________________
૨૩
જૈન શાસનમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે “હંસા મૂતો પો' કહીને ધર્મનો મહાન મંત્ર આપ્યો છે. એવા સમ્યકત્વના મહિમાથી ભરપૂર દર્શનપ્રાભૂતની આ ગાથાઓ છે.
સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે મોક્ષનું દ્વાર છે, તેના વડે જ મોક્ષનો માર્ગ ઉઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું પહેલું કામ છે.
એક ફણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે, અજ્ઞાનીને લાખો ઉપાયો કરતાં પણ એટલા કર્મો તૂટતા નથી. આમ સત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે. એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા!