SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૪ પ્રસ્તાવના : શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ રાજચંદ્રજી છે, તેઓએ નડિયાદ મુકામે સં. ૧૯૫૨માં તે રચ્યું હતું. પ્રાથમિક વિદઘાર્થીઓને તત્ત્વ સમજવા માટે આ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે. જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ નહિ જાણતો હોવાથી સમયે સમયે તે અનંત દુઃખ ભોગવે છે. તે દુઃખ ટાળીને અનંત સુખ કેમ પ્રાપ્ત થાય તે આ શાસ્ત્રમાં બતાવ્યું છે. આ શાસ્ત્રના કેટલાક અગત્યના વિષયો અહીં ટૂંકમાં બતાવીએ છીએ. ૧. આત્માનું સ્વરૂપ : આત્માનું સ્વરૂપ સમજ્યા વિના દુઃળ ટળે નહિ, તેથી તે સમજવા માટે આત્માનું સ્વરૂપ જણાવ્યું છે. આત્મા કેવો છે? (૧) સત્ (૨) ચૈતન્યમય (૩) સર્વાભાસ રહિત (૪) મોક્ષ સ્વરૂપ (૫) અનંત દર્શનજ્ઞાન (૬) અવ્યાબાધ સ્વરૂપ(૭) શુદ્ધ (૮) બુદ્ધ (૯) ચૈતન્યઘન (૧૦) સ્વયજ્યોતિ (૧૧) સુખધામ (૧૨) શુદ્ધ રીતનારૂપ (૧૩) અજર-અમર (૧૪) અવિનાશી (૧૫) દેહાતીત સ્વરૂપ (૧૬) સિદ્ધ સમ (૧૭) પરથી ભિન્ન (૧૮) દ્રવ્ય નિત્ય, પર્યાયે પલટાય. (૧૯) નિજ ભાવનો કર્તા, ભોકતા. આમ જે યથાર્થ સમજે તે સિદ્ધ થાય. ૨. જીવે શું છોડવું અને શું ગ્રહણ કરવું? : વસ્તુની મર્યાદા એવી છે કે એક દ્રવ્ય, તેના ગુણ કે તેનો કોઈ પર્યાય બીજા કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પ્રવેશ પામી શકે નહિ. આ અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. તેથી જીવને પરદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ કદી છે જ નહિ, શુદ્ધતાનું ગ્રહણ અને વિકારનો ત્યાગ જીવથી થઈ શકે છે, તેથી આ શાસ્ત્રમાં તેમ કરવાનું નીચે પ્રમાણે જણાવ્યું છે. ૧. પોતાનો પક્ષ ત્યાગીને શ્રી સદ્ગુરુ આત્મસ્વરૂપનો જે ઉપદેશ આપે તેની સાચી સમજણ ગ્રહણ કરવી. ૨. જીવે સ્વચ્છંદ રોકવો - ત્યાગવો. ૩. સ્વચ્છંદ, મત, આગ્રહનો ત્યાગ કરવો અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવું. ૪. મતાર્થી જીવ બાળવ્રત ગ્રહણ કરીને અભિમાન કરે છે પણ પરમાર્થને ગ્રહણ કરતાં નથી; માટે આત્મા જીવે અજ્ઞાનનો ત્યાગ કરી પરમાર્થનું ગ્રહણ કરવું. ૫. અજ્ઞાન, રાગ-દ્વેષથી નિવૃત્ત થવું તે જ મોક્ષના પંથનું ગ્રહણ છે. ૬. મત અને દર્શન તણો આગ્રહ અને વિકલ્પ છોડવો અને અહીં કહેલાં માર્ગને ગ્રહણ કરવો.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy