SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ૮. હું શાયક...શાયક..શાયક એમ અંદરમાં રટણ રાખ્યા કરવું. ૯. જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયકમાં એકાગ્રતા કરવી. ૧૦. પૂર્ણાનંદના નાથ પ્રભુની પ્રતીતિમાં - શ્રદ્ધામાં એનો અનુભવ થાય છે. ૧૧ નિગોદથી મોક્ષ સુધીનો આત્માનો વિકાસ કમઃ ૧. વિશ્વનો પ્રત્યેક જીવ પોતાના વિકાસને ઝંખે છે. પરંતુ જ્યાં સુધી તેની દષ્ટિમાં (૧) વિકાસનું સાચું સ્વરૂપ આવે નહિ તેમજ (૨) ભૂતકાળમાં પોતાનો આત્મા કેવા કેવા પરિવર્તનો અનુભવી ચૂક્યો છે તેનો ઇતિહાસ અને (૩) ભાવિમાં વિકાસની આગેકુચ માટેના કર્તવ્યનું ભાન થાય નહિ ત્યાં સુધી વિકાસને રટતો પણ અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. તેની આ અથડામણ ટાળવા તેને વસ્તુનું સ્વરૂપ સમજવું પડશે. ૨. અનાદિકાળથી જીવ આ વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતે કદાપી નવો ઉત્પન્ન થતો નથી. તેનો નાશ પણ થતો નથી. પરંતુ જ્યારથી તે વિશ્વમાં છે ત્યારથી માંડીને તેના અનાદિ કાલીન નિવાસ સ્થાનને નિગોદ કહેવામાં આવે છે. ૩. નિગોદ એ એક સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયનો એક એવો વિભાગ છે કે જેમાં અનંત જીવોનું એકમાત્ર સાધારણ અતિ લઘુ શરીર હોય છે. એ એવું લઘુ હોય છે કે તે અનંત ભેગાં થાય ત્યારે એક સૂક્ષ્મ રજ જેવું બને. જ્યાં સુધી જીવ આ સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ બહાર નીકળીને બાદર નિગોદ વગેરે જીવ સ્થાનોમાં આવતો નથી, બાદર નિગોદ - પૃથ્વીકાયિક વગેરે વ્યવહાર પામતો નથી, ત્યાં સુધી તે અવ્યવહાર રાશિના જીવરૂપે ઓળખાય છે. ૪. પ્રત્યેક જીવ અનંત પુદ્ગલ પરાવર્તનકાળ સુધી આ વ્યવહાર રાશીમાં નિવાસ કરી ચૂક્યો છે અને હજુ પણ એવા અનંતાનંત જીવો છે કે જેઓ તેમાંથી બહાર આવ્યા જ નથી. અને ભવિષ્યમાં પણ તેમાંથી અનંત ભાગના જીવો જ બહાર આવશે. બાકીના ત્યાં ને ત્યાં જ રહેવાના છે. ૫. સૂક્ષ્મ નિગોદ સિવાયના બાકીના બધા જીવ સ્થાનો તેમજ તે જીવ સ્થાનોમાં જઈને ફરી પાછા સૂક્ષ્મ નિગોદમાં આવેલા જીવોને પણ વ્યવહાર રાશીના જીવ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહાર રાશીથી પણ પ્રવાહથી અનાદિ કાળથી અસ્તિત્વમાં છે. ૬. પરંતુ પ્રત્યેક જીવને આશ્રયીને તેની શરૂઆત અનાદિ કાલીન સૂક્ષ્મનિગોદ અવસ્થાનો એકવાર ત્યાગ કરે ત્યારથી થાય છે. મનુષ્ય ભવમાં એક જીવ પોતાના પુરુષાર્થ વડે આત્માની પૂર્ણ અવસ્થાનો સાક્ષાત્કાર કરે એટલે કે પોતાના સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બને ત્યારે કોઈ એક જીવ અવ્યવહાર રાશીનો ત્યાગ કરીને વ્યવહાર રાશીમાં આવે છે. સિદ્ધ ગતિ પણ પ્રવાહથી અનાદિ હોવા છતાં પ્રત્યેક સિદ્ધ જીવોને આશ્રયીને આદિયુક્ત છે. ૭. હવે નિયમ એવો છે કે પંદર કર્મભૂમિના બધા જ ક્ષેત્રો જ્યાં વસાહિત મનુષ્યો છે એ બધામાંથી દર
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy