SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ એક ભવમાં પણ આવી રીતે અનેકવાર સમ્યકત્વની પ્રાપ્તિ અને વિનાશ થઈ શકે છે. પરંતુ એકવાર સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયા પછી અર્ધ પુદ્ગલપરાવર્તનથી વધુ કાળ તે જીવ સંસારમાં રહેતો નથી. તેથી મોડામાં મોડું દેશોના અર્ધ પુદ્ગલપરાવર્તનકાળના આંતરા પછી ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરીને ક્ષપક શ્રેણી માંડી જીવ મોક્ષે જાય છે. આ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ અથવા ગ્રંથિભેદની પ્રક્રિયા આ રીતે સમજાવવામાં આવી છે જે અભ્યાસ કરવા જેવી છે. ૧૪ સમ્યકત્વનો ક્રમ: સમત્વ એ મોક્ષનું બીજ છે, મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સમ્યકત્વ હોય તો જ જ્ઞાનચારિત્ર મોક્ષ ફલક બને છે. સદ્ભૂત પદાર્થની શ્રદ્ધારૂપ - તત્ત્વરુચિરૂપ શુભ પરિણામ છે. જે શુભ પરિણામ સમકિત પ્રશમ આદિ પાંચ લક્ષણથી જાણી શકાય છે. ૧. પ્રશમ અનંતાનુબંધી કષાયનો અનુદય, તીવ્ર વિષય તૃષ્ણા ક્રોધાદિ આવેશની શાંતિ. કષાયની ઉપશાંતતા...! ૨. સંવેગ : માત્ર મોક્ષની અભિલાષ, દેવતાઇ - શહેનશાહી સુખ પણ દુઃખરૂપ સમજી મોક્ષ માટે એક - તાલાવેલી, સુદેવ-સુગુરુ-સુશાસ્ત્ર (સુધર્મ) પ્રત્યે તીવ્ર અનુરાગ. ૩. નિર્વેદઃ નરકાવાસની જેમ સંસાર એક કેદરૂપ લાગે – તેના પ્રત્યે અણગમો - ભવે ખેદ....! ૪. અનુકંપા : શક્યતાનુસાર પરજીવો પ્રત્યે દયા - તેમના દુઃખ જોઈ કરૂણા ઉપજે. દ્રવ્યથી દુઃખી પ્રત્યે ભૂખ-તરસ-રોગ વગેરેથી રાહત આપવી – ભાવથી ધર્મવિમુખજીવોને સધર્મનો મૂળ માર્ગ બતાવવો - ચિંધવે. બધા જીવ ધર્મ પામી સુખ પ્રગટ કરે એવી ભાવના. ૫. આસ્તિક્યઃ આત્મા છે, છ દ્રવ્ય છે, દુઃખની અવસ્થા છે, કર્મ છે, સર્વજ્ઞ અને સર્વજ્ઞની સત્તા છે, બધા જીવોનો સર્વજ્ઞ સ્વભાવ છે. જિનેશ્વરોએ જે રીતે તત્ત્વોનું સાચું સ્વરૂપ બતાવ્યું છે તે પ્રત્યે અવિચળ - દઢ શ્રદ્ધા તે આસ્થા. આવી દઢ શ્રદ્ધા માટે વ્યવહારથી સમકિતના ૬૭ બોલ કહ્યા છે. ૪ - શ્રદ્ધા ૫ - દૂષણત્યાગ ૬ - યતના ૩ - લિંગ ૮ - પ્રભાવક ૬ - આગાર ૧૦ - વિનય ૫ - ભૂષણ ૬ - ભાવના ૩ - શુદ્ધિ ૫ - લક્ષણ ૬ - સ્થાન ટોટલ ૬૭.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy