SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ ૭. મત, દર્શનના આગ્રહનો ત્યાગ અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવાનું ફળ શુદ્ધ સમ્યક્ત્વ છે. ૮. જે સમ્યક્ત્વને વર્ધમાન કરે છે તેને મિથ્યાભાસ ટળે છે અને તેને ચારિત્ર પ્રગટે છે, તેનું ફળ વીતરાગપવાસ છે. ૯. અનાદિના વિભાવનો ત્યાગ સમ્યજ્ઞાનના ગ્રહણથી થાય છે. ૧૦. જે અજ્ઞાનને દૂર કરે (ત્યાગ કરે) તે નિજપદ નિજમાંથી પામે. ૧૧. આત્માના છ પદને વિસ્તારથી વિચારતા સંશયનો ત્યાગ થાય છે. ૧૨. પ્ર. : જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી તો ગાથા ૮૨માં ‘જીવ જડધૂપ (જડકર્મ) ગ્રહણ કરે’ એમ કેમ કહ્યું ? ઉ. ઃ જીવના ભાવકર્મ અને જડકર્મને કર્તા-કર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, એટલું બતાવી ભાવકર્મ ન કરવા (પોતાના પરિણામ ન બગાડવા, રાગ-દ્વેષ, મોહના પરિણામ ન કરવા) એમ સમજાવવા માટે તે ગાથા મૂકી છે; જીવ જડધૂપનું ગ્રહણ કરે એમ ત્યાં ઉપચારથી કહ્યું છે, તે પરમાર્થ કથન નથી, વ્યવહારનું કથન છે. જીવ અને જડકર્મ એકક્ષેત્રાવગાહ સંબંધે રહે એટલું જણાવવા તે ઉપચાર કરવામાં આવ્યો છે. ૩. સત્ય પુરુષાર્થ : ભવસ્થિતિ, કાળલબ્ધિ આદિના બહાના કાઢવાથી આત્માર્થ છેદાય છે માટે તે બહાના છોડી દઈ સત્ય પુરુષાર્થ કરવો. વર્તમાન જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ વાળવી, તેમાં લીન કરી, તેમાં અભેદ રીતે પરિણમી જાય તે જ સત્ય પુરુષાર્થ છે. પોતાનો સ્વાનુભવ-આત્મઅનુભવ કરવો . જ સત્ય પુરુષાર્થ છે. ૪. વ્યવહાર (શુભ રાગ) કરતાં કરતાં નિશ્ચય થાય નહિ ઃ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ કેટલાક અજ્ઞાની માને છે પણ તે માન્યતા ખોટી છે એમ બતાવવા માટે ગાથા ૧૩૨માં કહ્યું છે કે આત્માનો નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે. ગચ્છ-મતની કલ્પના તે સર્વ્યવહાર નથી. ૫. ભક્તિ અને પુણ્ય ઃ આ આખા શાસ્ત્રમાં ક્યાંય ‘ભક્તિ’ શબ્દ વપરાયો નથી; ભક્તિ બે પ્રકારની છે. ૧) નિશ્ચય ભક્તિ ૨) વ્યવહાર ભક્તિ. આ બન્ને ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. આત્માનું તથા સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રનું સાચું સ્વરૂપ બરાબર ન સમજે તેને સાચી ભક્તિ હોય નહિ એમ બતાવવા ‘સમજ્યા વણ ઉપકાર શો ?’’ એ પદથી જણાવ્યું છે. અજ્ઞાનીને ભક્તિ-આભાસ (બાળભક્તિ) હોય છે. વ્યવહાર ભક્તિ તે પુણ્ય -શુભ ભાવ છે, શુભ રાગ છે. શુભ રાગ ધર્મ નથી પણ તેનો છેદ અને શુદ્ધતા તે ધર્મ છે એમ ગાથા ૯૦ માં જણાવ્યું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy