SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ભગવતો જે અનંત અક્ષયસુખ ભોગવી રહ્યા છે તે પોતાને - પોતાના આત્માને જાણે છે, પરને જાણતા સુખ ભોગવતા નથી. ૧૩ વિપર્યય શબ્દ વિષે વિશેષ ખુલાસો વિપર્યયમાં સંશય અને અધ્યવસાય સમાઇ જાય છે. ૧. કેટલાકને ધર્મ કે અધર્મ એ કાંઈ હશે કે નહિ તેવો સંશય છે. ૨. કેટલાકને સર્વજ્ઞના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે. ૩. કેટલાકને પરલોકના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે. ૪. કેટલાકને અનધ્યવસાય(અનિર્ણય) હોય છે; તેઓ કહે છે કે હેતુવાદરૂપ તર્કશાસ્ત્ર છે તેથી તેનાથી કાંઇ નિર્ણય થઈ શકતો નથી, અને આગમો છે તે ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપને કહે છે, કોઈને કાંઈ કહે છે અને કોઈને કાંઈ કહે છે; તેથી પરસ્પર વાત મળતી નથી. ૫. કેટલાકને એવો અનધ્યવસાય(અનિર્ણય) હોય છે કે કોઈ જ્ઞાતા સર્વજ્ઞ અથવા મુનિ કે જ્ઞાની પ્રત્યક્ષ દેખાતા નથી કે જેમના વચન અમે પ્રમાણ કરી શકીએ, વળી ધર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે તેથી કેમ નિર્ણય થાય ? માટે મોટા જે માર્ગે જાય તે માર્ગે આપણે જવું. ૬. કોઈ વીતરાગધર્મને લૌકિક વાદો સાથે સમન્વય કરે છે; શુભભાવોના વર્ણનનું સમાનપણે કેટલાક અંશે દખી ગતમાં ચાલતી બધી ધાર્મિક માન્યતાઓ એક છે એમ માને છે. (તે વિપર્યય છે.) ૭. કોઇ મંદ કષાયથી ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે. (તે પણ વિપર્યય છે). ૮. આ જગત કોઈ એક ઇશ્વરે પેદા કર્યું છે, એ તેનો નિયામક છે એમ ઈશ્વરનું સ્વરૂપ વિપર્યય સમજે છે. એમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય અનેક પ્રકારે મિથ્યાજ્ઞાનમાં હોય છે, માટે સત્ અને અસનો યથાર્થ ભેદ સમજી, સ્વચ્છેદે કરવામાં આવતી કલ્પનાઓ અને ઉન્મત્તપણું ટાળવાનું કહેવામાં આવે છે. મિથ્યાત્વને ઉન્મત્તપણું કહ્યું છે કારણ કે મિથ્યાત્વથી અનંત પાપ બંધાય છે તેનો જગતને ખ્યાલ નથી. માટે આ મિથ્યાજ્ઞાન” અને “સમ્યજ્ઞાનનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ. ૧૪ ભાવેન્દ્રિયોનું સ્વરૂપ લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ૧. લબ્ધિઃ લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના ચૈતન્યગુણનો ક્ષયોપશમહેતુક ઉઘાડ તે લબ્ધિ છે. ઉપયોગ: ઉપયોગનો અર્થ ચૈતન્ય વ્યાપાર થાય છે. આત્માના ચૈતન્યગુણનો જે ક્ષયોપશમહેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy