SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૭ ૫) “શુભ કે અશુભ જે ગંધ તે, “તું સૂંઘ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને.” ગાથા ૩૭૭ ગાથાર્થ અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તું મને સૂંઘ” અને આત્મા પાણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનેથી ચૂત થઈને) ગ્રહવા જતો નથી. ૬) “શુભ કે અશુભ રસ જેહ તે; “તું ચાખ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવાન જાયે રસનગોચર રસ અરે!” ગાથા ૩૭૮. ગાથાર્થઃ અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ' અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનેથી છૂટીને) ગ્રહવા જતો નથી. ૭) “શુભ કે અશુભ જે સ્પર્શ તે; “તું સ્પર્શ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને.' ગાથા ૩૭૯. ગાથાર્થ અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. ૮) “શુભ કે અશુભ ગુણ તે; “તું જાણ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિ ગોચર ગુણને’ ગાથા ૩૮૦. ગાથાર્થ : અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ” અને આત્મા પણ (પોતાના સ્થાનેથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. “શુભ કે અશુભ દ્રવ્ય તે; “તું જાણ મુજને નવ કહે; ને જીવ પણ ગ્રહવા ન જાયે, બુદ્ધિગોચર દ્રવ્યને.' ગાથા ૩૮૧ ગાથાર્થઃ અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને) બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. ૧૦) “આ જાણી પણ મૂઢ જીવ પામે નહિ ઉપશમ અરે! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે.” ગાથા ૩૮૨. ગાથાર્થ ઃ આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. ભાવાર્થ શબ્દાદિક જડ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને ગ્રહણ કર’ (અર્થાત્ તું અમને જાણ) અને આત્મા પણ પોતાના સ્થાનથી ચુત થઈને તેમને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy