________________
૪૦૯ ગાથા ૧૪૨ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ભાવાર્થ શરીરનો સંયોગ હોવા છતાં જેણે આત્મસ્વરૂપ સમજી આત્માની શરીરથી પર અર્થાત્ શરીર મારું નથી, હું શરીરનું કાંઈ કરી શકું નહિ એવી અવસ્થા જેણે પ્રગટ કરી છે તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો ! સાર: ૧. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૩. “સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ” આત્માના છ પદ (સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસ સ્થાન) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુને અત્યંત ભક્તિથી નમસ્કાર! શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદઃ આત્મા છેઃ જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વ-પરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બી પદઃ આત્મા નિત્ય છેઃ ઘટપટાદિ પદાર્થો અમુક કાળવત છે. આત્મા ત્રિકાળવાર્તા છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતાં નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિષે લય પણ હોય નહિ.. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થો અર્થક્રિયા સંપન્ન છે. કાંઈને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્યા છે, અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોક્તા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.