SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ અવગ્રહ કે ઇહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસમ્મુખ લક્ષ હોય છે. સમ્યગ્દષ્ટિને પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ૧૮) સમદર્શન માટે અભ્યાસનો કમઃ (૧) પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુવાદિની માન્યતા છોડી, અરિહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું; કારણ કે એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વનો અભાવ થાય છે, કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું. (૨) પછી જિનમતમાં કહેલાં જીવાદિતત્ત્વોનો વિચાર કરવો, તેના નામ-લક્ષણાદિશીખવા, કારણ કે એના અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. તેવાર્થ શાન સ નમ્ (૩) પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવા વિચારો કરવા, કારણ કે તે અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. (૪) ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કરવો. કારણ કે એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. (૫) એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ-પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. તું સ્થાપ નિજ ને મોક્ષપંથે, બા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.” લાખ બાતકી બાત યહે, નિશ્ચય ઉર લાવો; તોડી સકલ જગ-દંડ-ફંદ, નિજ આત્મ ધ્યાવો.” ૧૯) એક જ - (૧) એક જ શેય છે - જ્ઞાન સ્વરૂપી આત્મા. તે એકનું જ જ્ઞાન કરવું. (૨) એક જ શ્રદ્ધેય છે - અભેદ શુદ્ધ આત્મા. તે એકની જ શ્રદ્ધા કરવી. (૩) એક જ ધ્યેય છે - ધ્રુવ ધામ આત્મા. તે એકનું જ ધ્યાન ધરવું. (૪) એક જ લક્ષ્ય છે - આનંદ સ્વભાવી આત્મા. તે એકનું જ લક્ષ કરવું. (૫) એક જ દશ્ય છે - સહજાનંદી આત્મા. તે એકનું જ દર્શન કરવું. (૬) એક જ સાધ્ય છે - અખંડ અવિનાશી આત્મા. તે એકની જ સાધના કરવી. (૩) એક જ આરાધ્ય છે - નિજ કારણ પરમાત્મા. તે એકની જ આરાધના કરવી. (૮) એક જ એકાગ્રતા કરવા યોગ્ય છે - જ્ઞાનસાગર આત્મા.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy