SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ છ મહિને અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે અને તે પ્રમાણે અવ્યવહારરાશીમાંથી ૬૦૮ જીવો વ્યવહાર રાશીમાં આવે છે. ૮. અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવવાના જીવનો આપણા જેવો કોઈ પુરુષાર્થ હોતો નથી. પરંતુ તે જીવની ભવિતવ્યતા જ તેમાં બળવાન કારણ છે, છતાં એક જીવના મોક્ષગમનને તેમાં નિમિત્ત માની શકાય છે અને તે સમયને કાળલબ્ધિ કહેવામાં આવે છે. ૯. આ અવ્યવહાર રાશીમાંથી પહેલી વાર નીકળતો જીવ યથાસંભવ બાર એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. દેવ, નરક કે મનુષ્યમાં ઉત્પન્ન થતાં નથી. અને આ ભવમાં આવ્યા પછી યથાસંભવ સંસારની ચારે ગતિઓમાં તેના પરિભ્રમણનો આરંભ થાય છે. ૧૦. હવે અહીંથી શરૂઆત કરી મોક્ષ થાય ત્યાં સુધી પ્રત્યેક જીવને બે હજાર સાગરોપમનો વધારેમાં વધારે કાળ મળે છે અને તેમાં જો એ તેનું કાર્ય પૂર્ણ ન થાય તો પાછો નિગોદમાં આવી જાય છે. ૧૧. વ્યવહાર રાશીમાં જીવ બાદરનિગોદ, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં, બે ઇન્દ્રિયમાં શંખ, કોડા, અળસિયા વગેગમાં, ત્રિઈન્દ્રિયમાં કીડી-મંકોડા વગેરે, ચહેરેન્દ્રિયમાં માખી-મચ્છર વગેરે, તિર્યંચ પંચેન્દ્રિય ગાય, ઘોડો, સર્પ, સિંહ, પશુ-પંખી વગેરે, મનુષ્યમાં આર્ય-અનાર્ય વગેરે, દેવલોકમાં તેમજ નરકના ઉત્પત્તિ સ્થાનોમાં આ રીતે યથા સંભવ ૮૪ લાખ યોનિસ્થાનોમાં તેનું પરિભ્રમણ ચાલુ રહે છે ૧૨. અવ્યવહાર રાશીમાંથી બહાર આવ્યા પછી જીવ જ્યારે વિકાસ અભિમુખ થાય એ નિશ્ચત હોતું નથી, કારણ કે કોઈક જીવ અતિ અલ્પકાળમાં પણ આધ્યાત્મિક વિકાસ અભિમુખ બની વિકાસની ચરમ સીમાને પ્રાપ્ત કરી છેલ્લા મનુષ્યભવમાંથી સિદ્ધગતિમાં જાય છે. આ બાબતમાં પ્રધાનપણે તેને જીવનો ‘તથા ભવ્યત્વ' નામનો સ્વભાવ વિશેષ તેમજ તેની ભવિતવ્યતા’ જ મુખ્ય ભાગ ભજવે છે. ૧૩. મોક્ષે જવાને યોગ્ય કોઈ પણ જીવ ભવ્ય કહેવાય છે. પણ ઘણાં જીવ એવા છે કે જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં ક્યારેય પણ અવ્યવહાર રાશીમાંથી બહાર જ નીકળતા નથી. તેમને જતિભવ્યના નામે ઓળખવામાં આવે છે. અને ઘણાં એવા પણ જીવો છે કે જેઓ વ્યવહાર રાશીમાં આવ્યા છતાં પણ તેમનામાં મોક્ષે જવાની લાયકાત - યોગ્યતા જ ન હોવાથી ક્યારેય પણ મુક્તિમાં જશે નહિ, અર્થાત અનાદિ અનંત સંસારમાં રખડ્યા જ કરશે. તેવા જીવોને અભવ્ય કહેવાય છે. હવે અભવ્યો અને ચરમાવર્તમાં પ્રવેશ થાય નહિ ત્યાં સુધી ભવ્ય જીવ પણ અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ ક્ય જ કરે છે. ૧૪. આ પરિભ્રમણ કાળમાં જીવને સંસારના સુખ પ્રત્યે અતિ ગાઢ રાગ અને દુઃખ પ્રત્યે અતિશય દ્વેષ ભાવ હોવાથી ઘણું કરીને અશુભ પ્રવૃત્તિઓમાં જ રચ્યો પચ્યો રહે છે. તેથી અશુભ યોનિઓમાં વારંવાર ગમનાગમન કરે છે. ક્યારે શુભ પ્રવૃત્તિ થઈ જાય છે ત્યારે દેવલોક વગેરેના સુખનો પણ તે સ્વાદ લઈ આવે છે. એ સુખમાં ય રાગબુદ્ધિ પાપની એટલે ત્યાંથી આગળ ભવોમાં ભટકવાનું ચાલું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy