SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ શક્તિ નથી હોતી. માત્ર એ ઉપાદાન અનુસાર થવાના કાર્યનું સૂચક હોવાથી એનું નિમિત્ત કહેવામાં આવે છે. આ આધાર પર નિમિત્તના અનુસાર કાર્ય થાય છે અને વ્યવહાર (ઉપચાર) કરવામાં આવે છે. માટે કાર્ય થવા માટે ક્ષણિક ઉપાદાનકારણ જ નિયામક કારણ છે અને નિમિત્ત તો કોઈ કારણ જ નથી. નિમિત્તને કારણે માનવું એ મિથ્યા માન્યતા છે. પ્ર. ૩ઃ અહિંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ક્ષણિક ઉપાદાન જ સમર્થ કારણ છે તો ત્રિકાળી ઉપાદાનનું શું મહત્ત્વ છે ? ઉ.૩ઃ વાત તો એ છે કે ઉપાદાન તો નિજ સહજ શક્તિને કહે છે. પરંતુ શક્તિ બે પ્રકારની છે (૧) દ્રવ્ય શક્તિ (૨) પર્યાય શક્તિ. આ બન્ને શક્તિઓનું નામ ઉપાદાન છે. પર્યાયશક્તિયુક્ત દ્રવ્યશક્તિ જ કાર્યકારી હોય છે, પર્યાયશક્તિ અનિત્ય-નિત્યશક્તિના આધાર પર કાર્યની ઉત્પત્તિ માનવાથી કાર્યની નિત્યતાનો પ્રસંગ આવે છે, એટલે પર્યાયશક્તિને જ કાર્યનું નિયામક કારણ સ્વીકાર કરવામાં આવ્યું છે. દ્રવ્યશક્તિ એ બતાવે છે કે કાર્ય એ દ્રવ્યમાં જ થશે અન્ય દ્રવ્યમાં નહિ; અને પર્યાયશક્તિ એ બતાવે છે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમયમાં જ થશે. એટલે બન્ને શક્તિઓનું મહત્ત્વ છે. પરંતુ કાળનું નિયામક પર્યાયશક્તિ જ છે. કાળનું બીજું નામ જ પર્યાય છે. આ પર્યાયશક્તિ અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપ અને તત્સમયની યોગ્યતારૂપ હોય છે." હવે એક વાત એ પણ છે જે પ્રકારે ત્રિકાળી ઉપાદાન હંમેશા ઉપસ્થિત રહે છે, તે પ્રકારે સામાન્યતઃ નિમિત્ત પણ હંમેશા ઉપસ્થિત જ રહે છે. કારણ કે જે પ્રકારે પ્રત્યેક દ્રવ્ય સ્વયંના કાર્ય માટે ઉપાદાન છે, એ જ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પરના કાર્ય માટે નિમિત્ત પણ તો છે જ. કાર્ય થતી વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તની હાજરી અવશ્ય છે જ. નિમિત્તોના અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. એ પ્રમાણે પરદ્રવ્યનો દોષ ગણવો એ મિથ્યાત્વ છે. ન તો નિમિત્ત ઉપાદાનમાં બળથી કાંઈ કરે છે અને ન તો ઉપાદાન કોઈ પણ નિમિત્તને બળથી લાવે છે અને મેળવે છે. બેઉનો સહજ પરિણમન છે. બેઉનો સહજ સંબંધ છે. આ સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. પ્ર. ૪: આ ઉપાદાન-નિમિત્તની સમજણનો સાર શું છે? ઉ.૪: આનો સાર આ પ્રમાણે છે. ૧) પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે, એટલે સ્વયં જ છે' કારકરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. તેને કોઈ પણ બાહ્ય સામગ્રી સહાયતા કરી શકતી નથી એટલે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના ઇચ્છુક આત્માને બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખીને પરતંત્ર થવું નિરર્થક છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા પોતે સંપૂર્ણ સામર્થ્યવાન છે એ શ્રદ્ધા દઢ થવી જોઈએ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy