________________
પ્રસ્તાવના દરેક જીવ સુખ ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. સુખ જીવનો સ્વભાવ છે. આત્મા અનંત સુખનો ધામ છે. એ સુખ પ્રગટ કરવા અરિહંત ભગવંતોએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્ય પ્રથમ જ સૂત્રમાં કહ્યું છે: “સવનજ્ઞાનવાત્રામાં મોક્ષમા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. નિયમસાર ગાથા ૨ ની ટીકામાં લખ્યું છે કે :નિજ પરમાત્મા તત્ત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે.
અજ્ઞાનદશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે તેઓને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ જ ગાથામાં લખ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત....'
આ સ્વરૂપ સંબંધી ભ્રમણાને ‘મિથ્યાદર્શન' કહેવામાં આવે છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા છે. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય; ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન” કહેવામાં આવે છે. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને ‘મિથ્યાચારિત્ર' કહેવામાં આવે છે. અનાદિથી જીવોને 'મિથ્યા દર્શન-જ્ઞાન-ચારિત્ર' ચાલ્યા આવે છે તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે.
પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી પોતે તેને ટાળી શકે. એ ટાળવાનો ઉપાય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર' ૯૮ છે, બીજો કોઈ નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બીજા ઉપાયો જીવ સતત કર્યા કરે છે તે બધા ખોટા છે.
જીવ ધર્મ કરવા માંગે છે પણ સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ, માટે જીવ એ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન' પ્રગટ કરવું જોઈએ. તે વિના ધર્મની શરૂઆત કદી કોઈ જીવને થાય જ નહિ. ધર્મનું મૂળ “સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે ઘણા બધા જુદા જુદા પ્રયોજનભત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. મોક્ષશાસ્ત્રમાં સમ્યગ્દર્શનનું લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સ નમ્ તત્ત્વના સ્વરૂપ સહિત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
જે જીવ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક નિજ આત્માને જાણીને પોતાના અખંડ-અભેદ-શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે તેનો મિથ્યાત્વ મોહ નાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજરૂપ સમ્યગ્દર્શન ને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે.
મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ પ્રતમાં જુદા જુદા