SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૭ ઉપાદેય સંબંધ છે. મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ અને સમ્યગ્દર્શનનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પ્ર. ૨ ઃ અહીંયા એક પ્રશ્ન સંભવે છે કે જેમ સમ્યગ્દર્શનરૂપ કાર્યના ઉદાહરણમાં એમ બતાવવામાં આવ્યું કે ‘દ્રવ્ય અથવા ગુણ’ ઉપાદાનકારણ છે, તો વિવક્ષિત કાર્ય નિરંતર ઉત્પન્ન જ થતું રહેવું જોઈએ કારણ કે જ્યાં કારણ ઉપસ્થિત છે તો કાર્ય હોવું જોઈએ. આમ કેમ ? ઉ. ૨ : ૧) આના જવાબમાં એ કહેવામાં આવે છે કે ઉપાદાનકારણ તો દ્રવ્ય અને ગુણ હોવાથી સદાકાળ ઉપસ્થિત હોય જ છે પણ નિમિત્તકારણ ન મળવાથી કાર્ય ન થયું. જ્યારે નિમિત્તકારણ મળે ત્યારે કાર્ય સંપન્ન થઈ જાય. એવું માનવાથી નિમિત્તકારણ જ નિયામક કારણ ઠરશે; કારણ કે એના હોવા અથવા ન હોવા પર કાર્યનું થવું કે ન થવું નિર્ભર છે. પણ એ સંભવ નથી. ૨) આ આપત્તિથી બચવા જો એમ કહેવામાં આવે કાર્યની ઉત્પત્તિમાં તો બન્ને કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય છે, તો આપણે કહેશું ભલે બેઉ કારણોની ઉપસ્થિતિ અનિવાર્ય હો, પરંતુ નિયામક કારણ તો નિમિત્ત જ રહ્યું; કારણ કે એના હોવા પર કાર્ય થાય છે અને ન હોવા પર કાર્ય થતું નથી. ૩) કાર્યનું નિયામક કારણ જાણવા ઉપાદાન-નિમિત્તના ભેદ-પ્રભેદ જાણવા પડશે. ઉપાદાન બે પ્રકારનું હોય છે. (૧) ત્રિકાળી (૨) ક્ષણિક. નિમિત્ત પણ બે પ્રકારના હોય છે. (૧) ઉદાસીન (૨) પ્રેરક અથવા (૧) અંતરંગ (૨) બહિરંગ. (૧) ત્રિકાળી ઉપાદાન ઃ જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્યરૂપે પરિણમે એ દ્રવ્ય અથવા ગુણને એ કાર્યનું ત્રિકાળી ઉપાદાન કહે છે. (૨) ક્ષણિક ઉપાદાન : ૧) દ્રવ્ય અને ગુણમાં જે પર્યાયનો પ્રવાહક્રમ અનાદિ અનંત ચાલ્યા કરે છે એ પ્રવાહક્રમમાં અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાન છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ૨) તે જ સમયની પર્યાયની તે જ સમય હોવારૂપ યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને પર્યાય કાર્ય છે. ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ પણ કહે છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદાય વિદ્યમાન રહે છે, પણ તેને જ સમર્થ કારણ માનવામાં આવે તો વિવક્ષિત કાર્યની સદા ઉત્પત્તિ થતી રહેવાનો પ્રસંગ આવશે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય તેમજ એ સમયે એ પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે; જેના વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી અને જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સમર્થ ઉપાદાન એક જ હોય છે અને તેનાથી ઉત્પન્ન થવાવાળું કાર્ય તે જ હોય છે કે જેનું તે સમર્થ ઉપાદાન છે. હવે ત્યાં એ કાર્યનું જે કાંઈ પણ નિમિત્ત હોય છે તેમાં ઉપાદાનની ક્રિયા કરવાની
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy