SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ ગાથા ૮૦ઃ ફળદાતા ઇશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઇશ્વરતણું, ઇશ્વરપણું જ જાય. ભાવાર્થ : ફળ આપનાર ઇશ્વરને ગણીએ ભોક્તાપણું સાબિત થાય, પણ એમ કહેવાથી તો ઇશ્વરનું ઇશ્વરપણું જ જાય છે. ઇશ્વર તો વીતરાગી છે તે કેમ રાગી-દ્વેષી થાય ? ગાથા ૮૧ : ઇશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહિ કોય ભાવાર્થ : ઇશ્વર સાબિત ન થાય તો જગતનો નિયમ કાંઈ રહેતો નથી અને પછી પુણ્ય-પાપરૂપ કર્મને ભોગવવાના સ્થાન કોઈ ઠરતાં નથી. સમાધાન : ગાથા ૮૨ : ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ. ભાવાર્થ : ભાવકર્મ (વિકારી ભાવ) પોતાની ભ્રાંતિથી થાય છે, માટે તે ચેતનરૂપ છે; જીવના વીર્યનું તે તરફ વલણ થતાં જડકર્મ અને જીવ એકક્ષેત્રે ભેગાં થાય છે. (એકક્ષેત્રાવગાહરૂપ થાય છે. ) ગાથા ૮૩ : ઝેર સુધા સમજે નહી, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ભાવાર્થ : ઝેર અને અમૃતને ખબર નથી તો પણ જીવને તેનો સંબંધ થતાં જીવના પરિણામમાં તે નિમિત્ત થાય છે, એ જ રીતે પુણ્ય-પાપરૂપ કર્મનું જીવને ભોક્તાપણું જણાય છે. વેદ. ગાથા ૮૪ : એક રાંક ને એક નૃપ, એ આદી જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ ન ભાવાર્થ એક ગરીબ અને એક રાજા એ વગેરે જે બહારના ભેદ છે તે કારણ વિના ભેદરૂપ કાર્ય ન હોઈ શકે; તે જ શુભાશુભ પુણ્ય અને પાપનું ફળ છે એમ જાણવું. ગાથા ૮૫ : ફળદાતા ઇશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ભાવાર્થ : ફળ આપવા માટે ઇશ્વરની એમાં કાંઈ જરૂર નથી, શુભ અને અશુભ કર્મ પોતાના સ્વભાવથી પરિણમે છે અને બહારના સંયોગો, વિકારો વગેરેનું નિમિત્ત થઈને દૂર થઈ જાય છે. ગાથા ૮૬ : તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ભાવાર્થ : તે તે ભોગવવા લાયક જુદા જુદા પ્રકારના સ્થાન (નિમિત્ત) થવાનો જડ અને ચેતન પદાર્થોનો પોતપોતાના ભાવ છે. હે શિષ્ય ! આ વાત ઘણી ઊંડી છે, તો પણ તદ્ન ટુંકામાં અહીઁ કહી છે. શંકા : ગાથા ૮૭ : કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ભાવાર્થ : જીવ કર્તા અને ભોક્તા છે એ ખરું, પણ તેનો મોક્ષ હોય તેમ લાગતું નથી કેમ કે પાર વિનાનો વખત ગયો તો પણ તેનામાં વિકાર હજુ ચાલુ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy