SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ૨. દયા-ઉદારતા-ક્ષમા વગેરે ગુણોનો ધીમે ધીમે અભ્યાસ કરતો જીવ પોતાના કર્મોની સ્થિતિ ઘણી ટૂંકાવી નાંખે છે. આત્માના અધ્યવસાયો વિશુદ્ધ થતાં જાય છે. અને જ્યારે ગ્રંથિભેદની નજીક આવી પહોંચે છે ત્યારે કોઈ પણ કર્મની સ્થિતિ પહેલાંની જેટલી અતિશય દીર્ઘ રહેતી નથી. પરંતુ ટુંકાઈને એક ક્રોડાકોડી સાગરોપમની અંદર થઈ જાય છે, જ્યારે તેના અધ્યવસાયોની વિશુદ્ધિ વધુને વધુ તીવ્ર બનતી જાય છે.' આ સમયે સન્માર્ગમાં અંતરાયરૂપ રાગદ્વેષની નિબિડ ગ્રંથિને ભેદી નાખવા માટે પ્રચંડ શુભ પુરુષાર્થ કરી અધ્યવસાયને અત્યંત વિશુદ્ધ બનાવવાની જરૂર પડે છે. જીવને ગ્રંથિસ્થાન નજીક લઈ આવનાર અધ્યવસાયને યથાપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. કરણ એટલે અધ્યવસાય, યથાપ્રવૃત્ત એટલે આપોઆપ જ જીવના વિશેષ પુરુષાર્થ વિના પ્રવર્તમાન, આવા યથાપ્રવૃત્તકરણ અર્થાત ગ્રંથિદેશની મુલાકાત જીવને અનંતવાર થવાનો સંભવ છે. પરંતુ જે જીવ ગ્રંથિભેદ કરનાર છે, તેને એની ઉપરના અપૂર્વકરાણ નામના અધ્યવસાયરૂપ સોપાન ઉપર આરોહણ કરવાનું હોય છે. આ અધ્યવસાયના નામ પ્રમાણે તેમાં પ્રવેશ કરનાર જીવનો અધ્યવસાય અપૂર્વજ હોય છે. એથી પાંચ અપૂર્વ વસ્તુમાંથી એક ગુણસંક્રમણ સિવાય બાકીના ચાર અપૂર્વ અર્થાત્ અપૂર્વ સ્થિતિબંધ-સ્થિતિઘાત-ગુણશ્રેણી નામની સૈદ્ધાન્તિક પ્રક્રિયાઓ આ કરણમાં અપૂર્ણપણે પૂર્વે ન થઈ હોય તે રીતે પ્રવર્તે છે. અહીંયા વિશુદ્ધિ અનંતગણી હોય છે. આ કરણમાં રહીને જીવ પોતાના વિશુદ્ધ અધ્યવસાય દ્વારા સંસારના સુખ અને દુઃખ પ્રત્યેના અતિશય રાગ-દ્વેષની કર્કશ ગૂઢ દુર્ભેદ ગાંઠ ભેદી નાંખે છે અથ તેને સંસારના સુખ પ્રત્યે ઉદાસીનતા અને દુઃખ પ્રત્યે સહિષ્યવૃત્તિ આવી જાય છે. અર્ધપુદગલ પરાવર્તનકાળથી વધુ સંસારમાં પરિભ્રમણ કરવાનું ન હોય તેવા જીવો જ ગ્રંથિભેદ કરવાને સમર્થ થાય છે. ૪. અપૂર્વકરણનો કાળમાત્ર અંતર્મુહુર્તનો હોય છે. ગ્રંથિભેદ કર્યા બાદ જીવને અનિવૃત્તિwણ નામનો અધ્યવસાય પ્રવર્તે છે. આ અધ્યવસાય એક સાથે ગ્રંથિભેદ કરનાર જીવોને એક જ સરખો હોય છે. ગ્રંથિભેદ કર્યા પછી અંતર્મુહુર્તમાં જ જીવને અવશ્ય સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થાય છે. પણ તે પ્રાપ્ત કરવા માટે અનિવૃત્તિકરણમાં વર્તમાન જીવ છેડે અન્તરકરણ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. ૫. મિથ્યાત્વ મોહનીય કર્મની ગ્રંથિભેદ કર્યા પછીની જે સ્થિતિ છે તેમાં પહેલાં અંતર્મુહુર્ત જેટલો સમય છોડી દઈને પછીના બીજા અંતર્મુહુર્ત જેટલા સમયોની સ્થિતિમાં રહેલાં મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલોને આ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાય દ્વારા ઉપર નીચે ખસેડી દઈ અંતર્મુહુર્ત જેટલું મિથ્યાત્વના દલિક વિનાનું પોલાણ બનાવે છે. આ પોલાણને અન્તરકરણ કહે છે. આ અન્તઃકરણના પ્રયત્નથી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. અન્તરકરણના પ્રથમ સમયની નીચેની સ્થિતિ અને અન્તરકરણના છેલ્લા સમયની ઉપરની સ્થિતિ.. ૬. અન્તરકરારનો કાળ ઉપશમ સમ્યકત્વના અનુભવ દ્વારા પૂરો થવા આવે ત્યારે જઘન્યથી એક સમય
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy