SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ગાથા ૧૩૪ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદનહીં કોય. ભાવાર્થ ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા છે, વર્તમાનમાં જે છે અને ભવિષ્યકાળમાં જે થશે તેઓ મોક્ષનો ઉપાય એક જ બતાવે છે. ત્રણે કાળ મોક્ષમાર્ગ એક જ છે, તેમાં કોઈ મતભેદ નથી. ગાથા ૧૩૫ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. ભાવાર્થ: બધા જીવ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એમ જે સમજે, જ્ઞાનની પર્યાય એનો એવી રીતે સ્વીકાર કરે, તે સિદ્ધપણું પ્રગટ કરે. તેમાં આત્મજ્ઞાની પુરુષે સમજાવેલ આત્મસ્વરૂપનો બોધ અને સદ્ગુરુની વીતરાગી દશા (નિમિત્ત) હાજરરૂપ કારણ હોય છે. ગાથા ૧૩૬: ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ભાવાર્થ આત્માની પોતાની સહજ શક્તિને સમજ્યા વિના, તેનું બહાનું કાઢી જે એ સત્સમાગમને છોડે તે સિદ્ધપણાને પામે નહિ. અને ઊધી પકડમાં ટક્યા કરે. જ્યારે જ્ઞાનની પર્યાય ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરી તેમાં સ્થિર થઈ આત્માનો અનુભવ કરે ત્યારે નિમિત્ત તરીકે સદ્ગુરુનો બોધ હોય છે. ગાથા ૧૩૭મુખથી જ્ઞાન થે અને, અંતર છુટ્યોના મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ભાવાર્થ મોઢેથી જ્ઞાનની વાતો કરે પણ અંતરથી મોહ (પરનું હું કરી શકું એ આદિ ભ્રમણા) જેને ટળી નથી તે પામર પ્રાણી ફક્ત પોતાના આત્માનો દ્રોહ કરે છે. પોતાના આત્માને છેતરે છે. ગાથા ૧૩૮: દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષેએહ સદાય સુજાગ્ય. ભાવાર્થઃ સ્વરૂપની દયા, શાંતિ, સમતા, સ્વરૂપની રુચિ (અરુચિનો અભાવ), પોતાના ત્રિકાળી સ્વરૂપનું લક્ષ, વિભાવ ભાવને છોડવો, રાગને ટાળવો એ મુમુક્ષુના આત્મામાં હંમેશા સારી રીતે જાગૃત હોય છે. ગાથા ૧૩૮: મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. ભાવાર્થ સ્વરૂપની અસાવધાનીનો જ્યાં નાશ હોય છે અથવા જે અસાવધાની ઠરી ગઈ છે તે સાચા ધર્મોની દશા છે, બાકી બધી ભ્રમણા છે. આત્મસ્વરૂપ સંબંધી ભ્રાંતિ પ્રશાંત થઈ છે (દર્શનમોહ) અને તેનો ક્ષય થયો (ચારિત્રમોહ) છે તે જ્ઞાનીની દશા છે, બાકી ભ્રમણા છે. ગાથા ૧૪૦ સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ભાવાર્થ તમામ પરવસ્તુ એઠા જેવી અર્થાત્ આત્માએ લક્ષ નહિ દેવા જેવી અથવા સ્વપ્ન જેવી જાણીને તેનાથી નિર્મમ, મમતા રહિત રહે છે તે જ્ઞાની પુરુષોની દશા હોય છે. એવી દશા ન હોય તો બોલવા માત્ર જ્ઞાન છે અર્થાત્ અજ્ઞાની છે. ગાથા ૧૪૧ઃ સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ભાવાર્થ: પહેલાં આત્માના પાંચ પદોનો વિચાર કરીને, મોક્ષનો ઉપાય જે જીવ ધારણ કરે તે પાંચમું પદ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે તેમાં કંઈ સંદેહ નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy