SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ અને વધુમાં વધુ છ આવલિકા જેટલો કાળ બાકી રહ્યો હોય ત્યારે કમનસીબે કોઈ જીવને ‘કલ્પનાન હોય અને અકાળે ધાડ પડે તે રીતે અનંતાનુબંધી કષાયરૂપી ચોરો એકદમ જાગૃત થઈ જાય છે, અર્થાત્ ઉદયમાં આવે છે, ત્યારે વધુમાં વધુ તે છ આવલિકાના સમયમાં સાસાદન નામના સમ્યકત્વનો અનુભવ કરે છે. તેને બીજા ગુણસ્થાનકના નામે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી તે અવશ્ય પહેલાં ગુણસ્થાને જ ઉતરી પડે છે. ૭. સદ્દભાગ્યે જે જીવને આવા અનંતાનુબંધીનો ઉદય થતો નથી તે ઉપશમ સમ્યકત્વના અનુભવકાળમાં મિથ્યાત્વની ઉપરની સ્થિતિમાં રહેલાં કર્મલિકોમાંથી કેટલાકને પોતાના શુભ અધ્યવસાયથી બરાબર ધોઈને સ્વચ્છ બનાવી દે છે. તો કેટલાકને અર્ધ સ્વચ્છ બનાવે છે. પરંતુ બાકીના તેવાને તેવા મલિન રહે છે. આ રીતે ઉપરની સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલોને ત્રણ વિભાગમાં વહેચી નાંખવાની પ્રક્રિયાને “ત્રિપુંજકરાણ” કહે છે. ઉપશમ સમ્યકત્વના કાળમાં જ સત્તામાં રહેલાં ઉપરની સ્થિતિના મિથ્યાત્વ દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. અતિ સ્વચ્છ સ્થિતિ સમ્યકત્વ મોહનીય નામે, અર્ધ સ્વચ્છ સ્થિતિ મિશ્ર મોહનીય નામે અને ત્રીજી અશુદ્ધ સ્થિતિ પહેલાની જેમ જ મિથ્યાત્વ મોહનીય નામે ઓળખાય છે. સમ્યકત્વનો કાળ પૂરો થયા પછી ત્રણમાંથી ગમે તે સ્થિતિ ભવિતવ્યતાવશ ઉદયમાં આવે છે. ૮. અંતરકરણ કરવા માટે ગ્રંથિભેદ ર્યા પછી આત્મા તરત જ ભાવિ અંતરકરણના સમયોમાં રહેલાં મિથ્યાત્વ મોહનીય કર્મના દડિયાને ઉપાડી ઉપાડીને ઉપરની અને નીચેની રહેલી સ્થિતિઓના દલિક પુંજોમાં ભેળવી દે છે. અંતર્મુહર્ત જેટલાં અતિ અલ્પકાળમાં આ રીતે દલિટરહિત અંતરનું નિર્માણ થાય છે. એને અંતરકરણ કહે છે. એ કરવાનું અનિવૃત્તિકરણના શેષકાળમાં હોય છે. તે કાળે બીજી સ્થિતિમાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા અનુદિત - શાંત થઈ ગયેલું હોવાથી, મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા ઉપશાંત હોઈને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે સમયે જીવને જે અપૂર્વ આનંદ થાય છે તેનું વર્ણન કરવાને હજારો જીભ પણ અસમર્થ છે. ૯. જો મિથ્યાત્વ ઉદયમાં આવે તો તે સાથે અનંતાનુબંધી કષાય અવશ્ય ઉદયમાં આવે છે. ત્યારે તે વખતે જીવની પહેલાં ગુણસ્થાનકમાં પીછેહઠ થાય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આવો જીવ અસંખ્યવાર ફરી ફરી સમ્યકત્વ પામી ગુમાવે તેવી શક્યતા રહે છે. ૧૦. જે જીવને મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે તે જીવનું ત્યારે ત્રીજું ગુણસ્થાનક ગણવામાં આવે છે. આ ગુણસ્થાનકનો અતિ અલ્પકાળ પુરો થયા પછી સમ્યકત્વ કે મિથ્યાત્વમાંથી ગમે તે ઉદયમાં આવવાની શક્યતા છે. ઉપશમ સમ્યકત્વનો કાળ પૂરો થયા પછી કોઈ જીવને સમ્યકત્વ મોહનીય કર્મનો ઉદય થાય છે. તેથી તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પછી વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી સતત ટકી રહે છે, અને ઓછામાં ઓછું અંતર્મુહુર્ત ટકી રહે છે. ત્યાર પછી પુનઃ મિથ્યાત્વ ઉદયમાં આવે છે કે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. -
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy