SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ સત્ = ત્રિકાળ ટકનાર, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ; એ બધા એાર્થવાચક શબ્દો છે. જીવનો જ્ઞાયકભાવ ત્રિકાળી અખંડ છે; તેથી તે સત્, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાઈ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દૃષ્ટિને દ્રવ્યદૃષ્ટિ, વસ્તુદૃષ્ટિ, શિવદૃષ્ટિ, તત્ત્વદષ્ટિ, કલ્યાણકારી દૃષ્ટિ પણ કહેવામાં આવે છે. અસત્ = ક્ષણિક, અભૂતાર્થ, અપરમાર્થ, વ્યવહાર, ભેદ, પર્યાય, ભંગ, અવિધમાન; જીવમાં થતો વિકાર ભાવ અસત્ છે કેમ કે તે ક્ષણિક છે અને ટાળ્યો ટળી શકાય છે. જીવ અનાદિથી આ અસત્ વિકારી ભાવ ઉપર દૃષ્ટિ રાખી રહ્યો છે તેથી તેને પર્યાયબુદ્ધિ, વ્યવહારવિમૂઢ, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ, મોહી અને મૂઢ પણ કહેવામાં આવે છે. અજ્ઞાની આ અસત્ ક્ષણિક ભાવને પોતાનો માની રહ્યો છે, એટલે કે તે અસત્ને સત્ માની રહ્યો છે; માટે આ ભેદ જાણી જે અસહ્ને ગૌણ કરી સત્ સ્વરૂપ ઉપર વજન રાખી પોતાના જ્ઞાયક ભાવ તરફ વળે છે તે મિથ્યાજ્ઞાન ટાળી સમ્યજ્ઞાન પ્રગટ કરે છે; તેનું ઉન્મતપણું ટળે છે. વિપર્યય પણ બે પ્રકારના છે. ૧) સહજ ૨) આહાર્ય. ૧) સહજ : જે પોતાથી - પોતાની ભૂલથી વિપરીતતા ઉત્પન્ન થાય છે ૨) આહાર્ય : પરના ઉપદેશથી ગ્રહેલ વિપરીતતા - આ શ્રોત્રેન્દ્રિય દ્વારા થતાં કુમતિજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ કુશ્રુતજ્ઞાન છે. ૧૨ જ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ ? : શંકા ઃ દયાધર્મના જાણવાવાળા જીવોને ભલે આત્માની ઓળખાણ ન હોય તો પણ દયાધર્મની શ્રદ્ધા હોય છે, તો પછી તેના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કેમ મનાય ? સમાધાન ઃ દયાધર્મના જ્ઞાતાઓમાં પણ આમ, આગમ અને પદાર્થ (નવ તત્ત્વ)ની યથાર્થ શ્રદ્ધાથી રહિત જે જીવો છે તેમને દયાધર્મ આદિમાં યથાર્થ શ્રદ્ધા હોવાનો વિરોધ છે; તેથી તેમનું જ્ઞાન અજ્ઞાન જ છે. જ્ઞાનનું કાર્ય જે હોવું જોઈએ તે ન હોય ત્યાં જ્ઞાનને અજ્ઞાન ગણવાનો લોકમાં પણ પ્રસિદ્ધ છે, પુત્રનું કાર્ય નહિ કરનાર એવા પુત્રને પણ લોકમાં કુપુત્ર કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે. શંકા ઃ જ્ઞાનનું કાર્ય શું છે ? ન સમાધાન : : જાણેલા પદાર્થની શ્રદ્ધા કરવી તે જ્ઞાનનું કાર્ય છે. એ પ્રકારનું જ્ઞાનનું કાર્ય મિથ્યાદષ્ટિ જીવમાં થતું નથી તેથી તેના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. બીજી રીતે વિચારીએ તો ‘જ્ઞાન’ જે આત્માને જાણે છે તે જ જ્ઞાનને ‘આત્મજ્ઞાન' કહેવામાં આવે છે. જ્ઞાનનું કામ પરને જાણવાનું છે જ નહિ; કારણ કે છદ્મસ્થ અવસ્થામાં જો પરને જાણવા જશે તો નિયમથી રાગ-દ્વેષના પરિણામ થાય છે અને તે જીવને દુઃખ અને દુઃખના કારણરૂપ છે. જ્યારે આત્માને જાણતાં, શ્રદ્ધતા તેનામાં જે સુખ ગુણ પડ્યો છે તેમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. પ્રયોજનની સિદ્ધિ માટે પણ ‘જ્ઞાન’ આત્માનો જાણે એ જ જીવને માટે હિતકારી છે. અનંત સિદ્ધ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy