશુદ્ધિ વધુને વધુ તીવ્ર બનતી જાય છે.' આ સમયે સન્માર્ગમાં અંતરાયરૂપ રાગદ્વેષની નિબિડ ગ્રંથિને ભેદી નાખવા માટે પ્રચંડ શુભ પુરુષાર્થ કરી અધ્યવસાયને અત્યંત વિશુદ્ધ બનાવવાની જરૂર પડે છે. જીવને ગ્રંથિસ્થાન નજીક લઈ આવનાર અધ્યવસાયને યથાપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. કરણ એટલે અધ્યવસાય, યથાપ્રવૃત્ત એટલે આપોઆપ જ જીવના વિશેષ પુરુષાર્થ વિના પ્રવર્તમાન, આવા યથાપ્રવૃત્તકરણ અર્થાત ગ્રંથિદેશની મુલાકાત જીવને અનંતવાર થવાનો સંભવ છે. પરંતુ જે જીવ ગ્રંથિભેદ કરનાર છે, તેને એની ઉપરના અપૂર્વકરાણ નામના અધ્યવસાયરૂપ સોપાન ઉપર આરોહણ કરવાનું હોય છે. આ અધ્યવસાયના નામ પ્રમાણે તેમાં પ્રવેશ કરનાર જીવનો અધ્યવસાય અપૂર્વજ હોય છે. એથી પાંચ અપૂર્વ વસ્તુમાંથી એક ગુણસંક્રમણ સિવાય બાકીના ચાર અપૂર્વ અર્થાત્ અપૂર્વ સ્થિતિબંધ-સ્થિતિઘાત-ગુણશ્રેણી નામની સૈદ્ધાન્તિક પ્રક્રિયાઓ આ કરણમાં અપૂર્ણપણે પૂર્વે ન થઈ હોય તે રીતે પ્રવર્તે છે. અહીંયા વિશુદ્ધિ અનંતગણી હોય છે. આ કરણમાં રહીને જીવ પોતાના વિશુદ્ધ અધ્યવસાય દ્વારા સંસારના સુખ અને દુઃખ પ્રત્યેના અતિશય રાગ-દ્વેષની કર્કશ ગૂઢ દુર્ભેદ ગાંઠ ભેદી નાંખે છે અથ તેને સંસારના સુખ પ્રત્યે ઉદાસીનતા અને દુઃખ પ્રત્યે સહિષ્યવૃત્તિ આવી જાય છે. અર્ધપુદગલ પરાવર્તનકાળથી વધુ સંસારમાં પરિભ્રમણ કરવાનું ન હોય તેવા જીવો જ ગ્રંથિભેદ કરવાને સમર્થ થાય છે. ૪. અપૂર્વકરણનો કાળમાત્ર અંતર્મુહુર્તનો હોય છે. ગ્રંથિભેદ કર્યા બાદ જીવને અનિવૃત્તિwણ નામનો અધ્યવસાય પ્રવર્તે છે. આ અધ્યવસાય એક સાથે ગ્રંથિભેદ કરનાર જીવોને એક જ સરખો હોય છે. ગ્રંથિભેદ કર્યા પછી અંતર્મુહુર્તમાં જ જીવને અવશ્ય સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થાય છે. પણ તે પ્રાપ્ત કરવા માટે અનિવૃત્તિકરણમાં વર્તમાન જીવ છેડે અન્તરકરણ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. ૫. મિથ્યાત્વ મોહનીય કર્મની ગ્રંથિભેદ કર્યા પછીની જે સ્થિતિ છે તેમાં પહેલાં અંતર્મુહુર્ત જેટલો સમય છોડી દઈને પછીના બીજા અંતર્મુહુર્ત જેટલા સમયોની સ્થિતિમાં રહેલાં મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલોને આ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાય દ્વારા ઉપર નીચે ખસેડી દઈ અંતર્મુહુર્ત જેટલું મિથ્યાત્વના દલિક વિનાનું પોલાણ બનાવે છે. આ પોલાણને અન્તરકરણ કહે છે. આ અન્તઃકરણના પ્રયત્નથી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. અન્તરકરણના પ્રથમ સમયની નીચેની સ્થિતિ અને અન્તરકરણના છેલ્લા સમયની ઉપરની સ્થિતિ.. ૬. અન્તરકરારનો કાળ ઉપશમ સમ્યકત્વના અનુભવ દ્વારા પૂરો થવા આવે ત્યારે જઘન્યથી એક સમય Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અને વધુમાં વધુ છ આવલિકા જેટલો કાળ બાકી રહ્યો હોય ત્યારે કમનસીબે કોઈ જીવને ‘કલ્પનાન હોય અને અકાળે ધાડ પડે તે રીતે અનંતાનુબંધી કષાયરૂપી ચોરો એકદમ જાગૃત થઈ જાય છે, અર્થાત્ ઉદયમાં આવે છે, ત્યારે વધુમાં વધુ તે છ આવલિકાના સમયમાં સાસાદન નામના સમ્યકત્વનો અનુભવ કરે છે. તેને બીજા ગુણસ્થાનકના નામે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી તે અવશ્ય પહેલાં ગુણસ્થાને જ ઉતરી પડે છે. ૭. સદ્દભાગ્યે જે જીવને આવા અનંતાનુબંધીનો ઉદય થતો નથી તે ઉપશમ સમ્યકત્વના અનુભવકાળમાં મિથ્યાત્વની ઉપરની સ્થિતિમાં રહેલાં કર્મલિકોમાંથી કેટલાકને પોતાના શુભ અધ્યવસાયથી બરાબર ધોઈને સ્વચ્છ બનાવી દે છે. તો કેટલાકને અર્ધ સ્વચ્છ બનાવે છે. પરંતુ બાકીના તેવાને તેવા મલિન રહે છે. આ રીતે ઉપરની સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલોને ત્રણ વિભાગમાં વહેચી નાંખવાની પ્રક્રિયાને “ત્રિપુંજકરાણ” કહે છે. ઉપશમ સમ્યકત્વના કાળમાં જ સત્તામાં રહેલાં ઉપરની સ્થિતિના મિથ્યાત્વ દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. અતિ સ્વચ્છ સ્થિતિ સમ્યકત્વ મોહનીય નામે, અર્ધ સ્વચ્છ સ્થિતિ મિશ્ર મોહનીય નામે અને ત્રીજી અશુદ્ધ સ્થિતિ પહેલાની જેમ જ મિથ્યાત્વ મોહનીય નામે ઓળખાય છે. સમ્યકત્વનો કાળ પૂરો થયા પછી ત્રણમાંથી ગમે તે સ્થિતિ ભવિતવ્યતાવશ ઉદયમાં આવે છે. ૮. અંતરકરણ કરવા માટે ગ્રંથિભેદ ર્યા પછી આત્મા તરત જ ભાવિ અંતરકરણના સમયોમાં રહેલાં મિથ્યાત્વ મોહનીય કર્મના દડિયાને ઉપાડી ઉપાડીને ઉપરની અને નીચેની રહેલી સ્થિતિઓના દલિક પુંજોમાં ભેળવી દે છે. અંતર્મુહર્ત જેટલાં અતિ અલ્પકાળમાં આ રીતે દલિટરહિત અંતરનું નિર્માણ થાય છે. એને અંતરકરણ કહે છે. એ કરવાનું અનિવૃત્તિકરણના શેષકાળમાં હોય છે. તે કાળે બીજી સ્થિતિમાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા અનુદિત - શાંત થઈ ગયેલું હોવાથી, મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા ઉપશાંત હોઈને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે સમયે જીવને જે અપૂર્વ આનંદ થાય છે તેનું વર્ણન કરવાને હજારો જીભ પણ અસમર્થ છે. ૯. જો મિથ્યાત્વ ઉદયમાં આવે તો તે સાથે અનંતાનુબંધી કષાય અવશ્ય ઉદયમાં આવે છે. ત્યારે તે વખતે જીવની પહેલાં ગુણસ્થાનકમાં પીછેહઠ થાય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આવો જીવ અસંખ્યવાર ફરી ફરી સમ્યકત્વ પામી ગુમાવે તેવી શક્યતા રહે છે. ૧૦. જે જીવને મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે તે જીવનું ત્યારે ત્રીજું ગુણસ્થાનક ગણવામાં આવે છે. આ ગુણસ્થાનકનો અતિ અલ્પકાળ પુરો થયા પછી સમ્યકત્વ કે મિથ્યાત્વમાંથી ગમે તે ઉદયમાં આવવાની શક્યતા છે. ઉપશમ સમ્યકત્વનો કાળ પૂરો થયા પછી કોઈ જીવને સમ્યકત્વ મોહનીય કર્મનો ઉદય થાય છે. તેથી તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પછી વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી સતત ટકી રહે છે, અને ઓછામાં ઓછું અંતર્મુહુર્ત ટકી રહે છે. ત્યાર પછી પુનઃ મિથ્યાત્વ ઉદયમાં આવે છે કે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. - Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ એક ભવમાં પણ આવી રીતે અનેકવાર સમ્યકત્વની પ્રાપ્તિ અને વિનાશ થઈ શકે છે. પરંતુ એકવાર સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયા પછી અર્ધ પુદ્ગલપરાવર્તનથી વધુ કાળ તે જીવ સંસારમાં રહેતો નથી. તેથી મોડામાં મોડું દેશોના અર્ધ પુદ્ગલપરાવર્તનકાળના આંતરા પછી ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરીને ક્ષપક શ્રેણી માંડી જીવ મોક્ષે જાય છે. આ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ અથવા ગ્રંથિભેદની પ્રક્રિયા આ રીતે સમજાવવામાં આવી છે જે અભ્યાસ કરવા જેવી છે. ૧૪ સમ્યકત્વનો ક્રમ: સમત્વ એ મોક્ષનું બીજ છે, મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સમ્યકત્વ હોય તો જ જ્ઞાનચારિત્ર મોક્ષ ફલક બને છે. સદ્ભૂત પદાર્થની શ્રદ્ધારૂપ - તત્ત્વરુચિરૂપ શુભ પરિણામ છે. જે શુભ પરિણામ સમકિત પ્રશમ આદિ પાંચ લક્ષણથી જાણી શકાય છે. ૧. પ્રશમ અનંતાનુબંધી કષાયનો અનુદય, તીવ્ર વિષય તૃષ્ણા ક્રોધાદિ આવેશની શાંતિ. કષાયની ઉપશાંતતા...! ૨. સંવેગ : માત્ર મોક્ષની અભિલાષ, દેવતાઇ - શહેનશાહી સુખ પણ દુઃખરૂપ સમજી મોક્ષ માટે એક - તાલાવેલી, સુદેવ-સુગુરુ-સુશાસ્ત્ર (સુધર્મ) પ્રત્યે તીવ્ર અનુરાગ. ૩. નિર્વેદઃ નરકાવાસની જેમ સંસાર એક કેદરૂપ લાગે – તેના પ્રત્યે અણગમો - ભવે ખેદ....! ૪. અનુકંપા : શક્યતાનુસાર પરજીવો પ્રત્યે દયા - તેમના દુઃખ જોઈ કરૂણા ઉપજે. દ્રવ્યથી દુઃખી પ્રત્યે ભૂખ-તરસ-રોગ વગેરેથી રાહત આપવી – ભાવથી ધર્મવિમુખજીવોને સધર્મનો મૂળ માર્ગ બતાવવો - ચિંધવે. બધા જીવ ધર્મ પામી સુખ પ્રગટ કરે એવી ભાવના. ૫. આસ્તિક્યઃ આત્મા છે, છ દ્રવ્ય છે, દુઃખની અવસ્થા છે, કર્મ છે, સર્વજ્ઞ અને સર્વજ્ઞની સત્તા છે, બધા જીવોનો સર્વજ્ઞ સ્વભાવ છે. જિનેશ્વરોએ જે રીતે તત્ત્વોનું સાચું સ્વરૂપ બતાવ્યું છે તે પ્રત્યે અવિચળ - દઢ શ્રદ્ધા તે આસ્થા. આવી દઢ શ્રદ્ધા માટે વ્યવહારથી સમકિતના ૬૭ બોલ કહ્યા છે. ૪ - શ્રદ્ધા ૫ - દૂષણત્યાગ ૬ - યતના ૩ - લિંગ ૮ - પ્રભાવક ૬ - આગાર ૧૦ - વિનય ૫ - ભૂષણ ૬ - ભાવના ૩ - શુદ્ધિ ૫ - લક્ષણ ૬ - સ્થાન ટોટલ ૬૭. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય અને વિધિ આ ઉપાય અને વિધિને જુદાજુદા વીસ મુદ્દાઓ દ્વારા બતાવવી છે. ૧. જીવની અનાદિની તત્ત્વ સંબંધી ભૂલોની સમજણ. ૨. સ્વરૂપની સાચી સમજણ. ૩. સ્વરૂપ પ્રાપ્તિની સરળ વિધિ. ૪. જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો. ૫. સમકિત કેમ થાય? ૬. હું કોણ છું? “સ્વને ઓળખો'. ૭. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય. (વસ્તુસ્વરૂપની સમજણ) ૮. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય (તસ્વનિર્ણય'. ૯. સ્વાનુભૂતિની વિધિ (સંક્ષેપ). ૧૦. સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન? ૧૧. સમ્યકત્વ માટે સરસ મઝાની વાત (સમયસાર) ૧૨. જિજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો? ૧૩. સ્વરૂપ પ્રાપ્ત કરવાની યથાર્થ કાર્ય પદ્ધતિ – ભેદજ્ઞાન. ૧૪. દ્રવ્યદષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ છે. ૧૫. તત્ત્વ નિર્ણય અને ભેદજ્ઞાન. ૧૬. શુદ્ધ નય જ ભૂતાર્થ છે. ૧૭. મોક્ષનો ઉપાય - ભગવતી પ્રજ્ઞા. ૧૮. સમ્યગ્દર્શન માટે અરિહંત દેવને ઓળખો. ૧૯. સાધ્યની સિદ્ધિ. ૨૦. અગાધ શાંતિથી ભરેલો જ્ઞાનીનો માર્ગ. બહુ જ ધીરજ અને શાંતિપૂર્વક આ બધાનો અભ્યાસ કરવો જરૂરી છે. વિષયને સરળ અને સ્પષ્ટ બનાવવા માટે ઘણી બધી રીતે સમજાવાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ૧. જીવની અનાદિની તત્ત્વ સંબંધી ભૂલોની સમજણઃ ૧. “શરીર તે હું છું’ એમ જીવ અનાદિથી માની રહ્યો છે, તેથી હું તેને હલાવી ચલાવી શકું, શરીરના કાર્યો હું કરી શકું, શરીર સારું હોય તો મને લાભ થાય એ વગેરે પ્રકારે તે શરીરને પોતાનું માને છે; આ મોટો ભ્રમ છે. આ જીવ તત્ત્વની ભૂલ છે. એટલે કે હું આત્મા છું એમ તે માનતો નથી અને જીવને તે અજીવ માને છે. ૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે માને છે. તેમાં અજીવને જીવ માને છે. આ અજીવ તત્ત્વની ભૂલ છે. આત્મા અને દેહ ભિન્ન છે એમ તે માનતો નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે જ્યારે દેહ જડ છે. ૩. મિથ્યાત્વ, કષાય, પ્રમાદ, યોગ, રાગાદિ પ્રગટ દુઃખ દેનારા છે છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવ તત્ત્વની ભૂલ છે. ૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે, પણ તત્ત્વદષ્ટિએ પુણ્ય અને પાપ બન્ને નુકસાનકારક છે એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. ૫. સમ્યજ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં છે - એમ માને છે તે સંવર તત્ત્વની ભૂલ છે. ૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતાં, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઇચ્છા કર્યા કરે છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. ૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે અને તે જ ખરું સુખ છે - એમ ન માનતા, બાહ્ય સામગ્રીથી સુખ મળી શકે છે એમ જીવ માને છે તે મોક્ષ તત્વની ભૂલ છે. આ ભૂલોનું મૂળ કારણ મિથ્યાદર્શન છે. વિપરીત માન્યતા છે. એ ભૂલોને ટાળવી એ જ સમ્યગ્દર્શન છે. પોતાનું સાચું સ્વરૂપ ન સમજવાની આ ભૂલ છે અને તેનું ફળ અનંત સંસાર છે. આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે, એટલે કે ચાર ગતિઓમાં - મનુષ્ય-દેવ-તિર્યંચ અને નારક તરીકે જન્મી-મરી દુઃખ ભોગવે છે. આ ગતિઓમાં સૌથી દુઃખદાયક ગતિ નિગોદ - એકેન્દ્રિયની છે. સંસાર દશામાં વધારેમાં વધારે કાળ જીવ તેમાં કાઢે છે. તે અવસ્થા ટાળી ક્રમે મનુષ્યપણું પ્રાપ્ત કરવું તો અતિ અતિ દીર્ધકાળે બને છે અને તેમાં પણ સત્ય ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું જ છે. જો જીવ સ્વરૂપની સાચી સમજણ પ્રાપ્ત કરે તો કાયમને માટે આ દુઃખ ટળી શકે. પરંતુ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અથવા તો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈ ને કોઈ મિથ્યા માન્યતાને ગ્રહણ કરે છે. કુદેવ-કુગુરુ અને કુશાસ્ત્રમાં શ્રદ્ધા રાખી તે ફસાઈ જાય છે. અથવા તો બધા ધર્મો એક સમાન છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને, વિશાળ બુદ્ધિ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ માનીને અભિમાનને સેવે છે; કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી, તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો ' મોટામાં મોટો કાળ નિગોદ - એકેન્દ્રિયપણામાં કાઢે છે. ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કાર્ય કરી શકે, પરથી મને લાભ નુકસાન થાય એવી મિથ્યા માન્યતાઓનું અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવા કરે છે તે મહા પાપને ‘મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. તેના ફળરૂપે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. વસ્તુસ્વરૂપ કહો કે જૈન દર્શન કહો તે બન્ને એક જ છે. તેની વિધિ એવી છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવે છે. મિથ્યાત્વ એ મોટું પાપ છે અને સાત વ્યસનો - (૧) જુગાર (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) પરવારીનો સંગ (૭) ચોરી - એ નાનું પાપ છે. આ સ્થિતિમાં મહાપાપ મિથ્યાત્વ’ ટાળવાનો ઉપદેશ પ્રયોજનભૂત છે. ‘પુણ્ય’ને ધર્મમાં સહાયક માની તેના ઉપદેશની મુખ્યતા કરી ધર્મને નામે મહા મિથ્યાત્વરૂપી પાપને પોષવું નહિ. “પુણ્યથી ધર્મ - આત્માનું હિત ન થાય' - એ વિકારી ભાવ હોવાથી બંધનું કારણ છે એનાથી મુક્તિ ન થાય. તે સિવાય ગચ્છ-મતની જે કલ્પના છે - સાંપ્રદાયિક જે ભાવના છે તે રાગ-દ્વેષને પોષનારી છે - તેનાથી વીતરાગ ધર્મની પ્રાપ્તિ ન થાય. માટે એવી ભાવના કે આગ્રહથી નિવૃત્ત થવું. પરમાં પોતાના સુખની કલ્પના એ મોટું મિથ્યાત્વ છે. પોતે અનંત સુખનો ભંડાર છે, અને પોતાનું સુખ પોતાના આત્મામાંથી પ્રગટ થાય છે એ સાચી સમજણ છે. સંયોગી પદાર્થોમાં એક્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ અને શેયત્વ બુદ્ધિ કરી જીવ અનાદિથી દુઃખ ભોગવી રહ્યો છે. હવે આ કોઈ ક્રિયાની ભૂલ નથી. આ અભિપ્રાયની ભૂલ છે. જીવની માન્યતા, અભિપ્રાય ખોટો છે. આ માન્યતાની ભૂલ પ્રથમ સુધારી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. પોતાની આ સ્વરૂપ સંબંધી ભૂલ યથાર્થ સમજણથી – યથાર્થ જ્ઞાનીના બોધથી ટળી શકે છે. માટે પોતાનું સ્વરૂપ સમજી પ્રથમ આ ભૂલ ટાળી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ છે. ૨. સ્વરૂપની સાચી સમજણ (સમ્યગ્દર્શન માટે પ્રથમ ઉપાય) ૧. પ્રત્યેક જીવ સુખ ઇચ્છે છે અને તેનો પ્રત્યેક પ્રયત્ન પણ સુખ પ્રાપ્તિ માટે જ થાય છે, પરંતુ દુઃખ સિવાય તેને કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, કારણ કે તે ઉપાય સાચા નથી. ૨. જે સુખની કલ્પનાની પાછળ દુઃખ આવે છે તે વાસ્તવિક સુખ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહિ. ૩. સુખનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના માત્ર સુખની ઇચ્છાનો કોઈ અર્થ નથી. ૪. મોટે ભાગે સામાન્ય માનવી ભોગ-સામગ્રીને જ સુખની સામગ્રી માની રહ્યો છે અને તેની પ્રાપ્તિ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અને ભોગવટાને કોઈ મોટો પુરુષાર્થ કે સુખ સમજી રહ્યો છે. એના અંતરમનમાં એ માનીને બેઠો છે કે ભોગમય જીવન જ સુખમય જીવન છે. ૫. ગંભીરતાથી આનો વિચાર કરવામાં આવે તો જોવા મળશે કે બધી જાતની સમૃદ્ધિ, પદવી હોવા છતાં એ માનવી આકુળ-વ્યાકુળ, અશાંત, ભયાકુળ અને ચિંતાતુર જોવા મળે છે. તો પછી વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે? ૬. ઘણા લોકો દલીલ કરે છે કે સુખ-દુઃખે તો મનની એક કલ્પના છે, એ સુખ ભોગ સામગ્રીમાં નથી પણ કલ્પનામાં છે. ૭. જો સુખને કલ્પના માનવામાં આવે તો એનો અર્થ તો એ થયો કે સુખ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તો પછી શું એમ માનવું જોઈએ કે સુખની વાસ્તવિક સત્તા જ નથી ? આ વાત તો કોઈને પણ સ્વીકાર્ય જ નથી. તો પછી પ્રશ્ન થાય છે કે સાચું સુખ ક્યાં છે? ૮. ઘણા લોકો ઇચ્છાઓની પૂર્તિને સુખ માને છે. અને ઇચ્છાઓની પૂર્તિ ન થાય તેને દુઃખ માને છે. હવે શાંતિથી વિચારો કે ઇચ્છાઓની પૂર્તિ સંભવ છે ખરી? જીવો અનંત છે અને દરેક જીવની જો અનંત ઇચ્છાઓ પૂર્ણ કરવી હોય તો અનંતાનંત ભોગ સામગ્રી જોઈએ અને ખરેખર એ સામગ્રી તો સીમિત જણાય છે. તો પછી ઇચ્છાઓની પૂર્તિ ભોગસામગ્રી વડે સંભવ નથી. તે સિવાય એક ઇચ્છાની પૂર્તિ થતાં તત્કાળ બીજી નવી ઇચ્છા ઉત્પન્ન થયા વગર રહેતી નથી. આ તો પ્રવાહરૂપે ચાલુ જ રહે છે. આનો અર્થ એ થાય છે કે ઇચ્છાપૂર્તિમાં પણ સાચું સુખ નથી. ખરેખર સાચું સુખ તો ઇચ્છાઓના અભાવમાં છે. . ૯. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળી શકે છે. જે વસ્તુ જ્યાં હોય જ નહિ, જેની સત્તામાં જ્યાં - સંભાવના ન હોય તે ત્યાંથી કેમ પ્રાપ્ત થાય? ૧૦. જેમ જ્ઞાન આત્માનો એક ગુણ છે, એટલે જ્ઞાનની પ્રાપ્તિ ચેતન આત્મામાં જ સંભવે છે, જડમાં નહિ. તે પ્રમાણે જ ‘સુખ’ પણ આત્માનો એક ગુણ છે, જડનો ગુણ નથી. એટલે સુખની પ્રાપ્તિ આત્મામાંથી જ થશે, શરીરાદિ જડ પદાર્થોમાંથી થાય નહિ. ૧૧. જે પ્રકારે આ આત્મા સ્વયં પોતાને ન જાણીને અજ્ઞાનરૂપ (મિથ્યાજ્ઞાન) પરિણમિત થઈ રહ્યો છે, તે જ પ્રકારે આ જીવ સ્વયં સુખ જે પોતાનો ગુણ છે તે ભૂલીને, તે સુખ મેળવવા પરપદાર્થો તરફ પ્રયત્નશીલ છે એ જ એના દુઃખનું મૂળ કારણ છે. ૧૨. જીવની પીડા અને દુઃખના ત્રણ કારણો છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ. એના પેટામાં આવે છે રાગ-દ્વેષ, ચાર કષાય - ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. ૧૩. 'જેસ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત’ - આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆત આ પદથી થાય છે. આ જીવના દુઃખનું મૂળ કારણ તેને પોતાના સાચા સ્વરૂપની સમજણ નથી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૧૪. સાચું સુખ પ્રાપ્ત કરવા આ જીવે પરોન્મુખી દષ્ટિ છોડીને પોતાના આત્મા - સ્વયંને જાણવો પડશે; કારણ કે પોતાનું સુખ પોતામાંથી મેળવવું પડશે - એ પોતાનો ગુણ છે. ૧૫. સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પોતાના આત્માને - પોતાના સ્વરૂપને જોવું અને જાણવું અને તે સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્રની એકતાને વાસ્તવિક સુખ પ્રગટ કરવાનો મોક્ષમાર્ગ કહ્યો છે. ૧૬. સાચું સુખ તો આત્મા દ્વારા અનુભવની વસ્તુ છે, તે કહેવાની દેખાડવાની વસ્તુ નથી. સુખ એ અનુભવનો વિષય છે. સમસ્ત પરપદાર્થોથી દૃષ્ટિ હટાવી અંતર્મુખ થઈ આપણા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં તન્મય થઈ આ સુખની અનુભૂતિ થઈ શકે છે. આત્માનું જેવું સ્વરૂપ છે એ જ્ઞાન અને શ્રદ્ધામાં આવવું જોઈએ. આ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ, અનંત આનંદનો કંદ છે. આનંદમય છે, સુખમય છે એટલે કે આત્માનુભૂતિ(સ્વાનુભૂતિ) જ સુખાનુભૂતિ છે. આત્માનુભૂતિ-સમ્યગ્દર્શન એ જ સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. ૧૭. ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ પ્રતીત થાય છે કે આત્માને સુખ ક્યાંથી પણ પ્રાપ્ત કરવું પડતું નથી. તે પોતે જ સુખથી બનેલો છે, સુખમય છે, સુખ જ છે. જે પોતે સ્વયં સુખમય-સુખસ્વરૂપ હોય તેને સુખ મેળવવું શું ? માત્ર એ જાણી એની શ્રદ્ધા કરી એનો અનુભવ કરવાનો છે - એ જ સમ્યગ્દર્શન છે - આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ. ૧૮. સુખ શું છે ? સુખ ક્યાં છે ? સુખ પ્રાપ્તિનો ઉપાય શું ? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે ‘આત્માનુભૂતિ’. ૧૯. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રથમ ઉપચાર ‘તત્ત્વ વિચાર’ છે. સ્વરૂપની સમજણ - હું કોણ છું ? પોતાના સત્ સ્વરૂપની અનુભૂતિ. ૨૦. પછીની ભૂમિકામાં તદ્નુસાર યોગ્ય પુરુષાર્થ - એ જ ઉપાય છે. સૌથી પ્રથમ ‘અજ્ઞાનતામાં' જે વાતો છે તે સમજવી પડશે. ૧) પ્રથમ મૌલિક ભૂલ એ છે કે અનંત ગુણવાળા ચૈતન્યતત્ત્વને પોતાનો નથી માનતો પણ જડ શરીરને અને પરપદાર્થોને પોતાનું અસ્તિત્વ માની લીધું છે. ૨) જીવની બીજી અજ્ઞાનતા એ મિથ્યા માન્યતા પર આધારિત છે કે ‘સુખ-દુઃખ’‘પર’માંથી આવે છે અને ‘પર’દ્રવ્યનું અનૈચ્છિક પરિણમન મને કષાય કરાવે છે. ૩) જીવની ત્રીજી અજ્ઞાનતા પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી અર્થ વગરના રાગ-દ્વેષના પરિણામ ઊભા કરવા તે છે. ૪) જીવની ચોથી અજ્ઞાનતા એની કર્તૃત્વ બુદ્ધિ છે. તે પોતાના જ્ઞાનસ્વરૂપને ઓળખતો નથી અને પરના કર્તાની મિથ્યા માન્યતા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૫) પાંચમી અજ્ઞાનતા ઇશ્વરને જગતના હર્તા-કર્તા માનવાની છે. તેને પરમાત્માનું સ્વરૂપ વીતરાગી છે એ જાણપણું નથી. આ જગતનું કાર્ય સ્વયંસંચાલિત છે અને પરમાત્મા એના જ્ઞાતા છે. ૬) છઠ્ઠી અજ્ઞાનતા સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી છે. અનંત તીર્થકરોએ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે, જ્યારે અજ્ઞાનીઓએ વ્રત, તપ, જપ, પૂજા-ભક્તિ, દયા-દાનને(શુભ પરિણામોને) મોક્ષ માની લીધું છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર વીતરાગી છે એના સત્ સ્વરૂપને એ જાણતો નથી. ૭) સાતમી અજ્ઞાનતા તત્ત્વ સંબંધી' છે. જ્યાં તત્ત્વજ્ઞાન સાચું નથી ત્યાં અનંતાનુબંધી કષાય થાય છે. નિમિત્તને કર્તા માનવું એ અનંતાનુબંધી કષાયનો જન્મ છે. પોતાના સત્ સ્વરૂપનું - સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ કેવું છે તેની શ્રદ્ધા નથી. ઉપાદાન-નિમિત્ત, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય-વ્યવહાર એ બધા તત્ત્વોનો અભ્યાસ અને સમજણ ન હોવાથી યથાર્થ શ્રદ્ધા થતી નથી કે જેથી સમ્યગ્દર્શન અને આત્માનુભૂતિ અને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. જીવનું આવું સૌભાગ્ય ક્યારે જાગે? કેવા સત્ય પુરુષાર્થથી એને આત્માનુભૂતિ થાય? આનો સરળ માર્ગ આ પ્રમાણે છે: ૧) જો કોઈ આત્માનુભવી સદ્ગુરુ સુલભ હોય તો તેના ઉપદેશથી સંપૂર્ણ સત્ય વસ્તુ - તત્ત્વને બધા બાજુએથી જાણી લેવો. ૨) જો એવા ગુરુ પ્રાપ્ત ન હોય તો સ્વયં એ ગુરુઓએ બતાવેલ અધ્યાત્મ ગ્રંથોનો ખૂબ જ ચીવટપૂર્વક અભ્યાસ કરી આત્માની બાબતમાં જેટલી જાણકારી થાય તેટલી મેળવવા અભ્યાસ કરવો. ૩) એવ સન્માર્ગે ચાલી રહેલા જિજ્ઞાસુ જેમનો વધુ અભ્યાસ હોય તેમની સાથે સત્સંગ કરી જુદા જુદા વિષયોનો અભ્યાસ કરવો. ૪) હવે સ્વાનુભૂતિની જે વિધિ-વિધાન સદગુરુએ બતાવ્યા છે તે બરાબર જાણી અને અંદર જ્યાં તે ભગવાન આત્મા છે એ ચૈતન્યને જોવાનો પ્રયત્ન કરવો. ૫) તે દેવાધિદેવ’ ભીતર બીરાજમાન છે, ક્યાંય બહાર નથી. તેને અંદર જ જુઓ, શોધો તો તેની પ્રાપ્તિ અવશ્ય થશે જ કારણ કે તે ત્યાં બીરાજમાન છે. ૬) આત્માની બાબત જાણવાનું શાસ્ત્રથી કે શાસ્ત્રના જાણકાર દ્વારા થઈ શકે છે - પરંતુ આત્માને જાણવાનું કામ સ્વાનુભૂતિ દ્વારા જ થાય છે. ૭) સમ્યગ્દર્શનનો સંબંધ આત્માને જાણવા સાથે છે. આત્મા વિષે જાણવું અને આત્માને જાણવો એમાં બહુ જ મોટો મૌલિક ભેદ છે. ૮) જીવને અનાદિકાળથી દ્રવ્યકર્મનો અને દ્રવ્યકર્મના ઉદયના કારણે રાગ-દ્વેષ-કષાય આદિ ભાવકર્મ તથા શરીરાદિનોકર્મનો તથા શરીર સંબંધી અન્ય ચેતન તથા અચેતન પદાર્થોનો સંયોગ જોવા મળે છે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ - આ બધી કર્મધારા છે - એમાં ચેતનાનું પોતાનું કાંઈ પણ નથી. ૯) ચેતન તત્વ અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ આદિ અનંત ગુણોનો પિંડ છે. જ્ઞાનગુણ એમાં મુખ્ય છે, અને તે સ્વ-પર પ્રકાશક છે. ચૈતન્ય માત્ર જ્ઞાતા દષ્ટા છે અને તેનું કામ માત્ર જાણવા-દેખવાનું છે. પ્રત્યેક સમયે પ્રત્યેક આત્મામાં આ જ્ઞાનધારા ચાલી રહી છે. ૧૦) અનાદિથી જીવ કર્મધારામાં અર્થાત્ શુભાશુભાદિ વિભાવોમાં અને શરીરમાં પોતાપણું માનતો થકો પણ જ્ઞાનરૂપ ચૈતન્ય ક્યારેય રાગ-દ્વેષરૂપ અથવા શરીરરૂપ નથી થતો, તે તો હંમેશા ચૈતન્ય જ બની રહ્યો છે. ૧૧) અહિંયા બન્ને ધારા ચાલુ છે. (૧) જ્ઞાનધારા (૨) કર્મધારા. જોવાવાળો એ ચૈતન્ય સ્વયં છે. એને સ્વયં જ પસંદગી કરવાની છે હું મને જ્ઞાનસ્વરૂપે જોઉં છું કે કર્મ સ્વરૂપ અથવા એના ફળ સ્વરૂપ. પોતાને પરરૂપ જોવો સંસાર છે અને પોતાને જ્ઞાનરૂપ-માત્ર જાણનરૂપ જોવો -જાણવો મોક્ષરૂપ છે. જોર જોવા-જાણવા પર લગાવવાનું છે. ૧૨) પોતે તત્વનો સાચો નિર્ણય કરી, ‘હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું એમ જ જાણવું, એમ જ માનવું અને એમાં જ સ્થિર રહેવું તે સ્વાનુભૂતિનો માર્ગ છે. સ્વાનુભૂતિ છે, સમ્યગ્દર્શન છે. આ રીતે દરેક ઉદય પ્રસંગે સંપૂર્ણ જાગૃતિપૂર્વક પોતાના સ્વરૂપનું ચિંતન થતાં મિથા માન્યતાઓનો ગઢ તૂટતો જાય છે, પરમાં જે એત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ છૂટતું જાય છે અને આત્મા સ્વમાં આવતો જાય છે, વિજ્ઞાનઘન થતો જાય છે. પરથી ખસવું વ્યવહાર છે, સ્વમાં વસવું નિશ્ચયથી ધર્મ છે. આવી રીતે સ્વરૂપની સમજણથી - સસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ૩. સ્વરૂપ પ્રાપ્તિની સરળ વિધિ (સ્વરૂપનું ચિંતવન સ્વરૂપના લક્ષ) : હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. ફક્ત ગુણોનો ભંડાર એટલે ગુણી એક જ સ્વામી, બીજો કોઈ નહિ. પરિવારમાં ફક્ત ગુણ જ. ફક્ત એક જ દષ્ટિ - શુદ્ધાત્મા - જ્ઞાયકભાવ એનાથી મોટું જગતમાં કોઈ નથી. “આત્માથી સૌ હીન”. આ આત્મા અનંત શક્તિ -અનંત ગુણોનો ભંડાર છે તેનો દૃષ્ટિમાં સ્વીકાર. ધન-દૌલત, કુટુંબ, શરીર, દેવ-ગુરુ-શાસ્ત્ર વ્યવહાર રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, કેવળજ્ઞાન બધું ય હેય - બધું બાદ કરતાં સર્વ અવસ્થાઓથી ન્યારો એક શુદ્ધાત્મા તેનો જ મહિમા - તેનું જ ચિંતવન - તેનું જ ધ્યાન. દરેક સમયે શુદ્ધાત્માનું જ ચિંતવન. આ વાત શક્તિઓના ષટકારકથી સમજવી. નં. ષટકાર કાર્ય અનુભૂતિ ૧. કર્તા કોણે કર્યું? આત્માએ અનુભવ કર્યો. કોના પર કર્યું? આત્માનો અનુભવ કર્યો. ૨. કર્મ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૩. કરણ કોનાથી કર્યું? આત્મા દ્વારા અનુભવ કર્યો. ૪. સંપ્રદાન કોના માટે કર્યું? આત્મા માટે અનુભવ કર્યો. ૫. અપાદાન કોનામાંથી કર્યું? આત્મામાંથી અનુભવ કર્યો. ૬. અધિકરાગ કોના આધારથી? આત્માના આધારથી પોતાના આત્માને જાણ્યો. બધે જ આત્મા, એક શુદ્ધાત્મા જ. આના પરથી “સત્ આત્માની સ્વતંત્રતા-સ્વાધીનતા-સ્વાવલંબીતા સમજવી. આવું આત્માનું સ્વરૂપ સમજવું. આરાધ્ય દેવ - આત્મા - શુદ્ધાત્મા જ - દષ્ટિનો વિષય જ્ઞાયક. આરાધક - નિર્વિકલ્પ ભાવસ્વરૂપ - અતીન્દ્રિય જ્ઞાન. આરાધના - તેનું જ ધ્યાન-દષ્ટિ-લક્ષ-એકાગ્રતા-તલ્લીનતા, મગ્નતા - સતત તેનું જ સ્મરણ - તેનું જ ચિંતવન - તેની જ અનુભૂતિ. આ જ આત્માનુભૂતિની - સમ્યગ્દર્શનની સરળ પદ્ધતિ છે. ૪. જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો (પ્રેરણાત્મક): ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડીચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશી અવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિશ્ચયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમ કે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ અમે કહ્યું તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યત પ્રાપ્ત થવા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વ અર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો સાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો. ૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહિ, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહિ. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિનાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે, કોઈ મહદ્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, આ સત્પષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહિ. ૧૨. સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ ને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. ૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાનું કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સાધન સત્સંગ છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહિ, તેને આચરે નહિ, આચરવામાં થતાં પ્રમાદને છોડે નહિ તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શરૂપે લખ્યા છે..... ‘‘સમયમાત્રના અનાવકાશપણે, આખો લોક આત્મઅવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હોય, એવો જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાન સનાતન સત્પુરુષનો છે. -શ્રીમદ્ાજચંદ્ર. ૫. સમકિત કેમ થાય ? (ઉપાયની સરળ રીત) : ૧. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવાં; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમકિત થાય. ૨. સત્પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું. ૩. જીવના પરિભ્રમણનું કારણ શું છે ? જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી પામ્યો છે તે જીવને સમ્યગ્દર્શન થાય છે. ૪. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. ૫. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ; અને અસત્સંગ તથા અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી; એમાં કિંચિત માત્ર સંશય નથી. ૬. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગ પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવરૂપ સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે. ૭. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ ત્રણ - એમ સાત પ્રકૃત્તિ જ્યાં સુધી ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃત્તિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃત્તિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મતત્ત્વને પામશે એ નિઃસંદેહ છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ૮. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાન છે. તે જ્ઞાની પુરુષના વચન સાચા છે, અત્યંત. સાચા છે. જ્યાં સુધી તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનથી નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા રાઘુરુનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના નિરંતર કર્તવ્ય છે. ૯. સત્પરુષના પ્રત્યક્ષ જોગનું અને પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયું અને પોતાની યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. ૧૦. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહા જ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહિ, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહિ, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બીરાજમાન હોય તે જ દોષને જણાવી - કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહિ પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. ૧૧. જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહિ. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ૧૨. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૩. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને તે આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણાવિંદ તેણે સેવ્યા છે, તેની દશાને પામે છે. ૧૪. અનંત કાળથી પોતાને પોતાના સ્વરૂપ વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે આ એક અવા, અભૂત વિચારણાનું સ્થળ છે. ૧૫. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; પુરુષોના ચારિત્રોનું સ્મરણ કરવું, સત્પરુષોના લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેના મન, વચન, કાયાના પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. ૧૬. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. એ સઘળાનું કારણ કોઇ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ૧૭. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્પણ શરીરથી પણ ભિન્ન અવલોકનની દષ્ટિ સાધ્ય કરવી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૧૮. તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ તા-અશાતારૂપ અનુભવ વેદયા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી - ૧) જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા-અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઇ..... ૨) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગ્રહણ કરી..... ૩) પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમ થઇ...... ૪) જેમ ઉપશમીત થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવનના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ૧૯. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થીજનને પરમ વીતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિગ્રંથ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંતરસ રહસ્ય વાક્યમય સલ્લાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણના પરમ કારણ છે. ૨૦. દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો. ૨૧. ‘આ’ પ્રભુ ! અંદર મહાન વસ્તુ પડી છે (વિદ્યમાન છે) એમાં એ બાજુ અંતરમાં લીન થા! એની સન્મુખ થા! એનો આશ્રય લે ! એ ભગવાન, પૂર્ણાનંદના નાથનું શરણ લે ! ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ નિજાત્મા છે; તે ઉત્તમ પદાર્થ સર્વોત્કૃષ્ટ છે અને તીર્થંકર પરમાત્માથી પણ તારો આત્મા સર્વોત્કૃષ્ટ, ઉત્તમ છે એને તું જાણ! ૨૨. આત્મજ્ઞાન જે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી, એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને કમે કરીને ઘણા જીવોને થાય છે અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષોનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. ૨૩. સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને, મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયોનો, આહારનો, નિદ્રાનો જય કરીને, નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. તે થતાં જ તેનો અનુભવ થશે. ૨૪. એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, કેવળ એક આત્મા, કેવળ એક આત્મા જ, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ, સહજ આત્મા જ, નિર્વિકલ્પ, શબ્દાતીત, સહજ સ્વરૂપ આત્મા જ. બસ એક જ લીનતા. સ્વભાવ સન્મુખ અનુભવ કરવાની, સમકિત પ્રાપ્ત કરવાની આ જ રીત છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ૨૫. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે!” નિરંતર આત્મભાવના ભાવવી. આત્મજ્ઞાન પ્રાપ્ત થશે જ. સ્વની ઓળખાણથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૬. હું કોણ છું? - સ્વને ઓળખો: ૧. મુમુક્ષુનું સર્વ પ્રથમ કર્તવ્ય: મૂળભૂત પાત્રતા, યોગ્યતા જોઈએ. સર્વ પ્રથમ નીતિ, વૈરાગ્ય, ઉપશમ આદિમાં પ્રવર્તવું ઘટે. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું જ નામ નીતિ છે. ત્યારે જ ખરા સ્વરૂપમાં વૈરાગ્ય પ્રગટે અને વૃત્તિઓનું, કષાયોનું ઉપશમ થાય. ૨. “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” ૩. આ પ્રશ્નોનો વિચાર કરી જો યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય અને તેની પ્રતીતિ-શ્રદ્ધા થાય તો સમ્યગ્દર્શન પ્રગટે. ૪. હું કોણ છું? હું એક આત્મા ચૈતન્ય પદાર્થ છું. અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત વીર્ય-અનંત સુખ એવી અનંત શક્તિઓ-ગુણોનો ભંડાર છું. હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું” આવું મારું શુદ્ધ સ્વરૂપ છે. ૫. ક્યાંથી થયો? મારી ઉત્પત્તિનું કારણ ક્યાં છે? કયા સંજોગોથી હું ઉત્પન્ન થયો છું? હું અત્યારે વિદ્યમાન છું એનો અર્થ પહેલાં ક્યાંક હતો અને ભવિષ્યમાં ક્યાંક હોઇશ. મારી ઉત્પત્તિ કોઇ બાહ્ય સંયોગોથી નથી થઈ. હું નિત્ય છું, અનાદિ કાળથી મારું અસ્તિત્વ છે અને અનંત કાળ સુધી હું મારું અસ્તિત્વ ધરાવીશ. હું નિત્ય છું...છું ને છું...! મારા અસ્તિત્વ માટે મને કોઈ બીજા દ્રવ્યની મદદ કે અપેક્ષાની જરૂર નથી. ૬. શું છે સ્વરૂપ મારું ખરું? હું ચૈતન્ય ભગવાન આત્મા, અજર, અમર, અવિનાશી છું. જ્ઞાન મારો મુખ્ય ગુણ છે અને જાણવું મારું કાર્ય છે. હું કોઈ પર પદાર્થોનો હર્તા-કર્તા નથી, હું ચેતના સ્વરૂપ છું. ૭. કોના સંબંધે વળગણ? આ જે પુદ્ગલ પરમાણુઓનો દેહ – જડ દેહ તેમજ અન્ય સામગ્રી જે સંયોગરૂપે જોડાયેલી દેખાય છે તેનાથી હું સંપૂર્ણ ભિન્ન છું. એક પણ પુદ્ગલ પરમાણુ મારા ચૈતન્યસ્વરૂપમાં નથી. આ જે કામણ શરીર - કર્મો છે તે પણ મારું સ્વરૂપ નથી, તે જડ છે, મારાથી ભિન્ન છે. મને લાભ-નુકસાનનું કારણ નથી. ૮. રાખું કે પરિહરું? રાખવાનો કે પરિહરવાનો પ્રશ્ન જ નથી. તેઓ મારા છે જ નહિ પછી રાખવાનો ક્યાં પ્રશ્ન છે. બધા પોતપોતાની યોગ્યતાથી એક ક્ષેત્રે આવી ગયા છે અને એનો કાળ પૂરો થતાં પોતાની યોગ્યતા પ્રમાણે સ્વતંત્ર રીતે છૂટા પડી જશે. હું કોઇને દૂર કરી શકું એવી મારી યોગ્યતા નથી. હું તો માત્ર જાણનાર છું. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, ક્રમબદ્ધ છે, ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૯. આવા ‘હું કોણ છું ?’ પ્રશ્નના યથાર્થ ઉત્તર મળવાથી અને એનો વિચાર વિવેકપૂર્વક અને શાંત ભાવથી એટલે કષાયોના પરિણમન મંદ હોય ત્યારે કરવાથી અને તે સ્વરૂપનું ચિંતવન અને ધ્યાન કરવાથી તે સ્વરૂપનો અનુભવ થાય છે. તે અનુભૂતિને સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ કહેવાય છે. ૧૦. સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર એ જ આત્મઉન્નત્તિનો ક્રમ છે. આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો સરળમાં સરળ ઉપાય છે. વસ્તુસ્વરૂપ જેવું છે તેવું જાણી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૭. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય (વસ્તુસ્વરૂપ અનુસાર) : ૧. આત્મા અને પરદ્રવ્યો તદ્ન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેની કાઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતા નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, શરીરને હલાવી-ચલાવી શકે નહિ. દ્રવ્ય કર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું. આ રીતે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત નક્કી થયો. ૨. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત બરાબર લક્ષમાં લેવો. જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વશે પોતાના જ્ઞાનમાં જેવું જોયું છે, તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કાંઈ કરી શકે નહિ. આ થયો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત. r ૩. આ બધી પર્યાયો પોતાની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પોતાના ષટકારકથી જ ઉત્પન્ન થાય છે. તે વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એ ધ્યાનમાં રાખવું. આ થયો ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત. ૪. આમાં પાંચેય સમવાય આવી જાય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ અને (૫) પુરુષાર્થ. કોઈ પણ કાર્ય થતી વખતે આ પાંચે ય સમવાય હોય જ છે. ૫. આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પરપદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી (અભિપ્રાયમાંથી) અને જ્ઞાનમાંથી ટળી જાય છે. ૬. તો સૌથી પહેલાં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે. ૭. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્માના બે પડખાં છે જે જાણવા. આત્માનું એક પડખું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવરૂપપણું દ્રવ્ય-ગુણે-પર્યાયે છે, આત્માનું આ પડખું નિશ્ચય નયનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે ‘નિશ્ચય નય’ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ૮. બીજું પડખું - વર્તમાન પર્યાયમાં દોષ છે - વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહાર નયનો વિષય છે. ૯. આમ બે નય દ્વારા આત્માના બન્ને પડખાંને નક્કી કર્યા પછી વિકારી પર્યાય ઉપરનું વલણ - લક્ષ છોડીને પોતાના ચૈતન્યસ્વરૂપ તરફ વળવું. જ્ઞાયકનો વિચાર કરી તેમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો. ૧૦. વર્તમાન જ્ઞાનની પર્યાય જે અત્યાર સુધી પર તરફ વળીને રાગ-દ્વેષ કરી વિકારી થતી હતી તેને સ્વસન્મુખ વાળવી. ૧૧. જેમ જેમ એ વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતી જાય -લીન થતી જાય તેમાં છેવટે અભેદ રીતે જ્ઞાયકમાં એકરૂપ થઈ જાય એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી જ્ઞાયકનો સ્વીકાર કરી લ્યે તો એની અંદર જ્ઞાયક જેવું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. જેવી વીતરાગતા સ્વભાવમાં છે તેવી એક સમય માટે પર્યાયમાં વીતરાગતા ઉત્પન્ન થાય છે. આ રીતે જ્ઞાયકના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૨. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમ કે તેનો વિષય એક ત્રિકાળી, જ્ઞાયકસ્વરૂપ, અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે એને ‘જ્ઞાયક’ કહેવામાં આવે છે. ૮. સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય ‘તત્ત્વ નિર્ણય'' : ૧. મોક્ષાર્થી જીવને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર' રત્નત્રયી જ કહ્યો છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો ઉપાય એક ‘તત્ત્વ નિર્ણય સ્વરૂપ અભ્યાસ’ જ છે. પુરુષાર્થથી તત્ત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવવાથી સ્વયમેવ જ મોહનો અભાવ થવાથી સમ્યક્ત્વાદિપ મોક્ષ ઉપાયનો પુરુષાર્થ બને છે, એટલા માટે મુખ્યતાથી ‘તત્ત્વનિર્ણયમાં’ ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ આ પુરુષાર્થ કરવાને અર્થે થાય છે. ૨. તત્ત્વ નિર્ણય કરવાની રુચિ માટે જિજ્ઞાસા અને પાત્રતા જરૂરી છે. જેને વર્તમાન પર્યાયમાં દુઃખ અર્થાત્ આકુળતા-રાગ-દ્વેષની અનુભૂતિ થઈ રહી છે તે જ આત્માને આ અસંતોષની દશા મિટાવી એના સ્થાન પર સુખ પ્રગટ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એ જ વ્યક્તિ માર્ગ શોધવા પુરુષાર્થ કરે છે. ૩. તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો બાળ-વૃદ્ધ, રોગી-નિરોગી, ધનવાન-નિર્ધન સર્વ અવસ્થાઓમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી જે જીવ પોતાના હિતનો ઇચ્છુક છે તેણે સર્વથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય કરવું યોગ્ય છે. ૪. ભાગ્યોદયથી જેઓ મનુષ્ય પર્યાય પામ્યા છે તેમણે તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ ‘તત્ત્વ નિર્ણય’ અને તેનું પણ મૂળ કારણ સત્સમાગમ અને શાસ્ત્ર અભ્યાસ તે અવશ્ય કરવા યોગ્ય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ૫ સત્સમાગમે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્વનો નિર્ણય કરવો યોગ્ય છે. જિનવચન તો અપાર છે. માટે જે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત રકમ છે તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય છે. ૬. આગમમાં જે પદ્ધતિ બતાવવામાં આવી છે એ પદ્ધતિનો સારી રીતે સમજણપૂર્વક અંગીકાર કરી એ ' જ પદ્ધતિથી અધ્યયન કરવાથી યથાર્થ માર્ગની પ્રાપ્તિ થાય છે. ૭. વર્તમાન કાળમાં ઘણા બધા મતો હોવાને લીધે શાસ્ત્રોની સમજણમાં પૂર્વાપર ઘણી બધી વિરોધતા જણાય છે. એ દૂર કરવા માટે શાસ્ત્રોના અર્થ કરવાની આગમમાં જે પદ્ધતિ બતાવવામાં આવી છે તે જ પદ્ધતિથી આગમનો અધ્યયન કરવો જોઈએ. શાસ્ત્રોનો અધ્યયન કરવાનો ઉદેશ્ય-તાત્પર્ય એકમાત્ર વીતરાગતા છે. જે કોઈ શાસ્ત્ર અથવા મત રાગ-દ્વેષની ઉત્પત્તિ અને વૃદ્ધિને પોષણ કરતો હોય તો આ વાત યથાર્થ નથી. ૮. આત્મહિત માટે પ્રથમમાં પ્રથમ સર્વજ્ઞનો નિર્ણય કરવો. હે જીવો! તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ કારણ જે ‘આમપુરુષ” તેનો સાચો સ્વરૂપ નિર્ણય કરી જ્ઞાનમાં લાવો”. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ. ૯. સર્વ જીવોને સુખ પ્રિય છે. માટે જે પોતાનું કલ્યાણ ઇચ્છે છે તેમણે સર્વ સુખનું મૂળ કારણ જે આત - અહંત સર્વજ્ઞ પરમાત્મા તેમનો યુક્તિપૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણય કરી આશ્રય લેવો યોગ્ય છે. સૌથી પ્રથમ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરી, તેમાં શ્રદ્ધા લાવી તેનું શરણું સ્વીકારો. ૧૦. સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના આત્મઅનુભવમાં આવે નહિ. પ્રથમ આજ્ઞાદિ વડે વા પરિક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરિહંત દેવાદિનું સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. જીવનું મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન જ છે, એ થતાં તત્ત્વોનું શ્રદ્ધાન થાય છે. સર્વ કાર્યની પહેલાં દઢતા સહિત સ્વાત્મ બોધ કરવો જોઈએ કે હું છું જ'. જ્યાં સુધી પોતાની સત્તાનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધું નિરર્થક છે. ૧૧. સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે. પહેલાંમાં પહેલાં હું નિશ્ચય સ્વરૂપ છું, બીજુ કાંઈરાગાદિમારું સ્વરૂપ નથી' એવો નિર્ણય કરવો. અથવા હું જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એમ નિશ્ચય કરવો. ૧૨. એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને ઓળખીને તેનો પરિચય કરવો. સત્કૃતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો. ૧૩ આત્માના નિર્ણય પછી તેના પ્રગટ અનુભવ માટે શું કરવું? નિર્ણય અનુસાર જ્ઞાનનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવમાં શાંતિનું વેદન લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થોની પ્રસિદ્ધિના કારણો છોડી દેવા જોઈએ. પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો અને મન દ્વારા પર લક્ષે પ્રવર્તતું જ્ઞાન તેને સ્વ તરફ વાળવું. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ૧૪. મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ સમ્યક્ત્વનો માર્ગ છે. ૧૫. દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરપદાર્થો તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને, મર્યાદામાં લાવીને પોતાના તરફ વાળવું તે અંતરઅનુભવનો પંથ છે અને તે જ સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે. ૧૬. મતિ અને શ્રુતજ્ઞાનનો જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે. પરંતુ પહેલાં તે પર તરફ વળતાં, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયાં છે. ૧૭. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. ૧૮. માત્ર એક જ્ઞાનસ્વભાવને જ પકડીને(લક્ષમાં લઇને)નિર્વિકલ્પ થઇને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં શુદ્ધાત્માનો અનુભવ કરવો. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ મરણ ટાળવાનો ઉપાય છે. ૧૯. સમસ્ત વિભાવ ભાવોનું લક્ષ છોડીને જ્યારે આ આત્મા વિજ્ઞાનઘન પરમાત્મા સ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. જ ૨૦. એકલો જાણક સ્વભાવ છે. તેમાં બીજુ કાંઇ કરવાનો સ્વભાવ નથી. અને જાણવામાં પણ સ્વ સિવાય કાંઇ જણાતું નથી. જ્યારે એવા જ્ઞાનસ્વભાવની પ્રતીત-લક્ષ થાય ત્યારે તેનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં આવો નિશ્ચય કરવો જોઈએ. ૨૧. આ સિવાય બીજી માને તેને વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. અનંત ઉપવાસ કરે તો ય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, ગુરુની અને અરિહંતની ભક્તિ, સેવા-પૂજા કર્યા જ કરે તો પણ આત્મઅનુભવ ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. ૨૨. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? આત્માનો અનુભવ તે કાર્ય છે. આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. એટલે જે નિર્ણય કરે તેને ફળરૂપે અનુભવ થાય-કાર્ય થાય. આવી ઉપાદાન-નિમિત્તની સંધિ છે અને આવું કારણ-કાર્યનું સ્વરૂપ છે. ૨૩. પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રોના નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિ-શ્રુતજ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસન્મુખ કરતો તત્કાળ નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા સ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જ ૨૪. આત્માની પ્રતીતિ જેને થઇ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે તે આત્માનુભવ પછી વિકલ્પ ઉઠે તેથી સમ્યગ્દર્શન ચાલી જતું નથી. કોઈ વેશ કે વાડામાં સમ્યગ્દર્શન નથી પણ સ્વરૂપ એ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૨૫. સમ્યગ્દર્શનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભ ભાવ આવે ખરા, પરંતુ આત્મહિત તો જ્ઞાનસ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. જેમ જેમ જ્ઞાનસ્વભાવની દઢતા વધતી જાય તેમ તેમ શુભ ભાવ પણ ઢળતા જાય છે. બહારના લક્ષે જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની · મૂર્તિ આત્મા છે તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે. સમ્યગ્દર્શન તો આત્માનો ગુણ છે, ગુણ તો ગુણીથી જુદો ન હોય. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. જ - શુદ્ધાત્માનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો જે કહો તે આ એક આત્મા જ છે. જે કાંઈ છે તે આ આત્મા જ છે, તેને જ જુદા જુદા . નામથી કહેવાય છે. કેવળપદ, સિદ્ધપદ કે સાધુપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન સર્વ ધર્મનું મૂળ છે, સમ્યગ્દર્શન જ આત્માનો ધર્મ છે. ૯. સ્વાનુભૂતિની વિધિ (સંક્ષેપ) : સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું ? ૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કરવો. ૨. દરેક જીવ સુખને ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. ૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. ૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. ૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો. ‘હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું.’ ૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાનદશાનું પ્રથમ પગથિયું. ૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા’ આ છે ઉપશમ દશા. ૮. હવે આત્માનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને સીમીત કરવાનો મહાવરો થવો જોઈએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ૯. હવે શરીરાદિ, કર્માદિ અને રાગાદિથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ૧૦. ભેદજ્ઞાનની વિધિમાં આ પ્રમાણે ક્રમ પડે છે. ૧) પહેલાં સુદષ્ટિ વડે પરપદાર્થોને આત્માથી જુદા કરવા. ૨) પછી સમજણ વડે શરીરને આત્માથી જુદુ કરવું. ૩) પછી તેજસ - કામણ શરીરને આત્માથી જુદા જાણવા. ૪) હવે અંદરમાં આઠ કર્મજનિત રાગાદિ ઉપાધિભાવોને પણ દ્રવ્યસ્વભાવથી જુદા ગણવા. ૫) છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો. ૬) આ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બિરાજે છે. સ્વસમ્મુખ થઇ અંતરમાં દષ્ટિ કરવી. ૭) તેને મતિ-શ્રુતજ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થવું. ૮) એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે, હું જ્ઞાયક..હું જ્ઞાયક...હું જ્ઞાયક એવી લગની લાગે. ૯) ભગવાન આત્મા અનંત અનંત ગુણસંપન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છે, એનો મહિમા લાવીને સ્વસમ્મુખ રહેવું. ૧૦) જો ઉપયોગ એક સમય માટે પણ સ્વભાવમાં સ્થિર થઇ જાય તો આત્માના અનુભવનો રસ આવે, આવે ને આવે જ! અનુભવ કેમ પ્રગટે?: ૧) શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તન્મય થતાં અતીન્દ્રિય સુખનો સ્વાદ આવે છે. ૨) શુદ્ધતાના કે અશુદ્ધતાના વિકલ્પો કર્યા કરે કે હું આવો છું - હું આવો છું ત્યાં સુધી વિકલ્પના કર્તૃત્વમાં રોકાયેલા જીવને ચૈતન્યના સુખનો તો અનુભવ થતો નથી. ૩) શાંત નિર્વિકલ્પ થઇને અનુભવ થાય છે. અનુભવની સ્થિતિ એ નિર્વિકલ્પતા છે. ૪) અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ નથી થતાં ત્યાં સુધી વિકલ્પમાં સાચો આત્મા વિષયરૂપ થતો નથી. ૫) ઉપયોગ અંતરમાં વળે ત્યારે જ આત્મા યથાર્થ સ્વરૂપે વિષયરૂપ થાય છે. ૬) વિકલ્પતામાં આકુળતા છે, દુઃખ છે - તેમાં નિર્વિકલ્પ સુખ અનુભવાતું નથી. ૭) વસ્તુ માત્રને જ્ઞાનમાં અનુભવતા વિકલ્પ મટે છે અને પરમ સુખ થાય છે. ૮) અનુભવમાં ચૈતન્ય વસ્તુનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના રહેતી નથી. વિકલ્પ રહેતાં નથી. ઝીણું કહો કે સરળ કહો - વસ્તુસ્વરૂપ આવું જ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ૯) ભગવાને જેવો આત્મા જોયો તેવો આત્મા અંતરમાં જોવા આ જીવ જાય ત્યારે ગુણભેદના વિકલ્પો તેને રહેતા નથી. ૧૦) સમસ્ત સ્વરૂપ અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મા દેખાય છે. વિકલ્પો વિષમભાવ છે. વિષમભાવમાં આત્મા દેખાતો નથી. શાંત ચિત્તરૂપ સમભાવમાં - નિર્વિકલ્પભાવમાં આત્મા સાક્ષાત્ દેખાય છે, અનુભવાય છે. ૧૦ સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન? : ૧. સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે; સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨. આ સમગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, બંધ રહિત છું” આવો વિકલ્પ કરવો તે પણ શુભ રાગ છે. તે શુભ રાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી; તે શુભ વિકલ્પને અતિક્રમતા સમ્યગ્દર્શન થાય છે. ૩. સમ્યગ્દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે, તેને કોઈ વિકારનું અવલંબન નથી પણ આખા આત્માનું અવલંબન છે - આખા આત્માને સ્વીકારે છે. ૪. એકવાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યજ્ઞાન થયું. અખંડ સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના, શ્રદ્ધા કર્યા વિના હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, અબદ્ધસ્પષ્ટ છું એ વગેરે વિકલ્પો પણ આત્માની શુદ્ધિ માટે કાર્યકારી નથી. ૫. એકવાર અખંડ જ્ઞાયકસ્વભાવનું લક્ષ કર્યું પછી જેવૃત્તિ ઉઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે પરંતુ તે સ્વરૂપને રોકવા સમર્થ નથી; કેમ કે શ્રદ્ધામાં તો વૃત્તિ વિકલ્પ રહિત સ્વરૂપ છે; તેથી વૃત્તિ ઉઠે તે શ્રદ્ધાને ફેરવી શકે નહિ. જો વિકલ્પમાં અટકી જાય તો તે મિથ્યાદષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે. ૬. સમયસારમાં કહ્યું છે :“છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધએનયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખો તે સમયનો સાર છે.” - ગાથા ૧૪૨ આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાયેલો નથી' એવા બે પ્રકારના ભેદના વિચારમાં તે તો નયનો પક્ષ છે; હું આત્મા છું, પરથી જુદો છું' એવો વિકલ્પ તે પણ રાગ છે, એ રાગની વૃત્તિને - નયના પક્ષને ઓળંગે તો સમ્યગ્દર્શન પ્રગટે. “હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું” એવી વિચાર શ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ શુદ્ધાત્મા છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ૭. હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી' એવા ભંગની વિચારશ્રેણીના કાર્યમાં અટકવું તો અજ્ઞાન છે, અને તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ એટલે સમ્યગ્દર્શન છે. ૮. હું પરાશ્રય રહિત, અબંધ છું, શુદ્ધ છું.’ એવા નિશ્ચય નયના પડખાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં રોકાય (રાગને જ સમ્યગ્દર્શન માની ત્યે પણ રાગ રહિત સ્વરૂપને ન અનુભવે) તો તે મિથ્યાદષ્ટિ છે. ૯. ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી; તથા આત્માનો અનુભવ કરવા જતાં પહેલાં તે સંબંધી વિકલ્પ આવ્યા વિના રહેતાં નથી. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે કે - હું આત્માના કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું.” આમ બે નયોના બે વિકલ્પો ઉઠે છે; પરંતુ - ‘કર્મના સંબંધવાળો કે કર્મના સંબંધ વગરનો એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું' એવા બે પ્રકારના ભેદનો પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? ૧૦. સ્વરૂપ તો નય પક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી. હું શુભાશુભ ભાવથી રહિત છું એવા વિચારમાં અટકવું તે પણ પક્ષ છે. તેનાથી પાગ પેલે પાર સ્વરૂપ છે. સ્વરૂપ તે પક્ષાતિક્રાંત છે, એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. એટલે કે તેના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે સિવાય બીજો સમ્યગ્દર્શનનો ઉપાય નથી. ૧૧. સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી, જડ કર્મોથી નથી, અશુભ રાગ કે શુભ રાગ થાય તેના લક્ષે પણ સમ્યગ્દર્શન નથી અને હું પુણ્ય-પાપોના પરિણામોથી રહિત જ્ઞાયક સ્વરૂપ છું એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. ૧૨. હું જ્ઞાયક છું એવા વિચારમાં અટક્યો તે ભેદના વિચારમાં અટક્યો છે, પરંતુ સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ભેદના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. ૧૩. જે વસ્તુ છે તે પોતાથી પરિપૂર્ણ સ્વભાવે ભરેલ છે. આત્માનો સ્વભાવ પરની અપેક્ષા વિનાનો એકરૂપ છે. કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી; જો કે આત્મસ્વભાવ તો અબંધ જ છે પરંતુ હું અબંધ છુંએવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૪. આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે, અનાદિથી તેની સમક પ્રતીતિ વગર તેનો અનુભવ નથી, અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીરાદિમાં તો આત્માનું સુખ નથી, શુભ રાગમાં પણ આત્માનું સુખ નથી, અને ‘શુભરાગરહિત મારું સ્વરૂપ છે” એવા ભેદના વિચારમાં પણ આત્માનું સુખ નથી. માટે તે ભેદના વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. માટે તે નય પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતા સ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યગ્દર્શન છે અને તેમાં જ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સુખ છે. અભેદસ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતાસ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો તે આ જ છે. ૧૫. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડાનંદ અભેદ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. કોઈ મહેલમાં જવા માટે મોટર ગમે તેવી દોડાવે પણ તે મહેલના બારણા સુધી આવી શકે, મોટર સહિત મહેલમાં પેસી શકાય નહિ. ગમે ત્યાં સુધી આગળ લઈ જાય પણ છેવટે તો મોટરમાંથી ઊતરીને જાતે અંદર જવું પડે. ૧૬. તેવી રીતે નય પક્ષના વિકલ્પોરૂપી ઓટર ગમે તેટલી દોડાવે, ‘હું જ્ઞાયક છું, અભેદ છું, શુદ્ધ છું’એવા વિકલ્પ કરે તો પણ તે વિકલ્પ. સ્વરૂપના આંગણા સુધી લઈ જાય. પરંતુ સ્વરૂપના અનુભવ વખતે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. ૧૭. નય પક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. ‘“હું સ્વાધીન જ્ઞાનસ્વરૂપી આત્મા છું, કર્મો જડ છે, જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહિ, હું વિકાર કરું તો કર્મોને નિમિત્ત કહેવાય, પણ કર્મો મને વિકાર કરાવે નહિ કેમ કે બન્ને દ્રવ્યો જુદા છે, તે કોઈ એકબીજાનું કરી શકે નહિ. હું જડનું કાંઈ ન કરું, જડ મારું કાંઈ ન કરે, રાગ-દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી. તેમ જ પરવસ્તુમાં થતાં નથી પણ મારી અવસ્થામાં જ થાય છે, તે રાગ-દ્વેષ મારો સ્વભાવ નથી, નિશ્ચયથી મારો સ્વભાવ રાગરહિત જ્ઞાનસ્વરૂપ છે’’ આ પ્રમાણે બધા પડખાંનું (નયોનું) જ્ઞાન પહેલાં કરવું જોઈએ, પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ છે. ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી, છતાં પહેલાં તે ભેદ જાણવા જોઈએ. એટલું જાણે ત્યારે તે સ્વરૂપના આંગણા સુધી આવ્યો છે. પછી જ્યારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ છૂટી જાય અને સ્વરૂપનો અનુભવ થાય એટલે કે અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે. ૧૮. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેને એકલાં નિશ્ચય-અખંડ સ્વભાવ સાથે સંબંધ છે, અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી. ૧૯. સમ્યગ્દર્શન સાથે રહેતું જે સમ્યજ્ઞાન છે તેનો સંબંધ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે છે એટલે કે નિશ્ચયઅખંડ સ્વભાવને તથા વ્યવહારમાં પર્યાયના જે ભંગ-ભેદ પડે છે તે બધાને સમ્યજ્ઞાન જાણી લે છે. ૨૦. સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો અખંડ વિષય એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. ૨૧. સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. ૨૨. અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ્યો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે. એટલ કે એ પર્યાયમાં સામાન્ય જેટલું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૨૩. સમ્યજ્ઞાન (અ) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને (બ) સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (ક) અવસ્થાની ઊણપને એ ત્રણેને જેમ છે તેમ જાણે છે. ૨૪. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ)સ્વીકારે છે. અને સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને જાણીને વિવેક કરે છે. ૨૫. જો નિશ્ચય-વ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દિષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું કરે છે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક છે અને દૃષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક છે. આવું સ્વરૂપ જાણવું તે સમ્યક છે. ૧૧ સમ્યકત્વ માટે સરસ મજાની વાત (સમયસાર) સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે.” - સમયસાર ૧૪૪ ગાથાર્થ સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો તે સમયસાર છે. આને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. ટીકાઃ પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને (મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં આદિ-મધ્યઅંત રહિત અનાકુળ, કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમજ્ઞાન છે. ભાવાર્થ આત્માને પહેલાં આગમ જ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને રવભાવમાં વાળવું. પહેલાં જે ભાવો પર તરફ વળતાં, તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. એકાગ્રતાનો આ ક્રમ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વિશેષાર્થ : ૧) સમ્યગ્દર્શન કરવા માટે પ્રથમ 'હું જ્ઞાનસ્વભાવ છું' એવો નિર્ણય શ્રુતજ્ઞાનના અવલંબનથી કરવો. આ નિર્ણય કરનાર જો કે હજી સવિકલ્પ દશામાં છે, પરંતુ તેનું વિકલ્પ પર જોર નથી, જ્ઞાનસ્વભાવ ઉપર જોર છે. આત્માના નિશ્ચયના બળે નિર્વિકલ્પ થઈને સાક્ષાત્ અનુભવ કરે ત્યારે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થાય. ૨) આવા સમયે મતિજ્ઞાન પરથી પાછું વળીને આત્મસન્મુખ થયું. શ્રુતજ્ઞાન -પહેલાં જે નયપક્ષોના વિકલ્પોથી આકુળતા થતી તેનાથી જુદું પડીને તે શ્રુતજ્ઞાન પણ આત્મસન્મુખ થયું, એમ કરવાથી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ. પરમ આનંદ સહિત સમ્યગ્દર્શન થયું, ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો; તેને ધર્મ થયો અને તે જ મોક્ષના પંથે ચાલ્યો. ૩) આત્મા કેવો છે ? આત્મા જ્ઞાનસ્વભાવ જ છે. “જ્ઞાનસ્વભાવ'માં રાગાદિ ન આવે, ‘જ્ઞાનસ્વભાવ’માં ઇન્દ્રિય કે મનનું અવલંબનન આવે, એટલે જ્યાં હું જ્ઞાનસ્વભાવ” એમ આત્માનો નિર્ણય કર્યો ત્યાં શ્રુતનું વલણ ઇન્દ્રિયો તથા રાગથી પાછું વળીને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂક્યું, આ રીતે જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકતા જે પ્રત્યક્ષ સાક્ષાત નિર્વિકલ્પ અનુભવ થયો તે જ સમ્યગ્દર્શન છે, તે જ ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે. જ્ઞાનનું જ્ઞાનરૂપે પરિણમન થાય છે. તે જ સમયનો સાર' છે. ૪) જ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞ સ્વભાવી આત્મામાંથી જ થાય છે. જ્ઞાનની પ્રાતિ વિકલ્પમાંથી થતી નથી. અંદર શક્તિમાં જે પડ્યું છે તે જ બહાર આવે છે. બહારથી નથી આવતું. અંદરની નિર્મળ જ્ઞાનશક્તિમાં અભેદ થતાં પર્યાય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે પરિણમી જાય છે. ૫) જેવો સ્વભાવનો નિર્ણય કર્યો તે સ્વભાવ તરફ તેનું જ્ઞાન વળે છે. નિર્ણય સાથે જે વિકલ્પ છે તે વિકલ્પમાં ન અટકતાં, વિકલ્પથી ભિન્ન જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસન્મુખ કરવું. તે જ અનુભવનો ઉપાય છે. તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે. તે જ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે - ઉપાય છે. ૬) સમ્યકત્વના પ્રયત્નની શરૂઆત અપૂર્વ છે. પૂર્ણતાને લક્ષે તે શરૂઆત છે. “જ્ઞાન-આનંદસ્વભાવી ભગવાન આત્મા’ તેનો નિર્ણય એટલે પૂર્ણતાનું લક્ષ; આ પૂર્ણતાની લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૭) સ્વભાવના નિર્ણય વખતે જ્ઞાનનું અવલંબન છે. જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થાય, જ્ઞાન જ્ઞાનને વેદ એટલે કે આત્મસન્મુખ થાય. જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થઈને આત્માનો અનુભવ કરે. આ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ કરવાની રીત છે. ૮) હે જીવ! પ્રજ્ઞા વડે મોક્ષપંથે આવ ! પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મા સન્મુખ મૂકેલી ભગવતી ચેતના. ભગવતી પ્રજ્ઞા દ્વારા ભેદજ્ઞાન કરવાનું છે. રાગાદિ ભાવોને આત્માથી ભિન્ન જાણવા છે. રાગથી ભિન્ન જે ચેતના (જે આત્માનું સ્વલક્ષણ છે) તેના વડે જ બંધનથી ભિન્ન આત્મા અનુભવમાં આવે છે. આ રીતે ચેતનારૂપ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું કારણ છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ (૯) જીવનું પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમવું, ને એવું પરિણમન થતાં કર્મનો અને રાગનો સંબંધ છૂટી જાય તેનું નામ મોક્ષ છે. શુદ્ધ પરિણમન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ. જે જ્ઞાન વડે આવો અનુભવ થાય તે જ્ઞાન મોક્ષનું સાધન છે. શુદ્ધ જીવ પોતાના સ્વરૂપમાં રહ્યો તે દશાનું નામ મોક્ષ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા”મોક્ષ તે પૂર્ણ શુદ્ધ પરિણમન છે. (૧૦) તીણ પ્રજ્ઞાછીણી એટલે તીખી જ્ઞાનચેતના, ઉગ્ર જ્ઞાનચેતના. તેને નિપુણ જીવો એટલે ભેદજ્ઞાનમાં અત્યંત પ્રવીણ જીવો, સાવધાન થઈને આત્મા (જ્ઞાન) અને રાગ (બંધની) વચ્ચેના સૂક્ષ્મ ભેદમાં એવી રીતે પટકાવે છે કે શીધ્રપણે બન્ને અત્યંત જુદા અનુભવમાં આવે છે. જ્ઞાનચેતના અંતર્મુખ થઈને પોતાના આત્માને રાગ રહિત શુદ્ધ અનુભવે છે. અંતર્મુખ થયેલું સ્વસંવેદન જ્ઞાન આત્માને શુદ્ધતારૂપ પરિણમાવે છે. વીતરાગ પરિણતિરૂપે પરિણમેલું સ્વસંવેદન જ્ઞાન તે મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણમન તે મોક્ષ છે. (૧૧) 'હું તો એક શુદ્ધ ચિન્માત્રભાવ જ છું, અન્ય કોઈ ભાવો મારા નથી' એવું શુદ્ધાત્માનું સેવન એટલે કે અનુભવ તે જ સિદ્ધાંતનું સેવન છે. સિદ્ધાંતે આત્માનો પરમાર્થ સ્વભાવ દેખાડ્યો છે, તે સ્વભાવનું સેવન તે સ્વસમ્મુખ પર્યાય છે, એ જ ધર્માત્માનું આચરણ છે, એમાં જ પરમ અતીન્દ્રિય સુખનું વદન છે. (૧૨) ભગવતી ચેતના કહો કે પ્રજ્ઞાછીણી કહો, તેના વડે બંધનથી જુદો શુદ્ધાત્મા અનુભવાય છે. શુદ્ધાત્મા ચૈતન્યમાત્ર વસ્તુ છે. તેમાં રાગ-દ્વેષ-મોહાદિઅશુદ્ધ ભાવો એકમેક નથી, પણ બન્ને વચ્ચે સાંધો છે, લક્ષણભેદ છે. એક ક્ષેત્રે હોવા છતાં બન્ને એક સ્વભાવે નથી. બન્નેના સ્વભાવ વચ્ચે મોટો આંતરો છે. તે આંતરો લક્ષમાં લઈને પ્રજ્ઞાછીણી એવી પડે કે અશુદ્ધતાને એકબાજુ કરીને, શુદ્ધ ચેતના વસ્તુમાં પોતે એકાગ્ર થાય છે. આનું નામ ભેદજ્ઞાન. આ ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રગટે છે. (૧૩) જેટલા ક્ષેત્રમાં ચેતનવસ્તુ છે, તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધ ભાવો છે, છતાં બન્ને વચ્ચે ભાવભેદરૂપી મોટી તિરાડ છે. આ રાગનો સ્વાદ આકુળતારૂપ-દુઃખરૂપ છે, ને જ્ઞાનનો સ્વાદ તો શાંત-સુખરૂપ છે. એમ વિવેક દ્વારા બન્નેના સ્વાદની ભિન્નતા જણાય છે. તીખી પ્રજ્ઞા દ્વારા તે બન્નેને ભિન્ન જાણીને તે પ્રજ્ઞા શુદ્ધ સ્વરૂપમાં પેસીને તેને અનુભવમાં ભે છે, ને રાગાદિને જુદા કરી નાખે છે. (૧૪) પ્રજ્ઞા અંતરના ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશી જાય છે; અત્યંત સાવધાની વડે-ઉપયોગની જાગૃતિ વડે અંદરની સૂક્ષ્મ સાંધને ભેદીને એક બાજુ જ્ઞાનસ્વરૂપ આત્મા અને બીજી બાજુ અજ્ઞાનરૂપ એવા બંધ ભાવો તેમને સર્વથા જુદા કરી નાંખે છે. બંધ ભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધ ભાવમાં ભેળવતી નથી. આવી ભગવતી જ્ઞાનચેતના તે સમ્યગ્દર્શનનું અને પરંપરાએ મોક્ષનું સાધન છે. (૧૫) સામાન્ય જીવોને આ અનુભવ કઠણ છે, ઘણો સૂક્ષ્મ છે એવું ભાસે છે. તો પણ નિપુણ જીવો અંતરની સૂક્ષ્મ જ્ઞાનચેતના વડે સ્વભાવ અને વિભાવ વચ્ચેનો ભેદ જાણીને તેની ભિન્નતાનો અનુભવ કરે છે. જ્યારે જ્ઞાન તેના સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે બન્ને સ્પષ્ટ ભિન્ન જુદા અનુભવમાં આવે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ (૧૬) અંતરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સાંધ પકડવા માટે ઉપયોગમાં ઘણી સૂક્ષ્મતા જોઈએ. ઇન્દ્રિયો અને મન બન્નેથી છૂટીને અતીન્દ્રિય ઉપયોગ વડે રાગથી જુદો આત્મા અનુભવાય છે. આમાં અંતર્મુખ ઉપયોગનો ઘણો પ્રયત્ન છે. (૧૭) અંદરમાં જીવની પર્યાય સાથે એક પ્રદેશે રહેલાં જે રાગાદિ ભાવો, તેનાથી ભિન્ન શુદ્ધ જીવનો અનુભવ કઠણ છે પણ અશક્ય નથી, થઈ શકે તેવું છે. અનંતા જીવો એવો અનુભવ કરીને મોક્ષ પામ્યા છે. (૧૮) આત્માનો અનુભવ કરવામાં પ્રવીણ છે તે જીવો નિપુણ છે, મોક્ષને સાધવાની કળા તેમને આવડે છે. આવા ભેદજ્ઞાન નિપુણ જીવો પ્રજ્ઞાછીણી વડે બંધથી ભિન્ન શુદ્ધાત્માને સાધે છે. આવું ભેદજ્ઞાન જીવને આનંદ ઉપજાવે છે. ભેદજ્ઞાન થતાં વેત જ આનંદસ્વરૂપ શુદ્ધાત્મા અનુભવમાં આવે છે ને બંધ ભાવો શુદ્ધ સ્વરૂપથી બહાર જુદા રહી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. (૧૯) અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે; પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે; પરમાં ક્યાંય મારો રસ નથી - એમ સ્વભાવદષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે ! શુભ વિકલ્પ ઉઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે. આવી અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે. (૨૮) આવા સમ્યક્ત્વ પ્રગટ કરવાની આ સરસ મજાની વાત આ સમયસાર શાસ્ત્રમાં કરી છે. બધા એનો અભ્યાસ કરી એ સમ્યગ્દર્શન પ્રગટ કરે ! ૧૨ જિજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો ? (સમ્યગ્દર્શન કેવી રીતે પ્રગટ કરવું ?) : ૧. જે જીવ જિજ્ઞાસુ થઈ સ્વભાવ સમજવા માંગે છે તે સુખ લેવા અને દુઃખ ટાળવા માંગે છે. સુખ પોતાનો સ્વભાવ છે અને વર્તમાનમાં જે દુઃખ છે તે ક્ષણિક છે તેથી તે ટળી શકે છે. આત્માએ પોતાના ભાવમાં પુરુષાર્થ કરી વિકાર રહિત સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે એટલે આ વિકાર અને દુઃખ મારું સ્વરૂપ નથી એમ નક્કી થઈ શકે છે. ૨. પાત્ર જીવનું લક્ષણ ઃ સ્વરૂપનો નિર્ણય કરવા માટે બીજુ કાંઈ દાન, પૂજા, ભક્તિ કે વ્રત-તપાદિ કરવાનું કહ્યું નથી, પણ જ્ઞાનક્રિયા બતાવી છે. શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું જ કહ્યું છે. પાત્રતામાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો ખસી જવું જોઈએ તથા વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જવી જોઈએ, આ બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ વળવી જોઈએ. આ બધું જો સ્વભાવના લક્ષે થયેલ હોય તો તે જીવને પાત્રતા થઈ કહેવાય. ૩. સમ્યગ્દર્શનના ઉપાય માટે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા ઃ ‘‘પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો Page #285 -------------------------------------------------------------------------- ________________ જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન - તત્ત્વને આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ પરમાત્મારૂપ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તે જ સમ્યગ્દર્શન અને જ્ઞાન છે. ૪. શ્રુતજ્ઞાન કોને કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વરૂપને સિદ્ધ કરે છે. અનેકાન્ત સ્વરૂપ વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી”-એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે. એક વસ્તુમાં છે અને નથી' એવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ જુદી જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે છે તે શ્રુતજ્ઞાન છે; આત્મા સર્વ પદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ. ૫. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ - અનેકાન્તઃ એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પરદ્રવ્યોથી છૂટી છે આમ અસ્તિ-નાસિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓને પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બતાવે છે તે અનેકાન્ત છે અને તે શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. ૬. ભગવાન પણ બીજાનું કરી શક્યા નહિ. ભગવાને પોતાનું કાર્ય પૂરેપૂરું કર્યું પણ બીજાનું ભગવાને કાંઈ કર્યું નહિ, કેમ કે એક તત્વ પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય જુદા જુદા સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ - આમ જાણવું તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે; તે શ્રુતજ્ઞાન છે. પ્રભાવનાનું સાચું સ્વરૂપ : કોઈ જીવ પરદ્રવ્યની પ્રભાવના કરી શકતો નથી, પરંતુ જૈન ધર્મ એટલે કે આત્માનો વીતરાગ સ્વભાવ તેની પ્રભાવના ધર્મી જીવો કરે છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે કરે ? પ્રભાવના કરવાનો વિકલ્પ ઉઠે તે પગ પરના કારણે નથી; બીજા માટે કાંઈ પણ પોતામાં થાય એમ કહેવું તે જૈન શાસનની મર્યાદામાં નથી. જૈન શાસન તો વસ્તુને સ્વતંત્ર, સ્વાધીન, પરિપૂર્ણ સ્થાપે છે. ૮. અહિંસાનું ભગવાને કહેલું સ્વરૂપઃ ભગવાને બીજા જીવોની દયા સ્થાપી એ વાત ખોટી છે. પરજીવની કિયા જીવ કરી જ શકતો નથી તો પછી તેને બચાવવાનું ભગવાન કેમ કહે? ભગવાને તો આત્માના સ્વભાવને ઓળખીને કષાય ભાવથી પોતાના આત્માને બચાવવો તે કરવાનું કહ્યું છે; તે ખરી દયા છે. પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર જીવ શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો, દરેક તત્ત્વ પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વનો આશ્રય નથી.” આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૯. આનંદ પ્રગટાવવાની ભાવનાવાળો શું કરે ? : જગતના જીવોને સુખ જોઈએ છે, સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મશાંતિ જોઈએ છે, સારું કરવું છે. સારું ક્યાં કરવું છે ? આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવો છે. આનંદ એવો જોઈએ કે સ્વાધીન હોય - જેના માટે પરનું અવલંબન ન હોય. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. જિજ્ઞાસુ પ્રથમ એ જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટ્યો છે. જેને પરિપૂર્ણ અને એ સ્વાધીન આનંદ પ્રગટ્યો હોય તે જ સંપૂર્ણ સુખી છે, તેવા સર્વજ્ઞ છે. આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળી તે પાત્રતા અને સ્વભાવની રુચિ અને ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે. ૧૦. શ્રુતજ્ઞાનનું અવલંબન એ જ પહેલી ક્રિયા ઃ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આલ્કલ્યાણ થાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ, એ જ પ્રથમ કર્તવ્ય છે. જ્યારે જીવ પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર.જ હોય છે. આત્માના નિર્ણયમાં સત્ નિમિત્તો જ હોય છે. કુદેવાદિને માને તેને આત્મનિર્ણય હોય જ નહિ. આ ધર્મની કળા સમજ્યા વગર મોક્ષ થાય નહિ, સુખ પ્રગટે નહિ. ૧૧. ધર્મ કયાં છે અને કેમ થાય ?ઃ ધર્મ તો પોતાનો સ્વભાવ છે. બાહ્ય ક્રિયાકાંડમાં ક્યાંય આત્માનો ધર્મ નથી. ધર્મ પરાધીન નથી, કોઈના અવલંબને ધર્મ થતો નથી, ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી; પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જે આત્માઓ પૂર્ણાનંદ દશા પામ્યા છે - તેમની એ દશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; જો જ્ઞાન પૂર્ણ ન હોય તો રાગ-દ્વેષ રહે અને રાગ-દ્વેષ રહે તો દુઃખ રહે, જ્યાં દુઃખ હોય ત્યાં પૂર્ણાનંદ ન હોઈ શકે. જેને પૂર્ણાનંદ પ્રગટ્યો છે એવા સર્વજ્ઞ ભગવાન છે અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. ‘પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવો જોઈએ.’ એ નક્કી કરવા નિવૃત્તિ જોઈએ. ૧૨. સુખનો ઉપાય - જ્ઞાન અને સત્સમાગમ ઃ સુખ જોઈતું હોય તો તું પહેલાં સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો નિર્ણય કર. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે. સત્યમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે ‘અહો ! પરિપૂર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, આવું પરમ સ્વરૂપ મે અનંત કાળમાં સાંભળ્યું પણ નથી’- આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે. આત્મસ્વભાવની વાત સાંભળતા જિજ્ઞાસુ જીવોને મહિમા આવે જ ! સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે અને એ મહિમાને યથાર્થપણે ઘૂંટતા સ્વરૂપનો નિર્ણય કરે. આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને આત્માનો નિર્ણય કરવો. જ શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પ કાળમાં આત્મભાન થશે. જે અનંત કાળના સંસારનો અંત લાવવા માટે પૂર્ણ સ્વભાવના લક્ષે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ શરૂઆત કરવા નીકળ્યો છે એવાની અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે'. પૂર્ણતાના લક્ષે પૂર્ણતા જ થાય. ૧૩. જે તરફની રુચિ તે તરફનું ઘોલનઃ જે ભવ્ય જીવોને આત્માની રુચિ થઈ તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે, ખાતા-પીતા, ચાલતા, સૂતા, બેસતા, બોલતા, વિચારતાં-નિરંતર શ્રતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે, તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. જેને સાચા તત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કાર્યોની પ્રીતિને ગૌણ જ કરે છે. નિરંતર આત્માની ધગશ અને ઝંખના હોય. અહીં તો બધા પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો છે. ૧૪. શ્રુતજ્ઞાનના અવલંબનનું ફળ - આત્મઅનુભવઃ “હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય -પાપની વૃત્તિઓ મારું શેય છે, તે મારા જ્ઞાનથી જુદી છે. આમ પહેલાં વિકલ્પ દ્વારા દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને યથાર્થ નિર્ણય કરવો. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું. પુણ્ય-પાપ મારું સ્વરૂપ નથી, મારા શુદ્ધ સ્વભાવ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન જ્ઞાનસ્વભાવી છું. આવી જેણે નિર્ણય દ્વારા હા પાડી તેનું પરિણમન બધેથી ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળ્યું તેથી તે અલ્પ કાળમાં રાગરહિત સ્વભાવનો નિર્ણય કરીને અને તેની સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ થઈ જશે, પૂર્ણની જ વાત છે. શરૂઆત અને પૂર્ણતા વચ્ચે આંતરો પાડ્યો જ નથી. પૂર્ણની હા પાડીને આવ્યો તે પૂર્ણ થશે જ! અનુભવ પ્રગટ કરશે જ! ૧૫. હું જ્ઞાનસ્વભાવી જાણનાર જ છું, શેયમાં ક્યાંય રાગ-દ્વેષ કરી અટકે એવો મારો જ્ઞાનસ્વભાવ નથી; પર ગમે તે હો, હું તો માત્ર જાણનાર જ છું, મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; હું - જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ જ્ઞાનસ્વભાવી છે. પ્રથમ શ્રતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે એટલે કે શ્રુતના અવલંબનથી આત્માનો અવ્યક્ત નિર્ણય થયો છે, ત્યાર પછી પ્રગટ અનુભવ કેમ થાય તે હવે કહેવામાં આવે છે - સમ્યગ્દર્શન પહેલાં. ૧૬. સમ્યગ્દર્શન પહેલાં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, પછી પરના લક્ષથી અને વિકલ્પથી ખસીને સ્વનું લક્ષ પ્રગટ અનુભવ પણ કરવું. ૧૭. અનુભવ માટેની વિધિઃ નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. આત્માના આનંદનો પ્રગટ ભોગવટો કરવા (વેદન કરવા-અનુભવ કરવા) માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય અને મન દ્વારા પરલક્ષે પ્રવર્તતું જ્ઞાન, તેને સ્વ તરફ વાળવું. દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરે પરપદાર્થ તરફનું લક્ષ તથા મનના અવલંબનને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને – મર્યાદામાં લાવીને પોતાના તરફ વાળવું તે અંતર અનુભવનો પંથ છે, સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૧૮. જ્ઞાનની ક્રિયા : મતિ અને શ્રુતજ્ઞાનને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલાં તે ભાવો પર તરફ વળતા, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાનો આ પુરુષાર્થ છે. ૧૯. જ્ઞાનમાં ભવ નથી : જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વ તરફ વાળ્યું છે અર્થાત્ મિતજ્ઞાન પર તરફ વળતું તેને મર્યાદામાં લઈને આત્મસન્મુખ કર્યું છે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને જ્ઞાનસ્વભાવનો અસ્તિભાવ છે. આવી સમજણ અને આવું જ્ઞાન કરવું તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી. તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી. આ રીતે ‘જ્ઞાન’ અને ‘ભવ’ની એકબીજામાં નાસ્તિ છે. નિર્વિકલ્પ અનુભૂતિ ઃ ૨૦. નયપક્ષોના અવલંબનથી થતાં મન સંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે. પરાવલંબને પ્રવર્તતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને - અંતસ્ત્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને (લક્ષમાં લઈને), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજરસથી પ્રગટ થતાં શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૨૧. સમ્યગ્દર્શન થતાં શું થાય ? : સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે, આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવમાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે.‘હું ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ છું’ એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અર્થાત્ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બન્ને અભેદ લીધા છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ૨૨. આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે ? : શુદ્ધાત્મા આદિ-મધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતા સ્વરૂપ છે. ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’ એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખા ય વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્યસ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય-પાપથી ઉપર તરતો છે. તરતો એટલે કે તેમાં ભળી જતો નથી, તે રૂપ થતો નથી, પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી Page #289 -------------------------------------------------------------------------- ________________ અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળા છે. જ્ઞાનસ્વરૂપ અનંત છે અને વિજ્ઞાનઘન છે. એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવભાવે રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનના નિબિડ પિંડરૂપ પરમાત્મસ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ૨૩. નિશ્ચય અને વ્યવહાર: આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિશ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યા અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે – શ્રદ્ધાય છે જણાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટ્યા વખતની વાત કરી છે. ૨૪. ઉપાદાન-નિમિત્ત અને કારણ-કાર્યઃ (૧) સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને (૨) શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહિ. આમાં આત્માનો અનુભવ કરવો તે કાર્ય છે, આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતજ્ઞાનનું અવલંબન તે નિમિત્ત છે. શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ તે નિર્ણય અનુસાર આચરણ અર્થાત્ અનુભવ કરવો તે છે. આત્માનો નિર્ણય તે કારણ અને આત્માનો અનુભવ તે કાર્ય - એ રીતે અહીં લીધું છે, એટલે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે. ૨૫. સમગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે, પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે, પરમાં કયાંય મારો રસ નથી. એમ સ્વભાવદષ્ટિના જોરે એક વાર બધાને નિરસ બનાવી દે! શુભ વિકલ્પ ઉઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે, આમ સ્વરૂપનારસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે! તને સહજાનંદ રૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે. અનંત કાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે સંપૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે અને તેનો ઉપાય એકમ – સમ્યગ્દર્શન છે. સાર: સુખનો રસ્તો સાચી સમજણઃ જો આત્માની સાચી રુચિ થાય તો સમજણનો રસ્તો લીધા વગર રહે નહિ; સત્ય જોઈતું હોય તો આ જ રસ્તો છે. સમજતાં ભલે વાર લાગે, પરંતુ માર્ગ તો સાચી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમણનો લેવો જોઈએ ને ! સાચી સમજણનો માર્ગ લ્યે તો સત્ય સમજ્યા વગર રહે જ નહિ. જો આવા મનુષ્ય દેહમાં અને સત્સમાગમના યોગે પણ સત્ય ન સમજે તો ફરી આવા સત્યના ટાણાં મળતા નથી. હું કોણ છું ? તેની જેને ખબર નથી અને અહીં જ સ્વરૂપ ચૂકીને જાય છે તે જ્યાં જશે ત્યાં શું કરશે? શાંતિ ક્યાંથી લાવશે ? આત્માના ભાન વગર કદાચ શુભ ભાવ કર્યા હોય તો પણ તે શુભનું ફળ જડમાં જાય છે, આત્મામાં પુણ્યનું ફળ આવતું નથી. આત્માની દરકાર કરી નથી અને અહીંથી જ જે મૂઢ થઈ ગયો છે તેણે કદાચ શુભ ભાવ કર્યા તો રજકણો બંધાણા અને તે રજકણોના ફળમાં પણ રજકણોનો સંયોગ મળવાનો, રજકણોનો સંયોગ મળે તેમાં આત્માને શું ? આત્માની શાંતિ તો આત્મામાં છે, પરંતુ તેની તો દરકાર કરી નથી. અજ્ઞાની જડનું લક્ષ કરીને જડ જેવો થઈ ગયો છે, મરતાં જ પોતાને ભૂલીને સંયોગદૃષ્ટિથી મરે છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનથી ન સમજે તો જીવને સ્વરૂપનો કિંચિત લાભ નથી; સમ્યગ્દર્શન-જ્ઞાન વડે સ્વરૂપની ઓળખાણ અને નિર્ણય કરીને જે ઠર્યો તેને જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, અને શુદ્ધ આત્મા એ જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ છૂટીને એકલો આત્મઅનુભવ રહી જાય તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે જ સત્ય ધર્મ છે. ૧૩ સ્વરૂપ પ્રાપ્ત કરવાની યથાર્થ કાર્ય પદ્ધતિ - ભેદજ્ઞાન : ૧. સ્વરૂપ સાધવા માટેના ઉદ્યમવંત જીવનું પ્રયોગાત્મક પરિણમન છે કે જે ઉપાયરૂપ છે. ભેદજ્ઞાન એ કળા છે. દેહ અને આત્માનો એટલે કે રાગ અને જ્ઞાનનો ભેદ પાડવો - ભેદ છે એમ જાણવું તે ભેદજ્ઞાન : જ્ઞાનીને તે સમજાય છે. ૨. જેમ તેજાબથી સોનુ અને કથીર જુદા પડે છે - જેમ કતકફળથી પાણી અને મેલ જુદા પડે છે તેમ ભેદજ્ઞાનના પ્રયોગથી રાગ અને આત્મા જુદા જણાય છે. ૩. જો કે એક માત્ર આત્મહિતના લક્ષે દ્રવ્યશ્રુત દ્વારા એટલે કે આત્માનુભવી પુરુષોની વાણીનું શ્રવણમનન, વાંચન-ચિંતન, સત્પુરુષના ચરણમાં રહી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, લગની સહિત કરવામાં આવે ત્યાં પ્રથમ વિચાર-મનન-ચિંતવનપૂર્વક શ્રુતની ધારણાનો પ્રસંગ છે. તો પણ સાથે સાથે ધારણારૂપ સમજણને ઉદય પ્રસંગમાં લાગુ કરતાં જ રહેવી જોઈએ; નહિ તો માત્ર ધારણાથી સંતુષ્ટ થઈને ત્યાં જ અટકી જવાનું અનિવાર્ય થઈ જશે. આ રીતે સમજણ પછી પરિણમનની દિશામાં એક પગલું આગળ વધવાની આ રીત છે. ૪. પ્રથમ જે પાત્ર જીવને અંતરથી જન્મ-મરણના ચક્રમાંથી છૂટવા માટે તીવ્ર ભાવ - ઉછાળો આવે છે અથવા જે એકમાત્ર આત્મહિત અર્થે જ ઉલ્લાસિત વીર્યવાન થઈને તે જ લક્ષે પ્રવર્તે છે તેવો જીવ પોતાની દશામાં પ્રવર્તમાન અવગુણોનો નાશ કરવાના દષ્ટિકોણને મુખ્ય રાખીને સત્ક્રુતનું અવગાહન કરે છે, ત્યાં પ્રથમ કાર્ય વિચાર-મનનપર્વક શરૂ થાય છે. આત્માના યથાર્થ સ્વરૂપની જાણકારી માટે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ વિસ્તારપૂર્વક અભ્યાસ આગમ દ્વારા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાના પૂર્વ ગૃહીત અભિપ્રાય અને માન્યતાથી વિરુદ્ધ પ્રકારોનું ઘણું મંથન ચાલે અને તે મંથનને અંતે સત્ય સમંત થાય - પદાર્થનો યથાર્થ નિર્ણય થઈ જાય - તે જ્ઞાનદશાનું પ્રથમ ચરણ છે. ૫. હવે જે જાણકારી થઈ છે તે સંદર્ભમાં વિચારતાં પોતાના પરિણામોનું અવલોકન થવું-પ્રયોગમાં મૂકીને તેને સમંત કરવાની - સ્વાનુભૂતિ કરવાની પદ્ધતિ એ ધ્યાનના પ્રયોગ વડે સિદ્ધ થઈ શકે એ જ્ઞાનદશાનું બીજું ચરણ છે. આ અત્યંત જરૂરી છે. ૬. અવલોકન થયા વિના પરિણામમાં ઉત્પન્ન રસને જીવ પોતે સમજી શકતો નથી. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર ધારણારૂપે પરલક્ષી થઈ જાય છે. પરલક્ષી ધારણા કાર્યકારી નથી. ખરેખર તો સ્વલક્ષી આત્મલક્ષી તત્ત્વનો અભ્યાસ હોવો ઘટે છે. ૭. ૧) સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે. ૨) સ્વલક્ષી જ્ઞાન જ ગુણને-સ્વભાવને સાધી શકે છે. ૩) સ્વલક્ષી જ્ઞાન જ અનુભવમાં આવતા ભાવના ઊંડાણમાં જાય છે તેથી સ્વભાવ વિભાવ જાતિની પરખ આવવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. ૪) સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળે છે જેને લીધે સ્વરૂપ સ્થિરતાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. ૫) સ્વલક્ષી જ્ઞાનમાં ઉત્પન્ન થયેલો આત્મસ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, અંતરમુખી પુરુષાર્થનું જોર અને અપૂર્વ ચૈતન્યરસ ઉત્પન્ન કરે છે. ૮. જીવના પરિણામના વિજ્ઞાન અનુસાર પરિણામની શકિત તેમાં રહેલાં રસમાં મૌજુદ છે. તેથી વિભાવ રસ તૂટીને સ્વભાવરસ ઉત્પન્ન થાય તે જીવનું કર્તવ્ય છે. વિભાવરસ - શુભ અને અશુભ બન્ને સમાનપણે આત્માને પ્રતિબંધક છે-તેવું અવલોકન વગર કોઈ બીજી રીતે સમજમાં (અનુભવમાં) આવી શકે નહિ. વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે કે પ્રથમ રુચિ પલટયા વિના ઉપયોગ ન પલટે, રુચિ અનુસાર વીર્ય સ્કુરાયમાન થાય છે. ૯. નિજહિતની તીવ્ર ભાવનાને લીધે મુમુક્ષુ જીવ જ્યારે અવલોકન પદ્ધતિમાં આવે છે ત્યારે પોતાના જ ચાલતાં પરિણામોનો જે અનુભવ, તેને સમજવાનો અભ્યાસ ચાલે છે. ૧૦. વાંરવારના અવલોકનના દીર્ઘકાલીન અભ્યાસથી અવગુણ ટાળવાના લક્ષવાળા જીવને અનેક પ્રકારના વિભાવ ભાવોમાં આકુળતાનો અનુભવ થાય છે - તેમ અનુભવ પદ્ધતિથી સમજે છે. ૧૧. વિભાવ ભાવોમાં નિજ હિત નથી છતાં વ્યક્ત મલિનતાને સમજે છે તેથી તે તે ભાવોની અરુચિ જન્મે છે અને ત્યાંથી ખસવાની સહજ વૃત્તિ ઉદ્ભવે છે. આમ વિભાવ રસ મંદ પડે છે. ૧૨. સામાન્યતઃ સંસારી જીવો અનુકૂળતા-પ્રતિકૂળતાની મુખ્યતામાં સંયોગોને વળગીને પ્રવર્તતા રહે છે, પરંતુ આત્માર્થી જીવ તે પ્રકારથી અટકી જઈને ઉદયમાં ઇષ્ટ-અનિષ્ટપણાથી નિવર્તવાના પુરુષાર્થમાં Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ લાગેલો રહે છે. નિજહિતની અપૂર્વ લગની લાગેલી હોવાથી અવશ્ય આત્મહિત સાધશે જ ! ૧૩. અવલોકન કરનાર જ્ઞાન સ્વયંનું અવલોકન પણ કરે છે. ત્યાં પ્રથમ જ્ઞાનની વ્યાપ્તિના અનુભવને વારંવાર ઉદયના પ્રસંગોમાં તપાસે છે, તે તપાસણીરૂપ અભ્યાસની ફલશ્રુતિ એ પ્રકારે આવે છે કે મારું જ્ઞાન કોઈ પણ સંયોગી પદાર્થોમાં વ્યાપતું નથી; માત્ર સ્વને જાણવાની મર્યાદામાં રહે છે. તે વિકલ્પ પણ વિકલ્પ અનુસાર કાર્ય ભજે એવા શરીરાદિના પર્યાયોમાં વ્યાપતો નથી. આ રીતે કાર્યકારણમાં સ્વ-પરની ભિન્નતા અવલોકનથી સમજાતા જીવનો ઉદય કાર્ય કરવાનો રસ તૂટે છે અને તેવા પરિણામમાં પરપદાર્થો પ્રત્યેનું જોર ઘટી જાય છે. જ્યાં કોઈ પણ કાર્ય કરવામાં રસને જોર ન હોય ત્યાં તત્ સંબંધીત દુરાગ્રહ અને તીવ્ર કષાય રસ કેમ હોય ? આ રીતે દુરાગ્રહ અને કષાય રસ તૂટતો જાય છે - સ્વભાવ દરેક પ્રસંગે વિજ્ઞાનઘન થતો જાય છે. ૧૪. સર્વ દોષથી રહિત થવાની ભાવનામાં, પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય રહેલો છે. તેથી પૂર્ણ શુદ્ધતાનું લક્ષ - ધ્યેય દૃઢ મોક્ષ ઇચ્છામાં પરિણમિત થાય છે. સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવનામાં આત્મસ્વરૂપની ભાવના ગર્ભિત છે. તેથી મુમુક્ષુ જીવને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ૧૫. આવી જિજ્ઞાસાનો અંત જ્યાં સુધી ‘સ્વરૂપ નિર્ણય’માં ન આવે ત્યાં સુધી અતૃપ્ત જિજ્ઞાસા મુમુક્ષુ જીવને સર્વ ઉદય પ્રસંગમાં અને પાંચે ય ઇન્દ્રિયોના વિષય-વ્યાપારમાં નિરસ કરી દે છે. એટલું જ નહિ પણ એ સ્થિતિની તીવ્રતામાં પસાર થતાં ઊંઘ પણ ઉડી જાય છે. અર્થાત્ રાત-દિવસ તેનો આત્મા સ્વરૂપ શોધમાં લાગેલો રહે છે. ૧૬. નિર્મોહ સ્વરૂપની ખોજની તીવ્રતાને કારણે દર્શનમોહનો અનુભાગ યથાર્થપણે સારા પ્રમાણમાં ઘટે છે. તેથી જ્ઞાનમાં અનાદિથી રહેલાં અજ્ઞાન - અંધકારસમ પટલની ગાઢતા ઓછી થાય છે. અર્થાત્ આ ભૂમિકામાં જ્ઞાનસ્વરૂપ નિશ્ચય અર્થે નિર્મળ થાય છે. આવા મુમુક્ષુ જીવને અધ્યાત્મ શાસ્ત્રના ભાવો યથાર્થપણે ભાસે છે અને અધ્યાત્મરસ તેવા નિમિત્તોમાં વૃદ્ધિગત પણ થાય છે. ૧૭. દર્શનમોહનો અનુભાગ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય સત્સંગના (પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના) યોગની આશ્રય ભાવનામાં વર્તે છે. દર્શનમોહના વિજ્ઞાન અનુસાર આ સિદ્ધાંત છે કે ‘‘દર્શનમોહ મંદ થયા વિના, વસ્તુસ્વરૂપનું ભાવભાસન થાય નહિ અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે તેમ નથી’' આત્મઅનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. તો આ રીતે મુમુક્ષુ જીવ દર્શનમોહ મંદ થવા સુધીની અને વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાની સ્થિતિએ પહોંચ્યો છે. ‘“હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’’ આ છે તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૧૮. ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે ત્યારે સ્વયંના ‘જ્ઞાનલક્ષણથી’ જ્ઞાનસ્વભાવી આત્માનો યથાર્થ નિર્ણય વિધિપૂર્વક કરે છે. આ વિધિનું પ્રસિદ્ધ નામ ‘ભેદજ્ઞાન’ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ૧૯. પ્રથમ બુદ્ધિપૂર્વક ઉપર ઉપરથી ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલુ થાય છે. પ્રયાસ એટલે પોતે માત્ર જાણનારો - જ્ઞાયક છે એમ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરે, એટલે ઉદયમાં જ્યારે જ્યારે હર્ષ-શોકના ભાવોના તીવ્ર રસ પ્રસંગે પોતાને તપાસે (જ્ઞાન-જ્ઞાનને તપાસે) તો સ્પષ્ટ માલૂમ પડે છે કે મારા જ્ઞાનમાં ખરેખર કાંઈ વધઘટ થઈ નથી. અર્થાત્ હર્ષ થવાથી મને કાંઈ મળ્યું નથી તેમ શોક પ્રસંગે મારામાંથી કાંઈ ગયું નથી. ૨૦. આ કાંઈ વિકલ્પ કરવામાત્રનથી પરંતુ ચાલતા પરિણમનમાં પોતાના અનુભવને તપાસીને જણાવેલ ભિન્નતા છે. આ પ્રકારનો વારંવાર ભિન્નતાપણાનો અભ્યાસ થતાં પોતાને ખ્યાલ આવે છે કે મિથ્યા બુદ્ધિગત અધ્યાસથી જે પરપ્રવેશભાવ'પણે અનુભવ થઈ રહ્યો છે તેનું જુઠાપણું સમજાય. ૨૧. “પરપ્રવેશભાવ” તે વિપરીત પ્રયોગરૂપ પરિણમન છે, એવું અવલોકનથી સમજાય ત્યારે તે ભૂલ ટાળવાની સૂઝ ખ્યાલમાં આવે છે. આ પરપ્રવેશભાવ” જ જીવના સ્વસંવેદનને રોકનારો ભાવ છે. આ પ્રકારે ભેદજ્ઞાનના પ્રયોગ અભ્યાસથી માલૂમ પડે છે કે ખરેખર કોઈ પર શેય મારા જ્ઞાન પર અસર પહોંચાડી શકતું નથી. મેં અનંત કાળથી પરપદાર્થનો અનુભવ કર્યો હોવાનું માન્યું છે તે અસત્ય છે. અનંત કાળથી રાગાદિ ભાવોની અસર તળે અનેકવિધ વિકારીભાવપણે — વિકારી પરિણામ વચ્ચે રહેવા છતાં પણ મારું જ્ઞાનસ્વરૂપ સદાય નિર્લેપ જ રહેલું છે. ૨૨. જો મોક્ષાર્થી જીવ ખાસ પ્રકારની પાત્રતામાં વર્તતો હોય અને સ્વ હિતમાં ઉત્સાહી વીર્યથી વર્તતા કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકતો હોય તો પોતે “જ્ઞાનમાત્રપણે ભિન્ન ભાસ્યમાન થાય છે. આ રીતે ‘જ્ઞાનમાત્ર’ અભ્યાસ વૃદ્ધિગત થવાથી ‘જ્ઞાનમાત્ર’માં જ્ઞાન વેદનનું ભાસવું થાય છે. અતઃ જ્ઞાનવેદનથી પોતે પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ સહજ સ્વરૂપે છે એવું પોતાના મૂળ સ્વરૂપનું ભાવભાસન સ્વસમ્મુખતા સહજ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. જે વૃદ્ધિગત થતાં કોઈ અપૂર્વ પરાક્રમથી પરોક્ષપણાનો વિલય કરી અતીન્દ્રિય પ્રત્યક્ષ સ્થિરભાવ ધારણ કરશે. આ પ્રકારે ‘ભેદજ્ઞાન” તે વિભાવના નિષેધપૂર્વક પ્રગટ સ્વભાવનો આદર-સત્કાર છે. પરમાર્થની તીવ્ર ભાવનામાં વર્તતા જીવને આ પ્રકારનું ભેદજ્ઞાન પ્રયાસરૂપે સહજ થવા યોગ્ય છે. ૨૩. ભેદજ્ઞાનના પ્રયોગથી અનાદિથી જે રાગમાં હુંપણું - રાગમાં અસ્તિત્વપણું ગ્રહણ થઈ રહ્યું છે તેને નમાં હુંપણા દ્વારા જ્ઞાનને મુખ્ય કરવાથી રાગાદિ ભાવોમાં અભેદ બુદ્ધિથી વર્તતું કર્તાપણું નાશ પામે છે. આ સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કરવાની પ્રક્રિયા છે. ૨૪. જ્ઞાનમાં માત્ર જ્ઞાનને સ્વરૂપે અવલોકવાનો દષ્ટિકોણ સાધ્ય કરીને વારંવાર પ્રયત્ન કરતાં જ્ઞાનની સ્વભાવજાતિની પરખ આવે છે અને સાથે સાથે વિભાવનીમલિનતા અને આકુળતા પરખાઈ આવે છે. ૨૫. પ્રગટ જ્ઞાનમાં સ્વભાવ અંશનો વિકાસ હોવાથી સ્વભાવની અનંત શક્તિ-સામર્થ્ય, શાશ્વતપણું આદિનો નિર્ણય થઈ શકે છે. જેને રાગના નાનામાં નાના કણમાં દુઃખ, મલિનતા અને અચેતનપણાનો નિર્ણય, અનુભવના અવલોકનથી થાય છે તેને જ્ઞાનલક્ષણથી સ્વભાવ સ્વરૂપે રહેલાં અનંત સુખ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સામર્થ્યનો પણ નિશ્ચય થાય છે. અવલોકનમાં ચેતના...ચેતના...ચેતનાના સાતત્ય દ્વારા પોતાનું ચેતનાગુણમયપણું પરદ્રવ્યથી અને રાગથી પોતાને ભિન્ન પાડવાનું (ભેદજ્ઞાન) એકમાત્ર સાધન છે, બીજું કોઈ સાધન નથી. ૨૬. જ્ઞાનમાં રહેલાં જ્ઞાનવેદનથી લક્ષરૂપ આત્માની પ્રસિદ્ધિ થાય છે. આ લક્ષ્ય-લક્ષણની સંધિ છે. જેવો આત્મા કેવળજ્ઞાનમાં જણાય છે તેવો જ આત્મા લક્ષમાં આવતા અનંત મહિમાવંત પદાર્થ સાક્ષાત સિઇ સ્વરૂપ પોતે છે તેમ લાગતાં તેનો કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે. તે મહિમા આત્મરસ દ્વારા પરિણતિ ઉત્પન્ન કરે છે. વારંવાર પોતાના જ્ઞાન-દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખતાં, અનંત સુખનો ભંડાર પ્રતિભાસતા નિર્વિકલ્પ સ્વરૂપનો રસ ઘૂંટાઈને ઘટ્ટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ - અપૂર્વ ભાવો પ્રગટ થાય છે અને રુચિ અનુયાયી વીર્ય-પુરુષાર્થ વડે અનંત પ્રત્યક્ષ તેજનું પૂર, જ્ઞાનમાં રહેલી પરોક્ષતાને વિલીન કરી સહજ પ્રત્યક્ષપણે વર્તવા લાગે છે. ૨૭. આત્મા તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ જ છે. પરંતુ પર્યાય અંતર્મુખ થાય તો “આત્મા પ્રત્યક્ષ છે' તેમ જણાય છે. બહિર્મુખ જ્ઞાનની પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી, ભાસતો નથી; પરંતુ આત્મા પ્રત્યક્ષ જ છે. તેની સન્મુખ ઢળીને દેખે તો પોતે પ્રત્યક્ષ છે તેમ ભાસે છે. પરંતુ સન્મુખ કેમ ઢળવું તે સમસ્યાનું સમાધાન આ બાર મુદ્દામાં છે. ૧) ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને અર્થાત્ સ્વને જાણે. ૨) જ્ઞાનના આધારે - નિર્વિકલ્પ જ્ઞાનવેદનના આધારે થયેલો નિર્ણય સ્વરૂપલક્ષ ઉત્પન્ન કરે છે. ૩) આ નિર્ણય અંશતઃ રાગથી મુક્ત થઈને જ્ઞાનથી જ્ઞાનસ્વભાવનો જ્ઞાનની અધિકાઈમાં થયેલ ભાવભાસન છે કે જેમાં ભવી-અભવાની શંકા રહેતી નથી. ૪) જ્ઞાન સ્વયં વેદક સ્વભાવી છે. તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે ત્યારે સ્વસમ્મુખ થઈને વેદવાનું બને છે. આ પ્રકારે સ્વસમ્મુખ થવાની રીત છે. ૫) અંતરંગમાં રહેલા જ્ઞાનવેદનને વેદતાં જ્ઞાનની દિશા અંતર્મુખ થાય છે. અને અંતર્મુખ પરિણમન સ્વભાવ પ્રતિભાસે છે. દશાની દિશા પલટવી તે અપૂર્વ છે. ૬) આવા સ્વરૂપ નિર્ણય કાળે જ એક અખંડ અભેદ વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ ભેદ યથાર્થ રીતે સમજાય છે. ભેદ સમજવામાં આવવા છતાં પણ ભેદનો દષ્ટિકોણ ગૌણ થઈમુખ્યપણે અભેદતા સાધવાની પ્રક્રિયા ચાલે છે. ૭) વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વેદને વર્તમાન અંશનું હોવા છતાં અવલંબન અંશી(સ્વભાવ)નું! વર્તમાન અંશરૂપ વર્તતો ભેદ ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં હું પણાના ભાવે’ અભેદતા સાધી સ્વરૂપ અનુભવ કરે છે. ૮) પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું, પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રપણું થતાં Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ (અભેદભાવે હું આવોજ છું')સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. જેમાં શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રી છે. ૯) જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. ૧૦) પોતાને જ પ્રભુ સ્થા૫ ! પોતાના પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કર. ૧૧) જે નિજાત્મતત્વની ઓળખાણ થાય છે તે શક્તિરૂપે હોવા છતાં અંતર્મુખપા દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે પરિણમવાનો તેનો સ્વભાવ છે. તે દષ્ટિકોણથી સ્વભાવને જોતાં-ભાવતાં શક્તિનું વ્યક્ત પરિણમન થવા લાગે છે. દ્રવ્યાનુસારી શુદ્ધ પરિણમન ઉત્પન્ન થવાનું આ વિજ્ઞાન છે. ૧૨) પ્રસિદ્ધ લક્ષણથી પ્રસાધ્યમાન સ્વભાવની - પરમ તત્ત્વની મહાનતા જ એવી છે કે સમસ્ત જગત ગૌણ થઈ જાય. જગતનું ગૌણપણું કરવા માટે કૃત્રિમ વિકલ્પ અથવા કોઈ અન્ય ચેષ્ટા કરવી પડે નહિ. પ્રથમ શુદ્ધોપયોગનો જન્મ ઉક્ત ભેદજ્ઞાનના પ્રયાસનું ફળ છે અને ત્યારે જ સર્વગુણાંશ એવું સમ્યકત્વ પ્રગટ થાય છે. અહીંથી જ સાક્ષાત મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. આ સમ્યવિધિને યથાર્થ જાણીને અંગીકાર કરવા યોગ્ય છે. વિશેષ જ્ઞાનમાં કેટલી વાત આવે? ૧) ભેદજ્ઞાન ૨) સમ્યજ્ઞાન ૩) આત્મજ્ઞાન ૪) બ્રહ્મજ્ઞાન ૫) અભેદજ્ઞાન. ૧) ભેદજ્ઞાનમાં બે પ્રકાર છે. ૧) શેયાકાર જ્ઞાન ૨) જ્ઞાનાકાર જ્ઞાન. શેયાકાર જ્ઞાન : મતિ-શ્રુતજ્ઞાન - બહારની પ્રસિદ્ધિ - પરથી ભિન્ન કરાવે છે. જ્ઞાનાકાર જ્ઞાન : અંદરની પ્રસિદ્ધિ-પરભાવથી રાગથી ભિન્ન કરાવે છે. પર્યાયથી પણ ભિન્ન કરાવે છે. ભેદજ્ઞાન કરવા માટે અગીયાર વાત સમજવી પડશે. (૧) જ્ઞાનમાં સૂક્ષ્મતા - સ્થૂળતા ન ચાલે (૨) જ્ઞાનમાં તીણતા - બારીક પ્રજ્ઞાછીણી લગાવવી પડે. (૩) જ્ઞાનમાં વિચક્ષણતા - નિપુણ - ચતુર (૪) જ્ઞાનમાં વિલક્ષણતા - વિશિષ્ટ પ્રકારના લક્ષણ-ઉપયોગ - શુદ્ધોપયોગ. (૫) જ્ઞાનમાં ગંભીરતા - ઊંડાણ - અંદર જવું પડે. (૬) જ્ઞાનમાં જાગૃતતા - અત્યંત જાગૃતતા. (૭) જ્ઞાનમાં સરસતા - રસવાળું - વૈરાગ્યથી ભીંજાયેલું. (૮) જ્ઞાનમાં સ્કુર્તિદાયક - સ્કુર્તિજનક, તાજગી પેદા કરનાર (૯) જ્ઞાનમાં કેન્દ્રિત - એક જ ઠેકાણે કેન્દ્રિત. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ (૧૦) જ્ઞાનમાં શીઘગામી - ત્વરાથી કામ કરવાવાળો. (૧૧) જ્ઞાનમાં સાહસિકતા - બળવાન, પ્રચંડ પુરુષાર્થવાળો ભેદજ્ઞ નરૂપી અંદર જવાનો માર્ગ બનાવે છે. અનુભવ કરતી વખતે રસ જ માણવાનો છે. ૨) સમજ્ઞાનમાં પાંચ વાત આવે? (૧) અતીન્દ્રિય (૨) અનાકુળ (૩) અખંડ (૪) અમર્યાદિત (૫) સ્વ-પરપ્રકાશક. ૩) આત્મજ્ઞાનમાં ચાર વાત આવે? (૧) આત્માનું જ જ્ઞાન - આત્મા જ ભાસે – આત્મસંચેતન (૨) નિર્મળ પર્યાય - ઉપાદેય -આત્મપ્રતિભાસન (૩) આત્મા - પરમ ઉપાદેય - આત્મ(સ્વ)સંવેદન (૪) ધ્રુવ પરમાત્મા જ ઉપાદેય - આત્મસંજીવન ૪) બ્રહ્મજ્ઞાન - દિવ્યદષ્ટિ પ્રગટે. ૫) ભેદજ્ઞાન - અભેદભેદ આત્માનુભૂતિ - પાંચ વાત આવે. (૧) દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ. (૨) ગુણ-ગુણી એક થઈ ગયા. (૩) ધ્યેય-ધ્યાન-ધ્યાતા એક થઈ ગયા. (૪) બધાને સાથે જ વેદન - ઉપયોગ એકાકાર - એકરસ. (૫) ઉપયોગમાં આત્મા અને તેની અનુભૂતિ. એક જ સમયમાં સંવર-નિર્જરા, જ્ઞાન અખંડ, આત્મા અખંડ. આત્મા નામનો પદાર્થ અત્યંત સૂક્ષ્મ છે. કેવી રીતે? ૧) રશૂળ શરીરથી ભિન્ન છે. બાહ્ય શરીર અને અવયવો દેખાય છે. ૨) તેજસ શરીર - સ્થૂળથી સૂક્ષ્મ છે. જેનાથી શરીરની કાંતિ છે. ૩) કામણ શરીર - તેજસથી સૂક્ષ્મ છે - કામણ વર્ગણા. ૪) ચિદ્વિકાર - બધા જ વિકારી ભાવ - કામણથી પણ સૂક્ષ્મ. ૫) પાપ અને પુણ્ય ભાવ - તેનાથી પણ સૂક્ષ્મ ૬) ઇન્દ્રિય જ્ઞાન - ઇન્દ્રિયોના માધ્યમ વડે જાણપણું – તેનાથી પણ સૂક્ષ્મ. ૭) માનસિક જ્ઞાન - રૂપી અને અરૂપી - મનન-વિચાર - મનોવર્ગણા તેનાથી પણ સૂક્ષ્મ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ૮. આગમ જ્ઞાન - પર અવલંબન - તેનાથી પણ સૂક્ષ્મ. ૯. મિથ્યાદર્શન- છૂપાયેલો ચોર - અભિપ્રાયની ભૂલ. ૧૦. શેયાકાર જ્ઞાન - ષેય સંબંધીનું સૂક્ષ્મ જ્ઞાન. ૧૧. જ્ઞાનાકારનું જ્ઞાન - આત્માનું લક્ષણ છે. તેનાથી જ આત્મા પકડી શકાય છે. આવી રીતે ભેદજ્ઞાનનો વિસ્તારથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવા ભેદજ્ઞાન પ્રયોગપદ્ધતિ વડે આત્માની પ્રતીતિ - લક્ષ અને અનુભવ કરવો. જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાનના અભ્યાસથી કેવળજ્ઞાન થાય છે. ૧૪ દ્રવ્યદૃષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ છે : ૧. ભૂમિકા ૧) આ જીવ અનાદિથી અજ્ઞાનને લીધે પરદ્રવ્યને પોતાનું કરવા મથે છે, શરીરાદિને પોતાનું કરીને રાખવા માંગે છે, પરંતુ પારદ્રવ્યનું પરિણમન જીવને આધીન નથી. અનાદિથી જીવના અજ્ઞાનભાવના મહેનતના ફળમાં એક પરમાણુ પણ જીવનો થયો નથી. ૨) અનાદિથી દેહદષ્ટિપૂર્વક શરીરને - રાગને પોતાનું માન્યું છે. કોઈ દિવસ ત્રિકાળી ભગવાન આત્મા પોતાના દ્રવ્ય તરફ દષ્ટિ કરી નથી. ૩) જીવ જો પોતાના સ્વરૂપની સાચી સમજણ કરવા માંગે તો તે યથાર્થ પુરુષાર્થ દ્વારા અલ્પ કાળમાં સમજી શકે છે. સાચી સમજણ સહજ સુલભ છે. સાચી સમજણ કરવાની રુચિના જ અભાવે જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ સમજ્યો નથી. માટે દ્રવ્યદૃષ્ટિ દ્વારા સ્વરૂપ સમજવાની રુચિ-જ્ઞાન-પ્રતીતિશ્રદ્ધા-અનુભવ કરો. દ્રવ્યદૃષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટ થાય જ! ૪) દ્રવ્યદૃષ્ટિમાં ભવ નથી, દ્રવ્યદષ્ટિમાં ત્રિકાળ મુક્તિ જ છે. ૫) દ્રવ્યદૃષ્ટિ ભવને બગડવા દેતી નથી. ૬) દ્રવ્યદૃષ્ટિ એકલા આત્માને જ સ્વીકારે છે. ૭) મોક્ષ પણ દ્રવ્યદષ્ટિને આધીન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. ૮) જ્ઞાન પણ દષ્ટિને આધીન છે. જે જીવને દ્રવ્યદૃષ્ટિ નથી તે જીવનું જ્ઞાન પણ સાચું નથી. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર !” ૯) ઊંધી દષ્ટિથી ઊંધાઈનું પાપ અનંતગણું છે. ૧૦) દ્રવ્યદૃષ્ટિ એ જ કર્તવ્ય છે. દ્રવ્યદષ્ટિ કહો કે આત્મસ્વરૂપની ઓળખાણ કહો, સમ્યગ્દષ્ટિ, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પરમાર્થદષ્ટિ, વસ્તુદષ્ટિ, યથાર્થદષ્ટિ, ભૂતાર્થદષ્ટિ એ બધા એકાર્યવાચક શબ્દો છે. ૧૧) ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. આત્મદ્રવ્ય પોતાના સ્વભાવથી ટકેલું છે, પણ રાગને લીધે ટકેલું નથી. આત્માના સ્વરૂપમાં રાગ નથી તેમ જ રાગ વડે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ નથી. ૧૨) ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને સ્વીકાર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ કેમ કે પર્યાય તો એક સમય પૂરતી જ છે, બીજા સમયે તેની નાસ્તિ થઈ જાય છે. તેથી પર્યાયના લક્ષે એકાગ્રતા કે સમ્યગ્દર્શન થઈ શકતું નથી. ૧૩) પર્યાયમાં એકત્વ બુદ્ધિ છોડીને દ્રવ્ય સ્વભાવમાં એકત્વ બુદ્ધિ કરવી. એકત્વ બુદ્ધિ એટલે આ જ હું એવી માન્યતા. ૧૪) પર્યાયના લક્ષે આ જ હું એમ પર્યાય જેટલો જ પોતાને ન માનતા ત્રિકાળી દ્રવ્યના લશે ‘આ જ હું એમ દ્રવ્ય સ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. ૧૫) એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવતી નથી, પણ દ્રવ્યમાંથી જ આવે છે. અર્થાત્ એક પર્યાય પોતે બીજી પર્યાયરૂપે પરિણમતિ નથી પણ કમબદ્ધ એક પછી એક પર્યાયરૂપે જ દ્રવ્યનું પરિણમન થાય છે. તેથી પર્યાયદષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવાથી જ શુદ્ધતા પ્રગટે છે. ૧૬) પર્યાય ખંડખંડરૂપ છે, તે સદાય એકસરખી રહેતી નથી અને દ્રવ્ય અખંડરૂપ છે ને સદાય એકસરખું રહે છે. માટે દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધતા પ્રગટે છે. ૧૭) પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય ત્રિકાળ છે. ત્રિકાળીના લક્ષે જ એકાગ્રતા થઈ શકે છે અને ધર્મ પ્રગટે છે. ૧૮) પર્યાય ક્રમવત સ્વભાવની હોવાથી એક સમયે એક જ હોય છે અને દ્રવ્ય તો અજમવર્તી સ્વભાવવાળું અનંત ગુણ-પર્યાયોનો અભેદ પિંડ છે, તે દરેક સમયે પૂરેપુરું છે. તેથી પૂર્ણતાના લક્ષે જ સમ્યગ્દર્શન-વીતરાગતા પ્રગટે છે. ૧૯) માટે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી સ્વભાવ તરફ રુચિ કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે. આ જ ધર્મનો-સમ્યગ્દર્શનનો ઉપાય છે. ૨૦) પર્યાયબુદ્ધિ તે મિથ્યાદષ્ટિ છે અને સ્વભાવદષ્ટિ - દ્રવ્યદષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ છે અને એ જ પ્રયોજનભૂત છે. ૨. શુદ્ધ સ્વભાવનો આદર કરવાથી સમ્યગ્દર્શન થાય છે? ૧) આત્માનો સ્વભાવ એ જશુદ્ધભાવ છે, તે જ આદરણીય છે. અંતર્મુખ થઈને એ શુદ્ધસ્વભાવને માનવો તે સમ્યગ્દર્શન છે. ૨) આત્માનો શુદ્ધ સ્વભાવ પરથી જુદો ને વિકારથી રહિત શી રીતે છે એ જાણીને તેની રુચિ કરવી, શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ૩) જે જીવ પોતાના શુદ્ધભાવને વિકારથી અને પરથી જુદો જાણીને ઉપાદેય માને છે તે ધર્માત્મા સમ્યગ્દષ્ટિ છે. ૪) વિકાર જેટલો જ આત્માને માનવો તે અજ્ઞાન છે; ને વિકલ્પથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપને જાણવું તે સમ્યજ્ઞાન છે. ૫) સમ્યગ્દર્શન અંતર સ્વભાવના અવલંબને પ્રગટે છે અને જિનસૂત્ર પણ તે સ્વભાવનું અવલંબન કરવાનું બતાવે છે. સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત્ત જિનસૂત્ર છે. ૬) જિનસૂત્રોને યથાર્થ જાણનારા એવા સમ્યગ્દષ્ટિ જીવો જ બીજા જીવોને સમત્વ પરિણમનના અંતરંગ હેતુ છે. ૭) અંતરંગ શુદ્ધાત્મા કારણ તત્વ એવો મારો જ આત્મા ઉપાદેય છે - એવી નિર્વિકલ્પ શ્રદ્ધા તે નિશ્ચય સમ્યકત્વ છે. સમ્યકત્વનું ખરું (પરમાર્થ) અંતરંગકારણ તો પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ ૮) અભેદ આત્મસ્વભાવના આશ્રયે જ વીતરાગી ધર્મ પ્રગટે છે. ૯) ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈનું અવલંબન નથી. જ્યાં સુધી નિમિત્ત, રાગ, ભેદ કે પર્યાય ઉફર દષ્ટિ રહે ત્યાં સુધી આત્માનું સમ્યગ્દર્શન થતું નથી. ૧૦) આત્માની આરાધના, આત્માની પ્રસન્નતા, આત્માની કૃપા, આત્માની ભક્તિ, આત્માની સિદ્ધિ તે શુદ્ધ રત્નત્રય વડે જ થાય છે. ત્રિકાળી શક્તિથી પરિપૂર્ણ દ્રવ્ય તે કારણપરમાત્મા - જે પર્યાય પ્રગટે તે કાર્યપરમાત્મા છે. ધ્રુવ આત્મા જ મોક્ષનું નિશ્ચય કારણ છે. ૩. કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ કેમ થાય?? જ્ઞાનથી કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય છે. જ્ઞાનના મહિમાનું કાવ્ય “આ લોકમાં હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો એક કર્તા છું, અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ છે” એવી અજ્ઞાનીઓની કર્તા-કર્મની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છેપ્રત્યક્ષ જાણે છે. આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પર ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. હવે, જ્યાં સુધી આ જીવ આસવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આત્મા અને આસવ તાણ જ્યાં ભેદ જીવ જાણે નહિ, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની.” “જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.” ગાથાર્થ જીવ જ્યાં સુધી આત્મા અને આસ્રવ એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિમાં વર્તતા તેને કર્મસંચય થાય છે. ખરેખર એ રીતે જીવનો કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે. જીવના વિકારી ભાવને નિમિત્તમાત્ર કહીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. આ રીતે જીવ અને પુગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અહીં ત્રણ પ્રકારના સંબંધ વિચારવા જેવા છે. (૧) જ્ઞાન અને આત્માનો તાદાત્મ સંબંધ (૨) રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ (૩) કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ. -હવે (૧) વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બે નો તાદાત્મ સંબંધ છે અને તેમાં અભેદ ભાવે પરિણમવું તે ધર્મ છે. (૨) રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બે ને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. (૩) કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુગલો એકક્ષેત્રે અવગાહીને રહે છે તો પણ ભાવથી તદ્ન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર એવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. - કર્તા-કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વના જૂના કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે. અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે. નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ મટે છે અને કર્મના બંધ પણ ટળી જાય છે. આ રીતે કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય છે. હવે પૂછે છે કે આ કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે : “આ જીવ જ્યારે આસવોનું તેમ જ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ગાથાર્થ : જ્યારે આ જીવ આત્મા અને આસ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. વિશેષઃ અનાદિથી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવો બન્નેનો સ્વભાવભેદ અને વસ્તુભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. ભેદજ્ઞાનનો મહિમા જુઓ! જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિનું છે. તે વડે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ભેદવિજ્ઞાન થતાં તે કર્તા-કર્મથી નિવૃત્ત થાય છે. અને તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. ક્રોધ અને આત્માનુ ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટી જાય છે અને નવું કર્મ પણ બંધાતું નથી. આ પ્રમાણે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એટલે કે નવું કર્મ બંધાતું નથી. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે : “અશુચિપણું, વિપરીતતા એ આગ્નવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે.” ગાથાર્થ આસવોનું અશુચિપણું અને વિપરીત પણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ: ૧) આસવો અશુચિ છે, આત્મા પવિત્ર છે. ૨) આસવો વિપરીત છે - જડ છે, આત્મા ચૈતન્ય જ્ઞાતા છે. ૩) આસવો દુઃખરૂપ છે, આત્મા સુખરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. ૧) ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે. (પવિત્ર જ છે, ઉજ્જવળ જ છે.) ૨) ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક છે (જ્ઞાતા. છે)-પોતાને અને પરને જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૩) ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે, અર્થાત્ દુઃખનું કારણ નથી. આ પ્રમાણે તફાવત દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મના બંધ તેનો નિરોધ થાય છે. હવે પૂછે છે કે કઈ વિધિથી (રીતથી)આ આત્મા આસ્રવોથી નિવર્તે છે ?તેના ઉત્તરરૂપ ગાથા કહે છે :“છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું .’’ ગાથાર્થ : જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસ્રવોને ક્ષય પમાડું છું. વિશેષાર્થ : વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. પરમાણુ જેમ પદાર્થ છે તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશેષ છું; એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે. પરમ ર્થ સ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ નિર્ણય કરે છે ૧) હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનધન સ્વભાવપણાને લીધે એક છું. E ૨) ષટકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. ૩) રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. ૪) જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું. મિથ્યા ભ્રાંતિનું આ મોટું તોફાન છે તેને શમાવવાની-મટાડવાની આ વાત ચાલે છે. હું જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું એમ પ્રથમ નક્કી કર. સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પરમાર્થિક વસ્તુવિશેષ છું. પ્રથમ આવો નિર્ણય થાય છે. હવે કહે છે - આ વિકલ્પને તોડીને અનુભવ કેમ થાય ? તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. રાગાદિ વિકારો પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું વિકારી ભાવોનો સ્વામી પુદ્ગલ છે કેમ કે તેના લક્ષે થાય છે. હવે કહ્યું કે તે પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. તે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૪. ૨૮૧ પોતાના અપરાધથી પરદ્રવ્યના નિમિત્તે થાય છે. તે પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં જ નિજ ચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિ ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાનદર્શન સ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસવોથી હું નિવર્ત છું. પહેલાં પરમાર્થરૂપ વસ્તુસ્વરૂપ કહ્યું કે હું એક જ છું, શુદ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું, જ્ઞાનદર્શન પૂર્ણ છું, પરમાર્થ વિશેષવસ્તુ છું. હવે પર્યાયમાં જે રાગ(વિકાર) થાય છે તે સર્વના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. મિથ્યાત્વને છોડવાની આ રીત છે. જુઓ આ છે તત્વનિર્ણયનો અને ભેદજ્ઞાનનો મહિમા ! આ રીતે જ આસવોથી નિવૃત્ત થવાની વિધિ છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. શાયકમાત્ર શુદ્ધાત્મા અને ક્રમબદ્ધ પર્યાય જેમ છે તેમ જાણ ! ૧) ભગવાન આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાતા-દૃષ્ટાપણાનું જ કાર્ય કરે છે. ક્યાંય ફેરફાર કરે તેવો તેનો સ્વભાવ નથી, ને રાગને પણ ફેરવવાનો તેનો સ્વભાવ નથી, રાગનો પણ તે જ્ઞાયક છે. જીવ અને અજીવ બધા પદાર્થોની ત્રણે કાળની પર્યાયો(અવસ્થા) ક્રમબદ્ધ થાય છે, આત્મા તેનો જ્ઞાયક છે. આવો આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે. ૨) દરેક પર્યાયનો સ્વકાળ નિયમિત છે, ને બધાય દ્રવ્યો ક્રમબદ્ધ પર્યાયે પરિણમે છે. ત્યાં ધર્મી જાણે છે કે હું તો જ્ઞાયક છું. ૪ ૩) સર્વજ્ઞ ભગવાને ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયો જાણી છે. સર્વજ્ઞ ભગવાન જ્ઞાયક પ્રમાણ છે, તેમનો જ્ઞાનસ્વભાવ પૂર્ણ ખીલી ગયો છે અને મારો આત્મા પણ એવો જ જ્ઞાનસ્વભાવી છે. સર્વજ્ઞ પદાર્થોના કારક નથી, માત્ર જ્ઞાયક છે. દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. ૪) દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે ક્રમબદ્ધ પર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે - પહોંચી વળે છે. ૫) જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વચ્છંદતા છૂટી નથી એવા સ્વચ્છંદી જીવને -તેને- ક્રમબદ્ધ પર્યાયની વાત સમજાય એમ નથી. જો તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન કર તો તું ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો જ નથી. ૬) (૧) જીવ અને અજીવ પર્યાયો ક્રમબદ્ધ છે એ જાણ્યું કોણે ? સર્વજ્ઞદેવે. (૨) ‘‘સર્વજ્ઞદેવે આમ જાણ્યું’’ એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો ? પોતાની જ્ઞાન પર્યાયે. (૩) વર્તમાન પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો ? જ્ઞાનસ્વભાવની સામે જોઈને કર્યો. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આ રીતે જે જીવ પોતાના જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. ૭) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે તો સ્વચ્છંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. ૮) જ્ઞાયકપણું' તે આત્માનો પરમ સ્વભાવ છે. જેમ છે અને જેમ થાય છે તેનો તે જાણનાર છે. ફેરફાર કરનાર નથી. અકર્તા છે. ૯) કમબદ્ધ પર્યાયની પ્રતીત તે તો વીતરાગતાનું કારણ છે. તે તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ ૧૦) પર્યાયનો કમ ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે. આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. ૧૧) આવી સત્ય વાત સત્સમાગમ યથાર્થપણે સાંભળવા મળવી તો દુર્લભ છે. અંતરમાં તેની સાચી ધારણા ક્યાંથી હોય? અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને પરિણમન તો ક્યાંથી થાય? ૧૨) અહો ! આ ક્રમબદ્ધ પર્યાયની વાત જેની પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દષ્ટિ થઈને મિથ્યાત્વનો ને અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને સ્વચ્છંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય. ૧૩) ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં કબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસમ્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચે ય સમવાય આવી જાય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ અને (૫) પુરુષાર્થ. ૧૪) જે સમયે જેમ થવાનું સર્વશદેવે જોયું છે તે સમયે તેમ જ થવાનું તેને ફેરવવા કોઈ સમર્થ નથી - જે એવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે ને તેમાં જે શંકા કરે છે તે પ્રગટ મિથ્યાષ્ટિ છે. ૧૫) અહો ! આત્માનો જ્ઞાનસ્વભાવ, જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા થયો, તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવા જ તારો જ્ઞાનસ્વભાવ છે. એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા લાવીને આ વાત તો સાંભળ! ૧૬) જેને જ્ઞાનસ્વભાવની રુચિ અને દષ્ટિ થઈ ગઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાત જ છે. અને “રાગ થવાનો હતો તે થયો’ એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી તે તો સ્વછંદી-મિથ્યાદષ્ટિ છે. આ ક્રમબદ્ધનું સ્વરૂપ સમજે એની તો દષ્ટિ પલટી જાય. ૧૭) “આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય.” આમ જેને નિમિત્તાધીન દષ્ટિ છે તેને ક્રમબદ્ધ પર્યાયની ખરી પ્રતીત નથી. ક્રમબદ્ધ પર્યાયમાં જે સમયે જે નિમિત્ત છે તે પણ નિશ્ચિત જ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ૧૮) ક્રમબદ્ધ પર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચય-વ્યવહારના અને ઉપાદન-નિમિત્ત વગેરે બધાયના ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ છે ને હું તેનો જ્ઞાયક એ સમજતાં બધા સમાધાન થઈ જાય છે. આ જ્ઞાયકભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયક મંદિરમાં બિરાજમાન છે તેની સન્મુખ થા, ને તેની પ્રતીત કર. ૧૯) બધા જ દ્રવ્યો કમબદ્ધપણે સ્વતંત્ર પરિણમી જ રહ્યા છે, હું તેમને શું ફેરવું? તો જ્ઞાયક છું - આવો નિર્ણય કરે તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાન સ્વભાવ અનાદિ અનંત જાણવાનું જ કાર્ય કરે છે. ૨૦) જ્ઞાયક સન્મુખ દષ્ટિના અપૂર્વ પુરુષાર્થ વગર ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતો નથી ને તેને નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થતી નથી. જ્ઞાયક સામે નજર રાખીને જ આ ક્રમબદ્ધનો નિર્ણય થાય છે. ૨૧) જેની પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુસ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીત મિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે કુગુરુને માને એવો કમ તેને હોય જ નહિ. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે. ૨૨) જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે એટલે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો ! દ્રવ્ય પોતે તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો શું કરે? આત્મા તો પારિણામિક સ્વભાવરૂપ જ્ઞાયક છે. જ્ઞાયકભાવપણે રહેવું તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના પુરુષાર્થથી શુદ્ધ પર્યાય થતી જાય છે. ૨૩) આ ક્રમબદ્ધ પર્યાય તે કાંઈ કોઈના ઘરની કલ્પના નથી, પરંતુ તે તો વસ્તુના ઘરની વાત છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કોઈ ન માને તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ ફરી જાય તેમ નથી. ૨૪) જ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સ્વભાવની દૃષ્ટિથી પ્રયત્ન ચાલુ જ છે, તે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે, એટલે કે ભૂતાર્થના આશ્રયે જ પરિણમે છે. તેમાં ઉતાવળ પણ નથી ને પ્રમાદ પણ નથી. ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરીને વર્તે છે, તેમાં તેનો પુરુષાર્થ ચાલુ જ છે. એક સાથે પાંચ સમવાય તેમાં આવી જાય છે. ૨૫) એક જ સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોવા છતાં તે ત્રણેનું ભિન્ન ભિન્ન લક્ષણ છે, નાશ એટલે વ્યય, તે નષ્ટ થતાં ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે. એ રીતે સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહીને તેમાં પણ ક્રમબદ્ધ પર્યાયની જ સાંકળ ગોઠવી છે. ૨૬) એક તરફ આખું સનું ચોસલું જગતમાં પડ્યું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાયકભાવ (જ્ઞાન સ્વભાવ) છે. મહાસત્તા સત, અવાંતર સત્તા સત, જડ-ચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સતુ, તેની એક એક સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં તેના સ્વકાળે સત્, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પણ તુ - આમ બધું કમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ન કર્તાપણાની મિથ્યા બુદ્ધિ મટી. ૨૭) જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે ય સમવાય આવી જાય છે. (૧) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી જ પ્રગટી છે - તે ‘સ્વભાવ”. (૨) તે સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે - તે નિયતિ', (૩) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપશમાદિ સ્વયં વર્તે છે - તે નિમિત્ત”. (૪) જે નિર્મળ દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે - તે કાળ'. (૫) સ્વભાવ તરફનો સમ્યક પુરુષાર્થ - તે થયો પુરુષાર્થ'. ઉપર પ્રમાણે સ્વભાવ સન્મુખ પુરુષાર્થમાં પાંચેય સમવાય એક સાથે આવી જાય છે. ૨૮) કર્મની ઉપશમ-ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવરથા પણ ક્રમબદ્ધ છે. બધે જ ઠેકાણે એક જ અબાધિત નિયમ છે કે પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે ને આત્મા જ્ઞાયક છે, ફેરફાર કરનાર નથી. ર૯) “જીવ બધું છોડીને ચાલ્યો ગયો’ એમ લોકો કહે છે, પણ ત્યાં કંઈ જીવપણું તેણે થોડું છોડ્યું છે? જીવ જીવપણે રહીને બીજે ગયો છે ને! જેમ જીવપણે સત્ રહ્યો છે તેમ જીવની એકેક સમયની પર્યાય તે તે સમયનું સત્ છે, તે પલટીને બીજા સમયની પર્યાયપણે થઈ જતી નથી. ૩૦) હું જ્ઞાન છું-જ્ઞાયક છું એમ ન માનતા પરમાં ફેરફાર કરવાનું માને છે તે બુદ્ધિ જ મિથ્યા છે. ભાઈ! આત્મા જ્ઞાન છે-એ વાતના નિર્ણય વિના તારું બધું જ ભણતર ઊંધું છે, તારા તર્ક અને ન્યાય પણ ઊંધા છે. ૩૧) બધા જીવોની પર્યાય ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? બધાય અજીવની પર્યાય પણ ક્રમબદ્ધ છે તો હું કોને ફેરવું? હું તો જ્ઞાયક છું, જ્ઞાયકપણું જ મારો સ્વભાવ છે. હું જ્ઞાતા જ છું, કોઈનો ફેરવનાર નથી કોઈનું દુઃખ મટાડી દઉં કે સુખ કરી દઉંએ વાત મારામાં નથી - આમ પોતાના જ્ઞાયક આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે. ૩૨) અત્યાર સુધી ઘૂંટેલું બધું ફેરવવું પડે છે. પણ તે બધું ફેરવીને ક્રમબદ્ધ પર્યાય જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા-જ્ઞાન સાચા થાય તેમ નથી. ૩૩) આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમ સ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય આત્મા જ્ઞાયક છે એટલો તેનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડે પરનું Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ કારણ થાય એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરનું કારણ બનાવે એવો પણ સ્વભાવ નથી. આ રીતે અકાર્ય-કારણ સ્વભાવ છે. ૩૪) ક્રમબદ્ધમાં મોટો પ્રશ્ન છે કે “તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો ?’ આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ)પણ ભેગો જ છે. જ્ઞાનની ક્રમબદ્ધ પર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતમાં પુરુષાર્થ કાંઈ જુદો નથી રહી જતો. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ તરફ વળ્યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર, અસ્તિત્વ વગેરે અનંત ગુણો એક જ સમયે પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે. પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાન સ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે. જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ. અહો! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ નક્કી થઈ જાય કે વસ્તુનો આવો સ્વભાવ છે ને સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણ્યું છે. જે જીવે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી ધર્મ થાય એવું મનાવનાર) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફનો તેનો પુરુષાર્થ વળ્યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા થઇ છે. પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય છે. જુઓ, આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ક્રમબદ્ધ પર્યાય'નો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય ! અથવા ગમે તેવા તીવ્ર વિષય કષાયોમાં વર્તતો હોય કે એકેન્દ્રિયાદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ જાય - એમ કદી બનતું નથી. પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જરામ્યગ્દર્શનાદિની નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે, અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે જીવ કુદેવ, કુગુરુ, કુધર્મને માને છે, સ્વચ્છંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે એવા જીવને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જ નથી. ભાઈ ! તારા જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધ પર્યાયને ક્યાંથી જાણી? સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે. પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું, એટલે પરનો તેમજ રાગાદિનો તે અકર્તા થયો, અને તેણે જ ક્રમબદ્ધ પર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જીવમાં જ્ઞાયક સ્વભાવનો ને અનંતગુણોની કમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો ક્યાંથી હોય ? ને યથાર્થ નિર્ણય વગર કમબદ્ધ પર્યાયમાં શુદ્ધતા થાય એમ બનતું નથી. આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધ સ્વભાવ છે એનો જે નિર્ણય કરતો નથી, ને ‘આવું નિમિત્ત જોઈએ ને આવો વ્યવહાર જોઈએ” એમ વ્યવહારની રુચિમાં રોકાઈ જાય છે તેને જરા પણ હિત થતું નથી. અહો ! હું જ્ઞાયક છું - એ મૂળ વાત જેની પ્રતીતમાં આવી તેને ક્રમબદ્ધ પર્યાય બેઠા વગર રહે નહિ, અને જ્યાં આ વાત બેઠી ત્યાં બધા ખુલાસા થઈ જાય છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિનો પુરુષાર્થ થતાં ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલું થઈ જાય છે. સ્વભાવથી બધા જ આત્મા અકર્તા જ છે, પરંતુ પર્યાયમાં અકર્તાપણું થઈ જાય તેના આ વાત છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધ પર્યાયની ઓથ લઈને બચાવ કરવા માંગે તે મોટો સ્વછંદી છે. આ ક્રમબદ્ધ પર્યાયની ઓથ લઈને સ્વચ્છેદે એમ કોઈ બચાવ કરે “અમને ક્રોધ પણ થવાનો હતો તે ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ?” તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું નથી તો તું ક્રમબદ્ધ પર્યાયની વાત ક્યાંથી લાવ્યો? જ્ઞાયક સ્વભાવની નિર્ણયથી જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે. તારી દષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું ક્યાંથી આવ્યું ? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તે પહેલાં જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધ પર્યાયની ખબર પડશે. જ્ઞાયક સ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું શેય બનાવવું - તેની આમાં મુખ્યતા છે, રાગને જોય કરવાની મુખ્યતા નથી. જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિકતા રહે છે, ક્રોધાદિની અધિકતા થતી જ નથી, એટલે જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતાં જ નથી અને તેને જ ક્રમબદ્ધ પર્યાય યથાર્થપણે બેઠી છે. ક્રમબદ્ધ પર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતા, ક્રોધનું પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ચારિત્ર દશા તો ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે' એમ કહીને સમકીતિ કદી સ્વચ્છંદી કે પ્રમાદી ન થાય; દ્રવ્યદૃષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્ય દષ્ટિવાળાને જ ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજાય છે. ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, એ વાત જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વિના બની શકતી નથી. ૩૫) જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે (૧) ક્રમબદ્ધ પર્યાયનો જ્ઞાતા થયો. (૨) તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી. (૩) તેને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું. (૪) તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ (૫) તેને અકર્તાપણું થયું. (૬) તણે સમસ્ત જૈન શાસનને જાણ્યું. (૭) તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર ઓળખ્યા. (૮) તેને નિશ્ચય-વ્યવહાર બન્ને એક સાથે આવ્યા. (૯) તેની પર્યાયમાં પાંચેય સમવાય આવી ગયા. (૧૦) યોગ્યતા જ નિયામક કારણ છે તેને નિર્ણય થયો એટલે ઇષ્ટ ઉપદેશ પણ તેનામાં આવી ગયો. પોતે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળ પર્યાયપણે ઉપજ્યો ત્યાં કેવળી ભગવાને ક્રમબદ્ધ પર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઊભી રહી. આ રીતે જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરનારને પર્યાયમાં મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શનના અપૂર્વ સંસ્કાર પડ્યા વગર રહે નહિ, અને ક્રમબદ્ધ પર્યાયનો ક્રમ પણ તૂટે નહિ - આવો મેળ જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ વગર સમજાશે નહિ. કમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ વડે જ થાય છે, તેથી તેમાં જૈન શાસન આવી જાય છે. જ્ઞાયકભાવનો ક્રમબદ્ધ પ્રવાહ!! જ્ઞાનીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં એકતા વડે સમ્યગ્દર્શનથી શરૂ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી એકલા જ્ઞાયકભાવની ક્રમબદ્ધ ધારા ચાલી જાય છે. ૩૬) ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સાતતત્ત્વોની શ્રદ્ધા જીવ અને અજીવ બન્નેની અવસ્થા, તે તે કાળ ક્રમબદ્ધ સ્વતંત્ર થાય છે, તેમને એક બીજા સાથે કાર્ય-કારકપણું નથી. જીવનો જ્ઞાયક સ્વભાવ છે, તે જ્ઞાયકને જાણવાની મુખ્યતાપૂર્વક ક્રમબદ્ધ પર્યાયનો જાણનાર છે - આવી પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે. એટલે તવાર્ય શ્રદ્ધાનમ્ સ નમ્ આમાં આવી જાય છે. (૧-૨) જીવ અને અજીવ મારા જ્ઞાનાદિ અનંત ગુણોના ક્રમબદ્ધ જ્ઞાતા-દષ્ટ પરિણામપણે હું ઊપજું ને તેમાં હું તન્મય છું. આવી સ્વસમ્મુખ પ્રતીતમાં જીવ તત્વની પ્રતીતિ આવી ગઈ; જ્ઞાતા-દષ્ટપણે ઊપજતો થતો હું જીવ છું, અજીવ નથી, એ રીતે અજીવથી ભિન્નપણું – કર્મના અભાવ વગેરેનું જ્ઞાનપણું આવી ગયું, એટલે અજીવ તત્ત્વની પ્રતીત થઈ ગઈ. (૩-૪-૫-૬) આસવ-બંધ-સંવર-નિર્જરા જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી શ્રદ્ધા-જ્ઞાન નિર્મળ થયા છે, ચારિત્રમાં પણ અંશે શુદ્ધતા પ્રગટી છે, તેમ જ હજી સાધક દશા હોવાથી અમુક રાગાદિ પણ થાય છે. ત્યાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું જેટલું નિર્મળ પરિણમન છે તેટલા સંવર-નિર્જરા છે. તથા જેટલા રાગાદિ થાય છે તેટલા અંશે આસવ-બંધ છે. તે સાધકને તે શુદ્ધતા અને અશુદ્ધતા બન્નેનું જ્ઞાન વર્તે છે, તેથી તેને આસવ-બંધ-સંવર-નિર્જરા તત્ત્વોની પ્રતીત પણ આવી ગઈ. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ (૭) મોક્ષ: પરનો અકર્તા થઈને જ્ઞાયક સ્વભાવમાં એકાગ્ર થતાં ક્રમબદ્ધ પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી છે, ને હવે આ જ ક્રમે જ્ઞાયક ભાવમાં પૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ જ્ઞાતા-દષ્ટાપણું (કેવળજ્ઞાન) પ્રગટી જશે ને મોક્ષ દશા થઈ જશે - એવી શ્રદ્ધા હોવાથી મોક્ષ તત્ત્વની પ્રતીત પણ તેમાં આવી ગઈ. આ રીતે જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કરતાં તેમાં તવાર્ય શ્રદ્ધાનમ્ સ નમ્ આવી જાય છે. ૩૭) જ્ઞાયક સ્વભાવી જીવરાગનો પણ અકર્તા છે. આત્મા જ્ઞાયક છે; અનાદિથી તેના જ્ઞાયકભાવનો સ્વ-પરપ્રકાશક પ્રવાહ છે, જ્ઞાન તો સ્વ-પરને જાણવાનું જ કામ કરે છે; પણ આવા જ્ઞાયકભાવની પ્રતીત ન કરતાં અજ્ઞાની જીવ રાગના કર્તાપણે પરિણમે છે એટલે કે મિથ્યાત્વપણે ઊપજે છે. આત્મા તો સ્વ-પરપ્રકાશક જ્ઞાયક સ્વભાવી છે, તેનો જ્ઞાયકભાવ ઊપજીને રાગને ઉત્પન્ન કરે, કે મિથ્યાત્વાદિ કર્મોને બંધાવામાં નિમિત્ત થાય એમ નથી; તેમ જ તે કર્મોને નિમિત્ત બનાવીને તેના આશયે પોતે વિકારપણે ઊપજે એવો પણ તેનો સ્વભાવ નથી; પણ જ્ઞાયકના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે એવો આત્માનો સ્વભાવ છે. પોતે નિમિત્તપણે થઈને બીજાને નહિ ઊપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહિ ઉપજતો એવો જ્ઞાયક સ્વભાવ તે જીવ છે. સ્વ સન્મુખ રહીને પોતે સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતો થકો રાગને પણ શેય બનાવે છે. અજ્ઞાની રાગને શેય ન બનાવતાં, તે રાગની સાથે જ જ્ઞાનની એકતા માનીને મિથ્યાદષ્ટિ થાય છે, ને જ્ઞાની તો જ્ઞાન સ્વભાવમાં જ જ્ઞાનની એકતા રાખીને, રાગને પૃથ્થકપણે શેય બનાવે છે, એટલે જ્ઞાની તો જ્ઞાયક જ છે, કાગનો પણ તે કર્તા નથી. ૩૮) કઈ દૃષ્ટિથી કમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય? : ક્રમબદ્ધના વર્ણનમાં જ્ઞાયકની જ મુખ્યતા છે, રાગાદિની મુખ્યતા નથી. જીવ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજે છે, તેમાં જ્ઞાન, શ્રદ્ધા વગેરે ગુણોનું પરિણમન ભેગું જ છે. તે પરિણમનપણે કોણ ઊપજે છે? કે જીવ ઊપજે છે. તે જીવ કેવો છે? કે જ્ઞાયક સ્વભાવી, આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાનભાવે જ એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, આનંદવગેરેની કમબદ્ધ પર્યાયપણે ‘કાગ’ નથી ઊપજતો પણ જ્ઞાયક સ્વભાવી જીવ ઊપજે છે. માટે જ્ઞાયક સ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય છે, ને તેની ક્રમબદ્ધ પર્યાયો નિર્મળ થતી જાય છે. ૩૯) આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત: જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે પરિણમે છે, તો બીજો તેમાં શું કરે ? ભગવાન આત્મા જ્ઞાયક છે, તે ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે ઊપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજ કે રાગને રચે એવું જીવ તત્ત્વનું ખરું સ્વરૂપ નથી, તે તો આસવ અને બંધ તત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની આ વાત છે. નિમિત્ત કાંઈ કરે એમ માનનારને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી -પરથી ભિન્નતાનું પણ જ્ઞાન નથી, તો પછી ‘જ્ઞાયકભાવ તે રાગના કર્તાનથી' એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું) ભેદજ્ઞાન તો તેને ક્યાંથી હોય? પણ જેને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ધર્મ કરવો હોય -આત્માનું કાંઈ પણ હિત કરવું હોય તેણે બીજુ બધું એક કોર મુકીને આ સમજવું પડશે. ભાઈ ! તારા ચૈતન્યનો પ્રકાશ સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધ પર્યાયે ઊપજતો થકો, જ્ઞાયક સ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના કર્તાપણે ઊપજતો નથી. ૪૦) નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં સમાં સત્ જ નિમિત્ત હોય. નિમિત્ત અકિંચિકર હોવા છતાં, સમ્યજ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સમ્યજ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે “અંતરંગ નિમિત્ત છે અને તે જ્ઞાનીનો ઊપદેશ તે બાહ્ય નિમિત્ત છે. એ રીતે સમ્યજ્ઞાન આપવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડ વાણી પણ નિમિત્ત ન હોય. સમાં કેવું નિમિત્ત હોય તેના ઓળખે તો અજ્ઞાની-મૂઢ છે, ને નિમિત્ત કાંઈ આપી દે એમ માને તો પણ મૂઢ -મિથ્યાષ્ટિ છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં બીજું કાંઈ થાય તેમ નથી. ૪૧) કમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય ક્યારે થાય?: ક્રમબદ્ધ પર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો?' એમ શંકા કરનારને ક્રમબદ્ધ પર્યાયનો ખરો નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ અરે મૂઢ! તેંકમબદ્ધ પર્યાય કોની સામે જોઈને માની? તારા જ્ઞાયક દ્રવ્ય સામે જોઈને માની કે પરની સામે જોઈને ? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતો હોય તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ ખોટો છે. તારી ક્રમબદ્ધ પર્યાયપણે કોણ ઊપજે છે? -જીવ, જીવ કેવો? -કે જ્ઞાયક સ્વભાવી; તો આવા જીવા તત્વને તેલક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયક સ્વભાવી જીવ તત્ત્વને જાણીને ક્રમબદ્ધ પર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ ક્રમબદ્ધ પર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ, મિથ્યાત્વપાગે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી. ૪૨) જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગીતા શું છે? ભાઈ ! આત્મામાં પરની ઉપયોગીતા છે જક્યાં? ઉપયોગીતા તો ઉપયોગ સ્વભાવરૂપ આત્માની જ છે, નિમિત્તની ઉપયોગીતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. ‘આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી' એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું શેય છે. જગતમાં શેયપણે તો ત્રણ કાળ ત્રણ લોક છે; તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ? અજ્ઞાનીઓ એમ કહે છે કે “નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કાંઈ કરી દે એમ માનો, તો નિમિત્તને માન્યું કહેવાય.” પણ ભાઈ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથીએમ માનવામાં જ નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી દે એમ માનતા નિમિત્ત નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન-નિમિત્તની એકતા થઈ જાય છે; એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ નથી ને એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જ્ઞાન થતું નથી, કેમ કે સ્વ-પર પ્રકાશક સમ્યજ્ઞાન જ તેને ખીલ્યું નથી. ૪૩) પુરુષાર્થ ઊડે નહિ... ને.....કમ પણ તૂટે નહિ. પોતાની ક્રમબદ્ધ પર્યાયમાં જ્ઞાતાપણાનું કાર્ય કરતો જીવ બીજાનું પણ કાર્ય કરે એમ બનતું નથી, આ રીતે જ્ઞાયક જીવ અકર્તા છે. જડ કે ચેતન જ્ઞાની કે અજ્ઞાની બધાય પોતપોતાની કમબદ્ધ પર્યાયપણે ઊપજે છે. જ્ઞાયક સ્વભાવના આશ્રયે પુરુષાર્થ થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે ચારિત્રદશા થાય છતાં પર્યાયનો કમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે આનંદ પ્રગટે છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ. આ છે વસ્તુસ્થિતિ! પુરુષાર્થ ઊડે નહિ ને ક્રમ પણ તૂટે નહિ. જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેનો પુરુષાર્થ થાય છે અને તેવી નિર્મળ દશાઓ થતી જાય છે, છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટતું નથી. " ૪૪) એક વગરબધુંય ખોટું હું જ્ઞાતા જ છું ને પદાર્થો ક્રમબદ્ધ પરિણમનારા છે એમ જેનથી માનતો, તે કેવળી ભગવાનને નથી માનતો, આત્માના જ્ઞાન સ્વભાવને પણ નથી માનતો, પંચ પરમેષ્ઠી ભગવંતોને કે શાસ્ત્રને પણ તે નથી માનતો, જીવ-અજીવની સ્વતંત્રતા કે સાત તત્ત્વોને પણ તે નથી જાણતો, મોક્ષમાર્ગના પુરુષાર્થને પણ તે નથી જાણતો. દ્રવ્ય-ગુણ-પર્યાયનું, ઉપાદાન-નિમિત્તનું, નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ પણ તે નથી જાણતો. જ્ઞાન સ્વભાવનો નિર્ણય જેણે ન કર્યો તેનું કાંઈ પણ સાચું નથી. જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તેમાં બધા પડખાનો નિર્ણય આવી જાય છે. ૪૫) એક તરફ એકલો જ્ઞાયક સ્વભાવ અને બીજા તરફ ક્રમબદ્ધ પર્યાય. એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુ ધર્મ છે, તે કેવળી ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે અને મોક્ષમાર્ગનું કર્તવ્ય કેમ થાય તેની આ રીત છે. આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, તે અલ્પજ્ઞ હોવા છતાં હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું' એવો તેને નિર્ણય થયો. ૪૬) “કમબદ્ધ'નો નિર્ણય અને તેનું ફળ જેની બુદ્ધિ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ છે અને રાગમાં કે પરનો ફેરફાર કરવાની માન્યતામાં જેની બુદ્ધિ અટકી નથી તેને જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થયો છે અને તે નિર્ણયની સાથે તેને પુરુષાર્થ વગેરે પાંચે ય સમવાય આવી જાય છે. સ્વ સન્મુખ થઈને તે નિર્ણય કરતાં જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો કમબદ્ધ પ્રવાહ શરૂ થઈ જાય છે. એ જ તેનું ફળ છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કહો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો કે મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો, ત્રણે એક સાથે જ છે; તેમાંથી એક હોય અને બીજા બે ન હોય એમ બને નહિ. ૪૭) વસ્તુનું પરિણમન વ્યવસ્થિત-ક્રમબદ્ધ-નિયમબદ્ધ જ છે. અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે, તો આત્મા તેમાં કોઈ ફેરફાર કરી દે એ વાત રહેતી નથી, જ્ઞાયકપણું જ રહે છે. માટે તું તારા જ્ઞાયકપણાનો નિર્ણય કર, ને પરને ફેરવવાની બુદ્ધિ છોડ એવો ઉપદેશ છે. પરને અવ્યવસ્થિત માનતા તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે, એટલે કે તને તારા જ્ઞાનની જ પ્રતીત રહેતી નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ અને જ્ઞાનની પ્રતીત કરે તેને પરને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી. ૪૮) ક્રમબદ્ધ પરિણમતા દ્રવ્યોનું અકાર્ય-કારણપણે દરેક આત્મા અને દરેક પુદ્ગલ પોતપોતાના કમબદ્ધ પરિણામપણે ઊપજે છે; એ રીતે ઊપજતા થકા, તે દ્રવ્યો પોતાના પરિણામો સાથે તદ્રુપ છે, પણ અન્ય સાથે તેને કાર્ય-કારણપણું નથી. માટે જીવ કર્તા થઈને અજીવનું કાર્ય કરે એમ બનતું નથી, તેથી જીવ અકર્તા છે. દરેક દ્રવ્ય પોતાની તે તે સમયની ક્રમબદ્ધ પર્યાય સાથે અનન્ય છે, જો બીજો આવીને તેની પર્યાયમાં હાથ નાંખે તો તો તેને પરની સાથે અનન્યપણું થઈ જાય. એટલે ભેદજ્ઞાન ન રહેતાં બે દ્રવ્યની એકતા બુદ્ધિ થઈ જાય. ભાઈ! ક્રમબદ્ધ પર્યાયપણે દ્રવ્ય પોતે ઊપજે છે, તો બીજો તેમાં શું કરશે? આવી સમજણ તે ભેદજ્ઞાનનું કારણ છે. વસ્તુસ્વભાવ જ આવો છે, તેમાં બીજુ થાય તેમ નથી; બીજી રીતે માને તો મિથ્યાજ્ઞાન થાય છે. ૪૯) આ બધું સમજીને શું કરવું છે? અંદર જ્ઞાયકમાં ઠરવું. એ સિવાય બીજું શું કરવું છે? શું પરનું કાંઈ કરી દેવું છે? આ જ્ઞાયક સ્વરૂપ સમજતાં પોતે જ્ઞાયક સન્મુખ થઈને જ્ઞાતા પાસે જ રહ્યો, ને રાગના કર્તાપણે ન થયો, એ જ આ સમજણનું ફળ છે. “હું જ્ઞાયક છું' એમ સમજ્યો ત્યાં જ્ઞાયક શું કરે ? જ્ઞાયક તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે. ભાઈ! જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની કમબદ્ધ પર્યાય ખીલતી જાય છે. આ જ બધા ઉપદેશનો નિચોડ છે. ૫૦) જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્મા! તેની પ્રતીત કર અને ક્રમબદ્ધ પર્યાયને જેમ છે તેમ જાણ! ક્રમબદ્ધ પર્યાય સારભૂત ૧) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત ! ગજબ વાત છે! ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. આત્મા પરદ્રવ્યનો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષટકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે. પણ એ કમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય લાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થપૂર્વક થાય છે, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. ૨) કમબદ્ધના નિર્ણયમાં દ્રવ્ય સ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જાય છે, અને ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. કમબદ્ધ પર્યાયના આશ્રમે ક્રમબદ્ધનો નિર્ણય થાય નહિ. અકર્તા સ્વભાવની દષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. આ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે. ૩) પર્યાયના કમ સામું જોતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા છે. પોતાની કમસર થતી પર્યાયનો Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પા જાણનાર છે એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે. ૪) ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમગ્દર્શન થાય છે. એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજુ કાંઈ મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય સ્વયં ક્રમબદ્ધ થાય છે એમ એને બેસી ગયું છે. ૫) જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહેઃ નિર્મળ પરિણામ હો કે મલિન પરિણામ હો તેના સ્વકાળે જ તે થાય છે, તે પરિણામનો તે સ્વકાળ છે. ખરેખર જે કાંઈ થાય છે તેનો તું જાણનાર છો, આમ કેમ થાય છે એ પ્રશ્ન જ નથી. જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહે. અહા પ્રભુ! તારી ગંભીરતાનો પાર નથી, દ્રવ્યસ્વભાવ-ગુણસ્વભાવ-પર્યાયસ્વભાવ મહા ગંભીર સ્વભાવ છે. આ જ્ઞાતા-દષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. જે થાય તેની માત્ર જાણનાર..! ૬) ઇશ્વર જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જુદું છે અને તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે -સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી અવળી કે આઘી પાછી કરી શકે તેમ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુસ્થિતિ છે. ૭) એકાંત પુરુષાર્થબુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. એકલો પુરુથાર્થ કરું....પુરુષાર્થ કરું.....પુરુષાર્થ કરું એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાયનું ભેગું આવવું જોઈએ. તે પાંચ સમવાય સાથે આવે ત્યારે તે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પામે. ૮) નું જાણનાર જ છો. શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છો. જાણનાર...પૂરણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું! એકરૂપ પરિપૂર્ણ જ છો...પરિપૂર્ણ પરમાત્મા જ છો ! એવી શ્રદ્ધા કર ! ૯) જ્ઞાનમાં ખરેખર તો રાગ જણાય છે. ત્યાં અજ્ઞાની માની બેસે છે કે મેં રાગ કર્યો; એ રાગના કર્તુત્વની માન્યતા જ મિથ્યાદર્શન છે. ૧૦) પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયના કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. અહો ! આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. જાણવું....જાણવું...જાણવું....જ જેના અંતરતળમાં ભર્યું છે એ જાણનારો તું છે એમ જાણ ! ૧૧) જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે ને ? બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે, ત્યાં પર્યાયની દિશા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું અને ન ફેરવવું શું ? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને ૧ રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવમાં છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. ૧૨) કરવા-ફરવાનું છે જ ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંત ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેના ઉપરથી દૃષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે. ૧૩) જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું ? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું ? એવો નિશ્ચય કરતાં જ કર્તૃત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. એવા ત્રિકાળી સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. ૧૪) કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધનું પ્રયોજન છે. પરમાં તો કાંઈ કરી જ શકતો નથી, પોતામાં પણ જે રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું ? રાગમાંથી પણ કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. ૧૫) સર્વજ્ઞ ભગવાન પણ પોતાની ક્રમસર જે પર્યાય થવાની છે તેના કર્તા નથી, જાણનાર છે. જેમ માળામાં મણકા જે સ્થાને છે તે સ્થાને જ છે, આગળ-પાછળ થઈ જાય તો માળા એકરૂપ અખંડ નથી રહેતી. જે સમયે જે પર્યાય થવાની છે તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. ભાઈ ! સર્વજ્ઞની જેમ તું પણ જ્ઞાયક જ છો એમ નિર્ણય લાવ ! ૧૬) વિકલ્પનો ભાવ પણ ક્રમસર થાય છે, પણ જ્યાં તેના કાળક્રમે નીકળે છે ત્યાં મેં કર્યો એમ તેને ભ્રમ પડી જાય છે. આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયક સ્વભાવ છે. તેને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહિ, પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ થાય - એ વાત સમજવામાં મહા પુરુષાર્થ છે. પ્રભુ ! આ એક જ કરવા જેવું છે. ૧૭) શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું ? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. ૧૮) સિદ્ધાંત તો એમ કહે છે કે છ એ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે. જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. ૧૯) જગતની જે ચીજ જે કાળે જેમ પરિણમવાની છે તે તેમ જ પરિણમશે, તેનો તો જીવ કર્તા નથી, પરંતુ જે પર્યાય થાય - નિર્મળ પર્યાય થાય તેનો પણ કર્તા નથી, તે પણ ક્રમબદ્ધ થાય છે. ચૈતન્યને જાણતું જે જ્ઞાન પ્રગટ થાય છે તે પણ ક્રમબદ્ધ થાય છે, તેનો કર્તા પણ ધ્રુવ તત્વ નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે એવી દષ્ટિ થતાં તે કાળે બાહ્યમાં જગતના જે પરિણામ થાય છે તેમ તે જાણે છે અને તે જાણવાની પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે તેમ સમ્યજ્ઞાની જાણે છે. ૨૦) સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું. એકલો વીતરાગી જ્ઞાતાભાવ જ રહી ગયો. તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ! બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્થાબુદ્ધિ છે. ૬. શ્રી સમયસારજીની ૪૭ શક્તિ ૧) જીવત્વ શક્તિ આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ. ૨) ચિતિ શક્તિઃ અજડત્વ સ્વરૂપ ચિતિ શક્તિ. ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી સ્થિતિ શક્તિ, ૩) દેશિ શક્તિ અનાકાર ઉપયોગમયી દેશિ શક્તિ. જેમાં શેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી દશિ શક્તિ. ૪) જ્ઞાન શક્તિ સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. જે શેય પદાર્થોના વિશેષ રૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાન શક્તિ. ૫) સુખ શક્તિ અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખ શક્તિ. ૬) વીર્ય શક્તિ આત્મસ્વરૂપની રચનાના સામરૂપ વીર્ય શક્તિ. ૭) પ્રભુત્વશક્તિઃ જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. ૮) વિભુત્વ શક્તિ સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. (જેમ કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૯) સર્વદર્શિત્વ શક્તિ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ. ૧૦) સર્વજ્ઞત્વ શક્તિઃ સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ૧૧) સ્વચ્છત્વ શક્તિ : અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. ૧૨) પ્રકાશ શક્તિ : સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશ શક્તિ. ૧૩) અસંકુચિત વિકાસત્વ શક્તિઃ ક્ષેત્ર અને કાળથી અમર્યાદીત એવા ચિદ્વિલાસ સ્વરૂપ (-ચૈતન્યના વિલાસ સ્વરૂપ) ૧૪) અકાર્યકારણત્વ શક્તિ ઃ જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ. ૧૫) પરિણમ્ય પરિણામકત્વ શક્તિ ઃ પર જેમના કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વ શક્તિ. ૧૬) ત્યાગોપાદાન શૂન્યત્વ । શક્તિ ઃ જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (નિશ્ચયપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. ૧૭) અગુરુલઘુત્વ શક્તિ ઃ ષસ્થાનપતિત વૃદ્ધિ-હાનિરૂપે પરિણમતો સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવા જે ખાસ ગુણ તે સ્વરૂપ અગુરુલઘુત્વ શક્તિ. ૧૮) ઉત્પાદ-વ્યય-વત્વ શક્તિઃ ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. ૧૯) પરિણામ શક્તિ ઃ દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદશ અને વિસદશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામ શક્તિ. ૨૦) અમૂર્તત્વ શક્તિ ઃ કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતાં, સહજ સ્પ ંદિશૂન્ય એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ. ૨૧) અકર્તૃત્વ શક્તિ ઃ સમસ્ત કર્મથી કરવામાં આવતાં, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ. ૨૨) અભોકતૃત્વ શક્તિ ઃ સમસ્ત કર્મથી કરવામાં આવતાં જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના (ભોગવટાના) ઉપરમ સ્વરૂપ અભોકતૃત્વ શક્તિ. ૨૩)નિષ્ક્રિયત્વ શક્તિઃ સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિશ્ચંદતા સ્વરૂપ (અકંપતા સ્વરૂપ) નિષ્ક્રિયત્વ શક્તિ. ૨૪) નિયતપ્રદેશત્વ શક્તિ ઃ જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શરીરના પરિણામથી કાંઈક ઊણા પરિણામે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મઅવયવપણું જેનું લક્ષણ છે તે. ૨૫) સ્વધર્મવ્યાપકત્વ શક્તિ સર્વ શરીરોમાં એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વ શક્તિ પોતાના જ ધર્મમાં વ્યાપવારૂપ શક્તિ. ૨) સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણ ધર્મત્વ શક્તિ સ્વ-પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણરૂપ સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણ ધર્મત્વ શક્તિ. ૨૭) અનંત ધર્મત્વ શક્તિ વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત ધર્મત્વ શક્તિ. ૨) વિરુદ્ધ ધર્મત શક્તિ તરૂપમયપણું અને અતરૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ . ૨૯૯) તત્ત્વ શક્તિ તરૂપ ભવનરૂપ એવી તત્વ શક્તિ ૩૮.) અતત્વ શક્તિ અતદ્રુપ એવી અતત્વ શક્તિ. ૩૧) એકત્વ શક્તિ અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વ શક્તિ. માત્રમયી, થવા માત્રમયી) ભાવ શક્તિ. ૩૨) અનેકત્વ શક્તિ એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યાપવા યોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણા અનેકત્વ શક્તિ . ૩૩) ભાવ શક્તિ વિદ્યમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવ શક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવ શક્તિ.) ૩૪) અભાવ શક્તિ શૂન્ય અવસ્થાપણારૂપ અભાવ શક્તિ. (અમુક અવસ્થા જેનામાં અવિદ્યમાન હોય એવાપણારૂપ અભાવ શક્તિ.) ૩૫) ભાવઅભાવ શક્તિ ભવતા (-વર્તતા, થતા, પરિમણતા) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવ શક્તિ. ૩૬) અભાવભાવ શક્તિ નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવ શક્તિ. ૩૭) ભાવભાવ શક્તિ ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવ અભાવ શક્તિ. ૩૮) અભાવઅભાવ શક્તિ નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવ શક્તિ. ૩૯) ભાવ શક્તિઃ (કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી Page #319 -------------------------------------------------------------------------- ________________ ર૯૭. (હોવા માત્રમયી, થવા માત્રમયી) ભાવ શક્તિ. ૪૦) ક્રિયા શક્તિ કારકો અનુસાર થવાપણારૂપ(પરિણમવાપણારૂપ) જે ભાવતે-મયી ક્રિયા શક્તિ. ૪૧) કર્મ શક્તિ પ્રાપ્ત કરતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મથી કર્મ શક્તિ. ૪૨) કર્સ્ટ શક્તિ થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્ણ શક્તિ. ૪૩) કરણ શક્તિ ભવતા (વર્તતા-થતા) ભાવના ભવનના (થવાના) સાધકતમપણામયી (ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણ શક્તિ. જ) સંપ્રદાન શક્તિ પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી (તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાન શક્તિ. ૪૫) અપાદાન શક્તિઃ ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય (-હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાન શક્તિ. ૪૬) અધિકરણ શકિત: ભાવ્યમાન (અર્થાત્ ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણ શક્તિ. ૪૭) સંબંધ શક્તિઃ સ્વભવમાત્ર સ્વ સ્વામીત્વમથી સંબંધ શક્તિ. આવી શક્તિઓનો અભ્યાસ કરતાં આત્માનો મહિમાને પરિચય થતાં વર્તમાન પર્યાય એ તરફ ઝૂકતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૫ તત્ત્વ નિર્ણય અને ભેદશાનઃ ૧. કર્મકમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધ જીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયનો સાર છે. ૨. સિદ્ધને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન સ્વરૂપ પોતાનું છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને સુખ થાય. ઝીણી વાત છે, ભાઈ ! સિદ્ધ પણ આત્માની અપેક્ષાએ પરવસ્તુ છે. અહા ! પરવસ્તુને જાણતા જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતર આત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય. આમ વાત છે. જે ત્રિકાળ શુદ્ધ જીવ છે તેને જાણતાં પર્યાયમાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય -આનંદનો અનુભવ થાય. ૩. સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઉઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ જીવન માર્ગ કોઈ અલૌકિક છે. ૪. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ જોયો અને જાણ્યો તેને લક્ષમાં લેતાં - Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૯પાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક થાય અને સાથે આનંદ પ્રગટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. ૫. સાર કાઢવાનો એ જ કે પોતાનો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો એ એને નમસ્કાર છે! પરદ્રવ્યને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે - રાગ છે, એ કાંઈ ધર્મ નથી. ભગવાન આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો તે ઉપાધિ છે, અશુદ્ધતા છે, મલિનતા છે; તે વ્યવહાર નયનો વિષય છે, અને આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધાત્મ સ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. શુદ્ધ પોતે ત્રિકાળ ધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન થયું અને સાચું સુખ થાય, ત્યારે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિ થાય. ૭. પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્ય ગુણથી પ્રકાશતું નથી કારણ કે બન્ને ધ્રુવ છે. તે સ્વાનભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ ! ૮. અહા! આ બધા જૈન કુળમાં જન્મયા તેમને પણ ખબર નથી કે જેને શું કહેવાય? જેને કોઈ સંપ્રદાયનથી. ગુણ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. ૯. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી - સ્વને અનુસરીને થતી પરિણતિથી - શુદ્ધ ચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીંઅનુભૂતિરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? પર્યાયને દ્રવ્ય જે Lય છે તે પર્યાયમાં જણાય છે. ૧૦. નિશ્ચય સમસ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી. વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી, એ તો રાગની પર્યાય છે. ૧૧. ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યગ્દર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એના તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનની પર્યાયના ષટકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની પર્યાય સ્વતંત્ર પોતાના ષટકારકથી કર્તા-કર્મ આદિથી થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ૧૨. અનાદિથી સત્ વસ્તુ આવી જ છે. ભગવાન! માનવું કઠણ પડે પણ માનવું પડશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક, પર્યાય અહેતુક, પર્યાય જે સત્ સ્વભાવ છે તે સ્વતંત્ર અને નિરપેક્ષ છે. અપેક્ષાથી કથન કરવામાં આવે છે કે પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ફક્ત પર્યાય દ્રવ્ય બાજુ ઢળી એટલે આશ્રય લીધો, અભેદ થઈ એમ કહેવામાં આવે છે. આવું સ્વતંત્ર સ્વરૂપ છે, ભગવાન ! એને ઓછું, અધિક કે વિપરીત કરવા જશે તો મિથ્યાત્વનું શલ્ય થશે. ૧૩. અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે.) પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ ! આ તો બધા મંત્રો છે. ૧૪. ખરેખર ધ્રુવ તો અક્રિય છે. ધ્રુવને પર્યાય જાણે છે. પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે - સ્વાનુભૂતિથી પ્રકાશે છે. ૧૫. આત્મામાં અનંત શક્તિઓ છે, તેમાં મુખ્ય ૪૭ બતાવી છે. ત્યાં આત્મામાં એક પ્રકાશ” નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. ૧૬. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે. ૧૭. ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવસ્વરૂપ વસ્તુ - આત્મા તે સ્વાનુભૂતિથી જણાય છે. આત્મા પ્રાપ્ત કરવાનું સાધન એટલે કે અનુભૂતિ તે એક જ ઉપાય -સાધન છે. સુખની માત્ર અનુભૂતિ જ થઈ શકે છે. ૧૮. અહાહા..! આત્માની જ્ઞાન પર્યાયની એક સમયમાં જાણવાની તાકાત કેટલી ! પોતાના બધા ભાવ અને પરના બધા ભાવને એકસમયમાં જાણે તેવી તેની યોગ્યતા છે. આને મોક્ષ તત્વ અથવા કેવળજ્ઞાન તત્ત્વ કહીએ. એ પર્યાયનું સામર્થ્ય પણ અભૂત છે, તો પછી દ્રવ્યના સામર્થનું તો શું કહેવું? આવી મહાન સર્વજ્ઞ સત્તા છે. ૧૯. અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો - રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ ? હા ભાઈ ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પર્યાય પ્રગટે છે. પર્યાયમાં એનો આદર, વિચાર, જ્ઞાન કરે તો પામે એવી આ આત્માની વાત છે. “શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’’ ૨૦. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયે ‘ચિદાનંદ’ છે, એમ ભગવાન આત્મા શક્તિએ ‘ચિદાનંદ’ છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા પણ પૂજનીય - ‘અદ્વૈત’ છે. પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે. ૨૧. ‘હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું’ ને ? અહાહા...! આચાર્ય દેવ કહે છે - આત્માનો જે ‘જ્ઞ’ સ્વભાવ - તેની મને દૃષ્ટિ અને આશ્રય છે, તેથી પર્યાયમાં જે વિશુદ્ધિ - નિર્મળતા છે તે વધીને પરમ વિશુદ્ધિ થશે એમ નિશ્ચય થયો છે. અહાહા...! શું અપ્રતિહત દષ્ટિ ! શું ચૈતન્યના અનુભવની બલિહારી !! અને શું ચૈતન્યના પૂર્ણ સ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત !!! ૨૨. પ્રભુ ! તું સાંભળ. તું સર્વજ્ઞ સ્વરૂપી છો કે નહિ ? નાથ ! તું કોણ છો અને કેવડો છો ? તું જેવો છો તેવો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે, પણ પાંચેય સમવાય એકી સાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત. ૨૩. સમકિતી વસ્તુ તરીકે પોતાને પ્રભુ માને છે, પણ પર્યાયમાં પોતાને તૃણ તુલ્ય પામર માને છે. ક્યાં કેવળજ્ઞાનની દશા અને ક્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા ? દ્રવ્ય તરીકે હું પૂર્ણ પ્રભુ છું, એ મારું લક્ષ્ય છે. પર્યાયમાં પામરતા છે, તૃણતુલ્ય છું, છતાં અંતર સ્વભાવ સન્મુખ થવામાં જ પ્રયત્નની દશા છે. એ શુદ્ધ સ્વભાવની એકાગ્રતાના બળે સર્વ કષાયનો નાશ થઈ મને પરમ વિશુદ્ધિ થશે એ નિશ્ચિત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે. તેમાં મોહ કર્મ નિમિત્ત છે. કર્મનો થોડો બંધ પણ થાય છે. છતાં દૃષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે, અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે. ૨૪. શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂર્ણ દ્રવ્ય સ્વભાવ-જ્ઞાયક-વીતરાગસ્વભાવધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ હું ‘શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું.’ બધા સમ્યગ્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ માને છે. ૨૫. અનાદિનો જે અજ્ઞાન ભાવ તેનો દ્રવ્યના આશ્રયે નાશ કરી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ કર્યું ત્યાં સાધક ભાવની શરૂઆત થઈ ત્યાંથી માંગળિક અને ધર્મની શરૂઆત થાય છે. ૨૬. અનંત સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર એટલે શું ? અંદર ભાવથી એટલે જ્ઞાયકની સન્મુખ ધઈને - એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે; તથા દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. અંદરમાં પોતાના શુદ્ધ ચૈતન્ય તરફનું પરિણમન થયું એ ભાવ નમસ્કાર છે અને સિદ્ધ ભગવાન આવા છે એવો તેમના સ્વરૂપનો વિચાર વિકલ્પ ઊઠવો એ દ્રવ્યનમસ્કાર છે. ૨૭. ચિત્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિક નયનો - નિશ્ચય નયનો અને સમ્યગ્દર્શનનો વિષય છે તે તો એક સ્વરૂપે જ છે, ત્રણરૂપે નહિ. ત્રણરૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નયથી કહેવામાં આવે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ છે. સમ્યગ્દર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે છે એમ નહિ. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. ૨૮. સિદ્ધોના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાનું સ્વરૂપ બાવીને - એટલે કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો” એમ પોતાનું સ્વરૂપ જે ચૈતન્યઘન, આનંદકંદ એનું ધ્યાન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. ૨૯. બધા સંસારી જીવો (નિશ્ચયનયના બળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્ય પોતાનું સિદ્ધ સ્વરૂપ છે એને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ, એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન - એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે - તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે. ૩૦. ધ્રુવ છે એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુરસણ કરવા લાયક - જે ધ્રુવ છે તે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આભા ધ્રુવ છે. તે સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો આ વિષય છે. ૩૧. ધ્રુવ દ્રવ્ય જે બેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધે છે, પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. આ તો અનાદિ સનાતન સત્ય છે. એય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધ્યેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. પણ કોને ? જે જાણે એને ! ૩૨. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જે છે -જીવતી જ્યોત. તેને જ્ઞાનમાં કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવની જ્યોતને જીવતી રાખી -કે આવો હું શુદ્ધ, ધ્રુવ ચૈતન્યજ્યોતિ છું. આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે. ૩૩. દર્શન કહેતાં સમ્યગ્દર્શનની વાત છે. શુદ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનની રુચિ તે સમ્યગ્દર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા - સ્થિરતા તે ચારિત્ર. તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી યુગપ સ્વને એકત્વપણે જાણતો અને પરિણમતો - તે સ્વસમય જાણ! ૩૪. સર્વ પર દ્રવ્યોથી ભિન્ન પડી દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ એટલે ત્રિકાળ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ છે. ૩૫. દર્શન-જ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યક રત્નત્રયરૂપ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે. ૩૬. “આ જગતમાં વસ્તુ છે તે (પોતાના) સ્વભાવમાત્ર જ છે, અને સ્વ'નું ભવન તે સ્વભાવ છે; માટે નિશ્ચયથી જ્ઞાનનું થયું - પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિનું થવું - પરિણમવું તે ક્રોધાદિ છે.” જુઓ વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, પરંતુ પરના કર્તાપણાથી - વિભાવથી જુદું બતાવી જે વસ્તુ સ્વભાવરૂપ પરિણમન તેને અહીં આત્મા કહ્યો છે. ૩૭. અહા! પોતે જ્ઞાનનો સમુદ્ર છે. સમજવું, સમજવું એ એના જ્ઞાનનો સ્વભાવ છે. દરેક દ્રવ્ય સ્વયંસિદ્ધ પોતે પોતામાં પરિણમી રહ્યું છે. પરને અને એને કાંઈ સંબંધ નથી. ૩૮. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સમય છે. તેને કર્મના નિમિત્તના સંબંધની અપેક્ષા આવતાં પરિણમનમાં વિકાર ઉત્પન્ન થાય છે - એ જ વિસંવાદ છે અને દુઃખ ઉત્પન્ન કરનાર છે, અનંત સંસારનું મૂળ છે. ૩૯. આ આત્માને રાગ સાથે એકત્વથતાં, આત્માનું એકપણું કે સુખપણું ઉત્પન્ન થતું નથી, પણ દુઃખપણું ઉત્પન્ન થાય છે. તેથી તે શોભા પામતું નથી. માટે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે, એકમાં એકત્ર થવું એ જ સુંદર છે. ધુવસ્વરૂપ ભગવાન આત્મા - એમાં પર્યાયને વાળતાં આનંદની દશા ઉત્પન્ન થાય છે તે આત્માની શોભા છે. એથી ઉલટું રાગમાં એકત્વ થવું તે આત્માની અશોભા અને દુઃખરૂપ દશા છે. ૪૦. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્વ થવું એ દુર્લભ છે. આત્મા એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી. આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી, પરંતુ યથાર્થ રુચિનું કામ છે. ૪૧. અંદર આનંદનો નાથ પોતે છલોછલ સુખથી ભરેલો છે તેની સામે નજર કોઈ દિવસ કરી નહિ. આનંદના નિધાન પ્રભુ પરમાત્માની સામે નજર ન કરતાં ઇચ્છા અને ઇચ્છાનું ભોગવવું એમ કામભોગની કથા અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવમાં પણ લીધી. આ કથા સૌને સુલભ છે. ૪૨. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાન-પ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાન પ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ! બાકી દયા પાળો, દાન કરો, ભક્તિ કરો, વ્રત કરો ઈત્યાદિ બધા થોથાં છે. ૪૩. આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી ભિન્ન છે, પણ પર્યાયમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે છે એનાથી પણ ભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં જે અનુભવ પ્રગટ થાય તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. ૪૪. ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જે ધુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. ૪૫. અશુદ્ધ નય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. ૪૬. શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે – તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. શુદ્ધનું આલંબન, શુદ્ધનું ધ્યેય અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે - અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈન ધર્મ છે. ૪૭. “શુદ્ધ ચૈતન્યઘન આત્માને દષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં શુદ્ધોપયોગરૂપ ધર્મ થાય છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટે છે તે આત્માનો વૈભવ છે. ૪૮. અહા! આત્મા અનાકુળ આનંદ રસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે. જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. આબાળ-ગોપાળ સર્વમાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બીરાજે છે. તેની દષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે છે. તેનું નામ ધર્મ છે. ૪૯. ધર્મ એ તો આત્મઅનુભવની ચીજ છે, ભાઈ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચે, લાખોના મંદિર બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનાવવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કદી કરી શકતો નથી. હા, આત્મા આ કરી શકે કે પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે અને એ જ નિશ્ચય ધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જુઠી છે. રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે. ૫૦. અહા!વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે. ધર્મનો પંથ - અનુભવનો પંથ જગતથી કાંઈક જુદો છે. ૫૧. ભગવાન આત્મા સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધ નય સ્વરૂપ એક જ્ઞાયકભાવ છે. અહો ! જે દષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે. પર. અહાહા...! ભગવાન, તું અનાદિ અનંત નિત્યાનંદ સ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છે. જેમાં પર્યાયનો - ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છો એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ૫૩. અરે ! ભગવાન, તેં તારી જાતને જાણી નહિ! ભગવાન આત્મા નિત્ય ધ્રુવ, ત્રિકાળ એકરૂપ, પરમ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ પરમ શુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું, નિમિત્તનું કે શેયનું કાર્ય છે એમ નથી. પોતાની જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે. ૫૪. આદિ - અંત રહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે હોં! પર્યાય તો વિનાશક છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તો પણ તે એક સમયની પર્યાય છે તેથી વિન શક છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે ચૈતન્યપ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે તે અનાદિ અનંત અવિનાશી ચીજ છે. ૫૫. અરે ! આ તો અંતરની નિજઘરની વાત લોકોએ સાંભળવાની દરકાર કરી નથી. અંદરમાં જ્ઞાયક જે ચૈતન્યના નૂરનું પૂર ભર્યું છે તે કદીય શુભાશુભ ભાવરૂપ થતું નથી અને તેથી કહે છે કે આત્મા પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. આત્મા શરીર, મન, વાણી અને જડકર્મપણે તો થતો નથી પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભઅશુભ ભાવપણે પણ થતો નથી એવી જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો અનુભવ્યો તેને મુક્તિના કહેણ મળી ગયા. ૫૬. ઔપશમિકાદિ એ ચાર ભાવો પર્યાયસ્વરૂપ છે અને તેથી તેમના આશ્રયે આત્મા જણાય તેવો નથી. ધ્રુવ, નિત્યાનંદસ્વરૂપ આત્મા પોતાના આશ્રયે જ જણાય એવો છે. આવો ત્રિકાળ શુદ્ધ આત્મા જ દષ્ટિનો-નજરનો વિષય છે. તે સમ્યગ્દષ્ટિને ગમ્ય છે, ગોચર છે. અનુભવગમ્ય છે, અનુભવગોચર છે. ૫૭. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. જૈન શાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન એટલે અંદર જે આ ધ્રુવ જ્ઞાયકભાવ બીરાજે છે જે કદીય રાગરૂપ-જડરૂપ-મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દષ્ટિમાં લે તેને જૈન કહે છે. જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. ધર્મના બહાને બહારમાં હો-હા કરે, પુણ્યની ક્રિયાઓ કરે, રથ-વરઘોડા કાઢે, પણ એ બધા તો રાગ છે, અને રાગ તે આત્મા નથી તથા આત્મા કદીય રાગરૂપ નથી. જ્ઞાયકમાં રાગનો અભાવ છે અને રાગમાં જ્ઞાયકનો અભાવ છે. આમ હોવા છતાં અજ્ઞાનીઓ કહે છે કે શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થાય એ મોટી અચરજની વાત છે. રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ થાય? એમ કદીય બને નહિ. તેથી આત્મા જે એક જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્તના ભેદરૂપ નથી એમ ન્યાય કહ્યો. ૫૮. અહા! નિત્ય જે ધ્રુવ સ્વભાવ છે, ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યારે એણે દ્રવ્યની સેવા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કરી અને તેને જ્ઞાયક “શુદ્ધ છે એમ જણાયું. અંદર લક્ષ ગયા વિના શુદ્ધ છે એમ કહે પણ તેનો કાંઈ અર્થ નથી. ૫૯. પરના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાનાકાર પોતાથી થયો છે. આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહિ અને સામાયિક કરે, પૌષધ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસાદિ કરે પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક, જે શેયો પર છે તેનો જાણનાર છે, પરણેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહિ ? તો કહે છે કે ના, કેમ કે રાગાદિ શેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાને કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલાં પોતાના જ્ઞાનને જાણ્યું છે. અહાહા...! વસ્તુ તો સતુ, સહજ અને સરળ છે. ૬૦. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહિ? તો કહે છે કે પરને જાણવાને કાળે પણ સ્વનું પરિણમન - જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહિ. જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, શેય છે માટે પરિણમે છે એમ નથી. ૬૧. મૂળ દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે પરદ્રવ્યથી કે કર્મના ઉદયથી મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપે રહે છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પર્યાયદષ્ટિથી જુઓ તો તે મલિન દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. ૬૨. નિમિત્તના સદ્ભાવવાળી પ્રમત્ત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત્ત દશા એ બન્ને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ, ધ્રુવ, પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય - ભેદો નથી. ભાઈ! આ સમજ્યા વિના જન્મમરણના ફેરા મટે તેમ નથી. અહાહા...! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહિ. ૬૩. આત્મામાં બે પ્રકાર. એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગની મૂળ વાત છે. તું જ્ઞાયક મહાપ્રભુ છો તેમાં દ” એકાગ્ર કરવી એ ભક્તિ છે અને એ મોક્ષમાર્ગ છે. ૬૪. અહાહા.....! સુખનિધાન પ્રભુ આત્મા દુઃખરૂપ કેમ પરિણમે ? દુઃખપણે તો પર્યાય પરિણમી છે. પરના લક્ષે પર્યાય વિકારી થાય છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ ગઈ છે. ગુણમાં વિકાર થઈ જાય એવો ભાવ નથી, ગુણ કદીય વિકારી થયો નથી. ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવનું આ કથન છે. જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવી વાત નથી. ૬૫. દૃષ્ટિનો વિષય શુદ્ધ છે અને દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે. એટલે વસ્તુસ્વભાવથી જોતાં દ્રવ્ય શુદ્ધ છે અને એની દૃષ્ટિ કરતાં જે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ તે પોતે પણ શુદ્ધ છે અને શુદ્ધ દ્રવ્ય એનું ધ્યેય છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ દૃષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. r ૬૬. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. ૬૭. ‘ આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી.’ શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છું, શેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ ભેગું જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ ‘શુદ્ધ’ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું ? ૬૮. અહીં આત્મા જે ધ્રુવ વસ્તુ તેને સત્યાર્થ, ભૂતાર્થ અને પરમાર્થ કહી છે અને અશુદ્ધ નયનો વિષય જે રાગાદિ એને અસત્યાર્થ, અભૂતાર્થ અને ઉપચાર કહ્યા. દ્રવ્યના સ્વભાવનું પ્રયોજન સિદ્ધ કરવા આમ કહ્યું છે. ધ્રુવને ધ્યેય બનાવીને તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે. માટે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયને ગૌણ કરી તેનું લક્ષ છોડાવવા તેને અસત્યાર્થ કહ્યા છે. ૬૯. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. પર્યાયનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ ઉત્પન્ન થાય છે. તેથી તેને અસત્યાર્થ કહી ત્રિકાળી ધ્રુવ શાયકનું અવલંબન લેવા કહ્યું છે. પણ એમ ન માનવું કે પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા કાંઈ ચીજ જ નથી. કારણકે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા-અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. અશુદ્ધતા એ પણ આત્માની પર્યાયનું સત્વ છે. સર્વથા અસત્ય છે, જૂઠું છે એમ નથી. માર્ગ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ સૂક્ષ્મ અને ગંભીર છે. ભાઈ ! એને અપેક્ષાથી ન સમજે તો ગોટા ઊઠે એવું છે. વિકારી અવસ્થાને પણ જીવે ધારી રાખી છે. અશુદ્ધતા છે જ નહિ એમ કહે તો પર્યાય ઊડી જાય છે, અને અશુદ્ધતાનો આશ્રય લેવા જાય તો ધર્મ થતો નથી. માટે પર્યાયમાં અશુદ્ધતા છે તે સત્યાર્થ છે પણ તે આશ્રય યોગ્ય નથી તેથી અસત્યાર્થ છે એમ અપેક્ષા યથાર્થ સમજવી. ૭૦. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. વિકારી ભાવ કર્મના સંયોગથી થાય છે. તે સ્વભાવ નથી એ અપેક્ષાથી સંયોગથી થાય એમ કહ્યું, પણ એ ભાવ પોતામાં પોતાથી થાય છે. વિકારી ભાવ છે તો જીવનું પર્યાય સત્વ અને તે પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પર્યાયમાં થાય છે. વિકારનો કર્તા વિકારી પર્યાય, વિકાર તે પોતાનું કર્મ, વિકાર પોતે સાધન, પોતે સંપ્રદાન, પોતે અપાદાન અને પોતે આધાર. એમ વિકાર એક સમયની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. પરના સંયોગથી વિકાર થાય છે એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, ખરેખર પરને લઈને વિકાર થતો નથી. ૭૧. અશુદ્ધ નયને અહીં હેય કહ્યો છે, કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંકારમાં આત્મા કલેશ ભોગવે છે. અશુદ્ધ નયનો વિષય જે સંસાર તેને જીવ અનાદિથી પોતાનો માની ચાર ગતિમાં રખડે છે અને સંસારમાં કલેશ-દુઃખ ભોગવે છે. ૭૨. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવ. તેથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. ૭૩. આત્મા જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ છે તે એકાંત સત્ય છે. તે કોઈ અપેક્ષાએ અસત્ય ન થાય. સત્યઅસત્યની અપેક્ષા પર્યાયમાં લાગુ પડે. પર્યાય પોતાની હોવાપણાની અપેક્ષાએ સત્ય છે. અને ત્રિકાળી ધ્રુવની દૃષ્ટિ કરતાં ગૌણ - અસત્ય છે. સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નયનો વિષય છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. કેમ કે તેનો આશ્રય લે તો સંસાર ઊભો થાય અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લે તો દુઃખ મટી જાય અને મોક્ષ થાય. ૭૪. શુદ્ધ નયથી આત્મા જ્ઞાયક જ છે. એટલે આત્મા જે એક ચૈતન્ય - ચૈતન્ય સામાન્ય એકરૂપ અભેદ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન વિકારી પર્યાયો તો નથી પણ સંવર-નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જે જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. અહીં અશુદ્ધનું લક્ષ છોડાવ્યું તેનો અર્થ એ છે કે જે નિર્મળ પર્યાય છે તે તો દ્રવ્યનો જ આશ્રય લે છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે, દ્રવ્યગુણમાં નથી. તેથી અશુદ્ધતાને ગૌણ કરી, નિર્મળાનંદ, ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. ૭૫. આ તત્ત્વ સમજીને કોઈ દ્રવ્યનો-ધ્રુવનો આશ્રય લે તો જરૂર સિદ્ધપદ પામે એવી અફર આ વાત છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે તે માર્ગ છે. પર્યાય ધ્રુવનું ધ્યાન કરે છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું પર્યાય એમ જાણે છે – અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્ય તે હું છું. માટે એકલો જે જ્ઞાયકધ્રુવ ભગવાન છે તે એક જ દષ્ટિનો વિષય આશ્રય કરવા યોગ્ય છે, નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી એમ નિશ્ચય કરવો. ૭૬. પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક - મળી ગયેલા આસ્વાદવાળું અભેદ, એકસ્વભાવી (તત્ત્વ) -અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. ૭૭. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદ દષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાંનયનું આલંબન રહેતું નથી. ૭૮. આ દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ ભાવ જ્ઞાનીને નથી. શું કહેવા માંગે છે? કે ત્રિકાળી જ્ઞાયકમાં આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અખંડ, અભેદરૂપ છે. એવા જ્ઞાયકમાં ત્રણ ભેદ પાડે ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ થાય છે. ત્રિકાળી જ્ઞાયક પરમાત્મામાં નિર્મળ પર્યાયને પણ ભેગી ગણે તો વ્યવહાર થઈ જાય છે; અશુદ્ધ નય થઈ જાય છે. આચાર્ય ભગવાને જે અપેક્ષાએ જે વાત કરી હોય તે બરાબર સમજવી જોઈએ. તેમાં કાંઈ પણ આઘું પાછું કરવા જાય તો વિપરીત થઈ જશે. જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એમ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે એટલે કે એ અસત્યાર્થ કહેવામાં આવે છે. ૭. જ્ઞાની તો શુદ્ધ એક જ્ઞાયક જ છે. અહાહા.....! વસ્તુ-આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે, અભેદ છે. અભેદમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ગુણો છે એમ કહેવું તે વ્યવહાર છે. ગુણો છે ખરા, પણ ગુણભેદ નથી. અભેદ દષ્ટિથી જોનારને ભેદ દેખાતો જ નથી. ૮૦. અહાહા..! એકલો અભેદ, અભેદ છે. અભેદમાં ભેદ ઉપજાવતાં આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ ઉપજાવતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે, સમ્યગ્દર્શનાદિ થતાં નથી. ૮૧. સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા....! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૮૨. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે તે કેમ પ્રગટ થાય તેની અદ્ભૂત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયક દષ્ટિથી બહાર રહી જાય છે. અભેદ દૃષ્ટિમાં પર્યાયભેદ નજરમાં આવતો નથી. ૮૩. ભગવાન આત્મા જે અખંડ એકરૂપ જ્ઞાયક છે તેને જાણવા - અનુભવવાની વિઘા અનંત કાળમાં એકવાર પણ પ્રાપ્ત કરી નથી. એકવાર પણ જ્ઞાયકમાં ડોકિયું કરે તો ભવોભવના દુઃખ મટી જાય છે. ૮૪. પરમાર્થથી એટલે વસ્તુદષ્ટિથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ છે. વળી તે અનંત ગુણોના સ્વાદો એકમેક મળી ગયેલા અભેદ છે. અહા ! અશુદ્ધતાનું લક્ષ છોડી, ભેદનું લક્ષ છોડી એકલા જ્ઞાયક ઉપર દૃષ્ટિ પડતાં અભેદ એક મળી ગયેલાં આસ્વાદવાળું એકસ્વભાવી તત્ત્વ અનુભવમાં આવે છે. ૮૫. જેને આત્મકલ્યાણ કરવું હોય, સુખી થવું હોય, જન્મ-મરણથી છૂટવું હોય તેણે શું કરવું ? તો કહે છે કે જે એક જ્ઞાયકભાવ અભેદ વસ્તુ છે તેને અનુભવમાં લેવો. ૮૬. એક શુદ્ધ જ્ઞાયક જ છે, એકલો અભેદ છે. અહાહા....! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદ સ્વભાવ, એકભાવ, સામાન્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, સદશ એકરૂપ સ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહેલું અલૌકિક વીતરાગ દર્શન છે. ૮૭. જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ કહે કે દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય છે એમ કોઈ કહે તો બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે, પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ. ૮૮. સર્વજ્ઞદેવનું ફરમાન છે કે તારી દયા તું પાળ. એટલે કે જેવડો તું છે, જેવો તું છે, તેવડા અને તેવો તું તને માન. ત્યારે તે યા પાળી કહેવાય. ૮૯. નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે, તે અંતઃતત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ કરે છે. ૯૦. પર્યાય આ બાજુ જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. પર્યાય તો ભિન્ન રહી અભેદની દૃષ્ટિ કરે છે - અભેદ જેવી સામર્થ્યવાન થઈ જાય છે તેથી અભેદ કહેવાય છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદ દષ્ટિ થઈ જાય. પર્યાય તો Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પર્યાયમાં રહે છે માટે અપેક્ષા સમજવી જોઈએ. ૯૧. લોકો શુદ્ધ નયને જાણતા નથી કારણ કે શુદ્ધ નયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધ નયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહાર નયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી છે પરમાર્થ પહોંચાડે છે એમ સમજવું. ૯૨. આત્મા ચિદ્ઘન વસ્તુ છે. એમાં શરીર, મન, વાણી, કર્મ તો છે જનહિ, પણ કર્મના સંગે જે શુભઅશુભ ભાવો થાય એ મલિનતા, અશુદ્ધતા પણ એના સ્વરૂપમાં નથી. એ તો ઠીક પણ જ્ઞાનધન આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા અનંત શક્તિઓ છે, છતાં આ શક્તિઓના ભેદ-અભેદ આત્મામાં નથી. ગુણ અને ગુણી પરમાર્થે અભેદ છે, ભેરૂપે નથી. ભેદૃષ્ટિમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતું નથી. ૯૩. સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન આચાર્ય વ્યવહાર -પરમાર્થ માર્ગમાં સ્થિત છે. નિશ્ચય વસ્તુ આત્મા સ્વરૂપથી જે છે તે પરમાર્થ છે અને તેને ભેદ કરીને સમજાવવી તે વ્યવહાર છે. ૯૪. વસ્તુ આત્મા છે તો અંદરમાં અનંત ગુણને પ્રાપ્ત અભેદ, પરંતુ એના મુખ્ય ધર્મોને લક્ષ કરી ‘દર્શનજ્ઞાન- ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ કરીને શિષ્યને સમજાવે છે. ભેદ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થ વસ્તુ અભેદ આત્મા જ છે. ભેદ પાડીને આચાર્ય પરમાર્થ સમજાવે છે. ૯૫. ત્યારે તરત જ શિષ્યને પરમાર્થ વસ્તુ આત્મા ઉપર દષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં સુંદર બોધ તરંગો ઉછળે છે. આત્મા જ્ઞાનાનંદનો દરિયો છે. તેમાં દૃષ્ટિ થતાં અંતરમાં આનંદ સહિત જ્ઞાનતરંગો ઉછળે છે. જુઓ, ધર્મ રોકડિયો છે. જ્યાં સમ્યગ્દર્શન થાય કે તરત જ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યારે તે ‘આત્મા’ શબ્દનો અર્થ બરાબર સમજી જાય છે. રાગને પ્રાપ્ત થાય તે અ ત્મા કે શરીરને પ્રાપ્ત થાય તે આત્મા એમ છે નહિ. ૯૬. ગુણના ભેદ વસ્તુમાં નથી. છતાં પરમાર્થને સમજાવવા માટે ભેદ પાડીને કહ્યું કે -‘દેખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય તે આત્મા.' આમ સાંભળતા જ પાત્ર જીવને એકરૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય તેનાં પર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનાદિનો પુણ્ય-પાપના વિકારી ભાવનો આકુળતારૂપ સ્વાદ હતો, તે હવે સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. કર્મ ચેતનાનો સ્વાદ મટી, જ્ઞાનચેતનાનો નિરાકુળ સુખનો સ્વાદ આવે છે. ૯૭. અહાહા....! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ પરમાત્મસ્વરૂપ બીરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્યગ્દર્શન Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. ૯૮. સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર -છાપશું? તે કહે છે આનંદનો સ્વાદઆવે તે સમ્યગ્દર્શનની મહોર -છાપ છે. પરથી લક્ષ હટાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શનગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદ સ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. ૯૯, ભાઈ ! આ ઈન્દ્રિયોના વિષયોના સુખ એ તો ઝેરના સ્વાદ છે. અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત બોધ તરંગો ઊછળે છે. આનું નામ ધર્મ ૧૦૦ વ્યવહાર નય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહાર નય અનુસરવા યોગ્ય નથી. અનુરક્ષણ કરવા યોગ્ય તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ છે. ૧૦૧ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. લોકો શુદ્ધ નયને જાણતા નથી. શુદ્ધ નય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર સમ્યજ્ઞાનનો અંશ. અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય વસ્તુ છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા ને શુદ્ધ નયનો વિષય છે. અર્થાત્ આ આત્મા જે અનંત અનંત બેહદ શકિતઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લક્ષ કરે - જ્ઞાન કરે તેને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ, ધ્રુવ આત્મા તેને જાણ્યો નહિ તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહિ, સમ્યગ્દર્શન વિના જીવને સંસારમાં અનંત ભવપરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. ૧૦૨ વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહાર દ્વારા ભેદનું કથન એ નિશ્ચય વસ્તુને જાણવા માટે છે. ‘આ જાણે દેખે તે આત્મા’ એમ ભેદ દ્વારા પરમાર્થ વસ્તુ અભેદનો અનુભવ કરાવવાનું જ પ્રયોજન છે. ૧૦૩ ભેદ પાડીને અભેદ સમજાવ્યું છે. પણ ભેદનું આલંબન ન લેવું. ‘આ જ્ઞાન તે આત્મ’ એમ ભેદ પાડીને અભેદની દષ્ટિ કરાવી છે. ત્યાં ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહારનો આશ્રય ન કરવો. ૧૦૪ આત્મામાં પરવસ્તુ નથી, દયા, દાનનો રાગ નથી, પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા અનંત ગુણો તેમાં અભેદપણે છે. ત્યાં પરમાર્થ વસ્તુ સમજાવવા માટે ભેદ પાડીને ઉપદેશ છે. અભેદમાં ભેદ કરવા તે વ્યવહાર નય છે. માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. ભેદ છોડીને દ્રવ્યસ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૦૫ અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે, એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહિ. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ૧૦૬ જે ભાવશ્રુત જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને અનુભવે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય કથંચિત વચનગોચર પણ નથી, તેથી વ્યવહાર નય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. ૧૦૭ અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકનો જાણનાર ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. ૧૦૮ ભાઈ ! એકવાર તું સાંભળ. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી એવું જે સ્વન વેદનાનું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે - જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે. ૧૦૯ અહાહા....! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે - અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદ્દાની રકમની વાત છે. અંદર આખું શાયકનું દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જ અનુભવગમ્ય નિજ સ્વરૂપને જાણે - અનુભવે છે તે ભાવશ્રુતકેવળી છે. ૧૧૦ જ્ઞાનની પર્યાયમાં પરશેયો ભલે જણાય, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે ? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું ? તો કહે છે કે સર્વ શ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્ય છે તે જ્ઞાન આત્માને બતાવે છે - તેથી ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે. ૧૧૧ ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. અનંત શક્તિનો પિંડ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અખંડ એકરૂપ પરમાર્થ વસ્તુ છે. તે અનુભવગમ્ય છે. તેનું કથન કરવું શી રીતે ? તેને ભાવશ્રુત જ્ઞાનથી પકડી એ પણ પરમાર્થ છે, સત્ય છે. એ તો નિશ્ચય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે. પરંતુ એ પરમાર્થ અનુભવનું કથન કરવું કેવી રીતે ? એવા પરમાર્થનું કથન કરવું અશક્ય છે તેથી ‘“જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવો ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને તે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે માટે પોતાને દૃઢપણે સ્થાપિત કરે છે. ૧૧૨ આમ પરમાર્થને કહેનારો વ્યવહાર છે ખરો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. ત્રિકાળી શાયક એકનું જ અનુસરણ કરવું તે પરમાર્થ છે. ૧૧૩ વ્યવહારનું લક્ષ છોડી દઈ ત્રિકાળી અખંડની દૃષ્ટિ કરવી તે પરમાર્થ છે, સત્ય છે. સર્વ શ્રુતજ્ઞાનને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ જાણે તે શ્રુતકેવળી છે એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાને લીધે દઢપણે સ્થાપિત છે. એ છે. પળ જનવાણાના વ્યવહારના કદિશ પણ શુદ્ધ નાની હસ્તાવલને (સહાયક) ાણા બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતા(મુખ્યતા)થી દીધો છે કે-“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન-શ્રદ્ધારૂપ નિશ્ચય સમ્યક્ત થઈ શકતું નથી એમ આશય જાણવો. ૧૧૭ જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ. જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી – એવા અભેદની દષ્ટિ કરવી - આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૧૮ આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ છે. અનંત ગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. ૧૧૯ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. ૧૨૦ અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જ રહે તે અભેદ વસ્તુ તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દષ્ટિનો વિષય છે. એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. ૧૧૭ જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ. જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી - એવા અભેદની દૃષ્ટિ કરવી - આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૧૮ આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ છે. અનંત ગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. ૧૧૯ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. ૧૨૦ અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જ રહે તે અભેદ વસ્તુ તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દષ્ટિનો વિષય છે. એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૧૨૧ ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. તેનો અનાદર કરીને વર્તમાન પર્યાયનો કે રાગનો આદર કરવો એ જ જીવની હિંસા છે. તેનો અંતરમાં સ્વીકાર કરવો તેનું નામ અહિંસા છે, દયા છે, ધર્મ છે. વસ્તુ ધ્રુવ, અભેદ, સામાન્ય જ્ઞાયક સ્વરૂપ છે તેનો આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ. ૧૨૨ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા એમ અનંત અનંત ભાવ સ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૨૩“કર વિચાર તો પામ” એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા શાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવ તત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં, રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદષ્ટિ છે. “શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું, કર વિચાર તો પામ.” ૧૨૪ એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે, તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે. ૧૨૫ “જિન સો હી હે આત્મા, અન્ય સો હી હે કર્મ, યહે વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.” જિનસ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ છે તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે તે વ્યવહાર છે. અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યતાનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. ૧૨૬ વસ્તુની દષ્ટિ અને એનો વિષય જે શુદ્ધ વસ્તુ - એ શું છે તે જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધપણે પર્યાયમાં પરિણમે તે પર્યાય પણ અશુદ્ધ નયનો વિષય છે. એ અશુદ્ધ નય વ્યવહાર માં જાય છે. એ આશ્રય કરવા યોગ્ય નથી. ૧૨૭ આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા ! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. ૧૨૮ જે શુભાશુભ રાગ થાય તે હું એવા મિથ્યાત્વ અને રાગ-દ્વેષના અનુભવની આડમાં આખો નિર્મળાનંદ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, નજરમાં આવતો નથી. દયા, દાન તથા કામ-ક્રોધાદિ મલિન વૃત્તિઓના અનુભવમાં એકરૂપ જ્ઞાયક દષ્ટિમાં આવતો નથી, જણાતો નથી. બાકી તો સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાયકભાવ તો જે છે તે છે, પ્રગટ જ છે. રાગાદિના અનુભવમાં જ્ઞાયક નજરમાં આવતો નથી તેથી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ઢંકાઈ ગયો છે એમ કહેવાય છે. અને જ્ઞાયકના આશ્રમમાં તેનો અનુભવ થાય છે ત્યારે તે પ્રગટ થયો એમ કહેવાય છે. ૧૨૯ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થવાથી જ્ઞાની રાગથી ભિન્ન પડી પોતાના પુરુષાર્થ દ્વારા અખંડ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવનો આશ્રય કરી જેમાં એક ગ્લાયકભાવ પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. ૧૩૦ભૂતાર્થદર્દીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધાત્માને અનુભવે છે અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે, અને ચૈતન્યદળ, અનંત ગુણોનું અભેદ દળ, જે જ્ઞાયક આત્મા એનું ધ્યેય છે. આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ આ તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાન એ જ સત્ય પુરુષાર્થ છે. ૧૩૧ કર્મથી, રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન આત્મા છે એમ જેમને દષ્ટિ થઈ છે તેમણે વ્યવહાર નય અનુસરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી ૧૩ર ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનથી આત્મા જેવો પ્રત્યક્ષ જોયો તેવો કહ્યો છે. જેના મતમાં સર્વજ્ઞનો સ્વીકાર નથી તેમાં સત્યાર્થ વસ્તુ હોઈ શકે નહિ. સર્વશનો સ્વીકાર વિના આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે એવી દષ્ટિ હોતી નથી. વસ્તુતઃ આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે તો પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે. ૧૩૩ જીવને અનાદિકાળથી પર્યાયબુદ્ધિ ચાલી આવે છે. અંદરમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન પોતે બીરાજે છે તેને દષ્ટિમાં કદીય લીધો નથી. અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પુણ્યનો પક્ષ, રાગનો પક્ષ, પર્યાયનો પક્ષ તથા વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનો પણ પક્ષ પ્રાણીઓને અનાદિ કાળથી છે. આવી રીતે પરસ્પર વ્યવહારના પક્ષરૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા છે. ૧૩૪ અહાહા...! એક વાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થશે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક..જ્ઞાયક જ્ઞાયક, ધ્રુવ ધ્રુવ ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. ૧૩૫ શુદ્ધ નયને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળીશુદ્ધ આત્મતત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય છે. ૧૩૬ વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું કે વ્યવહારોદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ [૩૧૬ ૧૩૭ વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. કથન શૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો પ્રયોજનવાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. ૧૩૮ પ્રતિ સમય સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની, જેટલી શુદ્ધતા-અશુદ્ધતા છે તેને જેમ છે તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે. ૧૩૯ વસ્તુ જે અખંડ એક જ્ઞાયકભાવ છે તે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. એને કરવાનું કાંઈ છે નહિ. પણ એની દષ્ટિ કરનાર સાધકને જ્યાં સુધી પર્યાયમાં કૃતકૃત્ય પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી સ્થિરતા કરવાની છે, અને અસ્થિરતા છોડવાની છે. આ એને કરવાનું છે. માટે તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે - એમ કહેવા માંગે છે. ૧૪૦ મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહ્યું છે અને વસ્તુ જે છે તેને તત્ત્વ કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ ચૈતન્યઘન વસ્તુ તે નિશ્ચય છે. તે વસ્તુને ન માનો તો તત્ત્વનો નાશ થઈ જશે અને તત્ત્વના અભાવમાં તત્ત્વને આશ્રયે ઉત્પન્ન થતું જે મોક્ષમાર્ગરૂપ તીર્થ એ પણ રહેશે નહિ. આમ નિશ્ચય વસ્તુને ન માનતાં તત્ત્વનો અને તીર્થનો બન્નેનો નાશ થઈ જશે. માટે વસ્તુસ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું. ૧૪૧ જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. મુનિઓ વારંવાર વીતરાગ ભાવનો ઉપદેશ આપે છે. એટલે કે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરો જેથી સમ્યગ્દર્શનાદિ વીતરાગતારૂપ ધર્મ થાય. આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમ કે વીતરાગ ભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. ૧૪૨ ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી સપુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથા ફોડેતો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાના પોષક હોવાં જોઈએ. વીતરાગના વચનો એવા હોય છે કે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે. ૧૪૩ ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે, સાંભળવાથી નહિ, નિમિત્તથી નહિ. અરેરે! ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળ સ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે! ૧૪૪ ભગવાન આત્મા આનંદનું દળ છે. અમાપ આનંદ, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઇશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એમાં જા ને ! એમાં પ્રવેશી ઊંડો ઉતરી જા ને! સમ્યગ્દર્શન પામતા પહેલાં આવો એનો વ્યવહાર ભાવ) હોય છે. નિશ્ચય પ્રગટે તેને એ વ્યવહાર કહેવાય છે, અન્યથા નહિ. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે એવા જિનવચન તે સાંભળે છે. સાંભળવાથી સમકિત થાય એમ નહિ, પણ સમકિત સન્મુખ જીવને આવા જ જિનવચનના ઉપદેશનું નિમિત્ત હોય છે. ૧૪૫ દિવ્યધ્વનિએ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે - Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે. જિનવચનમાં પ્રયોજનવશ નિશ્ચયને મુખ્ય કરી અને વ્યવહારને ગૌણ કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તે એકમાં એકાગ્ર થવું એને રમવું એમ કહ્યું છે. ૧૪૬ જિનવચનોને કહેનારા શ્રી જિનગુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. આવો ભાવ સમકિત થયા પહેલાં આવે છે પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો ભવના અંત આવે એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. ૧૪૭ નિશ્ચય સમ્યકત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. વ્યવહાર માર્ગમાં પ્રવૃત થવું એ પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભ ભાવોની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે એમ આશય નથી પણ સમ્યગ્દર્શન થતાં પહેલાં આવા શુભ ભાવો હોય છે. ૧૪૮ આવા વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. પણ વ્યવહારના ઉપદેશમાં એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. વળી એમ પણ ન સમજવું કે શુભ ભાવ કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવું કે સાધકની અવસ્થામાં ભૂમિકાનુસાર આવા શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી. ૧૪૯ નિશ્ચયનો વિષય દ્રવ્ય છે અને વ્યવહારનો વિષય પર્યાય છે. જીવને રાગનું અને વિકારનું વદન તો અનાદિથી છે અને તે વડે એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારી રાગની પર્યાયને ગૌણ કરી એટલે તેના પરથી લક્ષ હટાવી લઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ જે જ્ઞાયકભાવ તેમાં દષ્ટિ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો. આ જ સુખનો માર્ગ છે. ૧૫૦ આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નયને એટલે શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. પર્યાયાર્થિક નયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. હવે વ્યવહાર ઉપરથી દષ્ટિ હટાવી લઈ, જે શુદ્ધ જીવવસ્તુ-ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં દષ્ટિ એકાગ્ર કરે છે તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. વસ્તુ જેવી છે તેવી મર્યાદા જાણનારી દષ્ટિ જ સમ્યક છે. ૧૫૧ શુદ્ધ નયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરાં દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતાં જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા પ્રતીતિ કરવી નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૧૫ર કેવો છે શુદ્ધ નયનો વિષયભૂત તે આત્મા? પૂર્ણ જ્ઞાનઘન છે. જ્ઞાનનો પિંડ છે, જેમાં શરીર, મન, વચન, કર્મનો તો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પ-રાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધ નયની હદે પહોંચતા આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞ સ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે સમગ્દર્શન છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ૧૫૩ શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જ્ઞાનન દોરી જવું તે ન્યાય છે. ૧૫૪ નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધ નય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ એટલે? જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાન પ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધ નય છે. તે ત્રિકાળી શુદ્ધ આત્માને જુએ છે. તેનો બીજો ભાગ વ્યવહાર નય છે. તે વર્તમાન પર્યાય, રાગાદિને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નયની દષ્ટિ વડે જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય પૂર્ણને દેખે છે, શ્રદ્ધે છે તેને સાચું સમ્યગ્દર્શન છે. ૧૫૫ જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિ ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી એ નવ તત્ત્વોની પરીપાટીને છોડી, નયના ભેદો તથા પર્યાયના ભેદોનું લક્ષ છોડી શુદ્ધ નયના વિષયભૂત એક અખંડ જ્ઞાયક આત્મા જ અમને પ્રાપ્ત થાઓ. વ્યવહારી જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. ૧૫૬ આત્મા કેવો છે ? તે પૂર્ણ જ્ઞાનઘન છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૫૭ ભગવાન આત્માનું કોઈ અદ્ભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ અનેક પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. સર્વજ્ઞા ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. ૧૫૮ ભાઈ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તેં જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા વ્યવહારે શરીર પ્રમાણ હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની - સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૧૫૯ નવ તત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે, જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્ય જ્યોતિ તેનું જ્ઞાન ય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરયપણે થતું નથી. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ૧૬૦ ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવો એ સમ્યગ્દર્શન છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય-પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. ૧૬૧ આ નવ તત્વોમાં શુદ્ધ નયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધ પર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદાં જુદાં દેખાય છે; પણ જ્યારે શુદ્ધ નયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય-પાપ આદિ સાત તત્ત્વો કાંઈ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયા હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યાર જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ(પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદાં જુદાં નવ પદાર્થો જાણે, શુદ્ધ નયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. ' ૧૬૨ હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો પ્રમાણ, નય, નિક્ષેપ છે. તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેકાભેદરૂપ થાય છે. ૧૬૩ પ્રમાણ બે પ્રકારે છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. ઇન્દ્રિય-મન વગેરે મેળવેલા પરપદાર્થો અને અણ મેળવેલા પ્રકાશ, ઉપદેશ વગેરે પરપદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. તેમાં મતિ-શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિ અને મન:પર્યય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૧૬૪ નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિઆલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુમાત્રજીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૧૬૫ નિક્ષેપ ચાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એ ચારે નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી (વિલક્ષણરૂપે, જુદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય - Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અભૂત ર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. ૧૬૬ શુદ્ધ ન્ય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવો - એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. ૧૬૭ ભૂતાર્થ નયથી જાણેલ એટલે કે છતી - વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ જીવ, અજીવ આદિ એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવ તત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર...જાણનાર...જાણનારમાત્ર એકને જ દૃષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. ૧૬૮ આ નવ તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયક, જ્ઞાયકભાવ જે પૂર્ણ જ્ઞાનધન છે એની દૃષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ર-ગુરુને માનવા કે નવ તત્ત્વને ભેદથી માનવા કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક્ અનેકાન્ત છે. ૧૬૯ આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે એ નિયમ છે. જે નવ તત્ત્વો છે તેમાં ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા ચૈતન્ય હીરલો બીરાજમાન છે. એના અનંત ગુણ સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલાં છે. આવી અનંતગુણમયી અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્ય ધનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થ નય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. ૧૭૦ અહાહા....! જેને જાણ્યે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય ? બાપુ ! ( એ સાધારણ ન હોય) એ તો પૂર્ણ સ્વરૂપ જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદ્ની મૂળ રકમની વાત છે. ૧૭૧ અહીં પૂર્ણ જ્ઞાનઘન શબ્દ વાપરીને આચાર્યે એક ગુણ પૂર્ણ છે અને એવા અનંત ગુણનો એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ આત્મા છે એમ દર્શાવ્યું છે. એને જ્ઞાનમાં લઈને-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું મૂળ છે. ૧૭૨ અહાહા...! જીવાદિનવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે -તીર્થની- વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. આમાં તારી ચીજ એકરૂપ શું અને એ ચીજની આ દશાઓ શું એ બતાવવામાં આવી છે. આ નવ તત્ત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધ નયપણે સ્થાપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. નવના ભેદને જોતાં નવ ભેદ છે ખરા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ પણ એ આશ્રય કરવા લાયક નથી. કેમ કે નવ તત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે. ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે. આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. ૧૭૩ ચાહે એકેન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં ભગવાન આત્મા જે દ્રવ્યસ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે. અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. એ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આસવ, બંધ એવા બે ભાગ કેમ થાય છે ? વસ્તુ એક અને નવ ભેદ જે હેય છે તે ઊભા કેમ થાય છે ? આત્મવસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદધન છે. તે એક ને નવ ન હોઈ શકે. પણ જેને એ દૃષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી એને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ-સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ(ગુણ) નથી કે જે વિકાર કરે. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહિ. પર્યાયબુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્યબુદ્ધિવાળાને નહિ. દ્રવ્યબુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એ તો જ્ઞાતા થઈ ગયો છે. વ્યવહાર નયથી એ નવ તત્ત્વો ભૂતાર્થ છે પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમ કે તેના આશ્રયે સમકિત થતું નથી. ૧૭૪ અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવ તત્ત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહાર નયે નવ છે એનું તાત્પર્ય શું ? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય. અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય. ભગવાન આત્મા, એકલો ચૈતન્ય જે પર્યાયની આડમ., નવ તત્ત્વની આડમાં દૂર હતો તે એક જ્ઞાયકભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવ ભેદો જણાતા નથી, તેથી તે નવ અભૂતાર્થ છે. ભૂતાર્થ નયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે. - ૧૭૫ એવી રીતે અંતર્દિષ્ટથી જોઈએ તો - જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો તંતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય - જીવની પર્યાય. આ નવ તત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ હેતુઓ છે. છે એ નવ તત્ત્વો, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેના કારણ છે - પોતે ઉપાદાનકારણ અને પર નિમિત્તકારણ છે - એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાય અપેક્ષાએ છે, વ્યવહાર નય છે. વ્યવહાર નયનો વિષય પર્યાયો છે એ જાણવા લાયક છે પણ આશ્રય કરવા યોગ્ય નથી. જીવ દ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્ખલિત છે. પર્યાય છે એ તો બદલાતો -પલટતો પ્રવાહ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે એ તો ત્રિકાળ ધ્રુવ...ધ્રુવ....ધ્રુવ અસ્ખલિત જેમાં વધઘટ નથી, ઓછું અધિક નથી એવો એકરૂપ છે. નવ તત્ત્વોમાં સદૃષ્ટિથી - દ્રવ્યદૃષ્ટિથી જોતાં જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. તે એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ‘શુદ્ધ’ આવો છે એમ આત્મપ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને તે સમ્યગ્દર્શન જ છે. ૧૭૬ નવને જોનારી ભેદષ્ટિ એ તો અનાદિની મિથ્યાદષ્ટિ છે. પર્યાયની ભેદની રુચિમાં તો આખું દ્રવ્ય ઢંકાઈ ગયું છે. હવે ભેદ પરથી નજર હટાવી, એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવ-પુદ્ગલના સંબંધે જે ભેદવાળી પર્યાય હતી એ રહેતી નથી, કેમ કે જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય પ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ જાય છે. એકલાં શાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમ ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંત અંતરમાં ઢળે છે ત્યારે એને અનેકાન્તનું સાચું જ્ઞાન થાય છે. ‘અનેકાન્ત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’ ૧૭૭ ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની પરમ પારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધ ચૈતન્યઘન શાશ્વત એક જ્ઞાયકભાવની દૃષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દૃષ્ટિ કરી કે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે. ૧૭૮ જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંત ગુણનો પિંડ ચૈતન્યમાત્ર વસ્તુ છું. આ નિર્ણય કરનારી તો પર્યાય છે પણ એ પર્યાય એમ જાણે છે હું તો ત્રિકાળી ધ્રુવ છું. પર્યાય એમ જાણે કે હું આ છું. ભગવાન આત્માની દષ્ટિ કરી સિદ્ધપદની સાધના પ્રગટ કરવી જોઈએ. ૧૭૯ પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવ ભાવો, જે વિકારાદિ - તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધ નય પ્રગટ કરે છે. ૧૮૦ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે, શુદ્ધ નય એવા આત્માને પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી તે સંકલ્પ છે. એ મિથ્યાત્વ છે. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર જ્ઞાન એકરૂપ રહીને પોતાને જાણે છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ જાય છે એમ નથી, છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો તે વિકલ્પ છે. આવા સંકલ્પ-વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નય ઉદય પામે છે. આ છે સમ્યગ્દર્શન ! ૧૮૧ નિશ્ચયથી આ જ્ઞાયકભાવ સ્વરૂપ આત્મા અબલ્વસ્પષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે તથા અસ્પૃષ્ટ કહેતાં જે વિસસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક ક્ષેત્રાવગાહી છે) તેના સ્પૃશથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નારકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીન અધિકપણું થાય છે તે અનિયત છે, એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભ ભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે તેનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ઉપરોક્ત અબદ્ધસૃષ્ટાદિ જે પાંચ ભાવો સહિત જે એકરૂપ શુદ્ધ વસ્તુ તે શુદ્ધના અનુભવને તું શુદ્ધ નય જાણ! ૧૮૨ આત્માની અનુભૂતિ તે શુદ્ધ નય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્ય સ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધ નય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધ નય છે. અને એ અનુભૂતિ એ આત્મા જ છે. ૧૮૩ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો આત્મા પુદ્ગલથી કિંચિતમાત્ર સ્પર્શાયેલો નથી. અવસ્થા દષ્ટિ છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતાં, પર્યાયની રુચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં બદ્ધ - સ્પષ્ટપણું જુદું છે. આમાં ધર્મ શું આવ્યો ? તો અવસ્થા છોડીને ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આ ધર્મ છે ભાઈ ! બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ ધૂળેય નથી. એ તો બધો રાગ છે. ૧૮૪ વસ્તુનું જ્ઞાન ન્યૂનતા, અધિકતા અને વિપરીતતા રહિત યથાર્થ હોય તે સત્ય છે, તે સમ્યજ્ઞાન છે અને તે સમ્યગ્દર્શન સહિત હોય છે. ખાલી શાસ્ત્રનું ભણતર તે સમ્યજ્ઞાન નથી. ભગવાન આત્મા પૂર્ણ, પૂર્ણસ્વરૂપે અંદરમાં છે. અત્યારે જ છે, હમણાં અહીં અંદર પડ્યો છે. જે શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે પ્રગટ થાય છે. એવા ત્રિકાળી સ્વભાવ ઉપર લક્ષ દેતાં વર્તમાન અવસ્થા ગૌણ થઈ જાય છે. ૧૮૫ ધ્રુવ, નિશ્ચલ નિત્યાનંદ સ્વભાવ ભગવાન આત્માની સમીપ જઈને - એટલે પર્યાયગત હીન Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં, અનિયતપણું જુઠું છે, હીન-અધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ... ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે ૧૮૬ જ્ઞાનપર્યાય જ્યાં સુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાં સુધી દ્રવ્યનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે, તેમાં આખા દ્રવ્યનું - પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં તેનું જ્ઞાન થવું તે પરિજ્ઞાન પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું, ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી, એ તો અજ્ઞાન છે. પરિપૂર્ગની પ્રતીતિ એ સમ્યગ્દર્શન છે. અને પરિપૂર્ણમાં સ્થિરતા એ સમ્યચ્ચારિત્ર છે. ૧૮૭ આત્માનો જે સહજ, આનંદ, બોધરૂપ સ્વભાવ અંદર પડેલો છે એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે વર્તમાન વિકારી દશાને ગૌણ કરી એક જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરતાં આનંદનો અનુભવ થાય છે. ૧૮૮ અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષ સ્વરૂપે બીરાજે છે. એવા નિજ સ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા - નિર્મળ દશા ઉત્પન્ન થાય છે એ મોક્ષ પંથ છે. અંતર સ્વભાવના આશ્રમમાં જે અપ્રમત ભાવ ઉત્પન્ન થાય છે તે શિવમાર્ગ - મુક્તિમાર્ગ છે. નિર્ગથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભ રાગ આવે છે તે જગ-પંથ છે. કાયરના તો કાળજા કંપી ઊઠે એવી આ વાત છે. ૧૮૯ ભગવાન ત્રિલોકીનાથ દિવ્ય ધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતાં હતાં કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ, આનંદ સ્વરૂપ, વીતરાગ સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે. ૧૯૦પર્યાયનયથી આત્માને જે કર્મનો સંબંધ, રાગ, અનેકતા તથા ગુણભેદ છે તે સત્ય છે, અવસ્તુ નથી; પરંતુ તેના લક્ષે સમ્યગ્દર્શનાદિની પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનના પ્રયોજનની સિદ્ધિ તો એકમાત્ર અભેદ, અખંડ, એકરૂપ ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કરી આશ્રય કરવાથી થાય છે. તેથી જ પ્રયોજનની - સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ હેતુ, ત્રિકાળીને મુખ્ય કહી, નિશ્ચય કહી, સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. તથા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી અસત્યાર્થ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. આમ છતાં પર્યાય છે જ નહિ એમ માનીને દ્રવ્યનો આશ્રય કરવા જાય તો તે બનતો નથી, કેમ કે દ્રવ્યનો આશ્રય તો પર્યાય કરે છે. માટે પર્યાય નથી એમ માનતાં આશ્રય કરાવવાવાળું કોઈ રહેતું નથી. અને તો પછી જેનો આશ્રય કરવો છે એ દ્રવ્યવસ્તુ પણ દષ્ટિમાં આવતો નથી. ભેદોની અપેક્ષાએ ભેદો સત્ય છે. છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય પરથી દષ્ટિ ઉઠાવી લઈ પૂર્ણાનંદની સત્તાનું એક અખંડ અભેદ વસ્તુનું અવલંબન લઈ અતીન્દ્રિય આનંદ પ્રગટ કરવો એ જ પ્રયોજન છે. આ સમ્યગ્દર્શનની રીત છે. ૧૯૧ પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવતો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો - અનુભવવો એને ભગવાને જૈન શાસન કહ્યું છે. આ જૈન શાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈન શાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. ૧૯૨ બાર અંગરૂપી વીતરાગની વાણીનો આ જ સાર છે કે શુદ્ધાત્માનો અનુભવ કર. દ્રવ્યકૃત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબદ્ધસ્કૃષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવકૃત અબદ્ધસ્પષ્ટ આત્માનો અનુભવ કરે છે.. ૧૯૩ વીતરાગી શુદ્ધાત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ જે શુદ્ધોપયોગ એ જૈન શાસન છે, જૈમ ધર્મ છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. ૧૯૪ જૈન શાસન એ તો શુદ્ધોપયોગમય વીતરાગ પરિણતિ છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય પરિણતિ એ શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. એ જૈન ધર્મ છે, જૈન શાસન છે. આત્મપદાર્થનું વેદન અનુભવ - પરિણતિ એ જૈન શાસન - જૈન મત છે. ૧૯૫ ભાવઘુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગ સ્વરૂપ છે, અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે, એનો પર્યાયમાં અનુભવ થયો તે ભાવકૃતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. એ આત્માની જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો એક જ ચીજ છે. સર્વજ્ઞ સ્વભાવી જ્ઞ સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. ૧૯૬ આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય જ છે. वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ વસ્તુ જે જ્ઞાયક સ્વરૂપ છે તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો - રાગ વિશ્રામ ન પામે છે, હટી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. ૧૯૭ પાંચ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો ત્રણેને જીતીને એટલે કે તેમના Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તરફનો ઝુકાવ - રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈન શાસન છે. પોતાના સ્વલ્લેયમાં લીન છે એવી આ અનુભૂતિ શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈન શાસન છે. ૧૯૮ રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા વેદન એ ધર્મ છે. શેયકાર જ્ઞાનનો અનુભવ કરે તે મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો - અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે, તે ધર્મ છે. ૧૯૯, રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિન શાસન છે, આત્માનુભૂતિ છે. ૨૦. ભગવાન આત્મા ત્રિકાળ, અખંડ, જ્ઞાનરૂપ અને અનાકુળ આનંદસ્વરૂપ છે. વળી તે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે. અંતરંગ શક્તિમાં જ્ઞાનના ચૈતન્યનું તેજ પરિપૂર્ણ ભરેલું છે અને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પણ જ્ઞાન તે જ પ્રગટ થાય છે. સહજ તે સ્વભાવથી થયું છે. આત્માના જ્ઞાનસ્વરૂપને કોઈએ ઉપજાવ્યું, રચ્યું કે બનાવ્યું છે એમ નથી, સહજ જ છે. અને હંમેશા એનો ઉદય વિલાસરૂપ છે. જ્ઞાનપ્રકાશ સદાય ઉદયરૂપ રહે છે. ત્રિકાળી ચીજ એકરૂપ પ્રતિભા સમાન છે. તેના આશ્રયે પર્યાયમાં અનેકતાનો નાશ થઈ એકરૂપનો અનુભવ થાય છે. આ જૈન શાસન છે. ૧૬ શુદ્ધ નય જ ભૂતાર્થ છે : સમ્યગ્દર્શનારત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. ૧. પ્રમાણ સાચા જ્ઞાનને - નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે, જાણે છે. ૨. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહેવામાં આવે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં નય અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે. અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાક્ષેપરૂપ હોય છે. ૩. યુક્તિઃ પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે. સન્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલ તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ. ૪. નયન મુખ્ય બે પ્રકાર છે. (૧) નિશ્ચય નય (૨) વ્યવહાર નય. નિશ્ચય નય સ્વદ્રવ્ય -પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કાર્ય-કારણાદિને યથાવત્ નિરુપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી. વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ વ્યવહાર નય સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ - કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરુપણ કરે છે. વ્યવહાર નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પરવસ્તુ સાથનો સંબંધ બતાવવા માટે કથન હોય - જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા ઉપચારથી તે કથન છે' એમ સમજવું. નિશ્ચય નયના શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. વ્યવહાર જ્યના શ્રદ્ધાનથી મિથ્યાત્વ પુષ્ટ થાય છે માટે તેનો ત્યાગ કરવો. ૫. જ્ઞાન બન્ને નયોનું કરવું પણ તેમાં પરમાર્થે આદરણીય નિશ્ચય નય છે એમ શ્રદ્ધા કરવી. શાસ્ત્રમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે ? બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને જ્યોનું ગ્રહણ છે. બન્નેને આદરવા લાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થીને જ આદરવા લાયક ગણવું. બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ “આ પ્રમાણે છે તથા આ પ્રમાણે પણ છે એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદિ બતાવનારું કથન છે એમ સમજવું. ૬. નિશ્ચયાભાસીનું સ્વરૂપ જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તેમ ન સ્વીકારે તે નિશ્ચયાભાસી છે. તેને શુષ્ક જ્ઞાની પણ કહેવામાં આવે છે. ૭. વ્યવહારભાસીનું સ્વરૂપ જીવને શુભ ભાવથી ધર્મ થાય એમ સ્વીકારે પણ જીવના ત્રિકાળી શુદ્ધ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે. તેને કિયાડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને છે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર ૮. સમ્યગ્દષ્ટિના નયોઃ સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું. આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધ રવી તે સમ્યક અનેકાન્ત દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના એકરૂપ - ધ્રુવ સ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય સુનય છે અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધ પર્યાય) જે પ્રગટ થાય છે તે તેનો વ્યવહાર સુય છે. ૯. બીજી રીતે નયના પ્રકારઃ બીજી રીતે નય ‘રાગવાળા” તથા “રાગ વગરના” એમ બે પ્રકારના છે. તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય છે તે રાગ સહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે, પણ રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાની પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવ પ્રગટે છે. તેથી તે નય રાગ રહિત નય છે; તેને શુદ્ધ નયનો આશ્રય અથવા શુદ્ધ નયનું અવલંબન પણ કહેવામાં આવે છે; તે દશાને નયાતિક્રાંત પણ કહેવામાં આવે છે, તેને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે અને આત્માનો અનુભવ’ તેને જ કહેવામાં આવે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૧૦. વ્યવહાર નયના કથનનું પ્રયોજન શું છે ? : મોક્ષમાર્ગ બે નથી એટલે કે નિશ્ચયરૂપ અને વ્યવહારરૂપ એમ બે પ્રકારનો નથી, છતાં બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઘણાંય વ્યવહાર નયના કથન આવશે કેમ કે તેમાં જિજ્ઞાસુઓને સમજાવવા માટે ભેદો અને નિમિત્તોના વર્ણન દ્વારા કથન કરવામાં આવે છે એ લક્ષમાં રાખવું. વ્યવહાર નયના કથનો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું જાણવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો વસ્તુસ્વરૂપ સમજી શકે નહિ. માટે ભેદો દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે અને અભેદનું લક્ષ ન કરે તો અનુભવ થાય નહિ. આ રીતે વ્યવહાર નયના કથનનું પ્રયોજન સમજવું ૧૧. વીતરાગી વિજ્ઞાનનું પ્રતિપાદન ઃ જૈન શાસ્ત્રોમાં અનેકાન્તથી સાચા જીવાદિ તત્ત્વોનું નિરુપણ છે તથા સાચા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે; માટે જો જીવ તેની ઓળખાણ કરે તો મિથ્યાદષ્ટિ રહે નહિ. તેમાં વીતરાગ ભાવ પોષવાનું જ પ્રયોજન છે પણ રાગ ભાવ (પુણ્ય-પાપ ભાવ) પોષવાનું પ્રયોજન નથી. માટે જેઓ રાગથી-પુણ્યથી (શુભ ભાવથી) ધર્મ થાય એમ માને છે તેઓ જૈન શાસ્ત્રોના મર્મને જાણતા નથી. ૧૨. સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્ય ભાવ તથા વર્તમાન પર્યાય બન્ને છે. સમ્યક્ ચારિત્ર તે ચારિત્ર ગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધ દશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ છે. દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે તે વસ્તુ નથી. તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે એ જાણવું એમ ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્ત સ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. સાર ઃ જેઓ વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલ વ્યવહારને માનતા નથી તે નિશ્ચયાભાસી છે અને આ વ્યવહારને ધર્મ માને તેઓ વ્યવહારાભાસી છે. માટે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ૧૩. “નિશ્ચય નય -શુદ્ધ નય ભૂતાર્થ છે” એ સંબંધી ગાથા સૂત્રઃ “વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે.” -સમયસાર ગાથા ૧૧. ગાથાર્થ વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. વિશેષ વ્યવહાર નય અભૂતાર્થ એટલે અસત્ય છે, જૂઠો છે અને નિશ્ચય નય ભૂતાર્થ એટલે સત્ય સાચો છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદ સ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે એ કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત, અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણ-ગુણીના ભેદ નથી - એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે. અંદર આત્મા ત્રિકાળી એકરૂપ અભેદ જ્ઞાયક છે તેનો દષ્ટિમાં જ્યાં સુધી સ્વીકાર આવે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. - અનંત ગુણોનો અભેદ પિંડ એક ધુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કર તે સમ્યગ્દર્શન છે. તે જૈન ધર્મ છે. એ વસ્તુનું સ્વરૂપ છે. આત્માને તેની સન્મુખ થઈને જાણવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ ભગવાને જે પ્રત્યક્ષ જોયો, જાણ્યો, અનુભવ્યો અને દિવ્યધ્વનિમાં કહ્યો એ ત્રિકાળી સત્ ચૈતન્ય સ્વરૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ આનંદકંદઆત્મા ભૂતાર્થ છે. તેનો આશ્રય કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મનું પહેલું પગથિયું, તે સમ્યગ્દર્શન છે. ૧૪. સમ્યગ્દર્શન સંબંધી થોડું વિશેષ: ૧) વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને રાગનું લક્ષ છોડી અંતરમાં સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયક પૂર્ણાનંદ તરફ વળે, ઢળે તેને આશ્રય કહે છે. દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. પરનું લક્ષ છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સત્ નિજ જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. ૨) આત્માનો પરમ સ્વભાવ સત્ છે. તે સને લક્ષમાં લઈ તેનો પક્ષ કરી, તેના અભ્યાસમાં દક્ષ થઈ, તેને સ્વાનુભવથી પ્રત્યક્ષ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૩) વ્યવહારના અનેક પ્રકારો છે કેમ કે તેમાં સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત છે ને કર્મ અને રાગ સાથે ભેળસેળવાળા અનેક ભાવો અનુભવાય છે. જ્યારે નિશ્રચયનો પ્રકાર એક જ છે, તેમાં સહજ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ એક જ્ઞાયકભાવપણે જ આત્મા અનુભવાય છે. એવા સહજ એક જ્ઞાયકભાવને શુદ્ધ નય વડે જેઓ દેખે છે તેઓ સમ્યગ્દષ્ટિ છે. તેઓ જ આત્માને સાચા દેખનાર - જાણનાર છે. ૪) આત્માનો સહજ એક જ્ઞાયકભાવ અને મોહાદિ અશુદ્ધ ભાવો સર્વથા એકમેક નથી પણ જુદા સ્વભાવવાળા છે. પણ શુદ્ધ નયરૂપી પરમ નિર્મળ ઔષધી વડે આત્માને અને મોહાદિ અશુદ્ધ ભાવોને ભિન્ન કરીને, શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. ૫) આત્માનો સહજ એક જ્ઞાયકભાવ તો સદાય વિદ્યમાન છે. તે છતાં એકાંત રાગને (વ્યવહારને) અનુભવનાર અજ્ઞાનીની દૃષ્ટિમાં તે ઢંકાઈ ગયો છે. તેને અશુદ્ધતા જ દેખાય છે. ૬) શુધ્ધ નય પોતે ભૂતાર્થ આત્મસ્વભાવમાં અભેદ થઈને તેને અનુભવે છે, તેથી તેને ભૂતાર્થ કહ્યો છે. આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તેમાં આત્માનો આનંદ ઝરે છે. આમાં ભૂતાર્થ આત્માનું જ્ઞાન અને સમ્યગ્દર્શન બન્ને એકસાથે છે. વ્યવહાર નય અશુદ્ધ આત્માને દેખે છે તેથી તે અભૂતાર્થ છે, અસત્ય ર્થ છે. આત્માને જેવો છે તેવો દેખવા માટે તો અતીન્દ્રિય દૃષ્ટિરૂપ શુદ્ધ નય જ જોઈએ. ૭) આત્માનું જીવન તો સમ્યગ્દર્શન છે. રાગમાં કે વિભાવમાં કાંઈ આત્માનું જીવન નથી. તારું સાચું જીવન ને સંતો બતાડે છે. પહેલાં તો ચેતનથી અન્ય પરભાવો તે બધાને શુદ્ધ નય વડે તારાથી જુદા કર, સર્વ પરભાવથી રહિત એક શુદ્ધાત્માને દેખ ! શુદ્ધાત્મા પર દષ્ટિ રાખીને જે નિર્મળ જ્ઞાન આનંદ ધામમાં પવિત્ર જીવન છે તે આત્માનું સાચું જીવન છે. ૮) જ્યાં તું છો ત્યાં રાગ અને શરીર નથી - જ્યાં શરીર અને રાગ છે ત્યાં તું નથી. તું તારા ચૈતન્ય ધામમાં છો - આવો સત્યનો પક્ષ કરવાનો છે. ૯) હું પોતે જ્ઞાનસ્વભાવ છું એવો નિર્ણય થતાં જ્ઞાન છે તે રાગને જાણે છે પણ પોતે રાગરૂપ થતું નથી. જ્ઞાનની તાકાતમાં રાગ જણાઈ જાય છે. ૧૦) અંતરમાં ઉપયોગને જોડીને શુદ્ધાત્માને જે અનુભવે છે તેને તો તે કાળે શુદ્ધાત્માનો જ અનુભવ થાય છે. તે વખતે વ્યવહારનું લક્ષ નથી. વ્યવહારકાળે વ્યવહારનું જ્ઞાન હોય છે; તે વખતે વ્યવહારનું જ્ઞાન પ્રયોજનવાન છે. પણ શુદ્ધાત્માની અનુભૂતિના નિર્વિકલ્પ આનંદ ટાણે તો વ્યવહારનું કોઈ પ્રયોજન નથી. તેમાં તો અભેદનો જ સાક્ષાત અનુભવ છે. ૧૫. વ્યવહાર-નિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ : ‘હે આત્મન ! આ વ્યવહાર માર્ગ ચિંતા-કલેશ-કષાય અને શોકથી જટિલ (મૂંઝવણ ભરેલો) છે. દેહાદિ દ્વારા સાધ્ય હોવાથી પરાધીન છે. કર્મોને લાવવાનું કારણ છે. અત્યંત વિકટમય તેમ જ આશાથી વ્યાપ્ત છે અને વ્યામોહ કરવાવાળો છે. પરંતુ શુદ્ધ નિશ્ચય નયરૂપ માર્ગમાં એવી કોઈ વિપત્તિ નથી. તેથી તું વ્યવહાર નયનો ત્યાગ કરી શુદ્ધ નિશ્ચય નય માર્ગનું અવલંબન કર. કેમ કે આ લોકની તો શું વાત, પરલોકમાં પણ તે સુખ દેવાવાળો છે અને સમસ્ત દોષોથી રહિત નિર્દોષ છે. માટે એવા ભયંકર વ્યવહાર માર્ગને છોડી સર્વોત્તમ નિશ્ચય મોક્ષમાર્ગમાં ગમન કરવું Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ જોઈએ. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કહે છે. જિનવાણીમાં તો વ્યવહાર નયનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલન (સહાયક) જાણી બહુ કર્યો છે, પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે. શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તેનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે : શુદ્ધ નય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી (જીવ) સમ્યગ્દષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી.” નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે - એથી વ્યવહાર ધર્મ કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય - તો તે માન્યતા ઠીક નથી. બન્નેને ઉપાદેય માનવા તે ભ્રમ છે. ૧૬. સમ્યગ્દર્શન પ્રગટ થયું ન હોય ત્યાં સુધી જીવે શું કરવું? દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે; અપરભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે.” -સમયરાર ગાથા ૧૨. હવે એ વ્યવહાર નય કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી તેથી તેનો ઉપદેશ છે. ગાથાર્થ: જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ભાવાર્થ જીવ નામનો પદાર્થ છે. તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ એ ત્રણે જેમને થઈ ગયા તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધ નય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું, શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી તેમને પૂર્વ કથિત કાર્ય, પારદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહાર નયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહાર નયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વથા અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે શુભ ભાવો કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી. પોતપોતાના સમયમાં બન્ને કાર્યકારી છે. જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે. ' હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો નિશ્ચય અને વ્યવહાર - એ બન્ને નયોને છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ - વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્ત્વ (વસ્તુ)નો નાશ થઈ જશે. “વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે” તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. કથનશૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો પ્રયોજન વાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. ૧૭. નિશ્ચય અને વ્યવહાર : ૧) નિશ્ચય અને વ્યવહાર ક્યાંય બહારમાં, જડની ક્રિયામાં કે રાગમાં નથી પરંતુ સાચા જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને સમાય છે. ૨) પોતાના શુદ્ધાત્માને જાણીને સ્વ તરફ ઢળતું જ્ઞાન તે નિશ્ચય છે અને રાગ-વિકાર વગેરેને બંધ ભાવ તરીકે જાણનારું તેમજ પરવસ્તુને જુદાપણે જાણનારું જ્ઞાન તે વ્યવહાર છે. ૩) જ્યાં સ્વભાવના જ્ઞાનરૂપ નિશ્ચય હોય ત્યાં પરના જ્ઞાનરૂપ વ્યવહાર હોય જ છે. નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે જ હોય છે. ૪) સ્વભાવને જાણનારા જ્ઞાન સાથે વિકલ્પ નથી માટે તે જ્ઞાનને નિશ્ચય સાધન કહેવાય છે. અને પરને તેમ જ પુણ્ય-પાપને જાણનારા જ્ઞાન સાથે વિકલ્પ છે તેથી તે જ્ઞાનને વ્યવહાર સાધન કહેવાય છે, પરંતુ જ્ઞાન તો બન્નેમાં સાચું જ છે. ૫) જ્યાં રાગ-વિકલ્પને વ્યવહાર સાધન કહ્યું હોય ત્યાં એવો આશય સમજવો કે તે રાગ-વિકલ્પનું જ્ઞાન કરવું તે વ્યવહાર સાધન છે અને રાગ-વિકલ્પ પોતે તો બંધ સમાન છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ૬) મારા સ્વભાવમાં ઊણી દશા કે વિકાર નથી' એમ પરિપૂર્ણ સ્વભાવને જે જ્ઞાન લક્ષમાં લે છે, તે જ્ઞાન નિશ્ચય છે. અને પરિપૂર્ણ સ્વભાવનું ભાન હોવા છતાં પર્યાયમાં અપૂર્ણતા અને વિકાર છે તેને લક્ષમાં લ્ય, તે જ્ઞાન વ્યવહાર છે. ૭) નિશ્ચય અને વ્યવહાર બન્નેનું જ્ઞાન ભેગું કરવું તે પ્રમાણ છે. નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ભેગું કરવું એનો અર્થ એવો છે કે : નિશ્ચય સ્વભાવ છે તે જ મારું સ્વરૂપ છે અને અપૂર્ણતારૂપ વ્યવહાર છે ખરો પણ તે મારું સ્વરૂપ નથી - એમ જાણવું તે પ્રમાણ છે. ૮) સ્વને જાણવું તે નિશ્ચય અને પરને (તેમજ પરલક્ષે થતાં ભાવોને) જાણવું તે વ્યવહાર, તેમાંથી નિશ્ચયજ્ઞાનમાં જે જણાયું તે હું અને વ્યવહારજ્ઞાનમાં જે જણાયું તે હું નહિ, એમ સમજવું તે પ્રમાણ છે. ૯) નિશ્ચય સ્વભાવ તે જ ઉપાદેય છે. શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભ વિકલ્પ વગેરે નિમિત્ત તરીકે વચ્ચે હોય ખરા પરંતુ તે સાચું સાધન નથી પણ બંધન છે, માટે હેય છે. આમ જાણનાર જ્ઞાન પ્રમાણ છે. પરંતુ નિશ્ચય અને વ્યવહાર બન્નેના વિષયને સમાનપણે માને તો તે જ્ઞાન પ્રમાણ નથી, પણ મિથ્યા છે. ૧૦) નિશ્ચયજ્ઞાન એકલા સ્વભાવને જ લક્ષમાં લેતું હોવાથી સ્વલક્ષે વિકલ્પ થતો નથી અને તેથી બંધન પણ થતું નથી, માટે નિશ્ચય ઉપાદેય છે. વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર છે અને પર ઉપરના લક્ષથી રાગ થાય છે તેથી પર ઉપરનું લક્ષ કરનાર જ્ઞાન હેય છે. પરલક્ષે વિકલ્પ આવ્યા વગર રહેતો નથી અને વિકલ્પથી બંધન જ થાય છે. માટે વ્યવહાર છોડવો યોગ્ય જ છે. ૧૧) નિશ્ચયજ્ઞાન શુદ્ધ ચૈતન્યનું જ ગ્રહણ કરીને સમસ્ત અશુદ્ધ ભાવોને છોડે છે તેથી જ મુક્તિનું નિશ્ચય સાધન છે. અને વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર હોવા છતાં તે જ્ઞાન સાચું હોવાથી તેને વ્યવહાર સાધન કહેવાય છે. ૧૨) સ્વભાવ તરફ એકાગ્ર થતું જ્ઞાન તે જ પરમાર્થે મોક્ષનું કારણ છે. જે જ્ઞાને જુદા સ્વરૂપને જાણવાનું કાર્ય કર્યું તે જ જ્ઞાન જુદા સ્વરૂપમાં સ્થિરતાનું કાર્ય કરે છે. આ રીતે નિશ્ચયસાધન અને વ્યવહારસાધન બન્ને જ્ઞાનમાં જ સમાય છે. પરંતુ નિશ્ચયસાધન આત્મામાં અને વ્યવહાર સાધન પરમાં એમ નથી. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. જ્ઞાનનો પુરુષાર્થ કરવો તે જ જિજ્ઞાસુઓનું કર્તવ્ય છે. ૧૮. સાધક દશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન જ્ઞાયક સ્વભાવ ઉપર દષ્ટિ રાખીને સાધક જીવ વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ જ્ઞાનમાં વ્યવહારનું પણ જ્ઞાન આવી જાય છે. વ્યવહાર નય બધો ય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહાર નય પ્રગટ કરે છે માટે તે અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહાર નય પ્રગટ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કરે છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અભેદ અખંડ વસ્તુ છે તેમાં ભેદ કે રાગ નથી. તેને વ્યવહાર નય પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહાર નય ચાર પ્રકારે છે : ૧) વ્યક્ત રાગ ઃ જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તે અસદ્ભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સત્ સ્વરૂપમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડ્યો તેથી વ્યવહાર છે. અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો એ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. ૨) અવ્યક્ત રાગ : જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. ૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નયઃ આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતાં તે જ્ઞાન પોતાનું હોવાથી સદ્ભુત, ત્રિકાળમાં ભેદ પાડ્યો માટે વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે ‘રાગનું જ્ઞાન’ એમ કહેવું (અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું)તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી. ૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય : ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ભેદ પાડ્યો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહાર નયના ઉપરોક્ત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહિ હોવાથી અસત્યાર્થ છે, જુઠા છે. વળી ધ્રુવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો પણ વ્યવહાર નય - અશુદ્ધ નયનો વિષય થઈ જાય છે. તેથી તે પણ અભૂતાર્થ - અસત્યાર્થ છે. એકાકાર જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ્યાં, તે રાગાદિથી ભિન્નતા જાણી, ત્યાં સાધક દશામાં ઉપર મુજબ જે જે વ્યવહાર હોય છે તેને જ્ઞાની પોતાના શેયનું બનાવે છે. જો કે દષ્ટિ તો જ્ઞાયક સ્વભાવ ઉપર જ પડી છે, પણ ‘પર્યાયમાં વ્યવહાર છે જ નહિ, રાગ છે જ નહિ’ એમ નથી માનતા, તેમ જ તે વ્યવહારને પરમાર્થમાં પણ ખતવતાં નથી, એટલે કે તે વ્યવહારના અવલંબનથી લાભ માનતાં નથી, તેને જ્ઞાનમાં શેયપણે જેમ છે તેમ જાણે છે. અહીં જ્ઞાયક સન્મુખ જ્ઞાનના ક્રમમાં રહીને રાગના ક્રમને પણ જેમ છે તેમ જાણે જ છે, પરંતુ જ્ઞાયકની અધિકતામાં તે રાગનો પણ અકર્તા જ છે; આવા શાયક સ્વભાવની દૃષ્ટિ તે ધર્મનો મૂળ પાયો છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ૧૯. ભગવાન આત્મા અમૃતસાગરથી ભરેલો છે. તે અભેદ એકરૂપ પૂર્ણાનંદ વસ્તુ ભૂતાર્થ છે. તેને વ્યવહાર નય અન્ય રીતે પ્રગટ કરે છે. પર્યાયમાં જે રાગાદિ છે તે આત્માના છે, રાગને જાણે તે આત્મા છે અને આ ‘જ્ઞાન તે આત્મા’ એમ અનેક પ્રકારે અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર્થ હોવાથી એટલે કે તેનો વિષય સત્ય નહિ હોવાથી અર્થાત્ તેનો વિષય અસત્ય હોવાથી જે નથી તેવા અવિદ્યમાન અર્થને પ્રગટ કરતો હોવાથી જૂઠ્ઠો કહી, તેનું લક્ષ કરવાનું છોડાવ્યું છે. તેથી વ્યવહાર છે એમ જાણવા માટે છે, પણ આદરવા યોગ્ય નથી, આશ્રય કરવા લાયક નથી. એમ સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ‘જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહ વચન સે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.’ 99 જિન પ્રવચન એટલે ભગવાન જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિનો મર્મ કહેતાં સાર એટલો છે કે - જિન સ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ છે - તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે, તે વ્યવહાર છે, અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. ૨૦. ‘કેવળી ભગવાન પરને તો વ્યવહારથી જાણે છે, ને વ્યવહાર તો અભૂતાર્થ છે’ એમ શાસ્ત્રમાં આવે છે - તેનું શું સમાધાન છે ? કેવળીને સ્વ-પરપ્રકાશક પુરું જ્ઞાન સામર્થ્ય ખીલી ગયું છે, તે જ્ઞાન કાંઈ અભૂતાર્થ નથી. શું જ્ઞાનનું પરપ્રકાશક સામર્થ્ય છે તે કાંઈ અભૂતાર્થ છે ? -નહિ. જેમ સમયસારની સાતમી ગાથામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદને પણ અભૂતાર્થ કહ્યો, તો શું આત્મામાં તે ગુણો છે જ નહિ ? છે તો ખરા. તેમ કેવળી ભગવાન પરને જાણે તેને વ્યવહાર કહ્યો, તો શું પરનું જાણપણું નથી ? પરને તો જાણે તો છે જ. કેવળી પરને જાણતાં જ નથી એમ નથી. કેવળીને પરનો આશ્રય નથી - પરમાં તન્મય થઈને જાણતાં નથી - પરની સન્મુખ થઈને નથી જાણતા - માટે પરપ્રકાશપણાને વ્યવહાર કહ્યો છે. પરપ્રકાશપણું જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કાંઈ વ્યવહારથી નથી, તે તો નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. ભગવાનના કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થોની નોધ છે. પરને જાણતાં કેવળીને કાંઈ પર તરફ ઉપયોગ નથી મૂકવો પડતો; પણ પોતાનું જ્ઞાનસામર્થ્ય જ એવું સ્વ-પરપ્રકાશક ખીલી ગયું છે કે સ્વ-પર બધું એક સાથે-વિકલ્પ વગર-જ્ઞાનમાં જણાય છે. પરને જાણવું તે કાંઈ વિકલ્પ નથી. કેવળી ભગવાનને જ્ઞાનનું સામર્થ્ય જ એવું પરિણમી રહ્યું છે કે રાગના વિકલ્પ વગર જ સ્વ-પર બધું પ્રત્યક્ષ જણાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ અહો ! આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાંથી જે કેવળજ્ઞાન ખીલ્યું છે તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે કેવળજ્ઞાન અસ્પષ્ટ જાણે નહિ, વિકલ્પથી જાણે નહિ, પર સન્મુખ થઈને જાણે નહિ, છતાં જાણ્યા વિનાનું કાંઈ રહે નહિ. આવું કેવળજ્ઞાન છે ! આવા કેવળજ્ઞાનને યથાર્થપણે ઓળખે તો આત્માના જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. વ્યવહાર અને નિશ્ચય બન્ને એક સાથે ‘સાધકને હોય છે, પણ ત્યાં વ્યવહારના કારણે નિશ્ચય માને કે વ્યવહાર સાધન કરતાં કરતાં તેનાથી નિશ્ચય પ્રગટી જશે - એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે, તેને આસ્રવ અને સંવર તત્વની ખબર નથી. વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ છે તે તો આસવ છે, ને નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો સંવર-નિર્જરા છે; આસ્રવ અને સંવર બન્ને ભિન્ન ભિન્ન તત્ત્વો છે, બન્નેના કારણ ભિન્ન છે. સાધક દશામાં જ્ઞાનીને શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણોની પર્યાયો સ્વભાવના અવલંબને નિર્મળ થતી જાય છે. જો કે હજી ચારિત્ર ગુણની પર્યાયમાં અમુક રાગાદિનું પણ થાય છે. પરંતુ જ્ઞાનીને તેમાં એકતા નથી તેથી રાગાદિનું તેને ખરેખર કર્તાપણું નથી. ચારિત્રની પર્યાયમાં જે રાગાદિ છે તેને તે આસવ-બંધનું કારણ જાણે છે ને સ્વભાવના અવલંબને જે શુદ્ધતા થઈ છે તેને સંવરનિર્જરા જાણે છે; એ રીતે આસ્રવ અને સંવરને ભિન્ન ભિન્ન જાણે છે. જ્ઞાનીને ચારિત્ર ગુણની એક પર્યાયમાં સંવર-નિર્જરા, આસવ-બંધ એ ચારે પ્રકાર એક સાથે વર્તે છે, તેને સમયભેદનથી, એક જ પર્યાય એક સાથે ચાર પ્રકારે વર્તે છે, છતાં તેમાં આસવ તે સંવર નથી, સંવર તે આસ્રવ નથી. વળી તેના કર્તા-કર્મ વગેરે છ એ કારકો સ્વતંત્ર છે. બન્ને એક સાથે છે છતાં બન્નેના કારણ જુદા. જો આમ્રવના કારણને સંવર માને તો તે મિથ્યાદષ્ટિ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં જ તેને ભૂલ છે, તે મિથ્યાદષ્ટિ છે. જ્ઞાયક સ્વભાવના અવલંબન સિવાય રાગ કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયક સ્વભાવને જાણતો નથી, સાત તત્ત્વોને તે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે. ૧૭ મોક્ષનો ઉપાય - ભગવતી પ્રજ્ઞા : ૧. ભગવતી પ્રજ્ઞા ૧) ભગવતી પ્રજ્ઞા ભગવતી પ્રજ્ઞા વડે જ આત્માના સ્વભાવને અને બંધ ભાવને જુદા જાણીને છેરવામાં આવતાં મોક્ષ થાય છે. ૨) ચેતક - ચૈત્યપણું આત્મા જાણનાર ચેતક છે અને બંધ ભાવ તેના જ્ઞાનમાં જણાય છે તેથી ચેત્ય છે. ભેદજ્ઞાન વડે બન્નેનું ભિન્નપણું સ્પષ્ટ જણાય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે ને બંધ ભાવ બહાર જતી વિકારી લાગણી છે. ૩) પ્રજ્ઞા અને સમ્યજ્ઞાન : જો પ્રજ્ઞા વડે બંધ અને જ્ઞાનને જુદા જાણે તો જ્ઞાનની એકાગ્રતા વડે બંધનનો છેદ કરે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ૪) પ્રજ્ઞાછીણી સમયસારની સ્તુતિમાં આવે છે તે પ્રજ્ઞા છીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા” જ્ઞાન એટલે આત્માનો સ્વભાવ અને ઉદય એટલે બંધ ભાવ. સ્વભાવ અને બંધ ભાવની સંધિને છેદવા માટે આત્માની પ્રજ્ઞાછીણી તે જ સાધન છે. ૫) પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે: ત્રિકાળી જ્ઞાતા સ્વભાવ અને વર્તમાન વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતઃ સંધિ જાણીને આ સંધિને તોડવાનો જ ઉપદેશ છે. હે ભવ્ય! એક પ્રજ્ઞા છીણી જ મોક્ષનું સાધન છે. અન્ય કોઈ ભાવો મોક્ષનું સાધન નથી. ૬) ભેદવિજ્ઞાનનો મહિમા : જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી જ બંધાયા છે. ૭) જ્ઞાનનું કાર્ય સાધક દશામાં રાગ થાય છતાં જ્ઞાન તેનાથી જુદું છે. રાગ વખતે રાગને રાગ તરીકે જાણી લીધો ત્યાં તે જાણનારું જ્ઞાન રાગથી જુદું જ રહ્યું છે. દષ્ટિનું જોર સ્વભાવ તરફ વળતાં જ્ઞાન સંપૂર્ણ ખીલી જાય છે અને રાગ સર્વથા તૂટી જાય છે. આ જ મુક્તિનો ઉપાય છે. ૮) જ્ઞાનનું સામર્થ્ય: “હું તો જ્ઞાયકભાવ છું એમ જ્ઞાયકભાવની દષ્ટિના જોરે વૃત્તિને તોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં લીન થાય છે અને જીવ મુક્તિ પામે છે.. ૯) પ્રજ્ઞારૂપી તીણ છીણી પ્રવીણ પુરુષે સાવધાનીપૂર્વક પટકવાથી આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. જ્ઞાન સ્વમાં એકાગ્ર થતાં રાગનો વિકલ્પ તૂટી જાય છે. આ રીતે મોક્ષનો ઉપાય ભગવતી પ્રજ્ઞા જ છે. ક્રિયાનું સ્થાપન અને ઉત્થાપનઃ પ્ર. અધ્યાત્મને જાણનારા જ્ઞાનીઓ ક્રિયાને ઉથાપે છે એ વાત સાચી છે? ઉ.? ના. જ્ઞાનીઓ જ ક્રિયાનું સાચું સ્થાપન કરે છે. જ્ઞાનીઓ જ (૧) શુદ્ધ જીવને (૨) રાગાદિ વિકારને અને (૩) શરીરાદિ જડને યથાર્થ સ્વરૂપે જાણે છે. તેથી તેઓ જ - ૧) સાચી સમજણ - જ્ઞાન, સમ્યક શ્રદ્ધા વગેરે જીવની શુદ્ધ ક્રિયા તરીકે; ૨) અજ્ઞાન, પુણ્ય-પાપાદિને જીવની વિકાર ક્રિયા તરીકે; ૩) શરીરના હલન-ચલનાદિને જડની ક્રિયાપણે બરાબર સ્થાપે છે. આ ત્રણ પ્રકારની ક્રિયામાં - ૧) સાચી સમજણ - જ્ઞાન, શ્રદ્ધા વગેરેની ક્રિયા તે ધર્મક્રિયા છે. ૨) અજ્ઞાન પુણ્ય-પાપાદિ વિકારી ક્રિયા તે અધર્મક્રિયા છે. ૩) શરીરાદિ જડની ક્રિયા તે પરવસ્તુની ક્રિયા છે; પરવસ્તુની ક્રિયા સાથે જીવના ધર્મ-અધર્મને સંબંધ નથી - Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ મ ક્રિયાનું યથાર્થ સ્વરૂપ સમજવું તે જ ક્રિયાનું સ્થાપન છે. જેઓ ક્રિયાનું જ સ્વરૂપ સમજે નહિ અને જડની ક્રિયાને જીવની માને, જડની ક્રિયા આત્મા કરે અથવા જડની ક્રિયાથી આત્માને લાભ-નુકસાન થાય એમ માને, અગર અધર્મની ક્રિયાને ધર્મની માને તેઓ ક્રિયાનું ઉત્થાપન કરે છે. જ્ઞાનીઓને વસ્તુઓના યથાર્થ સ્વરૂપની ખબર નથી તેથી કઈ વસ્તુની કેવી ક્રિયા હોય તે તેઓ જાણતા નથી. ૧) ‘સાચી સમજણરૂપ ક્રિયાથી ધર્મની શરૂઆત થાય છે પણ પુણ્યની ક્રિયાથી ધર્મ થતો નથી' એમ સમજવું તેમાં ધર્મની ક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે અને અધર્મની ક્રિયાનું અધર્મક્રિયા તરીકે સ્થાપન છે તેથી તે યથાર્થ છે. ૨) ‘પુણ્યની ક્રિયાથી ધર્મ થાય’ એમ માનવું તેમાં સાચી સમજણરૂપ ધર્મક્રિયાનું ઉત્થાપન છે અને અધર્મક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે, તેથી તે મિથ્યા છે. ૩) જીવને પોતાની ભાવ ક્રિયાથી લાભ-નુકસાન થાય અને શરીરની ક્રિયાથી લાભ-નુકસાન ન થાય’ એમ સમજવું તેમાં જીવની ક્રિયાનું જીવની ક્રિયાપણે સ્થાપન છે અને જડની ક્રિયાનું જડ ક્રિયાપણ સ્થાપન છે - તે યથાર્થ છે. ૪) ‘જીવને પોતાની ભાવ ક્રિયાથી લાભ-નુકસાન થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ-નુકસાન થાય’ એમ માનવું તેમાં અજીવની ક્રિયાનું જીવપણે સ્થાપન છે તેથી તે મિથ્યા છે. ૫) ‘શરીરની ક્રિયા જીવ કરી શકે’ એમ માનવું તેમાં જડ ક્રિયાનું ઉત્થાપન છે અને જીવની ક્રિયાનું જડપણે સ્થાપન છે, તેથી તે મિથ્યા છે. ૬) ‘શરીરની ક્રિયા સ્વતંત્રપણે જ થાય છે, જીવ તેનો કર્તા નથી;' એમ સમજવું તેમાં જડની ક્રિયાનું જડપણે સ્થાપન છે અને જીવની ક્રિયાનું જીવપણે સ્થાપન છે, તે યથાર્થ છે. ‘ક્રિયા’ એટલે પર્યાયનો ફેરફાર, પર્યાયનું બદલવું. ક્રિયાનું સ્વરૂપ જાણવા માટે વસ્તુનું સ્વરૂપ જાણવું જોઈએ. ૭) વ્રતધારી સંત મુનિને વ્રતનો જે શુભ વિકલ્પ ઉઠે છે તે આત્માની ધર્મક્રિયા નથી પણ વિકારની ક્રિયા છે. આત્મદ્રવ્યમાંથી જ મોક્ષપર્યાય આવે છે. તેથી આત્માની ક્રિયાથી જ - સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રથી જ - - મોક્ષ થાય છે, પરંતુ વિકારની ક્રિયા કે શરીરની ક્રિયા મોક્ષનું કારણ નથી. ‘આત્મામાંથી મુક્તિ થાય અને વ્રતાદિના શુભ વિકારભાવથી પણ મુક્તિ થાય’ એમ માનવું તેમાં વિકારી ક્રિયા અને અવિકારી ધર્મક્રિયાને એકપણે માની, તેથી તે એકાંત માન્યતા છે, મિથ્યા માન્યતા છે. ‘ક્રિયા એક કરતાં જુગલ, યૌન જિનાગમ માંહિ; અથવા કરની ઔરકી, ઔર કરે યૌં નાહિ.” Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ૩. સામાન્ય અને વિશેષ: વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે. વસ્તુના બન્ને અંશસ્વતઃ છે, સ્વાધીન છે, પરાધીન નથી. જાધવલામાં જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યા છે અને તેની જે મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. ૧) પોતાના જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. ૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ આત્મા જ્ઞાનસ્વભાવી છે. તેનું જ્ઞાન અત્યારે પણ ઇન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઇન્દ્રિય વગર ? જો વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય જ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન છે તેનું વિશેષ શું? આત્માનું જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે છે. જો વર્તમાનમાં વિશેષ જ્ઞાનથી જીવન જાણતો હોય અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષ જ્ઞાને શું કાર્ય કર્યું? આત્મા ઇન્દ્રિયથી જાણવાનું કાર્ય કરતો જ નથી. આત્મા પોતાથી જ જાણવાનું કાર્ય કરે છે. નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગાં થઈને જાણવાનું કાર્ય કરતાં નથી, પણ સામાન્ય જ્ઞાન જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરૂપ જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે. પ્ર. જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે છે તો ઇન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી ? ઉ. જ્ઞાનની તેવા પ્રકારની વિશેષતાની લાયકાત ન હોય ત્યારે જ્ઞાન અને ઇન્દ્રિય ન હોય. અને જ્યારે ઇન્દ્રિય હોય ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે, કેમ કે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ. ઇન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની અવસ્થાથી જાણે છે. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે છે એમ માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી કરતો એમ થાય અને તેથી વિશેષ વગર સામાન્યનો અભાવ જ થાય. માટે જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. અધુરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે અનુકૂળ ઇન્દ્રિયો હાજર હોય છે, પણ તે ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞાન જાણતું નથી. આમ સમજવું તે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન છે. પણ જ્ઞાન ઇન્દ્રિયથી જાણે છે એમ સમજે તો જ્ઞાન ખોટું છે, કેમ કે તેવી સમજણમાં નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય છે. આચાર્યદેવ શિષ્યને પૂછે છે કે જો જીવે ઇન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું? તેનો તે વખતે અભાવ થયો? શિષ્ય ઉત્તરમાં કહ્યું કે ભલે વિશેષ જ્ઞાન ન હોય, તો પણ સામાન્ય જ્ઞાન તો ત્રિકાળ રહેશે, અને જાણવાનું કામ ઇન્દ્રિયથી થશે. આમ થવાથી જ્ઞાનનો નાશ નહિ થાય, અભાવ નહિ થાય. આચાર્યદેવનો ઉત્તર:- વિશેષ વિનાનું સામાન્ય તો સસલાના શીંગ સમાન (અભાવરૂપ) છે. વિશેષ જ્ઞાન વગર સામાન્ય જ્ઞાન ન હોઈ શકે. માટે વિશેષ જ્ઞાન વગરનું સામાન્ય જ્ઞાન માનવાથી સામાન્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જ્ઞાનનો નાશ થાય છે, અભાવ થાય છે. માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય છે એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની અસ્તિ રહે છે. જ્ઞાનસ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન રહિત છે તથા વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવા તે જ ધર્મ છે. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન કાર્ય ક્યાં ગયું? ઇન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન ઇન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન વિશેષ-પર્યાય વગરનું થયું. પણ વિશેષ વગર તો સામાન્ય હોય જ નહિ. જ્યાં સામાન્ય હોય ત્યાં તેનું વિશેષ હોય છે. હવે તે વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનથી જ થાય છે કે નિમિત્તથી થાય છે?વિશેષ જ્ઞાન નિમિત્તને લઈને થતું નથી પણ સામાન્ય જ્ઞાનસ્વભાવથી થાય છે. વિશેષ જ્ઞાનનું કારણ સામાન્ય જ્ઞાન છે, નિમિત્તે તેનું કારણ નથી. કેમ કે જો તે કાર્ય અંશે કે પૂર્ણપણે નિમિત્તનું હોય તો, જ્ઞાન નિમિત્તરૂપ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યરૂપ થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ છે તે સામાન્ય છે અને વર્તમાન કાર્યરૂપ જે જ્ઞાન થાય છે તે તેનું વિશેષ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ કહો કે કાયમના જ્ઞાનસ્વભાવનું પરિણમન કહો કે જ્ઞાનની વર્તમાન દશા (હાલત-પર્યાય) કહો તે એક જ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. તે જ્ઞાન એકલું જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રૂપને કે ગમે તેને જાગતાં જ્ઞાન એકરૂપ જ રહે છે, જ્ઞાનમાં કાંઈ ફેર પડતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના નિમિત્તથી નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે પોતાથી જ વિશેષરૂપ કાર્ય કરે છે. આત્મા ઇન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને વિશેષરૂપ થાય છે અને તે વિશેષ જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે અધર્મ છે. જ્ઞાન સ્વાવલંબનથી જાણે એવા શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરત થવા તે ધર્મ છે. અહીં પરાવલંબન રહિત જ્ઞાનની સ્વાધીનતા બતાવી છે. મારા જ્ઞાનનું પરિણમનરૂપ વર્તન થાય છે અને તે વર્તનરૂપ વિશેષ વ્યાપાર (ઉપયોગ) મારાથી થાય છે, તેમાં કોઈ પરનિમિત્તની અર્થાતુ પરદ્રવ્યની જરૂર નથી. એટલે કે જ્ઞાન સ્વાધીનતાથી ખસીને કદી પરાવલંબનમાં જતું નથી, તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરૂપ છે. સ્વાધીન જ્ઞાનસ્વભાવને લીધે જ નિગોદથી લઈને સિદ્ધ સુધીના બધા જીવોને જ્ઞાન થાય છે, પણ જેમ થઈ રહ્યું છે તેમ અજ્ઞાની માનતો નથી, તેથી જ તેની માન્યતામાં વિરોધ આવે છે. સર્વ જીવોનો સામાન્ય જ્ઞાનસ્વભાવ છે, તેથી જ્ઞાનનું વિશેષ કાર્ય પોતાના સામાન્ય જ્ઞાનસ્વભાવના અવલંબને જ થાય છે. એટલે કે રાગ કે પર નિમિત્તના અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે. તેથી જ્ઞાન રાગ કે સંયોગ રહિત છે. જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો તે કાર્ય વગરનું રહે અર્થાત્ વિશેષ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ વગરનું રહે અને તો પછી વર્તમાન વિશેષજ્ઞાન વગર સામાન્યજ્ઞાન જાણે કોને ? વિશેષજ્ઞાન ન હોય તો સામાન્યજ્ઞાન જ ક્યાં રહ? મન પવિભાજીરાવડાખiડ છે. વિશેષ લખી “સામાન્યજ્ઞાન છે” એમ તેનો નિર્ણય કોણ કરશે? નિર્ણય તો વિશેષજ્ઞાન કરે છે. વર્તમાન વિશેષજ્ઞાન (પર્યાય) દ્વારા પરાવલંબન રહિત સામાન્યજ્ઞાન સ્વભાવ જેમ છે તેમ જાણવો તેમાં જ ધર્મ સમાઈ જાય છે. રાગ થાય તેને જાણે, પરને જાણે, ઇન્દ્રિયને જાણે પણ તે કોઈને પોતાનું ન માને એવો જ્ઞાનનો સ્વભાવ છે. વિકારને કે પરને પોતાનું ન માને તેને દુઃખ જ ન હોય. મારા જ્ઞાન ને કોઈ પરાવલંબન નથી એમ સ્વાધીન જ્ઞાનસ્વભાવના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરે તો તેને સ્વભાવમાં શંકા કે દુઃખ જ ન હોય. કેમ કે જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે. નિગોદથી માંડીને સર્વ જીવોમાં કોઈ પણ જીવ ઇન્દ્રિયથી જાણતો નથી. નિગોદનો જીવ કે જેને સૌથી ઓછું જ્ઞાન છે તે પણ સ્પર્શ ઇન્દ્રિયથી જાણતો નથી, પરંતુ પોતાના સામાન્યજ્ઞાનના પરિણમનથી થતાં વિશેષજ્ઞાન વડે જાણે છે. છતાં પણ અજ્ઞાની એમ માને છે કે ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું. જ્યારે જીવને સામાન્ય જ્ઞાનસ્વભાવના અવલંબને (સામાન્ય તરફની એકાગ્રતાથી) વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક મતિજ્ઞાન રૂપ થાય છે તે મતિજ્ઞાનરૂપ અંશમાં. પરાવલંબન વગર, નિરાવલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા આવી જાય છે. આત્માનો જ્ઞાનસ્વભાવ કોઈ સંયોગના કારણે નથી. આવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ થાય નહિ. ધર્મ ક્યાંય બહારમાં નથી, પણ પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ જ ધર્મસ્વરૂપ છે. આમાં તો બધાય શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી શકે એ વાત પણ આમાં આવી જગઈ. જડ ઇન્દ્રિય આત્માના જ્ઞાનની અવસ્થાને કરે નહિ અને આત્માનું જ્ઞાન પરનું ન કરે. આવી રીતે જ્ઞાનસ્વભાવની સ્વતંત્રતા આવી. બધા સમ્યક મતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના અવલંબન વગર સામાન્ય સ્વભાવના અવલંબનથી કાર્ય કરે છે. તે કારણે જ્ઞાનીને સર્વ નિમિત્તોના અભાવમાં સંપૂર્ણપણે પરની સહાય વિના સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ જે પૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે તેનો નિર્ણય વર્તમાન મતિજ્ઞાનના અંશ દ્વારા થઈ શકે છે. જો પૂર્ણ અસહાય એવો જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે તો, વર્તમાન વિશેષ અંશરૂપ જ્ઞાન (મતિજ્ઞાન) પરના અવલંબન વગરનું પ્રત્યક્ષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ મતિજ્ઞાન પ્રગટ્યું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. અંશ જે પ્રગટ્યો છે તે અંશીના આધાર વગર હોય નહિ, તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ. સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ સ્વાવલંબી જ્ઞાન પ્રગટ્યું તે સાધક છે. અને તે પૂર્ણ સાધ્યરૂપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે. તે સાધકજ્ઞાન સ્વાધીન પણે પોતાના Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કારણે અંતરના સામાન્યજ્ઞાનની શક્તિના લક્ષે વિશેષ-વિશેષરૂપ પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે. તેમાં કોઈ બહારનું અવલંબન નથી. પણ સામાન્ય જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે. આ જાણવું તે ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા પાસે જ છે. અશુભ ભાવથી બચવા શુભ ભાવ થાય તેનું જ્ઞાન જાણી લે છે, પણ તેનું અવલંબન લેતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને તેને પ્રતીતિમાં લેતું સ્વાશ્રિત મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલંબને પ્રગટ થાય છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય છે. આમ જ્ઞાનની સ્વતંત્રતા બતાવી. ૪. જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતાઃ આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. તે સામાન્ય શ્રદ્ધા ગુણનું વિશેષ સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન જો દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે વખતે શ્રદ્ધા ગુણે શું કાર્ય કર્યું? સામાને શ્રદ્ધા ગુણરૂપ છે તેનું વિશેષ સામાન્યના અવલંબને જ થાય છે. સમ્યગ્દર્શનરૂપ વિશેષ શ્રદ્ધા પરના અવલંબને પ્રગટતી નથી. પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ તેનું પ્રગટવું થાય છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા ગુણની વિશેષરૂપ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને સમ્યગ્દર્શન પર્યાય છે. તેથી શ્રદ્ધા ગુણના અવલંબને સમ્યગ્દર્શનરૂપ વિશેષ દશા પ્રગટ થાય છે. જો દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રદ્ધાનું વિશેષરૂપ કાર્ય થતું હોય તો સામાન્ય શ્રદ્ધાનું તે વખતે વિશેષ શું? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહિ. આત્માની શ્રદ્ધા થઈ એ વર્તમાન અવસ્થારૂપ કાર્ય ત્રિકાળી શ્રદ્ધા નામના ગુણનું છે. વિશેષ શ્રદ્ધા વગર સામાન્ય શ્રદ્ધા જ ન હોઈ શકે. ૫. આનંદગુણની સ્વાધીનતાઃ જ્ઞાન અને શ્રદ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ તેમ જ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે પરના કારણે થાય તો તે વખતે આનંદ ગુણે પોતે વર્તમાન વિશેષરૂપ કાર્ય શું કર્યું? પરથી જો આનંદ પ્રગટે તો આનંદ ગુણનું તે વખતે વિશેષરૂપ કાર્ય ક્યાં ગયું? અજ્ઞાનીએ પરમાં આનંદ માન્યો છે તે વખતે પણ તેનો આનંદ ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. અજ્ઞાનીને આનંદ ગુણનું વર્તમાન કાર્ય ઊંધું છે એટલે આનંદ ગુણનું વિશેષ તેને દુઃખરૂપે પરિણમે છે. આનંદ પરથી પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના આનંદ ગુણ નામના સામાન્યના અવલંબને વર્તમાનમાં પ્રગટે છે. આ સમજતાં તેના લક્ષનું જોર પર ઉપર ન જતાં સામાન્ય આનંદ સ્વભાવ ઉપર જાય છે. અને એ સામાન્યના અવલંબને વિશેષરૂપ આનંદ દશા પ્રગટે છે. સામાન્ય આનંદ સ્વભાવના અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ આનંદની પ્રતીતિ લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પૂર્ણની પ્રતીતિ ન હોય તો અંશ આવ્યો ક્યાંથી? ૬. ચારિત્ર, વીર્ય વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા આ જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું વિશેષરૂપ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ આત્માનો પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું ? શું સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો ? વિશેષ વગરનું સામાન્ય હોય એમ તો બને નહિ. દરેક ગુણનું વર્તમાન (વિશેષ અવસ્થારૂપ કાર્ય) સામાન્ય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી હોવાથી ઊડી ગઈ. કોઈ પણ ગુણનું કાર્ય જો નિમિત્તના કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય સ્વભાવનું તે વખતે વિશેષરૂપ કાર્ય રહે નહિ. અને જો વિશેષરૂપ કાર્ય ન રહે તો ગુણરૂપ સામાન્ય જ સાબિત થતો નથી. બધા ગુણો કાયમ છે. તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના અવલંબને થતું નથી, પણ પોતાથી જ સામાન્યના અવલંબને જ થાય છે. આ સ્વાધીન સ્વરૂપ જેને બેઠું તેને પૂર્ણની પ્રતીતિ લેતો ગુણનો જ અંશ પ્રગટે જ છે અને જેને પૂર્ણની પ્રતીતિ લેતું જ્ઞાન ઊગ્યું તેની અલ્પકાળમાં મુક્તિ હોય જ. જે સામાન્યના જોરે એક અંશ પ્રગટે છે તે જ સામાન્યના જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની વિશેષરૂપ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે, વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે. ‘બે ને બે ચાર’ જેવી સીધા સરળ વાત છે. આ સમજે નહિ અને તેને બદલે નિમિત્તથી થાય અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી દે એમ પરાશ્રયપણું માને તો તેનું બધું જ ખોટું છે, તેની મૂળમાં ભૂલ છે. પહેલાં જ ‘બે ને બે ત્રણ’ એમ ભૂલ થઈ ગઈ હોય તો ત્યાર પછી બધી ભૂલ જ આવે, તેમ મૂળ વસ્તુ સ્વભાવની માન્યતામાં જેની ભૂલ છે તેનું બધું જ ખોટું છે. ૭. સ્વાધીનપણે પ્રગટેલો અંશ પૂર્ણને પ્રત્યક્ષ કરે છે પરદ્રવ્યો જગતમાં ભલે હો, પરિનમિત્ત ભલે હો, જગતમાં સર્વ વસ્તુઓનું અસ્તિત્ત્વ છે, પણ તે કોઈ વસ્તુ મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી. મારા આત્માના સામાન્ય સ્વભાવને અવલંબીને મારી વિશેષ દશા થાય છે. તે સ્વાધીન છે અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ પૂર્ણ વિશેષરૂપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટે છે તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે. ૮. સ્વાધીનતાની પ્રતીતિમાં કેવળજ્ઞાન : આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પૂર્ણ સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાનસ્વભાવ છે. તે જ્ઞાનસ્વભાવની વિશેષરૂપ અવસ્થા તારા પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે. સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ મતિજ્ઞાન જે પ્રગટ્યું તે પૂર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે. નિમિત્તના અને રાગના અવલંબન વગરનું તથા સામાન્યના અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. તે જ્ઞાન મતિજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને ગણતું નથી. જેને આ વાત બેસી તેને કેવળજ્ઞાન પામવામાં વચ્ચે વિઘ્ન હોય જ નહિ. આ તીર્થંકર કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના ભણકારા લેતી આવી છે. આચાર્યદેવોને કેવળજ્ઞાનના જ ભણકારા થઈ રહ્યા છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વચ્ચે ભવ છે તેથી કેવળજ્ઞાન થવામાં ભંગ પડશે. એ વાત જ અહીં ગૌણ કરી છે. અહીં તો સામાન્ય સ્વભાવના જોરે જે અંશ પ્રગટ્યો છે તે અંશ સાથે કેવળજ્ઞાન અભેદ જ છે, એમ કેવળજ્ઞાનની વાત કરેલ છે. તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો જ છો, તારા સ્વભાવના ભરોસે હા તો પાડ ! પોતાના સ્વભાવની પ્રતીતિ વગર પૂર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ. આત્માનો જ્ઞાનસ્વભાવ સ્વાધીન છે. કોઈ પણ સમયે વિશેષ વગરનું સામાન્ય જ્ઞાન ન હોય. જે સમયે વિશેષમાં થોડું જ્ઞાન હતું તે સમયે પણ પોતાથી હતું, અને જ્યારે વિશેષમાં પૂર્ણ થયું ત્યારે પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી. આમ જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે પરમાં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પૂર્ણનો પુરુષાર્થ કરે. સામાન્ય કોઈ પણ સમયે વિશેષ વગરનું હોય જ નહિ, દરેક સમયે સામાન્યનું વિશેષરૂપ કાર્ય તો હોય જ. ગમે તેટલું નાનું કાર્ય હોય તો પણ તે સામાન્યના પરિણમનથી થાય છે. નિગોદ દશાથી લઈને કેવળજ્ઞાન સુધીની આત્માની સર્વ પરિણતિ પોતાથી જ થાય છે, એમ સ્વતંત્રતાનો ખ્યાલ પોતાની પ્રતીતિમાં આવી ગયો ત્યાં પરાવલંબન ટળી ગયું. મારી પરિણતિ મારાથી કાર્ય કરી રહી છે એવી પ્રતીતિમાં વિકલ્પ અને નિમિત્તના અવલંબનના ભૂક્કા ઊડી ગયા. આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. કર્તા, ભોક્તા, ગ્રાહકતા, સ્વામીત્વ એવા એવા અનંત ગુણોની વર્તમાન પરિણતિ નિમિત્ત અને વિકલ્પના આશ્રય વગર પોતાથી પ્રગટે છે. આમ જે માને છે તે જીવને સામાન્યના અવલંબને પ્રગટેલો અંશ પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો હોવાથી અર્થાત્ અંશ સાથે અભેદ કરતો હોવાથી, અંશ અને પૂર્ણતા વચ્ચેનો ભેદ કાઢી નાખતો હોવાથી યથાર્થ અને અપ્રતિહત છે. આ વાતની ના પાડનાર કોણ છે ? જે ના પાડે છે તે તેની પોતાની ના પાડે છે. આ વાતની ના પાડનાર કોઈ છે જ નહિ. નિર્ગંથ સંત-મુનિઓ એવા અપ્રતિહત ભાવે ઊપડ્યા છે કે જેથી જ્ઞાનની ધારામાં ભંગ પડ્યા વગર અતૂટપણે કેવળજ્ઞાનરૂપ થઈ જવાના જ. મારા મતિ-શ્રુતજ્ઞાનના અંશો સ્વતંત્ર થાય છે. તેને કોઈ પરનું અવલંબન નથી. આમ પ્રતીતિ થતાં કોઈ નિમિત્તનું કે પરનું લક્ષ ન રહ્યું. સામાન્ય સ્વભાવ તરફ જ લક્ષ રહ્યું. હવે એ સામાન્ય સ્વભાવના જોરે જીવે પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં પરને કારણે જ્ઞાન થાય છે એમ માન્યું હતું ત્યારે તે જ્ઞાન પરલક્ષમાં અટકી જતું હતું, પણ હવે સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે એમ પ્રતીત થતાં જ્ઞાનને ક્યાંય અટકવાપણું ન રહ્યું. મારા જ્ઞાનને પરનું કે નિમિત્તનું અવલંબન છે જ નહિ, એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે - એમ સામાન્ય સ્વભાવના આશ્રયે જે જ્ઞાન પરિણમે છે તે જ્ઞાનધારાને તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વાશ્રયે જે જ્ઞાન પ્રગટે છે તે કેવળજ્ઞાનનો પોકાર લેતું જ પ્રગટે છે, અલ્પ કાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના અવલંબને જ્ઞાન કાર્ય કરે છે - આવી પ્રતીતિમાં આખું કેવળજ્ઞાન સમાય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ પહેલાં અવસ્થામાં જ્ઞાન ઓછું હતું અને પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું. તે જ્ઞાન વાણી સાંભળવાથી વધ્યું છે એમ નથી, પણ જ્ઞાનની અવસ્થા વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરૂપી થયું છે, એટલે પોતાના કારણે જ્ઞાન વધ્યું છે. આવી પ્રતીતિ થતાં સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિના જોરે વર્તમાન ઊણી દશામાં પણ કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન પ્રતીતિમાં આવી ગયું છે. અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિ નહિ હોવાથી પૂર્ણ અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી અને પૂર્ણ શક્તિની પ્રતીતિ આવતી નથી. તેને અનેક પ્રકારના નિમિત્તો બદલાતા રહે છે અને નિમિત્તનું તેને અવલંબન છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા કરે છે. પાણ સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા બેસતી નથી. “મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે, મારી શક્તિ પૂર્ણ છે અને એ પૂર્ણ શક્તિના આશ્રયે પુરુષાર્થથી પૂર્ણ જ્ઞાન પ્રગટે છે” એમ જ્ઞાનીને પ્રતીતિ છે. જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરી તે જ્ઞાન કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટે છે તે વચલા ભેદને (મતિજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને) ઉડાડી દેતું, પૂર્ણ સાથે અભેદપણું કરતું પ્રગટે છે. વચમાં એકેય ભવ જ નથી. પણ અવતાર જ કોને છે? વર્તમાન કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં વચ્ચે એકાદ ભવ છે તેનો આચાર્ય નકાર કર્યો છે. આચાર્યદવે અતૂટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે. આ વાત જેને બેસે તેને ભવ હોય જ નહિ. ૧૮ સમ્યગ્દર્શન માટે અરિહંત દેવને ઓળખો: “જે જાણતો અહંતને, ગુણ-દ્રવ્યને પર્યાયપણે; તે જીવ જાણતો આત્મને, તસુ મોહલય ખરે.” -પ્રવચનસાર ગાથા ૮૦. અન્વયાર્થઃ જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ભાવાર્થ : અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. વળી અહંત ભગવાન મોહ, રાગ-દ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. તેથી જો જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તે અહંત ભગવાનના સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો ‘આ જે આત્મા, આત્મા એવો એકરૂપ (કથંચિત સદશ) ત્રિકાળી પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને પ્રવાહમાં જે ક્ષણવર્તી અતિરેકો તે પર્યાયો છે.’ એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળીક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓ અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામીપરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ (દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વિશેષાર્થ : ૧) આ રાગ - દ્વેષાદિ ભાવ સંસારની ઉત્પત્તિનું કારણ એક મારી મિથ્યા માન્યતા જ છે. ૨) આ જ કારણથી મારા જે નથી એવા જ્ઞેય તત્ત્વોને મારા માનીને એમને પ્રાપ્ત કરવાની અથવા હટાવવાની આ દોડ અનાદિથી કરતો આવ્યો છું. ૩) જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. એ સ્વભાવથી પોતાને જાણતો થકો પરને જાણતો ઉત્પન્ન થાય છે. ૪) અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણી, પોતાના આત્મસ્વરૂપને જાણી એના ફળ સ્વરૂપ દર્શન મોહનો નાશ થાય છે - સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨. અરિહંત બનવાની વિધિ : ૧) પૂર્ણ રૂપથી સમજીને ૨) નિર્ણયમાં લાવીને ૩) શ્રદ્ધામાં દૃઢતાથી બેસાડીને ૪) બધી બાજુથી પોતાની પરિણતિને સમેટીને ૫) એકમાત્ર આ માર્ગ પર જ પૂર્ણ પુરુષાર્થ સાથે આરૂઢ થવું. ૬) આ એકમાત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અને સંસારનો અભાવ કરી ભગવાન બનવાનો ઉપાય છે. અરિહંત એટલે શુદ્ધ આત્મા. જેમાં દેહ નથી, રાગ નથી, જેમાં અપૂર્ણતા નથી એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તે અરિહંત છે. તેને ઓળખતાં દેહથી ભિન્ન, રાગથી ભિન્ન પરિપૂર્ણ શુદ્ધ આત્મા જરૂર ઓળખાય છે, એટલે સમ્યગ્દર્શન થાય છે. જે કોઈ જીવ અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને બરાબર જાણે છે તે જીવ ખરેખર પોતાના આત્માને જાણે છે ને તેનો મિથ્યાત્વ, ભ્રમ ચોક્કસ નાશ પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે. અનાદિના અધર્મનો નાશ કરવાનો અને અપૂર્વ ધર્મ પ્રગટાવવાનો આ ઉપાય છે. ઠરે જીવ અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે છે તે જીવ સ્વભાવને આંગણે આવ્યો છે. જે જીવ અસિંહત ભગવાન જેવા પોતાના આત્માને ઓળખે છે, તેને ભેદજ્ઞાન થઈ જાય છે, એટલે તે રાગાદિને પોતાનું ખરું સ્વરૂપ માનતો નથી, તેમજ શરીરાદિની ક્રિયાને પોતાની માનતો નથી; રાગ રહિત ચૈતન્યભાવે તેનું અંતરપરિણમન થઈ જાય છે. જેણે અરિહંત ભગવાન જેવા પોતાના આત્માને મન વડે જાણી લીધો તે જીવ સ્વભાવને આંગણે આવ્યો છે, પરંતુ આંગણે આવ્યા પછી હવે અંદર ઉતરીને સ્વભાવનો અનુભવ કરવામાં અનંતો અપૂર્વ પુરુષાર્થ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ૩. અરિહંત અને નિજ આત્માની સરખામણી નીચે પ્રમાણે છે ઃ ૧) દ્રવ્ય-ગુણ-પર્યાય બન્નેમાં છે. બન્નેમાં નિશ્ચયથી અંતર નથી. ૨) અરિહંતનો આત્મા શુદ્ધ જ છે. દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય અને ગુણ બન્નેના સરખા જ છે. શુદ્ધ જ છે. હવે જે ફરક છે તે પર્યાયમાં છે. પણ સ્વભાવની દૃષ્ટિથી જોતાં તે બન્ને સરખી જ છે. જે પર્યાય શુદ્ધ આત્માને શુદ્ધ જુએ છે તે શુદ્ધ જ છે. ૩) બન્નેનું જ્ઞાન પણ સરખું જ છે. બન્ને આત્મા જાણે છે. જાણવાની તરતમ્યતા વધઘટ છે પણ બન્ને જાણે છે. ક્ષયોપશમ જ્ઞાન પણ પૂર્ણ આત્માને જાણે છે. ૪) બન્નેમાં વીતરાગતા છે કારણ કે જ્ઞાયક ભગવાન આત્મામાં રાગનો પ્રવેશ નથી. અરિહંતના આત્મામાં પણ રાગનો પ્રવેશ નથી - તે તો વીતરાગી જ છે. ૫) બન્ને પોતાના સ્વચતુષ્ટયમાં જ લીન છે. એવી વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા જ છે. પોતાની મર્યાદા તોડી કોઈ બહાર નીકળતું નથી. પરસન્મુખ થઈને પરને જાણવાનો આત્માના જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાન આત્મામાં રહીને પોતાની કળાથી પરને જાણે છે. ૬) અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણીને જીવ ત્યાં જ અટકતો નથી. પણ પોતાના આત્મા તરફ વળે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય છે. પરિપૂર્ણ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષ મારું સ્વરૂપ નથી એમ નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું પણ લક્ષ છોડીને ચિન્માત્ર આત્માને લક્ષમાં લે છે. આ રીતે માત્ર એકલાં ચિત્માત્ર આત્માનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે અને મોહ ટળી જાય છે. દર્શનમોહનો નાશ થાય છે. ૪. ભગવાન અરિહંતના આત્માનું સ્વરૂપ : ૧) સર્વ પ્રથમ તો અરિહંતના સ્વરૂપને બહુ સારી રીતે સમજવા પુરુષાર્થ લગાવવો જોઈએ. એ પાકું થઈ ગયા પછી આપણાં સ્વરૂપની ઓળખાણ સુગમતાથી થઈ શકે છે. ૨) આત્માને ઓળખવાનું લક્ષણ જ્ઞાન છે. ભગવાન અરિહંતના આત્મામાં તેની પૂર્ણતા છે. તે સર્વજ્ઞ છે. ૩) ભગવાન અરિહંત પૂર્ણ વીતરાગી છે, રાગ-દ્વેષાદિ ભાવોનો તેમના આત્મામાં પૂર્ણ અભાવ છે. ભગવાન અઢાર દોષ રહિત છે. ૧. સુધા ૨. તૃષા ૩. સ્વેદ ૭. મરણ ૧૩. ચિંતા ૮. નિદ્રા ૯. શોક ૧૪. મદ ૧૫. અરિત ૪) અરિહંત ભગવાનના ચાર અનંત ચતુષ્ટય ૧. અનંત જ્ઞાન છે. ૨. અનંત દર્શન ૪. જન્મ ૧૦. ભય ૧૬. રાગ ૫. રોગ ૧૧. વિસ્મય ૧૭. દ્વેષ ૩. અનંત વીર્ય ૬. જરા ૧૨. ખેદ ૧૮. મોહ. ૪. અનંત સુખ. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ૫) શાસ્ત્ર માં એમના ગુણોનું વર્ણન જુદી જુદી રીતે કરવામાં આવ્યું છે. છ ઢાળામાં પં. દૌલતરામે મંગળાચરણમાં કહ્યું છે - “તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા, શિવસ્વરૂપ શિવકાર નમતું સહારીકે' - રાગ-દ્વેષ રહિત કેવળજ્ઞાન ત્રણ લોકમાં ઉત્તમ વસ્તુ, આનંદ સ્વરૂપ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તે વીતરાગ સ્વરૂપને હું મન, વચન, કાયાના ત્રણ યોગથી નમસ્કાર કરું છું. ૬) મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે – “મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન” ૭) “સકલ શેય જ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન; સો જિનેન્દ્ર જયવંત નિત, અરિરરહસ વિહીન.” અરિહંત પ્રભુ લોકાલોકને જાણતાં છતાં પોતાના નિજાનંદ સ્વભાવમાં લીન છે. જ્ઞાની સ્વને મુખ્ય કરીને જાણે છે. ૫. સ્વણેય સંતોષ કરવા યોગ્ય કેમ અને કેવી રીતે? ૧) જગતના દ્રવ્ય માત્રની સ્વાભાવિક સ્થિતિ એવી છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વક્ષેત્રમાં રહીને જ એની પર્યાય સ્વદ્રવ્યમાં જ તન્મય થઈને પ્રવર્તન કરે. આત્મા પણ એક દ્રવ્ય છે તો એનું પણ એ પ્રમાણે છે. ૨) હવે બીજા અજીવ દ્રવ્યો એને ચેતન આત્મામાં એટલો જ ફરક છે, એ બધા દ્રવ્યો તો સતત સ્વાભાવિક પરિણમન કરી જ રહ્યા છે. એમાં કોઈ વિપરીતતા થતી નથી, કારણ કે તેઓ સ્વના અને પરના અસ્તિત્વને જાણતા નથી. પરંતુ આત્મદ્રવ્ય જ એવો છે કે જે સ્વ-પરનો જ્ઞાયક હોવાથી પોતાના જાણવામાં ભૂલ કરી શકે છે. ૩) આત્માનો ઉપયોગ જ્યારે સ્વમાં જઈને વિશ્રામ પામે છે ત્યારે આત્મામાં અંદર રહેવાવાળા અનંત ગુણોનો રસ સ્વાદ કરવાથી એવો તૃપ્ત થઈ જાય છે કે સ્વ તત્ત્વને છોડીને બહાર તરફ સન્મુખ જ થતો નથી, આ દશાનું નામ જ અરિહંત દશા છે. ૪) અનાદિ કાળથી આ આત્મા અજ્ઞાન દશામાં જગતના અનેક શેયોમાં પોતાના ઉપયોગનો પરિવર્તન કરતો થકો, તેમાં તન્મય થઈ રાગ-દ્વેષની ઉત્પત્તિ કર્યા વગર રહેતો નથી. એનું ફળ જ અનંત સંસાર અને દુઃખ છે. ૫) આપણે પણ અરિહંત ભગવાનના સ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણી તેમના જેવો જ્ઞાનનો વિષય માત્ર સ્વફ્લેય તત્ત્વને સ્વના રૂપમાં જાણી લઈએ-તન્મયતાપૂર્વક સ્વાભાવિક પરિણમન કરતાં આપણી પણ અરિહંત દશા પ્રગટી શકે. ૬) ભગવાન આત્મા પોતાના અમૂર્તિક, ચૈતન્ય જ્ઞાયક અને સુખની વેદના કરવાવાળો અનંત ગુણોનો ધારક હોવાથી એની પરાકાષ્ટાને જ ધારણ કરવાવાળો છે. આવું પૂર્ણ સામર્થ્ય અને આત્મસ્વભાવ બતાવવાને માટે અરિહંતનો જ આત્મા આદર્શ સમાન પ્રત્યક્ષ છે. જ્ઞાનની પૂર્ણતા, સંપૂર્ણ રાગ Page #371 -------------------------------------------------------------------------- ________________ ४८ દ્વેષનો અભાવ, શાંત-સૌમ્ય મુદ્રા તેની મૂર્તિ અરિહંત ભગવાન છે. આ માટે એ આત્માનો યથાર્થ નિર્ણય કરી - પોતાના આત્માનો આવો નિર્ણય, શ્રદ્ધા કરી તે જ રીતે સ્થિર થવાથી અરિહંતપદ પ્રાપ્ત થાય છે. આત્માને જાણવાની પદ્ધતિ: ૧) આપણે ભગવાન અરિહંતના આત્માને દ્રવ્ય-ગુણ-પર્યાયના માધ્યમથી સમજી એના જેવા જ આપણા આત્માને સમજીએ. ૨) ભગવાન અરિહંતના આત્મદ્રવ્યમાં જેટલી પણ શક્તિઓ હતી એ બધી પૂર્ણ વિકાસરૂપ થઈને, એ દ્રવ્ય સ્વયં એ રૂપ પ્રકાશિત થઈ રહ્યો છે. ૩) અરિહંતના આત્માના સામર્થ્યને શ્રદ્ધામાં લાવીને આપણાં આત્મદ્રવ્યના સામર્થ્યનો વિચાર કરીશું તો આપણો આત્મા પણ એના જેવો જ સામર્થ્યવાન વૈભવશાળી છે, એ શ્રદ્ધા પાકી થશે. ૪) આવી શ્રદ્ધા જાગૃત થતાં જ આપણો ઉપયોગ જે પર લક્ષ પર છે તે છોડીને 4 લક્ષ કરશે તો એમાં એકાગ્ર થતાં જ આપણાં ભગવાન આત્માના દર્શન થયા વગર રહેશે નહિ. ૫) જેવી આપણી દષ્ટિ આપણા આત્માને પૂર્ણ શક્તિમાન, સર્વજ્ઞ સ્વભાવી, વીતરાગ સ્વભાવી, આનંદ સ્વભાવી, અનંત સુખસ્વભાવી આદિ અનંત ગુણ સ્વભાવી જોવઆમાં પલટાશે તો અનંત ગુણ સ્વભાવી અરિહંત જેવો આપણો આત્મા જ્ઞાન-શ્રદ્ધાનમાં એવો જ પ્રત્યક્ષ અનુભવમાં આવી જશે. આ જ સમ્યગ્દર્શન છે. આ જ આત્મઅનુભવ કરવાની વિધિ છે. ૬) જગતનો પ્રત્યેક સત્નો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધૌવ્યાત્મક છે. એટલે મારા આત્મામાં બે પક્ષ છે. (૧) સ્થિર (૨) પલટાતો. જ્યારે સ્થાયી ભાવને આપણા જ્ઞાનનો વિષય બનાવીશું ત્યારે એ પક્ષ મુખ્ય થશે અને અસ્થાયી પક્ષ ગૌણ થઈ જશે. ૭) હવે જ્યારે જ્ઞાનની પર્યાય એ ધુવાંશને પોતાનો વિષય બનાવી પોતાના એ જ્ઞાયકને અરિહંત જેવો જ માનશે એ જ્ઞાનની પર્યાય જે પરિણામી છે એ અપરિણામી બની પરિણમી જશે. એટલે એમ કહેશે કે હું તો જ્ઞાયક જ છું. તે સમયે આત્મદર્શન થઈ જશે. આ જ આત્માને જાણવાની શ્રદ્ધવાની-એમાં લીન થવાની-એને પ્રાપ્ત કરવાની અલૌકિક પદ્ધતિ છે. ૧૯. સાધ્યની સિદ્ધિ : ૧. ‘આ આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે', સાધ્ય છે, ધ્યેય નહિ. ધ્યેય તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ છે. અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ કેવળજ્ઞાનની, મોક્ષપર્યાયને સાધ્ય કહી. સાક્ષાત પ્રાપ્તિ એટલે આત્માની ઉપલબ્ધિ. જેવા સ્વભાવે આત્મા છે તેવા (પરિપૂર્ણ) સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ તે આત્મોપલબ્ધિ છે, એ મોક્ષ છે, સાધ્ય છે. ૨. સાધ્ય નામની મોક્ષની પર્યાયને સાધવી, તેની સિદ્ધિ તો દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. વસ્તુ સ્વરૂપ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જે છે તેની સેવના કરતાં એ ત્રણ પર્યાય ઉત્પન્ન થાય છે. એને ભેદથી સમજાવ્યું કે ત્રણની સેવા કરવી, એનાથી સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. અને એનો સરવાળો તો એ જ છે કે એકાકાર આત્માની સેવા કરવી. ૩. દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સ્વસંવેદન જ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યજ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ એક સ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. ચારિત્ર એટલે જે વસ્તુ અખંડ અભેદ છે તેને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. શુદ્ધ સ્વભાવમાં, ધ્રુવ ધામમાં સ્થિરતા, વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. ૪. આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપ સ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. આત્મા જ્ઞાયક સ્વભાવ એકરૂપ વસ્તુની સેવન કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. ત્રિકાળી આત્માની સેવા કરતાં પર્યાયમાં ત્રણ પ્રકાર પડે તેને વ્યવહાર કહે છે. જે ત્રિકળી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય એને આત્મવ્યવહાર કહીએ અને રાગાદિનો વ્યવહાર એ મનુષ્ય વ્યવહાર છે. દયા, દાન, વ્રત અને ભક્તિનો વિકલ્પ એ મનુષ્યનો માનસિક વ્યવહાર છે, એનાથી સંસાર થશે. જે ભૂતાઈ વસ્તુ છે એના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય પરિણમે એને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. તે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે માટે વ્યવહાર છે. તે વાત વિશેષ સમજાવે છે - ૧) જ્યારે આત્માને અનુભવમાં આવતાં જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાનો ઉદય થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિઃશંક કરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ૨) પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (કાવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ તે જ હું છું' એવું આત્મજ્ઞાનથી ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદવડે આત્મામાં નિઃશંક કરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ૧૫. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુત્પત્તિ છે. ૩) સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાયે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય. એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જનહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. ૪) આચાર્ય કહે છે ‘અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે તે આત્મજ્યોતિ? જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ એકપણાથી ટ્યુત થઈ નથી અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે. વિશેષ માર્ગદર્શન : ૧) જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં' જુઓ શું કહે છે? આબાળ ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિ સ્વરૂપ જ્ઞાયક નિજ આત્મા જ આવે છે. (અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે, જ્ઞાયકભાવને અહીં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાળ ગોપાળ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે, અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ પરશેયોનો આવિર્ભાવ કરે છે. ૨) અહાહા ! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે (અજ્ઞાનીઓ કહે છે કે આત્મા ક્યાં જણાય છે? અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી મુખ્યપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. ૩) આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે -એટલે અનાદિ બંધના કારણે એમ નહિ પરંતુ અનાદિ બંધને પોતે વશ થાય છે તેથી; આ જાણનાર...જાણનાર...જાણનાર તે હું છું એમ ન માનતા રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વશે એટલે કર્મને લઈને એમ નહિ; આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણનાગન...જાણન ભાવ જ જાણવામાં આવે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શરીરને, રાગને જાણતા પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું; આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. ‘‘કર્મ બિચારા કૌન ? ભૂલ મેરી અધિકાઈ ’ "" ૪) હવે આત્મા અને રાગ વચ્ચે સંધિ (સાંધ) છે એ વાત સમજાવે છે. એ બંધના વશે પર સાથે એકપણા નિશ્ચયથી ‘‘જાણનાર......જાણનાર....જણાય છે’’ એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ) પર સાથે રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ -નિર્ણય કરે છે. હું રાગ જ છું એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને અત્મા વચ્ચે સંધિ (સાંધ-તડ) છે. રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. એ બે એક થયા નથી. પણ બન્નેના એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઊઠે છે એને વશ થઈને તે હું છું એમ પર પદાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી એ એનું ભાન નહિ હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી. ૫) જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે છતાં અજ્ઞાની બીજી રીતે હું રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ૬) ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે. એ તો જાણન સ્વભાવે, પરમ પારિણામિકભાવે, સ્વભાવ ભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી. પણ જાણનાર તેમાં જણાય છે તે જ્ઞાનપર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદા પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાય જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને-રાગને વશ પડ્યો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. ૭) આ જાણાના....જાણનાર....જાણનાર આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં, જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. ૮) ભાઈ ! બહારથી એમ કલ્પી લે દયા પાળો, વ્રત કરો અને આ કરો, તે કરો, પણ ભાઈ ! કોણ રાગનો કર્તા થાય ? કર્તાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે, જ્ઞાનસ્વભાવી ચૈતન્યસૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેમ કરે ? જો જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યસૂર્ય અચેતન એવા શુભાશુભભાવપણે થાય તો ચેતન અચેતન થઈ જાય. પણ એમ કદીયે બનતું નથી. જે કાંઈ થાય છે તે બધી ભ્રમણા છે. ભ્રમણા એ ખોટી માન્યતા મિથ્યાત્વ છે. આત્મજ્ઞાન ઉદય થતું નથી તેથી તેનું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી એટલે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. ૯) આ રીતે વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જાણવાથી - શ્રદ્ધવાથી સમ્યગ્દર્શન-આત્માનુભૂતિ થાય છે. આ જ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ વિશેષ ખુલાસો (સૂક્ષ્મ વાત) ૧) ત્રિકાળી જ્ઞાન ગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક રવભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદા કાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજર પર્યાય ઉપર અને રાગ ઉપર છે, એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશે પડ્યો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ, હું (મને, જ્ઞાયકને) નથી જાણતો, છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હોં! ૨) આત્મામાં અનંત ગુણો ભલે હો, પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંત ગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરને જાણે છે. જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે. તેથી તે જ્ઞાન પર્યાયમાં સદ સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે, પરંતુ તેની દષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી. આ જાણવામાં આવે છે એને જાગતો નથી અને પરને જાણું છું એવી મિથ્થાબુદ્ધિ થઈ ગઈ છે. અર્થાત્ એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે. ૩) “શબ્દાદિ પદાર્થો દૂર હો કે સમીપ હો, આત્મા તેમને પોતાના સ્વરૂપથી જ જાણે છે.” સ્વરૂપથી જ જાણે છે એમ કહેવાનો આશય એ છે કે - જેને નિજ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા-દષ્ટ પ્રભુનું અંતરમાં ભાન થયું છે તે પરપદાર્થોને જાણવામાં રોકાતો નથી, પોતાને જાણતાં સહજ તેનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ થાય છે.” ૪) અહાહા ! જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા. શેય પદાર્થો - દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર પરિવાર હો કે અન્ય હો! તે શેયને જાણવા માત્રથી વિક્રિયા-રાગ થાય છે એમ નથી. તો કેમ છે? પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઈષ્ટ-અનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ માને છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે. બાહ્ય પદાર્થો તેને રાગ-દ્વેષ કરે છે -કરાવે છે એમ નથી. આ ઠીક છે અને આ અઠીક છે એમ પરણેયોમાં ઠીક-અઠીકની કલ્પના અજ્ઞાની કરે છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે. તે પદ્રવ્યો તેને વિક્રિયા ઉપજાવતા નથી વા તે શેયોને જાણવાથી રાગાદિ થાય છે એમ પણ નથી. ૫) આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ છે. તેમાં ચારિત્ર અને શ્રદ્ધા ગુણ મલિન પરિણમે છે; પણ જ્ઞાન ગુણ છે તે ત્રિકાળી જ્ઞાનપણે વર્તે છે, રાગપણે વર્તતો નથી. તેથી જ્ઞાન જ્ઞાયક સ્વભાવથી સ્વપરને જાણે છે. અજ્ઞાનીને પણ જ્ઞાન અતિરૂપે છે, રાગને પોતાપણે માનવાથી તેનું જ્ઞાન નાસિરૂપે થયેલું દેખાય છે. દષ્ટાશક્તિ, જ્ઞાનગુણમાં અને વીર્યગુણમાં વિપરીતતા નથી પણ ઘટાડો થાય છે. અજ્ઞાન દશામાં પણ જ્ઞાનનો ઉઘાડ તો હોય જ છે. તે ઉઘાડને સ્વ તરફ વાળે તો સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. અને તે વડે ત્રિકાળી નિશ્ચલ સ્વભાવને જીવ જાણે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું કાર્ય કરતાં જ્ઞાન ગુણનું કાર્ય જુદું છે. તે જાણવાનું કાર્ય કરે છે. જો કે બધા ગુણ પૂર્ણ નિર્મળ એક સાથે થાય છે તો પણ તે જ્ઞાનગુણ નિર્મળપણું પ્રથમ જણાવે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થયું તેમાં જ્ઞાયકપણે જણાયો તે પૂર્વે જ્ઞાયક જ હતો, વર્તમાનમાં જ્ઞાયક જ છે અને ભવિષ્યમાં જ્ઞાયકપણે જ રહેશે. સદાય જાણનારો હોવાથી ચારિત્ર ગુણમાં જે અવસ્થા રહી જાય છે તેને જ્ઞાન જાણી લે છે પણ તે ગૌણ છે. આ રીતે જ્ઞાનગુણનું સ્વરૂપ યથાર્થ સમજવાથી માન્યતાની ભૂલ નીકળી જતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૦ અગાધ શાંતિથી ભરેલો જ્ઞાનીનો માર્ગ : ૧. જ્ઞાનીનું સાચું જીવન: ૧) ભેદજ્ઞાન અને વીતરાગતા કરવા તે જ્ઞાનીનું સાચું જીવન છે. ભેદજ્ઞાનની સાથે ચૈતન્ય શાંતિની કોઈ અગાધ અનુભૂતિ થાય છે. ૨) અહો! આત્મા શાંતિના બરફની વચ્ચે બેઠો ત્યાં ચૈતન્યના આનંદની અનુભૂતિની શી વાત! ૩) હે જ્ઞાની! તારી વાત દુનિયાને ન બેસે તો તું મૂંઝાઈશ નહિ. દુનિયાને ભલે ન બેસે, પંચ પરમેષ્ઠી ભગવંતો તો તારી સાથે છે. અહો ! અંતરનો અતીન્દ્રિય માર્ગ! એને દુનિયા સાથે મેળ ક્યાંથી ખાય? ૪) આત્માના અગાધ શાંતિથી ભરેલા આ માર્ગમાં પંચ પરમેષ્ઠી ભગવંતો મારા સાથીદાર છે. પંચ પરમેષ્ટીના પ્રસાદથી આવો માર્ગ જગતમાં જ્યવંત વર્તે છે. ૫) અનુભવ કરવાનો સરળમાં સરળ રસ્તો આ જ છે. વિકલ્પથી જ્ઞાનને જુદુઓળખવાનો અભ્યાસ કરવાના. જ્ઞાનની મહાનતા એ છે કે જ્ઞાન અનંત ચૈતન્ય ભાવોથી ભરેલું છે, ને રાગ -વિકલ્પો ચૈિતન્યથી શૂન્ય છે. એમ ભેદજ્ઞાન કરતાં અનુભવ થાય છે. ૬) રાગ પોતે દુઃખ છે, તેથી તેમાં એકત્વ બુદ્ધિ તે દુઃખ જ છે. દુઃખના ભાવમાં જેને એકત્વ ભાસે (પોતાપણું ભાસે) તે દુઃખથી કેમ છૂટે? રાગથી ભિન્ન જ્ઞાન આનંદસ્વભાવી આત્મા પોતે સુખરૂપ છે, તેમાં એકત્વ પરિણતિ પણ સુખ છે. ૭) આત્મા પોતે કર્તા થઈને પોતાની સમત્વાદિ પરિણતિને કરે છે એવો તેનો કર્તા સ્વભાવ છે. અનુભવમાં વિકલ્પ વગર તેની નિર્મળ પર્યાય થઈ જાય છે. આત્મા પોતે પરિણમીને નિર્મળ પર્યાયરૂપ થઈ જાય છે. ૮) વિકલ્પથી ખસીને પરિણતિ અંતરમાં કેમ વળતી નથી ? અંતરમાં ચૈતન્યનો ખરો મહિમા આવતો નથી ને રાગનો મહિમા છૂટતો નથી. ૯) જ્યાં જ્ઞાન અતંરમાં વળ્યું ત્યાં બીજા અનંત ગુણો પણ પોતપોતાના નિર્મળ ભાવપણે ખીલી ઊઠે છે. અને અનંત ગુણના વીતરાગી ચૈતન્ય રસનો અચિંત્ય સ્વાદ આવે છે. આનું નામ સમ્યગ્દર્શન..! Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ૨. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન (વિશેષ ચિંતવન): “કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદનહિ ગુણનો કરે, તેથી બધા દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે રે.” - સમયસાર ગાથા ૩૭૨. ગાથાર્થ અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી, તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. ટીકાઃ વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે, કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે. માટી કુંભભાવે (ઘડા ભાવે) ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર એના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદજોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી પરંતુ માટીના સ્વભાવથી ઉપજે છે. કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના જ સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. એવી રીતે બધાય દ્રવ્યો સ્વ પરિણામ પર્યાય (અર્થાત્ પોતાના પરિણામ-ભાવરૂપે) ઊપજતાં થકા, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે ? જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોન, આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં જ નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદજોવામાં આવે છે. આમ હોવાથી, સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ, સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતા થકા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઊપજે છે. માટે આચાર્ય કહે છે જીવને રાગાદિકનું ઉત્પાદક અને પરદ્રવ્યને દેખતા (માનતા-સમજતા) નથી કે જેના પર કોપ કરીએ. ભાવાર્થ આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી,અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ તેઓ એમ માને છે એવો એકાંત કરે છે કે ‘પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે તેઓ નય વિભાગને સમજ્યા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગ-દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ ? રાગ-દ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા-નરસા માનીને રાગી-કેવી થાય છે તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ કહે છે. ૩. ગાથા ૩૭૩ થી ૩૮૨૦ ૧) “રે પુગલો બહુવિધ નિંદા-સ્તુતિ વચનરૂપ પરિણમે; તેને સુણી, “મુજને કહ્યું' ગણી, રોલ-તોષ જીવો કરે.” ગાથા ૩૭૩ ગાથાર્થ : બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુગલો પરિણમે છે; તેમને સાંભળીને અજ્ઞાની જીવ ‘મને કહ્યું એમ માનીને રોષ તથા તોષ કરે છે. (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે.) ૨) “પુદ્ગલ દરવ શબ્દવ પરિણત, તેહનો ગુણ અન્ય છે; તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યાં કરે? ગાથા ૩૭૪ ગાથાર્થ પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો તારાથી અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? ૩) “શુભ કે અશુભ જે શબ્દતે, “તું સુણ મને'નતને કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે, કર્ણ ગોચર શબ્દને.' ગાથા ૩૭૫. ગાથાર્થ: અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ” અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જતો નથી. ૪) “શુભ કે અશુભ રૂપ તે તું જો મને'નતને કહે; ને જીવ પણ ગ્રહવાન જાયે ચક્ષુગોચર રૂપને.” ગાથા ૩૭૬. ગાથાર્થ : અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને) ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુ ગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી., Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ૫) “શુભ કે અશુભ જે ગંધ તે, “તું સૂંઘ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને.” ગાથા ૩૭૭ ગાથાર્થ અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તું મને સૂંઘ” અને આત્મા પાણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનેથી ચૂત થઈને) ગ્રહવા જતો નથી. ૬) “શુભ કે અશુભ રસ જેહ તે; “તું ચાખ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવાન જાયે રસનગોચર રસ અરે!” ગાથા ૩૭૮. ગાથાર્થઃ અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ' અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનેથી છૂટીને) ગ્રહવા જતો નથી. ૭) “શુભ કે અશુભ જે સ્પર્શ તે; “તું સ્પર્શ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને.' ગાથા ૩૭૯. ગાથાર્થ અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. ૮) “શુભ કે અશુભ ગુણ તે; “તું જાણ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિ ગોચર ગુણને’ ગાથા ૩૮૦. ગાથાર્થ : અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ” અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. “શુભ કે અશુભ દ્રવ્ય તે; “તું જાણ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે, બુદ્ધિગોચર દ્રવ્યને.' ગાથા ૩૮૧ ગાથાર્થઃ અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. ૧૦) “આ જાણી પણ મૂઢ જીવ પામે નહિ ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે.” ગાથા ૩૮૨. ગાથાર્થ ઃ આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. ભાવાર્થ શબ્દાદિક જડ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને ગ્રહણ કર’ (અર્થાત્ તું અમને જાણ) અને આત્મા પણ પોતાના સ્થાનથી ચુત થઈને તેમને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ΟΥ સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિતમાત્ર પણ વિકાર કરતાં નથી. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતાં નથી તેમ આવો વસ્તુસ્વભાવ છે તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારા-નરસા માની રાગ-દ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે. ૪. સારભૂત કથનો ૧) આત્મા અકર્તા છે તે જૈન દર્શનની પરાકાષ્ટા છે. ૨) મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું તે ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે. ૩) પર્યાયનો કર્તા પર્યાય છે, તે પર્યાયના કર્તા-કર્મની પરાકાષ્ટા છે. ૪) આહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે. પરંતુ શેય પણ જ્ઞાનને જ જાહેર કરે છે. આ સત્ની પરાકાષ્ટા છે. ૫) જ્ઞાન, શેય, જ્ઞાતા એવા નામ ભેદ છે. પણ વસ્તુમાં ભેદ નથી. આ સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે. ૬) ઉત્પાદ સત્, વ્યય સત્, ધ્રુવ સત્ - વસ્તુના સત્પણાની પરાકાષ્ટા છે. ૭) પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે અધ્યાત્મની પરાકાષ્ટા છે. ૮) ‘હું પરને જાણું છું’ તે અધ્યવસાન હોવાથી, ભાવબંધની પરાકાષ્ટા છે. ૯) સર્વને જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક પરમાત્મા જણાય છે તે જ્ઞાનસ્વભાવની પરાકાષ્ટા છે. ૧૦) આબાળ-ગોપાળ બધાને જાણનારો જણાય છે. તે જ્ઞાયકભાવની સરળતાની - ઉદારતાની પરાકાષ્ટા છે. ૧૧) અગીયાર અંગનો પાઠી થયો ! ભેદ-પ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે હવે ‘જ્ઞાન’ ઘણું વધ્યું ! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને એમ ભાસે છે કે ‘આ’ પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને !! ૧૨) પરાકાષ્ટા દ્વારા, પરાકાષ્ટા સુધી પહોંચી જવું તે માત્ર પ્રયોજનની પરાકાષ્ટા છે. ૫. જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની પરાકાષ્ટા સંબંધી ઃ ૧) ‘આત્મા કદી પરને જાણવા ગયો જ નથી' આ જ્ઞાનના મૂળ સ્વભાવની વાત છે. આબાળ-ગોપાળ સહુને આત્માને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વને જાણવાનું કોઈ સમયે છોડતું જ નથી. અનાદિથી આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ આ કાર્ય સ્વાભાવિક છે કેમ કે આત્મા અને જ્ઞાન અવ્યતિરેક છે, તત્ સ્વરૂપે છે. આ વાત લક્ષના સ્વભાવથી છે. અહીંયા પ્રતિભાસ ગૌણ છે. જ્ઞાન શેયનું લક્ષ ક્યારે કરે, પોતાને જાણવાથી વ્યુત થાય તો ? જ્ઞાન શેયનું લક્ષ કદી કરતું જ નથી; અને પોતાને જાણવાથી કદી ચુત થયું જ નથી. ૨) ભાવેન્દ્રિયો ખરેખર તો જોય છે. અને શેયને જ્ઞાન માનવું તે જ્ઞાન સંબંધી ભૂલ છે. છ દ્રવ્યો જોય છે. તેને લક્ષ કરીને જાણનાર ખરેખર શેય છે અને તેને જ શેય માનવું તે શેય સંબંધી ભૂલ છે. અરે ! જેને જ્ઞાન માને છે તે તો આત્માથી સર્વથા ભિન્ન જોય નીકળ્યું. ઇન્દ્રિયજ્ઞાન અને જ્ઞાન બન્નેના નામ નિક્ષેપમાં, બન્નેની રાશિમાં જ્ઞાન છે, પણ એક શેય છે અને બીજું જ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં ચેતના વ્યાપતી નથી, તેમાં જ્ઞાનનો અંશ નથી, તેથી તે જ્ઞાન નથી પણ શેય છે. જોય... શેયરૂપ રહે છે, શેય જ્ઞાનરૂપ થતું નથી. જ્ઞાન.....જ્ઞાનરૂપ રહે છે, જ્ઞાન શેયરૂપ થતું નથી. ૩) જીવનું વિશેષ ચેતના છે. ભાવેન્દ્રિય જીવનું વિશેષ નથી. જીવના વિશેષમાં માત્ર જીવ જ જણાય છે. તે જીવને જ પ્રસિદ્ધ કરે છે. અને ભાવેન્દ્રિય અજીવનું વિશેષ હોવાથી તે અજીવને પ્રસિદ્ધ કરે છે. ૪) ભેદજ્ઞાન ક્યાં કરવું અને કેવી રીતે કરવું? જ્ઞાયક સ્વરૂપ જેવું છે. તેનું લક્ષણ ઉપયોગ બધાને પ્રગટ થાય છે. અને તેમાં સ્વ-પરની જ્ઞપ્તિ થાય છે. (પ્રતિભાસ થાય છે.) તે જ્ઞાન સ્વચ્છ છે પણ સમ્યક નથી અને મિથ્યા પણ નથી. હવે આ શેયાકાર જ્ઞાનના વિષયભેદે ભેદ પડી જાય છે. જો સ્વને વિષય કરે તો સમ્યકજ્ઞાન, પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. પરંતુ સ્વ-પર પ્રતિભાસવાળી પર્યાય પ્રમાણજ્ઞાનરૂપ હોવાથી તેમાં અસ્તિ-નાસ્તિ અનેકાન્ત પ્રજ્ઞા વડે; વિધિ-નિષેધ કરી, નિશ્ચય કાઢવું જોઈએ. પ્રતિભાસ બે નો અને લક્ષ એકનું. પરપદાર્થોનો પ્રતિભાસ દેખીને, તેનું લક્ષ કરી લ્ય છે, તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે પોતાની યોગ્યતા અને ગુરૂગમે તેને ખ્યાલ આવે છે કે મને ‘જાણનારો જણાય છે; અને ખરેખર પર જણાતું નથી” આમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. જ્ઞાન પરથી નથી થતું એમાં પરનું લક્ષ છૂટી જાય છે. અને જ્ઞાન જ્ઞાયકથી પણ થતું નથી તેમાં જ્ઞાયકનું લક્ષ થઈ જાય છે. ૫) જૈન દર્શનમાં જાણવું' શબ્દનો અર્થ ત્રણ રીતે થાય છે. (૧) પ્રતિભાસને પણ જાણવું કહેવાય છે. (૨) લક્ષ માટે પણ જાણવું કહેવાય. (૩) લક્ષનું ફળ જ્ઞાનત્વ, તેના માટે પણ જાણવું શબ્દ વપરાય છે. આમ ત્રણે ધર્મો માટે જાણવું શબ્દનો પ્રયોગ થાય છે. એક સમયની એક જ જ્ઞાન પર્યાયમાં આ ત્રણે ધર્મો યુગપદ્ રહેલાં છે. આખા જગતને જાણવું' જે જ્ઞાનત્વનો સ્વભાવ છે તેની જ ખબર છે. જ્ઞાનનો લક્ષરૂપ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સ્વભાવ તેમજ પ્રતિભાસરૂપસ્વભાવ અપ્રચલિત છે. આગળ જણાવેલ દશ ગાથાઓમાં જે જાણવું' શબ્દ છે તે લક્ષના હેતુએ વપરાયેલ છે. ‘જીવ પણ જાણવા ન જાયે”. ૬) ‘લક્ષ' એ જૈનદર્શનનો પ્રાણ છે. લક્ષ સમ્યક થયા વિના જાણવું” કદી સમ્યક થતું નથી. લક્ષમાં સર્વ વિવિક્ષાનો અભાવ છે. લક્ષ જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ છે. લક્ષ કહો કે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ કહો, બન્ને એકાર્થ છે. લક્ષના સ્વભાવની ઉપાદેયતા વિના કદી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. આ જ્ઞાનના લક્ષવાળા ધર્મમાં સમ્યક એકાંત જ છે. લક્ષની પ્રાપ્તિ પણ અસ્તિ-નાસ્તિ અનેકાન્તથી જ થાય છે. ૭) લક્ષનું ફળ જ્ઞાનત્વ: આમાં પ્રયોજનપૂર્વક પદાર્થની સિદ્ધિ થાય છે. નયપૂર્વક સમ્યફપ્રમાણજ્ઞાનની સિદ્ધિ થાય છે. આ સમ્યકજ્ઞાનના સ્વભાવમાં “અનેકાન્ત’ની મુખ્યતા રહેલી છે. આખું વણેય પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થાય છે. ધ્યેયપૂર્વક જોય થાય છે. અભેદના ભેદને નથી જાણતો એવો લક્ષનો સ્વભાવ ચાલુ છે ત્યારે આનંદને પણ જાણી લે છે. કેમ કે એક વસ્તુ છે, એક સત્તા છે, એક પદાર્થ છે. આમાં પ્રદેશભેદ નથી. ક્રમ વિના, લક્ષ વિના, ભેદ વિના, વિકલ્પ વિના એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયને અભેદ જાણી લે છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત’ પદાર્થને જાણી લે છે. આનંદને જાણવા માટે જ્ઞાને આનંદની સન્મુખ ન થવું પડે. આ જ્ઞાનનો કોઈ દિવ્ય અને અદ્ભુત સ્વભાવ છે. દ્રવ્યનું લક્ષ કદી છૂટે નહિ, પર્યાયનું લક્ષ કદી થાય નહિ અને પર્યાય જણાયા વિના રહે નહિ. “દેખ્યા વિના દેખી લેવું” તે સમ્યજ્ઞાનનો કોઈ અદ્ભુત સ્વભાવ છે. આમ સ્વપ્રકાશકપૂર્વક તે જ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય છે. ૮) કેવળજ્ઞાનનું પરમાર્થ સ્વરૂપ આત્મસિદ્ધિમાં શ્રીમજી લખે છે - કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” કેવળી ભગવાન અસંભૂત નયે લોકાલોકને જાણે છે તેવું કથન આવે છે. તેનું રહસ્ય એ છે કે કેવળજ્ઞાનમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય છે. કેવળીભગવાન જાણે છે કેવળજ્ઞાનને અને કહેવાય કે લોકાલોકને જાણે છે, તો તે વ્યવહાર આવ્યો કેવી રીતે? પ્રતિભાસ દેખીને વ્યવહાર આવ્યો છે. (૧) જો પ્રતિભાસ ન થયો હોત તો કેવળી લોકાલોકને જાણે છે તેવો વ્યવહાર ન આવત. (૨) કેવળી ભગવાન લોકાલોકનું લક્ષ કરીને જાણતા હોય તો કેવળજ્ઞાન ન હોત. (૩) લોકાલોક કેવળજ્ઞાનમાં તન્મય થઈ ગયું હોય તો પણ કેવળજ્ઞાન ન હોય. ૯) સ્વ-પરપ્રકાશકની સ્પષ્ટતા : અજ્ઞાની તો એક જ પ્રકારે સ્વ-પરપ્રકાશકને માને છે, પરંતુ લક્ષ કરીને જાણવું તેવું સ્વ-પરપ્રકાશક જ્ઞાનને જ માને છે. જ્ઞાની ધર્માત્મા તો કહે છે અમે તો ત્રણ પ્રકારના સ્વ-પરપ્રકાશકને માનીએ છીએ. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ૧. સ્વ-પર પ્રકાશક ....... ખાલી પ્રમાણરૂપ વ્યવહાર.......પ્રતિભાસની મુખ્યતાથી ૨. સ્વ-પર પ્રકાશક ........ નિશ્ચય.. .......ઉપાદેયની મુખ્યતાથી ૩. સ્વ-પર પ્રકાશક ....... નિશ્ચય...............................જાણવાની મુખ્યતાથી ૪. સ્વ-પર પ્રકાશક ....... નિશ્ચયપૂર્વકના વ્યવહારરૂપ છે.......જાણવાની મુખ્યતાથી. ૧૦) સાધકની સવિકલ્પ દશા સાધક કહે છે કોણ જાણે છે પરને? ભાવેન્દ્રિય, બુદ્ધિ જાણે છે પરને. મારી શુદ્ધ પરિણતિ મારાથી અભેદ હોવાથી તે પણ પરને જાણતી નથી. એક જ્ઞાનની પર્યાયના બે ભાગ પડી ગયા છે. જ્ઞાનધારા અને કર્મધારા અર્થાત્ યધારા. બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. માત્ર કથન પદ્ધતિ સાપેક્ષ છે. પણ પરિણમન નિરપેક્ષ છે. આમ જ્ઞાનનો એક સમયમાં ત્રિમુખી સ્વભાવ છે. ૧) લક્ષમાં અંતર્મુખતા ૨) જ્ઞાનત્વ અર્થાત્ જેમાં જાણવું તેમાં અંતર્મુખતા અને ૩) પ્રતિભાસના સ્વભાવમાં પણ અંતર્મુખતા રહેલી છે. જ્ઞાનના એક પણ અવિભાગ પ્રતિચ્છેદમાં બહિર્મુખતા નથી. આમ એક જ્ઞાનની પર્યાયમાં ત્રિવેણી સંગમ છે. “જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આમાં પણ ખરેખર પર જણાતું નથી તેમાં પ્રતિભાસને સ્થાપ્યો અને લક્ષને મૂળમાંથી ઉથાપ્યું છે. આમ સંપૂર્ણ જૈનદર્શનનું રહસ્ય છે. જ્ઞાન પરને લક્ષ કરીને જાણે નહિ, જ્ઞાન પરમાં જણાય નહિ છતાં જણાયા વિના રહે પણ નહિ. સંપૂર્ણ પ્રક્રિયા: સારભૂત:૧. મોક્ષનો ઉપાય (પુરુષાર્થની મુખ્યતા) ૧) મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે આ પાંચ બાબતો - (૧) સ્વભાવ (૨) પુરુષાર્થ (૩) કાળલબ્ધિ (૪) ભવિતવ્ય (૫) નિમિત્ત (કર્મની ઉપશમાદિ અવસ્થા) ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય (મેળાપ, એકઠાપણું) કહે છે. ૨) આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી મિથ્થામાર્ગ છે. ૩) આમાં કાળલબ્ધિ તે કોઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ છે. છયે દ્રવ્યોમાં તે દરેક સમયે હોય છે. બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત અનેક પ્રકારની શક્તિ સહિત છે, તેમ જ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતાં રોકવા કોઈ સમર્થ નથી. ૪) કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર નથી. એ મિથ્યા માન્યતા છે, કેમ કે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો. તેથી તે માન્યતાવાળા એકાંત કાળવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૫) ભવિતવ્ય અથવા નિયતિ એટલે જે બનનાર છે તે જ બનનાર છે. બનનાર છે તે ફરનાર નથી. જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે એ માન્યતા બરાબર નથી. કેમ કે તે માનનાર જીવે પોતાના જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. ૬) દરેક કાર્ય જ્યારે થાય ત્યારે ત્યાં જે વસ્તુ હાજર હોય તેના ઉપર નિમિત્તનો આરોપ ઉપચારથી કરવામાં આવે છે, પણ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. દરેક વખતે દ્રવ્યકર્મની કોઈને કોઈ અવસ્થા નિમિત્ત છે. પણ કર્મકાંઈ જીવને કરતું નથી. જ્યાં સુધી દર્શનમોહ માર્ગન આપે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એ માન્યતા બરાબર નથી. એ માન્યતા મિથ્યા છે. કેમ કે તે જીવે પુરુષાર્થ વડે જ્ઞાયક સ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે તો માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી ગૃહીત મિથ્યાદૃષ્ટિ કહ્યો છે. ૭) ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી જ્ઞાયક સ્વભાવ સન્મુખ થાય, એ તરફ ઢળે, એનો આશ્રય લે, એમાં અભેદરૂપ પરિણમી જાય એને સમ્યક પુરુષાર્થ કહે છે. - જ્યારે જીવ (વર્તમાન જ્ઞાનની પર્યાય) પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરેપરિણમે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય, ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈ પણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી – એવો નિશ્ચય કરવો. વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપદમાદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો અવશ્ય આવી મળે છે. વળી કર્મના ઉપશમાદિ તો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિ સ્વયં થઈ જાય છે. તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી. જીવનું કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની અવસ્થા જીવનું કાંઈ કર્તવ્ય નથી. ૮) હવે પ્રશ્ન એ થાય છે કે જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડીને ઘણો પુરુષાર્થ તો કર્યો; છતાં તેને કાર્યની સિદ્ધિ કેમ ન થઈ? તેનો ઉત્તર એ છે કે તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. સમ્યક પુરુષાર્થ કર્યો નથી. અન્યથા પુરુષાર્થ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ કરી મોક્ષનું ફળ ઇચ્છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઇચ્છે છે, તે કેવી રીતે બને? વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચય ધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. ૯) હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિપાળે તો પણ દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને સ્વપરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? ઉત્તરઃ (૧) તે જીવતેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપવિપરીતતા અને ભેદભેદવિપરીતતાને ટાળતો નથી; તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો નથી. (૨) તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને અજ્ઞાન કહે છે. (૩) પોતાનું પ્રયોજન સાધતું નથી તેને જ કુજ્ઞાન કહે છે. (૪) પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનમાં દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. ૧૦) કારણ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. સ્વરૂપ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ વસ્તુસ્વરૂપને તોન ઓળખે અને અન્યથા સ્વરૂપમાને તે સ્વરૂપ વિપરીતતા છે. ભેદભેદ વિપરીતતા જેને તે જાણે છે તેને “એ એનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદ વિપરીતતા છે. ૧૧) નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગાં મળીને કાર્ય કરે છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? 'ઉ. : (૧) મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે ઓળખું નહિ અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળ કારણપણે જાણ્યા તેથી તેને કારણ વિપરીતતા થઈ. (૨) ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય છે, તેથી નિમિત્તને ઉપચારમાત્ર કારણ કહેવામાં આવે છે - એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુ સ્વરૂપને ન ઓળખ્યું તેથી તેને સ્વરૂપ વિપરીતતા થઈ. (૩) દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ - એવી ભિન્નતા ન માનતા ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી બન્નેની અભિવ્રતાને લીધે તેને ભેદભેદ વિપરીતતા થઈ. આ રીતે એના જ્ઞાનમાં ત્રણે વિપરીતતા હોવાને લીધે તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. અને જ્યારે એ દોષ ટળે ત્યારે જ તેને સમ્યકજ્ઞાન નામ મળે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ૧૨) દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિની ધર્મ સાધનામાં અન્યથા પણ શું છે? વ્યલિંગી મુનિ, વિષયસુખાદિના ફળ નરકાદિ છે, શરીર અશુચિમય છે, વિનાશિક છે, પોષણ કરવા યોગ્ય નથી. તથા કુટુંબાદિક સ્વાર્થના સગા છે - ઇત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારી તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ - મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર ફળ આપનારા છે, એ વડે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્ર હિતકારી છે ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલા જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે પરદ્રવ્યોમાં ઇષ્ટ - અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ દ્રવ્યથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બૂરા જાણવા તેનું નામ જ દ્વેષ છે. ૧૩) વ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ કોઈ કર્મ જ હશે ને? ત્યાં પુરુષાર્થ શો કરે ? ના! ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો તત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહ કર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વનિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહન સ્થિતિ - અનુભાગ પણ ઘટે છે. સાચા નિર્ણયમાં તો સ્વરૂપનો જ નિર્ણય કરવાનો છે. “હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’ ૧૪) સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં નિમિત્તકારણ દર્શનમોહ છે અને ચારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્તકારણ ચારિત્રમોહ છે - તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેવી રીતે કરી શકે? માટે ધર્મન થવામાં જડ કર્મોનો દોષ છે ને? ના; પોતાના ઊંધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય છે અને મોહના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે, અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. તસ્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાખે છે એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જૈન ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જૂઠું બોલે છે. જેને મોક્ષસુખની સાચી અભિલાષા છે તે આવી જૂઠી યુક્તિ બતાવે નહિ. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ જીવનું કર્તવ્ય તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસન્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે, અને તેમ થતાં તે જીવને નગ્ન દિગંબર દશા, ૨૮ મૂળ ગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતાપૂર્વક પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ દશારૂપ સિદ્ધપદને પામે છે. ૧૫) પ્ર. : જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું શું છે? ઉ. : સર્વ પ્રથમ - (૧) હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી. (૨) જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-સુગુરુ-સુધર્મને ઓળખવા. (૩) ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. (૪) નિમિત્ત-નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવા. -ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવા. કેમ કે તે પ્રયોજનભૂત છે. પ્ર. ઃ પ્રયોજનભૂત તત્ત્વોને જીવ યથાર્થ જાણે-માને તો તેને શું લાભ થાય ? ઉ. ઃ જો તેને યથાર્થ જાણે-શ્રદ્ધે તો તેને સાચો સુધાર થાય છે અર્થાત્ તેથી તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર.: જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે ? ઉ. : મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. σε પ્રઃ હેય શું છે ? ઉ. : જીવ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય-હેય છે; તથા પરિનિમત્ત, વિકાર અને વ્યવહારનો આશ્રય હેય છે. : જ્ઞેય શું છે ઉ. : સ્વ-પર અર્થાત્ તત્ત્વો સહિત જીવાદિ છ યે દ્રવ્યોનું સ્વરૂપ. પ્ર. ઃ ઉપાદેય શું છે ? ઉ. ઃ એકાકાર ધ્રુવ જ્ઞાયક સ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય છે. નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે. પ્ર.: ૧૬) સમ્યક્ત્વ કોને કહે છે ? (૧) જે ગુણની નિર્મળશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય. અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ (૨) સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. (૩) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. (૪) સ્વ-પરનું શ્રદ્ધાન થાય. (૫) આત્મશ્રદ્ધાન થાય - તેને સમ્યકત્વ કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે. સમ્યગ્દર્શન અને મિશ્રદર્શન તેના પર્યાયો છે. રામ્યગ્દર્શનમાં ‘સમ્યક’ શબ્દશું સૂચવે છે? વિપરીત અભિનિવેશ (અભિપ્રાય)ના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે, કારણ કે સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે. તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે. છવ-અજીવ આદિ સાત તત્ત્વાર્થ છે એનું શ્રદ્ધાન અર્થાત્ “આમ જ છે, અન્યથા નથી' એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીત અભિનિવેશ અર્થાત્ અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. વિપરીત અભિનિવેશ રહિત જીવ-અજીવાદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું જ સ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી તે પ્રગટ થાય છે. આ બધાથી એમ સમજવું કે મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો જ ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. ૧૭) તત્ત્વનો નિર્ણયઃ (૧) જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો...પછી... (૨) પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવી એટલે કે પરપદાર્થ તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થાવગ્રહ (moto) થયો. (૩) પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા (બcine) (૪) નિર્ણય થયો તે અવાય ( ૧ ) અર્થાત્ ઇહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. (૫) આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા ( R io%) કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મનઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ અવગ્રહ કે ઇહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસમ્મુખ લક્ષ હોય છે. સમ્યગ્દષ્ટિને પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ૧૮) સમદર્શન માટે અભ્યાસનો કમઃ (૧) પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુવાદિની માન્યતા છોડી, અરિહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું; કારણ કે એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે, કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું. (૨) પછી જિનમતમાં કહેલાં જીવાદિતત્ત્વોનો વિચાર કરવો, તેના નામ-લક્ષણાદિશીખવા, કારણ કે એના અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. તેવાર્થ શાન સ નમ્ (૩) પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવા વિચારો કરવા, કારણ કે તે અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. (૪) ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કરવો. કારણ કે એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. (૫) એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. તું સ્થાપ નિજ ને મોક્ષપંથે, બા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.” લાખ બાતકી બાત યહે, નિશ્ચય ઉર લાવો; તોડી સકલ જગ-દંડ-ફંદ, નિજ આત્મ ધ્યાવો.” ૧૯) એક જ - (૧) એક જ શેય છે - જ્ઞાન સ્વરૂપી આત્મા. તે એકનું જ જ્ઞાન કરવું. (૨) એક જ શ્રદ્ધેય છે - અભેદ શુદ્ધ આત્મા. તે એકની જ શ્રદ્ધા કરવી. (૩) એક જ ધ્યેય છે - ધ્રુવ ધામ આત્મા. તે એકનું જ ધ્યાન ધરવું. (૪) એક જ લક્ષ્ય છે - આનંદ સ્વભાવી આત્મા. તે એકનું જ લક્ષ કરવું. (૫) એક જ દશ્ય છે - સહજાનંદી આત્મા. તે એકનું જ દર્શન કરવું. (૬) એક જ સાધ્ય છે - અખંડ અવિનાશી આત્મા. તે એકની જ સાધના કરવી. (૩) એક જ આરાધ્ય છે - નિજ કારણ પરમાત્મા. તે એકની જ આરાધના કરવી. (૮) એક જ એકાગ્રતા કરવા યોગ્ય છે - જ્ઞાનસાગર આત્મા. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ (૯) એક જ આદરવા યોગ્ય છે - ચૈતન્યશીલ આત્મા. (૧૦) એક જ રમણતા કરવા યોગ્ય છે - અકષાયી આત્મા. (૧૧) એક જ લીનતા કરવા યોગ્ય છે - સુખકંદ આત્મા. (૧૨) એક જ ઉત્તમ છે - સકલ નિરાવરણ આત્મા. (૧૩) એક જ મંગલ છે - પવિત્રતાની મૂર્તિ આત્મા. (૧૪) એક જ શરણ છે - પ્રભુત્વ શક્તિને ધરનાર આત્મા. (૧૫) એક જ રુચિ કરવા યોગ્ય છે - વિજ્ઞાનઘન આત્મા. (૧૬) એક જ અભ્યાસ કરવા યોગ્ય છે - કારણ સમયસાર આત્મા (૧૭) એક જ અનુભવ કરવા યોગ્ય છે - જ્ઞાનકુંજ વિભુ આત્મા. (૧૮) એક જ પ્રતીતિ કરવા યોગ્ય છે - નિર્મળાનંદ ભગવાન આત્મા. (૧૯) એક જ મનન કરવા યોગ્ય છે - ગુણનું ગોદામ આત્મા. (૨૦) એક જ ચિંતવન કરવા યોગ્ય છે - શક્તિનું સંગ્રહાલય આત્મા. (૨૧) એક જ પ્રીતિ કરવા યોગ્ય છે - અનુપમ શાંતિ સ્વરૂપ આત્મા. (૨૨) એક જ વંદન કરવા યોગ્ય છે - દેવાધિ દેવ નિજ આત્મા. (૨૩) એક જ પક્ષ કરવા યોગ્ય છે - નયાતિક્રાંત પ્રભુ આત્મા. (૨૪) એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે - અનંત સુખનો નિધાન ભગવાન આત્મા! ૨૦) ધર્મનું સ્વરૂપઃ (૧)સ્વરૂપની સમજણ તે ધર્મ. (૨) આત્માનું આરાધન તે ધર્મ. (૩) જ્ઞાયકનું જ્ઞાન તે ધર્મ. (૪) શ્રદ્ધેય તત્ત્વની શ્રદ્ધા તે ધર્મ. (૫) સ્વભાવમાં સમાવવું તે ધર્મ. (૬) ધ્યેયનું ધ્યાન તે ધર્મ. (૭) પૂર્ણતાની પ્રતીતિ તે ધર્મ. (૮) છે તેવા થવું તે ધર્મ. (૯) અમૃતસાગરનો અનુભવ તે ધર્મ. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ (૧૦) ભ્રમણાને ભાંગવી તે ધર્મ. (૧૧) ચૈતન્યમાં ચરવું તે ધર્મ. (૧૨) જાગતો જીવ જાગે તે ધર્મ, (૧૩) ધ્રુવને ધારવો તે ધર્મ. (૧૪) આત્મસ્વરૂપની ભાવના તે ધર્મ. (૧૫) દષ્ટા સ્વભાવનું દર્શન તે ધર્મ. (૧૬) જ્ઞાતા સ્વભાવનું દર્શન તે ધર્મ. (૧૭) કેવળજ્ઞાનનો કટકો (સમ્યગ્દર્શન) તે ધર્મ. (૧૮) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૧૯) સત્ સ્વરૂપની સાધના તે ધર્મ. (૨૦) ભગવાન આત્માની ભક્તિ તે ધર્મ. (૨૧) સ્વભાવની સેવા તે ધર્મ (૨૨) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૨૩) પરમાત્માને પામવો તે ધર્મ. (૨૪) અંતરાત્માની આરાધના તે ધર્મ. ૨. વ્યવહારની પકડ અને મિથ્યાત્વ: પ્ર. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ, નવ તત્ત્વનું જ્ઞાન, બ્રહ્મચર્યનું પાલન, પૂજા, વ્રત, તપ, ભક્તિ વગેરે કરવા છતાં જીવને મિથ્યાત્વ કેમ રહી જાય છે? ઉ. : “આ વર્તમાન પરિણામ જ હું છું અને તેનાથી જ મને લાભ છે એમ જીવ વર્તમાન ઉપર જ લક્ષને ટકાવીને ત્યાં અટકી ગયો પરંતુ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવ તરફ ન વળ્યો તેથી જ મિથ્યાત્વ રહી ગયું છે. વર્તમાન વર્તતી પર્યાયના આધારે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. | નિશ્ચય-અખંડ-અભેદ સ્વભાવ તરફ ઢળતાં વચ્ચે જે વિકલ્પાદિરૂપ વ્યવહાર આવે તેને માટે ખેદ જોઈએ. એને બદલે તેની જે હોંશ કરે છે તેને સ્વભાવનો આદર ટળી જાય છે એટલે તે મિથ્યાત્વી જ રહે છે. વ્યવહારની રુચિવાળો જીવ ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ સાંભળીને તેમાંથી પણ વ્યવહારની રુચિને પોષે છે. વ્યવહાર વચ્ચે આવે છે તો ખરો ને!' એમ વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મીઠાસ મિચ્યોદષ્ટિને રહે છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેનો આશ્રય કરવા જેવું માને તો તે એકાંત છે. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવન રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ દરેક જીવને વર્તમાન અવસ્થામાં વીર્યનું કાર્ય તો થયા જ કરે છે પણ તે વીર્યને સ્થાપવું છે ક્યાં તેનું ભાન નહિ હોવાથી જીવને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. “એક જ્ઞાયકભાવ છું, વર્તમાન અવસ્થા જેટલો નથી પણ અધિક (પરથી વિભક્ત અને સ્વથી અવિભક્ત) ત્રિકાળ સામર્થ્યનો પિંડ છું” આમ પોતાના નિશ્ચય સ્વભાવની રુચિના જોરમાં વીર્યને સ્થાપવું જોઈએ. એકાગ્ર કરવું જોઈએ તો સમ્યગ્દર્શન પ્રગટે. જો નિશ્ચય સ્વભાવ તરફના જોરમાં અને રુચિમાં વીર્યને ન જોડે તો તે વીર્ય વ્યવહારના પક્ષમાં જોડાય છે એટલે તેને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ છૂટતો નથી. સમ્યગ્દર્શન થતાં વ્યવહારનું જ્ઞાન તો રહે છે પરંતુ દષ્ટિ તેના ઉપરથી ઉઠીને સ્વભાવ તરફ એકાગ્ર થાય છે. જ્ઞાન તો સમ્યજ્ઞાનરૂપ અનેકાન્ત જ રહે છે. પરંતુ જ્ઞાન જ્યારે સર્વથા વ્યવહાર તરફ ઢળે છે ત્યારે ત્યાં નિશ્ચય નયનો આશ્રય જરા પણ નહિ હોવાથી તે વ્યવહારના પક્ષવાળું જ્ઞાન મિથ્થારૂપ એકાંત છે. સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતાં જુદી પડે છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. સ્વભાવની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને 'અહો ! આ તો મારું જ સ્વરૂપ બતાવી રહ્યા છે.’ એમ સ્વભાવ તરફ વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો આ કામ આપણાથી ન થાય” એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પક્કડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડ્યો નથી. અરે ભાઈ ! તારાથી રાગનું કાર્ય થાય અને રાગથી છૂટા પડીને રાગ રહિત જ્ઞાનનું કામ કે જે તારો સ્વભાવ જ છે તે તારાથી ન થાય..!! એમ જો તેં માન્યું તો ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી (અરુચિ કરી હોવાથી) તને સૂક્ષ્મપણે રાગની મીઠાસ છે, વ્યવહારની પક્કડ છે એટલે જ સમ્યગ્દર્શન થતું નથી. ૩. સુખનું સ્વરૂપ ૧) દરેક પ્રાણી સુખ શોધે છે તેથી તેને વર્તમાન સુખ નથી. સુખ તો પોતાનું સ્વરૂપ છે. ૨) જો સુખની સત્તા હોવાપણું) ન કબૂલે તો સુખની શોધ થઈ શકે નહિ; જે ન હોય તેમાં કાર્ય કરવા કોઈ પ્રયત્ન કરતું નથી. ૩) સુખનો પ્રયાસ કરે છે તેથી ક્યાંક સુખનું અસ્તિત્વ માને છે. સુખનું અસ્તિત્વ ન હોય તો શોધે નહિ અને સુખ પ્રગટ હોય તો પણ ગોતે નહિ. ૪) સુખ ક્યાંક માન્યું અને તેનો ઉપાય છે એ પણ કબૂલે છે. પણ એ સુખ શું છે? ક્યાં છે? અને તેનો ઉપાય શું છે? તેની સાચી સમજ વગર સુખના નામે દુઃખના ઉપાય અનાદિથી જીવ કરી રહ્યો છે. ૫) જગતના બધા જીવો સુખ ચાહે છે અને તે સુખ ટળે નહિ એવું કાયમી ચાલે છે અને સતત તે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરે છે. પરંતુ ઉપાય સાચા ન હોવાથી ફળરૂપે દુઃખને જ પ્રાપ્ત થાય છે. ૬) હવે કોઈ જીવો એમ માને છે કે ‘મારે સુખ જોઈએ છે.’ હવે પોતે સ્વયં શાશ્વત સુખરૂપ સ્વાધીન છે તેની જેને ખબર નથી તે તો ‘સુખ જોઈએ છે’ એવી માન્યતાથી - અસંતોષથી બહારમાં સુખ શોધે છે અને તે સુખના સાધન - ઉપાય પણ પરાશ્રયથી માને છે. તેથી તેની દષ્ટિ પરસંયોગ ઉપર જ રહે છે. એ પરાધીન દષ્ટિવાળો સ્વાધીન સુખનો અંશ પણ પામી શકતો નથી. ૭) ખરેખર તો જીવને પોતાના સ્વરૂપ સંબંધી જ ભ્રમણા છે તેથી તે અનંત કાળથી દુઃખ ભોગવી રહ્યો છે. ૮) તો સુખ શું છે ? ‘સુખ’ આત્માનો સ્વભાવ છે, તેનો સહજ ગુણ છે. તે માત્ર અનુભૂતિનો વિષય છે. તે કોઈ બહારની ચીજ નથી. દરેક આત્મા પોતે તેનો સહજ અનુભવ કરી શકે. ૯) તે અનુભૂતિનો ઉપાય શું છે ? (૧) પ્રથમ પોતે પોતાને આત્મસ્વરૂપે જ્ઞાનમાં અને શ્રદ્ધામાં સ્વીકારે, પોતાનું સ્વરૂપ ઓળખે. ΟΥ (૨) જ્યારે જીવ પોતે જ પોતાને શાશ્વત સુખરૂપે ઓળખે અને પોતાના સુખ સ્વરૂપી આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા વડે તે સ્વયં પોતે સુખરૂપે થઈ જાય એવો પોતાનો સ્વભાવ છે એમ આત્મભાન (આત્મજ્ઞાન) કરે ત્યારે સ્વાધીન દૃષ્ટિના બળે સુખનો અનુભવ પ્રગટ કરે. ૧૦) ‘મારે સુખરૂપ થવું છે’ એમાં એમ આવ્યું કે : પોતાથી જ પોતે સુખરૂપ છે. કોઈ પરપદાર્થની સુખ માટે જરૂર નથી. સુખરૂપ થનારો પોતે એકલો; તેમાં પુણ્ય જોઈએ, પર જોઈએ, બીજાની મદદ જોઈએ... એ બધું હોય તો પોતે સુખરૂપ થાય એવું કાંઈ ન આવ્યું, પણ પોતે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપને સમજીને ઠરે તો સહજ આનંદરૂપ પ્રગટ દશા થાય એટલે કે પોતે સુખરૂપ પરિણમે. આત્મા નિત્ય સુખરૂપ છે, આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે એના ભાનરૂપ સહજ જ્ઞાન અવસ્થાનો સ્વભાવ જ નિત્ય સ્વતંત્રપણે જ્ઞાન-આનંદરૂપે સ્વયં થવાનો છે. જે સ્વભાવ છે તે જ અવસ્થારૂપે થાય છે. માટે ‘મારે સુખ જોઈએ છે’ અને ‘સુખરૂપ થવું છે’ એ બે માન્યતામાં બહુ ફેર છે એ વાત ધ્યાનમાં લેવી. ૧૧) ‘હું એકલો મારથી પૂર્ણ છું, અનંત ગુણનો શાશ્વત સ્વાધીન ભંડાર છું, મારે સુખ માટે કોઈ બીજાની જરૂર નથી, દેવ-શાસ્ર-ગુરુ તરફના શુભ વિકલ્પની પણ જરૂર નથી’ એમ પ્રથમ સ્વાધીન સ્વભાવને ઓળખીને હા તો પાડ ! ૧૨) હજી તો સત્યનો સ્વીકાર કરવાની, સાચી ઓળખાણ કરવાની આ વાત છે. પોતાના ઘરની આ વાત છે. ૧૩) પોતે તો ‘જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે.’ તેમ ‘બધા જ આત્મા સ્વતંત્ર ભગવાન છે, ક્ષણિક વિકાર જેટલા નથી, પણ પોતે જે સ્વભાવે છે તેનાથી બીજારૂપે કદી થનાર નથી’ એમ જો Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સ્વભાવને નક્કી કરે, તો પોતે જ ધર્મરૂપે (મૂળસ્વરૂપે) છે, તે જ અવસ્થારૂપે પોતાને થયું છે. તેમાં કોઈ પર નિમિત્તની કે રાગની અવસ્થારૂપે થવાની જરૂર નથી. એટલે કે ધર્મ સ્વાધીન છે. ૧૪) હવે અહીંયા સુખનો અને ધર્મનો સંબંધ આવ્યો. મારે સુખરૂપે થવું છે - મારે ધર્મરૂપે થવું છે. ધર્મરૂપે થવાનો મારો સ્વભાવ છે. ૧૫) પુણ્ય-પાપના વિકારી ભાવને ઠીક માનવા અને તેમાં સુખ માનવું તે ઊંધી માન્યતા જ મહાપાપરૂપ અધર્મ અને દુઃખ છે. ધર્મ જોઈએ છે એમ જેણે માન્યું છે, તેની દષ્ટિ સંયોગ ઉપર છે એટલે કે બહારથી ધર્મ કરી લઉં, પરની દયા કરું, રક્ષા કરું, કોઈના આશીર્વાદ મેળવું તો કલ્યાણ થાય. ઘણા પુણ્ય કરું તો સુખ થાય. એમ પરવસ્તુ વડે ધર્મ (સુખ) માને છે અને તેથી તે જીવ પર સંબંધ રહિત સુખ સ્વરૂપે થઈ શકતો નથી, પરિણમતો નથી, અનુભવ કરતો નથી. સુખ માટે કાંઈ ઇચ્છવાનું રહેતું નથી. ૧૬) ધર્મરૂપે મારે થવું છે. કોઈ પર ચીજ મારા ધર્મને કરનાર નથી, પણ હું જ ધર્મરૂપે મારા વડે થનાર છું. મારે એકલાએ ધર્મરૂપે થવું છે. ધર્મથી જુદું પડવું નથી. સમ્યક શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની અવસ્થારૂપે થનાર હું એકલો જ છું, તે માટે મારે પર સાધનની જરૂર નથી તેમજ કોઈની રાહ જોવી પડે તેવું મારું સ્વરૂપ નથી. હું સ્વાધીન છું. મારા ધર્મથી હું કદી ખાલી નથી.” આ પ્રમાણે પોતાની ઓળખાણ તે જ ધર્મ છે, તે જ સુખનો અનુભવ છે. ૧૭) વિકારરૂપે થવામાં સંયોગની રૂચિ છે, તેમાં દુઃખ છે. અને ધર્મરૂપે એટલે કે સુખરૂપે થવામાં અસંયોગી અવિકારી સ્વભાવની રુચિ છે. ૧૮) “મારે ધર્મરૂપે થવું છે તેમાં એ પણ આવ્યું કે હું વર્તમાન પ્રગટ ધર્મરૂપ થયો નથી. શક્તિરૂપે ધર્મ સ્વરૂપ પૂર્ણ છે. આત્મામાં બેહદ તાકાત, અનંત - અક્ષય સુખરૂપ ધર્મ ભર્યો છે, તે સ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થતાં ધર્મરૂપ પર્યાય પ્રગટે છે અર્થાત્ આત્મા પોતે ધર્મરૂપ થાય છે. ૧૯) પરાશ્રય રહિત પોતાના સ્વાધીન સ્વભાવની પહેલાં પ્રતીત કરે તો જેવો સ્વભાવ છે તે રૂપે થવા માટે પોતાના સ્વભાવમાં જોવાનું રહ્યું. કાંઈ શુભાશુભભાવ થાય ત્યાં એમ જાણે કે તે ભાવ મારા પુરુષાર્થની વર્તમાન નબળાઇથી બાહ્ય લક્ષ વડે થાય છે, પરંતુ મારા ધર્મરૂપે તે ભાવ થતો નથી. ધર્મરૂપે થવા માટે આત્માને પરની જરૂર પડતી નથી. ૨૦) આત્મા ધર્મ કરે એટલે કે આત્મા સ્વયં ધર્મરૂપ થાય સ્વરૂપને ઓળખી નિરૂપાધિક ધર્મરૂપ થાય કે કોઈ બીજો ? કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર તારા ધર્મરૂપે થનાર નથી. ૨૧) પ્રથમ શ્રદ્ધામાં પરિપૂર્ણ સુખસ્વરૂપને સ્વાધીનપણે નક્કી કરે અને પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાનો સર્વથા ત્યાગ કરે તો તે પોતે શ્રદ્ધામાં ધર્મરૂપ થાય એટલે પૂર્ણતાના લક્ષે અંશે નિર્મળતારૂપ જે સ્વભાવ પ્રગટ કર્યો છે તે રૂપે પોતે થયો. હવે જેટલી અધૂરી અવસ્થા રહી તેને સ્વરૂપ સ્થિરતાના જોર પલટીને પૂર્ણ નિર્મળતારૂપે-સુખરૂપે જ થવાનું પોતાનું રહ્યું. પણ પોતાના સુખ માટે કોઈ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ શરીર, મન, વાણી વગેરે પરરૂપે કે શુભાશુભ ભાવરૂપે થવાનું રહ્યું નહિ. પુણ્ય-પાપ બન્ને વિકાર હોવાથી તેનું ફળ બાહ્ય સંયોગમાં જાય છે અને સાચી શ્રદ્ધા-જ્ઞાન તે સ્વભાવ હોવાથી તેનું ફળ સ્વમાં આવે છે. ૨૨) “નિત્ય જ્ઞાન અને સુખરૂપે થનારો હું જ છું એવી જેને સ્વની શ્રદ્ધા છે, તે પોતાના સુખ માટે પર સામગ્રી ઇચ્છતો નથી. જે ધર્મી છે તેની સ્વાશ્રિત દષ્ટિ હોવાથી તેને કોઈ પરદ્રવ્યો પ્રત્યે અભિપ્રાયથી રાગ નથી, એટલે તે રાગ રહિત સ્વભાવપણે જ થનાર છે. અને અજ્ઞાનીની પરાશ્રિત દષ્ટિ હોવાથી તે અભિપ્રાયથી સર્વ પ્રત્યે રાગ-દ્વેષ કરે છે. ૨૩) રાગનો રાગ ધર્મીને નથી. જ્ઞાનીઓ અંશમાત્ર રાગ કોઈ પણ પ્રત્યેનો કરવા જેવો માનતા નથી. અસ્થિરતાની નબળાઈથી રાગ આવે પણ તે કરવા જેવો માનતા નથી. જ્ઞાની રાગથી લપાતો નથી. તેને રાગની ભાવના કે હોંશ થતી નથી. ૨૪) હું એકલો પૂર્ણ સુખ સ્વરૂપ છું. મારે કોઈની જરૂર નથી. હું જ મારાથી મહિમાવંત છું. ક્ષણિક વિકારથી મારો મહિમા નથી.”આ વાતને જીવે પ્રીતિથી ધારણ કરી, તેનું મનન કરી, અંતરમાં મહિમા લાવી નિઃસંદેહ નિર્ણય કરવો જોઈએ. આ જ ધર્મ કરવાનો સુખી થવાનો સાચો ઉપાય છે. ૨૫) દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે અને પરના સ્વરૂપે ત્રણ કાળમાં નથી - એ મૂળ સત્ય છે. દરેક આત્મા પરથી ત્રિકાળ જુદા છે. માટે પર વડે કોઈને કોઈ રીતે લાભ-નુકસાન થઈ શકે નહિ. બધા આત્મા પોતાના સ્વરૂપથી ભગવાન જ્ઞાનાનંદપૂર્ણ સામર્થ્યવાન છે. ક્ષણિક વિકાર પૂરતા નથી. વિકારરૂપે થનાર નથી. વર્તમાનમાં મોક્ષસ્વરૂપ છે. તે સ્વભાવનની શ્રદ્ધા-જ્ઞાન કરી અને તેના અરાગી સ્થિરતારૂપ થનાર હું સ્વયં છું એવી શ્રદ્ધા કરીને આત્મામાં પરમાનંદદશાની પ્રસિદ્ધિ કરવાનો ઢંઢેરો પીટાય છે. એક તરફ પરિપૂર્ણ સ્વ” અને બીજી તરફ સર્વ “પર” એમ બે ભાગ પાડી વહેચણી કરીને ભેદજ્ઞાન કરવાનું છે. રાગ-વિકારરહિત એકલું સ્વરૂપ, તેમાં સુખ છે. એવા નિર્ણય વગર સુખ પ્રગટે નહિ. આત્મામાં સુખ છે તે સુખ સ્વાધીન છે, પરના આધાર વગરનું છે, તે પ્રગટી શકે છે. આ વાત બહુ સૂક્ષ્મ છે. આત્મસ્વરૂપની વાત અપૂર્વ છે, સમજવા જેવી છે. રુચિપૂર્વક શ્રવણ, મનન, ચિંતન કરી સત્ય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી, સાચી સમજણ વડે પોતાના હિતઅહિતનો વિવેક કરે અને સત્યનું બહુમાન અને મહિમા લાવી વિચારે તેને તો અપૂર્વ કલ્યાણ સ્વરૂપ સમ્યગ્દર્શન-આત્મજ્ઞાન થાય અને નિર્જરારૂપ ધર્મ થાય. બાકી ઊંધી દષ્ટિરૂપ મહા અજ્ઞાનમાં ચૈતન્ય સ્વરૂપની અનંતી હિંસા કરનાર મહાપાપ છે. અનંત સંસાર રખડાવનાર છે. વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય અને ભેદજ્ઞાન એ બે જ મુખ્ય ચાવીઓ છે, સુખની સમજણ માટે અને સુખના અનુભવ માટે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ૪. દ્રવ્યદૃષ્ટિ: ૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેકે દરેક દ્રવ્ય જુદાં છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ખરેખર કાંઈ સંબંધ નથી.” આમ જે યથાર્થપણે જાણે તેને દ્રવ્યદષ્ટિ થાય અને દ્રવ્યદૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય. જેને સમ્યગ્દર્શન થાય તેનો મોક્ષ થયા વગર રહે નહિ. તેથી સૌથી પહેલાં વસ્તુનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ૨) દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.’ આમ માનતા આત્મા સર્વ પર દ્રવ્યથી ભિન્ન છે તેમ જ દરેકે દરેક પુદ્ગલ પરમાણુ જુદી છે, બે પરમાણુ ભેગા-એકરૂપ થઈને કદી કાર્ય કરતાં નથી, પણ દરેક પરમાણુ સ્વતંત્ર જુદો જ છે એમ વસ્તુસ્વભાવનું જ્ઞાન થાય. ૩) જીવને વિકારભાવ થવામાં નિમિત્ત વિકારી પરમાણુઓ (સ્કંધ) છે. દ્રવ્ય અપેક્ષાએ જોતાં તે દરેક પરમાણુ છૂટા જ છે. બે પરમાણુ ભેગા થયા જ નથી અને એક છૂટો પરમાણુ કદી વિકારનું નિમિત્ત થઈ શકતો નથી. ૪) એટલે કે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી સ્વભાવ દૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના વિકારનું નિમિત્ત પણ નથી. આ રીતે દ્રવ્યદષ્ટિથી કોઈ દ્રવ્યમાં વિકાર છે જ નહિ, જીવ દ્રવ્યમાં પણ દ્રવ્યદૃષ્ટિથી વિકાર નથી. ૫) પર્યાયદષ્ટિથી જીવને અવસ્થામાં રાગ-દ્વેષ થાય છે અને તેમાં કર્મ નિમિત્તરૂપ થાય છે. પરંતુ પર્યાયને ગૌણ કરી જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, ત્યારે કર્મ કોઈ વસ્તુ જ ન રહી. કેમ કે તે તો સ્કંધ છે અને તેના દરેક પરમાણુ જુદું જુદું કાર્ય કરે છે. તેથી જીવને વિકારનું નિમિત્ત કોઈ દ્રવ્ય ન રહ્યું. અર્થાત્ સ્વથી તરફ લેતાં જીવ દ્રવ્યમાં વિકાર જ ન રહ્યો. ૬) આ રીતે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી દષ્ટિ એટલે કે દ્રવ્યદષ્ટિ થતાં રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ જ રહ્યું નહિ, એટલે દ્રવ્યદૃષ્ટિમાં વીતરાગભાવની જ ઉત્પત્તિ રહી. ૭) અવસ્થા દષ્ટિથી - પર્યાયદૃષ્ટિથી અથવા બે દ્રવ્યોના સંયોગી કાર્યની દૃષ્ટિમાં રાગ-દ્વેષાદિ ભાવો થાય છે. ૮) ‘કર્મ અનંત પુદ્ગલોનો સંયોગ છે, તે સંયોગ ઉપર કે સંયોગી ભાવ ઉપર લક્ષ કર્યું ત્યારે રાગ-દ્વેષ થાય છે. ૯) જો અસંયોગ એટલે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે એવી દૃષ્ટિ કરે બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર પોતાના અસંયોગી આત્મસ્વભાવની દષ્ટિ કરે તો રાગ-દ્વેષ થાય નહિ. ૧૦) દ્રવ્યદષ્ટિના જોરે કહો કે સ્વભાવદષ્ટિના જોરે કહો, તેનાથી જ મોક્ષ થાય, સુખની પ્રાપ્તિ થાય. માટે સુખ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા જીવે દ્રવ્યદૃષ્ટિનો અભ્યાસ કરવો તે પરમ કર્તવ્ય છે. ૧૧) ધ્યાનથી મુક્તિ થાય છે, પરંતુ તે ધ્યાન ધ્યેયના અવલંબન વિના પ્રગટતું નથી. દ્રવ્યદૃષ્ટિનો વિષય ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તેનો અભ્યાસ કરવો જોઈએ. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૧૨) પોતે સર્વજ્ઞ સ્વભાવી હોવા છતાં જે પોતાને અલ્પજ્ઞ માને છે તે આત્માને આળ આપે છે અને તેથી તેના ફળમાં તે એવી જગ્યાએ જન્મ લેશે કે જ્યાં બીજા જીવો પણ ‘આ જીવ છે એમ નહિ માને ૧૩) અડોલ-સ્થિર-અકંપ સ્વભાવને લક્ષે પર્યાય પણ અકંપ થઈ જાય છે. દ્રવ્યદષ્ટિના જોરે મુક્તિ થાય છે. ૧૪) આત્મા શક્તિનું સંગ્રહાલય, ગુણનું ગોદામ અને સ્વભાવનો સાગર છે તેની દૃષ્ટિ કરતાં, આશ્રય કરતાં પર્યાય તેનાથી અભેદ થઈ જાય છે, એવા જ સામર્થ્યવાળી થઈ જાય છે. ૧૫) “વ્યટિ જિનેશ્વર, પર્યાયટિ વિનેશ્વર પ્રથમ આ સત્યને શોધીને શ્રદ્ધા સુધારવી. આનું નામ સમ્યગ્દર્શન છે. ૫. શુદ્ધ નય: શુદ્ધ નય આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? ૧) પરદ્રવ્ય ૨) પરદ્રવ્યના ભાવો ૩) પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવો - એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. ૧) પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ (નોકર્મ) ૨) પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ (દ્રવ્યકર્મ) ૩) પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિકાર ભાવો - શુભાશુભ ભાવો - રાગદિ-ક્રોધાદિ વગેરે (ભાવકર્મ) તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધ નય પ્રગટ કરે છે. શુદ્ધ નય આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે. આ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે, એનાથી અનંતગુણા પરમાણુ છે, એનાથી અનંત ગુણા ત્રણ કાળના સમયો છે, એનાથી અનંત ગુણા આકાશના પ્રદેશો છે, એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણશક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધ નય આવા પૂર્ણ શક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. શુદ્ધ નય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પરિણામિકભાવને પ્રગટ કરે છે. પારિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્ભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજ સ્વભાવ. એકલો પારિણામિક સ્વભાવ ભાવસ, જ્ઞાન રસ, આનંદરસ, શાંત રસ, વીતરાગ રસ એવા અનંત રસનું જે અનાદિ-અનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ - જડ, ભાવકર્મ - વિકાર, નોકર્મ - શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે. અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. આવા સંકલ્પ-વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નય ઉદય પામે છે. એ શુદ્ધ નયને ગાથા સૂત્રથી કહે છે : અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, આણસંયુક્ત, તેને શુદ્ધ નય તું જાણજે.” ગાથાર્થ જે નય આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા પાંચભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય ! તું શુદ્ધ નય જાણ. નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત - એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધ ના કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો - એક જ છે, જુદાં નથી). આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? બ-સ્કૂટવ આદિભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. શુદ્ધ નય ભૂતાર્થ છે. આ વસ્તુનું સ્વરૂપ છે. આ પ્રમાણે શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માને ઉક્ત પાંચ વિશેષણો - ૧) અબદ્ધસપૃષ્ટ ૨) અવિશેષ ૩) અનન્ય ૪) નિયત અને ૫) અસંયુક્ત - બીજા બધાથી ભિન્ન બતાવ્યો છે. (૧) અબદ્ધસ્કૃષ્ટ પરથી ભિન્ન - દ્રવ્યકર્મથી ભિન્ન કર્મથી બંધાયો જ નથી - જડપુદ્ગલ પરમાણુનો એને સ્પર્શ થયો નથી. (૨) અવિશેષ અભેદ વસ્તુ છે, ગુણભેદથી ભિન્ન છે. (૩) અનન્ય નોકર્મથી ભિન્ન, નર-નારકાદિ પર્યાયોથી ભિન્ન છે. (૪) નિયત : ષગુણ હાની-વૃદ્ધિરૂપ સ્વભાવ છે - પર્યાયોથી પાર, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિકભાવોથી ભિન્ન છે. (૫) અસંયુક્ત ભાવકર્મથી - ઔદયિક ભાવોથી - રાગાદિ વિકારીભાવોથી ભિન્ન છે. પર્યાયદષ્ટિથી આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો દેખાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ (૨) દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. (૩) કર્મના નિમિત્તથી થતાં નર-નારકાદિ પર્યાયોના (અન્ય અન્ય) ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. (૪) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ અંશ વધે છે - ઘટે પણ છે એ પણ વસ્તુનો રવભાવ છે તેથી નિત્ય - નિયત એકરૂપ દેખાતો નથી. (૫) કર્મના નિમિત્તથી થતાં મોહ-રાગ-દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ પાંચ પ્રકાર અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. - હવે એક સાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધ નયની દૃષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, વિશેષ રહિત, સર્વ પર્યાયોમાં એકાકાર, હાની વૃદ્ધિ રહિત, નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકારપણું છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. માત્ર દ્રવ્ય દૃષ્ટિ જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. સાર આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં ને આત્મામાં કાંઈ ફેર નથી. પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા છે તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો, અનુભવવો એને ભગવાને જૈનશાસન કહ્યું છે. એ જૈન ધર્મ છે. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈન શાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. આ જૈન શાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. પુરુષાર્થ ૧) આત્મા સામાન્ય-વિશેષરૂપ વસ્તુ છે. તેનું અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ છે તે સામાન્ય છે અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. ૨) આત્મા પોતે સામાન્યરૂપે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે. ૩) જો તે વિશેષરૂપ પર્યાય સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે તેમાં શુદ્ધતા થાય છે. ૪) અને જો તે વિશેષરૂપ પર્યાય રાગ, દેહાદિતે હું” એવી ઊંધી રુચિ કરે તો તેમાં અશુદ્ધતા થાય ૫) આ રીતે સ્વરૂપની રુચિ કરે તો ક્રમબદ્ધ શુદ્ધ પર્યાય પ્રગટે છે, અને જો વિકાર - પરની રુચિ કરે તો ક્રમબદ્ધ અશુદ્ધ પર્યાય પ્રગટે છે. ૬) ચૈતન્યના ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી, પણ ક્રમબદ્ધ પર્યાયનો નિયમ એવો છે કે જે Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય. ૭) જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેને ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. ૮) એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, તેમાં ફેર પડતો નથી એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. ૯) પર્યાયનો ક્રમ ફેરવવો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે. ૧૦) આવા નિર્ણયમાં સમ્યગ્દર્શન આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ છે? (૧) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું તેને કરતો નથી. એમ નક્કી કર્યું એટલે બધા પદ્રવ્યાનું કર્તુત્વનું અભિમાન ટળી ગયું. (૨) ધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો હતો તે ટળી ગયો. ૭. સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ: ૧) દ્રવ્યમાં સમયે સમયે જે વિશેષરૂપ અવસ્થા થાય છે તે સામાન્યમાંથી જ આવે છે. સામાન્યમાંથી વિશેષ પ્રગટે છે એ સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ભરેલું છે. ૨) જૈન સિવાય આ સામાન્ય-વિશેષની વાત બીજે ક્યાંય નથી, અને સમ્યગ્દષ્ટિ સિવાય બીજા તેને યથાર્થપણે સમજી શકતા નથી. ૩) સામાન્યમાંથી વિશેષ થાય છે - આટલો સિદ્ધાંત નક્કી કરતાં પરિણમન સ્વ તરફ ઢળી જાય છે. મારો પર્યાય પરથી થતો નથી, નિમિત્તથી થતો નથી, વિકલ્પથી થતો નથી અને પર્યાયમાંથી પણ થતો નથી. ૪) અમ બધાથી લક્ષ છોડીને જે જીવ એકલાં દ્રવ્યમાં ઢળે છે તે જીવને એમ પ્રતીતિ થાય છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. અજ્ઞાનીને આવી સ્વાધીનતાની પ્રતીતિ હોતી નથી. ૫) ભગવાને જેમ જોયું હોય તેમ જ થાય એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં થંભી જાય છે. ૬) જ્ઞાનીએ સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાન સામર્થનો અને બધા દ્રવ્યોનો નિર્ણય કર્યો છે. તે ર્નિણયરૂપ પર્યાય ક્યાંય પરમાંથી આવ્યો નથી, વિકલ્પમાંથી પણ આવ્યો નથી, પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે. એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતિમાં લઈને નિર્ણય કર્યો છે. ૭) કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે છે એમ જે માને છે તેણે (૧) પોતાના આત્માને (૨) સર્વજ્ઞના જ્ઞાનને (૩) ન્યાયને કે (૪) દ્રવ્ય-પર્યાયને ખરેખર માન્યા નથી. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ૮) ક્રમબદ્ધ પર્યાયનું મૂળ તો દ્રવ્ય જ છે. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ દ્રવ્ય તરફ ઢળતાં, દ્રવ્યના જોરે તેને પૂર્ણતા થઈ જવાની છે. ૯) આમાં તો અનંત કાળે કદી નહિ કરેલ એવો સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ છે. ૧૦) પુરુષાર્થ વિનાનો જીવનો એકેય પર્યાય થતો નથી. ૮. સ્વભાવનો પુરુષાર્થ: ૧) છયે દ્રવ્યો પરિણમન સ્વભાવી છે. અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયપાસે પરિણમે છે. છ યે દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. ૨) પુરુષાર્થ વગરનો જીવનો એકેય પર્યાય થતો નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વ તરફ કરવાને બદલે પર તરફ કરે છે તે જ અજ્ઞાન છે. ૩) જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફના પુરુષાર્થ વડે પર્યાયનું પરિણમન રવભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય. ૪) સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યજ્ઞાનથી એમ જાણે છે કે દરેક વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે. આવી સમ્યક ભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાય પર્યાયે નિર્મળ થતી જાય છે તથા વિકાર પર્યાય ક્રમે ક્રમે ટળતો જાય છે.. ૫) આવા સ્વભાવમાં જ નિઃશંક છે તે સમ્યગ્દષ્ટિ છે. ૬) અહા! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને પૂરું કરે છે. સ્વાશ્રયે આત્મામાં સાધક દશા શરૂ કરી છે અને સ્વાશ્રયે આત્મામાં જ પૂર્ણતા પણ કરે છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં જ સમાય છે. ૭) વસ્તુસ્વરૂપ જાણતાં જ અનંત સંસાર ટળી જાય છે. ૮) ચૈતન્યનો ક્રમબદ્ધ શુદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતો નથી. મોક્ષમાર્ગની શરૂઆતથી પૂર્ણતા સુધી બધેય સમ્યક પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે. ૯) માત્ર જે વખતે વસ્તુની જે અવસ્થા થાય છે તેનું જે જ્ઞાન કરે છે તે જ્ઞાતા થઈ ગયો અને જ્ઞાતાપણે રહીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે. આ છે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું ફળ! ૧૦) સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે, એટલે પુરુષાર્થમાં જ નિયત આવી જાય છે. જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી. ૯. પાંચ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા: પ્ર. ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે, અને તમે એક પુરુષાર્થ પુરુષાર્થ જ કહો છો, તો પછી બીજા સમવાય કઈ રીતે આવે છે? Page #402 -------------------------------------------------------------------------- ________________ 3८० ઉ. : જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું સ્વરૂપ નીચે મુજબ સમજવું. (૧) પુરુષાર્થ : હુ પરનું કાંઈ કરતો નથી, હું તો જ્ઞાયક છું. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ સ્વભાવદષ્ટિ કરીને પરની દૃષ્ટિ તોડી તે પુરુષાર્થ. (૨) સ્વભાવ : ૧ઃ સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળ દશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે. એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ. (૩) નિયતિ : સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાનો હતો તે જ શુદ્ધ પર્યાય પ્રગટ્યો તે નિયત. સ્વભાવની દૃષ્ટિના જોરે સ્વભાવમાંથી જે પર્યાય પ્રગટવાની યોગ્યત હતી તે જ પ્રગટ્યો છે. બસ ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે દશા જ તેનું નિયત છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી કાંઈ આવતું નથી. (૪) કાળલબ્ધિ ઃ સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો હતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે. (૫) નિમિત્ત : સ્વભાવદષ્ટિના પુરુષાર્થથી જ્યારે આ ચાર સમવાય પ્રગટ્યા ત્યારે નિમિત્તરૂપે કર્મો તેમની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયા તે નિમિત્ત છે. સ્વ તરફનું પુરુષાર્થ થતાં પાંચે સમવાય પોતાના પર્યાયમાં સમાઈ જાય છે. પુરુષાર્થની પ્રેરણા ઃ સાર ઃ ભગવાન કહે છે અરે પ્રભુ ! તારા આત્માની જાત અને અમારા આત્માની જાતમાં કાંઈ ફેર નથી. તે તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી, એટલો જ ફેર છે. માટે હવે પરમાત્મા જેવા જ તારા આત્માની નિભ્રાંતભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર ! શક્તિ એ બધા આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્ય સત્તાનો સ્વીકાર કર ! Y જાણવું....જાણવું....જાણવું. આ જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું. જ્ઞાન સાથે રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે. આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દષ્ટિ કરતાં - સત્ય સ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં જે સત્ય દશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજ ધર્મ છે. Ο કરવા-ફરવાનું છે જ ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ જ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેના ઉપરથી દષ્ટિ છોડીને (ભેદજ્ઞાન કરીને) અંદરમાં જવાનું છે. પોતાની પર્યાય પણ સ્વકાળે થાય છે તેને કરે શું ? ખરેખર તો એ જ્ઞાતા-દૃષ્ટા જ છે. તે કોઈ પણ રીતે તીવ્ર પુરુષાર્થ કરીને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ૧૦. ક્રમબદ્ધ પર્યાય અને સમ્યક પુરુષાર્થ: ૧) “જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય” આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. ૨) કમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની કમબદ્ધ દશા થાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેની કમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. ૩) “સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય થાય જ છે, તેમાં ફેર પડતો જ નથી” એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. પર્યાયનો કમ ફેરવાતો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે. ૪) એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો કેઃ “અહો ! જડ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે, હું પરમાં શું કરું? હું તો માત્ર જેમ થાય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે. આવા નિર્ણયમાં પરની અવસ્થા ઠીક-અઠીક માનવાનું ન રહ્યું પણ જ્ઞાતાપણું રહ્યું એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કષાય નાશ થયા. અનંત પરદ્રવ્યના કર્તૃત્વપણાની મહા મિથ્યાત્વ ભાવ ટળીને પોતાના જ્ઞાતાસ્વભાવની અનંતી દઢતા થઈ આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો છે. ૫) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનું કરતો નથી એમ નકકી કર્યું એટલે બધા પદ્રવ્યનું અભિમાન ટળી ગયું. ૬) ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો હતો તે ટળી ગયો. ૭) આ રીતે ક્રમબદ્ધ પર્યાયિની શ્રદ્ધા કરતાં પર દ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગ-દ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું; હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક અવસ્થા ક્રમબદ્ધ થાય છે; હું તો ત્રણે કાળની ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં રાગ-દ્વેષ થાય તે પરવસ્તુના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની નબળાઈ છે, તે નબળાઈ ઉપર પણ જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું, તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પ કાળમાં તૂટી જવાની છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ૮) સામા દ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું તેનો કર્તા નથી અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતાં નથી. અને આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી; તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને જાણે; માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે. રાગ થાય તે જ્ઞાનનું શેય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી - આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. ૯) આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જ્યારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ નિમિત્તરૂપ પરવસ્તુ સ્વયં હાજર જ હોય છે. આત્માની ક્રમબદ્ધ પર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત ન આવે તો તે પર્યાય અટકી જાય એમ બનતું નથી. નિમિત્ત ન હોય તો ? એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે. ઉપાદાન સ્વરૂપની દષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે; વસ્તુમાં પોતાના ક્રમથી જ્યારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય જ છે, એવો નિયમ છે. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં (હાજર) હોય જ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ ન બને. ૧૦) જે કાળે જે વસ્તુની અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની, ભગવાન તીર્થંકરદેવ પણ તેને ફેરવવા સમર્થ નથી. જુઓ ! આમાં સમ્યગ્દષ્ટિની ભાવનાની નિઃશંકતાનું જોર કેટલું છે ! ‘ભગવાન પણ ફેરવવા સમર્થ નથી' એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિઃશંકતા છે. સર્વશદેવ માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરું ? હું પણ માત્ર જાણનાર જ છું. આમ પોતાના જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું જોર છે. ૧૧) ‘જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય’ આવી દૃઢ પ્રતીતિ તેનું નામ નિયતવાદ નથી પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે ! આમાં તો એકલો સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. ‘વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે’ એમ નક્કી કર્યું ત્યાં બધા પરદ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યક્ પુરુષાર્થ આવી ગયો. આ પુરુષાર્થમાં મોક્ષના પાંચે સમવાય સમાઈ જાય છે. ૧૨) ‘હું તે જ્ઞાતા સ્વરૂપ છું. પરપદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો કર્તા હું નથી પણ જાણનાર જ છું’ આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળજ્ઞાન પ્રગટાવવાનો એક જ અપૂર્વ અને અફર ઉપાય છે. ૧૩) જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે જ્ઞેય અને જ્ઞાયકનો પરસ્પર મેળ છે. શેય-જ્ઞાયક મેળ ન માને અને કર્તા-કર્મનો જરા પણ મેળ માને તો જીવ મિથ્યાદષ્ટિ છે. ૧૪) સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે. ૧૫) જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થ અને ભવની શંકા ન હોય; સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહિ. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ ૧૬) ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય’ એવી યથાર્થ શ્રદ્ધામાં તો પોતાના ભવ રહિતપણાનો નિર્ણય સમાઈ જાય છે એટલે કે મોક્ષનો પુરુષાર્થ તેમાં આવી જાય છે. યથાર્થ નિર્ણયનું જોર મોક્ષ પમાડે છે. ૧૭) ‘ભગવાને જેમ જોયું તેમ જ થાય’ એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં સ્થંભી ગયું છે. જ્ઞાને સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાનસામર્થ્યનો અને બધા દ્રવ્યોનો નિર્ણય કયાં છે, તે નિર્ણયરૂપ પર્યાય ક્યાંય પરમાંથી આવી નથી, વિકલ્પમાંથી પણ આવી નથી પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે દ્રવ્ય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કરનાર જીવ સર્વજ્ઞનો સાચો ભક્ત છે. તેનું વલણ પોતાના સર્વજ્ઞ સ્વભાવ તરફ ઢળ્યું છે અને ક્યાંય અટક્યા વગર તે અલ્પ કાળમાં સંપૂર્ણ સર્વજ્ઞ થશે. ૧૮) જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માની સમ્યગ્દર્શન પર્યાય પ્રગટે તે ખતે સાચા દેવશાસ્ત્ર-ગુરુ નિમિત્તરૂપ હોય જ છે. ઉપાદાનકારણ તૈયાર થાય ત્યારે નિમિત્તકારણ સ્વયં આવી મળે છે. પરંતુ કોઈ કોઈના કર્તા નથી. બન્ને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે. ૧૯) અહો ! વસ્તુની કેટલી સ્વતંત્રતા ! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે, એક પછી એક પર્યાય કહો કે ક્રમબદ્ધ પર્યાય કહો જે પર્યાય થવાની તે પર્યાય થયા જ કરે છે. જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે છે અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. જે પરના અભિમાન કરે છે તેની પર્યાય ક્રમબદ્ધ હીણી પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેની જ્ઞાનપર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે. ૨૦) ચૈતન્યની શુદ્ધ ક્રમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતી નથી. મોક્ષમાર્ગની શરૂઆતથી મોક્ષની પૂર્ણતા સુધી બધે ય સમ્યક્ પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું ફળ જ્ઞાતાપણે રહીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે. ૧૧. સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ : ૧) સર્વજ્ઞ ભગવાને જેમ જોયું હોય તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય, આવી દૃઢ પ્રતીતિનું નામ નિયંતવાદ નથી, પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. ૨) સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે ! પરમાં જોવાનું નથી પણ સ્વમાં જોવાનું છે. ૩) જેની દૃષ્ટિ એકલા પરપદાર્થ ઉપર જ છે તેને ભ્રમથી એમ લાગશે કે આ તો નિયતવાદ છે. પણ જો સ્વ તરફથી જુએ તો આમાં એકલો સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. ૪) વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધા પરદ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યક્ પુરુષાર્થ આવી ગયો. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ૫) આ પુરુષાર્થમાં મોક્ષના પાંચે સમવાય સમાઈ જાય છે. સર્વદેવે જોયેલું વસ્તુસ્વરૂપ કદીય ફરવાનું નથી. સર્વજ્ઞદેવે જોયું હોય તેમ જ થાય. આ વાતમાં શંકા કરે તે મિથ્યાદષ્ટિ છે. નિમિત્ત અને સંયોગમાં હું ફેરફાર કરી શકું છું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે અને તેથી તે પ્રગટપણે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઢ છે. ૬) એકપણ પરમાણુને ફેરવવા જીવ સમર્થ નથી. બસ ! આમ જાણીને પરનું કર્તુત્વ છૂટીને જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થાય છે. આ માનવામાં અનંતુ વીર્ય સ્વ તરફ કાર્ય કરે છે. પરનું કર્તુત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખબુદ્ધિ હોય અને કહે છે જે થવાનું હશે તે થશે, તો એ શુષ્કતા છે. એવી આ વાત નર્થ; જીવ જ્યારે અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને એકલો સ્વભાવમાં સંતોષ માને છે ત્યારે આ વાત યથાર્થપણે બેસે છે. આની કબૂલાતમાં તો બધાય પરપદાર્થોથી ખસીને જ્ઞાન જ્ઞાનમાં જ રોકાય છે અને એટલે એકલો વીતરાગભાવનો પુરુષાર્થ પ્રગટે છે. ૭) જેમ વસ્તુમાં છે તેમ કેવળીએ જાણ્યું છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે શેય અને જ્ઞાયકને અરસપરસ મેળ છે. આવો શેય-જ્ઞાયકનો મેળ ન માને અને કર્તા-કર્મનો જરાપણ મેળ માને તો તે જીવ મિથ્યાદષ્ટિ છે. ૮) હું કોઈની અવસ્થાના ક્રમને ફેરવવા સમર્થનથી તથા મારી અવસ્થા પણ મારા દ્રવ્યસ્વભાવમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. તેથી હું મારા દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર રહીને બધાનો જાણનાર જ રહું છું. આવી સ્વભાવ ષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ)માં અનંત પુરુષાર્થ આવે છે. ૯) કેવળજ્ઞાનને કબૂલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે, છતાં આ વાતને કબૂલતો નથી તે તું માત્ર વાતો જ કરે છે, પણ તેને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય થયો હોય તો પુરુષાર્થની અને ભવની શંકા હોય જ નહિ. સાચો નિર્ણય થાય અને પુરુષાર્થ ન થાય તેમ બને જ નહિ . ૧૦) જેણે ભવરહિત કેવળજ્ઞાનને પ્રતીતિમાં લીધું છે તેણે રાગમાં ટકીને પ્રતીતિ કરી નથી, પણ રાગથી છુટો પડીને પોતાના જ્ઞાનસ્વભાવમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે. જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે તે જ્ઞાન પોતે ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા થતી નથી. કેવળજ્ઞાનની પ્રતીતિ થતાં અનંત ભવની શંકા ટળી ગઈ અને એકાદ ભવે મોક્ષ થશે એ જ્ઞાન નિઃશંક થયું. આ જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે. ૧૧) બધાથી લક્ષ છોડીને જે જીવ એકલા પરદ્રવ્યમાં ઢળે છે તે જીવને એમ પ્રતીતિ થાય છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. મારો પર્યાય પરથી થતો નથી, નિમિત્તથી થતો નથી, વિકલ્પથી થતો નથી અને પર્યાયમાંથી પણ થતો નથી. આવી પ્રતીતિના બળે પરિણમન સ્વતરફ ઢળી જાય છે. જ્ઞાનીને આવી સ્વાધીનતાથી પ્રતીતિ હોય છે. જ્ઞાનીએ સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાન સામર્થ્યનો અને પોતાના પાર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કર્યો છે. આમાં અનંતો પુરુષાર્થ આવી જાય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ૧૨) બધું ક્રમબદ્ધ થાય છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે, પરમાં ફેરફાર કરવો તે કાંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે, પરંતુ તેઓ પણ કાંઈ ફેરવી ન શકે. તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત (હદવાળો) થઈ ગયો ? નહિ, નહિ. ભગવાનનો અનંત-અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહિ. પુરુષાર્થ જીવ દ્રવ્યનો પર્યાય છે. તેથી તેનું કાર્ય જીવના પર્યાયમાં જ આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે. સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન દશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય. આપણે તેમાં કાંઈ પુરુષાર્થ ન કરી શકીએ તેથી તેમાં પુરુષાર્થ રહેતો નથી’ આમ જે માને છે તે અજ્ઞાની છે. હે ભાઈ ! તું કોના જ્ઞાનથી વાત કરે છે ? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી ? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધા દ્રવ્યની અવસ્થાનો નિર્ણય કરી લીધો હોય તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એમ બને જ કેમ ? સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે. ૧૩) જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માને સમ્યગ્દર્શન પ્રગટે છે તે વખતે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપે હોય જ છે. ૧૪) વસ્તુમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે. તેને બીજું કોઈ કરતું નથી છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છ ખરું પણ નિમિત્ત દ્વારા કાંઈ પણ કાર્ય થતું નથી. આવું ઉપાદાન-નિમિત્તની શ્રદ્ધામાં અનંત પુરુષાર્થ છે. ૧૫) વસ્તુનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સમજવાથી પર્યાયમાં સુખદશા પ્રગટે છે. સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૨. જૈન દર્શનનો સાર : ૧) કોઈ પણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય - મોક્ષ (સિદ્ધદશા) પ્રાપ્ત થતાં જ થાય છે. ૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે. ૩) કેવળજ્ઞાન નિથ મુનિદશામાં જ પ્રાપ્ત થાય છે. ૪) એ મુનિશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે. ૫) ખરેખર આ મનુષ્યભવમાં આ સુખની અનુભૂતિ કરવા જેવી છે. જે આત્મજ્ઞાન થતાં પ્રગટ થાય છે. તેને સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. આ શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિ છે. ૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના દ્રવ્યસ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પર્યાય દ્રવ્ય તરફ ઢળે છે, તેમાં અભેરૂપે પરિણમી જાય છે ત્યાર એ સ્વાનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. તે સમયની અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. આ સુખનો પ્રથમ કણકો છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ૭) વસ્તુના સ્વરૂપની સમજણ વગર આત્મજ્ઞાન શક્ય નથી. અને મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે અને એ એક જ જાણવા જેવો છે. ખરેખર બીજુ કાંઈ જાણવા અને માનવા જેવું નથી. ૮) સંપૂર્ણ શક્તિ આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવ તરફ કેમ ઢળે એમાં જ લગાડવા સિવાય આ ભવમાં બીજુ કાંઈ પણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે. ૯) આ માટેની સૌથી સરળવિધી પાંચ ‘પ’માં બતાવી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન ત્રિકાળી આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને (૫) પ્રાપ્તિ - બસ આજ એક કરવા જેવું છે. વસ્તુસ્વરૂપ જાણી તેની પ્રતીતિ કરી તેમાં એક સમય માટે એકાગ્ર થવાનું છે. બસ આ એક જ માર્ગ છે. ૧૦) આના સિવાય બીજું કાંઈ પણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે અને સંસાર પરિભ્રમણ અને દુઃખનું કારણ છે. કોઈ પણ રીતે આ મિથ્યા માન્યતા કાઢવા જેવી છે. ૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે, જેવડો છે, જેમ અરિહંત પ્રભુએ બતાવ્યો છે તેને જ જાણ, માન અને તેમાં જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર. બસ ! આના સિવાય આ ભવનું બીજું કોઈ પ્રયોજન નથી . ૧૨) ટૂંકમાં કહીએ તો ‘સ્વરૂપની સમજણ કરવા જેવી છે’. ૧૩) તે સ્વરૂપની સમજણ માટે પાત્રતા (યોગ્યતા) પ્રથમ જરૂરી છે અને જ્ઞાની ગુરુના માર્ગદર્શન હેઠળ સત્સંગ અને સ્વાધ્યાય કરવા અનિવાર્ય છે. ૧૪) તેની ફળશ્રુતિ પ્રમાણે સૌથી પ્રથમ તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય છે. ‘“હું જ્ઞાન-આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’ ૧૫) હવે ભેદજ્ઞાનની વિધિ બતાવવામાં આવી છે. જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી, રાગાદિનું સ્વામીપણું છોડી પોતાના એક, શુદ્ધ, નિર્મમ, જ્ઞાન-દર્શનપૂર્ણ ત્રિકાળી ભગવાન આત્માનો આશ્રય લઈ ત્યાં એકાગ્ર થતાં નિર્વિકલ્પ આત્માનુભૂતિ - અતીન્દ્રિય સુખની અવસ્થા પ્રગટ થાય છે. બસ ! સૌથી પહેલાંમાં પહેલું આ જ પ્રગટ કરવાનું છે. આ સરળ, સુલભ અને સહજ છે. ૧૬) આ બધું પ્રયોજનભૂત કાર્ય થતું હોય ત્યારે પર્યાય સ્વભાવમાં ‘શુભ ભાવ’ અને બહારમાં તેના Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ સંબંધી ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે તો પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. નિશ્ચયથી તો એક ત્રિકાળ ભગવાન આત્મા જ જાણવા જેવો છે. ૧૭) પ્રથમ ભૂમિકામાં સાધન - અવલંબન તરીકે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય છે. અરિહંત અને સિદ્ધ જ સાચા દેવ છે. તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા કરવા જેવી છે. ૧૮) ભાવલિંગી નગ્ન દિગંબર મુનિ -આત્મજ્ઞાન સહિત એ જ મોક્ષમાર્ગની પ્રયોજનની સિદ્ધિ માટે સાચા માર્ગદર્શક છે. તેમની શ્રદ્ધા કરવા જેવી છે. ૧૯) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મ જ સાચો ધર્મ છે અને વીતરાગતાની પ્રરૂપણા કરે એ જ શાસ્ત્રો સાચા પરમાગમ છે. તે સિવાય બીજું કોઈ પણ અવલંબન કાર્યકારી નથી. નિશ્ચયથી પોતાના આત્માનું અવલંબન લેવા જેવું છે. “સહજ આત્મસ્વરૂપ સર્વશદેવ પરમ ગુરુ” ૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થશે ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) નિમિત્ત (૪) કાળલબ્ધિ (૫) પુરુષાર્થ. મોક્ષમાર્ગના પ્રયોજનમાં સમ્યક પુરુષાર્થની જ મુખ્યતા છે. “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” બીજું બધું કાર્ય એટલે છ દ્રવ્યો સ્વયં સંચાલિત અનાદિ નિધન વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થા પ્રમાણે સ્વતંત્ર, ક્રમબદ્ધ અને ઉપાદાનની યોગ્યતા પ્રમાણે વ્યવસ્થિત નિરંતર પરિણમી જ રહ્યા છે. ત્યાં બીજું શું કરવાનું હોય? કાંઈ જ નહિ. જાણવું એ તારો સ્વભાવ છે. બસ ! આ છેલ્લી ભલી ભલામણ - જ્ઞાતા થઈ તારા સહજ નિજ સ્વભાવમાં પાછો આવી જા ! હે જીવ! હવે તને આના સિવાય બીજું કાંઈ કરવાનું નથી એવું જ્ઞાન અને શ્રદ્ધા કર. આ જ પૂર્ણ ધર્મનો સાર સંક્ષિપ્તમાં વીતરાગ પ્રભુએ કહ્યો છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૪ પ્રસ્તાવના : શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ રાજચંદ્રજી છે, તેઓએ નડિયાદ મુકામે સં. ૧૯૫૨માં તે રચ્યું હતું. પ્રાથમિક વિદઘાર્થીઓને તત્ત્વ સમજવા માટે આ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે. જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ નહિ જાણતો હોવાથી સમયે સમયે તે અનંત દુઃખ ભોગવે છે. તે દુઃખ ટાળીને અનંત સુખ કેમ પ્રાપ્ત થાય તે આ શાસ્ત્રમાં બતાવ્યું છે. આ શાસ્ત્રના કેટલાક અગત્યના વિષયો અહીં ટૂંકમાં બતાવીએ છીએ. ૧. આત્માનું સ્વરૂપ : આત્માનું સ્વરૂપ સમજ્યા વિના દુઃળ ટળે નહિ, તેથી તે સમજવા માટે આત્માનું સ્વરૂપ જણાવ્યું છે. આત્મા કેવો છે? (૧) સત્ (૨) ચૈતન્યમય (૩) સર્વાભાસ રહિત (૪) મોક્ષ સ્વરૂપ (૫) અનંત દર્શનજ્ઞાન (૬) અવ્યાબાધ સ્વરૂપ(૭) શુદ્ધ (૮) બુદ્ધ (૯) ચૈતન્યઘન (૧૦) સ્વયજ્યોતિ (૧૧) સુખધામ (૧૨) શુદ્ધ રીતનારૂપ (૧૩) અજર-અમર (૧૪) અવિનાશી (૧૫) દેહાતીત સ્વરૂપ (૧૬) સિદ્ધ સમ (૧૭) પરથી ભિન્ન (૧૮) દ્રવ્ય નિત્ય, પર્યાયે પલટાય. (૧૯) નિજ ભાવનો કર્તા, ભોકતા. આમ જે યથાર્થ સમજે તે સિદ્ધ થાય. ૨. જીવે શું છોડવું અને શું ગ્રહણ કરવું? : વસ્તુની મર્યાદા એવી છે કે એક દ્રવ્ય, તેના ગુણ કે તેનો કોઈ પર્યાય બીજા કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પ્રવેશ પામી શકે નહિ. આ અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. તેથી જીવને પરદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ કદી છે જ નહિ, શુદ્ધતાનું ગ્રહણ અને વિકારનો ત્યાગ જીવથી થઈ શકે છે, તેથી આ શાસ્ત્રમાં તેમ કરવાનું નીચે પ્રમાણે જણાવ્યું છે. ૧. પોતાનો પક્ષ ત્યાગીને શ્રી સદ્ગુરુ આત્મસ્વરૂપનો જે ઉપદેશ આપે તેની સાચી સમજણ ગ્રહણ કરવી. ૨. જીવે સ્વચ્છંદ રોકવો - ત્યાગવો. ૩. સ્વચ્છંદ, મત, આગ્રહનો ત્યાગ કરવો અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવું. ૪. મતાર્થી જીવ બાળવ્રત ગ્રહણ કરીને અભિમાન કરે છે પણ પરમાર્થને ગ્રહણ કરતાં નથી; માટે આત્મા જીવે અજ્ઞાનનો ત્યાગ કરી પરમાર્થનું ગ્રહણ કરવું. ૫. અજ્ઞાન, રાગ-દ્વેષથી નિવૃત્ત થવું તે જ મોક્ષના પંથનું ગ્રહણ છે. ૬. મત અને દર્શન તણો આગ્રહ અને વિકલ્પ છોડવો અને અહીં કહેલાં માર્ગને ગ્રહણ કરવો. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ ૭. મત, દર્શનના આગ્રહનો ત્યાગ અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવાનું ફળ શુદ્ધ સમ્યક્ત્વ છે. ૮. જે સમ્યક્ત્વને વર્ધમાન કરે છે તેને મિથ્યાભાસ ટળે છે અને તેને ચારિત્ર પ્રગટે છે, તેનું ફળ વીતરાગપવાસ છે. ૯. અનાદિના વિભાવનો ત્યાગ સમ્યજ્ઞાનના ગ્રહણથી થાય છે. ૧૦. જે અજ્ઞાનને દૂર કરે (ત્યાગ કરે) તે નિજપદ નિજમાંથી પામે. ૧૧. આત્માના છ પદને વિસ્તારથી વિચારતા સંશયનો ત્યાગ થાય છે. ૧૨. પ્ર. : જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી તો ગાથા ૮૨માં ‘જીવ જડધૂપ (જડકર્મ) ગ્રહણ કરે’ એમ કેમ કહ્યું ? ઉ. ઃ જીવના ભાવકર્મ અને જડકર્મને કર્તા-કર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, એટલું બતાવી ભાવકર્મ ન કરવા (પોતાના પરિણામ ન બગાડવા, રાગ-દ્વેષ, મોહના પરિણામ ન કરવા) એમ સમજાવવા માટે તે ગાથા મૂકી છે; જીવ જડધૂપનું ગ્રહણ કરે એમ ત્યાં ઉપચારથી કહ્યું છે, તે પરમાર્થ કથન નથી, વ્યવહારનું કથન છે. જીવ અને જડકર્મ એકક્ષેત્રાવગાહ સંબંધે રહે એટલું જણાવવા તે ઉપચાર કરવામાં આવ્યો છે. ૩. સત્ય પુરુષાર્થ : ભવસ્થિતિ, કાળલબ્ધિ આદિના બહાના કાઢવાથી આત્માર્થ છેદાય છે માટે તે બહાના છોડી દઈ સત્ય પુરુષાર્થ કરવો. વર્તમાન જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ વાળવી, તેમાં લીન કરી, તેમાં અભેદ રીતે પરિણમી જાય તે જ સત્ય પુરુષાર્થ છે. પોતાનો સ્વાનુભવ-આત્મઅનુભવ કરવો . જ સત્ય પુરુષાર્થ છે. ૪. વ્યવહાર (શુભ રાગ) કરતાં કરતાં નિશ્ચય થાય નહિ ઃ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ કેટલાક અજ્ઞાની માને છે પણ તે માન્યતા ખોટી છે એમ બતાવવા માટે ગાથા ૧૩૨માં કહ્યું છે કે આત્માનો નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે. ગચ્છ-મતની કલ્પના તે સર્વ્યવહાર નથી. ૫. ભક્તિ અને પુણ્ય ઃ આ આખા શાસ્ત્રમાં ક્યાંય ‘ભક્તિ’ શબ્દ વપરાયો નથી; ભક્તિ બે પ્રકારની છે. ૧) નિશ્ચય ભક્તિ ૨) વ્યવહાર ભક્તિ. આ બન્ને ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. આત્માનું તથા સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રનું સાચું સ્વરૂપ બરાબર ન સમજે તેને સાચી ભક્તિ હોય નહિ એમ બતાવવા ‘સમજ્યા વણ ઉપકાર શો ?’’ એ પદથી જણાવ્યું છે. અજ્ઞાનીને ભક્તિ-આભાસ (બાળભક્તિ) હોય છે. વ્યવહાર ભક્તિ તે પુણ્ય -શુભ ભાવ છે, શુભ રાગ છે. શુભ રાગ ધર્મ નથી પણ તેનો છેદ અને શુદ્ધતા તે ધર્મ છે એમ ગાથા ૯૦ માં જણાવ્યું છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શરીરની કોઈ પણ ક્રિયા, શુભ ભાવરૂપ ભક્તિ આદિતથા દયા, દાન, વ્રત, તપ, જપના ભાવ તેમજ શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રવણ, તત્ત્વનો વિચાર આદિ બધા જ શુભ ભાવ છે. તે વિકલ્પ છે, વિકારી ભાવ છે. તેનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. ૬. વિનયઃ વિનય બે પ્રકારના છે. (૧) વીતરાગી વિનય (૨) સમ્યગ્દષ્ટિનો સરાગી વિનય. ગાથા ૧૯માં પહેલાં પ્રકારનો વિનય બતાવ્યો છે. આ વિનયમાં વંદ્ય-વંદકભાવ હોતો નથી. બીજા પ્રકારનો વિનય ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, ત્યાર પછી હોતો નથી; કેમ કે સાતમા ગુણસ્થાને કે ઉપરની દશામાં વંદ્ય-વંદક ભાવ હોતો નથી. અજ્ઞાનીને એક પ્રકારનો સાચો વિનય હોતો નથી પણ વિનાયાભાસ (બાળવિનય) હોઈ શકે છે. ૭. સ્વાધ્યાય કરનારાઓને ભલામણ જે જે વિષય આ શાસ્ત્રમાં આવ્યા છે તેનો ભાવ બરાબર સમજીને સ્વાધ્યાય કરવો. જો તેમ કરવામાં ન આવે અને માત્ર શબ્દો જ બોલી જવામાં આવે તો આત્માને ધર્મનો લાભ મળી શકતો નથી - એ ખાસ લક્ષમાં રાખી સાચા ધર્મનો લાભ થાય તેવી રીતે આ શાસ્ત્રનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. તો આત્માની સિદ્ધિ થવા માટે આ નિમિત્ત છે. ૮. સમજવા નીચે પ્રમાણે આઠ ભાગ કરવામાં આવ્યા છે. ૧. પ્રસ્તાવના ૧ થી ૮ ૨. સદ્ગુરુનું માહાત્મ ૯ થી ૨૨ ૩. મતાર્થીના લક્ષણ ૨૩ થી ૩૨ ૪. આત્માર્થીના લક્ષણ ૩૩ થી ૪૨ ૫ છ પદની શંકા - સમાધાન ૪૩ થી ૧૦૮ ૬. સમ્યકત્વની પ્રાપ્તિ ૧૦૯ થી ૧૧૮ ૭. શિષ્ય બોધબીજની પ્રાપ્તિ ૧૧૯ થી ૧૨૭ ૮. ઉપસંહાર ૧૨૮ થી ૧૪૨. આત્મસિદ્ધિ શાસ્ત્ર (ગાથા ૧ થી ૧૪૨) : ગાથા ૧: જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ભાવાર્થ જે પોતાના આત્માનો સ્વભાવ છે તે સમજ્યા વગર મેં પાર વિનાનું દુઃખ ભોગવ્યું તે આત્માની જેણે સમજણ જેણે આપી એવા આત્મલક્ષ્મીવંત જ્ઞાની ગુરુ ભગવાનને હું નમસ્કાર કરું છું. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ગાથા ૨ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. ભાવાર્થ: આ ચાલુ કાળમાં આત્માની પવિત્રતાનો માર્ગ ઘણો ઢંકાઈ ગયો છે તેથી આત્માના ખપી જીવને વિચાર કરવા અહીં પ્રગટ કહ્યો છે. ગાથા ૩ કોઈ ક્રિયા જડથઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ભાવાર્થ કેટલાક જીવો શરીરની અને પુણ્યની ક્રિયામાં જ જડ જેવા થઈ રહ્યા છે, અને કેટલાક કોરી (લુખી) જ્ઞાનની વાતોને વળગી રહ્યા છે, અને તેને પવિત્ર થવાનો માર્ગ માને છે, તે જોઈને જ્ઞાનીને દયા આવે છે. ગાથા ૪: બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આહિં. ભાવાર્થ જેઓ શરીરની અને પુણ્યની ક્રિયામાં જ રાજી થાય છે અને જ્ઞાન અને વિકાર વચ્ચેનો તફાવત જાણતા નથી અને આત્મજ્ઞાનના માર્ગનો જોરથી નકાર કરે છે તેવા જીવોને શાસ્ત્રમાં ‘ક્રિયા-જડ’ કહ્યા છે. ગાથા ૫ બંધ-મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ભાવાર્થ: બંધન અને મુક્તિ સ્વભાવમાં નથી એમ માત્ર વચનોમાં કહ્યા કરે છે; પણ સ્વરૂપની અણસમજણમાં વર્તે છે, તેને “શુષ્કજ્ઞાની (લુખા જ્ઞાની) શાસ્ત્રમાં કહ્યા છે. ગાથા ૬: વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ભાવાર્થ: રાગનો ઘટાડો અને ત્યાગ વગેરે જો આત્માની સાચી ઓળખાણ સાથે હોય તો જ સાચા ફળ આપનાર છે તેમજ આત્માના સાચા જ્ઞાનને સમજવાના હેતુ માટે હોય તો ધર્મનું ફળ આપનાર છે. ગાથા ૭૪ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને શાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ભાવાર્થ ત્યાગ અને રાગનો ઘટાડો જેના મનમાં (વિચારમાં) ન હોય તેને આત્માનું ભાન ન થાય. અને જો ત્યાગ અને રાગના ઘટાડામાં જીવ રોકાઈ જાય તો પોતાનું ભાન (સ્વરૂપ) ભૂલી જાય. ગાથા ૮: જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ભાવાર્થ આત્મજ્ઞાન, ત્યાગ અને વૈરાગ્ય વગેરે જે જે ઠેકાણે જેવી રીતે જ્ઞાનીઓએ કહ્યું છે તેવી રીતે તેમને સમજે અને તે તે ઠેકાણે તેમને યોગ્યતા પ્રમાણે આચરે એ જીવ આત્માનો ખપી છે. ગાથા સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લેલક્ષ. ભાવાર્થ પોતાની ખોટી પક્કડને છોડી દઈ જે જીવ આત્માજ્ઞાની ગુરુએ પ્રરૂપેલા ન્યાયને સમજે તે આત્મ કલ્યાણને પામે અને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવે. (અનુભવ કરે). ગાથા ૧૦ઃ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ભાવાર્થ આત્મધર્મનું સાચું જ્ઞાન, પરથી લાભ-નુકસાનન માનવાની સમતા, વિચરવા આદિની શરીરની Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ક્રિયા ઉદય પ્રમાણે થાય છે અર્થાત્ જીવ તે કરી શકતો નથી એમ જાણે છે. જેની વાણી પૂર્વે, કદી નહિ સાંભળેલા એવા ન્યાયોથી ભરેલી છે, જેને ઊંચું શ્રુતજ્ઞાન પ્રયોજનભૂત જ્ઞાન) છે; તે સદગુરુના યોગ્ય લક્ષણ છે. ગાથા ૧૧ઃ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર. ભાવાર્થ : સાક્ષાત સરુના ઉપકાર જેવો હાજર નહિ તેવા જિન ભગવાનનો ઉપકાર નથી એવું લક્ષ થયા વિના પોતાના સ્વરૂપનો વિચાર ઉત્પન્ન થતો નથી. ગાથા ૧૨ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યા વાણ ઉપકાર શો? સમજ્ય જિન સ્વરૂપ. ભાવાર્થઃ જિનેશ્વર ભગવાનનું સાચું સ્વરૂપ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ વિના સમજાતું નથી અને સમજ્યા વગર લાભ શો ? એટલે કે લાભ થતો નથી. જો જીવ સમજે તો પોતે જ અજ્ઞાન, રાગ-દ્વેષને જીતનાર જિનસ્વરૂપને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે ઉપકારનો ઉપચાર આવે છે. ગાથા ૧૩ આત્માદિ અસ્તિત્ત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષસદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ભાવાર્થ : જીવ, અજીવ આદિ નવ તત્ત્વોનું જેવું સ્વરૂપ છે તેવું કહેનારા જે શાસ્ત્રો છે તે હાજરાહજૂર સદ્ગુરુનો મેળાપ ન હોય ત્યારે લાયક જીવને આધારરૂપ છે. ગાથા ૧૪ અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ભાવાર્થ અથવા તો જે સદ્ગુરુ ભગવાને ઊંડા વિચારવા માટે આજ્ઞા કરી હોય તે તે શાસ્ત્રો, પોતાનો જૂનો આગ્રહ છોડીને હંમેશા આત્માના અર્થે વિચારવા. સ્વરૂપ સમજવા સ્વાધ્યાય કરવો. ગાથા ૧૫ રોકે જીવ સ્વચ્છંદતો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ભાવાર્થ : જો જીવ પોતાની ઊંધી માન્યતા ટાળે તો પોતાની પૂર્ણ પવિત્રતા પ્રગટ કરે. એ રીતે અનંત જીવોએ પૂર્ણ પવિત્રતા પ્રગટ કરી છે એવું દોષ વિનાના અજ્ઞાન અને રાગ-દ્વેષ ટાળનારા જિન ભગવાને કહ્યું છે, વીતરાગ પ્રભુએ કહ્યું છે. ગાથા ૧૬: પ્રત્યક્ષ સદ્ગુરુયોગથી, સ્વચ્છંદતે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ભાવાર્થ : સાક્ષાત્ સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરવાથી તે પોતાની ઊંધી માન્યતા(મિથ્યાત્વ) ટળે છે, બીજા ઉપાય, ઇલાજ, સાધના કરવાથી ઘણું કરીને એ ઊધી માન્યતા બમણી થાય છે. અજ્ઞાનીના ઉપદેશથી મિથ્યાત્વ વધે છે. ગાથા ૧૭ સ્વચ્છંદમત, આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ભાવાર્થ પોતાની ઊધી માન્યતા, પોતાનું ઊંધું જ્ઞાન અને તેની પકકડ છોડી દઈને સદ્ગુરુએ સમજાવેલા આત્મજ્ઞાનને અનુસરે તેને સીધું કારણ ગણીને સમ્યકત્વ (સાચી માન્યતા) જ્ઞાનીઓએ કહ્યું છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ગાથા ૧૮: માનાદિક શત્રુ મહા, નિજ છેદન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ભાવાર્થ પરનું હું કરી શકું એવું અભિમાન, પોતાના સ્વરૂપની અરુચિ વગેરે જીવના મોટા શત્રુ છે, તે પોતાની ઊંધી માન્યતા વડે નાશ થતાં નથી પણ જ્ઞાની પુરુષે સમજાવેલા જ્ઞાનના શરણમાં જતાં સહજ પુરુષાર્થથી ટળે છે. ગાથા ૧૯ઃ જે સદ્દગુરુ ઉપદેશથી, પામો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. ભાવાર્થ: જે સદ્ગુરુના ઉપદેશથી પૂર્ણજ્ઞાન પામ્યો અને ગુરુ અપૂર્ણ જ્ઞાનમાં રહ્યા તો પણ કેવળજ્ઞાની ભગવાન વીતરાગી વિનય કરે છે, અર્થાત્ પૂર્વે એ તેમના ગુરુ હતાં અને તેમનાથી પોતે ધર્મ પામ્યા છે એમ તેઓ જાણે છે. ગાથા ૨૦ઃ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ભાવાર્થ: આવો માર્ગ સાચા જ્ઞાનનો (જાણવાન) છે એમ શ્રી વીતરાગે કહ્યું છે. એ માર્ગનું મૂળ કારણ જે જે સાચો પુરુષાર્થ કરે છે તે તે સમજે છે. ગાથા ૨૧ઃ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહિની કર્મથી બુડે ભવજળ માંહિ. ભાવાર્થ: ખોટા ગુરુ, શિષ્યાદિ પાસે ભગવાને કહેલા જ્ઞાનમાર્ગનો જો કાંઈ પણ ગેરલાભ લે અર્થાત્ પોતામાં સદ્ગુરુપણું જો સ્થાપે, તો આકરા મિથ્યાત્વરૂપી પોતાના કાર્યથી સંસારના ભવરૂપી દરિયામાં ડૂબી જાય અર્થાત્ અનંત કાળનું નિગોદપણું પામે. ગાથા ૨૨ હોય મુમુક્ષુ જીવતે, સમજે એહ વિચારહોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ભાવાર્થ: જે જીવ મુક્તિનો સાચો કામી છે તે આ વિચાર બરાબર સમજે છે અને જે જીવ પોતાની ઊંધાઈને પકડી રાખનારો છે તે ઊંધો નિર્ણય કરે છે. ગાથા ૨૩ હોય મતાથી તેહને, થાય ન આતમલક્ષ; તેહમતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પણ. ભાવાર્થ : જે મતાર્થી (જેને પોતાના મતનો આગ્રહ છે) તેને આત્મજ્ઞાન થતું નથી તે ઊધી પકડવાળા જીવોને ઓળખવાના ચિહ્નો અહિયા કોઈનો પક્ષ ખેઆ (રાગ-દ્વેષ ક્ય) વગર કહેવામાં આવે છે. ગાથા ૨૪: બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે મને ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ભાવાર્થ: જેને બહારના સંયોગોનો ત્યાગ છે પણ આત્માનું સાચું જ્ઞાન નથી, તેવાને તે સાચા ગુરુ માને છે અથવા પોતાના બાપ-દાદાએ માનેલા ધર્મના ગુરુમાં જ તેઓ મારાપણું કરે છે, તેમને જ સાચા માને છે. ગાથા ૨૫: જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ભાવાર્થઃ જે જિનેશ્વર ભગવાનના શરીરના માપ વગેરેને અને ધર્મસભા વગેરે પુણ્યના ઠાઠને વીતરાગદેવનું સ્વરૂપ સમજે છે તે પોતાના જ્ઞાનને તેમાં રોકી રાખે છે, અર્થાત્ વીતરાગના સાચા સ્વરૂપને સમજવા પોતાની બુદ્ધિને લઈ જતાં નથી. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ગાથા ૨૬ઃ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમૂખ, અસદ્ગુરુને દઢ કરે, નિજમાનાર્થે મુખ્ય. ભાવાર્થ સાક્ષાત સદ્ગુરુના મેળાપ વખતે પોતાની દૃષ્ટિ તેમનાથી તદ્ધવિરોધવાળી રાખે છે અને મુખ્યપણે પોતાની મોટાઈ વધારવા માટે અજ્ઞાની ગુરુને જોરથી સ્થાપન કરે છે. ગાથા ૨૭ઃ દેવાદિ ગતિ ભંગમાં, જે સમયે શ્રુતજ્ઞાન; માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ભાવાર્થ દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચની ગતિના ભેદો જાણવા તેને જે શ્રુતજ્ઞાન અર્થાત્ પ્રયોજનભૂત જ્ઞાન સમજે છે, તથા પોતાના વાડાના વેશની ખોટી પડને મોક્ષનું કારણ માને છે. ગાથા ૨૮ઃ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ભાવાર્થ: પોતાની વર્તમાનદશાનું ભાન નથી (હું જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છું) અને લોકમાં મોટા થવા માટે હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કરે છે, તે આત્માના સાચા સ્વરૂપને ગ્રહણ કરતો નથી. તેનો અનુભવ કરતો નથી. ગાથા ૨૯: અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ભાવાર્થ અથવા હું ત્રિકાળી શુદ્ધ છું એવું ફક્ત શબ્દોમાં કથન કર્યા કરે છે અને સાચા પુરુષાર્થને ઉથાપે છે અર્થાત્ સમજણપૂર્વક રાગ-દ્વેષ ઘટાડતો નથી; તે સાધન વગરનો થાય છે. ગાથા ૩૦ઃ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા નકાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ભાવાર્થ તેવા જીવો સાચી સમજણ પામતા નથી, તેમ જ સાચી સમજણના ઉપાય કાંઈ કરતાં નથી; અને તેનો જે જીવ સંગ પામે છે તેઓ બન્ને અનંત સંસાર વધારે છે. ગાથા ૩૧ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિકાજ; પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાં જ, ભાવાર્થ વળી તે જીવો ઊધા જ્ઞાનમાં પોતાના માન વગેરે માટે અટક્યા છે. જેથી તેઓ આત્માના સાચા સ્વરૂપને પામતા નથી; તેઓ ધર્મ માટે અપાત્ર છે, અધિકારી નથી, લાયક નથી. ગાથા ૩૨ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ભાવાર્થ : જેમના ક્રોધ, માન, માયા, લોભ શાંત થયા નથી (જેઓ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ઠારતા નથી), જેના અંતરમાં ઉદાસીનતા નથી, સરળપણું અને પક્ષપાત રહિતપણું નથી - એ બધા લક્ષણો આગ્રહીની માઠી દશા સૂચવે છે. ગાથા ૩૩ લક્ષણ કહ્યા મતાર્થીના, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીના, આત્મ અર્થ સુખસાજ. ભાવાર્થઃ ઊંધા જ્ઞાનની પકડ છોડવા માટે મતાથીપણું ઓળખવાની નિશાનીઓ કહી છે. હવે સુખ સ્વરૂપ આત્માના લાભ માટે આત્માર્થીના લક્ષણ કહેવામાં આવે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ગાથા ૩૪: આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ભાવાર્થ : જ્યાં આત્માનું સાચું ભાન હોય (અનુભવ હોય) ત્યાં જ સાચી મુનિદશા હોય અને તે જ સાચા ગુરુ હોઈ શકે. બીજા બાપ-દાદાના કુળમાં મનાતા ગુરુ કલ્પિત જ છે, તેવાને આત્માના ખપી જીવ સાચા ગુરુ માનતા નથી. ગાથા ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ભાવાર્થ સાક્ષાત્ આત્મજ્ઞાની ગુરુ મળ્યાનો તે મોટામાં મોટો ઉપકાર માને છે, અને તે વિચાર, વાણી અને ચેષ્ટાના ભાવો તેમના તરફ જ વાળીને સદ્ગુરુએ આપેલા સાચા જ્ઞાનને આધારે વર્તે છે. ગાથા ૩૬ઃ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ભાવાર્થ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં આત્માના સાચા જ્ઞાનનો (મુક્તિનો) માર્ગ એક જ હોય છે, તેવા આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય તે પુરુષાર્થરૂપ વ્યવહારને સારી પેઠે જાણી લેવો જોઈએ અર્થાત્ તે પુરુષાર્થને વ્યવહાર માનવો જોઈએ. ગાથા ૩૭ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુયોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ભાવાર્થ આ પ્રમાણે અંતરમાં વિચાર કરી સદ્ગુરુના મેળાપને શોધે અર્થાત્ ભાવના કરે અને એક આત્માની શુદ્ધતા મેળવવાનું કાર્ય તે કરે છે; મનમાં તેને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. ગાથા ૩૮ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ભાવાર્થ જે જીવો મિથ્યાત્વ અને તેની સાથેના રાગ-દ્વેષને ઠારે છે અને જેને ફક્ત પવિત્રતાની રુચિ છે, જેમને ભવનો ખેદ હોય છે અર્થાત્ જેઓ ભવ ટાળવા મથે છે અને પોતાના તથા પર જીવ પ્રત્યે જેમને કરુણા હોય છે તેવા જીવોમાં આત્માના કલ્યાણનો વાસ હોય છે. ગાથા ૩૯ઃ દશાન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ્ય, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ભાવાર્થ જ્યાં સુધી આવી દશા આત્મા ન પામે અને પાત્રતા વડે પ્રગટ કરે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અર્થાત્ આત્માની પવિત્રતાનો માર્ગ પામતો નથી તેથી તેના આત્મામાંથી અજ્ઞાનરૂપ વિકાર મટતો નથી. ગાથા ૪૦ઃ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ભાવાર્થ: જ્યારે પાત્રતાની દશા જીવ પ્રગટ કરે છે ત્યારે આત્મજ્ઞાની ગુરુનો બોધ શોભા પામે છે અર્થાત્ પરિણમે છે અને તે બોધ દ્વારા જે સાચી વિચાર દશા પ્રગટે છે તે સુખ દેનારી છે. ગાથા ૪૧ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ભાવાર્થ : જ્યારે તે સાચી વિચાર દશા પ્રગટે છે ત્યારે પોતાનું જ્ઞાન (સમ્યક મતિ અને શ્રુતજ્ઞાન) પ્રગટ થાય Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ છે, અને તે જ્ઞાન વડે મોહનો નાશ થઈ શાશ્વત સુખની દશા જીવ પામે છે. ગાથા ૪૨ : ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું યત્પદ આંહી. ભાવાર્થ : તેવી સાચી વિચારદશા જીવો પ્રગટ કરે અને પૂર્ણ પવિત્રતાનો ઉપાય સમજવામાં આવે તે માટે ગુરુ અને શિષ્યના પ્રશ્નોત્તરરૂપે અહીં છ પદ કહેવામાં આવે છે. ગાથા ૪૩: ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘છે કર્તા નિજ કર્મ’; ‘છે ભોક્તા’ વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ.' ભાવાર્થ : (૧) આત્માનું હોવાપણું છે. (૨) તે કાયમી છે (૩) તે પોતાના ભાવનો કર્તા છે (૪) પોતાના ભાવનો ભોક્તા છે (૫) વળી પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરી શકાય છે (૬) તે પવિત્રતાનો ઉપાય ત્રિકાળ સાચો ધર્મ છે. ગાથા ૪૪ : ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ. ભાવાર્થ : જગતમાં ચાલતી બીજી ધાર્મિક માન્યતાના છ ભેદો છે. તેમને ભેગા લઈએ તો તે પણ છ સ્થાનકપણે થાય છે. અર્થાત્ છ માંથી એકેક દર્શન થોડા થોડા સ્થાનક માત્રને માને છે; સુધર્મ છ એ પદોને માને છે. એ છ પદો અહીં જ્ઞાનીઓએ કહ્યા મુજબ આત્માના ત્રિકાળી સ્વભાવને સમજાવવા ટૂંકમાં કહ્યાં છે. શંકા-શિષ્ય ઉવાચ ઃ ગાથા ૪૫ : નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. ભાવાર્થ : આંખે દેખાતો નથી, તેનો રંગ કાંઈ જણાતો નથી અને જીવનો બીજી ઇન્દ્રિયોથી અનુભવ પણ થતો નથી; માટે જીવ કોઈ વસ્તુ નથી એમ લાગે છે. ગાથા ૪૬ : અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એધાણ. ભાવાર્થ : અથવા શરીર જ જીવ છે અથવા ઇન્દ્રિયો અને શ્વાસોશ્વાસ જીવ છે માટે જીવ જુદો માનવો તે ખોટું છે કારણ કે તેની જુદી નિશાની લાગતી નથી. ગાથા ૪૭ : વળી જો આત્મા હોય તો જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ભાવાર્થ : વળી જો આત્મા હોય તો તે કેમ જણાતો નથી ? જો તે હોય તો ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ. ગાથા ૪૮ : માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ભાવાર્થ : માટે આત્મા નથી, તેથી મોક્ષનો ઉપાય ફોગટ છે એવી અંતરની શંકાનું સાચું સમાધાન આપ સમજાવો. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ સમાધાન-સદ્ગુરુ ઉવાચ: ગાથા ૪૯: ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાવાર્થઃ જીવ અને દેહ એક છે એવી અવળી માન્યતાથી અર્થાત્ જીવ દેહનું કાર્ય કરી શકે એવી ખોટી માન્યતાથી આત્મા અને દેહ એકરૂપ ભાસે છે પણ તેઓ બન્ને જુદા છે એટલે એકબીજાનું કાંઈ કરી શકતા નથી એમ ઉઘાડી નિશાનીઓ વડે ભાન થાય છે. ગાથા ૫૦ઃ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિને માન. ભાવાર્થ જીવ અને દેહ એક છે એવા અનાદિકાળના અજ્ઞાનથી એટલે કે જીવ દેહનું કામ કરી શકે છે એવી ઊંધી માન્યતાથી આત્મા અને દેહ એકરૂપ ભાસે છે પણ તેઓ બન્ને જુદા છે એટલે કે એકબીજાનું કાંઈ કરી શકતા નથી, જેમ તરવાર અને મ્યાન જુદા છે તેમ, અર્થાત્ તરવારનું કામ મ્યાન કરી શકે નહિ અને માનનું કામ તરવાર કરી શકે નહિ તેમ. ગાથા ૫૧ઃ જે દટા છે દઝિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ભાવાર્થ : જે આંખનો જાણનાર છે અને જે રંગનો જાણનાર છે તથા કોઈના રોક્યા વગર જેમ છે તેમ જ્ઞાનનો જે જાણનાર રહે છે તે જ જીવનું સ્વરૂપ છે અર્થાત્ જીવ કોઈની મદદ વગર સ્વતંત્રપણે પોતાને અને પરને જેમ છે તેમ જાણે છે. ગાથા પર છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. ભાવાર્થ: દરેક ઇન્દ્રિયને પોતપોતાને લાયક પદાર્થોનું જ્ઞાન થાય છે પણ પાંચે ય ઇન્દ્રિય દ્વારા જણાતા પદાર્થોનું એકલા આત્માને જ જ્ઞાન થાય છે. ઇન્દ્રિય જડ છે તેથી તે જ્ઞાન કરતી નથી પણ જ્ઞાનમાં નિમિત્ત છે તેથી ઇન્દ્રિયને જ્ઞાન થાય છે એમ ઉપચારથી કહ્યું છે. ગાથા ૫૩ દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રિ પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ભાવાર્થ શરીર તે પદાર્થોને જાણતું નથી. ઇન્દ્રિયો અને પ્રાણ (શ્વાસોશ્વાસ) પણ તેને જાણતા નથી. આત્માની જ્યાં સુધી હાજરી હોય ત્યાં સુધી શરીર, ઇન્દ્રિયો અને શ્વાસોશ્વાસ પોતપોતાથી પ્રવર્તે છે એમ જાણવું. ગાથા ૫૪ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એધાણ સદાય. ભાવાર્થ : બધી દશાઓમાં આત્મા સદાય જુદો જણાય છે અને સ્પષ્ટ-પ્રત્યક્ષ જ્ઞાન-દર્શનપણું તે તેનું ત્રિકાળ ચિત છે. ગાથા ૫૫ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન? ભાવાર્થ : હે શિષ્ય ! તું ઘડા, વસ્ત્ર વગેરેને જાણે છે તેથી તે છે એમ હું માને છે, પણ તેના જાણનારને તું માનતો નથી; એ તારા જ્ઞાનને કેવું કહેવું? Page #420 -------------------------------------------------------------------------- ________________ * - ૩૯૮ ગાથા ૫૬ : પરમ બુદ્ધિ કૃય દેહમાં, સ્થૂળ દેહમતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ભાવાર્થ: કોઈ દુબળા શરીરવાળા જીવને ઘણી બુદ્ધિ હોય છે અને જાડા શરીરવાળા જીવને થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો શરીર તે જ આત્મા હોય તો આવો વિરોધ હોય નહિ. ગાથા ૫૭ઃ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ભાવાર્થ જડ અને ચેતનનો સ્વભાવ સંપૂર્ણ રીતે સ્પષ્ટ જુદો છે, અર્થાત્ બન્ને જુદા હોવાથી ભડકે ચેતન એકબીજાનું કાંઈ કરી શકે નહિ; તેઓ એકમેકપણું પામતા નથી. અને ત્રિકાળ બેપણું ટકાવી રાખે છે. ગાથા ૫૮ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ભાવાર્થ : પોતાના હોવાપણાની શંકા આત્મા પોતે જાતે-પોતાથી કરે છે; એવી શંકાનો કરનાર તે જ આત્મા છે એવું પોતે જાણતો નથી એ પાર વગરનું આશ્ચર્ય છે. શંકાઃ ગાથા ૫૯ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ભાવાર્થ આત્માના હોવાપણાના આપશ્રીએ કારણો સમજાવ્યા તેનો આત્મા સાથે વિચાર કરતાં આત્માનું હોવાપણું જણાય છે. ગાથા ૬૦ઃ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ભાવાર્થ: હવે મને આત્મામાં બીજી શંકા થાય છે કે આત્મા નાશ વિનાનો નથી અને તે દેહના રજકણ ભેગાં થવાથી ઊપજે છે અને દેહનો નાશથી તેનો નાશ થાય છે. ગાથા ૬૧ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ભાવાર્થ અથવા સર્વ પદાર્થો દરેક ક્ષણે બદલાય છે તેથી ક્ષણમાત્રટકનારા છે એવા અનુભવથી જોતાં મને આત્મા પણ કાયમ ટકનારો જણાતો નથી. સમાધાન : ગાથા ૬૨ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ૫; ચેતનના ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ભાવાર્થ શરીર માત્ર પરમાણુનો જથ્થો છે. વળી તે જ્ઞાન વગરનું, રૂપ વગેરેવાળું દેખી શકાય એવું છે. તો પછી ચેતન ઊપસ્યું અને તેનો નાશ થયો તે કોના જ્ઞાનના આધારે જાણ્યું? ગાથા ૬૩ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; ને તેથી જુદા વિના, થાયન કેમે ભાન. ભાવાર્થ: જેના જ્ઞાનના આધારે એ ઊપજવાનું અને નાશનું જાણપણું થાય છે, તે ઉત્પત્તિ અને નાશથી જુદા પદાર્થ વગર કોઈ પણ રીતે તેવું ભાન થાય નહિ. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ગાથા ૬૪: જે સંયોગો દેખિએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ભાવાર્થઃ જે જે સંયોગો દેખવામાં આવે છે તે તે જ્ઞાનમાં જણાય છે પણ આત્મા સંયોગથી ઊપજતો નથી, તેથી આત્મા ત્રિકાળી છે અને પોતે પોતાથી જ સીધો જણાય તેવો છે. ગાથા ૬૫ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ભાવાર્થ નહિ જાણનાર પદાર્થોથી જાણપણું થાય અને જાણપણાથી જડ પદાર્થ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે અને કદી અનુભવ થતો નથી. ગાથા ૬૬ કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ભાવાર્થ: કોઈ પણ સંયોગોમાં જે પદાર્થનું ઊપજવું થતું નથી, તેનો નાશ કોઈમાં થતો નથી, તેથી આત્મા ત્રિકાળ નિત્ય છે. ગાથા ૬૭ કોધાદિતરતમ્યતા, સર્પાદિકની માંય; પુર્વજન્મ સંસ્કાર તે, જીવ નિયતા ત્યાંય. ભાવાર્થઃ સર્પ વગેરે પ્રાણીઓમાં ગુસ્સા વગેરેનું ઓછાપણું વધારેપણું જોવામાં આવે છે તે આગલા ભવના સંસ્કાર છે અને તે વડે જીવનું ત્રિકાળપણું-અનાદિ અનંતપણું સિદ્ધ થાય છે. ગાથા ૬૮ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળદિવય ત્રયનું જ્ઞાન એકને થાય. ભાવાર્થ આત્મા વસ્તુપણે કાયમ ટકનારો છે, એના ગુણોને હંમેશા સાથે રાખી ટકી રહ્યો છે અને અવસ્થાએ પલટાય-બદલાય છે, અર્થાત્ તેના ગુણોની અવસ્થા સમયે સમયે બદલાય છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે ઉંમરનું જાણપણું તેના તે જ જીવને થાય છે. ગાથા ૬૯ઃ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ભાવાર્થ અથવા ક્ષણિકપણાનું જ્ઞાન થાય છે એમ જાણીને જે બોલનારો છે, તે બોલવાના ભાવ કરનારો જીવ નાશ પામે તેવો નથી એમ અનુભવ કરી આત્માના ત્રિકાળપણાનો નિર્ણય કર. ગાથા ૭૦ઃ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોયનનાશ, ચેતન પામે નાશ તો તેમાં ભળે તપાસ. ભાવાર્થ: કોઈ વસ્તુનો સર્વથા કોઈ પણ વખતે નાશ થતો નથી માટે જો ચૈતન્યસ્વરૂપ જીવ નાશ પામે તો તે શેમાં એકરૂપ થઈ જાય તેનો વિચાર કરી નિર્ણય કર. અર્થાત્ આત્મા કોઈમાં ભળી જતો નથી કે કદી તેનો સર્વથા નાશ થતો નથી પણ ટકીને અવસ્થા બદલે છે એમ નક્કી કર. શંકા: ગાથા ૭૧: કર્તા જીવન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ભાવાર્થ જીવ વિકારી ભાવ કરતો નથી તો પણ જડકર્મ જ કર્મને (વિકારી ભાવ અને જડકર્મને) કરે છે. અથવા કર્મ અનાયાસે પોતાથી થયા કરે છે અથવા કર્મ તે જીવનો ધર્મ છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગાથા ૭૨ આત્મા સદા અસંગ ને કરે પ્રકૃત્તિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ભાવાર્થ આત્મા હંમેશા નિરાળો છે અને જડ કર્મ જીવને બાંધે છે, અથવા ઇશ્વર કર્મ કરવાની પ્રેરણા કરે છે તેથી જીવ બંધાતો નથી. ગાથા ૭૩ માટે મોક્ષ ઉપાયનો, કોઈન હેતુ જણાય; કર્મપણું કર્તાપણું, કાંનહિ કાંનહિ જાય. ભાવાર્થઃ આમ હોવાથી મુક્ત થવાના ઉપાયનું કોઈ કારણ જણાતું નથી, વિકારી ભાવનું કર્તાપણું જીવને નથી અને હોય તો તે જાય તેવું નથી. સમાધાન: ગાથા ૭૪: હોય ન ચેતના પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ભાવાર્થ: ચેતન (જીવ) મનન ન કરે તો તેની સાથે જડકર્મ એક ક્ષેત્રે ભેગાં થાય? જડનો સ્વભાવ મનન (વિકારી ભાવ) કરવાનો નથી એમ જીવનો ધર્મ અને જડનો ધર્મ વિચારી જોશો તો ખબર પડશે. ગાથા ૭૫: જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવ ધર્મ. ભાવાર્થ: જીવ જો વિકારી ભાવ કરતો નથી તો રજકણો (કાર્પણ વર્ગણા) કર્મરૂપ થતાં નથી, તેથી કર્મ અનાયાસે થતાં નથી, તેમ જ વિકારી ભાવ તે જીવનો સ્વભાવ નથી. ગાથા ૭૬ કેવળ હોત અસંગ જો, ભાસત તને કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ભાવાર્થ : જો સર્વથા પર તરફનું લક્ષ કર્યા વગર આત્મા રહેતો હોત તો તને તેવો જણાત કેમ નહિ? એટલે કે જણાત જ. વસુદષ્ટિ એ જીવ અસંગ જ છે, પણ જો તે પોતાનું ભાન કર તો અસંગ રહે.. ગાથા ૭૭ કર્તા ઇશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ. ભાવાર્થ: કોઈ ઇશ્વર જગતનો અથવા કર્મોનો કર્તા નથી, જીવનો શુદ્ધ સ્વભાવ તે જ ઈશ્વર છે અથવા તેને કર્મનો કરાવનાર ગણીએ તો ઇશ્વર મહાન દોષનો કર્તા થાય. ગાથા ૭૮ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ભાવાર્થ: જો જીવ પોતાના ભાનમાં રહેતો પોતાના શુદ્ધસ્વભાવનો કર્તા થાય અને પોતાના શુદ્ધ સ્વભાવમાં ન વર્તે તો વિશેષ પ્રકારે ભાવકર્મનો કર્તા થાય અથવા જડકર્મનું નિમિત્ત થયો કહેવાય. શંકા: ગાથા ૭૯ઃ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. ભાવાર્થ જીવને કર્મનો કર્તા કહો તો ભલે પણ તે ભોગવનારો થાય નહિ, જડકર્મને શી ખબર પડે કે તે ફળ આપનારું થાય ? Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ગાથા ૮૦ઃ ફળદાતા ઇશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઇશ્વરતણું, ઇશ્વરપણું જ જાય. ભાવાર્થ : ફળ આપનાર ઇશ્વરને ગણીએ ભોક્તાપણું સાબિત થાય, પણ એમ કહેવાથી તો ઇશ્વરનું ઇશ્વરપણું જ જાય છે. ઇશ્વર તો વીતરાગી છે તે કેમ રાગી-દ્વેષી થાય ? ગાથા ૮૧ : ઇશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહિ કોય ભાવાર્થ : ઇશ્વર સાબિત ન થાય તો જગતનો નિયમ કાંઈ રહેતો નથી અને પછી પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાના સ્થાન કોઈ ઠરતાં નથી. સમાધાન : ગાથા ૮૨ : ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ. ભાવાર્થ : ભાવકર્મ (વિકારી ભાવ) પોતાની ભ્રાંતિથી થાય છે, માટે તે ચેતનરૂપ છે; જીવના વીર્યનું તે તરફ વલણ થતાં જડકર્મ અને જીવ એકક્ષેત્રે ભેગાં થાય છે. (એકક્ષેત્રાવગાહરૂપ થાય છે. ) ગાથા ૮૩ : ઝેર સુધા સમજે નહી, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ભાવાર્થ : ઝેર અને અમૃતને ખબર નથી તો પણ જીવને તેનો સંબંધ થતાં જીવના પરિણામમાં તે નિમિત્ત થાય છે, એ જ રીતે પુણ્ય-પાપરૂપ કર્મનું જીવને ભોક્તાપણું જણાય છે. વેદ. ગાથા ૮૪ : એક રાંક ને એક નૃપ, એ આદી જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ ન ભાવાર્થ એક ગરીબ અને એક રાજા એ વગેરે જે બહારના ભેદ છે તે કારણ વિના ભેદરૂપ કાર્ય ન હોઈ શકે; તે જ શુભાશુભ પુણ્ય અને પાપનું ફળ છે એમ જાણવું. ગાથા ૮૫ : ફળદાતા ઇશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ભાવાર્થ : ફળ આપવા માટે ઇશ્વરની એમાં કાંઈ જરૂર નથી, શુભ અને અશુભ કર્મ પોતાના સ્વભાવથી પરિણમે છે અને બહારના સંયોગો, વિકારો વગેરેનું નિમિત્ત થઈને દૂર થઈ જાય છે. ગાથા ૮૬ : તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ભાવાર્થ : તે તે ભોગવવા લાયક જુદા જુદા પ્રકારના સ્થાન (નિમિત્ત) થવાનો જડ અને ચેતન પદાર્થોનો પોતપોતાના ભાવ છે. હે શિષ્ય ! આ વાત ઘણી ઊંડી છે, તો પણ તદ્ન ટુંકામાં અહીઁ કહી છે. શંકા : ગાથા ૮૭ : કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ભાવાર્થ : જીવ કર્તા અને ભોક્તા છે એ ખરું, પણ તેનો મોક્ષ હોય તેમ લાગતું નથી કેમ કે પાર વિનાનો વખત ગયો તો પણ તેનામાં વિકાર હજુ ચાલુ છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગાથા ૮૮ : શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિ માંય; અશુભ કરે નર્કાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ભાવાર્થ : પુણ્ય કરે તો દેવ વગેરે ગતિઓમાં ફળ ભોગવે છે, અને પાપ કરે તો નરક વગેરે ગતિઓમાં ફળ ભોગવે છે પણ કર્મ વિનાનો કોઈ પણ કાળે અને સ્થળે થતો નથી. સમાધાનઃ ગાથા ૮૯ : જે શુભાશુભ કર્મપદ, જાણ્યા સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ભાવાર્થ : જે શુભ અને અશુભ કર્મપદ સંસારનું ફળ આપનારા છે એવું સાચું જ્ઞાન મેં જાણ્યું તેમ પુણ્યપાપથી પાછ ફરતાં મોક્ષરૂપી સાચા ફળની પ્રાપ્તિ થાય છે, એ રીત તું સારી પેઠે જાણ. ગાથા ૯૦ : વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ. ભાવાર્થ : પુણ્ય-પાપરૂપી ભાવકર્મ કરતાં, તે અનંત કાળ ચાલ્યો ગયો, તે પુણ્ય-પાપ ભાવથી ધર્મ થાય એવી માન્યતા ટાળતાં પવિત્રતાનો સ્વભાવ પ્રગટે છે. ગાથા ૯૧ : દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ભાવાર્થ : એ રીતે સિદ્ધ સ્વરૂપ મુક્તિ કે જે શાશ્વત (કાયમ ટકનારી) પોતાની અવસ્થા છે તે જીવ પ્રગટ કરે છે અને પોતાનું સંપૂર્ણ અનંત સુખ ભોગવે છે. ત્યાં દેહ વગેરે સંયોગો પૂરેપૂરા છૂટી જાય છે. ગાથા ૯૨ : હોય કદાપી મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતના, શાથી છેદ્યા જાય ? ભાવાર્થ : કદી મોક્ષ અવસ્થા થતી હોય તો પણ તેનો વિરોધ વગરનો ઉપાય જણાતો નથી, વળી કર્મો અનંત કાળથી છે તે કેવી રીતે ટાળી શકાય ? ગાથા ૯૩ : અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ભાવાર્થ : અથવા જગતમાં અભિપ્રાયો અને ધાર્મિક માન્યતાઓ અનેક પ્રકારની છે અને તેઓ જુદી જુદી જાતના સાધન કહે છે. તેમાં કયો અભિપ્રાય સાચો છે તેનો નિર્ણય હું કરી શકતો નથી. ગાથા ૯૪ : કયી જાતિમાં મોક્ષ છે, કયાં વેશમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ભાવાર્થ : કઈ જાતિમાં મોક્ષ થાય અને કયા વેષમાં મોક્ષ થાય એનો નિર્ણય મારાથી થઈ શકતો નથી કેમ કે એમાં ઘણાં ભેદો છે એ મોટી મુશ્કેલી છે. ગાથા ૯૫ ઃ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યો તણો, શો ઉપકાર જ થાય ? ભાવાર્થ : તેથી મને એમ લાગે છે કે મોક્ષનો ઉપાય મળે તેવો નથી, અને તેથી જીવ વગેરે મેં જાણ્યા તેનો શો લાભ ખરેખર થાય ? Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ગાથા ૯૬ઃ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ભાવાર્થ: પ્રથમ પાંચ પ્રશ્નોના તમારા ઉત્તરથી (જવાબથી) અને સમાધાન પૂરેપૂરું થયું પણ મોક્ષનો માર્ગ હું સમજું તો કાયમી શુદ્ધ અવસ્થા જરૂર પ્રગટે. મોક્ષની પ્રાપ્તિ થાય. તો કૃપા કરીને મને મોક્ષનો ઉપાય બતાવો. સમાધાનઃ ગાથા ૯૭ઃ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ભાવાર્થઃ પાંચે સમાધાનની તારા આત્મામાં જેમ શ્રદ્ધા થઈ એ રીતે મોક્ષમાર્ગની શ્રદ્ધા તારા પોતાથી જ સહેલાઈથી થશે. ગાથા ૯૮ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ભાવાર્થ પરનું હું કરી શકું એવો ભાવ એ અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષભાવ છે. અજ્ઞાન અંધારા જેવું છે તે સાચા જ્ઞાનના પ્રકાશથી ટળી જાય છે. ગાથા ૯૯ઃ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. ભાવાર્થ જે જે કારણ બંધના છે એટલે કે શુભાશુભ ભાવ એ સંસારનો માર્ગ છે અને તેવા ભાવોને છેદનારી દશા તે મોક્ષનો માર્ગ છે અને તે ભવનો નાશ કરે છે. ગાથા ૧૦૦ઃ રાગ, દ્વેષ, અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથથાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ભાવાર્થ અજ્ઞાન -પરનું હું કરી શકું એવી ભ્રમણારૂપ ખોટું જ્ઞાન, રાગ -પરવસ્તુથી લાભ થાય એવી માન્યતાપૂર્વકની પ્રીતિ, દ્વેષ -પરવસ્તુથી નુકસાન થાય એવી માન્યતાપૂર્વકની અપ્રીતિ તે ભાવકર્મની મૂળ ગાંઠ છે. જે વડે તેનાથી પાછા ફરવાનું થાય તે જ પવિત્રતાનો માર્ગ છે. ગાથા ૧૦૧ આત્મા સ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત. ભાવાર્થ આત્મા ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ બધા પ્રકારના વિકારી ભાવો અને દેહ વગેરે સંયોગો વગરનો છે. આ ત્રિકાળી સ્વરૂપના લક્ષે શુદ્ધ આત્મા પ્રગટે છે. મોક્ષના ઉપાયની આ જ રીત છે. ગાથા ૧૦૨: કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ભાવાર્થ જડકર્મ અનંત પ્રકારના છે. તેમાં જ્ઞાનાવરણાદિ મુખે આઠ છે. તે આઠમાં મુખ્ય મોહ છે. તે કેવી રીતે ટળે તેનો પાઠ કહું છું. ગાથા ૧૦૩: કર્મ મોહનીય ભેદ બે, દર્શન-ચારિત્રનામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ભાવાર્થ આ મોહનીય કર્મના બે ભેદ છે. તેના નામ દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વ અને ચારિત્રમોહ છે. સમ્યક બોધ મિશ્રદર્શનને ટાળે છે અને વીતરાગતા એ ચારિત્રમોહને ટાળે છે. આ રીતે નિયમરૂપ છે, એટલે અફર છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ગાથા ૧૦૪ : કર્મ બંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ભાવાર્થ : ક્રોધ, માન, માયા, લોભ વગેરેના નિમિત્તે કર્મબંધ થાય છે; ક્ષમા, સમતા વગેરે ક્રોધાદિને ટાળે છે, આનો પ્રત્યક્ષ અનુભવ બધાયને છે એમાં કોઈને સંદેહ પડે તેવું નથી. ગાથા ૧૦૫ : છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ભાવાર્થ : અભિપ્રાય અને માન્યતાની ખોટી પકડ તેમજ તેવું વર્તન છોડીને આ કહેલો માર્ગ જે સાધશે તે થોડા ભવમાં મોક્ષ પામશે, એટલે કે તેને ભવકટી થઈ ગઈ છે. ગાથા ૧૦૬ : ષટ્ પદના ષટ્ પ્રશ્ન તે, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ભાવાર્થ : છ પદના છ પ્રશ્નો તેં વિચાર કરીને પૂછ્યાં છે તે છ પદનું બધા પડખાંનું (અનેકાન્ત) જ્ઞાન તે મોક્ષમાર્ગ છે એમ નક્કી કર. ગાથા ૧૦૭ : જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ભાવાર્થ : આ જે કહ્યો તે માર્ગ જો હોય તો જાતિ અને વેષનો વીતરાગમાર્ગમાં ભેદ નથી. શુદ્ધ માર્ગ પ્રગટ કરે તે જીવ મુક્તિ મેળવે, એમાં કોઈ પણ ફેર નથી. ગાથા ૧૦૮ : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહીયે જિજ્ઞાસ. ભાવાર્થ : કષાય પાતળા પાડ્યા છે અને માત્ર પવિત્રતાનું જેને વલણ છે, જેને ભવનો ખેદ વર્તે છે અને આત્મસ્વરૂપની દયા છે તે જીવ જિજ્ઞાસુ એટલે મોક્ષમાર્ગ પામવાને લાયક છે એમ જ્ઞાનીઓ કહે છે. ગાથા ૧૦૯ : તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ભાવાર્થ : તેવા જિજ્ઞાસુ જીવને આત્મજ્ઞાની ગુરુ દ્વારા આત્માનો ઉપદેશ મળે છે, એ રીતે જિજ્ઞાસુ જીવ પોતાના સાચા સ્વરૂપની ઓળખાણને પામે છે અને પોતાના આત્માની શુદ્ધિ અંતરમાં શોધે છે. ગાથા ૧૧૦ : મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ભાવાર્થ : ખોટી માન્યતા અને ખોટા જ્ઞાનની પકડ છોડીને આત્મજ્ઞાની ગુરુના લક્ષે કહેલું તત્ત્વ સમજે તે જીવ શુદ્ધ સમકિતને, નિશ્ચય સમકિતને પામે છે. તેમાં કોઈ ભેદ કે પક્ષ નથી અર્થાત્ એ પ્રમાણે જે કરે તે બધાને સમકિત થાય જ છે. ગાથા ૧૧૧ : વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ભાવાર્થ : પોતાના સ્વભાવની સાચી પ્રતીત, સાચું જ્ઞાન, સ્થિરતા (નિર્વિકલ્પતા) વર્તે અને પોતાના ભાવમાં વર્તમાન અવસ્થા સ્વરૂપ તરફ વળે તે ખરું નિશ્ચય સમકિત છે. ગાથા ૧૧૨ : વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ભાવાર્થ : તે સમકિત જેમ જેમ વધતું જાય તેમ તેમ ચારિત્રના દોષને તે ટાળે છે તેથી ચારિત્રનું પ્રગટવું થાય Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ છે. અર્થાત્ સ્વભાવમાં સ્થિરતા વધે છે અને ક્રમે ક્રમે વધીને વીતરાગ દશાને તે જીવ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગાથા ૧૧૩ : કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ભાવાર્થ : સંપૂર્ણ રાગ-દ્વેષ વગરનું પોતાના આત્મસ્વભાવનું નાશ ન પામે તેવું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાનને સંપૂર્ણ પવિત્ર જ્ઞાન કહેવામાં આવે છે; શરીર હોવા છતાં ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશા અહીં અનુભવાય છે. ગાથા ૧૧૪ : કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ભાવાર્થ : કરોડો વર્ષનું સ્વપ્ન પણ તેવી લાંબી ઊંધમાંથી જાગતા જીવને શમી જાય છે તેમ અનાદિનો મિથ્યાભાવ, આત્મજ્ઞાન થતાં ટળે છે, દૂર થાય છે. ગાથા ૧૧૫ : : છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ભાવાર્થ ઃ શરીર મારું છે એવી ભ્રમણા અથવા શરીરનું હું કાંઈ કરી શકું એવી ભ્રમણા જીવ જ્ઞાનભાવે છોડે તો તું ભાવકર્મનો કર્તા નથી અને તું તે ભાવકર્મનો ભોગવનારો પણ નથી. અર્થાત્ તું તેનો જ્ઞાતા-દષ્ટા છો એ જ ધર્મનું રહસ્ય છે. ગાથા ૧૧૬ : તે જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ભાવાર્થ : એ જ સાચી માન્યતારૂપ તથા સ્થિરતારૂપ ધર્મથી પૂર્ણ પવિત્રતા પ્રગટે છે, તું ત્રણે કાળે શુદ્ધ આત્મસ્વરૂપ છો, વળી તું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ સ્વરૂપ તથા કોઈથી તને બાધા ન થાય એવું તારું સ્વરૂપ, સ્વભાવ છે. ગાથા ૧૧૭ : શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. ભાવાર્થ : તું શુદ્ધ છો; અર્થાત્ રાગાદિક અને દેહાદિક સર્વ પરભાવોથી જુદો છો, તું બોધ સ્વરૂપ છો, ચૈતન્યનો નિબિડ પિંડ છો, તું પોતે જ જ્ઞાનજ્યોતિ છો અર્થાત્ તારા શુદ્ધ જ્ઞાન વડે વિકારનો નાશ કરનારો છો અને તું સુખનો ભંડાર છો; વધારે કેટલું કહેવું ? તું પોતે આ આત્મસ્વરૂપનો વિચાર કર તો તારી શુદ્ધતા પ્રાપ્ત કરીશ. ગાથા ૧૧૮ : નિશ્ચય સર્વ જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધી માંય. ભાવાર્થ : સર્વ જ્ઞાનીઓનો નિર્ણય આમાં આવી એટલે શમાઈ જાય છે, એમ કહીને સદ્ગુરુ પોતાના સહજ સ્વભાવમાં સ્થિર થયા અને સહજ મૌનતાને પ્રાપ્ત થયા અર્થાત્ વાણી બંધ થઈ. શિષ્ય બોધબીજ પ્રાપ્તિ ઃ ગાથા ૧૧૯ : સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંથી લહ્યું, દૂર થયું અજ્ઞાન. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ભાવાર્થ આત્મજ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળી સ્વસ્વરૂપ વિચારતાં પૂર્વે કદી નહિ થયેલું આત્મજ્ઞાન પ્રગટ્ય અને પોતાની જ્ઞાનદશા પોતાના આત્મામાંથી પોતે પ્રગટ કરી અને અજ્ઞાનદશા ટાળી. ગાથા ૧૨૦ ભાસું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. ભાવાર્થ આત્માનું સ્વરૂપ તે ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જરા (ઘડપણ) ન પહોંચે તેવું, મરે નહિ તેવું, નાશ ન થાય તેવું અને દેહથી તદ્દન જુદું છે એમ જ્ઞાનમાં સ્વરૂપ ભાસ્યું, શ્રદ્ધા થઈ, અનુભવ થયો. આત્મજ્યોતિ પ્રગટ થઈ, આત્મજ્ઞાન થયું. ગાથા ૧૨૧: કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. ભાવાર્થ : મિથ્યાત્વ જ્યાં વર્તે છે ત્યાં વિકારી ભાવોનો જીવ કર્તા-ભોક્તા છે. આત્મસ્વભાવમાં પર્યાય વળી ત્યારે જીવ વિકારી ભાવોનો અકર્તા થાય છે, કર્તા-ભોક્તા થતો નથી. ગાથા ૧૨૨ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા-ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ભાવાર્થ: બીજી રીતે કહેતાં આત્માનું જેવું શુદ્ધ ત્રિકાળી ચેતના સ્વરૂપ છે તેવી જ પોતાની શુદ્ધ અવસ્થા પર્યાયમાં પ્રગટ થઈ પામ્યો અને તેના તે સ્વભાવનો કર્તા-ભોક્તા થયો અને વિકલ્પ વિનાનું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ગાથા ૧૨૩ઃ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ભાવાર્થ પોતાની પૂર્ણ પવિત્રતાને મોક્ષ કહેવામાં આવે છે, તે શુદ્ધતા જે રીતે પમાય તે તેનો ઉપાય છે અને તે વીતરાગી બધો માર્ગ ટુંકમાં સદ્ગુરુએ અહીં સમજાવ્યો છે. ગાથા ૧૨૪: અહો! અહો! શ્રી સદગુરુ, કરુણા સિધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો! અહો! ઉપકાર. ભાવાર્થ અહો! અહો! આત્મલક્ષીયુક્ત આપ વીતરાગી કરુણાના અપાર સમુદ્ર છો ! આપ પ્રભુએ આ પામર જીવ ઉપર મહા આશ્ચર્યકારક ઉપકાર કર્યો છે. ગાથા ૧૨૫: શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ભાવાર્થ હું આપના ચરણ આગળ શું ધરું? (આપ પરમ નિષ્કામ છો), જગતના સર્વ પદાર્થો આત્માની અપેક્ષાએ હીન છે. અને તેવો શુદ્ધ આત્મા તો આપ સગુરુ પ્રભુએ સમજાવ્યો, માટે હવે આપના ચરણ અર્થાત્ આપે સમજાવેલ આત્મસ્વરૂપને આધીન વતું, સ્વભાવમાં જ રહું. ગાથા ૧૨૬ : આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું આપ પ્રભુને દાન. ભાવાર્થ: આ દેહ વગેરે આપ સદ્ગુરુ પ્રભુની આજ્ઞા મુજબ આજથી વર્તો એવી મારી ભાવના છે, અર્થાત્ દહે કે પરવસ્તુનું હું કાંઈ કરી શકું નહિ એવી જે આપે આજ્ઞા સમજાવી છે તે માની તે પ્રમાણે વર્તે. તેવા જ્ઞાની પુરુષોનો હું નમ્ર દાસ, દાસ, દાસ છું, અર્થાત્ ત્રણ વખત ‘દાસ’ કહ્યું છે એ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાની ભાવના સૂચવે છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ ગાથા ૧૨૭ : ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મયાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ભાવાર્થ : આપે છ પદ સમજાવીને મ્યાનથી તરવારની માફક આત્મા તદ્ન જુદો છે અર્થાત્ કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ એમ બતાવ્યું એ આપનો પાર વગરનો ઉપકાર છે. ગાથા ૧૨૮ : દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ભાવાર્થ : છ પદમાં જગતમાં ચાલતા એકાન્તિક છ એ દર્શનમાં રહેલી ભૂલ સમજાઈ જાય છે, અને આ છ પદનો બધા પડખાંથી એટલે અનેકાન્ત દૃષ્ટિથી વિચાર કરતાં આત્માના સ્વરૂપની કાંઈ પણ શંકા રહેતી નથી. સંપૂર્ણ શ્રદ્ધા પ્રગટ થાય છે. ઉપસંહાર ઃ ગાથા ૧૨૯ : આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ભાવાર્થ : આત્માની અભાન દશા (ભ્રમણા) જેવો કોઈ રોગ નથી, અને આત્મજ્ઞાની ગુરુ તે રોગ મટાડવાને માટે સાચા જાણકાર વૈદ્ય છે. સદ્ગુરુએ સમજાવેલ આત્મસ્વરૂપનું જ્ઞાન જેવું બીજું કોઈ પથ્ય નથી, અને તે રોગની દવા આત્મસ્વરૂપના વિચાર અને ધ્યાન છે. ગાથા ૧૩૦ : જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ભાવાર્થ : જો આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના હોય તો આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પુરુષાર્થને વાળો. ભવ પૂરા થવાના હશે તે દી થશે વગેરે ખોટાં બહાના કાઢી આત્માના લાભને છેદો નહિ. ગાથા ૧૩૧ : નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય. ભાવાર્થ : આત્માનું ત્રિકાળી સ્વરૂપ બતાવનારી વાણી સાંભળીને સાચો પુરુષાર્થ છોડવો નહિ પણ તે ત્રિકાળી આત્મસ્વરૂપ લક્ષમાં રાખી એટલે બરાબર સમજી શુદ્ધતા પ્રગટ કરવા પુરુષાર્થ કરવો. ગાથા ૧૩૨ : નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ભાવાર્થ : એકલું ત્રિકાળી સ્વરૂપ બતાવનારું જ્ઞાનનું પડખું આમાં કહ્યું નથી, તેમજ એકલું વર્તમાન પર્યાય બતાવના જ્ઞાનનું પડખું કહ્યું નથી, પણ નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે રહેલ છે. આત્માનો ત્રિકાળી સ્વરૂપ એ એનો નિશ્ચય છે અને તેના ગુણોનું પરિણમન એ તેનો વ્યવહાર છે અને બન્ને એક જ આત્મામાં સાથે રહેલ છે. ગાથા ૧૩૩ : ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ભાવાર્થ : ગચ્છ અને મતની જે ઊંધી પકડ તે સાચો વ્યવહાર નથી, અને પોતાના આત્મસ્વરૂપનું ભાન ન હોવું તે ખરેખર અસાર છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ગાથા ૧૩૪ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદનહીં કોય. ભાવાર્થ ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા છે, વર્તમાનમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થશે તેઓ મોક્ષનો ઉપાય એક જ બતાવે છે. ત્રણે કાળ મોક્ષમાર્ગ એક જ છે, તેમાં કોઈ મતભેદ નથી. ગાથા ૧૩૫ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. ભાવાર્થ: બધા જીવ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એમ જે સમજે, જ્ઞાનની પર્યાય એનો એવી રીતે સ્વીકાર કરે, તે સિદ્ધપણું પ્રગટ કરે. તેમાં આત્મજ્ઞાની પુરુષે સમજાવેલ આત્મસ્વરૂપનો બોધ અને સદ્ગુરુની વીતરાગી દશા (નિમિત્ત) હાજરરૂપ કારણ હોય છે. ગાથા ૧૩૬: ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ભાવાર્થ આત્માની પોતાની સહજ શક્તિને સમજ્યા વિના, તેનું બહાનું કાઢી જે એ સત્સમાગમને છોડે તે સિદ્ધપણાને પામે નહિ. અને ઊધી પકડમાં ટક્યા કરે. જ્યારે જ્ઞાનની પર્યાય ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરી તેમાં સ્થિર થઈ આત્માનો અનુભવ કરે ત્યારે નિમિત્ત તરીકે સદ્ગુરુનો બોધ હોય છે. ગાથા ૧૩૭મુખથી જ્ઞાન થે અને, અંતર છુટ્યોના મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ભાવાર્થ મોઢેથી જ્ઞાનની વાતો કરે પણ અંતરથી મોહ (પરનું હું કરી શકું એ આદિ ભ્રમણા) જેને ટળી નથી તે પામર પ્રાણી ફક્ત પોતાના આત્માનો દ્રોહ કરે છે. પોતાના આત્માને છેતરે છે. ગાથા ૧૩૮: દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષેએહ સદાય સુજાગ્ય. ભાવાર્થઃ સ્વરૂપની દયા, શાંતિ, સમતા, સ્વરૂપની રુચિ (અરુચિનો અભાવ), પોતાના ત્રિકાળી સ્વરૂપનું લક્ષ, વિભાવ ભાવને છોડવો, રાગને ટાળવો એ મુમુક્ષુના આત્મામાં હંમેશા સારી રીતે જાગૃત હોય છે. ગાથા ૧૩૮: મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. ભાવાર્થ સ્વરૂપની અસાવધાનીનો જ્યાં નાશ હોય છે અથવા જે અસાવધાની ઠરી ગઈ છે તે સાચા ધર્મોની દશા છે, બાકી બધી ભ્રમણા છે. આત્મસ્વરૂપ સંબંધી ભ્રાંતિ પ્રશાંત થઈ છે (દર્શનમોહ) અને તેનો ક્ષય થયો (ચારિત્રમોહ) છે તે જ્ઞાનીની દશા છે, બાકી ભ્રમણા છે. ગાથા ૧૪૦ સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ભાવાર્થ તમામ પરવસ્તુ એઠા જેવી અર્થાત્ આત્માએ લક્ષ નહિ દેવા જેવી અથવા સ્વપ્ન જેવી જાણીને તેનાથી નિર્મમ, મમતા રહિત રહે છે તે જ્ઞાની પુરુષોની દશા હોય છે. એવી દશા ન હોય તો બોલવા માત્ર જ્ઞાન છે અર્થાત્ અજ્ઞાની છે. ગાથા ૧૪૧ઃ સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ભાવાર્થ: પહેલાં આત્માના પાંચ પદોનો વિચાર કરીને, મોક્ષનો ઉપાય જે જીવ ધારણ કરે તે પાંચમું પદ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે તેમાં કંઈ સંદેહ નથી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ ગાથા ૧૪૨ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ભાવાર્થ શરીરનો સંયોગ હોવા છતાં જેણે આત્મસ્વરૂપ સમજી આત્માની શરીરથી પર અર્થાત્ શરીર મારું નથી, હું શરીરનું કાંઈ કરી શકું નહિ એવી અવસ્થા જેણે પ્રગટ કરી છે તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો ! સાર: ૧. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૩. “સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ” આત્માના છ પદ (સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસ સ્થાન) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુને અત્યંત ભક્તિથી નમસ્કાર! શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદઃ આત્મા છેઃ જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વ-પરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બી પદઃ આત્મા નિત્ય છેઃ ઘટપટાદિ પદાર્થો અમુક કાળવત છે. આત્મા ત્રિકાળવાર્તા છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતાં નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિષે લય પણ હોય નહિ.. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થો અર્થક્રિયા સંપન્ન છે. કાંઈને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્યા છે, અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોક્તા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પાંચમું પદ : મોક્ષપદ છેઃ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનાભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. છઠું પદ ને મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહિ; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. - શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારતા તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિસ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વન્દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જીવ જો પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય, તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ - અત્યંત પ્રત્યક્ષ - અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થોના સંયોગના વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાત્મનું ઠેકાણું એવું જિનસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમપુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે તે પુરુષો સર્વસ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં તેમ જ થશે. જે પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સહજ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે! તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષો, તેના ચરણાવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો! Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ જે છ પદથી સિદ્ધ થયું છે એવું આત્મસ્વરૂપ છે જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્યા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો! જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરુપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે; તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧. સમ્યગ્દર્શનનું લક્ષણ : ૪૧૨ સમ્યક્ત્વ અને સમકિતીના લક્ષણો ‘‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સભ્ય વર્શનમ્ ’’ અર્થ : તત્ત્વ (વસ્તુ)ના સ્વરૂપ સહિત અર્થ - જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ટીકા : ૧. તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે.‘અર્થ’ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય. ‘તત્ત્વ’ એટલે તેનો ભાવ - સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. ૨. આ સૂત્રમાં સમ્યગ્દર્શનને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થ શ્રદ્ધા તેનું લક્ષણ છે. ૩. કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે’ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન(જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ‘ભાવ’નું શ્રદ્ધાન જરા પણ કાર્યકારી નથી. ‘હું આત્મા છું’ એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો ‘ભાવ’ના શ્રદ્ધાન વિના આત્માનું શ્રદ્ધાન ખરું નથી; માટે ‘તત્ત્વ’ અને તેના ‘અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૪. બીજો અર્થ : જીવાદિને જેમ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે તેમ ‘અર્થ’ પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે તત્ત્વ છે અને અર્થતે કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. ૫. વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે ‘દર્શન’ પહેલાં ‘સમ્યક્’ પદ વાપર્યું છે. જીવ-અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. ૬. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. ૭ ‘તત્ત્વ’ શબ્દનો મર્મ : ‘તત્ત્વ’ શબ્દનો અર્થ ત૫ણું - તેપણું થાય છે. દરેક વસ્તુને સ્વરૂપથી તપણું અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે એ અન્ય સર્વ વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. ‘ધડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે’ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ એમ કેટલાક જીવો માને છે તે પણ ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને તત્ત્વમાન્યું નથી. જો ઘડાથી ઘડા સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી, માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું. જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય. પણ એમ બને નહિ. ૨. ચાર લક્ષણો - શ્રદ્ધાન સમ્યક્ત્વનું કારણ ૧) દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન ૩) સ્વ-પરનું શ્રદ્ધાન ૨) જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન ૪) આત્મશ્રદ્ધાન - એ બધા લક્ષણોને સમ્યકત્વનું લક્ષણ કહ્યું છે. આ ચાર લક્ષણો કહ્યાં તેમાં સાચી દષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યા છે. ૧. જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે, કારણ કે અરહંત દેવાદિકનું શ્રદ્ધાન સાચાતત્ત્વાર્થ શ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત અતત્વાર્થ શ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાને છોડાવી સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. ૨. જ્યાં તત્ત્વાર્થ શ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે. ૩. જ્યાં સ્વ-પર ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવા એ છે અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે એટલે સ્વપરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણ કહ્યું છે. ૪. જ્યાં આત્મશ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિલ્પ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ જુદાં જાદ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ ક્યા લક્ષણને અંગીકાર કરે? જ્યાં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં તો એ ચારે Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ લક્ષણો એક સાથે હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપને જ સંભાળે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર થાય પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાય સહિત કરે છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે, માટે સમ્યગ્દષ્ટિના શ્રદ્ધાનમાં તો ચારે લક્ષણોનો અંગીકાર છે, પણ જેને વિપરીતાભિનિવેશ હોય છે તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતા નથી. તે જિનમતના જીવાદિતત્ત્વોને માને છે, અન્યના માનતો નથી તથા તેના નામ-ભેદાદિને શીખે છે, એ પ્રમાણે તેને તત્વાર્થ શ્રદ્ધાન હોય છે પરંતુ તેના યથાર્થ ભાવનું શ્રદ્ધાન થતું નથી. વળી એ સ્વ-પરના ભિન્નપણાની વાતો કરે છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ ચિંતવન કરે છે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીરમાં પરબુદ્ધિ તેને થતી નથી. તે આત્માને જિનવચનાનુસાર ચિંતવે છે પરંતુ પ્રતીતિપણે આપને આપરૂપ શ્રદ્ધાન કરતો નથી; તથા અરહંતાદ વિના અન્ય કુદેવાદિકને તે માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય, પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. બીજુ એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે, એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી જીવ સિદ્ધપદને પણ પામે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરે તેને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી અંગીકાર કરવા. આ રીતે સમ્યકત્વના લક્ષણ તો અનેક પ્રકારના કહ્યા છે પણ તેમાં અહીં તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણને જ મુખ્ય કહ્યું છે. એનું મુખ્ય કારણ તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઊપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. તત્વાર્થનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીઘ કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીધ્ર કારણરૂપ થતા નથી વા વિપરીતાભિનિવેશમાં પણ કારણ થઈ જાય છે, તેથી અહીં સર્વ પ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન જ સમ્યકત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દષ્ટિ જાણવો. ૩. સરાગ સમ્યગ્દષ્ટિના પ્રશમાદિ ભાવોઃ સમ્યગ્દષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે નીચે પ્રકારના શુભ ભાવ હોય છે; ૧) પ્રશમ ૨) સંવેગ ૩) નિર્વેદ ૪) અનુકંપા ૫) આસ્તિક્ય. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ૧. પ્રથમ ઃ ક્રોધ-માન-માયા-લોભ સંબંધી રાગ-દ્વેષાદિકનું મંદપણું. ૨. સંવેગ : સંસાર એટલે વિકારી ભાવનો ભય. ૩. નિર્વેદ : સંસાર પ્રત્યેના વૈરાગ્યને નિર્વેદ કહે છે. ૪. અનુકંપા : પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ. ૫. આસ્તિક્ય : જીવાદિ તત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માનવું તે આસિય. ૧. પ્રથમ ક્રોધ, માન, માયા અને લોભરૂપી અનંતાનુબંધી કષાયોના અનુદયને મંદ થવાને અથવા બંધના કારણોનું શમન થવાને શમ કહેવામાં આવે છે. શમ, પ્રશમ, ઉપશમ આ ત્રણે શબ્દો સમાન અર્થવાળા છે. વિષય કષાયો શમી જાય તેને પણ શમ કહેવામાં આવે છે. આત્મામાં કષાયો મંદ પડવાથી કે કષાયો વગેરેમાં કડવા ફળરૂપો દુઃખો જોવા જાણવાથી સ્વાભાવિક રીતે શમ ઉપજે છે. જેમ જેમ કષાયો શાંત થાય તેમ તેમ તેનું સ્થાન ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગ દ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે. ૨. સંવેગઃ જગતના આકર્ષક પદાર્થોને તુચ્છ માની કેવળ એક મોક્ષની અભિલાષાને સંવેગ કહ્યો છે. સમ્યગ્દષ્ટિ આત્મા રાજાના, ચક્રવર્તીના કે ઇન્દ્રોના પણ વિષયાદિ સુખોને દુઃખ મિશ્રિત અને ભાવિમાં પણ દુઃખદેનાર સમજી તેમને છોડવા યોગ્ય જ માને છે. માત્ર એક મોક્ષ સુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. એને સંસારના અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોએ પ્રીતિ અપ્રીતિ ઉદ્ભવતી નથી. એક આત્માર્થને જ સાધે છે. ૩. નિર્વેદઃ નિર્વેદ એટલે સંસાર ઉપરથી વિરક્તપણું. આ જીવે સંસારમાં ઘણું પરિભ્રમણ કર્યું છે. તે હવે સમાપ્ત થાઓ એવી ભાવના સમ્યફદૃષ્ટિ આત્મા સંસારમાં મમત્વ વિનાનો અને સંસારના દુઃખોથી કંટાળેલો હોય. તે દેહ, પરિવાર પ્રત્યે પણ ઉદાસીન હોય છે. આત્મસ્વરૂપમાં જ રહેવાનો તેનો નિર્ણય હોય છે. ૪. અનુકંપા : અનુકંપા એટલે દયા -દ્રવ્યદયા અને ભાવદયા, પરદયા અને સ્વદયા. નિષ્પક્ષપાતપણે દુઃખીઓના દુઃખોને ટાળવાની ઇચ્છા એ અનુકંપા છે. દરેક આત્માને પોતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાનો ગુણ વિકસે છે. ૫. આસ્તિક્ય શ્રી જિનેશ્વરભાવિત ધર્મ, ધર્મશાસ્ત્રો, સિદ્ધાંત, તત્વ પર દઢ શ્રદ્ધા, પ્રતીતિ રાખે તે આસ્તિક્ય છે. સર્વથા રાગ-દ્વેષ વર્જિત સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર ભગવાને જે જે અમૃતમય વચનો કહ્યા છે તે સર્વથા સત્ય છે એવી અચળ શ્રદ્ધા અત્યંત આદરથી સેવવી તેનું નામ આસ્થા. સમ્યગ્દષ્ટિ નિઃશંક હોય છે તેથી નિર્ભય હોય છે. તે સિવાય નિંદા, ગૃહા અને ભક્તિના લક્ષણો પણ સમ્યગ્દષ્ટિમાં જોવા મળે છે. નિંદા પોતાના દોષોની અપક્ષપાતપણે નિંદા. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ગૃહ : પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરતા નથી. પોતાના ગુણોને છુપાવે છે. ધર્મ કરવામાં અહંકાર કરતા નથી. ભક્તિ: શાસ્ત્ર અભ્યાસ કરે છેગુણવાન ધર્માત્માઓનો યથાયોગ્ય વિનય કરે છે. આ બધા ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનના લક્ષણો કહેવામાં આવ્યા છે. આ નિશ્ચય(ખરાં) લક્ષણ નથી. તેનું ખરું લક્ષણ તો શુદ્ધાત્માની પ્રતીતિ છે. સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ એ નિશ્ચય લક્ષણ છે. ૪. સમ્યગ્દર્શનના આઠ અંગ : જેમ મનુષ્ય શરીરના હાથ, પગ આદિ અંગ છે તેમ સમ્યકત્વના પણ આઠ અંગ શાસ્ત્રમાં કહ્યા છે. ૧) નિઃશંકિત ૨) નિઃકાંક્ષિત્વ ૩) નિર્વિચિકિત્સત્વ ૪) અમૂઢદષ્ટિ ૫) ઉપબૃહણ ૬) સ્થિતિકરણ ૭) પ્રભાવના ૮) વાત્સલ્ય. ૧. નિઃશંકત્વઃ ભયનો અભાવ થવો અથવા તત્વોમાં સંશયનો અભાવ થવો તે નિઃશંકત્વ છે. સમકિતી જીવને પરપદાર્થોનો ભય હોતો નથી. પોતાની સ્થિરતાની નબળાઇથી ભય થાય તે વાત જુદી છે. પોતાના અસ્તિત્વમાં શંકા હોતી નથી. કોઈ પણ પ્રકારની ભવિષ્યની શંકા નથી હોતી. ૨. નિઃકાંત્વિ: પરદ્રવ્યમાં રાગરૂપ વાંછાનો અભાવ તે નિઃકાંક્ષિત્વ છે. બધી ઇચ્છાઓનો અભાવ થઈ ગયો હોય છે. સ્વને ચૂકીને પુણ્યની પણ ઇચ્છા થતી નથી. પુણ્ય પરિણામ એ પરદ્રવ્ય હોય છે એમ નિઃશંક હોવાથી તેની ઇચ્છા હોતી નથી. ઇચ્છા જ દુઃખનું મૂળ છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ છે.. અને જગતના દ્રવ્યો આપણી ઈચ્છા પ્રમાણે નથી પરિણમતા એ પણ શ્રદ્ધામાં આવી ગયું છે. ૩. નિર્વિચિકિત્સત્વઃ પરદ્રવ્યોમાં દ્વેષરૂપ ગ્લાનિનો અભાવ તે નિર્વિચિકિત્સત્વ છે. સમકિતી કોઈને શત્રુ મિત્ર માનતો નથી. સમકિતી માને છે પરદ્રવ્યથી મને કોઈ લાભ નથી મને કોઈ નુકસાન નથી તેથી તેને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષ થતાં નથી. કોઈ પણ ન ગમતું પરિણામ જોઈને તેને કોઈ પણ જાતની જુગુત્સા કે ગ્લાનિ થતી નથી. સદાય પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન ને શ્રદ્ધા હોવાથી કોઈના પણ પરિણામ જોઈને તેના પરિણામ બગડતાં નથી. રાગાદિ મારો સ્વભાવ નથી - નિમિત્તથી મને કાંઈ લાભ નથી એ બધું આ અંગમાં આવે છે. ૪ અમૂઢ દટિવઃ તત્ત્વોમાં અને દેવાદિકમાં અન્યથા પ્રતીતિરૂપ મોહનો અભાવ તે અમૂઢ દષ્ટિત્વ છે. જીવાદિ સાત તત્ત્વોમાં અને દેવ-ગુરુ-શાસ્ત્રના સ્વરૂપમાં સમ્યકત્વી ભૂલ કરતો નથી. ૫. ઉપબૃહાગઃ પોતાના આત્માના સ્વભાવમાં વીતરાગી ધર્મ વધારવા અથવા બીજાને ધર્મમાં નિમિત્ત થવું તે ઉપબૃહણ છે. તથા એ જ અંગનું નામ ઉપગૃહન પણ કહીએ છીએ. ધર્માત્માના દોષ ઢાંકવા એવો ઉપગૂહનનો અર્થ સમજવો. જેનાથી ધર્મની હાનિ ન થાય અને બીજા જીવોની ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન ડગે એ વાત લક્ષમાં રાખી ધર્માત્માના દોષ ઢાંકવાની વાત છે. ૬. સ્થિતિકરણઃ પોતાના સ્વભાવમાં વા જિનધર્મમાં પોતાને વા પરનું સ્થાપન કરવો તે સ્થિતિકરણ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ અંગ છે. પોતાના જ્ઞાનનંદ સ્વભાવમાં સ્થિરતા કરવી તે સ્થિતિકરણ અંગ છે. બીજા જીવોને એવા પ્રસંગોએ ધર્મમાં સ્થિરતા કરવામાં નિમિત્ત થાય છે તે પણ સ્થિતિકરણ અંગ છે. ૭. પ્રભાવના પોતાના સ્વરૂપનું વા જિનધર્મનું માહાત્મ પ્રગટ કરવું અને જીવોને સધર્મની વાત ઉપદેશવી એ પ્રભાવના અંગ છે. ૮. વાત્સલ્ય પોતાના સ્વરૂપમાં, જિનધર્મમાં વા ધર્માત્મામાં અતિ પ્રીતિભાવ તે વાત્સલ્ય છે. શુદ્ધ ચિદાનંદઆત્માનો પ્રેમ હોય તેને વિભાવનો તથા નિમિત્તનો પ્રેમ ન હોય. ધર્મને વિકલ્પ ઊઠે તો જિનધર્મમાં અથવા ધર્માત્મા જીવોમાં પ્રતિભાવ થાય. આ રીતે સમ્યત્વના આ આઠ અંગ જાણવા. નિશ્ચયનયથી સમકિતીના આઠ અંગઃ ૧) નિઃશંકત્વઃ તે પોતાના આત્મામાં નિઃશંક અને નિર્ભય થઈને રહે છે તે નિઃશંકિત અંગ છે. ૨) નિકાંક્ષિત્વ અંગ: તે અતીન્દ્રિય આનંદમાં મગ્ન રહે છે એ નિઃકાંક્ષિત્વ અંગ છે. ૩) નિર્વિચિકિત્સત્વ: આત્મસ્વરૂપની મગ્નતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સત્વ અંગ છે. ૪) અમૂઢ દટિવઃ આત્મસ્વરૂપમાં મૂઢતારહિત છે. યથાર્થ આત્મબોધ સહિત છે, તે અમૂઢદષ્ટિ અંગ ૫) ઉપગૂહન અંગઃ આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે. પરભાવને ગ્રહણ કરતાં નથી તે ઉપગૂહન અંગ છે. ૬) સ્થિતિકરણઃ આત્મામાં પોતાના જ ષટકારકથી આત્મા દ્વારા સ્થિર છે તે સ્થિતિકરણ અંગ છે. ૭) પ્રભાવના આત્મિક પ્રભાવના વિકાસમાં કાળજી રાખે છે તે પ્રભાવના અંગ છે. ૮) વાત્સલ્ય : આત્મ આનંદમાં ભ્રમરની જેમ આસક્ત છે તે વાત્સલ્ય અંગ છે. આ પ્રમાણે સમ્યકત્વના આઠ અંગ કે આઠ ગુણ જાણવા. આ અંગો વિના સમ્યગ્દર્શન નિર્મળ સકળ કાર્યકારી થતું નથી. મિથ્યાદષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિત આદિ અંગો હોય છે પરંતુ જેવા નિશ્ચયથી સાપેક્ષતા સહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી. ૫. સમ્યકત્વી ૨૫ દોષ રહિત હોય છે? સમ્યકત્વમાં ૨૫ મળ હોય છે તે આ પ્રમાણે છે. ૧) શંકાદિ આઠ દોષ ૨) આઠ મદ ૩) ત્રણ મૂઢતા ૪) છ અનાયતન ૧) શંકાદિ આઠ દોષઃ (૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મૂઢદષ્ટિ (૫) દોષદષ્ટિ (૬) અસ્થિરતા (૭) અપ્રભાવના (૮) અવાત્સલ્ય. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨) આઠ મ ઃ (૧) જાતિ મદ ૪૧૮ (૨) કુળ મદ (૬) બળ મદ (૨) ગુરુ મૂઢતા (૫) તપ મદ ૩) ત્રણ મૂઢતા ઃ (૧) દેવમૂઢતા ૪) છ અનાયતન ઃ તત્ત્વશ્રદ્ધા રહિતને (૧) કુદેવ-કુગુરુને વંદન. (૪) પ્રદાન ૬. સમકિતી સાત ભયથી રહિત હોય છે (૨) નમન (૫) આલાપ (૩) ઐશ્વર્ય મદ (૭) શાસ્ત્રજ્ઞાન મદ (૩) શાસ્ત્રધર્મ મૂઢતા. (૪) રૂપ મદ (૮) વિજ્ઞાન મદ. (૩) દાન (૬) સંલાપ. સમ્યગ્દષ્ટિ ઃિશંક હોય છે તેથી નિર્ભય હોય છે. તે નીચે પ્રમાણે સાત ભયથી રહિત હોય છે. ૧) આ લોક ભય ૩) વેદના ભય ૫) અગુપ્તિ ભય ૭) આકસ્મિક ભય ૪) અરક્ષા ભય ૬) મરણ ભય ૨) પરલોક ભય ૧. આ લોકનો ભય ઃ અને આ દેહ સંબંધી કોઈ પણ જાતનો ભય સમ્યગ્દષ્ટિને હોતો નથી. આ લોકમાં પ્રાપ્ત સંયોગો - ભોગ-ઉપભોગની સામ્રગી, સંબંધે બંધાયેલા વ્યક્તિઓ ૨. પરલોકનો ભય ઃ સમ્યગ્દર્શન થયા પછી નીચ ગતિના બંધની શક્યતા નહિ હોવાથી પરલોકમાં મારું શું થશે એ મય હવે સમકિતીને હોતો નથી. ૩. વેદના ભય ઃ શરીર સંબંધી શાતા-અશાતાનો ઉદય આવ્યા છતાં તેનું લક્ષ ત્યાં નહિ હોવાથી - શ્રદ્ધામાં દેહ રહિત અવસ્થા હોવાથી તેને વેદના સંબંધી ભય હોતો નથી. ૪. આરક્ષા ભય ઃ જ્ઞાની જાણે છે કે આ આત્મા અજર, અમર, અવિનાશી છે તો પછી હવે તેની રક્ષાનો ભય તેને હોતો નથી. ૫. અનુપ્તિ ભય ઃ કાંઈ પણ ગોપવવાનો ભય - સંતાડવાનો ભય સમ્યદષ્ટિને હોતો નથી. સર્વજ્ઞના જ્ઞાન બહાર કોઈ વસ્તુ નથી તો શું સંતાડવું ? એવી શ્રદ્ધાથી એ ભય હોતો નથી. ૬. મરણ ભય : આત્મા અને દેહનું સ્વરૂપ ભિન્ન ભિન્ન ભાસતું હોવાથી અને એકક્ષેત્રે તે બન્ને મળ્યા છે એવી શ્રદ્ધા હોવાથી મરણનો ભય હોતો નથી. ૭. આકસ્મિક ભય ઃ કાંઈ અણધાર્યું બનશે એમ સમકિતીને શંકા નથી હોતી કેમ કે તેને પ્રતીતિ થઈ ગઈ છે કે બધું ક્રમનિયત છે. પછી આકસ્મિકનો પ્રશ્ન જ ક્યાં છે ? અકસ્માતનો ભય તેને હોતો નથી. ૭. સમકિતીનો તત્વ સંબંધી યથાર્થ નિર્ણય : જ્યારે સમ્યગ્દર્શન પ્રકાશે છે ત્યારે અનાદિ કાળનું મિથ્યાજ્ઞાન જે ભવ હેતુરૂપ થતું હતું તે સમ્યજ્ઞાનરૂપે પરિણમી ભવનિવૃત્તિરૂપ બની જાય છે. સમકિતીનું આ સમ્યજ્ઞાન અનેક સ્વભાવવાળા તત્ત્વો અથવા પદાર્થોનો યથાર્થ નિર્ણય કરનારું હોય છે. સમ્યક્ત્વી સમ્યક્ પ્રકારે વસ્તુને ઓળખીને સાચો જ નિર્ણય કરે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ છે. હજારો-લાખો કારણો મળે તો પણ સમ્યત્વી આત્માને કદી પણ અશ્રદ્ધા થાય નહિ. તેમને તત્ત્વ સંબંધી સંશય, વિપર્યય અને વિમોહ એ ભાવો હોય નહિ. આ ત્રણે ભાવો આ પ્રમાણે છે. ૧. સંશય: વિરુદ્ધ બે પ્રકારનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમ કે રાત્રે કોઈને જોઈને સંશય થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે. તેની દૃષ્ટિમાં તેનો નિર્ધાર થતો નથી, તે સંશય દોષ છે. સંશયવાળા માણસને છીપ લાવીને પૂછયું કે આ શું વસ્તુ છે? છીપ છે કે રૂપું? ત્યારે સંશય દષ્ટિવાળો હોવાથી તે માણસ કોઈ પણ જાતનો નિર્ણય કરી શક્યો નહિ. આ રૂપું હશે કે છીપ હશે? એમ વિમાસણમાં પડી ગયો, આ છીપ પણ પ્રતિભાસે છે અને રૂપું પણ પ્રતિભાસે છે. તેની દષ્ટિમાં નિર્ધાર ન થયો. એ જ રીતે સ્વરૂપના અને તત્ત્વના નિર્ણયમાં જેને ભૂલ પ્રવર્તે છે તે આત્મા સંશયવાળો છે. તેને એવા પ્રકારનો સંશય હોય છે કે આ આત્મા છે કે શરીર છે? આત્મા અને શરીર એક જ હશે? કે શરીરથી આત્મા જુદો હશે? આ રીતે તેને સ્વરૂપનો નિર્ણય હોતો નથી, તેથી સંશય દોષવાળો છે. જ્યારે સમકિતીને પોતાના સ્વરૂપ સંબંધી અને જડના સ્વરૂપ સંબંધી આવો સંશય હોતો નથી. તે પોતાના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા કરે છે. ૨. વિમોહ: આ વિમોહવાળા પુરુષને છીપ લાવીને બતાવવામાં આવે અને પૂછવામાં આવે કે કહો આ શું છે? છીપ છે કે રૂપું છે? તે માણસ ઉત્તર આપે છે કે જુઓ ભાઈ ! આ કાંઈક વસ્તુ તો છે પણ શું છે તે હું જાણતો નથી. રૂપું કોને કહેવાય અને છીપ કોને કહેવાય તેની મને કાંઈ સુઝ-સમજ નથી. અથવા તો કાંઈ ઉત્તર ન આપતાં તે ચૂપ જ રહે છે. આ દષ્ટાંત પ્રમાણે વિમોહવાળો મનુષ્ય એ જાણતો નથી કે સ્વભાવ શું છે? પરભાવ શું છે? તત્ત્વનો યથાર્થ નિર્ણય નથી. નિશ્ચય મોક્ષમાર્ગ શું અને વ્યવહાર મોક્ષમાર્ગ શું તેની કાંઈ સમજ કે સૂઝ નથી. આમ કોઈ પણ પ્રકારની સ્પષ્ટ સમજ “વિમોહવાળા’ને હોતી નથી. ૩. વિશ્વમ વિભ્રમવાળાને વિપરીતરૂપે એક તરફનું જ્ઞાન હોય છે. તે માણસ વસ્તુને અન્યથા જાણે છે. વિભ્રમવાળાને છીપ બતાવીને પૂછવામાં આવે કે આ છીપ છે કે રૂપું છે? તો તે ઉત્તર આપશે કે એમાં પૂછવા જેવું શું છે? તેમાં શંકા કરવા જેવું કશું જ નથી. હું પ્રત્યક્ષ પ્રમાણથી કહી શકું છું કે આ રૂડું છે, રૂપા સિવાય કશું જ નથી. તમે શું આને છીપ માનો છો ય તો તમારી માન્યતા જૂઠી છે. આ તો રૂપે સર્વથા પ્રકારે રૂપું જ છે. આ પ્રમાણે અન્યથા પ્રકારે એક પ્રકારનું મિથ્યાજ્ઞાન હોય તે વિભ્રમ જ છે. તે પ્રમાણે વિભ્રમવાળો જીવ મિથ્યાજ્ઞાનથી એવો નિર્ણય કરે છે કે આત્મા અને શરીર એક છે. એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. આત્મા શરીરનું કાર્ય-હલનચલન કરાવી શકે છે. એ રીતે પોતાના સ્વરૂપ સંબંધી તેને ભ્રમ થઈ ગયો છે તે વિભ્રમ છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ હવે જે સમ્યગ્દષ્ટિ આત્મા છે તે આ સંશય, વિમોહ અને વિભ્રમ દોષોથી સર્વથા રહિત હોય છે. તે પોતાના આત્માનું સ્વરૂપ યથાર્થ જાણે છે અને માને છે. સમ્યક નિર્ણયમાં તેને કશાય પ્રકારનો સંદેહ હોતો નથી. આવા છે સમકિતીના લક્ષણ. ૮. સમ્યગ્દષ્ટિ જીવ: ૧. જેમના હૃદયમાં નિજ-પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતલ છે અર્થાત્ કષાયોનો આતાપ નથી. અને નિજ-પર વિવેક થવાથી જે મોક્ષમાર્ગમાં આનંદ અનુભવે છે, જે સંસારમાં અરહંતદેવના લઘુનંદન છે, થોડાક સમયમાં અરહંતપદ પ્રાપ્ત કરનાર છે. ૨. જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે. મોક્ષ પદાર્થ પર સાચો પ્રેમ છે, જે હદયના સાચા છે અને સત્ય વચન બોલે છે તથા જિનવરના વચનો પર જેમને અટલ વિશ્વાસ છે, કોઈની સામે જેમને વિરોધ નથી, શરીરની જેમને અહંબુદ્ધિ નથી, જે આત્મસ્વરૂપના શોધક છે, અણુવ્રતી કે મહાવ્રતી નથી. જેમને સદૈવ પોતાના જ આત્મામાં આત્મહિતની સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે, જે અંતરંગ લક્ષ્મીથી સંપન્ન છે. જે જિનરાજના સેવક છે, સંસારથી ઉદાસીન રહે છે, જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે એ લક્ષણોના ધારક સમ્યગ્દષ્ટિ હોય છે. ૩. જેના આત્મામાં ગણધર જેવો સ્વ-પરનો વિવેક પ્રગટ થયો છે, આત્મઅનુભવથી સાચા સ્વાધીન સુખને જ સુખ માને છે, પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે. પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે. જે જેમ કીચડથી પાણીનું પૃથ્થકરણ કતકફળથી થાય છે તેમ અનાદિથી મળેલા જીવ અને અજીવ તેમજ જ્ઞાન અને રાગનું પ્રજ્ઞાછીણીથી પૃથ્થકરણ કરે છે. જે આત્મબળ વધારવામાં પુરુષાર્થ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ નજીકના ભવિષ્યમાં સંસાર સમુદ્રથી પાર ઉતરે છે. સિદ્ધદશા - પરમ અનંત સુખદશા પ્રાપ્ત કરે છે. ૯. પાંચ લબ્ધિઓનું સ્વરૂપઃ (વિશેષ) ૧. ક્ષયોપશમ લબ્ધિ : જ્ઞાનનો ઉઘાડ. ૨. વિશુદ્ધિ લબ્ધિ: કષાયની મંદતા, મોહન મંદ થવું. ૩. દેશના લબિ: સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત - સાચો ઉપદેશ - સાત તત્ત્વની યથાર્થ સમજણ. ૪. પ્રયોગ્ય લબ્ધિ સુવિચારણા - યુક્તિનું અવલંબન - તત્ત્વનો નિર્ણય - નય-પ્રમાણનું જ્ઞાન - નિજ જ્ઞાનની પ્રગટતા ૫. કરણ લબ્ધિ રુચિમાં પલટો -ઉપયોગનો પલટો - વીર્ય રુચિ અનુસાર સ્કુરાયમાન થાય. ૧. ક્ષયોપશમ લબ્ધિ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ - જીવાદિ સાત તત્ત્વોની ઓળખાણ - સ્વરૂપની ઓળખાણનો પુરુષાર્થ - આત્મસ્વરૂપ સમજવાની તીવ્ર રુચિ - હિત-અહિતનો વિવેક જાગૃત થાય - કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ સમજાય - જીવના પરિણામ ઉત્તરોત્તર નિર્મળ થતાં જાય. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ૨. વિશુદ્ધિ લબ્ધિ : પરિણામોની વિશુદ્ધતા - કષાયની ઉપશાંતતા - પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર મંદ - માત્ર મોક્ષ અભિલાષ - ભવનો ખેદ - પ્રાણી દયા - સમતા ભાવનો ઉદય. : ૩. દેશના લબ્ધિ દેશનાનું શ્રવણ - દેશનાનું ગ્રહણ - દેશનાનું યાદ રહેવું -ધારણા - વિચારણા - ચર્ચા - સ્વાધ્યાય - બહિર્મુખી ભેદજ્ઞાન - બહિર્મુખી નિર્ણય - યથાર્થતા - બહિર્મુખી શ્રદ્ધા -સ્પષ્ટતા - નિઃશંકતા -બહિર્મુખી મહિમા - બહિર્મુખી ધ્યાન - ધ્યાન - જ્ઞાનની ગહેરાઈમાં ધ્યાન - બહિર્મુખી શાંતિ (શારીરિક -માનસિક) - અસંખ્ય પુરુષાર્થ. જિનવાણીમાં છ વાત આવે છે ઃ ૧) સર્વજ્ઞ વીતરાગ દ્વારા કથીત એટલે સર્વમાન્ય. ૨) અનુમાન - પ્રમાણ બ ધીત છે. ૩) અન્ય દર્શનનો નિરીક્ષણ કરવાવાળી ૪) વાદી-પ્રતિવાદી નથી - કોઈ વિજય પ્રાપ્ત નથી કરવો. ૫) સ્યાદ્દાદની શૈલીમાં અનેકાન્તની પ્રરૂપણા. ૬) બધા જીવોમાં હિતકારી છે - ઉપકારી છે. જિનમાર્ગમાં દસ પ્રકારની ધજા ફરકે છે ઃ ૧) દ્રવ્ય-ગુણ-પર્યાય ૨) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય. ૩) વીતરાગદેવ-નિગ્રંથ મુનિ - સ્યાદ્વાદ વાણી. ૪) આગમજ્ઞાન - તત્ત્વાર્થશ્રદ્ધાન - સંયમભાવ. ૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. ૬) અહિંસા - અનેકાન્તવાદ - અપરિગ્રહ. ૭) પ્રમાણ-નય-નિક્ષેપ ૮) હેય-શેય-ઉપાદેય. ૯) કાર્ય-કારણ-ફળ. ૧૦) સ્વતંત્રતા - સ્વાલંબન - સર્વોત્કૃષ્ટતા ૪. પ્રયોગ્ય લબ્ધિઃ તત્ત્વનો યથાર્થ નિર્ણય. આમાં નવ વાત આવે છે. ૧) અંતર્મુખ ચિંતન ૨) અંતર્મુખ મંથન ૩) અંતર્મુખ નિર્ણય ૪) અંતર્મુખ રસમય ધોલન ૫) અંતર્મુખ ભેદજ્ઞાન ૬) અંતર્મુખ વિશ્વાસ ૭) અંતર્મુખ મહિમા ૮) અંતર્મુખ ધ્યાન ૯) અંતર્મુખ શાંતિ (આત્મિક શાંતિ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ આ સમયે ત્રણ લાઈન નીકળે છે. ૧) કષાયની મંદતા ૨) જ્ઞાનની ૩) આત્મસન્મુખ થવાની - ભીતર જવાનો પ્રયોગ :મનને સંગ છૂટતો જાય છે - અસંગ બનવાનો અભ્યાસ સવિકલ્પ અવસ્થામાં પણ આનંદ-હર્ષ આવે છે. આત્મભાવના - ધ્યાનમાં જ્ઞાનનું વેદન - રાગ ગૌણ - જ્ઞાન મુખ્ય – અભેદજ્ઞાનના પ્રયોગ. ૫. કરણ લબ્ધિઃ દષ્ટિ જ્યારે આત્મસન્મુખ થાય ત્યારે જ્ઞાન પણ ત્યાં જાય છે - ત્યારે ત્રણ અવસ્થા થાય ૧) જઘન્ય - ૨૫ ટકા પુરુષાર્થ - એટલી એકાગ્રતા. ૨) મધ્યમ - ૫૦ ટકા પુરુષાર્થ – બન્નેની શક્તિ સમાન ૩) પ્રતિહત - ૫૧ ટકા પુરુષાર્થ - તાકાત જ્યારે વધારે થાય છે. પ્રતિહત પુરુષાર્થ - ૫૧ થી ૬૮ ટકા સુધી. આનંદ-ઉલ્લાસ-પ્રફુલ્લતા-પુરુષાર્થમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે અપ્રહિત પુરુષાર્થ - ૬૯ થી ૯૯ ટકા સુધી. સમ્યક સન્મુખ - સરાગ સ્વસંવેદન અનંતાનુબંધી ચોકડીનો જ્યારે અનંતમો અનુભાગ રસ રહે છે. આત્માના યુદ્ધમાં સમય લાગે-કાળલબ્ધિ પર આધાર છે. દરેક જીવની યોગ્યતા અલગ અલગ છે. અંતર્મુહુતથી છ મહિના અભ્યાસ કરવાથી કાર્ય થાય. સ્વસંવેદન - પોતાથી પોતાને વેદવું. જ્ઞાનમાં દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ બન્ને હોય છે શ્રદ્ધામાં ફક્ત એક જ ધ્રુવ પદાર્થ - દ્રવ્યદૃષ્ટિ ચારિત્રમાં રાગ અને જ્ઞાનને છેદવા પડશે. આ કરણલબ્ધિરૂપ ભાવ જ્યારે થાય છે ત્યારે આત્મા નિયમથી સમ્યગ્દર્શન પ્રગટાવી લે છે. કરણલબ્ધિમાં કરણ ભાવોને કરણલબ્ધિ કહે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવાવાળા કરણભાવોની પ્રાપ્તિન કરણલબ્ધિ કહે છે. એના ત્રણ ભેદ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ - અધઃકરણ (૨) અપૂર્વ કરણ (૩) અનિવૃત્તિકરણ. (૧) જે કરણ પરિણામ એ પહેલાં પ્રાપ્ત ન થયા હોય તે અધઃકરણ. (૨) જેમાં પરિણામ પ્રત્યેક સમયે અપૂર્વ નવા નવા પરિણામ તે અપૂર્વકરણ. (૩) જેમાં એક સમયમાં એક જ પરિણામ થાય તે અનિવૃત્તિકરણ. કાર્ય સિદ્ધિમાં દૃષ્ટિ - જ્ઞાન-ચારિત્ર અને વીર્ય સાથે કામ કરે છે. આત્મા અકારણ પરમાત્મા છે. કાર્ય-કારણ એક જ દ્રવ્યમાં હોય તો કામ થાય. કારણ - શુદ્ધાત્માનું લક્ષ્ય-શ્રદ્ધાન-જ્ઞાન-ધ્યાન દષ્ટિ કાર્ય - સ્વાનુભૂતિ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ શુદ્ધાત્મા કોઈનું કારણ-કાર્ય નથી.. શુદ્ધાત્માની દષ્ટિ કારણ છે. સુખનું કારણ છે. જે કારણ કાર્યરૂપે પરિણમે તે જ કારણ છે. આ રીતે પાંચ લબ્ધિઓના લક્ષણ જાણવા. ૧૦ સમ્યગ્દર્શનના લક્ષણ (સાર) : સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે. ૧. પરમાર્થ - દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ. ૨. તત્ત્વાર્થ શ્રદ્ધાન. ૩. સ્વ-પરનું શ્રદ્ધાન. ૪. આત્માનું શ્રદ્ધાન. ૫. સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને સમ્યક્ મિથ્યાત્વ (મિશ્ર) એ ત્રણ પ્રકૃત્તિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકૃત્તિ એમ સાત પ્રકૃત્તિઓના ઉદયના અભાવથી ઉપશન, ક્ષયોપશમ અને ક્ષયથી પ્રાપ્ત શ્રદ્ધાગુણની નિર્મળ પરિણતિ. આમાં પાંચમું લક્ષણ સાધ્ય છે અને બાકીના ચાર એના સાધન છે. સમ્યગ્દર્શનમાં સાત વાત આવે છે ઃ ૧) વિષય - ધ્રુવ આત્મા એક જ ૨) સ્વામી - પ્રમાણનો આત્મા એક જ. ૩) કારણ - શુદ્ધાત્મા એક જ. ૪) કાર્ય - શુદ્ધાત્માની દષ્ટિ - પ્રતીતિ. ૫) રૂપ - આત્મરૂપ ૬) ફળ - આત્મિક સુખ, શાંતિ, વેદન. ૭) લક્ષણ - સ્વસંવેદન-સ્વાનુભૂતિ-આત્માનુભૂતિ. સમ્યગ્દર્શનમાં ધ્યેય ધ્રુવ પરમાત્મા છે. ૧) શ્રદ્ધાનો શ્રદ્ધેય - ધ્રુવ પરમાત્મા ૨) જ્ઞાનનો વિષય ધ્રુવ પરમાત્મા ધ્રુવ પરમાત્મા ૩) ચારિત્રનો વીર્ય - ૪) ઉપાદેય ધ્રુવ પરમાત્મા ૫) ધ્યાનનો ધ્યેય ધ્રુવ પરમાત્મા - Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વર્તમાન જ્ઞાનની પર્યાયમતિ-શ્રુતજ્ઞાનરૂપ છે - પાણી જેમ દૂધમાં મળેલું છે. ભેદજ્ઞાનરૂપી શસ્ત્ર જ વિકારરૂપી દુશ્મનને મા છે - મિથ્યાત્વને મારે છે. અતીન્દ્રિય જ્ઞાન જ કાર્યકારી છે. અતીન્દ્રિય જ્ઞાન - આત્મામાં રહે છે - આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે - આત્માના આશ્રયથી જ થાય છે - આત્મામાં જઈ સમાઈ જાય છે. ઉપયોગ બહુ ચંચળ છે. એના માટે વારંવાર આત્મતત્ત્વનું ઘૂંટણ-સ્થિરતા-તન્મયતા-શક્તિનું જોર લગાવવું પડે. અંદરમાં જવું - બહાર ન દેખાય. સૂક્ષ્મ બનવું - સ્થૂળતાથી ન પકડાય. સમ બનવું - કાંઈ પણ વિષમતા હોય તો ન પકડાય. નિકટ રહેવું - દૂર નહિ જવું - આત્માની સન્મુખ જ રહેવું. ઉપયોગ અંદર રહે એ જ પ્રયોજનભૂત છે. ૧૧ સારભૂત : વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવાદિ સાત તત્ત્વો છે. જે પ્રમાણે ભગવાને સ્વતંત્ર કહ્યા છે તે પ્રમાણે ઓળખીને ‘આ તત્વ આમ જ છે, બીજી રીતે નથી' એમ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. વિપરીત અભિનિવેશ એટલે ઊંધો અભિપ્રાય, તેનાથી રહિત એવું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દાનમાં ‘સમ્યક’ શબ્દનો અર્થ વિપરીત માન્યતા રહિત છે અને દર્શન તે પ્રતીતિ છે. સમ્યક શબ્દ તે પ્રશંસાવાચક છે. વિપરીતતા રહિત યથાર્થ શ્રદ્ધાન કરવું તે જ પ્રશંસાવાચક છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં તત્ત્વ અને અર્થ એવા બે શબ્દ કહ્યાં છે. ત” શબ્દ છે તે ‘ય’ શબ્દની અપેક્ષા સહિત છે. તેથી જેનું પ્રકરણ હોય તેને ‘ત’ કહીએ છીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે તેને તત્ત્વ જાણ; તથા જાણવામાં આવતાં એવા જે દ્રવ્ય વા ગુણ પર્યાય છે તેનું નામ અર્થ છે. વળી તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ એ વડે સહિત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સાતે તત્ત્વો તે અર્થ છે અને તેમનો પોતાનો જે ભાવ તે તત્ત્વ છે. આવા તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તત્ત્વોના ભાવનું ભાસન થયા વિના સાચી પ્રતીતિ થાય નહિ. વસ્તુ શું છે અને તેનું સ્વરૂપનું છે તે જાણીને શ્રદ્ધા કરે તો યથાર્થ પ્રતીતિ થાય. માટે કહ્યું કે વિપરીત માન્યતા રહિત તત્વાર્થ શ્રદ્ધાન તે રામ્યગ્દર્શનનું લક્ષણ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ‘આત્મા’ એમ કહે પણ ‘આત્મા’ વસ્તુ કેવી છે તેનું સ્વરૂપ ન જાણે તો તત્ત્વની શ્રદ્ધા થાય નહિ અને ‘જ્ઞાનસ્વરૂપ’ એમ કહે પણ જ્ઞાનસ્વરૂપ આત્માનું છે એમ ન જાણે તો વસ્તુના ભાન વગર તત્ત્વની સાચી શ્રદ્ધા થાય નહિ. માટે વસ્તુ અને તેના ભાવને ઓળખવાથી તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. હું જ્ઞાન-દર્શનરૂપ સ્વભાવનો ધરનાર આત્મા છું અને વર્ણાદિ સ્વભાવનો ધારક પુદ્ગલ છે તે મારાથી ભિન્ન છે આમ ઓળખ્યા વગર સ્વ-પરનું ભેદજ્ઞાન થાય નહિ. સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન જ આત્માને હિતકારી છે, તે જ આત્માને કલ્યાણકારી છે. મોક્ષના ઉપાયનું મૂળ તે જ છે. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ જાણીને યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. જગતમાં અનંત જીવ છે, અનંતાનંત અજીવ પદાર્થો છે. તે દરેક સ્વતંત્ર ‘અર્થ’ છે. અને તે દરેક પદાર્થ પોતપોતાના ભાવ સહિત છે તે તેનું તત્ત્વ છે. બધા તત્ત્વનો પૃથ્થક પૃથ્થક સ્વરૂપે જેમ છે તેમ માને તો જ સાચી શ્રઘ્ધા થાય. વસ્તુ અને તે વસ્તુનું સ્વરૂપ અભેદ છે તથા બીજી વસ્તુ અને તેનું સ્વરૂપ આનાથી જુદું છે. એક તત્ત્વથી બીજા તત્ત્વનું કામ થાય એમ માનનારને તત્ત્વાર્થની શ્રદ્ધા નથી. દરેક પદાર્થ પોતપોતાના ભિન્ન ભિન્ન ભાવો સહિત છે. જીવ પદાર્થ છે, તેની શકિત તે તેનું તત્ત્વ છે. અજીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવને માને પણ હાલવા-ચાલવાની શક્તિને ન માને, જીવને લીધે તે હાલી ચાલી શકે એમ માને તો તેણે અજીવ પદાર્થને માન્યો જ નથી. કેમ કે તેની શક્તિના જ્ઞાન વગર પદાર્થની શ્રદ્ધા થાય જ નહિ. વસ્તુ તે અર્થ અને તેની સ્વાભાવિક શક્તિ તે તત્ત્વ. એ રીતે પદાર્થને અને તેના ભાવને ઓળખીને શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે, અને આવું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. અહીં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવે છે. સમ્યગ્દર્શન લક્ષ્ય છે અને જે વડે ઓળખાય તે લક્ષણ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એકલું તત્ત્વ કહે તો જેનો ભાવ છે તેની શ્રદ્ધા વિના કાર્યકારી ન થાય. એકલો અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયને કહે તો તેના ભાવ વિના કાર્યકારી ન થાય. માટે સ્વભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે. અહીં મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણી મોક્ષનું પ્રયોજન છે. જીવ અને અજીવ મૂળ તત્ત્વ છે. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તત્ત્વો જીવની તથા પુદ્ગલની પર્યાયો છે. વિકાર આસ્રવ તે જીવનો ભાવ છે. કર્મનું આવવું તે જડનો ભાવ છે. પુણ્ય-પાપ આસ્રવ છે, તેમાં અટકવું તે બંધ છે. વિકારનો અંશ ન થવો અને અંતરમાં શુદ્ધદશા થવી તે સંવર છે. શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. આત્માની પૂર્ણ શુદ્ધશા થવી તે મોક્ષ છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ આવી રીતે સાતે તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણે - યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય તો સમ્યગ્દર્શન થાય. મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. માટે મોક્ષની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. જીવ-અજીવને જેમ છે તેમ માનવા. આસ્રવને હેય માનવો - બંધને અહિતરૂપ માનવો. સંવરનો ઓળખી તેને અંગીકાર કરવા જેવો માનવો અને નિર્જરા અધૂરી શુદ્ધદશા છે માટે પરમ હિતનું કારણ છે એમ માનવું. મોક્ષ તે પૂર્ણ શુદ્ધિની વૃદ્ધિ છે તે પરમ હિત છે એમ માનવું. આવું સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૧૨ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર · ૧. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિની પ્રશંસા અને અન્યદૃષ્ટિનું સંસ્તવ એ પાંચ સમગ્દર્શનના અતિયારો છે. ૨. જે જીવનું સમ્યગ્દર્શન નિર્દોષ હોય તે વ્રત બરાબર પાળી શકે છે. તેથી અહીં પ્રથમ સમ્યગ્દર્શનના અતિયારો જણાવ્યા છે કે જેથી તે અતિચાર ટાળી શકાય. ૩. ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ હોય છે, તેમાં અતિચાર હોતા નથી. ક્ષયોપશમિક સમ્યક્ત્વ ચળ, મળ અને અગાઢ એ દોષ સહિત હોય છે એટલે તેમાં અતિચાર લાગે છે. ૪. સમ્ય દૃષ્ટિને આઠ ગુણ (-અંગ, લક્ષણ અર્થાત્ આચાર) હોય છે, તેના નામ - ૧) નિઃશંકા ૨) નિઃકાંક્ષા ૩) નિર્વિચિકિત્સા ૪) અમૂઢદિષ્ટ ૮) પ્રભાવના ૫) (પગ્રહન ૬) સ્થિતિકરણ ૭) વાત્સલ્ય ૫. સમ્ય દર્શનના પાંચ અતિચાર કહ્યા તેમાંથી પહેલાં ત્રણ તો નિઃશંકા, નિઃકાંક્ષા અને નિર્વિચિકિત્સા - પહેલાં ત્રણ ગુણોમાં આવતા દોષો છે. અને બાકીના બે દોષો જેવા કે અન્યદૃષ્ટિની પ્રશંસા અને અન્યદૃષ્ટિનું સંસ્તવ - આ અતિચારોનો સમાવેશ છેલ્લા પાંચ ગુણોના દોષમાં થાય છે. ૬. આ અતિચારો ચોથાથી સાતમા ગુણસ્થાનવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિને હોય છે એટલે કે ક્ષાયો-શમિક સમ્યગ્દર્શનવાળા મુનિ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ એ ત્રણેને આ અતિચાર હોઈ શકે છે. આ અતિચારમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નિમિત્ત છે. અંશે ભંગ થાય (અર્થાત્ દોષ લાગે) તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે. ૭. શુદ્ધાત્મ સ્વભાવની પ્રતીતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનના સદ્ભાવમાં સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં મિથ્યાત્વ પ્રકૃત્તિઓનું બંધન થતું નથી. વળી બીજા ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં પણ મિથ્યાત્વ પ્રકૃત્તિનું બંધન નથી. ૮. સમ્યગ્દર્શન એ ધર્મરૂપ વૃક્ષની જડ છે, મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે; તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ષણાને પામતા નથી. માટે લાયક જીવોને માટે એ ઉચિત છે કે જે પ્રકારે બને તે રીતે Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ અર્થાત્ ગમે તેમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજીને સમ્યગ્દર્શનરૂપી રત્નથી પોતાના આત્માને ભૂષિત કરે અને તે સમ્યગ્દર્શનને અતિચાર રહિત બનાવે. ૯. ધર્મરૂપી કમળની મધ્યમાં સમ્યગ્દર્શનરૂપી કળી શોભાયમાન છે, નિશ્ચય વ્રત, શીલ વગેરે તે કળીના પાંદડાં છે. માટે ગૃહસ્થોએ અને મુનિઓએ તે સમ્યગ્દર્શનરૂપી કળીમાં અતિચાર આવવા ન દેવો. ૧૦. હવે પાંચ અતિચારનું સ્વરૂપ કહીએ છીએ. - ૧) શંકા પોતાના આત્માને જ્ઞાતા-દ્રષ્ટા, અખંડ, અવિનાશી અને પુદ્ગલથી ભિન્ન જાણીને પણ આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુપ્તિ અને અકસ્માત એ સાત ભયને પ્રાપ્ત થવું અથવા તો અહંત સર્વજ્ઞ વીતરાગદેવે કહેલાં તત્ત્વના સ્વરૂપમાં સંદેહ થવો તે શંકા નામનો અતિચાર છે. ૨) કાંક્ષા: આ લોક કે પરલોક સંબંધી ભોગોમાં તથા મિથ્યાષ્ટિઓના જ્ઞાન કે આચરણાદિમાં વાંછા થઈ આવવી તે વાંછા અતિચાર છે. આ રાગ છે. ૩) વિચિકિત્સાઃ રત્નત્રય વડે પવિત્ર પણ બાહ્યમાં મલિન શરીર એવા ધર્માત્મા. મુનિઓને દેખીને તેમના પ્રત્યે અથવા ધર્માત્માના ગુણો પ્રત્યે કે દુઃખી-દારિદ્રી જીવોને દેખીને તેમના પ્રત્યે ગ્લાનિ થઈ આવવી તે વિચિકિત્સા અતિચાર છે. આ દોષ છે. ૪) અન્યદષ્ટિ પ્રશંસા આત્મસ્વરૂપના અજાણ જીવોના જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાન વગેરેને પોતામાં પ્રગટ કરવાનો મનમાં વિચાર થવો અગર તો તેને સારા જાણવા તે અન્ય િપ્રશંસા અતિચાર છે. (અન્યદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ) ૫) અન્યદષ્ટિ સંસ્તવઃ આત્મસ્વરૂપના અજાણ જીવોના જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાનાદિકના ફળને સારું જાણીને વચન દ્વારા તેની સ્તુતિ થઈ જવી તે અન્યદષ્ટિ સંસ્તવ અતિચાર છે. ૧૧. આ બધા દોષો છતાં સમ્યગ્દષ્ટિ જીવ તેને દોષ તરીકે ગણે છે અને તે દોષોનો તેને ખેદ છે, માટે તે અતિચાર છે. પણ જે જીવ તે દોષોને દોષ તરીકે ન જાણે અને ઉપાદેય ગણે તેને નો તે અનાચાર છે એટલે કે તે તો મિથ્યાદષ્ટિ જ છે. ૧૨. આત્માનું સ્વરૂપ સમજવા માટે શંકા કરીને જે પ્રશ્ન કરવામાં આવે તે શંકા નથી પણ આશંકા છે; અતિચારોમાં જે શંકા દોષ કહ્યો છે તેમાં તેનો સમાવેશ થતો નથી. પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે પ્રશંસા મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. ૧૩ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન : ભેદજ્ઞાન માટે જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે અને ભેદજ્ઞાન માટેનો જે અભ્યાસ કરે છે એવો શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્મા જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે : Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે; તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ જે બાત્મા આ કર્મના પરિણામને તેમજ નોર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની વિશેષાર્થ: જે આત્મા જ્ઞાની થયો તે પોતાને એક જ્ઞાયક સ્વભાવી જ જાણતો થકો જ્ઞાનભાવે જ પરિણમે છે, ને વિકાના કે કર્મના કર્તાપણે તે પરિણમતો નથી. આ જ્ઞાનીનું લક્ષણ છે. અહીં જ્ઞાનપરિણામને જ જ્ઞાનીનું ચિહ્ન કહ્યું. ચિહ્ન તો જ્ઞાનમાં હોય, કાંઈ શરીરમાં કે રાગમાં જ્ઞાનીનું ચિદ ન હોય. શરીરની અમુક ચેષ્ટા વડે કે રાગ વડે જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની તો તેનાથી ભિન્ન છે. જે જીવ જ્ઞાનને અને રાગને એકમેક નથી કરતો પણ જુદા જ જાણે છે, જુદાં જાણતો થકો રાગાદિનો કર્તા નથી થતો પણ જ્ઞાતા જ રહે છે ને જ્ઞાનપરિણામનો જ કર્તા થઈને પરિણમે છે, તેને તું જ્ઞાની જાણ. વ્યાપ્ય -વ્યાપકના સિદ્ધાંત ઉપર અહીં જ્ઞાનીની ઓળખાણ કરાવી છે. જ્ઞાનપરિણામની સાથે જેને વ્યાપ્ય-વ્યાપકપણું છે તે જ્ઞાની છે; વિકાર સાથે જેને વ્યાપ્ય-વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્યવ્યાપકપણું એક સ્વરૂપમાં જ હોય, ભિન્ન સ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની સાથે જ વ્યાપ્ય-વ્યાપકપણું હોય અને તેની જ સાથે કર્તા-કર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ એકતા કરીને તેમાં જ વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે એકતા કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા નથી. જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને વિકારનું કર્તુત્વ ઊડી જાય અને જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય. ભેદજ્ઞાન વગર જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી. - જેમ ઘડાને અને માટીને એકતા છે, પરંતુ ઘડાને અને કુંભારને એકતા નથી, તેમ જ્ઞાનપરિણામને અને આત્માને એકતા છે પરંતુ જ્ઞાનપરિણામને અને રાગને એકતા નથી, એટલે જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે; જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું વદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને ઓળખાવાનું પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે. જેણે ભેદજ્ઞાન કરી લીધું છે એવા જીવોની ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન થતાં આ જીવ સકળ વિકારના કર્તુત્વ રહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના કર્તૃત્વમાં તો જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાન વડે તે કર્તુત્વછૂટતાં આનંદમય જ્ઞાનપરિણામથી તે જીવ શોભી ઊઠે છે. આવી જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની નિશાની છે. આ રીતથી જેણે જ્ઞાનીને ઓળખ્યા તેણે જ જ્ઞાનીની ખરી નીટતા કરી, જેવો જ્ઞાનીનો ભાવ છે તેવો જ ભાવ તેણે પોતામાં પ્રગટ કર્યો એટલે ભાવ અપેક્ષાએ તેને જ્ઞાની સાથે એકતા થઈ. બાકી ક્ષેત્રથી Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ભલે નજીક રહે પણ જો જ્ઞાનપરિણામથી જ્ઞાનીને ન ઓળખે, ને પોતામાં જ્ઞાનપરિણામ પ્રગટન કરે, તો તે ખરેખર ‘જ્ઞાની'ની નજીક નથી રહેતો, જ્ઞાનીના ભાવથી તે ઘણો જ દૂર છે. જ્યારે જીવ ભેદજ્ઞાન કરે છે ત્યારે તે આસ્રવોથી પાછો વળે છે એટલે કે બંધભાવર્થ છૂટીને મોક્ષમાર્ગ તરફ વળતો જાય છે. દુઃખમય એવા આસવો અને સુખરૂપ એવો જ્ઞાનસ્વભાવ એ બન્ને ભિન્ન છે, એવું ભેદજ્ઞાન કરનાર જીવ તે ક્ષણે જ જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરીને આસવોથી છૂટો પડે છે - આવા જ્ઞાનપરિણામનું નામ ભેદજ્ઞાન છે. તેના વડે જ જ્ઞાની ઓળખાય છે. તે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી ભિન્ન એક છું, વિકાર રહિત શુદ્ધ છું, ને જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છું. જ્ઞાનથી ભિન્ન જે કોઈ ભાવો છે તે હું નથી. આ રીતે તે ભેદજ્ઞાનથી ધર્માત્મા અસાર અને અશરણ એવા સંસારથી પાછો વળીને પરમ સારભૂત અને શરણરૂપ પોતાના સ્વભાવ તરફ વળે છે; એટલે સ્વભાવ તરફ વળેલાં જ્ઞાનપરિણામને જ તે કરે છે, જ્ઞાનપરિણામ સિવાય બીજા કોઈ ભાવનો કર્તા તે થતો નથી, તેને તો પોતાથી ભિન્ન જાણીને તે તેનો જ્ઞાતા જ રહે છે. જ્ઞાની પોતાના જ્ઞાનમય પરિણામને જ કરે છે; જ્ઞાનમય પરિણામનું જ કર્તાપણું તે જ્ઞાનીનું લક્ષણ છે. તે જ્ઞાનીની નિશાની છે. રાગાદિના અકર્તાપણારૂપ જે જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીની ધર્મધજાનું ચિહ્ન છે, તે ચિહ્ન વડે જ્ઞાની રાજા ઓળખાય છે. અને એ રીતે જ્ઞાનપરિણામ વડે જ્ઞાનીને ઓળખનાર જીવ પોતે તે કાળે જ્ઞાનસ્વરૂપ થઈને, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. જ્યારથી ભેદજ્ઞાન થયું ત્યારથી જગતનો સાક્ષી પુરાણ પુરુષ પ્રકાશમાન થયો. ભેદજ્ઞાન થતાં જ ચૈતન્ય ભગવાન આત્મા પોતાના જ્ઞાનપરિણામથી ઝળહળી ઊઠ્યો, આનંદથી શોભી ઊઠ્યો. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવનું ચિહ્ન બતાવ્યું. જ્ઞાનીની ઓળખાણની રીત આચાર્યદ અબૂત બતાવી ૧૪ જ્ઞાનીની ઓળખાણ જે જ્ઞાની છે તે જીવ જ્ઞાનસ્વભાવી પોતાના આત્માને રાગાદિથી ભિન્ન જાણતો થકો પોતાના નિર્મળ જ્ઞાનપરિણામને જ કરે છે, એ સિવાય અન્ય કોઈ પરભાવોને જ્ઞાનના કાર્યપણે જરાપણ કરતો નથી, તેનો તે જાણનાર જ રહે છે. આ જ્ઞાનીનું ચિહ્ન છે. પુદ્ગલ કર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નથી ? તેના ઉત્તરરૂપે કહે છે :“વિધ વિધ પુદગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે; પરદ્રવ્ય પર્યાયન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.” -૭૬ ગાથાર્થ જ્ઞાની અનેક પ્રકારના પુગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પયં યમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. જીવ પુદ્ગલ કર્મને જાણે છે તો પણ તેને પુદ્ગલ સાથે કર્તા-કર્મપણું નથી. પોતાના પરિણામને જાણતા એવા જીવને પુગલ સાથે કર્તા-કર્મ ભાવ છે કે નથી? તેનો ઉત્તર કહે છે? Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ‘‘વિધ વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે; પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.’’-૭૭ ગાથાર્થ : જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. જીવ પોતાના પરિણામને જાણવા છતાં પુદ્ગલ સાથે કર્તા-કર્મપણું નથી. પુદ્ગલ કર્મના ફળને જાણવા છતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નહિ ? તેનો ઉત્તર કહે છે ‘પુદ્ગલ કરમનું ફળ અનંતુ જ્ઞાની જીવ જાણે ભલે; પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે.’ ગાથાર્થ : જ્ઞાની પુદ્ગલકર્મનું ફળ કે જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે પરદ્રવ્યના પર્યાયરૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઊપજતો નથી. 26 - વિશેષાર્થ : જ્ઞાની રાગાદિને જાણતો હોવા છતાં તે તેમાં અંતર્વ્યાપક થતો નથી, રાગને તે પોતાના જ્ઞાનથી બાહ્યસ્થિત જાણે છે, એટલે રાગાદિની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં તે જરાપણ વ્યાપતો નથી, તેમાં જરા પણ તન્મય થતો નથી, તેને જ્ઞાનસ્વરૂપમાં ગ્રહણ કરતો નથી, તેમાં એકતારૂપે પરિણમતો નથી. તે રાગ રૂપે ઉજ્જતો નથી; તે રાગને જાણતી વખતે રાગથી ભેદજ્ઞાનપણે જ પરિણમે છે, જ્ઞાનસ્વરૂપને જ સ્વપણે ગ્રહણ કરીને તેમાં એકતારૂપે પરિણમે છે, રાગથી જુદા જ્ઞાનપણે જ ઊપજે છે. નિર્મળ પર્યાયની અનુભૂતિને આત્મા સાથે અભેદતા હોવાથી તે અનુભૂતિને નિશ્ચયથી આત્મા જ કહ્યો; અને રાગાદિ ભાવોને તે અનુભૂતિથી ભિન્નતા હોવાથી તે રાગાદિને નિશ્ચયથી પુદ્ગલના જ કહ્યા. આમ ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને સ્વ-પરની સ્પષ્ટ વહેંચણી થઈ જાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે નિર્મળભાવો છે તે જ આત્માના પરિણામ છે, ને તે નિર્મળભાવોના આદિ-મધ્ય-અંતમાં સર્વત્ર આત્મા પોતે જ અંતર્થાપક છે, માટે જ્ઞાનીને પોતાના નિર્મળ પરિણામો સાથે જ કર્તા-કર્મપણું છે, રાગાદિ સાથે કર્તા-કર્મપણું નથી. નિર્મળ પરિણામરૂપે પરિણમતા જ્ઞાનીને વિકાર સાથે જરા પણ કર્તાકર્મપણુ નથી. ધર્મી રાગને જાણે ને નિર્મળ પરિણામને ય જાણે, પણ તેમાં એટલો ફેર છે કે રાગને જાણતાં તેની સાથે કર્તા-કર્મપણું નથી, અને નિર્મળ પરિણામને જાણતાં તેની સાથે કર્તા-કર્મપણુ છે; એટલે કે રાગને તો પરજ્ઞેયપણે જાણતા થકા તેનો અકર્તા રહે છે ને નિર્મળ પરિણામને સ્વજ્ઞેયપણે જાણતા થકા તેની સાથે કર્તા-કર્મપણ પ્રવર્તે છે. રાગને જ્યાં શુદ્ધ સ્વજ્ઞેયથી ભિન્ન જાણ્યો ત્યાં રાગ તરફનું પુરુષાર્થનું જોર તૂટી ગયું, ને સ્વજ્ઞેય સન્મુખ પુરુષાર્થ વળ્યો - જુઓ આ જ્ઞાનીને ઓળખવાની રીત કહેવાય છે. જગતના ભયથી નીતિનિપુણ પુરુષો પોતાના ધર્મમાર્ગને છોડતા નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને આખા જગતની ઉપેક્ષા થઈ. જગતનું કોઈ તત્ત્વ મારી નિર્મળ પરિણતિનું કારણ નથી, મારી નિર્મળ પરિણતિનું કારણ મારો આત્મા જ છે. મારા આત્મા સિવાય જગતના તત્ત્વો મારાથી બાહ્ય છે, તેનો મારા અંતરમાં પ્રવેશ નથી, તો બહાર રહીને મારામાં તેઓ શું કરે ? દ્રવ્ય-ગુણને નિર્મળ પર્યાયના પિંડરૂપ શુદ્ધાત્મા તે જ મારું અંતરંગ તત્ત્વ છે. આમ જે અનુભવે છે તે જ જ્ઞાની છે, તે જ ધર્મી છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ જેમ જ્ઞાની જીવરાગાદિપરિણામને કે પરદ્રવ્યના પરિણામને કરતો નથી, તેમ પુલ પણ ઉપદ્રવ્યના પરિણામને કરતું નથી; પરદ્રવ્યના પરિણામ એટલે જીવના નિર્મળ પરિણામ, તે પુદ્ગલની અપેક્ષાએ પરદ્રવ્ય છે, તેને પુદ્ગલ કરતું નથી. જીવ પોતાનો સ્વભાવ પરિણામરૂપ પરિણમે છે, અને તે પરિણામમાં તે પોતે જ વ્યાપે છે. હર્ષ, શોક, રાગ, દ્વેષરૂપ વિભાવ તે જીવના સ્વભાવનું કાર્ય નથી, તેથી પરમાર્થમાં તેને પુદ્ગલના સ્વભાવરૂપ કાર્ય કહ્યું છે. જ્ઞાની પોતાની અને પરની પરિણતિને ભિન્ન ભિન્ન જાણતા થકા જ્ઞાનભાવે જ પ્રવર્તે છે. અને પુદ્ગલ દ્રવ્ય પોતાની કે પરની પરિણતિને જરા પણ જાણતું નથી, રાગાદિ ભાવો પણ સ્વને કે પરને જાણતા નથી તેથી તે પણ જ્ઞાનથી ભિન્ન જ છે. આ રીતે સ્પષ્ટ ભિન્નપણું હોવાથી જ્ઞાનને અને પરને જરા પણ કર્તા-કર્મપણું નથી, જ્યાં આવી ભેદજ્ઞાન જ્યોતિ જાગી ત્યાં અજ્ઞાનજનિત કર્તા-કર્મપણાને તે ચારે તરફથી અત્યંત નષ્ટ કરી નાંખે છે. જ્યાં સુધી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ ભ્રમને લીધે જીવપુદ્ગલને કર્તા-કર્મપણું ભાસે છે, ને જ્ઞાન તથા રાગ વચ્ચે પણ કર્તા-કર્મપણું અજ્ઞાની ભ્રમથી જ ભાસે છે. જ્ઞાનભાવમાં તે કર્તા-કર્મ પ્રવૃત્તિનો અત્યંત અભાવ છે, જ્ઞાનસ્વભાવી ભગવાન પોતાના જ્ઞાનમય કાર્યથી શોભે છે. આનું નામ ધર્મ છે અને આ જ મોક્ષનો માર્ગ છે. ૧૫ ધર્માત્માનું સ્વરૂપ - સંચેતન: જે અનાદિથી અત્યંત અપ્રતિબદ્ધ હતો, ને વિરક્ત જ્ઞાની ગુરુ વડે નિરંતર પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવતો પરમ ઉદ્યમ વડે સમજીને જે જ્ઞાની થયો તે શિષ્ય પોતાના આત્માનો કેવો અનુભવ કરે છે તેનું વર્ણન સમયસાર ગાથા ૩૮ છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે.” ગાથાર્થ દર્શન-શાન-ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. ભાવાર્થ આત્મા અનાદિ કાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રીગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાન-દર્શનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવક ભાવ ને શેય ભાવથી ભેદજ્ઞાન થયું; પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ? ન થાય. વિશેષાર્થઃ સર્વ પ્રકારના ઉદ્યમથી અંતમંથન કરીને નિર્ણય કર્યો, મારો ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ, કર્મો પણ ખસી ગયા, સર્વ પ્રકારના ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ કરીને હું સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. આત્માના અનુભવથી તૃપ્ત આત્મારામ થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો હું મારા આત્માને આવો અનુભવું છું. એક આત્મા જ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ મારો આરમ છે, મારા આનંદનું ધામ છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-આચરણ કરીને હું સમ્યક પ્રકારે આત્મારામ થયો છું. હું મારા અનુભવથી પ્રત્યક્ષ જણાઉંએવો ચૈતન્યમાત્રજ્યોતિ આત્મા છું. રાગથી ઇન્દ્રિયોથી મારું સ્વસંવેદન થતું નથી. ચૈતન્યમાત્ર સ્વસંવેદનથી જ હું પ્રત્યક્ષ થાઉં છું. મારા મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું. અંતર્મુખ અનુભવથી જે પ્રત્યક્ષ થયો તે જહું . સ્વસંવેદનમાં ચૈતન્યમારા આત્મા પ્રત્યક્ષ થયો તે જ હું છું. “હું એક છું': ચિન્માત્ર આકાશને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. જ્ઞાનની જ અખંડમૂર્તિ હું એક છું. મારા અનુભવમાં તો જ્ઞાયક એકાકાર રવભાવ જ આવે છે માટે હું એક છું. મારા આત્માને હું એકપણે જ અનુભવું છું, ખંડખંડ ભેદરૂપ નથી અનુભવતો. મારા આત્માને જ્ઞાયકસ્વરૂપે જ દેખું છું. “હું શુદ્ધ છું': નર-નારકાદિ જીવના વિશેષો, તેમજ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષર વરૂપ જે વ્યવહાર નવ તત્ત્વો છે તેમનાથી અત્યંત જુદો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ છું, તેથી હું શુદ્ધ છું. નવ તત્ત્વોના વિકલ્પોથી હું પાર છું, પર્યાયમાં હું શુદ્ધ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપે પરિણમ્યો છું, માટે હું શુદ્ધ છું. શુદ્ધ જ્ઞાયક ભાવમાત્ર મારા આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. નવ તત્ત્વોના ૨ ગમિશ્રિત વિકલ્પથી હું અત્યંત જુદો થઈ ગયો છું, નિર્વિકલ્પ થઈને અંતરમાં આનંદ સ્વરૂપ આત્માને એકને જ હું અનુભવું છું માટે હું શુદ્ધ છું. મારા વેદનમાં શુદ્ધ આત્મા જ છે. “હુર્શન-જ્ઞાનમય છું' : હું ચૈતન્યમાત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી તેથી દર્શન-જ્ઞાનમય છું. હું મારા આત્માને દર્શન-જ્ઞાનઉપયોગરૂપ જ અનુભવું છું. હું સદાય અરૂપી છું’ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ તે સ્પર્શારિરૂપી પદાર્થોરૂપે હું પરિણમ્યો નથી માટે હું સદા અરૂપી છું. રૂપી પદાર્થોને જાણવા છતાં હું રૂપી સાથે તન્મય થતો નથી, હું તો જ્ઞાન સાથે જ તન્મય છું, માટે હું અરૂપી છું. રૂપી પદાર્થો મારાપણે મને નથી અનુભવાતા, માટે હું અરૂપી છું. આમ સર્વથી જુદા, એક, શુદ્ધ, જ્ઞાન-દર્શનમય, સદા અરૂપી આત્માને હું અનુભવું છું. અને આવા મારા સ્વરૂપને અનુભવતો હું પ્રતાપવંત વર્તુ છું. સ્વસંવેદન પ્રત્યક્ષ આત્માના અનુભવથી પ્રતાપવંત વર્તતા એવા મને, મારાથી બાહ્ય વર્તતા સમસ્ત પદાર્થોમાં કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી. મારાથી બહાર જીવ અને અજીવ, સિદ્ધ અને સાધક એવા અનંત પરદ્રવ્યો પોતપોતાની સ્વરૂપ સંપદા સહિત વર્તે છે તો પણ સ્વસંવેદનથી પ્રતાપવંત વર્તતા એવા મને તે કોઈ પરદ્રવ્ય જરાય મારાપણે ભાસતું નથી; મારું શુદ્ધ તત્ત્વ પરિપૂર્ણ છે તે જ મને મારાપણે અનુભવાય છે. મારી પૂર્ણતામાં પરદ્રવ્યોનો એક રજકણ માત્ર મને મારાપણે ભાસતો નથી કે જે મારી સાથે (ભાવકપણે કે શેયપણે) એક થઈને મોહ ઉત્પન્ન કરે. મારા આત્મામાંથી મોહનો Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ નાશ થયો છે ને અપૂર્વ સમ્યજ્ઞાન પ્રકાશ ખીલી ગયો છે એમ હું મારા સ્વસંવેદનથી નિઃશંકપણે જાણું છું. મારા આત્મામાં શાંત રસ ઉલ્લસી રહ્યો છે. અનંત ભવ હોવાની શંકા નિર્મૂળ થઈ ગઈ છે ને ચૈતન્યના આનંદના અનુભવ સહિત મહાન પ્રકાશ પ્રગટી ગયો છે. મારું શુદ્ધ સ્વરૂપ જેવું સમજ્યો તેવું જ સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ-ગુરૂ-શાસ્ત્રોએ શું સ્વરૂપ સમજાવ્યું તેનો પણ યથાર્થ નિર્ણય થયો. આમાં તે પવિત્ર આત્મા ગુરુના ઉપકારને ભૂલતો નથી. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમ્યજ્ઞાન વ્યાખ્યા : સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમજ્ઞાન. સંશય: ‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ (વિરુદ્ધ બે તરફનું) જ્ઞાન તેને રાંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્ય કરી શકતો હશે કે જડના કાર્ય કરી શકતો હશે? એવું જાણવું તે સંશય છે. વિપર્યયઃ વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આમ જ છે, અન્યથા નથી એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે; જેમ કે શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે. અનવસાયઃ “કંઈક છે' એવો નિર્ધારિ રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે હું કોઈક છું' એમ જાણવું તે અનધ્યવસાય છે. આ ત્રણ ભાવથી રહિત જ્ઞાનનું નામ સમજ્ઞાન છે. હવે આ જ્ઞાનમાં બે શબ્દ છે. સમ્યક + જ્ઞાન. સમ્યક’ આ શબ્દ પ્રશંસાવાચક છે. તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષનો અભાવ તે “સમ્યક છે. “જ્ઞાન” એટલે માત્ર જાણવું - પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવું તેનું નામ સમ્યજ્ઞાન છે. પ્રશાંત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા તત્ત્વો અથવા પદાર્થોમાં નિર્ણય કરવા યોગ્ય છે અને તે સમ્યજ્ઞાન સંશય, વિપર્યય અને વિમોહ (અનધ્યવસાય) રહિત આત્માનું નિજ સ્વરૂપ છે. ૨. નિશ્ચય રત્નત્રયમાં સમ્યજ્ઞાન : ૧. સદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રએ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. ૨. હવે અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે તેઓના પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આ ભ્રમણાને મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા ૩. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય, તે ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન” કહેવામાં આવે છે. ૪. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને મિથ્યાચારિત્ર” કહેવામાં આવે છે. અનાદિથી જીવોને ‘મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર” ચાલ્યા આવે છે. તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે. 10 મા Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ૬. પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી તેને ટાળી શકે છે. એ ટાળવાનો ઉપાય સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન-સમ્યક્ઝારિત્ર' જ છે. ૭. જીવ ધર્મ કરવા માંગે છે પણ તેને સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ; માટે જીવોએ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. ૮. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યજ્ઞાનને કાર્ય અને સમ્યગ્દર્શનને કારણ કહે છે. સમ્યકત્વ પછી તરત જ જ્ઞાનની આરાધના થાય છે. ૯. મતિજ્ઞાન પદાર્થને તો જાણતું જ હતું, પરંતુ સમસ્કૃત્વ વિના જ્યાં સુધી મિથ્યાદર્શન - વિપરીત માન્યતા છે ત્યાં સુધી એ જ્ઞાનને પણ ‘મિથ્યાજ્ઞાન” જ કહેવામાં આવે છે. જેવું મિથ્યાદર્શનમાંથી સમ્યગ્દર્શન પ્રગટ થયું તે જ સમયે જે જ્ઞાન સમ્યફ વિના કુમતિ અને કુશ્રુત કે કુઅવધિ તરીકે ઓળખાતું હતું તે વખતે “સમ્યજ્ઞાન’ નામ પામે છે અને મતિ, શ્રુત કે અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ૧૦. જ્ઞાન તો હતું પણ સમ્યકત્વપણું સમ્યકત્વથી થયું. માટે સમ્યકત્વ તો કારણરૂપ છે, સમ્યજ્ઞાન કાર્યરૂપ છે. માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે કારણ કે કારણથી કાર્ય થાય છે. ૧૧. ખરેખર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બન્ને એક સમયે ઉત્પન્ન થવાં છતાં પણ દીવો અને પ્રકાશની જેમ કારણ અને કાર્યની વિધિ સારી રીતે ઘટીત થાય છે. જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તો પણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમ કે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કારણ છે. સમ્યકત્વથી જ સમ્યજ્ઞાન નામ પામે છે. ૧૨. સમ્યજ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે. આત્માથી તે કોઈ જુદી ચીજ નથી, સમ્યજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે: જ્ઞાનું પુનઃ સ્વાર્થવ્યવસાયત્મિવિલું ! - તત્ત્વાર્થસાર. અર્થ સ્વ = પોતાનું સ્વરૂપ, અર્થ = વિષય, વ્યવસાય = યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એત્રણ શરતો પૂરી પડતી હોય તે સમજ્ઞાન છે. અર્થાત્ જો જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમજ્ઞાન છે. ૩. પ્રમાણ અને નય : સમ્યગ્દર્શન-જ્ઞાન -ચારિત્રરૂપ રત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. ૧. પ્રમાણ સાચા જ્ઞાનને - નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધા પડખાને) ગ્રહણ કરે છે, જાણે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ૨. નય પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નકકી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુતપ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાક્ષેપરૂપ છે. ૩. યુકિત પ્રમાણ અને નય એ યુક્તિનો વિષય છે. સત્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલાં તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે યુક્તિ દ્વારા નિર્ણય કરવો. જેમણે સમ્યક્ત્વનો આશ્રય લીધો છે તેવા આત્માના હિતકારી પુરુષોએ સર્વદા જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત્ પ્રમાણ-નયના અનુયોગ વડે વિચારીને પ્રયત્નપૂર્વક સમ્યજ્ઞાનનું સારી રીતે સેવન કરવું યોગ્ય છે. જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણ નય વડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યજ્ઞાન સેવવું. ૪. સમ્યજ્ઞાતના ભેદ : ૧) મતિ ૨) શ્રુત ૩) અધિ ૪) મન:પર્યય ૫) કેવળજ્ઞાન - એ પાંચ ભેદ છે. જ્ઞાનગુણ એક છે અને તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે. આ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે. ૧. મતિજ્ઞાન ઃ પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. ૨. શ્રુતજ્ઞાન : મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલાં પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે. ૩. અવધિજ્ઞાન ઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. : ૪. મનઃ પર્યયજ્ઞાન જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. ૫. કેવળજ્ઞાન : જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ત(એક સાથે) પ્રત્યક્ષ જાણે છે તે કેવળજ્ઞાન છે. તે સિવાય જ્ઞાનોપયોગના બીજા પણ ત્રણ ભેદ કહ્યા છે. ૧) કુમિત ૨) કુશ્રુત ૩) કુઅધિ. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ મિથ્યાજ્ઞાનના પ્રકાર છે. કુમતિ અને કુશ્રુત બધા મિથ્યાદષ્ટિઓને હોય છે. સર્વ મિથ્યાદષ્ટિ દેવો તથા નારકીઓને કુઅવધિ પણ હોય છે. કોઈ કોઈ મિથ્યાદષ્ટિ મનુષ્ય Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ - તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યફમતિ - શ્રુત તે બે જ્ઞાન સર્વ છદ્મસ્થ સમયગ્દષ્ટિઓને હોય છે. મન પર્યયજ્ઞાન કોઈ કોઈ ભાવલિંગી મુનિઓને હોય છે. તીર્થંકરદેવને મુનિદશામાં તથા ગણધરદેવને તે જ્ઞાન નિયમથી હોય છે. કેવળજ્ઞાન કેવળી અને સિદ્ધ ભગવંતો સર્વને હોય છે. મિથ્યાજ્ઞાન-અજ્ઞાન-કુજ્ઞાન: મિાદષ્ટિઓનું મતિ - શ્રુતજ્ઞાન અન્ય જોયોમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો જ દોષ છે; તેથી તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે; તે જ્ઞાનને તત્ત્વજ્ઞાનના અભાવથી “અજ્ઞાન” કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને કુજ્ઞાન કહ્યું છે. હવે આગળ કહ્યા તે પાંચ જ્ઞાન જ પ્રમાણ (સાચા જ્ઞાન) છે. તેના હવે બે ભેદ પડે છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. ૧) પ્રત્યક્ષઃ પ્રતિ + અક્ષ - અહીં ‘અક્ષ’નો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઇન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ૨) પરોક્ષ જે જ્ઞાન પોતાના વિષયને સ્પષ્ટ ન જાણે તેને પરોક્ષ પ્રમાણ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય તે બધું પરોક્ષ નામ પામે છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળા કે ભલવાળા છે એમ માનવું નહિ, એ તો તદ્ન સાચા જ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઇન્દ્રિય અને નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યા છે. સ્વ અપેક્ષાએ પાંચ પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ છે. જે જીવોને “સમ્યજ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક મતિ અને સમ્યક શ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યકત્વ થવાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. - આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ રામ્યજ્ઞાનનું ફળ છે. જ્ઞાન પોતાથી જ થાય છે પરપદાર્થથી થતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવિનાભાવી છે - માટે સમ્યજ્ઞાન થવાનો નિર્ણય કરી શકે છે. ૫. મતિજ્ઞાનના ક્રમના ભેદોઃ અવગ્રહ, ઇહા, અવાય, ધારણા એમ ચાર ભેદો છે. તેનું સ્વરૂપ ઉત્તરોત્તર તરતમ્ વધારે ને વધારે શુદ્ધ હોય છે. ૧. અવગ્રહઃ ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન તેને અવગ્રહ’ કહે છે. વિષય અને વિષયી (વિષય કરનાર)નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્યગ્રહણ તે અવગ્રહ છે. સ્વ અને પર બન્નેનો (જે વખતે જે વિષય હોય તેનો) પહેલાં અવગ્રહ થાય છે. (Photo) ૨. ઈહા અવગ્રહ દ્વારા જાણવામાં આવેલાં પદાર્થને વિશેષરૂપે જાણવાની ચેષ્ટાને ‘ઇહા' કહે છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ઇહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમ કે ઇહાત્મક વિચારબુદ્ધિથી સંદેહનો વિનાશ થઈ જાય છે. સંદેહથી ઉપર અને અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી વિચાર બુદ્ધિનું નામ ઇહા છે. (Sonception) ૩. અવાય : વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. ઈહા જ્ઞાનથી જાણેલાં પદાર્થ વિષયક સંદેહનું દૂર થઈ જવું તે ‘અવાય’ (નિર્ણય) છે. (Judgement) ૪. ધારણા : અવાયથી નિર્ણય કરેલાં પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. (Retention) ‘ધારણા’ ઉપયોગરૂપ જ્ઞાનનું નામ પણ છે અને સંસ્કારનું પણ નામ છે. ધારણાને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણી છે અને તેની ઉત્પત્તિ પણ અવાયની પછી જ થાય છે; તેનું સ્વરૂપ અવાયની અપેક્ષાએ અધિ દૃઢરૂપ છે, તેથી તેને ઉપયોગરૂપ જ્ઞાનમાં ગર્ભિત કરવું જોઈએ. ધારણાની સુદઢતાને કારણે એક એવો સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે થઈ જવાથી પૂર્વના અનુભવનું સ્મરણ થઈ શકે છે. આત્માના અવગ્રહ - ઇહા - અવાય - ધારણા ઃ જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો પછી -પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા તથા મન ધારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીન એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે, પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થઅવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઇહા; નિર્ણય થયો તે અવાય અર્થાત્ ઇહાથી જાણેલાં આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિ સ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતુ તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદરમાં સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે છે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. અવગ્રહ કે ઇહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસન્મુખ લક્ષ હોય છે. સમ્યગ્દષ્ટિને પોતાનું(આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે; જે આત્માને સમ્યજ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણારૂપ રહ્યા જ કરે છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ૬. મતિજ્ઞાનના બીજા નામો મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ ઇત્યાદી અન્ય પદાર્થ નથી અર્થાત્ તે મતિજ્ઞાનના નામાંતર છે. ૧. મતિ મન અગર ઇન્દ્રિયોથી વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે. ૨. સ્મૃતિ: પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ ૩. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યાભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો’ એ રીતે સ્મરણ અને જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. ૪. ચિતઃ ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. ૫. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેના બીજા નામ છે. સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તે અભિનિબોધ છે. ૬. સ્વસંવેદનઃ સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. ૭. બુદ્ધિઃ બોધનમાત્રપણું તે બુદ્ધિ છે, બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. ૮. અનુમાન બે પ્રકારના છે. એક મતિજ્ઞાનનો ભેદ છે, બીજો શ્રુતજ્ઞાનનો ભેદ છે. સાધન દેખતાં પોતાથી સાધ્યનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. બીજાના હેતુ અને તર્કના વાક્ય સાંભળીને જે અનુમાન થાય તે મૃતઅનુમાન છે. ૯. જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ, કેમ કે સ્મૃતિ તો પૂર્વે અનુભવેલાં પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને પ્રભુસ્મરણ (આત્માનું સ્મરણ) હોતું જ નથી, પરંતુ રાગ મારો એવી પકડનું સ્મરણ હોય છે કેમ કે તેને તેનો અનુભવ છે. તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી. ૭. શ્રુતજ્ઞાન : ૧. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. અર્થાત્ મતિજ્ઞાન પછી થાય છે; મતિજ્ઞાનર્થી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થથી, તેનાથી જુદા પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. ૨. શ્રતનો અર્થ “સાંભળેલો વિષય” અથવા “શબ્દ” એવો થાય છે. જો કે શ્રુતજ્ઞાન માતજ્ઞાન પછી થઈ શકે છે. તો પણ વર્ણવવા લાયક તથા શિક્ષા યોગ્ય સર્વ વિષયો તેમાં આવે છે, અને તે સાંભળીને જાણી શકાય છે. એ રીતે “શ્રુતજ્ઞાન” શ્રુતનો (શબ્દનો) સંબંધ મુખ્યતાથી છે; તે કારણે શ્રુતજ્ઞાનને શાસ્ત્રજ્ઞાન (ભાવ શાસ્ત્રજ્ઞાન) પણ કહેવામાં આવે છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩. સમજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવા ઉપરથી પાત્ર જીવોને આત્માનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે તે અપેક્ષાએ તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. ૪. રૂઢિના બળથી પણ મતિપૂર્વક થતાં આ વિશેષ જ્ઞાનને “શ્રુતજ્ઞાન” કહેવામાં આવે છે. ૫. શ્રુતજ્ઞાનના દષ્ટાંતો : ૧) સદગુરુનો ઉપદેશ સાંભળી, આત્માનું યથાર્થ જ્ઞાન થવું - તેમાં ઉપદેશ સાંભળવો તે મતિજ્ઞાન છે, પછી વિચાર કરી આત્માનું જ્ઞાન પ્રગટ કરવું તે શ્રુતજ્ઞાન છે. ૨) ધુમાડાથી અગ્નિનું ગ્રહણ કરવું - તેમાં ધૂમાડો આંખે દેખી જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે અને ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે શ્રુતજ્ઞાન છે. ૩) એક માણસ “વહાણ” એવો શબ્દ સાંભળે છે, તે મતિજ્ઞાન છે. પૂર્વે વહાણના ગુણો સાંભળ્યા અથવા વાંચ્યા હતા તે સંબંધી (વહાણ’ શબ્દ સાંભળી) જે વિચારો ઉત્પન્ન કરે છે તે વિચારો શ્રુતજ્ઞાન છે. ૬. મતિજ્ઞાન દ્વારા જાણેલાં વિષયનું અવલંબન લઈ જે ઉત્તર તર્કણા (બીજા વિષય સંબંધી વિચારો) જીવ કરે છે તે શ્રુતજ્ઞાન છે. ૭. શ્રુતજ્ઞાનતે જ્ઞાનગુણનો પર્યાય છે, તે થવામાં મતિજ્ઞાન નિમિત્ત માત્ર છે. શ્રુતજ્ઞાન પહેલાં જ્ઞાનગુણનો મતિજ્ઞાન રૂપ પર્યાય હોય છે. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક વિશેષ હોય છે. ૮. શ્રુતજ્ઞાન એકવાર થયા પછી વિચાર લંબાય ત્યારે બીજું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વચ્ચે આવ્યા વિના પણ ઉત્પર થાય છે. ૯. શ્રુતજ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષાએ ભેદ પડે છે; અને તેમાં નિમિત્તમાં પણ ભેદ પડે છે. ભાવકૃત અને વ્યશ્રુત એવા બે ભેદ છે. ભાવકૃતને ભાવાગમ પણ કહી શકાય છે. એમાં દ્રવ્યઆગમ નિમિત્ત હોય છે. ૧૦ સમ્યક અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં, સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક છદ્મસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શ વડે કોઈ વસ્તુનું જાણવું થયું તે મતિજ્ઞાન છે; અને તેના સંબંધે “આ હિતકારી નથી' ઇત્યાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એકન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને અક્ષરાત્મક અને અનક્ષરાત્મક બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. ૧૧. મતિ અને શ્રુતજ્ઞાન - ક્ષાયોપથમિક જ્ઞાન(ઊઘાડ)ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે; જ્ઞાન થવાનું એક કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે, વસ્તુને અનુસરીને થતું નથી, તેથી વસ્તુ જ્ઞાન થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. ૧૨. જો મતિ અને શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોત તો સુખ-દુઃખાદિનું જે સંવેદન (જ્ઞાન) થાય છે તે પણ પરોક્ષ હોત, પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ૮. મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદઃ ૧. મતિ અને શ્રુતજ્ઞાનને એક માનવા બરાબર નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એ હેતુ અસિદ્ધ છે. ૨. જીભ અને કાનને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણ માનવા તે ભૂલ છે. વક્તાની જીભતો શબ્દનું ઉચ્ચારણ કરવામાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. શ્રોતાના કાન પણ જીવને થતાં મતિજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. ૩. તેથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં બે ઇન્દ્રિયોને કારણ બતાવવી, મતિ અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એમ કહીને બન્નેની એકતા માનવી મિથ્યા છે. તે બે ઇન્દ્રિયો શ્રુતજ્ઞાનમાં | નિમિત્ત નથી. ૪. એ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણમાં ભેદ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના કારણે ઉત્પન્ન થાય છે, અને જે પદાર્થનો ઇન્દ્રિયો તથા મન દ્વારા મતિજ્ઞાનથી નિર્ણય થઈ ગયો હોય તે પદાર્થનું મન દ્વારા જે વિશેષતાથી જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે; માટે બન્ને જ્ઞાન ક નથી પણ જુદાં જુદાં છે. ૫. ઇન્દ્રિય અને મન દ્વારા “આ ઘડો છે' એમ નિશ્ચય કર્યો તે મતિજ્ઞાન છે; ત્યાર પછી એ ઘડાથી જુદા, અનેક સ્થળો અને અનેક કાળમાં રહેવાવાળા અથવા ભિન્ન રંગોના સમાન જાતિના બીજા ઘડાનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે. એક પદાર્થને જાણ્યા બાદ સમાન જાતિના બીજા પ્રકારને જાણવા તે શ્રુતજ્ઞાનનો વિષય છે. ૬. ઈન્દ્રિય અને મન દ્વારા જે ઘડાનો નિશ્ચય કર્યો ત્યાર પછી તેના ભેદોનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે; ઇન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય કરી તેના ભેદ-પ્રભેદને જાણનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. ૭. “આ જીવ છે કે “આ અજીવ છે' એવો નિશ્ચય કર્યા પછી જે જ્ઞાનથી સંખ્યાદિ દ્વારા તેનું સ્વરૂપ જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન છે; કેમ કે તે વિશેષ સ્વરૂપનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, તેથી તે મતિજ્ઞાનનો વિષય નથી પણ શ્રુતજ્ઞાનનો વિષય છે. જીવ-અજીવ જાણ્યા પછી તેના સત્ સંખ્યાદિ વિશેષોનું જ્ઞાન માત્ર મનના નિમિત્તથી થાય છે. મતિજ્ઞાનમાં એક પદાર્થ સિવાય બીજા પદાર્થનું કે તે જ પદાર્થોના વિશેષોનું જ્ઞાન થતું નથી; માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જુદા જુદા છે. ૮. અવગ્રહ પછી ઇહાજ્ઞાનમાં તે જ પદાર્થનું વિશેષ જ્ઞાન છે અને ઇહા પછી અવાયમાં તે જ પદાર્થનું વિશેષ જ્ઞાન છે, પણ તેમાં (ઇહા કે અવાયમાં) તે જ પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન નથી, માટે તે મતિજ્ઞાન છે-શ્રુતજ્ઞાન નથી. (અવગ્રહ, ઇહા, અવાય એ મતિજ્ઞાનના ભેદો છે. ૯. જીવને સમ્યગ્દર્શન થતાં જ સમ્યફ મતિ અને સમ્યક શ્રુતજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે એમ સમજવું. આ સમ્યક મતિ અને સમ્યક કૃતજ્ઞાનના જે મેદ આપ્યા છે તે Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જ્ઞાનની વિશેષ નિર્મળતા થવા માટે આપ્યા છે, પણ તે ભેદમાં અટકી, રાગમાં રોકાઈ રહેવા માટે આપ્યા નથી, માટે તે ભેદોનું સ્વરૂપ જાણી જીવે પોતાના ત્રિકાળી અખંડ અભેદ ચૈતન્ય સ્વભાવ તરફ વળી નિર્વિકલ્પ થઈ આત્માનો અનુભવ કરવાનો ઉપદેશ છે. અંગપ્રવિષ્ટ એ બાર ભેદના નામ છે. અંગબાહ્ય શ્રુતમાં ચૌદ પ્રકીર્ણક હોય છે. આ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના, જે દિવસે તીર્થકર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટે છે ત્યારે માવતરૂપ પર્યાયથી પરિણત ગણધર ભગવાન એક જ મુહૂર્તમાં ક્રમથી કરે છે. આ બધા શાસ્ત્રો નિમિત્ત માત્ર છે; ભાવકૃતમાં તેને અનુસરીને તારતમ્યતા હોય છે એમ સમજવું. ઉપયોગ અને લબ્ધિ: ૧. એક જીવને એક સાથે એકથી શરૂ કરીને ચાર જ્ઞાન સુધી હોઈ શકે છે; વળી એક જ જ્ઞાન એક વખતે ઉપયોગરૂપ હોય છે. કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યારથી તે કાયમ માટે ટકે છે; બીજા જ્ઞાનોનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત હોય છે, તેથી વધારે હોતો નથી, પછી જ્ઞાનના વિષયનો ઉપયોગ બદલે જ છે કેવળી સિવાય બધા સંસારી જીવોને ઓછામાં ઓછા બે એટલે મતિ અને શ્રુતજ્ઞાન હોય જ ૨. ક્ષયોપથમિક જ્ઞાન ક્રમવર્તી છે, એક કાળમાં એક જ પ્રવર્તે છે; પણ અહીં જે ચાર જ્ઞાન એકી સાથે કહ્યાં છે તે ચારનો ઉઘાડ એકી વખતે હોવાથી ચાર જ્ઞાનની જાણનરૂપ લબ્ધિ એક કાળમાં હોય એમ કહેવું છે, ઉપયોગ તો એક કાળે એક સ્વરૂપે જ હોય છે. ૩. આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે; આત્મા પોતે જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય છે. જ્ઞાનના જે ભેદો કહ્યા છે તે આ એક પદને અભિનંદે છે. ૪. જ્ઞાનના હીનાધિકરૂપ ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પણ અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદોનો અભાવ છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું અવલંબન કરવું - એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જ અવલંબન કરવું. જ્ઞાનસ્વરૂપ આત્માના અવલંબનથી જ નીચે મુજબ પ્રાપ્તિ થાય છે. ૫. ૧) નિજપદની પ્રાપ્તિ થાય છે. ૨) ભાંતિનો નાશ થાય છે. ૩) માત્માનો લાભ થાય છે. ૪) અનાત્માનો પરિવાર સિદ્ધ થાય છે. ૫) ભાવકર્મ જોરાવર થઈ શકતું નથી. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૬) રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં નથી. ૭) ફરી કર્મ આસ્રવતું નથી. ૮) ફરી કર્મ બંધાતું નથી. ૯) પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. ૧૦) સમસ્ત કર્મોનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આવું જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનનું માહાત્મ છે. ૧૦ મતિ, ભુત અને અવધિજ્ઞાનમાં મિથ્યાપણું : ૧. મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન વિપર્યય પણ હોય છે. ૨. આ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન પણ હોય છે, તે મિથ્યાજ્ઞાનને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિ (વિભંગ) જ્ઞાન કહે છે. ૩. અનાદિ મિથ્યાદષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને દેવ અને નારકીના ભાવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવીપણે હોય છે. ૪. હવે એક પ્રશ્ન થાય છે સમ્યગ્દષ્ટિ જેમનેત્રાદિક ઇન્દ્રિયોથી રૂપાદિને સુમતિથી જાણે છે તેમ મિથ્યાષ્ટિ પણ કુમતિજ્ઞાનથી તેને જાણે છે તથા જેમ સમ્યગ્દષ્ટિ શ્રુતજ્ઞાનથી તેને જાણે છે અને કથન કરે છે, તેમ મિથ્યાદષ્ટિ પણ કુશ્રુતજ્ઞાનથી જાણે છે અને કથન કરે છે તો મિથ્યાદષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન શા માટે કહો છો? ૫. ઉત્તર પોતાની ઇચ્છા ધારા જેમ જેમ (whims) ગ્રહણ કરવાને કારણે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન હોય જ છે. ૬. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યાદર્શન પહેલું ટાળવું જોઈએ. એ સ્વરૂપ આ રીતે સમજાવવામાં આવ્યું છે. ૭. મિથ્યાદષ્ટિ જીવ સ અને અસત્ વચ્ચેનો ભેદ (વિવેક) જાણતો નથી; તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય જીવે પ્રથમ સત્ શું અને અસત્ શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યાજ્ઞાન ટાળવું જોઈએ. ૮. જ્યાં સત્ અને અસતુ ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજણપૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની માફક (મદિરા પીધેલાં માણસની માફક) ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે; તેથી એમ સમજાવ્યું કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જોઈએ. ૯. હવે જે વિપર્યય-વિપરીતતા તે ત્રણ પ્રકારે છે. ૧) કારણ વિપરીતતા ૨) સ્વરૂપ વિપરીતતા અને ૩) ભેદભેદ વિપરીતતા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ૧૦. ૧) કારણ વિપરીતતા ઃ મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા. ૨) સ્વરૂપ વિપરીતતા : જેને જાણે છે તેના મૂળભૂત સ્વરૂપને ન ઓળખે અને અન્યથા સ્વરૂપને માને છે. ૩) ભેદાભેદ વિપરીતતા : જેને તે જાણે છે તેને ‘એ આનાથી ભિન્ન છે’ અને ‘એ આનાથી અભિન્ન છે’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. ન ૧૧. એ ત્રણ વિપરીતતા ટાળવાનો ઉપાય ઃ સાચા ધર્મની તો એવી પરિપાટી છે કે પહેલાં જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે પછી વ્રતરૂપ શુભભાવ હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ અને પરનું શ્રદ્ધાન થતાં થાય છે; તથા તે શ્રઘ્ધાન દ્રવ્યાનુયોગ (અધ્યાત્મશાસ્ત્રો)નો અભ્યાસ કરવાથી થાય છે, માટે પહેલાં જીવે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યગ્દષ્ટિ થવું અને ત્યાર પછી પોતે ચરણાનુયોગ અનુસાર સાચા વ્રતાદિક ધારણ કરી વ્રતી થવું. આ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. ૧૧ યથાર્થ અભ્યાસને પરિણામે વિપરીતતા ટળતાં નીચે પ્રમાણે યથાર્થપણે માને છે ઃ ૧. એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્ય, તેના ગુણ કે પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના કારણે પોતાનો પર્યાય ધારણ કરે છે. વિકારી અવસ્થા વખતે પરદ્રવ્ય નિમિત્તરૂપ એટલે કે હાજર હોય ખરું પણ તે કોઈ બીજા દ્રવ્યમાં વિક્રિયા(કાંઈ પણ) કરી શકતું નથી. દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો સામાન્ય ગુણ છે તેથી તે દ્રવ્ય બીજારૂપ થતું નથી, એક ગુણ બીજારૂપ થતો નથી અને એક પર્યાય બીજારૂપ થતો નથી. એક દ્રવ્યના ગુણ કે પર્યાય તે તે દ્રવ્યથી છૂટા પડી શકતા કે નથી; હવે તે પ્રમાણે પોતાના ક્ષેત્રથી છૂટા પડે નહિ અને પરદ્રવ્યમાં જાય નહિ તો પછી તેને શું કરી શકે ? કાંઈ જ ન કરી શકે. એક દ્રવ્ય, ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કારણ થાય નહિ, તેમ તે બીજાનું કાર્ય થાય નહિ એવી અકારણકાર્યત્વ શક્તિ દરેક દ્રવ્યમાં રહેલી છે; આ રીતે કારણ વિપરીતતા ટળે છે. ૨. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવદ્રવ્ય ચેતના ગુણસ્વરૂપ છે; પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણસ્વરૂપ છે. જીવ પોતે, ‘હું પરનું કરી શકું, પર મારું કરી શકે અને શુભ વિકલ્પથી લાભ થાય’ એવી ઊંધી પકડ કરે ત્યાં સુધી તેનો અજ્ઞાનરૂપ પર્યાય થાય છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત્ સમજે ત્યારે સાચી માન્યતાપૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે, તેના પરિણામે ક્રમે ક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. બીજાં ચાર દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) અરૂપી છે. તેને કદી અશુઘ્ધ અવસ્થા હોતી નથી. આ પ્રમાણે સમજતાં સ્વરૂપ વિપરીતતા ટળે છે. ૩. પરદ્રવ્યો, જડકર્મ અને શરીરથી જીવ ત્રણે કાળે ભિન્ન છે; એક ક્ષેત્રાવગાહ સંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપે છે, કેમ કે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય ચારે પ્રકારે ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી અભિન્ન છે, કેમ કે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી; આ પ્રમાણે સમજતાં ભેદાભેદ વિપરીતતા ટળે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ સત્ = ત્રિકાળ ટકનાર, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ; એ બધા એાર્થવાચક શબ્દો છે. જીવનો જ્ઞાયકભાવ ત્રિકાળી અખંડ છે; તેથી તે સત્, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાઈ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દૃષ્ટિને દ્રવ્યદૃષ્ટિ, વસ્તુદૃષ્ટિ, શિવદૃષ્ટિ, તત્ત્વદષ્ટિ, કલ્યાણકારી દૃષ્ટિ પણ કહેવામાં આવે છે. અસત્ = ક્ષણિક, અભૂતાર્થ, અપરમાર્થ, વ્યવહાર, ભેદ, પર્યાય, ભંગ, અવિધમાન; જીવમાં થતો વિકાર ભાવ અસત્ છે કેમ કે તે ક્ષણિક છે અને ટાળ્યો ટળી શકાય છે. જીવ અનાદિથી આ અસત્ વિકારી ભાવ ઉપર દૃષ્ટિ રાખી રહ્યો છે તેથી તેને પર્યાયબુદ્ધિ, વ્યવહારવિમૂઢ, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ, મોહી અને મૂઢ પણ કહેવામાં આવે છે. અજ્ઞાની આ અસત્ ક્ષણિક ભાવને પોતાનો માની રહ્યો છે, એટલે કે તે અસત્ને સત્ માની રહ્યો છે; માટે આ ભેદ જાણી જે અસહ્ને ગૌણ કરી સત્ સ્વરૂપ ઉપર વજન રાખી પોતાના જ્ઞાયક ભાવ તરફ વળે છે તે મિથ્યાજ્ઞાન ટાળી સમ્યજ્ઞાન પ્રગટ કરે છે; તેનું ઉન્મતપણું ટળે છે. વિપર્યય પણ બે પ્રકારના છે. ૧) સહજ ૨) આહાર્ય. ૧) સહજ : જે પોતાથી - પોતાની ભૂલથી વિપરીતતા ઉત્પન્ન થાય છે ૨) આહાર્ય : પરના ઉપદેશથી ગ્રહેલ વિપરીતતા - આ શ્રોત્રેન્દ્રિય દ્વારા થતાં કુમતિજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ કુશ્રુતજ્ઞાન છે. ૧૨ જ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ ? : શંકા ઃ દયાધર્મના જાણવાવાળા જીવોને ભલે આત્માની ઓળખાણ ન હોય તો પણ દયાધર્મની શ્રદ્ધા હોય છે, તો પછી તેના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કેમ મનાય ? સમાધાન ઃ દયાધર્મના જ્ઞાતાઓમાં પણ આમ, આગમ અને પદાર્થ (નવ તત્ત્વ)ની યથાર્થ શ્રદ્ધાથી રહિત જે જીવો છે તેમને દયાધર્મ આદિમાં યથાર્થ શ્રદ્ધા હોવાનો વિરોધ છે; તેથી તેમનું જ્ઞાન અજ્ઞાન જ છે. જ્ઞાનનું કાર્ય જે હોવું જોઈએ તે ન હોય ત્યાં જ્ઞાનને અજ્ઞાન ગણવાનો લોકમાં પણ પ્રસિદ્ધ છે, પુત્રનું કાર્ય નહિ કરનાર એવા પુત્રને પણ લોકમાં કુપુત્ર કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે. શંકા ઃ જ્ઞાનનું કાર્ય શું છે ? ન સમાધાન : : જાણેલા પદાર્થની શ્રદ્ધા કરવી તે જ્ઞાનનું કાર્ય છે. એ પ્રકારનું જ્ઞાનનું કાર્ય મિથ્યાદષ્ટિ જીવમાં થતું નથી તેથી તેના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. બીજી રીતે વિચારીએ તો ‘જ્ઞાન’ જે આત્માને જાણે છે તે જ જ્ઞાનને ‘આત્મજ્ઞાન' કહેવામાં આવે છે. જ્ઞાનનું કામ પરને જાણવાનું છે જ નહિ; કારણ કે છદ્મસ્થ અવસ્થામાં જો પરને જાણવા જશે તો નિયમથી રાગ-દ્વેષના પરિણામ થાય છે અને તે જીવને દુઃખ અને દુઃખના કારણરૂપ છે. જ્યારે આત્માને જાણતાં, શ્રદ્ધતા તેનામાં જે સુખ ગુણ પડ્યો છે તેમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. પ્રયોજનની સિદ્ધિ માટે પણ ‘જ્ઞાન’ આત્માનો જાણે એ જ જીવને માટે હિતકારી છે. અનંત સિદ્ધ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ભગવતો જે અનંત અક્ષયસુખ ભોગવી રહ્યા છે તે પોતાને - પોતાના આત્માને જાણે છે, પરને જાણતા સુખ ભોગવતા નથી. ૧૩ વિપર્યય શબ્દ વિષે વિશેષ ખુલાસો વિપર્યયમાં સંશય અને અધ્યવસાય સમાઇ જાય છે. ૧. કેટલાકને ધર્મ કે અધર્મ એ કાંઈ હશે કે નહિ તેવો સંશય છે. ૨. કેટલાકને સર્વજ્ઞના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે. ૩. કેટલાકને પરલોકના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે. ૪. કેટલાકને અનધ્યવસાય(અનિર્ણય) હોય છે; તેઓ કહે છે કે હેતુવાદરૂપ તર્કશાસ્ત્ર છે તેથી તેનાથી કાંઇ નિર્ણય થઈ શકતો નથી, અને આગમો છે તે ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપને કહે છે, કોઈને કાંઈ કહે છે અને કોઈને કાંઈ કહે છે; તેથી પરસ્પર વાત મળતી નથી. ૫. કેટલાકને એવો અનધ્યવસાય(અનિર્ણય) હોય છે કે કોઈ જ્ઞાતા સર્વજ્ઞ અથવા મુનિ કે જ્ઞાની પ્રત્યક્ષ દેખાતા નથી કે જેમના વચન અમે પ્રમાણ કરી શકીએ, વળી ધર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે તેથી કેમ નિર્ણય થાય ? માટે મોટા જે માર્ગે જાય તે માર્ગે આપણે જવું. ૬. કોઈ વીતરાગધર્મને લૌકિક વાદો સાથે સમન્વય કરે છે; શુભભાવોના વર્ણનનું સમાનપણે કેટલાક અંશે દખી ગતમાં ચાલતી બધી ધાર્મિક માન્યતાઓ એક છે એમ માને છે. (તે વિપર્યય છે.) ૭. કોઇ મંદ કષાયથી ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે. (તે પણ વિપર્યય છે). ૮. આ જગત કોઈ એક ઇશ્વરે પેદા કર્યું છે, એ તેનો નિયામક છે એમ ઈશ્વરનું સ્વરૂપ વિપર્યય સમજે છે. એમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય અનેક પ્રકારે મિથ્યાજ્ઞાનમાં હોય છે, માટે સત્ અને અસનો યથાર્થ ભેદ સમજી, સ્વચ્છેદે કરવામાં આવતી કલ્પનાઓ અને ઉન્મત્તપણું ટાળવાનું કહેવામાં આવે છે. મિથ્યાત્વને ઉન્મત્તપણું કહ્યું છે કારણ કે મિથ્યાત્વથી અનંત પાપ બંધાય છે તેનો જગતને ખ્યાલ નથી. માટે આ મિથ્યાજ્ઞાન” અને “સમ્યજ્ઞાનનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ. ૧૪ ભાવેન્દ્રિયોનું સ્વરૂપ લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ૧. લબ્ધિઃ લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના ચૈતન્યગુણનો ક્ષયોપશમહેતુક ઉઘાડ તે લબ્ધિ છે. ઉપયોગ: ઉપયોગનો અર્થ ચૈતન્ય વ્યાપાર થાય છે. આત્માના ચૈતન્યગુણનો જે ક્ષયોપશમહેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨. આત્મા શેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. ઉપયોગ ચૈતન્યનું પરિણમન છે; તે કોઈ અન્ય શેય પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો, આ-માની સાંભળવાની શક્તિ હોય તો પણ સાંભળે નહિ. લબ્ધિ અને ઉપયોગ બન્ને મળીને જ્ઞાનની સિદ્ધિ થાય છે. ૩. પ્રશ્નઃ ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ (અથવા કાર્યો છે, તેને ભાવેન્દ્રિય શા માટે કહી ? ઉત્તર : કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને (ઉપચારથી) ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ઘટ આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાયે લોકમાં કાર્યને પાગ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય (ભાવેન્દ્રિય) છે; આત્મા તે સ્વ-અર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ-ઈન્દ્રિયપણું કહી શકાય છે. ૪. ઉપયોગ અને લબ્ધિ એ બન્નેને ભાવેન્દ્રિય એ માટે કે છે કે તેઓ દ્રવ્યપર્યાય થી ગુણપર્યાય છે. ક્ષયોપશમહેતુક લબ્ધિ પણ એક પર્યાય યા ધર્મ છે અને ઉપયોગ પણ એક ધર્મ છે, કેમ કે તે આત્માનો પરિણામ છે. તે ઉપયોગ દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે. ૫. ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણપર્યાય, ગુણ એ શબ્દો એકાWવાચક છે. ૬. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોપશમલબ્ધિ તો સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે; પણ જે જીવ પરનું લક્ષ ઢાળી સ્વ (આત્મા) તરફ ઉપયોગને વાળે છે તેને આત્માનું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય છે, અને જે જીવ પર તરફ જ ઉપયોગને વાળ્યા કરે છે તેને મિથ્યાજ્ઞાન થાય છે અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી. ૭. જીવને છમસ્થ દશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત્ ક્ષયોપશમહેતુક લબ્ધિ ઘણી હોય તો પણ તે બધા ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમ કે તેનો ઉપયોગ રાગમિશ્રિત છે તેથી રાગમાં રોકાઈ જાય છે, તે કારણે જ્ઞાનનો ઉઘાડ (લબ્ધિ) ઘણો હોય તો પણ વ્યાપાર (ઉપયોગ) તો અલ્પ હોય છે. જ્ઞાનગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે; વિકારી દશામાં જ્ઞાનગુણની પર્યાય ઉઘડતી નથી, એટલું જ નહિ પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એક સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદવિજ્ઞાન કરવું જોઈએ, ભેદવિજ્ઞાન થતાં તે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ જ વાળ્યા કરે છે, અને તેથી ક્રમે ક્રમે રાગ ટાળીને બારમા ગુણસ્થાને સર્વથા રાગ ટળી જતાં વીતરાગતા થાય છે. ત્યાર પછી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતાં જ્ઞાનગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઉઘડે છે; જ્ઞાનપર્યાય પૂર્ણ ઉઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી તરફ વાળવાનું રહેતું નથી; માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે જેનું ફળ કેવળજ્ઞાન છે. ૮. જાણવાનું કામ ભાવેન્દ્રિયથી થાય છે. ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે એ બરાબર સમજવું. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ૧૫ અનેકાન્ત સ્વરૂપ (રત્નત્રય સંબંધી) : દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા જેવું છે. ૧. સમ્યગ્દર્શન ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એક સરખું છે. એટલે શુદ્ધાત્માની શ્રદ્ધા તે બધાને એક સરખી છે. શ્રદ્ધામાં કાંઈ ફેર નથી. ૨. સભ્યજ્ઞાન ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને સમ્યક્ષણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન, કોઈને અધિક હોય છે. તેરમા ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપત્ જાણે છે. નીચેના ગુણસ્થાનકોમાં (ચારથી બાર) જ્ઞાન ક્રમે ક્રમે થાય છે. ત્યાં જો કે જ્ઞાન સમ્યક્ છે તો પણ ઓછું વધતું છે. તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં તફાવત છે. ૩. સમ્યક્ચારિત્ર ઃ તમામ સમ્યગ્દષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક્ છે. અને દસમા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે. ૪. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે. ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થાય છે. એ રીતે અનેકાન્ત સ્વરૂપ જાણવું. ૫. આ મેદ પર્યાયાર્થિક નયથી છે. દ્રવ્ય અખંડ-અભેદ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અખંડઅભેદ છે એમ સમજવું. ૧૬ આત્મજ્ઞાન : ‘આત્મજ્ઞાન જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન; વિશ્વશાંતિનું મૂળ છે, વીતરાગ વિજ્ઞાન.’’ આત્મજ્ઞાન સંબંધી આ ચાર મુદ્દા વિચારવા જેવા છે. ૧. સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ૨. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ. અસત્સંગ તથા અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિતમાત્ર સંશય નથી. ૩. આરંભ-સમારંભનું અલ્પત્વ કરવાથી અસત્સંગ પ્રસંગનું બળ ઘટે છે - સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. ૪. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રગટ થાય છે - આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. ‘‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.’’ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ ૧૭ આત્મજ્ઞાન - સારભૂત : ૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. એ માટે નિર્વિકારે દૃષ્ટિની અગત્યતા છે. ૨. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. ૩. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. ૪. સર્વદુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાન કહ્યો છે, તે જ્ઞાની પુરુષના વચન સાચા છે, અત્યંત સાચા છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય તેમાં સંશય નથી. ૫. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદ્ગુરુનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. ૬. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના નિરંતર કર્તવ્ય છે. ૭. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાને કારણે જીવ સત્વ પામે છે. ૮. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૯. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૧૦. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. આત્મજ્ઞાન કરવાનો આ સરળ ઉપાય છે. ૧૧. સર્વ શાસ્ત્રોનો બોધલક્ષ જેવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. ' ૧૨. હે આયુષ્યમાનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ મેં સાંભળ્યો નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. ૧૩. અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવા, અદ્ભૂત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી; ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? ૧૪. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું; હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમત કરેલું સર્વ સમંત કરવું. ૧૫. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. એ જ સર્વ શાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ બધાનું - સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અચળ શ્રદ્ધા એ છે. ૧૬. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી તેજશ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવી. ૧૭. પરમ શુદ્ધ ચૈતન્યભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમાં થઈ, શુભાશુભ પરિણામ ધારા પ્રત્યે ઉદાસીન થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ૧૮. દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. ૧૯, હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અપાર આનંદ અનુભવશો! ૨૦. ભવના બંધનનો અભાવ તો સાચા સ્વરૂપની પ્રતીત કરીને તેમાં સ્થિરતા કરે તો જ થાય અને તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. તે સિવાય બીજુ કાંઈ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નથી. આત્મા એ જ સચગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૧૮ અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનનું સ્વરૂપ : ૧. અવધિજ્ઞાનનું સ્વરૂપ: ૧) વ્યાખ્યાઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. ૨) અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યય અને (૨) ગુણપ્રત્યય. ‘ભવપ્રત્યય' શબ્દ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ હોય છે. ૩) દેવ અને નારકી પર્યાય ધારણ કરતાં જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ થવો તે જ આકાશમાં ગમનનું નિમિત્ત છે, નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; તેમજ નારકી અને દેવના પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૪) ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી અને તીર્થકરોને (છપસ્થ દશામાં) હોય છે, તે નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. ૫) ‘ગુણપ્રત્યય” કોઈ ખાસ પર્યાયિની અપેક્ષા ન રાખતાં, જીવના પુરુષાર્થ વડે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યય અથવા ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ ૬) ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત એવા છે ભેદવાળું છે, તે મનુષ્ય અને તિર્યંચને થાય છે. ૭) ગુણપ્રત્યય સુઅવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવોને જ થઈ શકે છે, પરંતુ બધા સમ્યગ્દષ્ટિ જીવોને તે હોતું નથી. ૮) અવધિજ્ઞાન રૂપી પુદ્ગલ તથા તે પુગલના સંબંધવાળા સંસારી જીવ(ન, વિકારી ભાવ)ને પ્રત્યક્ષ જાણે છે. ૨. મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ ૧) વ્યાખ્યા જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે. ૨) મન:પર્યયજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ એવા બે પ્રકારનું છે. ૩) આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર (નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ મન” કહેવામાં આવે છે. તેના પર્યાયો (વિશેષો)ને મન:પર્યય કહે છે, તેને જે જાણે તે મન:પર્યયજ્ઞાન છે. ૪) જુમતિઃ મનમાં ચિંતવન કરેલ પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિઅને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. ૫) વિપુલમતિ ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વચિંતિત અને અવક ચિંતિત પદાર્થને પણ જાણે છે. ૬) મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને જ થાય છે. ૭) વિપુલ નો અર્થ વિસ્તીર્ણ - વિશાળ - ગંભીર થાય છે. વિપુલમતિ જ્ઞાનમાં ઋજુ અને વક (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે. ૮) પોતાના તથા પરના જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ તેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મન:પર્યયજ્ઞાની જાણે છે. આંટીઘૂંટીવાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષ જ્ઞાન. આ રીતે મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ જાણવું. ૩. કેવળજ્ઞાનનું સ્વરૂપ ૧) કેવળજ્ઞાનનો વિષય-સંબંધ સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયો છે. અર્થાત્ કેવળ જ્ઞાન એક સાથે સર્વ પદાર્થોને અને તેના સર્વ પર્યાયોને જાણે છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ૨) કેવળજ્ઞાન = અસહાય જ્ઞાન; એટલે કે ઇન્દ્રિય, મન કે આલોકની અપેક્ષા રહિત આ જ્ઞાન છે. ત્રિકાળ ગોચર અનંત પર્યાયોને પ્રાપ્ત અનંત વસ્તુઓને તે જાણે છે, અસંકુચિત (સંકોચ વગરનું) છે, અને પ્રતિપક્ષી રહિત છે, કેવળજ્ઞાન અમર્યાદિત છે. ૩) કેવળજ્ઞાન નિરપેક્ષ હોવાથી બાહ્ય પદાર્થોની અપેક્ષા વિના એટલે કે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને જાણે તેમાં કોઈ વિરોધ નથી. કેવળજ્ઞાનને વિપર્યયજ્ઞાનપણાનો પણ પ્રસંગ નથી, કેમ કે યથાર્થ સ્વરૂપથી તે પદાર્થોને જાણે છે. ૪) સર્વ દ્રવ્ય અને તે દ્રવ્યના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમથી એક કાળે કેવળજ્ઞાન જાણે છે; તે જ્ઞાન સહજ (ઇચ્છા વિના) જાણે છે. કેવળજ્ઞાનમાં એવી શક્તિ છે કે અનંતાનંત લોકઅલાક હોય તો પણ તેને જાણવાને કેવળજ્ઞાન સમર્થ છે. ૫) એક સાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સામર્થ્ય છે. ૬) હું પરને જાણું તો મોટો’ એમ નહિ, પણ મારું બેહદ સામર્થ્ય અનંતજ્ઞાન - ઐશ્વર્યપણે હોવાથી હું પૂર્ણ જ્ઞાનઘન સ્વાધીન આત્મા છું - એમ પૂર્ણ સાધ્યને દરેક જીવે નક્કી કરવું જોઈએ; એમ નક્કી કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત (ભિન્ન) પોતાના એકાકાર સ્વરૂપ તરફ જીવે વળવું જોઈએ, પોતાના એકાકાર સ્વરૂપ તરફ વળતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટી ક્રમે ક્રમે જીવ આગળ વધે છે અને તેની પૂર્ણ જ્ઞાનદશા અલ્પ કાળમાં પ્રગટે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ (વિશેષ) : ૧) તે કેવળજ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને અસપત્ન છે. અખંડ હોવાથી તે સકળ છે. ૨) સકળ દ્રવ્ય, ગુણ અને પર્યાયોના ભેદનું જ્ઞાન અન્યથા ન બની શકવાથી જેમનું અસ્તિત્વ નિશ્ચિત છે એવા જ્ઞાનના અવયવોનું નામ કળા છે; આ કળાઓ સાથે તે અવસ્થિત રહે છે તેથી સકળ છે. ૩) સંપૂર્ણ : ‘સમ’નો અર્થ સમ્યક્ છે. સમ્યક્ એટલે પરસ્પર પરિહાર લક્ષણવાળો વિરોધ હોવા છતાં પણ સહાન અવસ્થાન લક્ષણવાળો વિરોધ ન હોવાથી કારણ કે તે અનંત દર્શન, અનંત વીર્ય, વિરતિ અને ક્ષાયિક સમ્યક્ત્વ આદિ અનંત ગુણોથી પૂર્ણ છે; તેથી તેને સંપૂર્ણ કહેવામાં આવે છે. ૪) અસપત્ન ઃ સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાનના શત્રુ કર્મ છે. તે એને રહ્યા નથી એટલે કેવળજ્ઞાન અસપત્ન છે. તેણે પોતાના પ્રતિપક્ષી ઘાતીચતુષ્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ કથનનું તાત્પર્ય છે. આ કેવળજ્ઞાન સ્વયં જ ઉત્પન્ન થાય છે. ૫) સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનથી યુક્ત ભગવાન દેવલોક અને અસુરલોક સહિત મનુષ્યલોકની આગતિ, ગતિ, ચયન, ઉપપાદ, બંધ, મોક્ષ, ઋદ્ધિ, સ્થિતિ, યુતિ, અનુભાગ, તર્ક, કળ, મન, માનસિક, ભુક્ત, કૃત, પ્રતિસેવિત, આદિકર્મ, અરહકર્મ, સર્વ લોક, સર્વ જીવો અને સર્વ ભાવોને સમ્યક્ પ્રકારે યુગપદ જાણે છે, દેખે છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ જ્ઞાન ધર્મના માહાત્મનું નામ ભગ છે; તે જેમને હોય તે ભગવાન કહેવાય છે. ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા દેખવાનો જેનો સ્વભાવ છે તેને ઉત્પન્ન જ્ઞાનદર્શી કહે છે. સ્વયં ઉત્પન થયેલ જ્ઞાન-દર્શન સ્વભાવવાળા ભગવાન સર્વ લોકને જાણે છે. ૬) ક્ષાયિક જ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશોથી) વર્તમાનમાં વર્તતા તથા ભૂત-ભવિષ્યકાળમાં વર્તતા તે સર્વ પદાર્થોને જાણે છે જેમાં પૃથ્થકપણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને કારણે વિચિત્રતા પ્રગટ થઈ છે અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવાવાળી અસમાન જાતિયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે, તેને જાણે છે. જેનો ફેલાવ અનિવાર છે, એવું પ્રકાશમાન હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને (દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવરૂપે) જાણે છે. ૭) એક જ્ઞાયક ભાવને સમસ્ત શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂતવર્તમાન-ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળા અગાધ સ્વભાવવાળા અને ગંભીર રામસ્ત દ્રવ્યમાત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે. ૮) કેવળી ભગવાનને જ્ઞાન-અજ્ઞાન હોતું નથી, અર્થાત્ તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી, પણ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે. ૯) “કેવળી ભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોકસંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે.” એવું કોઈ જ્ઞેય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય, જ્ઞાનનો ધર્મ તો શેયને જાણવાનો છે અને શેયનો ધર્મ જ્ઞાનનો વિષય થવાનો. એમાં વિષય-વિષયીભાવ સંબંધ છે. જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્ય કાળની વાતોનું પરિજ્ઞાન કરે છે, ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) કરવું યુક્તિયુક્ત જ છે, જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંતાનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકત. અનંત કાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) થાય છે. ૧૦) કાળ દ્રવ્યના નિમિત્તે તથા અગુરુલઘુત્વગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિણમનપરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલવાને કારણે શેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે, તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગણો પણ હોત, તો ય કેવળજ્ઞાન સમુદ્રમાં તે બિંદુની જેમ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમાઈ જાત ! અનંત કેવળજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ થવા છતાં પણ તે પદાર્થો સાન્ત થતાં નથી. અનંતજ્ઞાન અનંત પદાર્થ અથવા પદાર્થોને અનંતરૂપે બતાવે છે, તે પ્રકારે શેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે. ૧૧) જે વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મ તો ગુણ છે અને તે ગુણોનું ત્રણે કાળે સમય સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે, તે અનંત છે. તથા એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે તે સામાન્યરૂપે તો વચનગોચર છે અને વિશેષરૂપે વચનના અવિષય છે. એવા તે અનંત છે તે જ્ઞાનગમ્ય છે. (અર્થાત કેવળજ્ઞાનનો વિષય છે.) ૧૦) સર્વજ્ઞ વ્યવહારથી પરને જાણે છે તેનો અર્થ: “આ આત્મા વ્યવહાર નથી કેવળજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં પણ નિશ્ચય નયથી પોતાના આત્મસ્વરૂપને જાણે છે. એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહાર નયથી સર્વગત છે, પ્રદેશોની અપેક્ષાએ નહિ. જેવી રીતે રૂપવાન પદાર્થોને નેત્ર દેખે છે, પરંતુ તેનાથી તન્મય થતાં નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહાર નયથી લોકાલોકને જાણે છે અને નિશ્ચય નયથી નહિ તો સર્વજ્ઞપણું વ્યવહાર નથી થયું નિશ્ચય નયથી ન થયું? તેનું સમાધાન કહે છે - જેવી રીતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, તેવી જ રીતે પારદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, ભિન્ન સ્વરૂપે જાગે છે, તે કારણે વ્યવહાર નથી કહ્યું, કાંઈ પરિજ્ઞાનના અભાવથી કહ્યું નથી. (જ્ઞાનથી જાણપણું તો નિજ અને પરનું સમાન છે). જેવી રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે, તેવી જ રીતે જો પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ, દ્વેષનું જ્ઞાન થતાં સુખી, દુઃખી, રાખી, દેશી થાય એ મોટું દૂષણ પ્રાપ્ત થાય.” ૧૩) જીવ સ્વય છે તેમજ પોતે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય શેય છે, અને તેનો ત્રિકાળી જાગવાનો સ્વભાવતે ગુણ છે; તથા જ્ઞાનનો વર્તમાન પર્યાય તે સ્વજોયને જાણે છે. સ્વર્શયને જાણવામાં જો સ્વ-પરનું ભેદવિજ્ઞાન હોય તો જ તે જ્ઞાનનો સાચો પર્યાય છે. ૧૪) અધ્યાત્મ કથનીમાં મુખ્યને નિશ્ચય કહ્યો છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે. તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. તેથી યથાર્થ સ્વરૂપે જાણવું. ૧૯ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનું જ્ઞાન : ૧. મુખ્ય-ગૌણના ભેદને સમ્યગ્દષ્ટિ જાણે છે; મિથ્યાદષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ પર દૃષ્ટિ પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દઢ થાય છે. જ્યાં સુધી જીવ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ યથાર્થ શ્રદ્ધા થતી નથી. આ અનેકાન્ત વસ્તુને પ્રમાણ-નય વડે સાત ભંગથી સાધવી તે સમ્યકત્વનું કાર્ય છે, તેથી તેને પણ સમ્યકત્વ જ કહીએ છીએ એમ જાણવું. જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપે સમજવી. આ સપ્તભંગીમાં અસ્તિ અને નાસ્તિ એ બે પ્રથમ ભેદો ખાસ લક્ષમાં લેવા જેવા છે; તે બે ભેદો એમ બતાવે છે કે જીવ પોતામાં સવળા કે અવળા ભાવ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ, તેમ જ પરદ્રવ્યરૂપ અન્ય જીવો કે જડકર્મ વગેરે સૌ પોતપોતામાં કાર્ય કરી શકે પણ તે કોઈ જીવનું ભલું, બુરું કાંઈ કરી શકે નહિ; માટે પરવસ્તુઓ ઉપરથી લક્ષ ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ઉપર દષ્ટિ આપવી. તેને આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે. તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે. ૩. દરેક વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તે સર્વને અનેકાન્ત સ્વરૂપ જાણીને જે શ્રદ્ધા કરે અને તે પ્રમાણે જ લોકને વિષે વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દષ્ટિ છે. ૪. અનેકાન્ત શું બતાવે છે ? ૧) અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે; પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે. ૨) અનેકાન્ત વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી' એમ બતાવે છે. પરંપણે આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી. તું તારાપણે છો” તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે. ૩) અનેકાન્ત વસ્તુને સ્વપણે સહુ બતાવે છે. સને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી, પણ સતને સત્ના નિર્ણયની જરૂર છે કે ‘સત્પણે છું, પરપણે નથી.' ૪) અનેકાન્ત વસ્તુને એક-અનેક સ્વરૂપ બતાવે છે. ‘એક’ કહેતાં જ “અનેક’ની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છે. તારા ગુણ-પર્યાયથી અનેક છો. વસ્તુથી એક છો. ૫) અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્ય સ્વરૂપ બતાવે છે. પોતે જ નિત્ય છે અને પોતે જ પર્યાય અનિત્ય છે, તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવા પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગલેષ થાય. ૬) અનેકાન્ત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી અને સ્વથી છે તેમાં સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ૭) અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે. એવી બે વિરુદ્ધ શકિતઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે. ૫. મુમુક્ષુનું કર્તવ્ય : અત્યારે આ પંચમકાળમાં આ કથનીને સમજનાર સભ્યજ્ઞાની ગુરુનું નિમિત્ત સુલભ નથી, પણ જ્યાં મળી શકે ત્યાં તેમની પાસેથી મુમુક્ષુએ આ સ્વરૂપ સમજવું; અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર ઉદ્યમ રાખીને આ સમજવું. આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે આ યથાર્થ સમજવું. સત્ શાસ્ત્રનું શ્રવણ કરવું, પઠન કરવું, ચિંતન કરવું, ભાવના કરવી, ધારવું, હેતુ-યુક્તિ વડે નય વિવક્ષા સમજવી. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવું અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો. તે સમ્યગ્દર્શન પ્રાપ્તિનું મુખ્ય કારણ છે તેથી મુમુક્ષુ જીવોએ તેનો ઉપાય નિરંતર કરવા યોગ્ય છે. ૬. સભ્યજ્ઞાન સંબંધી પ્રયોજનભૂત : ૧) છ દ્રવ્ય સ્વરૂપ આ લોક છે. ૨) આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને પર્યાય (હાલત, અવસ્થા) કહેવાય છે. ૩) ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઇ શકે છે. ૪) જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પુદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખ-દુઃખ નથી; તેનામાં સુખ ગુણ જ નથી. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધ દશા હો કે શુદ્ધ દશા હો, બન્ને સમાન છે; શરીર પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે માટે શરીરમાં સુખ-દુઃખ થતાં નથી. શરીર નિરોગી હો કે રોગી હો, તે સાથે સુખ-દુઃખનો સંબંધ નથી. ૫ હવે બાકી રહ્યો જાણનારો જીવ. આ એક જીવ દ્રવ્ય જ જ્ઞાનસામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાનગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે. તેથી જીવમાં સુખ ગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓના સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે. તેને લીધે દુઃખ છે. અજ્ઞાન એ જીવનો અશુદ્ધ પર્યાય છે, તે દુઃખ હોવાથી તે દશા ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય છે. માટે જ્ઞાન સમ્યક્ કેમ થાય એ જ સમજાવવામાં આવે છે. ૨૦ સમ્યગ્દષ્ટિ જીવ : ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સંયોગી જિન સ્વરૂપ. આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૫૭. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવા તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઇ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ધરિત. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રામિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદ લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય અને સરળતા, સહ આજ્ઞા વિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર, મહાભાગ્ય. નહિ તૃષણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહા પાત્રને માર્ગના, પરમ યોગ જિતલોભ. આવ્યો બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતા નહિ વાર. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગ તે એઠવંત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. વર્ત નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થ સમકિત. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. સમ્યજ્ઞાન : જ્ઞાન આત્માનો ગુણ છે. જાણવું એની પર્યાય અર્થાત્ કાર્ય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાનને સમજ્ઞાન અને મિથ્યાદર્શન સહિત જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. જ્ઞાનના સમ્યપણા અને મિથ્યાપણાનો નિર્ણય લૌકિક વિષયોની સામાન્ય નિર્ણયોની સચ્ચાઈ પર આધારિત નહોતાં સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની ઉપસ્થિતતાના આધાર પર છે. સમ્યગ્દર્શનની પરિભાષાઓઃ ૧. જે જે પ્રકાર જીવાદિ પદાર્થ અવસ્થિત છે તે તે પ્રકારે એમને જાણવા તે સમ્યજ્ઞાન છે. ૨. જે જ્ઞાન વસ્તુના સ્વરૂપનો ન્યૂનતારહિત-અધિકતારહિત-વિપરીતતારહિત જેવું છે તેવું સંદેહરહિત જાણે છે એને સમ્યજ્ઞાન કહે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ૩. આત્મસ્વરૂપનું જાણવું એ સમ્યજ્ઞાન છે. ૪. આત્મા અને અનાત્માનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત જે જ્ઞાન છે તે સમ્યજ્ઞાન છે. સમજ્ઞાન - સમ્યગ્દર્શનની પ્રતિજ્ઞા છે કે - “મને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરવાવાળાની ઇચ્છા ન હોય તો પણ મારે એને ફરજીયાત મોક્ષ લઈ જવો પડે છે. તેથી મને ગ્રહણ કરતાં જો એ વિચાર કરે કે મોક્ષ જવાની ઇચ્છા બદલી દઇશું તો પણ એનું કાંઇ ચાલશે નહિ - મને ગ્રહણ કર્યા પછી મારે એને મોક્ષ પહોંચાડવો પડશે. કદાચતિ તે મને છોડી દઈને મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રમાદથી પ્રબળ મોહને ધારણ કરે તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર મરે એને મોક્ષ પહોંચાડી દેવો જોઈએ, એવી મારી પ્રતિજ્ઞા છે.” સર્વજ્ઞ સ્વભાવ: આત્માની અનંત શક્તિઓમાંથી ‘સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ એવી બે શક્તિઓના પૂર્ણ શુદ્ધ પર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, તેમાં સર્વજ્ઞ સ્વભાવ વડે જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાગ પ્રતિષ્ઠદો - એ બધાને યુગપ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈ પણ અજાણ્યું રહેતું નથી, તેથી સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે, કોઈ પણ પર્યાય આડા-અવળા થતાં નથી. પ્રથમાનુયોગ શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવાનોએ તથા શ્રી કેવળી ભગવાનોએ ઘણા જીવોના ભૂતભાવી પર્યાયો સ્પષ્ટપણે જણાવેલ છે તથા અવધિજ્ઞાની મુનિઓએ પણ ઘણા જીવોના ભૂત-ભાવી ભવોની વાતો કહી છે. તેથી દરેક દ્રવ્યના પર્યાયો ક્રમબદ્ધ હોય છે એમ માનવામાં આવે નહિ તો તે શાસ્ત્રો ખોટાં પડે. કોઈ કહે છે કે ભગવાન અપેક્ષિત ધર્મને ન જાણે, ભવિષ્યના પર્યાય પ્રગટ થયા નથી માટે તે સામાન્યપણે જાણે પણ વિશેષપણે જાણી શકે નહિ; વળી કોઈ કહે છે કે જો ભગવાન ભૂત-ભાવી સ્પષ્ટ જાણતા હોય તો મારો પહેલો પર્યાય ને છેલ્લો પર્યાય ક્યો? તો કહી દો. એ પ્રમાણે અનેક જુઠી માન્યતાઓ ચાલી રહી છે, વળી ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઈ પુરુષાર્થ કરવો રહેતો નથી તેવી ઊંધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વસમ્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થઈ શકે; અને તેવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત તેમને લક્ષમાં આવતી નથી. તેથી આત્માનો મૂળ જ્ઞાતા સ્વભાવ તેમના જાણવામાં નહિ આવતો હોવાથી ગમો અરિહંતાણં' પદનો પણ સત્ય અર્થ જાણી શકતા નથી અને આત્મસ્વભાવના અજ્ઞાત રહે છે. વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં ક્રમબદ્ધ પર્યાય થાય જ, તથા કેવળજ્ઞાની પણ વસ્તુસ્વભાવના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યની ક્રમબદ્ધ પર્યાય થાય છે એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જિજ્ઞાસુએ નક્કી કરવું જોઈએ. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાયું છે; આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી. ‘સર્વજ્ઞતા” કહેતાં જ બધા પદાર્થોનું ત્રણે કાળનું પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં ત્રણે કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતાં હોય, ને આડા-અવળા થતાં હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન થઈ શકે, માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે. આ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતાં દષ્ટિ પરથી હટી સર્વજ્ઞ સ્વભાવ ઉપર પડે છે અને આત્માનો અનુભવ થઈ જાય છે. સર્વજ્ઞતાનો મહિમા ૧. મોક્ષમાર્ગના મૂળ ઉપદેશકશ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મકરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ. ૨. નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સર્વશને ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી. ૩. સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થરૂપ સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી. ૪. અહો! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધમ ૫. તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી. ૬. આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વશપણું પ્રગટે છે; પણ આત્માની શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી. ૭. સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે. ૮. તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાન પર્યાય તો પોતે જ અલ્પજ્ઞ છે. તે અલ્પજ્ઞતાને આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય? ૯. અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય; ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. ૧૦. પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે. ૧૧. દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ. ૧૨. અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતમાં સર્વજ્ઞત્વ શક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો નંદન’ થયો છે. ૧૩. હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાં પણ ‘મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાનવાળો છે” એમ જેણે સ્વસમ્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દષ્ટિ હોય. ૧૪. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને સર્વશદેવનો ભક્ત છે. ૧૫. આત્મા પરને લ્ય-મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વશદેવને કે જૈનશાસનને માનતો નથી. તે ખરેખર જૈન નથી. ૧૬. જુએ ભાઈ! આત્માનો સ્વભાવ “સર્વજ્ઞ છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. “સર્વજ્ઞ એટલે બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત પોતનો સ્વભાવ છે, તેને અન્યપણે વિકારી સ્વરૂપ માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ ગાણાં ગવાય છે. ૧૭. ભાઈ રે! તું સર્વજ્ઞ એટલે જાણનાર છો પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. જ્યાં દરેકે દરેક વસ્તુ જુદી છે તાં જુદી ચીજનું તું શું કરે ? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. અહો ! આવી સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વીતરાગતા છે. ૧૮. “અનેકાન્ત” એટલે મારા જ્ઞાનતત્ત્વપણે છું ને પરપણે નથી એમ નક્કી કરતાં જ જીવ સ્વતત્વમાં રહી ગયો ને અનંત પરતત્ત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાન્તમાં વીતરાગતા આવી જાય ૧૯. જ્ઞાનતત્ત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહિ. ૨૦. સ્વ-પરના ભેદજ્ઞાન વગર વીતરાગતા થાય નહિ. જ્ઞાન તત્ત્વને ચૂકીને હું પરનું કરું એમ માનવું તે એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે. ૨૧. હું જ્ઞાનપણે છું અને પરપણે નથી' એવા અનેકાન્તમાં ભેદજ્ઞાન અને વીતરાગતા છે, તે જ મોક્ષમાર્ગ છે અને તે પરમ અમૃત છે. ૨૨. જગતમાં સ્વ અને પર બધા તત્ત્વો નિજ નિજ સ્વરૂપે સત્ છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે, છતાં હું પરને ફેરવું' એવા ઊંધા અભિપ્રાયમાં સનું ખૂન થાય છે તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે. ૨૩. અહો ! હું તો જ્ઞાન છું, આખું જગત એમને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે ને હું મારા જ્ઞાનતત્વમાં બિરાજુ છું; તો પછી ક્યાં રાગ અને ક્યાં દ્વેષ? રાગ-દ્વેષ ક્યાંય છે જ નહિ. હું તો બધાને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું. મારા જ્ઞાનતત્વમાં રાગ-દ્વેષ છે જ નહિ - આમ ધર્મી જાણે છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ૨૪. હે જીવ! જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકો જાણે એવો જ્ઞાનવૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞશક્તિનો વિશ્વાસ કર તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ રહે નહિ. ૨૫. આત્મામાં સર્વજ્ઞશક્તિ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્મા પરની સન્મુખ થઈને પાને નથી જાણતો પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વશકિત આત્મજ્ઞાનમય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. ૨૬. હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંત ધર્મો એક સાથે ઉછળી રહ્યા છે, તેમાં જ - ડોકિયું કરીને તારા ધર્મને શોધ, ક્યાંય બહારમાં તારા ધર્મને ન શોધ. તારી અંતરશક્તિના અવલંબને જ સર્વજ્ઞપણું પ્રગટ થશે. ૨૭. જેણે પોતામાં સર્વજ્ઞતા પ્રગટ કરવાની તાકાત માની તે જીવ દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો; પરની ક્રિયાને ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાના પર્યાયને આઘાપાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને સ્વસમ્મુખ દષ્ટિને લીધે પર્યાયે પર્યાયે શુદ્ધતા વધતી જાય છે ને રાગ છૂટતો જાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવની દષ્ટિ તે મુક્તિનું કારણ છે. ૨૮. ‘સર્વજ્ઞતા” કહેતાં દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદન રહ્યા; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. ‘સર્વજ્ઞતા કહેતાં બધાને જાણવાનું આવ્યું પણ તેમાં ક્યાંય આ ઠીક અને આ અઠીક એવી બુદ્ધિ કે રાગ-દ્વેષ કરવાનું ન આવ્યું. ર૯. કેવળી ભગવાનને સમુઘાત થવા પહેલાં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધદશા થયા. પહેલાં તેનું જ્ઞાન થઇ ગયું છે, ભવિષ્યના અનંત અનંત સુખપર્યાયોનું વેદના થયા પહેલાં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવારૂપ પરિણમી ગઈ છે. આ રીતે જ્ઞાન ત્રણે કાળના પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ તેમાં કોઈ પર્યાયના ક્રમને આઘો પાછો કરીને ભવિષ્યમાં થનાર પર્યાયને વર્તમાનમાં લાવે એમ બની શકતું નથી. ૩૦. શ્રી આચાર્યદવ સર્વજ્ઞત્વશક્તિને ઓળખાવે છે કે હે જીવ! તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર “જાણવું' તે જ છે. રાગ-દ્વેષ કરવાનું તો તારું સ્વરૂપ નથી અને અધુરું જાણવારૂપે પરિણમવું એવું પણ તારા જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે - આવી તારી જ્ઞાનશક્તિને ઓળખ તો સમ્યક શ્રદ્ધા-જ્ઞાન થઈને અપૂર્વ આનંદનો અનુભવ થાય ૩૧. મારા આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે એમ જેણે સ્વીકાર્યું તેણે પોતાના સ્વભાવમાં રાગ-દ્વેષનો અભાવ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ પણ સ્વીકાર્યો, કેમ કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ-દ્વેષ હોતાં નથી અને જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં સવજ્ઞતા હોતી નથી. તેથી સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારનાર કદી રાગ-દ્વેષથી લાભ માની શકે નહિ, અને રાગ-દ્વેષથી લાભ માનનાર સર્વજ્ઞ સ્વભાવને સ્વીકારી શકે નહિ. ૩૨. જ્ઞાની કહે છે કે તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી - એનો આશય એમ છે કે અમે તો જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પણ ફેરવવાનું કર્તુત્વ અને માનતા નથી. તણખલાના બે ટકા થાય તેને કરવાની અમારી કે કોઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે અને તે પાન એટલું જ જાણવાની તાકાત નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે. ૩૩. જે જીવ પોતાના જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તથા તેનો જ આદર અને મહિમા કરે તે જીવ અપૂરી દશાને કે રાગને પોતાનું સ્વરૂપ ન માને તથા તેનો આદર અને મહિમા ન કરે, એટલે તેને જ્ઞાનના ઉઘાડનો અહંકાર ક્યાંથી થાય ? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં અલ્પ જ્ઞાનનો અહંકાર હોતો નથી. ૩૪. જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમ જ પરમાં અટકવાના ભાવ વિનાનો છે. કોઈ બીજા વડે તેનું માન કે અપમાન નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતે પોતાથી જ પરિપૂર્ણ અને સુખથી ભરપૂર ૩૫. સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન, પુરેપુરું જ્ઞાન ! એવા જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે. ૩૬. મ રામાં જ સર્વજ્ઞપણે પરિણમવાની શક્તિ છે. તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે - એમ ન માનતાં શ સ્ત્ર વગેરે નિમિત્તને લીધે મારું જ્ઞાન પરિણમે છે એમ જેણે માનું તેણે સંયોગથી લાભ માન્યો, એટલે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે; કેમ કે જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ. ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે મિથ્યા બુદ્ધિ છે. ૩૭. ‘મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગ હેતુ ધર્મને એટલે કે પુષ્પને જ શ્રદ્ધ છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં તેનો ભોગનો જ હેતુ પડ્યો છે. ૩૮. સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે તેનો આશ્રય કરવાને બદલે, નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે, એમ જે માને છે તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. નિમિત્ત અને વિષયો બન્ને એક છે. નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર એ બન્નેની એક જવાત છે; તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. ભલે શુભ ભાવ હો તો પણ તેમને વિષયોની રુચિ ટળી નથી ને સ્વભાવના અતીન્દ્રિય મુખની રુચિ થઈ નથી; તેઓએ પોતાના આત્માને નહિ પણ વિષયો જ ધ્યેયરૂપ બનાવ્યા છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ ૩૯. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાયના બધાય પદાર્થો પર વિષયો છે, તેમના આશ્રયથી જે લાભ માને તેને પર વિષયોની પ્રીતિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પર વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી. ૪૦. અહો ! મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે ? આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય ? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે પૂર્ણ શક્તિની પ્રતીત થતી નથી પણ અખંડ સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની પ્રતીત થાય છે. σε ૪૧. અરિહંત ભગવાન જેવી આત્માની સર્વજ્ઞશક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજ શક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું એમ જો પોતાના આત્મા તરફ વળીને જાગે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે, તેથી પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. અરિહંત ભગવાનની શક્તિ તેનામાં છે. તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી, તેમના લક્ષે તો રાગ થાય છે. ૪૨. પ્રભો ! તારી ચૈતન્યસત્તાના અસંખ્ય પ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યા છે, નારી સર્વજ્ઞશક્તિ તારા નિધાનમાં જ પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદે તો તારા નિધ નમાંથી સર્વજ્ઞતા પ્રગટે. આવી એલૌકિક કોઈ આ વિધિનું વિધાન છે. ૪૩. જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક જ્ઞાનને પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વાળે છે. ૪૪. સર્વજ્ઞ શક્તિવાળા પોતાના આત્મા સામે જુઓ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી. અનંત કાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજ ભગવાન સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે. ૪૫. સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાં સાધકદશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધક દશા થઈને પૂર્ણ દશા પ્રગટે છે. ૪૬. ‘અહો ! મારું સર્વજ્ઞપદ પ્રગટાવવાની તાકાત મારા વર્તમાનમાં ભરી જ છે.’ આમ સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. સ્વભાવ સન્મુખ થયા વિના સર્વજ્ઞ શક્તિની પ્રતીત થાય નહિ ૪૭. અંતર્મુખ થઈને સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવ સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવ બુદ્ધિ થઈ નથી. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ૪૮. વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઇ કે દિવ્યવાણી સંભળાવનાર વીતરાગદેવ એ બન્ને મારા જ્ઞાનના જ્ઞેયો છે તે જ્ઞેયોને કારણે મને કાંઈ લાભ કે નુકસાન નથી તેમ જ તે શેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ-દ્વેષ વગર સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞ શક્તિ ારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તો પણ ધર્મીને આવી શ્રદ્ધા ખસતી જ નથી. ૪૯. પોતાના જે પૂર્ણસ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પ કાળમાં ધર્મીને પૂર્ણ રાર્વજ્ઞતા ખીલી જાય છે. ૫૦. જય હો તે સર્વજ્ઞતાનો અને સર્વજ્ઞતાના સાધક સંતોનો ! Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ સ્વાનુભૂતિની ભાવના ૧. આત્માની ધૂન: મારો આત્મા જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય કરવાની જેને ધૂન લાગી તેના પ્રયત્નનો ઝુકાવ સ્વસમ્મુખ વળ્યા કરે છે; રાગ તરફ તેનો ઝુકાવ રહેતો નથી; રાગથી પાછી ખસીને પરિણતિ અંતરમાં વળે છે. ૨. આત્મભાવના : નિજ આત્માને જાણ્યા વિના બહુ દુઃખને પામ્યો અરે ! સિદ્ધસુખને ઝટ પામવા જિન ભાવના ભાવું હવે. સંતો કહે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયકભાવ હું, કદી મરણને પામું નહિ, હું અમર આતમરામ છું. ૩. આત્માનું વેદનઃ ચૈતન્ય સન્મુખતાથી ધર્મીને જ્યાં પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થયું ત્યાં પોતાના વેદનથી ખબર પડી કે મારા આનંદના વેદનમાં રાગનું આલંબન ન હતું, કે કોઈ પરનો આશ્રય ન હતો, મારા આત્માનો જ આશ્રય હતો. જ્ઞાની પાસેથી શ્રવણથી ને વિચારથી પહેલાં જે જાણ્યું હતું તે હવે પોતાના વંદનથી જાણું - આ જ સમ્યગ્દર્શન ! ૪. આત્માનું ચિંતન : આત્માના અચિંત્ય મહિમાનું ચિંતન, સંસારના સર્વ કલેશોને ભૂલાવી દે છે. આનંદ સ્વભાવથી ભરેલા આત્માને યાદ કરતાં, આનંદની ઊર્મી જાગે છે ને દુઃખ દૂર ભાગે છે. ૫. આત્મા સુખસ્વરૂપઃ જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું, ત્યાં નિવાસ જ રાખીએ; સુખ સ્વરૂપ નિજ આત્મને બસ, જ્ઞાતા થઈને ઝાંખીએ. હે જીવ ! તારા આત્મહિતને માટે તું ઝડપથી સાવધાન થા ! ૬. મેં જ્ઞાનાનંદ મારી હૂં (આત્મભાવના): मैं हूँ अपनेमें स्वयं पूर्ण , परकी मुजमें कुछ गंध नहीं । મેં ગરસ, ગરુપી, મરૂ, પર સે કુછ મી સંવા નહીં ! मैं रंग-रागसे भिन्न, भेद से भी मैं भिन्न निराला हूँ। मैं हूँ अखंड चैतन्यपिंड, निज रसमें रमने वाला हूँ॥ मैं ही मेरा कर्ता-धर्ता, मुझमें परका कुछ काम नहीं। मैं मुजमें रहनेवाला हूँ, परमें मेरा विश्राम नहीं ॥ મેં શુદ્ધ, યુદ્ધ, વિરુદ્ધ, , પરંપરિતિ સે ગામવી હૂં आत्मानुभूति से प्राप्त तत्त्व, मैं ज्ञानानंद स्वभावी हूँ॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ૭. હું તો જ્ઞાતા દટા છું (આત્મભાવના) અનંત દ્રવ્યો જગમાં વસતા, હું તો જ્ઞાતા દષ્ટા છું. નિજ સ્વરૂપમાં સદાય રહેતો, હું તો આતમરામ છું. પર રૂપે તો કદી ન થાતો, હું તો જ્ઞાતા દૃષ્ટા છું. સ્વયં પરિણામી નિજ ભાવે, હું તો આતમરામ છું. નવ પરિણાવતો હું કોને, હું તો જ્ઞાતા દષ્ટા છું. સ્વ-પર તત્ત્વનો જ્ઞાયક એવો, હું તો આતમરામ છું. પરિણતિને નિજમાં ઢાળી, હું તો જ્ઞાતા દષ્ટા છું. અનિષ્ટ - ઈટ સંયોગ વિયોગે, હું તો આતમરામ છું. દેહાદિકથી ભિન્ન સદાયે, હું તો જ્ઞાતા દષ્ટા છું. રાગાદિક પરભાવો જુદા, હું તો આતમરામ છું. જ્ઞાયકભાવની શ્રદ્ધા કરતો, હું તો જ્ઞાતા દષ્ટા છું. પરમ સુંદર નિજરૂપ દેખતો, હું તો આતમરામ છું. આનંદ રસમાં તન્મય રહેતો, હું તો જ્ઞાતા દષ્ટા છું. નિજ અનંતગુણમાં વસનારો, હું તો આતમરામ છું. ગુણ-ગુણીમાં ભેદ ન દેખું, હું તો જ્ઞાતા દષ્ટ છું. શેય - જ્ઞાન-જ્ઞાતારૂપ એક જ, હું તો આતમરામ છું. સિદ્ધ સ્વરૂપી આતમરામી, હું તો જ્ઞાતા દષ્ટા છું. મધુર ચેતના રસનો સ્વાદી, હું તો આતમરામ છું. નિજ ઉપયોગને સદાય જીવંત, હું તો જ્ઞાતાદષ્ટ છું. પરમ પારિણામિક સ્વરૂપી, હું તો આતમરામ છું. ૮. નિરંતર ભાવવા જેવી ભાવના : હું જાણનાર છું એમ જાણનાર તત્ત્વનું લક્ષ રાખવું. દેહતે હું નથી, દેહમારોનથી, હું તો દેહથી ભિન્ન જાણનાર છું. જાણનારમાં મૂંઝવણ નથી. શરીરમાં વ્યાધિ છે પણ જ્ઞાનમાં વ્યાધિ નથી. મારામાં વ્યાધિનથી, હું તો વ્યાધિનો જાણનાર છું. શરીરમાં ભીંસ પડે પણ જ્ઞાનમાં ભીંસ પડતી નથી. જ્ઞાન તો ધીર-શાંત જાણનાર છે - આમ આત્માનું લક્ષ રાખવું. હું દેહ સાથે એકમેક થઈને કદી રહ્યો નથી, હું તો મારા જ્ઞાન સાથે જ એકમેક છું. કદી પણ મારા જ્ઞાનથી છૂટીને છુંદેહ સ્વરૂપ થયો નથી. દેહમાં રહ્યો છતાં દેહથી જુદો જ છું. દેહનો વિયોગ થવા છતાં મારા જ્ઞાન તત્ત્વનો કદી નાશ થતો નથી. રોગાદિ શરીરમાં થાય, પરંતુ શરીર હું નથી, હું તો અતીન્દ્રિય જ્ઞાન છું, મારા જ્ઞાનમાં રોગાદિનો પ્રવેશ નથી. અહો ! એ જ્ઞાન તત્ત્વ કેવું? કે ગમે તેવા વ્યાધિ વગેરે પ્રસંગે પણ જેના લક્ષે શાંતિ રહે - જેના લક્ષે સર્વ પ્રકારની મૂંઝવણ ટળી જાય. અહો ! આવું જ્ઞાનમય આનંદ તત્વ!! તે હું જ છું. આવું લક્ષ રાખે તેને મૃત્યુ વખતે મૂંઝવણ થતી નથી; તે વખતે ય તેને ચૈતન્યની જાગૃતિ રહે છે. આવી આત્મભાવના જીવનમાં નિરંતર ભાવવા જેવી છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે!” Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ ૯. મંત્ર સ્વરૂપે વચનો (આત્મસ્વરૂ૫) ૧. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. ૨. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય, સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ૩. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ પ્રકૃષ્ટ, શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. ૪. હું માત્ર નિર્વિકલ્પ છું. ૫. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. ૬. હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું, વચનાતીત, નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. ૭. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. ૮. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. ૯. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ૧૦. અજન્મ, અજર, અમર શાશ્વત છું. ૧૧. અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહન પ્રમાણ છું. ૧૨. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ૧૩. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. ૧૪. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૧૫. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ. ૧૬. અનંત દર્શન-જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૭. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. ૧૮. હું પરમ પરિણામિકભાવ છું. ૧૦ વિશેષ ચિંતવન (આત્મસ્વરૂપ). ૧. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ચાહના જાગી હોય તેવો જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં અંતમંથન કરે છે કે અહો! ચૈતન્ય વસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે; એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; શુભ ભાવો અનંત વાર કર્યા છતાં ચૈતન્ય વસ્તુ લક્ષમાં ન આવી, તો તે રાગથી પર ચૈતન્ય વસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે. તેની પ્રતીત પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે. આમ ચૈતન્ય વસ્તુને પકડવાનો અંતર્મુખ ઉઘમ તે સમ્યગ્દર્શનને ઉપાય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ૨. આત્મદેવ સુંદર છે, સુંદર ને વળી સુખી છે; મિત્રો માની લેજો સર્વે, કેવળીની વાત છે. આ કેવળીના કહેણ છે, મીઠી અમૃત વહેણ; સ્વીકારી તું આજ લેજે, તો મુક્તિ તારી કાલ છે. ૩. ‘આત્મા’ ત્રિકાળી જેનું સ્વરૂપ છે, તેવું અનુભવમાં લેવું, તેનું નામ આત્મભાવના છે. એ મોક્ષનો માર્ગ છે અને જન્મ-મરણના અંતનો આ ઉપાય છે. ૪. બધાય જીવ ભગવંત સ્વરૂપ છે, બધાય જીવ પરમાત્મા સ્વરૂપે છે. આવા આત્માને અનુભવવો એનું નાન સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. અને એમાં ઠરવું, સ્થિરતા કરવી એનું નામ સમ્યક્ચારિત્ર છે. ૧૧ આત્મભાવના (સર્વાંગ) : હું એક છું, અભેદ છું, અસંગ છું, નિર્વિકલ્પ છું, ચૈતન્યમાત્ર, એકાંત શુદ્ધ નિર્મમત છું. હું સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો પરિપૂર્ણ છું. હું ઉદાસીન છું, જ્ઞાતા-દષ્ટા છું. હું સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. હું નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનથી ઉત્પન્ન થતાં વીતરાગ-સહજાનંદ સુખની અનુભૂતિમાત્ર છું. હું સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું, જાણવા યોગ્ય છું, પ્રાપ્ત થવા યોગ્ય છું. હું અબદ્ધ-સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છું. હું જન્મ-જરા-મરણ રહિત છું. હું દેહાદિ રહિત છું. હું પરભાવથી મુક્ત છું, સ્વભાવમાં રહેલો છું. હું અનુભવસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમાત્ર, પરમ સમાધિમય, પરમ શાંતરસમય અને નિજ ઉપયોગમય છું. હું રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર, મન-વચન-કાયનો વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભની તેમજ ભોગોની આકાંક્ષારૂપ નિદાન-માયામિથ્યાત્વ એ ત્રણ શલ્યો ઇત્યાદિ સર્વ વિભાવ પરિણામોથી શૂન્ય છું. ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નયથી હું આવો છું. નિરંતર માવવા યોગ્ય આ આત્માભાવના છે. ૧૨ આત્મભાવના (ભાવાર્થ સહિત) : હું સહ૰ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગી સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય, ભરિતાવસ્થ છું. રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ, પંચેન્દ્રિય વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકમ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટ-શ્રુત-અનુભત, ભોગ આકાંક્ષારૂપ નિદાન-માયામિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું. શુદ્ધ નિશ્ચય નયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવો આવા છે. એમ મનવચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ભાવાર્થ : ‘હું છું’ ‘દં’ એટલે હું છું - અસ્તિત્વનો સ્વીકાર. ‘સહજ’ - ત્રિકાળ - સ્વાભાવિક - કૃત્રિમ નથી. ‘જ્ઞાનરૂપ’ - હંમેશા જ્ઞાનસ્વરૂપ જ છું - પરમ પારિણામિક ભાવરૂપ છું, ક્યારેય અજ્ઞ ની થયો નથી. ‘શુદ્ધ’ - પવિત્ર -ક્યારેય પણ અશુદ્ધ - મલિન થયો નથી. ‘આનંદપ’- આનંદ હંમેશા જ્ઞાન સાથે હોય જ. બન્ને અવિનાભાવી છે - જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. ‘એક સ્વભાવ છું’ - ‘એક’ સ્વભાવ કે જેમાં ભેદ નહિ, રાગ તો નહિ પણ પર્યાયનો ભેદ પણ નહિ. : હવે ચારેય અનુયોગમાં સારરૂપે તો વીતરાગતા જ છે. અને આ વીતરાગતા જે દ્રવ્યસ્વભાવમાં છે તે પર્યાયમાં ત્યારે જ પ્રગટે જ્યારે પર્યાય એ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કરે. ‘સહજ જ્ઞાનાનંદ હું છું’ એવી દૃષ્ટિ કરે તો પ્રગટે ! એનો અર્થ એ આવ્યો કે ‘સ્વનો આશ્રય કરવો’. અહીં તો આ ચીજ શું છે ? એનો સરવાળો આ છે ઃ જે પર્યાય શુદ્રનો શુદ્ધ તરીકે સ્વીકાર કરે, તેના માટે તે શુદ્ધ છે અને તેના આશ્રયથી પરંપરાએ પર્યાય શુદ્ધ થાય છે. જેની પર્યાય બુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધપવિત્ર જ્ઞાન અને આનંદ તે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું એમ પણ અહીંયા લીધું નથી. અહાહા..... ! ધર્મી ભાવના ‘આ’ કરે ! શ્રીમદ્દે કહ્યું છે ને ‘‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે ! '' પણ આ ‘ભાવના’ની વાત કરી છે. જે વર્તમાન જ્ઞાનની પર્યાય - દ્રવ્યસ્વભાવ જ્ઞાયક ભગવાન આત્માનો આશ્રય કરે- એમાં લીન થાયઢળે અને એને જો સમર્પિત થઈ એમાં એક સમય માટે અભેદ રીતે પરિણમી જાય તો સમ્યગ્દર્શન થાય. આનું નામ ‘આત્મભાવના’’ અને એ પર્યાય જો બે ઘડી ત્યાં સ્થિર થઈ જાય તો કેવળજ્ઞાન પૂર્ણપદની પ્રાપ્તિ થાય. આનું જ નામ આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન....! σε આ ખરેખર તો ધ્યાનની એક સહજ અવસ્થા છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક જ અભેદ થઈ જાય છે. જ્ઞાની પર્યાય ધ્યાતા છે, જ્ઞાયક ભગવાન આત્મા ધ્યેય છે અને સંપૂર્ણ પ્રક્રિયા ધ્યાનની છે. હું એક સ્વભાવી છું. જેમાં ‘પરિપૂર્ણ ગુણ’ અને ‘પરિપૂર્ણ સ્વભાવ’ એવો પણ ભેદ નહિ. અનેકપણું કે એવા (ગુણ-ગુણીના) ભેદ નહિ. એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી અભેદ ચીજ છે. એવા સ્વ(ભાવ)ની ભાવના ભાવવી. આ વાત કોઈ ભાષા કે વિકલ્પની નથી. ‘આવો હું છું’ એવો વિકલ્પ ય નહિ, વસ્તુનું સ્વરૂપ ‘આ’ છે. ભાવના એટલે વિકલ્પ કે ચિંતવન નહિ. ભાવના એટલે એવા (સ્વ)ભાવમાં એક.ગ્ર થવું. આવા ભાવમાં ‘હું આ છું’ એકાગ્રતા થઈ, પછી એવી સ્વ-ભાવાકારે તો પર્યાય થઈ. ‘સ્વાભાવિક’- કૃત્રિમ નહિ, કરાયેલો નહિ, નાશ થાય નહિ, એક સમયની પર્યાય પુરતું નહિ. ‘સ્વાભાવિક’ તે પણ ‘શુદ્ધ’. સ્વાભાવિક ચીજ છે એ શુદ્ધ જ હોય. એ વર્તમાન પર્યાયમાં જે અશુદ્ધતા Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ છે તે તે વ્યવહાર નયનો વિષય છે. આ વ્યવહાર હેય છે. આ(સ્વભાવ) સિવાય બધું ય હેય છે. આ - (સ્વભાવ) તે ઉપાદેય છે. સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદએવી એક સ્વભાવી વસ્તુ (હું છું) તેની પર્યાયમાં જે વીતરાગતા આવે છે તે વીતરાગતા” અખંડ-અભેદ-એક સ્વભાવના લક્ષે આવે છે. એ સમ્યગ્દર્શન પણ વીતરાગતા છે. એમાં ‘સરાગ’ અને ‘વીતરાગ” એવા જે ભેદપાડ્યા તે તો ચારિત્રદોષની અપેક્ષાએ છે. બાકી સમકિત તો સરાગ-વીતરાગ છે જ નહિ. એ સમકિત તો નિર્વિકલ્પ સહજ જ્ઞાનાનંદ શુદ્ધ હું એક સ્વભાવી છું એવી અંતરમાં વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ સ્વભાવ ષેય થઈને -જ્ઞાન થઈને- પ્રતીત કરવી તે છે. પ્રતીતિ-લક્ષ-અનુભવ. સ્વભાવમાં એક સમય માટે એકાગ્રતાથી અનુભવ થાય છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ-વિકલ્પથી રહિત એટલે ભેદથી રહિત છે. એવી ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ હું છું.” એવી દષ્ટિ થવી - અંતરમાં પરિણમવું એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. હું અભેદ છું. પર્યાયનો ભેદ પણ તે સ્વરૂપ એકતામાં મારામાં નથી એવો હું છું. આત્મા’ જે નિર્વિકલ્પ અને એક સ્વભાવી છે, એના ઉપરથી ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સમય માત્ર પણ ખસતી નથી. નિર્વિકલ્પ હું છું એ અસ્તિથી વાત કરી. હું ઉદાસીન છું - ઉદ + આસીન = ઉદાસીન. મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. કહે છે : હું પર્યાયથી ઉદાસ છું. મારી બેઠક પર્યાયમાં નથી. અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે ત્યાં મારી બેઠક છે. મારું અસ્તિત્વ તેટલું તે છે. બાકી હું તો પર્યાયથી પણ ઉદાસીન છું. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે-શેય છે-વ્યક્ત છે. તે વ્યક્ત પ્રત્યે ઉદાસીન છું. મારું આસન ધ્રુવમાં છે. પરથી તો હું છું પણ પર્યાયથી પણ હું ઉદાસ છું. અનંત દુઃખ મિથ્યાત્વને (ખોટી માન્યતાને) લઈને છે. મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો આસ્રવ નથી. મિથ્યાત્વ જેવો કોઈ અધર્મનથી. મિથ્યાત્વને તોડવાની આ વાત છે. આ ભાવના મિથ્યાત્વના ભુક્કા કરવા માટે છે. હું નિજ નિરંજન શુદ્ધાત્મા છું મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી. જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી. શુદ્ધ સ્વરૂપમાં અશુદ્ધતા ન હોય. શુદ્ધ સ્વરૂપમાં ઊણપ ન હોય. વસ્તુને - ભગવાન આત્માના સ્વભાવને – કોઈ અંજન મેલ છે જ નહિ. એવો વસ્તુનો જે સ્વભાવ - તે અંજન વિનાનો, મેલ વિનાનો, ઊણપ વિનાનો, આવરણ વિનાનો છે. ' 'શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાનરૂપ', એવા શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધા. (નિજ) નિરંજન શુદ્ધ આત્મા, એનું સમ્યક શ્રદ્ધાન, એની સાચી શ્રદ્ધા. જેવું આત્મસ્વરૂપ છે તેવી શ્રદ્ધા. જેવો ત્રિકાળી ઉદાસીન અને શુદ્ધ ચૈતન્યઘન આત્મા છે તેવો, તેનું શ્રદ્ધાન. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ અહાહા.....! આમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા કે પર્યાયની શ્રદ્ધા - એવી તો કોઈ વાત લીધી નથી. પરની શ્રદ્ધા આદિ એ વાત નહિ લેતાં, આ વાત સમજવી. નિજ નિરંજન નિરાકાર, શુદ્ધ ભગવાન આત્મા - તેની શ્રદ્ધાને શ્રદ્ધાન કહીએ. નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન. શાસ્ત્ર ભણવું એ જ્ઞાન ને કાંઈ જ્ઞાન નથી. ‘નિજ નિરંજન” એ પણ પોતાનું, ભગવાનનું જ્ઞાન એ ય નહિ, તીર્થકર અને એનું જ્ઞાન એ પણ નહિ, એ તો પરદ્રવ્ય છે. એ સમ્યજ્ઞાન વિનાનું અગીયાર અંગનું જ્ઞાન આદિ કે નવપૂર્વની લબ્ધિ આદિ હોય તો પણ વ્યર્થ છે. બાર અંગના જ્ઞાનમાં પણ અનુભૂતિનું કથન કર્યું છે. બાર અંગમાં પણ ‘સાર’ આત્માનો અનુભવ છે. ધ્યાનાર ધ્યાતા શું ધ્યાવે, કોનું (ધ્યાન) કરે ? સર્વથા નિરાવરણ અખંડ જ્ઞાન, તેનું ધ્યાન કરે. વર્તમાન ધ્યાન કરનાર પર્યાયનું ધ્યાન ન કરે. કેમ કે વર્તમાન પર્યાય છે તે ખંડખંડ છે અને આ જ્ઞાન તે અખંડ છે. પ્રત્યેક સમયે દષ્ટિ તો ધ્રુવ ઉપર અને અનુભવ બેઉનો હોવા છતાં મારું દષ્ટિનું ધ્યેય તો એકલું સામાન્ય ઉપર જ છે. પર્યાય અને દ્રવ્ય બન્નેનું જ્ઞાન હોવા છતાં દષ્ટિનું જોર ધ્રુવ ઉપર છે. જો ધ્રુવથી દષ્ટિ ખસે, તો એ વસ્તુ (ધ્રુવ) દષ્ટિમાં રહી શકે નહિ. ધર્મીની દષ્ટિના ધ્યેયની ધ્રુવતામાં એક પળ કે એક સમય પણ કદી આંતરો પડતો નથી. આહાહા....! શરીર-વાણી-મન-પૈસા-લક્ષ્મી ક્યાંય રહી ગયા. પણ એક સમયની પર્યાય - ભાવના કરનારો ભાવ અર્થાત્ “ભાવના છે પર્યાય, પણ એ પર્યાય તે હું નહિ, હું તો ‘આ’ (ધ્રુવ) છું ! આહાહા....! તો એક અખંડ જ્ઞાયકભાવ છું પર્યાય (મારી) ભાવના કરે છે. પણ એ પર્યાપ એમ કહે છે કે : હું તો ‘આ’ (અખંડ-જ્ઞાયકભાવ)છું. ખંડ ખંડ જ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની છે તો પર્યાય; પણ એ પર્યાય એમ માને છે કે : હું તો ‘આ’ અખંડ છું. પર્યાય એમ જાણે છે કે : હું તો ‘આ’ છું. આહાહા....! “આત્મા’ જે નિર્વિકલ્પ અને એકસ્વભાવી છે, એના ઉપરથી ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સમયમાત્ર પણ ખસતી નથી. ‘ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવતી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવતી - એ છે તો પર્યાય; પણ એ પર્યાય એમ કહે છે કે હું ‘આ’ ધ્રુવ છું ! અહાહા ! કે'દી આવા વચનો સાંભળે? અરેરે ! બાકી તો બધી જિંદગી નિરર્થક છે. આ તેર બોલ બહુ અગત્યના છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, દ્રવ્યનું જ્ઞાન આવે છે. પર્યાયમાં છ દ્રવ્ય આવતાં નથી પણ છ દ્રવ્યનું જ્ઞાન આવે છે. નિર્ણય તો પર્યાય કરે છે ને! પર્યાયમાં પર્યાય આવી ગઈ. પર્યાય પોતાને જાગે છે અને પરને પણ જાણે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ અહીં કહે છે કે એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક (આચરણ) એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે ચારિત્ર. પણ આચરણ કર્યું ?નિજ નિરંજન શુદ્ધાત્માનું સમ્યક આચરણ - તેને ચારિત્ર કહીએ છીએ. ધરણાનુયોગ પ્રમાણે જે વ્રતાદિના વિકલ્પ, તેને અહીં અનુષ્ઠાન ગણ્યાં જ નથી. નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક” આ ત્રણેને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે. છે 'નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ' નિર્વિકલ્પ સમાધિ અર્થાત્ શાંતિ ઉત્પન્ન થવી. શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક આચરણ એનાથી નિર્વિકલ્પ સમાધી, રાગ વિનાની શાંતિ એ સમાધિ ઉત્પન્ન થઈ. રત્નત્રયનું પરિણમન એ સમાધિ છે. એ સમાધિ આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. રોગ, સંકલ્પ-વિકલ્પ અને સંયોગ નથી એ સમાધિ. વીજે“નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ સુખાનુભૂતિમાત્ર” આહાહા...! નિશ્ચય રત્નત્રય આવું હોય! એમ કહે છે. તેનાથી ઉત્પન્ન થતું વીતરાગ સહજાનંદ સુખજેમાં રાગરહિત, સ્વાભાવિક આનંદરૂપ સુખ, એનો અનુભવ, આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગી પર્યાય છે. અને સહજાનંદરૂપ (સુખાનુભૂતિ) પણ પર્યાય છે. સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે એવા લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે’ - અ = પોતાના, આનંદ = આનંદનવેદન વડે, વીતરાગી સહજાનંદના સુખનું વેદન વડે “સ્વસંવેદ્ય” પોતાથી વેદવા યોગ્ય - “ગ” છું. એવી નિર્વિકલ્પ સમાધિથી (હું નિજ નિરંજન શુદ્ધ આત્મા) ગમ્ય છું. આહાહા...! “સ્વસંવેદ્ય છે, પોતાથી વેદવા યોગ્ય તેમજ જણાવા યોગ્ય છે. એટલે કોઈ નિમિત્તથી-ગુરુથીદેવથી કે શાસ્ત્રથી તે જણાવા યોગ્ય નથી. પોતાના સ્વસંવેદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ, ચૈતન્ય રત્ન - એની એકાગ્રતા, એનું સ્વસંવેદન, એનું વેદન - અનુભવ! પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે. પોતે જેવો છે તેવો દેખનારને દેખે! દેખનાર” તેને ન દેખે અને પરને જાણીને ત્યાં (પરમાં) ઊભો (રોકાઈ) રહ્યો છે, એ વસ્તુનું સ્વરૂપ નથી. પોતાનું જ્ઞાન અને આનંદરૂપ ત્રિકાળી સ્વભાવ - એ સ્વ પોતાથી અનુભવવા લાયક અને તેનાથી (અનુભવથી) તે ગમ વસ્તુ છે. આવી વાત છે. આ ‘સ્વસંવેદન” વડે આત્માને જાણવાનો યથાર્થ પ્રયત્ન- અનુભવ કોઈ દી કર્યો નહિ. એ વિના પરિભ્રમણનો અંત ન આવે. એ આત્મા સ્વસંવેદ્ય છે અને પ્રાપ્ત થવા યોગ્ય છે. એ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ દ્રવ્યસ્વભાવ, જે પરિપૂર્ણ આનંદ, જ્ઞાન અને શાંતિથી ભરેલો તે ભગવાન, સ્વસંવેદનથી ગમ્ય છે, પ્રાપ્ત થવા યોગ્ય છે. પના આશ્રયથી ત્રણ કાળમાં તે (આત્મા) પામી શકાય એવો નથી. એ તો સ્વઆશ્રયે પોતે વર્તમાન Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ - પોતાનું વદન થાય, તેનાથી ‘આ આત્મા છે' એમ જણાય. અને તેનાથી આત્મા પ્રાપ્ત થાય, એટલે પર્યાયમાં આત્માની પ્રાપ્તિ થાય. અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય આત્મા'માં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે તો જે (બાત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. આહાહા...! આવી વાત અને વસ્તુસ્થિતિ છે. ભરિતાવસ્થ’ - હું તો મૂળ એવો શક્તિઓ અને સ્વભાવથી ભરેલી દશાવાળ - અવસ્થ એટલે શક્તિવાળો છું. આહાહા....! ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. ‘પરિપૂર્ણ સ્વરૂપ હું છું રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ મારામાં નથી. ‘મારા’માં રાગની વિપરીતતા તો નથી પણ અપૂર્ણતાયે નથી - એવો હું પરિપૂર્ણ છું. આ થઈ મારા શુદ્ધ સ્વભાવની અસ્તિથી વાત. આવા શુદ્ધ સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધા અને એમાં સ્થિરતા થતાં એની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. આવી આત્મભાવના ભાવવાની વાત છે. આ આત્મભાવના વ્યવહારથી પ્રથમ તો વિકલ્પરૂપ જ હોય છે - પણ જેમ જેમ સ્વભાવ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ સહજ એવી એક અપૂર્વ ધ્યાનની સ્થિતિ બનતી જાય છે અને એ જ્ઞાનની પર્યાય દ્રવ્યસ્વભાવમાં અભેદ રીતે પરિણમતી જાય છે એટલે એ પર્યાયમાં દ્રવ્યસ્વભાવનું જે સામર્થ્ય છે તે આવતું જાય છે અને અનુભવના કાળે, નિર્વિકલ્પ સ્થિતિ ઉત્પન્ન થતાં અપૂર્વ આનંદનો રસ વેદાય છે. હવે નાસ્તિથી જોઈએ. મારા દ્રવ્ય સ્વભાવમાં શું શું નથી ? પરદ્રવ્યના તરફના વલણની દશારૂપ - અનુકૂળતા પ્રત્યે ગમવાપણું એ રાગ, પ્રતિકૂળતા પ્રત્યે અણગમો) એ ઘેષ - મોહ’ પર તરફના વલણવાળી દશા - સાવધાની એ બધાથી હું રહિત છું. ‘ષની વ્યાખ્યા ક્રોધ-માન” અને રાગની વ્યાખ્યા “માયા-લોભ એ ચારે ય કષાયની જે ચોકડી છે એનાથી હું રહિત છું. ઇન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી - એ પાંચ ઇન્દ્રિયના વિષય વ્યાપારથી પણ હું રહિત છું. મન-વચન-કાયાના વ્યાપારથી એ ભગવાન આત્મા પાર છે - એ બધો જડનો વિષય અને ભગવાન આત્મા ચૈતન્ય છે. તે વાણીથી, દેહથી, મનના ભાવથી પણ મળે એવો નથી. અંતરમન અને ભાવના ‘પ્રભુ” તો એનાથી પણ રહિત છું. અંદર ભિન્ન છે. એવા પ્રભુની ભાવના એનું નામ “આત્મભાવના” કહેવાય છે. - ભાવકર્મ - પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એ બધા ભાવકર્મ. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ - વિકારી પરિણામ - બધા જ શુભાશુભ ભાવ - એનાથી પ્રભુ આત્મા ભિન્ન છે. દ્રવ્ય કર્મ - જડકર્મ જે જ્ઞાનાવરણીય આદિ એમ આઠ પ્રકારના છે તેનાથી પ્રભુ અંદર ભિન્ન છે. વસ્તુ છે, અસ્તિ છે, હાજર છે, હયાતિ ધરાવે છે એવું જે આત્મતત્ત્વ - નોકર્મ એટલે શરીર-મન-વાણી આદિ બધાથી ભિન્ન છે. ‘ખ્યાતિ-પૂજા-લાભ”મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ, ખ્યાતિ-પૂજાના લાભની આકાંક્ષાથી “પ્રભુ રહિત છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ - દ” જે ભોગો દેખવામાં આવે છે; ‘શ્રુત’ જે ભોગો સાંભળેલા છે અને “અનુભૂત” જે ભોગો ભોગવેલા છે, તેની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. હવે ત્રણ શલ્યની વાત છે. નિદાન, માયા અને મિથ્યા. કોઈ પણ કાર્ય તેના ફળની ઇચ્છાથી કરવું તે નિદાન. માયા એટલે કપટ-કુટિલતા, વસ્તુનું સ્વરૂપ હોય તેનાથી જુદું બતાડવું અને મિથ્યા એટલે ઊડે ઊડે કાંઈ પણ રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય આત્મા પમાય, એ વિપરીત માન્યતારૂપી મિથ્યા શલ્ય. એવા ત્રણ શલ્યથી ‘પ્રભુ” રહિત છે. એટલે કોઈ પણ સૂક્ષ્મ વૃત્તિનું નિદાન’, ઊંડી ઊંડી સરળતાથી વિપરીત માયા” અને ઊંડે ઊંડે ‘મિથ્યાત્વ” વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ, જેના અસંખ્ય પ્રકાર છે, એવા ત્રણ શલ્યથી પ્રભુ રહિત છે. સર્વ વિભાવ” પરિણામ એમાં ક્યાં કાંઈ બાકી રાખ્યું? વિભાવ અર્થાત્ વિકારી ભાવ. પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, તપ, જપ, ભક્તિના પરિણામ એ બધા વિભાવ ભાવ કહ્યાં છે. એ ‘સ્વભાવ’ નથી. ‘એવા સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. ‘અભાવ બતાવવાનો છે ને! સર્વ વિભાવ પરિણામ રહિત શૂન્ય છું. શુભ-અશુભના જે વિકલ્પ છે તે પણ વિભાવ છે. ભાઈ ! પ્રભુ'માં વિભાવ નથી. એ તો અધ્યાસથી વિભાવને પોતાનો માન્યો છે. પણ વસ્તુમાં એ નથી. વિભાવ ભાવને સંયોગીભાવ કીધો છે. આ તો સમ્યક એકાંત છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે, “આ અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.” લોકો અનેકાન્તના નામે એમ કહે છે કે સ્વભાવથી લાભ થાય અને વિભાવથી પણ લાભ થાય તો અનેકાન્ત કહેવાય. તેમજ પોતાના ઉપાદાનથી પણ કામ થાય અને નિમિત્તથી પણ અંદર આત્મામાં કામ થાય એને અનેકાન્ત કહે છે. નિશ્ચયથી પણ કામ થાય અને વ્યવહારથી પણ કામ થાય એ અનેકાન્ત છે. ભાઈ ! એ અનેકાન્ત નથી. એ તો એકાંતિક મિથ્યાત્વભાવ છે. એ વિભાવભાવ છે. અહીં તો વિભાવ નામનો અંશ પણ જેના સ્વભાવમાં નથી એવો આ “ભગવાન આત્મા” પોતે પોતાના અંતરના આનંદ અને જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં આ રીતે મળી શકે એમ કહે છે. ત્રાળ લોકમાં ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નવે-પર્યાયદષ્ટિએ-વ્યવહાર નયે નહિ, આવો છે. પર્યાયમાં ભલે વેદન અલ્પ-ઘણું-વિશેષ-ગમે તે પ્રકારે હોય છતાંય જીવ છે એ તો ત્રણે લોકમાં ત્રિકાળ આવા શુદ્ધ સ્વરૂપે છે. ત્રણે લોકમાં બધાંય જીવ તો આવા પરિપૂર્ણ પ્રભુ” જ છે. શુદ્ધ નિશ્ચય નયથી હું આવો છું અને બધા આવાં છે. આવી ભાવના તે આતમભાવના - તે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. મન, વચન અને કાયાના યોગથી તમજ કરવું, કરાવવું અને અનુમોદનાથી નિરંતર આ ભાવના ભાવવી એ જીવનું કર્તવ્ય છે. ‘આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે! Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ૧૩ ચૈતન્યના શાંતિના સ્વાદની ભાવના હે આત્મચાહક સાધર્મી ! શાસ્ત્ર શ્રવણ, આત્મવિચાર, જિનગુણ મહિમા - એવા સર્વ પ્રસંગોમાં શું તમને તમારા એકલા માત્ર રાગની જ ઉત્પત્તિ દેખાય છે ? -કે તે વખતે રાગ ઉપરાંત બીજા કોઈ સારા ભાવની ઉત્પત્તિ તમને તમારામાં દેખાય છે ? તે વખતે જ વિદ્યમાન જ્ઞાનાદિ (રાગ વગરના)ભાવોની ઉત્પત્તિ તમારામાં તમને દેખાય છે કે નહિ ? તે જ્ઞાનની ઉત્પત્તિને દેખશો તો જ તમારા શાસ્ત્ર-શ્રવણ વગેરે બધાં કાર્યો સફળ થશે, ને તો જ તમને તેમાં સાચો ઉત્સાહ આવશે. જો જ્ઞાનને નહિ દેખો તો, જ્ઞાન વગરના તે બધા તમને અચેતન જેવા નીરસ લાગશે, ને તમને ક્યાંય ખરો ઉત્સાહ નહિ આવે; અથવા તો રાગના રસમાં જ રોકાઈ જશો. માટે દરેક કાર્ય વખતે એકલા રાગની ઉત્પત્તિને જ ન દેખો, જ્ઞાનાદિની ઉત્પત્તિને પણ દરેક વખતે સાથે ને સાથે દેખો ! એ રીતે સમ્યક્ષણે દેખતાં જરૂર તમને ભેદજ્ઞાન થશે, જ્ઞાનની અનુભૂતિ થશે ને ચૈતન્યની શાંતિનો સ્વાદ આવશે ! બધા જ એ ચૈતન્યના શાંતિનો સ્વાદ પામે એ જ ભાવના ! ૧૪ સમ્યક્ત્વપિપાસુ જીવને સંબોધન ! ! શાંતિનગરીમાં વસવા ચાહતા હે મુમુક્ષુ ! તારું જીવન કેવું હોય તે વિચાર્યું છે ? કેમ કે અત્યારે તારું જીવન જે ચાલી રહ્યું છે તેમાં તને ખરેખર સંતોષ છે ? ખરેખર વિચારી જો ! અરે ! તું એક જૈન છો ! એટલે સર્વજ્ઞ જિનદેવનો, ભાવલિંગી સંતોનો (ગુરુઓનો) અને જિનવાણીનો ઉપાસક છો; તેથી તારા જીવનમાં પણ તેમના જેવો વીતરાગી રસ આવવો જોઈએ. વીતરાગ રસના સ્વાદ વગર તને ચેન ક્યાંથી પડે ? હવે જાગૃત થઈને તારી જીવનદિશાને તું પલટાવી નાંખ ! અજ્ઞાનમય જીવન તો સાવ રસ વગરનું નીરસ છે. ભલે દુનિયાની ગમે તેટલી વિભૂતી મળે; ચૈતન્યનું જ્ઞાનમય જીવન તે જ સરસ-સુંદર છે, ભલે તે માટે બહારમાં દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન કરવી પડે. દુનિયામાંથી તારી શાંતિ ક્યાં આવવાની છે ? તારી શાંતિ તો તારા ચૈતન્યમાં જ ભરેલી છે. તો પછી શા માટે તારા પોતામાં જ એકલો એકલો રહીને તારી શાંતિનો રસ નથી લેતો ? જૈન ધર્મના પ્રતાપે આવો શાંતસ્વભાવી આત્મા તને લક્ષગત પણ થયો છે. તને બીજું શું જોઈએ છે ? બસ, હવે તો તેના અનુભવના પ્રયોગમાં જ બધું જ જીવન લગાડી દેવાનું છે; અને એમ કરવાથી તને આ જીવનમાં જ આત્માનો સ્વાનુભવ થશે. સ્વાનુભૂતિ વગર સર્વ ક્રિયા નિષ્ફળ છે ! સુખની શરૂઆત ત્યાંથી જ થાય છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ૧૫ સ્વાનુભવની ભાવના: હે આત્મજિજ્ઞાસુ ! આત્મઅનુભવ માટેના પ્રયોગો જાણવાની તમારી ઉત્કંઠા તે એક એવો ભાવ છે કે જેમાં આગળ વધતાં અદ્ભુત ચૈતન્યતત્ત્વની અનુભૂતિ ચોક્કસ થાય છે. તેમાં જરૂરીઆત એટલી કે આત્માને જાણવાની જે ભાવના જાગી તેમાં પૂરી તાકાત લગાવીને આગળ ને આગળ વધ્યે જ જવું. બધી જ પરિસ્થિતિમાં એને જ મુખ્ય રાખવું, એટલે એ જ પોતાનું જીવન છે એમ સમજવું. ૨. હવે જે આત્મવસ્તુને જેવી છે - અનુભવમાં લેવી છે તે વસ્તુ એવી અદ્ભુત સુંદર છે કે ચિત્ત તેની નજીક આવતાં જ આખું જગત જાણે મનમાંથી દૂર હટી જાય છે ને સંસારના બધા ભાવોનો થાક ઉતરવા માંડે છે. એટલે કે ચિત્ત શાંત થઈને પોતાના આત્માના ચિંતનમાં એકાગ્ર થવા તત્પર થાય છે. અહીંથી ધ્યાન માટેના એટલે કે સમ્યગ્દર્શનરૂપ આત્મઅનુભવી માટેના પ્રયોગની શરૂઆત થવા માંડે ૩. આ પ્રયોગોનો પ્રારંભ થતાં જ, મુમુક્ષુ જીવને એક મહાન ફાયદો એ થયો કે તેનું ચિત્ત બીજે બધેથી હટીને અત્યંત રસપૂર્વક પોતાના ચૈતન્ય ભંડારમાંથી જ શાંતિનું વેદન લેવા પ્રયતનશીલ થયું. શ્રદ્ધા અને જ્ઞાનની બધી જ તાકાતને તેમાં જ રોકી. અનંત તાકાતવાળો આત્મા પોતે જાગીને પોતાને સાધવા તૈયાર થયો. ધ્યાતા બનીને પોતે પોતાને જ ધ્યેયરૂપ કરવા માંડ્યો. આ પ્રયોગની જેટલી ઉગ્રતા એટલો વિકલ્પોનો અભાવ. નિર્વિકલ્પ દશા ઊભી કરવાની આ ૮૮ સાચી રીત છે. ૪. બસ, હવે જીવને એમાં જ ઉપયોગ લગાવીને ચિંતન કરવાનું ગમે છે...એમાં જ મઝા આવે છે. બહારની સામ્રગીમાં કે રાગાદિ ભાવોમાં કદી જે જાતની શાંતિનો સ્વાદ આવ્યો ન હતો, એવો કોઈ નવીન શાંતિનો સ્વાદ ચૈતન્ય ચિંતનમાં તેને આવવા લાગ્યો. ક્યાંથી આવ્યો આ મધુર સ્વાદ? અંદરમાં પોતામાંથી જ તે સ્વાદ આવી રહ્યો છે. જ્યાંથી આ વાદ આવી રહ્યો છે ત્યાં ભરેલી અગાધ શાંતિ તરફ તે મુમુક્ષુ હવે ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. તેને શાંતિનું વદન ચમત્કારિક રીતે વધતું જાય છે ને વિકલ્પો બધા શાંત થઈ જાય છે. ૫. હે આત્મપિપાસુ! આ એક અદ્ભુત કળા છે. આ કળા ફક્ત મુમુક્ષુને જ આવડે છે. બધાનું આ કામ નથી. જેના ફળમાં કલ્પનાતીત આનંદ થાય છે. જુઓ! અત્યારે થોડીક વાર આવી આત્મભાવના કરી તેમાં પણ જગતના બધા સુખ-દુઃખો ભૂલાઈને, તમારા ચિત્તમાં શાંતિના કેવા ભણકારા આવવા લાગ્યા ! આના ઉપરથી જાત અનુભવ વડે તું વિશ્વાસ કર કે જે શાંતિને હું અનુભવવા માંગું છું તે બીજે Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ક્યાંય નથી પણ મારામાં જ છે, ને હું પોતે જ શાંતિ સ્વરૂપ છું. હું પોતે જ આનંદ સ્વરૂપ છું, હું પોતે જ જ્ઞાનસ્વરૂપ છું,હું પોતે જ સુખ સ્વરૂપ છું. બસ, આવો જ આત્મા તે જ ધ્યાનનો વિષય. ‘જેને હું ધ્યાવવા ચાહું છું તે હું જ છું.’ આ ભાવનાનો દૃઢ અભ્યાસ કરવો. ૧૬ અનુભવ પ્રકાશ : ૧. આત્માને શુદ્ધ સ્વરૂપે અનુભવમાં લેવો તે મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. ૨. અશુદ્ધ આત્માના ચિંતનથી દુઃખ પરિપાટી ઊભી થઈ છે. ૩. જીવ પોતાના સહજ શુદ્ધ સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખનો ન શ થાય, આનંદમય પરમપદને પામે. ને શાશ્વત ૪. પરિણામ પોતાને ભૂલી પરમાં એકત્વ માની રહ્યા છે, તે ગુલાંટ ખાઈને સ્વસ્વરૂપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા મુક્તિ સુખ પામે. ૫. પ્રજ્ઞાછીણી વડે રાગને જુદો કરીને તારા ચેતન અંશને પોતાનો જાણ, તો તારો ભગવાન આત્મા તારાથી ગુપ્ત રહેશે નહિ. ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના છે ત્યાંજ ચૈતન્ય ભગવાન છે. બન્નેને જુદાઈ નથી. (જ્યાં ચેતના છે ત્યાં સર્વ ગુણ છે.) ૬. હે ભવ્ય ! તું આ વાત કહેવામાત્ર ન ગ્રહતો, પણ ચિત્તને ચેતનામાં લીન કરી, સ્વાનુભવનો સુખ વિલાસ કરજે. ૭. જ્ઞાનપ્રકાશના કિરણો જ્યાંથી નીકળે છે તે ચૈતન્યસૂર્ય તું છો. તેની ભાવનામાં મગ્ન રહેવું. દ્રવ્યગુણ-પર્યાય ત્રણેયને ચૈતન્યરૂપી અનુભવીને એકરસ કરવા - એકરસ જ છે, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. આ અનુભવમાં અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચ પરમેષ્ઠી જેવો જ હું છું - એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર. ૮. સ્વને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન તો નિજ વાનગી છે. તે નિજ વાનગી ચાખી ચાખીને ઘણા સંતો અજર-અમર થયા છે. ૯. જ્ઞાનપરિણતિ સ્વરૂપ જે આત્મા છે તે આનંદ રસ સહિત છે, એ જ રીતે સર્વ ગુણોના રસનો સ્વાદ તેમાં છે; તે કોઈ અત્યંત મધુર સ્વાદ છે. ૧૦. જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો મહાન રસ ભાસવો એ જ અનુભવની રીત છે. ૧૧. જ્ઞાનપરિણતિ તે આત્મદ્રવ્યની પરિણતિ છે. જુદું કાંઈ નથી. પરિણતિ દ્વારા દ્રવ્યનો જ અનુભવ થાય છે. ૧૨. તેનું નામ જ ‘આત્મપ્રકાશ’ તે જ ‘સ્વભાવ રસ’. તેનું જ નામ ‘અનુભવ પ્રકાશ’. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ૧૭ અનુભવ સ્વરૂપ આત્માની સ્વભાવ શક્તિઓઃ ૧. અનુભવ સ્વરૂપ જ્ઞાનચેતના, ઇન્દ્રિયો સાથે સંબંધ વગરની હોવાથી પરમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હોવા છત સત્તારૂપ છે અને સ્વસંવેદનગમ્ય છે. ૨. બધ પરભાવોથી ભિન્ન અલિપ્ત રહેવારૂપ અને પોતાના અનંત સ્વભાવોને એક સાથે ધારણ કરવારૂપ મહાન વીર્ય-સામર્થ્ય તે ચેતનામાં છે. ૩. આત્માના બધા સ્વધર્મોનો તેણે પોતામાં ધારણ કર્યા હોવાથી પોતે જ વરૂપ છે. ૪. અનંત સ્વગુણમાં વ્યાપીને શોભતી તેની સ્વાધીન પ્રભુતા કોઈ અચિંત્ય છે. ૫. એ અનુભવરૂપ પરિણમતો આત્મા પોતે જ પોતાના કારણ-કાર્યરૂપ છે. બીજું કોઈ કાર્ય હવે તેણે કરવાનું નથી. આત્મા કૃતકૃત્યપણે નિશ્ચિત શોભે છે. ૬. આમા પોતે સ્વાધીનપણે એક ભાવનો અભાવ' કરીને બીજા ભાવરૂપ થાય છે. આવું પરિણમન હોવા છતાં પહેલાં જેવો ભાવરૂપ હતો તેવા ભાવરૂપપણે રહ્યા કરે છે. આવી ત્રિવિધ આત્મશક્તિ છે. (ઉત્પાદ-વ્યય-ધ્રુવતા) ૭. સંપ્રદાનશક્તિ વડે આત્મા પોતાની પરિણતિને પોતાના સ્વરૂપમાં જ સમર્પણ કરે છે. ૮. અધિકરણ સ્વભાવને લીધે આત્મા પોતાના ક્રમ-અક્રમરૂપ સમસ્ત ગુણ-પર્યાય ભાવોનો આધાર એક સાથે થાય છે. એક સાથે ઘણા ગુણ-પર્યાયોને ધારણ કરવા છતાં એક અખંડ રહે છે. ૯. વળી, અનેકપણું પણ આત્માનો સ્વભાવ છે, તેથી અનેક ગુણ-પર્યાયરૂપ તે પોતે જ છે. ૧૦. આમ જ્ઞાની અનંત વિશેષણો સહિત પૂર્ણ વસ્તુનો પોતામાં અનુભવ કરે છે. અનંત ભાવસંપન્ન ગંભીરતા તો સ્વાનુભવમાં છે. તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે. ૧૧. જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો મહાન રસ ભાવો એ જ અનુભવની રીત છે. મારો આત્મરસ અત્યંત મીઠો છે. ૧૨. સ્વમંય વસ્તુ પોતે પોતાના સ્વભાવમાં સુંદર છે, શોભે છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે - તે જ માર્ગ છે. ૧૮ નિજ વૈભવના અવલોકનથી પરમેશ્વર થવાની ભાવના: ૧. સ્વપદને ઓળખી તેમાં રહેવું તે મુશ્કેલ નથી, સુગમ છે; પોતાનું જ સ્વરૂપ હોવાથી તે સહજ છે. શરીરાદિ પરપદ અચેતન જડ, તે રૂપે હું છું – એમ પરપદરૂપે પોતાને માની માનીને અનંત કાળથી થાક્યો, છતાં તે પરસ્પરૂપે થયો નહિ, ચેતનરૂપ જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતું નથી. ૨. પરભાવો હું નથી, પણ તેમાં સર્વત્ર જે ચેતનભાવ વસી રહ્યો છે તે મારું નિજસ્વરૂપ છે. ચેતનભાવ Page #501 -------------------------------------------------------------------------- ________________ અનાદિ અનંત એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. આ શુદ્ધ ચેતના થઈ. ચેતનાનું ચેતનપણું ઓળખતો રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે. તે જ્ઞાતા-દષ્ટા જીવ અનુભવમાં આવે છે. ૩. અહો! એ અનુભવની શી વાત ! અતીન્દ્રિય આનંદરૂપ એનો પ્રકાશ છે. જ્ઞાનચેતના શુદ્ધ થતાં હવે હું જાગ્યો...મોહભાવ ભાગ્યો. હું મારા સ્વરૂપ હાથી ઉપર આરૂઢ થયો. અનુભવમાં આવું વેદન છે પણ વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી. આત્મપરિણમન જ તેવું વર્તે છે. ૪. ત્યાં તે પરિણમતો આત્મા પોતે જ સાધ્ય-સાધક અભેદ છે. અનુભૂતિમાં દ્રવ્ય- ગુણ-પર્યાય ત્રણેય સ્વભાવજાતિરૂપ થવાથી એકપણે અનુભવાય છે. સ્વભાવ સંગથીને રંગથી સમ્યકત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતાને પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ કરે છે. સ્વભાવનો એક અંશ પણ પૂર્ણ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, કેમ કે તે અંશ-અંશીથી અભેદ છે. નાનકડું જ્ઞાન તે કાંઈ રાગનો અંશ નથી, તે પૂર્ણ જ્ઞાનનો અંશ છે, પૂર્ણ જ્ઞાન તે જ રૂપે પરિણમ્યું છે. ૫. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાગ્યો. અનાદિથી પરસમય થતો હતો તે હવે સ્વસમયરૂપ પરિણમવા લાગ્યો. શુદ્ધ તત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગ વડે થાય છે. તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે. અહા ! કેવળજ્ઞાનનો તે નાનો ભાઈ છે, લઘુનંદન છે. આવા નિજ વૈભવના અવલોકનથી આત્માનો અનુભવ થાય છે -પરમેશ્વર થવાની આ ભાવના છે. ૧૯ સાતિશય ઉપયોગ આત્માને સાધે છે: ૧. સામાન્ય રીતે જીવત્રણ પ્રકારના શુભોપયોગમાં હોય છે. ક્રિયારૂપ, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી ભક્તિરૂપ, શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના વિચાર અને ગુણ-ગુણીના ભેદરૂપ ભેદજ્ઞાનના અભ્યાસરૂપ. હવે આ ત્રણે પ્રકારના શુભ વિકલ્પના રસમાં જ રોકાઈ રહે, ઉપયોગને વિકલ્પથી અધિક ન કરે, વિકલ્પથી જુદું ચૈતન્ય સ્વરૂપ લક્ષગત ન કરે તો એવા જીવના શુભોપયોગમ, કોઈ સાતિશયતા નથી. આ શુભોપયોગમાં ઉપયોગ બળવાન નથી. ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે. તેમાં એકાકાર વર્તી રહ્યો છે. તેથી અનુભવનું કાર્ય થતું નથી. ૨. ઉપયોગમાં સાતિશયપણું આવ્યા વગર પોતાના સ્વભાવને સાધી શકે નહિ. એ ધ્યાન રાખવું કે ‘શુભ ઉપયોગમાં તેમાંથી સાધકપણે ઉપયોગમાં છે “શુભ'માં નહિ. શુભ રાગ અને ઉપયોગ બન્ને ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેમાં ઉપયોગ જ્યારે રાગ કરતાં બળવાન હોય તેને સાતિશય કહીએ છીએ. ૩. શુભોપયોગ વખતે જો ઉપયોગ સ્વરૂપ આત્મા “લક્ષગત” વર્તતો હોય એટલે કે ઉપયોગની અધિકતા ને શુભ રાગથી ભિન્નતાણું લક્ષ વર્તતું હોય તો તે શુભોપયોગ સાતિશય છે. સમ્યકત્વરાથે તે સંબંધવાળો છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ૪. આ સાતિશય ઉપયોગનું બળ એવું છે કે રાગથી પોતે જુદો પડીને, તેનાથી આઘો ઊડે ઊંડે જઈને પોતાના સમ્યક સ્વભાવને પકડી લેશે, તે શુભ રાગમાં અટકી નહિ રહે. ૫. આવો બળવાન સાતિશય ઉપયોગ આત્માને સાધે છે. સમ્યકત્વ કરાવે છે. આત્મઅનુભવ કરાવે છે. આવા સ્વાનુભવની આ ભાવના છે. ૨૦“અનુભવ મારગ મોક્ષકા.... અનુભવ મોક્ષ સ્વરૂપ”: ૧. આત્માનો પરમ પ્રેમે કરીને અપાર અચિંત્ય મહિમા જાણતાં ઉપયોગ આત્મસન્મુખ થયો ત્યારે સ્વાનુભવ થયો. તેમાં નિર્વિકલ્પતા છે. આવી દશામાં સમ્યકત્વ ઉપન્યું. અપૂર્વ મહા આનંદ થયો. સર્વ ગુણનો મીઠો રસ આ અનુભવમાં સમાઈ જાય છે. નિર્વિકલ્પ સ્વાનુભવરસની ધારા વધતાં મોક્ષ પ્રગટે છે. ૨. હે ભવ્ય ! તું એક વાત સાંભળ! તું હવે સ્વાનુભવ કરી લે. સ્વાનુભવ તે સ્વસમય છે, તે જ જીવનું જીવન છે. અનુભવમાં જ શાંતિ છે. તેમાં જ તૃમિ છે. તે જ મોક્ષમાર્ગ છે ૩. સ્વાનુભવ જેવું સન્માન બીજાં કાંઈ નથી. એ સ્વાધીનપણે કરાતું સત્કાર્ય છે. તે અત્યંત સુંદર છે. ૪. વાહ રે વાહ! તું જો તો ખરો, વિચાર તો ખરો કે જે સ્વાનુભવની ચર્ચામાં તને આવી મજા આવે છે તે સ્વાનુભવનો સાક્ષાત આનંદ કેવો મજાનો હશે !! આવો સ્વાનુભવ શીઘ કર. અને સ્વાનુભવ કરીને એ અનુભવનો ઉદ્યમ રાખ્યા કર. ૫. મતિ-શ્રુતજ્ઞાનની સ્વસમ્મુખ ધારા વધતાં સ્વસંવેદનરસ વધતો જાય છે, આ રીતે સ્વાનુભવ તે અનંતસુખનું મૂળ છે. ૬. સ્વાનુભૂતિમાં સિદ્ધ પરમાત્મા અને આત્મા વચ્ચે કોઈ જ તફાવત દેખાતો નથી. ૭. સ્વાનુભવથી ઊચું પદ જગતમાં કોઈ નથી, એના જેવું ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી. સ્વાનુભવનો મહિમા અનંત છે. સ્વાનુભવનો આનંદ સિદ્ધ ભગવાન જેવો છે. પરમેશ્વરના અનંત ગુણની જે વિશેષતા છે તે બધી વિશેષતા અનુભવમાં સિદ્ધ થઈ જાય છે. બાવા સ્વાનુભવની ભાવના નિરંતર ભાવવી જોઈએ. સાર અધ્યાત્મ ધારા : બધી બાજુથી નિશ્ચિત થઈને કોલાહલ રહિત નિર્વિદન સ્થળમાં શાંતિથી બેસીને, દઢ નિશ્ચય કરો કે નિજાત્માને ભૂલીને હું દુઃખી છું અને તેની ઓળખાણ-અનુભવ કરીને હું મારું સુખ પ્રગટ કરી શકું છું. થોડાક બિંદુઓ પર દ્રવ્યદૃષ્ટિથી ગંભીરતાપૂર્વક અંતર્મુખી ચિંતન કરવા જેવું છે, ભાવના કરવા જેવી છે. ૧. હું જ્ઞાયક સમસ્ત શેયોથી અત્યંત ભિન્ન અને અપ્રભાવી શાશ્વત દ્રવ્ય છું. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ૨. સંયોગ અને સંયોગીભાવ બન્નેનો મારામાં ત્રિકાળ અભાવ છે. ૩. રાગાદિ ભાવોનો કર્તા અસ્થિરતા છે, હું નથી, હું તો માત્ર જ્ઞાતા છું. ૪. મારું સર્વસ્વ મારામાં છે, બહાર નથી. ૫. મારું કર્યત્વ મારામાં છે, બહાર નથી. ૬. મારું કર્તૃત્વ મારામાં છે, અન્યમાં નથી. ૭. હું તો ત્રિકાળ અભૂત, અનુપમ, અનંત પ્રભુતાથી સંપન્ન છું. ૮. હું માત્ર ચૈતન્ય છું, જડનથી. ૯. પરથી મારું એકત્વ થયું નથી, છે પણ નહિ અને થશે પણ નહિ. ૧૦. સંસારથી મુક્ત થવું શું? અનાદિથી મુક્ત જ છું. ૧૧. સંપૂર્ણ જગતનું પરિણમન સ્વતંત્ર છે, પછી મારું કર્તવ્ય શું? ૧૨. જડ શરીરનું પ્રાપ્ત થવું એ મારો જન્મ નથી અને છૂટી જવું એ મારું મૃત્યુ નથી. ૧૩. ઉત્પાદ-વ્યય જ મારું જન્મ-મરણ છે, તે પણ માત્ર પર્યાયનું, મારું નહિ. હું તો ધ્રુવ તત્ત્વ છું. ૧૪. હું તો અજર, અમર, જ્ઞાનાનંદ સ્વભાવી છું. ૧૫. અરિહંત અને સિદ્ધોની જેમ હમણાં પણ હું તો સુખસ્વભાવી છું..., “શરણા_ ૧૬. પર્યાયને જો સુખ પ્રગટ કરવું હોય તો મારું શરણ લે, અન્યથા પરના શસાથી દુઃખી જ છે. ૧૭. નરક, નિગોદમાં મને કોઈ નુકસાન નથી, સ્વર્ગમાં કોઈ લાભ નથી. ૧૮. હું તો એવી ચમત્કારી વસ્તુ છું જેનું ક્યારેય પણ કાંઈ બગડતું નથી. ૧૯. હું શાશ્વત અનંત સુખથી પરિપૂર્ણ ભરેલો પરમાત્મા છું. ૨૦. મારો સ્વભાવ જ્ઞાન છે, તથા જ્ઞાનનો સ્વભાવ મને જ જાણવો છે. ૨૧. ખરેખર તો હું મને જ સદાકાળ જાણવામાં, અનુભવમાં આવી રહ્યો છું. ૨૨. ઇન્દ્રિયજ્ઞાન વાસ્તવમાં જ્ઞાન નથી, જોય છે. ૨૩. ઈન્દ્રિયજ્ઞાન કર્મકૃત છે, હું અકૃત્રિમ છું. ૨૪. ઈન્દ્રિયજ્ઞાન પરાધીન છે, હું સ્વાધીન છું. ૨૫. ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, હું સુખરૂપ છું. ૨૬. ઈન્દ્રિયજ્ઞાન વિનાશી છે, હું અવિનાશી છું. ૨૭. ઇન્દ્રિયજ્ઞાન મારું સ્વરૂપ નથી, કારણ કે હું તો અતીન્દ્રિય છું. ૨૮. જગતમાં મારા માટે મારાથી અદ્ભૂત ચમત્કારી નિધિ બીજી કોઈ નથી. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ૨૯. હું ભગવાનનું શરણ શા માટે લઉં ? ત્યાં શું મળશે ? હું સ્વયં પરિપૂર્ણ છું. ૩૦. હું મારા શરણમાં જ રહું એમાં જ મારું ભલું છે. ૩૧. મને દુઃખી થવાનો માત્ર ભ્રમ છે, હું દુઃખી થયો નથી અને થઈ શકતો નથી. ૩૨. વિશ્વની બધી જ શક્તિઓ મળીને મારું ભલું કે બુરું કરી શકતી નથી. ૩૩. મારું કોઈ પૂજ્ય નથી, હું જ મને પૂજ્ય છું. ૩૪. અરિહંત, સિદ્ધ પૂજ્ય છે તો હું પરમ પૂજ્ય છું. ૩૫. હું અનંત ગુણમયી, અભેદ, એકરૂપ ચૈતન્યપિંડ છું. ૩૬. જગતમાં મારું કોઈ નથી, હું કોઈનો નથી, માત્ર હું જ મારો છું. ૩૭. પ્રત્યેક દ્રવ્યની પર્યાય તેના સ્વકાળે સ્વતંત્ર થાય છે, તો પછી હું કોઈનું શું કરું ? કર્તૃત્વનો બોજો ફેંકી દેવામાં જ નિર્ભરતા (નિરાકુળતા) છે. ૩૮. કાંઈ પણ જાણવાની, કરવાની ઉત્સુકતા આકુળતાની જનેતા છે. ૩૯. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એ ધારા સહજ ચાલવી જોઈએ. ૪૦. સમકિતની તે મુક્તિની પર્યાય પોતાના યોગ્ય સમયે સ્વયં પ્રગટ થશે. ૪૧. હું જ ધ્યાતા, ધ્યેય.... હું જ ધ્યાન છું, હું જ જ્ઞાતા, શેય... ૪૨. હું નિશ્ચય નયથી શુદ્ધ નથી, પ્રત્યક્ષ સ્વભાવથી જ શુદ્ધ છું. ૪૩. હું ત્રિકાળ સત્ અર્થાત્ સ્વતંત્ર અને અવિનાશી છું. ૪૪. સ્વાનુભૂતિ જ ધર્મ છે. બહિર્મુખતા તો અધર્મ છે, આસ્રવ છે. ૪૫. હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું - આ વિચારવું શું ? એમાં જામી જવું જોઈએ. ૪૬. ગમે તેવા પરિણામ હોય તો ય શું ? હું તો અપરિણામી છું. ૪૭. આત્મજ્ઞાન જ જ્ઞાન છે, અન્ય જ્ઞાન અજ્ઞાન છે. ..હું જ જ્ઞાન છું. ૪૮. સંયોગ, સંયોગમાં છે, હું મારામાં છું. બન્ને વચ્ચે વજ્ર જેવી દિવાલ છે. ૪૯. બધા જ દ્રવ્ય સત્, બધા જ ગુણ સત્, બધી જ પર્યાય સત્. તો પછી મારે કોઈનું શું કરવું ? ૫૦. હું પરમાત્મા હતો, પરમાત્મા છું અને પરમાત્મા જ રહીશ.....! Οι ઉપર જણાવેલ ભાવનાથી, ચિંતવનથી અંતર્મુખી ચિંતન ધારામાં સ્વરૂપની મહિમાનું બળ દિન પ્રતિદિન વધતું જશે. તેના ફળસ્વરૂપે કાળાંતરે શીઘ્ર જ સ્વાનુભૂતિની દશા પ્રગટશે. પામરતાનો અંત પર્યાયમાં થઈ પરમાત્મા બની જઈશ. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ - સ્વાનુભૂતિ ૧. માંગલિક : સમયસાર ટીકા - કળશ ૧. नमः समयसाराय स्वानुभूत्या चकासते। चितस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ॥ શ્લોકાર્થ : નમ: સમયRા ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ તેમાં સાર જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા તેને મારા નમસ્કાર હો. તે કેવો છે? માવાય શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. વળી તે કેવો છે? વિતરૂમાવી જેનો સ્વભાવ ચેતનાગુણ છે. વળી તે કેવો છે? સ્વાનુમૂલ્યા જાતે પોતાની જ અનુભવરૂપ (સ્વાનુભૂતિ) ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતે જ પોતાથી જાણે છે, પ્રગટ કરે છે. વળી તે કેવો છે? સર્વમાવાન્ત છિદ્દે પોતાથી અન્ય સર્વ જીવાજીવ ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્ર-કાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત (ગુણ-પર્યાયો સહિત) એક જ સમયે જાણનારો છે. વિશેષાર્થ અહીં ઇષ્ટદેવને નમસ્કાર કર્યા છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા ચૈતન્યમુર્તિ તે પોતે જ ઇષ્ટદેવ છે. તેને નમઃ એટલે તેને નમું છું, તેમાં ઢળું છું, તેનો સત્કાર કરું છું, તેનું શરણું સ્વીકારું છું. ધ્રુવ આત્માની સન્મુખ થઈને નમન કરતી પર્યાય છે. વસ્તુ ધ્રુવ છે. સમય શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થો જાણવા. તેમાં સાર કહેતાં ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય. ત્રિકાળી શુદ્ધાત્મા ઉપાદેય છે. આ પોતાની વાત છે. ત્રિકાળી ઉપાદેય છે? કોને? તો કહે છે કે પર્યાયને. (પર્યાયમાં ધ્રુવ આત્મા એક જ ઉપાદેય છે.) પર્યાયમાં તેનો સ્વીકાર કર્યો એ જ તેને નમસ્કાર છે. - સાર એટલે હિતકારી અને સંસાર અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું અને અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થ - પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને સંસારી. જીવને જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને તેનું સ્વરૂપ જાણનાર જીવને પણ જ્ઞાન અને સુખ નથી. પરને જાણે તેને જ્ઞાન-સુખ ક્યાંથી હોય?તે જ્ઞાન આત્મસાધક જ્ઞાન ક્યાં છે? પરને જાણતાં - એમાં સંસારી જીવને જાણતાં, એમ કહેતાં સિદ્ધને જાણતાં એમ પણ ગૌણપણે આવી જાય છે. (નિશ્ચયથી જીવ પોતાને જાણે ત્યારે તેણે સિદ્ધને જાણ્યા એમ વ્યવહારે કહેવાય, જે આત્મજ્ઞ એ સર્વજ્ઞ.) સિદ્ધને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને Page #506 -------------------------------------------------------------------------- ________________ ४८४ સુખ થાય. પરવસ્તુને જાણતાં જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતર આત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય છે. આમ વાત છે. જે ત્રિકાળ શુદ્ધ જીવ છે, તેને જાણતાં પર્યાયમાં જ્ઞાન અને સુખ થાય. આનંદનો અનુભવ થાય. આનું નામ છે “સ્વાનુભૂતિ'. પરને, નિમિત્તને કે રાગને જાણતાં કાંઇ સુખ થાય નહિ, પરંતુ દુઃખ જ થાય. પરને જાણતાં સાચું જ્ઞાન અને સુખ થાય નહિ. સ્વના આશ્રયે થાય તે “સમ્યજ્ઞાન” છે. પર્યાય પરની હો કે સ્વની હોય, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. જે ત્રિકળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન આત્મા, કેવળીઓએ જેવો જોયો અને જાણ્યો - એવા ભગવાન આત્માને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં, પર્યાયમાં જ્ઞાન સમ થાય અને આનંદ પ્રગટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. આ જ અનુભવની - સુખની પ્રક્રિયા છે. સુખ એ અનુભવ સ્વરૂપ છે. સુખાનુભૂતિ એ જ સ્વાનુભૂતિ છે. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવ તે જ ઉપાદેય છે. પર્યાય જ્યારે એની પ્રતીત કરી લો કરે છે ત્યારે અનુભવ થાય છે. નિશ્ચયથી સ્વાનુભૂતિની પર્યાય, સંવર-નિર્જરાની પર્યાય અને મોક્ષની પર્યાય પણ પર્યાય હોવાથી હેય છે. ફક્ત ધ્રુવ આત્મા જ ઉપાદેય છે. પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા (દ્રવ્ય સ્વભાવ) તે પૂર્ણાનંદનો નાથ છે. એ અનંત સુખનો ધામ છે. પર્યાય તરફના વલણને - લક્ષને છોડીને એક સમયની પર્યાય અને રાગની પર્યાયથી ભિન્ન એવા ભગવાન આત્માનો આશ્રય કરવો - એને ઉપાદેય કરવો – એ એને નમસ્કાર છે. | પર)ભગવાનને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે, રાગ છે એ કાંઈ ધર્મ નથી. આત્માનુભૂતિ' એ ધર્મ છે, સુખ છે. આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધ આત્મસ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધી છે. સંસારી જીવ શુદ્ધ જીવનું (પર-અહંતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યજ્ઞાન છે એમ નથી. પોતે ત્રિકાળી ધ્રુવશુદ્ધ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સાચું સુખ થાય, ત્યારે તેને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનશાંતિ થાય. ‘સ્વાનુભૂતિ' એ જ સુખ - શાંતિની સ્થિતિ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્ર એ ત્રણેની એકતાથી મોક્ષમાર્ગ બને છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં મોક્ષમાર્ગ એક જ છે. એ મોક્ષમાર્ગની પ્રરૂપણા નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવી છે. પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ - એનો પર્યાયમાં આદર કર્યો, ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયેિ સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય, દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્ય ગુણથી પ્રકાશતું નથી કારણ કે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે, પ્રગટ થાય છે, પ્રસિદ્ધ થાય Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ આવો માર્ગ છે વીતરાગનો. તારે લગની લગાડવી હોય તો દ્રવ્ય સાથે લગાડ. આ સિવાય બીજે ક્યાંય સુખ કે શાંતિ છે નહિ. પૈસામાં, બૈરી-છોકરામાં, મોટા હજીરા, રાગમાં વગેરેમાં ક્યાંય સુખ નથી. તો કોઈ એમ કહે કે સુખના નિમિત્ત તો છે ને ? શાના નિમિત્ત? એ તો બધા દુઃખના નિમિત્ત છે. અહા ! આ બધા મહા પુણ્યના ઉદયથી જૈન કુળમાં જન્મયા અને કોઇ ને કોઇ પ્રકારે ધર્મના નામે જુદી જુદી વિધિઓ અંગીકાર પણ કરે છે પણ તેમને ખબર નથી કે જૈન શું કહેવાય ? જૈન કોઈ સંપ્રદાય કે વાડો નથી. કોઈ ગચ્છ કે મત નથી. અનંત ગુણસ્વરૂપ, જે શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્મા તેને પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે - સ્વાનુભૂતિ કરે તેણે રાગને અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. નિશ્ચયથી આ સ્વરૂપ છે. ધર્મની શરૂઆત આ અનુભૂતિની પ્રથમ ક્ષણથી થાય છે. હવે જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે તે ચાર બોલથી સંક્ષેપમાં સમજાવે છે. ૧. “ભાવાય': કહેતાં શુદ્ધ સત્તારૂપ વસ્તુ છે, કોઈ કલ્પના નથી. દ્રવ્ય છે, વસ્તુ છે. અનંત ગુણોના સમુહને દ્રવ્ય કહે છે. જે અનંત ગુણો વસ્યા છે, તે શુદ્ધ છે. આ રીતે તેનું શુદ્ધપણું ઘટે છે. ૨. ‘ચિત્તસ્વભાવાય': પોતે શુદ્ધાત્મા, તેનો સ્વભાવ ચૈતન્યમય - ચેતના ગુણસ્વરૂપ - જ્ઞાનચેતના દર્શનચેતના જાણવું - દેખવું એવા ગુણસ્વરૂપ ભગવાન આત્મા છે. અનંત શક્તિઓનો પિંડ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એ મુખ્ય ગુણો છે એવા અનંત ગુણોનો પિંડ છે. શુદ્ધાત્મા જડ સ્વરૂપ નથી. એ તો ચૈતન્યનો અખંડપિંડ છે. ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ...' એવું જેનું સ્વરૂપ છે. ૩. “સ્વાનુભૂલ્યા ચકાસત': ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી - સ્વને અનુસરીને થતી પરિણતિથી - શુદ્ધ ચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભૂતિરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે ? નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય? પર્યાયને, દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે. પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે. આનંદનો અનુભવ પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનની સાથે આનંદ અવિનાભાવી હોય જ છે. આત્મામાં એક પ્રકાશ' નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે. પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમ્યગ્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. સમ્યગ્દર્શન તો પ્રતીતિરૂપ છે પણ તે કાળે મતિ-શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે. (વેદનની અપેક્ષાએ વાત છે) પરમાર્થ વસ્તુ જ આવી છે. પોતે પોતાથી જણાય એવી Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ચીજ છે. પોતાનો પોતાથી અનુભવ થાય છે. તે સ્વાનુભૂતિ' છે. હવે આ ત્રણ શબ્દોમાં ‘ભાવાય’ એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ-દ્રવ્ય; અને ‘ચિત્ત સ્વભાવાય” કહેતાં ગુણ એટલે જ્ઞાન-દર્શન જેનો સ્વભાવ છે તે અને ‘સ્વાનુભૂલ્યા ચકાસત અને અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે સિદ્ધ થયા. આ રીતે આત્માનું સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે એમ સિદ્ધ થયું. અને “સ્વાનુભૂતિ' એ ત્રણેની એકતાથી થાય છે. ૪. “સર્વ ભાવાન્તરચ્છિદ : હવે મોક્ષસ્વરૂપ અસ્તિની વાત કરે છે. પૂર્ણતાની વાત કરે છે. પોતાના ભાવથી અનેરાં સર્વ જીવ-અજીવ (ચરાચર) ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિર રહેનાર), સર્વ પદાર્થોને સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ વિશેષોથી સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરાં ભાવોને એટલે એકેક દ્રવ્યના અનંત ગુણો અને એકેક ગુણની અનંત પર્યાયો સહિત એક જ સમયે જાણનાર છે. આમ આ આત્મા પૂર્ણ જ્ઞાનદશામાં સર્વજ્ઞ સ્વભાવ છે. અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને ખડે છે. પોતાની બાદશાહી શક્તિની તને ખબર નથી ! પોતે બાદશાહ ! હા ભાઈ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો તે સ્વરૂપે જે સ્વીકાર કરે – તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખરૂપ પર્યાય પ્રગટે છે. તે ‘સ્વાનુભૂતિ છે. જેનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલેને તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમ જ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યવ, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમ પુરુષ, નિરાબાધ, સિદ્ધ, શુદ્ધાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અહંત, જિન, આમ, ભગવાન, સમયસાર ઇત્યાદિહજારોનામોથી કહો, તે સર્વનામો કથંચિત સત્યાર્થ છે. આવું છે ભગવાન આત્માનું, વસ્તુનું, જૈનદર્શનનું સ્વરૂપ! આત્માનુભૂતિ : વ્યાખ્યા સમ્યકત્વની સંપ્રાપ્તિ માટે અંતસ્તત્ત્વોન્મુખી સ્થિતિ થવી આવશ્યક છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આત્મનુભૂતિ એ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે. પોતાના આત્માની અનુભૂતિ જ સ્વાનુભૂતિ છે. વેદનપૂર્વક જાણકારી અનુભૂતિ છે. તેના સાથે આનંદરસ તેનું લક્ષણ છે. એક માત્ર નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ સાર છે. આત્માનુભૂતિ સર્વ ધર્મનો સાર છે. એનાથી ધર્મનો પ્રારંભ થાય છે અને ધર્મની પૂર્ણતા આત્માની પૂર્ણ દશા પ્રગટ થવી એની પૂર્ણતામાં જ રહેલી છે. અર્થાત્ અનંત આત્મલીનતાની દશા જ ધર્મની પૂર્ણતા છે. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ અન્તરો—ખવૃત્તિ વડે આત્મસાક્ષાત્કાર અવસ્થાનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટજ્ઞાનની પર્યાયને પરથી હટાવી સ્વતત્વમાં લગાવી દેવું એ જ આત્મસાક્ષાત્કારની અવસ્થા છે અખંડ ત્રિકાળી ચૈતન્યધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં, તેમાં લીનતા થતાં, તેમાં સ્થિરતા થતાં આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. આત્મધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન સ્વાશ્રયથી જ ઉદભવેલું શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે. અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત ગુણોયુક્ત છે. અને એક એક ગુણમાં અનંત સામર્થ્ય ભરેલું છે. એવા અદ્ભુત વૈભવવાળા - મહિમાવંત આત્માનો મહિમા આવે ત્યારે પરિણતિ સ્વાશ્રય તરફ ઝૂકે, લીન થાય ત્રિકાળી ધ્રુવની સન્મુખતાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા સાથે સંધિ કરતાં, આત્મસન્મુખ થતાં જ્ઞાનનો પર્યાય એક અખંડ અભેદ ચૈતન્ય નિજદ્રવ્યમાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે. સ્વભાવ સન્મુખ થવાથી અને તેમાં એકાગ્રતા કરવાથી એક સાથે અનંત ગુણોનું પરિણમન શરૂ થાય છે. આવા સ્વસંવેદનપૂર્વક આત્માનો અચિંત્ય વૈભવ ખૂલી જાય છે. આત્મવસ્તુ વિકલ્પના વિજ્ય રહિત સૂક્ષ્મ અવ્યક્તવ્ય છે. જ્ઞાયક આત્મા નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે. ધ્યાનની સાદી પરિભાષા આ પ્રમાણે છે : જ્ઞાન એટલે જાણવું અને સતત જાણતાં રહેવું તેનું નામ ધ્યાન છે. જૈનદર્શનમાં આ બે શબ્દો જ્ઞાન અને ધ્યાન આગળ આત્મા શબ્દ જોડાયેલો જ છે. અને ધર્મ શબ્દની સાથે પણ એ જ વસ્તુ છે. તેથી જ્યાં જ્ઞાન, ધ્યાન, ધર્મની વાત આવે ત્યાં આત્મજ્ઞાન, આત્મધ્યાન અને આત્મધર્મ સમજી લેવું. આ આત્મધ્યાનનો વિષય “અખંડ એક આત્મવસ્તુ છે. આવો અવ્યક્ત જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે. અને તેમાં એકાગ્ર થતાં સ્વાનુભૂતિ સાથે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે “આમાં સદા રતિવંત બન, આમાં સદા સંતુષ્ટ રહે; આમાં જ તું તૃત બન, ઉત્તમ સુખ તેથી ઉપજે તને.” આ સમ્યકત્વની અથવા સ્વાનુભૂતિની બહુ જ સરસ વાત છે. જે લક્ષગત કરવાથી જન્મ-મરણનું ચક્રમટી જાય એવી આ અલૌકિક વાત છે. આ સ્વાનુભવ કળા જ સંસાર સમુદ્રથી તરવાની-પાર ઉતરવાની કળા છે. સ્વાનુભવના બળથી જીવને કેવળજ્ઞાનની એવી મહાવિદ્યા પ્રગટ થાય છે જેમાં જગતની બધી જ વિદ્યાઓનું જ્ઞાન આવી જાય છે. ૩. સ્વાનુભૂતિનું લક્ષણ અને મહિમા : वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ આત્મ પદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી મન આરામ પામે છે એટલે બધા જ વિકલ્પો સમાપ્ત થાય છે અને ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप ।अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ અનુભવ ચિંતામણિ (મનોવાંછિત પદાર્થ આપનાર) રત્ન સમાન છે, અનુભવ શાંતિરસનો કૂવો છે, અનુભવ મોક્ષનો માર્ગ છે, અનુભવ એ જ મોક્ષનું સ્વરૂપ છે. અનુભવના રસને જગતના જ્ઞાનીઓ : રસાયણ કહે છે. અનુભવનો અભ્યાસ એક તીર્થભૂમિ છે, અનુભવનો આનંદ કામધેનુ અને ચિત્રાવલી સમાન છે એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે અને પરમપદમાં પ્રેમ જોડે છે, એના જેવો બીજો કોઈ ધર્મ નથી. સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે તેથી એમના દષ્ટાંત આપ્યા છે, પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે. એનો મહિમા અલૌકિક છે. ૪. સ્વાનુભૂતિ થઈ નથી તેનું કારણ શું? ૧. આત્માનો નિર્ણય યથાર્થપણે થયો નથી. આત્માને જાણવાની વિધિ બહુ સૂક્ષ્મ છે. ૨. આત્માની યથાર્થ શ્રદ્ધા થાય તો સ્વાનુભૂતિ થાય. આત્માની ભીતર જવાની વિધિ બહુ સૂક્ષ્મ છે. એ વિધની યોગ્ય ખબર નથી. ૩. એ પ્રાપ્ત કરવા જે રુચિ ઉપડવી જોઈએ – એ માટે જે મન લાગવું જોઈએ એવો પ્રબળ અને સત્ય - પુરુષાર્થ થયો નથી. ૪. ધ્રુવ દ્રવ્યનો વિશ્વાસ નથી આવ્યો - એને દષ્ટિનો વિષય નથી બનાવ્યો. પર્યાયથી જ કામ થશે એમ ભૂલથી માની લીધું છે. પર્યાયને જ સર્વસ્વ માની એની જ પુરુષાર્થ થઈ રહ્યો છે. પર્યાય પર જ દષ્ટિ છે. પરમાં પોતાના સુખની માન્યતા, સંયોગોને સુધારવાનો અનાદિ કાળનો મિથ્યા પ્રયાસ, સંયોગો પર સુખ-દુઃખના આધારનો ભ્રમ, દેહથી આત્મા ભિન્ન છે એ શ્રદ્ધા આવતી નથી. ૫. લાંબા કાળ સુધી અમુક વસ્તુઓનું યંત્રવત્ પુનરાવર્તન કર્યા કરવાથી એટલે શંકા થાય છે કે હજી પરિણામ કેમ આવ્યું નહિ? આના લીધે ધીરજ તૂટી જાય, હિમત છૂટી જાય - વિશ્વાસ લાંબો સમય ટકતો નથી. ઊધા પુરુષાર્થનું આ પરિણામ છે. ૬. આ કાર્ય કરતાં કરતાં, આ મનુષ્ય ભવનું અલ્પ આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે કાર્ય થાય નહિ. ફરીથી શરૂઆત કરવી પડે. ૭. કળ તરફ જાય એવી દ્રવ્યદષ્ટિ બનાવી નથી. દ્રવ્યને દૃષ્ટિનો વિષય બનાવ્યો નથી. પરથી દષ્ટિ હટે અને સ્વ તરફ જાય તો કામ થાય એ વાત સમજમાં આવી નથી. આવા બધા કારણો પર વિશેષ વિચાર કરવો. ૫. સ્વાનુભૂતિની પ્રયોગાત્મક વિધિ : ૧. પ્રથમ આત્માને (સ્વરૂપની સ્થિતિ) સમજવા સંપૂર્ણ યોજના કરવી પડે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ ૨. આત્માનું સ્વરૂપ એવું છે કે “આત્મા’ કહેવાથી ન સમજાય. જુદી જુદી અપેક્ષાએ-નય-નિક્ષેપ પ્રમાણથી સમજવું પડે. આત્માનો યથાર્થ જ્ઞાન ગુરુગમે પ્રાપ્ત કરવો પડે. ચિંતન-મનન-ઊંડાણપૂર્વક વિચાર અને છેવટે યથાર્થ નિર્ણય થવો જોઈએ. ૪. આ સંપૂર્ણ વાત પ્રથમ આગમ પ્રમાણથી જાણી શકાય. ‘આ’ એટલે અરિહંત દેવ આપ્તપુરુષ, “ગ” એટલે ગુરુ - આચાર્ય. “મ” એટલે પ્રત્યક્ષ સગુરુ એનો મર્મ સમજાવે. આ રીતે બધા પદાર્થોનો અભ્યાસ એટલે આગમ. ૫. હવે અધ્યાત્મના ક્ષેત્રમાં આવીએ....! અધ્યાત્મ : શુદ્ધ આત્માની સન્મુખ થઈ તેનો અભ્યાસ કરવો. જ્ઞાન, શ્રા, વીર્ય, ચારિત્ર બધાં જ આવી જાય. પરમ અધ્યાત્મ : આત્માની અનુભૂતિ-સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન. સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ : આત્મસાક્ષાત્કાર-કેવળજ્ઞાન-મુક્તિ. સિદ્ધ અવસ્થા-અનંત અક્ષય સુખની પ્રાપ્તિ. ૬. આ અનુભૂતિનો ક્રમ પાંચ પ’થી સમજીએ. ૧) પ્રમોદ ૨) પરિચય ૩) પ્રીતિ ૪) પ્રવૃત્તિ ૫) પ્રાપ્તિ. સ્વરૂપના અનુભવની પ્રાપ્તિનો આ સર્વ માન્ય ક્રમ છે. ૭. ૧) જ્ઞાનઃ સ્વ અને પરનું જ્ઞાન - નિશ્ચય અને વ્યવહાર. ૨) શ્રદ્ધા શુદ્ધ આત્મા જ પૂર્ણ છે, પવિત્ર છે. સમ્યક એકાંત-નિર્વિકલ્પ નિશ્ચય અને એ જધ્યેય. ૩) ચારિત્ર આત્મામાં જોડાવું, રમણતા, સ્થિરતા. ૪) વીર્ય આત્મામાં જોર લગાવવું. સ્વ-પરનો વિવેકઃ ૧) મેં (હું) શુદ્ધાત્મા - સમ્યગ્દર્શનનો વિષય. ૨) મેરે (મારા) અનંત ગુણ - અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ. ૩) મેરી (મારી) : નિર્મળ પર્યાય - વીતરાગતા. આ થઈ આપણી પોતાની મિલકત (સ્વભાવ) ૪) મા (અમારી) : વિકારી ભાવ - રાગાદિ ભાવ - ઇન્દ્રિય જ્ઞાન - પુણ્ય ભાવ. આ થયો વિભાવ. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ૫) તુમ (તમે) કુટુંબ પરિવાર - પંચ પરમેષ્ઠી. ૬) તે (તે) શેય પદાર્થો. ૭) વદ (તે બધા) જે દષ્ટિમાન નથી તે બધા પદાર્થ. અ થઈ બધી પડોશીની મિલકત, આ રીતે સ્વ-પરનો વિવેક કરવાથી ભેદજ્ઞાન થાય છે. ૯. હવે એકદેશ ઉપયોગને શુદ્ધ કરી જાણન દશા વડે જાણો. ૧ એકમાં સ્વામી એક જ - શુદ્ધાત્મા - જ્ઞાયકભાવ - અનંત શક્તિઓનો પુંજ. ૨ એકત્વપૂર્વક અભેદ નયની આંખ બનાવો. ૩) એકધારા અખંડીત ધ્યાન. ૪) એક નજરે ટીકી ટીકીને - કાળ ખંડીત ન થવો જોઈએ. ૫) એકાગ્રતા પ્રબળ પુરુષાર્થ - પરિણતિ - પર્યાય એકરૂપ થઈ જાય. ૬) એકમેકઃ ઉપયોગ એક થઈ જાય - નિર્વિકલ્પ અવસ્થા. ૭) એકરૂપ એકરૂપતા - દ્રવ્ય-ગુણ-પર્યાય એક થઈ જાય. ૮) એકાકાર જ્ઞાન-જાણન-વેદન એકાકાર થઈ જાય - અખંડ થઈ જાય. ૯) એકરસ આનંદ - આનંદ રસ - ફક્ત આનંદ રસની જ અનુભૂતિ - સ્વાદ આવે. આવી સહજ સ્વાનુભૂતિની સૂક્ષ્મ વિધિ છે. ૧૦. આમાં શું થયું? ૧) જુદા જુદા ગુણોને એક કર્યા. ૨) ભાવ - ભાવવાનને એક કર્યા. ૩) દ્રવ્ય-ગુણ અભેદ થઈ ગયા. ૪) ગુણ-ગુણી એક થઈ ગયા - અખંડ-પૂર્ણ-અંશી. ૧) દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ પક્ષ હોવા છતાં એકપણે દેખાય - મગ્ન. ૬) ધ્યાતા ધ્યેયનો ધ્યાન કરતો કરતો ધ્યાન ધ્યાતામાં ભળી જાય. ૭) શ્રુતજ્ઞાન શુદ્ધાત્મા ભણી જાય. ૪) જ્ઞાનપિંડ બની ગયો - બધું અખંડ થઈ જાય. ૯) બધું જ ઉપાસનારૂપ બની ગયું - એક રસ થઈ ગયું. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ ૧૧. ધ્યાન એટલે શું? ૧) અંદર જવું. ૨) શોધવું. ૩) ઓળખાણ - પરિચય કરવો. ૪) એમાં સમાઈ જવું. ૫) પ્રાપ્ત કરવું ૬) તેમાં જ મગ્ન રહેવું. ૭) જોતાં જ રહેવું - દઝા ભાવ ૮) જાણતાં જ રહેવું - જ્ઞાતાભાવ ૯) અનુભવ-શાંતિનું-આનંદ રસનું વેદન. જે જે ઉપયોગ ઊઠે છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે તરે ને તરે જ ! “જ્ઞાન” વડે સ્વયંની પૂર્ણ સામર્થ્યની પ્રત્યક્ષતાનું અવલોકન થતાં તેમાં હું છું” એમ નિજ પદનું આસ્તિક્ય થતાં તે-રૂપ” પુરુષાર્થ દ્વારા અનુપમ પદની લીનતા થતાં સ્વાનુભૂતિ થાય છે. વિધિનું આ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ૧૨. આ નિવૃત્તિ પ્રધાન ધર્મ છે - એક સમયની નિવૃત્તિ થતાં - સંપૂર્ણ નિવૃત્તિ થાય છે. આ સમજવા નીચેની દસ વાતો સમજવી પડશે. ૧) મનથી નિવૃત્તિ: ૧) સાંસારિક પ્રવૃત્તિ ૨) સામાજીક પ્રવૃત્તિ ૩) ક્રિયાકાંડરૂપ ધાર્મિક પ્રવૃત્તિ - આ બધાથી નિવૃત્તિ. ૨) નિર્ભર કોઈ પણ જાતનો બોજો નહિ ૩) નિશ્ચિતઃ કોઈ પણ જાતની શારીરિક, માનસિક, ભાવનાત્મક (લાગણી) ચિંતા નહિ. ૪) નિશ્ચલઃ ગમે તેવી પરિસ્થિતિમાં ચલાયમાન ન થાય. ૫) નિર્મોહઃ હવે કોઈ પણ પદાર્થ-વ્યક્તિ-દેહમાં મોહન રહે. ભેદજ્ઞાન - સ્વ અને પરનું. ૬) નિર્વિકાર : હવે કોઈ વિકાર નહિ - સંપૂર્ણ માનસિક શાંતિ - સંપૂર્ણ અંતર્લીનતા. ૭) નિર્વિકલ્પ કોઈ પણ સંકલ્પ-વિકલ્પ ન રહે. આત્મા સિવાય બીજો કોઈ વિચાર ન રહે. ૮) નિર્મળ : નિર્મળ શ્રદ્ધા - સ્વાનુભૂતિ. ૯) નિર્ચથ: સર્વ ગ્રંથિઓથી મુક્ત - કેવળજ્ઞાન. ૧૦) નિર્વાણ સંપૂર્ણ મુક્તિ - સિદ્ધદશા. સંપૂર્ણ સુખની સ્થિતિ. આ સંપૂર્ણ વિધિનો કમ છે - આ પ્રયોગ પદ્ધતિથી વિધાન છે. વિશેષ અભ્યાસ કરતાં અને પ્રયોગ કરતાં એની સૂક્ષ્મતા સમજાતી જશે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ૬. સ્વાનુભૂત થયેલો આત્મા પોતાનો કેવો અનુભવ કરે છે ? સ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદજ્ઞાન થતાં, ભેદ જાણ્યો, સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ, ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો, જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શન-જ્ઞાન-ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે, રમણ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. આ સ્વ નુભૂતિની દશા છે. આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે - તે કેવો અનુભવ કરે છે ? ‘‘હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાન-દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.’’ ગાથાર્થ : દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન-જ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર મારું નથી એ નિશ્ચય છે. ટીકા : જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મતપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્ય ધારનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યવહારિક નવ તત્ત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમર્થે હું સદા અરૂપી છું. આમ સર્વથી જુદા હું એક સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો કે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઊખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. ભાવાર્થ : આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો, તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, Page #515 -------------------------------------------------------------------------- ________________ દર્શન-જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવક ભાવ અને શેય ભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી, હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય. આ રીતે સ્વાનુભૂતિ પ્રગટ કરેલો આત્મા અનુભવમાં પોતાને કેવો જાણે છે એ બતાવ્યું છે. વિશેષાર્થ: શ્રી ગુરુની દેશનામાં આત્માનું સ્વરૂપ આ રીતે સમજાવવામાં આવ્યું : “ભગવાન ! તું ચૈતન્ય સ્વરૂપ છે, તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા ! પ્રભુ તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલયસ્થાન છે.' આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે મહા પુરુષાર્થથી તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અને અનંત ઇશ્વરશક્તિનો સમુદાય છે એવું સમ્યગ્દર્શનમાં તેને ભાન થયું. આવું સમજીને - ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંત કાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ તેણે કરી. હું તો જ્ઞાયક સ્વરૂપ ચેતન્ય સ્વભાવના ભાવથી ભરેલો ચૈતન્ય - તેજના નૂરનું પૂર છું એમ સાવધાન થઈ તેણે જાણ્યું કે “અહો ! હું તો અતીન્દ્રિય આનંદ અને શાંતિનો સાગર છું. આનંદ, જ્ઞાન અને વીતરાગતાના રસથી છલોછલ ભરેલો પરમેશ્વર છું.’ આત્મા શક્તિએ વીતરાગમૂર્તિ છે તેથી તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે, પ્રવહે છે. અહાહા! ભગવાન આત્માની સત્તા-હોવાપણું પરમેશ્વરપણાના સ્વભાવથી ભરેલું છે. અનંત સામર્થ્યમંડિત એક એક શક્તિ એમ અનંત શક્તિ, ગુણસ્વભાવથી ભરેલો પરમેશ્વર પોતે છે. તે સર્વ સામર્થ્યનો ધરનાર અનંત બળથી ભરેલો ભગવાન છે. આત્મામાં પ્રભુતાના ગુણ છે. તેના નિમિત્તે અનંત ગુણોમાં પ્રભુતાનું રૂપ છે. એક ગુણમાં અનંત ગુણોનું રૂપ છે. આવો આત્માનો મહિમા આવતાં તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને અને તેનું આચરણ કરીને સમ્યક પ્રકારે તે એક આત્મારામ થયો. તે હવે પોતાને કેવો અનુભવે છે તે કહે છે. હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે.’ હું આત્મા છું. તે મારા પોતાના અનુભવથી જ પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી, નિમિત્તથી કે રાગથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું. ___ वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ જેમાં આત્માના આનંદના રસનો સ્વાદે આવે તેવા વેદનથી હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું. અહીં ચિન્માત્રજ્યોતિ હુંઆત્મા છું એમ કહીને જીવનો સ્વભાવ જ્ઞાનમાત્ર છે એમ કહ્યું. જ્ઞાનમાત્ર કહેતાં એમાં બીજા અનંત ગુણો છે તેનો નિષેધ કરવો નથી, પરંતુ રાગાદિ વિકારનો નિષેધ કરવો છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ અહાહા! ચિન્માત્રજ્યોતિ સ્વરૂપ છું એવો સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના કાળમાં (સ્વાનુભૂતિના કાળમાં) અનુભવ થાય છે. હવે ચાર બોલથી વ્યાખ્યા કરે છે - ૧. “હું એક છું': ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. નરક ગતિ, મોક્ષ ગતિ ઇત્યાદિ ગતિઓ ક્રમે થાય છે. એક પછી એક થાય છે. એવી જ રીતે ગુણસ્થાન પણ એક સમયે એક જ હોય છે. તેથી તે ક્રમરૂપ ભાવ કહ્યો છે. અને પર્યાયમાં કષાય, વેશ્યા, જ્ઞાનનો ઉઘાડ વગેરે એક સાથે હોય છે - માગણા સ્થાન એક સાથે હોય છે. તેથી એને અક્રમરૂપ કહ્યા છે. રાગાદિ ભાવ, વેશ્યાનો ભાવ અને જ્ઞાનની એક સમયની પર્યાનો ભાવ ઇત્યાદિ એક સાથે હોય છે તેમને અક્રમરૂપ લીધા છે. આ સઘળા ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું. આ વ્યાવહારિક ભાવોથી ભિન્ન મારી ચીજ છે. કેમ કે હું તો અભેદ, અખંડ, આનંદકંદ પ્રભુ એક ચિન્માત્ર વસ્તુ છું. વીતરાગ દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ તે વિકલ્પથી કે હું ચિન્માત્ર છું” એવા વિકલ્પથી ભેદરૂપ નહિ થતો એવો અભેદ એકરૂપ હું છું. વસ્તુ આત્મા ત્રિકાળ નિર્વિકલ્પ છે. વસ્તુ આત્મા તો ભેદરહિત અભેદ છે એમ જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. આનું નામ સમ્યગ્દર્શન છે. હું શુદ્ધ છું: નર, નારક આદિજીવના વિશેષો, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી ટૂંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે, અનંત જુદો છું માટે હું શુદ્ધ છું. અનાદિથી જીવ પુણ્યભાવ, પાપભાવ અને બંધભાવમાં રોકાયેલો છે. અનાદિથી એને મોક્ષ ક્યાં છે? પણ સંવર, નિર્જરા, મોક્ષનો વિકલ્પ છે. અને હવે જ્યારે ભાન થયું ત્યારે અંતર એકાગ્રતા સહિત જે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પ્રગટે તે પર્યાય જેવડો હું નથી. આ વ્યાવહારકિ નવ તત્વોથી હું જુદો છું, ભિન્ન છું. પર્યાય બધી નાશવાન છે અને હું અવિનાશી છું. મારા હોવાપણામાં - અસ્તિત્વપણામાં એ પર્યાયના ભેદો છે નહિ. એ ભેદોમાં હું આવતો નથી અને મારામાં એ ભેદો સમાતા નથી. હું તો એક અખંડ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ અને પુરુષાર્થનો પિં છું. અને વ્યાવહારિક જે નવ તત્ત્વો તેમનાથી જુદો, અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. ભિન્નતાના ત્રણ પ્રકાર છે. ૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે એ એક વાત. ૨) પુણ્ય-પાપના વિકારી ભાવો છે એનાથી ભગવાન આત્મા ભિન્ન છે એ બીજી વાત. ૩) જે નિર્મળ પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ ત્રીજી વાત. આવી રીતે એક ચૈતન્ય સ્વભાવપણાને લીધે બધા ભાવોથી હું ભિન્ન છું - તેથી હું શુદ્ધ છું. ૩. “હું દર્શન જ્ઞાનમય છું.’: ચિન્માત્ર હોવાથી સામાન્ય વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શન-જ્ઞાનમય છું. અહીંચૈતન્યસામાન્ય તે દર્શન છે અને ચૈતન્યવિશેષતે જ્ઞાન છે. ચૈતન્યસ્વભાવી Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ ભગવાન આત્મા સામાન્ય-વિશેષ ઉપયોગપણાને ઓળંગતો નહિ હોવાથી હું જ્ઞાન-દર્શનમય છું. ત્રિકાળી વસ્તુપણે આવો છું. ૪. “અરૂપીછું’ સ્પર્શ, રસ, ગંધ, વર્ણજેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો છતાં પણ સ્પર્શારિરૂપે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. જુઓ, સ્પર્શ, રસ, આદિનું જ્ઞાન જે થાય છે તે મારા પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને સ્પર્ધાદિ નિમિત્તની હયાતી છે તો મારામાં જ્ઞાન થાય છે એમ નથી, તત્સંબંધી જ્ઞાનરૂપે પરિણમવાની યોગ્યતા મારામાં સહજ સ્વભાવથી જ છે. મારું જ્ઞાન અને સ્પર્ધાદિ ભિન્ન ભિન્ન રહે છે તેથી હું પરામાર્થે સદાય અરૂપી છું. સમસ્ત દ્રવ્યો, અનંત પુદ્ગલ રજકણો, અનંત આત્માઓ અને રાગાદિ ભાવો મને મારાપણે ભાસતા નથી. પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ એટલે પુલનો એક રજકણ કે રાગનો એક અંશ પણ મારો છે એમ મને ભાસતું નથી. જ્ઞાની એમ કહે છે કે દયા, દાન, વ્રતાદિનો જે વિકલ્પ ઊઠે છે કે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે મને મારાપણે ભાસતો નથી. અહાહા ! આને આત્મા જાણ્યો કહેવાય અને આ ધર્મ છે. • કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભસતું નથી તો પછી ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઈને તે ફરી મોહ કેમ ઉત્પન્ન કરે? અહાહા ! દષ્ટિનું જોર ! શું વૈરાગ્ય અને ઉદાસીનતા! મને હવે પરદ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. આનું નામ આત્મા જાગ્યો કહેવાય અને આ ધર્મ છે. અહાહા! સમ્યગ્દર્શન - સ્વાનુભૂતિ શું ચીજ છે એની લોકોને ખબર નથી! ૭. સમ્યગ્દર્શન થાય ત્યારે કેવો અનુભવ થાય?: જે સમયે આત્માનો અનુભવ થાય છે ત્યારે જાણે સૂર્યના કિરણોનો પ્રકાશ થાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવ દશા હોય છે, તેમાં અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. તે સહજ સુખનો બોધ થતાંઅનુભવ થતાં જ ઇન્દ્રિય સુખ અને આખા સંસારના બધા સુખો તુચ્છ લાગે છે. સમ્યકત્વી સદા સુખી અને આનંદી રહે છે. તેને સહજ સુખ સ્વાધીન હોવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. તેને બીજે ક્યાંય ગોઠતું નથી. સાંસારિક પ્રતિકૂળતા કે અનુકૂળતા તેના આત્માને સમ્યકત્વથી પતિત કરતી નથી. સમ્યગ્દર્શન પ્રગટવાને કાળે તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોય જ ત્યારે શુદ્ધોપપયોગ હોય જ. પણ ત્યાર પછીના કાળે સમકિતીને અનુભૂતિ કોઈક વાર હોય અને કોઈક વાર ન પણ હોય પણ તેને શુદ્ધાત્મા આત્મ પ્રતીતિ તો સદેવ હોય જ એટલે કે શુદ્ધ પરિણતિ તેને નિરંતર હોય જ. તેને વારંવાર યાદન કરાવવું પડે કે તે શુદ્ધ આત્મા છે, જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે' તે સહજ છે. સમ્યગ્દષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા સહજવૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં ચૈતન્ય સમ્યજ્ઞાન પ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનું યથાર્થ વસ્તુસ્વરૂપ સમજાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માનો ગુણરાશિ પ્રગટતો જાય છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સમ્યગ્દષ્ટિવંત આત્માસ્વ-પરના ભેદનો અનુભવ કરે છે અને સત્-ચિત્ત-આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. તેને નિરંતર આત્મજાગૃતિ વર્તે છે. આવી સમ્યગ્દષ્ટિની કોઈ અલૌકિક - જેનું વર્ણન ન થઈ શકે એવી સ્વાનુભૂતિ વખતે દશા હોય છે. ૮. સ્વાનુભવના ચિહ્નરૂપ જ્ઞાનચેતના : ૧. જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આત્માને ચેતનારી છે. આત્માના અનુભવનો ઉકેલ પામી જાય એવી જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું કાર્ય અંતરની અનુભૂતિમાં છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેણે દાગથી ભિન્ન સ્વરૂપને અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વજ્ઞાનચેતના અંતરમાં ખીલી ગઈ છે. ૨. જ્ઞાનચેતના એટલે શુદ્ધાત્માને અનુભવનારી ચેતના, તે ચેતના મોક્ષમાર્ગ છે. જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને આત્માના સાક્ષાત્કારનું કામ કરે છે. જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થતાં જ્ઞાનચેતના પ્રગટે છે. ૩. તે જ્ઞાનચેતનામાં આત્મા નિજાનંદને અનુભવતો થકો અત્યંત શુદ્ધપણે પ્રકાશે છે. જ્ઞાની આવી જ્ઞાનચેતના વડે કેવળજ્ઞાનને બોલાવે છે. આમાં જ્ઞાનીના હૃદયનું રહસ્ય ભર્યું છે. ૪. જ્ઞાનચેતના તે ધર્માત્માનું ચિહ્ન છે. તેના વડે ધર્મી જીવ પોતાને નિરંતર શુદ્ધ સ્વરૂપે અનુભવે છે. જ્ઞાનચેતના પોતાના સ્વભાવને સ્પર્શનારી છે. આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી લેવો તે જ્ઞાનચેતનાનું ફળ છે. જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આનંદસ્વરૂપ આત્માને ચેતે છે. ૫. જ્ઞાનચેતના તો સમ્યગ્દષ્ટિનો ધર્મ છે. જ્ઞાનચેતના આત્મિક રસથી ભરપૂર છે, અતીન્દ્રિય આનંદથી ભરપૂર છે. ૬. ધર્મીએ અંતરમાં ધ્યેય કરીને પોતાના પરિપૂર્ણ આત્માને જાણ્યો, ત્યાં આખા જગતને પણ જાણી ત્યે એવું જ્ઞાનનું સામર્થ્ય પ્રતીતમાં આવ્યું. જીવ અખંડ જ્ઞાનસ્વભાવી છે. આખો સર્વજ્ઞ સ્વભાવ ધર્મીએ પોતામાં દેખ્યો ત્યાં તે જગતનો જ્ઞાતા થયો. ૭. આનંદમય જ્ઞાનચેતનાને પરિણમતા જ્ઞાની ચૈતન્યના પ્રશમરસને પીએ છે. અરે ! મનુષ્યપણું પામીને આ જ્ઞાનચેતના પ્રગટ કરવાનો અવસર છે. એ અવસર ચૂકીશ મા! ૯. શુદ્ધ સ્વરૂપના અનુભવની પ્રેરણા ૧. હે ભાઈ ! તું કોઈ પણ રીતે મહાકષ્ટ ભોગવીને પણ અથવા મરીને પણ એટલે મૃત્યુ જેવા કષ્ટોને ભોગવીને પણ તું તારા આત્માનો કૌતુહલી થા, આત્માનો અનુભવ કર! ૨. સંયોગથી પ્રાપ્ત અને આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહરૂપ રહેલું આ શરીર તે તારું સ્વરૂપ નથી, તે તારાથી અત્યંત ભિન્ન છે. તું બે ઘડી તેનો પડોશી થઈ તારા આત્મવિલાસનો અનુભવ કર ! તેથી શરીરાદિ પરપુદ્ગલ સાથેના એકત્વનો તારો મોહ શીધ્ર છોડી દઈશ અથવા તું સમ્યગ્દષ્ટિ સંપ્રાપ્ત કરીશ. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ . ૩. શ્રીમદ્દે કહ્યું છે કે “અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી, નહિ તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે.” ૪. અહીં સત્પાત્રતા થઈનથી તેનો પણ એ જ અર્થ છે કે મુમુક્ષુ બનીને, કષ્ટ ભોગવીને પણ આત્મતત્ત્વનો કૌતુહલી થયો નથી નહિ તો નિશ્ચય છે કે આત્માનુભૂતિ, સમ્યગ્દર્શન અને મોક્ષ હથેળીમાં છે અર્થાત્ તારી સન્મુખ જ છે. તું તારા સ્વભાવથી જેટલો દૂર છે એટલો મોક્ષ દૂર છે. તે મોક્ષસ્વરૂપ જ છો, માટે તું તત્ત્વનો, આત્માનો, સ્વભાવનો કૌતુહલી થા ! ૫. જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહિ. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમયે તો સહજ મોક્ષ છે, નહિ તો અનંત ઉપાય પણ નથી.' જો જીવ આત્મહિત સમજીને આત્મજ્ઞાન પ્રગટાવવાના પુરુષાર્થમાં પ્રવર્તે તો સમ્યકત્વ પ્રાપ્ત થતાં મોક્ષ પણ સહજ થાય છે. ફક્ત એક સમય સ્વભાવમાં લીનતા કરતાં સ્વરૂપનો અનુભવ થાય છે. બે ઘડી લીનતા કરતાં સંપૂર્ણ આત્મા સાક્ષાત્કાર થાય છે. ૧૦ સ્વાનુભૂતિની પ્રેરણાઃ હે ભવ્ય! તું આટલું તો કરજે ! ૧. આચાર્ય દેવ સમ્યગ્દર્શન ઉપર ભાર દઈને કહે છે કે હે ભાઈ! તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે માટે તું સમ્યગ્દર્શનને અવશ્ય કરજે ! ૨. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. ૩. પર્યાયમાં રાગ થાય છતાં એમ પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી અને એ રાગ વડે મને ધર્મ નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તે પ્રગટ કરી સ્વરૂપમાં ઠરી જજે, પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ. રાગથી ભિન્ન તારા ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા રાખજે ! ૪. આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે, પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો, તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય! જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. ૫. ‘પહેલાં રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું એમ નહિ, પણ આચાર્યદવ કહે છે કે પહેલાં તું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરે તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. આ જ સાચી રીત અને ઉપાય છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ૬. ‘રાગ ટળે તો હું શ્રદ્ધા કરું એટલે પર્યાય સુધરે તો હું દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદષ્ટિ છે – પર્યાયમૂઢ છે. તેને સ્વભાવદષ્ટિ નથી - દ્રવ્યદષ્ટિ નથી; અને મોક્ષમાર્ગના ક્રમને તે જાણતો નથી. સમ્યક શ્રદ્ધા પહેલાં સમ્યગ્યારિત્ર ઇચ્છે છે. ૭. વ્યદષ્ટિના જોરે પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (સ્વભાવના લક્ષે અર્થાત્ દ્રવ્યદૃષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે; અને રાગનો અલ્પકાળે નાશ થાય છે. એ સમ્યગ્દર્શનનો મહિમા છે. ૮. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ ન છૂટી શકે તો પણ મારું સ્વરૂપ રાગરહિત જ છે' એવી શ્રદ્ધા તો અવશ્ય કરે ! તારામાં ચારિત્ર ન થઈ શકે તો શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા રવભાવને અન્યથા માનીશ નહિ. ૯. હું જીવ! તું તારા સ્વભાવનો સ્વીકાર કર ! જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો ! જેણે પૂરા વિભાવને સ્વીકારીને સમ્યગ્દર્શન જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે જ ! ૧૦. ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કહે છે આ દગ્ધ પંચમકાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મા સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં આ ક્ષેત્રમાંથી સાક્ષાત્ મુક્તિ નથી પણ ભવભયનો નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવ રહિત થઈ ઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર ! રવાનુભૂતિ એ જ પ્રથમ ઉપાય છે. - સરળ છે,સહજ છે. ૧૧. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી, માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. આત્મસ્વભાવની સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. ૧૨. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારી સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે. સ્વભાવની હોંશથી જે સમજવા માંગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. ૧૩. આવી ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની વાત પણ જે જીવ પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે જીવનીટભવી છે. તે જીવ નજીકના ભવિષ્યમાં મુક્તિને લાયક છે. ૧૪. બાત્મા સ્વયં ઉપયોગસ્વરૂપ છે. તેને પરનું અવલંબન નથી, અંતરની એકાગ્રતા વડે જે ઉપયોગ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ કામ કરે તે જ આત્માનું સ્વલક્ષણ છે. આવા અતીન્દ્રિય આનંદનો ધણી તું ભગવાન આત્મા છો. આવા આત્મસ્વભાવના સંસ્કાર અંદરમાં દઢ કરવા જેવા છે. અંતરમાં સ્વભાવના ઘોલનના સંસ્કાર વારંવાર અત્યંત દઢ કરતાં સ્વસંવેદન પ્રત્યક્ષ જણાય છે, એટલે નિશ્ચય રત્નત્રય સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર થાય છે. તે જ ધર્મની સાચી કમાણી છે. ૧૫. હે ભાઈ ! જડથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ આચાર્યદેવે તને બતાવ્યું તે જાણીને હવે તું પ્રસન્ન થા! સાવધાન થા ! જાગૃત થા! અને ચૈતન્યસ્વરૂપ તારા આત્માને જ સ્વદ્રવ્ય તરીકે અનુભવ! આત્માનુભૂતિ સારરૂપ કેટલાક પ્રશ્નોઃ પ્ર. ૧: આત્મઅનુભવ કરવા માટે પહેલાં શું કરવું? ઉ. ૧: પહેલાં એ નક્કી કરવું કે હું ભગવાન આત્મા - શરીરાદિ પરદ્રવ્યોથી ભિન્ન છું અને તેનું કાંઈ જ કરી શકતો નથી. પર્યાયમાં જે વિકાર થાય છે તે પરસંયોગો કે કર્મ કરાવતાં નથી પણ મારા પોતાના જ અપરાધથી થાય છે. એમ નક્કી કર્યા પછી વિકાર તે મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન આત્મા છું - એક તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થવાનો અંદર પ્રયત્ન કરવો. પ્ર. ૨: પહેલાં વ્રતાદિનો અભ્યાસ તો કરવો ને? ઉ. ૨ : પહેલાંમાં પહેલાં રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરવો. રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાનના અભ્યાસ વિના વ્રતાદિનો અભ્યાસ કરે એ તો મિથ્યાત્વનો અભ્યાસ કરે છે. પ્ર. ૩: આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? ઉ. ૩ઃ આખો દિવસ સત્સમાગમ સલ્લાસ્ત્રનો અભ્યાસ કરવો. વિચાર-મનન-ચિંતન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. હું જ્ઞાન-આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું એ છે તત્ત્વનો યથાર્થ નિર્ણય. શરીરાદિ-દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ-રાગાદિથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં સહજ સ્વભાવ સન્મુખ જીવ થાય છે એમ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે તે પરમાર્થ સમ્યકત્વ છે. પ્ર. ૪ અભ્યાસ એટલે શું કરવું? ઉ. ૪ : શાસ્ત્ર વાંચન, શ્રવણ, સત્સમાગમ કરવો જોઈએ. સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર એ જ આત્મઉન્નતિનો ક્રમ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પS પ્ર. ૫ : એ બધો અભ્યાસ તો વિકલ્પરૂપ શુભ ભાવ છે તો પછી અનુભવ માટે તો અકિંચિત્કર છે ને? ઉ. ૫: ભલે અનુભવ અને સમ્યગ્દર્શન એક જ્ઞાયક ભગવાન આત્માના લક્ષે જ થાય છે એ વાત તો સ ચી જ, તો પણ સ્વાધ્યાય, શ્રવણ, સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે એવો ઉપદેશ છે કે ગુરુગમે આગમનો અભ્યાસ કરવો, સ્વના લસે આગમનો અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા સાચા દેવગુરુ-શાસ્ત્રના સમાગમનો વિકલ્પ આવે જ. આ આત્માનુભૂતિ જેમણે કરી છે એવા અનુભવીઓએ જેવો આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે અને બતાવ્યો છે - એના સ્વરૂપની સમજણ તો પહેલાં મેળવવી જ પડશે. આત્માનો યથાર્થ નિર્ણય કરવા માટે પણ આ સ્વરૂપની સમજણ તો કરવી જ પડશે. આત્મપ્રસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથામાં શ્રીમદ્દે કહ્યું છે : “જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત; સમજાવ્યું તે પદનમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” તત્વાર્થસૂત્રમાં અનુભવ પહેલાં આભ્યાસનો ક્રમ આ પ્રમાણે છે. ૯) સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રનનું યથાર્થ શ્રદ્ધાન. ૬) સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન. 3) સ્વ-પરનું ભેદજ્ઞાન. ૪) સ્વનું યથાર્થ શ્રદ્ધાન. પ્ર. ૬ : અંતર્દષ્ટિ કરવાનો ઉપાય શું? 3. ૬ : અંતર્દષ્ટિ કરવાનો ઉપાય સ્વસમ્મુખ થઈને અંતરમાં દષ્ટિ કરવી એ જ છે. સીધો અંતર્મુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે. પ્ર. ૭ઃ ગુરુ વાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે? ઉ. ૭ઃ ગુરુ વાણીથી કે શાસ્ત્રથી સ્વીકાર એ તો વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી - પોતાના જ્ઞાનથી - પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. આચાર્યોએ એમ કહ્યું છે કે અમે જે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાના અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય જ. પ્ર. ૮: આત્માની કેવી લગની લાગે તો અનુભવ થાય? ઉ. ૮ : જ્ઞાયક..જ્ઞાયક...શાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં (બે ઘડીમાં) થઈ જાય. ધ્રુવ ધામના ધ્યેયના Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.’ તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, તારી મતિ સરળ થઈ આત્મામાં પરિણમી જશે. સટ્ના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહિ જાય. પ્ર. ૯ : આત્માના સંસ્કારોને દૃઢ કરવા શું કરવું ? ઉ. ૯ : વસ્તુસ્વરૂપનો દૃઢ નિર્ણય કરવો. ‘હું શુદ્ધ છું, એક છું, અરૂપી છું, જ્ઞાનદર્શનનય છું, હું એક જ્ઞાયકભાવ છું.’ એનો ચારે પડખેથી વારંવાર નિર્ણય પાકો કરીને દૃઢ કરવો. પ્ર. ૧૦ : સાંભળીને સંસ્કાર દઢ કરવા તે આગળ વધવાનું કારણ છે ? ઉ. ૧૦ : હા, અંદરમાં સંસ્કાર દૃઢ નાખે તો આગળ વધે છે. પ્ર. ૧૧ : સત્તા સંસ્કાર નાખવાથી શું લાભ થાય ? ઉ. ૧૧ : જેમ કોરી માટલીમાં પાણીના ટીપાં પડતાં ટીપાં ચૂસાઈ જાય છે; ઉપર દેખાતા નથી છતાં માટલીમાં પાણીના ટીપાંની ભિનાસ અંદર રહી છે. તેથી વધુ ટીપાં પડતાં માટલી ભીની થઈ જાય છે ને પાણી માટલી ઉપર દેખાય છે. તેમ જે જીવે સત્ની ઊંડી જિજ્ઞાસા કરીને સન્ના ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે જીવને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની કચાસ રહી જાય ને કાર્ય ન થાય તો પણ સત્તા ઊંડા નાખેલા સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે. માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ ! પ્ર. ૧૨ઃ શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે ? ઉ. ૧૨ : મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતવાર મંદ પડ્યા પણ એ સમ્યગ્દર્શનનું કાર ગ નથી. મૂળ દર્શન શુદ્ધિ ઉપર જોર હોવું જોઈએ. શ્રદ્ધા નિર્મળ થવી જોઈએ. પ્ર. ૧૩ : એક પર્યાય બીજી પર્યાયને અડતી તો નથી તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે? ઉ. ૧૩ : એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એવી દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા છે એ વાત તો એમ αγ છે. પણ વર્તમાન પર્યાયમાં જોરદાર સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે એવી જ તે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય છે, ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે . માટે સંસ્કાર દૃઢ કરવા - નિયમિત શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. પ્ર. ૧૪ : આત્મજ્ઞાન માટે ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતાં કઈ સહેલો રસ્તો બતાવો ને? ઉ. ૧૪ : આત્મજ્ઞાન કરવા માટે ઘણા શાસ્ત્રો ભણવાની ક્યાં વાત છે ? તારી પર્યાય જે દુઃખના કારણો તરફ વળે છે, તેને સુખના કારણભૂત દ્રવ્યસ્વભાવ સન્મુખ વાળ એટલી જ વાત છે. પોતે ભગવાન આત્મા, અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીન સ્વસન્મુખ થા ! આટલી જ વાત છે. તારી વર્તમાન જ્ઞાનપર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી. આ ટૂંકુ ને ટચ છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ પ્ર. ૧૫ નવ તત્ત્વનો વિચાર તો પૂર્વે અનંતવાર કર્યો છે, તો પણ લાભ કેમ ન થયો? ૯. ૧૫ : ભાઈ ! પૂર્વે જે નવ તત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત છે. પૂર્વે નવ તત્ત્વના વિચાર કર્યા તે અભેદ સ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદ રવરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી નવ તત્ત્વના વિચારરૂપ આંગણા રાધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું છે. પ્ર. ૧૬ રોજ સાંભળીએ છીએ, હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો. અમે ઘણી મહેનત કરીએ છીએ છતાં આત્મા પકડાતો કેમ નથી ? છે. ૧૬: આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિહ્વન છે, અભેદ છે, અખંડ છે, એની દષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતાં રાગીને રાગ થાય છે તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દષ્ટિ કરવી એ ટૂંકો સાર છે. ઘણી મહેનત છતાં આત્મા પકડાતો નથી એનું કારણ એ છે કે જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી. જે લક્ષ પરમાં છે – એટલા પ્રકારથી એને સ્પૃહા -આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી તેથી કાર્ય આવતું નથી. આત્મા પકડાતો નથી. રુચિ અનુયાયી વીર્ય - જે તરફ રુચિ હોય - જેની જરૂરીયાત લાગે તે તરફ જ પુરુષાર્થ વળે છે. પ્ર. ૧૭ઃ ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? ઉ. ૧૭: આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફિક્કો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાઅનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશને લીધે કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે તેને આત્મા પ્રાપ્ત થાય છે. પ્ર. ૧૮ : આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે? ઉ. ૧૮ : જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી, તેથી અટકે છે. જાણપણું તો અગિઆર અંગ અને નવ પૂર્વનું થઈ જાય પણ તે જાણપણાનું - ક્ષયોપશમ જ્ઞાનનું અહીં કામ નથી. પણ જે ભરોસો ભરોસો જોઈએ તે આવતો નથી. ભરોસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો - શ્રદ્ધા આવતી નથી. તેથી ભટક્યા ભટક કરે છે. “અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સર્વને પ્રતિક્ષણ અનુભવમાં પ્રતિભાસ થાય છે પણ તે અનુભૂતિ તે હું છું' એમ માનતો નથી. પ્રતીતિ - લક્ષ અને અનુભવ એ જ અનુભૂતિનો ક્રમ છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ પ્ર. ૧૯ઃ તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉ. ૧૯ : મૂળ તો રુચિની જ ખામી છે. રુચિ અનુયાયી વીર્ય.” પ્ર. ૨૦ઃ અમે તત્ત્વનિર્ણય કરવાનો ઉદ્યમ કરીએ તો છીએ, પણ ત્યાં વચ્ચે પ્રતિકૂળતા આવી પડે તો ? ઉ. ૨૦ : જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા કાંઈ છે જ નહિ. પ્રથમ તો બહારના સંયોગો આત્મામાં આવતા જ નથી. સંયોગ તો આત્માથી જુદા જ છે, માટે પ્રતિકૂળ સંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ. સંવર અધિકારમાં આવે છે ને - ‘ઉપયોગમાં ઉપયોગ છે” આત્મા જ્ઞાન-દર્શનમાં છે અને જ્ઞાન-દર્શન આત્મામાં છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મ આત્મામાં નથી અને આત્મા તેમાં નથી. વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં પણ અનાદિનો મિથ્યાદષ્ટિ જીવ તત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી. જેને આત્માની જિજ્ઞાસા જાગી છે, સાચા દેવ-ગુરુ નિમિત્તપણે મળ્યા છે તેને તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. અને અંતરમાં પોતાનો આત્મા અનુકૂળ જ છે. જેને અંતરમાં આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે. કોઈ પ્રતિકૂળતા નડતી જ નથી. માટે આવી શંકા કરવી એ બહાનું જ છે ! પ્ર. ૨૧ઃ જે જીવ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો તેને શું થાય છે? ઉ. ૨૧ : જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું ચિત્ત વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે” એવા સંદેહથી સદાય ડામાડોળ અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ-પરના ભિન્ન ભિન્ન સ્વરૂપના તેને નિશ્ચય નહિ હોવાથી પરદ્રવ્યનું કરવાની ઇચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ રહ્યા કરે છે, તેમજ પરદ્રવ્યની ભોગવવાની બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષ કરીને તેનું ચિત્ત સદાયે કલુષિત રહ્યા કરે છે. આ રીતે વસ્તુ સ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત સદાય ડામાડોળ અને કલુષિત વર્તતું હોવાથી, તેને સ્વદ્રવ્યમાં સ્થિરતા થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપે ચારિત્ર ક્યાંથી થાય? ન જ થાય. માટે જેને પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી. પ્ર. ૨૨ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો ? ઉ. ૨૨ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રકારે કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારા શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કાંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સામર્થ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે પરિણામ રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે જ તેને ચરાગરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. પ્ર. ૨૩ વર્તમાન કર્મબંધન છે, હીન દશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? ઉ. ૨૩ઃ રાગાદિ ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેથી તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિરતાવાળાને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધ-અસ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં - દષ્ટિ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. હીન દશા છે એટલે ફક્ત મતિ-શ્રુતજ્ઞાનનો ઉઘાડ અલ્પ છે પણ તેટલા ઉઘાડમાં જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય અને અનુભૂતિ થઈ શકે છે. કર્મબંધન સત્તામાં હોય તો કોઈ બાધારૂપ નથી - ઉદયમાં આવે ત્યારે તો જાગૃતિની જરૂર છે. કર્મોની સત્તાથી આત્માની સત્તા ભિન્ન છે. માટે કર્મો કાંઈ રાગાદિ ભાવો કે વિકારી ભાવોના કર્તા નથી. પ્ર. ૨૪ ન્યાયથી અને તર્કથી આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત કેમ નથી આવતી? ઉ. ૨૪: એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જેટલી લંબાઈને જ્ઞાયકને પકડવી જોઈએ એટલી લંબાતી નથી. પ્ર. ૨૫ : દષ્ટિનું જોર ક્યાં દેવાથી અનુભવ થાય? ઉ. ૨૫ : જ્ઞાયક નિષ્ક્રિય તળ ઉપર દષ્ટિનું જોર દેવાથી થાય. પર્યાય ઉપર શું કામ જોર દો છો? આ મારી ક્ષયોપશમ પર્યાય વધી, આ મારી પર્યાય થઈ એમ પર્યાય ઉપર જોર શું કામ દો છો? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે ? ત્રિકાળી ધ્રુવ દળ જે નિત્યાનંદ પ્રભુ છે તેના પર જોર દે ને ! જ્ઞાનાનંદ સાગરના તરંગો ઉછળે તેના ઉપર જોર ન દે. તરંગોને ન જોતાં આનંદ સાગરના દળ પર જોર દેને! અનાદિથી ક્ષણિક પર્યાય ઉપર જોર દે છે તે છોડી દેને ત્રિકાળી ધ્રુવ નિત્ય જ્ઞાયકદળ ઉપર જોર દે અને દષ્ટિને ત્યાં એકાગ્ર કર - સ્થિર કર તો સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય પ્રગટશે. પ્ર. ૨૬ : ધારણા જ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય? ઉ. ૨૬ : દ્રવ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. પ્ર. ૨૭: ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ગ્રહણ કરવા માટે કહ્યું. પરંતુ હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું એવું લક્ષ કરવા જતાં ભેદનો વિકલ્પ તો આવ્યા વિના રહેતો નથી. તો પછી વિકલ્પ રહિત આત્માને ગ્રહણ કેવી રીતે કરે ? Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૦પ ઉ. ૨૭ : પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીના ભેદ આદિના વિકલ્પો આવે છે અવશ્ય, પરંતુ આત્માના ચૈતન્ય લક્ષણ વડે વિકલ્પોને ભિન્ન જાણીને અભેદ ચૈતન્યની તરફ ઢળવું થાય છે. ભેદ ભલે વચ્ચે આવે, પરંતુ મારા ચૈતન્યમાં તે ભેદનથી. હું ચૈતન્ય અવસ્થાનો કર્તા, ચૈતન્યમાંથી જ મારી અવસ્થા કરું, ચૈતન્ય દ્વારા કરું, ઇત્યાદિ ષકારકના ભેદ આવે ભલે, પરંતુ યથાર્થપણે છીયે કારકોમાં ચૈતન્ય વસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આ રીતે ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને, ભેદને ગૌણ કરીને, સ્વરૂપ સન્મુખ થઈને, તેમાં જ એકાગ્રતા કરવાથી ચૈતન્યનું ગ્રહણ થાય છે. તે જ આત્માની અનુભૂતિ છે, તે જ સમ્યગ્દર્શન છે, તે જ મોક્ષનો ઉપાય છે. પ્ર. ૨૮ : સ્વભાવ સન્મુખ થવા હું શુદ્ધ છું, જ્ઞાયક છું આદિ ચિંતવન કરતાં કરતાં એવો અપૂર્વ આનંદ આવે છે તે આનંદ અતીન્દ્રિય છે કે કષાયની મંદતાનો છે તે કેમ ખ્યાલમાં આવે ? ઉ. ૨૮: ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતાં તેને આનંદ માની ત્યે તે ભ્રમ છે, ખરો અતીન્દ્રિય આનંદ નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતમાં આવે છે. એ અતીન્દ્રિય આનંદનું શું કહેવું? અલૌકિક અપૂર્વ છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયોની મંદતામાં અતીન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી.અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના તે જંપતો નથી. પ્ર. ૨૯: વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેનું શું કરવું? ઉ. ૨૯ : નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવા યોગ્ય પુરુષાર્થ (પડતો નથી. વિકલ્પને તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં વિકલ્પ સહજ તૂટી જાય છે. પ્ર. ૩૦ઃ સમ્યફ સન્મુખ જીવ તત્ત્વના વિચારમાં રાગ પોતાનો જાણે છે કે પુદ્ગલનો જાણે છે? ઉ. ૩૦: સમ્યક સન્મુખ જીવ તત્વનો વિચારમાં રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે અને અંદર ઉતરવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. પ્ર. ૩૧ : અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો? ઉ. ૩૧ ; “અનુભવ”માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી પણ સ્વસમ્મુખ વળીને પર્યાય સાથે તરૂપ થઈ છે ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો – આવી જે બન્નેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહિ. પર્યાયમાં દ્રવ્ય જેટલું સામર્થ્ય ઉત્પન્ન થાય છે તેનો અર્થ અભેદ થઈ છે. પ્ર. ૩૨ : ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે ? ઉ. ૩૨ : નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પ્ર. ૩૩ કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ? ઉ. ૩૩ કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદઆત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે, માત્ર અનુભવગમ્ય છે. પ્ર. ૩૪: આ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહિ થતું હોય ? ઉ. ૩૪ : એને યોગ્ય પુરુષાર્થ જોઈએ. અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માહાસ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે, અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. આમ વસ્તુ પ્રગટ જ છે, તેને આડે કાંદ ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું માહાત્મ આવવું જોઈએ. ભાન થાય તો માહાત્મ આવે એમ નહિ, કેટલાક એમ લઈ લ્ય છે; પણ પહેલાં માહાત્મ આવે, તો માહત્મ આવતાં આવતાં ભાન થાય. પ્રતીત થતાં, લક્ષ ત્યાં જાય ને અનુભવ થાય. પ્ર. ૩૫ : આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ આત્મા કેમ ખ્યાલમાં નથી આવતો ? ઉ. ૨૫ : પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને લક્ષમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે. પ્ર. ૩૬ : એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે? ઉ. ૨૬ : ધીરે ધીરે પ્રયત્ન કરવો, મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે, ખરેખર આવી જ રહ્યો છે. માટે ધીરે ધીરે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળે છે એ કાંઈ ઓછું છે? પ્ર. ૭ : સ્વાનુભૂતિ કેમ કરવી ? ઉ. ૭ : રાગની વૃત્તિ પર તરફ જાય છે તેનું લક્ષ છોડીને સ્વસમ્મુખ વળે તો અનુભૂતિ થાય. પ્ર. ૬૮ : વિષય કષાયની સતત વિટંબણામાંથી છૂટવાનું સાધન શું? ઉ. ૩૮ : વિષય કષાયનો પ્રેમ છોડવો - રુચિ છોડવી. પ્રપંચ એ પાંચ ઇન્દ્રિયોના વિષયને રાજી કરવાનો છે. પોતાના આત્મસ્વરૂપને જ જ્ઞાનનો વિષય કરીને તેને જાણવાને બદલે પર વસ્તુને જાણવા - દેવાની ઇચ્છા કરે છે, એનું નામ વિષય છે. પોતાના શાંત ચૈતન્ય સ્વરૂપને ન અનુભવ્યું એટલે પર લક્ષે છોધ, માન, માયા, લોભ થતાં પર વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે તે કષાય છે. રાગથી - ઇચ્છાઓથી ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું તે વિષય કષાયની સતત વિટંબણાથી છૂટવાનું સાધન છે. પ્ર. ૩૯ : પરિચય કોનો રાખવો જોઈએ? અને કરવું શું? ઉ.૩૯ : સત્ સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, એવા લૌકિકજનોનો પરિચય કરીશ તો તારો પરિણતિ પડી જશે. લોકો માન-સન્માન આપે તેના પરિચયથી તને નુકસાન થશે, તું મરી જઈશ. સ્ત્રી, પુત્રાદિ કે વ્યાપાર આદિના પરિચયથી તને નુકસાન થશે. તું આનંદનો નાથ પ્રભુ છો ! તારા નિવાસમાં-તારા પરિચયમાં રહે તો તને આનંદ ને સુખ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભય થઈને વિરે છે તેને બીજા પ્રાણીઓનો ભય હોતો નથી, તેમ તું પણ નિર્ભય થઈને તારા સ્વદેશમાં વિચર ! સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે જીવને ક્ષા। ક્ષણે મિથ્યાત્વ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભાશુભ કરે છે તેના કરતાં સત્ સમજવાને લક્ષે જે શુભ ભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ પોષાતું જાય છે. અને સત્ સમજવાને લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું ? પ્ર. ૪૦ : અનાદિના અજ્ઞાની જીવને અનુભૂતિ પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને ? ઉ. ૪૦ : ના; એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલાં જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ જવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરે આગળ નથી વધાતું. જ્યાં રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડ્યું - ત્યાં સવિક્લ્પ દશા હોવા છતાં એકલો રાગ જ કામ નથી કરતો પણ રાગનો અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે; અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત આત્માનો અનુભવ થઈ જાય છે - સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. આવી અલૌકિક અનુભૂતિની વાત છે. સ્વાનુભતિ દશા સંબંધી પ્રશ્નો પ્ર. ૧ : સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય ? ઉ. ૧ : તે અંતરંગ સ્વરૂપ વાણીમાં (પુરું) આવતું નથી. વિકલ્પ છૂટીને અંતરમ આનંદનું વેદન આવે તે પહેલાં પોતે જ અનુભવી શકે છે. અનંત ગુણથી ભરેલો આત્મા છે તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે અને વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે, બાકી તો જે વેદે તે જાણી શકે છે. તે દશા થતાં આખી દિશા બદલાઇ જાય છે. જે બહારની - વિભાવની દિશા હતી તે પલટાઇને સ્વભાવની દિશામાં, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી - કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે અને સ્વભાવમાં તલ્લીન-એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ થઈ જાય છે. તે અનુભૂતિ વેદનમાં આવે છે તેથી જાણી શકાય છે, વેદી શકાય છે પણ કહી શકાય નથી. આનંદથી - જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બીરાજે છે તેની સ્વાનુભૂતિ થાય છે. જેવો સિદ્ધ ભગવાનનો આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવ દશામાં આનંદ નથી કેમ કે તેમાં જ્ઞાન આકુળતાવાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુળ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલો એવા પોતાના આત્માનું વેદન કરે છે. પ્ર. ૨ સ્વાનુભૂતિના કાળે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદના થાય છે? ઉ. ૨ : હા, તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધ ભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગ્દષ્ટિને અંશે વેદાય છે; છતાં જાત સિદ્ધ ભગવાન જેવી જ છે. તે આનંદ ગુણ આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતથી ન્યારો કોઈ અનુપમ આનંદ થાય છે. તેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે આનંદનો ઇન્દ્રની પદવીના, ચક્રવર્તીની પદવીના કે બીજા કોઈ આનંદની સાથે મેળ ખાતો નથી. તે બહારના આનંદતો લૌકિક રાગવાળા છે, જ્યારે આ વીતરાગી આનંદ તો જુદો જ છે, તેનો કોઈની સાથે મેળ નથી. તે આનંદ વચનાતીત છે. જ્ઞાયકનો મહિમા આવે, તેમાં સર્વસ્વતા લાગે, તેની રૂચિ, શ્રદ્ધા થાય તો જીવ તે તરફ વળે છે, તે વિના વળી શકતો નથી. બહારમાં જ જે સર્વસ્વ માની લ્ય છે તેને આત્માની પ્રાપ્તિ (સમ્યગ્દર્શનસ્વાનુભૂતિ) થતી નથી. અશુભથી બચવા શુભ ભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બન્નેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ; અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. આત્માને ઓળખ્યા વગર ભવનો અભાવ થતો નથી. પ્ર. ૩ઃ આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે. તો સમ્યગ્દષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ? (૬. ૩: સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર-પરણેયો જણાતા નથી. પોતાનો (ઉપયોગ અંદર છે અને તેમાં અનંત ગુણોની પર્યાયો જણાય છે, માટે સ્વ-પરપ્રકાશકપણે ત્યાં પણ (ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શન – સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદગુણને વેદે છે, પોતાના અનંત ગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણ-પર્યાયોને પણ જાણે છે, અને તેથી સ્વ-પરપ્રકાશકપણું છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને પર એટલે બહારના શેયને નથી જાણતું; પણ પોતે અંતરમાં જ્ઞાન-ય-જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે, પોતાની અનંત પર્યાયોને જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે. તે અનંત પર્યાયના નામ નથી આવડતાં પણ પોતાને Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ અનંત પર્યાયનું વદન થાય છે તેને જાણે છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે. અને ઉપયોગ બહારમાં હોય ત્યારે તે બહારનું જાણે છે તે પણ તેમાં એકત્વ થતો નથી. (અનુભવ કાળે) પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે અને ઉપયોગ બહાર હોય ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. ઉપયોગ બહાર હોય ત્યારે હું જ્ઞાયક આત્મા છું એવી શુદ્ધ પરિણતિ ચાલુ જ છે. આ રીતે સવિકલ્પ દશામાં પણ સ્વ-પરપ્રકાશકપણું છે અને અંતરમાં પોતે પોતાને જાણે છે અને પોતાના અનંત ગુણ-પર્યાયોને જાણે છે તે નિર્વિકલ્પ દશાના કાળનું સ્વ-પરપ્રકાશકપણું છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વ-પરપ્રકાશકપણું છે. પરને જાણે છે તે વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવામાત્ર છે એવું નથી. પરને જાણે છે, પણ તે બીજું બહારનું શેય થયું એટલે વ્યવહાર કહેવાય છે.. પ્ર.૪ આત્મા સ્વરૂપ આનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં ડોલી રહ્યો હતો તેમાં શું કહેવું છે? અતીન્દ્રિય આનંદમાં શું સંવેદન થતું હશે? ઉ. ૪: આત્મા તો એક અદ્ભુત વસ્તુ છે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય કોઈ જુદા છે. અનંત કાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદસ્વભાવે જ છે. એટલે કે આત્મામાં આનંદ આદિ અનંતગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત્ આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે - તરંગો ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંત ગુણ છે, અને તેની પર્યાયોના પરિણમનમાં તરંગ ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. બાકી વાણીમાં કેટલું આવે? વાણીમાં તેને માટે કોઈ ઉપમા છે નહિ, સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ છે અને આ એક સમયની સ્વાનુભૂતિમાં તેનો અંશ છે, પણ તે જ જાત છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુનથી. તથા તે અસ્તિત્વ જાગૃત સ્વરૂપ છે. એટલે જ્યાં આકુળતાથી છૂટ્યો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે. અને તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે. કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય કે ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અભૂતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો. બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે, તે કાંઈ દષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે, અર્થાત્ સ્વ નુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વદન થાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ આત્મામાં આનંદગુણ છે તેને વિકલ્પ, રાગની કે બાહ્ય પદાર્થની અર્થાત્ દેવલોકના ને ચક્રવર્તીના કોઈ સુખોની અપેક્ષા નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ જ છે. તેથી તે આનંદ પણ નિરપેક્ષ - કોઈની અપેક્ષા વગરનો છે. વિભાવોથી છૂટેલો ને જગતથી ન્યારો-ઉપર તરતો-આત્મા અદ્ભૂત આનંદ તરંગમાં ડોલાયમાન થઈ રહ્યો છે, ખેલી રહ્યો છે, રમી રહ્યો છે. નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી અને પ્રમાણ અસ્ત થઈ જાય છે ત્યારે આત્મા અંદરથી કોઈ જુદો પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ લીલા કરતો અંદરથી પ્રગટ થાય છે. કોઈ કહે અમને શાંતિ થઈ ગઈ, તે આ વાત નથી. આ તો જુદું છે, આ આનંદ તરંગો જુદા છે. આનંદ અંતરમાંથી સ્વયં આવે છે. આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને આનંદ પ્રગટે છે અને તે જુદી જાતનો પ્રગટે છે. પ્ર. ૫ : પર્યાયમાં અનુભવ પર્યાયનો થાય છે ને ? ઉ ૫ : અનુભવ ભલે પર્યાયમાં થાય પણ આત્મામાં અનંત ગુણો છે તે ગુણો તેને ખ્યાલમાં આવે છે. દ્રવ્યને છોડીને પર્યાય અઘ્ધર રહેતી નથી, પર્યાય દ્રવ્યની જ છે. વેદન ભલે પર્યાયનું થાય, પણ દ્રવ્ય તેમાં જણાય છે. દ્રવ્યમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતગુણો છે ને પર્યાય તેને જાણે છે. દ્રવ્ય કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય છે એવું નથી. તેમાં ગુણો ભરેલા છે. જેમ પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ગરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. કેરી ખટાશરૂપે પરિણમે, મીઠાસરૂપે પરિણમે તે બધી પુદ્ગલની પર્યાયો છે. પણ તેવા ગુણ કોના છે ? કેરીના - પુદ્ગલના છે. તેમ આત્મા જ્ઞાન-દર્શનઆનંદરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. પણ પરિણમનાર કોણ છે ? પોતે ચૈતન્ય વસ્તુ. ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે, દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે કે ગુણો આવા છે. વેદન ભલે પર્યાયનું થાય પણ તે જાણે છે દ્રવ્યને. તથા દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી. પર્યાય કાંઈ અઘ્ધર લટકતી નથી. ચૈતન્યની પર્યાય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે તે પોતાની પર્યાય દ્રવ્યથી જુદી નથી. પર્યાયનો સ્વભાવ એ રીતે જુદો છે કે પર્યાય ક્ષણિક છે ને દ્રવ્ય શાશ્વત છે. છતાં પણ પર્યાય દ્રવ્યની છે, આત્માના આધારે પરિણમે છે, નિરાધાર નથી. જો દ્રવ્યના આધારે પર્યાય પરિણમિત ન હોય તો દ્રવ્ય અને પર્યાયના બે કટકા થઈ જાય. પર્યાય તો ક્ષણિક છે, તે ચાલી જાય છે અને આત્મા શાશ્વત છે. તેમાંથી બીજી બીજી પર્યાય આવ્યા જ કરે છે. જ્ઞાનની જ્ઞાનરૂપે, શ્રદ્ધાની શ્રદ્ધારૂપે...એમ નવી નવી પર્યાય ચૈતન્યમાંથી આવ્યા જ કરે છે. જે અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયના ભેદની વાત આવે છે, તે અપેક્ષાએ ભેદ છે. પણ દ્રવ્ય-ગુણપર્યાયને સર્વથા ભેદ નથી. તેમને લક્ષણ ભેદ છે, સંખ્યા ભેદ છે - એવી રીતે ભેદ છે. દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ જુદા કહેવાય પણ તેમને સર્વથા જુદા ન સમજવા. વસ્તુના કટકા ન સમજવા. જેમ છે તેમ સમજવું. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ પ્ર. ૬: સ્વાનુભૂતિમાં નાળિયેરમાં જેમ ગોળો અલગ છે તેમ, શરીર એકદમ જુદું પડ્યું છે એમ ખ્યાલમાં આવે? ઉ. ૬ઃ પોતે જુદો જ પડી જાય છે. એકદમ નિરાળો થઈ જાય છે. ચૈતન્યતત્ત્વ એકલો નિરાળો થઈ પોતે પોતાની અનુભૂતિ કરે છે, પોતે પોતાના અનંત ગુણનું વેદન કરે છે, ચૈતન્યગોળો છૂટો પડીને, ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. આ અનુભવમાં જે વિભાવનું વેદન છે તે છૂટી જાય છે, અને ચૈતન્યનું વેદના અંતરમાંથી પ્રગટ થાય છે. એકદમ એવો નિરાળો થઈ જાય છે, શરીરનો ખ્યાલ રહેતો નથી. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદુંઅનેહું જ્ઞાયક જુદો તેમજુદાપણાની-નિરાળાપણાની પરિણતિ વર્તે છે. અંતરમાં ગયો તો શરીર ક્યાં છે એ ખ્યાલ રહેતો નથી, વિકલ્પ તરફનો ઉપયોગ પણ છૂટી જાય છે ને એકલું ચૈતન્યનું વેદના રહે છે, એકલી આનંદની ધારા રહે છે. તેની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. પ્ર. ૭ઃ સવિકલ્પ અને નિર્વિકલ્પ દશામાં શો ફેર છે? ઉ.૭: નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે. નિર્વિલ્પ સ્વાનુભૂતિનો કોઈ જુદો જ પ્રકાર છે. સવિકલ્પ દશામાં રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યા છે. અને નિર્વિકલ્પમાં એકલો આનંદ જ વેદાઈ રહ્યો છે, જેમાં આકુળતા એકદમ અબુદ્ધિપૂર્વક છે તેનો પોતાને ખ્યાલ પણ નથી આવતો. એકલી નિરાકુળતા, એકલો આનંદદાય છે. સવિકલ્પ દશા રાગ મિશ્રિત છે. નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ છે, એમ ફેર છે. જ્ઞાની સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં ક્યાંનો ક્યાં ચાલ્યો ગયો ! જુદા દેશમાં ચાલ્યો ગયો. આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો. એ દશા! અને સવિકલ્પ દશા જે આકુળતા સાથે રહેલી છે, તેમાં ફેર છે. ઉપરની ભૂમિકાવાળાને સવિકલ્પમાં ભલે શાંતિ વધારે હોય પણ આકુળતા અને નિરાકુળતા બન્ને મિશ્રિત છે. તે મિશ્રિત વેદના અને એકલું નિર્વિકલ્પ વેદન તેમાં ફેર છે. પ્ર. ૮: સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણ સ્વરૂપ છે નય સ્વરૂપ છે? ઉ. ૮: સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણ સ્વરૂપ છે અને તે સહજરૂપે છે. દષ્ટિ પોતે એમ ને એમ છે અને જ્ઞાન પ્રમાણરૂપે છે. એ બધું નિર્વિકલ્પરૂપે છે. ત્યાં વિકલ્પવાળા નય-પ્રમાણ કાંઈ લાગુ પડતા નથી. સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે, નયની લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તે દેખાતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું ને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ્ય-પર્યાય બધાયને જાણે છે. ઉપયોગ પ્રમાણરૂપ અને શુધનયરૂપે પરિણતિ છે. પ્ર.૯: નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી? Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ - ઉ. ૯ઃ સાધક ત્રણેના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવાં બેસતો નથી. તે તો તેને સહજ જાણે છે. પર્યાયનું વેદન ને દ્રવ્યનો સ્વભાવ સહજ એક સાથે તેને અંતરમાં જણાય છે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી, ઉપયોગ એક સાથે ભેદ પાડ્યા વિના બધું જાણી લ્ય છે. બુદ્ધિપૂર્વક ભેદ પાડતો નથી કે આ ગુણ છે અને આ પર્યાય છે. તે તો સહજ જણાય છે. દ્રવ્ય-ગુણપર્યાયના ભેદ પાડતો નથી, તેના વેદનમાં સહજ આવી જાય છે. પ્ર. ૧૦ઃ આબાળ-ગોપાળ બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે શું? અનુભવાઈ રહ્યો છે - અનુભવમાં આવે છે તેનો શું આશય છે? ઉ. ૧૦ઃ આચાર્યદેવ કહે છે કે જ્ઞાન-લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છે. અનુભવમાં આવે છે એટલે કે વેદનરૂપે, સ્વાનુભૂતિરૂપે અનુભવમાં આવે છે એમ નહિ, પરંતુ પરિણમનમાં તું જ્ઞાન-લક્ષણથી પરિણમી રહ્યો છે, તેનાથી ઓળખાય તેવો તું છો. તું પોતે જ છો, તો હું તને કેમ જાણતો નથી ? તું જ્ઞાન સ્વભાવે છો, જ્ઞાન સ્વભાવે તું જ થઈ રહ્યો છો. તું પોતે અનુભવરૂપે રહ્યો છો. પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહિ, પરંતુ તું તારા અસ્તિત્વરૂપે છો, તેને ઓળખી લે. તું જ છો, તું જડનથી થઈ ગયો પણ અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે કે તેને તેનાથી છૂટા પડવું મુશ્કેલી પડે છે. એક એક શેયમાં - ખંડખંડમાં અટવાઈ ગયો છે તેથી અખંડને ગોતવાની મુશ્કેલી પડે છે. જાણનારો તું છો, નિઃશંકપણે બધાને જાણે છે. છે. ૧૧ : ભાવ ભારાન એટલે શું? ૯. ૧૧ : જ્ઞાયક એવો જે ભાવ છે એનું ભાન થવું જોઈએ કે આ જ જ્ઞાયક છે બીજો નહિ. જે વિકલ્પો બધા આવે છે તે હું નહિ, પણ આ જે જ્ઞાયક છે તે જ હું છું. એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવવો જોઈએ. માત્ર આ બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં શાયક છે તે હું એમ તેનો ભાસ આવવો જોઈએ. આ જ્ઞાયક પોતે પોતાથી છે, જ્ઞાયક વસ્તુ સ્વયંસિદ્ધ છે - એમ જ્ઞાયકનો ભાવ એને ભાસનમાં આવવો જોઈએ. અભ્યાસ કરતાં કરતાં આગળ જવાય છે. જ્ઞાયકનું જોર વધતાં વધતાં આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા, સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધદશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. પોતે રાગથી છૂટો પડે તો જ અંદરમાં આવે છે. પ્ર. ૧૨ઃ જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે. તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો? છે. ૧૨ઃ જ્ઞાન સાથે આનંદ નથી તે યથાર્થ જ્ઞાન જ નથી. જેને સમ્યગ્દર્શન થાય, સ્વાનુભૂતિ થાય તેને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ આવે તો જ્ઞાન સમ્યકરૂપે પરિણમ્યું જ નથી, એકલું લૂખું જ્ઞાન જ છે. જ્ઞાન સાથે જો આનંદની પરિણતિ પ્રગટ થઈ નથી તો જ્ઞાન નથી, અજ્ઞાન છે અને Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ તે છૂટું પડ્યું નથી. ભેદજ્ઞાન થઈને અંદર સ્વાનુભૂતિ થાય તો તે જ્ઞાનની સાથે આનંદ આવ્યા વગર રહેતો નથી. જેમ જેમ આગ્નવથી નિવૃત્ત થતો જાય તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે. અને જેમ જેમ જ્ઞાનદશા વધે તેમ તેમ આસ્રવોથી નિવૃત થતો જાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થઈને જ્ઞાનદશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ. જો આનંદનથી તો જ્ઞાનદશા યથાર્થ નથી. પ્ર. ૧૩ઃ પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું? ઉ. ૧૩ઃ હું જ્ઞાયક છું, ધ્રુવ છું એવું જોર હોય અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન હોય - એ બન્ને રીતે પુરુષાર્થ ઉપડે છે. દ્રવ્યસ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં દ્રવ્યમાં શુક્યા છે અને પર્યાયમાં અશુદ્ધતા છે એ બન્નેનું જ્ઞાન પ્રમાણમાં સાથે રહે છે. પરિણતિ ભલે દ્રવ્ય પર દષ્ટિ દેતો પણ જ્ઞાન સાથે રહે છે. જો એકલું દ્રવ્ય ઉપર જોર જાય અને પર્યાય કાંઈ છે જ નહિ એમ માને તો દ્રવ્ય ઉપરનું જોર ખોટું થાય છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું થાય છે. બન્ને - દષ્ટિ અને જ્ઞાન સાથે રહે છે. અને તો જ તેની દષ્ટિ પામ સમ્યક છે. સમ્યજ્ઞાન સાથે ન હોય તો દ્રવ્યદૃષ્ટિ પણ સમ્યફ નથી. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણજ્ઞાન સાથે જ રહે છે. પ્ર. ૧૪: અનેકાન્તની શૈલી એવી છે કે બન્ને પાસાથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા મળે? ઉ. ૧૪: હા, અનેકાન્તનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્યદષ્ટિએ શુદ્ધ છું એમ દષ્ટિમાં એકાંત આવ્યું ત્યારે દ્રવ્ય-પર્યાય પણ સાથે રહે છે. એટલે કે સમ્યક એકાંતની સાથે અનેકાન્ત રહેલું છે અને તે એકાંત સાચું થાય છે. પ્ર. ૧૫: ‘જીવનને આત્મમય બનાવી દેવું જોઈએ” એ કઈ રીતે? ઉ. ૧૫ઃ હા, જીવન આત્મમય જ બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિક૫મય છે તેને બદલે આત્મમય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ જીવન આત્મમય બની જવું જોઈએ. ડગલે પગલે, પ્રસંગે પ્રસંગે, પર્યાયે પર્યાયે આત્મા જ યાદ આવે એવું આત્મમય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે; હું ચૈતન્યમય છું; પરના આશ્રયે વિચાર આવે તે બધા વિચાર નિરર્થક છે. કાંઈ સારભૂત નથી; હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. કેમ કે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. પણ આત્મમય જીવન જો થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વ બુદ્ધિ તૂટી જાય. અંતરદષ્ટિ કરે કે હું આત્મા છું, આ બધું બહાર દેખાય છે તે હું નથી. હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘર-કુટુંબ આદિ બધું તે હું એમ પોતે માન્યું છે, પણ આ બધું કાંઈ હું નથી, હું તો ચૈતન્ય આત્મા છું. એમ આત્મામય જીવન બનાવી દેવું. અનંતકાળમાં ઘણું કર્યું, ત્યાગ-વૈરાગ્ય આદિબધું ય કર્યું, પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪. તો આત્મા છું. આ વિભાવ મારું સ્વરૂપ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજ હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે. આ ઉદયભાવ છે તે હું નથી, હું તો પારિણામિક ભાવે રહેનારો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તે પારિણામિક ભાવમારું સ્વરૂપ છે, આ ઉદયભાવતે મારું સ્વરૂપનથી એમ આત્મમય જીવન બનાવવું. તો આ સર્વ રીતે ત્તત્વનો યથાર્થ નિર્ણય કરી હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને પછી ભેદજ્ઞાન કરી સર્વ વિભાવ ભાવોથી-રાગથી હું ભિન્ન છું જીવન આત્મમય બની જાય છે - દવાનુભૂતિ પ્રગટ થઈ જાય છે.. સ્વાનુભૂતિઃ સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે આત્માનુભૂતિ એ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિ વિના સઘળા પ્રયત્નો વૃથા છે. સ્વાનુભૂતિથી જ બીજું બધું સનાથ છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે કારણ કે અનુભૂતિ પોતાના આત્માની જ હોય છે, બીજા આત્માની નહિ. સ્વાનુભવ, અનુભવ આદિ નામોથી એને અભિહિત કરવામાં આવે છે. अनुभौके रसकौं रसायन कहत जग, ___ अनुभौ अभ्यास यहु तीरथकी ठौर है। अनुभौकी जो रसा कहावै सोइ पोरसा सु, अनुभौ अधोरसासौं ऊरधकी दौर है। अनुभौकी केलि यहै कामधेनु चित्रावेलि, अनुभौको स्वाद पंच अमृतकौ कौर है। अनुभौ करम तोरै परमसौं प्रीति जोरै, ' ___ अनुभौ समान न धरमकोऊ और है॥ નિજ તત્ત્વોપલબ્ધિ (આત્માનુભૂતિ) વિના સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ નથી અને સમ્યકત્વની ઉપલબ્ધિ વિના નિર્વાણ (મોક્ષ) થતો નથી. બીજુ કહેવાથી અને દુર્વિકલ્પોથી શો લાભ? એક માત્ર પરમાર્થ સ્વરૂપ આ આત્માનો જ અનુભવ કરો; કારણ કે નિજરસના ફેલાવથી પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપી શુદ્ધાત્માથી ઊંચું વિશ્વમાં બીજુ કાંઈ નથી. એક માત્ર નિજ શુદ્ધાત્માનો જ અનુભવ કરવો એ જ સાર છે. ___एक देखीये जानिये, रमी रहिये इक कौर; समल, विमल न विचारिये, यहै सिद्धि नहि और ॥ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાંની સાથે જ જ્ઞાની આત્માને અમુક લબ્ધિઓ સહજ પ્રગટ થાય છે. પરિણામસ્વરૂપ એના જીવનમાં સામાન્ય માનવીની અપેક્ષાએ અનેક વિશેષતાઓ પ્રગટ થઈ જાય છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ અસીમ નિઃશંકતા, ભોગો પ્રતિ અનાસક્તિ, સર્વ પદાર્થોની વિકારી-અવિકારી દશાઓમાં સમતાભાવ, વસ્તુસ્વરૂપની સૂક્ષ્મ પકડ, બીજાના દોષો પ્રતિ ઉપેક્ષાભાવ, આત્મશુદ્ધિની વધતી દશા, શ્રદ્ધાનમાં દૃઢતા, પરિણામોમાં સ્થિરતા, ગુણ-ગુણવાનો પ્રત્યે પ્રેમ, ઉપદેશાદિ વડે વસ્તુતત્ત્વની પ્રભાવના વગેરે. અનુભૂતિનો શ્લોક ઃ સમ્યદષ્ટિ પોતાને કેમ જાણે છે ? ‘“આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે આ મોહ મારો કાંઈ પણ લાગતો વળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું. વિશેષાર્થ : ધર્માત્મા જ્ઞાનીને વિચક્ષણ પુરુષ કહેવાય છે. દુનિયાના ડાહ્યા તો ખરેખર પાગલ છે. અહીં સમ્યગ્દષ્ટિ - વિચક્ષણ પુરુષ એમ કહે છે અર્થાત્ એમ વિચારે છે કે - ‘હું તો સદા એક છું. રાગના સંબંધવાળો હું નથી. હું તો જ્ઞાયકની પરિણતિ જે નિર્મળ પ્રત્યક્ષ આસ્વાદરૂપ છે તેના સ્વભાવથી એકરૂપ છે છું. મારા એકસ્વરૂપમાં બગડે એમ બીજા ભાવ-રાગના ભાવનો બગાડ નથી. હું તો નિજ ચૈતન્યરસથી ભરપૂર ભરેલો મારા પોતાના આશ્રયે છું. એટલે કે મારી પર્યાયનો દોર ચૈતન્યના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ઉપર લાગ્યો છે. પર્યાયની ધારા દ્રવ્યથી તન્મયપણે છે તેથી કહ્યું કે સદાય હું એક છું, મારા જ્ઞાનરસથી ભરપૂર, મારા આશ્રયે જ છું. રાગનો આશ્રય મને નથી. અહાહા ! હું અતીન્દ્રિય આનંદરસ અને જ્ઞાનરસથી અનાદિથી ભરપૂર ભરેલો છું. એ જ્ઞાન-દર્શન સ્વભાવની મને રુચિ થઈ એટલે કે સ્વભાવનો રસ પ્રગટ થયો તેથી રાગના રસની જે રુચિ હતી તે નીકળી ગઈ. રસ એટલે તદાકાર - એકાકાર થવું, એઃ જ્ઞાયકમાં એકાકાર લીન થવું અને બીજે એકાકાર ન થવું તે જ્ઞાન-દર્શનનો રસ છે. અને તે જ છે સમ્યગ્દર્શન - આત્માની અનુભૂતિ છે. ‘આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું. મારું જ્ઞાયક સ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. એક જ્ઞાયકને અનુભવું છું, વેદું છું. મારા વેદનમાં રાગનું વેદન નથી.' આવી વાત સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો ક્યારે કરે ? વીતરાગ જિનેશ્વર દેવનો આ માર્ગ અપૂર્વ છે. ધર્મી કહે છે કે હું તે સ્વરૂપને અનુભવું છું જે સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવવાળું. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. શુદ્ધ ચૈતન્ય-આનંદનો સાગર ભગવાન આત્મા છે. જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય તે આત્મા છે. જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે. આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્ત્વ છે. આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ પુંજન. નિધિ છું એમ પરિણતિ વેદે છે, જાણે છે. આ પરિણતિ તે ધર્મ છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ધર્મી જીવ એમ જાણે છે કે હું શુદ્ધ ચિઘન અર્થાત્ શુદ્ધ જ્ઞાનસમૂહનું નિધાન, શુદ્ધ આનંદઘનનું નિધાન, શુદ્ધ વીર્યધનનું નિધાન, શુદ્ધ કર્તાશક્તિનું નિધાન, શુદ્ધ કર્મશક્તિનું પૂર્ણ નિધાન - ભંડાર છું. કર્મના ચાર પ્રકાર છેઃ ૧. કોઈપણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે તે તેના કર્તાનું કર્મ છે. જડ પરમાણુ કર્તા છે. તેનું એ કાર્ય છે, એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે તે પણ જડકર્તાનું પરિણમન - કર્મ છે. ૨. પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ તે ભાવકર્મ - વિકારી કર્મ છે. રાગ-દ્વેષ-મોહના પરિણામ એ વિકારી કર્મ છે. ૩. નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયા - શુદ્ધતાનો અનુભવ તે પણ નિર્મળ પરિણમનરૂપ કર્મ છે. ૪. ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડ્યું છે તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે તે કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણે કાળ પડી છે. આવો ચિઘન પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર તે હું છું એમ જેના અનુભવમાં આવે છે તે અનુભવ એક નિર્વિકારી કર્મ - કાર્ય છે અને તેને મોક્ષમાર્ગ કહે છે. - કર્મઅર્થાત્કાર્ય - પર્યાય. આત્મામાં કર્મનામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્ય-પર્યાય તે કર્મગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એક ગુણમાં બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે. પણ જ્ઞાનગુણમાં કર્તાગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે. આવો શુદ્ધ ચૈતન્યઘનનો નિધિ હું છું એમ જ્ઞાની અનુભવે છે. અહાહા!તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે!રાગરૂપે થવું એ કાંઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિઘન એટલે શુદ્ધ આનંદઘન, શુદ્ધ જ્ઞાનઘન, શુદ્ધ વીર્યધન એમ અનંતા ગુણનું ઘન - સમૂહ છે. વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે ત્યાં જ્ઞાની એમ અનુભવે છે કે હું તો પૂર્ણ સ્વરૂપ નિધિ છું. હું શરીર નથી, રાગ નથી, પુણ્ય-પાપ નથી અને અલ્પજ્ઞ પણ નથી, તેમ જ એક ગુણરૂપ પણ નથી; હું તો અનંત ગુણનું એક નિધાન-ખાણ છું. આવો સ્વરૂપનો મહિમા છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ સમ્યગ્દર્શન સંબંધી માર્મિક પ્રશ્નો ૧. ભગવાન આત્માનો મહિમા, આશ્રય, એકાગ્રતા વગેરે. ૨. વર્તમાનમાં ભૂલ શું છે? ૩. હવે કરવું શું? ઉપાય શું છે? ૪. તત્ત્વનિર્ણય અને ભેદજ્ઞાન. ૫. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ. ૬. પાત્રતા અને નિશ્ચય-વ્યવહાર. ૭. સ્વાનુભૂતિ પૂર્વેની સ્થિતિ. ૮. મોક્ષમાર્ગ સંબંધી અગત્યના પ્રશ્નો. ૯. ક્રમબદ્ધ પર્યાય અને સમ્યગ્દર્શન. ૧૦. ઉપાદાન-નિમિત્ત અને સમ્યગ્દર્શન. ૧૧. કર્મના સિદ્ધાંત સંબંધી પ્રશ્નો. ૧૨. સામાન્ય પ્રશ્નો. ૧. ભગવાન આત્માનો મહિમા, આશ્રય, એકાગ્રતા વગેરે : પ્ર. ૧: ધર્મનો મર્મ શું છે? ઉ.૧: આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મ છે. પ્ર. ૨ઃ ધર્મ-અધર્મનો આધાર કોના પર છે? ઉ. ૨ઃ એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં દષ્ટિ કોના ઉપર પડી છે તેના ઉપર ધર્મ-અધર્મનો આધાર છે. સંયોગ પર દષ્ટિ છે તો અધર્મ અને સ્વભાવ પર દષ્ટિ છે તો ધર્મ. પ્ર. ૩ઃ શાસ્ત્રાદિ અભ્યાસ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું? ઉ. ૩ઃ ખરેખર એક આત્માની જરુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવ છે તેવજદંડ છે, તેનો આશ્રય લેવાથી મિથ્યાત્વ-આસવ ભાવ તૂટે છે. સ્વસમ્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દષ્ટિ કરવી એ છે પ્ર. ૪: આપે બતાવેલ આત્માનું માહાત્મ આવવા છતાં કાર્ય કેમ આવતું નથી? ખરેખર માહાત્મ લાવવા શું કરવું? Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ઉ.૪: અંદરથી જે અપૂર્વ માહાત્મ આવવું જોઈએ તે આવતું નથી. ભલે ધારણામાં માહાત્મ આવતું હોય પરંતુ અંદરથી જે ઉલ્લસિત થઈને જે મહિમા - માહાત્મ આવવું જોઈએ તે વગર કાર્ય થતું નથી. ક આત્માની ખરેખરી અંદરથી રુચિ જાગે અને ભવનો થાક લાગે તો આત્માનું અંદરથી માહાત્મ આવ્યા વિના રહે જ નહિ. જેને ખરેખર આત્મા જોઈએ છે તેને આત્મા મળે જ. છુટવાનો કામી બંધાતો નથી.' રાગ તે હું નહિ, જ્ઞાયક તે જ હું એમ જ્ઞાયકની દઢતાનો વારંવાર અભ્યાસ કરવો. આત્માની યથાર્થ રુચિ અને લક્ષ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય જ. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વિર્યમાં ઉત્સાહ અને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ એમ એના નિર્ણયમાં આવવું જોઈએ. પ્ર. ૫. ઘણાં વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી? ઉ. ૫: આત્મા આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઉડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો જ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશને લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય છે. પ્ર. ૬ : ધારણા જ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય છે? ઉ. ૬ વ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. પ્ર. ૭ઃ મિથ્યાત્વનો નાશ સ્વસમ્મુખ થવાથી જ થાય છે કે કોઈ બીજો ઉપાય પણ છે? ઉ. ૭: વના આશ્રયથી જ મિથ્યાત્વનો નાશ થાય છે, તે જ એકમાત્ર ઉપાય છે. સ્વલક્ષે શાસ્ત્રાભ્યાસ કરવો તેનાથી સ્વ જ્ઞાન ઉત્પન્ન થતાં મોહનો ક્ષય થાય છે. પ્ર. ૮ઃ સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ શું છે? ઉ. ૮ : સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ છે તે રાગની મંદતા હતી માટે પ્રગટ થઈ છે એમ તો નથી જ, પણ સૂક્ષ્મતાથી જોઈએ તો દ્રવ્ય-ગુણને લઈને સમ્યગ્દર્શન થયું છે તેમ પણ નથી. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ અને ધ્યેયને આલંબન દ્રવ્ય છે તો પણ તે પર્યાય પોતાના ષસ્કારકથી સ્વતંત્ર પરિણમી છે. જે સમયની જે પર્યાય થવાની છે તેને નિમિત્તાદિનું તો આલંબનનથી પણ દ્રવ્યને લઈને થાય છે તેમ પણ નથી. અહાહા..! અંતરની વાતો કાચા પારા જેવી બહુ ગંભીર છે, પચાવી શકે તો મોક્ષ થાય છે. પ્ર.૯ દૃષ્ટિને સ્થિર કરવા માટે સામી વસ્તુ સ્થિર જોઈએ, પણ દષ્ટિ તો પલટતી રહે છે તે કેવી રીતે સ્થિર થાય ? Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ ઉ. ૯ઃ સામી વસ્તુ સ્થિર (ધુવ) હોય તો તેના ઉપર નજર નાંખતા નજર સ્થિર થાય છે. ભલે નજર (દષ્ટિની પર્યાય) સ્થિર ન રહી શકે, તો પણ ધ્રુવ ઉપર નજર એકાગ્રતા કરે છે તેથી વસ્તુ આખી નજરમાં આવી જાય છે. આખું આત્મદ્રવ્ય નજરમાં જણાઈ જાય છે. મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો, દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા આવતો નથી, પર્યાય પાછળ આખો ધ્રુવ મહાપ્રભુ પડ્યો છે એનો મહિમા આવે, આશ્ચર્યભાસે તો કાર્ય થાય જ, અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં આવવું જોઈએ, વિશ્વાસે વહાણ ચાલે છે ને દરિયો તરી જાય છે તેમ અંદરમાં આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવે તો કાર્ય થાય જ. . પ્ર. ૧૦ઃ બાર અંગનો સાર શું છે? ઉ. ૧૦ઃ અનંતા કેવળી, મુનિરાજ અને સંતો એમ કહે છે કે સ્વદ્રવ્યનો આશ્રય કરો અને પરદ્રવ્યનો આશ્રય છોડો, સ્વભાવમાં લીન થાઓ અને પરભાવથી વિરક્ત થાઓ. તેથી વીતરાગતા પ્રગટ થશે. આ જ બાર અંગનો સાર છે. પ્ર. ૧૧ : શું એકલું ચારિત્ર જ ધ્યાન છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પણ ધ્યાનના પ્રકાર છે? ઉ. ૧૧ શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરવી તે પણ પરમાત્મ સ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યજ્ઞાન તે પણ ધ્યાન જ છે અને સમ્યગ્યારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપધ્યાનના જ પ્રકાર છે. અને પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર છે. પરમાત્મા સ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, ને સમક્યારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને સ્વરૂપની એકાગ્રતા કરવી તેજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ એકાગ્ર ચિંતા નિરોધરૂપ ધ્યાન છે, ને તે જ મોક્ષમાર્ગ છે. ધર્મ ધ્યાનથી જ ધર્મની શરૂઆત થાય છે. પ્ર. ૧૨ : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થને રૂપાતીત એમ ધર્મ ધ્યાનના જે ચાર પ્રકાર છે તેમાં કેટલા સવિકલ્પ છે અને કેટલા નિર્વિકલ્પ છે? ઉ. ૧૨ઃ પરમાર્થે તો ચાર પ્રકારના ધર્મધ્યાન નિર્વિકલ્પ છે; કેમ કે જ્યારે વિકલ્પ છૂટીને ઉપયોગ સ્વમાં થંભે ત્યારે જ ખરું ધર્મધ્યાન કહેવાય. પહેલાં પિંડસ્થ એટલે દેહમાં રહેલો શુદ્ધ આત્મા, પદસ્થ એટલે શબ્દના વારૂપ શુદ્ધ આત્મા, રૂપસ્થ એટલે અરિહંત સર્વજ્ઞદેવ તથા રૂપાતીત એટલે દેહાતીત સિદ્ધ પરમાત્મા એ ચાર પ્રકારના સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન બીજા વિકલ્પમાંથી છૂટીને મનને એકાગ્ર કરવાને ટાણે આવે, તેને વ્યવહારે ધર્મધ્યાન કહેવાય પણ પછી તેના વિકલ્પો છૂટીને નિજ સ્વરૂપમાં ઉપયોગ જામે ત્યારે ખરું ધર્મધ્યાન કહેવાય. આ રીતે ચાર પ્રકારના સવિકલ્પ ચિંતનને વ્યવહારે ધર્મધ્યાન કહ્યું, Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ પરમાર્થ ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. પરમાર્થ ધર્મધ્યાન વીતરાગ છે, ને તે જ મોક્ષનું સાધક છે. પ્ર. ૧૩ : મોક્ષનું કારણ સમભાવ છે એ સમભાવ કરીએ તો મોક્ષ થાય ને? ઉ. ૧૩ : સમભાવ એટલે વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમભાવનું કારણ વીતરાગી સ્વભાવી ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. આ ટૂંકામાં ટૂંકું છે. જ્ઞાન અને શ્રદ્ધા વગર ત્રિકાળીનો આશ્રય કરશે કેમ? પ્ર. ૧૪ઃ સમ્યગ્દર્શનનો વિષય શું છે? ઉ. ૧૪: ભૂતાર્થ એકરૂપ સામાન્ય ધ્રુવ ભગવાન આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે. ભેદરૂપ નવ તત્ત્વોમાં સામાન્યરૂપે રહેલું એટલે કે ધૃવરૂપે રહેલું તે જીવનું શુદ્ધ ભૂતાર્થ સ્વરૂપ છે. ‘શુદ્ધ જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષય છે. પ્ર. ૧૫: ત્રિકાળી ધ્રુવ દ્રવ્યદષ્ટિમાં આવ્યો એવું ક્યારે કહેવાય? ઉ. ૧૫ : ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મદ્રવ્ય જેને દૃષ્ટિમાં આવ્યો તેને પર્યાયમાં આનંદનું વેદન આવે છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન ઉપર દષ્ટિ પડે અને વેદનમાં આનંદનો અનુભવ થાય ત્યારે તેની દષ્ટિ દ્રવ્યની થઈ કહેવાય છે. જો આનંદનું વેદન ન આવે તો દષ્ટિ ધ્રુવ ઉપર ગઈ જ નથી. જેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય તેને અનાદિનું રાગનું વદન હતું તે ટળીને આનંદનું વેદન પર્યાયમાં આવે ત્યારે તેની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું છે. પણ વેદનમાં દ્રવ્ય આવતું નથી. તેથી પર્યાય દ્રવ્યને સ્પર્શ કરતી નથી. પ્રભુની પર્યાયમાં પ્રભુનો સ્વીકાર થયો એ પર્યાયમાં પ્રભુનું જ્ઞાન આવે છે, પણ પર્યાયમાં પ્રભુનુંદ્રવ્યનું વેદન આવતું નથી, એટલે પર્યાય સામાન્ય દ્રવ્યને સ્પર્શતી નથી એમ કહ્યું છે. ' સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને સ્વભાવ ભેદ છે. આ સમ્યગ્દર્શન અને શુદ્ધાત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી. જ્ઞાનના અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને શુદ્ધ નય હોય છે. અને આવી અભેદ દષ્ટિ કરી ત્યારે શુદ્ધ નયનું અવલંબન લીધું એમ કહેવાય છે. પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ધ નયનું અવલંબન છે. તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી. દષ્ટિના વિષયમાં એકલું ધ્રુવ દ્રવ્ય જ આવે છે, પર્યાય તો દ્રવ્યનો વિષય કરે છે પણ પર્યાય ધ્રુવ દ્રવ્યમાં ભેગી આવતી નથી કેમ કે તે વિષય કરનાર છે. વિષય અને વિષયી બે જુદા છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. પરનું લક્ષ છોડી, પર્યાયનું લક્ષ છોડી, ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરે ત્યારે વીતરાગતા પ્રગટે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પર૧ ૨. વર્તમાનમાં ભૂલ શું છે? પ્ર. ૧: આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે? ઉ. ૧ઃ જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી તેથી અટકે છે. જાણપણું તો અગીયાર અંગનું થઈ જાય પણ ભરોસો આવવો જોઈએ તે આવતો નથી. ભરોસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો આવતો નથી તેથી ભટક્યા-ભટક કરે છે. પ્ર. ૨ઃ તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉ.૨ મૂળ તો રુચિની ખામી છે. પ્ર. ૩ઃ વિકલ્પ વડે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેમ થતી નથી? ઉ.૩ઃ વિકલ્પ વડે નિર્વિકલ્પચૈતન્યના અનુભવ તરફ જવાશે એમ જે માને છે તે વિકલ્પને અને નિર્વિકલ્પ તત્ત્વને બન્નેને એક માને છે, તેને વિકલ્પનો જ અનુભવ રહેશે પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આઘો જાય નહિ, એટલે વિકલ્પથી પાર એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ! ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ એ બન્નેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ નથી અને વિકલ્પનો પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડેથી વિચારીને તું ચૈતન્યની જ ભાવનામાં તત્પર રહે. ચૈતન્યમાં જેમ જેમ નીતા થતી જાય છે તેમ તેમ વિકલ્પો શમતા જાય છે. ચૈતન્યમાં લીન થતાં વિકલ્પ અલોપ થઈ જાય છે. આ રીતે ચૈતન્યમાં વિકલ્પ નથી, એવા ભિન્ન ચૈતન્યને તું તીવ્ર લગનીથી તું ચિંતવ. પ્ર. ૪: આપ સહુ સમજવાનો અપાર મહિમા બતાવો છો. તેથી શું લાભ? અમે તો વ્રતાદિકરવામાં લાભ માનીએ છીએ. ઉ.૪ઃ સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિત્ર મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે તેના કરતાં સત્ સમજવાના લો જે શુભ ભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભ ભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિત્વ પોષાતું જાય છે, અને સત્ સમજવાના લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું? પ્ર. ૫ઃ સમ્યગ્દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી? ઉ.૫ : વિપરીતતાને લઈને સમ્યગ્દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈને લઈને ચારિત્ર અટકે છે. એને બદલે સમ્યક નહિ થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાદોષને રાઈ સમાન અલ્પ બનાવે છે. તે ડુંગર જેવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે નહિ. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ પ્ર. ૬ જિનવરે કહેલાં વ્યવહાર ચારિત્રને સાવધાનીપૂર્વક પાળવાથી સમ્યગ્દર્શન થવાનું કારણ તો થાય ને? ઉ. ૬ : જરી યે ન થાય. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાનો ત્રિકાળી આત્મા જ છે. ભગવાને કહેલાં વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક અને પરિપૂર્ણ પાળે તો પણ તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. આ તો વીરાનો માર્ગ છે - શૂરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. શુભ રાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર કાયર છે, મિથ્યાત્વી છે. પ્ર. ૭ઃ જેના પ્રતાપે જન્મ-મરણ ટળે ને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યગ્દર્શન પાંચમાં આરામાં જલ્દી થઈ જાય? ઉ. ૭ઃ પાંચમાં આરામાં ક્ષણમાં સમ્યગ્દર્શન થાય. પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમા આરાથી આત્મા પાર છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. પાંચમા આરામાં ન થઈ શકે, હમણાં ન થઈ શકે એમ માનનારા કાયરનું કામ નથી. પછી કરીશ,કાલે કરીશ -એવા વાયદા કરનારનું કામ નથી. હમણાં કરીશ, આજે જે કરીશ - એવા વીરોનું આ કામ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, તેની સામે જોવે તેને કાળ - આરો શું નડે? શું કરે? પ્ર. ૮: એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એના માટે આટલાં બધા શાસ્ત્રોની રચના આચાર્યદેવે કેમ કરી ? ઉ. ૮ઃ એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલાં બધાં શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્ગલથી થઈ છે. પ્ર. ૮ઃ પરના લક્ષથી આત્મામાં જવાતું નથી પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય ને? ઉ. ૮: શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. પ્ર. ૧૦ઃ તો શાસ્ત્ર વાંચવા નહિ ને? ઉ. ૧૦ : આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે અને સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું છે કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ! એનો અર્થ એ છે કે તું સિદ્ધ સ્વરૂપ છો એવી શ્રદ્ધા - પ્રતીતિ કરીને સાંભળ, સિદ્ધ સ્વરૂપમાં દષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. પ્ર. ૧૧ શું ઇન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી? ઉ. ૧૧ : અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડ ખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાન તે આત્મા નહિ. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યા તે ઇન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહિ. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ. Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨૩ પ્ર. ૧૨ : ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ? ઉ. ૧૨ : ભગવાનની વાણી એ શ્રુત કે શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌદ્ગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રતથી થતું જ્ઞાન પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સૂત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે, ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે. પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞપ્રિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. પ્ર. ૧૩: અગિયાર અંગ ને નવ પૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું? ઉ. ૧૩ઃ અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડ જ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડ ખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિના અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતા કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. પ્ર. ૧૪: આ ધર્મમાં કાંઈ ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની વાત તો ન આવી? ઉ. ૧૪: આમાં જ યથાર્થ ગ્રહણ-ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ શકતો નથી પણ અંતરમાં જ થાય છે. લીલોતરી વગેરે છોડવાની વાત ન આવી કેમ કે એ વસ્તુઓ તો આત્માથી છૂટી જ છે. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે લીલોતરીન ખાતો હોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જપ કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભ રાગ તે વિકાર છે-મંદ કષાય છે, તે ધર્મ નથી. માટે હું પરવસ્તુને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને ધર્મ થાય એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ સ્વભાવનું ગ્રહણ અને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે. પ્ર. ૧૫ શું દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી? ઉ. ૧૫ : શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યલિંગ છે, નવ તત્ત્વની ભેદવાળી શ્રદ્ધા તે દ્રવ્યલિંગ છે અને છકાય જીવનું ચારિત્ર તે પણ દ્રવ્યલિંગ છે, શરીરનું નગ્નપણું તે પણ દ્રવ્યલિંગ છે, શાસ્ત્રના વિકલ્પો, પંચ મહાવ્રતા આદિના વિકલ્પો એ બધું દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગમાં સંતો ન રોકાણા અને ભાવલિંગરૂપ દર્શન-જ્ઞાનચારિત્રનું સેવન કરતાં થકા મોક્ષમાર્ગ અને મોક્ષને પામ્યા. જો દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો તેને છોડીને અંદર આત્માના આશ્રયે કેમ જાત? જે શ્રદ્ધા-જ્ઞાનને ચૈતન્ય પ્રભુનો આશ્રય નથી તે શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યલિંગ છે, શરીર આશ્રિત છે, પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ' ' પ્ર. ૧૬ : બંધનું કારણ પરદ્રવ્ય અને મોક્ષનું કારણ સ્વદ્રવ્ય છે ને ? ઉ. ૧૬ બંધનું કારણ પરદ્રવ્ય નથી, પરદ્રવ્ય તો સદાય હોય છે. જો તે બંધનું કારણ હોય તો બંધ રહિત ક્યારેય ન થઈ શકે. પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામીત્વ તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્ય પણ અનાદિથી છે જ છતાં મોક્ષ થયો નહિ. તેથી સ્વદ્રવ્યમાં સ્વામીત્વ તે મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્યમાં સ્વામીપણું થતાં પરદ્રવ્ય હોવા છતાં પણ બંધ થતો નથી. માટે સ્વદ્રવ્યમાં સ્વામીપણું તે મોક્ષનું કારણ છે અને પારદ્રવ્યમાં સ્વામીપણું તે બંધનું કારણ છે. પ્ર. ૧૭ : શું જીવ દુઃખમાં સુખ માનતા હશે? ઉ. ૧૭ હા, મૂઢ છે ને! એટલે દુઃખમાં સુખ માને છે. એણે વાસ્તવિક સુખનો નમૂનો કયાં જોયો છે? એટલે કે ની સાથે સરખાવે? દુઃખને જ સુખ માની રહ્યો છે. પ્ર. ૧૮ : અમારી કાળલબ્ધિ પાકી નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી ને? ઉ. ૧૮: ના, ના, એમ નથી, પણ તમારો પુરુષાર્થ વિપરીત છે એટલે સમ્યગ્દર્શન થતું નથી. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લ્ય ને બોલે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીત છે? ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે એની દષ્ટિ તો દ્રવ્ય સ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય છે. પરના કર્યા કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરો છો અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી તો સમ્યગ્દર્શન ક્યાંથી થાય? પ્ર. ૧૯ કષાયને પાતળો કરે તો અંતર્મુખ થવાય ને? ઉ. ૧૯ બિલકુલ ખોટી વાત છે. સંસારને પાતળો કરે તો સંસાર રહિત થવાય? ઝેરને પાતળું કરે તો અમૃત થાય? પુણ્ય-પાપ બન્ને બંધના કારણ છે, ઝેરરૂપ છે. અમૃતથી વિરુદ્ધ ભાવ છે તેમાં બે માંથી એકને ઠીક અને બીજાને અઠીક માનવો, શુભ અને અશુભમાં ભેદમાનવો-તફાવત માનવો, શુભ-અશુભમાં બે માં કાંઈક ફેર છે એમ માનશે તો ઘોર સંસારમાં રખડશે એમ કુંકુંદ આચાર્ય કહે છે. ભગવાન આત્મા આત્મસ્વરૂપ છે, તેની સન્મુખ થવાનું સાધન એ પોતે જ છે. કષાયની મંદતા બિલકુલ સાધન નથી. કષાયની મંદતાના શુક્લ લેગ્યાના ભાવે કરીને દ્રવ્યલિંગી નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાત્વ છૂટ્યું નહિ. પ્ર. ૨૦ઃ ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું, માનવ ધર્મ શું? ઉ. ૨૦ઃ અરે ભાઈ! સૌથી પહેલાં તો હું મનુષ્ય છું એવી માન્યતા એ જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તો સંયોગી પર્યાય છે. જીવ-પુદ્ગલના સંયોગરૂપ અસમાનજાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી. મનુષ્ય પર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું - એમ સમજવું તે પહેલી ફરજ છે ને તે પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે. આ સિવાય હું મનુષ્ય જ છું એમ માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધીય વ્યવહારમૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે. પ્ર. ૨૧ : પૈસા-વૈભવમાં આકર્ષણ શક્તિ બહુ લાગે છે? Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ ૭. ૨૧ : પૈસા-વૈભવમાં આકર્ષણ કાંઈ જ નથી, એ જીવના મોહની મૂર્ખાઈ છે, પાગલપણું છે, પરમાં મોહ કરીને પોતાનો ભવ બગાડીને ચોર્યાશીના ભ્રમણમાં ચાલ્યો જાય છે. પ્ર. ૨૨ : અનંતકાળ ગયો પણ ન સમજ્યા, તો હવે શી રીતે સમજાય ? ૩. ૨૨ : અનંતકાળથી આત્માને સમજ્યો નથી એટલે શું આત્માને ન સમજાય ? શું સમજવાની તાકાત ચાલી ગઈ છે ? જેમ પાણી અગ્નિના નિમિત્તે સો વર્ષ સુધી ઊનું થવા છતાં, શું તેનો શીતળ સ્વભાવ ટળી ગયો છે ? ચૂલા ઉપર પડેલું ઊનું પાણી ઊલટું થતાં તે જ અગ્નિનો નાશ કરવાની તાકાતવાળું છે. તેમ અનંતકાળથી ઊંધી રુચિના કારણે આત્માને સમજ્યો નથી. પણ હવે જો રુચિમાં ગુલાંટ મારે તો ક્ષણમાં સમજાય તેવું છે. પ્ર. ૨૩ : બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે ? ઉ. ૨૩ : અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બંધનું કારણ તો જીવના જ પરિણામ છે, પણ બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતાં નથી તેથી અધ્યવસાનના ત્યાગના અર્થે બાહ્ય વસ્તુના સંગનો નિષેધ કરવામાં આવે છે, બાહ્ય વસ્તુનું લક્ષ છોડાવવામાં આવે છે. પ્ર. ૨૪ : પહેલાં અશુભ રાગ ટાળે ને શુભ રાગ કરે તો પછી શુદ્ધ ભાવ થાય તેવો તો ક્રમ છે ને ? ઉ. ૨૪ ઃ એવો ક્રમ જ નથી ! પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભ રાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભ રાગ ટાળીને શુભ રાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે. પ્ર. ૨૫ : તો અજ્ઞાનીએ શું કરવું ? ૩. ૨૫ ઃ અજ્ઞાનીએ પહેલાં વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભ રાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી. તંત્ર, મંત્ર, વ્રત, તપ, જપ એ કાંઈ ધર્મના ઉપાય નથી. જ્ઞાન અને શ્રદ્ધા એ બે ગુણ પ્રથમ સમજણ માટે જરૂરી છે. ૩. હવે કરવું શું ? ઉપાય શું છે ? પ્ર. ૧ : સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની સરળ વિધિ શું છે ? ઉ. ૧ : પરનો કર્તા આત્મા નથી, રાગનો પણ કર્તા નથી, રાગથી ભિન્ન હું જ્ઞાયકમૂર્તિ છું, માત્ર જાણનાર છું એવી અંતરમાં પ્રતીતિ કરવી. પ્ર. ૨ ઃ કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય ? ઉ. ૨ : અગીયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થઈ જાય તે બધું પરલક્ષી જ્ઞાન છે. આ બધું જ્ઞાન થવું તે સમ્યગ્દર્શનનું કારણ નથી. જ્ઞાનનો ઉઘાડ -ક્ષયોપશમ જ્ઞાન એ મંદ કષાયનું કાર્ય છે, આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તો પણ રુચિના બળે સમ્યગ્દર્શન થાય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ પ્ર. ૩ઃ અજ્ઞાનીએ શું કરવું? વિધિને અમલમાં કેમ મૂકવી? ઉ.૩: પહેલાં વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. શુભ રાગના ક્રિયાકાંડ કરવા તે સાચા ઉપાય નથી. જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. વિધિ યથાર્થ સમજાય તો પરિણતિ ગુલાંટ માર્યા વગર રહે નહિ. વિકલ્પની જાત અને સ્વભાવની જાત બન્નેને ભિન્ન જાણતાંવેત પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને સ્વભાવ સાથે તન્મય થાય છે. વિધિ જાણે પછી એને શીખવવું ન પડે કે તું આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે છે. સમ્યકત્વની વિધિને જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી, સ્વભાવમાં તન્મય છે અને એવું જ્ઞાન જ સાચી વિધિને જાણે છે. તત્ત્વનો પ્રથમ યથાર્થ નિર્ણય કૃતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે અને પછી ભેદજ્ઞાન કરી નિજ ભગવાન આત્માનું શ્રદ્ધાન કરી અનુભવ કરવાનો છે. આ જ વિધિ છે. પ્ર. ૪: વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય કે નહિ? ઉ. ૪: કોઈ કાળે ન થાય. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાના ત્રિકાળી સ્વભાવની રુચિ જ છે. પ્રથમ રાગ ન છૂટે, રાગની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનમાં રાગની ભિન્નતા થાય છે. રાગ છૂટતો નથી પણ રાગને દુઃખરૂપ જાણીને તેની રુચિ છૂટે છે. શુદ્ધ આત્મવસ્તુ કે જેમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ, તે શુદ્ધ વસ્તુમાં પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે. વસ્તુમાં વિકલ્પ નથી અને વિકલ્પમાં વસ્તુ નથી. એમ બન્નેની ભિન્નતા જાણીને પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને જ્યારે સ્વભાવમાં આવે ત્યા મિથ્યાત્વ ટળી જાય છે. એટલે કે “ઉપયોગ’ અને ‘રાગાદિનું ભેદજ્ઞાન તે સમ્યકત્વનો માર્ગ છે. ચિદાનંદ સ્વભાવનો અનંત મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્મા પર નજર એકાગ્રતા કરે છે તેથી આખું આત્મદ્રવ્ય નજરમાં આવે છે. મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો, દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા નથી આવતો, પર્યાયની પાછળ આખો ધ્રુવ મહા પ્રભુ પડ્યો છે એનો મહિમા આવતો નથી, મહિમા આવે તો કાર્ય થાય જ. અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં (શ્રદ્ધામાં) આવવું જોઈએ. વિશ્વાસે વહાણ ચાલે છે. જેણે જીવતી જ્યોત એવા ચૈતન્યનો અનાદર કરીને રાગને પોતાનો માન્યો છે, રાગ તે હું છું એમ માન્યું છે, તેણે પોતાના આત્માનો જ ઘાત કર્યો. આત્માનો અનાદર કરનાર, તિરસ્કાર કરનાર, અવિવેકી મિશ્રાદષ્ટિ છે. રાગ કરતાં કરતાં વીતરાગ કેમ થાય? વ્યવહાર કરતાં કરતાં કોઈ કાળે નિશ્ચય ન થાય. અનુભવનો માર્ગ અલૌકિક છે. પ્ર. ૫ આત્માના પરિણમન માટે પ્રથમ શું કરવું? ઉ.૫ પહેલાં તો સત્સમાગમે આવા વસ્તુના સ્વરૂપનું (સત્યનું) શ્રવણ કરવું જોઈએ. જ્યાં સત્યનું શ્રવણ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ નથી ત્યાં ગ્રહણ નથી, ગ્રહણ નથી ત્યાં ધારણા નથી, ધારણા નથી ત્યાં રુચિ નથી અને રુચિ નથી ત્યાં પરિણમન થતું નથી. આ રીતે શ્રવણ, ગ્રહણ, ધારણા અને રુચિ પછી અંતરમાં તેનું પરિણમન કેમ થાય તેની આ વાત છે. પ્ર. ૬ : સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણ કર એટલે શું ? ઉ. ૬ : અંતર સ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે અંતરંગ ભાવ છે. એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધાદિ રાગ ભાવ છે, તે બહિરંગ ભાવ છે, અંતરંગ ભાવ નથી. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે, તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર. નવ તત્ત્વ, દેવ-ગુરુશાસ્ત્ર કે આ જડ શરીરના વિકલ્પોમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી અંગમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે પુણ્ય-પાપના પરિણામ થાય તે તારું ચૈતન્ય અંગ નથી પણ બાહ્ય અંગ છે, કાર્મણ અંગ છે. ચૈતન્યને મૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગ ભાવ છે. તે અંતરંગ ભાવ નથી. તેમાંથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી નથી. ‘અંતરંગ ભાવ’ કહીને આચાર્યદેવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિ ક્રિયા, વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભ રાગ છે તે બહિરંગ ભાવ છે, વિકાર છે. તેનાથી આત્માનું કલ્યાણ થતું નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગ ભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને (પરભાવોમાં આત્મબુદ્ધિ છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગ ભાવ છે; અને તેવા ભાવથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે જ આત્માનું કલ્યાણ છે. પ્ર. ૭ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય ક્યા પ્રકારે કરવો ? ΟΥ ઉ. ૭ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રમાણે કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ જ્ઞાયક છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારા શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી. જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. પ્ર. ૮ : ન્યાયથી અને તર્કથી તો આ વાત બેસે છે પણ અંદર જવાની કેમ હિંમત ચાલતી નથી ? ઉ. ૮ : એને પહોંચવા એટલો પુરુષાર્થ નથી, એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી. પ્ર. ૯ : વર્તમાન કર્મબંધન છે, હીન દશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ઉ. ૮: રાગાદિ ભાવો વર્તમાનમાં વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિતિવાળા છે ને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધ-સ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. પર્યાયમાં રાગ હોવા છતાં તે પર્યાય પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવનું લક્ષ કરી અનુભવ કરી શકે છે. પ્ર. ૧૦ઃ આત્મા પરોક્ષ છે તો કેમ જણાય? ઉ. ૧૦ઃ આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી - પ્રત્યક્ષ દેખાતો નથી, પણ આત્મા પ્રત્યક્ષ જ છે, એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. પ્ર. ૧૧ઃ વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે? ઉ. ૧૧ : જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લ્ય છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસમ્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે, જેમ સાકરની નાની ટકી ઉપરથી આખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે “અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને ન જાણી શકે, પુરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે” તો તેની વાત જુદી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો સમ્યજ્ઞાન કદી થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસમ્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીત કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૧૨: પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહિને અનાદિમિથ્યાદષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું? ઉ. ૧૨ઃ રાગથી ભિન્ન પડવું તે સાધન છે, પ્રજ્ઞાછીણીને સાધન કહો કે અનુભૂતિ સાધન કહો, તે એક જ સાધન છે. પ્ર. ૧૩ઃ રાગ ને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞાછીણી કેમ મારવી? ઉ. ૧૩ઃ પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકે છે. પ્ર. ૧૪: ઉપયોગને કેટલો ઊંડો લઈ જવાથી આત્માના દર્શન થાય છે - આત્મા પમાય છે? Page #551 -------------------------------------------------------------------------- ________________ પર૯ ઉ. ૧૪: ઉપયોગ પરમાં બહારમાં જાય છે તેને અંદર સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો કહ્યો છે. ઊંડો એટલે આઘો - દૂર લઈ જવાનો નથી પણ અંદરમાં - સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં – ઢળતાં આત્માના દર્શન થાય છે. પ્ર. ૧૫: કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય ? ઉ. ૧૫ : અગીયાર અંગનો ઉઘાડ થઈ જાય એટલી રાગની મંદતા અભવીને (અભવ્ય જીવને) થાય છે. અગીયાર અંગનું જ્ઞાન ભણ્યા વિના ક્ષયોપશમ ઉધડી જાય છે. વિર્ભાગજ્ઞાન પણ થઈ જાય છે, ને સાત સમુદ્રને પ્રત્યક્ષ દેખે છે છતાં આ બધું જ્ઞાન થવું તે સમ્યગ્દર્શનનું કારણ નથી. પ્ર. ૧૬ : અગીયાર અંગવાળાને પણ સમ્યગ્દર્શન થતું નથી તો આત્માની રુચિ વિના આટલું બધું જ્ઞાન થાય? ઉ. ૧૬: જ્ઞાનનો ઉઘાડ થવો તે મંદ કષાયનું કાર્ય છે, આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તો પણ રુચિના બળે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન માટે ઉઘાડ જ્ઞાનની જરૂર નથી પણ આત્માની રુચિની જરૂર છે. પ્ર. ૧૭ઃ શાસ્ત્રાભ્યાસ આદિ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું? ઉ. ૧૭. ખરેખર એક આત્માની જ રુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો સાચો નિર્ણય કરનારને પહેલાં સાત તત્ત્વોનો સવિકલ્પ નિર્ણય આવે છે. શાસ્ત્રાભ્યાસ હોય છે, શાસ્ત્રાભ્યાસ ઠીક છે તેમ પણ વિકલ્પમાં હોય છે પણ તેનાથી ખરો નિર્ણય થતો નથી. વિકલ્પ સહિત છે ત્યાં સુધી પરસન્ખતા છે. પરસમુખતાથી સાચો નિર્ણય થતો નથી. સ્વસમ્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પથવાનું આવે છે છતાં સવિકલ્પતા તે નિર્વિકલ્પ થવાનું ખરું કારણ નથી છતાં પહેલાં આવે છે તેથી સવિકલ્પ દ્વારા એમ કહેવાય છે. પ્ર. ૧૮: આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી તો શુભ વ્યવહાર કરવો ને? ઉ. ૧૮ : અનુભવ ન થાય તો અનુભવ કરવાનો અભ્યાસ કરવો. તત્વનિર્ણય અને ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. છોકરો સાતમા ધોરણમાં પાસ ન થાય તો પાસ થવાનો અભ્યાસ કરે પણ વેપાર કરવાથી કાંઈ પાસ થાય? પ્ર. ૧૯ : અહિંસાને પરમ ધર્મ કહ્યો છે, તેનો શું અર્થ? ઉ. ૧૯ : રાગથી લાભ માનવો એ તો ચૈતન્યપ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે તે અહિંસા એટલે રાગાદિની ઉત્પત્તિ ન થવી, તે વીતરાગી અહિંસા ધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. પ્ર. ૨૦ઃ પ્રભુ! હું સંસાર રોગથી પીડાતો દર્દી છું, એ રોગને મટાડનાર આપ ડૉક્ટર પાસે આવ્યો છું. તો મારે શું કરવું? Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ ઉ. ૨૦ઃ કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પરમાત્મા સ્વરૂપ જ છું એમ શ્રદ્ધા કરવી. આ કરવાનું છે. ૪. તસ્વનિર્ણય - ભેદશાનની વિધિ શું છે? પ્ર. ૧: વિકાર થાય છે તે ચારિત્ર ગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્ર ગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાને જીવને આધીન રહ્યું નહિ? ઉ.૧ એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય ક્યા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યક નિર્ણયનું જોર છે. પ્ર. ૨. શું આત્મા અને રાગનું ભેદજ્ઞાન કરવું અશક્ય છે? ઉ. ૨ : આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે. દુર્લભ છે તો પણ અશક્ય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં - ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે. પંચ મહાવ્રતના પરિણામો તે શુક્લ લેગ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગને અતિ સૂક્ષ્મ કરવાથી આત્મા જાણવામાં આવે છે. પ્ર. ૩ઃ સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ શું? ઉ. ૩: સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન સદાય સમ્યકત્વની સાથે જ હોય છે. અને એ બન્ને પર્યાયો એક જ સ્વદ્રવ્યના આશ્રયે છે; માટે ભેદવિજ્ઞાન તે સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ છે. ગુણભેદની અપેક્ષાએ સમ્યકત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ તે આત્મભૂત લક્ષણને સમ્યકત્વનું લક્ષણ ભેદવિજ્ઞાન તે અનાત્મભૂત લક્ષણ એમ પણ કહેવાય. નિર્વિકલ્પ અનુભૂતિ સમ્યકત્વની સાથે સદાય નથી હોતી. તેથી તેને સમ્યકત્વનું લક્ષણ કહેતાં નથી. સમ્યકત્વ પ્રગટતી વખતે નિર્વિકલ્પ અનુભૂતિ જરૂર હોય છે તેથી તેને “સમ્યકત્વ પ્રગટવાનું લક્ષણ” કહી શકાય. અનુભૂતિ તે સમ્યકત્વના સદ્ભાવને પ્રસિદ્ધ જરૂર કરે છે, પણ અનુભૂતિ ન હોય ત્યારે સમકિતીને સમ્યગ્દર્શન હોય છે. માટે અનુભૂતિને સમ્યકત્વનું લક્ષણ કહી શકાતું નથી. લક્ષણ એવું હોવું જોઈએ કે લક્ષ્ય સાથે સંદેવ હોય, અને જ્યાં લક્ષણ ન હોય ત્યાં લક્ષ્ય પણ ન હોય. પ્ર. ૪: સમ્યગ્દર્શનનું સ્વભાવભૂત લક્ષણ શું? ઉ. ૪ અનુભૂતિને લક્ષણ કહ્યું છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય છે, ખરું લક્ષણ તો પ્રતીતિ જ છે. એકલા આત્માની પ્રતીતિ તે શ્રદ્ધાનનું લક્ષણ છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ પ્ર. ૫: શું નવ તત્ત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય છે? નવ તત્વના વિચારકને કોનું અવલંબન છે? ઉ. ૫ નવ તત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય નથી, પાંચ ઇન્દ્રિયોના અવલંબને નવ તત્વનો નિર્ણય થતો નથી; એટલે વિચાર કરનાર જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયથી તો પાછો ફરી ગયો છે. હજી મનનું અવલંબન છે, પણ તે જીવ મનના અવલંબનમાં અટકવા નથી માંગતો, તે તો મનનું અવલંબન પણ છોડીને અભેદઆત્માનો અનુભવ કરવા માંગે છે. સ્વલક્ષથી રાગનો નકાર અને સ્વભાવનો આદર કરનારો જે ભાવ છે તે નિમિત્ત અને રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં ભેદના અવલંબનની રુચિ છોડીને અભેદ સ્વભાવનો અનુભવ કરવાની રુચિનું જે જોર છે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે. પ્ર. ૬ : આત્મજ્ઞાન થવાથી એ વ્રતાદિરાગ છે એમ ભાસે છે પણ પહેલાં તો જલ્દી આત્મજ્ઞાન થતું નથી ને ? ઉ. ૬ઃ જલ્દીનો અર્થ એનો અભ્યાસ કરવો જોઈએ, રાગ શું છે? આત્મા શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વગેરે અભ્યાસ કરી જ્ઞાન કરી રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પુંજ પ્રભુ છે. તેનું જ્ઞાન ન હોય, અંતરદશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધા જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. પ્ર. ૭ઃ ધર્મ પ્રાપ્ત કરવાને મારે પહેલાં શું નિર્ણય કરવો? ઉ. ૭ઃ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે એમ પહેલાં નિર્ણય કરવો જોઈએ, ભલે હજુ પહોંચી શકે નહિ પણ એના સંસ્કાર નાંખવા જોઈએ જેથી પર તરફના વલણવાળા ભાવને અનુમોદે નહિ. પહેલાં શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થાય છે, પછી જ ચારિત્ર થાય. છતાં લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા એટલે એને આકરું લાગે છે. કોઈ આત્માનો અનાદર નથી પણ એ ભાવ એને નુકસાનકર્તા છે. આત્મા સ્વભાવે તો પ્રભુ છે, ક્ષણમાં પલટી જશે, એક ક્ષણની ભૂલ છે ને એક ક્ષણમાં ટાળી શકે છે. પ્ર. ૮: જીવનું મૂળ પ્રયોજન શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉ. ૮: જીવનું મૂળ પ્રયોજન વીતરાગભાવ છે; વીતરાગ ભાવના બે પ્રકાર છે. (૧) દષ્ટિમાં વીતરાગતા અને (૨) ચારિત્રમાં વીતરાગતા. પહેલાં દષ્ટિમાં વીતરાગતા થાય છે. તે ક્યારે થાય?મારાચૈતન્યસ્વભાવમાં રાગ નથી. પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે તે સમ્યગ્દર્શનનું વીતરાગી દષ્ટિનું કારણ નથી. પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે, અને તે રાગનો આશ્રય છોડીને સ્વભાવની એકતા કરવી તે સમ્યકત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની મુખ્યતા કરતાં વીતરાગી દષ્ટિ પ્રગટે છે અને ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે, ને સ્વભાવના આશ્રયે વ્યવહારના આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પ્ર. ૯ : અજ્ઞાની, જિજ્ઞાસુ જીવ સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે. પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે ? ઉ. ૯ : જો જિજ્ઞાસુ જીવે પહેલાં સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરવાનું ક્યાં રહ્યું ? જિજ્ઞાસુ જીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફના વલણનો ભાવ છે તે વિભાવ છે. અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પર તરફના વલણના ભાવમાં આકુળતા ને દુઃખ છે અને અંતર વલણના ભાવમાં શાંતિ છે એમ પહેલાં સ્વભાવને અનુમાનથી નક્કી કરે છે. પ્ર. ૧૦ : આત્મા અને રાગ જુદા છે તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવ પહેલાં આવી શકે ? ઉ. ૧૦ : ધારણારૂપે સાધારણ ખ્યાલ આવી શકે. અનુમાનથી પહેલાં નક્કી કરવો. ખરો ખ્યાલ તો અનુભવ કરે ત્યારે આવે છે. ૫. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ ? : પ્ર. ૧ : આ તત્ત્વનું સ્વરૂપ અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ અનુભવથી ખ્યાલમાં નથી આવતું. : ઉ. ૧ ઃ પ્રયોજનભૂત નવ તત્ત્વોનાસ્વરૂપ પહેલાં અનુમાન જ્ઞાનથી ખ્યાલમાં આવે પછી અનુભવ થાય છે. પહેલાં શુકન થાય પછી તેનું ફળ આવે છે ને ! તેમ પહેલાં અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં લ્યો પછી અનુભવ થાય. પ્ર. ૨ ઃ એક જગ્યાએ કહે કે આત્માના લક્ષે આગમનો અભ્યાસ કર એથી તારુ કલ્યાણ થશે, ને બીજે કહે કે શાસ્ત્ર ઉપરનો રાગ પણ છોડી દે. એમ કેમ ? ઉ. ૨ ઃ પર તરફનું લક્ષ બંધનું કારણ હોવાથી શાસ્ત્ર તરફનો રાગ પણ છોડાવ્યો છે. અને જ્યાં આગમનો અભ્યાસ કરવા કહ્યું છે ત્યાં આગમના અભ્યાસમાં આત્માનું લક્ષ છે તેથી વ્યવહારથી આગમ અભ્યાસને કલ્યાણનું કારણ કહ્યું છે. પ્ર. ૩ : અભેદ સ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે ? ઉ. ૩ : શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છઠ્ઠ ગુણસ્થાને તે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કારણ ને હેય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભ રાગ આવ્યા વિના રહે જ નહિ - એવો જ સ્વભાવ છે. પ્ર. ૪ : વ્રત-તપ બધા વિકલ્પ જ છે તો પછી કરવા કે નહિ ? ઉ. ૪ ઃ કરવા ન કરવાની વાત જ નથી. સમ્યગ્દર્શન પછી પાંચમે ગુણસ્થાને તેવા વિકલ્પો આવે છે તે શુભ રાગ છે, ધર્મ નથી એમ જ્ઞાની જાણે છે. મિથ્યાદષ્ટિને તેવા વિકલ્પો આવે છે, તેને શુભ રાગથી પુણ્ય બંધાય છે પણ તે રાગથી લાભ માને છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે તેથી મિથ્યાત્વ પણ સાથે બંધાય છે. શુભ છોડીને અશુભમાં જવાની વાત નથી પણ શુભ રાગને પોતાનું સ્વરૂપ નથી તેમ જાણી શુદ્ધતા પ્રગટ કરવાની વાત છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ પ્ર. ૫ ત્યાગ તે જૈન ધર્મ છે કે નથી? ૧૧.૫ : સમ્યગ્દર્શનપૂર્વકનો જેટલે અંશે વીતરાગ ભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અતિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કયાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી; જો મંદ કષાય હોય તો પુણ્ય થાય. પ્ર. ૬ : સ્થિરતા(ચારિત્ર)ને નજીકનો ઉપાય કેમ કહ્યો છે? ઉ. ૬: કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન પણ મોક્ષનો ઉપાય છે, પરંતુ સમગ્દર્શન જ્ઞાનપૂર્વક સ્થિરતા મોક્ષનો સાક્ષાત્ ઉપાય છે. આ કારણથી સ્થિરતાને મોક્ષનો નજીકનો ઉપાય કહ્યો. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી પણ સ્વરૂપમાં સ્થિરતા (ચારિત્ર) વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો. પ્ર. ૭ઃ માર્ગની યથાર્થ વિધિનો કમ શું છે? ઉ. ૭ઃ આત્મા અચિંત્ય સામર્થ્યવાળો છે, તેમાં અનંત ગુણસ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપ ભાવોની રુચિમાં પડ્યા છે તેની તો શું વાત ! પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારણ કરે તો પણ શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલ્ટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧) પ્રથમ આત્માનો મહિમા આવવો જોઈએ.- પાન ! ૨) તેની રુચિ થવી જોઈએ. ૩) ઉપયોગનો પલ્ટો. ૪) ઉપયોગની એકાગ્રતા. ૫) સ્વાનુભૂતિ. - આ જ વિધિનો ક્રમ છે. પ્ર. ૮: પહેલાં અશુભ રાગ ટાળે ને શુભ રાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો તો ક્રમ છે ને ? ઉ. ૮ઃ એ કમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. શુભ રાગથી સમ્યગ્દર્શન થાય નહિ. શુભ રાગ વિકારી ભાવ છે અને શુદ્ધભાવ નિર્વિકારી ભાવ છે. બન્ને વિરુદ્ધ ભાવ છે. વિકલ્પ કરતાં કરતાં નિર્વિકલ્પ સ્થિતિ થતી નથી. ભગવાન આત્માનો આશ્રય કરી તેમાં એકાગ્રતા કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. હવે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી એકદમ શુભ રાગ ટાળી શકાતો નથી તેથી પહેલાં અશુભ રાગને ટાળીને શુભ રાગમાં આવે છે, એ સાધકના કમની વાત છે. પ્ર.૯ : “રાગ-દ્વેષ તો ધર્મ નહિ અધર્મ છે એમ આપ કહો છો માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોવો જોઈએ? ઉ.૯: નીચલી દશામાં સમજ્ઞાનની સાથે અલ્પ રાગ-દ્વેષ પણ હોય છે પણ જ્ઞાની જાણે છે કે તે અધર્મ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪. છે, જેટલું રાગ રહિત સ્વસંવેદન થયું તેટલો જ ધર્મ છે. કોઈ એમ કહે કે “રાગ-દ્વેષ તો અધર્મ છે માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોય” - તો એમ નથી. રાગ-દ્વેષ પોતે ધર્મ નથી એ વાત સાચી પણ અલ્પ રાગ-દ્વેષ હોવા છતાં સમ્યક શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે છે. રાગને ધર્મ માને તો તે શ્રદ્ધા-જ્ઞાન પણ મિથ્યા જ છે. પરંતુ રાગ રહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની શ્રદ્ધા થઈ હોય ને રાગ સર્વથા ટળ્યો ન હોય તો તેથી કાંઈ શ્રદ્ધા-જ્ઞાન મિથ્યા થઈ જતાં નથી. તેમ જ ત્યાં રાગ-દ્વેષ અધર્મ છે માટે સમ્યક શ્રદ્ધાજ્ઞાનમાં ખામી છે એમ પણ નથી. રાગ-દ્વેષ હોવા છતાં જ્ઞાયક શ્રદ્ધા પણ હોય છે. કેમ કે શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર વગેરે અનંત ગુણો છે તે સર્વથા અભેદ નથી-પૂર્ણની શ્રદ્ધા થયા પછી પૂર્ણ દશા પ્રગટ થતાં વાર લાગે છે. પરંતુ પૂર્ણતા પ્રગટ થવાનો સ્વભાવ છે તે પ્રતીતમાં આવ્યો એટલે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ થયા વિના રહેશે નહિ. પ્ર. ૧૦ઃ સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે કે મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે ? ઉ. ૧૦ઃ સમ્યગ્દષ્ટિ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે અને મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એટલે કે એની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે મુક્તિની પર્યાય આવવાની જ છે. જેવી રીતે જીવ સમ્યગ્દર્શન માટે સત્ય પુરુષાર્થ કરે છે અને દષ્ટિ દ્રવ્ય ઉપર એકાગ્ર થતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. વિધિ એ જ છે. પ્ર. ૧૧ : શાસ્ત્રમાં વ્યવહારને પણ પ્રશંસા યોગ્ય કહેલ છે ને? ઉ.૧૧ : નિશ્ચય શુદ્ધાત્માની ભાવનાવાળા સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે જે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વનું જ્ઞાન અને પંચ મહાવ્રતનું આચરણ છે તેને નિશ્ચયનું સહકારી ગણીને પ્રશંસા યોગ્ય કહ્યું છે. વ્યવહારે મોક્ષમાર્ગ કહ્યો છે, તો પણ પરમાર્થે તો બંધ માર્ગ જ છે. તેથી નિશ્ચય શુદ્ધાત્માની ભાવના કાળે તે વ્યવહાર પ્રશંસા યોગ્ય નથી. સાધક જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી એટલે પ્રથમ અવસ્થામાં વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-આચરણને પ્રશંસા યોગ્ય કહ્યું છે તો પણ શુદ્ધાત્માની ભાવના કાળે પ્રશંસા યોગ્ય નથી. પ્ર. ૧૨ દ્રવ્ય અનુસારી ચરણ અને ચરણ અનુસારી દ્રવ્ય એટલે શું? ઉ. ૧૨ : છઠે ગુણસ્થાને જે શુદ્ધતા હોય તે દ્રવ્યના જ આશ્રયે હોય છે. આશ્રયનો અર્થ એમ નથી કે રાગના આશ્રયે ધર્મ થાય. શુદ્ધતા જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં રાગની મંદતા હોય છે અને રાગની મંદતા જેટલી હોય તેટલા પ્રમાણમાં શુદ્ધતા શુદ્ધતાને કારણે હોય છે. તેને દ્રવ્ય અનુસારી ચરણ અને ચરાણ અનુસારી દ્રવ્ય તેમ પ્રવચનસારમાં કહ્યું છે. ૬. પાત્રતા અને નિશ્ચય-વ્યવહાર : પ્ર. ૧ઃ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પાત્રતા કેવા પ્રકારની જોઈએ? ઉ. ૧ : પર્યાય સીધી દ્રવ્યને પકડે તે સમ્યગ્દર્શનની પાત્રતા છે. બાકી વ્યવહાર પાત્રતા તો ઘણા પ્રકારે કહેવાય. મૂળ પાત્રતા તો દષ્ટિ દ્રવ્યને પકડી સ્વાનુભવ કરે તે પાત્રતા છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ પ્ર. ૨ સમ્યગ્દર્શન થવાવાળાના વ્યવહાર યોગ્યતા કેવી હોય? ઉ. ૨ઃ નિમિત્તથી કે રાગથી સમ્યગ્દર્શન થાય નહિ, પર્યાય - ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થાય નહિ, આ બાજુ અંદરમાં ઢળવાથી જ સમ્યગ્દર્શન થાય અને બીજી કોઈ રીતે ન થાય. એવા પ્રકારની દઢ શ્રદ્ધા-જ્ઞાન એ સમ્યગ્દર્શન થવાવાળાની યોગ્યતા છે. પ્ર. ૩: ક્રમબદ્ધની શ્રદ્ધા થવી એ નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે? ઉ.૩ઃ “જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું ! અરે!નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાયનીને પરની કબુદ્ધિ છૂટી જાય છે, એટલે જ્ઞાતા-દષ્ટ થાય છે અને જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. પર્યાય દષ્ટિ હટીને દ્રવ્યદૃષ્ટિ થઈ એ જ સમ્યગ્દર્શનનું કારણ છે. પ્ર. ૪: જેને દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? ઉ.૪: જેને ખરેખર દુઃખનો નાશ કરવો છે તેણે દુઃખના કારણરૂપ મિથ્યાત્વનો નાશ કરવો પડે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા તોડવા માટે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ તોડી, મતિને અંદર જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વ તરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં ફરી ફરીને મતિ-શ્રતને જોડવા. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાન દશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુઃખનું મૂળ છે. પ્ર. ૫. પાત્રતા માટે શું ભલામણ છે? ઉ. ૫ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે મુમુક્ષુઓને આજીવિકા પુરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી; આ તો રોટલા મળતા હોય તો ય માથે પોટલા બાંધે! અરેરે ! જવું છે ક્યાં? જીવન થોડું અને આ શું કરો છો ભાઈ! આવો મનુષ્ય ભવ મળ્યો છે ને આવા સત્ સમજવાના ટાણાં છે તો ચાર-છ-આઠ કલાક વાંચનશ્રવણ-મનન-સત્સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કરીને માનવ ભવ સફળ કર. પ્ર. ૬ તત્ત્વના સંસ્કાર ઊંડા કેમ પડે? ઉ.: આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્રાજચંદ્ર કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા પડી છે. અહોભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે અને તત્વના સંસ્કાર ઊંડા ઊતરશે પ્ર. ૭ : મોક્ષમાર્ગ તો બે પ્રકારના છે ને? ઉ. ૭ઃ મોક્ષમાર્ગ એક જ છે પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. એક વ્યવહાર અને બીજો નિશ્ચય. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, વ્યવહાર પરંપરા છે. અથવા સવિકલ્પ-નિર્વિકલ્પ ભેદથી નિશ્ચય મોક્ષમાર્ગ પણ બે પ્રકારથી છે. હું અનંત જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, ધ્રુવ છું એવું ચિંતવન છે તે Page #558 -------------------------------------------------------------------------- ________________ - ૫૩૬ સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધક છે અને સવિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધ્ય છે. ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી'માં આવે છે કે પહેલાં હું શુદ્ધ છું આદિ ચિંતવનથી આત્મામાં અહંપણું ધારે છે અને પછીતે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે. આ રીતે સવિકલ્પ ચિંતવનને સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધક કહ્યો અને નિર્વિકલ્પ ધ્યાનને નિર્વિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગ ને સાધ્ય કહ્યો છે. જેમ દેવ-ગુરુ-શાસ્ત્રની રાગમિશ્રિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તે સમ્યકત્વ નથી. છે તો રાગ પણ સમકિતનો આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું છે, તેમ નિશ્ચય મોક્ષમાર્ગનો આરોપ કરીને સવિકલ્પ મોક્ષમાર્ગ કહ્યો છે. સ્વના આશ્રયનો વિકલ્પ છે તેથી તેને સાધક કહ્યો છે. વિકલ્પ છે તે બંધનું કારણ છે તો પણ નિશ્ચયનો આરોપ મૂકીને સાધક કહેવામાં આવે છે. હું શુદ્ધ છું આદિના નિશ્ચયના સવિલ્પ ચિંતવનને નિશ્ચય નયનો પક્ષ કહ્યો છે ને! તેમ આરોપ કરીને કહેવાય છે. પ્ર. ૮ : નિશ્ચય નય અને વ્યવહાર નયનો વિરોધ છે કે મૈત્રી છે? ઉ. ૮ : નિશ્ચયનય અને વ્યવહાર નયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે તેમ નિશ્ચય-વ્યવહારને વિરોધ નથી, સાથે રહે છે તેથી મૈત્રી કહેવાય. પ્ર.૯: જિનવાણીમાં કહેલાં વ્યવહારનું ફળ જો સંસાર છે તો જિનવાણીમાં કહ્યો શું કામ? ઉ.૯: નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે અપૂર્ણ દશાના કારણે રાગની મંદતામાં કેવા કેવા પ્રકારનો મંદ રાગ હોય, ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનોની ભૂમિકામાં કેવો મંદ રાગ હોય, પૂજા-ભક્તિ, અણુવ્રત, મહાવ્રત આદિ હોય તેનો વ્યવહાર બતાવવા જિનવાણીમાં કહ્યું છે, પણ એ રાગની મંદતાના વ્યવહારનું ફળ તો બંધન ને સંસાર છે. પ્ર. ૧૦ઃ શું વ્યવહાર નય સર્વથા નિષેધ કરવા યોગ્ય છે? ઉ. ૧૦ઃ વ્યવહારનય સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. સાધક જીવને જે રાગરૂપ વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. પ્ર. ૧૧ : નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ શું છે? ઉ. ૧૧ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમગ્ગારિત્ર બે પ્રકારના નથી પણ તેમનું કથન બે પ્રકારે છે. જ્યાં સાચા સમગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર છે. તથા જે સમ્યગ્દર્શન તો નથી પણ સમ્યગ્દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચ્ચારિત્ર કહેવાય છે, પણ વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને સાચું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર માની લે તો શ્રદ્ધા ખોટી છે; કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ નિરૂપણની અપેક્ષાએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના બે પ્રકાર કહ્યા છે પણ એક નિશ્ચય સમ્યગ્દર્શન છે તથા એક વ્યવહાર સમ્યગ્દર્શન છે - એમ બે સમ્યગ્દર્શન માનવા તે મિથ્યા છે. જ્ઞાન અને ચારિત્ર સંબંધી પણ એમ જ માનવું. માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહાર વડે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની શ્રદ્ધાન છોડવું. બન્ને નયોને ગ્રહણ કરવાનું પણ જિનમાર્ગમાં કહ્યું છે તેનું કારણ છે. કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે' એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. તેવી જ રીતે મોક્ષમાર્ગનું પણ નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ આ રીતે સમજવું. પ્ર. ૧૨ : અજ્ઞાની નિશ્ચય તથા વ્યવહારને કેમ સમજે છે? ઉ. ૧૨ઃ જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે, પણ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? મૂઢ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે, અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણતો નથી. એ મૂઢ દષ્ટિ જીવનો સ્વભાવ છે. આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ જે બતાવે છે તેનું સ્વરૂપ આદરવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે; પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ પ્રક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જાણે નહિ, અંતર્દષ્ટિના અભાવથી અંતક્રિયા દષ્ટિગોચર આવે નહિ, તેથી મિથ્યાદૃષ્ટિ જીવ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ છે. • “નય’ તે શ્રુતજ્ઞાનનો અંશ છે, સમ્યગ્દષ્ટિને શ્રુતજ્ઞાન હોય છે, (મિશ્રાદષ્ટિને કુશ્રુતજ્ઞાન હોય છે) તેથી ‘નય” પણ સમ્યગ્દષ્ટિને જ હોય છે. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે. વ્રત-તપાદિ કાંઈ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને વ્યવહાર કહ્યા છે. વ્યવહારને ઉપચારમાત્રમાની તે દ્વારા વસ્તુનો બરાબર (પરમાર્થ) નિર્ણય કરવો પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરે તો તે અકાર્યકારી છે. નિશ્ચય ભૂતાર્થ છે - સત્યાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે - અસત્યાર્થ છે. - વ્યવહારાવલંબી જીવ એમ માને છે કે “યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા કરવી યોગ્ય છે; પરંતુ મમત્વ નકરવું'. હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે? જો પોતે કર્તા નથી તો ‘મારે કરવી યોગ્ય છે એવો ભાવ કેવી રીતે કર્યો ? આ રીતે અજ્ઞાનીના નિશ્ચય અને વ્યવહાર બન્ને જૂઠા છે. આ વાત યથાર્થ સમજવી. પ્ર. ૧૩ઃ નિશ્ચય-વ્યવહાર સંબંધી સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં મહત્વના મુદ્દા ક્યા ધ્યાન રાખવા જેવા છે? ઉ. ૧૩ઃ નીચે જણાવેલ થોડીક અગત્યની વાતો વિચારવા જેવી છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ૧) રાગ, પર્યાય અને ગુણભેદ તે વ્યવહાર નયનો વિષય છે. તે ત્રિકાળી વસ્તુમાં નથી, તેથી ભેદરૂપ વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે, નિશ્ચય નયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ વસ્તુ એક જ ભૂતાર્થ હોવાથી તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૨) સાધકને તો આત્માનો અનુભવ થઈ ગયો છે અને શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે એટલે સુખ સાથે કિંચિત દુઃખ પણ છે. પૂર્ણ શ્રદ્ધા સાથે રાગ પણ છે. બન્ને ધારા એક વધતી બીજી ઘટતી સાથે વર્તે છે. બન્ને સાથે છે, તેથી શું એકને કારણે બીજું છે? શું દુઃખ છે માટે સુખ છે? ના. બસ! બન્ને સાથે હોવા છતાં વ્યવહાર છે માટે નિશ્ચય છે એમ નથી. વ્યવહારના - રાગના આશ્રયે બંધન છે – દુઃખ છે. નિશ્ચયના આશ્રયે સુખ છે - મુક્તિ છે એમ બન્ને ભિન્ન ભિન્ન સ્વરૂપે વર્તે છે. ૩) ખરેખર તો ત્રિકાળી દ્રવ્ય જ નિશ્ચય છે. પરંતુ કઈ અપેક્ષાએ વસ્તુને બતાવવી છે એ પ્રમાણે જુદું કહેવામાં આવે છે. કર્મને વ્યવહાર કહેવો હોય ત્યારે રાગને નિશ્ચય કહેવાય, કારણ કે પોતાની પર્યાયમાં થાય છે. રાગને વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્મળ પર્યાયને તેનાથી ભિન્ન બતાવી તેને નિશ્ચય કહેવાય. અનુભૂતિની પર્યાય તે વ્યવહાર છે છતાં દ્રવ્ય તરફ ઢળી છે તેથી તેને નિશ્ચય કહીને અનુભૂતિને જ આત્મા કહ્યો છે. એમ અપેક્ષાથી નિશ્ચયનયના ઘણા પ્રકાર પડે છે. દરેક વખતે એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરી તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. નિશ્ચયને મુખ્ય કરી તેનો આશ્રય કરવા કહ્યું છે, વ્યવહારને ગૌણ કરી તેનો નિષેધ કર્યો છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. ૪) શુદ્ધ નિશ્ચય નયના બળથી વ્યવહાર નયને હેય કહ્યો છે. તે હેયરૂપ વ્યવહાર નયના વિષયમાં ઉદયાદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. અરે ! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહાર જીવ ગણીને હેય કહ્યા છે. નિમિત્તને, રાગને પર સ્વભાવ ગણી હેય કહ્યા છે, પણ અહીં તો દષ્ટિના વિષયમાં અભેદનું જ્ઞાન કરાવવા નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહી, પરદ્રવ્ય કહી હેય કહી છે. નિર્મળ પર્યાય પર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ અને પરદ્રવ્ય કહીને હેય કહી છે. આવું નિશ્ચય અને વ્યવહારનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવું. ૫) જે વ્યવહાર જિનેન્દ્ર ભગવાને જોયો છે અને તેમણે કહ્યો છે તેવા વ્યવહારનું પાલન કરવા છતાં જે જીવ આત્માનો-નિશ્ચયનો આશ્રય લેતો નથી તેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ પ્રગટ થતો નથી. બીજાએ કહેલાં વ્યવહારની તો વાત નથી, સર્વજ્ઞ ભગવાને કહેલા વ્યવહારનો પણ નિશ્ચયમાં નિષેધ થાય છે. ૬) વ્યવહારનો નિષેધ કરવાથી જીવ અશુભમાં ચાલ્યો જશે એ બીક કે શંકા રાખવાની જરૂર નથી. જે શુભ રાગરૂપ વ્યવહારમાં આવ્યો છે તે અશુભને છોડીને તો આવ્યો છે, હવે તેને સ્વનો-નિશ્ચયનો આશ્રય કરાવવા - અનુભૂતિ કરાવવા નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરાવવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે ત્યાં અશુભમાં જવાની વાત જ ક્યાં છે? Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્રનું-અગિયાર અંગનું જ્ઞાન, નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા, વ્રત-તપાદિઆચરણ પૂર્વે અનંત વાર કર્યા છે! અરેરે! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનસ્વરૂપ છે એવા પરમાત્મા તત્ત્વનો જીવે ક્યારેય નિશ્ચયથી આશ્રય લીધો નથી. તે લેવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે. ૭) દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન-પૂજા-ભક્તિ એવો વ્યવહાર - શુભ રાગ ભૂમિકા અનુસાર બધા જીવોને આવે - ભલે તે વ્યવહાર છે તો હેય, પણ તે ભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. તેને યથાવત્ જાણે નહિ તો મિશ્રાદષ્ટિ છે અને તે વ્યવહારથી ધર્મ થાય એમ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. ૮) સર્વથા ભિન્નનું જોર આવ્યા પછી કથંચિત ભિન્ન-અભિન્નનું સાચું જ્ઞાન થશે. ૯) સર્વશે વ્યવહાર કહ્યો છે પણ તેમણે એમ કહ્યું છે કે એ વ્યવહારનો તું નિષેધ કરજે. ૧૦) નિશ્ચયાભાસના ભયના કારણે નિશ્ચયના સ્વરૂપ સુધી પહોંચી શકાતું નથી. ૧૧) સમકિત થશે તો નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના થવાનું નથી. ૧૨) શાસ્ત્રના બહાનાનીચે પણ વ્યવહારના પક્ષની પુષ્ટિ કરે છે તે શાસ્ત્રીય અભિનિવેશ છે (આગ્રહ છે) ૧૩) અગીયાર અંગના પાઠીની આ ભૂલ થઈ ગઈ. “પર્યાયથી હું સહિત છું - તો પર્યાયનો હું સ્વામી થઈ ગયો.' ૧૪) શ્રદ્ધાના વિષયના જોર વિના, કથંચિત રહિતનું ગમે તેટલું જોર કરે, વિકલ્પ ન તૂટે કેમ કે “કથંચિત સહિત છું એ વાત ડીપોઝીટ પડી છે. ૧૫) નિશ્ચયના વિષયને છોડીને વ્યવહાર નયથી વ્યવહારને જાણવું અજ્ઞાન છે. ૧૬) જો જ્ઞાનમાં જ્ઞાયક જણાતો નથી તો તે નિશ્ચય નય જ નથી. ૧૭) જ્ઞાનના પક્ષવાળાને પર્યાયમાં આત્મા ગૌણ છે એમ ભાસે છે એ ભૂલ છે. પર્યાયનો આત્મામાં (દષ્ટિના વિષયમાં) અભાવ છે. ૧૧૮) વિશેષમાં રહેલું સામાન્ય - છતાં સામાન્ય જણાતાં વિશેષ જણાતું નથી. આહાહા.......! આત્માને સાધવાની અપૂર્વ કળા આચાર્યોએ બતાવી છે. ૧૯) વર્તુળ ટુકું કરો. પોતાના દ્રવ્યમાં આવી જાઓ. અને એ પણ જાણવામાં આવી જાઓ. ૨૦) પરિણામથી સહિત માને છે, એ કર્તા માને છે, જ્ઞાતા થઈ શકતો નથી. ઝીણી વાત છે. ભિન્ન જાણે છે માટે કર્તા નથી. ૨૧) પરિણામ તે કર્તા છે - એ વ્યવહારની વાત ગૌણ છે. અહીં નિશ્ચયની પરાકાષ્ટાની વાત કહે છે, જાણનારો જણાય છે, થવા યોગ્ય થાય છે.” Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ૨૨) સંવર-નિર્જરા-મોક્ષમાં આત્મા નિમિત્ત થાય છે એ વ્યવહાર નયની વાત છે. નિમિત્ત નથી થતો એ નિશ્ચય નયની વાત છે. ૨૩) પરને જાણું છું એ વ્યવહાર છે. એટલું રાખીશ તો પણ ઉપયોગ અંદર નહિ આવે. પણ હું જાણતો જ નથી ત્યારે નિશ્ચયમાં આવે. ૨૪) ઉપર જણાય છે' એ તો વ્યવહાર પણ નથી, ભ્રાંતિ છે. જ્ઞાન અને શેયમાં ભેદ પાડે તે પણ ભ્રાંતિ છે, કારણ કે ભેદના લક્ષથી અભેદ પકડાતો નથી-અનુભવ થતો નથી. ૨૫) પરિણામને આત્મા કહેવો તે વ્યવહાર છે. ત્રિકાળીને આત્મા કહેવો તે નિશ્ચય છે. ૨૬) અધ્યવસાન તો છોડવાનો છે પણ પરને જાણવાનો વ્યવહાર પણ છોડવા જેવો છે. ૨૭) જ્ઞાનની પર્યાયનો નિશ્ચય – જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન આત્માને જાણે છે તે વ્યવહાર છે. ૨૮) આખું સમયસાર પહેલેથી છેલ્લી ગાથા વ્યવહાર નયના નિષેધ માટે છે, નાશ માટે છે, વ્યવહારની સિદ્ધિ માટે નથી. ર૯) દ્રવ્યના નિશ્ચયના જોરે પર્યાયનો નિશ્ચય થાય. ૩૦) મૂળ વાતમાં અપેક્ષા લગાવે તે મને ખટકે છે. ૩૧) પરને જાણવાના નિષેધથી આત્મા જણાય છે. ૩૨) જેને સવિકલ્પ દશામાં પણ વ્યવહારનો નિષેધ આવશે તેનો અલ્પકાળમાં મોક્ષ થશે. ૩૩) નિશ્ચયાભાસના ભય અને પ્રમાણના લોભના કારણે સાચો માર્ગ દેખાતો નથી. ૩૪) પર્યાય સર્વથા ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયદષ્ટિ છૂટશે નહિ. ૩૫) અહીં “સર્વથા'ની જ વાત છે, કથંચિતની વાત નથી. દષ્ટિના વિષયમાં તો આમ જ છે. ૩૬) વ્યવહાર નય સહુના સ્થાને છે. ૩૭) “વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે! ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે.” ૩૮) જેને આ ગાથાનું ભાવભાસન થશે તેને સમ્યગ્દર્શન અવશ્ય થશે. ૩૯) અધ્યાત્મ શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહ્યો છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. ૪૦) મુખ્ય છે તે જ નિશ્ચય છે અને ગૌણ તે વ્યવહાર છે. વ્યવહારના ખોળામાં બેસીને નિશ્ચયની વાત ન થાય. આ રીતે સમ્યગ્દર્શનના વિષયમાં નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણવું અનિવાર્ય છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ ૭. સમ્યગ્દર્શનની પહેલાંની સ્થિતિ અને સ્વાનુભૂતિઃ પ્ર. ૧ઃ સમ્યગ્દર્શન થવા પહેલાં કેવા પ્રકારના વિચારો ચાલતાં હોય કે જેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય? ઉ. ૧ઃ કેવા પ્રકારના વિચારો ચાલતાં હોય તેનો કોઈ નિયમ નથી. તત્વના કોઈ પણ પ્રકારના વિચારો ચાલતા હોય તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૨ : આત્મઅનુભવ થતાં પહેલાં છેલ્લો વિકલ્પ કેવો હોય? ઉ. ૨: છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતાપૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયકધારાની ઉગ્રતા ને તીણતા હોય ત્યાં છેલ્લો કયો વિકલ્પ હોય તેનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે. પ્ર. ૩ઃ જેને સમ્યગ્દર્શન થવાનું જ છે એવા જીવની પૂર્વભૂમિકા કેવી હોય? ઉ. ૩ એ જીવને જેવું વસ્તુસ્વરૂપ છે તેવો સવિકલ્પ નિર્ણય હોય છે પણ સવિકલ્પથી નિર્વિકલ્પતા થાય જ એમ નથી. જેને થાય તેને પૂર્વના સવિકલ્પ નિર્ણયમાં ઉપચાર આવે છે. પ્ર. ૪: સ્વાનુભવ મનજનિત છે કે અતીન્દ્રિય છે? ઉ.૪ઃ સ્વાનુભવમાં ખરેખર મન કે ઇન્દ્રિયનું અવલંબન નથી. તેથી તે અતીન્દ્રિય છે; પણ સ્વાનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન છે ને મતિ-શ્રુતજ્ઞાન મનના કે ઇન્દ્રિયના અવલંબન વગર હોતો નથી તે અપેક્ષાએ સ્વાનુભવમાં મનનું અવલંબન પણ ગયું છે. ખરેખર મનનું અવલંબન તુયું તેટલો સ્વાનુભવ છે; સ્વાનુભવમાં જ્ઞાન અતીન્દ્રિય છે. પ્ર. ૫ઃ નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે. એ વાત કેટલા ટકા સાચી? ઉ.પ સો એ સો ટકા સાચી, ત્યાં નિર્વિકલ્પરૂપ જે પરિણમન છે તેમાં તો મનનું અવલંબન જરા પણ નથી, તેમાં તો મનનો સંબંધ તનછૂટી ગયો છે, પણ તે વખતે અબુદ્ધિપૂર્વક જે રાગ પરિણમન બાકી છે તેમાં મનનો સંબંધ છે. પ્ર. ૬ઃ અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો? ઉ. ૬: “અનુભવ”માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસમ્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ ગઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો, આવી જે બન્નેની અભેદ અનુભૂતિ તે અનુભવ છે. દ્રવ્યપર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહિ. પ્ર. ૭ઃ ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે? Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ઉ.૭: નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવ કાળે આનંદને અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે. પ્ર. ૮: કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ? ઉ.૮: કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદઆત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચનગોચર છે, અનુભવ ગમ છે. પ્ર. ૯ : અનુભૂતિમાં ને જ્ઞાનમાં ફેર શું છે? ઉ.૯: જ્ઞાનમાં તો આખો આત્મા જણાય છે અને અનુભૂતિમાં તો પર્યાયનું જવેદન આવે છે દ્રવ્યનું વેદન થતું નથી. પ્ર. ૧૦ઃ શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાગ્યો હોય તેમાં આત્મા જણાયો છે કે નહિ? ઉ. ૧૦ઃ એ તો શબ્દજ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે નહિ અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી. ૮. મોક્ષમાર્ગ સંબંધી અગત્યના પ્રશ્નો: પ્ર. ૧ : ૧) કાળલબ્ધિ ૨) ભવિતવ્ય ૩) કર્મના ઉપશમાદિ (નિમિત્ત) ૪) પુરુષાર્થપૂર્વક ઉદ્યમ - આમાંથી ક્યા કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? ઉ. ૧ : મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય (નિયતિ) અને કર્મની ઉપશમાદિ અવસ્થા એ પાંચ બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય (મેળાપ, એકઠાપણું) કહે છે. આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી મિથ્યામાર્ગ છે. પ્ર. ૨ : કાળલબ્ધિ શું છે અને કયા દ્રવ્યમાં હોય છે? ઉ. ૨ઃ તે કોઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તેજકાળલબ્ધિ છે. તે છયે દ્રવ્યમાં દરેક સમયે હોય છે. બધાં જ દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવરૂપે પરિણમે છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ૧) અહીં કાળાદિ લબ્ધિમાં કાળલબ્દિનો અર્થ સ્વકાળની પ્રાપ્તિ થાય છે. ૨) દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક ઉપાદાન છે. ૩) (પર) કાળલબ્ધિ તે નિમિત્ત છે અને જો સ્વકાળ-લબ્ધિ ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ૪) ભવિતવ્ય અથવા નિયતિ તે તે સમયની યોગ્યતા છે, તે પણ ક્ષણિક ઉપાદાન છે. ૫) કર્મ તે દ્રવ્યકર્મની અવસ્થા નિમિત્ત છે અને જો કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. એક સમયના પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે. પ્ર. ૩ઃ કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે? ઉ. ૩ એ માન્યતા મિથ્યા છે, કેમ કે તે માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો તેથી તે માન્યતાવાળાને એકાંત કાળાદિ ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. પ્ર. ૪: જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે એ માન્યતા બરાબર છે? ઉ.૪ઃ ના; કેમ કે તે માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. પ્ર. ૫ઃ પાંચ સમવાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય કોણ કોણ છે? ઉ. ૫ સામાન્ય જ્ઞાયક સ્વભાવ તે દ્રવ્ય અને બાકીના ચાર પર્યાય છે. પ્ર. ૬: જ્યાં સુધી દર્શનમોહ કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એ માન્યતા બરાબર છે? ઉ. ૬ ના; એ માન્યતા મિથ્યા છે, કેમ કે તે જીવે પુરુષાર્થ વડે જ્ઞાયક સ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી (દેવવાદી) ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે. પ્ર. ૭ઃ ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? ઉ. ૭ઃ જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય નથી કરતો તેને તો કોઈ પણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી એવો નિશ્ચય કરવો. વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપશમાદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો મળી આવે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વળી કર્મના ઉપશમાદિતો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, પણ આત્મા જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિસ્વયં થઈ જાય છે. કર્મના ઉપદમાદિ છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી. જીવનું કર્તવ્ય તો તત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. પ્ર. ૮ઃ જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિને મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ? ઉ. ૮ઃ તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. અન્યથા પુરુષાર્થ કરી મોક્ષનું ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિવ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઇચ્છે છે, તે કેવી રીતે બને? વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચય ધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ પ્રગટે? પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરવા શુદ્ધોપયોગ જ ઉપાય છે. અને તે અનુભૂતિની અવસ્થા જ ધર્મધ્યાન છે. આકુળતા રહિત- રાગ દ્વેષ રહિત અવસ્થા ધર્મ છે. પ્ર.૯૪ હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે ,વ્રતાદિપાળે, તો પણ દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિને સ્વ-પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? ઉ. ૯: ૧) તે જીવ તેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદભેદ વિપરીતતાને ટાળતો નથી, તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો નથી. ૨) તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને અભાન કહે છે. ૩) પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કજ્ઞાન કહે છે. ૪) પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનનો દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. કારણ વિપરીતતાઃ જેને તે જાણે છે તેના મૂળ કારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. સ્વરૂપ વિપરીતતા જેને તે જાણે છે તેના મૂળ સ્વરૂપને તોન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપ વિપરીતતા છે. ભેદભેદ વિપરીતતા: જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદ વીપરીતતા છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ પ્ર. ૧૦ઃ નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગાં મળીને કાર્ય કરે છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? ઉ. ૧૦ઃ ૧) મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે ઓળખું નહિ અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળકારણપણે જાણ્યા તેથી તેને કારણ વિપરીતતા થઈ. ૨) ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય છે, તેથી નિમિત્તને ઉપચારમાત્ર કારણ કહેવામાં આવે છે - એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુસ્વરૂપને ન ઓળખ્યું તેથી તેને સ્વરૂપ વિપરીતતા થઈ. (૩) દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ એવી ભિન્નતા ન માનતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી બન્નેની અભિવ્રતાને લીધે તેને ભેદભેદ વિપરીતતા થઈ. આ રીતે ત્રણ વિપરીતતાનો દોષ લાગુ પડે છે. પ્ર. ૧૧ : દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિની ધર્મ સાધનામાં અન્યથાપણું શું છે? ઉ. ૧૧: દ્રવ્યલિંગી મુનિ (૧) વિષયાદિ-સુખાદિના ફળ નરકાદિ છે (૨) શરીર અશુચિમય છે (૩) શરીર વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી. (૪) કુટુંબાદિક સ્વાર્થના સગાં છે - ઇત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારીને તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશચરણાદિ પવિત્ર ફળના આપનારા છે, એ રીતે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે - ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બુરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલા જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે પરદ્રવ્યોમાં ઈષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બુરા જાણવાં તેનું જ નામ ષ છે. પ્ર. ૧૨ દ્રવ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ કોઈ કર્મ જ હશે ને ? ત્યાં પુરુષાર્થ શો કરે? ઉ. ૧૨ઃ ના, ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહકર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વ નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહના સ્થિતિ - અનુભાગ પણ ઘટે છે. પ્ર. ૧૩ઃ સમ્યગ્દર્શન પ્રગટન થવામાં નિમિત્તકારણ દર્શનમોહ છે અને ચારિત્ર પ્રગટન થવામાં નિમિત્તકારણ ચારિત્ર મોહ છે - તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેમ કરી શકે? માટે ધર્મ ન થવામાં જડ કર્મનો દોષ છે ને? ઉ.૧૩: ના, પોતાના ઊધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેય મોહનો અભાવ થાય છે અને મોહના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એજપુરુષાર્થઅર્થેઆપવામાં આવે છે અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. તત્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષનાંખે છે- એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જેને ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જૂઠું બોલે છે. જેને મોક્ષ સુખની સાચી અભિલાષા છે તે આવી જૂઠી યુક્તિ બતાવે નહિ. જીવનું કર્તવ્ય તો તવજ્ઞાન અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસમ્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે. અને તેમ થતાં તે જીવને નગ્ન-દિગંબર દશા, અઠ્ઠાવીશ મૂળગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દિશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતારૂપ પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષદશારૂપ સિદ્ધપદ પામે છે. પ્ર. ૧૪: જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું છે? ઉ. ૧૪: સર્વ પ્રથમ - ૧) હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી. ૨) જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-ગુરુ-ધર્મને ઓળખવા અને યથાર્થ શ્રદ્ધાન કરવું. ૩) ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. ૪) નિમિત્ત-નૈમિત્તિક, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય આદિને જેમ છે તેમ ઓળખવાં. ૫) કર્મનો સિદ્ધાંત યથાર્થ સમજવો - ઈત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવા કેમ કે તે પ્રયોજનભૂત છેઃ પ્ર. ૧૫ : દેવ-ગુરુ-ધર્મ તથા સત્ શાસ્ત્ર અને તત્ત્વાદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે? ઉ. ૧૫: તેનો નિર્ધાર કર્યા વિના કોઈ જીવને કોઈ રીતે મોક્ષમાર્ગ થાય નહિ એવો નિયમ છે. પ્ર. ૧૬ઃ મોક્ષમાર્ગ ઉપાય નિરપેક્ષ છે? ઉ. ૧૬ : હા, પરમ નિરપેક્ષ છે. “નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ(અનુષ્ઠાન)રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.” પ્ર. ૧૭: પરમ નિરપેક્ષ' કહેવાથી એકાંત નથી થઈ જતો? ઉ. ૧૭: ના, મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, એ તો સમ્યક એકાંત છે. પ્ર. ૧૮ઃ તો મોક્ષમાર્ગને સમ્યક અનેકાન્ત કેવી રીતે લાગુ પડે? Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ ઉ. ૧૮ મોક્ષમાર્ગ સ્વથી પરમ સાપેક્ષ છે ને પરથી પરમ નિરપેક્ષ છે તેમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે. પ્ર. ૧૯ઃ જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો છે? ઉ. ૧૯ : ૧) પ્રથમ તો પરીક્ષા વડે કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન કરતાં ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે. ૨) પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેના નામ-લક્ષણાદિ શીખવા, કારણ કે તેના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. ૩) પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ૪) ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે, અને જીવ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્ર. ૨૦ઃ એ ક્રમ ન સ્વીકારે તો શું થાય? ઉ. ૨૦ઃ એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે, માટે જ્યાં સુધી જીવને સાચા(નિશ્ચય) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઉપર કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. પ્ર. ૨૧ : સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ઉ. ૨૧ઃ ૧) મોક્ષ તત્વ સર્વજ્ઞ વીતરાગી સ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષ તત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨) સંવર - નિર્જરા નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે. તે જ નિર્ગથ - દિગંબર મુનિ ગુરુ છે, માટે જેને સંવર - નિર્જરાના સ્વરૂપની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩) જીવ તત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાત રહિત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય, તે સ્વભાવ સહિત અહિંસા ધર્મ છે, માટે જેને શુદ્ધ જીવ તત્ત્વની શ્રદ્ધા છે તેને (નિજ આત્માના) અહિસા - ધર્મની શ્રદ્ધા છે. પ્ર. ૨૨: સમ્યક્ત કોને કહે છે? ઉ. ૨૨: ૧) જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય. અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ૨) સાચા દેવ-ગુરુ-ધર્મમાં દૃઢ પ્રતીતિ થાય. ૩) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. ૪) સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન થાય. ૫) આત્મશ્રદ્ધાન થાય, તેને સમ્યક્ત્વ કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યક્ત્વ(શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન એના પર્યાયો છે. પ્ર. ૨૩ : ધર્મી જીવ ધર્મ પ્રવૃત્તિમાં આગળ કેમ વધે છે ? ઉ. ૨૩ : એકાકાર નિજ જ્ઞાયક સ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ રીતે ધર્મ પરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે. પરિણામ વિશેષ શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને વીતરાગતા પ્રગટે છે. પ્ર. ૨૪ : ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ નો નિર્ણય ઃ શું સંબંધ છે ? ઉ. ૨૪ : જો સર્વજ્ઞતા આપણું લક્ષ્ય છે, પ્રાપ્તવ્ય છે, આદર્શ છે; તેને પ્રાપ્ત કરવા માટે જ બધો પ્રયત્ન છે તો પછી તેના સાચા સ્વરૂપના પરિજ્ઞાન વિના તેને પ્રાપ્ત કરવાનો માર્ગ કેવી રીતે થઈ શકે ? જૈન દર્શનનો મૂળાધાર સર્વજ્ઞતા જ છે. સર્વજ્ઞતાનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ. સર્વજ્ઞતાના નિર્ણયમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સમાયેલો છે. સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને જ થાય છે. ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ એક રીતે પરસ્પર અનુબદ્ધ છે. એકનો નિર્ણય (સાચી સમજણ) બીજાના નિર્ણય સાથે જોડાયેલ છે. બન્નેનો નિર્ણય સર્વજ્ઞ સ્વભાવી નિજ આત્માની સન્મુખ થઈને થાય છે. સર્વજ્ઞતાની શ્રદ્ધા વિના દેવ-ગુરુ-શાસ્ત્રની સાચી શ્રદ્ધા પણ સંભવતી નથી, કેમ કે સાચા દેવનું તો સ્વરૂપ જ સર્વજ્ઞતા અને વીતરાગતા છે. શાસ્ત્રનું મૂળ પણ સર્વજ્ઞની વાણી છે. ગુરુ પણ સર્વજ્ઞ કથિત માર્ગાનુગામી છે. ત્રણ મૂઢતા અને આઠ મદ રહિત તથા આઠ અંગો સહિત સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે. H જેની મતિ અવ્યવસ્થિત છે તેને જગત અવ્યવસ્થિત લાગે છે. આ અવ્યવસ્થિત મતિવાળા લોકો જગતને વ્યવસ્થિત કરવાના વિકલ્પોમાં જ ગૂંચવાયા છે. જ્યાં બધું જ પૂરેપુરું વ્યવસ્થિત છે - કાંઈ ફેરફાર કરવાની જગ્યા નથી ત્યાં વ્યવસ્થાપક બનવાની ધૂનમાં વ્યાકુળ થઈ રહ્યા છે. અને જ્યાં પોતાની મતિમાં અવ્યવસ્થા છે ત્યાં તેમનું ધ્યાન નથી. જ્યાં સુધી પોતે પોતાની મતિને, વસ્તુસ્વરૂપને અનુકૂળ વ્યવસ્થિત છે નહિ કરે ત્યાં સુધી આકુળતા જવાની નથી. ‘સર્વજ્ઞતા’ અને ‘ક્રમબદ્ધ પર્યાય’ની શ્રદ્ધા પ્રતીતિ વિના મતિ વ્યવસ્થિત થઈ જ શકતી નથી. સ્વયં સંચાલિત વ્યવસ્થા જ પૂર્ણ ન્યાય સંગત હોય છે અને તે સમજવી એ જ સત્ય પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે અને વીતરાગતા પર્યાયમાં ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ પ્ર. ૨૫ : ‘સર્વજ્ઞતા’નો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં પાંચે સમવાય સાથે હોય છે તે કેવી રીતે ? ઉ. ૨૫ : ૧) જે સમકિતીની પર્યાય થઈ તે નિજ સ્વભાવમાં એકાગ્રતા વડે થઈ એમાં ‘સ્વભાવ' આવી ગયો. ૨) જે સમકિતની પર્યાય થઈ તે થવાની હતી તે સ્વકાળે થઈ તે ‘નિયતિ’ છે. ભવિતવ્યતાનો ‘ભાવ’ આવી ગયો જે થવા યોગ્ય હતું તે થયું. ૩) જે સમકિતની પર્યાય ‘ક્રમબદ્ધ’ પોતાના કાળે જે થવાની હતી તે થઈ તે ‘કાળલબ્ધિ’ આવી ગઈ. ૪) સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયા તે ‘નિમિત્ત’ પણ આવી ગયું. ૫) જે સમકિતની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થ વડે જ થઈ તે ‘પુરુષાર્થ’ છે. આમ સમકિત થવા કાળે પાંચે સમવાય એક સાથે રહેલા છે. મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે ઃ ૧. ચિદાનંદ ઘનસ્વભાવ ઉપર દૃષ્ટિ જાય તે સ્વભાવ થયો. ૨. આ જે (નિર્મળ) ભાવ થયો તે કાળે થયો તે થવાનો હતો તે જ થયો તે ભવિતવ્ય. ૩. તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું જ્ઞાન થયું તે કાળલબ્ધિ થઈ. ૪. ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું. ૫. ચિદાનંદ ધનસ્વભાવની દૃષ્ટિ થઈ તે સ્વભાવ તરફનો પુરુષાર્થ થયો. પાંચ સમવાય ઃ કાર્યોત્પત્તિના પાંચ કારણોના સમવાયને સમ્યક્ ઘોષિત કરતાં આચાર્ય લખે છે ઃ સ્વભાવ, નિયતિ, નિમિત્ત, કાળલબ્ધિ અને પુરુષાર્થ આ પાંચ કારણોમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાંત છે, મિથ્યાત્વ છે અને એના સમવાયથી કાર્યોત્પત્તિ માનવી તે અનેકાન્ત છે, સમ્યક્ત્વ છે. પ્ર. ૨૬ : આ પાંચ સમવાયની કબુલાતમાં જીવને ક્યાં તકલીફ છે ? ઉ. ૨૬ : ૧) ‘સ્વભાવ’ બાબતમાં જીવોને બહુ શંકા નથી - એ સ્પષ્ટ છે. ૨) ફક્ત ‘નિયતિ’ વાદને માનવો તે સ્વચ્છંદી છે. જે જીવ સર્વજ્ઞને માનતો નથી, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, જેણે અંતરોન્મુખ થઈને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ કર્યા નથી અને ‘થવાનું હશે તે થશે' એમ કહીને માત્ર સ્વચ્છંદી થાય છે તે મિથ્યાત્વનું પોષણ કરે છે. પરંતુ જ્ઞાનસ્વભાવના નિર્ણયપૂર્વક જો ક્રમબદ્ધ પર્યાયને સમજે તો જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વ અને સ્વચ્છંદ છૂટી જાય. ૩) નિમિત્ત ઃ હવે જ્યારે કાર્ય થવાનું છે ત્યારે તેની યોગ્યતા અનુસાર નિમિત્તની (સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની) હાજરી હોય જ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સર્વજ્ઞતા અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય આવી જ જાય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ પપ૦ ૪) કાળલબ્ધિઃ હવે જીવને અહીંયા વધારેમાં વધારે મુશીબત છે. જલ્દીથી - ઉતાવળથી કાર્ય થવામાં જીવ પુરુષાર્થ સમજે છે. પણ ભાઈ ! ઉતાવળે આંબા ન પાકે! આ ઉતાવળમાં જ બધી ભૂલો અને અકસ્માત થાય છે - મોક્ષમાર્ગમાં પણ એમ જ ભૂલ થાય છે. ૫) પુરુષાર્થ સત્ય પુરુષાર્થ બરાબર સમજવો પડશે. સર્વજ્ઞના નિર્ણયથી, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી મતિ વ્યવસ્થિત થઈ જાય છે, કર્તુત્વનો અહંકાર ગળી જાય છે. સહજ જ્ઞાતા-દષ્ટનો પુરુષાર્થ જાગૃત થાય છે. સર્વજ્ઞતા, પરસન્મુખ વૃત્તિથી સમજવામાં આવનાર વસ્તુ નથી. સર્વજ્ઞતાની પર્યાયની સન્મુખ થયેલી દષ્ટિથી પણ સર્વજ્ઞતા સમજી શકાતી નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના આશ્રયે સર્વજ્ઞતા સમજવામાં આવે છે. સર્વજ્ઞતાનું સાચું સ્વરૂપ સમજવા માટે આત્મોન્મુખી પુરુષાર્થ અપેક્ષિત છે. કમબદ્ધ સમજવાનો પણ એક માત્ર આ જ ઉપાય છે. ૯. કમબદ્ધ પર્યાય - સમ્યગ્દર્શન સંબંધી પ્રશ્નો: પ્ર. ૧ઃ ક્રમબદ્ધનો સિદ્ધાંત શું સિદ્ધ કરે છે? ઉ. ૧ : કમબદ્ધથી અલૌકિક દ્રવ્યની સિદ્ધિ થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છેકમબદ્ધ પર્યાય એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. કમબદ્ધ અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડ્યા હશે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સમકિત પામશે. પ્ર. ૨ઃ જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ છે ને? ઉ.૨: બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકે એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાનસ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું અને ન ફેરવવું શું? જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાનસ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. પ્ર. ૩ જ્ઞાયક સ્વભાવના નિર્ણયથી શું થાય? ઉ.૩ઃ જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જેનહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જકર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે એમ હું પણ જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. પ્ર. ૪: ક્રમબદ્ધની વાત વિચારતાં શું થાય છે? ઉ. ૪: અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધા ઝગડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતા સ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. અહાહા ! જૈન દર્શન આકરું બહુ ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નહિ. કેમ કે પર્યાય ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. અહાહા ! ભાઇ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નહિ - એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. પ્ર. ૫ : ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય શું છે ? ઉ. ૫ ઃ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા અકર્તા છે. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષટ્કારકથી જ સ્વતંત્ર જે થવાની છે તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થપૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ પર દષ્ટિ જાતાં પર્યાયમાં પ્રગટે છે. સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર. ૬ : ક્રમબદ્ધ માનવાથી શું પુરુષાર્થ ઊડી જતો નથી ? ઉ. ૬ : ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે, પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્ય દ્રવ્ય પર દૃષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચયથી થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની આ જ વિધિ છે. પ્ર. ૭ : તો પછી કરવું શું ? સમ્યગ્દર્શન પ્રગટ કરવા કંઈક તો કરવું પડે ને ? ઉ. ૭ : કરવા - ફરવાનું છે ક્યાં ? કરું કરુંની દૃષ્ટિ જ છોડવાની છે. રાગને કરવાનું તો છે જ નહિ પણ આત્મામાં અનંતા ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે તેને પણ કરે શું ? ફક્ત તેની ઉપરથી ષ્ટિ છોડીને અંદરમાં જવાનું છે. શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છે. જાણનાર... પૂર્ણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું ! એકરૂપ પરિપૂર્ણ જ છું, પરિપૂર્ણ પરમાત્મા જ છું. પ્ર. ૮ : આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ ? ઉ. ૮ : અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે ? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં Page #574 -------------------------------------------------------------------------- ________________ પપર અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું ? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી ? - દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ, એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું - એ પ્રમાણે નિર્મળ પર્યાયો થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોનો ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. ΟΥ સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું, એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દૃષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતા ભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે. પ્ર. ૯ : ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર સમ્યગ્દર્શન કેમ થાય છે ? ઉ. ૯ : ક્રમબદ્ધ પર્યાયથી ખરેખર એને ખ્યાલમાં આવ્યું હોય તે એટલે કે જે કરવાપણાના દુઃખથી થાકેલાં છે તે પરના કરવાપણાથી ખસીને આત્મા તરફ આવે છે. જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન થાય છે. જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે - તીર્થંકરને પણ જે પર્યાય થવાની તે જ થાય છે, તેને આધી પાછી કરી શકે નહિ. સંસારથી ખરેખર જે થાકી ગયો છે એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી. એટલે હું કાંઇક કરું અને એનાથી મને બીજું કાંઇક મળે એવી સ્પૃહાં નથી. ક્રમબદ્ધની દૃષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય આત્માના કર્તવ્ય વિના ક્રમબદ્ધ સ્વયં થાય છે એમ એને બેસી ગયું છે. પ્ર. ૧૦ : ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં ક્યારે આવે છે ? ઉ. ૧૦ઃ જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવા જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે, એવા સ્વચ્છંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તૃત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઇ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. પ્ર. ૧૧ : જૈનદર્શનનો મૂળ સિદ્ધાંત શું છે ? ઉ. ૧૧ : ૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ ૨) દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય. ૩) પરદ્રવ્યની સામે જોતાં રાગ જ થાય. ૪) પોતાના દ્રવ્યમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ પાડીને જોતાં કે ગુણ-ગુણીના ભેદ પાડીને જોતાં રાગ જ થાય, વીતરાગતા ન થાય. ૫) પંચમ પરમ પારિણામિકભાવનો આશ્રય કરવાથી જ ધર્મ - વીતરાગતા થાય. આ વાત ભગવાનના ઘરની અને ભગવાન થવાની છે. વીતરાગ સર્વજ્ઞના ઘરની આ વાત દિવ્યધ્વનીમાં આવેલી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી કે સ્પર્શતું નથી અને દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય છે આ મહા સિદ્ધાંત છે. દ્રવ્યની સ્વતંત્રતાનો આ પોકાર છે. પ્ર. ૧૨ : ક્રમબદ્ધમાં કેમ ભૂલ થાય છે ? ઉ. ૧૨ : એક કહે છે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે. મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્વને ઉલ્ટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્ને એ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાન-આનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુઃખને મેળવે છે, મીંઢવે છે કે અરે ! આ રાગ દુઃખરૂપ છે - એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, રાગની મીઠાસ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાસ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે. મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટ કરે. પ્ર. ૧૩ : આ બધી પર્યાયો ક્રમબદ્ધ ગોઠવાઇ કેમ ? ઉ. ૧૩ : તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય ક્યાં રહ્યું ? અનંત દ્રવ્યો અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે, સમ્યગ્દર્શન થશે. પ્ર. ૧૪ : ધ્રુવ દ્રવ્યની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય - તે કેવી રીતે કરાવે છે ? . ઉ. ૧૪ : ૧) આત્મા પરદ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પરદ્રવ્યનું કર્તા-ભોક્તાપણું છોડીને સ્વસન્મુખ થવાનું છે. ૨) વિકારનો કર્તા કર્મ નથી એમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી છે જેથી દ્રવ્યદૃષ્ટિ થાય. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ૩) વિકારનો કર્તા જીવ નથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકારને કરે છે - તેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય પર દષ્ટિ કરાવવી છે. ૪) વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે - તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છોડાવી દૃષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે. ૫) વિકાર પણ ક્રમબદ્ધમાં હતો તે થયો છે તેમાં તે ક્રમબદ્ધ પર્યાયના સ્વકાળનું સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ કરાવવી છે. ૬) નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે - એમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ પર લક્ષ કરાવ્યું છે. ૭) પર્યાયનો કર્તા પરદ્રવ્ય નથી - તેમ કહીને પરદ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વદ્રવ્યમાં વાળી છે. ૮) પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય પણ નથી. પર્યાય પર્યાયના ષટ્કરકથી સ્વતંત્ર થાય છે - એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે. ૯) વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો કર્તા છે. બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી - એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધ્રુવની સન્મુખતા કરાવવી છે. ' અરે ભાઈ! તું જ્ઞાતા-દષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા-દષ્ટાસ્વભાવની દષ્ટિ કર, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. આત્માનો અનુભવ જરૂર થશે. પ્ર. ૧૫ઃ સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે? ઉ. ૧૫: અમસ્તુ પણ બધું વ્યવસ્થિત છે, પણ સમ્યગ્દર્શન થતાં એના નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત છે. દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની શક્તિ છે, તેના કારણે પર્યાય ઉત્પન્ન થશે, થાય છે તેને કરવું છે ક્યાં? અને જ્ઞાનગુણની પર્યાય પણ કમબદ્ધમાં જે જાતનો રાગાદિથશે તેને તે પ્રકારે જાણતી તે જ પ્રકારે કમબદ્ધમાં આવશે. તે પર્યાય છે તેનો પણ કર્તા દ્રવ્ય નથી. પર્યાય તે સમયે થશે જ, પર્યાય તે સમયે આવશે જ, તેનો જ્ઞાની કર્તા નથી, પર્યાય જે કાળે થવાની છે તે થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય છે. જે પરિણમે છે તે કિર્તા છે, દ્રવ્ય કાંઈ પરિણમતું નથી માટે કર્તા નથી. ભાવશક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે, હોય છે તેને કરવું છે ક્યાં? ખરેખર તો દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ - દ્રવ્યનો સ્વીકાર થયો એટલે બસ! પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો સ્વકાળ હતો, તેનો પણ કર્તા નથી કેમ કે ભાવશક્તિના કારણે ભવન તો છે, તો છે એને કરવું શું? અહાહા! દ્રવ્યની સન્મુખ દષ્ટિ થઈ પછી જે થવાનું છે તે થાય છે, તેને જાણે છે, એ જાણવાનું કામ સ્વતંત્ર થાય છે. આને જાણવું એવું પણ નથી, ભાવશક્તિ છે તે પર્યાય વિના હોય નહિ. ગુણીને પકડ્યો Page #577 -------------------------------------------------------------------------- ________________ પપપ છે તેણે જે ભવન - પર્યાય હોય છે તેને કરવું છે ક્યાં?નવું નવું થાય છે તે થવાનું છે તે જ થાય છે, તેને કરવું છે ક્યાં? થાય છે - હોય છે તેને જાણે છે, એ જાણવાની પર્યાય પણ તે કાળે થવાની છે તે થાય છે, કેમ કે દરેક ગુણની વર્તમાન પર્યાય ભાવશક્તિના કારણે તે કાળે થાય જ છે. થાય છે તેને કરવું શું? વસ્તુનું સ્વરૂપ એમ જ છે. પ્ર. ૧૬ : શાસ્ત્રનું તાત્પર્ય શું છે? ઉ. ૧૬ઃ શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. પ્ર. ૧૭ઃ જીવનો પર્યાય સ્વકાળે જ થાય છે તો તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? ઉ. ૧૭ઃ જીવનો પર્યાય સ્વકાળે સ્વતંત્ર પરિણમે છે અને એ ક્રમબદ્ધ જ છે. એવો નિર્ણય કરે તે અકર્તા થાય અને અકર્તા થયો તે જ પુરુષાર્થ છે. અકર્તાપણું જ્ઞાતા-દષ્ટા સ્વભાવના આશ્રયે થાય છે તેમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થપૂર્વક જ થાય છે. - રાગનો અને સંયોગનો અંદર નિષેધ થાય છે તે શ્રદ્ધા-જ્ઞાનનો પર્યાય છે કે નહિ? કલાક, બે કલાક, ચાર ક્લાક આની આ વાત રગડાય છે, ઘુંટાય છે, વાંચનમાં, શ્રવણમાં, વિચારમાં આ જ વાત આવ્યા કરે, ચોવીસ કલાક આ દેહના કામ તે મારા નહિ, રાગના કામ તે મારા નહિ એમ ઘુંટાયા કરે છે, એ શ્રદ્ધાજ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડ્યો? એ શું જ્ઞાનની ક્રિયા નથી? પણ બાહ્ય ક્રિયાકાંડના આગ્રહવાળાને અંતરના શ્રદ્ધા-જ્ઞાનનું કાંઈ માહાત્મ જ દેખાતું નથી. અરે ભાઈ! આ શ્રદ્ધા-જ્ઞાનનું કાર્ય અંદરમાં સમ્યફ થતું જાય છે તે કેમે કરીને ફટાક વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભવરૂપે થઈ જશે - સમ્યગ્દર્શન પ્રગટ થઈ જશે. પ્ર. ૧૮: રાગને કરી કે હટાવી શકાય? ઉ. ૧૮ઃ કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. કમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શકતો નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તુત્વ બુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે કમબદ્ધની પ્રતીતિ થઈ. કમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતા-દષ્ટ થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તુત્વબુદ્ધિ પણ છૂટી જાય છે અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગ કરવો છે, રાગને અટકાવવો છે તેને એ ક્રમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. પ્ર. ૧૯ : વિકલ્પથી નિર્વિકલ્પ કેમ થવાય? Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ઉ. ૧૯ઃ પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું - લાવું એવા વિકલ્પ પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયનો કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. નિર્વિકલ્પ થવાની આ જ વિધિ છે. પ્ર. ૨૦ઃ કેવું કમબદ્ધનું સ્વરૂપ માનવાથી મુક્તિ થાય? ઉ. ૨૦ઃ ત્રણ કોળ ત્રણ લોકની જે પર્યાયો છે તે બધી શેય તરીકે કેવળજ્ઞાનની પર્યાયમાં અપઈ જાય છે. જેટલા જોયો છે તેની ભૂત-વર્તમાન-ભાવિની બધી પર્યાયો એક સમયમાં જ્ઞાનમાં અકંપપણે અપઈ જાય છે - જણાઈ જાય છે. ગયા કાળની અને ભવિષ્યની ને વર્તમાનની બધી પર્યાયો જાણે સ્થિર હોય એમ અકંપપણે જ્ઞાનને શેયપણે અર્પે છે - શેયપણે વર્તે છે. આવું ક્રમબદ્ધ સ્વરૂપ છે તેને જે માનતો નથી તે વસ્તુની સ્થિતિને માનતો નથી તે કેવળજ્ઞાનને જ માનતો નથી. આવું ક્રમબદ્ધનું સ્વરૂપ યથાર્થ સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૦ ઉપાદાન-નિમિત્ત અને સમગ્દર્શનની મહત્ત્વના પ્રશ્નો: પ્ર. ૧ઃ સમ્યગ્દર્શનમાં ઉપાદાન-નિમિત્ત'ની જાણકારી કેટલી ઉપયોગી? ઉ. ૧ મુક્તિના માર્ગમાં જે મહત્વપૂર્ણ વિષયોનું સમ્યક પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે, એમાં ઉપાદાનનિમિત્ત પણ એક એવો મહત્વપૂર્ણ વિષય છે જેના સમ્યક જ્ઞાન વગર પરાવલંબન દષ્ટિ અને વૃત્તિ સમાપ્ત નહિ થાય, સ્વાવલંબનનો, દ્રવ્યની સ્વતંત્રતાનો ભાવ જાગૃત નહિ થાય, મુક્તિમાર્ગનો સમ્યક પુરુષાર્થ પણ સ્કુરાયમાન નહિ થાય. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧) જગતનો પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે. આ પરિણમનને પર્યાય અથવા કાર્ય કહે છે. ૨) કાર્ય કારણપૂર્વક જ થાય છે અને કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવામાં આવે છે. આ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં હોય છે. અને કારણ પણ બે પ્રકારના છે. (૧) ઉપાદાનકારણ (૨) નિમિત્તકારણ. ૩) જે સ્વયંરૂપે પરિણમે છે તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં જેના પર અનુકૂળતાનો આરોપ આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. ૪) જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદાનકારણ અને જે કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. તથા નિમિત્તકારણની અપેક્ષાથી થન કરવાથી તેજ કાર્ય (ઉપાદેય)ને નૈમિત્તિક પણ કહેવામાં આવે છે. ૫) આ વાતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં લગાડીએ તો આ પ્રમાણે કહેવું પડશે. આત્મદ્રવ્ય અથવા તેનું શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એવી જ રીતે મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. આ રીતે શ્રદ્ધા ગુણ અને સમ્યગ્દર્શનમાં ઉપાદાન Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૫૭ ઉપાદેય સંબંધ છે. મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ અને સમ્યગ્દર્શનનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પ્ર. ૨ ઃ અહીંયા એક પ્રશ્ન સંભવે છે કે જેમ સમ્યગ્દર્શનરૂપ કાર્યના ઉદાહરણમાં એમ બતાવવામાં આવ્યું કે ‘દ્રવ્ય અથવા ગુણ’ ઉપાદાનકારણ છે, તો વિવક્ષિત કાર્ય નિરંતર ઉત્પન્ન જ થતું રહેવું જોઈએ કારણ કે જ્યાં કારણ ઉપસ્થિત છે તો કાર્ય હોવું જોઈએ. આમ કેમ ? ઉ. ૨ : ૧) આના જવાબમાં એ કહેવામાં આવે છે કે ઉપાદાનકારણ તો દ્રવ્ય અને ગુણ હોવાથી સદાકાળ ઉપસ્થિત હોય જ છે પણ નિમિત્તકારણ ન મળવાથી કાર્ય ન થયું. જ્યારે નિમિત્તકારણ મળે ત્યારે કાર્ય સંપન્ન થઈ જાય. એવું માનવાથી નિમિત્તકારણ જ નિયામક કારણ ઠરશે; કારણ કે એના હોવા અથવા ન હોવા પર કાર્યનું થવું કે ન થવું નિર્ભર છે. પણ એ સંભવ નથી. ૨) આ આપત્તિથી બચવા જો એમ કહેવામાં આવે કાર્યની ઉત્પત્તિમાં તો બન્ને કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય છે, તો આપણે કહેશું ભલે બેઉ કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય હો, પરંતુ નિયામક કારણ તો નિમિત્ત જ રહ્યું; કારણ કે એના હોવા પર કાર્ય થાય છે અને ન હોવા પર કાર્ય થતું નથી. ૩) કાર્યનું નિયામક કારણ જાણવા ઉપાદાન-નિમિત્તના ભેદ-પ્રભેદ જાણવા પડશે. ઉપાદાન બે પ્રકારનું હોય છે. (૧) ત્રિકાળી (૨) ક્ષણિક. નિમિત્ત પણ બે પ્રકારના હોય છે. (૧) ઉદાસીન (૨) પ્રેરક અથવા (૧) અંતરંગ (૨) બહિરંગ. (૧) ત્રિકાળી ઉપાદાન ઃ જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્યરૂપે પરિણમે એ દ્રવ્ય અથવા ગુણને એ કાર્યનું ત્રિકાળી ઉપાદાન કહે છે. (૨) ક્ષણિક ઉપાદાન : ૧) દ્રવ્ય અને ગુણમાં જે પર્યાયનો પ્રવાહક્રમ અનાદિ અનંત ચાલ્યા કરે છે એ પ્રવાહક્રમમાં અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાન છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ૨) તે જ સમયની પર્યાયની તે જ સમય હોવારૂપ યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને પર્યાય કાર્ય છે. ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ પણ કહે છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદાય વિદ્યમાન રહે છે, પણ તેને જ સમર્થ કારણ માનવામાં આવે તો વિવક્ષિત કાર્યની સદા ઉત્પત્તિ થતી રહેવાનો પ્રસંગ આવશે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય તેમજ એ સમયે એ પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે; જેના વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી અને જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સમર્થ ઉપાદાન એક જ હોય છે અને તેનાથી ઉત્પન્ન થવાવાળું કાર્ય તે જ હોય છે કે જેનું તે સમર્થ ઉપાદાન છે. હવે ત્યાં એ કાર્યનું જે કાંઈ પણ નિમિત્ત હોય છે તેમાં ઉપાદાનની ક્રિયા કરવાની Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શક્તિ નથી હોતી. માત્ર એ ઉપાદાન અનુસાર થવાના કાર્યનું સૂચક હોવાથી એનું નિમિત્ત કહેવામાં આવે છે. આ આધાર પર નિમિત્તના અનુસાર કાર્ય થાય છે અને વ્યવહાર (ઉપચાર) કરવામાં આવે છે. માટે કાર્ય થવા માટે ક્ષણિક ઉપાદાનકારણ જ નિયામક કારણ છે અને નિમિત્ત તો કોઈ કારણ જ નથી. નિમિત્તને કારણે માનવું એ મિથ્યા માન્યતા છે. પ્ર. ૩ઃ અહિંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ક્ષણિક ઉપાદાન જ સમર્થ કારણ છે તો ત્રિકાળી ઉપાદાનનું શું મહત્ત્વ છે ? ઉ.૩ઃ વાત તો એ છે કે ઉપાદાન તો નિજ સહજ શક્તિને કહે છે. પરંતુ શક્તિ બે પ્રકારની છે (૧) દ્રવ્ય શક્તિ (૨) પર્યાય શક્તિ. આ બન્ને શક્તિઓનું નામ ઉપાદાન છે. પર્યાયશક્તિયુક્ત દ્રવ્યશક્તિ જ કાર્યકારી હોય છે, પર્યાયશક્તિ અનિત્ય-નિત્યશક્તિના આધાર પર કાર્યની ઉત્પત્તિ માનવાથી કાર્યની નિત્યતાનો પ્રસંગ આવે છે, એટલે પર્યાયશક્તિને જ કાર્યનું નિયામક કારણ સ્વીકાર કરવામાં આવ્યું છે. દ્રવ્યશક્તિ એ બતાવે છે કે કાર્ય એ દ્રવ્યમાં જ થશે અન્ય દ્રવ્યમાં નહિ; અને પર્યાયશક્તિ એ બતાવે છે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમયમાં જ થશે. એટલે બન્ને શક્તિઓનું મહત્ત્વ છે. પરંતુ કાળનું નિયામક પર્યાયશક્તિ જ છે. કાળનું બીજું નામ જ પર્યાય છે. આ પર્યાયશક્તિ અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપ અને તત્સમયની યોગ્યતારૂપ હોય છે." હવે એક વાત એ પણ છે જે પ્રકારે ત્રિકાળી ઉપાદાન હંમેશા ઉપસ્થિત રહે છે, તે પ્રકારે સામાન્યતઃ નિમિત્ત પણ હંમેશા ઉપસ્થિત જ રહે છે. કારણ કે જે પ્રકારે પ્રત્યેક દ્રવ્ય સ્વયંના કાર્ય માટે ઉપાદાન છે, એ જ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પરના કાર્ય માટે નિમિત્ત પણ તો છે જ. કાર્ય થતી વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તની હાજરી અવશ્ય છે જ. નિમિત્તોના અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. એ પ્રમાણે પરદ્રવ્યનો દોષ ગણવો એ મિથ્યાત્વ છે. ન તો નિમિત્ત ઉપાદાનમાં બળથી કાંઈ કરે છે અને ન તો ઉપાદાન કોઈ પણ નિમિત્તને બળથી લાવે છે અને મેળવે છે. બેઉનો સહજ પરિણમન છે. બેઉનો સહજ સંબંધ છે. આ સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. પ્ર. ૪: આ ઉપાદાન-નિમિત્તની સમજણનો સાર શું છે? ઉ.૪: આનો સાર આ પ્રમાણે છે. ૧) પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે, એટલે સ્વયં જ છે' કારકરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. તેને કોઈ પણ બાહ્ય સામગ્રી સહાયતા કરી શકતી નથી એટલે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના ઇચ્છુક આત્માને બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખીને પરતંત્ર થવું નિરર્થક છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા પોતે સંપૂર્ણ સામર્થ્યવાન છે એ શ્રદ્ધા દઢ થવી જોઈએ. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ ૨) સ્વભાવ ભાવોમાં તો પરનું કર્તુત્વ છે નહિ, વિભાવ ભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. જીવની ઔદાયિકાદિ ભાવરૂપથી પરિણમન થવાની ક્રિયામાં વાસ્તવમાં જીવ સ્વયે જ છ'કારકરૂપથી વર્તે છે એટલા માટે બીજા કારકોની અપેક્ષા નથી. ખરેખર તો કોઈ દ્રવ્યના કારકો કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા નથી હોતી. ૩) ભગવાન આત્મા પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયો અથવા રાગાદિકરૂપ વિકારી પર્યાયોના રૂપમાં પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમિત થાય છે, એના પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ છે જ નહિ. ૪) હા, એ અવશ્ય છે કે જ્યારે આત્મા સમ્યગ્દર્શનાદિનિર્મળ પર્યાયો અથવા રાગાદિકરૂપ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અથવા પર્યાયગત યોગ્યતાનુસાર પરિણમિત થાય છે, ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. એ માટે એ કથન સત્ય નથી કે નિમિત્ત વિના કાર્ય થતું નથી. પણ આ કથન નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રને જ બતાવે છે, એનાથી વધારે કાંઈનહિ. નિમિત્ત હંમેશા પરપદાર્થરૂપ જ હોય છે. ૫) પ્રત્યેક દ્રવ્યમાં એના પોતપોતાના સ્વભાવાદિથી કારણસ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે પ્રત્યેક સમયનું ઉત્પાદ-વ્યય સ્વયં થાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રતિસમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત છે. ૬) પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિણમનશીલ છે. જ્યારે નિત્ય રહીને પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે તો પછી એ પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા કેમ હોય? ન જ હોય. કારણ કે સ્વભાવ નિરપેક્ષ છે. ૭) સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં દર્શનમોહકર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ અંતરંગ નિમિત્ત અને દેશનાલબ્ધિ (ગુરુનો ઉપદેશ) બહિરંગ નિમિત્ત છે. પણ નિમિત્ત સમ્યગ્દર્શનનું કારણ નથી. પ્ર. ૫ઃ સુખી થવાનો એકમાત્ર ઉપાય આત્માને જાણો, માનો અને તેમાં જ રમી જાઓ, જામી જાઓ - આમાં નિમિત્ત-ઉપાદાન સમજવાની શું જરૂર છે? ઉ. ૫ આત્માને જાણવા માટે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ જાણવું જરૂરી છે. નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ ન સમજવાથી આત્મકલ્યાણરૂપ કાર્ય કરવા માટે આ આત્મા પરપદાર્થોના સંયોગોની આકાંક્ષાને લીધે પર તરફ જ જોઈ રહ્યો છે. પોતાની (સ્વ) તરફ જોતો નથી. એટલે એ સમજવું અત્યંત જરૂરી છે કે આપણા આત્માના કલ્યાણનું કાર્ય તો સ્વયંના આશ્રયથી, સ્વની પાત્રતા(યોગ્યતા)થી સ્વયંમાં જ સંપન્ન થાય છે, પરપદાર્થ તો એમાં માત્ર નિમિત્ત જ હોય છે. - જ્યારે દ્રવ્યસ્વભાવમાં પર્યાયગત પાત્રતાનો પરિપાક થાય છે તો નિમિત્ત પણ સહજ ઉપસ્થિત થાય છે. એટલે નિમિત્તા પરથી દષ્ટિ હટાવી ત્રિકાળી ઉપાદાન કે જે નિજ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે, એના પર દષ્ટિ કેન્દ્ર કરવાથી આત્મઅનુભવ થાય છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ આ કાર્ય પણ પર્યાયગત યોગ્યતાના સદ્ભાવમાં સહજ ભાવથી સંપન્ન થાય છે; એના માટે આકુળીત થવાથી કોઈ કાર્ય થતું નથી. પ્રત્યેક કાર્ય સ્વસમયમાં સ્વયંની યોગ્યતારૂપ ઉપાદાનકારણથી જ સંપન્ન થાય છે અને જ્યારે કાર્ય થાય છે તો તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે, એને શોધવા જવા પડતા નથી. આ પ્રમાણે નિમિત્ત-ઉપાદાનની સંધિનું સમ્યજ્ઞાન થવાથી દષ્ટિ પરપદાર્થો પરથી હટીને દ્રવ્યસ્વભાવ પર દૃષ્ટિ કરતાં આત્માનુભૂતિ થાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટ થવામાં હંમેશા ગુરુની દેશના પ્રેરક નિમિત્ત છે અને તે નિમિત્ત માટે આકુળ થવાની જરૂર નથી કારણ કે કાર્ય થવાનું હોય તો ત્યારે નિમિત્ત હાજર જ હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. પ્ર. ૬ : તો પછી જે આત્મકલ્યાણના કાર્યમાં નિમિત્ત છે એવા સત્પુરુષ, ગુરુ, સત્સંગ શોધવાની જરૂર નથી ? ઉ. ૬ : સત્પુરુષ અને સત્સમાગમની વાત બરાબર છે પરંતુ બધું જ એનાથી કાંઈ થઈ જવાનું નથી. સત્પુરુષ, ગુરુ, સત્યમાગમ, દેશના નિમિત્તમાત્ર છે. જ્યાં સુધી આપણી અંદર તૈયારી થઈ નથી, ઉપાદાનગત યોગ્યતા પાકી નથી, દષ્ટિ સ્વભાવ સમક્ષ ગઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ પ્રગટ થવાનો નથી. જીવનભર સત્સમાગમ અને ગુરુની સેવા કરી પણ આત્મલાભની પ્રાપ્તિ ન થઈ એનું એકમાત્ર કારણ એ છે કે એમની દૃષ્ટિ એમના પર જ રહી, સ્વભાવ સન્મુખ ન થઈ. પોતાના આત્માનો, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો મહિમા ન આવ્યો, પોતાના આત્માનો આશ્રય ન કર્યો. જેનું જેટલું મહત્ત્વ છે એ અવશ્ય સ્વીકારવું જોઈએ પણ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જે પ્રમાણે સત્સમાગમ અને સત્પુરુષનો અસ્વીકાર કરવામાં હાની છે તેનાથી વધુ હાની એની આવશ્યતાથી અધિક મહત્ત્વ આપવામાં છે. વાસ્તવિક સત્ તો આપણો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ છે, તેના સમાગમમાં જ સત્નો લાભ થવાનો છે. એની સંગતિ જ વાસ્તવિક સત્સંગતિ છે. આપણી શ્રદ્ધાનો શ્રદ્ધેય (દૃષ્ટિનો વિષય), જ્ઞાનનો શેય, ધ્યાનનો ધ્યેય તો ત્રિકાળી સત્ નિજ ભગવાન આત્મા જ બનવો જોઈએ. ‘સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ.’ નિશ્ચય સત્સંગ તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનનું નામ છે. આત્માનું સ્વરૂપ બતાવનાર, આત્મઅનુભવની પ્રેરણા આપનાર, આત્માનુભવી પુરુષોનો સમાગમ, એમની પાસેથી ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ સાંભળવાથી એને વ્યવહારથી સત્સંગ કહે છે જ્યારે નિશ્ચયથી તો સ્વયં ત્રિકાળી ભગવાન આત્મા જ ઉપાદેય છે. મુક્તિના માર્ગ પર ચાલવાની ક્રિયા સ્વાધીન ક્રિયા છે, એટલે તે ઉપાદાનના આશ્રયથી જ સંપન્ન થાય છે, નિમિત્તના આશ્રયથી નહિ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર આ કાર્યમાં નિમિત્તમાત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અનુભૂતિ સ્વયં પોતે જ પોતાના કારકોથી કરવાની છે. ભગવાન આત્માને ધ્યેય બનાવવાવાળી ધ્યાનપર્યાય, એને શેય બનાવવાવાળી જ્ઞાન પર્યાય, એમાં અહંપણુ સ્થપિત કરવાવાળી શ્રદ્ધાનપર્યાય-ક્ષણિક ઉપાદાન છે અને ત્રિકાળી ઉપાદાન તો પ્રત્યેક વ્યક્તિનું સ્વયંનું ત્રિકાળી નિજ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ ભગવાન આત્મા જ છે. ત્યારે યોગ્ય નિમિત્ત અવશ્ય હોય જ છે. મોક્ષમાર્ગની પ્રથમ સીડીજે સમ્યગ્દર્શનરૂપ કાર્ય છે, તેનું ઉપાદાન તો ભગવાન આત્મા અથવા શ્રદ્ધાળુણ જ છે અને નિમિત્ત તરીકે પુરુષનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો સ્વરૂપ બતાવનાર ઉપદેશ છે, દેશનાલબ્ધિ છે. દેશનાલબ્ધિને બહિરંગ નિમિત્તના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. કારણ કે અંતરંગ નિમિત્ત તો દર્શનમોહનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ જ છે. વસ્તુતઃ વાત એમ છે કે ઉપાદાન-નિમિત્તનો એક સુમેળ છે. જ્યારે ઉપાદાનની તૈયારી હોય છે અર્થાત્ પર્યાયની યોગ્યતા પાકી ગઈ છે ત્યારે પુરુષનો સમાગમ પણ સહજ પ્રાપ્ત થાય છે, સપુરુષની ખોજ પણ સહજ પ્રાપ્ત થાય છે, કાંઇ પણ કૃત્રિમ નથી હોતું - બધું સહજ છે. સંપૂર્ણ પ્રક્રિયા સહજ છે. ત્રિકાળી સન્ની રુચિમાં પુરુષની ખોજની પ્રક્રિયા સહજ સંપન્ન થાય છે, વ્યગ્રતાથી કાંઈ નથી થતું. આત્મહિતનો માર્ગ તો સહજ જ છે. પુરુષની શોધ પણ સહજ અને ત્રિકાળ ધ્રુવના પ્રતીતિલક્ષ-અનુભૂતિ પણ સહજ, બધું સહજ જ સહજ હોય છે. આજ દિવસ સુધી એક પ્રસંગ એવો નથી બન્યો કે જીવની યોગ્યતા પાકી ગઈ હોય અને પુરુષ ન મળતાં રખડી ગયો હોય. પ્ર. ૭ઃ આ સહજ પ્રક્રિયાનો ક્રમ શું છે? ઉ.૭ : જ્યારે સંસાર સાગરનો કિનારો નજીક આવી ગયો હોય ત્યારે - ૧) સહજ આત્માની રુચિ જાગૃત થઈ જાય છે. ૨) આત્મરુચિ, ભગવાન આત્મા અને આત્મજ્ઞ સપુરુષની શોધ તરફ પુરુષાર્થને પ્રેરીત કરે છે - એવી જિજ્ઞાસા સહજ પ્રાપ્ત હોય છે. ૩) સપુરુષના સમાગમથી આત્મરુચિને અભૂતપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. ૪) હવે જે પ્રમાણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા જાણી છે, ક્રમબદ્ધ પરિણમન જાયું છે, ઉપાદાનની યોગ્યતા અને નિમિત્તનું સ્વરૂપ જાણું છે, નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણી, સાત તત્ત્વોનું વિપરીત અભિનિવેશરહિત યથાર્થ શ્રદ્ધાન થયું છે, સ્વ-પરનો વિવેકપૂર્વક ભેદજ્ઞાન થયું છે - એ જીવ અધ્યયન, મનન, ચિંતનની પ્રક્રિયા પરથી વિમુખ થઈ સ્વસમ્મુખ થઈ જાય છે. ૫) રુચિની તીવ્રતા અને પુરુષાર્થની પ્રબળતા સહજ જ દષ્ટિને સ્વભાવ સન્મુખ કરે છે. ૬) જ્ઞાન અને ધ્યાનની પર્યાય પણ આત્મસન્મુખ થાય છે. ૭) આ નિમિત્ત-ઉપાદાનનો સહજ સુમેળ દેશનાલબ્ધિથી કરણલબ્ધિની તરફ ઢળતો થકો સમ્યગ્દર્શન પર્યાય પ્રાપ્ત કરવાની સશક્ત ભૂમિકા તૈયાર કરી દે છે. આ બધું સહજ, તનાવ વગર, સહજ ભાવથી જ ચાલે છે કારણ કે મુક્તિનો માર્ગ શાંતિનો માર્ગ છે, તનાવનો, વ્યગ્રતાનો નહિ. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ નિમિત્ત પર છે, એના પર દષ્ટિ રાખવાથી દષ્ટિ પરાધીન થાય છે. ત્રિકાળી ઉપાદાનરૂપ નિજ ભગવાન આત્મા “સ્વ” છે એના પર દષ્ટિ રાખવાથી સ્વાધીન થવાય છે. પરાધીનતા એ દુઃખ છે, સ્વાધીનતામાં સુખ છે. જ્યારે બધા ગુણોની પરિણતિ આત્મસન્મુખ થાય છે, તે સમયે ત્રિકાળી ભગવાન આત્મા જ ધ્યાનનો ધ્યેય હોય છે અને બધા ગુણોની પરિણતિમાં નિર્મળતા પ્રગટે છે. અને અખંડ પિંડ સંપૂર્ણ આત્મા જ સમ્યગ્દષ્ટિ થાય છે. આવી અલૌકિક વિધિની આ વાત છે. પ્ર. ૮ઃ નિમિત્ત-ઉપાદાનની સમજણથી આધ્યાત્મિક સુખ-શાંતિ જ પ્રાપ્ત થાય છે કે લૌકિક દષ્ટિથી પણ કાંઇ લાભ છે? ફક્ત સમય અને શક્તિ બગાડવાના છે? ઉ. ૮ઃ અરે ભાઈ! આધ્યાત્મિક સુખ-શાંતિ સિવાય લૌકિક લાભ પણ બહુ જ છે. લૌકિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સમજ કે આધ્યાત્મિક સુખ-શાંતિ જ સાચી સુખ-શાંતિ છે; લૌકિક સુખ-શાંતિ તો માથા ઉપરથી બોજો ખભા ઉપર ઉતારી નાખવા સમાન છે. આ સાચી શાંતિ છે જ નહિ! આમાં સમય અને શક્તિ બગાડવાનો પ્રશ્ન જ ક્યાં છે? આધ્યાત્મિક લોક કાંઈ અલગ નથી હોતા, તેમના ગામ કાંઈ અલગ નથી વસેલા. જે લોકોને સાચું સુખ જોઈએ છે, પોતાના આત્માને જાણવો - ઓળખવો છે, તે આ દિશામાં પ્રયત્નશીલ છે, સક્રિય છે, સજ્જન છે ને બધા જ આધ્યાત્મિક જ છે. તમે અને અમે સાધારણ નથી, બધા જ આત્માર્થી છીએ. સ્વયં ભગવાન છીએ - ભૂલેલા ભગવાન છીએ - આપણે ભૂલી ગયા છીએ કે આપણે ભગવાન છીએ. સ્વભાવથી તો બધા જ સિદ્ધ સમાન ભગવાન છીએ. પર્યાયમાં અલ્પકાળમાં - બેચાર ભવમાં જ ભગવાન બનવાના છીએ. હીન ભાવના રાખીને - આપણે સાધારણ માણસો છીએ, લૌકિકમાણસો છીએ, સંસારમાં બેઠા છીએ, જવાબદારીઓ છે એ પ્રકારની વાતોથી નિજ ભગવાન આત્માનું અપમાન શું કરવા કરે છે? તું તો ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા! અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણોનો ગોદામ, જ્ઞાનનો ઘનપિંડ, આનંદનો રસકંદ છે. આવી હીન વાતો તને શોભતી નથી. તું પર્યાયમાં પોતાપણું છોડી - સ્વભાવમાં આવે, ત્યારે જ તારીદીનતા સમાપ્ત થશે. ઉપાદાન પર બળ લગાવ -નિમિત્ત સામેન જો. ઉપાદાન-નિમિત્તની સમજણ પડવાથી અને સ્વમાં ઉપયોગ લગાવવાથી સમય અને શક્તિ વેડફાતા નથી પણ સના માર્ગે છો. અનુકૂળ સંયોગ એ લૌકિક લાભ છે. સ્વયંની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે એ પ્રાપ્ત થાય છે. જો આ વાત સમજાશે તો પરાધીનતા દૂર થશે, સદ્ભાવ અને સત્કર્મ કરવાની પ્રેરણા મળશે, બધો જ લાભ છે. પ્ર. ૯ઃ છ કારકનું સ્વરૂપ શું છે? સમ્યગ્દર્શન સાથે એને શું સંબંધ છે? ઉ. ૯ : “આત્મસ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણ) લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થકો હોવાથી ‘સ્વયંભૂ છે'. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ છ કારકો છે. કર્તા : જે સ્વતંત્રપણે (સ્વાધીનપણે) કાર્ય કરે તે કર્તા. કર્મ : કર્તા જેને પહોંચે - પ્રાપ્ત કરે તે કર્મ. કરણ ઃ સાધકતમ્ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. સંપ્રદાન : કર્મ જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે તે. અપાદાન ઃ જેનાથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન. અધિકરણ : જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ(કર્તા), પોતાને(કર્મ), પોતાનાથી(કરણ), પોતાના માટે( સંપ્રદાન), પોતાનામાંથી (અપાદાન), પોતાનામાં(અધિકરણ)કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારક થઈને સમ્યગ્દર્શન - કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧) કર્તા : આત્મા પોતે અનંત શક્તિશાળી જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે. ૨) કર્મ ઃ પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. ૩) કરણ ઃ પોતાના અનંત શક્તિવાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. ૪) સંપ્રદાન : પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. 4. ૫) અપાદાન : પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે જ સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણઃ પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે પોતે જ સ્વયં છ કારકરૂપ થતો હોવાથી ‘સ્વયંભૂ’ કહેવાય છે. પોતાની મેળે પોતે પ્રગટ થાય તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધદશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છ યે કારકરૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની (અર્થાત્ નિમિત્ત કારણોની) અપેક્ષા રાખતા નથી. આ છ યે કારક તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેના છ પર્યાયો નવા નવા થયા કરે છે. આવું નિશ્ચય વસ્તુસ્વરૂપ સમજવું. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ. આ છ નિશ્ચય કારકો પરમ સત્ય છે. σε Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ખરેખર કોઈ બીજાનું ભલું બુરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે વગેરે માનવું તે અજ્ઞાનતા છે. આત્મા અને પુદ્ગલની (દહની) બન્નેની ક્રિયા આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પર જીવનો કર્તા છે એમ માનવું તથા કહેવું એ વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. પ્ર. ૧૦ઃ જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. ૧૦ઃ ૧) પૂર્વે બંધાયેલા દ્રવ્યકર્મોનું નિમિત્ત પામી જીવ પોતાની અશુદ્ધ ચૈતન્યશક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે, ત્યારે (તે જ સમયે) પુદ્ગલ દ્રવ્ય રાગાદિ ભાવોનું નિમિત્ત પામીને પોતાની શક્તિથી (પોતાના ઉપાદાનકારણથી) અષ્ટ કર્મરૂપ ભાવને પ્રાપ્ત કરે છે. ૨) બંધપ્રકરણવશાત્ અશુદ્ધ નિશ્ચય નયથી, જીવનારાગાદિવિભાવ પરિણામને પણ (જીવનો) સ્વભાવ કહેવામાં આવ્યો છે. ૩) જો કેનિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વવસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે, તો પણ(આત્માને) અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર છે. ૪) આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચય નયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઊપજાવનાર નથી; અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઊપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે કે પરદ્રવ્ય જ મને રાગાદિક ઊપજાવે છે, તેઓ નય વિભાગને સમજતા નથી, મિથ્યાદષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે - એ માનવું તે સમ્યજ્ઞાન છે. ૫) પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. પરમાર્થથી પુગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું જ કર્તા છે, પરંતુ આત્માના કર્મસ્વરૂપ ભાવકર્મનું નહિ. ૬) જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો - પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો કર્તા માનો, અને ભેદજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણાનો તથા અકર્તાપણું - એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સાદ્વાદ મત જૈનોનો છે. આવું (સ્વાદ્વાદ) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે. ૭) જીવ આ વિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે; પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે. અશુદ્ધ નિશ્ચય નયથી તે સ્વકૃત છે અને ટાળી શકાય છે. માટે નિશ્ચય નયથી તે પરકૃત છે, પણ તે પરકૃતાદિ થઈ જતાં નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે. ૮) વિકારતે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવનથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી. ૯) રાગ પરિણામ જ આત્માનું કાર્ય છે, તે જ પુણ્ય-પાપરૂપ દ્વેષ છે, રાગ પરિણામનો જ આત્મા કર્તા છે, તેને જ ગ્રહનાર અને છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચય નય છે. ૧૦) જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે, તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. કર્મ જીવના સ્વભાવનો પરભાવ કરે છે એમ કહેવું તે તો ઉપચાર કથન છે, પરમાર્થ એમ નથી. પ્ર. ૧૧ : નિમિત્ત ભલે કાંઈ ન કરે, પણ નિમિત્ત વિના ઉપાદાનમાં કાર્ય થતું નથી ને? ઉ. ૧૧ : ૧) નિમિત્ત વિના કાર્ય થતું નથી' એ વ્યવહારનયનું કથન છે. એનો અર્થ એ છે કે તેમ નથી'; પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેમ કહેવામાં આવે છે; કારણ કે દરેક સમયના ઉત્પાદ(કાર્ય) વખતે ઉચિત બહિરંગ સાધનોની (નિમિત્તોની) સંનિધિ (હાજરી - નિકટતા) હોય જ છે. ૨) અહીંઆશય એટલો જ છે કે જ્યાં કાર્ય થાય ત્યાં ઉચિત નિમિત્ત હોય જ છે, ન હોય એમ બનતું નથી. ૩) જગતમાં દરેક દ્રવ્યમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને કાર્યને અનુકૂળ નિમિત્ત પણ સદાય દરેક સમયે હોય છે, તો પછી નિમિત્તને લીધે કાર્ય થયું, નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય” વગેરે દલીલોને અવકાશ ક્યાં રહ્યો? કાર્યની ઉત્પત્તિ અને તેને ઉચિત નિમિત્તની ઉપસ્થિતિ વચ્ચે સૂક્ષ્મ દષ્ટિએ સમયભેદ છે જ નહિ. ૪) નિમિત્તનું અસ્તિત્વ નૈમિત્તિક કાર્યને જાહેર કરે છે, નહિ કે તે કાર્યની પરાધીનતા સૂચવે છે. ૫) ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ ઉચિત બહિરંગ સાધન નિમિત્ત’ નામ પામે છે, તે સિવાય તે નિમિત્ત કહેવાતું નથી. ૬) નિમિત્ત પર હોવાથી તે ઉપાદાનમાં ભળીને કે દૂર રહીને તેને મદદ, અસર, પ્રેરણા, આધાર કે પ્રભાવ આપી શકે નહિ, કારણ કે તેનો ઉપાદાનમાં અત્યંત અભાવ છે. ૭) પ્રત્યેક સમયે દરેક દ્રવ્ય ત્રિસ્વભાવ સ્પર્શી (એટલે કે ઉત્પાદક, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ સ્વભાવયુક્ત) હોય છે અને કાર્યના ઉત્પાદ સમયે બહિરંગ સાધનો (નિમિત્ત)ની હાજરી હોય છે જ. ૮) નિમિત્ત વિના ઉપાદાન બળહીન છે અને નિમિત્તની સહાય વિના કાર્ય થતું નથી - એવા બે પ્રશ્નો ઉપસ્થિત કરી પં. બનારસીદાસજીએ પોતાના રચેલા દોહામાં - એ માન્યતા ખરી નથી એવો ખુલાસો કરતાં કહ્યું છે કે - (૧) જ્યાં ઉપાદાન નિશ્ચય હોય છે ત્યાં નિમિત્ત વ્યવહાર હોય જ છે. (૨) જ્યાં ઉપાદાન નિજગુણ હોય ત્યાં નિમિત્ત પર હોય જ છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ (૩) જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ કદી પણ નથી. (૪) જ્યાં દરેક વસ્તુ અસહાય (સ્વતંત્રપણે) સધે છે (પરિણમે છે), ત્યાં નિમિત્ત કોણ છે ? પ્ર. ૧૨ : નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકતું નથી, તો શરીરમાં સોય પેસી જવાથી જીવને દુઃખ કેમ થાય છે? ૭. ૧૨ : ૧) જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ થઈ શકે નહિ. એક આકાશક્ષેત્રે સોયનો સંયોગ થયો તે દુઃખનું કારણ નથી, પણ અજ્ઞાની જીવને શરીરની અવસ્થા સાથે એકત્વ-મમત્વ બુદ્ધિ હોય છે, તેથી તેને જે દુઃખ થાય છે તે સોય શરીરમાં પેસી જવાને કારણે નહિ પણ તે પ્રસંગે પ્રતિકૂળતાની ખોટી કલ્પનાથી (મિથ્યા માન્યતાથી) થાય છે. ૨) જ્ઞાનીને નીચલી દશામાં જે અલ્પ રાગ છે તે શરીર સાથે એકત્વબુદ્ધિનો રાગ નથી; પોતાની ક્ષણિક નબળાઈને કારણે, તેને જેટલો રાગ છે તેટલું દુઃખ થાય છે. જ્ઞાની અલ્પ દુઃખરૂપ વિકારનો જ જ્ઞાતા છે, પણ તેનો સ્વામી નથી. અજ્ઞાની પર સાથે એકત્વબુદ્ધિ કરી વિકારનો સ્વામી બની દુઃખી થાય છે. સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી દુઃખ-સુખ ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુઃખ ભાસે. પ્ર. ૧૩ : નિમિત્ત-ઉપાદાનના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે ? ઉ. ૧૩ : ૧) (૧) કોઈ એકલા ધ્રુવ ઉપાદાનકારણને માને પણ ક્ષણિક ઉપાદાન તથા નિમિત્તકારણોને ન માને. (૨) કોઈ ધ્રુવ ઉપાદાનકારણને તથા નિમિત્તકારણને માને પણ ક્ષણિક ઉપાદાનકારણને ન માને. (૩) કોઈ ક્ષણિક ઉપાદાનકારણને માને પણ ધ્રુવ ઉપાદાન તથા નિમિત્તકારણોને ન માને. (૪) કોઈ નિમિત્તકારણને ન માને -તો તેમની આ ચારે ય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. ૨) ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્તકારણ કાર્યકાળે જ હોય છે, પણ તે નિમિત્તકારણની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માને તો તે માન્યતા મિથ્યા છે. ૩) નિમિત્ત પર છે, તેથી તે મેળવી શકાતું નથી. છતાં કોઈ બાહ્ય સામગ્રીરૂપ નિમિત્તકારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુળતા થયા વિના રહે નહિ. ૪) નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિવાન જાણે છે. છદ્મસ્થનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે, માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. ૫) નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે અર્થાત્ પર ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટકો આપે, તેના પર પ્રભાવ પાડે, તેને લાભ-નુકસાન કરે, મદદ કરે, બળ આપે વગેરે, તો નિમિત્તે બે કાર્યો કર્યા - એક પોતાનું અને બીજુ પર ઉપાદાનનું એમ ઠરે; એમ માનનાર િિક્રયાવાદી હોવાથી તે અરિહંતના મતનો નથી. તે મિથ્યાદષ્ટિ છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૬૭ ૬) ગતિમાનાદિ નિમિત્તોને (વ્યવહાર નય) નિમિત્તકર્તા-હેતુકર્તા કહેવામાં આવે છે. બીજા નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે. પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈ પણ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી. સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન કારણો છે. ૭) જીવ-પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહિ; તેમ જ્યારે ક્ષણિક ઉપાદાન કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્ત ઉપસ્થિત ન હોય એમ બને નહિ. ૮) નિમિત્તકારણ ઉપાદાનકારણ પ્રત્યે નિશ્ચયે (ખરેખર) અકિંચિત્કર (કાંઈ નહિ કરનારું) છે તેથી જ તેને નિમિત્તમાત્ર, બલાધાનમાત્ર, સહાયમાત્ર, અહેસુવતું એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. ૯) નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી; મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ નથી; પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે. ૧૦) નિમિત્ત-વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા; પણ તે આશ્રય કરવા યોગ્ય નથી તેથી તે હેય છે. ૧૧) જેટલા કાર્યો છે તેટલા નિમિત્તોના સ્વભાવભેદ છે, પણ એકેય સ્વભાવભેદ એવો નથી કે જે પરનુંઉપાદાનનું કાંઈ કાર્ય ખરેખર કરે. ૧૨) કોઈ વખતે ઉપાદાનકારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે અને કોઈ વખત નિમિત્તકારણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે - એવી માન્યતા જુઠી છે. તે બે દ્રવ્યોની એકતા બુદ્ધિ બતાવે છે. નિમિત્તકારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે તેથી તે આરોપિતકારણ મટી નિશ્ચય કારણ થઈ જતું નથી. નિમિત્તકારણ થવા માટે પરિશ્રમ, તીવ્રયાતનાકે ઘોર તપસ્યા કરવી પડે છે - એ માન્યતા જૂઠી ૧૩) કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બન્ને અવિકલ કારણ હોય છે; એવી વસ્તુસ્વભાવની સ્થિતિ છે. ૧૪) પૃથ્વી, જલ, તેજ અને વાયુ - એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે - એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે ઉપાદાન વિના કોઈ કાર્ય ઉપજતું નથી. ૧૫) છ યે દ્રવ્યોમાં અનાદિ-અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે; કોઈ પણ સમય કોઈપણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી, અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બન્ને સુનિશ્ચિતપણે હોય છે. ન હોય તેમ કદી બનતું નથી ૧૬) ઉપાદાનકારણ હોય અને ગમે તેવું નિમિત્તકારણ હોય - એમ માને તે પણ મિથ્થામતિ છે, કેમ કે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્તકારણ હોય છે. ૧૭) નિમિત્તકારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે, કેમ કે દરેક ક્ષણિક ઉપાદાનકારણ વખતે નિમિત્તકારણ હોય જ છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ૧૮) ઉપાદાન-નિમિત્ત બન્ને એક સાથે પોતપોતાના કારણે હોય જ છે. ૧૯) ખરેખર નિશ્ચય કારણ (ઉપાદાનકારણ) તે જ ખરું કારણ છે. પરંતુ તેનું કથન બે પ્રકારે છે. જેવી રીતે મોક્ષમાર્ગ તો બે નથી પણ તેનું નિરુપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા માર્ગને મોક્ષમાર્ગ નિરુપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે; અર્થાત્ સાચું નિરુપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરુપણ તે વ્યવહાર માટે નિરુપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો; પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. પ્ર. ૧૪: જીવને બીજા દ્રવ્યો ઉપકાર કરે છે એવા કથનનો શો અર્થ છે? ઉ. ૧૪: પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહાર કથન છે, અર્થાતું ખરેખર ઉપકાર કરતાં નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ વિભાવ પરિણતિમાં રત થયેલા જીવને તે જ નિશ્ચયથી દુઃખના કારણ (નિમિત્તકારણ) છે. પ્ર. ૧૫: સંજ્ઞી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો મંદ ઉદય, સમજ્ઞાનીનો ઉપદેશ વગેરે નિમિત્ત વિના ખરેખર મોક્ષમાર્ગ પ્રગટ થાય છે? ઉ. ૧૫: ૧) હા; કારણ કે દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પોતાપણે છે અને પરપણે નથી, માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર પડતી જ નથી. જ્યાં નિશ્ચયકારણ-ઉપાદાનકારણ હોય છે ત્યાં વ્યવહારકારણ-નિમિત્તકારણ હોય છે જ. ૨) જીવ નિજ શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવની રુચિ અને તેમાં લીનતારૂપ પુરુષાર્થના કરે ત્યાં સુધી કોઈ પદાર્થ પર નિમિત્તપણાનો આરોપ આવતો નથી. જીવ જ્યારે પોતામાં ધર્મ-અવસ્થા પ્રગટ કરે ત્યારે તેને ઉચિત (અનુકૂળ) બાહ્ય પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ૩) નિશ્ચય નયે તો નિમિત્ત વિના ઉપાદાનમાં સ્વથી જ કાર્ય થાય છે, પણ તે કાળે કેવા નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત વિના કાર્ય થતું નથી એવું વ્યવહાર નયનું કથન છે. ૪) જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. તેને તો સત્યાર્થ ‘એમ જ છે એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. ૫) આવા નિમિત્ત તો જીવને પૂર્વે અનંત વાર મળ્યા છે, પણ પોતાના ક્ષણિક ઉપાદાનકારણ વિના તે મોક્ષમાર્ગ પામી શક્યો નથી. આ રીતે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બરાબર સમજવું Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કર્મના સિદ્ધાંત સંબંધી પ્રશ્નો : ૫૬૯ પ્ર. ૧ : આત્માનો અને કર્મનો શો સંબંધ છે ? ઉ. ૧ : સંસાર અવસ્થામાં અનાદિથી આત્માનો અને કર્મ સાથેનો એકક્ષેત્રાવગાહ રહેવાનો સંબંધ છે. વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે આત્માને કર્મબંધન છે. જેવી રીતે ખાણમાંથી નીકળતું સોનું માટી સાથે હોય છે, તે જ રીતે અનાદિથી આત્મા અને કર્મનો આવો એક સહજ સંબંધે છે. પ્ર. ૨ ઃ કર્મનું સ્વરૂપ શું છે અને તે કેટલા પ્રકારના છે ? ઉ. ૨ : આ છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં ૧) જીવ ૨) પુદ્ગલ બે દ્રવ્ય છે. આખો લોક આવા પુદ્ગલ પરમાણુઓથી ભરેલો છે. એમાંથી જે પુદ્ગલ પરમાણુઓની કર્મરૂપે પરિણમવાની યોગ્યતા હોય તેને ‘કર્મ’ કહેવામાં આવે છે. એટલે ‘કર્મ’ એ જડ પુદ્ગલ છે. કર્મ અનંત પ્રકારના છે. તેમાં સમજવા માટે મુખ્ય આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જ્ઞાનાવરણીય આદિ. હવે શાસ્ત્રમાં બીજા ત્રણ શબ્દો આવે છે. ૧) ભાવકર્મ. ૨) દ્રવ્યકર્મ અને ૩) નોકર્મ. ૧) ભાવકર્મ : આત્માની પર્યાયમાં જે ભાવરૂપ પરિણમન થાય તેને ભાવકર્મ કહે છે. ૨) દ્રવ્યકર્મ : જ્ઞાનાવરણીય આદિ જે આઠ પ્રકારના કર્મો છે તે કર્મના સમુહને દ્રવ્યકર્મ કહે છે. ૩) નોકર્મ : શરીરના જે પુદ્ગલ પરમાણુઓ છે તેને નોકર્મ કહે છે. જે દ્રવ્યકર્મ છે તેને કાર્મણ શરીર પણ કહેવામાં આવે છે. પ્ર. ૩ : આ કર્મના સ્વરૂપને તત્ત્વમાં કઈ રીતે સમજાવવામાં આવ્યું છે ? ઉ. ૩ : તત્ત્વ સાત છે. ૧) જીવ ૨) અજીવ ૩) આસવ ૪) બંધ ૫) સંવર ૬) નિર્જરા અને ૭) મોક્ષ. ૧) જીવ : જીવ અર્થાત્ આત્મા. તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી (ટકનારો) છે. ૨) અજીવ : જેમાં ચેતના - જાણપણું નથી તેવા દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી - સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત છે. ૩) આસવ : વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવની પર્યાયમાં થાય છે તે ભાવાસવ છે અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું) તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પુણ્ય અને પાપ બન્ને આસવ અને બંધના પેટા ભેદ છે. ૪) બંધ : આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રોકાઈ જવું (અટકી જવું) તે ભાવબંધ છે અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વતઃ જીવની સાથે એકક્ષેત્રાવગાહ રૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્તમાત્ર છે.) ખરેખર પુદ્ગલ પરમાણુઓનો, બીજા પુદ્ગલ પરમાણુ સાથે બંધ થાય છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ ૫) સંવરઃ પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવને (આમ્રવને) આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદાનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્યસંવર છે. ૬) નિર્જરાઃ અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઇચ્છારૂપ) અવસ્થાની હાનિ કરવી તે ભાવનિર્ભર છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું સ્વયં સ્વતઃ અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. ૭) મોશ અશુદ્ધ અવસ્થાનો સર્વથા-સંપૂર્ણ નાશ થઈ આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમોક્ષ છે અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થયો તે દ્રવ્યમોક્ષ છે. સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો, જીવ અને અજીવ, એ દ્રવ્યો છે. અને બીજા પાંચ તત્ત્વો તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ, બંધ સંયોગી પર્યાયો છે, સંવર, નિર્જરા મોક્ષ વિયોગી પર્યાય છે. પ્ર. ૪: શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એ શું છે? ઉ. ૪: આત્મા અને પારદ્રવ્યો (દ્રવ્યકર્મ) તદ્દન જુદા છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશી શકતા નથી, માટે એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણ છે કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, શરીરને હલાવી-ચલાવી શકે નહિ, દ્રવ્યકર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું. શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેનો અર્થ કરે છે; પણ તે અર્થ ખરો નથી. કેમ કે તે કથન વ્યવહાર નયનું છે-માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે અર્થાત્ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ઉદય કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મ પર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી - પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તે જ સમૂહને નિર્જરા' નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા પૂરતો તે વ્યવહાર કથનનો અર્થ થાય છે. બીજા શબ્દો પ્રમાણે અર્થ કરવામાં આવે તો તે સંબંધને કર્તા-કર્મ સંબંધ માનવા તૈયાર થાય છે; અર્થાત્ ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે. અથવા એક બાજુ જીવ દ્રવ્ય અને બીજી બાજુ અનંત પુદ્ગલ દ્રવ્યો (કર્મો)- તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી એમ ઉપચારથી કહેવાય છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ પ્ર. પઃ જીવના વિકારી પરિણામ અને પુદ્ગલના વિકારી પરિણામ(કર્મ)ને પરસ્પર કર્તા-કર્મપણું છે? ઉ.૫ ના; કારણ કે જીવ કર્મના ગુણોને કરતું નથી, તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. પ્ર. ૬ શું કર્મના ઉદય પ્રમાણે જીવ વિકાર કરે છે? ઉ. ૬ : ના, જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળ વડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયમત્રથી બંધ થતો હોયતો સંસારીને સર્વદા કર્મના ઉદયની વિદ્યમાનતાથી સર્વદા બંધ જ થાય, કદી મોક્ષ જન થાય; માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન થવું તે બંધનું કારણ છે. પ્ર. ૭ઃ તો બંધનું કારણ શું સમજવું? ઉ. ૭ઃ “ઔદયિક ભાવમાં સર્વ ઔદયિક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવ બંધનું કારણ છે એમ સમજવું. પ્ર. ૮: આત્મા શાનો કર્તા છે? ઉ.૮ આત્મા પોતાના પરિણામનો જ -શુભ, અશુભ કે શુદ્ધ ભાવોનો જ- કર્તા છે, પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિનોકર્મનો કદી પણ કર્તા છે જ નહિ; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય(જાણવા સિવાય) બીજુ કરે શું? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવનો મોહ(અજ્ઞાન) છે. દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું દ્રવ્ય કર્તા નથી. પ્ર. ૯ઃ જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. ૯ઃ હા; કારણ કે પૂર્વે બંધાયેલા દ્રવ્યકર્મોનું નિમિત્ત પામીને(ઉપાદાનથી થતું આ કાર્ય વિકારી છે, સ્વભાવ ભાવ નથી; પણ અવસ્તુ ભાવ છે એમ બતાવવા તથા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત પામીને' એ શબ્દ વાપરવામાં આવે છે.) જીવ પોતાની અશુદ્ધ ચૈતન્ય શક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે ત્યારે તે જ સમયે) પુદ્ગલ દ્રવ્ય, રાગાદિ ભાવોનું નિમિત્ત પામીને પોતાની શક્તિથી પોતાના ઉપાદાનકારણથી) અષ્ટકમ્રૂપ ભાવને પ્રાપ્ત કરે છે. જો કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે, તો પણ (આત્માને)અનાદિથી અન્ય વસ્તુભૂત મોહસાથે સંયુક્તપણું હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારની પરિણામ વિકાર છે. વિકાર તે આત્મા - દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાય સ્વભાવ છે; તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ જડ કર્મ સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી. પ્ર. ૧૦ઃ વિકાર ભાવ અહેતુક છે કે સહેતુક છે? ઉ. ૧૦ઃ નિશ્ચયથી વિકાર ભાવ અહેતુક છે, કેમ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે, પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે તેથી વ્યવહાર નયે સહેતુક છે. આત્મા સ્વતંત્રપણે વિકાર કરતો હોવાથી તે પોતાનો હેતુ છે તેથી તે અપેક્ષાએ સહેતુક છે અને પર તેનો ખરો હેતુ નથી તેથી તે અપેક્ષાએ અહેતુક છે. પ્ર. ૧૧ઃ વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતાનુસાર જ હોય છે એ વાત બરાબર ? ઉ. ૧૧ઃ હા, વાસ્તવમાં કોઈ પણ કાર્ય થવામાં કે બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક થાય છે. અહીં એવી શંકા થાય છે કે એ રીતે બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. તેનો જવાબ એ છે કે અન્ય જે ગુરુ, શત્રુ વગેરે છે તે પ્રકૃતિ કાર્યના ઉત્પાદનમાં કે વિધ્વંસમાં ફક્ત નિમિત્તમાત્ર છે. ત્યાં યોગ્યતા જ સાક્ષાત્ સાધકપણું છે. તે વસ્તુમાં રહેલી પરિણમનરૂપ જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત (ઉપાદાનકારણ) છે અને તે પરિણામનો નિશ્ચયકાળ બાહ્ય નિમિત્ત છે. કોઈ પણ સ્થળે (સર્વત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો જોઈએ. પ્ર. ૧૨ આત્મા પોતાની યોગ્યતાથી જ રાગ (વિકાર) કરે છે, એમ માનવાથી તો તે વિકાર આત્માનો સ્વભાવ થઈ જશે, માટે રાગાદિક વિકારને કર્મકૃત માનવા જોઈએ. એ બરાબર છે? ઉ. ૧૨ : વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે. પર્યાયમાં તે પ્રકારનો વિકાર થવાની યોગ્યતા છે માટે પર્યાયમાં એક સમય માટે તે ક્ષણિક વિકાર થાય છે. - વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને પરદ્રવ્યનું અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે; પણ જો સ્વસમ્મુખતા કરવામાં આવે તો ટળી શકે છે. જીવ રાગ-દ્વેષરૂપવિકાર, પર્યાયમાં પોતે કરે છે, માટે અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવનો છે. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવમાં લીન થતાં તે વિકાર ટળી જાય છે. - વિકારી પર્યાય પોતાની છે માટે નિશ્ચય કહ્યો, પણ વિકાર પોતાનો કાયમી નથી, માટે તે અશુદ્ધ છે. તેથી અશુદ્ધ નિશ્ચય નયથી તે જીવકૃત વિકાર છે એમ કહ્યું. પ્ર. ૧૩: કોઈ વાર જીવની ઉપર જડકર્મનું જોર વધી જાય છે અને કોઈ વાર જડકર્મ ઉપર જીવનું જોર વધી જાય છે - એ બરાબર છે? ઉ. ૧૩: ના, એ માન્યતા યથાર્થ નથી કારણ કે જીવ અને જડ કર્મ એ બે પદાર્થો ત્રિકાળ ભિન્ન ભિન્ન છે, Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ તેમનો પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કોઈ કોઈના ઉપર જોર ચલાવતું નથી. જીવ જ્યારે વિપરીત પુરુષાર્થ કરે ત્યારે તે પોતાનું વિપરીત વલણ કર્મ તરફ જોડાવાનું કરે છે; તે અપેક્ષાએ કર્મનું જોર આરોપથી કહેવાય છે; અને જ્યારે જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં સાવધાન થઈ સવળો પુરુષાર્થ કરે છે ત્યારે તે પોતાનું બળ પોતાનામાં વધારતો થઈ, કર્મ તરફનું વલણ ક્રમશઃ છોડતો જાય છે, તેથી જીવ બળવાન થયો એમ કહેવાય છે. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વદ્રવ્યમાં છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ, તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ. નિમિત્તના બળથી કે પ્રેરણાથી કાર્ય થાય એ વાત બરાબર નથી. જેમ કોઈ પણ કાર્ય અન્યને આધીન નથી, તેમ જ તે કાર્ય અન્યની બુદ્ધિ અથવા પ્રયત્નને પણ આધીન નથી; કારણ કે કાર્ય તો પોતાની પરિણમન શક્તિથી થાય છે. તાત્ત્વવિક દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક કાર્ય પોતપોતાની યોગ્યતાથી જ થાય છે, કેમ કે અન્વય અને વ્યતિરેક પણ તેમાં તેની સાથે હોય છે; માટે નિમિત્તને કોઈ પણ હાલતમાં પ્રેરક કારણ માનવું ઉચિત નથી. પ્ર. ૧૪ : વ્યાપ્ય-વ્યાપક ભાવ એટલે શું અને તેના વિના કર્તા-કર્મની સ્થિતિ હોઈ શકે ? ઉ. ૧૪ : જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપ્ય થઈ જાય છે. આવું વ્યાપ્ય-વ્યાપકપણું તત્ત્વરૂપમાં જ(અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ)હોય. અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય. વ્યાપ્ય-વ્યાપકભાવ વિના ફર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે અને જ્ઞાતા-દૃષ્ટા જગતનો સાક્ષીભૂત થાય છે. எ વ્યાપ્ય-વ્યાપક ભાવ કે કર્તા-કર્મ ભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં લાગુ પડતો નથી. ખરેખર કોઈ બીજાનું ભલુ-બુરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે વગેરે માનવું તે અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્તને પામીને કાર્ય થાય એ કથનો વ્યવહાર નયના કથનો છે માટે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. તેને નિશ્ચય નયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. પુદ્ગલ કર્મને અને જીવને વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે જ અંતર્વ્યાપક થઈને સંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એક જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સામાન્ય પ્રશ્નો : પ્ર. ૧: આટલા બધા શસ્ત્રો છે તેમાં સમ્યગ્દર્શન માટે વિશેષ નિમિત્તભૂત કયું શાસ્ત્ર છે ? ઉ. ૧: પોતે જ્યારે સ્વભાવને જોવામાં ઉગ્ર પુરુષાર્થ કરે ત્યારે તે વખતે જે શાસ્ત્ર નિમિત્ત હોય તેને નિમિત્ત કહેવાય. દ્રવ્યાનુયોગ હોય, કરણાનુયોગ હોય, ચરણાનુયોગનું શાસ્ત્ર હોય તે પણ નિમિત્ત કહેવાય. પ્રથમાનુયોગને પણ બોધ સમાધિનું નિમિત્તે કહ્યું છે. પ્ર. ૨ ઃ જિનબિંબથી નિસ્બત અને નિકાચિત કર્મ નાશ થાય છે અને સમ્યગ્દર્શન પામે છે તેમ ધવલમાં આવે છે તો પરદ્રવ્યના લક્ષે સમ્યગ્દર્શન થાય છે? ઉ.૨ : ધવલમાં પાઠ આવે છે એનો અર્થ એ છે કે જિનબિંબ સ્વરૂપ નિજ અંતર આત્મા અક્રિય ચૈતન્યબિંબ છે તેના ઉપર લક્ષ અને દષ્ટિ જાય છે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળે છે ત્યારે જિનબિંબના દર્શનથી સમ્યગ્દર્શન થયું ને કર્મ ટળ્યા એમ ઉપચારથી કથન આવે છે. કેમ કે પહેલા જિનબિંબ ઉપર લક્ષ હતું તેથી તેના ઉપર ઉપચારનો આરોપ કરાય છે. સમ્યગ્દર્શન સ્વલક્ષે જ થાય પરના લક્ષે ત્રણ કાળમાં ન થાય એવી વસ્તુસ્થિતિ છે. પ્ર. ૩સમ્યગ્દષ્ટિને અશુભમાં આયુષ્ય બંધાય? ઉ. ૩: સમગ્દષ્ટિને ચોથે પાંચમે વેપાર-વિષય આદિનો અશુભ રાગ પણ હોય છે છતાં સમ્યગ્દર્શનનું એવું માહાત્મ છે કે તેને અશુભ ભાવ વખતે આયુષ્ય બંધાય નહિ. શુભ ભાવમાં જ આયુષ્ય બંધાય છે. સમ્યગ્દર્શનનો એવો પ્રભાવ છે કે તેને ભવ વધે તો નહિ પણ હલકો ભાવ પણ હોય નહિ, સ્વર્ગ આદિનો ઉચો ભાવ જ હોય. પ્ર. ૪: શુદ્ધાત્માની રુચિરૂપ સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શનને સરાગ સમ્યકત્વ અને વીતરાગ સમ્યકત્વ એવા બે ભેદરૂપ કેમ કહેવામાં આવે છે? ઉ. ૪: નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વર્તતા રાગને બતાવવા માટે નિશ્ચય સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવામાં આવે છે. ત્યાં સમ્યગ્દર્શનનો તો નિશ્ચય છે પણ સાથે વર્તતો શુભ રાગનો વ્યવહાર છે તેનો સંબંધ બતાવવા સરાગ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલાં તીર્થંકર, ભરત, સગરચકિ, રામ, પાંડવ આદિને સમ્યગ્દર્શન તો નિશ્ચય હતું છતાં તેની સાથે વર્તતા શુભ રાગોનો સંબંધ બતાવવા તેમને સરાગ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં વીતરાગતાનું વજન દેવું છે તેથી નિશ્ચય સમ્યકત્વ હોવા છતાં સરાગ સમ્યકત્વ કહ્યું છે અને તેને વીતરાગ સમ્યકત્વનું પરંપરા સાધક કહ્યું છે. શુદ્ધાત્માની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનમાં સરાગ વીતરાગતાના ભેદનથી. છે તો વીતરાગ સમ્યગ્દર્શન પણ જ્યાં સ્થિરતાની મુખ્યતાનું કથન ચાલતું હોય ત્યાં સમ્યકત્વી સાથે વર્તતા રાગનો સંબંધ ગણીને તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે, અને રાગ રહિત સંયમવાળાને વીતરાગ સમ્યકત્વ કહ્યું છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવું પર્યાયમાં વીતરાગી પરિણમન થયું છે તેથી તેને વીતરાગી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ પ્ર. ૫ઃ ઉપશમ સમ્યકત્વથઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યકત્વ થયું હતું? ઉ. ૫? હા, સમ્યકત્વ છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે. પછી લાંબો વખત થાય તો ભૂલી જાય. પ્ર. ૬ઃ ઉપયોગ પર વડે હણાતો નથી - એનો અર્થ શું? ઉ.: પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના ૯માં બોલમાં ઉપયોગ પર વડે હણાતો નથી એમ વાત આવી. તેમાં પર વડે તો ઉપયોગનું હરણ અર્થાત્ નાશ થતો નથી, પણ મુનિને ચારિત્રદશા હોય ને પછી તે સ્વર્ગમાં જાય છે ત્યાં ચારિત્રદશા નાશ પામે છે તો પણ સ્વના લક્ષે જે ઉપયોગ થયો છે તે નાશ પામતો નથી, હણાતો નથી. સ્વના લક્ષે ઉપયોગ થયો છે તે તો અપ્રતિહત થયો છે. નાશ પામતો નથી. પ્ર. ૭: ધર્મ શું છે? અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે? ' ઉ. ૭ઃ “જરિતં હજુ પો અથતું ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત મોક્ષમાર્ગ છે. સ્વભાવમાં એકાગ્રતા-સ્થિરતાને ચારિત્ર કહેવામાં આવે છે. પ્ર. ૮: મુનિરાજ તો પંચ મહાવ્રત પાળે છે, તેને આગ્નવભાવ કેમ કહ્યો છે? તે તો ચારિત્ર છે ને? ઉ. ૮ઃ ધવલામાં આવે છે કે મુનિઓ પંચ મહાવ્રતને ભોગવે છે. પંચ મહાવ્રતને કરે છે કે પાળે છે તેમ નહિ, પણ ભોગવે છે. જેમ જગતના જીવો અશુભ રાગને ભોગવે છે તેમ મુનિઓ શુભ રાગને ભોગવે છે. સમયસાર આદિ અધ્યાત્મ શાસ્ત્રોમાં તો એમ આવે પણ વ્યવહારના ગ્રંથ ધવલામાં પણ મુનિઓ પંચ મહાવ્રતના શુભ રાગને ભોગવે છે એમ કહ્યું છે. શુભ રાગને કરે કે પાળે તેમ નહિ. કામળા-ગાલિચા આદિમાં છાપેલો સિંહ કોઈને મારી શકતો નથી, કહેવા માત્ર સિંહ છે, તેમ અંતર્જલ્પ-બાહ્ય ક્રિયારૂપચારિત્રછે તે કહેવામાત્રચારિત્ર છે, સાચું ચારિત્રનથી, કારણ કે તે આત્મદ્રવ્યના સ્વભાવરૂપ નથી; પુદ્ગલ દ્રવ્યના સ્વભાવરૂપ હોવાથી કર્મના ઉદયનું કારણ છે. ભલે અશુભથી બચવા શુભ હોય છે પરંતુ તે બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. પ્ર.૯ઃ સામાયિક કેટલા પ્રકારની છે? તેમાંથી ચોથે ગુણસ્થાને કઈ કઈ છે? ઉ.૯: ચાર પ્રકારની સામાયિક છે. ૧) જ્ઞાન સામાયિક ૨) દર્શન સામાયિક ૩) દેશવિરતી સામાયિક ૪) સર્વવિરતી સામાયિક. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદરને વિકારનો આદર નહિ તે જ્ઞાનદર્શનરૂપ સામાયિક છે. પહેલાં મિથ્યાત્વને લીધે એમ માનતો કે પુણ્ય સારા અને પાપ ખરાબ, અમુક મને લાભ કરે અને અમુક મને નુકસાન કરે; તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો. હવે કોઈ પર મને લાભ-નુકસાન કરનાર નથી, ને પુણ્ય-પાપ બન્ને મારું સ્વરૂપ નથી. એવી સ્વભાવના આશ્રયે સમ્યક શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગટ્યો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું સ્વરૂપ નથી, ત્રિકાળ ચૈતન્યભાવ તે હું છું - એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે શ્રદ્ધા-જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ-પરિગ્રહમાં રહેલા સમ્યગ્દષ્ટિને Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી પણ સદાય વર્તે છે. ત્યાર પછી સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે ને રાગાદિ ટળે ત્યારે દેશવિરતીરૂપ સામાયિક હોય છે. અને ઘણી સ્વભાવલીનતા પ્રગટ થતાં સર્વસંગ પરિત્યાગની મુનિદશા પ્રગટે છે તે સર્વવિરતિ સામાયિક માંગે છે. પ્ર. ૧૦ઃ શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં શું ફેર છે? ઉ. ૧૦ઃ શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં બહુ મોટો ફેર છે. સમ્યગ્દષ્ટિ બે ભાઈ લડાઈ કરે, જીવોની હિંસા થાય છતાંએ શરીરની ક્રિયાનોનેરાગનો કર્તાનથી, જ્ઞાતા છે. અને મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી એકેન્દ્રિયના જીવને પણ હણે નહિ છતાં તે કાયા અને કષાયમાં એકતાબુદ્ધિવાળો હોવાથી કર્તા છે, છ કાયનો ઘાતક છે. આહાહા! ચારિત્રના દોષની અલ્પતા કેટલી કે ભાઈ લડે છતાં તે ભવે મોક્ષે જાય અને શ્રદ્ધાનના દોષની મોટપ એટલી કે વિપરીત પરિણામના ફળ નરક નિગોદ છે. મૂળ આત્મદર્શન વિના ગમે તેટલી સાધુપણાની ક્રિયા કરે પણ બધું ફોગટ છે. છ માસના ઉપવાસ કરે, ત્યાગ કરે પણ આત્મજ્ઞાન વિના તે બધું શૂન્ય છે, રણમાં પોક સમાન છે. ભાઈ ! પ્રભુનો મારગ તદ્દન નિરાળો અંતરનો છે એને સમજવા બહુ પ્રયત્ન માંગે છે. પ્ર. ૧૧: સમ્યગ્દર્શન થયું કે જ્ઞાની જીવને તુરત જ મુનિપદ કેમ થતું નથી? ઉ. ૧૧: આત્માર્થી હઠન કરે કે મારે ઝટઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં હઠ કામ ન આવે. માર્ગ સહજ છે, હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથમાં આવતો નથી. સહજ માર્ગને પહોંચવા ધીરજ અને વિવેક જોઈએ. | ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશી ન હતી અને ભરત ચક્રિ જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રિપદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાનો ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હઠ કરતાં ન હતા. કેટલાકને એમ લાગે (થાય)કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર ત્યે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે. ' પ્ર. ૧૨ : રાજા-મહારાજા અને જ્યોર્જ જેવાને પણ એક જ રાણી અને ધર્મી સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણીઓ છતાં તેને બંધન નથી? ઉ. ૧૨ : ભાઈ ! બહારના પદાર્થો ઝાઝા હોય તે વધુ બંધનું કારણ ને થોડા હોય તે ઓછા બંધનું કારણ એમ નથી. કોઈને જાડું મોટું શરીર ઘણા પરમાણુ હોય તેને ઘણું બંધન છે અને પાતળું શરીર હોય તેને ઓછું બંધન છે એમ નથી. પરદ્રવ્યો ઝાઝા-થોડાં હોવા તે બંધ-અબંધનું કારણ નથી. પરંતુ પરદ્રવ્યોમાં એકત્વબુદ્ધિ-સ્વામીત્વબુદ્ધિ હોવી તે જ એક બંધનું કારણ છે. સંયોગ ઝાઝા-થોડાં હોવા તે બંધનું કારણ નથી. સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણી, નવ નિધાન, ચૌદરત્નો આદિવૈભવો હોવા છતાં ધર્મી તેને પોતાના Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ માનતો ન હોવાથી તે પરદ્રવ્યો ધમને બંધનું કારણ થતાં નથી અને એક રાણીવાળો રાજા હોય કે રાણીઓ ત્યાગીને દ્રવ્યલિંગી મુનિ થયો હોય પણ પરદ્રવ્યોમાં સ્વામીપણું માનનારને મિથ્યાત્વના પાપનો મહાન બંધ થાય છે. અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ પડી છે તે જ બંધનું કારણ છે. સંયોગ વધારે ઓછા આવે તો તે તેના કારણે આવે છે આત્મા તેનો કર્તા નથી. પૂર્વ પુણ્યના કારણે સંયોગો ઘણા આવે પણ તે બંધનું કારણ નથી. પરદ્રવ્યોનો સંયોગ ઘણો હોવા છતાં તેનાથી બંધ નથી, તેમ કહીને પરદ્રવ્યથી બંધ થવાની શંકા છોડાવી છે, પણ સ્વચ્છંદી થવા માટે કહ્યું નથી. અહીં તો દષ્ટિ અને દષ્ટિના વિષયની વિશેષતા બતાવી છે. ઘણો સંયોગ હોય તેથી નુકસાન છે અને સંયોગ છૂટી ગયો માટે ધર્મનો લાભ થાય છે એમ નથી. પ્ર. ૧૩: ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે? ઉ. ૧૩ સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. પ્ર. ૧૪જ્ઞાનીને દુઃખ જણાય છે કે વેદાય છે? ઉ. ૧૪: જ્ઞાનીને દુઃખ જણાય છે અને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું વેદન પણ છે. પ્ર. ૧૫ઃ સમ્યગ્દષ્ટિને ત્રણ કષાય વિદ્યમાન છે તેને સ્વર્ગમાં દુ ખ વિશેષ છે કે નરકમાં દુઃખ વિશેષ છે? ઉ. ૧૫: ખરેખર તો સ્વર્ગ-નરકના સંયોગનું દુઃખ નથી પણ પોતાના પરિણામ કષાયમાં જોડાય છે તેનું દુઃખ છે. નરક વધુ દુઃખનું કારણ છે એમ નથી પણ પ્રતિકૂળતામાં તીવ્ર જોડાણ થાય છે તેનું વિશેષ દુઃખ છે. જેટલું પરમાં લક્ષ જાય એટલું દુઃખ છે. તે દુઃખના પરિણામ સંયોગને લઈને થયા નથી પણ પોતાથી જ થયા છે. પ્ર. ૧૬ઃ તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક કહ્યું છે ચારિત્રને કહ્યું નથી? ઉ. ૧૬ : ચારિત્રની પર્યાય પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનેથી મુખ પણ ગણાય છે, ચોથાવાળાને સ્વરૂપ આચરણ પ્રગટ થયું છે. પ્ર. ૧૭ : ચોથા ગુણસ્થાને અનુભવ હોય કે એકલી શ્રવા હોય? ઉ. ૧૭ઃ ચોથા ગુણસ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. પ્ર. ૧૮ઃ તત્વ ચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સર્વાર્થસિદ્ધિના દેવો કરતા પાંચમાં ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય ? ઉ. ૧૮: પાંચમા ગુણસ્થાનવાળા પશુને બે કષાયનો અભાવ હોવાથી ચોથાવાળા દેવો કરતાં શાંતિ વિશેષ હોય છે. ચોથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ હોય છે અને પાંચમાવાળા પશુ કે મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ પ્ર. ૧૯ : આત્મા શાનો કર્તા છે ? ઉ. ૧૯ : આત્મા પોતાના પરિણામનો જ - શુભ, અશુભ કે શુદ્ધભાવોનો જ કર્તા છે. પ્ર. ૨૦ : સ્વચતુષ્ટય એટલે શું ? ઉ. ૨૦ : સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિભાગ ૧ : ૧. અંદરથી સત્નો હકાર : ૫૭૯ સ્વરૂપનું અનુસંધાન ૧. પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ ‘હું લાયક નથી, મને ન સમજાય' એવી દષ્ટિજ તેને સમજવામાં નાલાયક રાખે છે. જેને સત્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. ૨. અંતરવસ્તુના ભાન વગર બહારમાં ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સત્તા હકાર વગર ધર્મ સમજ્યો નહિ. Y ૩. જ્યારે જ્ઞાનીઓ કહે છે ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સ્વભાવથી તો તું સિદ્ધ જેવો પૂર્ણ જ છો. ભૂલ તો વર્તમાન એક સમય પૂરતી જ છે અને તે દ્રવ્યસ્વભાવના આશ્રયે ટળી શકે છે. તું સમજીશ માટે કહીએ છીએ.' જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરીને સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી. ૪. ભૂલ સ્વભાવમાં નથી. માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે. તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે બીજા સમયે નવી કરે તો થાય છે. પહેલા સમયની ભૂલ તો બીજા સમયે નાશ પામી જાય છે. ૫. ‘એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ઉત્પન્ન કરી શકે નહિ.’ એવું જૈન ધર્મનું ત્રિકાળ કથન છે, તે નહિ માનતા ‘મારાથી પરની અવસ્થા થાય છે’ એમ માને છે તે અજ્ઞાન છે. ૬. વિકાર પરથી નથી કે પરમાં નથી પણ પોતાની એક સમયની માન્યતામાં છે. બીજે સમયે વિકાર નવો કરે તો થાય છે. પરવસ્તુના ત્યાગનો તો પ્રશ્ન જ નથી. રાગનો ત્યાગ તો નાસ્તિથી છે, અસ્તિ સ્વરૂપના ભાન વિના રાગની નાસ્તિ કરશે કોણ ? આત્મામાં ‘પર’ કાંઇ ગરી ગયા નથી તો ત્યાગ કોનો ? મફતનું ખોટું માની રાખ્યું છે તે માન્યતા જ છોડવાની છે. ૭. સમયસારની પહેલી ગાથામાં ‘હું અને તું સિદ્ધ છીએ’ એમ આચાર્યદેવે સ્થાપ્યું છે. જો તે સાંભળતા પહેલે ધડાકે ‘હા’ આવી તો તે લાયક છે, એની અલ્પકાળમાં મુક્તિ છે અને જો એમાં વચ્ચે નકાર આવ્યો તે તે જીવે સમજવાની આડ નાખી છે. પોતાના જ સ્વભાવનો વિરોધ કર્યો છે. ૮. સાચી સમજણ માટે પહેલે ધડાકે સત્નો હકાર આવવો જોઈએ. ૯. સત્ના વિરોધનું ફળ નિગોદ છે, જે અનંત દુઃખમય છે, અને એક વાર પણ સતનો અંદરથી (અંતરથી) હકાર આવ્યો તો તેની મુક્તિ જ છે. ૧૦. સત્ ફરે તેમ નથી. સત સમજવા માટે તારે ફરવું પડશે. સિદ્ધ થવા માટે સિદ્ધસ્વરૂપનો હકાર લાવો. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ૮૦ ૨. પ્રભુ! તારી પ્રભુતા ! ૧. હે જીવ! હે પ્રભુ! તું કોણ છે તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ! વિચાર તો ખરો કે તું ક્યાં છે અને આ બધું શું છે? ૨. શુદ્ધાત્મ મારું નામ....! જાણવું મારું કામ...! મુક્તિપુરી મારું ધામ......! ૩. આ ત્રણ વાતોનો વિચાર કર....! ૧) સ્વભાવનું સામર્થ ૨) સંયોગોની ક્ષણભંગુરતા ૩) વિભાવની વિપરીતતા. ૪. પ્રભુ! તું સિદ્ધ છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, વીતરાગ છે. પણ તને તારા સ્વભાવની ખબર નથી તેથી તને શાંતિ નથી. ભાઈ! ખરેખર તું ઘર ભૂલ્યો છે - ભૂલો પડ્યો છે, પારકા ઘરને તારું રહેઠાણ માની બેઠો; પણ બાપુ! એમ અશાંતિના અંત નહિ આવે. ૫. ભગવાન શાંતિ તો તારા સ્વઘરમાં જ ભરી છે. ભાઈ! એક વાર આ બધાય સંયોગોનું લક્ષ છોડીને, તારી વર્તમાન એક સમયની પર્યાયનું પણ લક્ષ છોડીને, તારા સ્વઘરમાં તો જો! તું પ્રભુ છો! તું સિદ્ધ છો! પ્રભુ! તું તારા સ્વઘરને જો, પરમાં ન જો. પરમાં લક્ષ કરી કરીને તું રાગ-દ્વેષના પરિણામ થકી તું અનાદિથી ચાર ગતિ ને ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છે. હવે તારા અંતરસ્વરૂપ તરફ નજરતો કર! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંત ખજાના ભર્યા છે, તેને સંભાળ તો ખરો ! એક વાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે. ૬. અનંત જ્ઞાનીઓ કહે છે કે તું પ્રભુ છે. પ્રભુ! તારા પ્રભુત્વની એક વાર તો હા પાડ! ૭. હે ભવ્ય ! તું તત્ત્વનો કૌતુહલી થઈ આત્માનો અનુભવ કર. હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો અને રાગાદિ વિકારી ભાવોનો એક મુહૂર્ત (બે ઘડી) પડોશી થઈ આત્માનો અનુભવ કર. જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે. ૮. સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુભવ કર. એક સમય પણ અનુભવની દશા મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તો સુગમ જ છે. ૯. આત્માનુભવનું એવું માહાત્ય છે કે ગમે તેવા ઉપસર્ગ અને પરિષહ આવે પણ ડગે નહિ ને જો બે ઘડી સ્વરૂપમાં લીન થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે !' ૧૦. જીવનમુક્ત દશા અથવા મોક્ષદશા પ્રાપ્ત થતાં અનંત અક્ષય સુખ ભોગવવાનું સામર્થ્ય પ્રગટ થાય છે અને આ જ એક કરવા જેવું છે. આ મનુષ્ય ભવ સફળ કરવા પ્રભુ ! તારી પ્રભુતાનો સ્વીકાર કર! Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ ૩. જાગી રે જાગી, સ્વાનુભૂતિ મુજ આત્મામાં (ભાવના) : ૧. “અહો મારું તત્વ મળ્યું મુજ અંતરે, હું જ સ્વયં છું, નિજનંદપદધામ જો. સ્વયં સુખી ને તૃતપણે હું વર્તતો, દીસે નહીં કો અવર મુજ આરામ જો... જાગીરે જગી સ્વાનુભૂતિ મુજ આત્મામાં.” ૨. “અહો મારું તત્વ મુજને મળ્યું. આ તત્વ પ્રાપ્ત થતાં અતીન્દ્રિય આનંદના વાજા વાગ્યા. અહીં ! આવો આનંદ જે પૂર્વે કદી અનુભૂતિમાં નહિ આવેલો એવો આનંદ સ્વરૂપે મારો પોતાનો આત્મા જ પરિણમનરૂપ થઈ ગયો. ૩. હું પોતે જ મારા નિજાનંદ પદનું ધામ છું એમ - પોતે પોતાને સ્વયં અનુભવવા લાગ્યો. ૪. હું પોતે સ્વયં સુખી, સુખ એટલે જ હું જ. આત્માથી કોઈ જુદું સુખ નથી. આમ સ્વયં પોતે પોતાને સુખી દેખી-અનુભવીને પોતામાં તૃત થયો કે અહો ! જે કાંઈ છું તે હું મારામાં જ છું, જે કાંઈ જોઈએ, જેમને ઈઝ, સુખ-શાંતિ એ બધું હું જ છું એટલે પરમ તૃમિ થઈ ૫. કોઈ અસંતોષ ન રહ્યો કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું; મારું આટલું મજાનું ચૈતન્યતત્ત્વ એ જ એક પોતાનો આરામ, એ જ આનંદથી ખીલેલો બગીચો, એ જ અનંત સુણોના રીતન્યભાવોથી ભરેલું વિશ્રામનું સ્થાન. પોતામાં જ પોતે સ્થિર થઈને રહી ગયો કે વાહ ! બા મારું ઘર ! આ મારું રહેવાનું સ્થાન ! ૬. ગમે ત્યાં હોઉં- જગતના બાહ્ય ક્ષેત્રમાં, પણ મારું રહેવાનું સ્થાન તો મારો ચૈતન્ય બાત્મા જ છે; એમાં જ હું સદાકાળ રહીશ. એનાથી બહાર જગતમાં ક્યાંય બીજા કોઈ ક્ષેત્ર, કોઈ સ્થાન, કોઈ ભાવ - એ મારા આત્મા માટે આરામનું સ્થાન છે નહિ- એમ સ્વયં પોતે પોતામાં આરામ લઉં એવું મારું સ્વતન્ત કોઈ પરમ અદ્ભુત, અનુભૂતિમાં પ્રાપ્ત થયું. ૭. જે સર્વજ્ઞ ભગવાનના વીતરાગી શાસનમાં એના પ્રતાપે આત્મપ્રાપ્ત થઈ તેને ત્રિકાળ વંદન! ૮. અહો ! અહો! શ્રી સદગુરુ! કરુણા સિધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો ! અહો ઉપકાર! શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. ૪. સ્વાનુભવ : ૧. અહા ! આ ચૈતન્યપ્રભુની સાથે મારી મિત્રતા દૃઢ થતાં હવે મારા જીવનમાં વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ ઘણો જ વધતો જાય છે. ૨. હવે વિશ્વાસપૂર્વક હું ખાન-પાન, હરવું-ફરવું વગેરે સર્વ પ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ૩. પ્રતિકૂળતાને ક્રોધ વગર – આકુળતા વગર સહન કરું છું. ૪. વીર થઈને મારી સમસ્ત શક્તિને હું આત્માની સાધનામાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમ કે મારા ચૈતન્ય પ્રભુ પોતે જ પ્રગટ થઈને શુદ્ધ આનંદ પરિણતિરૂપ થવા ચાહે છે. ૫. અત્યાર સુધી પ્રભુ ઊંધતા હતા, હવે જાગ્યા છે. એવા જાગ્યા છે કે મોહ-ચોરને ભગાડીને પોતાના સમત્વાદિ સર્વ નિધાનને સંભાળી રહ્યા છે. ૬. મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે કે લે! ચૈતન્યના આ બધા ય નિધાન તારા જ છે, આનંદથી તું તેને ભોગવ! ૭. અહો ! મારા નિજ નિધાન પામીને મને જે મહાન આનંદ થાય છે તેની શી વાત! ૮. એની વાત કરવા માટે કે એનો હર્ષ કરવા માટે ય એ નિજ નિધાનમાંથી બહાર નીકળવું મને પાલવતું નથી. ૯. બસ! હવે અંદર ને અંદર રહીને જ હું મારા નિજ નિધાનને ભોગવીશ. ૫. આત્મ કિર્તનઃ हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आतमराम ॥ में वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान । अंतर यही उपरी जान, वे विराग यह राग वितान ॥ मम स्वरुप है सिद्ध समान, अमित शक्ति सुख निधान । જિંતુ મારા વર હોવા જ્ઞાન, ના મિલાની નિપટ માન રા सुख दुःख दाता कोई न आन, मोह, राग ही दुःखकी खान। निजको निज, परको पर जान, फिर दुःखका नहीं लेश निदान ॥ ॥३॥ નિન, શિવ, રસ, રક્ષા, રામ, વિષ્ણુ, શુદ્ધ, હાર નિ નામા राग त्याग पहूँचू निज धाम, आकुलताका फिर क्या काम ॥ ॥४॥ होता स्वयं जगत परिणाम, मैं जगका करता क्या काम। दूर हटो परकृत परिणाम, “सहजानंद" रहूँ अभिराम ॥ ૬. નમસ્કારરૂપ વચનોઃ ૧. જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વ્યક્તપણે જે પ્રકારે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાએ ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ! III Iો Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ૨. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિષે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ૩. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ૪. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવાને અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ૫. અનંત અવ્યાબાધ સુખમય પરમપદતેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વશે નિરૂપણ કરેલો “મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર! ૬. જે દેહધારી સર્વઅજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો!તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો! નમસ્કાર હો! ૭. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૮. પરમ પુરુષ પ્રભુ સરુ, પરમ શાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ ! વિભાગ ૨ : ઉપસંહારઃ વસ્તુવિજ્ઞાન - સાર: ૧. વસ્તુનો સ્વભાવ ધર્મ છે, તે સમ્યકત્વપૂર્વક જ થાય છે. ૨. જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. ૩. વસ્તુ સ્થિતિ એવી છે કે જરાય વિપર્યાસની વિદ્યમાનતામાં સમત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. વિપર્યાસના અસંખ્ય પ્રકાર છે જેને બે ભાગમાં સમાહિત કરી શકાય. ૧) સમજણ સંબંધીત ૨) અનુભવ સંબંધીત. સમજણ સંબંધીત વિપર્યાસ યથાર્થ સમજણથી અને અનુભવ વિપર્યાસ અનુભવથી દૂર થાય છે. માટે સર્વ પ્રથમ આત્માર્થી મુમુક્ષુને પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે. ૪. આ માટે નીચેના વિષયોનું વિજ્ઞાન વીતરાગ પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજવું જરૂરી છે. ૫. વિષયો: ૧) વિશ્વ વ્યવસ્થા ૨) વસ્તુ વ્યવસ્થા Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ ૪) દ્રવ્યની સ્વતંત્રતા ૫) કમબદ્ધ પર્યાય. ૬) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૭) નિશ્ચય અને વ્યવહાર. ૮) કર્મનો સિદ્ધાંત ૯) નિશ્ચય મોક્ષમાર્ગ. ૧૦) પાંચ સમવાય ૧) વિશ્વ વ્યવસ્થાઃ (૧) વિશ્વ એટલે અનાદિ અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. (૨) છદ્રવ્યસમૂહઆ વિશ્વ છે. જેને લોક પણ કહે છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળ આ છ દ્રવ્ય છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે બાકી બધા અજીવ છે. (૩) તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. (૪) પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. (૫) પ્રત્યેક વસ્તુ પ્રતિ ક્ષણ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં રહે છે. પોતામાં પોતાનું કાર્ય કરતા હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ - અવસ્થાઓ - પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શક્તિઓમાંથી એક પણ ઘટતી - વધતી નથી. (૬) જિનેન્દ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો તેમાં અનંત જીવ દ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે, સ્વાધીન છે, અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે, અને પોતપોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતા નથી, ભિન્ન જ રહે છે. (૭) આ લોકમાં સર્વત્ર જે કાંઈ જેટલા પદાર્થો છે એ બધા નિશ્ચયથી એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. કોઈ પણ દ્રવ્ય પરના પરિણમનમાં કાંઈ કરતું નથી અને કાંઈ કરવાની અપેક્ષા પણ રાખતું નથી. આ એક સહજરીતે અનાદિ અનંત સર્વજ્ઞના જ્ઞાનમાં જાણવામાં આવેલી સ્વયં સંચાલિત વિશ્વ વ્યવસ્થા બહુ જ વ્યવસ્થિત અને અત્યંત સુંદર છે. ૨) વસ્તુ વ્યવસ્થાઃ (૧) આ વિશ્વની પ્રત્યેક વસ્તુ એટલે દ્રવ્ય પ્રત્યેક સમય સ્વતંત્રતાથી પોતપોતાના Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ ગુણ-પર્યાયોમાં પરિણમન કરતી જ રહે છે. પરના ગુણ-પર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈ દ્રવ્ય પરમાં કાંઈ પણ કરતું નથી. (૨) દરેક દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે. છે'પણું જેને હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે, માટે પોતાથી સ્વપણે છે અને પરપણે નથી. સ્વતઃસિદ્ધ છે અને સ્વતંત્ર છે. (૩) જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે અથવા દરેક દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. ૧) દ્રવ્યઃ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨) ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે અને તેની સર્વ હાલતોમાં રહે તેને ગુણ કહે છે. ૩) પર્યાયઃ ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહે છે. ૪) છયે દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવાથી સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કર્તુત્વબુદ્ધિનો અભાવ થાય છે. ૫) દરેક દ્રવ્ય પોતાના ગુણોને ટકાવી પ્રતિસમય પરિણમન કરી રહ્યું છે, તે ગુણોની પર્યાયો ક્રમબદ્ધપોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહી છે. આવું વસ્તુસ્વરૂપ છે. ૬) દરેક દ્રવ્યમાં અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ એવા સામાન્ય ગુણ છે. ૭) જીવ દ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા (સમ્યકત્વ), વીર્ય, સુખ, ક્રિયાવતી શક્તિ, ભાવવતી શક્તિ વગેરે વિશેષ ગુણ છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે વિશેષ ગુણ છે. ધર્માસ્તિકાયદ્રવ્યમાં ગતિ હેતુત્વ, અધર્માસ્તિકાયદ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વિશેષ ગુણ છે. આવી રીતે વસ્તુની પણ એક વ્યવસ્થિત સુંદર સ્વતંત્ર વ્યવસ્થા સર્વજ્ઞના જ્ઞાનમાં જાગાઈ છે. ૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવઃ (૧) મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વશને ઓળખવા જોઈએ, તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. ધર્મની શરૂઆત શ્રદ્ધાનથી થાય છે. (૨) સર્વજ્ઞ એટલે સર્વના જ્ઞાતા-જાણનાર. લોકના એકેએકદ્રવ્યનાદ્રવ્ય-ગુણ-પર્યાય, ભૂત-વર્તમાનભવિષ્ય સર્વને યુગપ જાણનાર. (૩) નિશ્ચયથી જેવો સર્વજ્ઞ સ્વભાવ છે તેવો જ આ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞને ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે. (૪) સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. તે પર્યાયમાં પ્રગટ થતાં સર્વજ્ઞ થવાય છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ (૫) આત્મામાં જેસર્વજ્ઞશક્તિ ત્રિકાળ શક્તિરૂપ પડી છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટ એવો સર્વજ્ઞનો ઉપદેશ છે. (૬) વર્તમાનમાં સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે, તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતા પ્રતીત થાય છે. (૭) અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ “સર્વજ્ઞ ભગવાનનો નંદન” થયો છે. (૮) પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે. (૯) જેણે સ્વસમ્મુખ થઈનક્કી કર્યું કે હું સર્વજ્ઞ સ્વભાવી છું, તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન માને; પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દષ્ટિ હોય. (૧૦) આવી જ્ઞાનસ્વભાવની દષ્ટિમાં વીતરાગતા જ છે અને તે મુક્તિનું કારણ છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ અંતરશક્તિના અવલંબને જ સર્વશતા પ્રગટે છે. ૪) દ્રવ્યની સ્વતંત્રતા (૧) વિશ્વમાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે, પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. (૨) દરેક દ્રવ્ય સ્વયં પરિપૂર્ણ છે, અન્ય દ્રવ્યોથી તદ્ન ભિન્ન છે, સ્વતંત્ર છે. (૩) દરેક દ્રવ્યમાં અનંત ગુણો છે, તેમાં પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે અને એકેક ગુણની અનંત પર્યાયો છે, તે પર્યાય સ્વતંત્ર છે. આ રીતે દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર અને પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર. આવી સ્વતંત્રતાનો ઢંઢેરો અરિહંત ભગવંતોએ પોકાર્યો છે. (૪) આવી સ્વતંત્રતાને લીધે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે એવો સિદ્ધાંત નીકળે છે. એક જીવ બીજા જીવને સુખી-દુઃખી ન કરી શકે એવી તારવણી નીકળે છે. સુખ-દુઃખનો અનુભવ સ્વતંત્ર છે. (૫) આ સિદ્ધાંતના સ્વીકારથી જીવની અનાદિકાળની પરદ્રવ્યોને ફેરવવાની મિથ્યા માન્યતાનો અભાવ થાય છે, કર્તુત્વબુદ્ધિનો બોજો હળવો થાય છે. જીવ નિર્ભર અને નિર્ભય થઈ જાય છે, નિઃશંક થઈ જાય છે. (૬) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે, એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર, મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી -જીવાડી Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ શકે નહિ, સુખ-દુઃખ આપી શકે નહિ એવી દરેકદ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. (૭) જગતના છ દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલા હોવા છતાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી. પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે, એટલે પોતાના સ્વભાવને જ સ્પર્શે છે. જડ અને ચેતન પદાર્થો પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્રપણે ગમન કરે છે અને ભાવવતી શક્તિથી સ્વતંત્ર રીતે પરિણમન કરે છે અને તે પરિણમન પણ સ્વતંત્ર રીતે કમબદ્ધ થાય છે, એટલે ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન નથી. ૫) કમબદ્ધ પર્યાયઃ (૧) જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્રકે જિનેન્દ્ર કોઈ પણ કાંઈ કરી શકે નહિ. (૨) આ સિદ્ધાંતનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા કમ નિયમિત છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વએમ નિશ્ચિત કમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. સંપૂર્ણ વ્યવસ્થા વ્યવસ્થિત છે. (૩) પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થા માત્ર વ્યવસ્થિત જ નહિ, સ્વાધીન પણ છે; અન્ય દ્રવ્યને આધીન નથી. સંપૂર્ણ ક્રમબદ્ધ છે. (૪)આ નિર્ણયમાં એકાંતવાદઅથવા નિયતવાદનથી, પરંતુ સર્વજ્ઞની પ્રતીતિપૂર્વકસાવ્યું અનેકાંતવાદ અને જ્ઞાનસ્વભાવની ભાવના તથા જ્ઞાનનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. (૫) નિશ્ચયથી જે સમસ્તદ્રવ્યોને અને તેમની સર્વ પર્યાયોની શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાદષ્ટિ છે. (૬) કમબદ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. (૭) આ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવા બે જ કાર્ય કરવાના છે. ૧) ક્રમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. ૨) ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા અને તેમાં એકાગ્રતા. આની અંદર સર્વજ્ઞતાની, પરમાત્માની, નિજ આત્માની નિર્મળ શ્રદ્ધા આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. ૬) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાઃ (૧) કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. એ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં જ હોય છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ (૨) જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત થાય તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત ન થાય, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેનામાં આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. (૩) ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. કાર્ય થવા માટેની પદાર્થની તે વખતની યોગ્યતાને (લાયકાતને) ઉપાદાન કહે છે. કાર્ય થતી વખતે સંયોગી પરપદાર્થોને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ. (૪) ઉપાદાન-નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વ-પરના ભેદજ્ઞાનનું કારણ છે. ઉપાદાન સ્વદ્રવ્ય છે અને નિમિત્ત પરદ્રવ્ય છે. બન્ને સ્વતંત્ર છે, એમ જાણીને પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ આશ્રિત પરિણમવું તે ધર્મ છે. (૫) કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. ક્ષણિક ઉપાદાન જ કાર્ય થવાનું નિયામક કારણ છે. (૬) જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે. આ બન્ને ઊંધા ભાવ છે. આ ઊંધો ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. (૭) દરેક કાર્ય વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઇ કરતું નથી. આવી ઉપાદાનનિમિત્તની સ્વતંત્રતા છે, સંધિ પણ છે. ૭) નિશ્ચય અને વ્યવહાર: (૧) નિશ્ચય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે ‘વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય'. (૨) નિશ્ચય એટલે યથાર્થ - એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરુપણ કરવો તે નિશ્ચયનય છે. વ્યવહાર એટલે ઉપચાર, વ્યવહાર સત્ય સ્વરૂપને નિરુપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરુપે છે. (૩) નિશ્ચય સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવું. વ્યવહાર નયના વ્યાખ્યાનને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. (૪) જેઓ સર્વશે કહેલા વ્યવહારને માનતા નથી એ પણ મિથાદષ્ટિ છે અને જેઓ વ્યવહારથી ધર્મ થશે એમ માને છે તે પણ ભૂલ્યા છે - મિથ્યાદષ્ટિ છે. (૫) નિશ્ચય અને વ્યવહાર બન્ને એક જ દ્રવ્યમાં સાથે હોય છે. નિશ્ચય-વ્યવહારની સંધિ સમજવા જેવી છે. નિશ્ચય અને વ્યવહાર નયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય (૬) “વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થરે! ભૂતાર્થને આશ્રિત જીવ સુદટિનિશ્ચય હોય છે.” Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ ભૂતાર્થ – સત્યાર્થ - નિશ્ચયનો આશ્રય કરનાર નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ હોય છે. (૭) અધ્યાત્મમાં શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. આ રીતે નિશ્ચયવ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૮) કર્મનો સિદ્ધાંત : (૧) કર્મનું પ્રત્યેક પરમાણુ પણ દ્રવ્ય છે. એ દ્રવ્ય પોતાની ત્રણ કાળની પર્યાયરૂપથી સ્વતંત્ર પરિણમન કરે છે. (૨) જેવી રીતે જીવ દ્રવ્યમાં એના ગુણોની પર્યાયો કમબદ્ધ થાય છે એ રીતે જડ કર્મની પણ પોતપોતાની કમબદ્ધ પર્યાયો થાય છે. (૩) કર્મના પરમાણુઓમાં બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિદ્ધત, નિકાચીત એ દશા અવસ્થાઓ (કરણ) છે તે પણ પરમાણુની કમબદ્ધ દશા છે. (૪) આત્માના શુભ કે અશુભ પરિણામોના કારણથી કર્મના પરમાણુઓની દશા બદલી નથી ગઈ, પરંતુ એ પરમાણુઓમાં એ સમયે એ દશા થવાની યોગ્યતા હતી. એટલે એ દશા થઈ છે. બન્ને દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ એકબીજા પર આધાર રાખતું નથી. (૫) બધા જ કર્મ સિદ્ધાંતના શાસ્ત્રો આત્માના પરિણામો જ બતાવે છે. કર્મનું જેટલું શાસ્ત્રોમાં વર્ણન છે એનું આત્માના પરિણામની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા ઉપચારથી કર્મના ભેદ કરીને સમજાવવામાં આવ્યું છે. જડ કર્મ સાથે આત્માનું કર્તા-કર્મ સંબંધ નથી. (૬) કર્મોના જે દસ પ્રકાર બતાવ્યા છે તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે. આત્માનો પુરુષાર્થ આવાસ પ્રકારથી થઈ શકે છે, આ બતાવવા કર્મોમાં ભેદ કરીને જ બતાવ્યા છે. (૭) જીવ અજ્ઞાનદશામાં પુરુષાર્થની નબળાઈને લીધે વિભાવમાં જાય તો કર્મોનું આસવાણ અને બંધ થાય છે, જો પુરુષાર્થપૂર્વક સ્વભાવદશામાં રહે તો સંવર અને નિર્જરા થાય છે અને તીવ્ર પુરુષાર્થપૂર્વક સ્વભાવમાં નિરંતર રહે તો સર્વ કર્મોનો ક્ષય થઈમોક્ષ થાય છે. જીવના વિશેષ પુરુષાર્થનું જ્ઞાન કરાવવા ઉપચારથી આવું કહેવાય છે. ખાસ વાત આત્મા અને જડ કર્મોને કર્તા-કર્મ સંબંધ નથી, નિમિત્તિનૈમિત્તિક સંબંધ છે એ ધ્યાન રાખવું. (૯) નિશ્ચય મોક્ષમાર્ગ ઃ (૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. (૨) સમ્યગ્દર્શન - એટલે સમ્યક શ્રદ્ધાઃ “આમ જ છે અન્યથા નથી' એવો પ્રતીતિભાવ. સઓજ્ઞાન - એટલે સંશય, વિપર્યય અને અધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ (જ્ઞાન. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ સમ્યક્ ચારિત્ર - એટલે સમ્યગ્દર્શન - જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો (હાલતો) છે. (૩) આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતા જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા પર્યાયમાં પૂર્ણ શુદ્ધતાને પામે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. (૪) મોક્ષમાર્ગ ખરેખર એક જ છે. પણ એનું નિરૂપણ બે પ્રકારથી છે. એક નિશ્ચય અને બીજો વ્યવહાર. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. વ્યવહાર પરંપરા - ઉપચારથી કહેવામાં આવ્યો છે. (૫) નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તે સાધ્ય છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. (૬) મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે. કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષ મોહભાવનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ સત્ય મોક્ષમાર્ગ છે. (૭) જૈન મતમાં આ મોક્ષમાર્ગ સાધવાનો ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આપ્યો છે. ૧) પ્રથમાનુયોગ ૨) કરણાનુયોગ ૩) ચરણાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. ચારે ય અનુયોગોનું તાત્પર્ય ‘વીતરાગતા’ જ છે. ૧૮) પાંચ સમવાય : (૧) કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય અનિવાર્ય છે. ૨) સ્વભાવ ૩) નિયતિ ૪) કાળલબ્ધિ ૫) નિમિત્ત. (૨) ૧) પુરુષાર્થ. એ પાંચ સમવાયનું સ્વરૂપ જાણવું જરૂરી છે. (૩) ૧) પુરુષાર્થ : ‘હું પરનો સ્વામી, કરવાવાળો નથી, હું તો માત્ર મને જાણનાર જ્ઞાયક છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’ આવી સ્વભાવદૃષ્ટિ કરી નિજ સ્વભાવમાં રહેવું એ ‘પુરુષાર્થ’ છે. ૨) સ્વભાવ : સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે જે સ્વભાવમાં હતી તે જ પ્રગટ થઈ અર્થાત્ જે શુદ્ધતા પ્રગટ થાય છે તે જ ‘સ્વભાવ’ છે. ૩) નિયતિ : સ્વભાવદષ્ટિના પુરુષાર્થથી સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટ થવાની હતી તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટ થઈ તે જ ‘નિયતિ’ છે. ૪) કાળલબ્ધિ ઃ સ્વભાવષ્ટિના પુરુષાર્થના સમયે જે દશા પ્રગટ થઈ તે જ વસ્તુનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો હતો; એની જગ્યાઓ સ્વોન્મુખ થયો તે જ ‘કાળલબ્ધિ’ છે. ૫) નિમિત્ત ઃ સ્વભાવદષ્ટિથી પ્રથમ ચાર સમવાય પ્રગટ થાય ત્યારે પોતાની યોગ્યતાથી જે પદાર્થ ત્યાં હાજર હોય તેને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૯૧ - આ પ્રમાણે આત્મામાં પાંચ સમવાયનું પરિણમન થઈ રહ્યું છે. અર્થાત્ સ્વસમ્મુખ પુરુષાર્થમાં પાંચ સમવાય પોતાની પર્યાયમાં સમાવિષ્ટ થઈ જાય છે. (૬) વસ્તુ સ્વપણે છે એમ અસ્તિથી કહેવામાં આવે છે અને પરપણે નથી એમનાસ્તિથી કહેવામાં આવે છે એ અનેકાંત છે. (૭) અનેકાન્તને રજુ કરતી વાણીને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. સંપૂર્ણ જિનાગમમાં આ રીતે પ્રરૂપણા કરવામાં આવી છે. ૬. ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ તેનો કમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. ૧) જીવની ભૂલનું નિદાન - ભૂલ ટાળવાનો ઉપાય. ૨) પાત્રતા. ૩) પ્રત્યક્ષ સપુરુષના યોગનું મહત્વ. ૪) જીવે કરવું શું? સત્સંગ અને સ્વાધ્યાય. ૫) તત્ત્વનો અભ્યાસ - સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન. ૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય. ૭) ભેદજ્ઞાન. ૮) મુક્તિની નિઃસંદેહ પ્રતિધ્વનિ. ૯) એકત્વ, કર્તૃત્વ અને જ્ઞાતૃત્વની સમજણ. ૧૦) સ્વાનુભૂતિ. ૧) જીવની ભૂલ- ભૂલ ટાળવાનો ઉપાયઃ (૧) “જે સ્વરૂપ સમજયા વિના પાપો દુખ અનંત'. (૨) અનાદિથી આ જીવે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, માન્યું નથી અને તેમાં રમણતા કરી નથી. આ જ તેની સ્વરૂપ સંબંધી ભૂલ છે. (૩) આત્મબ્રાંતિ સમરોગ નહિ જીવને પોતાના સ્વરૂપ સંબંધી અનાદિથી ભ્રમણા ચાલી આવી રહી છે. (૪) જીવ પોતે ભૂલી ગયો છે કે પોતે ભગવાન સ્વરૂપ શુદ્ધ આત્મા છે. આ તેની મોટામાં મોટી ભૂલ છે. (૫) પોતાના સ્વરૂપની ભ્રમણાથી જીવ એમ માને છે કે “પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી Page #614 -------------------------------------------------------------------------- ________________ મને લાભ થાય, પરથી મને નુકસાન થાય’-એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે, તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. (૬) સાત તત્ત્વો સંબંધી જીવ અનાદિથી વિપરીત માની રહ્યો છે. (૭) ધર્મ પામવાનો મુખ્ય કાળ મનુષ્યપણું છે; પરંતુ મનુષ્યભવમાં પણ કાંતો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અગર તો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરે છે. અને કુદેવ, કુગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે. (૮) “બધા ધર્મો એકસરખા છે' એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણા બુદ્ધિને વિશાળ બુદ્ધિ માનીને અભિમાન સેવે છે. (૯) કદી તે સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પુરુષાર્થ કરતો નથી. (૧૦) આ બધી ભૂલ ટાળવાનો એક જ ઉપાય છે “સ્વરૂપની સમજણ”. વીતરાગ પ્રભુએ દશર્વિલો વીતરાગમાર્ગ સમજવાની જરૂર છે. ૨) પાત્રતાઃ (૧) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગમાં દાખલ થતાં પહેલાં અમુક જાતની પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. (૨) જેણે આત્માની વાર્તા પ્રીતિપૂર્વક પ્રસન્ન ચિત્તે સાંભળી છે એ નિશ્ચયરૂપથી ભવ્ય છે અને ભાવિ નિર્વાણનું પાત્ર છે. (૩) પાત્રતામાં નીચેના પંદર ગુણો પ્રથમ ભૂમિકામાં બતાવેલા છે. ૧) કષાયની ઉપશાંતતા ૬) સરળતા. ૧૧) સમતા ૨) માત્ર મોક્ષ અભિલાષ ૭) મધ્યસ્થતા. ૧૨) ક્ષમા ૩) ભવે ખેદ ૮) જિતેન્દ્રિયપણું. ૧૩) સત્ય 13) સત્ય ૪) પ્રાણી દયા. ૯) દયા ૧૪) ત્યાગ ૫) વિશાળ બુદ્ધિ. ૧૦) શાંતિ. ૧૫) વૈરાગ્ય. (૪) મંદવિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિગુણ - પ્રથમ ભૂમિકા ધાર. (૫) મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષ' વિષે જયત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. (૬) અરિહંત ભગવંતોના કુળમાં જન્મેલા જીવોને તો જન્મથી સાત વ્યસનોની બાધા હોય છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૯૩ ૧) જુગાર ૩) મદિરાપાન ૫) શિકાર ૭) ચારી ૨) માંસ ભક્ષણ ૪) વેશ્યાગમન ૬) પરનારીનો સંગ આ સાત મોટા વ્યસનો છે. (૭) તે સિવાય ધર્મની પ્રવૃત્તિમાં દાખલ થયેલ જીવોને રાત્રિ ભોજન અને કંદમૂળ આદિ અભક્ષ્ય ખોરાકની મનાઈ ભગવંતોએ કરી છે. (૮) મહાવીરના બોધને પાત્ર કોણ? ૧) સન્દુરુષનો ચરણનો ઇચ્છુક - ૨) સદૈવ સૂક્ષ્મબોધનો અભિલાષી ૩) બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનાર (૪) આહાર-વિહાર-નિહારનો નિયમી ૫) એકાંતવાસને વખાણનાર ૬) પોતાની ગુરુતાને દબાવનાર ૭) ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર પાત્ર જીવ છે. ૩) પ્રત્યક્ષ સન્દુરુષનો યોગનું મહત્વ: (૧) આ જીવના મુક્તિ નથી થઈ એનું કારણ શું? કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષનો યોગ થયો નથી. (૨) અનંતકાળનો આ અજાણ્યો, અગમ્ય માર્ગ છે. તેથી તેની સાચી સૂઝ માટે પ્રત્યક્ષ સન્દુરુષની અત્યંત આવશ્યકતા છે. (૩) શાસ્ત્રોમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ” આજ્ઞા આરાધવી જોઈએ. (૪) સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. (૫) અનંતકાળ નિજ-છંદ(કલ્પનાએ)ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે નહિ, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે, મહાત્માઓનો આ અનુભવ છે. (૬) દેશનાલબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્ત નહિ. સાક્ષાત્કાર પ્રાપ્ત પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ અને સુયોગ્ય પાત્રતા થયે જસત્ સમજાય Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ (૭) જો કે વર્તમાન હીણા કાળમાં પુરુષનો યોગ મળવો અત્યંત દુર્લભ છે તો પણ પૂર્વના મહા પગ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. (૮) જ્ઞાન પ્રાપ્તિના બે નિમિત્ત છે. એક શાસ્ત્ર અને બીજા પુરુષ. તુલનાત્મક દષ્ટિકોણથી વિચારતા સપુરુષને પ્રાધાન્ય આપવા યોગ્ય છે કારણ કે શાસ્ત્રો પણ પુરુષના યોગે સમજવા સુગમ પડે છે. આ રીતે પ્રત્યક્ષ સન્દુરુષના યોગનું મહત્ત્વ મોક્ષમાર્ગમાં સમજવા જેવું છે. ૪) જીવે કરવું શું? “સત્સંગ અને સ્વાધ્યાય': (૧) વર્તમાનકાળમાં જીવને પ્રત્યક્ષ સન્દુરુષની ગેરહાજરીમાં સત્સંગ એ એક સ્વરૂપ સમજણનો પ્રબળ સાધન છે. (૨) વ્યવહારથી સત્સંગ એટલે સરખા બેયવાળા મુમુક્ષુઓ એકત્ર થઈ સ્વરૂપની સમજણનો અભ્યાસ કરે, શાસ્ત્રોનું વાંચન કરી વસ્તુસ્વરૂપના વિચારનો વિનિમય કરે, આપ-લે કરે તે છે. (૩) નિશ્ચયથી પ્રત્યક્ષ અનુભવ માટે પોતાનો (નિજ આત્માનો) મહિમા લાવી તેની સન્મુખ થઈ તેના આશ્રયે જે સંગ થાય તેને સત્સંગ કહેવામાં આવે છે. નિજ આત્મા જ એક સત્ છે. (૪) સત્સંગ છે તો એક આલંબન, પણ જ્યાં સુધી સમજણની યથાર્થ અવસ્થા ઉત્પન્ન થાય ત્યાં સુધી એ પ્રયોજનભૂત છે અને મુમુક્ષુને ઉપકારી છે. (૫) અસત્સંગને ટાળવા માટે સત્સંગ બહુ જ ઉપયોગી છે. જીવ અસત્સંગથી એટલો બધો પરિચિત છે કે તેનું બળ ઘટે નહિ, પરંતુ સત્સંગના પ્રભાવથી અસત્સંગનું બળ ઘટે છે. (૬) આ સત્સંગમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો યથાર્થ મહિમા આવી જ જાય છે. મુમુક્ષુ જીવને પરવસ્તુઓથી અધિક અન્ય મુમુક્ષુ પ્રત્યે તથા ગુણાતિશયવાન પુરુષ, શ્રી ગુરુ અને સદેવ પ્રત્યે સહજ બહુમાનનો ભાવ વર્તે છે, ફુરે છે અને તેનો નિરંતર સમાગમ ઇચ્છે છે. (૭) “વીતરાગતા”નું સ નિરૂપણ કરતાં શાસ્ત્રોનો સ્વાધ્યાય એ પ્રત્યક્ષ સત્પષની ગેરહાજરીમાં અત્યંત આવશ્યક છે. વ્યવહારથી શાસ્ત્ર સ્વાધ્યાય અને નિશ્ચયથી નિજ ભગવાન આત્માનો સ્વઅધ્યાય એટલે અભ્યાસ અને અંતે અનુભવ એ જ કરવા યોગ્ય છે. આત્માનુભૂતિથી જ વીતરાગતા કમે કમે પ્રાપ્ત થાય છે. આ રીતે સત્સંગ અને સ્વાધ્યાયનું મહત્ત્વ સમજવા જેવું છે. ૫) તત્તનો અભ્યાસ - સાત તત્વનું યથાર્થ જ્ઞાનઃ (૧) તત્ત્વની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. અર્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય; “તત્વ એટલે તેનો ભાવ-સ્વરૂપનું સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. (૨) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૯૫ (૩) જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોના નામ છે (૪) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદ દષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે. (૫) તત્ત્વ' શબ્દનો અર્થ તપણું - તેપણું થાય છે. દરેક વસ્તુને - તત્ત્વને સ્વરૂપથી તપણું છે અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતપણું છે. (૬) જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ શેય છે તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી ભિન્ન છે. (૭) જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અત હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. (૮) જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને તત્ત્વ” માન્યું નથી. (૯) માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય છે. ૬) સ્વરૂપને યથાર્થ નિર્ણયઃ (૧) મોક્ષાર્થી જીવને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર રત્નત્રયી જ કહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન માટે માત્ર એક તત્ત્વનિર્ણય સ્વરૂપ અભ્યાસ’ જ મુખ્ય છે. (૨) હું જ્ઞાન-આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું આ છે યથાર્થ તત્ત્વનિર્ણય. (૩) પુરુષાર્થથી તસ્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાથી સ્વયમય જ મોહનો અભાવ થવાથી સમ્યકત્વાદિરૂપ મોક્ષ ઉપાયનો પુરુષાર્થ બને છે, એટલા માટે મુખ્યતાથી તસ્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ આ પુરુષાર્થને અર્થે થાય છે. (૪) તત્ત્વનિર્ણય કરવાની રુચિ માટે જિજ્ઞાસા અને પાત્રતા જરૂરી છે. (૫) આગમમાં જે પદ્ધતિ બતાડવામાં આવી છે એ પદ્ધતિનો સારી રીતે સમજણપૂર્વક અંગીકાર કરી એ જ પદ્ધતિથી અધ્યયન કરવાથી યથાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. (૬) શાસ્ત્રોનો અધ્યયન કરવાનો ઉદ્દેશ-તાત્પર્ય એક માત્ર “વીતરાગતા” છે. તત્ત્વનો યથાર્થ નિર્ણય એ વીતરાગભાવ” છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ (૭) વીતરાગતા અર્થાત્ નિરાકુલરૂપ સુખની અનુભૂતિ પ્રગટ થવી” આ આત્માની પોતાની જ પર્યાય છે. અને એ દશા સ્વભાવના લક્ષે જ થાય છે. આ નિર્ણય એ જ સ્વભાવનું લક્ષ છે. (૮) “વસ્તુનો સ્વભાવ જ એનો ધર્મ છે.” સ્વરૂપનો યથાર્થ નિર્ણય એ જ એનો ધર્મ છે. એ નિર્ણયની પ્રતીતિ, લક્ષ, અનુભવ એ જ સમ્યગ્દર્શન છે. અને એ જ સુખનો ઉપાય છે. (૯) દુઃખની ઉત્પત્તિના કારણો ૧) અજ્ઞાનતા ૨) મિથ્યાત્વ અને ૩) અસંયમ છે - એના છેદક કારણો એ જ સુખનો ઉપાય છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રરૂપી રત્નત્રયની એકતા એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. ૭) ભેદશાનઃ (૧) હું સર્વથા સર્વથી ભિન્ન છું એ નિર્ણય એ જ ભેદજ્ઞાનની કળા છે. વસ્તુનું સ્વરૂપ જ બધાથી ભિન્ન છે એનું પ્રત્યેક ક્ષણ જ્ઞાન થવું, શ્રદ્ધા થવી એ ભેદજ્ઞાન છે. (૨) “જીવ - આત્મા” નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી ભિન્ન છે. આ અભ્યાસપૂર્વક ભેદજ્ઞાન પ્રથમ કરવું આવશ્યક છે. (૩) આત્મા ઉપયોગ સ્વરૂપ છે, રાગાદિ પરભાવોથી તે ભિન્ન છે. એમ ઉપયોગને અને રાગાદિને સર્વ પ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે. (૪) સ્વસમ્મુખ થતી પોતાની જ નિર્મળ પર્યાયથી પણ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આ આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યમાં એકાગ્ર થતાં સ્વદ્રવ્યના અનુભવથી આત્મા પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે એ ધર્મનો મર્મ છે. (૫) અવિચ્છત્રધારાથી ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થતાં રાગાદિથી ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. (૬) આ ભેદજ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ અનુભવરૂપ છે. (૭) “સર્વ પદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને જ્ઞાન-દશનાદિ જીવ સ્વભાવ સાથે આવ્યતિરેક (અભિન્નતા) વડે પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત દેખવું અર્થાત પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું” આ જ ભેદજ્ઞાન છે. ૮) મુકિતની નિઃસંદેહ પ્રતિધ્વનિ : (૧) છ યે દ્રવ્ય પરિણામ સ્વભાવી છે. પ્રત્યેક પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયમાં બીજાની સહાયતા વગર પરિણમિત થાય છે. આ શ્રદ્ધા કરવામાં જ અકર્તૃત્વનો અનંત પુરુષાર્થ છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ (૨) આ વાતની સમજમાં આત્માના મોક્ષનો ઉપાય નિહિત છે. અહો ! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ ! આ સ્વભાવના આશ્રયથી જ સાધકદશાનો પ્રારંભ કરે છે અને સ્વભાવમાં જ લાવીને પૂર્ણ કરે છે. આત્માનો માર્ગ આત્મામાંથી જ નીકળી આત્મામાં જ સમાવિષ્ટ થઈ જાય છે. (૩) હે જીવ ! તારી વસ્તુમાં ભગવાન જેટલી પરિપૂર્ણ શક્તિ છે. પરમેશ્વરતા આપણી વસ્તુમાં જ પ્રગટ છે. જો આવા અવસર પર યથાર્થ વસ્તુને દૃષ્ટિમાં ન લે, તો વસ્તુસ્વરૂપને જાણ્યા વગર જન્મમરણનો અંત નથી થઈ શકતો. (૪) વસ્તુમાં સંસાર નથી, વસ્તુની યથાર્થ પ્રતીતિ થવાથી મોક્ષપર્યાયની તૈયારીની પ્રતિધ્વનિ થવા લાગે છે. (૫) ભગવાન ! આ તારા સ્વભાવની વાત છે, એક વાર હા તો કહે ! તારા સ્વભાવની સ્વીકૃતિમાંથી સ્વભાવદશાની અસ્તિ આવશે. સ્વભાવ સામર્થ્યનો ઇન્કાર ન કર ! સર્વ પ્રકારથી અવસર આવી ગયો છે, પોતાના દ્રવ્યમાં દષ્ટિ કરીને જો. જે દ્રવ્યમાંથી આદિ-અનંત મોક્ષદશા પ્રગટ થાય છે, એવા દ્રવ્યના પ્રતીતિના બળથી મોક્ષમાર્ગ પ્રારંભ થઈ જાય છે. (૬) પરાધીન દૃષ્ટિ છોડી, નિજ દ્રવ્યમાં દષ્ટિ રાખવાથી રાગની ઉત્પત્તિ નથી હોતી, અકર્તા થઈને સ્વયં જ્ઞાતા-દૃષ્ટા થઈ જાય છે. નિજના જ્ઞાતા-દૃષ્ટાના બળથી અસ્થિરતાને તોડી સંપૂર્ણ સ્થિર થઈ અલ્પકાળમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આમાં અનંત પુરુષાર્થ આવી જાય છે. પ્રારંભથી પૂર્ણતા સુધી સર્વત્ર સમ્યક્ પુરુષાર્થ ને જ્ઞાનનો જ પ્રભાવ છે. ૯) એકત્વ, કર્તૃત્વ અને શાતૃત્વ ઃ (૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાંથી બહાર નીકળ્યા વગર પોતાનું કાર્ય નિરંતર કરી જ રહ્યા છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી એ સિદ્ધાંતથી પર સાથેનું એકત્વ તૂટે છે અને જે મમત્વની ભાવના છે એ પણ તૂટે છે. (૨) જે કાળમાં જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જ્ઞાત થઈ તે પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થશે. ભગવાન તીર્થંકર પણ તે બદલવા સમર્થ નથી, માત્ર તે પણ તેના જ્ઞાતા જ છે. આ પ્રકારે તેમને પોતાના જ્ઞાનની પૂર્ણતાની ભાવનાનું બળ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એ સિદ્ધાંતથી પરની કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય છે અને પોતાની જ્ઞાતૃત્વબુદ્ધિની શ્રદ્ધા દૃઢ થઈ જાય છે. (૩) પર સાથેની એકત્વબુદ્ધિ અને કર્તૃત્વ-ભોકતૃત્વબુદ્ધિ તૂટી જતાં હવે તે જ્ઞાતા-દષ્ટા થઈ ગયો. (૪) હું જ્ઞાતા છું, માત્ર જાણનાર છું, કર્તા નથી એ નિર્ણયમાં જીવનો અનંત પુરુષાર્થ સમાવિષ્ટ છે. (૫) જ્ઞાની પ્રતિક્ષણ જ્ઞાતા થઈ સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે, સ્વયં સન્મુખ દૃષ્ટિથી જ્ઞાન ભાવરૂપ પરિણમન કરવા લાગે છે. (૬) ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું છે તેવું જ થાય છે’ એવી સર્વજ્ઞની યથાર્થ Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શ્રદ્ધામાં આપણી ભવરહિતતાનો નિર્ણય સમાવિષ્ટ થઈ જાય છે. એમાં મોક્ષનો પુરુષાર્થ આવી જાય છે. સર્વજ્ઞના યથાર્થ નિર્ણયના બળથી મોક્ષમાર્ગ પ્રારંભ થઈ જાય છે. (૭) જે જ્ઞાને જ્ઞાનમાં સ્થિર થઈને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીતિ કરી છે તે જ્ઞાન સ્વયં ભવરહિત છે, એટલા માટે એ જ્ઞાનમાં ભવાની શંકા નથી. આ જ્ઞાનમાં અનંત પુરુષાર્થ નિહિત છે. ૧૦) સ્વાનુભૂતિઃ (૧) વસ્તુ વિવાત ધ્યાવે, મન | ત્રિામાં रस स्वादत सुख उपजै, अनुभौ याकौ नाम ॥ અહા! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મઅનુભવ કહે છે. એ જ સ્વાનુભૂતિ, સુખાનુભૂતિ કે સમ્યગ્દર્શન છે. (૨) મનુમા ચિંતામનિ રતન, ગગુમ હૈ રજૂષા _____ अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ અનુભવ એ ચિંતામણી રત્ન સમાન છે, મનવાંછિત સુખ પ્રાપ્ત થાય છે. અનુભવમાં ચૈતન્ય રસનો સીધો સ્વાદ આવે છે. ત્યાં કોઈ કલ્પના કે વિકલ્પ રહેતા નથી એ નિર્વિકલ્પ સ્થિતિ છે. સમરસ સ્વરૂપ અતીન્દ્રિય આનંદનાવેદન સહિત આત્મા જણાય -અનુભવાય તે સ્વાનુભૂતિ છે. એક સમયના અનુભવથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે અને બે ઘડી સતત ધારા તૂટ્યા વગરના નિર્વિકલ્પ અનુભવમાં મોક્ષદશા પ્રાપ્ત થાય છે. આ અનુભૂતિ એ જ મોક્ષ છે, મોક્ષ સ્વરૂપ છે. (૩) આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી. પોતે પોતામાં જ નિર્વિકલ્પ લીનતા વડે પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે. નિજ સ્વરૂપને ધ્યાવી ધ્યાવીને જ અનંત જીવો સિદ્ધ થયા છે. (૪) આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષરૂપ જ છે, પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે. દ્રવ્યમોક્ષ' જે ત્રિકાળ છે તેના આશ્રયે ભાવમોક્ષ પર્યાયમાં પ્રગટી જાય છે. શક્તિના ધ્યાન વડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થઈ જાય છે. આત્મા પોતે જ ધ્યેય, પોતામાં એકાગ્રરૂપ ધ્યાન અને જ્ઞાનની પર્યાય ધ્યાતા. આવી અભિન્ન આરાધનાનું ફળ મોક્ષ છે. (૫) ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. વિભાગ ૩: સમ્યગ્દર્શન સારભૂત : ૧. ભવભ્રમણના મૂળને છેદનારું એ મોક્ષસુખ આપનારું નિશ્ચય સમ્યગ્દર્શન કેમ પ્રગટે ?, આત્મામાં શરીરાદિ પરવસ્તુઓ તો નથી; ને અવસ્થામાં એક સમય પૂરતો વિકાર - સંસાર છે તે પણ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૯૯ આત્માના સ્વભાવમાં નથી. આખી ચૈતન્ય વસ્તુને એક સમયના વિકારવાળી માનવી તે અધર્મ છે. આત્માનો સ્વભાવ તો એક સમયમાં બધું જાણે તેવા સામર્થ્યવાળો છે. આત્મા અનંત ગુણોથી પરિપૂર્ણ છે તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થાને અંતરમાં વાળીને કાયમી સ્વભાવ સાથે એકરૂપ કરવી અને પૂર્ણ ચૈતન્યદ્રવ્યને શ્રદ્ધામાં સ્વીકારવું તેનું નામ ધર્મની શરૂઆત છે. નિમિત્તથી, વિકારથી કે પરાશ્રયથી જેઓ ધર્મ માને - મનાવે એવા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા તો સમ્યક્ત્વના જિજ્ઞાસુએ પહેલે ધડાકે જ છોડી દેવી જોઈએ. અને વર્તમાન જ્ઞાનની અધૂરી દશાના આશ્રયે કલ્યાણ થાય એ માન્યતા પણ છોડી દેવી જોઈએ. અનંત ગુણોથી પરિપૂર્ણ આત્મા છે, તેની શ્રદ્ધા કરવી તે જ પરમાર્થ સમ્યગ્દર્શન છે. તેમજ પોતાની પર્યાયમાં સાચા દેવ-ગુરુની પ્રશંસા વગેરેનો જે શુભ ભાવ થાય તે શુભ રાગમાં પણ સંતોષ ન માની લેવો, તે રાગને ધર્મનું કારણ ન માનવું; અને જ્ઞાનના પરાશ્રિત ઉઘાડની પ્રશંસા કે અહંકાર પણ છોડવો. વર્તમાન પર્યાયને અભેદ પરિપૂર્ણ સ્વભાવની સન્મુખ કરીને તેની પ્રતીતિ કરે તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞદેવે જેવો આત્મા કહ્યો છે તેવો ઓળખીને, અંતરમાં રુચિ વાળીને દ્રવ્યસ્વભાવમાં પર્યાયની અભેદતા થાય ત્યારે આત્માને જ્ઞાતા-દૃષ્ટા માન્યો કહેવાય. અંતરમાં પર્યાય વળીને તેનું વેદન - સ્વસંવેદન - અનુભવન થવું જોઈએ. તારા હિત માટે તારા અંતર્મુખ સ્વભાવમાં જો ! તારા પૂર્ણ સ્વરૂપને દૃષ્ટિમાં લે ભાઈ ! આખા ચૈતન્યનો સ્વીકાર કરનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. ૨. નવ તત્ત્વના ભેદની શ્રદ્ધા છોડીને, અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કરવી તે પરમાર્થ સમ્યક્ત્વ છે. અખંડ ચૈતન્યસ્વભાવની આશ્રયે નવ તત્ત્વનું રાગ રહિત જ્ઞાન થઈ જાય છે. “ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ ને આસવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે.’’ અહીં નવ તત્ત્વોને ભૂતાર્થ નયથી જાણવા તેને સમ્યક્ત્વ કહ્યું છે. ભૂતાર્થ કહેતાં નવ તત્ત્વના ભેદનું લક્ષ છોડીને અંતર ચૈતન્યસ્વભાવ તરફ વળવાનું આવ્યું. ભૂતાર્થ એકરૂપ સ્વભાવ તરફ વળીને નવ તત્ત્વોનું રાગ રહિત જ્ઞાન કરી લીધું એટલે કે નવ તત્ત્વોમાંથી એકરૂપ અભેદ આત્માને તારવીને શ્રદ્ધા કરી તે ખરેખર સમ્યક્ત્વ છે. નવ તત્ત્વોને નવ તત્ત્વ તરીકે જુદા માનવા તે રાગ સહિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે; ને નવ તત્ત્વના વિકલ્પથી પાર થઈને અભેદ ચૈતન્યતત્ત્વની અંતરદષ્ટિ કરે તે પરમાર્થ શ્રદ્ધા છે. ૩. અરે ! હું કોણ છું ? ને મારું સ્વરૂપ શું છે ? કયા કારણે મને આ સંસાર ભ્રમણ છે ને કયા કારણો વડે તે ભ્રમણ મટે ? આવી યથાર્થ વિચાર દશા પણ જીવને જાગી નથી. એવી વિચાર દશા જાગે, નિર્ણય Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ કરે ને પછી આત્મસ્વભાવ તરફ વળીને પ્રતીત કરે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે ને ભવભ્રમણ ટળે. જેને સમ્યક્ત્વની ને આત્મહિતની ખરી પિપાસા જાગી છે એવા જીવને સંસાર સંબંધી વિષય કષાયોનો તીવ્ર રસ તો પહેલે ધડાકે જ છૂટી ગયો છે, તે ઉપરાંત સમ્યક્ત્વ માટેના પ્રયત્નમાં અંતરના વ્યવહાર તરીકે તેને સર્વજ્ઞના કહેલાં નવ તત્ત્વની વિચારણા હોય છે. નવ તત્ત્વો છે તે પર્યાયદષ્ટિથી છે, નવ તત્ત્વોમાં અનેકતા છે, તે અનેકતાના આશ્રયે એક સ્વભાવની પ્રતીત થતી નથી; તેમ જ પર્યાયષ્ટિમાં અનેકતા છે તેને જાણ્યા વગર પણ એકરૂપ સ્વભાવની વસ્તુ દૃષ્ટિ થાય નહિ. એક અભેદ આત્મસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરતાં તેમાં નવ તત્ત્વોનું રાગ રહિત સમ્યજ્ઞાન આવી જાય છે. ૪. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન ઃ આત્મહિતના પિપાસુને આત્માનું ખરું સ્વરૂપ શોધવા માટે નવ તત્ત્વોને બરાબર જાણવા જોઈએ, તેમાં પોતાના હિત-અહિતના કારણોનું પૃથ્થકરણ કરીને, જેના આશ્રયે પોતાનું હિત પ્રગટે છે એવા શુદ્ધાત્મ સ્વભાવ તરફ અંતરમાં ઝુકવું - તે સમ્યગ્દર્શનની અક્રુર રીત છે. નવ તત્ત્વની ઓળખાણ કરવી તે જૈન દર્શનની શ્રદ્ધાનો વ્યવહાર છે. નવ તત્ત્વની ઓળખાણ ન થાય ત્યાં સુધી એકરૂપ આત્માની શ્રદ્ધા થાય નહિ, અને જો નવ તત્ત્વની પૃથક પૃથક શ્રદ્ધાના રાગની રુચિમાં અટકે તો પણ આત્માની શ્રદ્ધા -સમ્યગ્દર્શન- થાય નહિ. નવ તત્ત્વને ક્યારે જાણ્યા કહેવાય ? ૧) જીવને જીવ જાણે, તેમાં બીજાને ભેળવે નહિ, જીવ શરીરની ક્રિયા કરે એમ ન માને. ૨) અજીવને અજીવ જાણે, શરીરાદિ અજીવ છે. જીવને લીધે તે અજીવની હયાતી ન માને; ને તે અજીવની ક્રિયાને જીવની ન માને. ૩) પુણ્યને પુણ્ય તરીકે જાણે, પુણ્યથી ધર્મ થાય એમ ન માને તેમ જ જડની ક્રિયાથી પુણ્ય ન માને. ૪) પાપને પાપરૂપ જાણે, ને પાપ બાહ્ય ક્રિયાથી થાય છે એમ ન માને. ન ૫) પુણ્ય અને પાપ એ બન્ને આસ્રવ છે; આસવને આસવરૂપ જાણે, એને સંવરનું કારણ ન માને, તેમ જ પાપ અઠીક અને પુણ્ય ઠીક એવો ભેદ પરમાર્થે ન માને. ૬) વળી સંવર તત્ત્વને સંવરરૂપ જાણે; સંવર તે ધર્મ છે, પુણ્યથી કે શરીરની ક્રિયાથી તે સંવર થતો નથી પણ આત્મસ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન, સ્થિરતાથી જ સંવર થાય છે. ૭) નિર્જરા એટલે શુદ્ધતાની વૃદ્ધિ ને અશુદ્ધતાનો નાશ. તેને નિર્જરા સમજે; તે નિર્જરા બાહ્ય ક્રિયાકાંડથી ન થાય પણ આત્મામાં એકાગ્રતાથી થાય. ૮) બંધ તત્ત્વને બંધ તત્ત્વ તરીકે જાણે, વિકારમાં આત્માની પર્યાય અટકે તે ભાવબંધન છે, ‘ખરેખર Page #623 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ કર્મો આત્માને બાંધે છે ને કર્યો આત્માને રખડાવે છે એમ ન માને પણ જીવ પોતાના વિકારભાવથી બંધાયો છે ને તેથી તે રખડે છે એમ સમજે. ૯) આત્માની તક્ત નિર્મળ દશા તે મોક્ષ તત્ત્વ છે એમ જાણે. આ પ્રમાણે જાગે ત્યારે નવ તત્ત્વોને જાણ્યા કહેવાય. આ નવ તત્ત્વો છે તે અભૂતાર્થ નયનો વિષય છે. અવસ્થાદષ્ટિમાં નવ ભેદો છે; તેની પ્રતીતિ કરવી તે વ્યવહાર શ્રદ્ધા છે, તેનાથી ધર્મની ઉત્પત્તિ નથી. એ નવ તત્ત્વોની ઓળખાણમાં, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર કોણ તથા ખોટા કોણ તેની ઓળખાણ પણ આવી જાય છે. નવ તત્ત્વને જાણ્યા પછી પરમાર્થ સમ્યગ્દર્શન કેમ થાય ? તે નવ તત્ત્વોમાં એકપણું પ્રગટ કરનાર ભૂતાઈ નયથી શુદ્ધ નયપણે સ્થાપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ થાય છે. આ પરમાર્થ સમ્યગ્દર્શનની રીત છે. વ્યવહાર શ્રદ્ધામાં નવ તત્વની પ્રસિદ્ધિ છે પણ પરમાર્થ શ્રદ્ધામાં તો એકલા ભગવાન આત્માની જ પ્રસિદ્ધિ છે. નવા તત્ત્વોના વિકલ્પથી પાર થઈને એકરૂપ જ્ઞાયકમૂર્તિનો અનુભવ કરે તણે ભૂતાર્થ નયથી નવ તત્ત્વો જાણ્યા કહેવાય અને તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર કોઈ રીતે જીવના ભવભ્રમણનો અંત આવે નહિ. શુદ્ધ એકરૂપ આત્માને લક્ષમાં લેવાથી જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનો વિષય ખરેખર અભેદરૂપ જ્ઞાયક ભગવાન આત્મા જ છે. અખંડ ચૈતન્ય વસ્તુનો આશ્રય કરતાં ભૂતાઈ નયથી એકપણ પ્રાપ્ત થાય છે. જેમાં નિમિત્તની અપેક્ષા નથી અને ભેદનો વિકલ્પ નથી એવા શુદ્ધ ત્રિકાળી સ્વભાવ તરફ વળીને અનુભવ કરતાં ચૈતન્યનું એકપણું પ્રાપ્ત થાય છે અને તે અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન છે. ત્યાંથી અપૂર્વ આત્મધર્મની શરૂઆત થાય છે. આ સમજવા માટે સત્સમાગમે અભ્યાસ કરવો જોઈએ. સંસારની તીવ્ર લોલુપતા ઘટાડીને સત્સમાગમ કરતાં આત્મસ્વભાવનું શ્રવણ-મનન અને રુચિ કર્યા વગર અંતરમાં વળે શી રીતે ? ૫. જીવ અને અજીવની સમય સમયની સ્વતંત્રતા કબૂલ કરીને સાત તત્ત્વોને જાણે તેને તો વ્યવહાર સમ્યગ્દર્શન થયું; અને વિકલ્પ રહિત થઈને અંતરમાં અભેદ ચૈતન્યતત્વનો અનુભવ અને પ્રતીત કરે ત્યારે પરમાર્થ સમ્યગ્દર્શન થાય છે, તે જ આત્માર્થી જીવનું પહેલું કર્તવ્ય છે. એ સિવાય જગતના કોઈ બાહ્ય કર્તવ્યને આત્માર્થી જીવ પોતાનું કર્તવ્ય માનતો નથી. તીવ્ર વૈરાગ્ય સહિત આત્મરુચિ તે સમ્યકત્વનું કારણ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે હે ભવ્ય આત્માઓ!આત્માના અભેદસ્વરૂપનો અનુભવ કરતાં પહેલાં વચ્ચે નવ તત્ત્વની ભેદરૂપ પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી, પણ તે નવ તત્ત્વના ભેદરૂપ વિચારના આશ્રયે અટકવાથી સમ્યક આત્મા અનુભવમાં આવતો નથી, પણ તે ભેદનો આશ્રય છોડીને-રાગમિશ્રિત વિચારનો અભાવ કરીને, અભેદસ્વભાવ સન્મુખ થઈને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ અને પ્રતીત કરતાં સમ્યક શ્રદ્ધા થાય છે તે આત્માના કલ્યાણનો ઉપાય છે. તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ અવસ્થામાં જીવની યોગ્યતા અને અજીવનું નિમિત્તપણું - એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જો ન હોય તો સાત તત્ત્વ જ સિદ્ધ થતાં નથી. જીવ અને અજીવની અવસ્થામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ દૃષ્ટિથી જોતાં નવ તત્ત્વોના ભેદ વિદ્યમાન છે. અને જો એકલા ચૈતન્યમૂર્તિ અખંડ જીવ તત્ત્વને લક્ષમાં લ્યે તો, દ્રવ્યદૃષ્ટિમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ નહિ હોવાથી, નવ તત્ત્વના ભેદ પડતા નથી; માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દૃષ્ટિથી જોતાં નવ તત્ત્વો અભૂતાર્થ છે ને એક ચેતન્ય પરમ તત્ત્વ જ પ્રકાશમાન છે. જો કે વર્તમાન નિર્મળ પર્યાય છે ખરી પણ તે અભેદમાં ભળી જાય છે, અર્થાત્ દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિકલ્પ તે જીવને નથી. આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. તે જ મોક્ષનો માર્ગ છે. ૬. જ્ઞાયક સ્વભાવી શુધ્ધ જીવનો અનુભવ તે જ નવ તત્ત્વના જ્ઞાનનું પ્રયોજન છે અને તે જ સમ્યગ્દર્શન છે. જે જીવ નિવૃત્તિ લઈને જિજ્ઞાસુભાવે સત્તમાગમે યથાર્થ વાતનું શ્રવણ પણ ન કરે તે જીવ અંતરમાં ધારણા કરીને તત્ત્વનો નિર્ણય ક્યાંથી કરે ? અને તત્ત્વનિર્ણય વિના નિઃસંદેહ થઈને આત્મવીર્ય અંતર અનુભવમાં ક્યાંથી વળે ? માટે મુમુક્ષુએ જિજ્ઞાસુ ભાવે સત્સમાગમે વૈરાગ્યપરિણતિપૂર્વક તત્ત્વનિર્ણય કરીને અનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. - આત્મસ્વભાવના નિર્ણયમાં સર્વજ્ઞનો નિર્ણય, ને સર્વજ્ઞના નિર્ણયમાં આત્મસ્વભાવનો નિર્ણય - એમાં વચ્ચે વિકાર ક્યાંય ન આવ્યો. આવા નિર્ણયના જોરે નિઃશંક થઈને અંતર અનુભવ કરતાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, સમ્યગ્દર્શન થાય છે, ને મોક્ષના દરવાજા ખુલી જાય છે. અને છેલ્લે ભેદજ્ઞાનના પ્રયોગો : આત્મા અને બંધના - જ્ઞાન અને રાગના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતરંગ સંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે. એ રીતે બંધથી-રાગથી જુદો આત્મા અનુભવી શકાય છે. પ્રજ્ઞા એટલે વિશેષ જ્ઞાન, તીક્ષ્ણ જ્ઞાન, તીખું-ઉગ્ર-સૂક્ષ્મ જ્ઞાન. તેના વડે આત્મા અને બંધ બન્નેના ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને તેમને જુદા પાડી શકાય છે. જ્ઞાનમાં ભિન્ન શેયપણે રાગાદિક જણાય છે તે તો જ્ઞાનનું ચેતકપણું જાહેર કરે છે, તે કાંઈ જ્ઞાનને રાગપણે જાહેર નથી કરતું. જ્ઞાન એમ જાણે છે કે આ જે જાણનાર છે તે હું છું. રાગ અને જ્ઞાનને જુદા જાણતા અપૂર્વ ભેદજ્ઞાન થઈને આવું રાગથી જુદું પરિણમતું જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે. ‘સાચો માર્ગ લે ..... તો ફળ આવે !' જાગો.....જાગો.....ચૈતન્ય પ્રભુ ! ઝટ જાગો ! વારંવાર આવા હિતની શિખામણ દેનારા દુર્લભ છે. અવસર પામ્યા છો તો તેનો લાભ લઈ લ્યો. આવું મનુષ્ય જીવના પામ્યા છો, આવો જૈન ઉપદેશ મળ્યો છે, આવી આત્મહિતની ભાવના જાગી છે ને ભેદજ્ઞાનના તત્ત્વ વિચાર કરો છો તો હવે સ્વાનુભૂતિ કરતાં શી વાર ? બધા સાધન તૈયાર છે, હવે વાર Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ ન લગાડો. નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુનો અપૂર્વ ઉપદેશ મળ્યો છે. આજે જ સ્વાનુભૂતિથી આત્માને પ્રકાશિત કરો. હે ભવ્ય ! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે ? એનાથી તું વિરામ પામ. એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ થઈ અંતરમાં દેખ. આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો અભ્યાસ કર-એમ કરવાથી તારા પોતાના હ્રદય સરોવરમાં દેહાદિથી ભિન્ન તારા શુદ્ધાત્માની ઉપલબ્ધિઅનુભૂતિ તને થશે જ. માટે હે ભવ્ય આત્માર્થી ! તું ભય, છોડ. અત્યાર સુધી જે કાંઈ કર્યું તે નિષ્ફળ ગયું તેનો આગ્રહ છોડી દે; ને જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર પ્રસન્નતાથી, સાચા ભાવથી નિઃશંકપણે અને દુનિયાથી નિર્ભયપણે તું આત્માની અનુભૂતિના પ્રયત્નમાં તારા જ્ઞાનને જોડ, જરૂર મહાન આનંદ સહિત તને આત્માનુભૂતિ થશે ને સમ્યગ્દર્શન વડે તારા કલ્યાણના કોડ પૂરા થશે ! Page #626 -------------------------------------------------------------------------- _