SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ૧૫. જ્યારે કોઈ ભવ્યાત્માઓ ચરમાવર્તમાં પ્રવેશ થાય છે ત્યારે અવિધિસર તે વિકાસને અભિમુખ બને છે. પાપ પ્રવૃત્તિઓની તીવ્રતા અતિ અલ્પ માત્રામાં ધીમે ધીમે ઘટવા માંડે છે. પહેલાની જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટથી ૭૦ કોડા કોડી સાગરોપમની સ્થિતિનો બંધ કે જે તીવ્ર સંકલેશથી થાય છે, તે હવે વારંવાર થતો નથી. ક્રમે કરીને એવી અવસ્થામાં પહોંચે છે જ્યારે બે થી વધુ વાર મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ભાવિ કાળમાં નહિ કરે. એ જ રીતે કોઈ સકૃત એક વાર બંધક અવસ્થામાં અને કોઈ જીવ તક્ત અપુનબંધક અવસ્થામાં આવી જાય છે. આ અવસ્થામાં પણ સંસારના જીવનું પરિભ્રમણ પૂર્વની જેમ ચાલુ હોય છે. ૧૬. જ્યારે ખરેખર વિકાસ અભિમુખ બને છે ત્યારે પ્રથમ ન્યાય નીતિ વગેરે ૩૫ માર્ગાનુસારી ગુણોનું સ્વયંભૂ પ્રેરણાથી કે કોઈના ઉપદેશથી અનુકરણ કરે છે. હવે માનસિક વલણ ધીમે ધીમે અધ્યાત્મ તરફ ઢળતું જાય છે. ભૂતપૂર્વ ગાઢ મિથ્યાત્વની દશા ટળી જાય છે. હવે અર્ધપુલ પરાવર્તનકાળથી વધુ સંસારનું પરિભ્રમણ બાકી ન રહ્યું હોવાને કારણે શુભ પ્રવૃત્તિઓ અને અનુષ્કાનોના આચરણમાં પોતે હોંશથી જોડાય છે. - હવે સમ્યકત્વની પ્રાપ્તિની પ્રક્રિયામાં જોડાય છે અને ઔપશમિક સમ્યગ્દર્શન નામના મહાન સદ્ગણને પ્રાપ્ત કરે છે અને પછી એ જીવ જ્યારે ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનક સુધી પુરુષાર્થથી આગળ વધતો વધતો સિદ્ધ દશાને-મોક્ષને પ્રાપ્ત થાય છે. આ છે આત્માનો કમિક વિકાસ કમ. તેમાં અગત્યતા છે સમ્યકત્વની પ્રાપ્તિ. ૧૨ ચૌદ ગુણસ્થાનક : સંસારમાં અનાદિ કાળથી ભટકતો આત્મા અલ્પજ્ઞ મટીને સર્વજ્ઞ બને એવા પ્રકારનો સર્વાગી વિકાસ થાય તે માટે જ્ઞાની ભગવંતોએ ૧૪ ગુણસ્થાનકની પ્રક્રિયા દર્શાવી છે. ૧. મિથ્યાત્વ ૬. પ્રમત્ત વિરતિ ૧૧. ઉપશાંત મોહ ૨. સાસાદન ૭. અપ્રમત્ત વિરતિ ૧૨. ક્ષીણ મોહ ૩. મિશ્ર ૮. અપૂર્વકરણ વા નિવૃત્તિકરણ ૧૩. સયોગી કેવળી ૪. અવિરત સમ્યગ્દષ્ટિ ૯. અનિવૃત્તિકરણ ૧૪. અયોગી કેવળી. ૫. દેશ વિરતિ ૧૦. સૂક્ષ્મ સામ્પરાય " વિકાસક્રમને ઓળખવા માટે આ ગુણસ્થાનો બતાવ્યા છે. ૧૩ સમ્યકત્વની પ્રાપ્તિ યાને ગ્રંથિભેદની પ્રક્રિયા: ૧. અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલાં જીવને જ્યારે ફક્ત એક પુદ્ગલ પરાવર્તનકાળથી વધુ સંસાર ભ્રમણ બાકી રહેતું નથી ત્યારે તે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં યાને ચરમાવર્તમાં પ્રવેશ પામેલો ગણાય છે, અને ત્યાં કમસર વિકાસ અભિમુખ થતો જાય છે, જેમાં સમ્યગ્દર્શનને પમાડનાર ગ્રંથિભેદની પ્રક્રિયાનું પ્રકરણ મુખ્ય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy