SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ ઉ. ૧૯ઃ પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું - લાવું એવા વિકલ્પ પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયનો કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. નિર્વિકલ્પ થવાની આ જ વિધિ છે. પ્ર. ૨૦ઃ કેવું કમબદ્ધનું સ્વરૂપ માનવાથી મુક્તિ થાય? ઉ. ૨૦ઃ ત્રણ કોળ ત્રણ લોકની જે પર્યાયો છે તે બધી શેય તરીકે કેવળજ્ઞાનની પર્યાયમાં અપઈ જાય છે. જેટલા જોયો છે તેની ભૂત-વર્તમાન-ભાવિની બધી પર્યાયો એક સમયમાં જ્ઞાનમાં અકંપપણે અપઈ જાય છે - જણાઈ જાય છે. ગયા કાળની અને ભવિષ્યની ને વર્તમાનની બધી પર્યાયો જાણે સ્થિર હોય એમ અકંપપણે જ્ઞાનને શેયપણે અર્પે છે - શેયપણે વર્તે છે. આવું ક્રમબદ્ધ સ્વરૂપ છે તેને જે માનતો નથી તે વસ્તુની સ્થિતિને માનતો નથી તે કેવળજ્ઞાનને જ માનતો નથી. આવું ક્રમબદ્ધનું સ્વરૂપ યથાર્થ સમજવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૦ ઉપાદાન-નિમિત્ત અને સમગ્દર્શનની મહત્ત્વના પ્રશ્નો: પ્ર. ૧ઃ સમ્યગ્દર્શનમાં ઉપાદાન-નિમિત્ત'ની જાણકારી કેટલી ઉપયોગી? ઉ. ૧ મુક્તિના માર્ગમાં જે મહત્વપૂર્ણ વિષયોનું સમ્યક પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે, એમાં ઉપાદાનનિમિત્ત પણ એક એવો મહત્વપૂર્ણ વિષય છે જેના સમ્યક જ્ઞાન વગર પરાવલંબન દષ્ટિ અને વૃત્તિ સમાપ્ત નહિ થાય, સ્વાવલંબનનો, દ્રવ્યની સ્વતંત્રતાનો ભાવ જાગૃત નહિ થાય, મુક્તિમાર્ગનો સમ્યક પુરુષાર્થ પણ સ્કુરાયમાન નહિ થાય. ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧) જગતનો પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે. આ પરિણમનને પર્યાય અથવા કાર્ય કહે છે. ૨) કાર્ય કારણપૂર્વક જ થાય છે અને કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવામાં આવે છે. આ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં હોય છે. અને કારણ પણ બે પ્રકારના છે. (૧) ઉપાદાનકારણ (૨) નિમિત્તકારણ. ૩) જે સ્વયંરૂપે પરિણમે છે તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં જેના પર અનુકૂળતાનો આરોપ આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. ૪) જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદાનકારણ અને જે કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. તથા નિમિત્તકારણની અપેક્ષાથી થન કરવાથી તેજ કાર્ય (ઉપાદેય)ને નૈમિત્તિક પણ કહેવામાં આવે છે. ૫) આ વાતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં લગાડીએ તો આ પ્રમાણે કહેવું પડશે. આત્મદ્રવ્ય અથવા તેનું શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એવી જ રીતે મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. આ રીતે શ્રદ્ધા ગુણ અને સમ્યગ્દર્શનમાં ઉપાદાન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy